Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૯
સળંગ અંક ૯૭
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
અંક પહેલોસંપાદકવર્ષ નવમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૮વકીલકારતક
બેસતા વર્ષનો મંગલ–સંદેશ
વીર સં. ૨૪૭૭ ના બેસતા વર્ષના
સુપ્રભાતના મંગલસંદેશમાં પૂ. ગુરુદેવશ્રીએ
કહ્યું હતું
કેઃ આત્માના પરમ
પારિણામિકસ્વભાવનો મહિમા કરવો તે
આત્માનું મંગલ બેસતું વર્ષ છે......તે
સ્વભાવમાંથી જ બધી નિર્મળ પર્યાયો
આવે છે. વ.....જ્ઞાયક....પરમ પારિણામિક
સ્વભાવનો મહિમા કરતાં કરતાં
સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીની
બધી નિર્મળ પર્યાયો પ્રગટી જાય છે; માટે
તેનો મહિમા.....તેની રુચિ.....ને તેમાં
સન્મુખ થઈને લીનતા એ જ આત્માર્થી
જીવોનું કર્તવ્ય છે.
છુટક નકલ૯૭વાર્ષિક લવાજમ
ચાર આનાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિકત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 25
single page version

background image
દરેક દ્રવ્યની સ્વકાળલબ્ધિ
શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષાની ૨૧૭ મી ગાથામાં કહે છે કેઃ સર્વે દ્રવ્યોમાં પરિણમવાની
શક્તિ સ્વભાવભૂત છે, અન્ય દ્રવ્ય નિમિત્તમાત્ર છે–
णियणियपरिणामाणं णियणियदव्वं पि कारणं होदि।
अण्णं बाहिरदव्वं णिमित्तमत्तं वियाणेह।।२१७।।
અર્થઃ– સર્વે દ્રવ્યો પોતપોતાના પરિણામોના ઉપાદાનકારણ છે; જે બીજા બાહ્ય દ્રવ્યો છે
તે અન્યના નિમિત્તમાત્ર છે એમ જાણો.
ભાવાર્થઃ– જે ઘટાદિકનું ઉપાદાનકારણ માટી છે અને ચાક, દંડ વગેરે નિમિત્તકારણ છે
તેમ સર્વે દ્રવ્યો પોતાના પર્યાયોના ઉપાદાનકારણ છે અને કાળદ્રવ્ય નિમિત્તકારણ છે.
દ્રવ્યોના સ્વભાવભૂત અનેક શક્તિઓ છે, તેને કોણ નિષેધી શકે?–અર્થાત્ કોઈ નિષેધી ન
શકે–એમ કહે છે–
कालाइलद्धिजुत्ता णाणासत्तीहिं संजुदा अत्था।
परिणममाणा हि सयं ण सक्कदे को वारेदुं।।२१९।।
અર્થઃ– બધાય પદાર્થો કાળ આદિ લબ્ધિ સહિત અને અનેક શક્તિઓથી સંયુક્ત છે તેમ
જ સ્વયં પરિણમે છે; તેમને પરિણમતા નિવારવાને કોઈ સમર્થ નથી.
ભાવાર્થઃ– સર્વે દ્રવ્યો પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ સામગ્રીને પામીને પોતે
જ ભાવરૂપે પરિણમે છે, તેને કોઈ નિવારી નથી શકતું.
વળી ૨૪૪ મી ગાથામાં કહે છે કે–
सव्वाण पज्जयाणं अविज्जमाणाण होदि उप्पत्ती।
कालाइलद्धीए अणाइणिहणम्मि दव्वम्मि।।२४४।।
અર્થઃ– અનાદિનિધન દ્રવ્યને વિષે કાળ આદિ લબ્ધિથી સર્વે અવિદ્યમાન પર્યાયોની જ
ઉત્પત્તિ છે.
ભાવાર્થઃ– અનાદિનિધન દ્રવ્યને વિષે કાળાદિ લબ્ધિથી પર્યાય અવિદ્યમાન (એટલે કે
અણછતી) ઊપજે છે. એમ નથી કે ‘સર્વે પર્યાયો એક જ સમયે વિદ્યમાન છે અને તે ઢાંકેલા છે
તેમાંથી ઉઘડતા જાય છે!’ પરંતુ સમયે સમયે ક્રમે કરીને નવા નવા જ પર્યાયો ઊપજે છે. દ્રવ્ય
ત્રિકાળવર્તી સર્વે પર્યાયોનો સમુદાય છે, કાળભેદથી ક્રમે ક્રમે પર્યાયો થાય છે.
(દરેક દ્રવ્યને પોતાના પર્યાયથી કાળલબ્ધિ હોય છે. દરેક દ્રવ્યમાં તે તે સમયની જે
પર્યાય છે તે જ તેની સ્વકાળલબ્ધિ છે. દ્રવ્ય પોતાની સ્વકાળલબ્ધિ અનુસાર સ્વયં પરિણમે છે,
તેના સ્વકાળલબ્ધિથી થતા પર્યાયોને આઘાપાછા ફેરવવા કોઈ સમર્થ નથી.–એવું વસ્તુસ્વરૂપ
ઉપરની ગાથાઓમાં સ્પષ્ટપણે બતાવ્યું હોવાથી તે ગાથાઓ અહીં આપવામાં આવી છે.)
*

PDF/HTML Page 4 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૩ઃ
જ્ઞાનલક્ષણથી પ્રસિદ્ધ થતો
અનંતધર્મસ્વરૂપ અનેકાન્તમૂર્તિ આત્મા
શ્રી સમયસાર પૃ. પ૦૩–૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીના આત્મસન્મુખતાપ્રેરક સુંદર પ્રવચનો.
(સમયસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે અનેકાન્તનું સ્વરૂપ વર્ણવ્યું છે. તેમાં પ્રથમ,
આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં તેને પણ અનેકાન્તપણું છે–એ વાત સિદ્ધ કરી છે; અને
પછી આત્માની અનંત શક્તિઓમાંથી ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. તેમાંથી અહીં
પ્રથમવિષય ઉપરનાં પ્રવચનો આપવામાં આવે છે; ૪૭ શક્તિ ઉપરનાં પ્રવચનો હવે પછી
આપવામાં આવશે.)
(વીર સં. ૨૪૭૪ આસો વદ ૧૪)
આત્મામાં જ્ઞાનાદિ અનંત ધર્મો છે; તેને પર દ્રવ્યોથી અને પર ભાવોથી ભિન્ન ઓળખાવવા માટે
આચાર્યદેવ ‘જ્ઞાનમાત્ર’ કહેતા આવ્યા છે. ત્યાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં એકાંત થઈ જતો નથી; કેમ
કે, ‘આત્મા જ્ઞાનમાત્ર છે’ એમ કહેતાં જ્ઞાનથી વિરુદ્ધ એવા રાગાદિભાવોનો તો નિષેધ થઈ જાય છે, પણ
જ્ઞાનની સાથે રહેનારા શ્રદ્ધા, સુખ વગેરે ગુણોનો કાંઈ નિષેધ થતો નથી. એ રીતે જ્ઞાન સાથે બીજા અનંત ધર્મો
પણ આત્મામાં ભેગા જ હોવાથી જ્ઞાનમાત્ર આત્માને અનેકાંતપણું છે, તે વાત અહીં આચાર્યદેવ પ્રશ્ન–ઉત્તરદ્વારા
સ્પષ્ટ કરે છે.
પ્રશ્નઃ–આત્મા અનેકાંતમય હોવા છતાં પણ તેને ‘જ્ઞાનમાત્ર’ કેમ કહો છો? આત્મામાં કાંઈ એક
જ્ઞાનગુણ જ નથી પણ શ્રદ્ધા, ચારિત્ર, સુખ, અસ્તિત્વ, જીવત્વ, પ્રભુત્વ વગેરે અનંત ગુણો તેનામાં છે,
છતાં ‘જ્ઞાનમાત્ર આત્મા છે’ એમ કહેવાનું શું કારણ છે? ‘આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનમાત્ર છે, રાગાદિથી
નિરાળો એકલો જ્ઞાયકભાવ છે’ એમ આખા સમયસારમાં ‘જ્ઞાનમાત્ર’ એવું જોર આપીને કહ્યું છે, તો
આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી બીજા ધર્મોનો નિષેધ તો નથી થઈ જતો ને? અનંત ધર્મોવાળો હોવા છતાં
આત્માને જ્ઞાનમાત્ર કહેવાનું પ્રયોજન શું છે?–આ પ્રમાણે શિષ્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછનારે એટલું તો
લક્ષમાં લીધું છે કે આચાર્યદેવ આત્માને પરથી અને વિકારથી તો જુદો જ બતાવે છે; આત્મા જ્ઞાનમાત્ર
છે–એમ બતાવે છે. એટલું લક્ષમાં લઈને પૂછે છે કે પ્રભો! અનંતધર્મવાળા આત્માને જ્ઞાન માત્ર કેમ
કહ્યો?
તે શિષ્યના પ્રશ્નનો આચાર્યદેવ ઉત્તર આપે છે કેઃ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે
આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવે છે. જ્ઞાન છે તે આત્માનો અસાધારણ ગુણ છે તેથી તે આત્માનું લક્ષણ છે. તે
જ્ઞાનલક્ષણ વડે આત્માની પ્રસિદ્ધિ થાય છે.
જ્ઞાન લક્ષણ છે અને આત્મા લક્ષ્ય છે. જ્ઞાનલક્ષણ આત્માની પ્રસિદ્ધિ કરે છે. રાગ તે આત્માનું લક્ષણ
નથી. જ્ઞાનલક્ષણ આત્માને રાગથી જુદો જાણીને શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે.–કયું જ્ઞાન? પર તરફ વળેલું જ્ઞાન
નહિ પણ અંતર્મુખ થઈને આત્માને જે જ્ઞાન જાણે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે. જે જ્ઞાન શુદ્ધ આત્માને ન જાણે
અને રાગમાં જ એકાકાર થઈ જાય તેને ખરેખર જ્ઞાન જ કહેતાં નથી, કેમકે તેણે આત્માની પ્રસિદ્ધિ ન કરી પણ
રાગની પ્રસિદ્ધિ કરી. જ્ઞાનનું કાર્ય આત્મવસ્તુને પ્રસિદ્ધ કરવાનું છે, પણ તે વ્યવહારને–રાગને કે પરને પ્રસિદ્ધ
કરતું નથી. ‘રાગ તે હું નહિ, શુદ્ધ આત્મા તે હું’ એમ જ્ઞાન જાહેર કરે છે પણ ‘રાગ તે હું’ એમ તે જાહેર નથી
કરતું. આ રીતે આત્માને પ્રસિદ્ધ કરવા માટે તેને ‘જ્ઞાનમાત્ર’ કહેવામાં આવ્યો છે. ‘જ્ઞાનમાત્ર’ કહીને એકલો
જ્ઞાનગુણ નથી બતાવવો પણ આખો આત્મા બતાવવો છે.

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ૪ઃ આત્મધર્મઃ ૯૭
પહેલાં અગિયારમી ગાથામાં કહ્યું હતું કે શુદ્ધનય અનુસાર બોધ થવામાત્રથી આત્મા અને કર્મનું ભેદજ્ઞાન
થાય છે એટલે કે શુદ્ધનય વડે આત્માને જાણતાં કર્મથી ભિન્ન સહજ જ્ઞાયકસ્વભાવપણે આત્મા અનુભવાય છે.
અને અહીં એમ કહ્યું કે જ્ઞાનલક્ષણથી આત્મા પ્રસિદ્ધ થાય છે; તેમાં પણ ‘જ્ઞાનલક્ષણ’ કહેતાં શુદ્ધનય અનુસાર
થયેલું જ્ઞાન લેવું. જે જ્ઞાન સ્વસન્મુખ થઈને આત્માને ન જાણે અને પરને જ જાણે તે જ્ઞાન આત્માનું લક્ષણ નથી.
જે જ્ઞાન આત્માને લક્ષ્ય કરીને તેને પ્રસિદ્ધ કરે–જાણે–તે જ્ઞાન આત્માનું લક્ષણ છે. રાગથી ભિન્ન આત્માની
પ્રસિદ્ધિ કરનારું જ્ઞાન રાગને પણ જાણવાની તાકાતવાળું છે.
અહીં આચાર્યદેવે વ્યવહારાભાસને ઉડાડયો છે, એટલે કે એકલા પરને જ જાણનારું વ્યવહારજ્ઞાન તે
ખરેખર આત્માની પ્રસિદ્ધિનું સાધન નથી, પણ અંતરમાં વળીને શુદ્ધનયથી આત્માને જાણે તે જ્ઞાન જ આત્માની
પ્રસિદ્ધિનું સાધન છે–એમ જણાવ્યું છે.
જગતમાં લક્ષણદ્વારા લક્ષ્યને ઓળખાવવામાં આવે છે. આત્માનું લક્ષણ જ્ઞાન છે, તે જ્ઞાનલક્ષણ વડે જ
આત્મા ઓળખાય છે. શરીરાદિ તો આત્માથી અત્યંત ભિન્ન છે એટલે શરીર તે આત્માનું લક્ષણ નથી, અને
રાગાદિ ભાવો પણ આત્માના સ્વભાવથી અત્યંત જુદા છે, તે રાગાદિ પણ આત્માનું લક્ષણ નથી. જ્ઞાન જ
આત્માનો અસાધારણ વિશેષગુણ છે તેથી તે જ આત્માનું લક્ષણ છે. જ્ઞાનગુણ સ્વ–પરને જાણે છે, આત્મા
સિવાય બીજા તો કોઈ દ્રવ્યમાં જ્ઞાનગુણ નથી, અને આત્માના અનંતધર્મોમાં પણ એક જ્ઞાનગુણ જ સ્વ–
પરપ્રકાશક છે તેથી તે અસાધારણ છે; જ્ઞાન સિવાયના બીજા શ્રદ્ધા–ચારિત્ર વગેરે ગુણો નિર્વિકલ્પ છે એટલે કે
તેઓ પોતાને કે પરને જાણતા નથી, માત્ર જ્ઞાનગુણ જ પોતાને અને પરને જાણે છે; માટે ‘આત્મા જ્ઞાનમાત્ર છે’
એમ કહીને તે જ્ઞાનગુણવડે આત્માને ઓળખાવવામાં આવે છે.
ઘણા પદાર્થો ભેગાં હોય તેમાંથી કોઈ એક પદાર્થને જુદો પાડીને ઓળખાવવા માટેનું જે સાધન તેને
લક્ષણ કહેવાય છે. ‘આત્મા જ્ઞાનમાત્ર છે’ એમ કહેતાં સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી જુદો આત્મા
ઓળખાય છે; પર્યાયમાં રાગ અને આત્મા મળેલાં દેખાય છે, ત્યાં જ્ઞાનલક્ષણ આત્માને રાગથી પણ ભિન્ન
ઓળખાવે છે; એ રીતે જ્ઞાનલક્ષણ વડે આત્માની પ્રસિદ્ધિ થાય છે, માટે આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવ્યો છે.
*
હવે શિષ્ય બીજો પ્રશ્ન કરે છે કેઃ એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ્ય એવો આત્મા જ
પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. લક્ષ્ય–લક્ષણના ભેદ પાડયા વિના સીધો આત્મા જ ઓળખાવી દો ને? અંતે તો તમારે
અમને આત્મા જણાવવો છે, તો લક્ષણનો ભેદ પાડયા વગર સીધો અભેદ આત્મા જ બતાવો ને? ભેદ પાડીને શા
માટે કહો છો?
શિષ્યના પ્રશ્નનો ઉત્તર આચાર્યદેવ આપે છે કેઃ જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી.
જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે.
જુઓ, આમાં બે વાત આવી જાય છે. પ્રથમ તો જેને જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા આત્માનું ભાન અને
અનુભવ વર્તે છે તેને તો લક્ષ્ય–લક્ષણના ભેદનું કાંઈ પ્રયોજન નથી. પણ જેને લક્ષ્યની ખબર નથી તેને લક્ષણ–
દ્વારા લક્ષ્ય ઓળખાવવામાં આવે છે. જેને આત્માના લક્ષણની જ ખબર નથી તેને આત્માનું ભાન હોતું નથી.
‘શરીર તે આત્માનું લક્ષણ છે અથવા શરીરને ધારણ કરી રાખવું તે આત્માનો ગુણ છે’ એમ જે અજ્ઞાની માને
છે તેને પ્રથમ આત્માનું લક્ષણ ઓળખાવે છે કે ‘જો ભાઈ! આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, જે જાણે છે તે આત્મા છે.’
એ પ્રમાણે લક્ષણને ઓળખે ત્યારે જ તે લક્ષ્યને પકડી શકે છે.
અજ્ઞાનીને તો દેહ તે જ હું અથવા તો રાગ તે જ હું–એવી ભ્રમણા છે, એટલે તેને તો આત્માના લક્ષણનું
જ ભાન નથી. રાગનું વલણ તો બહારમાં જાય છે ને તેમાં તો આકુળતા થાય છે, તેમાં આત્માનો અનુભવ થતો
નથી, ને જ્ઞાન અંર્તમુખ થતાં આત્માનો અનુભવ થાય છે ને રાગ છૂટી જાય છે; એ રીતે રાગ અને જ્ઞાન ભિન્ન
ભિન્ન છે, તેમાં જ્ઞાન તે જ આત્માનું લક્ષણ છે. આમ જાણે ત્યારે આત્માના લક્ષણને જાણ્યું કહેવાય, અને એવા
લક્ષણને જાણે તો જ આત્માનો અનુભવ થાય. અજ્ઞાનીઓ આત્માને અનેક પ્રકારે વિપરીત લક્ષણવાળો માની
રહ્યા છે એટલે તેમને તો લક્ષણ

PDF/HTML Page 6 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ પઃ
જ અપ્રસિદ્ધ છે તો પછી લક્ષ્યની પ્રસિદ્ધિ કયાંથી થાય? લક્ષણ તો તેને કહેવાય કે લક્ષ્ય સાથે ત્રિકાળ રહે અને
લક્ષ્યને ઓળખાવે. શરીર કે પુણ્ય તે કાંઈ આત્માનું લક્ષણ નથી, આત્માનું લક્ષણ તો જ્ઞાન છે.
આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે, રાગાદિ ખરેખર આત્માનું સ્વરૂપ નથી. આવા જ્ઞાનલક્ષણની પ્રસિદ્ધિ વિના
અજ્ઞાનીને લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. જેને જ્ઞાનસ્વરૂપ લક્ષણની પ્રસિદ્ધિ થાય તેને જ લક્ષ્ય એવા આત્માની
ખબર પડે છે. માટે લક્ષ્ય–લક્ષણનો ભેદ પાડીને અજ્ઞાનીને જ્ઞાનલક્ષણદ્વારા આત્મા ઓળખાવવામાં આવે છે.
ભાઈ! જ્ઞાન તે જ તારું લક્ષણ છે, આત્મા જ્ઞાનસ્વરૂપ છે; જ્ઞાન સિવાયના રાગાદિ સમસ્ત ભાવોથી તારા
આત્માને ભિન્ન સમજ, જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મસ્વભાવ સાથે એકમેક કર તો તને આત્માની પ્રસિદ્ધિ એટલે
કે અનુભવ થાય.–આ રીતે લક્ષણ વડે લક્ષ્યને ગ્રહણ કરવા માટે ઉપદેશ છે.
જુઓ, આ તો હવે સમયસારનું પરિશિષ્ટ છે, સૂક્ષ્મ અંતરની વાત છે. શરીરાદિ બાહ્યક્રિયા કે દયા
વગેરેના સ્થૂળ રાગરૂપ વ્યવહારને કાઢી નાંખ્યો, અહીં માત્ર લક્ષ્ય–લક્ષણના ભેદરૂપ સૂક્ષ્મ વ્યવહાર છે. આ
લક્ષ્ય–લક્ષણના ભેદ પણ અભેદ આત્માનું લક્ષ કરાવવા માટે જ છે. ‘જ્ઞાનમાત્ર આત્મા છે’–એમ કહેતાં પણ
લક્ષણ–લક્ષ્યનો ભેદ પડે છે, પણ સમજનાર પોતે જો ભેદનું લક્ષ છોડીને અભેદ આત્માને લક્ષમાં લઈને સમજી
જાય તો લક્ષ્ય–લક્ષણના ભેદને વ્યવહાર ગણાય. અભેદ આત્માને ન સમજે તો એકલા ભેદને વ્યવહાર ન
કહેવાય. તેમ જ અભેદ સમજતાં વચ્ચે લક્ષણ–લક્ષ્યના ભેદ આવે છે તેને જો સર્વથા ન માને તો લક્ષણના
સ્વીકાર વગર લક્ષ્યને પણ તે પકડી શકશે નહિ.
અહીં જ્ઞાન લક્ષણવડે આત્માની પ્રસિદ્ધિ થાય છે એમ બતાવીને આચાર્યદેવે એકાંત વ્યવહારાભાસી કે
એકાંત નિશ્ચયાભાસી એ બંનેનો નિષેધ કર્યો છે.
વ્યવહારાભાસી અજ્ઞાની એમ કહે છે કે ‘એકલું જ્ઞાન–જ્ઞાન શું કરો છો? અમે જે પુણ્યની અને દેહની
ક્રિયા કરીએ છીએ તે જ કરવા દો ને! તે સાધન કરતાં કરતાં કયારેક આત્મા ઓળખાઈ જશે!’ અહીં ‘જ્ઞાન
લક્ષણ વડે આત્માની પ્રસિદ્ધિ થાય છે’ એમ કહીને તે વ્યવહારાભાસને ઉડાડયો. અરે મૂઢ! દેહની ક્રિયા કે પુણ્યની
ક્રિયા તે આત્માને ઓળખવાનું સાધન નથી પણ જ્ઞાનલક્ષણ વડે જ આત્મા ઓળખાય છે, એમ તું જાણ.
વળી, નિશ્ચયાભાસી અજ્ઞાની એમ કહે છે કે “જ્ઞાન તે સાધન અને આત્મા સાધ્ય એવા ભેદ શા માટે
પાડો છો? સીધો અભેદ આત્મા જ કહો ને? લક્ષણદ્વારા લક્ષ્યને બતાવો છો તેને બદલે સીધું લક્ષ્ય જ બતાવી દો
ને!” જે લક્ષણને ન જાણે તે લક્ષ્યને પણ જાણતો નથી, લક્ષણને ઓળખવાથી જ લક્ષ્યને ઓળખી શકાય છે’–
એમ કહીને અહીં તે નિશ્ચયાભાસીનો પણ નિષેધ કર્યો છે. જેણે આત્માને કદી જાણ્યો નથી તેને માત્ર ‘આત્મા,
આત્મા’ એટલું કહેવાથી આત્મા લક્ષમાં આવતો નથી, એટલે તેને પહેલાં આત્માનું લક્ષણ ઓળખાવવું પડે છે કે
જો ભાઈ! આ શરીર તો કાંઈ જાણતું નથી ને અંદર જે રાગની લાગણીઓ થાય છે તેનામાં પણ જાણવાનું
સામર્થ્ય નથી. આ બધાને જે જાણે છે તે તો જ્ઞાન છે, તે જ્ઞાન દેહથી અને રાગથી જુદું છે ને તારા આત્મા સાથે
એકમેક છે; એવું જ્ઞાન તે આત્મા છે.–આ પ્રમાણે જ્ઞાનલક્ષણ વડે આત્માને ઓળખાવવામાં આવે છે. અભેદ
આત્મામાં ઢળતાં વચ્ચે એટલો ભેદ આવ્યા વિના રહેતો નથી. છતાં, ‘જ્ઞાન તે આત્મા’ એવો જે લક્ષ્યલક્ષણનો
ભેદ છે તે કાંઈ રાગને પ્રસિદ્ધ કરવા માટે નથી પણ આત્માને જ પ્રસિદ્ધ કરવા માટે છે. જ્ઞાનલક્ષણનું કાર્ય
આત્માને પ્રસિદ્ધ કરવાનું છે, પણ તે રાગને પ્રસિદ્ધ નથી કરતું એટલે કે ‘હું રાગ છું’ એમ જ્ઞાનલક્ષણ નથી
બતાવતું પણ ‘હું આત્મા છું’ એમ જ્ઞાનલક્ષણ બતાવે છે. પહેલાં લક્ષ્ય–લક્ષણના ભેદનો વિકલ્પ ઉઠતો હોવા
છતાં તે વિકલ્પ તરફ જ્ઞાનનું જોર નથી પણ અભેદ આત્માને લક્ષમાં લેવા તરફ જ જ્ઞાનનું જોર છે, અભેદ
આત્માને લક્ષમાં લેતાં તે ભેદનો વિકલ્પ પણ તૂટી જશે, ને એકલા લક્ષ્યરૂપ આત્માનો અનુભવ રહી જશે;– આ
રીતે લક્ષણ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે.
કોઈ એમ કહે કે ‘અમારે તો એકલા લક્ષ્યને જ ઓળખવું છે, લક્ષણને નથી ઓળખવું. એકલા આત્માને
અમારે જાણવો છે, પણ તેનામાં જ્ઞાનાદિ અનંતગુણો છે ને તેની નિર્મળપર્યાયો પ્રગટે છે–એવું કાંઈ અમારે નથી
જાણવું, કેમ કે તે જાણવામાં તો વિકલ્પો થાય છે.’–તો

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૯૭
આમ માનનાર શુષ્કજ્ઞાની છે. જેમ કોઈ એમ કહે કે મારે ગોળ જોઈએ છે પણ ગળપણ નથી જોતું,–તો
ગળપણનો નિષેધ કરતાં તેને ગોળનો જ નિષેધ થઈ જશે; તેમ જ્ઞાનલક્ષણને ઓળખવાની ના પાડે છે તેને
આત્મા જ નહિ જણાય. જે નિર્વિકલ્પ આત્મઅનુભવમાં ઠરી ગયો હોય તેને લક્ષ્ય–લક્ષણના ભેદનો વિકલ્પ ન
હોય. પણ જેણે હજી આત્માને લક્ષમાં લીધો નથી તેણે આત્માને ઓળખવા માટે પહેલાં તેનું લક્ષણ જાણવું
જોઈએ. લક્ષણને જાણવું તે કાંઈ વિકલ્પનું કારણ નથી, તે તો લક્ષ્યને ઓળખવાનું કારણ છે.
જ્ઞાનલક્ષણ આત્માને પ્રસિદ્ધ કરે છે; જેને આત્માના જ્ઞાનલક્ષણની જ ખબર નથી તેને આત્માની જ
ખબર નથી. જ્ઞાનલક્ષણ કોનું છે? જ્ઞાન લક્ષણ રાગનું કે વ્યવહારનું નથી પણ આત્માનું જ છે. તે લક્ષણ શુદ્ધ
આત્માનું જ લક્ષ કરાવે છે. એવા લક્ષણની જેને ખબર નથી તેને લક્ષ્યની પ્રસિદ્ધિ થતી નથી. અભેદ આત્માને
લક્ષમાં લેવો તે જ જ્ઞાન લક્ષણનું પ્રયોજન છે. આત્માને લક્ષમાં ન લેતાં એકલા વ્યવહારનું કે રાગનું જ લક્ષ
કરીને અટકે તો તે જ્ઞાન પણ આત્માનું લક્ષણ નથી કેમ કે તેના વડે આત્મા લક્ષિત થતો નથી. રાગમાં એકાકાર
થઈ ગયું તે જ્ઞાનને અહીં જ્ઞાન જ કહેતાં નથી; અહીં તો જે જ્ઞાન સ્વ તરફ વળીને આત્માને લક્ષ્ય બનાવે તેને જ
આત્માનું લક્ષણ ગણ્યું છે. અને તે જ્ઞાન આત્માના જ્ઞાનસહિત પરને પણ યથાર્થ જાણે છે. જ્ઞાનલક્ષણથી આત્માને
લક્ષિત ન કરે અને જૈનશાસનમાં કહેલા એકલા વ્યવહારનું જ લક્ષ રાખે તો તેને પણ આત્માના જ્ઞાનલક્ષણની
ખબર નથી, એટલે તેને આત્માની પ્રસિદ્ધિ થતી નથી.
જ્ઞાનનું લક્ષ્ય આત્મદ્રવ્ય છે. જ્ઞાન શું–તેની જ જેને ખબર નથી તેને આત્માનું ભાન હોતું નથી. જેણે
લક્ષ્યને નથી જાણ્યું એવા જીવને લક્ષણદ્વારા જ લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. આ ઈંદ્રિયો વડે કે રાગ વડે આત્મા
જણાતો નથી કેમકે તેઓ આત્માનું લક્ષણ નથી; એટલે જેઓ નિમિત્ત ઉપર કે વ્યવહાર ઉપર જોર આપે છે
તેઓએ આત્માના જ્ઞાનલક્ષણને જ જાણ્યું નથી. અહીં તો એમ કહેવાનો આશય છે કે જે જ્ઞાન સ્વ તરફ
વળીને આત્માને ન જાણે અને એકલા પર તરફ કે વ્યવહાર તરફ જ વળ્‌યા કરે તો તે જ્ઞાન પણ આત્માનું
લક્ષણ નથી એટલે કે તે ખરેખર જ્ઞાન જ નથી, કેમ કે તેણે આત્માને પ્રસિદ્ધ ન કર્યો પણ વ્યવહારને પ્રસિદ્ધ
કર્યો. જે જ્ઞાન વ્યવહારનો નિષેધ કરીને સ્વભાવસન્મુખ થઈને ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે–તેનો
અનુભવ કરે–તે જ્ઞાન જ આત્માનું લક્ષણ છે. લક્ષ્ય સાથે એકતા કરે તેને લક્ષણ કહ્યું, પણ લક્ષ્યને છોડીને
પર સાથે એકતા કરે તેને લક્ષણ ન કહેવાય. એકલા વ્યવહારના જ આશ્રયમાં અટકનાર જીવ આત્માના
લક્ષણને નથી જાણતો; અગિયાર અંગનો જાણનારો ને વ્યવહારરત્નત્રયનો પાળનારો દ્રવ્યલિંગી સાધુ પણ
જો તે વ્યવહારરત્નત્રયના વિકલ્પથી લાભ માનતો હોય તો તેણે આત્માના લક્ષણને જાણ્યું નથી. અગિયાર
અંગના જાણપણામાં કે વ્યવહારરત્નત્રયના શુભવિકલ્પમાં એવું સામર્થ્ય નથી કે તે આત્માની પ્રસિદ્ધિ કરી
શકે. સ્વસન્મુખ થયેલું જ્ઞાન જ આત્માની પ્રસિદ્ધિ કરે છે. ચોથે–પાંચમે–છઠ્ઠે ગુણસ્થાને ભૂમિકા–અનુસાર
વ્યવહાર હોય ખરો–વિકલ્પ હોય ખરો, પણ જે જ્ઞાન એકલા તે વ્યવહારની સન્મુખ રહીને તેની જ પ્રસિદ્ધિ
કરે ને આત્મસન્મુખ થઈને આત્માની પ્રસિદ્ધિ ન કરે તો તે જ્ઞાન મિથ્યા છે. તે મિથ્યા જ્ઞાનનું લક્ષ્ય આત્મા
નથી પણ તેનું લક્ષ્ય તો એકાંત વ્યવહાર છે, માટે તે મિથ્યા જ્ઞાન આત્માનું લક્ષણ નથી. સ્વસન્મુખ જ્ઞાનથી
લક્ષિત થવા યોગ્ય આત્મા છે, તેની જેને ખબર નથી એવા જીવને અહીં આત્માનું લક્ષણ ઓળખાવ્યું છે. તે
લક્ષણને ઓળખતાં આત્માની પ્રસિદ્ધિ થયા વિના રહેતી નથી.
*
(વીર સં. ૨૪૭પ મહાવીર–નિર્વાણ–કલ્યાણક)
આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવ્યો છે; ત્યાં આત્મા રાગાદિ સ્વરૂપે નથી એમ બતાવવા માટે તેને
જ્ઞાનમાત્ર કહ્યો છે; ‘જ્ઞાનમાત્ર’ કહેવાથી શ્રદ્ધા, ચારિત્ર વગેરે ધર્મોનો નિષેધ ન સમજવો, તે તો બધા
‘જ્ઞાનમાત્ર’ માં ભેગાં જ આવી જાય છે. જ્ઞાનમાત્ર કહેતાં પરનો અને વિકારનો તો નિષેધ થાય છે પણ
આત્માના અનંત ધર્મોનો નિષેધ નથી થતો. જેને આત્માનું ભાન નથી તેવા જીવને લક્ષણદ્વારા આત્માની
ઓળખાણ કરાવવા માટે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે; જ્ઞાન તે આત્માનું લક્ષણ છે અને

PDF/HTML Page 8 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૭ઃ
તેના વડે આત્મા ઓળખાય છે. જો જ્ઞાનલક્ષણથી આત્માને ઓળખે તો આત્મા સાથે જ્ઞાનની એકતા પ્રગટે ને
વિકાર ટળે.
જે જ્ઞાન આત્માને લક્ષ્ય બનાવે તે જ્ઞાન જ આત્માનું લક્ષણ છે. જે જ્ઞાન સ્વલક્ષને ચૂકીને એકલા પરને
જ લક્ષ્ય બનાવે તે જ્ઞાન પરનું લક્ષણ થઈ જાય છે–એટલે કે મિથ્યાજ્ઞાન થઈ જાય છે. જાણનારું જ્ઞાન તો
આત્માનું છે, તેથી આત્મા સાથે એકતા કરીને જાણે તેને જ ખરું જ્ઞાન કહેવાય, ને એવું જ્ઞાનલક્ષણ જ આત્માની
પ્રસિદ્ધિ કરે છે. પરભવમાં કયાં હતો તે ભલે જાણે, નરક–સ્વર્ગને ભલે જાણે, પણ જો આત્માને ન જાણે તો તે
જ્ઞાને જાણવાયોગ્ય આત્માને ન જાણ્યો એટલે કે આત્માને પ્રસિદ્ધ ન કર્યો તેથી તે જ્ઞાનને આત્માનું લક્ષણ નથી
કહેવાતું. અજ્ઞાનીને આત્માની તો ખબર નથી ને આત્માના જ્ઞાનલક્ષણની પણ ખબર નથી. તે તો એમ માને છે
કે ‘આ બધી પરવસ્તુઓને જાણે છે તે જ્ઞાન જ આત્માનું લક્ષણ છે,’ એટલે તે પરનું લક્ષ છોડીને સ્વ તરફ
વળતો નથી. ખરેખર, પરને જ જાણે એવું જ્ઞાનલક્ષણ નથી; જ્ઞાનલક્ષણ તો એવું છે કે આત્માને જાણે. જો
જ્ઞાનલક્ષણને ઓળખે તો આત્માને ઓળખ્યા વગર રહે નહિ.
જ્ઞાનલક્ષણ કોનું?–આત્માનું. તે જ્ઞાનલક્ષણ આત્માને પરપણે કે વિકારપણે તો નથી બતાવતું, ને એકલા
જ્ઞાનગુણને પણ નથી બતાવતું, પરંતુ અનંત ગુણના પિંડરૂપ આત્મદ્રવ્યને તે બતાવે છે. એવા આત્માને લક્ષમાં ન
લેતાં, જે જ્ઞાન ભેદ–વિકાર કે પરના લક્ષમાં અટકે તે જ્ઞાન આત્માનું લક્ષણ નથી. જે જ્ઞાન આત્મા તરફ વળીને
આત્માને લક્ષ્ય કરે–ધ્યેય કરે–સાધ્ય કરે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે, ને તે જ્ઞાનની સ્વ–પર પ્રકાશક શક્તિ ખીલી
થઈ હોવાથી તે પરને પણ જાણે છે.
અજ્ઞાની જીવ દ્રવ્યલિંગી દિગંબર જૈનસાધુ થયો ને પંચમહાવ્રત પાળીને નવમી ગ્રૈવેયક સુધી ગયો, પણ
તેનેય આત્માના જ્ઞાનલક્ષણની ખબર ન પડી; જ્ઞાનવડે તેણે આત્માને પ્રસિદ્ધ ન કર્યો પણ જ્ઞાનને રાગ સાથે
એકમેક માનીને તેણે વ્યવહારની જ પ્રસિદ્ધિ કરી. રાગથી જુદું જ્ઞાન કેવું હોય તે તેણે ન જાણ્યું. જો જ્ઞાનલક્ષણને
જાણે તો આત્મા જણાયા વગર રહે નહિ.
જેને લક્ષણ અપ્રસિદ્ધ છે તેને લક્ષ્ય અપ્રસિદ્ધ છે;
જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને લક્ષ્ય પ્રસિદ્ધ થયા વિના રહે નહિ. એટલે અહીં જ્ઞાનલક્ષણ વડે આત્માની
પ્રસિદ્ધિ કરાવવા માટે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે. લક્ષણ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ થાય જ–એવી વાત અહીં લીધી છે.
પૂર્વે અનંતકાળમાં જીવ શાસ્ત્રો ભણ્યો ને વ્યવહાર ચારિત્ર પાળ્‌યું, પણ રાગથી મારું જ્ઞાન જુદું છે–એમ
જ્ઞાનલક્ષણની પ્રસિદ્ધિ (પ્ર + સિદ્ધિ = વિશેષપણે નિર્ણય, ઓળખાણ) ન કરી તેથી આત્માને ન જાણ્યો અને
ભવભ્રમણ ન મટયું. રાગથી જ્ઞાનને જુદું જાણીને જો અંતરમાં વાળે તો તે જ્ઞાનલક્ષણ વડે ભગવાન આત્માની
પ્રસિદ્ધિ થાય છે ને ભવભ્રમણ ટળી જાય છે.
*
દરેક આત્મા પોતે અનંત શક્તિનો પિંડ ચૈતન્ય પરમેશ્વર છે, તેને બતાવવાની આ વાત ચાલે છે. તે કઈ
રીતે જણાય?–તે જ્ઞાનલક્ષણથી જ જણાય છે. એ સિવાય બીજું ગમે તે કરે તો તે આત્માને જાણવાનો ઉપાય
નથી. જ્ઞાનને સ્વમાં વાળીને દ્રવ્યનું લક્ષણ કરવું તે ધર્મ છે.
જુઓ, આમાં વ્યવહાર શું આવ્યો?–કે ‘જ્ઞાનલક્ષણ વડે આત્મા જણાય’ એટલો લક્ષ્ય–લક્ષણ ભેદનો
વ્યવહાર અહીં લીધો છે. એ સિવાય શુભરાગ વડે આત્મા જણાય–એવો વ્યવહાર નથી લીધો, કેમ કે તે તો
અનાદિથી કરી જ રહ્યો છે. જ્ઞાનલક્ષણ વડે આત્મા જણાય એવા ભેદરૂપ જે વ્યવહાર અહીં કહ્યો છે તે વ્યવહાર
અનાદિથી કરેલો નથી પણ નવો પ્રગટે છે. આ તો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. એકલો મંદકષાય તો
અનાદિકાળથી કરી ચૂકયો છે, તે મંદકષાયનો નિષેધ કરીને તેને વ્યવહાર કહેવડાવનારો નિશ્ચયસ્વભાવ જો ન
જાગ્યો તો તે મંદકષાયને વ્યવહાર કોણ કહેશે? નિશ્ચય વગર વ્યવહાર કોનો? રાગરહિત નિશ્ચયસ્વભાવને
જાણ્યો ત્યારે જ મંદકષાયરૂપ શુભરાગમાં વ્યવહારનો આરોપ આવે છે. વ્યવહારને વ્યવહાર તરીકે જાણનારું જ્ઞાન
પોતે વ્યવહાર સાથે ભળીને નથી જાણતું પણ પોતે રાગથી (–વ્યવહારથી) જુદું પડીને વ્યવહારને જાણે છે.
વ્યવહારનો નિષેધ કરનારો નિશ્ચય જ્યાં નથી જાગ્યો ત્યાં

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૯૭
વ્યવહારને વ્યવહાર તરીકે કહેશે કોણ? અખંડ પરિપૂર્ણ આત્મદ્રવ્યનું લક્ષ કરતાં શ્રદ્ધા વગેરે અનંત ગુણોની
પ્રસિદ્ધિ થાય છે. જો જ્ઞાન વડે તે આત્મદ્રવ્યનું લક્ષ કરે તો દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધાને, નવતત્ત્વના જ્ઞાનને કે
મંદકષાયને ઉપચારથી વ્યવહાર કહેવાય.
અહીં તો એકદમ અંતરમાં લઈ જવો છે તેથી સ્થૂળ વ્યવહારની વાત ન લેતાં પોતામાં ને પોતામાં જ
લક્ષ્ય–લક્ષણ ભેદરૂપ વ્યવહાર લીધો છે.
‘આત્મસિદ્ધિ’ માં એમ કહ્યું છે કે–
‘ત્યાગ વૈરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.’ તેમાં નાસ્તિથી મંદકષાય પુરતી વાત લીધી છે.
અને અહીં એમ કહે છે કે–
‘લક્ષણને જાણ્યા વિના, થાય ન લક્ષ્યનું જ્ઞાન.’ અહીં તો આત્મસ્વભાવની બહુ નજીક લાવીને વાત કરી
છે. ‘જ્ઞાન તે આત્મા’ એટલો ભેદ પાડીને અભેદ આત્માનું લક્ષ કરાવે છે કે જો ભાઈ! આ તારું જ્ઞાન જાણે છે
ને? તે જ્ઞાન આત્મા છે. જે જ્ઞાન બહારમાં વળે છે તેને બદલે જ્ઞાનને અંતરમાં વાળ, તો તે જ્ઞાન વડે આત્માની
પ્રસિદ્ધિ થાય છે. ‘આત્મા જ્ઞાનમય છે’ એમ કહેતાં જ્ઞાન તે લક્ષણ છે ને આત્મા લક્ષ્ય છે એવો જે ભેદ પડે તેને
વ્યવહાર કહ્યો, પણ તે ભેદનો ય નિષેધ કરીને અભેદ આત્માનું લક્ષ થાય જ–એવી શૈલિની આ વાત છે.
*
જ્ઞાનલક્ષણદ્વારા આત્માને ઓળખાવવા માટે લક્ષ્ય–લક્ષણના ભેદ પાડીને સમજાવ્યું કે જ્ઞાનલક્ષણ
આત્માને પ્રસિદ્ધ કરે છે; ત્યાં શિષ્ય ફરીથી પૂછે છે કે ‘પ્રભો! એવું કયું લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી
ભિન્ન પ્રસિદ્ધ થાય છે? જ્ઞાનથી જુદું એવું કયું લક્ષ્ય છે કે જેને આ જ્ઞાનલક્ષણ પ્રસિદ્ધ કરે છે? જેને તમે
જ્ઞાનલક્ષણથી સમજાવવા માગો છો તે ચીજ શું જ્ઞાનથી જુદી છે? જ્ઞાનની પ્રસિદ્ધિ વડે આત્માની પ્રસિદ્ધિ થાય છે.
એમ કહ્યું તો શું જ્ઞાનની પ્રસિદ્ધિ અને આત્માની પ્રસિદ્ધિ જુદી જુદી છે?’ જુઓ, શિષ્યને જ્ઞાન અને આત્મા
એવો લક્ષ્યલક્ષણનો ભેદ પણ ખટકે છે તેથી આ પ્રશ્ન ઊઠયો છે. અંતરમાં એકદમ નજીક આવેલા શિષ્યનો આ
પ્રશ્ન છે. આત્માને પકડવા જતાં ગુણગુણી ભેદનો વિકલ્પ ઊઠે છે તેને પણ છોડીને અભેદ આત્માના અનુભવ
માટેનો આ પ્રશ્ન છે.
આચાર્યદેવ તેને ઉત્તર આપે છે કે–ભાઈ, જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી, કારણ કે જ્ઞાન અને આત્માને
દ્રવ્યપણે અભેદ છે. તને ઓળખાવવા માટે લક્ષ્ય–લક્ષણના ભેદથી કહ્યું હતું, પણ વસ્તુપણે તો અભેદ છે.
જ્ઞાનને જ્યાં આત્મસ્વભાવ તરફ વાળ્‌યું ત્યાં તે જ્ઞાન અને આત્મા અભેદ જ છે. જ્ઞાનપર્યાયને અંતરમાં
વાળતાં તે દ્રવ્ય સાથે અભેદ થઈ જાય છે તેથી જ્ઞાનને અને આત્માને દ્રવ્યથી અભેદપણું છે; નામભેદ,
પ્રયોજનભેદ, લક્ષ્ય–લક્ષણ ભેદ હોવા છતાં સ્વભાવથી ભેદ નથી. આત્મા રાગાદિથી તો ભિન્ન પ્રસિદ્ધ થાય છે
પણ જ્ઞાનથી ભિન્ન પ્રસિદ્ધ થતો નથી. જ્ઞાનની પ્રસિદ્ધિથી આત્માની પ્રસિદ્ધિ જુદી નથી, જે જ્ઞાનની પ્રસિદ્ધિ છે
તે જ આત્માની પ્રસિદ્ધિ છે. જેને અભેદ આત્માનો ખ્યાલ નથી તેને લક્ષ્ય–લક્ષણના ભેદ પાડીને સમજાવીએ
છીએ, પણ વસ્તુપણે જ્ઞાન અને આત્મા જુદા નથી. જ્યારે જ્ઞાનપર્યાય સ્વતરફ વળીને એકાગ્ર થઈ ત્યારે તેને
લક્ષણ કહેવાયું અને આત્મા તેનું લક્ષ્ય થયો, એ રીતે લક્ષ્ય–લક્ષણની પ્રસિદ્ધિ એક સાથે જ છે. જ્ઞાન
આત્મામાં એકાગ્ર થયું ત્યાં લક્ષ્યલક્ષણ ભેદનો વિકલ્પ પણ ન રહ્યો ને દ્રવ્ય–પર્યાય અભેદ થયા; માટે
જ્ઞાનલક્ષણથી જુદું કોઈ લક્ષ્ય નથી. લક્ષ્યલક્ષણ અભેદ છે.
*
શિષ્ય ફરી પૂછે છે કેઃ જો જ્ઞાન અને આત્મા અભેદ છે, જુદા નથી, તોપછી તેમાં ભેદ પાડીને કેમ કહ્યું?
જો બંને જુદા ન હોય તો જ્ઞાન લક્ષણ અને આત્મા લક્ષ્ય એવા ભેદ કેમ કર્યા?
તેનો ઉત્તરઃ પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે.
જ્ઞાન પોતે પ્રસિદ્ધ છે અને તે જ્ઞાન વડે આત્માને પ્રસિદ્ધ કરવામાં આવે છે. લોકો જ્ઞાનમાત્રને તો સ્વ–સંવેદનથી
જાણે છે. પેટમાં દુઃખે છે, માથું દુઃખે છે એમ કોણે જાણ્યું?–જ્ઞાને જાણ્યું. એ રીતે જ્ઞાન તો પ્રસિદ્ધ છે. પણ અજ્ઞાની
તે જ્ઞાન વડે એકલા પરની પ્રસિદ્ધિ કરે છે તેથી તે જ્ઞાનને સ્વસન્મુખ કરીને આત્માની

PDF/HTML Page 10 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૯ઃ
પ્રસિદ્ધિ કરવા માટે, આત્માનો અને જ્ઞાનનો લક્ષ્ય–લક્ષણ ભેદ પાડીને સમજાવ્યું છે.
ખાલી ચડે ને અંદર ઝમઝમાટ થાય તેને જાણ્યું કોણે?–જ્ઞાને જાણ્યું; તે જ્ઞાન કોનું?–કે મારું; તું કોણ?–કે
આત્મા; માટે જ્ઞાન કરે તે આત્મા છે. રાગ–દ્વેષ તે આત્મા નથી.–આમ સમજે તો જ્ઞાનનું લક્ષ આત્મા તરફ જાય
અને આત્માનો અનુભવ થાય. ભાઈ! આ બધું જાણે છે તે જ્ઞાન તો આત્માનું છે, માટે તે જ્ઞાનને આત્મા તરફ
વાળ. આત્માના વલણમાં રહીને સ્વ–પરને જાણે તેવી જ્ઞાનની તાકાત છે. લોકો સામાન્યપણે જ્ઞાનને તો જાણે છે,
તેથી જ્ઞાન તો તેમને પ્રસિદ્ધ છે પણ જ્ઞાન જેનું લક્ષણ છે એવા આત્માને તેઓ જાણતા નથી એટલે આત્મા
અનાદિથી અપ્રસિદ્ધ છે; તેથી પ્રસિદ્ધ એવા જ્ઞાનવડે, અપ્રસિદ્ધ આત્માને પ્રસિદ્ધ કરાવવા માટે લક્ષણ અને લક્ષ્ય
એવા વિભાગ પાડીને સમજાવ્યું છે.
લોકો કહે છે કે અમને પૈસા, મકાન, પુસ્તક વગેરેનું જ્ઞાન થાય છે, એટલે જ્ઞાનને તો કબૂલે છે, પણ
તે જ્ઞાનનું લક્ષ્ય પરને જ બનાવે છે, જાણે કે પર તરફ જ વલણ કરીને જાણવાનું જ્ઞાનનું સ્વરૂપ હોય એમ
માને છે. તેને અહીં સમજાવે છે કે જ્ઞાનનું લક્ષ્ય તો આત્મા છે. માટે જ્ઞાનને આત્મા તરફ વાળીને તે
જ્ઞાનલક્ષણ વડે આત્માને પ્રસિદ્ધ કર. આ ટીકાનું નામ ‘આત્મખ્યાતિ’ છે, આત્મખ્યાતિ એટલે આત્માની
પ્રસિદ્ધિ, આત્માનો અનુભવ; તે આત્મપ્રસિદ્ધિ કેમ થાય તેની આ વાત ચાલે છે. જ્ઞાનલક્ષણવડે જ
આત્માની પ્રસિદ્ધિ થાય છે.
પહેલાં તો સત્સમાગમે આવા સત્યનું શ્રવણ કરવું જોઈએ. જ્યાં સત્યનું શ્રવણ પણ નથી ત્યાં ગ્રહણ
નથી, ગ્રહણ નથી ત્યાં ધારણા નથી, ધારણા નથી ત્યાં રુચિ નથી અને રુચિ નથી ત્યાં પરિણમન થતું નથી. જેને
આત્માની રુચિ હોય તેને પ્રથમ તેનું શ્રવણ, ગ્રહણ અને ધારણ તો હોય જ છે. અહીં તો હવે શ્રવણ, ગ્રહણ,
ધારણ અને રુચિ પછી અંતરમાં તેનું પરિણમન કેમ થાય તેની આ વાત છે.
આત્માનું સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થતાં આત્મા પ્રસિદ્ધ થયો એમ કહેવાય છે. વ્રત–તપ વગેરેનો
શુભરાગ તે આત્માની પ્રસિદ્ધિનું સાધન નથી, પણ જ્ઞાનને અંતરમાં વાળવું તે એક જ ભગવાન આત્માની
પ્રસિદ્ધિનું સાધન છે.
*
જ્ઞાન લક્ષણ કેવા આત્માને પ્રસિદ્ધ કરે છે? જ્ઞાનની સાથે અવિનાભૂત એવા અનંતધર્મોના સમુદાયરૂપ
મૂર્તિ આત્મા છે તેને જ્ઞાન પ્રસિદ્ધ કરે છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં એકલો જ્ઞાનગુણ જુદો પડીને લક્ષમાં
નથી આવતો પણ જ્ઞાનાદિ અનંતગુણોનો પિંડ આત્મા લક્ષમાં આવે છે. આત્મા અનંતધર્મોના સમુદાયરૂપ મૂર્તિ
છે એમ કહીને અહીં અનેકાંત સિદ્ધ કર્યો. અનંતધર્મો કહેવામાં જ્ઞાનની ઘણી વિશાળતા છે.
જુઓ! અહીં આત્માને અનંતધર્મોવાળો કહેતાં ત્રિકાળ શુદ્ધ ધર્મો જ બતાવવા છે, ત્રણે કાળે
જ્ઞાનની સાથે રહેલા છે એવા નિર્મળ ધર્મો જ અહીં લેવાના છે; વિકારને અહીં આત્માનો ધર્મ ગણ્યો નથી.
કોઈ વાર એક સમયની પર્યાયમાં વિકાર થાય તેને પણ આત્માનો ધર્મ કહેવામાં આવે છે. પણ અહીં તો
આત્માની શુદ્ધ શક્તિઓનું જ વર્ણન છે. જ્ઞાનલક્ષણ છે તે આત્માને વિકારથી તો જુદો બતાવે છે, માટે
અહીં આત્માને અનંત ધર્મોવાળો કહ્યો તેમાં વિકારી ધર્મો ન લેવા. અહીં તો જ્ઞાનલક્ષણથી શુદ્ધ આત્મદ્રવ્યનું
લક્ષ કરાવવું છે. જ્ઞાનમાં ધ્યેય કોને બનાવવું તેની આ વાત છે. આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહેતાં, જ્ઞાનની
સાથે રહેલા રુચિ–પ્રતીતિ, સ્થિરતા, આનંદ, પ્રભુત્વ, સ્વચ્છત્વ વગેરે અનંતધર્મોના પિંડરૂપ આત્માને ધ્યેય
બનાવવો. જ્ઞાનને અંતર્મુખ કરીને એવા આત્માને ધ્યેય બનાવતાં આત્માની પ્રસિદ્ધિ થાય છે એટલે કે
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન પ્રગટે છે.
‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં ‘રાગ તે આત્મા નથી’ એમ સાબિત થઈ જાય છે; કેમ કે જ્ઞાન
લક્ષણથી રાગ લક્ષિત નથી થતો, પણ જ્ઞાનલક્ષણવડે અનંતધર્મવાળું આત્મદ્રવ્ય જ લક્ષિત થાય છે. અહીં
આચાર્યદેવ એમ કહે છે કે હે ભાઈ! જાણવામાં પર તરફનું કે રાગ તરફનું વલણ જાય તે તારું સ્વલક્ષણ
નથી, જ્ઞાન સાથે ત્રિકાળ અવિનાભાવી સ્વભાવવાળા અનંતગુણના પિંડસ્વરૂપ આત્મા છે તે તરફ જ્ઞાનનું
લક્ષ કર. રાગાદિ

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૯૭
તો ખરેખર જ્ઞાનથી ભિન્ન છે માટે તે રાગાદિ ભાવોને જ્ઞાનનું લક્ષ્ય ન બનાવ. આત્મા તરફ વળતું જ્ઞાન તે જ
તારું સ્વલક્ષણ છે, ને એવા સ્વલક્ષણથી જ આત્માનો અનુભવ થાય છે.
અહીં તો આચાર્યદેવ લક્ષણ અને લક્ષ્યને અભેદ બતાવે છે. જે લક્ષણ છૂટી જાય તે ખરેખર વસ્તુનું
શાશ્વત લક્ષણ નથી. આત્મા રાગી–દ્વેષી છે એમ કહેવું તે ખરેખર આત્માનું લક્ષણ નથી, તે રાગાદિભાવો
તો આત્માથી છૂટા પડી જાય છે. આત્મા ત્રિકાળ છે તેની સાથે એકમેકપણે રહીને આત્માને ઓળખાવે તે જ
આત્માનું લક્ષણ છે. માટે અહીં જ્ઞાનમાત્ર લક્ષણવડે આત્માને ઓળખાવ્યો છે. આત્મામાં એક જ્ઞાનગુણ જ
નથી પણ અનંત ધર્મો છે; આત્માના સ્વભાવમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર–આનંદ–સ્વચ્છત્વ–પ્રભુત્વ આદિ
અનંત ધર્મો છે; એવા આત્માને જ્ઞાનદ્વારા ઓળખાવે છે. આત્મામાં એક સાથે અનંત ધર્મો છે, કાળ
અપેક્ષાએ તો અનંત છે ને સંખ્યા અપેક્ષાએ પણ અનંત શક્તિઓ એક સાથે રહેલી છે. એક સાથે રહેલી
અનંતી શક્તિઓ અને તેના ક્રમે ક્રમે થતા અનંત નિર્મળ અંશો–એવા અનંતધર્મની મૂર્તિ આત્મા છે તેને
જ્ઞાન ઓળખાવે છે.
જેમ નકશામાં જુદા જુદા રંગદ્વારા જુદા જુદા રાજ્યની હદ ઓળખાવે છે તેમ અહીં જ્ઞાનલક્ષણથી
આત્માને ઓળખાવે છે કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જ્ઞાન સાથે અભેદપણે જેટલા ધર્મો
જણાય તે બધો ય આત્મા છે, રાગાદિ ભાવો તે આત્માની હદથી બહાર છે, કેમ કે તેમાં જ્ઞાન વ્યાપતું નથી.
જ્ઞાન અનંતધર્મવાળા આત્માને પ્રસિદ્ધ કરે છે; માટે તે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, ક્રમરૂપ
અને અક્રમરૂપ પ્રવર્તતો, જ્ઞાન સાથે અવિનાભાવી એવો જે અનંતધર્મસમૂહ લક્ષિત થાય છે તે સઘળો ય
ખરેખર એક આત્મા છે.–આવો આત્મા બતાવવા માટે જ આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવે છે.
*
(વીર સં. ૨૪૭પઃ કારતક સુદ ૧)
આત્માનું લક્ષણ જ્ઞાન છે, તેનાથી આત્મા જણાય છે. ઘણા પદાર્થોમાંથી કોઈ એક ખાસ પદાર્થને
જુદો પાડીને જે ઓળખાવે તેને લક્ષણ કહેવાય છે. જ્ઞાન છે તે આત્માને બધા પરદ્રવ્યો અને પરભાવોથી
જુદો બતાવે છે તેથી તે આત્માનું લક્ષણ છે. રાગાદિભાવો તે આત્માનું લક્ષણ નથી પણ બંધનું લક્ષણ છે.
રાગની સામે જોતાં આત્મા નથી ઓળખાતો માટે રાગ તે આત્માથી ભિન્ન છે. જ્ઞાનલક્ષણ અને આત્મા
પરમાર્થે અભેદ છે; તેથી જ્ઞાનલક્ષણને ઓળખતાં આત્મા પણ ઓળખાય છે. આત્મામાં અનંત ધર્મો હોવા
છતાં તેને જ્ઞાનમાત્ર કહીને ઓળખાવ્યો છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરને જાણવાનો હોવાથી તે બધા જીવોને
પ્રસિદ્ધ છે, જ્ઞાન સિવાય જે શ્રદ્ધા–સુખ વગેરે અનંતધર્મો છે તેઓ પોતે પોતાને કે પરને જાણતા નથી; માટે
જ્ઞાનને જ લક્ષણ કહ્યું છે. તે જ્ઞાનલક્ષણવડે અનંતગુણની મૂર્તિ એવો આત્મા જ પ્રસિદ્ધ કરવા યોગ્ય–જાણવા
યોગ્ય–ધ્યાન કરવા યોગ્ય–લક્ષ્ય કરવા યોગ્ય છે; જ્ઞાન અંતર્મુખ થઈને તેવા આત્માને જ જાણે છે–પ્રસિદ્ધ
કરે છે–ધ્યાવે છે–લક્ષમાં લ્યે છે. અજ્ઞાનીઓ તો રાગને અને પરને જાણવામાં અટકે તેને જ જ્ઞાન માને છે
એટલે તેઓ રાગ સાથે જ્ઞાનને એકમેક કરીને, જ્ઞાનલક્ષણ જાણે કે રાગનું જ હોય એમ માને છે તેથી તેમને
રાગની જ પ્રસિદ્ધિ થાય છે, પણ રાગથી ભિન્ન એવા જ્ઞાનની કે આત્માની પ્રસિદ્ધિ થતી નથી.–એનું નામ
અધર્મ છે. જો જ્ઞાનને રાગથી જુદું ઓળખે એટલે રાગ સાથે જ્ઞાનની એકતા છોડીને સ્વભાવ સાથે એકતા
પ્રગટ કરે, તો રાગરહિત જ્ઞાનલક્ષણની અને આત્માની પ્રસિદ્ધિ થાય.–તેનું નામ ધર્મ છે. જે જ્ઞાન આત્માને
રાગથી જુદો પ્રસિદ્ધ કરે તે જ ખરું જ્ઞાન છે; જે જ્ઞાન આત્માને તો પ્રસિદ્ધ ન કરે ને એકલા રાગને જ
પ્રસિદ્ધ કરે તે ખરેખર જ્ઞાન જ નથી, કેમ કે તે તો રાગમાં તન્મય થઈ ગયું છે તેથી તેને જ્ઞાન જ નથી
કહેતા. જ્ઞાન આત્માનું લક્ષણ છે.–પણ કયારે? કે આત્માને લક્ષ્ય બનાવે ત્યારે. એટલે આચાર્યદેવ કહે છે કે
જ્ઞાનવડે લક્ષમાં લેવાયોગ્ય આત્મા જ છે.
જીવનું લક્ષણ જ્ઞાન છે, અને જ્ઞાન સ્વસંવેદનથી સિદ્ધ છે, જ્ઞાન પોતે પોતાને જાણે છે, જ્ઞાનને જાણવા
માટે જ્ઞાનથી જુદા કોઈ પદાર્થની જરૂર પડતી નથી, માટે જ્ઞાન પ્રસિદ્ધ છે. જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં સ્વને
કે પરને જાણવાનું સામર્થ્ય નથી. જ્ઞાન સ્વ–પરને

PDF/HTML Page 12 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૧૧ઃ
જાણનારું છે. જ્ઞાન રાગને જાણે પણ રાગને કરે નહિ. જ્ઞાન સ્વને તો જાણે અને કરે, એમ પોતામાં બંને બોલ
લાગુ પડે છે; અને જ્ઞાન પરને જાણે પણ પરનું કરે નહિ, એમ પરમાં એક જ બોલ લાગુ પડે છે. આવા જ્ઞાનવડે
પરની ક્રિયાની કે રાગની તો પ્રસિદ્ધિ નથી થતી, તેમ જ એકલા પરને જાણવાની પણ પ્રસિદ્ધિ નથી થતી, પણ
અનંત ધર્મના ચૈતન્યપિંડ એવા આત્માની જ પ્રસિદ્ધિ થાય છે. આમ જે આત્માની પ્રસિદ્ધિ કરે તેણે જ જ્ઞાનને
જ્ઞાન તરીકે ઓળખ્યું કહેવાય.
અજ્ઞાની જીવ પોતાના સ્વલક્ષ્યને ભૂલીને જ્ઞાનવડે પરની પ્રસિદ્ધિ કરવા જાય છે, તેને જ્ઞાનલક્ષણની જ
ખબર નથી. લક્ષણ તો એવું હોય કે જે પોતાના લક્ષ્યને જણાવે. જો લક્ષ્યને ન જણાવે તો તે ખરેખર લક્ષણ નથી
પણ લક્ષણાભાસ છે. જ્ઞાન તો તેને કહેવાય કે જે આત્માને જ લક્ષ્ય કરે–ઓળખાવે. જો પોતાના આત્માને ન
ઓળખાવે તો તે જ્ઞાનાભાસ છે. પોતાનું જ્ઞાન તે પોતાના આત્માનું જ લક્ષણ છે, માટે પોતાના જ્ઞાનવડે પોતાના
અનંતધર્મસ્વરૂપ આત્માને જ લક્ષિત કરવો, જ્ઞાનને સ્વ તરફ વાળીને આત્માને અનુભવવો.–તે જ લક્ષણલક્ષ્યને
જાણવાનું તાત્પર્ય છે.
જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે, તે આત્મા અનંત ગુણોના સમુદાયસ્વરૂપ છે. જ્ઞાનની સાથે જ અનંત ગુણો
રહેલા છે, તે દરેક ગુણના લક્ષણ જુદા જુદા છે છતાં દ્રવ્યપણે તે બધા ગુણોનો એક જ ભાવ છે, એક દ્રવ્ય જ તે
બધા ધર્મોવાળું છે. આગળ ૨૭ મી શક્તિમાં કહેશે કે વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ જેનું
લક્ષણ છે એવી અનંતધર્મત્વશક્તિ છે; એટલે કે ગુણ અપેક્ષાએ દરેક ગુણનું લક્ષણ ભિન્ન ભિન્ન હોવા છતાં તે
બધાના અભેદ–પિંડરૂપ દ્રવ્ય એક છે.
જ્ઞાનનું લક્ષણ સ્વ–પરપ્રકાશકપણું,
સમ્યક્ત્વનું લક્ષણ નિર્વિકલ્પ પ્રતીતિ,
ચારિત્રનું લક્ષણ એકાગ્રતા,
આનંદનું લક્ષણ આહ્લાદ,
અસ્તિત્વનું લક્ષણ હોવાપણું,
પ્રભુત્વનું લક્ષણ સ્વતંત્રતાથી શોભિતપણું;
–એમ અનંતા ગુણોનું લક્ષણ જુદું છે, એટલે લક્ષણભેદે બધા ગુણોને પરસ્પર ભેદ છે, છતાં દ્રવ્ય તો બધા
ગુણોનો એકરૂપ પિંડ છે, જ્ઞાનમાત્ર આત્મામાં બધાય ધર્મો સમાઈ જાય છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં જ
અનંતધર્મોનો એક સમૂહ લક્ષિત થાય છે તે આત્મા છે.
દર્શન, જ્ઞાન, ચારિત્ર ઇત્યાદિ અનેક ભેદોને જ્ઞાન જાણે ભલે, પણ તે જ્ઞાનવડે લક્ષિત તો અનંત ધર્મોથી
અભેદ એવો આત્મા જ છે. ભેદોને જાણનારું જ્ઞાન જો એકલા ભેદને જ લક્ષ્ય કરે ને અભેદ આત્માને લક્ષ્ય ન કરે
તો ત્યાં ખરેખર જ્ઞાનની પ્રસિદ્ધિ નથી પણ એકલા ભેદની જ પ્રસિદ્ધિ છે; જ્ઞાનની પ્રસિદ્ધિ વગર આત્માની પ્રસિદ્ધિ
પણ થતી નથી. જ્ઞાન ભેદને પણ જાણે ખરું, પરંતુ અભેદ આત્માના લક્ષપૂર્વક ભેદને જાણે.
જ્ઞાનનો સ્વભાવ સ્વ–પરપ્રકાશક હોવાથી તે પરને અને રાગાદિને જાણે ખરું; પણ પરને કે રાગને
જાણતાં જ્ઞાનલક્ષણ પરનું કે રાગનું થઈ જતું નથી, જ્ઞાનલક્ષણ તો આત્માનું જ રહે છે. એટલે કે પરને જાણતું
જ્ઞાન પણ આત્મા સાથે એકતા રાખીને પરને જાણે છે, પર સાથે કે રાગ સાથે એકતા કરીને જાણતું નથી. જ્ઞાન
રાગને જાણે ત્યાં તે જ્ઞાન રાગનું લક્ષણ થઈ જતું નથી, તેમ જ રાગ જ્ઞાનમાં જણાય તેથી કાંઈ તે રાગ જ્ઞાનનું
લક્ષણ થઈ જતો નથી, બંને ભિન્ન જ રહે છે. એ જ પ્રમાણે પોતાના ગુણોમાં પણ સૂક્ષ્મ વાત લઈએ તો, જ્ઞાન છે
તે શ્રદ્ધા વગેરેના લક્ષણને જાણે છે ખરું, પણ શ્રદ્ધાના લક્ષણ વડે જ્ઞાન લક્ષિત થતું નથી; તેમજ શ્રદ્ધાને જાણનારું
જ્ઞાન તે શ્રદ્ધાનું લક્ષણ થઈ જતું નથી, કેમ કે જ્ઞાન વડે એકલો શ્રદ્ધાગુણ જ લક્ષિત નથી થતો પણ એવા એવા
અનંતગુણની મૂર્તિ આત્મા લક્ષિત થાય છે. જ્ઞાન બીજાને જાણે છે ખરું પણ બીજાનું લક્ષણ થતું નથી. અભેદ
આત્માના લક્ષપૂર્વક ભેદને જાણનારું જ્ઞાન પણ અભેદ આત્માની જ પ્રસિદ્ધિ કરે છે. જ્યાં જ્ઞાને અભેદ આત્માને
લક્ષમાં લીધો ત્યાં લક્ષણ અને લક્ષ્ય બંને એક થઈ ગયા–અભેદ થઈ ગયા, અને ત્યારે જ તે જ્ઞાન આત્માનું
લક્ષણ થયું, તે જ્ઞાનલક્ષણે અનંતધર્મવાળા આત્માને પ્રસિદ્ધ કર્યો.–આનું જ નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે,
આ જ પ્રથમ ધર્મ છે.
આત્મામાં અનંત શક્તિઓ છે, તે બધાને જાણનારું તો જ્ઞાન છે; તે જ્ઞાન એકેક શક્તિને જુદી જુદી પ્રસિદ્ધ

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૯૭
નથી કરતું પણ અનંતશક્તિના એક પિંડરૂપ આત્માને પ્રસિદ્ધ કરે છે. ભિન્ન ભિન્ન અનંત ધર્મો હોવા છતાં તે
બધાય ધર્મો એક આત્મદ્રવ્યના જ છે, એવા અનંતધર્મસ્વરૂપ આત્માને જ્ઞાન પ્રસિદ્ધ કરે છે. જ્ઞાનલક્ષણને
ઓળખ્યા સિવાય આવો આત્મા અનુભવમાં–લક્ષમાં આવતો નથી. અભેદ આત્માને પકડવા જતાં ‘જ્ઞાન તે
આત્મા’ એવો લક્ષ્ય–લક્ષણ ભેદ વચ્ચે આવી જ જાય છે, જેણે આત્માને કદી જાણ્યો નથી તે જીવ જ્ઞાનલક્ષણ
વગર સીધું લક્ષ્યને (આત્માને) જાણી શકતો નથી. તેથી જ, આચાર્યદેવ કહે છે કે, અમે આત્માને જ પ્રસિદ્ધ
કરવા માટે જ્ઞાનલક્ષણ બતાવ્યું છે. જ્ઞાનલક્ષણ અનંતધર્મવાળા આત્માને પ્રસિદ્ધ કરે છે–બતાવે છે.
જુઓ! આજે બેસતા વર્ષે જ્ઞાનમૂર્તિ ભગવાન આત્માની પ્રસિદ્ધિની અપૂર્વ વાત આવી છે. અહો,
બધાયને જાણનારું જ્ઞાન.....પણ તે એક આત્માને જ પ્રસિદ્ધ કરે છે. જ્ઞાન જાણે બધાને, પણ તે બધાનું જ લક્ષણ
નથી; બધાને જાણતું જ્ઞાન તે આત્માનું જ લક્ષણ છે એટલે કે આત્માને લક્ષ્યમાં રાખીને બધાને જાણે તેવો
જ્ઞાનનો સ્વભાવ છે. આ રીતે જ્ઞાનલક્ષણ પોતાના ચૈતન્યમૂર્તિ આત્માને જ પ્રસિદ્ધ કરે છે.
અહો! જ્ઞાનથી પ્રસિદ્ધ થતો અનંત ધર્મનો ઢીંગ આત્મા, તે જ પોતાનો ધીંગધણી છે; આવા ચૈતન્યમૂર્તિ
ધીંગધણી આત્માને જોતાં જ અમારા અનાદિનાં દુઃખ અને દોહગ (દુર્ભાગ્ય) બંને ટળી ગયા. ભગવાન આત્મા
પોતે પ્રભુતાનો પિંડ વિમળસ્વરૂપ છે, તેને જોતાં જ સિદ્ધભગવાન જેવા સુખનો અનુભવ થયો, એટલે
અનાદિકાળના દુઃખ તો ટળી ગયા ને બાહ્યમાં દુર્ભાગ્યરૂપ પ્રતિકૂળતા પણ ટળી ગઈ. ધર્મીને જગતમાં એવી કોઈ
પ્રતિકૂળતા નિમિત્તરૂપે નથી કે જે તેને સાધકભાવમાં વિઘ્ન કરે. જ્યાં અંતરના ચૈતન્યભગવાન ધીંગધણીને
શ્રદ્ધા–જ્ઞાનમાં ધાર્યો ત્યાં બહારની પ્રતિકૂળતાને ગણકારે છે જ કોણ? જુઓ, આ બેસતા વર્ષનું માંગળિક થાય
છે. મંગળ એટલે સુખને આપે ને દુઃખને દૂર કરે. અનંત શક્તિસંપન્ન ચૈતન્યમૂર્તિ આત્માની દ્રષ્ટિ કરતાં અપૂર્વ
સુખસંપત્તિની ભેટ થઈ ને દુઃખ દૂર થયા તે જ ખરું મંગળ છે.
*
જ્ઞાનથી લક્ષમાં આવતો આત્મા કેવો છે તેનો આ મહિમા છે. જ્ઞાનલક્ષણથી તેને લક્ષમાં લીધા વિના
તેનો મહિમા સમજાય નહિ. જેમ આઠ આંકડાની કોઈ રકમ (૮૭૬પ૪૩૨૧) લખી હોય અને તેમાં એક
નવમો આંકડો ઉમેરો (૯૮૭૬પ૪૩૨૧) તો તેણે કરોડોની સંખ્યા વધારી છે. જેને ગણિતની ખબર નથી
તેને એમ લાગે છે કે આ એક નવડો મૂકયો; પણ ખરેખર તો તે નવડામાં કરોડોનો ભાવ સમાયેલો છે. તેમ
અહીં ‘જ્ઞાન તે આત્માનું લક્ષણ છે’ એમ આચાર્યભગવાને કહ્યું છે તેમાં ઘણા સૂક્ષ્મ ન્યાય છે, ઘણી ઊંડી
ગંભીરતા છે. અંતર્મુખ થઈને ખ્યાલમાં લ્યે તો તેની ગંભીરતા સમજાય તેમ છે. સાધારણ લોકોને એમ
લાગે છે કે આ શરીર, કબાટ વગેરે બધાને જાણે છે તે જ્ઞાનની વાત છે ને તે જ આત્માનું લક્ષણ છે.–પણ
એમ નથી. અહીં તો જ્ઞાનને અંર્તસ્વભાવ સન્મુખ કરીને આત્માને જાણે તેની વાત છે, અને તે જ્ઞાન જ
આત્માનું લક્ષણ છે. અનંત ગુણથી ભરપૂર પોતાનો આત્મા તે જ જ્ઞાનનું લક્ષ્ય છે. આવા લક્ષ્ય–લક્ષણને જે
ઓળખે તેને સમ્યગ્જ્ઞાન થયા વિના રહે નહિ.
ગુણોમાં ભેદ પાડવા તે પણ જ્ઞાનનું લક્ષ્ય નથી; જ્ઞાન તે ગુણોને જાણે ભલે, પણ તેનું લક્ષ્ય તો એક
આત્મા જ છે. અહીં ભેદને સિદ્ધ કરવા માટે જ્ઞાન અને આત્માનો લક્ષણ–લક્ષ્ય ભેદ નથી પાડયો, પણ જ્ઞાન
આત્મા તરફ વળીને આત્માને જ જાણે– એ રીતે જ્ઞાનલક્ષણ દ્વારા અભેદ આત્માની પ્રસિદ્ધિ કરવા માટે જ આ
લક્ષણ લક્ષ્ય ભેદ છે. જો કે સ્વ–પર, દ્રવ્ય–ગુણ–પર્યાય, નિશ્ચય–વ્યવહાર એ બધાને જાણનારું તો જ્ઞાન જ છે,
પણ જ્ઞાનમાં સ્વ–પરપ્રકાશકપણું કયારે થાય? કે જો જ્ઞાન લક્ષણ તો આત્માનું છે એમ નક્કી કરીને આત્માને
લક્ષ્ય બનાવે તો જ તે જ્ઞાનમાં સ્વ–પરપ્રકાશકપણું ખીલે, અને તે જ્ઞાન જ સ્વ–પરને કે નિશ્ચય–વ્યવહાર વગેરેને
સાચી રીતે જાણી શકે.
જ્ઞાન તે લક્ષણ છે ને આત્મા લક્ષ્ય છે,–પણ તે લક્ષણ અને લક્ષ્ય કયારે થાય? જ્ઞાનલક્ષણથી આત્માને
પકડવા જતાં જ્ઞાન અંતર્મુખ થાય છે માટે અંતર્મુખજ્ઞાન તે જ આત્માનું લક્ષણ છે. જ્યારે લક્ષણ અને લક્ષ્યની
સંધિ કરે એટલે કે જ્ઞાનને આત્મા તરફ વાળીને તે જ્ઞાનદ્વારા અખંડ આત્માને લક્ષમાં લ્યે ત્યારે જ આત્મા લક્ષ્ય
થાય અને જ્ઞાન લક્ષણ થાય.

PDF/HTML Page 14 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૧૩ઃ
જ્ઞાનલક્ષણ વડે જ્યાં આત્માને દેખ્યો કે તરત જ કેવળજ્ઞાન થવાની પ્રતીતિ થઈ જાય છે, કેમ કે
આત્મામાં તેવી શક્તિ પડી છે. તે શક્તિની પ્રતીતમાં વ્યક્તિની પ્રતીત પણ ભેગી થઈ જ જાય છે. આત્માનું
લક્ષણ જ્ઞાન છે, તે જ્ઞાન સ્વ–પરપ્રકાશક છે અને તેમાં રાગનો અભાવ છે–એમ જેણે નક્કી કર્યું તેને આત્મા તરફ
વળતાં જ્ઞાનનું સ્વ–પરપ્રકાશક સામર્થ્ય પૂરું ખીલી જશે અને રાગાદિ બિલકુલ નહિ રહે. જ્ઞાન તે આત્મા છે એમ
નક્કી કર્યું ત્યાં જ શ્રદ્ધામાંથી નિમિત્તનું–રાગનું–વ્યવહારનું અવલંબન ઊડી ગયું, ને જ્ઞાનદ્વારા અખંડ આત્મા જ
આદરણીય છે–એમ નક્કી થઈ ગયું. જે જ્ઞાન આત્માને ન જાણે તે જ્ઞાન આત્માનું લક્ષણ થતું નથી. જ્ઞાનનું જે
લક્ષ્ય છે તેને પ્રગટ કર્યા વિના લક્ષણ કોનું?
પ્રશ્નઃ– પહેલાં જ્ઞાન જણાય કે આત્મા?
ઉત્તરઃ– બંને સાથે જ જણાય છે. આત્માને લક્ષમાં લીધા વગર જ્ઞાનને લક્ષણ કોનું કહેવું? આત્માને
લક્ષમાં લઈને જ્ઞાન તેમાં અભેદ થયું ત્યારે આત્મા લક્ષ્ય થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. એ રીતે લક્ષણ અને
લક્ષ્યની પ્રસિદ્ધિ એક સાથે જ છે.
પ્રશ્નઃ– જો બંને એક સાથે જણાય છે તો પછી જ્ઞાન અને આત્માનો ભેદ તો નકામો જ ગયો?
ઉત્તરઃ– અભેદ તરફ વળે છે ત્યાં ભેદને ઉપચારથી સાધન કહેવાય છે. અભેદના લક્ષ વગરના એકલા
ભેદ તે તો ખરેખર વ્યર્થ જ છે. અભેદમાં જતાં જતાં વચ્ચે ભેદ આવી જાય છે, પણ તે ભેદરૂપ વ્યવહારનો નિષેધ
કરીને અભેદમાં ઢળે છે તેથી તે ભેદને વ્યવહાર સાધન કહેવાય છે. પણ નિશ્ચય વગરનો એકલો વ્યવહાર તો
વ્યર્થ જ છે. પહેલાં જ્ઞાનને જાણ્યું અને પછી આત્માને જાણ્યો–એવા ભેદ ખરેખર નથી. આ લક્ષણ અને આ
લક્ષ્ય–એવા બે ભેદ ઉપર લક્ષ રહે ત્યાં સુધી વિકલ્પની પ્રસિદ્ધિ છે પણ આત્માની પ્રસિદ્ધિ નથી; આત્મા તરફ
વળીને જ્યાં આત્માની પ્રસિદ્ધિ થઈ–આત્માનો અનુભવ થયો–તે વખતે તો લક્ષ્ય અને લક્ષણ એવા બે ભેદ ઉપર
લક્ષ નથી હોતું, તેને તો લક્ષ્ય અને લક્ષણ બંને અભેદ થઈને એક સાથે પ્રસિદ્ધ થાય છે. બીજાને સમજાવવા માટે
ભેદથી એમ કહેવાય કે આ જીવ જ્ઞાનલક્ષણથી આત્માને સમજ્યો,–એ વ્યવહાર છે; પણ તે વ્યવહાર અભેદ
આત્માનું પ્રતિપાદન કરવા માટે છે.
જ્ઞાન તે લક્ષણ....કોનું?.....આત્માનું. જ્ઞાન તે લક્ષણ એમ લક્ષમાં લેતાં તેનું લક્ષ્ય પણ ભેગું જ લક્ષમાં
આવી જાય છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં લક્ષ્ય–લક્ષણનો ભેદ પડતો હોવા છતાં, આત્માને અને જ્ઞાનને
બંનેને જાણ્યા ત્યારે જ જ્ઞાનને લક્ષણ અને આત્માને લક્ષ્ય કહેવાયું ને? લક્ષ્યને ઓળખ્યા પહેલાં ‘આ લક્ષણ
આનું છે’ એમ કઈ રીતે નક્કી કર્યું?–માટે લક્ષણ અને લક્ષ્ય (અર્થાત્ જ્ઞાન અને આત્મા) એ બંને એક સાથે જ
ઓળખાય છે.
*
અહો! આ તો આત્મતત્ત્વની અંતરની અપૂર્વ વાત છે. જે આત્મતત્ત્વને અનાદિકાળથી કદી નથી જાણ્યું તે
આત્માનો અનુભવ કેમ થાય તેની આ વાત છે. જેને આત્માના અનુભવની રુચિ હોય તેને આ વાત કિલષ્ટ ન
લાગવી જોઈએ. પણ આનો મહિમા આવવો જોઈએ કે અહા! આ મારા આત્માની કોઈ અપૂર્વ વાત ચાલે છે.
સમજતાં અઘરું લાગે તો અંદરમાં તેનો મહિમા લાવીને સમજવા માટે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ; પણ પોતાને
ન સમજાય તેથી જો કંટાળો લાવે તો તો તેને આત્માની અરુચિ અને દ્વેષ છે. ખરેખર આ કિલષ્ટ નથી પણ
અમૃત જેવું છે, પરમ આનંદરૂપ છે. જે અંદર લક્ષ કરીને સમજે તેને તેની ખબર પડે.
આત્માને જ્ઞાનમાત્ર કહ્યો; ત્યાં તે જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, જે ક્રમરૂપ અને અક્રમરૂપ
પ્રવર્તતો અનંતધર્મસમૂહ જણાય છે તે બધોય ખરેખર એક આત્મા જ છે, એટલે જ્ઞાનવડે અનંતધર્મવાળો આત્મા
જ પ્રસિદ્ધ થાય છે. ક્રમે ક્રમે થતા નિર્મળ પર્યાયો અને એક સાથે વર્તતા અનંત ગુણો તે બધાય જ્ઞાનમાત્રમાં
સમાઈ જાય છે, એટલે ‘જ્ઞાનમાત્ર’ ભાવને દ્રષ્ટિમાં લેવા જતાં અનંત ગુણ–પર્યાયોથી અભેદ આત્મા જ દ્રષ્ટિમાં
આવી જાય છે. આ રીતે જ્ઞાનદ્વારા આત્મા જ પ્રસિદ્ધ થાય છે. માટે–જ્ઞાનને ઢાળ તારા દ્રવ્યમાં......તો તે
જ્ઞાનલક્ષણ વડે લક્ષ્ય એવા આત્માની પ્રસિદ્ધિ થાય! ‘આત્મા જ્ઞાનમાત્ર છે’ એમ કહ્યું ત્યાં, જ્ઞાનમાત્રને લક્ષમાં
લેવા જતાં, એકલો જ્ઞાનગુણ જુદો પડીને લક્ષમાં

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૯૭
નથી આવતો, પણ જ્ઞાન સાથે વર્તતા અનંત ધર્મોના સમૂહરૂપ ચૈતન્યસ્વભાવનો પિંડ આત્મા જ લક્ષિત થાય છે.
જેમ ‘સાકર ગળી છે’ એમ કહેતાં સાકરમાં મેલ, વાસણ વગેરેનો અભાવ સિદ્ધ થાય છે પરંતુ
ગળપણની સાથે રહેલા સાકરના ધોળાશ, વજન વગેરેનો અભાવ નથી થતો; તેમ ‘આત્મા જ્ઞાનમાત્ર છે’
એમ કહેતાં આત્મામાં પરનો અને વિકારનો તો નિષેધ થાય છે પણ જ્ઞાનની સાથે આત્માના જે અનંત
ગુણો રહેલા છે તેમનો કાંઈ નિષેધ થઈ જતો નથી. ‘આત્મા જ્ઞાનમાત્ર છે’ એમ કહેતાં જ અસ્તિત્વધર્મ
પણ સાથે આવી ગયો, જ્ઞાન સિવાય દેહાદિ પરપણે આત્મા નથી–એવો નાસ્તિત્વધર્મ પણ આવી ગયો,
જ્ઞાન કાયમ ટકનાર છે એટલે નિત્યપણું પણ આવ્યું ને ક્ષણેક્ષણે પલટે છે તેથી અનિત્યપણું પણ આવ્યું,
જ્ઞાનની સાથે સ્વચ્છતા, પ્રભુતા વગેરે ધર્મો પણ આવ્યા;–એ રીતે જ્ઞાન કહેતાં જ અનંત ધર્મનો પિંડ
લક્ષમાં આવે છે.
પર જીવ બચે કે ન બચે તે તો તેની સ્વતંત્ર ક્રિયા છે, તે જ્ઞાનને આધીન નથી. પણ પરની દયા
પાળવાનો વિકલ્પ ઊઠે તે પણ આત્માની બહાર છે, આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહેતાં તે વિકલ્પનો નિષેધ થઈ જાય
છે, પણ આત્માના અનંતધર્મોમાંથી કોઈ પણ ધર્મનો વ્યવચ્છેદ થતો નથી.
જ્ઞાનમાત્ર ભાવની સાથે જે જે લક્ષિત થાય તે બધું ય આત્મા છે, અને જ્ઞાનમાત્ર ભાવની સાથે જે કાંઈ
લક્ષિત ન થાય તે બધું ય આત્માથી ભિન્ન છે એમ જાણવું....એટલે કે જ્ઞાનમાત્ર ભાવથી ભિન્ન એવા બધા પરદ્રવ્ય
અને પર ભાવોનું લક્ષ છોડીને જ્ઞાનાદિ અનંતધર્મના પિંડરૂપ આત્મદ્રવ્યને લક્ષમાં લેવું.–આ જ, આત્માને
‘જ્ઞાનમાત્ર’ કહેવાનું તાત્પર્ય છે.
‘જ્ઞાનમાત્ર’ કહેતાં એકલું જ્ઞાન જ લક્ષમાં આવતું નથી પણ અનંત ધર્મોના સમૂહરૂપ આખો આત્મા
જ લક્ષમાં આવે છે. આ કારણે જ આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કર્યો છે. જ્ઞાનમાત્ર કહેતાં એકમાં
અનેકપણું આવી જાય છે એટલે ‘જ્ઞાનમાત્ર’ કહેવાથી પણ અનેકાન્તમૂર્તિ આત્મા જ પ્રસિદ્ધ થાય છે–એમ
સિદ્ધ થયું.
*
એ રીતે, આત્માને જ્ઞાનમાત્ર કહેવા છતાં પણ તે જ્ઞાનલક્ષણ વડે અનંતધર્મવાળો આત્મા જ પ્રસિદ્ધ
થાય છે–એમ સિદ્ધ કરીને, હવે આચાર્યદેવ તે અનંતધર્મવાળા આત્માની કેટલીક શક્તિઓનું વર્ણન કરવા
માંગે છે તેથી તેની ભૂમિકારૂપે પ્રથમ શિષ્યદ્વારા પ્રશ્ન મૂકાવે છે અને પછી તેનો ઉત્તર આપતાં ૪૭
શક્તિઓનું વર્ણન કરશે.
*
અહો! સંતોનું પરાક્રમ!!
‘પરમ પારિણામિક ભાવને પ્રકાશનાર શ્રી નિયમસાર પરમાગમ અને તેની ટીકાની રચના છઠ્ઠા–
સાતમા ગુણસ્થાને ઝૂલતા મહા સમર્થ મુનિવરો વડે દ્રવ્ય સાથે પર્યાયની એકતા સાધતાં સાધતાં થઈ ગઈ
છે. જેવાં શાસ્ત્ર અને ટીકા રચાયાં છે તેવું જ સ્વસંવેદન પોતે કરી રહ્યા હતા. પરમ પારિણામિકભાવના
અંતર–અનુભવને જ તેમણે શાસ્ત્રમાં ઉતાર્યો છે;–એકેક અક્ષર શાશ્વત, ટંકોત્કીર્ણ, પરમ સત્ય. નિરપેક્ષ
કારણ શુદ્ધપર્યાય, સ્વરૂપપ્રત્યક્ષ સહજજ્ઞાન વગેરે વિષયોનું નિરૂપણ કરીને તો મુનિવરોએ અધ્યાત્મની
અનુભવગમ્ય અત્યંત અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ શાસ્ત્રમાં ખુલ્લી કરી છે. સર્વોત્કૃષ્ટ પરમાગમ
શ્રી સમયસારમાં પણ તે વિષયોનું આવું ખુલ્લી રીતે નિરૂપણ નથી. અહો! જેમ કોઈ પરાક્રમી કહેવાતો
પુરુષ જંગલમાંથી સિંહણનું દૂધ દોહી આવે તેમ આત્મપરાક્રમી મહા મુનિવરોએ જંગલમાં બેઠાં બેઠાં
અંતરના અમૃત દોહ્યાં છે. સર્વસંગપરિત્યાગી નિર્ગ્રંથોએ જંગલમાં રહ્યાં સહ્યાં સિદ્ધ ભગવંતો સાથે વાતો
કરી છે અને અનંત સિદ્ધ ભગવંતો કઈ રીતે સિદ્ધિ પામ્યા તેનો ઈતિહાસ આમાં મૂકી દીધો છે.’
–પૂ. ગુરુદેવશ્રી.
(નિયમસારના ઉપોદ્ઘાતમાંથી.)

PDF/HTML Page 16 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૧પઃ
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
(૩)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા
આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
(અંક ૯પ થી ચાલુ)
*
(જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે પ્રભો! ‘આ આત્મા કોણ
છે ને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય છે?’ તેના ઉત્તરમાં
આચાર્યદેવ કહે છે કે આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે અને
અનંત નયોવાળા શ્રુતજ્ઞાન પ્રમાણ વડે સ્વાનુભવથી તે જણાય
છે. પ્રમાણ વડે જણાતા આત્માનું અહીં ૪૭ નયોથી વર્ણન ચાલે
છે; ચાર નયોથી વર્ણન કર્યું તે પૂર્વે આવી ગયું છે, ત્યાર પછી
આગળનું અહીં આપવામાં આવે છે.)
*
(પ) અસ્તિત્વ–નાસ્તિત્વનયે આત્માનું વર્ણન
‘આત્મદ્રવ્ય અસ્તિત્વનાસ્તિત્વનયે ક્રમશઃ સ્વપર દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વનાસ્તિત્વવાળું છે.’
(અહીં તીરનું દ્રષ્ટાંત છે તે મૂળમાં જોઈ લેવું.)
આત્મા સ્વચતુષ્ટયથી અસ્તિરૂપ છે અને પરચતુષ્ટયથી નાસ્તિરૂપ છે; સ્વથી અસ્તિરૂપ અને પરથી
નાસ્તિરૂપ એવા ‘અસ્તિત્વ–નાસ્તિત્વ’ ધર્મને જે જાણે તેનું નામ ‘અસ્તિત્વ–નાસ્તિત્વનય’ છે. સ્વથી અસ્તિ
અને પરથી નાસ્તિ–એવા બંને ધર્મો તો આત્મામાં એક સાથે જ છે. વાણીદ્વારા ક્રમથી તે ધર્મોનું કથન થઈ શકે
છે, અને તેના વાચ્યરૂપ એક ‘અસ્તિત્વ–નાસ્તિત્વ’ ધર્મ પણ આત્મામાં છે, તથા તેને જાણનાર અસ્તિત્વ–
નાસ્તિત્વનય પણ છે. વસ્તુનો ધર્મ, તેને કહેનારી વાણી અને તેને જાણનારું જ્ઞાન–એ ત્રણે સ્વતંત્ર છે, કોઈને
કારણે કોઈ નથી.
વસ્તુમાં એક સાથે અસ્તિ–નાસ્તિધર્મ છે ને વાણીદ્વારા તે કથંચિત્ કહી પણ શકાય છે; આત્મા સર્વથા
અવક્તવ્ય નથી. આત્મા પોતે વાણી બોલી શકતો નથી, પણ વાણીદ્વારા આત્માના ધર્મોનું વર્ણન થઈ શકે એવો
આત્માનો એક ધર્મ છે. જો આત્મા સર્વથા અવક્તવ્ય જ હોય તો સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં જે વસ્તુસ્વરૂપ
જણાયું તેની બીજા જીવોને કઈ રીતે ખબર પડે? વળી આત્મા સર્વથા અવક્તવ્ય જ હોય તો ‘આત્મા અવક્તવ્ય
છે’ એટલું કહેવાનું પણ બની ન શકે, કેમ કે ‘આત્મા અવક્તવ્ય છે’ એમ કહ્યું ત્યાં જ કથંચિત્ વક્તવ્યપણું થઈ
ગયું. અહીં આત્માને વક્તવ્ય કહ્યો તેનો અર્થ એમ નથી કે આત્મા કયારેક વાણી બોલી શકે છે. આત્મા ત્રણેકાળે
વાણીને કરી શકતો જ નથી, તેમ જ વાણીથી તે જણાતો પણ નથી; કેમકે વાણી તો જડ છે. આત્મા ‘વાણીથી
વક્તવ્ય છે’ પણ ‘વાણીથી જણાવાયોગ્ય’ નથી;–જણાય છે તો પોતાના જ્ઞાનથી જ.
આત્મામાં સ્વથી અસ્તિપણું છે તે જ ક્ષણે પરથી નાસ્તિપણું પણ ભેગું જ છે. છદ્મસ્થની વાણીમાં તે બંને
ધર્મો એક સાથે ભલે ન કહી શકાય, પણ ક્રમે ક્રમે તે બંને ધર્મો કહી શકાય છે, વસ્તુમાં તો ધર્મો એક સાથે જ છે,
અને જ્ઞાન પણ તેને એક સાથે જાણે છે.

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૯૭
જેમ સ્વથી હોવારૂપ અસ્તિત્વધર્મ વસ્તુનો પોતાનો સ્વભાવ છે તેમ પરથી ન હોવારૂપ નાસ્તિત્વધર્મ પણ
વસ્તુનો પોતાનો સ્વભાવ છે.
શંકાઃ– વસ્તુમાં એકલો અસ્તિત્વધર્મ જ કહો ને? નાસ્તિત્વધર્મ કહેવામાં તો પરની અપેક્ષા આવે છે માટે
તેનું શું કામ છે?
સમાધાનઃ– જેમ સ્વપણે અસ્તિત્વ તે વસ્તુનો પોતાનો ધર્મ છે તેમ પરપણે નાસ્તિત્વ તે પણ વસ્તુનો
પોતાનો જ ધર્મ છે. તેમાં પરની અપેક્ષા ભલે આવે પણ તે ધર્મ પરને લીધે કે પરના આશ્રયે નથી. પરપણે ન
હોવું એવો જે પરના અભાવસ્વરૂપ ભાવ (–નાસ્તિત્વધર્મ) છે તે પણ સ્વજ્ઞેયનો અંશ છે, જો તેને ન માનો તો
આખા સ્વજ્ઞેયની પ્રતીત થતી નથી. વળી આત્મામાં એકલું અસ્તિત્વ જ માનશો ને નાસ્તિત્વને નહિ માનો તો,
જેમ આત્મા ચેતનસ્વરૂપે અસ્તિરૂપ છે તેમ આત્મા જડસ્વરૂપે પણ અસ્તિરૂપ થઈ જશે. ‘આત્મા જડસ્વરૂપે
નથી,’ એમ કહેતાં જ આત્માનો નાસ્તિત્વધર્મ સિદ્ધ થઈ જાય છે. જડ તે ત્રણેકાળે જડ રહે છે ને ચેતન ત્રણેકાળે
ચેતન રહે છે; તેમ જ એક આત્મા બીજા આત્માપણે પણ કદી થતો નથી.
અહીં તો આચાર્યદેવે અસ્તિ નાસ્તિના સાતે ભંગોને સાતધર્મ તરીકે વર્ણવ્યા છે. એક અસ્તિત્વધર્મ અને
બીજો નાસ્તિત્વધર્મ, એ ઉપરાંત આ અસ્તિત્વ–નાસ્તિત્વ નામનો ત્રીજો ધર્મ પણ આત્મામાં છે. ‘આત્મામાં
અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે જ ધર્મો છે ને બાકીનાં પાંચ ભંગ કહ્યા તે તો ઉપચારથી જ છે’–એમ નથી;
સપ્તભંગીના જે સાત ભંગ છે તે સાતેયના વાચ્યરૂપ સાત ભિન્ન ભિન્ન ધર્મો આત્મામાં છે. જેમ વાચકમાં સાત
પ્રકાર છે તેમ વાચ્યમાં પણ તે સાત ધર્મો છે.
જુઓ, આ કોઈ બહારના પદાર્થની વાત નથી, પણ પોતાનો આત્મા અનંતધર્મોથી ભરેલો ચૈતન્યપિંડ છે
તેની જ આ વાત છે. માટે પોતાના આત્માનો મહિમા લાવીને આ વાત સમજવી જોઈએ. ઘણા પ્રકારો આવે તેથી
કંટાળવું ન જોઈએ. ઘણા પ્રકારો જાણવા તે કાંઈ ઉપાધિ નથી, પણ તે તો જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. જેણે
પોતાનું આત્મહિત કરવું હોય–ધર્મ કરવો હોય તેણે પહેલાં આટલું તો નક્કી કરી લેવું જોઈએ કે કયાંય પણ
બહારમાંથી મારો ધર્મ થવાનો નથી, અંતરમાં આત્મસ્વભાવને સમજ્યા વિના ધર્મ કોઈ રીતે થાય નહિ; માટે
પહેલાં આત્માની સાચી ઓળખાણ કરવી તે જ ધર્મનો ઉપાય છે. જેને આ વાતની જરૂર લાગે અને જિજ્ઞાસુ
થઈને સમજવા માગે તેને આ સમજાયા વિના રહે નહિ.
આ પરિશિષ્ટમાં શિષ્યે એ જ પૂછયું હતું કે પ્રભો! આ આત્મા કેવો છે? જેને ધર્મ કરવાની ભાવના જાગી
તેને પ્રથમ આત્મા સમજવાનો આવો પ્રશ્ન ઊઠે છે, કેમ કે આત્મા કેવો છે તે જાણ્યા વિના ધર્મ થઈ શકતો નથી.
ધર્મ તો આત્મામાં એકાગ્રતારૂપ દશા છે; પ્રથમ આત્મા કેવો છે તે ઓળખે અને તેનો મહિમા જાણે તો તેમાં ઠરીને
જ્ઞાન એકાગ્ર થાય. આત્મા કેવો છે તે જાણ્યા વિના જીવે અનાદિથી પરમાં ને વિકારમાં એકાગ્રતા કરી છે, તેનું
નામ અધર્મ છે. અનંતધર્મોવાળા આત્માનો મહિમા જાણીને તેમાં એકાગ્ર થવું તે ધર્મ છે. આવો ધર્મ પ્રગટ
કરવાની ભાવનાવાળો શિષ્ય પૂછે છે કે પ્રભો! આ આત્મા કેવો છે?–આત્મા કેવડો મોટો છે?–કે જેનો મહિમા
જાણીને તેમાં લીન થતાં મારી પરમાત્મદશા પ્રગટી જાય ને મારું સંસારભ્રમણ ટળી જાય?
–આવા શિષ્યને સમજાવવા માટે આચાર્યદેવ આત્માનું વર્ણન કરે છેઃ આત્મા અનંત સ્વભાવોને ધારી
રાખનારું દ્રવ્ય છે, અનંતધર્મોવાળો આત્મા સ્વાનુભવથી જણાય છે. સ્વાનુભવ સિવાય બહાર ક્રિયાકાંડ વગેરે
કોઈ પણ ઉપાયે આત્માની પ્રાપ્તિ થતી નથી. આત્મદ્રવ્યનું સ્વરૂપ સમજાવવા અહીં ૪૭ નયોથી તેનું વર્ણન કર્યું
છે. તેમાં પ્રથમ એમ કહ્યું કે દ્રવ્યનયથી આત્મા સામાન્ય ચિન્માત્ર એકરૂપ છે. પછી તેની સામે બીજો ધર્મ
બતાવતાં કહ્યું કે પર્યાયનયે આત્મા દર્શન–જ્ઞાન–ચારિત્રાદિ ભેદરૂપ છે. એમ વસ્તુમાં પરસ્પરવિરુદ્ધ બે ધર્મો સિદ્ધ
કર્યા. વસ્તુમાં બધા ધર્મો એક સાથે જ છે. પહેલાં દ્રવ્યનય અને પર્યાયનય એ બે નયોથી વર્ણન કરીને પછી ત્રીજા
બોલથી સપ્તભંગીનું વર્ણન શરૂ કર્યું છે. ત્રીજા બોલમાં એમ કહ્યું કે અસ્તિત્વનયે જોતાં આત્મદ્રવ્ય સ્વચતુષ્ટયથી
અસ્તિત્વવાળું છે; ચોથા બોલમાં કહ્યું કે નાસ્તિત્વનયે આત્મદ્રવ્ય પરચતુષ્ટયથી નાસ્તિત્વ–

PDF/HTML Page 18 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૧૭ઃ
વાળું છે. અને આ પાંચમા બોલમાં એમ કહે છે કે અસ્તિત્વ–નાસ્તિત્વનયથી જોતાં આત્મદ્રવ્ય ક્રમશઃ
સ્વપરચતુષ્ટયથી અસ્તિત્વ–નાસ્તિત્વ–
કેટલાક લોકોને આવું જ્ઞાન કરવામાં તો કંટાળો આવે છે ને અંદર ધ્યાન કરવા માંગે છે. પણ આવા
ધર્મોવડે આત્માને જાણ્યા વિના ધ્યાન કોનું કરશે? આત્માનો મહિમા કેવો છે તે તો જ્ઞાનમાં ભાસ્યો નથી તો
જ્ઞાન તેમાં ઠરશે કયાંથી? સ્થૂળ વિકલ્પો ઓછા થાય અને અંદર સાતાવેદનીયને લીધે આનંદ જેવું લાગે
એટલે માની લ્યે કે મને ઘણી એકાગ્રતા થાય છે, ખરેખર તેને એકાગ્રતા થતી નથી પણ મૂઢતા વધતી જાય
છે. મૂઢતાને લીધે તે પોતાના પરિણામને પકડી શકતો નથી. હજી તત્ત્વના નિર્ણયનું પણ ઠેકાણું નથી ત્યાં
એકાગ્રતા કેવી ને આનંદ પણ કેવો? મૂઢપણે રાગમાં એકાગ્ર થઈને આનંદ માની રહ્યો છે, તે ધર્મી નથી પણ
મિથ્યાદ્રષ્ટિ છે.
અહીં તો આચાર્યદેવે સ્પષ્ટપણે વસ્તુસ્વરૂપ સમજાવ્યું છે. દરેક આત્મા સ્વતંત્ર જુદેજુદો, પોતપોતાના
અનંતધર્મોવાળો છે. એકેક આત્મામાં પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિપણું ને પરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવથી નાસ્તિપણું–એવા બંને પ્રકાર એક સાથે છે.
શંકાઃ–એકલું અસ્તિત્વ જ કહો ને? એક અસ્તિત્વમાં વળી દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવ એવા ચાર પ્રકાર
કેમ પાડો છો? ચાર પ્રકારને જાણવા જતાં તો વિકલ્પ થાય છે!
સમાધાનઃ–દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ એવા પ્રકારો વસ્તુમાં જ છે, વસ્તુના દ્રવ્યને, ક્ષેત્રને, કાળને અને
ભાવને બરાબર સમજે તો જ વસ્તુના અસ્તિત્વને માન્યું કહેવાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એવા ચાર પ્રકારને
જાણવા તે તો વસ્તુનું યથાર્થ જ્ઞાન છે, તે કાંઈ વિકલ્પનું નથી. ‘આત્મા છે’ એમ માને પણ તેનું ક્ષેત્ર કેટલું છે,
તેની પર્યાયો કેવી છે ને તેનામાં ધર્મો કેવા છે તે ન ઓળખે તો આત્મવસ્તુનું અસ્તિત્વ જ યથાર્થપણે ખ્યાલમાં ન
આવે. અસ્તિત્વ કહેતાં તેમાં દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવ એ ચારે સમાઈ જાય છે. માટે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ
જાણવા જોઈએ.
દ્રવ્યઃ–આત્મા અનંતગુણપર્યાયનો પિંડ છે તે દ્રવ્ય છે. બીજા અનંતા આત્મા અને જડ દ્રવ્યોથી તે ભિન્ન છે.
ક્ષેત્રઃ–આત્મા પોતાના અસંખ્યપ્રદેશોવાળો છે તે તેનું સ્વક્ષેત્ર છે. જે ક્ષેત્રમાં આત્મા છે તે જ ક્ષેત્રે બીજા
જીવ તેમ જ પુદ્ગલ વગેરે દ્રવ્યો પણ રહેલાં છે પણ દરેકનું સ્વક્ષેત્ર જુદું છે.
કાળઃ–એકેક સમયની પર્યાય તે આત્માનો સ્વકાળ છે. દરેક પર્યાય પોતાથી અસ્તિરૂપ છે, ને બીજાથી
નાસ્તિરૂપ છે.
ભાવઃ–આત્માની અનંતશક્તિઓ તે આત્માનો સ્વ–ભાવ છે. આમ પોતાના સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવથી
આત્મા છે ને પરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી નથી; આવો અસ્તિત્વ–નાસ્તિત્વ નામનો આત્માનો ધર્મ છે.
નિગોદથી માંડીને સિદ્ધ સુધીની આત્માની કોઈપણ પર્યાય લ્યો, તે દરેક પર્યાય સ્વથી છે ને પરથી નથી.
નિગોદ પર્યાય હોય તે વખતે તે પર્યાય પોતાથી છે ને પરથી નથી, સિદ્ધપર્યાય પણ પોતાથી છે ને પરથી નથી,
સાધકપર્યાય પણ પોતાથી છે ને પરથી નથી. બસ! સમય સમયની દરેક પર્યાય સ્વતંત્ર છે. જો સ્વતંત્ર પર્યાય ન
માનો તો સ્વકાળથી અસ્તિત્વ જ સિદ્ધ થાય નહિ.
નિગોદની પર્યાય સ્વતંત્ર છે એમ કહ્યું તેનો અર્થ એમ ન સમજવો કે તે પર્યાય પણ પૂરી છે. જેમ
સિદ્ધપર્યાય પરિપૂર્ણ છે તેમ કાંઈ નિગોદની પર્યાય પણ પરિપૂર્ણ નથી. નિગોદની પર્યાય તો અનંતમા ભાગે
હીણી છે, તે પર્યાયમાં જ્ઞાન, દર્શન, વીર્ય વગેરે અનંતમાં ભાગે છે. પણ અહીં તો એમ કહેવું છે કે તે પર્યાય
અત્યંત હીણી હોવા છતાં સ્વકાળથી આખા દ્રવ્યના અસ્તિત્વને તે ટકાવી રાખે છે, એટલે તે એક પર્યાયમાં
આખા દ્રવ્યના અસ્તિત્વને સિદ્ધ કરવાની તાકાત છે. જો તે એક અંશને કાઢી નાંખો તો દ્રવ્ય જ સિદ્ધ થતું
નથી. વર્તમાન વર્તતા સ્વકાળ વગર દ્રવ્યનું અસ્તિત્વ જ કયાંથી નક્કી થશે? ‘અસ્તિત્વ’ કહેતાં તેમાં
સ્વકાળ ભેગો આવી જ જાય છે.
નિગોદ પર્યાય વખતે પણ આત્મા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ સ્વચતુષ્ટયથી પરિપૂર્ણ અસ્તિત્વવાળો
છે. જો કે પર્યાયનું પરિણમન પૂરું નથી પણ અસ્તિત્વ તો સમયે સમયે પૂરું જ છે. પછીની વિશેષ પર્યાયની અપેક્ષાએ
વર્તમાન પર્યાયમાં અધૂરાપણું કહેવાય, પણ વર્તમાન સમયની અપેક્ષાએ તો તે સમયનું અસ્તિત્વ

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૯૭
સ્વચતુષ્ટયથી પૂરું છે. જ્યારે જુઓ ત્યારે એક સમયમાં આત્મા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવમાં ટકેલો છે.
આત્મા એક સમય પણ પરની અપેક્ષાએ ટકયો નથી. દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્ટયમાં જ રહેલું છે.
આત્મા કેવો છે તેનું આ વર્ણન ચાલે છે. આત્મા અનંત ધર્મોવાળો છે, ને તેને જાણનાર જ્ઞાનમાં અનંત
નયો છે. અનંત ધર્મોવાળા આત્માને સ્વીકારવો તેમાં જ્ઞાનનો અનંત પુરુષાર્થ આવે છે. કોઈ ઈંદ્રિયોથી કે રાગથી
અનંતધર્મોવાળા આત્માનો સ્વીકાર થઈ શકતો નથી, સ્વસન્મુખ થયેલા જ્ઞાનમાં જ અનંતધર્મોવાળા આત્માનો
યથાર્થ સ્વીકાર થાય છે. સાધક જીવનું શ્રુતજ્ઞાનપ્રમાણ છે તે અનંત નયોવાળું છે, અને તે સ્વાનુભવથી પોતાના
અનંતધર્માત્મક આત્માને જાણે છે.
જ્ઞાનના પાંચ પ્રકારમાંથી શ્રુતજ્ઞાનમાં જ નય હોય છે, બીજા કોઈ જ્ઞાનમાં નય હોતા નથી.
શંકાઃ–શ્રુતજ્ઞાનમાં જ નય કેમ?–બીજા જ્ઞાનમાં કેમ નહિ?
સમાધાનઃ–મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળ–એ પાંચ પ્રકારના જ્ઞાનમાં અવધિ–મનઃપર્યય અને
કેવળજ્ઞાન તો પ્રત્યક્ષ છે ને મતિ તથા શ્રુતજ્ઞાન પરોક્ષ છે; હવે નય તે પરોક્ષજ્ઞાન છે. પ્રત્યક્ષ જ્ઞાનનો અંશ તો
પ્રત્યક્ષ જ હોય એટલે તેમાં નય ન હોય. કેવળજ્ઞાન પૂર્ણ સ્પષ્ટ પ્રત્યક્ષ છે તેમ જ અવધિ અને મનઃપર્યયજ્ઞાન
પણ પોતપોતાના વિષયમાં પ્રત્યક્ષ છે, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાનોમાં તો પરોક્ષરૂપ નય હોતા નથી.
મતિજ્ઞાન જો કે પરોક્ષ છે, પણ તેનો વિષય અલ્પ છે, તે માત્ર સાંપ્રતિક એટલે વર્તમાન પદાર્થને જ
વિષય કરે છે, સર્વક્ષેત્ર અને સર્વકાળવર્તી પદાર્થોને તે ગ્રહણ કરતું નથી તેથી તેમાં ય નય પડતા નથી. કેમ કે
પૂરા પદાર્થના જ્ઞાનપૂર્વક તેમાં ભાગ પાડીને જાણે તેને નય કહેવાય.
શ્રુતજ્ઞાન પોતાના વિષયભૂત સમસ્ત ક્ષેત્ર–કાળવર્તી પદાર્થને પરોક્ષપણે ગ્રહણ કરે છે, તેથી તેમાં જ નય
પડે છે. શ્રુતજ્ઞાનમાં પણ જેટલું સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ગયું છે તેટલું તો પ્રમાણ જ છે, ને જેટલું પરોક્ષપણું રહ્યું છે
તેમાં નય પડે છે. શ્રુતજ્ઞાન સર્વથા પરોક્ષ જ નથી, સ્વસંવેદનમાં તે અંશે પ્રત્યક્ષ છે; એવા સ્વસંવેદનપૂર્વક જ
સાચા નયો હોય છે. શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનની જેમ સકલ પદાર્થોને ભલે ન જાણે, પણ પોતાના વિષયને યોગ્ય
પદાર્થને સકલ કાળ–ક્ષેત્રસહિત પૂરો ગ્રહણ કરે છે, ને તેમાં એકદેશરૂપ નય હોય છે.
આ રીતે, જે જ્ઞાન પરોક્ષ હોય અને સર્વ ક્ષેત્ર–કાળવર્તી પદાર્થને ગ્રહણ કરતું હોય તે જ્ઞાનમાં જ નય હોય
છે;–એવું તો શ્રુતજ્ઞાન છે તેથી તેમાં જ નય હોય છે. ત્રણ જ્ઞાનો તો પ્રત્યક્ષ છે–સ્પષ્ટ છે, અને મતિજ્ઞાનનો વિષય
અલ્પ છે તેથી તે કોઈ જ્ઞાનમાં નય હોતા નથી.
‘શ્રુતજ્ઞાન ત્રિકાળી પદાર્થને પરોક્ષ જાણે છે તેથી તેમાં જ નય હોય છે’ આમ આચાર્યદેવે કહ્યું છે, તેમાં
સૂક્ષ્મ રહસ્ય છે; તેમાંથી એવો ન્યાય પણ નીકળે છે કે દ્રવ્યાર્થિકનય મુખ્ય છે ને પર્યાયાર્થિકનય ગૌણ છે. ત્રિકાળી
પદાર્થનું જ્ઞાન હોય તો જ તેના અંશના જ્ઞાનને પર્યાયાર્થિકનય કહેવાય. જ્યારે દ્રવ્યાર્થિકનયથી ત્રિકાળી દ્રવ્યને
જાણ્યું ત્યારે તેના પર્યાયરૂપ અંશને જાણનાર જ્ઞાનને પર્યાયાર્થિકનય કહેવાયો. ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને
તેને જાણ્યું ત્યારે જ તેના અંશના જ્ઞાનને વ્યવહારનય કહેવાયો. ત્રિકાળીના જ્ઞાન વગર અંશના જ્ઞાનરૂપ
વ્યવહારનય હોય નહિ. એટલે એ વાત નક્કી થઈ કે નિશ્ચય વિના વ્યવહાર નહિ, દ્રવ્યના જ્ઞાન વિના પર્યાયનું
જ્ઞાન નહિ. વ્યવહારનય તો અંશને જાણે છે, અંશ કોનો? કે ત્રિકાળી પદાર્થનો. તો તે ત્રિકાળી પદાર્થના જ્ઞાન
વિના તેના અંશનું જ્ઞાન યથાર્થ થાય નહિ. શ્રુતજ્ઞાન પણ ત્રિકાળીદ્રવ્યસ્વભાવ તરફ વળે તો જ તેમાં નય હોય
છે. ત્રિકાળીના જ્ઞાન વગર એકલી પર્યાયને કે ભેદને જાણવા જાય તો ત્યાં પર્યાયબુદ્ધિનું એકાંત થઈ જાય છે,
મિથ્યાત્વ થઈ જાય છે, તેમાં નય હોતા નથી. આત્મા નિત્ય છે, શુદ્ધ છે–એવું જાણનારા નયો ત્રિકાળી પદાર્થના
જ્ઞાન વિના હોય નહિ. અને શુદ્ધતા, નિત્યતા વગેરેને જાણ્યા વગર એકલી અશુદ્ધતાને કે અનિત્યતાને જાણવા
જાય તો ત્યાં એકાંતમિથ્યાત્વ થઈ જાય છે, એટલે ત્યાં વ્યવહારનય પણ હોતો નથી.
અહીં સાધકના નયોની વાત છે. સાધકને કેવળજ્ઞાન હોતું નથી; સાધકના ચાર જ્ઞાનમાં શ્રુતજ્ઞાનનું
સામર્થ્ય ઘણું વધારે છે; અવધિ–મનઃપર્યયજ્ઞાન પ્રત્યક્ષ હોવા

PDF/HTML Page 20 of 25
single page version

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૧૯ઃ
છતાં તેનો વિષય અલ્પ છે, ને શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં તેનો વિષય ઘણો વિશાળ છે, શ્રુતજ્ઞાન પોતાના
વિષયભૂત પદાર્થના સર્વ ક્ષેત્ર–કાળને જાણે છે. એવા શ્રુતજ્ઞાનમાં અનંત નયો છે. અહીં પરને જાણવાના નયોની
વાત નથી પણ પોતાના આત્માને જાણનારા નયોની વાત છે. સાધક જીવ પોતાના આત્માને નયો વડે કેવો જાણે
છે તેનું આ વર્ણન છે.
‘અસ્તિત્વ–નાસ્તિત્વ’ નામના નયથી જોતાં આત્મા અસ્તિત્વ–નાસ્તિત્વવાળો છે. સ્વથી અસ્તિપણું
અને પરથી નાસ્તિપણું વસ્તુમાં એક સાથે જ છે, જ્ઞાન પણ એક સમયમાં જ તેને જાણે છે અને વાણીદ્વારા તે
કથંચિત્ કહી પણ શકાય છે; એ રીતે સપ્તભંગીના ત્રીજા બોલમાં ‘અસ્તિ–નાસ્તિ’ ધર્મ કહ્યો. વાણીવડે અસ્તિ
નાસ્તિ બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી તેથી અવક્તવ્ય છે એ વાત હવેના બોલમાં આવશે. આ તો
વક્તવ્યનો બોલ છે, અસ્તિ–નાસ્તિ બંને ધર્મો જ્ઞાનમાં એક સાથે આવી જાય છે ને વાણીથી તે ક્રમે કરીને કહી
પણ શકાય છે, આવો અસ્તિત્વ–નાસ્તિત્વ નામનો આત્માનો ધર્મ છે.
વાણીમાં ક્રમ પડે છે પણ જ્ઞાન અને વસ્તુના ધર્મો તો અક્રમ છે. અસ્તિ, નાસ્તિ એમ કહેવામાં ક્રમ પડે છે
પણ વાચ્યરૂપ વસ્તુમાં કાંઈ તે ધર્મો ક્રમે ક્રમે રહેલા નથી, વસ્તુમાં તો બધા ધર્મો એક સાથે છે. દ્રવ્યમાં અનંતા
ધર્મો એક સાથે જ છે, અનંતા ધર્મોનો ભાવ એક સાથે વર્તે છે તે જ દ્રવ્ય છે, જ્ઞાનમાં પણ અનંત ધર્મો એક સાથે
જણાય છે, વાણીમાં અનંતા ધર્મો એક સાથે આવી શકતા નથી પણ ક્રમ પડે છે, વાણીથી બધા ધર્મો ન કહી
શકાય પણ અમુક ધર્મો જ કહી શકાય છે; માટે શબ્દ સામે જોયે વસ્તુ પકડાય તેવી નથી પણ જ્ઞાનને અંર્તમુખ
કરીને વસ્તુસ્વભાવને પકડે તો જ વસ્તુ સમજાય તેવી છે. આ ૪૭ નયોથી ૪૭ ધર્મોનું વર્ણન કર્યું છે તેનું તાત્પર્ય
એકેક ધર્મના ભેદ સામે જોવાનું નથી પણ એવા અનંત ધર્મોને ધારણ કરનાર ચૈતન્યદ્રવ્યને લક્ષમાં લઈને તેનો
અનુભવ કરવો તે જ તાત્પર્ય છે.
(અહીં અસ્તિત્વ–નાસ્તિત્વધર્મનું વર્ણન પૂરું થયું–પ.)
*
(૬) અવક્તવ્યનયે આત્માનું વર્ણન
‘આત્મદ્રવ્ય અવક્તવ્યનયે યુગપદ્ સ્વ–પર દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અવક્તવ્ય છે.’ (અહીં તીરનું
દ્રષ્ટાંત છે તે મૂળમાં જોઈ લેવું.)
સ્વચતુષ્ટયથી અસ્તિત્વ અને પરચતુષ્ટયથી નાસ્તિત્વ, એવા બંને ધર્મો આત્મામાં એક સાથે છે, પણ
વાણીદ્વારા તે બંને ધર્મો યુગપદ કહી શકાતા નથી. ‘સ્વથી અસ્તિ છે’ એમ કહેતાં તે જ વખતે બીજા નાસ્તિધર્મનું
કથન બાકી રહી જાય છે અને ‘પરથી નાસ્તિ છે’ એમ કહેતાં તે જ વખતે બીજા અસ્તિધર્મનું કથન બાકી રહી
જાય છે, એ રીતે વાણી દ્વારા બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી માટે આત્મા અવક્તવ્ય છે. સર્વથા અવક્તવ્ય
નથી પણ બંને ધર્મો યુગપદ કહી શકાતા નથી તે અપેક્ષાએ અવક્તવ્ય છે, ક્રમે તો કહી શકાય છે. તે અપેક્ષાએ
વક્તવ્ય છે. વસ્તુમાં બંને ધર્મો એક સાથે જ છે. અવક્તવ્યથી વસ્તુને અવક્તવ્ય કીધી, તે વખતે જ વસ્તુમાં
કથંચિત્ ‘વક્તવ્ય’ ધર્મ પણ છે તેને જો ન સ્વીકારે તો અવક્તવ્યનય પણ મિથ્યા છે. અનંતધર્મવાળી આખી
વસ્તુના સ્વીકારપૂર્વક તેના એકેક ધર્મનું જ્ઞાન તે નય છે.
‘અવક્તવ્ય’ એવો શબ્દ તે વાચક છે ને તેના વાચ્યરૂપ ભાવ તે આત્માનો અવક્તવ્યધર્મ છે.
‘અવક્તવ્ય’ એવા શબ્દમાં આત્માનો અવક્તવ્ય નામનો ધર્મ રહેલો નથી; તે ધર્મ તો આત્મામાં રહેલો છે.
આત્મા કેવડો?–કે એક સાથે અનંતધર્મોને પોતામાં ધારણ કરી રાખે તેવડો. કોઈ પણ બીજાની સહાય
વિના પોતે પોતાના સ્વભાવથી જ અનંતધર્મોવાળો છે. આવડા મોટા અનંતમહિમાવાળા પોતાના આત્માને
પ્રતીતમાં લ્યે તો જ સમ્યક્શ્રદ્ધા કહેવાય. આવડા મોટા ધર્મીની કબૂલાત કરે તો જ તેના આશ્રયે ધર્મની શરૂઆત
થાય છે. દરેક આત્મા અનંતધર્મોવાળો ધર્મી છે તેને કબૂલનારી શ્રદ્ધા પણ આવડી મોટી અને ગંભીર છે. તે શ્રદ્ધા
કોઈ નિમિત્તના આશ્રયે કે રાગના આશ્રયે થતી નથી પણ સ્વભાવના આશ્રયે જ થાય છે. આવા આત્માની
કબૂલાત વગર ‘આત્મા તો અખંડ છે, શુદ્ધ છે’ એમ ઉપર–ઉપરથી સાંભળીને માને, તો તેને આત્માનો જેવડો
મહિમા છે તેવડો ભાસે નહિ એટલે તેની શ્રદ્ધા છીછરી–પાતળી–મિથ્યા છે. જેટલા અનંતધર્મોવાળો આત્મા
કેવળજ્ઞાનમાં જણાય છે તે બધાય ધર્મોવાળો આત્મા સમ્યક્શ્રદ્ધાની પ્રતીતમાં આવી જાય છે. શ્રદ્ધા ધર્મોના ભેદ
નથી પાડતી પણ અભેદ આત્માની પ્રતીતમાં તે બધા ધર્મો સમાઈ જાય છે. અનંતધર્મોના સ્વીકારપૂર્વક અભેદ