Atmadharma magazine - Ank 288
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
સ્વભાવ–પ્રાપ્તિ માટેનો પ્રયત્ન વર્તતો હતો.....અંદરથી ભગવાન આત્મા જાગ્યો હતો.
છેવટે તેમનો પોકાર છે કે–
‘ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો’ આ સંસારનો અંત લાવીને
નિજપદની પૂર્ણતાની શીઘ્ર પ્રાપ્તિ કરવાની હતી, પૂર્ણતાની જ ભાવના હતી; આત્મામાં
કેવળજ્ઞાનની ને અનંત સુખની પર્યાયો સાદિ–અનંતકાળ પ્રગટ્યા કરે તેવી તાકાત ભરી
છે, એવો પરિપૂર્ણ આત્મા દ્રષ્ટિમાં તો આવ્યો છે– પ્રતીતિમાં આવ્યો છે, સ્વભાવની
નિઃશંકતા પ્રગટી છે; અને એ સ્વભાવના આશ્રયે અલ્પકાળે સંસારનો અંત કરીને
મોક્ષદશા પ્રગટ કરવાની ભાવના હતી,–‘ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં
વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ
અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો’
અહીં પર્યાયની નબળાઈનું જ્ઞાન પણ વર્તે છે તેની વાત કરી, તેમાં પણ આત્મવીર્યની
વાત સાથે લીધી છે. અંતરમાં સમ્યક્ એકાંત એવા નિજપદ ઉપર દ્રષ્ટિ પડી છે, અને
સ્વભાવ તરફ પુરુષાર્થનો વેગ વળ્‌યો છે, પણ સ્વભાવમાં વળતાં વળતાં વચ્ચે વીર્ય
અટકી ગયું, પૂર્ણતાના પુરુષાર્થમાં ન પહોંચી શકાયું, એટલે એકાદ ભવ બાકી રહ્યો, તેનું
જ્ઞાન વર્તે છે; છતાં સ્વભાવની નિઃશંકતા જાહેર કરતાં કહે છે કે–
‘જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી; એ અદ્ભુત આશ્ચર્ય છે, અવ્યાબાધ
સ્થિરતા છે.’
અવસ્થામાં નબળાઈથી જરાક વીર્ય અટક્યું છે તેનું ભાન છે, પણ દ્રષ્ટિમાં જે
સ્વરૂપ આવ્યું છે તે અન્યથા થવાનું નથી, એ સ્વરૂપની દ્રષ્ટિ કદી ખસવાની નથી. એટલે
એ દ્રષ્ટિના જોરે સ્વરૂપસ્થિરતા પ્રગટ કરીને અલ્પકાળે પૂર્ણદશા પ્રગટ કરવાના છીએ.
‘સ્વાત્મવૃત્તાંત’ માં નિઃશંકતાપૂર્વક કહે છે કે–
અવશ્ય કર્મનો ભોગ જે ભોગવવો અવશેષ રે,
તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે...ધન્ય રે.
હવે અનંતભવ કરવાના રહ્યા નથી, પણ એક જ ભવ બાકી છે. એક ભવમાં
અમને પૂર્ણસ્વરૂપની પ્રાપ્તિ થશે, એટલે કે અહીંથી વચ્ચે સ્વર્ગનો ભવ કરીને પછી
મનુષ્ય થઈને પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરશું–તેમાં ત્રણકાળ ત્રણલોકમાં શંકા પડતી નથી.
‘અપૂર્વ અવસર’ ની છેલ્લી કડીમાં પણ આ સંબંધમાં લખે છે કે–
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મે, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો.
તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.....
અંતરમાં એવા પરમાત્મસ્વભાવની શ્રદ્ધા

PDF/HTML Page 22 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
અને જ્ઞાન પ્રગટ્યાં છે, અને તેની પૂર્ણ પ્રાપ્તિ માટેની ભાવના વર્તે છે. ‘આવી જેની દશા
હોય તે અલ્પકાળે પરમપદને પામે’ એવી ભગવાનની આજ્ઞાનું ભાન છે, અને સાથે
પોતાનો નિશ્ચય ભેળવીને કહે છે કે અલ્પકાળે જરૂર અમે તે પરમપદસ્વરૂપ થઈશું.
અંતરસ્વભાવની દ્રષ્ટિપૂર્વક આવા સ્વકાળના અપૂર્વ પુરુષાર્થની ભાવના કરતાં કરતાં
જેને દેહ છૂટયો તેને પછી વિશેષ ભવ હોય નહીં. શ્રીમદ્ રાજચંદ્રજીનું આવું આંતરિક
જીવન હતું; તેઓ તો ટૂંકા જીવનમાં પોતાના આત્માનું કામ કરી ગયા; અને તેમની
અંતરદશાને જે જીવ ઓળખશે તેનું પણ કલ્યાણ થશે.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણીત.
* * *
ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષનો સમાગમ
એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે.
(શ્રી. રા. વર્ષ ૨૧ પૃ. ૧૬૮ નં. ૩૧)
*
––: ગ્રાહકોને સૂચના :––
(૧) સં. ૨૦૨૪ની સાલનું આત્મધર્મ ગુજરાતીનું લવાજમ રૂા. ૪=૦૦ છે.
(૨) કારતક માસનો પ્રથમ અંક તા. પ–૧૧–૬૭ના રોજ અત્રેથી પોસ્ટ થશે.
(૩) નવા વર્ષની દર માસની પાંચમી તારીખે અંક પોસ્ટ થશે.
(૪) આપનું લવાજમ તા. ૩–૧૧–૬૭ના રોજ અત્રે મળી જાય તે પ્રમાણે
મોકલી આપવા વિનંંતી છે; જેથી પ્રથમ અંક આપને સમયસર મળી
જાય.
(પ) જે મુમુક્ષુમંડળો આ સંસ્થાવતી લવાજમ સ્વીકારે છે તેઓ પણ
ગ્રાહકોનું પૂરા નામ સરનામા તથા ગ્રાહક નંબર સાથેનું લીસ્ટ તા ૩–
૧૧–૬૭ સુધીમાં અત્રે મળી જાય તે પ્રમાણે મોકલી આપવા વિનંતી છે.

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
આત્મધર્મમાં પ્રગટ થયેલી સૂચના અનુસાર શ્રીમદ્ રાજચંદ્રજીના સો
વચનામૃત એક બહેને લખી આપ્યા છે. મેટ્રિક કરીને તેઓ સોનગઢમાં જ સંતોની
મંગલ છાયામાં રહીને તત્ત્વઅભ્યાસ કરે છે. આપણા બાલવિભાગના તેઓ સભ્ય છે.
અને તેઓ મોરબીના હોવાથી સહેજે તેમને શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે ભક્તિભાવના હોય
જ. આત્મધર્મમાં ૧૦૦ વચનામૃતોની યોજના જોઈને તરત તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીનું
પુસ્તક વાંચ્યું ને તેમાંથી ૧૦૦ પુષ્પો ચૂંટી કાઢયા, તે પુષ્પમાળા અહીં આપીએ છીએ.
તે બહેનનું નામ છે વાસંતીબેન એચ. જૈન. ૧૦૦ વચનામૃત શરૂ કરતાં પહેલાં તેઓ
ભૂમિકા લખે છે–
[બાલવયથી જ જેમને પૂર્વ ભવનું ભાન હતું, જેમની અંતરંગદશા અદ્ભુત હતી,
જેમનો સત્સંગ આત્માર્થનો પોષક હતો, જેમણે નાની
વયમાં આત્મજ્ઞાનની અપૂર્વ દશાની પ્રાપ્તિ કરીને
નિર્ગ્રંથ મુનિદશાની ભાવના ભાવી હતી, તે શ્રીમદ્
રાજચંદ્રજીને ભક્તિભાવે નમસ્કાર કરું છું.
તેમના વીતરાગી વચનો વાંચતાં સંસારનો
કોલાહલ ભૂલાઈ જાય, ને જીવને શાંતપરિણામ થાય
છે. ભવસમુદ્રની ભયભીત પ્રાણીઓને જ્ઞાની પુરુષોનાં
વચનામૃત ભવથી પાર ઉતારનારા કલ્યાણકારી છે.
નાનપણથી જ શ્રીમદ્ રાજચંદ્રજીની ગજબ શક્તિ
મોટા પંડિતોને પણ આશ્ચર્યમાં મુકે તેવી હતી. પૂ.
ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના પ્રતાપે તેમનાં વચનોનાં
ગૂઢ અર્થોનું વિસ્તરણ સમજાય છે. સાક્ષાત્ જ્ઞાનીના ઉપકારની શી વાત!
શ્રીમદ્ રાજચંદ્રજીના વચનોમાં ઘણા ઊંડા રહસ્યો છે. તેમનું પુસ્તક વાંચીને તેમાંથી શું
લખવું ને શું ન લખવું? તે વિચારમાં પડી જવાય તેવું છે; છતાં જ્ઞાની પ્રત્યેની ભક્તિથી
પ્રેરાઈને તેમના જ પુસ્તકમાંથી તેમની જન્મશતાબ્દિ નિમિત્તે ૧૦૦ પુષ્પોની આ પુષ્પમાળા
શ્રદ્ધાંજલિરૂપે અર્પણ કરું છું. સભ્ય નં.
73]
૧. આનંદમૂર્તિ સત્સ્વરૂપને અભેદભાવે ત્રણેકાળ નમસ્કાર કરું છું. (વર્ષ ૨૪ આંક ૧૮૩.)
૨. નથી ધર્યો દેહ વિષય વધારવા,
નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. (વર્ષ ૧૭ પહેલાં)

PDF/HTML Page 24 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
૩. તારે દોષે તને બંધન છે એ સંતની શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને
પોતાનું માનવું; પોતે પોતાને ભૂલી જવું. (વર્ષ ૨૩ આંક ૧૦૮)
૪. શાસ્ત્રજ્ઞાનથી નિવડો નથી. અનુભવજ્ઞાનથી નિવેડો છે. (વર્ષ ૨૪. ૨૭૦)
પ. ‘સત્’ સત્ જ છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સત્ને
બતાવનાર ‘સત્’ જોઈએ. (વર્ષ ૨૪. ૨૦૭)
૬. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે,
તથાપિ તે જ્ઞાન, સ્વરૂપે તો અત્યંત સુગમ છે. (વર્ષ ૨પ. ૩૪૦)
૭. અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્‌યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે
આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એકમાત્ર
આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.
(વર્ષ ૨૮. ૭૧૯)
૮. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય
મતિમાન. (વર્ષ ૧૭. ૩૪)
૯. ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વત: વેગ
વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. (વર્ષ ૧૮)
૧૦. સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે;
૧૧. હું કોણ છું? ક્્યાંથી થયો! શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું? (વર્ષ ૧૭ આંક ૬૭)
૧૨. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ
ત્યાં વિચિત્રતા, ઉઘાડ ન્યાયનેત્રને નિહાળ રે નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે
પ્રવૃત્તિ બાળ તું.
૧૩. તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. એકવાર જો
સમાધિ–મરણ થયું તો સર્વકાળના અસમાધિમરણ ટળશે. સર્વોત્તમ પદ સર્વ ત્યાગીનું છે.
(વર્ષ ૨૦ આંક ૨પ)
૧૪. ક્ષણભંગુર દુનિયામાં સત્પુરુષોનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ
લાભ છે. (વર્ષ ૨૧ આંક ૩૧)
૧પ. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું. તેથી રૂડું થયું નથી. એક ભવ
જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી
રહેશે.(વર્ષ ૨૧ આંક ૩૭)
૧૬. વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
જિતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
(વર્ષ ૨૧ આંક ૪૦)
૧૭. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો
પ્રયત્ન સત્પુરુષો કરે છે. (વર્ષ ૨૨ આંક ૪૭)
૧૮. અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્‌યા નથી.
નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે. (વર્ષ ૨૨ આંક પ૬)
૧૯. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સત્સંગ વિના ધ્યાન તે
તરંગરૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે
જવાતું નથી; લોકત્યાગવિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. (વર્ષ ૨૩ આંક ૧૨૮)
૨૦. સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા,
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. (વર્ષ ૨૨ આંક ૭૭)
૨૧. દેહમાં વિચાર કરનારો બેઠો છે તે દેહથી ભિન્ન છે. તે સુખી છે કે દુઃખી? તે
સંભાળી લે. (વર્ષ ૨૩, ૮૪)
૨૨. હે જીવ! ભૂલ મા. તને સત્ય કહું છું–સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી
નહીં મળે. (વર્ષ ૨૩ આંક ૧૦૮)
૨૩. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ
પમાડશે. (વર્ષ ૨૪. ૧૬૬)
૨૪. બુઝી ચહત જો પ્યાસ કો હૈ બૂઝનકી રીત,
પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત, (વર્ષ ૨૪ આંક ૨પ૮)
૨પ. અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન;
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂકયું નહીં અભિમાન; (વર્ષ ૨૪. ૨૬૪)
૨૬. તનસે, મનસે, ધનસે, સબસે ગુરુદેવકી આન સ્વઆત્મબસે;
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિં પ્રેમ ઘનો;
(વર્ષ ૨પ આંક ૨૬પ)
૨૭. જો હોય પૂર્વ ભણેલ નવ,પણ જીવને જાણ્યો નહીં;
તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ મહી; (વર્ષ ૨પ આંક ૨૬૮)
૨૮. જીવને સ્વચ્છંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો
ક્રમ પામવો બહુ સુલભ છે. (વર્ષ ૨પ. ૨૯૪)

PDF/HTML Page 26 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
૨૯. જિંદગી અલ્પ છે, જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે,
ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે,
તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે
છે. (વર્ષ ૨પ આંક ૩૧૯)
૩૦. દેહાભિમાન ગલિત થયું છે જેનું તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી
તેને ખેદ નથી. (વર્ષ ૨પ આંક ૩પ૯)
૩૧. આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે.
રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે. (વર્ષ ૨પ. ૩૪૮)
૩૨. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે, જ્ઞાનીના
અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે
જીવને સમ્યગ્દર્શન થાય છે.
(વર્ષ ૨પ, ૩પ૮)
૩૩. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે
છે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે.
૩૪. તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ
કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે કે જે પુરુષને
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી. (વર્ષ
૨પ, ૪૦૦)
૩પ. ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા
કરવી યોગ્ય નથી. (વર્ષ ૨પ, ૩૭૪)
૩૬. આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે; તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું
શ્રવણવું કે સત્ શાસ્ત્રોનું વિચારવું એ છે. (વર્ષ ૨પ, ૩૭પ)
૩૭. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઈચ્છે છે; અને દુઃખની નિવૃત્તિ, દુઃખ જેનાથી
જન્મ પામે છે એવા રાગદ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી
નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ
નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. (વર્ષ ૨પ. ૩૭પ)
૩૮. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે તેમ
દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે અર્થાત્ દેહ નથી.(વર્ષ ૨૬. ૪૨પ)
૩૯. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે. (વર્ષ ૨૬, ૪૭૦)
૪૦. કોઈ પણ જાણનાર, ક્્યારે પણ, કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે
જાણે, એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે. (વર્ષ ૨૬ આંક
૪૩૮)
૪૧. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સત્પુરુષના
ચરણસમીપનો નિવાસ છે. (વર્ષ ૨૬, ૪૪૯)
૪૨. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે–પ્રગટ છે તે પુરુષ વિના બીજો કોઈ તે
આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે સત્પુરુષથી આત્મા જાણ્યા વિના, બીજો
કોઈ કલ્યાણનો ઉપાય નથી.
(વર્ષ ૨૬, ૪૪૯)
૪૩. વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો
યથાયોગ્ય નથી. (વર્ષ ૨૬, ૪૪૯)
૪૪. વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી જુદાપણું જાણી,
તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહમમત્વાદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે.
(વર્ષ ૨૬, ૪૬૦)
૪પ. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું મોહનું અને માઠી ગતિનું કારણ
છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. (વર્ષ ૨૬, ૪૬૦)
૪૬. મહા વ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની
પુરુષોના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. (વર્ષ ૨૬, ૪૬૦)
૪૭. પૂર્વકાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે,
તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે. તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા
જીવોને ત્રિકાળ દંડવત્
છે. (વર્ષ ૨૬, ૪૬પ)
૪૮. અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં
પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ
દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં પણ એક મીઠા પાણીનો કળશો
અત્રે હોય તો તેથી તૃષા છીપે. (વર્ષ
૨૬, ૪૬૬)
૪૯. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ જીવે કરવું બાકી રાખ્યું છે. (વર્ષ
૨૬, ૪૬૬)
પ૦. ‘આત્મા છે’ જેમ ઘટપટાદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ
હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે, તેમ

PDF/HTML Page 28 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
સ્વપર–પ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા
હોવાનું પ્રમાણ છે. (વર્ષ ૨૬, ૪૯૩)
પ૧. જે સત્પુરુષોએ જન્મ–જરા–મરણનો નાશ કરવાવાળો, સ્વ–સ્વરૂપમાં સહજ
અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. (વર્ષ
૨૭, ૪૯૩)
પ૨. જો જીવમાં અસંગદશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ છે અને
તે અસંગ દશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે. (વર્ષ ૨૭, પ૦૦)
પ૩. જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષ
દ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ
સ્મરણવા યોગ્ય વાત છે. (વર્ષ ૨૭, પ૦૦)
પ૪. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય
રાખવો. જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી,
તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી
એવું વારંવાર ચિંતવન કરવું. (વર્ષ ૨૭, પ૦પ)
પપ. આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા
હૃદયને વિષે પ્રકાશ કરો અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ
થાઓ! (વર્ષ ૨૭, પ૦પ)
પ૬. હે જીવ! આ કલેશરૂપ સંસારથકી વિરામ પામ વિરામ પામ. કાંઈક વિચાર,
પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ
નિષ્ફળ જશે. (વર્ષ ૨૭, પ૦પ)
પ૭. હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. (વર્ષ ૨૭,
પ૦પ)
પ૮. જ્ઞાની પુરુષોની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. (વર્ષ
૨૭, પ૧૧)
પ૯. વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સત્શાસ્ત્રોનો પરિચય
કરવો એ જીવને પરમ હિતકારી છે; બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે.
(વર્ષ ૨૭, પ૧૨)
૬૦. આત્મહિતને માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી.
(વર્ષ ૨૭)
૬૧. પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું
ઘટતું નથી પણ અલ્પ પણ નિજદોષ

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે. (વર્ષ ૨૭, પ૨પ)
૬૨. રાજા હો કે રંક હો ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી
આવજો કે આ કાયાનાં પુદ્ગલ થોડા વખતને માટે સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે.
૬૩. જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે માટે જંજાળ ટૂંકી કરતાં સુખરૂપે જિંદગી
લાંબી લાગશે.
૬૪. જેને ઘરે આ દિવસ કલેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી
સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે.
૬પ. જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાંઈ;
મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ; (૭૬પ)
૬૬. ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છીએ,
બીજી કાંઈ સ્પૃહા રહેતી નથી, રહેતી હોય તોપણ રાખવા ઈચ્છા નથી. ‘તું હી તું હી’ એ
જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે.
(વર્ષ ૨૩, ૧૪૪)
૬૭. તમે અમે કોઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના ચૌદ વર્ષનો એક દિવસ
પણ નથી, પાંડવના તેર વર્ષના દુઃખની એક ઘડી નથી અને ગજસુકુમારના ધ્યાનની
એક
પળ નથી. (વર્ષ ૨૬, ૪પ૦)
૬૮. નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં
એવો માર્ગ વિચારવાનો અવશ્યનો છે તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે
તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે.
(પ૩૬)
૬૯. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ,
ભવે ખેદ અંતર દયા, ત્યાં આત્માર્થ નિવાસ.
૭૦. જ્ઞાની પુરુષોનાં વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ
થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે. (પ૬૦)
૭૧. વિષમ સંસારબંધન છેદીને ચાલી નીકળ્‌યા તે પુરુષોને અનંત
પ્રણામ.(પ૬૮)
૭૨. સર્વપદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર આત્મજ્ઞાન કરવું એ છે; જો
આત્મજ્ઞાન ન થાય તો સર્વપદાર્થનું સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. (પ૬૯)
૭૩. સર્વ કલેશથી અને સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.
(પ૬૯)

PDF/HTML Page 30 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
૭૪. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને
નથી. જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. (વર્ષ ૨૮, ૬૦૯)
૭પ. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે
જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. (વર્ષ ૨૮, ૬૦૯)
૭૬. જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે; તેથી ઉપયોગ અન્ય
વિકલ્પ રહિત થયો તેનું નામ શમાવું છે, વસ્તુતાએ બંને એક જ છે. (વર્ષ ૨૯, ૬પ૧)
૭૭. અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને
શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં. અને તેથી પરિભ્રમણનિવૃત્તિ થઈ નહીં. (વર્ષ
૨૯, ૬પ૧)
૭૮. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના
કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. (૭૧૦)
૭૯. એક હોય ત્રણ કાળમાં, પરમાર્થનો પંથ, પ્રેરે જે પરમાર્થને, તે વ્યવહાર સમંત.
૮૦. સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. સત્ગુરુ–સત્સંગ, સત્શાસ્ત્ર,
સદ્દવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. (૭૧૦)
૮૧. સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય એ એંધાણ
સદાય.
૮૨. દેહ છૂટવાનો કાળ અનિયમિત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે
પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો ઉપાય સાધે છે. (વર્ષ ૩૦ ૭૨૮.)
૮૩. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ,
ગુરુ–આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.
૮૪. અપૂર્વ અવસર એવો ક્્યારે આવશે, ક્્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો.
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો.
૮પ. સતત્ અંર્તમુખ ઉપયોગે સ્થિતિ એ જ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. એક સમય
પણ ઉપયોગ બર્હિમુખ કરવો નહીં એ નિર્ગ્રંથનો મુખ્ય માર્ગ છે. (વર્ષ ૩૦, ૭૬૭)
૮૬. દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધવિણ, વિચરવું ઉદયાધીન પણ વીત લોભ જો...
૮૭. કેવળ અંર્તમુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે.
(વર્ષ ૩૧, ૮૧૬)
૮૮. હે આર્ય! નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભારવું
યોગ્ય છે. (વર્ષ ૩૨, ૮૭૯)

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
૮૯. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંર્તમુખ યોગ;
પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિનદર્શન અનુયોગ;
૯૦. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. સંપૂર્ણ
વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય.
૯૧. કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા;
નિર્ગ્રંથનો પંથ ભવ–અંતનો ઉપાય છે. (વર્ષ ૩૩, ૯૦૨)
૯૨. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંર્તમુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.
૯૩. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે તે કરતાં અપૂર્વ
અભિપ્રાયસહિત ધર્મસંતતિ પ્રવર્તાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. (હાથનોંધ)
૯૪. કયા ઈચ્છત ખોવત સબૈ, હૈ ઈચ્છા દુઃખમૂળ;
જબ ઈચ્છાકા નાશ તબ મિટે અનાદિ ભૂલ.
૯પ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક;
નહીં જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.
૯૬. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીયે કેટલું? કર વિચાર
તો પામ.
૯૭. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ.
૯૮. અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં
જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. (૩પ૮.)
૯૯. લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા,
સત્તા કે કુટુંબ–પરિવારાદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે
જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ
પરમ સમાધિનું સ્થાન છે. (વર્ષ ૩૪, ૯૪૯.)
૧૦૦. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણીત.
શ્રીમદ્રાજચંદ્રજીના ૧૦૦ વચનામૃતની ‘જન્મશતાબ્દિ–પુષ્પમાળા’ ની આ યોજનાથી
મુખ્ય લાભ એ થયો કે ઘણાય જિજ્ઞાસુઓએ આ યોજનામાં રસ લઈને તરત શ્રીમદ્
રાજચંદ્રજીનું સાહિત્ય વાંચવા માંડયું, અને તેમાંથી ૧૦૦ ઉત્તમ વચનામૃતોની ચૂંટણી
કરવાની હોવાથી વિશેષ ધ્યાનપૂર્વક વાંચ્યું. હજી બીજા અનેક ભાઈ–બહેનોએ લખેલા
વચનામૃતો અમારી પાસે આવેલા છે; તેનો પણ શક્્ય તેટલો ઉપયોગ હવે પછીના
અંકોમાં કરીશું.

PDF/HTML Page 32 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
વાંચકો સાથે વાતચીત
અને તત્ત્વચર્ચા
* (સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ) *
* અંધેરીથી રજનીકાન્ત જૈન (No. 1836) હર્ષપૂર્વક લખે છે કે આત્મધર્મનો
બાલવિભાગ વાંચતાં મને ઘણો જ રસ જાગ્યો તેથી હું સભ્ય બન્યો. બાલવિભાગ
અત્યંત આનંદથી વાંચું છું. ‘ચાલો આંબા ખાઈએ’ વાળું સભ્ય–કાર્ડ મળતાં હું બહુ ખુશી
થયો. (ખરેખર, એ મધુર આંબા ખાવાનું મન થાય છે!) તેમજ ફોટો અને ઋષભદેવ
ભગવાનનું પુસ્તક પણ મળતાં ઘણો જ ખુશી થયો છું.
* બેંગલોરથી K. H. જૈન (No. 774) લખે છે કે–હું દરેક આત્મધર્મ વાંચું છું.
કોલેજના ભણતરની સાથે આત્માનું ભણતર પણ કરું છું. જેમ જેમ આત્મધર્મ વાંચું છું
તેમ તેમ બહુ રસ આવે છે. આત્મધર્મમાં ઘણી સરસ જાણવા જેવી વાતો આવે છે, અને
બાલવિભાગમાં તો ઓર મજા આવે છે.
* કલ્પનાબેન તથા અલકાબેન (નં. ૨૩૦ તથા ૧૬૭૨) પૂછે છે–
તીર્થંકરો જગતના જયવંત વર્તો,
“ કારનાદ જિનનો જયવંત વર્તો;
જિનના સમોસરણ સૌ જયવંત વર્તો,
ને તીર્થ ચાર જગમાં જયવંત વર્તો.
– અમે આ સ્તુતિ બોલીએ છીએ; તેમાં ‘ચાર તીર્થ’ જયવંત કહ્યા છે તે કયા?
એક ગીરનાર, બીજું પાવાપુરી, ત્રીજું ચંપાપુરી, ને ચોથું કયું? તે અમને ખબર નથી,
તો જણાવશોજી.
ઉત્તર:– બેન, ચાર તીર્થ જાણવાની તમારી ભાવના ઉત્તમ છે. પણ અહીં તો તમે
ધાર્યા કરતાં બીજા જ ચાર તીર્થ છે: (૧) મુનિ (૨) અર્જિકા (૩) શ્રાવક ને (૪)
શ્રાવિકા–આ ચાર તીર્થ છે. કેમકે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને તીર્થ કહેવાય છે,–જેનાથી
તરાય તે તીર્થ છે; અને એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના ધારક હોવાથી આ મુનિ–
અર્જિકા–શ્રાવક ને શ્રાવિકા એ ચારે જીવોને તીર્થ કહેવાય છે.

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
અને આવા તીર્થસ્વરૂપ (રત્નત્રયધારક) જીવો જે ભૂમિમાં વિચર્યા એવા
ગીરનાર સમ્મેદશિખર વગેરેને પણ વ્યવહારથી તીર્થ કહેવાય છે.
આ રીતે રત્નત્રય તે તીર્થ છે, રત્નત્રયના ધારક જીવો પણ તીર્થ છે; અને તે
જીવો જ્યાં વિચર્યા તે ભૂમિ પણ તીર્થ છે. એવા સર્વે તીર્થોને નમસ્કાર હો.
* મુંબઈ અને તેના પરાઓના બાલસભ્યોને ખાસ પ્રેમભરી સૂચના કરવામાં
આવે છે કે: તમારું ભેટ પુસ્તક “ભગવાન ઋષભદેવ” ઝવેરી બજારના આપણા
જિનમંદિર ઉપર મોકલાયું છે, ત્યાંથી મેળવી લેશો. જો કે તમને જરા તકલીફ તો પડશે,
પણ એ બહાને ત્યાંના સરસ મજાના સીમંધર ભગવાનના દર્શન થશે...માટે વેલા જઈને
દર્શન કરજો ને પુસ્તક લાવજો...લાવજો અને અમને જણાવજો. (ત્યાંથી ન મળે તો
સોનગઢ લખવાથી મોકલી આપશું. દાદરના સભ્યોના પત્રો મળ્‌યા છે.)
* કિરીટકુમાર (નરોડા) : ભાઈશ્રી, તમારી વાત સાચી છે કે બે માસથી
બાલવિભાગના પ્રશ્નો વગર બાળકોને સૂનું સૂનું લાગ્યું. પણ હવે પ્રશ્નો વાંચીને તમે
આનંદિત થયા હશો. હવેથી નિયમિત આપવાનો પ્રયત્ન કરીશું. બાલવિભાગના પુસ્તકો
વાંચીને તમને આનંદ ઉભરાઈ જાય છે... તે બહુ સારી વાત છે...તમારો સૌનો ઉલ્લાસ
દેખીને અમનેય આનંદ થાય છે.
પ્રશ્ન:– શ્રીમદ્ રાજચંદ્રનો જીવ અત્યારે ક્્યાં છે? (૧૦૦પ)
ઉત્તર:– સ્વર્ગમાં. (કોઈ પણ આરાધક–મનુષ્ય મરીને વિદેહક્ષેત્રમાં અવતરે નહિ.
શ્રીમદ્ અહીંથી વિદેહમાં ગયા છે એમ કોઈ કહે તો તે સિદ્ધાંતિકજ્ઞાનનો અભાવ સૂચવે
છે તેમજ શ્રીમદ્ની દશા પણ તેમણે ઓળખી નથી.
પ્રશ્ન:– નીચેની કડીનો અર્થ સમજાવશો? (No. 1008)
“નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.
પરવસ્તુમાં નહિ મુંઝવો એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં.”
ઉ:– શ્રીમદ્ રાજચંદ્રજી આ કડીમાં આત્માના ઉદ્ધાર માટે બોધ આપતાં કહે છે કે
રે જીવ! સર્વજ્ઞદેવ જેવી દિવ્ય શક્તિવાળો આ આત્મા, પરમાં સુખ માની

PDF/HTML Page 34 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
માનીને મોહની જંજીરમાં જકડાઈ રહ્યો છે, તેને એ જંજીરથી છોડાવવા માટે ગમે ત્યાંથી
પણ તમે નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ લ્યો, બીજા સુખમાં સુખ ન માનો, બીજા
આનંદમાં આનંદ ન માનો, પરવસ્તુમાં ને પરભાવમાં જે સુખ કે આનંદ લાગે છે તે કાંઈ
નિર્દોષ સુખ કે નિર્દોષ આનંદ નથી. નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ તો આત્મામાં જ છે,
માટે ગમે ત્યાં પણ આત્માને ઓળખીને તેનું નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ લ્યો, એ
સિવાય બીજે ક્્યાંય સુખ ન માનો,–કે જેથી દિવ્યશક્તિવાળો આ આત્મા મોહજંજીરોના
બંધનમાંથી છૂટે.
પરવસ્તુમાં સુખ માની માનીને આ દિવ્યશક્તિવાળા આત્માને તમે મુંઝવી
રહ્યા છો,–તેને તમે પરવસ્તુમાં ન મુંઝવો–એમ મને આત્માની દયા આવે છે. અને
એ મુંઝવણ કેમ મટે? તે મુંઝવણ ત્યાગવા માટે આ સિદ્ધાંત છે કે પાછળથી જેમાં
દુઃખ હોય તે ખરેખર સુખ નથી. જેમકે વિષયોના અનુરાગનું ફળ મહા દુઃખરૂપ છે,
માટે વિષયોમાં સુખ નથી. જે સુખ હોય તેના ફળમાં દુઃખ આવે નહિ. આ રીતે હે
જીવો! આત્માનું સુખ આત્મામાં જ છે એમ તમે સમજો ને તે નિર્દોષ સુખને સર્વત્ર
અનુભવો;–આમ કરવાથી આત્માની મુંઝવણ મટશે ને એ દિવ્યશક્તિવાળો ભગવાન
જંજીરેથી છૂટીને મુક્ત થશે.
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનો સુગમતાથી આત્મબોધ પ્રેરનારા છે.
પ્રશ્ન:– આત્મા સદા ઉપયોગસ્વરૂપ છે, એટલે શું? ને તેને ઉપયોગમાં લેવા માટે
શું કરવું? (No. 1008)
ઉત્તર:– ઉપયોગ એટલે જાણવા–દેખવાનો સ્વભાવ, તે આત્મામાં જ છે;
બીજા કોઈ પદાર્થોમાં તેવો સ્વભાવ નથી. ‘ઉપયોગ’ કહેતાં તેમાં જડ ન આવે ને
રાગ પણ ન આવે. આવા ઉપયોગસ્વરૂપે આત્માને લક્ષમાં લેતાં દેહથી ને રાગથી
જુદો આત્મા લક્ષગત થાય છે. આત્માના તીવ્ર પ્રેમપૂર્વક આવી ભિન્નતાનો વારંવાર
અભ્યાસ કરતાં જ્યારે ઉપયોગ અંતર્મુખ થાય છે ત્યારે તે ઉપયોગમાં આત્મા આવે
છે, એટલે આત્માનો અનુભવ થાય છે. ઉપયોગ તે આત્માનો સ્વભાવ છે એટલે તે
સદા ઉપયોગસ્વરૂપ છે.
(વિશેષ આવતા અંકે)
– * –

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
વૈરાગ્ય સમાચાર:––
વાંકાનેરના રહીશ ભાઈશ્રી છબીલદાસ શામજીભાઈ સંઘવીના સુપુત્રી શ્રી
ઈન્દિરાબેન (–રીટાબેન), જેઓ આપણા બાલવિભાગના સભ્ય હતા (No. 1500)
અને ભૂજની કોલેજમાં B. A. નો અભ્યાસ કરતા હતા, તેઓ તા. ૧૬–૯–૬૭ ભાદરવા
સુદ ૧૩ ના રોજ માત્ર ૧૯ વર્ષની યુવાનવયે બિમારીથી ભૂજ મુકામે સ્વર્ગવાસ પામી
ગયા. શ્રી છબીલદાસભાઈ ગુરુદેવ પ્રત્યે ખાસ ભક્તિભાવ ધરાવે છે ને અવારનવાર
સત્સંગનો લાભ લે છે. આ વૈરાગ્યસમાચાર સંબંધી મુ. શ્રી રામજીભાઈ ઉપરના પત્રમાં
તેઓ વૈરાગ્યપૂર્વક લખે છે કે–
“ચિ. બેન રીટા (ઈન્દિરા) બાલવિભાગની સભ્ય હતી તેથી રૂા. પ૦૧–
તીર્થંકરભગવાનનું કોઈ નાનું પુસ્તક છપાવી બાલવિભાગના સભ્યોને ભેટ તરીકે આપી
ધાર્મિક પ્રભાવના કરવા, અથવા આપને યોગ્ય લાગે તે મુજબ ધાર્મિક પ્રભાવનામાં
વાપરવા, વિચાર છે...આવા વૈરાગ્ય પ્રસંગો નજરે નીહાળીએ છીએ ત્યારે પૂ. ગુરુદેવનો
પરિચય અને ‘આત્મધર્મ’ દ્વારા થતી ધાર્મિક પ્રભાવના ખરેખર આશ્વાસનરૂપ થઈ પડે
છે...બેન રીટાના લગ્ન કે સગપણ થયેલ ન હતા. અમે પાલીતાણા સરવીસમાં હતા ત્યારે
સોનગઢ આવી ગુરુદેવના દર્શનનો લાભ લેતા, આત્મધર્મ વાંચતા; છેલ્લે ગુરુદેવ
વલસાડ પધાર્યા ત્યારે દર્શનનો લાભ લીધો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ સોનગઢ
જીવન વીતાવવા ઈન્દિરાની ઈચ્છા હતી...પરંતુ–!”
છબીલદાસભાઈના ઉપરના પત્રથી ખ્યાલ આવશે કે કોલેજમાં અભ્યાસ કરતા
યુવાન બાળકોમાં પણ આપણો બાલવિભાગ કેવા ઉચ્ચ સંસ્કારો રેડી રહ્યો છે. થોડા
દિવસ પહેલાં જ ૬૦૦ કોલેજિયન સભ્યોની વાત ગુરુદેવે પ્રવચનમાં યાદ કરી હતી.
આપણા આ સ્વર્ગસ્થ બહેન પ્રત્યે બાલવિભાગના સમસ્ત બહેનો–ભાઈઓ
તરફથી તેમ જ સંપાદક તરફથી વાત્સલ્યભીની અંજલિ સાથે એવી ભાવના ભાવીએ
છીએ કે ઈન્દિરાબેનનો આત્મા સમ્યક્ત્વ પામીને જિનવરનો ખરો સંતાન બને અને
જિનચરણની ઉપાસના વડે આ ભવભ્રમણથી છૂટીને સિદ્ધ પદ પામે.
जयजिनेन्द्र.
(બાલવિભાગના કોઈ સભ્યના સ્વર્ગવાસનો આવો પહેલો જ પ્રસંગ છે.
બંધુઓ, બાલવિભાગના તમે દરેક ભાઈ–બહેનો જ્યારે આ વૈરાગ્યસમાચાર વાંચો ત્યારે
એ બહેન પ્રત્યે શાંતિની અંજલિરૂપ પાંચવાર નમોક્કાર મંત્ર જરૂર જપજો.)

PDF/HTML Page 36 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
દીપાવલીપર્વ આવી રહ્યું છે...તે કેવી રીતે ઉજવશો?
આનંદથી ઉજવજો...ફટાકડા ફોડવાનો આનંદ નહિ પણ
ધાર્મિકભાવનાનો આનંદ! કેમકે એ દિવસે આપણા ભગવાન
શ્રી મહાવીરપ્રભુ મોક્ષપદને પામ્યા...મોક્ષની પ્રાપ્તિથી વિશેષ
આનંદની વાત કઈ હોય? માટે એ દિવસે એ મોક્ષદશાને અને
મહાવીરપ્રભુને યાદ કરીને, તેમના પગલે–પગલે મુક્તિમાર્ગે
જવાની ભાવના ભાવજો. આ વર્ષમાં સંતોની સેવાની ને
ધર્મની આરાધનાની ઉત્તમ ભાવનાઓ ભાવજો...ને એ
ભાવનાના બળે તમને જે આનંદ થશે તે ફટાકડાના આનંદ
કરતાં જુદી તરેહનો હશે...ને આખુંય વર્ષ તમને યાદ રહેશે કે
આ વખતે બેસતા વર્ષે આવી ઉત્તમ ભાવનાઓ ભાવી હતી.–
‘દીપાવલી–અભિનંદન!’
જવાબ મોકલનાર સભ્યોનાં નંબર
[સૂચના: ભારતની બહારના સભ્યો! તમે પ્રશ્નોના જવાબ ગમે ત્યારે લખીને
મોકલી શકો છો...માટે ખુશીથી લખીને મોકલશો.–સં.)
૭૭પ ૮૯૩ ૮૮૨ ૮૮૩ ૮૮૪ ૪૧૧ ૧૯૧ ૧૭૩૨ ૧૭૩૩ ૯૮૪ ૩૭૨ ૪૦ ૮
૩૭૬ ૪૯ ३१८ ૧૪૮૧ ૨૧૮ ૨૨૩ ૭૯૨ ૮૦ ૩૮૪ ૩૮પ ૧૯૪૮ ૩પ૦ ૧૭૯ ૧૮૭૦
૪૩૧ ૪૩૨ ૩૨૦ ૨૮૯.
– ‘રત્નસંગ્રહ’ ભેટપુસ્તક બધા સભ્યોને મોકલવામાં નથી આવ્યું; પરંતુ
વેકેશનની ‘પત્રયોજના’ માં જેમણે ભાગ લીધેલો તે સભ્યોને જ મોકલવામાં આવ્યું છે.
– જન્મદિવસનું કાર્ડ વગેરે મોકલવાના કાર્યમાં પહોંચી શકાતું ન હોવાથી બેત્રણ
માસથી તે મોકલી શકાતા નથી; તે બદલ સભ્યબંધુઓ ક્ષમા કરે.

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
* અમે જિનવરનાં સન્તાન (નવા સભ્યોનાં નામ) *
(શરૂના છ સભ્યોએ સભ્યકાર્ડમાં પોતાનો નંબર નીચે મુજબ સુધારી લેવો)
૧૯૨૯ (A) નીતિનકુમાર નગીનદાસ જૈન ભાવનગર ૧૯૪૪ વીરેન્દ્રકુમાર ચાંદમલ જૈન મુંબઈ–૨
૧૯૨૯ (B) રશ્મિકાબેન નગીનદાસ જૈન ભાવનગર ૧૯૪પ કલ્યાણમાળા અગ્રસેન જૈન ઉદયપુર
૧૯૨૯ (C)રમિલાબેન નગીનદાસ જૈન ભાવનગર ૧૯૪૬ મિલનકુમાર ગુણવંતરાય જૈન મુંબઈ–૬૭
૧૯૨૯ (D)પદ્માબેન નગીનદાસ જૈન ભાવનગર ૧૯૪૭ ગીરીશકુમાર લાલચંદ જૈન માંડલ
૧૯૨૯ (E)પરેશકુમાર નગીનદાસ જૈન ભાવનગર ૧૯૪૮ કોકિલાબેન કાંતિલાલ જૈન સંતરામપુર
૧૯૩૦ રીટાબેન શાંતિલાલ જૈન મુંબઈ–પ૪ ૧૯૪૯ જસુમતીબેન નાનજીભાઈ જૈન મુંબઈ–૬૦
૧૯૩૧ હિતેશકુમાર શાંતિલાલ જૈન મુંબઈ–પ૪ ૧૯પ૦ જયોત્સ્નાબેન દોલતરાય જૈન જામનગર
૧૯૩૨ સુબોધકુમાર વિઠલજી જૈન જામનગર ૧૯પ૧ કિશોરકુમાર જી. જૈન ઉમરગાંવ
૧૯૩૩ સુરેખાબેન પ્રવીણચંદ્ર જૈન મુંબઈ–૨૮ ૧૯પ૨ દીપક એમ. જૈન NEW YORK
૧૯૩૪ મુકેશ વિઠલદાસ જૈન રાજકોટ ૧૯પ૩ પ્રકાશ એચ. જૈન મુંબઈ–૭૭
૧૯૩પ રંજનબેન ચંદુલાલ જૈન નીકોડા ૧૯પ૪ કનુભાઈ થાવરચંદ જૈન સાણોદા
૧૯૩૬ સુરેશચંદ્ર ચંદુલાલ જૈન નીકોડા ૧૯પપ પ્રવીણચંદ્ર છોટાલાલ જૈન નીકોડા
૧૯૩૭ સુમિત્રાબેન ચંદુલાલ જૈન નીકોડા ૧૯પ૬ પ્રદીપકુમાર મનસુખલાલ જૈન લીંબડી
૧૯૩૮ ભરતકુમાર બળવંતરાય જૈન ભાવનગર ૧૯પ૭ મહેન્દ્રકુમાર જયંતિલાલ જૈન અમદાવાદ
૧૯૩૯ રાજુબેન બળવંતરાય જૈન ભાવનગર ૧૯પ૮ અભયકુમાર જયંતિલાલ જૈન અમદાવાદ
૧૯૪૦ મહેશકુમાર ભોગીલાલ જૈન મુંબઈ–૬૪ ૧૯પ૯ કિરણકુમાર જયંતિલાલ જૈન અમદાવાદ
૧૯૪૧ હરેશકુમાર ભોગીલાલ જૈન મુંબઈ–૬૪ ૧૯૬૦ વિપુલકુમાર બિપિનચંદ્ર જૈન મુંબઈ–૨
૧૯૪૨ નયનાબેન ભોગીલાલ જૈન મુંબઈ–૬૪ ૧૯૬૧ ચંદ્રેશકુમાર રતિલાલ જૈન વઢવાણ
૧૯૪૩ પારૂલકુમાર જૈન મુંબઈ–૪ ૧૯૬૨ યોગેશકુમાર રતિલાલ જૈન વઢવાણ
***
બર્માના મીનાબેન તથા દીનેશભાઈ (બાલવિભાગના સભ્યો) ને માલુમ થાય કે
તમારો પત્ર મળ્‌યો છે. બાલવિભાગના પ્રશ્નોના જવાબ તમે ગમે ત્યારે લખીને મોકલી
શકો છો. તથા તમારા પ્રશ્નોનો જવાબ ઘણું કરીને આવતા અંકમાં આપીશું. પરદેશ
વસતા સભ્યો પ્રત્યે અમને ખાસ સહાનુભૂતિ છે. (સં.)
– * –

PDF/HTML Page 38 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૩પ :
પાંચ વસ્તુ પૂરી કરો
પાંચ વસ્તુ પૂરી કરવા સંબંધમાં આઠ બોલ ગતાંકમાં આપ્યા હતા...પાંચમી વસ્તુ શોધી કાઢવાનું
બાલસભ્યોને બહુ ગમ્યું છે...આમાં વિવિધ પ્રકારનું જ્ઞાન પણ મળે ને થોડીક કસોટી પણ થાય; આ પદ્ધતિ
બધાને ગમી હોવાથી આપણે ચાલુ રાખીશું. તે માટે ૧૦૦ ઉપરાંત બોલ શોધી રાખ્યા છે–જે ક્રમેક્રમે આ
વિભાગમાં રજુ કરીશું. ‘પાંચ વસ્તુ’ નું પ્રકરણ પૂરું થયા પછી ચાર વસ્તુ, ત્રણ વસ્તુ વગેરે પ્રકારો શરૂ કરીશું.
અહીં પ્રથમ ગતાંકના ૮ બોલના જવાબ આપીએ છીએ, ને ત્યારપછી નવા બોલ રજુ કર્યા છે,–તે શોધવાનો
તમે પ્રયત્ન કરજો. (આવા પાંચ બોલોની યાદી તમે પણ લખીને મોકલી શકો છો. તમે લખેલો જે કોઈ બોલ
અમારા લીસ્ટમાં નહીં હોય તે અમે ઉમેરી દઈશું. પાંચ વસ્તુઓ ધાર્મિકજ્ઞાનને લગતી હોવી જોઈએ.)
ગતાંકમાં પૂછેલી પાંચ વસ્તુઓ નીચે મુજબ છે ––
૧. (પાંચ સિદ્ધક્ષેત્ર) પાવાપુરી, ગીરનાર, કૈલાસપર્વત, ચંપાપુરી, સમ્મેદશિખર.
૨. (પાંચ ગતિ) સ્વર્ગ, નરક, મનુષ્ય, તિર્યંચ, સિદ્ધગતિ.
૩. (પાંચ ભાવ) ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, ઔદયિક, પારિણામિક.
૪. (પાંચ પરમેષ્ઠી) અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
પ. (પાંચ તીર્થંકર–બાલબ્રહ્મચારી) વાસુપૂજ્ય, મલ્લિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર.
૬. (પાંચ લબ્ધિ) ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય, કરણલબ્ધિ.
૭. (પાંચ જ્ઞાન) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાન.
૮. (પાંચ કલ્યાણક) ગર્ભકલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, જ્ઞાનકલ્યાણક, મોક્ષકલ્યાણક.
નીચેના ૧૨ બોલમાં પાંચમી વસ્તુ પૂરી કરો ––
૯. (પંચમકાળના પાંચશ્રુતકેવળી) વિષ્ણુમુનિ, નંદિમિત્ર, અપરાજિત, ગોવર્ધન, ભ........
૧૦. (પાંચ શાશ્વતમેરુતીર્થ) સુદર્શનમેરુ, અચલમેરુ, વિજયમેરુ, મંદારમેરુ, ........
૧૧. (પાંચ નામ વીરપ્રભુના) વીર, અતિવીર, મહાવીર, સન્મતિનાથ, ........
૧૨. (પાંચ નામ કુંદપ્રભુના) પદ્મનંદી, કુંદકુંદ, ગૃદ્ધપિચ્છ, વક્રગ્રીવાચાર્ય, ........
૧૩. (પાંચ અનુત્તરવિમાન) વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત. ........
૧૪. (પાંચ પ્રકારે અર્થ) શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ, ........
૧પ. (પાંચ ઈન્દ્રિયો) સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ, ........
૧૬. (પાંચ વિદેહક્ષેત્ર) પૂર્વધાતકીખંડમાં, પશ્ચિમધાતકીમાં, પૂર્વ–પુષ્કરદ્વીપમાં, પશ્ચિમપુષ્કરમાં,....
૧૭. (પાંચ તીર્થંકરો–અયોધ્યામાં જન્મેલા) ઋષભદેવ, અજિતનાથ, અભિનંદન, સુમતિનાથ,...
૧૮. (પાંચ પહાડ–રાજગૃહીના) વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ, શ્રમણગિરિ, ........
૧૯. (પાંચ રત્નો–પ્રવચનસારના) ગાથા ૨૭૨, ૨૭૩, ૨૭૪, ૨૭પ, ........
૨૦. (પાંચ રત્નો–નિયમસારના) ગાથા ૭૮, ૭૯, ૮૦, ૮૧, ........

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
હા...કે...ના?
ગતાંકમાં જે સાત પ્રશ્નો પૂછેલા તે સાતે પ્રશ્નોનો જવાબ ‘હા’ છે. તેની વિગત નીચે મુજબ–
૧ પ્ર. જીવ અને શરીર બંનેના લક્ષણ અત્યારે જુદા છે?
ઉ. હા; કેમકે જીવનું લક્ષણ ચેતના છે, ને શરીરનું લક્ષણ જડતા છે.–એ રીતે અત્યારે પણ બંનેનાં
લક્ષણ જુદાં છે.
૨ પ્ર. આ કાળે આપણે નિર્વિકલ્પ–આત્મઅનુભવ કરી શકીએ?
ઉ. હા; એવો અનુભવ કરનારા જીવો અત્યારે સાક્ષાત્ જોવામાં પણ આવે છે.
૩. પ્ર. મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વર્ગમાં જઈ શકે?
ઉ. હા; મિથ્યાદ્રષ્ટિ પણ પુણ્ય કરે તો સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં જનારા જીવોમાં સમ્યગ્દ્રષ્ટિ કરતાં
મિથ્યાદ્રષ્ટિ ઘણા વધુ હોય છે.
૪. પ્ર. કોઈ મનુષ્યનું આયુષ્ય દેવ કરતાં પણ અસંખ્યગણું હોય?
ઉ. હા; ભોગભૂમિના મનુષ્યનું આયુષ્ય અસંખ્ય વર્ષોનું હોય છે, જ્યારે હલકા દેવોનું જઘન્ય આયુ
દશહજાર વર્ષ હોય છે; એટલે તે દેવ કરતાં મનુષ્યનું આયુ અસંખ્યગણું થયું.
પ. પ્ર. જગતમાં એકસાથે બે તીર્થંકરો જન્મે ખરા?
ઉ. હા; કોઈવાર એવો ઉત્તમ યોગ પણ બને છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રના બે તીર્થંકરો એક સાથે
અવતરે છે. (આ સંબંધી શાસ્ત્રાધાર મળ્‌યે પ્રગટ કરીશું.)
૬. પ્ર. આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ, તે જંબુદ્વીપમાં અત્યારે કોઈ તીર્થંકર વિચરે છે?
ઉ. હા; જંબુદ્વીપમાં વિદેહક્ષેત્ર પણ છે ને તેમાં સીમંધર, યુગમંધર, બાહુ ને સુબાહુ એ ચાર તીર્થંકર
ભગવંતો અત્યારે વિચરી રહ્યા છે; તેમને આપણા નમસ્કાર હો.
૭. પ્ર. શુભરાગનું ફળ પણ સંસાર છે?
ઉ. હા; રાગનું ફળ તો સંસાર જ હોય; મોક્ષ તો વીતરાગભાવ વડે જ પમાય છે.
जयजिनेन्द्र
ત્રણ અક્ષરની વસ્તુ
ગતાંકમાં ત્રણ અક્ષરની વસ્તુ શોધી કાઢવાનું પૂછેલ–તે વસ્તુ છે ‘अहिंसा
અહિંસા એ જૈનધર્મની એક ખાસ વસ્તુ છે; દરેક જીવને તે વહાલી છે; તેના વડે જગતમાં
જૈનધર્મની પ્રસિદ્ધિ છે.
અરિહંતદેવ પાસે એનો પહેલો અક્ષર છે–()
હિંદુસ્તાનમાં એનો બીજો અક્ષર છે–(हिं)
સામાયિકમાં એનો ત્રીજો અક્ષર છે–(सा)
પાપી જીવો પાસે અહિંસા હોતી નથી. આ અહિંસાના ત્રણ અક્ષરમાંથી પહેલો અક્ષર ગુમાવીને
બાકીના બે અક્ષરને, એટલે કે હિંસાને જે સેવે તે જીવ નરકમાં જાય છે. જૈનધર્મની અહિંસાનો જય હો.
(અહિંસાનું સાચું સ્વરૂપ સમજાવતો એક લેખ આગામી અંકમાં વાંચશો.)

PDF/HTML Page 40 of 45
single page version

background image
: આસો : ૨૪૯૩ આત્મધર્મ : ૩૭ :
– ભેદજ્ઞાન થતાં શું થયું? –
[સોનગઢમાં માનનીય પ્રમુખશ્રી નવનીતલાલભાઈ સી. ઝવેરીના મકાનના
વાસ્તુ પ્રસંગે પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી........આસો સુદ દસમ]

ભેદજ્ઞાન થતાં સ્વઘરમાં વાસ્તુ થયું. અનાદિથી દેહમાં–
રાગમાં પોતાપણું માનીને બહાર ભમતો, તે હવે પરથી
ભિન્નતા જાણીને શુદ્ધ ગુણ–પર્યાયરૂપ સ્વઘરમાં
આવ્યો....ચૈતન્યવસ્તુ પોતાના આનંદમય નિજઘરમાં વસે છે.
નિર્મળ ગુણ–પર્યાય તે જ આત્માને રહેવાનું સાચું ઘર છે.
ભેદજ્ઞાન થતાં, શુદ્ધઆત્માની પ્રતીતિ ને અનુભવ થતાં શું થાય છે તે
બતાવે છે: (કળશ ૩૧) અનાદિથી નિજસ્વરૂપને ભૂલીને આત્મા દેહાદિને પોતાનું
રૂપ માનતો હતો. પણ સર્વજ્ઞ ભગવાને તો સદા ઉપયોગસ્વરૂપ આત્મા કહ્યો છે,
ઉપયોગસ્વરૂપ આત્માને જડ દેહથી અત્યંત ભિન્નતા છે.–આવું ભેદજ્ઞાન થતાં
આત્માનું ભાન થયું...આત્મા શુદ્ધરૂપે પરિણમીને નિજભાવરૂપ સ્વઘરમાં આવ્યો.
આત્માનું ભાન થતાં ચૈતન્યવસ્તુ પોતાના આનંદમય નિજઘરમાં વસે છે. અનંત
ગુણ–પર્યાય તે વસ્તુનું વાસ્તુ છે, તે આત્માનું રહેઠાણ છે. પોતાના નિર્મળ ગુણ–
પર્યાય તે જ આત્માને રહેવાનું સાચું ઘર છે.
અરે જીવ! તું તો જ્ઞાનસ્વરૂપ છોને! આ પરવસ્તુનો તને વળગાડ શો? એ
પરવસ્તુ તારી કદી છે જ નહીં. આનંદસ્વરૂપ ચૈતન્યવસ્તુ પોતાના શુદ્ધ શ્રદ્ધા–
જ્ઞાન–રમણતારૂપે પરિણમે તે પરમાર્થ છે. વસ્તુ તો અનાદિની હતી પણ પ્રતીત ન
હતી. પણ ગુરુઉપદેશથી પોતે પોતાનું સ્વરૂપ જ્યારે સમજ્યો ત્યારે શું થયું? તેની
આ વાત છે. ભાન થતાં, જેવું શુદ્ધદ્રવ્ય હતું તેવી શુદ્ધદશા પ્રગટી. ચૈતન્યવસ્તુ પોતે
નિર્મળદશાપણે પ્રગટ થઈ, અનુભવમાં આવી.–સ્વઘરમાં વાસ્તુ થયું.
પહેલાં અજ્ઞાનથી રાગને અને દેહને પોતાનું સ્વરૂપ માનીને બહાર ભમતો ને
અશુદ્ધતારૂપે પરિણમતો; હવે મારો ઉપયોગસ્વરૂપ આત્મા દેહથી ને રાગથી અત્યંત