શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં,
જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯.
સ્થિતિબંધસ્થાનો, પ્રકૃતિસ્થાન, પ્રદેશનાં સ્થાનો નહીં,
અનુભાગનાં નહિ સ્થાન જીવને, ઉદયનાં સ્થાનો નહીં. ૪૦.
સ્થાનો ન ક્ષાયિકભાવનાં, ક્ષાયોપશમિક તણાં નહીં,
સ્થાનો ન ઉપશમભાવનાં કે ઉદયભાવ તણાં નહીં. ૪૧.
ચઉગતિભ્રમણ નહિ, જન્મ-મરણ ન, રોગ
શોક
જરા નહીં,
કુળ, યોનિ કે જીવસ્થાન, માર્ગણસ્થાન જીવને છે નહીં. ૪૨.
નિર્દંડ ને નિર્દ્વંદ્વ, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે,
નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩.
નિર્ગં્રથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ, જીવ નિર્માન છે,
નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪.
સ્ત્રી-પુરુષ આદિક પર્યયો, રસવર્ણગંધસ્પર્શ ને
સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહીં જીવદ્રવ્યને. ૪૫.
જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪૬.
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીન્દ્રિય, શુદ્ધ છે,
જ્યમ લોક-અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને. ૪૮.
આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે;
સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯.
૮૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય