Atmadharma magazine - Ank 230
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૩૦
ઈચ્છાનો કર્તા થઈ શકે પણ પરના કાર્યનો કર્તા કોઈ અન્ય દ્રવ્યથી થઈ શકાતું નથી. સંયોગદ્રષ્ટિવાળા
જીવો વસ્તુમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવશક્તિથી સંપૂર્ણ સત્પણું છે એ સિદ્ધાંત માનતા જ નથી.
આચાર્યદેવે અને સર્વજ્ઞદેવે તો સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે દરેક પદાર્થને પોતાના સ્વભાવથી
અજ્ઞાની પરમાં અને પરથી કર્તાપણું દેખે છે, તેના તેવા મિથ્યા પ્રતિભાસને અસત્યાર્થ કહેલ છે.
ખરેખર દ્રષ્ટિથી જોતાં કોઈ કોઈને અસર–પ્રેરણા કરે, પરમાં પ્રભાવ ઉત્પન્ન કરે–કરાવે એ વાત તદ્ન
અસત્ય છે, કેમકે એક દ્રવ્ય અન્ય દ્રવ્યની પર્યાય કરવા કરાવવામાં અલાયક અયોગ્ય છે, નાલાયક છે.
ઘડારૂપી કાર્ય થાય છે તેમાં માટી જ સ્વયં પોતાના સ્વભાવથી પરિણમતી (થતી) જોવામાં આવે છે,
કારણ કે માટી પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ સત્ સ્વભાવને નહીં ઓળંગતી હોવાથી અર્થાત્
પર્યાયધર્મ તથા દ્રવ્યધર્મને નહીં છોડતી હોવાથી આદિ–મધ્યઅંતમાં પોતે કર્તા છે પણ કુંભાર ઘડાના
કાર્યનો ઉત્પાદક છે નહીં.
જૈનદર્શનનો મર્મ અકર્તાપણું છે. વ્યવહારનયથી નિમિત્તકર્તાનું કથન આવે પણ ઘડાની પર્યાયનો
કર્તા કુંભાર નથી, કેમકે માટી જ પોતાના સ્વભાવથી સ્વપર્યાયની લાયકાત–યોગ્યતા (સામર્થ્ય) થી
તેના કાર્ય કાળે સ્વયં પલટીને ઘટરૂપે થાય છે. નિમિત્ત છે માટે ઉપાદાનમાં કાર્ય થાય છે, નિમિત્ત ન
હોય તો કાર્યનો પ્રવાહ અટકી જાય, વહેલો–મોડો થાય–એ માન્યતા અસત્ય છે.
વસ્તુની મર્યાદા બતાવવા માટે આચાર્યદેવે સિદ્ધાંત બતાવી દીધો કે–એક દ્રવ્ય બીજા દ્રવ્યની
પર્યાયનો કર્તા થઈ શકતું નથી–કેમકે પરના કામ માટે દરેક દ્રવ્ય અયોગ્ય છે.
આચાર્યે પુસ્તક બનાવ્યું જ નથી. ત્રણેકાળે એ નિયમ છે કે પરમાણુની શબ્દાદિરૂપે અથવા
અનેક આકાર અને ગતિસ્થિતિરૂપે પરિણમવાની શક્તિ તે તે પુદ્ગલ દ્રવ્યોમાં છે, જીવમાં નથી. આમ
સત્ય સિદ્ધાંત નક્કી કરતાં જ અનંત પર દ્રવ્યની કર્તાબુદ્ધિ ઊડી જાય છે અને સ્વભાવમાં સત્ય
સમાધાન અને શાન્તિ થાય છે. સર્વજ્ઞે કહ્યું છે કે કોઈ દ્રવ્યમાં પરના કાર્ય કરવાની કે નિમિત્ત થઈને
કરવાની યોગ્યતા નથી પણ અયોગ્યતા જ છે.
આત્મા જ્ઞાતા જ છે, કર્તાપણાનું અભિમાન કરે તો કરે પણ હાથ–પગ અથવા લાકડું ઊંચું
કરવાની લાયકાત આત્મામાં નથી. છતાં જે પરનાં કર્તાપણું માને છે તે જ્ઞાતા સ્વભાવનો તિરસ્કાર
કરનાર આત્મઘાતી મહાપાપી છે–એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે.
અન્યમતિ જગતનો કર્તા ઈશ્વર ગણીને તેને નિમિત્ત–કર્ત્તા માને છે તેમ જે કોઈ જૈન નામ
ધરાવીને પણ શરીરાદિની ક્રિયામાં જીવ નિમિત્ત કર્તા થાય એમ માને તો તે બે ક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે,
કારણકે તેણે અનંત પરદ્રવ્યને પરાધીન માન્યાં ઉત્પાદ–વ્યય ધ્રુવરૂપ સત્ની તાકાતને તેણે માની નહીં.
દવામાં તાકાત નથી કે બીજાના રોગ મટાડે શું પદાર્થમાં પોતાની શક્તિ નથી કે બીજો તેના
ઉત્પાદવ્યયરૂપકાર્યને કરે? ભાષામાં એવી તાકાત નથી કે જીવને જ્ઞાન ઉપજાવે.
જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં એવી તાકાત નથી કે તે આત્માના જ્ઞાનની પર્યાયને હીણી કરે,
પણ જીવ સ્વયં પોતાની પર્યાયની યોગ્યતાથી હીણી પર્યાયે પરિણમે છે તો કર્મનો ઉદય નિમિત્તપણે
ગણાય છે.

PDF/HTML Page 22 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : ૧૯ :
કોઈ કહે દર્શન મોહનીયકર્મના ઉદય વિના મિથ્યાત્વ થતું હોય તો બતાવી આપો, ધર્માસ્તિકાય
વિના જીવ–પુદ્ગલમાં ગતિરૂપ ક્રિયા થાય એમ બતાવી આપો–એમ સંયોગદ્રષ્ટિવાળા વસ્તુને પરાધીન
માને છે, પણ કોઈની તાકાત નથી કે બીજાને પરિણમાવે કર્મના ઉદય અનુસાર ડીગ્રી ટુ ડીગ્રી જીવને
વિકાર થાય એમ માનનાર બે દ્રવ્યને એક માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્ન:– એક જણ એક દિવસમાં ઘણું યાદ કરી શકે છે, બીજો ઘણા દિવસમાં એક શ્લોક પણ યાદ
ન કરી શકે–તેમાં કર્મનું જોર હશે ને?
ઉત્તર:– ના, તે પ્રકારની જ્ઞાનની પર્યાયનો ઉત્પાદક તે જીવ છે, એમ દેખવામાં આવે છે. આચાર્ય
દેવ કહે છે કે કુંભાર પોતામાં ઈચ્છા અને અજ્ઞાનભાવ કરી શકે છે પણ ઘડાની અવસ્થા પણ તે કરે છે
એમ અમે જોતા નથી.
પ્રશ્ન:– વ્યવહારથી નિમિત્ત તો છે ને? ના, જુઓ, સમયસારજી ગા. ૩૭૨ માં કહ્યું છે કે કોઈ
રીતે અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના કાર્યની (પર્યાયની) ઉત્પત્તિ કરી શકાતી નથી, તેથી એ સિદ્ધાંત છે કે
સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ એટલે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય સ્વભાવથી જ પોતાના કાર્યને કરે છે,
અન્યને કર્તા કહેવો તે તો કહેવા માત્ર છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારનયની એ રીત છે,
નિશ્ચયનય તેનો નિષેધ કરે છે કેઅન્ય કર્તા નથી જ.
શ્રેણિક રાજાને ક્ષાયિક સમ્યગ્દર્શન થયું તે પર્યાયનો કર્તા તેમનો આત્મા છે કે મહાવીર
ભગવાન્?
કેવળી–શ્રુતકેવળી સમીપે ક્ષાયિક સમ્યક્ત્વ થાય એમ કથન છે ને? તે તો નિમિત્તપણે કોણ હોય
તે બતાવવા વ્યવહારનયથી કહ્યું છે. નિમિત્તથી થતું હોય તો બીજાને કેમ ન થયું? જે જીવ તે જાતની
લાયકાતરૂપે પરિણમે તેને જ કેવળી વગેરે નિમિત્ત કહેવાય છે. ખરેખરબીજા જીવને સમ્યગ્દર્શન પર્યાય
ઉપજાવવાના કામ માટે ભગવાન અલાયક છે.
શ્રેણિક રાજાએ નરકાયુ બાંધ્યું માટે નરકક્ષેત્રમાં જવું પડ્યું એ કથન નિમિત્તનું જ્ઞાન કરાવવા
માટે છે. ખરેખર તો તે જીવની ત્યાં જવાની યોગ્યતાથી અને તેની ક્રિયાવતી શક્તિના કારણે ત્યાં જવું
થયું છે, કેમકે તેમનો આત્મા નરકની યોગ્યતારૂપે પરિણમતો હતો. કર્મનો ઉદય જીવને હેરાન કરે, કર્મ
ભોગવવા પડે, આઠ કર્મને લીધે જીવ સંસારમાં રખડે છે–એ ખોટી વાત છે, કેમકે કર્મ પુદ્ગલ દ્રવ્ય છે
તે જીવના પરિણામ કરવા માટે અયોગ્ય છે.
પ્રશ્ન:– બીજમાંથી અનાજ પાકે છે તે શું એની મેળે પાકે છે?
ઉત્તર:– હા, અનાજમાં ઊગવાની અને પાકવાની શક્તિ છે, તે જ પ્રગટ થાય છે. ખેડુત, માટી,
પાણી, કાળ વગેરે તો નિમિત્ત માત્ર છે, અન્ય દ્રવ્યમાં કોઈ અન્યનું કાર્ય કરવાની યોગ્યતા નથી.
કાર્યનો કર્ત્તા તે દ્રવ્યની ક્ષણિક ઉપાદાન શક્તિ જ છે, નિમિત્ત કારણ તે ખરૂં કારણ નથી, પણ
સ્વપરપ્રકાશક પ્રમાણજ્ઞાન ઉપાદાન–નિમિત્ત–નિમિત્ત બધાને જેમ છે તેમ જાણે છે. સ્વજ્ઞેય દ્રવ્ય–ગુણ–
પર્યાય સ્વતત્ત્વપણે અને નિમિત્તરૂપ પરજ્ઞેય પરતત્ત્વપણે છે, વિભાવ અને સ્વભાવને ગૌણ મુખ્ય ન
કરતાં સર્વાશ ને જાણે તે પ્રમાણ જ્ઞાન છે, તેથી પ્રમાણ પૂજ્ય નથી પણ નયજ્ઞાન પૂજ્ય છે એમ નયચક્ર
ગ્રંથમાં કહેલ છે.
નિશ્ચયનયનો વિષય ભૂતાર્થ સ્વભાવ છે તેથી સ્વાશ્રિત જે નિશ્ચયનય છે તે દ્વારા પોતાના
એકરૂપ ધ્રુવસ્વભાવને ગ્રહણ કરતાં પરાશ્રયરૂપ વ્યવહારનય ગૌણ થઈ જાય છે, [તે કાર્ય પ્રમાણ
જ્ઞાનનું નથી,) હેય તત્ત્વનો નિષેધ અને ઉપાદેય શુદ્ધતાનું ગ્રહણ, રાગાદિ વ્યવહારપક્ષની ઉપેક્ષા અને

PDF/HTML Page 23 of 25
single page version

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૩૦
આદર કરવાની તાકાત નિશ્ચયનયમાં છે તે જ નય પોતાને શુદ્ધ આત્મિક મહાનંદમાં જોડે છે. નિશ્ચયનય
એટલે શુદ્ધનય તે સ્વસન્મુખતા વડે આત્માનુભવમાં વાળે છે, પોતાના અસલી સ્વરૂપના આશ્રયે લાભ
બતાવે છે તેથી પૂજ્યતમ છે.
આત્માને હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ નયજ્ઞાન દ્વારા થાય છે. અભેદ નિર્વિકલ્પ
દ્રવ્યસ્વભાવને મુખ્ય કરી તેને નિશ્ચય કહ્યો અને તે એકનો જ આદર કરવામાં આવે છે. પર્યાયમાં
વિકલ્પ, રાગ, નિમિત્ત–નૈમિત્તિક સંબંધના ભેદ છે તેને નિશ્ચય નયદ્વારા ગૌણ કરી, વ્યવહાર કરી,
પરાશ્રયનો ભેદ ટાળવા માટે પરદ્રવ્યમાં નાખવામાં આવે છે. હેય તત્ત્વનો ત્યાગ કરવો પડતો નથી
વીતરાગી દ્રષ્ટિ થતાં પ્રથમ શ્રદ્ધામાં સર્વ વિભાવનો ત્યાગ થઈ જાય છે, પછી વીતરાગી ચારિત્ર ની
ભૂમિકામાં બળ વધે છે તેટલા અંશે રાગનો ત્યાગ થઈ જાય છે–એટલે કે તે ઉત્પન્ન થતા નથી.
સમયસારજી ગા. ૨૭૨માં કહ્યું છે કે:–
“વ્યવહારનય એ રીત જાણ, નિષિદ્ધ નિશ્ચયનય થકી,
નિશ્ચયનયાશ્રિત મુનિવરો, પ્રાપ્તિ કરે નિર્વાણની.”
મુખ્ય તે નિશ્ચય–ભૂતાર્થ, તેમાં ઢળતાં સ્વપરપ્રકાશક જ્ઞાન સાચું થાય છે. તે સર્વજ્ઞનાજ્ઞાન અનુસાર
સર્વ પદાર્થને દ્રવ્ય–ગુણ–પર્યાયથી ત્રણે કાળે સ્વતંત્ર દેખે છે. બધાં દ્રવ્યો પોતપોતાના પરિણામના કર્તા
હોવાથી ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ નિજ સ્વભાવથી જ ઊપજે છે–એમ સ્વીકાર કરે પછી અભૂતાર્થ વ્યવહાર
ભૂમિકાનુસાર નિમિત્ત પણે કેવો હોય તેને જાણતું જ્ઞાન પ્રગટ થાય છે તેનું નામ વ્યવહારનય છે.
જ્ઞાનીને પણ દયા, દાન, ભગવાનની ભક્તિ વગેરેનો રાગ આવે છે. નિમિત્ત નિમિત્તના
સ્થાનમાં હોય પણ તેનાથી જીવના પરિણામ સુધરે અથવા બગડે એમ ત્રણ કાળમાં બનતું નથી.
લાલમણિની માળા ફેરવે તો લાભ થાય, મંદિરમાં જઈ ભગવાન પાસે બેસે તો પુણ્ય થાય,
પરની મદદ મળે તો કાર્ય થાય, તીર્થંકરની ધર્મસભામાં જાય અને ધર્મ સાંભળે તો સમ્યગ્દર્શન થાય,
વજ્રકાય શરીર મળે તો મોક્ષ થાય–એ બધાં કથન અસદ્ભૂત વ્યવહારનયથી નિમિત્ત બતાવવા માટે છે.
કોઈ પણ નિમિત્ત ઉપાદાનનું કાર્ય કરવા માટે અલાયક છે, અયોગ્ય છે.
તત્ત્વ દ્રષ્ટિથી જોતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કાર્ય કરવા માટે નાલાયક છે–અયોગ્ય છે,
કેમકે દરેક ગુણનું કાર્ય પરથી નિરપેક્ષ છે, છતાં નિમિત્ત બતાવવા સાપેક્ષ કહેવું તે વ્યવહાર છે, પરમાર્થ
નથી–એમ ત્રણે કાળ માટે વસ્તુની વ્યવસ્થા છે.
રાષ્ટ્રીય ભાવના
(સ્ત્રગ્ધરાવૃત્તમ્)
ક્ષેમં સર્વપ્રજાનાં પ્રભવતુ બલવાન્ ધાર્મિકો ભૂમિપાલ;
કાલે કાલે ચ સમ્યગ્વર્ષતું મધવા વ્યાધયો યાન્તુ નાશમ્;
દુભિક્ષં ચૌરમારી ક્ષણમપિ જગતાં માસ્મભૂત્જીવલોકે,
જૈનેન્દ્રં ધર્મચક્રં પ્રભવતુ સતતં સર્વ સૌખ્યં પ્રદાયિ.
(ઈન્દ્રવજ્રા)
સંપૂજકાનાં પ્રતિપાલકાનાં યતીન્દ્ર સામાન્ય તપોધનાનાંમ્
દેશસ્ય રાષ્ટ્રસ્ય પુરસ્ય રાજ્ઞ: કરોતુ શાન્તિં ભગવાન્ જિનેન્દ્ર:
ભારતની સીમા ઉપર ચીનાઓનું આક્રમણ અને તે દ્વારા થયેલ અશાંતિ સત્ત્વર દૂર થાય અને
સમગ્ર દેશમાં સુખ–શાન્તિ વ્યાપે એવી ભાવના ભાવીએ છીએ.

PDF/HTML Page 24 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : ૨૧ :
આ સંઘદ્વારા લગભગ ૩૩૦૦૦ રૂપિયા દાનમાં આવ્યા. આ બધા પ્રસંગો નિહાળીને પૂજ્ય ગુરુદેવના
અનન્યભક્ત, પોતાને સમુદ્રના બિન્દુસમાન માનનાર શ્રી બાબુભાઈના ભક્તિભાવની ત્યાંના જૈન
સમાજે ખૂબખૂબ પ્રશંસા કરી છે. આવી ધર્મપ્રભાવના માટે ગુજરાતના સાધર્મી ભાઈઓને તથા શ્રી
બાબુભાઈને ધન્યવાદ.
(ર રખીયાલ [અમદાવાદ] માં દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળદ્વારા નુતન દિ૦ જૈનમંદિરનું નિર્માણ
થવાનું છે. તેનો શિલાન્યાસ માગશર સુદી ૧૧ તા. ૭–૧૨–૬૨ના રોજ શ્રી પુરણ ચંદજી ગોદીકા
જયપુરવાળા હસ્તે થશે.
વૈરાગ્ય સમાચાર
(૧) શ્રી ચુનીલાલ દેવકરણ વોરા [જામનગર] ઉ. ૭૮ ખુબ જાગ્રતીપૂર્વક આત્મભાવના
ભાવતા ભાવતા પરલોકવાશી થયા છે. તેઓ ઘણા વરસોથી પૂ. ગુરુદેવનો સમાગમ કરવા વારંવાર
સોનગઢ આવતા હતા, પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો. ‘મૃત્યુ તો દેહના સ્વભાવ મુજબ
આવવાનું જ છે, એમાં ભય શ્યો?’ એમ કહી આત્મહિત માટે વાંચન મનન કરતા હતા. તેમનો આત્મા
શીઘ્ર આત્મકલ્યાણ સાધે એવી ભાવના વ્યક્ત કરીએ છીએ. તેમના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ
દર્શાવીએ છીએ.
(૨) શ્રી જગજીવન નાનચંદ પારેખ બોટાદ [સૌરાષ્ટ્ર] તા. ૪–૧૧–૬૨ સં. ૨૦૧૯ના કારતક
સુદ ૭ના રોજ સ્વર્ગવાસી થયા. તેઓશ્રી પરમ ઉપકારી પૂ ગુરુદેવના સમાગમ માટે સોનગઢ અનેક
વર્ષોથી આવતા હતા, પૂજ્ય ગુરુદેવ પ્રત્યે તેમને અપાર ભક્તિ હતી. બોટાદ દિ. જૈન મંદિરમાં તેઓ
ખુબ ભક્તિભાવથી ભાગ લેતા હતા. તેમના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીએ છીએ. તેમનો
આત્મા પવિત્ર આત્મ આરાધનાદ્વારા શીઘ્ર આત્મ કલ્યાણ સાધે એમ ભાવના ભાવીએ છીએ.
(૩) શ્રી બંસીલાલજી (શેઠ વચ્છરાજ્જી લાડવાળાના સુપુત્ર) નું ઊ. વ. ૨૭ કલકત્તામાં આસો
સુદી ૧૨ ના નાની ઉંમરે ટુંક બિમારી ભોગવી આયુષ પૂર્ણ થયું. આવો પ્રસંગ અનિત્યના અશરણતાનો
બોધપાઠ શીખવે છે અને આખા સંસાર પ્રત્યે પ્રબળ વૈરાગ્ય થવામાં નિમિત્ત બને છે. તેમના કુટુંબને
ઘણો આઘાત લાગ્યો છે, અમે તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીએ છીએ. શ્રી બંસીલાલનો આત્મા
પવિત્ર જૈનધર્મની આરાધના કરી શીઘ્ર આત્મકલ્યાણ સાધે એમ ભાવના ભાવીએ છીએ.
અંક નં ૨૨૯નું શુદ્ધિપત્રક
પૃ. લીટી અશુદ્ધિ શુદ્ધ પૃ. લીટી અશુદ્ધિ શુદ્ધ
૧ ૧૩ બનતું બનતું ૨ ૬ શ્રત શ્રુત
૬ ૨–૭ રથરૂઢ રથારૂઢ ૮ ૬ નિવેર નિર્વેર
૧૨ ૨ અંતરના અંતરમાં ૧૩ ૨–૨૧ ઉજળે ઉછળે
૧પ ૨–૧૨ ચતન્ય ચૈતન્ય ૨૩ ૨૨ પરંતુ પરનું

PDF/HTML Page 25 of 25
single page version

background image
ATMADHARAM Reg. No. G 82
પ્રભુતા ભૂલી પામર થયો, નિજ હત્યામાં રાચી રહ્યો.
શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનું શાસનમાં કહે છે કે,
હે ભોળા પ્રાણી! તેં આ પર્યાય પહેલાં સર્વ કાર્ય “अजाकृपाणोयवत् કર્યાં. કોઈ મનુષ્ય
બકરીને મારવા માટે છરી ઈચ્છતો હતો–પણ બકરી એજ પોતાની ખરીથી પોતાના નીચે દટાયેલી છરી
કાઢી આપી, જેથી તેજ છરીથી તે મૂર્ખ બકરીનું મરણ થયું, તેમ જે કાર્યોથી તારો ઘાત થાય–બુરું થાય
તેજ કાર્ય તેં કર્યું, ખરેખર તું હેય ઉપાદેયના વિવેકથી રહિત મૂર્ખ છે.
ઘાત શું અને જીવન શું તેના ભાન વિના જીવો પોતાની જ મૂર્ખતા વડે પોતાનો જ ઘાત
કરે છે. જેમ પોતે જ પોતાના નીચે દટાયેલી છરી કાઢીને ધરવી એ જેમ બકરાને માટે સ્વઘાતક
કાર્ય છે, તેમ આ મનુષ્ય પર્યાયમાં તને જે કંઈ વિષયાદિ સેવનથી સુખજેવું ભાસે છે, અને તેથી તું
એમ માની રહ્યો છે કે આ સુખઅવસ્થા મારી આમ સદાય બની રહેશે, એમ સમજી નિશ્ચિંત થઈ
રહ્યો છે, પણ એ ભરોસે નિશ્ચિંત રહેવું તને યોગ્ય નથી. તારો એ વિચાર તને જ ઘાતરૂપ છે, તેનું
તને લેશ ભાન છે? એ વિષયાદિ સેવનમાં સુખ નથી જ, સુખાભાસ માત્ર છે અને તે પણ ક્ષણિક
છે એમ જાણી તેની લુબ્ધતામાં અજ્ઞાન વડે આ અમૂલ્ય માનવ જીવનનો હીન ઉપયોગ ન કર!
એથી તારો જ ઘાત થાય છે તે વિચાર! પોતાના ઉપયોગને પોતે જ મલિન કરી પોતાના જ શુદ્ધ
જ્ઞાન, દર્શન, સુખાદિ ભાવ–પ્રાણનો નાશ કરી આનંદ માણવો એ પેલા બકરા જેવું સ્વઘાતક કાર્ય
નહીં તો બીજું શું? પર દ્રવ્યથી પોતાનું ભલું બૂરૂં થવા માનીને, પરને ઈષ્ટઅનિષ્ટમાનીને, પોતાના
જ્ઞાન દર્શનમય ઉપયોગને બગાડી રહ્યો છે. આવાં નિરંતર ભાવમરણને જીવન માને, તેમાં
આનંદમાને એ ઘેલછા નહિં તો બીજું શું છે?
જૈન ધર્મની વિશેષતા.
વિદેશી અનેક ધર્મોનો અભ્યાસ કરીને, ભારતીય દર્શનોના અધ્યયન–અભ્યાસ કરવાવાળા
જર્મન વિદ્વાને જૈન દર્શનના પ્રકાન્ડ વિદ્વાન પંડિતજી ફુલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી (વારાણસી) પાસે જઈને
પ્રશ્ન પૂછ્યો, શાસ્ત્રીજી! જૈન દર્શનમાં એવી શું વિશેષતા છે કે જેથી આપ તેનું અલગ અસ્તિત્વ રાખવા
માગો છો? અહિંસા આદિ તો અનેક ધર્મોમાં હોય છે, માટે આપ જૈનોએ કોઈ વિશાળકાય ધર્મમાં
ભળી જવું જોઈએ અથવા જૈનધર્મની એવી વિશેષતા બતાવવી જોઈએ કે જે અન્ય દર્શનોમાં ન મળી
શકે!
શાસ્ત્રીજીએ કહ્યું કે “મહોદય! અહિંસા આદિ તો ધર્મનું સામાન્ય શરીર છે, પણ જૈન ધર્મનો
આત્મા (જૈનધર્મનું સ્વરૂપ) તો આ બે વિશેષતાઓમાં છે– (૧) સ્વાવલંબન અને (૨) વ્યકિત
સ્વાતંત્ર્ય, અર્થાત્ ભેદ વિજ્ઞાનમય તત્ત્વજ્ઞાન દ્વારા પોતાના જ બળ ઉપર દરેક આત્મા પરમાત્મા બની
શકે છે.” આમ જર્મન વિદ્વાને જૈનધર્મની વિશેષતા જાણીને બહુ પ્રસન્નતા બતાવી.
(સન્મતિ – સંદેશમાંથી)
____________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર.