PDF/HTML Page 21 of 25
single page version
વિકાર છે તે શક્તિમાં ભર્યો નથી, એટલે તે વિકારના કર્તૃત્વમાં જ જે રોકાય તેને આત્માની શક્તિની પ્રતીત
નથી. (૩) અનંતશક્તિઓ ભિન્ન ભિન્ન હોવા છતાં તે બધી શક્તિસ્વરૂપ આત્મા તો એક છે, એટલે ભિન્ન
ભિન્ન શક્તિના ભેદના લક્ષે પણ આખો આત્મા પ્રતીતમાં નથી આવતો. આ રીતે પર, વિકાર અને ભેદ એ
ત્રણેથી પાર એકાકાર ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિથી જ અનંતશક્તિસંપન્ન ભગવાન આત્મા પ્રતીતમાં ને
અનુભવમાં આવે છે. અને આવા આત્માની પ્રતીતવાળો જીવ ભેદના આશ્રયે થતી વિકારી ક્રિયાને કે જડની
ક્રિયાને પોતાના સ્વરૂપમાં સ્વીકારતો નથી; તેને અભેદ સ્વભાવના આશ્રયે પરિણમનરૂપ ક્રિયાથી
સમ્યગ્દર્શનાદિ થાય છે તે ધર્મ છે. આ રીતે ભેદરૂપ કારકો અનુસાર થતી વિકારી ક્રિયાની નાસ્તિ છે અને
અભેદરૂપ કારકના આશ્રયે થતી નિર્મળ ક્રિયાની અસ્તિ છે. તેમાંથી ભેદકારકો અનુસાર થતી વિકારી ક્રિયાનું
નાસ્તિપણું આ ૩૯મી શક્તિમાં બતાવ્યું; અને અભેદ–આશ્રિત નિર્મળભાવ થવારૂપ ક્રિયાનું અસ્તિપણું હવેની
શક્તિમાં બતાવશે.
અવલંબન છે ને તેની જ ભાવના છે, સાધકપણામાં વ્યવહાર રત્નત્રયાદિનો રાગ હોય ભલે પણ તેને તેની ભાવના
નથી. અહો! પોતાના ચૈતન્યતત્ત્વને વાસ્તવિકપણે જાણીને તેની ભાવના જીવે પૂર્વે કદી કરી નથી. એક ક્ષણ પણ જેની
ભાવના કરવાથી અનંત કાળના જન્મ–મરણ છૂટી જાય એવા ચૈતન્યતત્ત્વની આ અપૂર્વ વાત છે. અપૂર્વ રુચિપૂર્વક
વારંવાર આનું શ્રવણ–મનન અને ભાવના કરવા જેવા છે.
या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।
ક્રિયા પરજયકી ફેરની, વસ્તુ એક ત્રય નામ.
ભિન્ન વસ્તુમાં કર્તાકર્મપણું હોતું નથી. આ ચૈતન્યમૂર્તિ આત્મા કર્તા થઈને શરીરાદિના કાર્યને કરે એમ તો નથી, અને
આત્મા કર્તા થઈને રાગાદિને કરે એવો પણ તેનો સ્વભાવ નથી. આત્મા કર્તા થઈને પોતાના નિર્મળ પરિણામને કરે તે
જ તેનો સ્વભાવ છે.
કાર્યરૂપે પરિણમે તેને જ તેની કર્તા કહેવાય. આત્મા કાંઈ શરીરના કાર્યરૂપે નથી પરિણમતો. અને ખરેખર તો
રાગમાં પણ અભેદ થઈને આત્મા નથી પરિણમતો; આત્મા તો પોતાના નિર્મળ પર્યાયરૂપી કાર્યમાં અભેદ થઈને
પરિણમે છે તેથી તેનો જ તે કર્તા છે, અને તે જ તેનું કર્મ છે. આને બદલે વિકારમાં તન્મયતા માનીને જે પરિણમે
છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
સમ્યક્પણે સ્થપાય છે. જેટલા તીર્થંકરો–સંતો–મુનિઓ–ધર્માત્માઓ થયા, છે અને થશે, તે બધાયે આ જ ક્રિયાથી ધર્મ
કર્યો છે ને કહ્યો છે. ભગવાને અને સંતોએ ત્રણ પ્રકારની ક્રિયા સ્થાપી છે –
(૨) રાગ–દ્વેષ–મોહરૂપ વિકારને અધર્મની ક્રિયા તરીકે સ્થાપી છે.
PDF/HTML Page 22 of 25
single page version
આત્મા જાણવા યોગ્ય છે. જ્ઞાની નિરંતર પોતાના આત્માને આવો જ અનુભવે છે. અજ્ઞાની દેહવાળો ને રાગવાળો જ
આત્મા માને છે, તે સંસારનું કારણ છે.
ઉત્તરઃ– શરીર દેખાય છે પણ તે જડ છે એમ દેખાય છે. આત્મા કાંઈ જડ નથી. શરીરને જાણનારો
આ સિવાય શરીરાદિની જડની કિયાથી ધર્મ થાય કે પુણ્ય વગેરે વિકારી ક્રિયાથી ધર્મ થાય–એ વાત ભગવાને
બાહ્યવૃત્તિમાં તારી શોભા નથી માટે તે બાહ્યવૃત્તિને તું છોડ. બાહ્યભાવોથી ચિદાનંદ સ્વભાવને લાભ માનવો ને
તેમાં રમવું તે તો બહારચાલ છે, તેમાં તારું કુળ–તારું ચૈતન્યસ્વરૂપ લજવાય છે, તારા ચૈતન્યસ્વભાવની
ખાનદાનીમાં તે શોભતું નથી માટે તેને તું છોડ. તું અમારા કુળનો છો એટલે અમારી જેમ સર્વજ્ઞ–વીતરાગ
થવાનો તારો સ્વભાવ છે; તારામાં સર્વજ્ઞ અને વીતરાગ થવાની તાકાત ભરી છે, તેને તું સંભાળ! જુઓ આ
સર્વજ્ઞપિતાની શિખામણ! સર્વજ્ઞપ્રભુની શિખામણ સર્વજ્ઞ–વીતરાગ થવાની જ છે. જે પોતે વીતરાગ થયા તે રાગ
રાખવાની શિખામણ કેમ આપે? જે જીવ રાગને રાખવા જેવો માને છે તેણે સર્વજ્ઞપ્રભુની શિખામણ માની નથી,
તેથી તે સર્વજ્ઞદેવની આજ્ઞા બહાર છે, મિથ્યાદ્રષ્ટિ છે.
PDF/HTML Page 23 of 25
single page version
ઇન્દ્રિયવિષયોમાં ગૃદ્ધતા હોતી નથી, પુણ્યના ઠાઠ હોય તેમાં સુખબુદ્ધિ થતી નથી, ને પ્રતિકૂળતા હોય તેને દુઃખનું
કારણ માનતા નથી. સંયોગથી જુદો હું તો જ્ઞાનાનંદસ્વરૂપ છું–એમ ધર્મી જાણે છે. અલ્પ હર્ષ–શોક થાય પણ તે
કોઈ સંયોગને પોતાના માનીને હર્ષ–શોક થતા નથી. અજ્ઞાની ચૈતન્યસ્વરૂપને ચૂકીને આ જડ શરીરને જ પોતાનું
માને છે. આ શરીર તો જડ–કલેવર–મડદું છે, અજ્ઞાની તે મડદાને જ પોતાનું સ્વરૂપ માનીને અનાદિકાળથી
મડદાને સાથે લઈને ફરે છે,–પણ ‘આ શરીર તો જડ મડદું છે ને હું ચિદાનંદસ્વરૂપ જીવતો જીવ છું’–એમ ભાન
કરીને જડ–મડદાની મૂર્છા છોડતો નથી; તેને શરીર વહાલું લાગે છે, પણ ચૈતન્ય ભગવાન વહાલો લાગતો નથી.
જ્ઞાનીને તો એક પોતાનો ચૈતન્ય ભગવાન જ વહાલો છે. એ સિવાય સમસ્ત બાહ્ય પદાર્થોને પોતાથી ભિન્ન જાણે
છે, તેમાં ક્યાંય મૂર્છાતા નથી.
પુત્રો (લવ–અંકુશ) આવીને પિતાજીને પગે લાગીને દીક્ષા લેવા ચાલ્યા જાય છે, પણ રામ તો લક્ષ્મણની પ્રીતિ આડે
કાંઈ બોલતા નથી. લક્ષ્મણના મડદાને ખવરાવવા–પીવરાવવા–નવરાવવાની ચેષ્ટા કરે છે.–ત્યાં બાહ્યદ્રષ્ટિવાળાને તો
એમ જ શંકા થાય કે શું આ જ્ઞાની!! પણ તેને જ્ઞાનીની દ્રષ્ટિની ખબર નથી. ખભે લક્ષ્મણનું મડદું પડયું છે ત્યારે પણ
દ્રષ્ટિ ચિદાનંદસ્વરૂપ ઉપર જ પડી છે, અમે તો ચિદાનંદસ્વરૂપ આત્મા છીએ. આ શરીર પણ અમે નથી તો પછી બીજાની
શી વાત!! અને આ રાગ પણ અમારું વાસ્તવિક સ્વરૂપ નથી. અમે તો અનંત જ્ઞાનઆનંદની શક્તિસ્વરૂપ જ છીએ.–
આવું અંર્તભાન જ્ઞાનીને નિરંતર વર્તે છે.
તેં ક્યાંય મારી જાનકીને જોઈ!–એમ પહાડને પૂછે છે, પણ પર્વત કાંઈ બોલે?–છતાં આ પ્રસંગેય અંતરમાં દેહથી
પાર ને શોકથી પાર ચિદાનંદસ્વરૂપનું ભાન તેમને વર્તે છે. અજ્ઞાની તો પોતાના શરીરને આત્મા માને છે, ને
બીજામાં પણ શરીરને જ આત્મા તરીકે દેખે છે, પણ શરીરથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને તે જાણતો નથી.
આત્મા તો સદા જ્ઞાન– આનંદસ્વરૂપ જ છે–એમ પોતાના અંર્તવેદનથી જ જણાય છે. આત્મા પોતે અંતર જ્ઞાન–
આનંદસ્વરૂપ પરિણમ્યો તે પછી અચલપણે સ્થિર રહે છે, તેમાંથી કદી ચ્યૂત થતો નથી. માટે જ્ઞાન–આનંદસ્વરૂપ
આત્મા જાણવા જેવો છે. .. ૮–૯..
એમ અજ્ઞાની માને છે; અને બીજામાં પણ બીજાના શરીરને જ આત્મા માને છે તથા તે આત્માથી અધિષ્ઠિત એવા
અચેતન શરીરની ચેષ્ટાઓને આત્માની જ ચેષ્ટા માને છે, પણ દેહ તો ચેતનરહિત છે ને આત્મા ચેતન સહિત છે–તેને
અજ્ઞાની જાણતો નથી;–એ વાત હવે દસમી ગાથામાં કહે છે–
परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति।।१०।।
અચેતન શરીરને દેખીને તેને પણ તે બીજાના આત્મા જ માને છે. એ રીતે મૂઢ જીવ પોતામાં ને પરમાં અચેતન શરીરને
જ આત્મા માને છે; દેહથી ભિન્ન આત્માને તે દેખતો નથી.
જ્ઞાની તો જાણે છે કે હું ચૈતન્ય–
PDF/HTML Page 24 of 25
single page version
સ્વરૂપ અરૂપી છું ને બધાય આત્મા પણ એવા જ ચૈતન્યસ્વરૂપ અરૂપી છે. આ શરીર દેખાય છે તે તો રૂપી–જડ–
અચેતન છે, તે હું નથી, અને બીજા શરીર દેખાય છે તે પણ આત્મા નથી, બીજા આત્માઓ તે શરીરથી જુદા છે.
અજ્ઞાની તો પોતાના આત્માને પણ શરીરરૂપ જ દેખે છે, શરીર તે હું જ છું એમ માને છે, અને બીજા આત્માઓને પણ
એ જ રીતે શરીરરૂપે જ દેખે છે. શરીર જડ છે ને આત્મા ચેતન છે–એમ તો બોલે, પણ વળી એમ માને કે ‘શરીરની
ક્રિયા આત્મા કરે છે, શરીરની ક્રિયાથી આત્માને લાભ–નુકસાન થાય’–તો તે શરીરને આત્મા જ માને છે, શરીરથી
ભિન્ન આત્માને ખરેખર તે માનતો નથી; અને તેને સમાધિ થતી નથી. દેહ તે જ હું–એમ દેહને જ જેણે આત્મા માન્યો
છે તેને દેહ છૂટતાં સમાધિ કેમ રહેશે? નજર તો દેહ ઉપર પડી છે એટલે તેને દેહ છૂટવાના અવસરે સમાધિ રહેશે નહિ.
જ્ઞાની તો પોતાના આત્માને દેહથી ભિન્ન જ જાણે છે, ચૈતન્યસ્વરૂપ જ હું છું, શરીર હું નથી–એવું તેને ભાન છે એટલે
દેહ છૂટવાના અવસરે પણ ચૈતન્યના લક્ષે તેને સમાધિ જ રહે છે. માટે ભેદજ્ઞાન કરીને અંતરમાં સ્વસંવેદનથી
ચિદાનંદસ્વરૂપ પોતાના આત્માને જાણવો તે જ સમાધિનો ઉપાય છે.
તથા બહારમાં સ્ત્રી–પુત્ર–ધન વગેરેને પણ પોતાના હિતરૂપ જાણીને ભ્રમથી વર્તે છે એમ હવે કહે છે–
वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः।।११।।
બાહ્યદ્રષ્ટિથી શરીરરૂપે જ દેખે છે, પણ શરીરથી ભિન્ન અંદરની ચૈતન્ય પરિણતિવાળો આત્મા છે તેને તે ઓળખતો
નથી. શરીરને જ અજ્ઞાની દેખે છે પણ આત્મા શું છે, આત્માના જ્ઞાનાદિ ભાવો શું છે તેને તે ઓળખતો નથી. જડ કર્મને
લીધે આત્માને વિકાર થાય–એમ માનનાર પણ ખરેખર આત્માને જડથી ભિન્ન ઓળખતો નથી. પોતાના આત્માને
જ્ઞાનાનંદસ્વરૂપે જાણ્યા વિના બીજાના આત્માની પણ વાસ્તવિક ઓળખાણ થતી નથી.
PDF/HTML Page 25 of 25
single page version
દ્રવ્યોમાં તારા આત્માને ન જોડ.
કારણ ન માનો; પણ સમ્યગ્દર્શન – જ્ઞાન–ચારિત્રને જ મોક્ષનું કારણ જાણીને તેમાં જ આત્માને જોડો.
પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને જ મોક્ષમાર્ગપણે ઉપાસ્યો છે; માટે તે જ એક મોક્ષમાર્ગ છે–એમ
નિર્ણય કરીને હે જીવ! તેમાં જ તારા આત્માને જોડ.
માટે સમ્યગ્દર્શન–જ્ઞાન– ચારિત્રમાં જ તારા આત્માને જોડ.–આમ સૂત્રની અનુમતિ છે, આમ સંતોનો
આદેશ છે, ને આવો જ ભગવાનનો માર્ગ છે
’
દ્રવ્યોમાં વિહાર ન કર.