Pravachansar Pravachano (Gujarati). Date: 13-07-1979.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 43 of 44

 

Page 537 of 540
PDF/HTML Page 546 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૭
ક્યાં છોકરાં? ક્યાં વહુઓ? ક્યાં મકાન? ક્યાં લૂગડાં ને દાગીના ને ધૂળ! આહા... હા! વસ્તુની
પર્યાય કયા કાળે થઈ એની, એને ને તારે કાંઈ સંબંધ નથી. આહા... હા! પ્રભુ! એના સાટુ તું રોકાઈ
ગયો! તેં તારા દ્રવ્ય-પર્યાયની સ્થિતિને ન જોઈ. એ અહીંયાં કહેવા માગે છે (મુનિરાજ!) તાત્પર્ય તો
આ છે.
શરીરની એટલી વાત (કરી છે ને...!) (તારા દ્રવ્ય–પર્યાયને જો. એ તાત્પર્ય છે.!)
વિશેષ કહેશે.....
પ્રવચનઃ તા. ૧૩–૭–૭૯.
‘પ્રવચનસાર’ ૧૧૪ ગાથાનો ભાવાર્થ.
“ભાવાર્થઃ– દરેક દ્રવ્ય સામાન્ય–વિશેષાત્મક છે.” એક કહીને શું કહેવું છે? દ્રવ્યમાં જે
વિશેષપણું ભાસે છે. ઈ એનું સ્વરૂપ છે. વિશેષ કોઈ પરને લઈને થાય છે, ઈ એમાં-વસ્તુનાં સ્વરૂપમાં
નથી. “દરેક દ્રવ્ય સામાન્ય-વિશેષસ્વરૂપ છે.” એટલે સામાન્ય છે તે ધ્રુવપણે ઠીક! પણ વિશેષમાં
પર્યાયોમાં બદલો થાય છે. ઈ બદલો થાય છે એમાં પરની અપેક્ષા કાંઈ છે કે નહીં? કે ના. પ્રભુ!
બદલો થવું એ તો એનો-પર્યાયનો સ્વભાવ છે. આહા... હા! એથી બીજા દ્રવ્યની - એમાં કોઈ
દ્રવ્યની, પર્યાયમાં અપેક્ષા નથી. આહા... હા! આકરું કામ (આ) બેસવું! આખી દુનિયા! ચૌદ
બ્રહ્માંડમાં અનંત-અનંત દ્રવ્યો, સામાન્ય-વિશેષસ્વરૂપે જ બિરાજે છે. એના વિશેષને માટે કોઈની
અપેક્ષા નથી, કોઈ કાળે, કોઈ ક્ષેત્રે - કોઈ પ્રતિકૂળ સંયોગે કે અનુકૂળ સંયોગે - એની અવસ્થાને
પરની કોઈ અપેક્ષા છે જ નહીં. આહા... હા! તેની અવસ્થા તેને કાળે સ્વતંત્ર થાય - તેવું જ એનું
સામાન્ય (એકરૂપ) રહે, વિશેષપણે બદલે એવું સ્વરૂપ છે. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ રહે છે. ધ્રુવ તરીકે દરેક દ્રવ્ય તે જ રહે
છે. સામાન્ય તરીકે - જેમાં બદલવું નથી - એવી સ્થિતિ તરીકે તે તેનું તે જ રહે છે. “અને બદલાય
પણ છે.” પલટે પણ છે. આહા... હા! ઈ પલટવું ઈ તો એનો-પર્યાયનો ધર્મ જ છે. પર્યાય તે પરને
લઈને પરિણામે છે - કોઈ પણ દ્રવ્યની - પરમાણુની કે આત્માની નરકના જીવની કે નિગોદના
જીવની, પરમાણુ એક-એકની કે સ્કંધની કોઈ દ્રવ્યની કોઈની પર્યાય-વિશેષપણે થવાનો તેનો પોતાનો
સ્વભાવ છે. એમાં વિશેષપણું લાગે છે ઈ વિશેષપણું બીજાને લઈને કે સંયોગનેલઈને (થાય છે) એ
દ્રષ્ટિ વિપરીત છે. આહા... હા! આ વાત (અલૌકિક છે) પણ શબ્દો સામાન્ય છે. વસ્તુની વહેંચણી -
અનંતથી ભિન્ન છે. દરેક દ્રવ્ય, એક ક્ષેત્રમાં રહ્યાં છતાં - એક આકાશના પ્રદેશમાં છ દ્રવ્ય છે. ભલે
આત્મા આખો નહીં પણ અસંખ્યપ્રદેશે. એક આકાશના પ્રદેશે છે. અસંખ્યપ્રદેશી હોવા છતાં. એવા-
એવા અનંતા જીવના અસંખ્યપ્રદેશ. એક જીવ એક પ્રદેશમાં ન રહી શકે. એક જીવ અસંખ્યપ્રદેશમાં
રહે. આકાશના. છતાં કહે છે કે ઈ આકાશની પર્યાયની - અપેક્ષાએ ત્યાં ઈ રહેલો

Page 538 of 540
PDF/HTML Page 547 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૮
છે. આહા... હા! એમ નથી. (શ્રોતાઃ) આકાશ ન હોય તો રહે ક્યાં? (ઉત્તરઃ) ઈ તો નિમિત્તની
(વ્યવહાર) કથની છે. ઈ જ આવે છે ને...! કે આકાશ પરનો આધાર હોય, તો આકાશનો આધાર
કોણ?
(શ્રોતાઃ) આકાશનો આધાર આકાશ... (ઉત્તરઃ) થઈ રહ્યું. અને પરિણમનમાં દરેક દ્રવ્યના
પરિણમનમાં કાળ નિમિત્ત છે. તો કાળના પરિણમનમાં કોણ? ઈ તો એક નિમિત્તપણું સિદ્ધ કરવું હોય
ત્યારે (એમ કથની થાય.) એથી કરીને સ્વદ્રવ્યની પર્યાયમાં કોઈ પણ ઘાલમેલ કે ફેરફાર પરદ્રવ્યથી
થાય એવું સ્વરૂપ નથી. આકરી વાત બાપુ!! ભાષા સાદી છે. (શ્રોતાઃ) એ વાત વ્યાજબીને યથાર્થ જ
છે...
(ઉત્તરઃ) ચૌદ બ્રહ્માંડમાં - અનંતા દ્રવ્યો પોતાથી સામાન્ય ને વિશેષપણે રહેલા છે. પોતાના
સામાન્યને તો પરની અપેક્ષા હોય જ નહીં, પણ પલટવાની ભિન્નભિન્ન અનેક અવસ્થા થાય, એથી
એમ લાગે કે જાણે પરની કોઈ અપેક્ષા હશે? કે ના. તો સામાન્ય તેનું તે જ પણ રહે અને બદલાય
પણ છે.
“દ્રવ્યનું સ્વરૂપ જ. આવું ઉભયાત્મક હોવાથી” સ્વરૂપ જ ઉભયાત્મક આવું છે. સામાન્ય ને
વિશેષ - એનું સ્વરૂપ જ છે. વિશેષપણું પરને લઈને થાય, એ કોઈ ચીજ નથી. આહા... હા!
(કહે છે કેઃ) એક આત્માને પોતાના સામાન્ય-વિશેષ માટે કોઈ અનંત-અનંત પદાર્થમાંથી -
તીર્થં કરની પણ તેને જરૂર નથી. આહા... હા! શાસ્ત્રમાં તો વાત ઘણે ઠેકાણે આવે. ‘એમના ચરણ-
કમળથી પ્રાપ્તિ થાય સમ્યગ્દર્શનની’ આહા... હા! વાત ત્યાં કરી કે નિમિત્ત ત્યાં કેવું હોય? એટલું
જણાવે છે. બાકી સમ્યગ્દર્શનની પર્યાય, વિશેષ છે. સામાન્ય પોતે કાયમ છે અને સમ્યગ્દર્શન પર્યાય,
એ વિશેષ છે. વિશેષપણું પણ એનું પોતાનું સ્વરૂપ છે. એ વિશેષપણું કોઈ પરની-અપેક્ષાથી થયું છે,
કર્મનો ઉઘાડ થયો અંદર ને દર્શનમોહનો અભાવ થયો, માટે સમ્યગ્દર્શનની પર્યાય થઈ, તો ત્યાં
વિશેષનું સામર્થ્યપણું પોતાનું છે તે રહેતું નથી. આહા...! સમજાણું કાંઈ...?
(શ્રોતાઃ) તત્ત્વાર્થસૂત્ર
માં તો આવે છે... (ઉત્તરઃ) એ નિમિત્તની નિમિત્તની કથની. ‘તત્ત્વાર્થસૂત્રમાં’ આવે છે કે द्रव्याश्रया
निर्गुणा गुणाः। (અધ્યાય-પ સૂત્ર-૪૧) દરેક દ્રવ્યના ગુણો, તે દ્રવ્યને આધારે અને ગુણને આધારે
ગુણ નહીં. એ સુતરું છે. આ નિત્યભાવ છે તે પરિણમે છે. પરિણમવું પરિણમન એનું સ્વરૂપ છે
(દ્રવ્યનું.) આહા... હા!
(કહે છે) સમ્યગ્દ્રષ્ટિ જીવ, પોતાના સામાન્ય-વિશેષ સિવાય, પર પદાર્થથી અંતરમાં તદ્દન
ઉદાસ છે. આહા... હા! કોઈ પરની અપેક્ષાએ મારામાં ફેર પડશે, અને મારે લઈને પરની અવસ્થામાં
ક્યાં’ ક કોક ઠેકાણે કંઈક ફેર પડશે, એ દ્રષ્ટિ, સમ્યગદ્રષ્ટિની નથી. આહા... હા! વાત તો થોડી છે
પણ ગંભીરતા શી એની ઘણી!
“દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક” સામાન્ય ને વિશેષસ્વરૂપ જ
એ છે. “દ્રવ્યનાં અન્યત્વપણામાં અને અનન્યત્વપણામાં (વિરોધ પામતાં નથી)” દ્રવ્યની પહેલી
પર્યાય નહોતી ને થઈ એ માટે - તે અપેક્ષાએ તે તે પર્યાય અન્ય-અન્ય છે તે દ્રવ્યની સાથે
અનન્યપણે છે એ બેયમાં વિરોધ નથી. અન્યપણું પણ કહેવાય છે ને અનન્યપણું પણ કહેવાય

Page 539 of 540
PDF/HTML Page 548 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૯
છે. પહેલી (પર્યાય) નહોતી ને બીજી થઈ અને તે-કાળે સિદ્ધપદ વખતે નરકગતિ કે મનુષ્યગતિ
(આદિ) નથી કે મનુષ્યગતિ વખતે તે સિદ્ધગતિ નથી. ઈ અન્ય-અન્ય કહેવાય છે. છતાં તે અન્ય-
અન્ય, અનન્ય છે. એ દ્રવ્યથી તે વિશેષ અનન્ય છે. આહા... હા... હા... હા! સમજાય છે કાંઈ...?
આવું સ્વરૂપ હવે!! બાઈયું ને બધાને બિચારાને... વખત મળે નહીં. જિંદગીયું હાલી જાય છે! આહા...
હા! મનુષ્યપણાનું આયુષ્ય છે. છે એટલું જ છે. જેટલો કાળ દેહમાં રહેવાનું-વિશેષપણે રહેવાનું (છે.)
તેટલો કાળ રહેશે. આયુષ્યને કારણે કહેવું એ પણ એક નિમિત્ત છે. આહા... હા! એ સ્થિતિમાં પોતાની
સામાન્ય-વિશેષ દ્રવ્યશક્તિ, પરથી જુદી જો સાંભળી નહીં અને પરને લઈને કંઈપણ મારમાં ફેરફાર
થાય છે ને મારાથી પરમાં કંઈ ફેરફાર થાય છે (એવા અભિપ્રાયવાળાનું) પરિભ્રમણ નહિ મટે પ્રભુ!
આહા...! એના ભવભ્રમણના ચક્રો વિચરીત દ્રષ્ટિને લઈને નહીં મટે. આહા... હા!
અહીંયાં કહે છે “આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં એ પર્યાય અનન્ય છે
દ્રવ્યની. “અને અન્યપણામાં” પહેલી નહોતી ને અન્ય થઈ છે, ઈ અન્યપણું કહેવાય અને
અનન્યપણું પણ કહેવાય છે. (એમાં “વિરોધ નથી.” જેમ કે, મરીચિ અને શ્રીમહાવીર સ્વામી”
મરીચિનો જીવ ઋષભદેવ ભગવાન વખતે (હતો ને...!) આહા... હા! “મરીચિ અને શ્રીમહાવીર
સ્વામીનું જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું.” ભિન્નપણું નથી અનન્યપણું છે. “અને જીવના
વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.”
જુઓ! ક્યાં મરીચિની પર્યાય
અને ક્યાં ભગવાન (મહાવીર સ્વામીની) પર્યાય! જીવ તો ઈ જ છે. જીવસામાન્ય એટલે કાયમ
રહેનારાની અપેક્ષાએ અનન્યપણું છે. પણ જીવના વિશેષોની - અપેક્ષાએ અન્યપણું” ક્યાં મરીચિની
પર્યાય ને ક્યાં ભગવાનની પર્યાય? એ અન્ય-અન્યપણું છે. એ વસ્તુમાં - સ્વરૂપની સ્થિતિમાં છે.
કોઈ પરની અપેક્ષા એમાં છે નહીં. આહા... હા!
(હવે કહે છે કેઃ) “દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે.”
પર્યાયને જોનારી આંખ્યને (સર્વથા) બંધ કરીને, દ્રવ્યને જોવાની આંખ્ય ઉઘડે છે. (એ ચક્ષુથી જોતાં)
દ્રવ્યસામાન્ય જ જણાય છે.
“તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું તે જ ભાસે છે” દ્રવ્યાર્થિકથી તો દ્રવ્ય
અનંતકાળમાં તેનું તે જ ભાસે છે. “અને પર્યાયાર્થિકનયરૂપી બીજા એક ચક્ષુથી જોતાં દ્રવ્યના
પર્યાયોરૂપી વિશેષો જણાય છે” વિશેષમાં તફાવત મોટો (છે.) “તેથી દ્રવ્ય અન્ય–અન્ય ભાસે છે”
ક્યાં મરીચિની પર્યાય? ને ક્યાં તીર્થંકર-કેવળીની પર્યાય? આહા... હા! ક્યાં નિગોદમાં - એક
અક્ષરના અનંતમા ભાગની પર્યાય? એ જીવ (ત્યાંથી) નીકળીને મનુષ્ય થઈને આઠ વર્ષે કેવળ
(જ્ઞાન) પામે! આહા... હા! ક્યાં? સામાન્યની અપેક્ષાએ જીવ એનો ઈ. વિશેષની અપેક્ષાએ તો
(જબરો તફાવત.) નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે (જ્ઞાનપર્યાયનો) ઉઘાડ અને ન્યાંથી મનુષ્ય
થાય, કારણ કે ત્યાં પણ (નગોદમાં પણ) શુભભાવ છે. પર્યાયમાં શુભભાવ

Page 540 of 540
PDF/HTML Page 549 of 549
single page version

ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૪૦
છે. શુભભાવ વખતે ઈ આત્મા તન્મય છે. આહા... હા! અને એના ફળ તરીકે જયારે મનુષ્યપણું થયા
છે. તે મનુષ્યપણામાં વિશેષ દશા ન્યાં ક્યાં (નગોદમાં) અક્ષરનો અનંતમો ભાગ અને અહીંયાં આઠ
વર્ષે અંતર્મુખ જ્યાં નજર કરે છે. આહા... હા! જ્યાં ભગવાન (આત્મા) પૂરણ સામર્થ્યમાં સ્વભાવથી
ભરેલો ભગવાન! અંતર્મુખ નજર કરે છે (એકાગ્ર થાય છે) ત્યાં કેવળ (જ્ઞાન) થાય છે. આહા...
હા! આવી વાત છે. વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે!! લોકો (જાણે કે) સાધારણ આમ હોય
અને (ક્રિયાકાંડમાં) સામાયિક કરવી ને પોષા કરવા ને પડિક્કમણું કરવું, લીલોતરી નો’ ખાવી ને
ચોવિહાર કરવો, ઉપવાસ કરવા ને એ બધું સંવર ને તપ. ઉપવાસ કરવા તે તપ ને આ નિર્જરા!!
આ... રે! ક્યાંનું ક્યાં (માન્યું) પ્રભુ! વીતરાગ સર્વજ્ઞદેવ, પરમાત્મા! એણે કહેલો દ્રવ્યનો અને
પર્યાયનો સ્વભાવ, ભલે ભિન્ન-ભિન્ન પર્યાય હોય, છતાં દ્રવ્યની અપેક્ષાએ તો એ પર્યાયો અન્ય-અન્ય
નથી અનન્ય છે. પર્યાયની અપેક્ષાએ - ઈ પહેલી નો’ તી ને થઈ અન્ય તેથી અન્ય-અન્ય કહેવાય
છે. પણ એને ને એને અને એમાં (જોવાનું છે.) આહા... હા!
(કહે છે કેઃ) એક અહીંયાં અબજોપતિ ખમ્મા-ખમ્મા થતો હોય, જાણે ગાદીએ બેઠો હોય
દુકાને. પચીસ-પચાસ નોકરો હોય. આહા... હા! ફૂ થઈ જાય મરીને નરકે જાય. આહા... હા!
પર્યાયમાં ઈ અપેક્ષાએ અન્ય-અન્ય છે. અનેરી પર્યાય (થાય) ક્ષણમાં અનેરી-અનેરી (થાય છે.)
જુઓને...! છતાં આત્માની સાથે અનેરી નથી. (અનન્ય છે.) આત્મા સાથે તો પર્યાય અનન્ય છે.
આહા... હા! આત્મા જ એમાં (પર્યાયમાં) વર્તે છે. આહા... હા!
“પર્યાયાર્થિકનયરૂપી બીજા એક
ચક્ષુથી જોતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે તેથી દ્રવ્ય અન્ય–અન્ય ભાસે છે.” જોયું?
પર્યાયથી જુએ તો (દ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે. દ્રવ્યથી જુએ તો અનન્ય છે. પહેલાં દ્રવ્યથી જુએ તો
પર્યાય પણ એની જ છે. અનન્ય છે. પર્યાયથી કાંઈ જુદું નથી દ્રવ્ય. આહા... હા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય” વસ્તુ સામાન્ય
ધ્રુવ પણ છે “તથા દ્રવ્યના વિશેષો” પર્યાય પણ છે. “બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમજ
અન્ય–અન્ય ભાસે છે” ૧૧૪.
હવે સર્વ વિરોધને દૂર કરનારી સપ્તભંગી પ્રગટ કરે છેઃ– જૈનદર્શનનો પ્રાણ છે આ
સપ્તભંગી!!
સમાપ્ત