Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૯૭
આત્માની શ્રદ્ધા કરે છે. જે જીવ પોતાના આત્માને અનંતધર્મવાળો કબૂલે તે જીવ ક્ષણિક રાગાદિભાવો જેટલો
પોતાને માને જ નહિ. જો રાગ જેટલો જ પોતાને માને તો અનંતધર્મોવાળો આત્મા કબૂલી શકે નહિ; એટલે
અનંતધર્મોવાળા આત્માની યથાર્થ કબૂલાતમાં તો સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન આવી જાય છે.
જે આત્મા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વધર્મવાળો છે તે જ આત્મા પરના દ્રવ્ય–ક્ષેત્ર–
કાલભાવથી નાસ્તિત્વધર્મવાળો છે, તે જ આત્મા એક સાથે બંને ધર્મોવાળો હોવાથી અસ્તિત્વનાસ્તિત્વધર્મવાળો
છે, અને તે બંને ધર્મો એકસાથે કહી શકાતા નથી તે અપેક્ષાએ, તે જ આત્મા અવક્તવ્યધર્મવાળો છે;–એ પ્રમાણે
સપ્તભંગીના ચાર ભંગ કહ્યા. જુઓ! આ અસ્તિ–નાસ્તિ આદિ સપ્તભંગી છે તે સર્વજ્ઞવીતરાગદેવે કહેલા
આત્મદ્રવ્યને ઓળખવાનો ‘ટ્રેઈડ માર્ક’ છે, તેના વડે તારા આત્માને પરથી જુદો ને પોતાના અનંતધર્મોથી
એકમેક ઓળખી લેજે. આ સપ્તભંગી તો દરેકેદરેક પદાર્થમાં લાગુ પડે છે, પણ અત્યારે તો આત્માના ધર્મોનું
વર્ણન ચાલે છે, તેથી આત્મા ઉપર તે સપ્તભંગી ઉતારી છે.
સપ્તભંગીના ચાર ભંગ કહ્યા; હવે પાંચમો ભંગ કહે છેઃ ૪૭ ધર્મોના ક્રમમાં આ સાતમો ધર્મ છેઃ
(૭) અસ્તિત્વ–અવક્તવ્યનયે આત્માનું વર્ણન
જે અનંતધર્મોવાળું આત્મદ્રવ્ય છે તે અસ્તિત્વ–અવક્તવ્યનયે સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી તથા યુગપદ્
સ્વપરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વવાળું–અવક્તવ્ય છે. (અહીં તીરનું દ્રષ્ટાંત છે તે મૂળમાં જોઈ લેવું.)
આ અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ સાતે પ્રકારના ધર્મો વસ્તુના સ્વભાવમાં છે; અસ્તિત્વ અને નાસ્તિત્વ એ
બે જ ધર્મો વસ્તુમાં છે ને બીજા પાંચ ધર્મો નથી–એમ નથી. જો વસ્તુમાં સાતે ધર્મો ન હોય તો તેનું કથન પણ ન
હોય, કેમ કે વાચક છે તે વાચ્યને બતાવે છે.
(૧) વસ્તુ સ્વપણે છે; એમ અસ્તિત્વ કહી શકાય છે.
(૨) વસ્તુ પરપણે નથી, એમ નાસ્તિત્વ કહી શકાય છે.
(૩) વસ્તુ સ્વપણે છે ને પરપણે નથી. એમ અસ્તિત્વ–નાસ્તિત્વ ક્રમથી કહી શકાય છે.
–એ રીતે પહેલા ત્રણે ભંગ વક્તવ્યમાં આવે છે.
(૪) વસ્તુ સ્વપણે છે ને પરપણે નથી, એમ બંને એક સાથે કહી શકાતા નથી માટે અવક્તવ્ય છે.
(પ) ‘વસ્તુ સ્વપણે છે’ એમ અસ્તિત્વનું કથન કરતાં, ‘વસ્તુ પરપણે નથી’ એવું નાસ્તિત્વનું કથન બાકી
રહી જાય છે, ‘અસ્તિત્વ’ કહી શકાયું પણ બંને સાથે ન કહી શકાયા તે અપેક્ષાએ વસ્તુ અસ્તિ–અવક્તવ્ય છે.
અસ્તિત્વ અને અવક્તવ્ય એ બંને ધર્મો ભેગા કરીને આ ધર્મ કહ્યો છે–એમ નથી, પણ અસ્તિત્વ અને
અવક્તવ્ય એ બંને સિવાયનો આ પણ એક સ્વતંત્ર ધર્મ છે. જ્ઞાનના અનંતનયોમાં અસ્તિત્વનય વગેરે સાત
નયો ભિન્ન ભિન્ન છે તેમ જ તે સાતે નયોના વિષયભૂત સાત ધર્મો વસ્તુમાં ભિન્ન ભિન્ન છે.
‘અસ્તિત્વ’ કહેતાં વસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ એ ચારે એક સાથે આવી જાય છે. હું આત્મા છું, મારા
દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી છું એમ અસ્તિત્વને જાણ્યું તે ક્ષણે જ ‘હું પરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી નથી’ એવું
નાસ્તિત્વનું જ્ઞાન પણ ભેગું જ પડયું છે; વસ્તુમાં બધા ધર્મો એક સાથે છે, પ્રમાણજ્ઞાનમાં બધા એક સાથે જણાય
છે, પણ વાણીમાં એકસાથે કહી શકાતા નથી. આત્મા સ્વપણે છે એમ કહ્યું તે જ વખતે આત્મામાં બીજા
અનંતધર્મો છે તે કહી શકાયા નહિ–આ અપેક્ષાએ આત્મા ‘અસ્તિત્વ–અવક્તવ્ય’ ધર્મવાળો છે. જે જ્ઞાન આ
અપેક્ષાથી આત્માને લક્ષમાં લ્યે તેને અસ્તિત્વ–અવક્તવ્યનય કહેવાય છે.
દરેક આત્મા એક સમયમાં પોતાના અનંત ધર્મોનો અધિષ્ઠાતા છે; તેને ઓળખવા માટે આ વર્ણન ચાલે
છે. જેટલા ધર્મી જીવો હોય તે બધાયના શ્રદ્ધા–જ્ઞાનમાં આવો અનંત ધર્મવાળો આત્મા એક સરખો જ હોય છે.
એક ધર્મીના શ્રદ્ધા–જ્ઞાનમાં અમુક પ્રકારનો આત્મા હોય ને બીજા ધર્મીના શ્રદ્ધા–જ્ઞાનમાં તેથી જુદા પ્રકારનો
આત્મા હોય–એવી વિવિધતા હોતી નથી. આવા આત્માના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન કર્યા પછી કોઈને તેમાં વિશેષ
લીનતા હોય ને કોઈને ઓછી લીનતા હોય–એમ ચારિત્રમાં વિવિધતા હોય છે, પણ તેમાં વિરોધતા હોતી નથી.
હીન–અધિકતાના કારણે વિવિધતા હોવા છતાં તેની જાત તો એક જ પ્રકારની છે તેથી તેમાં વિરોધતા નથી.
અનંતા જ્ઞાનીઓનો અભિપ્રાય એક સરખો જ છે.

PDF/HTML Page 22 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૨૧ઃ
નિયમસાર–પરમાગમનો ઉદ્દેશ
શાસ્ત્રકાર સંતોએ આ પરમાગમના પાને પાને પોકારેલા
અનુભવસિદ્ધ પરમ સત્યનો સાર
‘નિયમસાર’ એટલે નિયમનો સાર અર્થાત્ શુદ્ધ રત્નત્રય. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મતત્ત્વનો
આશ્રય કરવાથી જ થાય છે. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં–અશુભ, શુભ કે શુદ્ધ
વિશેષોમાં–રહેલું જે નિત્યનિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધદ્રવ્યસામાન્ય તે પરમાત્મતત્ત્વ છે. તે જ શુદ્ધ
અંતઃતત્ત્વ, કારણપરમાત્મા, પરમ પારિણામિકભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ
અનાદિકાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેનાં તેનાં
સર્વ ઝાવાં (દ્રવ્યલિંગી મુનિનાં વ્યવહાર–રત્નત્રય સુધ્ધાં) સર્વથા વ્યર્થ ગયાં છે. માટે આ પરમાગમનો એકમાત્ર
ઉદે્શ જીવોને પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. (‘હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું’
એવી સાનુભવ શ્રદ્ધાપરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મતત્ત્વનો આશ્રય,
પરમાત્મતત્ત્વનું આલંબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સંમુખતા,
પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ,
______________________________________________________________________________
જેવો આત્મા કેવળી ભગવાનની શ્રદ્ધામાં આવ્યો છે તેવો જ આત્મા ચોથા ગુણસ્થાને વર્તતા નાનામાં નાના ધર્મી
જીવની શ્રદ્ધામાં આવ્યો છે. આત્માને તેના ધર્મોદ્વારા ઓળખે તો જ તેની સાચી શ્રદ્ધા થાય; તેથી અહીં
આચાર્યદેવે ધર્મોનું વર્ણન કહ્યું છે. તેમાં સપ્તભંગીમાંથી ‘અસ્તિત્વ–અવક્તવ્ય’ નામનો પાંચમો ભંગ કહ્યો; હવે
છઠ્ઠો ભંગ કહે છે, ૪૭ ધર્મમાં તે આઠમો ધર્મ છેઃ
(૮) નાસ્તિત્વ–અવક્તવ્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય નાસ્તિત્વ–અવક્તવ્યનયે પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી તથા યુગપદ્ સ્વપરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવથી નાસ્તિત્વવાળું–અવક્તવ્ય છે. (અહીં તીરનું દ્રષ્ટાંત છે તે મૂળમાં જોઈ લેવું.)
અસ્તિત્વ–અવક્તવ્યની માફક આ ધર્મ પણ સમજી લેવો. જેમ અસ્તિત્વધર્મનું કથન કરતાં નાસ્તિત્વ
વગેરેનું કથન બાકી રહી જતું હતું માટે અસ્તિત્વ–અવક્તવ્ય ધર્મ કહ્યો; તેમ અહીં ‘આત્મા પરપણે નથી’ એમ
નાસ્તિત્વધર્મ કહેતાં ‘આત્મા સ્વપણે છે’ એવું અસ્તિત્વનું કથન બાકી રહી જાય છે, નાસ્તિત્વ કહી શકાય છે
પણ બંને સાથે કહી શકાતા નથી, માટે આત્મા ‘નાસ્તિત્વ–અવક્તવ્ય’ ધર્મવાળો છે.
હવે સપ્તભંગીનો છેલ્લો ભંગ કહે છેઃ
(૯) અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્યનયે સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી, પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી
તથા યુગપદ્ સ્વપર દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વવાળું–નાસ્તિત્વવાળું–અવક્તવ્ય છે. (અહીં તીરનું દ્રષ્ટાંત
છે તે મૂળમાં જોઈ લેવું.)
આત્મામાં સ્વપણે અસ્તિત્વ છે, પરપણે નાસ્તિત્વ છે, એ બંને ધર્મો એક પછી એક કહી શકાય છે પણ
એકસાથે કહી શકાતા નથી; એ રીતે આત્મા ‘અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્ય’ નામના ધર્મવાળો છે. આ ધર્મમાં
ત્રણ શબ્દો આવ્યા તેથી તેના વાચ્યરૂપ ત્રણ જુદા ધર્મો ન સમજવા, પણ ત્રણેના વાચ્યરૂપ એક ધર્મ છે એમ
સમજવું.
એ પ્રમાણે અસ્તિ, નાસ્તિ આદિ સાત ભંગોનું વર્ણન પૂરું થયું. (ક્રમશઃ)

PDF/HTML Page 23 of 25
single page version

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૯૭
પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે.)
શાસ્ત્રકાર આચાર્યભગવાને અને ટીકાકાર મુનિવરે આ પરમાગમના પાને પાને જે અનુભવસિદ્ધ પરમ
સત્ય પોકાર્યું છે તેનો સાર આ પ્રમાણે છેઃ હે જગતના જીવો! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મતત્ત્વનો
આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મતત્ત્વનો જઘન્ય આશ્રય
તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ
પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે
પરમાત્મતત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યગ્જ્ઞાન છે, તે જ સમ્યક્ચારિત્ર છે, તે જ સત્યાર્થ પ્રતિક્રમણ,
પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા,
ધર્મ–શુક્લધ્યાન વગેરે બધુંય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મતત્ત્વના આશ્રયથી
અન્ય હોય. પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય એવા ભાવોને (–વ્યવહારપ્રતિક્રમણ, વ્યવહારપ્રત્યાખ્યાન વગેરે
શુભવિકલ્પરૂપ ભાવોને–) મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે.
પરમાત્મતત્ત્વના મધ્યમ કોટિના અપરિપક્વ આશ્રય વખતે તે અપરિપક્વતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ
અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપ અંશ જ વ્યવહારપ્રતિક્રમણાદિ અનેક અનેક શુભવિકલ્પાત્મક ભાવોરૂપે
દેખાવ દે છે. તે અશુદ્ધિ–અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે? તે તો ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધભાવ જ છે,
બંધભાવ જ છે–એમ તમે સમજો.
વળી, દ્રવ્યલિંગી મુનિને જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરે શુભ ભાવો હોય છે તે ભાવો તો દરેક જીવ
અનંત વાર કરી ચૂકયો છે પરંતુ તે ભાવો તેને કેવળ પરિભ્રમણનું જ કારણ થયા છે કારણ કે પરમાત્મતત્ત્વના
આશ્રય વિના આત્માનું સ્વભાવપરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશમાત્ર પણ
હોતી નથી. સર્વ જિનેન્દ્રોના દિવ્યધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો સાર એ છે કે ભયંકર સંસારરોગનું
એકમાત્ર ઔષધ પરમાત્મતત્ત્વનો આશ્રય જ છે. જ્યાં સુધી જીવની દ્રષ્ટિ ધુ્રવ અચળ પરમાત્મતત્ત્વ ઉપર ન
પડતાં ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક ઉછાળા–શુભાશુભ વિકલ્પો–
શમતા નથી, પરંતુ જ્યાં તે દ્રષ્ટિને પરમાત્મતત્ત્વરૂપ ધુ્રવ આલંબન હાથ લાગે છે ત્યાં તે જ ક્ષણે તે જીવ (દ્રષ્ટિ–
અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દ્રષ્ટિ–અપેક્ષાએ) વિધિ–નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસભાવનું વેદન
થાય છે, નિજસ્વભાવભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમેક્રમે વિરામ પામતા
જાય છે. આ નિરંજન નિજ પરમાત્મતત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વે મુમુક્ષુઓ ભૂતકાળે પંચમગતિને પામ્યા છે,
વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે. આ પરમાત્મતત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળ–
નિરાવરણ, નિત્યાનંદ–એકસ્વરૂપ છે, સ્વભાવ–અનંત–ચતુષ્ટયથી સનાથ છે, સુખસાગરનું પૂર છે, કલેશોદધિનો
કિનારો છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હે ભવ્ય જીવો!
પરમાત્મતત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય
કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે.
–નિયમસારના ઉપોદ્ઘાતમાંથી.
*
દિ. જૈન તિથિદર્પણ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત ચાલુ સાલના જૈન તિથિદર્પણ દરેક ગામના મુમુક્ષુમંડળ
ઉપર મોકલી આપવામાં આવ્યા છે; માટે જેમને જરૂર હોય તેમણે ત્યાંથી મેળવી લેવું. અથવા જ્યાં મુમુક્ષુમંડળ ન
હોય તેમણે સોનગઢથી મંગાવી લેવું.
ગ્રાહકોને–
આત્મધર્મના જે ગ્રાહકોએ હજી સુધી લવાજમ ન મોકલ્યું હોય તેમને કારતક સુદ પૂનમ સુધીમાં મોકલી
દેવા વિનંતી છે. ત્યારપછી કોઈએ લવાજમ ન મોકલવું; કેમ કે કારતક સુદ પૂનમ પછી વી. પી. શરૂ થશે. જેઓ
ગ્રાહક તરીકે ચાલુ રહેવા ન માંગતા હોય તેઓએ અગાઉથી જણાવી દેવા વિનંતી છે.

PDF/HTML Page 24 of 25
single page version

background image
– વિરલા! –
विरलाः निश्रृण्वन्ति तत्त्वं विरलाः जानन्ति तत्त्वतः तत्त्वं।
विरलाः भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।। २७९।।
तत्त्वं कथ्यमानं निश्चलं भावेन गृहणाति यः हि।
तत् एव भावयति सदा सः अपि च तत्त्वं विजानाति।। २८०।।
જગતમાં તત્ત્વને વિરલા પુરુષો સાંભળે છે; સાંભળીને પણ તત્ત્વને યથાર્થપણે વિરલા જ જાણે
છે; વળી જાણીને પણ વિરલા જ તત્ત્વની ભાવના એટલે કે વારંવાર અભ્યાસ કરે છે; અને અભ્યાસ
કરીને પણ તત્ત્વની ધારણા તો વિરલાઓને જ થાય છે. (ભાવાર્થઃ–) તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સાંભળવું–
જાણવું–ભાવવું અને ધારવું તે ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમકાળમાં તત્ત્વને યથાર્થ કહેવાવાળા દુર્લભ
છે અને ધારવાવાળા પણ દુર્લભ છે.
જે પુરુષ, ગુરુઓ વડે કહેવામાં આવેલું જે તત્ત્વનું સ્વરૂપ તેને નિશ્ચલભાવથી ગ્રહણ કરે છે, તેમ
જ અન્ય ભાવના છોડીને તેને જ નિરંતર ભાવે છે તે પુરુષ તત્ત્વને જાણે છે.
–સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા.
વિરલા જાણે તત્ત્વને વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને વિરલા ધારે કોઈ.
–યોગસાર. ૬૬
અહો! રત્નત્રય–મહિમા!
(ત્રિભુવનપૂજ્ય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય તે જ સિદ્ધાંતનું સર્વસ્વ છે અને તે જ
ત્રણેકાળના મોક્ષગામી જીવોને મુક્તિનું કારણ છે, એ વાત જ્ઞાનાર્ણવમાં શ્રી શુભચંદ્રાચાર્ય કહે છેઃ)
एतत्समयसर्वस्वं मुक्तेश्चेतन्निबन्धनम्।
हितमेतद्धि जीवानामेतदेवाग्रिमं पदम्।। २२।।
આ રત્નત્રય જ સિદ્ધાંતનું સર્વસ્વ છે તથા તે જ મુક્તિનું કારણ છે; વળી જીવોનું હિત તે જ છે
અને પ્રધાન પદ તે જ છે.
ये याता यान्ति यास्यन्ति यमिनः पदमव्ययम्।
समाराध्यैव ते नूनं रत्नत्रयमखण्डितम्।। २३।।
જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષ ગયા છે, વર્તમાનમાં જાય છે ને ભવિષ્યમાં જશે તેઓ ખરેખર
આ અખંડિતરત્નત્રયને સમ્યક્પ્રકારે આરાધીને જ ગયા છે, જાય છે અને જશે.
साक्षादिदमनासाद्य जन्मकोटिशतैरपि।
द्रश्यते न हि केनापि मुक्तिश्रीमुखपंकजम्।। २४।।
આ સમ્યક્ રત્નત્રયને પ્રાપ્ત કર્યા વગર કરોડો–અબજો જન્મ ધારણ કરવા છતાં પણ કોઈ જીવ
મોક્ષલક્ષ્મીના મુખકમળને સાક્ષાત્ દેખી શકતા નથી.
*

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARMA Regd No. B. 4787
______________________________________________________________________________
આત્મજ્ઞ તે શાસ્ત્રજ્ઞ
यः आत्मानं जानाति अशुचिशरीरात् तत्त्वतः भिन्नं।
ज्ञायकरूंपस्वरूपं सः शास्त्रं जानाति सव्वं।।४६३।
અર્થઃ–જે મુનિ (અર્થાત્ જે જીવ) પોતાના આત્માને આ અપવિત્ર
શરીરથી તત્ત્વતઃ ભિન્ન, જ્ઞાયકરૂપસ્વરૂપ જાણે છે તે સર્વ શાસ્ત્રને જાણે છે.
ભાવાર્થઃ–જે મુનિ (–જે જીવ) શાસ્ત્રઅભ્યાસ તો અલ્પ જ કરે છે પણ
પોતાના આત્માનું રૂપ જ્ઞાયક દેખણ–જાણનહાર, આ અશુચિ શરીરથી ભિન્ન છે
એમ, શુદ્ધોપયોગરૂપ થઈને જાણે છે તો તે બધા જ શાસ્ત્રોને જાણે છે. જો
પોતાનું સ્વરૂપ ન જાણ્યું અને ઘણા શાસ્ત્રો પઢયો તો તેથી શું સાધ્ય છે?
यः न अपि जानाति आत्मानं ज्ञानस्वरूपं शरीरतः भिन्नं।
सः न जानाति शास्त्रं आगमपाठं कुर्वन् अपि।।४६४।।
અર્થઃ–જે મુનિ (અર્થાત્ જે જીવ) પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ,
અને શરીરથી ભિન્ન નથી જાણતો તે આગમનો પાઠ કરતો હોવા
છતાં શાસ્ત્રને નથી જાણતો.
ભાવાર્થઃ–જે મુનિ (–જે જીવ) શરીરથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માને
નથી જાણતો, તે ઘણા શાસ્ત્રો પઢયો હોય તોપણ વગર પઢયો જ છે. શાસ્ત્ર
પઢવાનો સાર તો પોતાનું સ્વરૂપ જાણી રાગદ્વેષરહિત થવું–તે હતો; જો
શાસ્ત્ર પઢીને પણ તેવો ન થયો તો તે શું પઢયો? પોતાનું સ્વરૂપ જાણીને
તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ છે, અને વાંચવું–પૂછવું–અનુપ્રેક્ષા–
આમ્નાય–ધર્મોપદેશ એવા પાંચ પ્રકાર વ્યવહારસ્વાધ્યાયના છે. જો તે
વ્યવહાર નિશ્ચયના અર્થે હોય તો તે વ્યવહાર પણ સત્યાર્થ છે; નિશ્ચય વિના
તો વ્યવહાર થોથા છે.
–સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા.
***
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રકઃ–ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૧–૧૧–પ૧