Atmadharma magazine - Ank 230
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૦
સળંગ અંક ૨૩૦
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૨૦ : અંક રજો] તંત્રી : જગજીવન બાવચંદ દોશી [માગશર : ૨૪૮૯
પાત્રે પ્રભુતા પ્રગટે
‘તું તૈયાર થા, તો તે દૂર નથી.
જેમ હીરાનો ધંધો શીખવો હોય તો પ્રથમ પરીક્ષક થાય પછી
તેના વિશેષ અભ્યાસથી અનેક કળા ખીલે, તેમ જેવું સર્વજ્ઞ વીતરાગે
સાક્ષાત્ જ્ઞાનથી જાણેલું કહ્યું છે અને જે ત્રણ કાળમાં ન ફરે એવું પરમ
સત્ય છે તેનો બરાબર અભ્યાસ કરી જાણે અનેઅંતરમાં તેનો મેળ કરે
તો પૂર્ણ સ્વભાવનું યથાર્થ મહાત્મ્ય આવી અંતરની સમૃદ્ધિ બરાબર
જાણી લે. પછી શાસ્ત્રજ્ઞાનની સૂક્ષ્મતામાં ઊંડો ઉતરે ત્યારે કેવળજ્ઞાનના
દરોડા થાય એવો આનંદ અનુભવે. જેમ ચોપડાનું પાનું ફરે અને સોનું
ઝરે તેમ અહીં સમયસારના પાને પાને કેવળજ્ઞાનની સમ્યક્કળા ઉઘડે
એવું છે. તે જાતની પાત્રતા બધામાં ભરી છે. તૈયાર થાય તો વસ્તુ દુર
નથી.
(સમયસાર પ્રવચન ભા. ૧ પૃ. પ૩૯)
“મેરોધનિ નહીં દૂર દિશાન્તર મોં મહીં હૈ મુજૈ સુજત નીકે”
નિજ પરમ વૈભવનો માલિક ચૈતન્યસ્વામી ક્્યાંઈ દૂર દેશાન્તર
નથી, અંતરદ્રષ્ટિથી જોતાં મને સમ્યક્પ્રકારે દેખાય છે.
(કવિવર બનારસીદાસજી)
[૨૩૦]

PDF/HTML Page 3 of 25
single page version

background image
સ. વ. ણ. પ. ર સ. મ. ચ. ર
પરમ ઉપકારી પૂ. ગુરુદેવ સુખશાતામાં બિરાજમાન છે.
પ્રવચનમાં સવારે મોક્ષમાર્ગ પ્રકાશક, બપોરે સમયસારજી શાસ્ત્ર ગાથા
૧૪મી ચાલે છે. કાર્તિક વદી અમાસ સવારે “છહઢાલા” (કવિવર શ્રી પં.
દૌલતરામજી કૃત) સ્વાધ્યાયમાં લેવામાં આવેલ.
પૂજ્ય ગુરુદેવનો વિહાર હાલ બંધ રહેલ છે.
અષ્ટાહ્નિકા મહોત્સવમાં શ્રી નંદીશ્વર પૂજા વિધાન તથા શ્રી
રત્નત્રયપૂજન ઉત્સાહથી શરૂ કરીને તેની પૂર્ણતા કારતક સુદ ૧પના રોજ શ્રી
જિનેન્દ્ર ભગવાનને કળશાભિષેક ઉત્સવ સહિત થઈ.
*
ખાસ ધર્મ પ્રભાવનાના સમાચાર
(૧) શ્રી બાબુલાલ ચુનીલાલ ફતેપુરવાળા ગુજરાતના દિ૦
જૈનસમાજમાં વિશેષ માન્ય છે, તેઓ તત્ત્વપ્રેમી અને જૈનધર્મના મનોજ્ઞવક્તા
છે. તેમના અગ્રેસરપણામાં ધાર્મિક દિવસો દરમિયાન કોઈ પ્રસિદ્ધ સિદ્ધક્ષેત્રની
યાત્રાર્થે મોટી સંખ્યામાં ગુજરાતીઓનો યાત્રા સંઘ નીકળે છે. તેમાં હંમેશા ત્રણ
કલાક પ્રવચન તથા તત્ત્વચર્ચા ઉપરાંત શ્રી જિનેન્દ્ર પૂજન ભક્તિ આદિનો
કાર્યક્રમ હોય છે.
આ સાલ કાર્તિક માસમાં ૬૦૦ યાત્રિકો સહિત સિદ્ધવરકૂટ યાત્રા
જવાનું થતાં ત્યાં આશરે ૧પ૦૦ ભાઈબહેનો આવેલ હતા. માર્ગમાં ઈન્દૌર,
બડવાનીજી, ખંડવા, સનાવદ, ઉન–પાવાગીર, બીકન, ઉદયપુર, જાંબુડી મુકામે
તેમનો સંઘ જતાં ઘણી સારી પ્રભાવના થઈ.
પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવદ્વારા સર્વજ્ઞ વીતરાગ કથિત મોક્ષમાર્ગનું જે
સ્વરૂપ બતાવવામાં આવે છે તેનું સુંદરઅને સ્પષ્ટપણે વર્ણન કરીને શ્રી
બાબુભાઈ ધર્મપ્રભાવનામાં જે સુંદર ફાળો આપી રહ્યા છે, તેના ઉત્સાહભર્યા
સમાચાર દરેક ગામથી ખૂબખૂબ વિસ્તારથી આવેલા છે. સિદ્ધવરકૂટમાં
સિદ્ધચક્ર મંડલવિધાન કરવામાં આવ્યું હતું, આઠ દિવસ સુધી શ્રી
બાબુભાઈદ્વારા દિવસમાં ત્રણવાર પ્રવચન થતાં; તત્ત્વચર્ચા, અનુપમ ભક્તિ,
પૂજાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, આ બધું પ્રત્યક્ષ જોઈને સોનગઢ
પ્રત્યે જેમણે જૂઠી કલ્પનાઓ કરી રાખેલ હતી તે દૂર થવા પામી છે.
શ્રી સિદ્ધવરકૂટમાં શ્રી બાબુભાઈને સાંભળવા માટે ખંડવા આદિ
નિમાડ પ્રદેશના ભાઈ–બહેનો મોટી સંખ્યામાં આવેલા તેઓ ખૂબ પ્રભાવિત
થયેલા, યાત્રા સંઘ કાઢનાર જાંબુડીવાળા શ્રી છબાલાલ મલુકચંદ કોટડિયા
હતા, સિદ્ધવરકૂટ સિદ્ધક્ષેત્રને ગુજરાતના
અનુસંધાન ટાઈટલ પેજ ત્રીજુ

PDF/HTML Page 4 of 25
single page version

background image
વર્ષ વીસમું : અંક : રજો સંપાદક : જગજીવન બાવચંદ દોશી માગશર : ૨૪૮૯
અહો! ભગવાને કહેલ સ્વતંત્રતા.
આત્મા સદા જ્ઞાનસ્વરૂપ હોવાથી નિરંતર જાણવું, જાણવું તેનું
કાર્ય છે. તે જ્ઞાનની ક્રિયા આત્માને આધારે છે. ધ્યાન રાખે તોબધાને
સમજાય તેવી આ વાત છે. બધા આત્મા જાણનાર સ્વભાવી છે,
ભગવાન છે, અવિનાશી જ્ઞાન તેનું સ્વરૂપ છે. કોઈ આત્મા સ્ત્રી, પુરુષ કે
પશુ આદિ રૂપે નથી, રાગદ્વેષ મોહરૂપે નથી, ક્ષણિક સ્વાંગ જેટલો નથી
ભગવાન! તારી વાત તને ન સમજાય એમ માનીશ નહીં. જે જે સર્વજ્ઞ
પરમાત્મા થયા તેમણે પ્રથમ સાચી ઓળખાણ કરી, પછી અંતરમાં પૂર્ણ
સ્વભાવના આશ્રયે એકાગ્રતા કરીને પૂર્ણ નિર્મળદશા–પરમાત્મદશા પ્રગટ
કરી છે. એમ અનંતા સિદ્ધ પરમાત્મા થયા છે. તીર્થંકર પરમાત્માએ
સાક્ષાત્ કેવળજ્ઞાનથી જગતને જન્મ મરણ ટાળવાનો–પવિત્ર મુક્ત દશા
પ્રગટ કરવાનો સત્ય ઉપાય બતાવ્યો છે. તેમણે અકષાય કરુણાથી જે
નિર્દોષ ઉપદેશ આપ્યો તે જગતના પ્રાણી સમજી શકે એવો જ આપ્યો
છે. સમજી ન શકે, પુરુષાર્થથી ન કરી શકે, જડકર્મ નડી શકે એવું તેઓએ
કાંઈ બતાવ્યું નથી. ભગવાને તો સર્વત્ર વીતરાગતા, યથાર્થતા અને
વિશ્વતત્ત્વોની સ્વતંત્રતા સ્વીકારવાનું બતાવ્યું છે.
(પૂ. ગુરુદેવનાં પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૩૦
અકાર્યકારણત્વ શક્તિ
અહો! તારી સ્વાધિનતાની અજબલીલા
વીર સંવત ૨૪૮૮ ભાદરવા સુદી પ–૬ના દિવસે સમયસારજી
ઉપરના પ્રવચન. [અનાદિ અનંત દરેક આત્મા અનંત શક્તિ (ગુણ)
નો પિંડ છે તેમાથી ૪૭ શક્તિઓનું વર્ણન ચાલે છે. તેનું પ્રયોજન
પરિપૂર્ણ શક્તિવાન આ આત્મામાં દ્રષ્ટિ દઈ ને એકાગ્ર થવાથી સુખ
અને સુખના ઉપાયની શરૂઆત થાય છે. તેને જ સ્વાધિનતાનો માર્ગ
કહેવાય છે.)

ચૌદમી અકાર્યકારણત્વ શક્તિ પણ અનંત શક્તિની સાથે જ ભગવાન આત્મામાં સદા વિદ્યમાન
છે. જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવાએક સ્વદ્રવ્યસ્વરૂપ અકાર્યકારણત્વ શક્તિ
આત્મામાં છે, પણ રાગ વડે અથવા નિમિત્ત વડે જીવનું કાર્ય થાય, પરાશ્રય–વ્યવહારથી નિર્મળ શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપી કાર્ય થાય અને જીવ વડે રાગના કાર્ય–પરદ્રવ્યના કાર્ય થાય–એવીય શક્તિ આત્મામાં
નથી–એવી અનેકાન્તમય જૈનધર્મની નીતિ છે.
પર દ્રવ્ય–ક્ષેત્ર–કાળ તે કારણ અને (આત્મામાં) સમ્સયગ્દર્શનાદિ શુદ્ધ પર્યાય કાર્ય એમ નથી.
જુઓ, નિમિત્તાધીન દ્રષ્ટિ ઉડાવી; ભગવાનનું સમવસરણ મહાવિદેહક્ષેત્ર, ચોથો કાળ, વજ્રકાય શરીર
આદિ બાહ્ય સામગ્રી હોય તો આત્મામાં ધર્મરૂપી કાર્ય થાય એમ નથી. વ્યવહારરત્નત્રયરૂપ શુભ ભાવ
હોય તો આત્મામાં વીતરાગતા પ્રગટે એમ નથી, કેમકે અકાર્યકારણત્ત્વ ગુણ આત્મામાં છે, પણ તેનાથી
વિરુદ્ધગુણ આત્મામાં નથી.
શાસ્ત્રમાં નિમિત્તના કથન ઘણા આવે છે. જ્ઞાની પાસેથી ધર્મશ્રવણ, જાતિસ્મરણ, વેદના
દેવદર્શન આદિ સમ્યગ્દર્શનની ઉત્પત્તિના નિમિત્ત છે–તેનો અર્થ એમ છે કે ભેદજ્ઞાન વડે રાગથી અને
પરથી નિરપેક્ષ નિશ્ચય ચૈતન્યદેવનું સ્વયં જાગ્રત થાય, સ્વસન્મુખ થાય તે નિશ્ચય સમ્યગ્દર્શનનું નામ
દેવદર્શન છે. આત્મામાં નિશ્ચયદશારૂપી કાર્ય પ્રગટ કર્યું તો ત્યાં નિમિત્ત કોણ હતું તે બતાવવા તેને
વ્યવહાર સાધન કહેવાય છે. નિશ્ચય વિના વ્યવહાર કોનો?
પ્રશ્ન :– જીનેન્દ્રદેવના દર્શનથી નિદ્ધત અને નિકાચિત્ કર્મ તૂટી જાય છે–એનો અર્થ પણ એ જ
રીતે છે કે નિમિત્ત બતાવવા માટે તે વ્યવહારનયનું કથન

PDF/HTML Page 6 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : :
છે; પણ કોઈ પણ પર દ્રવ્ય તારામાં કાર્ય કરવા માટે અયોગ્ય જ છે. અનંતવાર નિમિત્તો પાસે ગયો,
કેમ કાર્ય ન થયું? ઘાતિકર્મનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય તે કારણ અને તે વડે આત્મામાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું કાર્ય થાય એમ નથી. જીવે એવો ભાવ કર્યો તો તેને નિમિત્ત કારણ કહેવાય
છે. નિમિત્ત નિમિત્તપણે છે, પણ કોઈ કાળે ઉપાદાનમાં કાર્યનું કારણ થઈ શકે એવી તેનામાં શક્તિ
નથી, તથા તે વડે આત્મામાં કાર્ય થઈ શકે એવો કોઈ ગુણ આત્મામાં નથી.
નિચલી દશામાં રાગ હોય છે, પણ નવતત્ત્વના વિકલ્પ, સાચા દેવ–શાસ્ત્ર–ગુરુની ભક્તિનો
રાગ, મહાવ્રતનો રાગ, નયપક્ષ આદિનો રાગ છે માટે આત્મામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર છે એમ
નથી; અને ભૂમિકાનુસાર એ જાતનો રાગ ન જ હોય અને માત્ર છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય (એકલી)
વીતરાગતા જ હોય એમ પણ નથી. અંશે બાધક દશા છે માટે સાધક દશા છે એમ નથી. અધુરૂં જ્ઞાન છે
માટે રાગ છે એમ નથી. ન્યાયથી કહેવાય છે. જેવું વસ્તુનું સ્વરૂપ અને તેની જ્યાં જે મર્યાદા છે તેને
જાણવા તરફ જ્ઞાનને સમ્યકપ્રકારે દોરી જવું તે ન્યાય છે.
વીતરાગભાવ છે તે જ મોક્ષમાર્ગ છે; તે કાર્યની ઉત્પત્તિ માટે કોઈ ક્ષેત્ર, સંયોગ, કાળકારણ થઈ
શકે છે એમ નથી. શાસ્ત્રમાં વ્યવહારના લખાણ હોય છે પણ તેનો ખર્ચ એટલો કે “ઉપાદાન નિજગુણ
જહાઁ, તહઁ નિમિત્ત પર હોય, એમ જાણવું તે વ્યવહાર જ્ઞાનનું પ્રયોજન છે.
ભગવાન અમૃતચંદ્રાચાર્ય કહે છે કે તારામાંએક ગુણ એવો છે કે “અકારણ કાર્યત્વ” પરથી
તારામાં કાર્ય નહીં અને તું પરનો કર્તા નહીં–સ્વામી નહીં. માત્ર અભૂતાર્થનયથી નિમિત્તકર્તા કહેવું તે
કહેવામાત્ર છે, વસ્તુસ્વરૂપ એમ નથી.
સમયસારજીની ૧૧મી ગાથા જિનશાસનનો પ્રાણ છે. “વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય
ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવ, સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.” શું અન્યથી કોઈનું કાર્ય કરી શકાતું નથી?
વિરોધ છે–એકાન્ત છે, નિમિત્ત વ્યવહાર ઉડાડે છે–એમ સંયોગ દ્રષ્ટિવાળા રાડો નાખે છે. પણ એ બધું
જ્ઞેયપણે છે તેને ઉડાડે કોણ? શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે અકાર્યકારણત્વશક્તિ, તથા છકારક–કર્તા, કર્મ,
કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણશક્તિ દરેક દ્રવ્યમાં દરેક સમયે સ્વતંત્ર છે માટે અન્ય કારણો
શોધવાની વ્યગ્રતા વ્યર્થ છે.
આત્મામાં ત્રણેકાળ સ્વભાવરૂપ અનંતા શક્તિઓ છે. શક્તિવાન આત્મામાં રાગાદિ વિભાવ
નથી. દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો શુભ રાગ આવે, પણ તેની મર્યાદા આસ્રવ અને બંધ તત્ત્વમાં છે,
સંસાર ખાતે છે પણ શક્તિવાન આત્મામાં આસ્રવ નથી.
સ્વભાવરૂપ શુદ્ધ કારણ કાર્ય શક્તિ તારામાં છે. જો તારામાં ન હોય તો ક્યાંથી આવે?
ધવળશાસ્ત્રમાં એકસ્થાને નિમિત્ત–વ્યવહાર બતાવવાનું કથન છે કે જ્ઞાનીને શુભ ભાવથી કથંચિત્
સંવર–નિર્જરા થાય છે; છ ઢાળામાં આવે છે કે સત્યાર્થ કારણ તે નિશ્ચય અને ત્યાં નિમિત્ત બતાવવું તે
વ્યવહારકારણ તથા વ્યવહારને નિશ્ચયનો હેતુ કહ્યો તેનો અર્થ–એ ભૂમિકામાં તે કાળે આવું જ નિમિત્ત
હોય તેટલી વાત સાચી; પણ નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય, શુભરાગથી આત્મામાં હળવે હળવે શુદ્ધિ
થાય એ વાત ત્રણે કાળે જૂઠી છે.
અહીં તો ૪૭ શક્તિદ્વારા સ્પષ્ટ કહી દીધું છે કે દરેક શક્તિ સ્વતંત્રતાથી શોભાયમાન અખંડિત
પ્રતાપ સંપદાવાન છે, પરના કારણ કાર્યપણાથી રહિત છે અને દરેક શક્તિમાં અનંત શક્તિનું રૂપ,
પ્રભુત્વ અને સામર્થ્ય છે તે નિશ્ચય છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે હે આત્મા! તારી અનંત શક્તિનું
કાર્ય કારણ તારાથી જ છે, પરથી નથી. પર દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને પરભાવને લીધે તારૂં કોઈ કાર્ય નથી.
પ્રથમથીજ આ પરમ સત્યની શ્રદ્ધા કરી, અનાદિની મિથ્યા શ્રદ્ધા

PDF/HTML Page 7 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૩૦
છોડવાની વાત છે. પ્રથમ અજ્ઞાની જીવો જેઓ કાંઈ સમજતા નથી તેમને પુણ્ય કરવાનો ઉપદેશ
આપવો; શુભરાગરૂપ વ્યવહાર કરતાં કરતાં હળવે હળવે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી કાર્ય
થશે એમ સ્થાપન કરવું એ મિથ્યા માન્યતા છે અને એનો ઉપદેશ સમ્યગ્દર્શનનું ભેદન કરનારી વિકથા
છે. મિથ્યા માન્યતા સમાન બીજું કોઈ મોટું પાપ નથી–તેની લોકોને ખબર જ નથી.
નિમિત્ત અને વ્યવહાર તેના સ્થાનમાં હોય છે તેનો નિષેધ નથી તથા તેનું જ્ઞાન કરાવવા માટે
સાચા નિમિત્તનું, શુભભાવનું સ્વરૂપ બતાવવામાં આવે છે પણ તેથી કોઈ તેના વડે હિત થઈ જશે એમ
માને મનાવે, શુભ રાગને કરવા જેવો માને તો તે જીવો મિથ્યાત્વ તથાઅનંતાનુબંધીનું મહાપાપ બાંધે
છે. અજ્ઞાન તે બચાવ નથી.
૨પ પ્રકારની વિકથાઆવે છે તેમાં શબ્દોમાં વિકથા નથી પણ તે પ્રકારના ખોટા ભાવ તે વિકથા
છે, તેમાં એક બોલ, દંસણ ભેદીની કથા છે તેને મિથયાત્વરૂપી મહાપાપને પુષ્ટ કરનારી પાપકથા કહી
છે.
સમયસારજી ગાથા ૩ માં કહ્યું છે કે વિશ્વમાં લોકમાં જે કોઈ જેટલા પદાર્થ છે તે બધાય પોતાના
ગુણપર્યાયને જ પ્રાપ્ત થઈ પરિણમન કરે છે અને પોતામાં એકમેક થઈને રહેલા પોતાના અનંત
ધર્મોના સમૂહને સ્પર્શે છે, તોપણ જેઓ પરસ્પર એક બીજાને અડતા નથી, અત્યંત નિકટ એક આકાશ
ક્ષેત્રે રહ્યા છે છતાં પોતાનું અંશમાત્ર પણ સ્વરૂપ છોડતા નથી ને પરરૂપે પરિણમતા નથી.
જાગ રે જાગ, તારી અનંત ચૈતન્યઋદ્ધિ, અક્ષય ગુણોનું નિધાન તારે આધીન છે, તારામાં એક
સાથે છે, નિકટ જ છે, તેને જો. જડકર્મ અનેરાગાદિ આત્માને સ્પર્શ કરી શકતા નથી. આત્મા સદાય
અરૂપી છે તે જડ શરીરને સ્પર્શતો નથી. સર્વ પદાર્થ પોતામાં, પોતા વડે, પોતાનું કાર્ય પોતાના આધારે,
પોતાથી જ કરે છે. અન્યનો આશ્રય કરવો, કારકાન્તરની અપેક્ષા માનવી, પોતાથી ભિન્ન પદાર્થની
જરૂર માનવી તે વ્યર્થ ખેદ છે.
હરેકને પોતાના સ્વતંત્ર કારણ કાર્ય છે સ્વરૂપના લક્ષે એટલું નક્કી થતાં, હું પરનું કરૂં, પર મારૂં
કરે, હું બીજાને નિમિત્ત થાઉં તો તેના કાર્ય થાય એ મિથ્યા અહંકારની મહાઆકૂળતા મટી, ત્રિકાળી
જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ સહિત સાચી સમતા થાય છે.
ત્રણ કાળ ત્રણ લોકમાં દરેક દ્રવ્યની સ્વતંત્રતા જોનાર સર્વજ્ઞ ભગવાનનું ફરમાન છે કે એક
દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અત્યંત અભાવ છે સ્વ ચતુષ્ટયમાં પરચતુષ્ટય કોઈ પ્રકારે પણ નથી. જેમાં નથી
તે તેનું શું કરે? કાંઈ પણ ન કરે તેથી કોઈ પણ દ્રવ્ય કોઈ પણ પ્રકારે બીજાને સ્પર્શ કરી શકતો નથી.
તારૂં કામ તારામાં છે, તારે આધીન છે–આવો દ્રવ્ય–ગુણ–પર્યાયનો સ્વતંત્ર સ્વભાવ ત્રણેકાળે છે..
સત્યની ખબર નથી, સાચું સમજવું પણ નથી અને ધર્મ કરવો છે. શું ધર્મ પરથી આવે છે?
વર્તમાન ડહાપણથી પૈસા આવતા નથી. શાણપણાની પર્યાય જીવમાં જીવના આધારે થાય છે
અને રૂપિયા જવાઆવવા, રહેવાની પર્યાય જડમાં જડના આધારે થાય છે.
અકારણ કાર્યત્વ શક્તિ આત્મામાં અને તેના ગુણ પર્યાયમાં વ્યાપે છે; તેમાં “કોઈ અન્યથી
કરાતું નથી.” –એ શબ્દોમાં મહાન મર્મરૂપ સિદ્ધાંત પડ્યો છે, વિશ્વના સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા બતાવે છે
કે એક દ્રવ્ય બીજાનું કાંઈ ન કરે, ન કરાવી શકે એવો ગુણ આત્માની અનંત શક્તિનું રૂપ (સ્વસામર્થ્ય)
રાખીને પડ્યો છે.

PDF/HTML Page 8 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : :
મોક્ષમાર્ગરૂપી કાર્ય દેવ–શાસ્ત્ર–ગુરુ અને સમવસરણમાં નથી, તેના વડે તારૂં કાર્ય નથી.
દર્શનમોહનો ક્ષય પોતાનાં દ્રવ્યસ્વભાવનું આલંબન લેવાથી થાય છે. તે જાતનો અસ્તિમાં સવળો
પુરૂષાર્થ કરે તો કેવળી, શ્રુતકેવળીને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત છે માટે ઉપાદાનમાં કાર્ય છે એમ નથી.
પરને કારણ કહેવું તે ઉપચાર છે, વ્યવહાર છે, તેથી તે ખરૂં કારણ કહેવું તે ઉપચાર છે, વ્યવહાર છે,
તેથી તે ખરૂં કારણ નથી. અનંતગુણસંપન્ન સ્વદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવાથી નિર્મળ પર્યાયરૂપી કાર્ય છે એવી
શક્તિ આત્મામાં છે: પણ પરનું અને રાગનું કારણ–કાર્ય થાય એવી કોઈ શક્તિ આત્મામાં નથી.
શુભરાગ કારણ, વ્યવહાર રત્નત્રય કારણ અને નિશ્ચયરત્નત્રય કાર્ય એવું આત્મામાં નથી. અહો! તારી
સ્વાધીનતાની અજબ લીલા છે. જો મુક્તિના ઉપાયની શરૂમાં જ સ્વાધીનતાની શ્રદ્ધા અને સવળો
પુરૂષાર્થ ન હોય તો તેને મુક્તિ શું, સ્વતંત્રતાશું, હિતનું ગ્રહણ અને અહિતનો ત્યાગ શું, સર્વજ્ઞ
વિતરાગે શું કહ્યું તેની કાંઈ ખબર નથી. સંયોગદ્રષ્ટિવાળો સ્વતંત્રતા માની શકે નહીં. આત્મા ઈચ્છા કરે
તો શરીર ચાલે, શુભરાગ કરે તો વીતરાગતા થાય–એવી કોઈ શક્તિ આત્મામાં નથી.
શરીરની ક્રિયા હોય, સામે પદાર્થ હોય, ઈન્દ્રિયો હોય, પ્રકાશ હોય તો આત્માને જ્ઞાન થાય એમ
નથી. પૂર્વની પર્યાય કારણ અને વર્તમાન પર્યાય તેનું કાર્ય એમ નથી, પર્યાયમાંથી પર્યાય આવતી નથી,
પરપદાર્થ કારણ અને સમ્યગ્દર્શન કાર્ય એમ નથી. પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરભાવ કારણ
અનેઆત્મામાં શુદ્ધતા અથવા અશુદ્ધતા થવી તે કાર્ય એમ નથી. વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ
શુભરાગ કારણ અને નિશ્ચય રત્નત્રય કાય એવું કારણ–કાર્ય આત્મામાં ત્રણકાળમાં નથી. પ્રથમ
વ્યવહાર પછી નિશ્ચય એમ નથી. લસણ ખાતાં ખાતાં કસ્તુરીનો ઓડકાર આવે એમ ન બને, તેમ રાગ
કરતાં કરતાં વીતરાગતા ન બને.
એક સમયમાં અનંત શક્તિનું નિધાન હું પૂર્ણ જ્ઞાનઘન છું એમાં દ્રષ્ટિ હોવાથી આત્મા જ કારણ
અને તેની નિર્મળ પર્યાય કાર્યરૂપે પ્રગટ થાય છે એવી શક્તિ આત્મામાં છે. પણ પોતાની પર્યાય કારણ
અને શરીરમાં, પરપદાર્થમાં હલનચલન આદિ ફેરફાર થાય, જીવના કારણે બીજામાં પર્યાય ઉત્પન્ન થાય
એવો કોઈ ગુણ આત્મામાં નથી. પોતાથી જ પોતાના આધારે પોતાનું કાર્ય થાય, પરથી પોતાનું કાંઈ ન
થાય, પોતે પરનું કાંઈ કરવા સમર્થ ન થઈ શકે એવી શક્તિ આત્મામાં છે. આ ઉપરથી એમ સમજવું કે
આત્માને ત્રણેકાળ પરવસ્તુના કારણ વગર જ ચાલી રહ્યું છે, પોતાના કાર્ય માટે પરદ્રવ્ય, પરક્ષેત્ર,
પરકાળની જરૂર પડે એવું એનું સ્વરૂપ નથી. છતાં તેનાથી વિરૂદ્ધ માને તો તેનો મિથ્યા અભિપ્રાય જ
અનંત દુઃખરૂપ સંસારનું કારણ થાય છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં પરાશ્રયની રુચિ રાગની રુચિ હોય જ
છે, તેથી તેને કોઈ રીતેરાગનો અભાવ થાય નહિં. અભિપ્રાયમાં નિરંતર તીવ્ર રાગદ્વેષ રહે છે આમ
યુક્તિથી, પરીક્ષાવડે, વસ્તુની મર્યાદા જાણી, પર સાથે મારે કોઈ પ્રકારે કારણ–કાર્ય નથી. હું તો પરથી
ભિન્ન અને પોતાની અનંત શક્તિથી અભિન્ન છું–એમ નિર્ણય વડે પરમાં કર્તા, ભોકતા, સ્વામીપણાની
શ્રદ્ધા છોડી, સર્વથા રાગની અપેક્ષા કરનાર જ્ઞાયક સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ કરવી. સ્વસંવેદન જ્ઞાન અને
સ્વમાં લીનતા કરવી તે જ સુખી થવાનો સાચો ઉપાય છે.
આચાર્યદેવે કહ્યું છે કે સુખી થવાના ઉપાય માટે બાહ્ય સાધન શોધવાની વ્યગ્રતાથી જીવો
નકામા પરતંત્ર થાય છે. પરતંત્ર થવાની કાંઈ જરૂર નથી કેમકે દરેક આત્મામાં અકાર્યકારણત્વ શક્તિ
સદાય વિદ્યમાન છે, જેથી પોતાના કાર્ય માટે અન્ય કારણોની અપેક્ષા નથી, આત્મા પરને કારણ થાય
તો પરદ્રવ્ય પરિણમન કરે એમ પણ નથી. વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ દેહથી ભિન્ન છે. મન, વાણી,
શુભાશુભ વિકલ્પથી રહિતઅને જ્ઞાનાનંદ પરિપૂર્ણ છું એમ સમ્યગ્દ્રષ્ટિની

PDF/HTML Page 9 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૩૦
દ્રષ્ટિ શક્તિમાન ચૈતન દ્રવ્ય ઉપર પડી છે–તે દ્રષ્ટિ સ્વરૂપને સ્વતંત્ર અનેઅનંત શક્તિના નિધાનરૂપે
અવલોકે છે.
દ્રવ્ય એટલે અનંતગુણોનો પિંડ, સંખ્યા અપેક્ષા એ પોતાની અનંત શક્તિ (ગુણ) થી ભરપુર
પદાર્થ છે અને દરેક સમયે દ્રવ્યના આશ્રયે અનંતગુણની અનંત પર્યાય પ્રગટ થાય છે. ગુણ પ્રગટ થતા
નથી. ગુણ સામાન્ય એકરૂપ નિત્ય રહે છે તેના વિશેષરૂપ કાર્યને પર્યાય કહે છે, તે તેનાથી છે; પરદ્રવ્ય,
પરક્ષેત્ર, પરકાળ, પર ભાવથી નથી, પરના કારણ કાર્યપણે નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવ શરૂઆતથી જ સ્વ–
પરને આ રીતે સ્વતંત્ર જાણે છે અને પોતાની અકારણકાર્યત્વ આદિ અનંત શક્તિઓને ધારણ કરનાર
પોતાના આત્મદ્રવ્યને પોતાપણે માને છે, તેને જ ઉત્કૃષ્ટ–ધ્રુવ અને શરણરૂપ માને છે. સ્વદ્રવ્યને
કારણપણે અંગીકાર કરવાથી તેનું કાર્ય નિર્મળશ્રદ્ધા–જ્ઞાન–આનંદપણે પ્રગટ થવા લાગે છે, તેમાં કોઈ
સંયોગ કે શુભવિકલ્પ–વ્યવહારને કારણ બનાવે તો શુદ્ધતા થાય એમ નથી.
જેમ સોનું સોનાપણે છે, અન્ય ધાતુપણે નથી. સોનામાં પીળાશ, ચીકાશ અને વજન વગેરે એક
સાથે છે તેમ એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એટલે એક સમયમાં અનંતાનંત ગુણોનો સમૂહ હરેક
આત્મામાં અનાદિ અનંતપણે એક સાથે છે. તેથી તેનો આદિઅંત નથી. તેમાં અકાર્યકારણત્વ શક્તિ
એમ બતાવે છે કે આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રભુત્વ આદિ ગુણો અને તેમની
તેમના વિકાસરૂપ પર્યાય દરેક સમયે ઉત્પાદ વ્યયરૂપ–તેનાથી જ થયા કરે છે. છે તે તેનાથી કરવામાં
આવતા હોવાથી પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળાદિ વડે કરવામાં આવતા નથી. જ્ઞાનીને નીચલી દશામાં રાગ
હોય પણ તે શુભરાગ વડે આત્માના ગુણની પર્યાયનું ઉપજવું–વધવું કે ટકવું નથી. આત્મા સ્વયંનિજ
શક્તિથી અખંડ અભેદ છે, તેના આશ્રયથી સ્વ સન્મુખતારૂપ પુરુષાર્થથી ભૂમિકાનુસાર નિર્વિકલ્પ
વીતરાગ પરિણામરૂપે અનંતગુણની પર્યાયોનો ઉત્પાદ પ્રત્યેક સમયે થયા જ કરે છે; તેનું હોવાપણું,
ઉપજવા, બદલવા અને ટકવાપણું આત્મદ્રવ્યના આશ્રયે જ છે, પરના લીધે ત્રણકાળમાં નથી.
વ્યવહારથી (–શુભરાગના આશ્રયે) ત્રણ કાળમાં નથી. રાગ તો ચૈતન્યની જાગ્રતીને રોકનાર વિરુદ્ધ
ભાવ છે, આસ્રવ છે. આસ્રવ તો બંધનું જ કારણ છે; બંધનું કારણ તે મોક્ષનું કારણ થઈ શકતું જ નથી.
વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એવું કથન હોય ત્યાં એમ સમજવું કે એનો અર્થ એમ નથી પણ
સ્વદ્રવ્યના આશ્રયે વીતરાગતા પ્રગટે ત્યાં નિમિત્તરૂપે કઈ જાતનો રાગ હતો, તેનાથી વિરુદ્ધ જાતનો
રાગ નિમિત્તપણે નહતો એમ બતાવવા તેને વ્યવહાર સાધન કહેવાય છે તથા આ જાતના રાગરૂપ
નિમિત્તનો અભાવ કરીને જીવ વીતરાગતા પ્રગટ કરે છે એમ બતાવવા માટે તે જાતના શુભરાગને–
વ્યવહાર રત્નત્રયને પરંપરા મોક્ષનું કારણ કહેવામાં આવે છે પણ ખરેખર રાગ તે વીતરાગતાનું ખરું
કારણ થઈ શકે નહીં એમ પ્રથમથી જ નિર્ણય કરવો જોઈએ.
જેમ પીપરમાં પરિપૂર્ણ તીખાશ અને લીલો રંગ પ્રગટ થવાની તાકાત શક્તિરૂપે પડી છે, તેને
ઘસે તો પ્રગટપણે તીખાશનો અનુભવ થાય છે તેમ આત્મામાં અનાદિ અનંત અનંતગુણો છે તેની સાથે
અકારણ કાર્યત્વ શક્તિ પણ દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં વ્યાપે છે; એની સ્વાધીનતાની દ્રષ્ટિ,
સ્વાધીનતાનું જ્ઞાન અને આચરણ ન કરતાં પરાશ્રયની રુચિ રાખીને દ્રવ્યલિંગી મુનિ અનંતવાર થયો
તેથી શું? “દ્રવ્ય સંયમસે ગ્રૈવેયક પાયો, ફેર પીછે પટક્યો’ . એકલા શુભમાં–પુણ્યમાં વધુ વખત કોઈ
જીવ રહે નહીં, પુન્યની પાછળ પાપ આવેજ છે.

PDF/HTML Page 10 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : :
શાસ્ત્ર ભણે, હજારોને ઉપદેશ આપે પણ અંદરમાં તારી શાશ્વત ચૈતન્ય રુદ્ધિ અને અનંત
સ્વાધીન શક્તિનો મહિમા અને સ્વિકાર તેં કર્યો નથી તેથી ૮૪ ના અવતાર ઊભા છે.
અહો! અન્યથી તારું કોઈ કાર્ય કરાતું નથી ને તું કોઈના માટે કારણ નથી એ ટૂંકો મહાન મંત્ર
છે. સમ્યગ્દર્શનાદિ કાર્ય તારા સ્વદ્રવ્ય આશ્રિત પ્રગટે છે. આત્મદ્રવ્ય પોતે જ કારણ–પરમાત્મા છે, તેની
ઉપર દ્રષ્ટિ કરે તો શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર દશા પ્રગટે છે. ત્રણે કાળે એ રીતે જ શુદ્ધિરૂપી કાર્યનું
ઉપજવું, વધવું ને ટકવું સ્વદ્રવ્યથી જ થાય છે; રાગથી, નિમિત્તથી થતું નથી. આ વાતનો સર્વ પ્રથમ
નિર્ણય કરવો જોઈએ. પરીક્ષા કર્યા વિના પરપદમાં પોતાનું ભલું–ભૂંડું માની દુઃખી થાય છે. દુઃખી
થવાના ઉપાયને ભ્રમથી સુખનો ઉપાય માની લે છે. ભૂલને સમજે તે ભૂલને ટાળે. ભૂલ અર્થાત્
અશુદ્ધરૂપી કાર્ય આત્મ દ્રવ્યના આશ્રયે થાય નહીં, તેથી અશુદ્ધતારૂપી કાર્યને આત્મદ્રવ્યનું કાર્ય કહેતા જ
નથી. અહીં દ્રવ્યદ્રષ્ટિથી આત્મદ્રવ્યનું વર્ણન ચાલે છે. દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યદ્રષ્ટિ, એટલે પુણ્યપાપની રુચિ
છોડી–અનંત ગુણનો ધારણ કરનાર હું આત્મદ્રવ્ય છું તેમાં એકમેકપણે દ્રષ્ટિ દેતાં જ્ઞાનદર્શનાદિ તથા
અકાર્યકારણત્વશક્તિ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં ત્રણેમાં વ્યાપે છે, તેમાં અન્ય કારણ નથી. વ્યવહાર
કારણ અને નિશ્ચય કાર્ય એમ નથી. નિશ્ચયરત્નત્રય તો નિર્મળભાવ છે. તે અન્યથી કરવામાં આવે
એવો ભાવ નથી. નિર્મળ પર્યાયરૂપી કાર્યનો હું કર્ત્તા અને તે મારું કાર્ય છે પણ શુભરાગવડે તે કાર્ય થાય
એવો કોઈ ગુણ આત્મામાં નથી અને આત્મા રાગની ઉત્પત્તિમાં કારણ થાય એવો કોઈ પણ ગુણ
આત્મામાં નથી. જો એવો ગુણ હોય તો રાગાદિ કદી ટળે જ નહીં. શું પરને કારણ માનવું જ નહીં?
સૂક્ષ્મ વાત છે. વ્યવહારકારણ તે કથનમાત્ર કારણ છે, ખરૂં કારણ નથી. જે કોઈ નિમિત્તથી કાર્ય થવું
ખરેખર માને છે તે નિમિત્તને નિમિત્તપણે ન માનતા તેને જ નિશ્ચય, ઉપાદાન માને છે, જે બે દ્રવ્યને
એક માનવારૂપ મિથ્યાત્વ છે.
જીવને પોતાની પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા નથી ત્યાં દયા, દાન, વ્રતાદિના શુભરાગ
પણ આવે છે પણ કોઈ જાતનો રાગ આત્મામાં શુદ્ધિરૂપ કાર્યનું કારણ થઈ શકે એવો ગુણ (એવી
તાકાત) રાગમાં નથી; અને શુભરાગદ્વારા એટલે કે વ્યવહાર રત્નત્રય દ્વારા આત્મામાં નિશ્ચય
રત્નત્રરૂપી કાર્ય થાય એવો કોઈ ગુણ આત્મામાં નથી. પુણ્યથી, રાગથી, વ્યવહારથી, ભગવાનની
મુર્તિથી કે સાક્ષાત્ તીર્થંકર ભગવાનના દર્શનથી–વાણીથી–આત્માને શાન્તિ અથવા ભેદજ્ઞાન થાય એવો
કોઈ ગુણ કોઈ આત્મામાં નથી. અહો! આવું સ્પષ્ટ કથન સાંભળી રાગની રુચિવાળા રાડ નાખી જાય,
પણ અરે પ્રભુ! ... સાંભળ, તારામાં પૂર્ણ સામર્થ્ય સહિત અકાર્યકારણત્વ નામે ગુણ છે તે એમ પ્રસિદ્ધ
કરે છે કે અન્યથી તારું કોઈ કાર્ય કિંચિત્ પણ થઈ શકતું નથી. પરથી મારામાં અને મારાથી પરમાં કાર્ય
થતું જ નથી; પણ સ્વથી જ સ્વનું કાર્ય થાય છે–એ ત્રિકાળ અબાધિત નિયમ છે. સંયોગમાં
એકતાબુદ્ધિથી જોનારો, બે દ્રવ્ય જુદા છે, સ્વતંત્ર છે એ વાત માની શકતો નથી. દરેક દ્રવ્ય સ્વશક્તિથી
જ ટકીને તેની પર્યાયના કારણકાર્યભાવવડે નવી નવી પર્યાયરૂપ કાર્યને કરે છે. માની લ્યો કે જો
તારામાં પરના કાર્યનું કારણ થવાની શક્તિ હોય તો સદાય તેના કાર્યમાં તારે ત્યાં હાજર રહેવું પડશે;
અને પરથી તથા રાગથી તારું કાર્ય થાય એ વાત સાચી હોય તો પરનો સંયોગ અને રાગ તારા કોઈ
કાર્યથી કદી પણ છૂટા પડી શકે નહીં.
જો વ્યવહારથી નિશ્ચય ધર્મ પ્રગટ થતો હોય તો સદાય વ્યવહારનું લક્ષ રાખી સંસારમાં રોકાવું
પડે, સ્વલક્ષ–સ્વસન્મુખ થવાનો અવસર રહેતો જ નથી. માટે એક જ સિદ્ધાંત સાચો ઠરે છે કે
ભેદજ્ઞાનપૂર્વક

PDF/HTML Page 11 of 25
single page version

background image
: : આત્મધર્મ : ૨૩૦
મારા અખંડ જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં ઢળવાથી, સ્વઆશ્રય કરવાથી જ સમ્યગ્દર્શનાદિ શુદ્ધિરૂપ કાર્ય
પ્રગટે છે.
પરાશ્રય કરતાં કરતાં સ્વાશ્રયરૂપ વીતરાગતા થતી હોય તો એ તો અનંતકાળથી કરતો આવે
છે, તો સ્વસન્મુખ થવાનું પ્રયોજન શું? પરલક્ષે, પરદ્રવ્યના આલંબનમાં તો સંકલ્પ–વિકલ્પ ઊઠે છે તે
તો રાગ છે. રાગના લક્ષે અંતર એકાગ્રદ્રષ્ટિ થાય જ નહિં. જ્યાં સુધી વ્યવહારથી, નિમિત્તના આશ્રયથી
કાર્ય માને છે ત્યાંસુધી ત્રિકાળી સ્વભાવમાં રાગ–વ્યવહાર નથી અને સ્વાશ્રયથી જ લાભ છે એવી
સાચી દ્રષ્ટિ થતી નથી.
અકાર્યકારણત્વગુણ એમ જાહેર કરે છે કે રાગથી નિમિત્તથી તારું કાર્ય થતું નથી; જો થતું હોય
તો રાગ અને નિમિત્તોના આશ્રય કરવારૂપ કાર્યને જીવ છોડે જ નહીં પણ અનંતા જ્ઞાનીઓ
શુદ્ધનિશ્ચયનયના વિષયરૂપ શુદ્ધાત્મામાં એકમાં જ આરૂઢ થઈ સ્વાશ્રયથી જ, મુક્તિ સુખને પામ્યા છે.
જે કોઈ એમ માને છે કે હું પરદ્રવ્યના કાર્યમાં કારણ છું તો તે તેના અભિપ્રાયમાં ત્રણેકાળના અનંતા
પરદ્રવ્યના કાર્યમાં હું કારણ છું એમ માને છે, તેથી તેને પરની સંગતિ મટે જ નહીં.
દરેક વસ્તુ પોતાના અનંતગુણથી કાયમ રહીને પ્રત્યેક સમયે નવી નવી પર્યાયો પ્રગટ કરે છે–
ઉત્પાદવ્યય અને ધ્રુવપણે પોતે જ વર્તે છે. જો પરના કારણે ઉત્પાદ–વ્યય થાય તો પરના સંબંધથી છૂટી
શકે નહીં, સ્વભાવમાં એકાગ્રતા કરી શકે નહીં. રાગ મારું કાર્ય માને તે રાગની રુચિમાં પડ્યો છે, રાગ
મારું કારણ અને નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન મારું કાર્ય અથવા રાગદ્વેષ મોહભાવને હું કારણ એમ માને તેને
સંસાર ચાલુ જરહે.
આત્મદ્રવ્ય તો ત્રણેકાળે અનંત અવિકારી ગુણોનો પિંડ છે, તેમાં એક અંશ પણ આસ્રવ–
મલીનતાનો પ્રવેશ નથી, ગ્રહણ–ત્યાગ નથી–આમ નિર્ણય કરે તો જ ભાવભાસન સહિત
શુદ્ધાત્મપ્રતિભાસરૂપ સમ્યગ્દર્શન થાય.
આત્મદ્રવ્ય વીતરાગતામાં કારણ છે અને રાગમાં કારણ નથી– આનું નામ અનેકાન્ત છે. ક્ષણિક
દશામાં રાગ પોતાના અપરાધથી થાય છે પણ જ્ઞાની તેને આત્મદ્રવ્યનું કાર્ય ગણતા જ નથી, કેમકે
આત્મા તેવો ને તેટલો નથી. આસ્રવ અને તેના કારણ કાર્ય ને જીવ તત્ત્વ માનવામાં આવેલ નથી.
આત્મદ્રવ્ય રાગમાં કારણ હોય, વ્યવહાર રત્નત્રયનું કારણ હોય તો રાગની ક્રિયા કરવાના તેનો
સ્વભાવ ઠર્યો, જે કદી છૂટી શકે નહીં. વસ્તુ એક સમયમાં પરિપૂર્ણ છે. અબંધ પરિણામી આત્મા રાગને
અને બંધને સ્પર્શતો નથી; રાગને અને બંધને સ્પર્શે તો આત્મા અને આસ્રવ બે જુદા સાબીત થતા
નથી.
સમ્યગ્દ્રષ્ટિ જીવની દ્રષ્ટિ એકલા સ્વભાવ ઉપર છે; તેથી પોતાને નવા કર્મનાં બંધનરૂપી કાર્યમાં
હું કારણ છું, પરની ક્રિયામાં હું નિમિત્તકર્ત્તા છું એમ માનતો નથી. જીવ પરના કાર્યમાં નિમિત્તકર્ત્તા હોય
તો પર દ્રવ્યના કાર્યમાં તેને હાજર રહેવું જ પડે, ત્યાંથી છૂટી શકે નહીં. રાગમાં આત્મદ્રવ્ય કારણ હોય
તો રાગથી છૂટી શકે નહીં, પણ જાણે તો જ ૪૭ શક્તિ અને એવી અનંતશક્તિનો ધારણ કરનાર
આત્મામાં દ્રષ્ટિ કરી અપૂર્વ અનુભવ કરી શકે.
અહો! અપૂર્વ કાર્ય શું, સત્ય શું, દ્રવ્ય ગુણ, પર્યાય અને તેની સ્વતંત્રતા શું તે સાંભળ્‌યું જ નથી.
સર્વજ્ઞ ભગવાને કહ્યા મુજબ મિથ્યાત્વાદિ આસ્રવ તત્ત્વ શું અને તેનાથી રહિત આત્મ તત્ત્વ શું,
જ્ઞાતાપણું શું તે વાત અનંતકાળમાં અજ્ઞાનીજીવે લક્ષમાં લીધી નથી. કહ્યું છે કે–
દોડત દોડત દોડત દોડીયો,
જેતી મનની દોડ જિનેશ્વર,

PDF/HTML Page 12 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : :
પ્રેમ પ્રતીત વિચારો ઢૂંકડી.
ગુરુ ગમ લેજો જોડ જિનેશ્વર,
ધર્મ જિનેશ્વર ગાઉં રાગ શું.
જ્યાં સુધી પોતાની દ્રષ્ટિ સંયોગ અને પુણ્યપાપમાં પડી છે. ત્યાં સુધી પોતાની કલ્પનાવડે પરથી
લાભહાનિ માને છે. પણ સત્ય અસત્યનો નિર્ણય કરી અપૂર્વ વસ્તુ પોતામાં જ છે, સ્વાશ્રયથી જ
મુક્તિનો ઉપાય છે એમ દ્રઢતા ન કરે તો ગુરુને ઓળખ્યા નથી અને તેણે વીતરાગની આજ્ઞા માની
નથી. દેવ, શાસ્ત્ર, ગુરુ પરપદાર્થ છે તે તારા કાર્યના કારણ થઈ શકે નહીં ને તારામાં એવી શક્તિ નથી
કે પરદ્રવ્યના કારણે તારું કાર્ય થાય.
ચૈતન્ય દ્રવ્ય સ્વભાવમાં અનાદિ અનંત અનંતા ગુણો ભર્યા છે, જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને
ત્રણે કાળની સંપૂર્ણ અવસ્થામાં રહે છે, તેમાં સ્વયં કારણ કાર્યપણે હોવું, પરથી ન હોવું, પરની
આધીનતાપણે કદી ન હોવું એવો ગુણ છે ને પરને નિમિત્ત કારણ થઈશકે, પરથી, રાગથી તેનું કાર્ય થઈ
શકે એવો ગુણ તેમાં નથી એ વાત અનેકાન્ત પ્રમાણથી નક્કી કરે તો જ પરાશ્રયથી છૂટી સ્વાશ્રયરૂપ
ધર્મ એટલે કે સુખી થવાનો ઉપાય કરી શકે.
સમયસારજી ગા. ૧૦પ માં આ વાત આવી છે કે આત્મામાં કર્મબંધનમાં નિમિત્ત થવાનો
સ્વભાવ નથી, જો હોય તો છૂટી શકે નહીં, રાગની ઉત્પત્તિ કરવાનો જીવનો સ્વભાવ હોય તો તે પણ
છૂટી શકે નહીં. ભૂમિકાનુસાર ઉચિત શુભરાગ હોય છે ખરો પણ શુભ રાગ છે તો ૪–પ–૬–૭
ગુણસ્થાને વીતરાગતા છે એમ નથી. પરના કારણે, રાગના આશ્રયે, વ્યવહારના આલંબનથી
વીતરાગતાનું એટલે નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રનું ઉપજવું, વધવું કે ટકવું નથી એમ અકાર્યકારણત્વ
શક્તિ પ્રસિદ્ધ કરે છે.
તારો વીતરાગ વિજ્ઞાનઘન સ્વભાવ છે. જેમ પીપરના દાણામાં પૂર્ણ શક્તિહતી તે પ્રગટી તેમ
તારામાં પૂર્ણ સામર્થ્યથીભરેલા અનંતગુણ સદાય ભર્યા પડ્યા છે. છે તેમાં એકત્વની દ્રષ્ટિ કરી
સ્વસન્મુખ થા, તો સમ્યક્ભાવ શ્રુતજ્ઞાનમાં તારું અસલી સ્વરૂપ લક્ષમાં આવી જાય. ધ્રુવ ધ્યેય પ્રાપ્ત
થવાની દ્રષ્ટિ થતાં દ્રષ્ટિમાંથી સંસાર બંધન છૂટી જાય છે. આમ સ્વાશ્રયથી જ જન્મ મરણ અને
ઔપાધિક ભાવોનો નાશ થઈ શક્તિમાં શુદ્ધતા હતી તે પ્રાપ્ત થાય છે.
પરના કાર્યમાં નિમિત્તકર્તાની દ્રષ્ટિવાળાને રાગ અને વિકારની રુચિ રહે જ છે. તેથી તેને જ્ઞાતા
સ્વભાવનો અનાદર અને પરમાં કર્ત્તાપણાનો આદર છે તેથી એના ફળમાં એકેન્દ્રિય નિગોદમાં પણ
નિમિત્તકર્તાને જવું જ પડશે, કેમકે જેમ છે એમ તે માનતો નથી, પણ વિરુદ્ધ જ માને છે, તેથી તે
સર્વજ્ઞને તથા તેમની વાણીના અર્થને પણ માનતો નથી; તેથી સત્યના વિરોધનું ફળ એકેન્દ્રિય પશુપદ
છે. પણ આત્માના સ્વભાવમાં એવું પદ નથી ને તેના કારણરૂપ ગુણ નથી. આત્મામાં પ્રમાણ પ્રમેય
શક્તિ છે, પણ કોઈ સાથે કારણકાર્ય માટે દરેક દ્રવ્ય અને તેના ગુણ, પર્યાય નાલાયક છે, અયોગ્ય છે,
લાયક નથી. સમયસારજી ગા. ૩૭૨ અને તેની ટીકામાં એ વાત આચાર્યદેવે અત્યંત સ્પષ્ટ કહી છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ એમ માને છે કે કર્મબંધમાં મારું નિમિત્તપણું નથી. વર્તમાન અલ્પ ચારિત્ર દોષ
છે પણ તે સ્વાશ્રયદ્રષ્ટિનું કાર્ય નથી, જીવનું કાર્ય નથી, આસ્રવનું કાર્ય પરમાં જાય છે.
અહો! તારામાં ચૈતન્ય સામર્થ્યને શોભાવે એવી અનંતશક્તિ પ્રતાપવંત એવાસ્વદ્રવ્યના આશ્રયે
ભરી પડી છે એવાસ્વદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ પર્યાયરૂપી કાર્ય પ્રગટ થાય
છે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.” નિર્મળ નીતરતું માખણ પીરસાય છે. કઠણ અનેઊંચી
ભૂમિકાની વાત નથી. સમજી શકનાર ચૈતન્યને જ આચાર્યદેવે આત્મઋદ્ધિ બતાવી છે. આનો જ આદર,

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૩૦
આશ્રય, મહિમા કર, પરાશ્રયની પામરતા છૂટી જશે.
અહો! ચૈતન્ય... તારી ઋદ્ધિ તારામાં જ છે. અનંત, બેહદ, અપાર જ્ઞાનાનંદનો ખજાનો તારામાં
સદાય નિકટ અને વિદ્યમાન છે. “ જ્યાં ચેતન ત્યાં સકળ ગુણ કેવળી બોલે એમ, પ્રગટ અનુભવ
સ્વરૂપનો, નિર્મળ કરો સપ્રેમ રે, ચૈતન્ય પ્રભુ, પ્રભુતા તારી રે ચૈતન્ય ધામ.”
દરેક આત્મા અસંખ્ય પ્રદેશી છે. તેનું અસલી સ્વરૂપ શરીરથી, રાગથી, પુણ્યથી–વ્યવહાર
રત્નત્રયથી ભિન્ન છે. જ્ઞાનાનંદ સ્વભાવથી તું અસ્તિપણે છો અને તારામાં વ્યવહાર, નિમિત્ત
પુણ્યપાપની નાસ્તિ છે, એવા સ્વતંત્ર અસ્તિનાસ્તિ સ્વભાવવડે સદાય સ્વતંત્ર છો.
દરેક આત્માની અનંતગુણસંપન્ન પ્રભુતા નિર્મળ છે, તેમાં એકત્વની દ્રષ્ટિ કરી, તેમાં જ નિર્મળ
પ્રેમ કરો. વ્યવહાર નિમિત્ત તેના સ્થાનમાં હોય છે પણ તેની રુચિ છોડી દે તો જ પૂર્ણસ્વભાવના લક્ષે
પૂર્ણની રુચિ છોડી દે તો જ પૂર્ણસ્વભાવના લક્ષે પૂર્ણની રુચિ અને સમ્યગ્દર્શન થશે. બીજી કોઈ રીતે
દુઃખથી છૂટી શકાતું નથી. બાહ્યમાં પુણ્યમાં, દેહની ક્રિયામાં, રાગમાં અંશમાત્ર ચૈતન્યનો સદભાવ નથી.
બહારમાં હા–હો અને હરીફાઈ, માન બડાઈ, કામભોગ બંધનની વાત મળશે.
અરે! ભગવાન આત્મા, તું પરના કારણ–કાર્યપણે નથી. આ મહા સુગમસિદ્ધાંત છે.
સમયસારજીમાં ૪૭ શક્તિ બતાવીને ૪૭ કર્મ પ્રકૃત્તિનો નાશ અને સર્વજ્ઞપદની પ્રાપ્તિ કરવાનો ઉપાય
બતાવી દીધો છે. ભેદજ્ઞાન વડે પ્રથમથી જ શ્રદ્ધામાં સર્વ પ્રકારના રાગનો ત્યાગ અને સર્વજ્ઞ વીતરાગ
સ્વભાવનો આદર કરવાની વાત છે. રાગ હોવા છતાં, જ્ઞાની તેને હેયપણે જાણે છે. જો કોઈ પણ જાતનો
રાગ હિતકર છે એમ માને, પરદ્રવ્યથી લાભ નુકશાન થઈ શકે, હું પરનું કાર્ય કરી શકું છું– એમ માને
તેને આત્માની એક પણ શક્તિની પ્રતીતિ નથી.
અરે પ્રભુ, એકવાર સ્વતંત્રતાની શ્રદ્ધા તો કર! મારો આત્મા રાગનું કારણ નથી અને રાગના
કારણથી નિમિત્તથી, નિર્મળતારૂપી કાર્ય થાય એવો કોઈ ગુણ મારામાં નથી. જે રાગથી, નિમિત્તથી લાભ
માને છે તેને સમ્યગ્દર્શન નથી; સમ્યગ્દર્શન વિના વ્રત, ચારિત્ર, નિશ્ચય કે વ્યવહાર કાંઈ હોય નહીં.
માંડમાંડ મહા દુર્લભ પળે સત્ય સાંભળવા મળે તો ઉપેક્ષા કરે કે આ તો નિશ્ચયનયની કથની છે.
ધર્મના નામે બહારમાં ખૂબ ધન ખર્ચે પણ પ્રવચનમાં બેસે તો ઝોલા ખાય, ઊંઘે તે સત્ય અસત્યનો
નિર્ધાર ક્્યાંથી કરે અને અંદર સ્વસન્મુખ થઈ સાચું પરિણમન ક્્યાંથી કરે?
આત્મા આદિ છયે દ્રવ્ય, દરેક દ્રવ્યના ગુણ પર્યાય પરથી કરાયેલા નથી, પણ અકૃત્રિમ છે; છે
તેને કોણ કરે? પર્યાય તો નવી નવી થાય છે, તેને કોણ કરે? પર્યાય તો નવી નવી થાય છે, તે કાર્યનો
નિયામક કોઈ જડ કર્મ અથવા ભગવાન કર્તા છે? ના, કેમકે વસ્તુ અનાદિઅનંત સ્વયંસિદ્ધ છે, ને તેની
શક્તિઓ પણ અનાદિ અનંત સ્વયંસિદ્ધ છે. પ્રત્યેક સમયે અનંતા ગુણની પર્યાયો ઉત્પાદ વ્યયરૂપે
બદલ્યા જ કરે છે, તેથી કહ્યું છે કે વસ્તુની શક્તિ કોઈ અન્ય કારણોની અપેક્ષારાખતી જ નથી. અન્યને
કારણ કહેવું તે તો નિમિત્ત બનાવવા માટેનું વ્યવહાર કથન છે.
ખરેખર દ્રવ્ય ગુણ પર્યાય, દરેક દ્રવ્યમાં પોતાના સતપણાથી જ છે; પરથી, રાગથી નથી. તેથી
જીવમાં પણ તેની પર્યાય અશુદ્ધ હો કે શુદ્ધ હો, તેનો કર્ત્તા તેની સાથે તન્મય રહેનાર દ્રવ્ય જ છે. પણ તેનો
કર્તા કોઈ ઈશ્વર કે જડકર્મ નથી. અન્યમતિ ઈશ્વર, બ્રહ્મા, વિધાતા ને કર્ત્તા માનેછે તેમ જૈન નામ ધરાવીને
પોતાને પરના કાર્યનો નિમિત્તકર્ત્તા માને, જડ કર્મ જીવને રાગદ્વેષ, સુખદુઃખ કરાવે એમ માને તે પણ દરેક
દ્રવ્યની સ્વતંત્રતાનો નાશ કરનાર મિથ્યાદ્રષ્ટિ છે. તે પોતામાં મિથ્યા માન્યતાનો કર્ત્તા થઈ શકે છે.
નિમિત્તથી કાર્ય થતું હોય તો સાક્ષાત્ પરમાત્મા

PDF/HTML Page 14 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : ૧૧ :
તીર્થંકરદેવ પાસે સમવસરણમાં (ધર્મસભામાં) ગયો ત્યાં કેમ સાચું જ્ઞાન ન થયું? શું ભગવાન
પાસે કોઈનું કલ્યાણ રાખી મુકયું છે કે આપી દે? સર્વજ્ઞ કાંઈ આત્માને હાથમાં પકડીને બતાવે
એવું નથી. જો સર્વજ્ઞ ભગવાનથી કલ્યાણ થતું હોય તો એક જ્ઞાની બધાને તારી દે, પણ એવું કદી
બનતું જ નથી. ભગવાન તો પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા જોઈને કહે છે કે તું મારા જેવી પૂર્ણ બેહદ શક્તિનો
સ્વામી છો. તારામાં અકાર્ય કારણત્વશક્તિ પડી છે, તે દરેક સમયે તારી સ્વતંત્રતા બતાવે છે. દેવ,
શાસ્ત્ર, ગુરુ અને શરીર બધા પરદ્રવ્ય છે. ક્ષાયિક સમ્યક્ત્વ શ્રદ્ધાગુણની પર્યાય તારાથી છે,
પરદ્રવ્યને કારણે નથી. રાગરૂપી કાર્યમાં સમ્યગ્દર્શન કારણ નથી. સ્વદ્રવ્યના આલંબન અનુસાર
જેટલી વીતરાગ પરિણતિ પ્રગટ થઈ તે પણ રાગની ક્રિયાનું કારણ નથી. અન્ય તો નિમિત્ત માત્ર
છે. ઉપાદાન નિમિત્તના ઝગડા અજ્ઞાનમાં ચાલે છે. વસ્તુની કોઈ શક્તિ અન્ય કારણોની અપેક્ષા
રાખતી નથી, તથા અન્યનું કાર્ય કરે એવી શક્તિ (યોગ્યતા) વસ્તુમાં નથી. એમ નિર્ણય કરે તો
જ સ્વદ્રવ્યને ઓળખી શકે અને સ્વાશ્રિત દ્રષ્ટિવડે સમ્યગ્દર્શન થાય. નિર્મળ પર્યાયરૂપી કાર્ય
સ્વદ્રવ્યથી જ થાય છે; શરીરથી મન, વિકલ્પ, વાણીથી નહીં–એવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ ખ્યાલમાં ન
આવે તો સમ્યગ્દર્શન થાય નહીં.
સ્વતંત્રતાથી શોભાયમાન અનંતશક્તિનો ધારણ કરનાર હું આત્મા છું તેમાં સ્વસંવેદન જ્ઞાન
પ્રગટ ન કરે તો શુભરાગ અને નિમિત્તનો પક્ષ છૂટે નહીં. ધર્મ માટે તેના માનેલા વિધિવિધાન
અનંતવાર કર્યા તો પણ આત્મહિતરૂપ કાર્ય કદી થયું નથી. સાચી વાત કાને પડે તેથી શું? મજુર લોકોને
ત્યાં બારોટ આવે છે તે તેના સેંકડો હજારો વર્ષ જુની પેઢીના વંશનું વર્ણન વાંચી સંભળાવે છે પણ
આખા દિવસના શ્રમથી થાકેલા તે મજુર લૌક હુકા બીડી અને વાતોમાં મશગુલ રહે છે ત્યારે બારોટ
તેને કહે છે કે તમારા વડીલો મહાન પ્રતાપી થઈ ગયા તેના વખાણ સંભળાવું છું, સાંભળો તો ખરા. તો
તે કહે છે કે “લવતી ગલા” અર્થાત્ તમે તમારું બોલતા જાઓ, અમે અમારું કરીએ છીએ. એમ
આચાર્યદેવ સંસારી દુઃખી પ્રાણીને સત્ય સંભળાવે છે કે તારા કૂળમાં જ સર્વજ્ઞ પિતા દ્રવ્ય છે તેમાં કેટલી
શક્તિ છે, તેનું સ્વરૂપ શું છે, તે આચાર્યદેવ તને સમજાવે છે. અરે! તારી અપાર શક્તિની મહિમા
બતાવવામાં આવે છે.
અખંડ દ્રવ્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી નિર્મળ પર્યાય થાય છે–એ અપૂર્વ વાત ચાલે છે.
સંસારની રુચિવાળા કહે છે કે આપની પાસે બહુ ઊંચી ભૂમિકાની વાત છે, તે હમણાં નહીં, અમારે માટે
નહીં, તો એમ માનનારનો અમૂલ્ય સમય ‘લવતીગલા’ કહેનારની માફક તત્ત્વનો અનાદર કરવામાં
જાય છે.
અહો! આત્માની પર્યાયને રાગ કારણ નથી અને રાગમાં આત્માદ્રવ્ય કારણ નથી. પરની
પર્યાયમાં પણ હું કારણ નથી–એમ પ્રથમ નિર્ણય કરે તે જીવ સ્વસન્મુખ થઈશકે. સમ્યગ્દર્શન અતીન્દ્રિય
આનંદના અનુભવ સહિત પ્રગટ થાય છે–ને તેમાં વિશેષ આનંદ ઊછાળવો તે ચારિત્ર છે.
બાહ્યમાં, શરીરની અથવા શુભરાગની ક્રિયામાં, વિકલ્પમાં આત્માનું ચારિત્ર નથી–એમ
ભગવાને કહ્યું છે.
***

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૩૦
વીતરાગતા માટે જ છે.
નિમિત્ત તથા વ્યવહારના કથનને તેના શબ્દ અનુસાર જ અર્થ માની લે તેને નિશ્ચય કે
વ્યવહારનયનું જ્ઞાન જ નથી, પણ વિરોધભાવ છે. જ્ઞાનને દેહની શંકા કેમ કરાય? જ્ઞાન એટલે
આત્મા, જ્ઞાનને દેહ જ નથી, તો તેને પુદ્ગલમય આહાર કેમ હોય એવા અર્થને સ્પષ્ટ કરવા ગાથા
કહે છે.
અન્વયાર્થ:– એ રીતે જેનો (ભેદજ્ઞાનીનો) આત્મા અમુર્ત્તિક છે, તે ખરેખર આહારક નથી;
(અજ્ઞાનીને નિમિત્ત અનેરાગ ઉપર જ દ્રષ્ટિ છે, તેથી તે ભલે માને કે હું અત્યારે મૂત્તિક છું તેની
અહીં વાત નથી.) આહાર તો મૂત્તિક છે કારણ કે પુદ્ગલમય છે. જે પરદ્રવ્ય છે તે ગ્રહી–છોડી
શકાતું નથી. આત્મામાં ભલે પ્રાયોગિક એટલે અશુદ્ધભાવ હો કે વૈસ્ત્રસિક (સ્વાભાવિક શુદ્ધ)
ભાવહો, એવો જ આત્માનો ગુણ છે એટલે કે પરનું કાંઈ કરી શકે, ગ્રહે છોડે એવો કોઈ ગુણ
આત્મામાં નથી.
માટે જે વિશુદ્ધ આત્મા છે (જ્ઞાનસ્વભાવી છું એમ અનુભવનારો આત્મા છે) તે જીવ અને
અજીવ દ્રવ્યોમાં કાંઈ પણ ગ્રહણ–ત્યાગ કરું છું, કરી શકું છું એમ માનતો નથી. અહીં જ્ઞાન કહેવાથી
આત્મા સમજવો કેમકે અભેદ અપેક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. એ રીતે આત્માને
જ્ઞાન જ કહેતા આવ્યા છે.
ટીકા–જ્ઞાન એટલે આત્મા કાંઈપણ (જરાપણ) પરવસ્તુને તથા તેના કાર્યને ગ્રહતું નથી તથા
છોડતું નથી. કારણ કે વિભાવના સામર્થ્યરૂપ જ્ઞાનવડે તેમજ સ્વાભાવિક ગુણના સામર્થ્યથી પરદ્રવ્યનું
ગ્રહવું તથા છોડવું અશક્્ય છે. અમૂર્ત્તિકને મૂત્તિક આહાર હોય નહીં; તેથી જ્ઞાન (આત્મા) આહારક
નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી. વળી જડકર્મ–નોકર્માદિરૂપ આહાર મૂર્ત્તિક છે; આત્મા સદા
અમૂર્ત્તિક છે, અરૂપી, અતીન્દ્રિય જ્ઞાનમય છે તેથી નિશ્ચયથીય કે વ્યવહારથી જીવ પરનું કાંઈ કરી શકે
નહીં. મેં ખાધું, પીધું, લીધું, દીધું, મેં આહાર છોડયો–એ અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. પણ
તેનોઅર્થ–એના કાર્યને અને પરદ્રવ્યને જીવ ગ્રહી શકતો જ નથી કે છોડે. જીવ હું જ્ઞાનમય છું એ ભાન
ભૂલીને મમતા કરે, હું તેને લઈ શકું છું વગેરે માને અર્થાત્ જ્ઞાનને ભૂલીને ઈચ્છા કરે પણ કોઈ જીવ
પરનું કાંઈપણ કરી શકતો નથી; માત્ર એ જાતનો રાગ રાગીજીવને આવે છે. એમ બતાવવા પરના
ગ્રહણ–ત્યાગનો કર્ત્તા કહેવો તે કહેવામાત્ર છે. જેમ ભીંત ઉપર ભેંસ, ગાય આદિ પશુનું ચિત્ર છે તે
ચિત્રની ગાય નિશ્ચયથી કે વ્યવહારથી

PDF/HTML Page 16 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : ૧૩ :
દૂધ આપે એમ બનવું અશક્ય છે, તેમ આત્મા સદા અમૂર્ત્તિક હોવાથી શરીરનું, વચનનું, હાથ પગ
હલાવવાનું, પરવસ્તુને પકડવાનું, પ્રેરણા, પ્રભાવ પાડવાનું આદિ કોઈ કામ કરી શકતો નથી. ભાષા
વર્ગણાથી ભાષા થાય છે. ઈચ્છા નિમિત્ત માત્ર છે. કોઈ રીતે ભાષાનું કાર્ય જીવનું નથી. પણ અમે
પ્રત્યક્ષ જોઈએ છીએ કે માણસો ડુંગરા તોડી નાખે છે, નદીના પ્રવાહને આડાઅવળા કરી નાખે છે ને?
તે તેની સંયોગ તરફથી જોવાની દ્રષ્ટિ જ વિપરીત છે. પરદ્રવ્યમાં પ્રત્યક્ષ નથી. જ્ઞાનમાં પ્રત્યક્ષ પરોક્ષ છે.
સંયોગી દ્રષ્ટિવાળો બે જુદા દ્રવ્યને જુદા એટલે સ્વતંત્ર માનતો નથી, બેને એક માનીને દેખે છે; તેથી તે
શાસ્ત્રના અર્થ પણ વિપરીત કરે છે ને સર્વત્ર ઊંધુંં જ દેખે છે.
શાસ્ત્રમાં વ્યવહારના કથન ઘણા આવે છે. રુદ્ધિધારી મુનિને શુભ તૈજસ સમુદ્રઘાતની ઈચ્છા
થાય તો ઋદ્ધિ દ્વારા રોગ–દુકાળ મટાડી, તે ક્ષેત્રમાં પ્રજાને નિરોગ અને સુકાળ થઈ જાય. રોગ મટાડે
એનો અર્થ એમ નથી, પણ આવું કાર્ય થવા કાળે ક્યા જીવને કેવી જાતનો રાગ હતો, તેમાં નિમિત્ત
કોણ હતું તે બતાવવા વ્યવહારનું કથન છે.
સામા પદાર્થમાં જેકાળે જે શક્તિ એટલે યોગ્યતા છે તે તેના કાળે જ પ્રગટે છે. દરેક પદાર્થ
પોતાથી જ ટકે છે ને નિરંતર નવીનવી અવસ્થાપણે બદલે છે. આવો વસ્તુસ્વભાવ છે તેને કરે કોણ?
જ્ઞાની આવું સ્વતંત્ર સ્વરૂપ જાણે છે. અનંતા પરદ્રવ્યોથી હું નકામો છું. હું પરના કામમાં આવી
શકું? અશક્્ય છે. અને અનંતા પરદ્રવ્યો અથવા કોઈ પણ પરદ્રવ્ય મારે માટે–મારા કાર્ય માટે નિરર્થક
જ છે. સ્ત્રી, પુત્ર, મકાન, વસ્ત્ર, પુસ્તક આદિ કોઈના કાર્ય તેમજ નજીકમાં એક ક્ષેત્રે રહેલ શરીરના
કાર્ય પણ આત્મા કરી શકતો જ નથી.
એક આત્મા બીજા આત્માનું કોઈ કાર્ય કરી શકતો નથી, પણ પોતામાં જ રાગાદિ અથવા
પરાશ્રયની માન્યતા અને કર્તૃત્વ–મમત્ત્વ કરી શકે છે. જ્ઞાયક શક્તિવડે જાણનાર સ્વરૂપ હોવાથી સ્વ–
પરને જાણી શકે છે પણ પરનું કાંઈ કરે ને પર પોતાનું કાંઈ કરે એવો કોઈગુણ અર્થાત્ યોગ્યતા
આત્મામાં નથી. સંયોગદ્રષ્ટિ, સ્થૂલ દ્રષ્ટિવાળાને આ વાત બહુ કઠણ પડે છે; કેમકે દરેક દ્રવ્ય તેના ગુણ
પર્યાયથી સત્ છે, પરથી નથી–એ અનેકાન્ત સિદ્ધાંત તેઓએ જાણ્યો જ નથી.
એક દ્રવ્યમાં બીજા પદાર્થના દ્રવ્ય–ગુણ–પર્યાયનો અત્યંત અભાવ છે, દરેક દ્રવ્યના દરેક ગુણની
પર્યાય સ્વમાં સ્વયં છ કારક શક્તિવડે દરેક સમયે ઉત્પાદવ્યય કર્યા જ કરે છે; તેના કાર્ય માટે એક
સમય પણ કોઈની રાહ જોવી પડતી નથી. આ પરમ સત્ય અને સ્વતંત્ર સત્તાની વાત સંયોગ તરફથી
જોનારને સંયોગમાં એક્તા બુદ્ધિવાળાને બેસતી જ નથી, વસ્તુના સત્સ્વ્રૂપને નહીં માનનાર સ્વસન્મુખ
થઈ શકતો નથી, નિજ શક્તિનો મહિમા જોઈ શકતો નથી, તેથી દુઃખી થાય છે. સુખદુઃખનું ખરૂં સ્વરૂપ
અને કારણ જાણે નહીં, તો દુઃખ મટે નહીં.
અજ્ઞાની ક્રોડ વર્ષ તેના વ્રત, તપ, ભક્તિ, જાપ વગેરેના શુભભાવ કર્યા કરે તો પણ તે મંદ
કષાયમાં મિથ્યાત્વરૂપી પ્રથમ નંબરનું મોટું પાપ (અર્થાત્ દુઃખ) મટાડવાની પણ તાકાત નથી. આનો
અર્થ એમ નથી કે સત્ય ન સમજવું અને સ્વચ્છંદમાં, પાપમાં વર્તવું.
કોઈ જીવ બીજાનું ભલું બુરૂં કરી શકે નહીં, પણ રાગ દશા તેને છે તે જાતનો શુભ અશુભરાગ
આવ્યા વિના રહે નહીં. જીવમોહથી માને કે આનું કરૂં, આનું બગાડું, સુધારૂં; વગેરે એમ રાગ આવે,
માને કે હું છું તો તેનું કાર્ય થયું વગેરે. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ રીતે કાંઈ કરી શકે નહીં.
ખરેખર પરના કાર્યનો કર્તા થઈ શકતો હોય તો બે

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૩૦
દ્રવ્ય જુદા ન રહે–એ અનાદિ અનંતકાળ માટે અબાધિત સિદ્ધાંત છે.
વસ્તુ સતપણે છે કે નહીં? છે, તો તે પોતાથી જ છે, પરથી નથી, પરના કારણે નથી. માટે પોતાથી
જ નિત્ય ટકીને નિરંતર નવી નવી અવસ્થા પોતામાં જ ઉત્પન્ન કરે છે, ને જુની દશા બદલે છે–એ પર્યાય
સ્વભાવ પણ દરેકને પોતાથી જ છે, પરથી નથી આમ સ્વતંત્રતા હોવા છતાં ન માને, ન જાણે તે બે દ્રવ્યોને
જુદા માનતો નથી, કોઈને સ્વતંત્ર માનતો નથી. દરેક પદાર્થ પરથી પૃથક છે અને પોતપોતાના
દ્રવ્યસ્વભાવ, ગુણસ્વભાવ અને પર્યાય સ્વભાવથી સતપણે છે–એ સિદ્ધાંત જાણે તો બધા વિવાદ મટી જાય.
પ્રશ્ન:– જીવ દ્રવ્યદ્રષ્ટિથી સ્વતંત્ર છે પણ વર્તમાન પર્યાયમાં તો પરતંત્ર છે ને?
ઉત્તર:– ના, નિજશક્તિથી પરતંત્રભાવે પોતે જ પરિણમે છે. જીવ સંસારદશામાં વિકારી પર્યાય પણે
કર્તા, કર્મ (કાર્ય), કરણ સંપ્રદાન અપાદાન અને આધાર એ છએ કારક (કારણ) શક્તિથી સ્વતંત્ર છે
તેના અજ્ઞાનવશે પરતંત્રતા માની જીવ વ્યર્થ ખેદખિન્ન થાય છે. એમ પ્રથમ પર્યાયમાં સ્વતંત્રતા ન માને
તેને ક્ષણિક વિકારથી ભિન્ન ત્રિકાળી જ્ઞાનસ્વભાવને સ્વિકારવાની તાકાત નથી. સંયોગ, નિમિત્ત તેના
સ્થાનમાં હોય છે, પણ તેનાથી ઉપાદાનમાં કાર્ય માનનારને બે દ્રવ્યની એકતાબુદ્ધિરૂપ મોટો ભ્રમ છે.
સર્વજ્ઞદેવ ફરમાવે છે કે આત્મા શુભાશુભવિકાર–વાસના કરે તો કરો, પરમાં કર્ત્તા, ભોક્તા
સ્વામી છું એમ માની શકે છે, પોતાની દશામાં જ્ઞાન–અજ્ઞાન, વિકાર–અવિકારીભાવ કરવાની તાકાત
રાખે છે, પણ પરમાં કાંઈપણ કરવાની તાકાત (સામર્થ્ય) કોઈ આત્મામાં નથી. ત્રણકાળમાં ત્રણલોકમાં
પરવડે કોઈનું કાર્ય બની શકતું નથી.
સંયોગદ્રષ્ટિવાળા નિમિત્તને ખરેખર કર્ત્તા માને છે. અને કહે છે કે જુઓ, નિમિત્તનું સામર્થ્ય!
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું છતાં ૬૬ દિવસ સુધી વાણી ન છૂટી અને ગૌતમ આવ્યા ત્યારે
વાણી છૂટી માટે નિમિત્તની રાહ જોવી પડે છે, નિમિત્ત વિના કાર્ય થાય નહીં તો એ વાત ત્રણેકાળે જૂઠી
છે. નિમિત્તને કારણ ક્યારે કહેવાય કે ઉપાદાન (નિજશક્તિ) સ્વયં કાર્યરૂપે પરિણમે તો જ નિમિત્તને
ઉપચારથી કારણ કહેવાય. નિમિત્ત તેની પોતાની જ યોગ્યતાથી તેના કાળે આવે છે તે પણ તેની
ઉપાદાનની યોગ્યતાથી નિયમિતપણે વર્તે છે.
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના પરમાણુ બંધાય તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશની
રચના તે પરમાણુના આધારે તેની ઉપાદાનની યોગ્યતાથી થાય છે; જીવ તેનો કર્ત્તા કોઈ પ્રકારે નથી
છતાં કર્ત્તા કહેવો તે વ્યવહારનયનું કથન છે.
અહીં તો એમ બતાવે છે કે આત્મા જડ કર્મનો કર્ત્તા, ભોક્તા તો નથી પણ પોતાની પર્યાયમાં
પોતાની ભૂલના પ્રમાણમાં જેટલા રાગ ઉત્પન્ન થાય તેટલા જ પ્રમાણમાં નવા કર્મ બંધાય છે, જ્ઞાન
સંબંધી વિરોધ ભાવ (કષાયભાવ) કરે તેટલું જ્ઞાનાવરણીયકમ બંધાય, મિથ્યાત્વભાવ જેવો તીવ્ર મંદ
કરે તેટલા પ્રમાણમાં દર્શનમોહકર્મ બંધાય, અને જેવા ક્રોધ, માન, માયા, લોભ કરે તેટલું ચારિત્રમોહ
નામનું જડ કર્મ બંધાય
–એ વ્યવહારકથન નિમિત્ત નૈમિત્તિકનું જ્ઞાન કરાવી, પરાશ્રયરૂપ મૂર્ખતા છોડાવવા માટે છે પણ
પરદ્રવ્ય આદિ તેને હેરાન કરે ને તેની આધીન જીવને રાગદ્વેષ, સુખદુઃખ થાય એમ મિથ્યાશ્રદ્ધા કરવા
માટે શાસ્ત્રનું કથન નથી.
વ્યવહારથી કથન આવે કે ચારિત્રમોહકર્મના ઉદય કાળે જીવમાં વિકાર થાય–એનો અર્થ એમ
નથી કે જડકર્મ જીવને બગાડે છે પણ જીવ પોતે જ પોતાની પર્યાયથી પલટે છે. દરેક સમયે પોતાની
યોગ્યતાથી ૧૦૦ ટકા સ્વતંત્રપણે નવીનવી પર્યાયરૂપ કાર્ય કરે છે.

PDF/HTML Page 18 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : ૧પ :
આ ગાથામાં આચાર્યદેવ કહે છે કે કોઈ જીવ જ્ઞાનવડે પરનું કાંઈ કરી શકતો નથી. રાગ–
ઈચ્છાવડે પણ પરનું કાંઈ કરી શકતો નથી. અહો! આત્મા નજીકમાં રહેલા જડ દેહની પણ કોઈ ક્રિયા
કરી શકતો નથી; માત્ર અહંકારથી માને છે.
પ્રશ્ન: જો એમ છે તો લોકો ગમે તેવા પાપ કરશે. કોઈ દયા, દાન, પુણ્ય નહીં કરે!
ઉત્તર: પરનું કરવું, ન કરવું જીવને આધીન નથી પણ આત્મા પોતે જ પુણ્ય પાપના ભાવ કરી,
અવિવેકથી ઊંધુંં માની શકે છે.
એકાંત નિયતવાદ, ક્રમબદ્ધપર્યાયનું નામ લઈ, અથવા કર્મના ઉદયનું નામ લઈ, શરીરની ક્રિયા
તો કામભોગ આદિરૂપ થવાની જ હતી તેમાં આત્માના ભલા ભૂંડા ભાવને કંઈ સંબંધ જ નથીએમ
માની કોઈ સ્વચ્છંદી થાય તો તે પાપનેત્ર બાંધી નર્ક નિગોદમાં જશે. આ અપાત્ર જીવનું દ્રષ્ટાંત આપી
દ્રવ્યાનુયોગ શાસ્ત્રના ઉપદેશનો નિષેધ કરે છે તેઓ મૂળભૂત સત્યનો નિષેધ કરે છે.
નિમિત્ત કર્તાનું કથન આવે, એવો રાગ આવે પણ નિમિત્તદ્વારા કોઈ કાર્ય થાય છે એ વાત
ત્રણકાળ ત્રણલોકમાં અસત્ય છે. અહીં તોઆચાર્યદેવ સ્વતંત્રતાનો સત્ય સિદ્ધાંત બતાવી વીતરાગતા જ
બતાવે છે. પરમાં અને રાગાદિમાં એકતાબુદ્ધિ, કર્ત્તાબુદ્ધિ છોડી, અકર્ત્તા એટલે સ્વસન્મુખ જ્ઞાતાપણામાં
જ સુખ છે એમ બતાવે છે.
અહીં સ્પષ્ટ કહ્યું છે કે આત્મા પોતાની સ્વભાવી દશાના સામર્થ્યદ્વારા કે રાગાદિ વિકારી
પર્યાયના સામર્થ્યદ્વારા પરનું ગ્રહણ ત્યાગ કરી શકતો નથી; કેમકે જીવ પરમાં કર્ત્તા થવાને અલાયક છે,
અસમર્થ જ છે, અને જાણવારૂપ કાર્યમાં પરિપૂર્ણ સમર્થ છે.
ક્રોધ, માન, માયા, લોભ, હર્ષ, શોકદ્વારા અથવા જ્ઞાનદ્વારા શરીરની અવસ્થાને, પરની
અવસ્થાને આત્મા પલટાવી દે એ અશક્્ય છે. ત્રણ દિવસ હું મૌન રહીશ, પછી બોલીશ, તમારે હળવેથી
બોલવું, જોરથી ન બોલો પણ બોલે કોણ? એ બધી ભાષાવર્ગણાના પુદ્ગલોનું કાર્ય છે, જીવ તો ઈચ્છા
અને પરમાં કર્ત્તાપણાનું અભિમાન કરે અથવા વિવેકવડે સાચું જ્ઞાન કરી શકે છે. અવિવેક, રાગ, દ્વેષ,
વિષયવાસનાનો ભાવ પાપભાવ છે–એવા પાપભાવ કરે છે પોતે અને માને એ તો શરીરની ક્રિયા છે.
અથવા જડકર્મના ઉદયથી થાય છે, મારા ભાવમાં દોષ નથી તો તે મહામૂઢ છે.
શાસ્ત્રનું અને ઉપદેશનું તાત્પર્ય સ્વતંત્રતા, યથાર્થતા, વીતરાગતા ગ્રહણ કરવા માટે જ છે, તેને
બદલે પાપની રુચિ પોષવા તેની ઓથ લે તે પાપી જ છે અને એવા સ્વચ્છંદીનું નામ લઈ સત્ય
સિદ્ધાંતની મશ્કરી કરે તે પણ પાપી જ છે, ધર્મનો વિરોધ કરનારા છે. પુણ્ય પાપ બહારથી આવતું નથી.
બહારની ચીજ તેના કાળે આવે છે. નિમિત્તનો સંયોગ, વિયોગ આત્મા કરી શકતો નથી. પરના
કાર્યમાં કર્ત્તાપણું માનનાર સર્વજ્ઞને માનતો નથી. પરના કાર્યમાં કર્ત્તાપણું માનનાર સર્વજ્ઞને માનતો
નથી, સર્વજ્ઞ કથિત તત્ત્વ શું તેની તેને ખબર નથી. તત્ત્વાર્થોને જાણી જીવનો કોઈ અંશ જીવમાં ન
ભેળવે, વ્યવહારથી કર્તા એટલે પરદ્રવ્ય કોઈનું કર્ત્તા હર્તા છે નહીં પણ નિમિત્તમાત્ર છે–એમ જાણી,
સર્વત્ર સ્વતંત્રતા સ્વિકારીને પોતાના આત્મામાં વીતરાગી દ્રષ્ટિ અને શાન્તિ પ્રગટ કરવી તે એક જ
પ્રયોજન છે.
આત્મામાં એવો કોઈ ગુણ નથી કે ઈચ્છાદ્વારા, જ્ઞાનદ્વારા, પરનું કાંઈ કરી શકે. જ્ઞાનાવરણીય
આદિકર્મ અને શરીરાદિનોકર્મ છે તે તેની બંધન–મુક્તિરૂપ શક્તિ સહીત છે, તે તેના કર્ત્તા આદિ છયે
કારણોથી પલટે છે, જીવ વડે તેનું ગ્રહણ ત્યાગ થઈ શક્તું નથી; કેમકે આત્મા સદાય અમૂર્ત્તિક જ છે.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૩૦
પરને છોડે કોણ? લાવે, ગ્રહણ કરે કોણ? એ તો નિમિત્તના કથનની રીત છે. આત્મા અમૂત્તિક છે,
મૂર્ત્તિક નથી, માટે પુદ્ગળમય દેહ અને આહારનો કર્તા, ભોક્તા કે સ્વામી નથી. વ્યવહારકથનને
નિશ્ચયનું કથન માની લેનાર સત્ય સમજવાને લાયક નથી વ્યવહારથી લઈ શકાય, છોડી શકાય છે–એમ
માનનારને વસ્તુસ્વરૂપનો નિર્ણય જ નથી. અજીવમાં જ્ઞાન નથી માટે જીવના આધારે તેનું કાર્ય થાય–
એમ માનનાર જીવ તત્ત્વને શક્તિરહિત માને છે.
જીવ સદા જ્ઞાનરૂપ છે, સહજ જ્ઞાનસ્વભાવી છે, પોતાના જ્ઞાનમાત્ર ભાવનો કર્ત્તા, ભોક્તા
સ્વામી છે આમ વસ્તુસ્વરૂપ છે તેનાથી વિરુદ્ધ અજ્ઞાની માને છે, પણ કર્મ, નોકર્મ, શરીરાદિનું ગ્રહણ
ત્યાગ આત્મા કરી શક્તો નથી. અનાદિકાળથી પોતાને ભૂલી પુણ્યપાપના ભાવો કર્યા છે તે
અપેક્ષાએ કહે છે કે જીવ શુભાશુભ વિભાવરૂપે, મિથ્યાત્વરૂપે પરિણમે, પણ પરની ક્રિયાનો કર્ત્તા કદી
થયો નથી.
દિગંબર જૈન મુનિનો વેષ ધારણ કરી માને કે મેં પરને છોડયું, હું શરીરની ક્રિયા કરી શકું છું.
મોરપીંછી મે પકડી છે. એમ પર દ્રવ્યની અવસ્થામાં પોતાનું કાર્ય માને તેને સ્વતંત્ર તત્ત્વની ખબર
નથી, જૈન ધર્મમાં શું વિશેષતા છે તેની તેને ખબર નથી.
એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો સર્વપ્રકારે અભાવ હોવાથી અનાદિથી આજ સુધી કોઈ પદાર્થ પરનું
કાંઈ કરી શક્યા નથી, પરવડે કોઈનું ગ્રહણ ત્યાગ કિંચિત્ માત્ર થતું નથી. આત્મા તો સદા અમૂર્ત્તિક
જ્ઞાનસ્વરૂપ છે તેથી જ્ઞાનને દેહની શંકા ન કરવી.
દ્રવ્યસંગ્રહ નામે પ્રાચિન ગ્રંથ છે તેની ટીકામાં બ્રહ્મદેવસૂરિએ ખુલાસો કર્યો છે કે
વ્યવહારનયથી આત્માને પુદ્ગળકર્મનો કર્ત્તા કહ્યો તે તો તે સંબંધી રાગનું કર્ત્તાપણું અશુદ્ધ
નિશ્ચયનયથી બતાવતા કહ્યું છે પણ હાથ પગ ચલાવવા આદિ પરની ક્રિયાનો કર્ત્તા જીવ છે–એવો
તેનોઅર્થ કોઈ પ્રકારે ન સમજવો. આત્મા આંખ ન ચલાવી શકે, પાંપણ ફરે તે તેની શક્તિથી
ચાલે છે. અજ્ઞાનીને સંયોગમાં એક્તાબુદ્ધ હોવાથી પરમાં કર્ત્તાપણાનો અહંકાર કરે છે. નિમિત્ત
કર્ત્તાના વ્યવહારકથનને નિશ્ચયનયનું કથન માની મિથ્યાત્વને જ સેવે છે. મેં લીધું, મેં દાન દીધું,
મારા વડે સમાજના આટલા કામ થયા એમ જીવ ફોગટ કલ્પના કરે છે.
ભાવાર્થ– આત્મા તો સદાય અમૂર્ત્તિક જ્ઞાન છે તેથી આત્માને જ્ઞાન જ શરીર છે, પરમાર્થે
આત્માને જડ શરીર નથી તો મૂર્ત્તિક આહાર આદિ પરને ગ્રહે છોડે ક્યાંથી? વળી આત્માનો એવો
જ સ્વભાવ છે કે તે પર દ્રવ્યને તો્ર ગ્રહતો જ નથી સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો,
સદા પોતાના જ પરિણામનાં ગ્રહણ ત્યાગ છે, પરનું ગ્રહણ ત્યાગ જરા પણ નથી,
દરેક વસ્તુ સ્વતંત્ર કારણ કાર્ય સહિત છે આવું સત્ય સર્વજ્ઞના આગમમાં સ્પષ્ટ છે.
સ્વાશ્રિતદ્રષ્ટિ વીતરાગતા અને યથાર્થતાની વાત ભાગ્ય યોગે સાંભળવા મળે છતાં અપૂર્વપણે
આંતરો પાડીને લક્ષમાં લેવા માગતો નથી તે જીવ ભગવાનના ઉપદેશને લાયક કેમ ગણાય?

PDF/HTML Page 20 of 25
single page version

background image
માગશર: ૨૪૮૯ : ૧૭ :
જીવ પરનું કાર્ય
કરવામાં પંગુ છે.
(સોનગઢ તા. ર૪–૭–૬૨, અષાડ વદી ૮)
પરનાં કામ માટે કોઈ દ્રવ્યમાં શક્તિ નથી, પણ અયોગ્યતા છે. એકના કાર્યમાં બીજું
નિમિત્ત તો છે ને? ના, જો નિમિત્તભૂત દ્રવ્યથી કોઈ દ્રવ્યના પરિણામ થાય તો સામા દ્રવ્યના
ઉત્પાદ–વ્યય ધ્રુવરૂપ સતપણાનો નાશ થાય અથવા તેનો સ્વભાવ બીજા નિમિત્તમાં આવી જવો
જોઈએ. સમયસારજી ગા. ૩૭૨માં આચાર્યદેવે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ રીતે અન્ય દ્રવ્યથી અન્ય
દ્રવ્યના કાર્યની (પર્યાયની) ઉત્પતિ કરી શકાતી જ નથી, તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો
પોતપોતાના સ્વભાવથી દરેક સમયે ઉત્પાદ–વ્યયરૂપ પોતાના કાર્યને (પરિણમન) કરે છે, તેમાં
અન્યને કર્તા કહેવો તે તો કહેવા માત્ર જ છે. ટીકાજીવને પર દ્રવ્ય રાગાદિ અથવા જ્ઞાનાદિ ઉપજાવે
છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્યવડે અન્ય દ્રવ્યના પર્યાયોનો ઉત્પાદ કરાવવાની
અયોગ્યતા છે, જડકર્મ જીવને રાગાદિ કરાવવામાં નાલાયક છે કેમકે દરેક દ્રવ્ય પોતપોતાની શક્તિ
સહિત હોવાથી પોતાના સ્વભાવથી જ –પર્યાય ધર્મથી જ ઊપજે છે.
અહીં એ સિદ્ધાંત થયો કે કોઈપણ જીવ પરદ્રવ્યની પર્યાય ઉત્પન્ન કરવાને માટે નાલાયક છે.
શ્રી કુન્દકુન્દાચાર્યાદિ આચાર્ય પણ શાસ્ત્ર લખવાના કાર્ય માટે નાલાયક છે કેમકે શબ્દોએ પુદ્ગલ
દ્રવ્યના આધારે કામ કર્યું છે. જીવને ઈચ્છા થઈ માટે પુસ્તક લખાણું એમ નથી, પણ તેમાં તેના
કારણે કાર્ય થયું ત્યારે તેમાં ઈચ્છાવાન જીવ નિમિત્ત હોય છે એમ જ્ઞાન કરાવવા વ્યવહારથી કર્તા
કહેવાની રીત છે.
જો ઈચ્છાથી ભાષા ઊપજે તો કેવળીને ઈચ્છા નથી છતાં વાણી છૂટે છે. યોગનું કમ્પન છે
માટે વાણી છૂટે છે એમ હોય તો બધા કેવળીને નિરંતર વાણી છૂટવી જોઈએ, પણ તેમ નથી, માટે
દરેક દ્રવ્ય દરેક સમયે ઉત્પાદ–વ્યયરૂપ નિજ પર્યાયના કર્તા છે. અન્ય તો બીજાના કાર્ય માટે
નાલાયક જ છે. એજ રીતે આત્મા ભાષાની પર્યાય માટે અલાયક છે. આ વખતે આવિકલ્પને
(રાગને) લાવું એને માટે પણ આત્મા અલાયક છે, પંગુ છે.
ગૌતમ ગણધર થયા પણ દ્વાદશાંગ શાસ્ત્રોના શબ્દોની પર્યાય કરવા માટે તેઓ અયોગ્ય–
નાલાયક હતા, તે સંબંધી પોતાના સ્વ–પરપ્રકાશક જ્ઞાનને ઉત્પન્ન કરવા માટે તેઓ યોગ્ય છે. કોઈ
જીવમાં બીજા દ્રવ્યની પર્યાય રચવાની તાકાત ત્રણકાળ ત્રણલોકમાં નથી.
સોનીમાં કુંડલ કરવાની લાયકાત નથી, હાથ–પગને ચલાવવા માટે સોનીના જીવમાં તાકાત
નથી પણ અહંકારથી કર્તાપણું માને અને તે સંબંધી