Atmadharma magazine - Ank 288
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
ભિન્ન છે એમ જાણીને અંતર્મુખ થઈને શુદ્ધ પર્યાયરૂપે પ્રવર્ત્યો, એટલે કે સ્વઘરમાં
આવ્યો, સ્વસમયરૂપ થયો.
શ્રી આચાર્યદેવ કહે છે કે सुण...હે જીવ! તું તારા સ્વભાવની આ વાત પરમ
પ્રેમથી સાંભળ! તારા ઉપયોગને જાગૃત રાખીને આ અપૂર્વ વાત તું સાંભળ...એટલે કે
ઉપયોગનું લક્ષ બીજેથી હટાવીને આત્માની સમજણમાં જોડ. તારી ચૈતન્યખાણમાં આનંદ
ભર્યો છે. અનાદિથી નિજસ્વરૂપને ભૂલીને અશુદ્ધપણે પરિણમ્યો હતો પણ જ્યાં ભાન થયું
ત્યાં અશુદ્ધતા ટળીને શુદ્ધતાપણે આત્મા પ્રગટ થયો. વસ્તુ પરિણામી છે, તે અશુદ્ધતામાંથી
શુદ્ધતારૂપે પલટે છે એટલે કે પરિણમે છે. જો પરિણમન ન હોય તો દુઃખ મટીને સુખ થાય
નહિ, અશુદ્ધતા છૂટીને શુદ્ધતા થાય નહિ. નિત્ય રહીને વસ્તુ પરિણમે છે.
ભાઈ, દેહમંદિરમાં ચૈતન્યદેવ બિરાજે છે....અંતર્મુખ થઈને તેનો અનુભવ કરતાં
શક્તિમાંથી શુદ્ધતા વ્યક્ત થાય છે. ત્યાં મિથ્યાત્વાદિ અશુદ્ધપરિણતિનો નાશ થયો ને
શુદ્ધસ્વરૂપનો અનુભવ થયો એટલે શુદ્ધરત્નત્રય પ્રગટ થયા. આત્મા પોતે પોતાના
ચૈતન્યબાગમાં આનંદ–ક્રીડા કરવા લાગ્યો.– આત્મામાં આવું પરિણમન પ્રગટ્યું તે
અપૂર્વ મંગળ છે, તે ચૈતન્ય ઘરમાં સાચું વાસ્તુ છે....ધર્માત્મા મોક્ષમાર્ગમાં કેલિ કરે છે.
ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન;
કેલિ કરેં શિવમારગમેં જગમાંહિં જિનેશ્વરકે લઘુનંદન.
ભાઈ, તું ભેદજ્ઞાનવડે શુદ્ધચૈતન્યને રાગથી જુદું પાડતાં શીખ. તને ભેદજ્ઞાન
વગર સંસારમાં ભમતાં ઘણોકાળ વીત્યો....હવે તો નિજસ્વરૂપને ઓળખીને તેમાં વસ.
તારું ઘર તો ચૈતન્યમય છે. જેમાં સુખ હોય તે તારું ઘર હોયને? સુખ તો તારા
ચૈતન્યઘરમાં છે, તેમાં વસ. પત્થરનું ઘર તારું નહિ, રાગ પણ તારું ઘર નહિ, તારું ઘર
તારું રહેઠાણ તો ચૈતન્યમય છે. આવા સ્વઘરમાં તું કદી આવ્યો નહિ.–
હમ તો કબહૂં ન નિજઘર આયે,...હમ તો કબહૂં
પરઘર ભ્રમત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે...
આ સન્તો તને તારું સ્વઘર ચૈતન્યધામ બતાવે છે, તેમાં તું વસ. આ સ્વઘરનુ
સાચું વાસ્તુ છે. તત્ત્વજ્ઞાન થતાં શું થાય? કેવી આત્મદશા થાય? તે બતાવતાં પં.
બનારસીદાસજી (આ ૩૧ માં કળશ ઉપર) કહે છે કે–
તત્ત્વકી પ્રતીતિસોં લખ્યો હૈ નિજ–પર ગુન,
દ્રગ–જ્ઞાન–ચરન ત્રિવિધિ પરિનયો હૈ

PDF/HTML Page 42 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૩૯ :
વિસદ વિવેક આયો, અચ્છો વિસરામ પાયો,
આપુહીમેં આપનો સહારો સોધિ લિયો હૈ.
કહત બનારસી ગહત પુરુષારથકો,
સહજ સુભાવસોં વિભાવ મિટિ ગયો હૈ.
પન્ના કે પકાયેં જૈસેં કંચન વિમલ હોત,
તૈસે શુદ્ધ ચેતન પ્રકાશરૂપ ભયો હૈ.
।।
ચોથા ગુણસ્થાને શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં આવી દશા પ્રગટે છે; ત્યાંથી જ
રત્નત્રય શરૂ થઈ જાય છે. શુદ્ધાત્માની અનુભૂતિમાં રત્નત્રય સમાય છે. ‘સર્વગુણાંશ તે
સમ્યક્ત્વ’–એટલે સમ્યક્ત્વ થતાં અનુભૂતિમાં સર્વે ગુણોની શુદ્ધિનો અંશ પ્રગટે છે,
જ્ઞાનાદિ સર્વ ગુણો એકદેશ પ્રગટ થાય છે. આવા સમ્યક્ત્વના મહિમાની જગતને ખબર
નથી. ચોથા ગુણસ્થાનેય નિર્વિકલ્પદશા હોય છે, અતીન્દ્રિય આનંદનો અનુભવ હોય છે,
સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે, અતીન્દ્રિય સ્વસન્મુખ મતિશ્રુત હોય છે.–પણ તે વાત
અજ્ઞાનીને સમજાતી નથી. અહીં સમ્યક્ત્વ થતાં આત્મામાં કેવી શુદ્ધિ પ્રગટે છે તે બતાવ્યું
છે. શુદ્ધસ્વરૂપના અનુભવમાં રત્નત્રય સમાય છે, તેમાં ચૈતન્યની પરમ શાંતિની
ભરમાર છે ને તેને સમજતાં બેડો પાર છે.
– * –
* ખેડબ્રહ્માથી બાલવિભાગના સભ્ય લખે છે કે અહીં એક ઘર હોવા છતાં અમે
પ્રાંતિજથી પ્રતિમાજી લાવ્યા છીએ ને પર્યુષણ ઉત્સાહથી ઉજવ્યા છે. આત્મધર્મમાં બહુ
રસ પડે છે.
* પર્યુષણપર્વ ઠેર ઠેર આનંદથી ઉજવાયા છે. જામનગર, ખેરાગઢ, મુંબઈ,
મોરબી, વાંકાનેર, અમદાવાદ, ઘાટકોપર, ચોરીવાડ વગેરેથી પર્યુષણપર્વ આનંદથી
ઉજવાયાના સમાચારો આવ્યા છે. તથા રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરેના અનેક શહેરોથી
પણ પર્યુષણપર્વ સાનંદ ઉજવાયાના સમાચારો આવ્યા છે.
* હિંમતનગરમાં ઓકટોબર તા. પ થી ૧૦ સુધી જૈનધર્મનો શિક્ષણવર્ગ ચાલ્યો.
તથા આસો સુદ દસમ (તા. ૧૩) ના રોજ ત્યાં જૈન સ્વાધ્યાય મંદિરનું શિલાન્યાસ
દહેગામવાળા ભીખાલાલભાઈ તથા તેમના સુપુત્ર હીરાભાઈના સુહસ્તે થયું છે.
હિંમતનગર મુમુક્ષુમંડળને ઘણો ઉત્સાહ છે.

PDF/HTML Page 43 of 45
single page version

background image
રાજકોટના શેઠશ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયાના સુપુત્ર ભાઈશ્રી પ્રભુલાલ
મોહનલાલ ઘીયા તા. ૪–૧૦–૬૭ આસો સુદ એકમ ને બુધવારની રાત્રે સ્વર્ગવાસ
પામ્યા. સ્વર્ગવાસ પહેલાંના બીજા રવિવારે તો તેઓ રાજકોટથી સોનગઢ આવેલા;
ત્યાર પછી શુક્રવારે રાજકોટની મિટિંગના કામકાજમાં તેઓએ ઠેઠ સુધી ભાગ લીધો;
મિટિંગ પૂરી થયા પછી ઊભા થતાં એકાએક પક્ષઘાતની અસર દેખાણી, હેમરેજ પણ
થયું ને બેશુદ્ધ થઈ ગયા. ચિંતાજનક પરિસ્થિતિ જણાતાં ગુરુદેવને દર્શન દેવા રાજકોટ
તેડાવ્યા. રવિવાર (તા. ૧) ના રોજ ગુરુદેવ રાજકોટ પધાર્યા........ગુરુદેવ પધારતાં
તેમના કુટુંબને, ખાસ કરીને મોહનભાઈને ઘણું આશ્વાસન ને હિંમત મળ્‌યા. તથા
પ્રભુલાલભાઈને પણ થોડી વાર માટે જરાક શુદ્ધિ દેખાણી; હાથની ચેષ્ટા ને આંખમાં
આંસુ દ્વારા તેમણે પોતાના ભાવ વ્યક્ત કર્યા. આ પ્રસંગે તેમના તરફથી
સાહિત્યપ્રકાશન માટે રૂા. પ૦૦૧/– પાંચ હજાર ને એક અર્પણ કરવામાં આવ્યા. ત્યાર
પછી ચાર દિવસ સુધી જીવન–મરણના સંગ્રામ જેવી પરિસ્થિતિમાં વીત્યા ને અંતે
બુધવારે રાત્રે તેમનો સ્વર્ગવાસ થયો. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો, ને
અવારનવાર તેઓ ખૂબ લાભ લેતા; રાજકોટ મુમુક્ષુ મંડળના તેઓ એક ઉત્સાહી
કાર્યકર્તા હતા, રાજકોટના સમવસરણની રચનાનું કાર્ય તેમણે ઘણા ઉત્સાહથી સંભાળ્‌યું
હતું. આ વર્ષની તીર્થયાત્રામાં ફાગણ સુદ સાતમે બયાનામાં સીમંધર– ભગવાનનો જે
અભિષેક થયો તેમાં પહેલા કળશની ઊછામણી તેઓએ ઉત્સાહથી લીધી હતી ને
ગુરુદેવના હાથે અભિષેક કરાવ્યો હતો. તેમનો આત્મા પોતાના ધાર્મિક સંસ્કારોમાં અને
દેવગુરુધર્મની ભક્તિમાં આગળ વધીને આત્મહિત સાધે–એ જ ભાવના.
* જામનગરના ભાઈશ્રી નથુભાઈ પરસોતમના સુપુત્ર શ્રી કાન્તિલાલ નથુભાઈ
તા. ૨૧–૯–૬૭ ના રોજ બપોરે જામનગર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે
તેમને ભક્તિભાવ હતો ને અવારનવાર તેઓ સત્સંગનો લાભ લેતા હતા. તબીયતને
કારણે તેઓ મુંબઈથી જામનગર આવેલા. છેલ્લે દિવસે સવારે તેમને લાગેલું કે હવે આ
દેહનો ભરોસો નથી. તેથી પૂ. ગુરુદેવનું તેમજ પૂ. બેનશ્રીબેનનું સ્મરણ કરીને સ્વાધ્યાયમાં
મન જોડયું હતું. ધાર્મિક સંસ્કારોમાં આગળ વધી વીતરાગશાસનની છાયામાં તેઓ
આત્મહિત પામો–એ જ ભાવના. (બ્ર. અમુભાઈના તેઓ મોટો ભાઈ હતા.)
* રાણપુરના ડો. પોપટલાલ ડુંગરશી તા. ૧૦–૧૦–૬૭ના રોજ મુંબઈ મુકામે
સ્વર્ગવાસ પામી ગયા છે. ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો. દેવ–ગુરુ–ધર્મના શરણે
તેમનો આત્મા આત્મહિત પામે...એ જ ભાવના.
* આ સિવાયના કોઈક વૈરાગ્યસમાચાર બાકી રહી ગયાનો સંદેહ છે; તો તે ફરી
લખી મોકલવા વિનંતિ છે.

PDF/HTML Page 44 of 45
single page version

background image

















पूर्व विदेहके तीर्थकर्ता जीवन्तस्वामी श्री सीमंधरस्वामी
प्रतिष्ठा संवत् १५०७ बयाना
(भरतपुर–राजस्थान)
આ વર્ષની ફાગણ સુદ સાતમે પૂ. ગુરુદેવે જેમનો પવિત્ર અભિષેક કર્યો અને
જેમના ચરણસમીપે અનેક આનંદકારી ઘટનાઓ પ્રસિદ્ધિમાં મુકી........આ વર્ષની એ
આનંદકારી ઘટના મુમુક્ષુહૃદયમાં ચિરંજીવી બની રહેશે.

PDF/HTML Page 45 of 45
single page version

background image
“આત્મધર્મ” Regd. No. G. 182
હે જીવ! પ્રમાદ છોડી જાગૃત થા........જાગૃત થા.
(આસો સુદ બીજના વૈરાગ્યભીના પ્રવચનમાંથી)
* રે જીવ! મરણ જેટલી પ્રતિકૂળતા આવે તોપણ તું તારા આત્માનો અનુભવ
કર...સ્વરૂપને જોવા માટે કુતૂહલ કર એટલે કે તીવ્ર જિજ્ઞાસા કર. શુદ્ધ ચૈતન્યને દેખતાં
તને આનંદ થશે. આ દેહ તો સંયોગરૂપ છે, ક્ષણમાં તેનો વિયોગ થઈ જશે; અત્યારે પણ
તે જુદો જ છે. માટે તેનો મોહ છોડી ચૈતન્યતત્ત્વ જ પરમ ઉપાદેય છે. અત્યંત દ્રઢપણે
ભેદજ્ઞાનનો ઉદ્યમ કરીને આત્માને અનુભવમાં લે.
* અરે ક્્યાં ચેતનમૂર્તિ આત્મા! ને ક્્યાં આ જડ શરીર! બંનેને કાંઈ લાગતું
વળગતું નથી, જરાપણ એકતા નથી. દેહથી તદ્ન જુદો એવો આત્માનો ચૈતન્યવિલાસ
અનુભવમાં લેતાં જ તારો મોહ છૂટી જશે, શરીર મારું–એવી મિથ્યાબુદ્ધિ મટી જશે.
* ભાઈ, શરીર તો તારામાં કદી છે જ નહિ; તું તો ચૈતન્ય છો. ચૈતન્યનો
અનુભવ આનંદરૂપ છે; તેમાં મોહ નથી, રાગ નથી. આવા તારા ચૈતન્યની શુદ્ધિને
ભૂલીને તું દેહની મમતામાં બેશુદ્ધ થઈ રહ્યો છે!–પણ એકવાર તો સર્વ ઉદ્યમથી તારા
ભિન્ન ચૈતન્યને દેખ...આત્માને ભવની મૂર્તિ એવા દેહથી જુદો અનુભવમાં લે. એને
અંતરમાં દેખતાં જ તારા મિથ્યાત્વનો નાશ થઈ જશે, ને અપૂર્વ સમ્યક્ત્વ થશે. તારા
અંતરમાં તને ચૈતન્યના પત્તા લાગશે.
* મિથ્યાત્વ કઈ રીતે મટે છે? તો કહે છે કે, પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુને
સ્વસંવેદન પ્રત્યક્ષવડે અનુભવમાં લેતાં મિથ્યાત્વ જરૂર મટે છે, ને સમ્યગ્દર્શન થાય છે,
આનંદનો અનુભવ થાય છે.
* ભાઈ, આ શરીર છે તે તો જડરૂપે રહ્યું છે, તે કાંઈ તારારૂપે થઈને રહ્યું નથી,
એટલે તે તું નથી. તું તો એનાથી સાવ જુદો ચૈતન્યરૂપ છો...દેહથી ભિન્ન એવા તારા
નિજરૂપને જોવાની તું જિજ્ઞાસા કર. તીવ્ર જિજ્ઞાસા કરીને તું તારા આત્માને અનુભવમાં લે.
* મુમુક્ષુએ આ અસારસંસારથી વિરક્ત થઈને શીઘ્ર આત્માનો અનુભવ કરવા
જેવું છે. જો એ અનુભવ ન કર્યો તો આ મનુષ્યભવ મળ્‌યો તે ન મળ્‌યા જેવું છે,
મનુષ્યપણું તો વીજળીના ઝબકારા જેવું છે, તેમાં સત્સંગ પામીને આત્માનો અનુભવ
કરી લેવો–એ જ કરવાનું છે, બાકી બીજું કાંઈ કરવા જેવું છે જ નહિ. માટે–
હે જીવ! પ્રમાદ છોડી જાગૃત થા...જાગૃત થા.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨૪૦૦)