શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે;
આત્મા જ છે આદેય, અંતઃતત્ત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦.
શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યક્ત્વ છે;
સંશય-વિમોહ-વિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે. ૫૧.
ચલ-મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે;
આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યગ્જ્ઞાન છે. ૫૨.
જિનસૂત્ર સમકિતહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે
તે જાણ અંતર્હેતુ, દ્રગ્મોહક્ષયાદિક જેમને. ૫૩.
સમ્યક્ત્વ, સમ્યગ્જ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે;
તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪.
વ્યવહારનયચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે;
તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચયનયે. ૫૫.
❀
૪. વ્યવહારચારિત્ર અધિકાર
જીવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ, કુલાદિ જીવનાં જાણીને,
આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. ૫૬.
વિદ્વેષ-રાગ-વિમોહજનિત મૃષા તણા પરિણામને
જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭.
નગરે, અરણ્યે, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને
છોડે ગ્રહણપરિણામ જે, તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮.
સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે,
વા મિથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯.
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ ]
[ ૮૯