Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 47
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
સંપાદકનો પત્ર
પ્રિય બાલબંધુઓ, હાલ પૂ. ગુરુદેવ સાથે મંગલ–પ્રવાસમાં હોવાથી જોકે તમને
નવા પ્રશ્નોત્તર વગેરે આપી શકાતું નથી, તેમજ તમારા પત્રોના જવાબ પણ આપી
શકાતા નથી, પરંતુ દરેકેદરેક ગામે આપણા બાલવિભાગના કોઈ ને કોઈ સભ્યો જરૂર
મળે છે ને ઘણો જ આનંદ વ્યક્ત કરે છે, તથા બાલવિભાગના બધા સભ્યોને પણ
પ્રેમથી યાદ કરે છે. બાલવિભાગના આપણા બંધુઓને દેખીને તથા ધર્મ પ્રત્યેની આવી
લાગણી દેખીને પ્રસન્નતા થતી હતી. તમને જાણીને આનંદ થશે કે આંકડિયાના
પંચકલ્યાણકમાં ભગવાનની દીક્ષા વખતે, આપણા બાલવિભાગના બાળકો લૌકાંતિક
દેવ બન્યા હતા. ગામેગામ બાલવિભાગના કોઈને કોઈ સભ્યો મળે છે, તેમને દેખીને
આનંદ થાય છે. તમારા ગામમાંય ગુરુદેવ પધારે ત્યારે હોંશથી લાભ લેજો. બંધુઓ,
જીવનમાં નાનપણથી જ ધર્મના ઊંચા સંસ્કાર રેડાય–એ ખૂબ જ લાભકારી છે.
બાળકોમાં ધર્મના સંસ્કાર રેડાય તે માટેની ખાસ ભાવનાથી ઠેઠ રાજસ્થાનમાં જયપુર
પાસે રામગઢના એક જૈનવિદ્યાલયે બધા બાલસભ્યોને એક ભેટ પુસ્તક આપેલ છે; તે
અનુસાર ભગવાન ઋષભદેવનું દશ ભવનું ઉત્તમ જીવનચરિત્ર બધા બાલસભ્યોને
આપવાનું છે. કદાચ તે તમને મળી પણ ગયું હશે; –નહિતર થોડા જ દિવસમાં મળી
જશે. તમે ઉત્સાહથી વાંચજો ને એ પ્રભુના પવિત્ર જીવનનું અનુકરણ કરજો. હમણાં
પ્રવાસમાં હોવાને કારણે બાલવિભાગની વ્યવસ્થામાં જરા ઓછું ધ્યાન આપી શકાય છે;
તેથી કેટલાક સભ્યોને જન્મદિવસનું કાર્ડ તથા ફોટો નથી મળ્‌યા; બંધુઓ, બાલવિભાગ
શરૂ થયા પછી જે સભ્યોનો જન્મદિવસ આવી ગયો હોય, ને હજી સુધી એક્કેયવાર
તમને ફોટો કે કાર્ડ ન મળ્‌યું હોય તો તમારા સભ્ય નંબર અને જન્મદિવસ સહિત અમને
લખશો; એટલે વૈશાખ સુદ બીજ સુધીમાં તમને જરૂર ભેટ મળી જશે. તમે આનંદથી ને
તો
તમને યાદ હશે જ! કોઈ ભૂલી ગયા છો કે? –તો ફરી યાદ કરીએ– એક હંમેશા
રસ લેવો. ધર્મનું સારૂં સારૂં વાંચન કરવું. હિંમતનગરમાં મોટો ઉત્સવ થઈ રહ્યો છે, તેના
સમાચાર લઈને આવતા મહિને મળીશું. પત્રવ્યવહાર સોનગઢના જ સરનામે કરશો.
जयजिनेन्द्र (–તમારો ભાઈ.)

PDF/HTML Page 42 of 47
single page version

background image
: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૯ :
––: નવા પ્રશ્નો:– –
પ્ર. (૧) એકવાર એક પુસ્તક વાંચતાં
વાંચતાં ગુરુદેવે પૂછયું –
બંધાયેલ હોય તે ચારેકોર ફરે,
ને છૂટે તે એક ઠેકાણે સ્થિર રહે.
– એ કોણ? તે શોધી કાઢો.
પ્ર. (૨) ચાર અક્ષરનું એક શહેર –
ઘણું સુંદર ને ઘણું રળિયામણું;
જૈનધર્મની જાહોજલાલીથી ભરપૂર;
મોક્ષમાર્ગપ્રકાશકની એ જન્મભૂમિ;
હિંદી સમયસારની પણ એ જ
જન્મભૂમિ.
સૌરાષ્ટ્રના જિનમંદિરોમાં ઘણા
ખરા ભગવંતો તે નગરીમાંથી આવ્યા છે.
આ મહિને ગુરુદેવ એ નગરીમાં
પધારીને મહાન ધર્મપ્રભાવના કરશે. –તો
એ નગરી કઈ? તે શોધી કાઢો...ને
એકવાર એ નગરી જરૂર જોજો.
પ્ર. (૩) ૨૪ તીર્થંકરોમાંથી ‘મ’
ઉપર જેટલા ભગવાનનાં નામ આવતા
હોય તે ભગવાનને શોધી કાઢો.
પહેલી તારીખ સુધીમાં જવાબ લખશો.
––: તમને શું ગમે? :––
એક વાર બાલવિભાગના એક
સભ્ય ભાઈ બાલવિભાગની ઓફિસે
મળવા આવ્યા; ને કામકાજમાં મદદ
કરવાની ભાવના વ્યક્ત કરી.
બાલવિભાગના ઘણા સભ્યો જ્યારે
સોનગઢ આવે ત્યારે બાલવિભાગના કામને
પોતાનું જ સમજીને તેમાં મદદ કરવાની
ભાવના વ્યક્ત કરે છે, ને જે કામ સોંપાય
તે હોંશથી કરી આપે છે; સાથેસાથે થોડીક
ધર્મચર્ચા પણ આનંદથી કરે છે. ઉપરોક્ત
ભાઈ (જેમનું નામ ભરત) તેણે પણ
હોંશથી કહ્યું કે કંઈક ધર્મચર્ચા કરો. તે
વખતે પ્રવાસની તૈયારીઓ ચાલતી હતી
તેથી કહ્યું –ભાઈ, વિશેષ ટાઈમ તો નથી
પણ હું એક નાનકડો પ્રશ્ન લખી આપું છું,
ને તમે વિચાર કરીને ૨૪ કલાકમાં તેનો
જવાબ લખી આપશો. તમારો જવાબ સારો
હશે તો આત્મધર્મમાં છાપીશું. પ્રશ્ન હતો કે–
“તમને શું ગમે?” ભરતજી તો કહે કે સાવ
સહેલો પ્રશ્ન છે, હમણાં જ જવાબ મોકલું છું.
એમ કહીને એ તો ગયા તે ગયા...આજ
૨૪ કલાકને બદલે ૨૪ દિવસ વીત્યા, પણ
હજી જવાબ નથી આવ્યો. તો બંધુઓ, હવે
તમે લખી મોકલો કે ‘તમને શું ગમે?’
જવાબ જેમ બને તેમ ટૂંકમાં લખવો.
ભરતજી! તમેય જવાબ લખજો.
સરનામું –
આત્મધર્મ બાલવિભાગ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 43 of 47
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
જયપુરમાં રાજ્યપાલશ્રીના હસ્તે
પં. ટોડરમલ દ્વિશતાબ્દિ સમારોહનો ભવ્ય ઉદ્ઘાટન
–– * ––
જયપુરમાં પં. ટોડરમલજી સ્મારક–ભવનનું ઉદ્ઘાટન, વેદી પ્રતિષ્ઠામહોત્સવ તથા
દ્વિશતાબ્દિ સમારોહ નિમિત્તે સોનગઢના સંત પૂ. શ્રી કાનજી સ્વામી તા. ૬–૩–૬૭ના
રોજ સંઘ સહિત પધારવાના છે. તેઓશ્રીના પવિત્ર હસ્તે પં. ટોડરમલ સ્મારક–ભવનનું
ઉદ્ઘાટન તા. ૧૩–૩–૬૭ના રોજ સવારે બાપુનગરમાં થશે અને સ્મારક–ભવનમાં
નવનિર્મિત વેદી ઉપર શ્રી સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવશે.
તા. ૧૩–૩–૬૭ના રોજ સાંજે પં. ટોડરમલ દ્વિશતાબ્દિ સમારોહ ઉજવવામાં
આવશે, જેનું ભવ્ય ઉદ્ઘાટન રાજસ્થાનના રાજ્યપાલ માનનીય શ્રી સમ્પૂર્ણાનન્દજી
કરશે. પં. ટોડરમલજી દ્વારા હસ્તલિખિત પ્રાચીન ગ્રન્થ તથા અન્ય દર્શનીય અપ્રાપ્ત જૈન
સાહિત્યનું ભવ્ય પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.
આ શુભ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ, જૈનકવિ–સમ્મેલન, જૈનસાહિત્ય–સેમીનાર,
સંગીત–સમારોહ વગેરે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. બહારગામથી પણ હજારોની
સંખ્યામાં લોકો આવી રહ્યા છે. સમારોહના દરેક વિભાગ માટે જુદી–જુદી સમિતિઓ
રચવામાં આવી છે અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આપને પણ સહકુટુંબ
પધારવાનું હાર્દિક આમંત્રણ છે.
લિ.
નેમીચંદ પાટની
મંત્રી
શ્રી ટોડરમલ સ્મારક–મહોત્સવ–સમિતિ
–– * ––

PDF/HTML Page 44 of 47
single page version

background image
श्री महावीराय नमः।।
आचार्य कल्प पं
टोडरमलजी
स्मारक भवन का उद्घाटन,
वेदी प्रतिष्ठा महोत्सव तथा
द्विशताब्दि समारोह
दि० ६ मार्च से १६ मार्च १६६७ तक
आचार्य कल्प पं० टोडरमलजी महान् विद्वान एवं सुधारक थे, उन्होंने
अपने अल्प जीवनकाल में ही अनेक उच्चकोटि के मोक्षमार्ग प्रकाशक जैसे
अनुपम ग्रन्थों की रचना एवं गोमट्टसार जैसे महान् कठिन ग्रन्थों की अर्थ
संद्रष्टि सहित अत्यन्त सरल भाषा में टीका तैयार करके धर्म, समाज एवं
जिनवाणी माता की अपूर्व सेवा की थी।
यह जयपुर नगरी बहुत सौभाग्यशाली है, जहां पर ऐसे २ अनेकों मोक्ष
मार्गी महापुरुषों ने जन्म लेकर जिनवाणी की सतत साधना के द्वारा स्व–
परकल्याण कर इस नगरी को पवित्र किया। महापुरुष आचार्य कल्प पं०
टोडरमलजी ने उसी साधना की रक्षा के लिए अपने आपको इसी भूमि पर
बलिदान कर दिया। उनके स्वर्गवास को २०० वर्ष पूर्ण हो रहे हैं। अतः हम सब
का कर्तव्य हैं कि उनके उपकार की स्मृति को ताजा करने के लिये एवं उनके
बताये हुये मार्ग पर प्रवृत्ति करने के लिये उनके बलिदान को द्विशताब्दि समारोह
के रूप में सारे भारतवर्ष में विशेष विशेष आयोजनों के साथ निम्न प्रकार से
अखिल भारतीय स्तर पर मनाया जावे।
इस सम्बन्ध में श्री दि० जैन मुमुक्षु मंडल जयपुर की मीटिंग में निम्न
निर्णय लिये गये है। अतः समस्त जैन समाज से निवेदन है कि कार्य–क्रमों में
पूर्ण उत्साह से भाग लेकर सभी कार्यक्रमों को सकल बनावें।
. जैनाजैन पत्रों में प्रचार कर द्विशताब्दि समारोह मनाने के लिये समाज मे जागृत्ति उत्पन्न की जावे।
. दिनांक १३ मार्च ६७ को प्रत्येक स्थान पर विशाल रूप से सभाओं का आयोजन करके पं०
टोडरमलजी के व्यक्तित्व एवं गुणों पर विस्तृत प्रकाश डाल कर सर्वसाधारण को इस सम्बन्ध में
अवगत कराया जावे।
. द्विशताब्दि समारोह के अवसर पर पंडित जी साहब के सम्बन्ध में व उनके साहित्य के सम्बन्ध में
परिचयात्मक लेख व श्रद्धांजलिर्यां आदि संग्रह कर उनके प्रकाशन की व्यवस्था की जावे, अतः मार्च
में पं० टोडरमलजी जयन्ती स्मारिका जयपुर में प्रकाशित की जा रही है।
. उक्त अवसर पर श्री टोडरमलजी साहब की रचनाओं का एव अन्य सत् साहित्य का प्रकाशन किया
जावे।
. अपने आत्म कल्याण के हेतु जैन शास्त्रों के अध्ययन व मनन की रुचि जागृत की जावे।

PDF/HTML Page 45 of 47
single page version

background image
बापूनगर (जयपुर)
में नवनिर्मित
टोडरमल स्मारक
भवन

जयपुर में पं० टोडरमल द्विशताब्दि समारोह का विशाल आयोजन दि
. १३ से १६ मार्च तक
किया जा रहा है। जयपुर में पं० टोडरमल स्मारक भवन का निर्माण बापू नगर में हुआ है–उसका
उद्घाटन भी दि
. १३ मार्च को होगा तथा इसी समय इस स्मारक भवन में श्री सीमंघर भगवान को
नव निर्मित वेदी में प्रतिष्ठा पूर्वक स्थापन किया जावेगा तथा पंडित टोडरमलजी की स्वहस्त
लिखित प्राचीन ग्रन्थों एव अन्य दर्शन य अलभ्य जैन साहित्य की प्रदर्शनी का भी आयोजन है।
जयपुर जैन समाज के अति आग्रह के कारण एक सप्ताह पूर्व ही सोनगढ के संत पूज्य
कानजी स्वामी संघ सहित टोडरमल स्मारक भवन के उद्घाटन तथा वेदी प्रतिष्ठा महोत्सव के
लिये दि ६ मार्च को जयपुर पधार रहे है तथा यहां दि० १७ मार्च तक विराजेगे। उनकी छत्रछाया
मे ही उपरोक्त सभी आयोजन सम्पन्न होंगे।
इसी अवसर पर पूज्य स्वामी जी द्वारा पं० टोडरमल स्मारक भवन के उद्घाटन के
अतिरिक्त अन्य सांस्कृतिक कार्यक्रम, जैन कवि सम्मेलन, जैन साहित्य सेमिनार, संगीत सम्मेलन,
धार्मिक नाटक आदि के कार्यक्रम भी सम्पन्न होंगे।
इसके सम्बन्ध में श्री दि. जैन मुमुक्षु मंडल की विशेष मीटिंग में महोत्सव की सुव्यवस्था के
लिये श्री टोडरमल स्मारक महोत्सव कमेटी तथा अनेक समितियों का निम्न प्रकार गठन किया
गया है।
() प्रचार समिति () विशेष अतिथि समिति () पंडाल समिति
() वेदी प्रतिष्ठा () आवास () भोजन
() जल व्यवस्था () प्रकाश () द्विशताब्दि समारोह
(१०) प्रदर्शनी (११) स्मारिका (१२) जलूस
(१३) यातायात (१४) साहित्य प्रचार (१५) सांस्कृतिक कार्यक्रम
(१६) सार्वजनिक सम्पर्क समिति (१७) सुरक्षा व्यवस्था समिति
वेदी प्रतिष्ठा एवं द्विशताब्दि समारोह की तैयारियां जोंरों से प्रारम्भ कर दी गई हैं।
श्री दि० जैन मुमुक्षु मंडल (कार्यलय) निवेदक –
सेठी भवन, फोन नं० ७३०८६ मन्त्री
हनुमानजी का रास्ता, जयपुर – ३ श्री टोडरमल स्मारक महोत्सव कमेटी, जयपुर
बुलेटिन नं० १। प्रचार मंत्री व सम्पादकः– डा० ताराचन्द्र जैन, बरूशी भवन, न्यू कालोनी, जयपुर–१
आत्म धर्म के इस अंक का क्रोडपत्र

PDF/HTML Page 46 of 47
single page version

background image









ગુરુદેવે બે વખત જેમની ભાવભીની યાત્રા
કરાવી; અને ૧૩ વર્ષ બાદ જેમનો મહા–
મસ્તકાભિષેક થઈ રહ્યો છે તે વિશ્વપ્રસિદ્ધ
બાહુબલી ભગવાન (શ્રવણબેલગોલ–મૈસુર)

PDF/HTML Page 47 of 47
single page version

background image
ATMADHARMA Regd. No. G. 182
* પ્રભુને અંતર દિલમાં પ્રેમથકી પધરાવજે રે... *
[આંકડિયાથી પ્રસ્થાન કરતી વખતે ગુરુદેવે જિનમંદિરમાં ગવડાવેલું ભજન]
– –
સાચો અંતરસ્વામી આતમ દિલમાં ધ્યાવજે રે...
અંતર અલખ જગાવી નિર્ભય પદ ઝટ પાવજે રે...
સાચો અંતરસ્વામી આતમદિલમાં ધ્યાવજે રે... ૧
સુખનો દરિયો ગુણથી ભરિયો,
યોગી આતમધ્યાને વરીયો,
પ્રભુને અંતરદિલમાં પ્રેમ થકી પધરાવજે રે...સાચો૦ ૨
ભક્તિ કરજે પ્રભુની ભાવે,
નિજગુણ કર્તા આપ સ્વભાવે,
પોતાને તું ક્ષાયિકભાવે સમાવજે રે...સાચો૦ ૩
ઝટપટ જંજાળોને ત્યાગી,
સત્ય જ્ઞાનથી થા તું રાગી,
વીર વીતરાગી આતમપ્રભુને તું પાવજે રે...સાચો૦ ૪
––: ગુરુદેવનો કાર્યક્રમ :––
ફેબ્રુ. તા. ૨૧ બપોરે સોનગઢ.
તા. ૨૨ થી ૨પ ભાવનગર.
તા. ૨૬ થી ૨૮ (અમદાવાદ, હિંમતનગર,
આબુ, પાલી)
તા. ૧ માર્ચ કિસનગઢ
તા. ૨ કુચામન
તા. ૩–૪ લાડનૂ
તા. પ સીકર
તા. ૬ થી ૧૬ જયપુર
તા. ૧૭ (ફાગણ સુદ છઠ્ઠે) જયપુરથી ગુરુદેવ
સાથે યાત્રાસંઘનું પ્રસ્થાન થશે અને તા. ૨૪ ના
રોજ તીર્થધામ સમ્મેદશિખરજી પહોંચશે. તા. ૨પ
માર્ચ (ફાગણ સુદ ૧૪ શનિવાર) ના રોજ
તીર્થરાજની મંગલયાત્રા થશે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર)