Page 184 of 225
PDF/HTML Page 197 of 238
single page version
૧૮૪ શ્રી પ્રવચન રત્નો-૧
હવે સમ્યગ્દ્રષ્ટિ સ્વને અને પરને પ્રમાણે જાણે છે.
ण दु एस मज्झ भावो जोगणभावो हु अहमेकको।। २९९।।
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞયક ભાવ છું. ૧૯૯
જીણી વાત છે ભાઈ... નિર્જરા અધિકાર છે ને! નિર્જરા એટલે શુદ્ધિ સ્વરૂપ જે શુદ્ધ છે... પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે.. પૂર્ણ અતીન્દ્રિય આનંદનો મહાસાગર છે. એવા આત્માને અંતરમાં દ્રષ્ટિ અંતર્મુખ કરી અને એનું વેદન સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે એને અહીંઆ સમ્યગ્દ્રષ્ટિ કહે છે. આહા!
એને નિર્જરા હોય છે. નિર્જરા તત્ત્વની.. વાત ત્રણ પ્રકારે કર્મનું ખરવું એને નિર્જરા કહે છે.. અશુદ્ધતાનું ટળવું એને નિર્જરા કહે છે એ એક શુદ્ધનું વધવું.
વીતરાગમાર્ગ કોઈ અલૌકિક છે ભાઈ! કાલે કોઈક કહેતું હતું કે આ વર્ષાદ ખેંચાણો છે ને તો બાર-ચૌદ ઢોર મરી ગયા ઘાસ વગર કહો! આવા અવતાર! આમ તો અગીયાર ઇંચ વર્ષાદ આવી ગયો છે. ઘાસ થોડું હતું એ બધું ખવાઈ ગયું... બાર-ચૌદ ઢોર ઘાસ વગર મરી ગયા. આવા અવતાર તેં અનંતવાર કર્યા છે... એક આત્મજ્ઞાન વિના બાકી બધું કર્યું છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિ કર્યા છે.. એ સંસાર છે.
અહીંયા તો સમ્યગ્દ્રષ્ટિ.. જેને આત્મા ચૈતન્ય રત્નાકર, મહાપ્રભુ અનંત શક્તિઓથી બિરાજમાન, કાલે કહ્યું હતું કે એક આત્મામાં એટલી શક્તિઓ એટલે સ્વભાવ એટલે ગુણો એટલા છે કે અનંતા મોઢાં કરીએ- મુખ કરીએ- એક એક મુખમાં અનંતી જીભ કરો તો પણ કહી શકાય નહીં. આહા! પ્રભુ! એને ખબર નથી. બહારની બધી વાતોમાં અને ભીખમાં.. પોતાથી વિશેષ જાણે બહારમાં છે એમ લાગ્યું છે એટલે અટકી ગયો છે. પોતાની અંદર વિશેષ કોઈ જુદી ચીજ છે... આહા! એના તરફ એણે કદી નજર કરી નથી. એ આંહી કહે છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ.. સમ્યક્ નામ સત્ય- જેવું હોય તેવું પૂર્ણ સ્વરૂપ.. કેવું? અનંત મુખથી અને એક એક મુખમાં અનંત જીભે એના ગુણ કહેવા જાય તો પણ ગુણની સંખ્યા એટલી છે કે કહી શકાય નહીં! આહાહાહા! રાત્રે કહ્યું હતું. એવો આ ભગવાન આત્મા શરીર એ તો માટી છે એ પર છે... જગતની ચીજ છે.. કર્મ અંદર છે એ જડ છે, પર છે. એનું તો આત્મામાં અસત્પણું છે સ્વમાં સત્પણું છે અને પરનું તેમાં અસત્ પણું છે.
હવે એમાં રખડે છે કેમ? આટલી આટલી શક્તિઓ પડી છે. આહા! એ અનંત ગુણોની સંખ્યા કહી શકાતી નથી, એવો આ ભગવાન આત્મા એણે સમ્યક્ એટલે જેવું સત્યસ્વરૂપ છે એવી અંતરદ્રષ્ટિ
Page 185 of 225
PDF/HTML Page 198 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૮પ અનુભવ કરીને કરી છે તે અહીંઆ સમ્યગ્દ્રષ્ટિ કહે છે. આહાહાહા! ટીકાઃ
નીચે ગુજરાતી આવી ગયું છે.
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયક ભાવ છું. ૧૯૯
આહા! આંહી સુધી પહોંચવું! ... ખરેખર રાગ નામનું પુદ્ગલ કર્મ છે.. જડ.. ચારિત્રમોહ.. જડ તેના ઉદયનો વિપાક.. એ કર્મ સત્તામાં પડયું છે અજીવપણે પણ એનો ઉદય આવ્યો એ પણ એક અજીવ છે. આહાહા! ભગવાન અનંતગુણનો નાથ! શુદ્ધરસ! ચૈતન્ય રત્નાકર પ્રભુ! એની પર્યાયમાં કર્મ જડ છે તેના નિમિત્તે... પુરુષાર્થની કમજોરીથી રાગ થાય.. પરથી નહીં એ કર્મથી નહીં.. કર્મ તો જડ છે.. એને તો આત્મા અડતો પણ નથી; કોઈ દિવસ અડયો પણ નથી. આહા! ભગવાન આત્મા શરીર, વાણી, કર્મ એને અનંત અનંતકાળમાં કદી અડયો પણ નથી. કેમકે એ ચીજની જે ચીજમાં નાસ્તિ છે એને અડે શી રીતે? આવો જે ભગવાન આત્મા અનંતગુણ રત્નાકર એનું જેને જેવું છે એવું સમ્યક્ પ્રતીત જ્ઞાન થઈને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞેય બનાવીને સ્વસ્વરૂપને જ્ઞેય બનાવીને જ્ઞાન કરીને પ્રતીત થાય છે એને અહીંયા ભવના અંતની પહેલી સીડી સમ્યગ્દર્શન કહે છે. તે વિના ભવનો અંત પ્રભુ નથી આવતો.
બહારની અનેક પ્રકારની ક્રિયાઓ દયા-દાન-વ્રતાદિ-સંસારની તો શું વાત કરવી? એની ઝંઝાળમાં તો એકલો પાપ છે. આખો દિવસ પાપ અને બાયડી છોકરાંઓને સાચવવાં એની સાથે રમવું. એ પાપ! ધર્મ તો ક્યાં છે બાપા? પુણ્યના પણ ઠેકાણા નથી આહા!
અહીં તો કહે છે કે ધર્મી તો એને કહીએ કે જેને આત્માનો પૂર્ણ સ્વભાવ.. એની જેને જ્ઞાન થઈને પ્રતીતિ થઈ છે.. એમને એમ પ્રતીતિ નહીં. જ્ઞાનમાં ચીજ આવી છે કે આ ચીજ આ છે, પૂર્ણ આનંદ અને પૂર્ણ શક્તિનો સંગ્રહાલય, શાંત પ્રભુ, એવું જેનું પરમ સત્યસ્વરૂપ છે એવો જેણે અંતરમાં જ્ઞાનની પર્યાયમાં જાણીને પ્રતીત કરીને શાંતિનું વેદન કર્યું છે.. એને અહીંયા સમ્યગ્દ્રષ્ટિ કહે છે. એને અહીંઆ ધર્મની પહેલી સીડી ધર્મનું પહેલું પગથિયું કહે છે.
એવો જે જીવ તે ખરેખર રાગ નામનું પુદ્ગલ કર્મ છે તેના ઉદયના વિપાકથી સત્તામાં પડયું છે એ નહીં. એનો ઉદય આવતાં એનો પાક થયો ઉદયથી ઉત્પન્ન થયેલો રાગ એટલે નિમિત્તના લક્ષે વશ એ કર્મનો જે ઉદય છે તે નિમિત્ત છે. એના લક્ષે એના વશે.. એનાથી નહીં... જે કંઈ રાગ થયો આહાહાહા! ... છે? ...
વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગ ભાવ છે... જોયું...? શું કીધું ઈ? આ તો સિદ્ધાંત છે આ કંઈ વાર્તા નથી. પ્રભુ! અરે! એણે આ કદી કર્યું નથી. એને પોતાની દયા આવી નથી. અરે! હું ક્યાં રખડું છું? કઈ યોનિમાં ક્યાં હું? મારી કઈ જાત.. અને ક્યાં આ રખડવાનાં સ્થાન..! હું એક
Page 186 of 225
PDF/HTML Page 199 of 238
single page version
૧૮૬ શ્રી પ્રવચન રત્નો-૧ આનંદનો બાદશાહ.. અનંત ગુણનો ધણી.. એ તો આ એકેન્દ્રિય અને બેઇન્દ્રિયમાં રખડે..!
એવું જેને અંદર ભાન થયું છે કે હું તો ચૈતન્યસ્વરૂપ આનંદ છું... જ્ઞાયક છું.. હું તો એક જાણનાર દેખનાર છું. એની સાથે અનંતા ગુણો વણાયેલા છે. જાણવા દેખવાની સાથે અવિનાભાવે અનંતાનંત ગુણો સાથે પડયા છે. ઝીણી વાત છે, પ્રભુ!
‘એવો જે હું એમાં આ જે રાગ થયો એ મારો સ્વભાવ નથી’ અંદર જરા દયાનો-દાનનો- વ્રતનો-પૂજાનો અને ભક્તિનો ભાવ આવ્યો એ રાગ છે હિંસા-જૂઠ-ચોરી વિષયનો રાગ એ તો તીવ્ર છે એની તો શું વાત કરવી? એ તો ઝેરના પ્યાલા છે. આહા! અહીં તો દયા-દાન-વ્રત-ભક્તિનો રાગ આવ્યો તો સમ્યગ્દ્રષ્ટિ જીવ... જેને સત્ સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે... પૂર્ણાનંદનો નાથ પરમ સ્વભાવ જે પારિણામિક ભાવે સહજ સ્વભાવે જ અનાદિથી છે એ ત્રિકાળ નિરાવરણ છે.. ત્રિકાળ અખંડ છે.. એક છે.. અવિનશ્વર છે એવો જે ભગવાન આત્મા એની જ્યાં પ્રતીત થઈને અનુભવ થયો છે એ એમ કહે છે કે આ રાગ છે એ મારો નહીં.
જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ મારો નહીં. એમાં હું નહીં. એ હું નહીં એ મારામાં નહીં આહાહા! આટલી શરતોનું સમ્યગ્દર્શન છે.
દુનિયા.. તો ક્યાં.. ક્યાં.. બેઠી છે. આગળ છાપામાં આવ્યું છે ને? મોરારજી ગંગામાં નાહ્યા વીસ મિનિટ ‘સ્થિતપ્રજ્ઞ છે’ એમ લખ્યું છે, અરે! ભગવાન! બાપુ.. સ્થિતપ્રજ્ઞ કોને કહે.. જે જ્ઞાન વાસ્તવિક પૂર્ણ સ્વરૂપમાં ઠરે એને સ્થિતપ્રજ્ઞ કહે છે. આહા!
એ જીવને રાગ જરી દેખવામાં આવે... પોતાની પર્યાયની નબળાઈથી.. હવે અહીં કોઈ એમ લઈ લ્યે કે કર્મના વિપાકથી આ રાગ થયો છે, એનાં જડનો ઉદય આવ્યો માટે રાગ થયો છે એમ નથી. જડને તો ચૈતન્ય કદી અડયો પણ નથી. રાગ છે તે જડ કર્મને પણ અડયો નથી. કર્મનો ઉદય છે તે રાગ અહીં થયો તેને અડયો નથી. અહીં તો એમ કહે છે કે ને મને પણ (રાગ) અડયો નથી એવો હું છું.. છે?
એ રાગરૂપભાવ છે.. છે એટલે અસ્તિ છે હું ત્રિકાળી અસ્તિ છું.. અને પર્યાયમાં રાગ આવ્યો છે. એ રાગનું અસ્તિત્વ છે. પણ (એ) મારો સ્વભાવ નથી. એ મારું સ્વરૂપ નથી.. મારો સ્વભાવ... સ્વ... સ્વ.. સ્વ.. ભાવ એ નહીં.. એ વિભાવ છે વિકાર છે પર છે. મારા સ્વરૂપમાં તેની નાસ્તિ છે. એના સ્વરૂપમાં મારી નાસ્તિ છે.
આવો મારગ છે, બાપુ! લોકો એકાંત કહીને ઉડાવી દે છે.. કરો કરો બાપુ! મારગ તો આ છે. ત્રણ લોકના નાથ અનંત તીર્થંકરોની ધ્વનિ આ છે અવાજ આ છે.
કહે છે કે ધર્મની જેને દ્રષ્ટિ થઈ છે, ધર્મ એટલે? આત્માના અનંત ગુણો એ ધર્મ અને આત્મા એનો ધરનારો ધર્મી.. એવા અનંત ગુણોરૂપી ધર્મ એની જેને દ્રષ્ટિ થઈ છે. તો પર્યાયમાં પણ અનંત ધર્મ અને અનંતી શક્તિનો અંશ બહાર આવ્યો. પ્રગટ થયો છે. જેવી રીતે દ્રવ્ય અનંતગુણનું એકરૂપ જેવી રીતે સંખ્યાએ ગુણ અનંતરૂપ એવી એની પ્રતીતિ કરતાં પણ અનંતગુણની જેટલી સંખ્યા છે તેનો એક અંશ પ્રગટ થયો છે.. અનંતનો અનંત અંશ પ્રગટ વ્યક્ત થયો છે; આમ સમ્યગ્દર્શન થતાં થાય છે. આહા! ત્રણેય એક થાય છે.. એટલે?
Page 187 of 225
PDF/HTML Page 200 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૮૭
દ્રવ્યમાં અનંત ગુણનું એકરૂપ દ્રવ્ય, એના અનંતગુણો, એવા જે ધર્મ મૂળ છે તેનો ધરનાર ધર્મી દ્રવ્ય છે. તેની જ્યાં અંતરદ્રષ્ટિ થાય છે તેની રાગની પર્યાયની દ્રષ્ટિ ઉડી ગઈ છે.. આહા! એને આ રાગ છે એ મારો સ્વભાવ નહીં. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ અપરાધ છે. આહાહાહા! પરની દયાનો ભાવ આવે એ અપરાધ છે. એ દોષ છે.. એ મારો સ્વભાવ નથી. ધર્મી એમ જાણે છે કે એ મારું સ્વરૂપ નથી.
અહાહા! ભાઈ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એનો માર્ગ કોઈ અલૌકિક છે. એ સિવાય બીજે ક્યાંય છે નહીં. આહા! એવો જે પ્રભુ આત્મા! કહે છે કે એ પંચ મહાવ્રતનો રાગ આવ્યો... ભગવાનની ભક્તિનો (રાગ) આવ્યો. દયાનો (રાગ) આવ્યો. એ મારો સ્વભાવ નથી. ધર્મી તો એમ જાણે છે કે મારા સત્માં તેનું અસત્પણું છે. મારામાં એ નથી. સમજાય છે કાંઈ? માર્ગ ઝીણો બાપુ!
નરકના અને નિગોદના દુઃખો.. જેમ ગુણોની સંખ્યાનો પાર ન મળે.. એમ આ દુઃખોનું વર્ણન પણ કરોડ ભવે.. કરોડ જીભે ન કહેવાય બાપુ!
એવા જે ગુણો છે એની ઉલટી દશા જે દુઃખ.. એ દુઃખ પણ કરોડ ભવે અને કરોડ જીભે પણ ન કહી શકાય એવા દુઃખ (એણે) વેઠયા છે, બાપા! નરકના નિગોદના એમાંથી છૂટવાનો તો મારગ આ એક છે એના તરફનું વલણ તો કર! અહાહા! હું એક પૂર્ણાનંદનો નાથ પૂર્ણસ્વરૂપ એવી જે અંતર દ્રષ્ટિ થતાં રાગનો એક કણ પણ મારું સ્વરૂપ અને સ્વભાવ નહીં.. એ મારામાં નહીં.
એને ઉદયમાં રાગ થયો એ નિર્જરી જાય છે. અલ્પબંધ થાય છે એ વાત ગૌણ છે. ખરેખર નિર્જરી જાય છે એમ કહેવું છે, એ મારો સ્વભાવ નથી. “હું” તો કેમ કે એ છે અને હું પણ છું.. હું તો આ ચૈતન્ય પ્રત્યક્ષ બતાવે છે ‘આ’ એટલે એ પ્રત્યક્ષપણું બતાવે છે. કહેતા નથી કે ‘આ’ માણસ આવ્યો. ‘આ’ એટલે એનું વિદ્યમાનપણું બતાવે છે પ્રત્યક્ષ ‘આ’ આત્મા એમ જ્ઞાનમાં એનું પ્રત્યક્ષપણું જણાય છે. આ આવી વાત છે. સાંભળવી પણ મુશ્કેલ પડે..! એને અંતરમાં ઉતારવું એ તો કોઈ અલૌકિક પ્રસંગ છે. દુનિયા સાથે મેળ ખાય એવું નથી. ‘હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર. હું તો જ્ઞાનના પ્રત્યક્ષ વેદન અનુભવ ગોચર છું. હું પરોક્ષ રહું એવું મારું સ્વરૂપ નથી.. આહા!
૪૭ શક્તિનું વર્ણન જ્યાં છે એમાં એક ‘પ્રકાશ’ નામનો ગુણ લીધો છે. તો એ પ્રકાશ નામના ગુણને લઈને ગુણી એવા ભગવાન આત્માને જ્યાં સમ્યક્ અનુભવમાં લીધો તો એને પર્યાયમાં સ્વસંવેદન સ્વ એટલે પોતાનું સમ્-પ્રત્યક્ષ વેદન થાય તેવો જ એનો ગુણ છે. આહાહાહા! સમજાણું કાંઈ?
‘હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગમ્ય ટંકોત્કીર્ણ.. એવોને એવો.. અનંતકાળ વીતી ગયો છતાં મારા દ્રવ્યમાં ઘસારો લાગ્યો નથી. આહા! નિગોદ અને નરકમાં અનંતવાર રહ્યો પણ મારા દ્રવ્ય અને ગુણમાં કાંઈ હીણપ અને ઘસારો થયો નથી. આહા! એવો મારો પ્રભુ એક જ્ઞાયકભાવ છું.
વિકલ્પના અનંત પ્રકારના ભાવ આવે ઘણા પ્રકારના- સંક્ષેપમાં અસંખ્યાત છે- વિસ્તારમાં અનંત પ્રકાર છે.. પણ વસ્તુ હું છું એ તો એકરૂપે છું. આહા! હું એક જ્ઞાયક ભાવ ટકોત્કીર્ણ.. હું તો જાણક સ્વભાવ-જાણક સ્વભાવ-જાણક સ્વરૂપ એવું તત્ત્વ તે હું છું. એ રાગ તો હું નહીં પણ પર્યાય જેટલો
Page 188 of 225
PDF/HTML Page 201 of 238
single page version
૧૮૮ શ્રી પ્રવચન રત્નો-૧ પણ હું નહીં.. રાગ છે એને જાણે છે એ રાગ જ્ઞાનમાં આવ્યો નથી.. રાગ છે માટે રાગ સંબંધીનું જ્ઞાન થયું નથી.. જ્ઞાનની પર્યાયમાં પોતાથી રાગનું અને પોતાનું જ્ઞાન પોતાથી પોતાની સત્તામાં પોતા વડે થયું છે, તે જ્ઞાન એક સમયની પર્યાય છે, એટલોય હું નથી. સમજાય છે કાંઈ?
હું તો એક જ્ઞાયક ભાવ છું આહાહાહા! જુઓ આ ભવના અંતની વાત! પ્રભુ! ચોરાસીના ભવના અવતાર! ... ક્યાંય નરક... ક્યાંય નરક... ક્યાંય નિગોદ! ક્યાંય લીલોતરી! ક્યાંય લસણ! ક્યાંય બાવળ! ક્યાંય થોર! આહાહા! અવતાર ધારણ કરી કરીને ક્યાં રહ્યો. એના અંત લાવવાનો આ એક ઉપાય છે. જેમાં ભવ કે ભવનો ભાવ નથી. રાગ એ ભવનો ભાવ છે. એ મારા સ્વરૂપમાં નથી.
અત્યારે તો એવી માંડે કે આ દયા કરો દાન કરો, વ્રત કરો, પૂજા કરો, ભક્તિ કરો, સેવા કરો એ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે. અરે પ્રભુ! જે વસ્તુ ઝેર છે.. રાગ છે.. એ સ્વરૂપમાં નથી તો એનાથી સ્વરૂપમાં લાભ થાય? સમજાણું કાંઈ?
અત્યારે તો દ્રષ્ટિનો મોટો ફેરફાર થઈ ગયો છે.. સેવા કરો- દેશ સેવા કરો- એક બીજાને મદદ કરો ભૂખ્યાને અનાજ આપો, તપસ્યાનો પાણી આપો. આહા! આપણાં સાધર્મીઓને મદદ કરો. આહા! પર વસ્તુનો પ્રભુ તારામાં અભાવ છે અને તારો તેનામાં અભાવ છે, તો તું પરનું શું કર? આહા! કેમકે તે પર પદાર્થ એની પર્યાયના કાર્ય વગર તો છે નહીં તો એની પર્યાય તું શી રીતે કરીશ? આહાહાહા!
તારી સામે એ અનંતા દ્રવ્યો ભલે હો પણ એ અનંતા દ્રવ્યો તો પોતાની પર્યાયને કરે છે. એ પરને કાંઈ કરી શકે નહીં. એ પરને કાંઈ કરતો નથી. તારું દ્રવ્ય પરને કાંઈ કરતું નથી. પરના દ્રવ્ય ગુણને તો નહીં પર્યાયને કરતું નથી. આહાહાહા!
આવો હું એક જ્ઞાયક તત્ત્વ છું. કાલ આવ્યું હતું તત્ત્વથી ભાષાથી નહિ પણ પરમાર્થથી એને આ વાત અંતરમાં બેસવી જોઈએ તત્ત્વથી!
એક જ્ઞાયક ભાવ ત્રિકાળ તે હું છું. એ દયા-દાનાદિનો રાગ આવ્યો છે એ હું નહીં.. એ હું નહીં તો તેનાથી મને લાભ પણ નહીં મારો પ્રભુ મારો સ્વભાવ છે.. એ સ્વભાવના પરિણામ દ્વારા મને લાભ થાય.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વિશેષ પણે એટલે અગાઉ પહેલાં સામાન્યપણે કહ્યું હતું. કે એક આત્મા એ સિવાય અને રાગથી માંડીને બધાનો ત્યાગ છે એ સામાન્યપણે કહ્યું હતું... હવે ભેદ પાડીને (કહે છે) સમજાય છે કાંઈ?
પહેલાં સામાન્યપણે કહ્યું હતું એક તરફ આત્મા અને રાગાદિ આખી દુનિયા. રાગ અને વિકલ્પથી માંડીને આખી દુનિયા.. બધું; તે તારામાં નથી અને તું એનામાં નથી. સામાન્યપણે આમ પહેલાં કહ્યું હતું.. હવે એના ભેદ પાડીને વિશેષપણે સમજાવે છે.
સમ્યગ્દ્રષ્ટિ વિશેષપણે.. સ્વ અને પરને જાણે છે. આહીં તો ત્યાં સુધી કહ્યું છે રાગ છે તેને જાણે છે અને જાણનાર તે હું છું.. જે રાગ મારામાં જણાય છે એ હું નહીં.. આહાહાહા!
રાગ છે માટે અહીં રાગનું જ્ઞાન થાય છે એમેય નહીં મને મારું જ્ઞાન મારાથી.. સ્વને જાણતાં
Page 189 of 225
PDF/HTML Page 202 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૧૮૯ પરને જાણું એવું સ્વ-પર પ્રકાશક મારી સત્તાનું સ્વરૂપ છે. એનાથી હું મને જાણું છું.. આવું છે!
સ્વ અને પરને જાણે છે સ્વ એ જ્ઞાયક ભાવ અને રાગ એ પર.. અહીં અત્યારે રાગ લેવો છે. આ અપેક્ષા છે. ખરેખર તો અહીં સંબંધીનું જ્ઞાન પોતાનામાં પોતાથી સ્વ-પર પ્રકાશના સામર્થ્યથી થયેલું છે, તેને જાણે છે. અહીં રાગ બતાવવો છે. રાગને ધર્મી જાણે છે પણ રાગ (તે) હું નહીં.. હું છું ત્યાં રાગ નથી અને રાગ છે ત્યાં હું નથી. આહાહાહા! આવી વાત! માણસને નવરાશ ક્યાં છે.. પોતાના હિતને માટે વખત લેવો એ પણ વખત એને મળતો નથી એમ કહે છે. મરવાનો વખત નથી. આ વેપાર અને આ ધંધા! બાપુ! દેહ છૂટવાના ટાણા આવશે ભાઈ! એ ટાણે (મોત) અકસ્માત આવીને ઉભું રહેશે. આહાહાહા! વાત કરતાં કરતાં (દેહ) છૂટી જશે. એમ નહીં કે એ કહેશે કે હવે હું છૂટું છું.. આ દેહ તો જડ છે માટી છે એને જે સમયે છૂટવાનો સમય છે તે સમયે એનો છૂટયે જ છૂટકો છે. એ એનો સમય છે.
ભગવાનના જ્ઞાનમાં તો છે.. પણ તારે શરીરમાં રહેવાની આટલી જ યોગ્યતા છે.. એટલી યોગ્યતા સુધી રહીને દેહ છૂટી જશે. આહા!
અહીં કહે છે પ્રભુ...! ધર્મી એને કહીએ જેને આત્માનું દર્શન થયું છે. એને દયા-દાન-ભક્તિ- જાત્રાનો રાગ આવે પણ ધર્મી એને પોતાનો માનતો નથી. એને પોતાનો ન માને. જેમ આ માટી જડ ધૂળ છે અને એનું અસ્તિત્વ તદ્ન ભિન્ન છે. (તેમ રાગ ભિન્ન છે) એ પર છે. રાગનું અસ્તિત્વ પર્યાયમાં જરા દેખાય છતાં એ અસ્તિત્વ મારું સ્વરૂપ નથી. આહા!
ધર્મી એને કહીએ.. સમ્યગ્દર્શન એ ધર્મની પહેલી સીઢી- એને કહીએ રાગને પણ પોતાની ચીજ ન માને. આહા! ત્યાં વળી આ બાયડી મારી અને આ છોકરાં મારા... પ્રભુ! ધર્મી એમ માને નહીં કહેશે હમણાં એ... સમજાણું કાંઈ?
આ દીકરો મારો છે અને આ દીકરી મારી છે.. આ મારી બાયડી છે. અરે પ્રભુ! કોની બાયડી? કોના છોકરાં? એનો આત્મા જુદો એના શરીરના પરમાણુ જુદા.. તારાં જુદા.. એ તારા ક્યાંથી આવ્યાં? આહા! શું થયું છે તને પ્રભુ! આહાહાહા!
આહીં કહે છે કે એ સ્વ-પરને જાણે છે. આ જ પ્રમાણે રાગ પદ બદલીને દ્વેષ આવે.. દ્વેષ લેવો “છે?” દ્વેષનો અંશ આવે તો પણ ધર્મીને આત્માના આનંદના સ્વાદ આગળ એ દ્વેષનો સ્વાદ આકુળતા છે માટે એ મારું સ્વરૂપ નથી. આહા! સમજાય છે કાંઈ?
દ્વેષનો અંશ છે એ મારી ચીજ નહીં. હું તો પ્રભુ જ્ઞાયક ચૈતન્ય જ્યોત અનાદિ સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વર દેવ પરમેશ્વર પરમાત્મા એણે જે આ આત્માને જોયો એ આત્મા તો રાગ અને વિકાર રહિત પ્રભુ આત્મા છે. તેને ભગવાને આત્મા કહ્યો છે. આહા! એ ભગવાન પોતે એમ કહે છે કે, ‘ભાઈ! જે ધર્મી થાય એને રાગ અને દ્વેષના અંશ આવે.. એની એટલી નબળાઈ છે.. પણ એ મારું નહીં મને નહીં હું એને અડતોય નથી. આહા! આવી વાત છે! સાંભળવી મુશ્કેલ પડે, બાપુ! શું કરે.. એ દ્વેષ, મોહ.. આ મોહ એટલે મિથ્યાત્વ નહીં! પણ પર તરફ જરાક સાવધાની જાય છે એ પણ હું નહીં, હું નહીં.. અહીં સમ્યગ્દ્રષ્ટિને લેવો છે ને! મિથ્યાત્વ છે જ નહીં ત્યાં.. પણ કોઈ જરી સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય કોઈ વખત... એ પર તરફની સાવધાની એ પણ હું નહીં. એ હું નહીં.. હું તો જાણનાર ચૈતન્ય
Page 190 of 225
PDF/HTML Page 203 of 238
single page version
૧૯૦ શ્રી પ્રવચન રત્નો -૧ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વર દેવે જેવો પ્રગટ કર્યો અને એવો હતો એ હું છું. મારામાં અને ભગવાનમાં કાંઈ ફેર નથી. ભગવાનની પર્યાય પ્રગટ થઈ ગયેલી છે; મારી પર્યાય અપૂર્ણ છે. છતાં એ રાગ આદિ ચીજ જેમ ભગવાનમાં નથી એમ મારામાં પણ નથી.
અરેરે! આવી વાતો! ક્યાં નવરાશ છે. માણસ પાસે? એમ દ્વેષ-એમ મોહ-એમ ક્રોધ-એમ ક્રોધ જરી આવી જાય.... ધર્મી છે.. લડાઈ વગેરેમાં પણ ઊભો હોય છતાં એ ધર્મી ક્રોધને પોતાનું સ્વરૂપ જાણતો નથી. એ ક્રોધને ક્રોધની હૈયાતીમાં, ક્રોધને.... જાણવાનો પોતાનો સ્વભાવ છે તેને જાણે છે. સમજાણુ કાંઈ
આવી વાત છે. ક્રોધ.... એમ માન, ધર્મીને જરા માન આવી જાય... ધર્મી છે. ... આહા! છતાં એ જાણે છે કે એ મારી ચીજ નહીં હો! એતો પારકી ચીજ આવીને દેખાવ દયે છે.. આહાહા!
જેમ ઘરમાં પોતે રહ્યો હોય અને કોઈકની સ્ત્રી કે છોકરો પોતાના મોઢા આગળ આમ આવીને ચાલ્યા જાય બારણા પાસેથી... એમ આ ક્રોધનો અંશ પણ આવીને દેખાવ ધ્યે છે, એ મારી ચીજ નહીં.
આવું ઝીણું છે. એટલે તો લોકો કહે છે ને કે આ સોનગઢવાળાનું એકાંત છે. વ્યવહારથી થાય એમ કહેતા નથી.. પણ અહીં પ્રભુ તો એમ કહે છે કે વ્યવહારનો રાગ આવે એને ધર્મી પોતાનો માનતો નથી.
પ્રભુ! વીતરાગ માર્ગ ઝીણો બહુ છે બાપુ! ત્રણ લોકના નાથ સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. એના આહીં પડયા વિરહ! વાણી રહી ગઈ. આહા! સાક્ષાત્ કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા. આઠ દિવસ ત્યાં રહ્યા હતા. આવીને આ વાણી બનાવી છે. (શાસ્ત્રો બનાવ્યાં છે.) એની ટીકા કરનાર તો ત્યાં ગયા ન હતા. પણ એ અહીં ભગવાન પાસે અંદર ગયા હતા. તેથી આ ટીકા બનાવી છે આહા!
આવું છે...! આ કઇ જાતનો ઉપદેશ? બાપુ, ભાઈ! માર્ગ તો આ છે, બાપુ! વીતરાગ..! વીતરાગનો માર્ગ વીતરાગભાવથી હોય છે. વીતરાગનો માર્ગ રાગથી હોય નહીં... તો (એ) વીતરાગ માર્ગ ન કહેવાય.
એથી સમ્યગ્દ્રષ્ટિ આત્માને વીતરાગસ્વરૂપે જ જાણે છે તેથી પર્યાયમાં... સમ્યગ્દર્શન એ.. વીતરાગી પર્યાય પ્રગટ થઈ છે. વીતરાગી પર્યાયથી વિરૂદ્ધનો માન કે ક્રોધ એ એને પોતાનો માનતો નથી. આહાહાહા!
માયા.... માયા પણ જરી આવે છે. પણ એ દેખાવ દયે છે... તે વખતે તે જ્ઞાનનો પર્યાય તેને જાણવાની પોતાની શક્તિથી પ્રગટેલું જ્ઞાન આ છે એમ જાણે છે, છૂટી જાય છે. આહા! આવું આકરું છે.
લોભ... ઈચ્છા કોઈ વર્તી આવે છતાં ધર્મી એને કહીએ કે એ ઈચ્છાને પણ પોતામાં ન લાવતાં... એ મારું સ્વરૂપ જ નથી.... લોભ મારું સ્વરૂપ જ નથી.... મારી જાત નથી.... મારી નાત નથી એ તો કજાત છે.. એ આત્મ જાત નહીં... ઈચ્છાને પણ અન્ય જાણીને માત્ર જાણવાવાળો રહે છે. હું તો એક જ્ઞાયક જાણનારો છું.. આહા!
Page 191 of 225
PDF/HTML Page 204 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો -૧ ૧૯૧
આવું સ્વરૂપ ક્યાંથી... એમ કહે છે. આ અહીંનું કરેલું છે? અનાદિનો માર્ગ જ આ છે, પણ એણે સાંભળ્યો ન હોય એથી એને નવીન લાગે. એથી કંઈ માર્ગ નવો નથી. માર્ગ તો જે છે તે આ જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ’ એ આહિં કહે છે.
લોભ... આઠ કર્મ... એ આઠ કર્મ હું નહીં. મેં કર્મ બાંધ્યા અને મેં કર્મ છોડયા એ મારામાં નથી... આહા! શાસ્ત્રમાંથી સાંભળ્યું હોય કે ચોથે ગુણસ્થાને આમ આટલા કર્મ બાકી છે... આમ હોય... પણ એ તો એનું જ્ઞાન આટલા કર્મ બાકી છે.... આમ હોય.. પણ એ તો એનું જ્ઞાન કરે છે. એ કર્મ મારાં છે એમ માનતો નથી. કેમ કે કર્મ છે એ જડ છે, અજીવ છે અને ભગવાન આત્મા જ્ઞાયક છે. એ સત્સ્વરૂપ છે એમાં જડકર્મનો ત્રિકાળ અભાવ છે. એ કર્મનો પ્રભુમાં (આત્મામાં) અભાવ છે. અરેરે! આ કેમ બેસે? ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી પ્રભુ અને કર્મ જડ છે. એ મારામાં નથી. હુ સત્ છું એ અપેક્ષાએ એ આસત્ છે. અને એ સત્ છે. એ અપેક્ષાએ હું અસત્ છું. એ પરમાણુની પર્યાય છે... કર્મ છે એ કર્મવર્ગણાની પર્યાય છે. એ પર્યાય કર્મરૂપે પરિણમી છે તો એ એની છે. આહા! એ કર્મ મારા નથી.. મેં આયુષ્ય બાંધ્યુ છે ને આયુ પ્રમાણે મારે દેહમાં રહેવું પડશે ને એય હું નથી. આહા! આયુષ્ય છે એ તો જડ છે મેં બાંધ્યું નથી. મારું છે જ નહીં ને; અને એને લઈને હું શરીરમાં રહ્યો છું એમે ય નહિને આહાહા! મારી પર્યાયની યોગ્યતાથી હું શરીરમાં રહ્યો છું... મારી યોગ્યતા એટલી પૂરી થશે ત્યારે દેહ છૂટી જશે.
એ કર્મ મારાં નહીં. એ જ્ઞાનાવરણીય કર્મ મને નડે છે.. એ મારાં છે જનહીં પછી નડે શું? લોકો કહે છે ને કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તો જ્ઞાન હણાય.. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તો જ્ઞાન ખીલે અહીં ના પડે છે. ખીલવું અને રહેવું એ તો પોતાની પર્યાયની યોગ્યતા છે. એ કર્મ મારાં છે જ નહીં પછી મને એ લઈને મારામાં કાંઈ થાય એ વાત છે જ નહીં આહા!! એક કલાકમાં કેટલું યાદ રાખવું? જગતાં હાલે નહીં એવી વાત! બાપુ! એવો મારગ છે, ભાઈ! આહા! એ તો ત્રણ લોકના નાથ એનું વિવરણ કરે અને સંતો વિવરણ કરે એ અલૌકિક રીતે છે. આહા!
નોકર્મ.. મારા સિવાય જેટલી ચીજો છે એ બધા નોકર્મ એ મારામાં નથી. આહા એ સ્ત્રી મારી નથી એમ સમકિતી માને છે દુનિયા જેને અર્ધાંગના કહે છે, આહા! એનો આત્મા જુદો - એના શરીરના રજકણો દ્રવ્ય જુદા. એ મારી અપેક્ષાએ અસત છે એની અપેક્ષાએ હું અસત છું તો એ મારાં ક્યાંથી થઈ ગયા? આહા! તો કરવું શું? આ બાયડી છોકરાંને છોડીને ભાગી જવું? ભાગીને ક્યાં જાવું છે? અંદરમાં જવું છે? (આત્મામાં) એ નોકર્મ મારું નહીં આહાહાહા!
એ બંગલા... એ પૈસા... એ સ્ત્રી... એ દિકરા એ દિકરીયું... વેવાઈ... જમાઈ, આહાહાહા! એ મારાં સ્વરૂપમાં નહી એ એ મારૂં સ્વરૂપ નહીં. હું એને અડતો પણ નથી; એ ચીજ મને અડતી નથી. આહા! અરે! આ વાત કેમ બેસે? અનંતકાળમાં રખડયો; અજ્ઞાન ભાવથી અને મૂઢભાવથી રખડે છે. એને આ વાત અંદરમાં બેસે ત્યારે ભવના અંત આવે એવું છે.
ઓ નોકર્મ હું નહીં... નોકર્મમાં બધું આવ્યું, પૈસા સ્ત્રી, કુટુંબ, દીકરા, દીકરી, મકાન, આબરૂ
Page 192 of 225
PDF/HTML Page 205 of 238
single page version
૧૯૨ શ્રી પ્રવચન રત્નો -૧ આહા! એ બધું મારામાં નહીં.... એ બધું મારું નહીં, મારે લઈને એ નહીં, એને લઈને હું નહીં. આહા! આવી વાત છે. આવો માર્ગ છે. શરીરને લેશે જુદું પણ ખરેખર એ નોકર્મમાં જાય છે. શરીર વાણી, આ પર વસ્તુ મકાન કપડાં દાગીના, સ્ત્રી, દીકરા, દીકરી બધું નોકર્મ એ મારું સ્વરૂપ નહીં, એ મારાં નહીં એ મારામાં નહીં એમાં હું નહીં આહાહાહા!
સમ્યગ્દ્રષ્ટિ ધર્મન પહેલી સીઢીવાળો આ રીતે આત્માને અને પરને જાણે છે દુનિયાને આ બેસવું કઠણ પડે. અને કહે છે કે આ એકલો નિશ્ચય થઈ ગયો પણ વ્યવહાર ક્યાં?”
પણ વ્યવહાર એટલે શું? પર વસ્તુને વ્યવહાર કહીએ.... તે કોઈ વસ્તુ આત્માનાં નથી. સ્વને નિશ્ચય કહીએ અને પરને વ્યવહાર કહીએ. પર એ તારામાં નથી, અને તું એનામાં નથી.
અરે! એ કે’ દી નિર્ણય કરે અને ક્યારે અનુભવ કરે ને ક્યારે જન્મ મરણનો અંત આવી... આહા!
નોકર્મ... એ મન મારું નહીં... આઠ પાંખડી આકારે છે. આત્મા વિચાર કરે એમાં નિમિત્ત એ જડ છે. એ હું નહીં. ... મન (તે) હું નહીં.... હુ મનનો મનમાં રહીને જાણનારો નહીં... મન મારું તો નહીં પણ મનમાં રહીને મનને જાણનારો નહીં... હું તો મારામાં રહીને મનને ભિન્ન તરીકે જાણું એ પણ વ્યવહાર આહાહાહા! આહીં સુધી પહોંચવું... !
ઓલું તો સહેલું..... વ્રત કરો-તપ કરો-સેવા કરો-અપવાસ કરો-એકબીજાને મદદ કરો-પૈસા આપો. મંદિર બનાવો -જાત્રા કરો શત્રુંજય અને ગીરનારની... આ બધું સહેલું સટ.... આહા! એવું તો અનંતવાર કર્યું છે ભાઈ... એ રાગને પોતાનો માનીને અનંતા મિથ્યાત્વના સેવન કર્યા છે. આહા!
મન (તે) હું નહીં... વાણી હું નહીં.... વાણી તો જડની પર્યાય છે... જડની પર્યાય તો મારામાં અસત છે. હું પણે હું તો સત્ છું... પણ વાણીપણે અસત્ છું... મારી અપેક્ષાએ વાણી અસત્ છે. વાણી વાણીને અપેક્ષાઓ સત્ છે... મારી અપેક્ષાએ વાણી અસત્ છે. આહાહાહા! ઘણાં વેણ (વચન) મૂકી દીધાં છે.
કાયા... એ શરીર (તે) હું નહીં આ હાલે ચાલે તે અવસ્થા તે હું નહીં.... આહા! આ બોલાય છે (ભાષા) તે હું નહીં. એ જડ છે. આ કેમ બેસે? જ્યાં ત્યાં અભિમાન! હું કરું હું કરું એજ અજ્ઞાન છે. શકટનો ભાર જયમ શ્વાન તાણે. ગાડાની નીચે કૂતરુ અડયું. હોય તો જાણે કે ગાડું મારાથી ચાલે છે. અમે આ જ્યાં બેઠો હોય ત્યાં વ્યવસ્થા થતી હોય તો જાણે મારાથી થાય છે. એ કુતરો છે! અહા!
એ કાયા મારી નહીં.... એ કાયાની ક્રિયા મારી નહીં.. એ કાયાની હલવા ચલવાની ક્રિયામાં હું નહીં આહા! એને તો હું જાણનારો છું. શરીર છે એનો હું જાણનારો છું. એ શરીરમાં રહીને નહીં... પોતામાં રહીને એને હું પૃથ્થક તરીકે જાણું છું. એ પણ વ્યવહાર છે. હું જાણનારો છું. હું જ્ઞાયક છું.
વિશેષ પછી કહેશે...