Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
૩૮ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
• અમે જિનવરના સંતાન (નવા સભ્યોના નામ)
૧૯૬૩ સ્મિતાબેન કે. જૈન મુંબઈ–૭૭ ૧૯૮૫ વિજયકુમાર કાન્તીલાલ જૈન જાંબુડી
૧૯૬૪ વર્ષાબેન જયંતિલાલ જૈન ભાવનગર ૧૯૮૬ જયેશકુમાર વસંતરાય જૈન પાલીતાણા
૧૯૬૫ ઈલાબેન જયંતિલાલ જૈન ૧૯૮૭ બીમલકુમાર વસંતરાય જૈન
૧૯૬૬ પ્રવિણાબેન ડાહ્યાલાલ જૈન મુડેટી ૧૯૮૮ પ્રીતીબેન વસંતરાય જૈન
૧૯૬૭ અરૂણાબેન ડાહ્યાલાલ જૈન ” ૧૯૮૯ લાલચંદ જૈન કલકત્તા
૧૯૬૮ દિલીપકુમાર ડાહ્યાલાલ જૈન ૧૯૯૦ દિનેશચંદ્ર અમૃતલાલ જૈન પ્રાંતિજ
૧૯૬૯ જિનેશકુમાર બાબુભાઈ જૈન વિદ્યાનગર (સરનામું મોકલો)
૧૯૭૦ સ્મિતાબેન બાબુભાઈ જૈન ૧૯૯૧ પ્રબોધકુમાર આર. જૈન ન્યૂયોર્ક
૧૯૭૧ નીતાબેન બાબુભાઈ જૈન ૧૯૯૨ અરવિંદકુમાર એમ. જૈન ભાવનગર
૧૯૭૨ પ્રેરણાબેન ચંદ્રવદનભાઈ જૈન અમદાવાદ ૧૯૯૩ મીનાકુમારી એન. જૈન મુંબઈ
૧૯૭૩ જ્યોતીબેન ચંદ્રવદનભાઈ જૈન
૧૯૯૪ વિક્રમકુમાર એન. જૈન મુંબઈ
૧૯૭૪ કનકબાળા રતીલાલ જૈન જોરાવરનગર ૧૯૯૫ હિનાબેન દોલતરાય જૈન ગઢસીયા
૧૯૭૫ વસંતરાય રતીલાલ જૈન ૧૯૯૬ મનીષાબેન દોલતરાય જૈન
૧૯૭૬ નીલાક્ષીબેન નવિનચંદ્ર જૈન અમદાવાદ ૧૯૯૭ હર્ષાબેન દોલતરાય જૈન
૧૯૭૭ જીતેનકુમાર નવિનચંદ્ર જૈન ૧૯૯૮ બીપીનચંદ્ર વૃજલાલ જૈન સોનગઢ
૧૯૭૮ દક્ષાબેન નવિનચંદ્ર જૈન ૧૯૯૯ મીલનકુમાર ધીરજલાલ જૈન મુંબઈ–૨
૧૯૭૯ મૌલીક નવિનચંદ્ર જૈન ૨૦૦૦ દિલીપકુમાર ધીરજલાલ જૈન જસદણ
૧૯૮૦ નવનીત અમૃતલાલ જૈન જાંબુડી ૨૦૦૧ નીરલાકુમારી જૈન ઉમરાળા
૧૯૮૧ રમેશચંદ્ર અમૃતલાલ જૈન ૨૦૦૨ દિપકકુમાર ધીરજલાલ જૈન મુંબઈ–૨
૧૯૮૨ રાજેન્દ્રકુમાર ચંદુલાલ જૈન ૨૦૦૩ નરેન્દ્રકુમાર જૈન રાજકોટ
૧૯૮૩ ભરતકુમાર ચંદુલાલ જૈન ૨૦૦૪ રમેશચંદ્ર હરિભાઈ જૈન પાલનપુર
૧૯૮૪ પ્રવિણાબેન કાન્તીલાલ જૈન
ગતાંકના જવાબ લખનાર સભ્યોના નંબર
૨૧૮ ૩૭૯ ૩૧૮ ૧૩૫૧ ૧૭૪૩ ૭૭૫
૧૫૭૪ ૪૧૩–
A ૪૧૩– B ૧૩૨ ૮૦ ૪ ૩ ૨
૧ ૩૭૨ ૬૬ ૧૭૦૦ ૧૧૭૬ ૧૧૭૫ ૮૬૪
૩૭૪ ૭૭૪ ૧૯૫૦ ૧૪૪ ૧૪૪૮ ૯૮૪ ૧૮૫
૪૬૭ ૩૮૪ ૮૯૩ ૬૪૩ ૧૬૮૪ ૪૫૬ ૯૦
૬૪૫ ૬૪૪ ૧૩૪૨ ૯૭૯ ૯૭૮ ૪૦ ૧૯૨૨
૩૬૩ ૧૪૩ ૩૬૪ ૧૫૭૫ ૧૧૫ ૩૩૩ ૩૩૪
૩૩૫ ૩૩૬ ૨૧૫ ૩૧ ૧૩૪૫ ૧૯૩૨ ૩૭૯
૨૫૮ ૮૦ ૧૧૯ ૧૧૭ ૧૮૦ ૩૦૬ ૧૭૪૩
૧૫૨૯ ૧૫૩૦ ૧૩૦૧

PDF/HTML Page 42 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૯
ધર્મવત્સલ બાલબંધુઓ!
તમારા ઘણાના પત્રો મળ્‌યા છે; કેટલાક સભ્યો તરફથી દીપાવલિ–અભિનંદનના પત્રો મળ્‌યા
છે. તમારો સૌનો ધાર્મિક ઉલ્લાસભાવ, ને ‘આત્મધર્મ’ પ્રત્યેનો હાર્દિક પ્રેમ છે તે બદલ ધન્યવાદ!
વિશેષ હર્ષની વાત એ છે કે આપણા બાલવિભાગની સભ્યસંખ્યા આ અંકની સાથે ‘બે
હજાર’ નો આંક વટાવીને આગળ વધે છે. આ ઉત્સાહ બદલ બધા જ સભ્યોને ધન્યવાદ.
બધા સભ્યોને દીપાવલિકાર્ડ મોકલ્યા હતા, તેમાંથી કેટલાકના સરનામા અધૂરા હોવાથી
પાછા આવ્યા છે. તો જેમને તે કાર્ડ મળ્‌યું ન હોય તેઓ પોતાનું પૂરું સરનામું ને સભ્યનંબર
લખી મોકલશો, જેથી તે પ્રમાણે સુધારીને તમને કાર્ડ ફરીને મોકલીશું.
ધાંગધ્રા, રાજકોટ, જેતપુર, પ્રાંતિજ, અમદાવાદ વગેરેથી ઉલ્લાસ ભરેલા પત્રો મળ્‌યા છે,
તે હવે પછી રજુ કરીશું. –जयजिनेन्द्र
નવા પ્રશ્ન–
(૧) આ ભરતક્ષેત્રમાં જ્યારે નીચેના મહાપુરુષો થયા ત્યારે ક્યા તીર્થંકરો આ ભરતભૂમિમાં
વિચરતા હતા તે શોધી કાઢો–
શ્રીકૃષ્ણ; પાંડવો; શ્રેણીકરાજા; ભરતચક્રવર્તી; જંબુસ્વામી.
(૨) નીચેના ગામોમાં જઈએ તો આપણને કયા મહાપુરુષો યાદ આવે છે? તે લખો–
પોન્નૂર, શ્રવણબેલગોલ, અયોધ્યા, જુનાગઢ, સમ્મેદશિખરની છેલ્લી ટૂંક, પાવાપુરી,
રાજગૃહી, શૌરીપુર, શત્રુંજય, હસ્તિનાપુર. (એક જ નામ લખશો તો ચાલશે.)
(૩) નીચેના મહાપુરુષો કયા ગામમાં થયા?
ભરતચક્રવર્તી, રામચંદ્રજી, ઋષભદેવ, બાહુબલી, અનંતનાથ, અજિતનાથ, અભિનંદન
ભગવાન, સુમતિનાથ.
આ અંકનો કોયડો–
ગતાંકમાં ‘મહાવીર’ ભગવાનનો કોયડો તમે ઉકેલ્યો, તે વાંચીને આપણા સભ્ય નં.
૧૭૫૪ રજનીભાઈએ પણ એવા જ ઉકેલવાળો કોયડો મોકલ્યો છે, જો કે તેનો ઉકેલ સહેલો છે,
–છતાં ન જડે તો આત્મધર્મના આસોમાસના આપણા બાલવિભાગમાં (૩પ મા પાને) તેનો
જવાબ સમાયેલો છે.–હવે તો શોધી કાઢશો ને?
ચાર અક્ષરનું નામ છે, જગજાહેર ભગવાન છે.
પહેલો ને બીજો અક્ષર લેતાં ‘ઘણું’ એવો અર્થ થાય છે.
ત્રીજો ને ચોથો અક્ષર લેતાં ‘બહાદૂર’ એવો અર્થ થાય છે.
બીજો અને ચોથો અક્ષર લેતાં અર્જુન યાદ આવે છે.
ચોથા પછી બીજો અક્ષર લેતાં સોનું તોલવાનું માપ થાય છે. –ઓળખશો એ
ભગવાનને?
(એ છે તો મહાવીરભગવાન, છતાં એનો જવાબ (મહાવીર’ નથી.)

PDF/HTML Page 43 of 45
single page version

background image
૪૦ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
સોનગઢમાં કારતક સુદ પુનમે કલકત્તાવાળા મયાચંદ છગનલાલ
શાહના પુત્રી શ્રી ઉષાબેને પૂ. ગુરુદેવસમક્ષ આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
અંગીકાર કરી છે. તેઓ કુમારીકા છે, તેમની ઉંમર ૨૩ વર્ષની છે; અને કેટલાક
વખતથી સોનગઢમાં રહીને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે. આ શુભકાર્ય બદલ
તેમને ધન્યવાદ! અને તેઓ પોતાના હિતધ્યેયમાં આગળ વધે એવી શુભેચ્છા.
રાજસ્થાનના સાયલા ગામે નુતન દિ. જિનાલયમાં ગત વૈશાખ સુદ દશમના રોજ
જિનબિંબ–વેદીપ્રતિષ્ઠા થઈ છે; તેમાં દસલક્ષણીપર્વ ઘણા ઉલ્લાસથી ઉજવાયા હતા.
વૈરાગ્ય સમાચાર
લાઠીના ભાઈશ્રી વીરચંદ વશરામના ધર્મપત્ની મણીબાઈ ભાદરવા વદી ત્રીજના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
સં. ૨૦૨૨ ના આસો વદ ૧૨ ના રોજ બોટાદના ભાઈશ્રી શિવલાલ મૂલચંદના ધર્મપત્ની
ભૂરીબેન સ્વર્ગવાસ પામ્યા છે.
રાજકોટના ભાઈશ્રી વિનોદચંદ્ર પોપટલાલના ધર્મપત્ની જયશ્રીબેન ૧૮ વર્ષની વયે તા.
૩૧–૧૦–૬૭ ના રોજ ટાયફોડની બિમારીથી સ્વર્ગવાસ પામ્યા છે.
ગોંડલ નિવાસી વૃજકુંવરબેન લીલાધર તા. ૬–૧૦–૬૭ ના રોજ રાજકોટ મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે.
રાજકોટના ભાઈશ્રી શિવલાલ ટપુભાઈ તા. ૧૦–૧૧–૬૭ ના રોજ કેન્સરની બિમારીથી
સ્વર્ગવાસ પામ્યા છે. મૃત્યુ પહેલાના છેલ્લા દિવસની નોંધમાં તેમણે લખ્યું હતું કે “શરીર સાથેનો
સંબંધ છોડીને અવિનાશી એવો આત્મા ચાલ્યો જશે તે નિઃશંક અને નક્કી પણ છે જ. શરીરના
નાશથી આત્માનો નાશ થતો નથી.” –ગુરુદેવ પ્રભુદાસભાઈ ધીયાના નિમિત્તે રાજકોટ પધાર્યા
ત્યારે શિવલાલભાઈને ત્યાં પણ દર્શન આપ્યા હતા ને તેથી તેઓ ઘણા પ્રસન્ન થયા હતા.
રાજકોટમાં તા. ૨૧–૧૧–૬૭ ના રોજ મનહરલાલ હરિલાલ ભીમાણીના માતુશ્રી ચંદ્રાબેન
હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામ્યા છે.
વઢવાણ શહેર નિવાસી જગજીવનદાસ મકનજી પારેખના ધર્મપત્ની મોતીબેન કારતક સુદ
છઠ્ઠના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ઉપાસના વડે આત્મહિત પામો.

PDF/HTML Page 44 of 45
single page version

background image
વૈ રા ગ્ય સ મા ચા ર
ગત કારતક સુદ પૂનમના રોજ રાણપુરના શેઠશ્રી પ્રેમચંદભાઈ મગનલાલ
સોનગઢ–મુકામે એકાએક હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા. હજી તો સાંજે પાંચ વાગ્યા
સુધી પૂ. ગુરુદેવના ચરણસાન્નિધ્યમાં બેસીને વાતચીત કરતા ને પછી મુ. શ્રી રામજીભાઈ
સાથે ચાલીને ઘરે જતા દેખાયેલા પ્રેમચંદભાઈ, પોણા સાત વાગે તો સ્વર્ગવાસ પામી
ગયા. એ વાત સાંભળીને સૌ ચોંકી ઊઠયા હતા. તેઓ છેલ્લા દિવસે પરોઢિયે ભાવનગર
ગોદિકાજીનું સન્માન કરવા ગયા, પ્રવચનમાં આવ્યા; બપોરે પ્રવચનમાં પણ હંમેશ મુજબ
તેમણે પોતાનો પ્રમોદ વ્યક્ત કર્યો, ભક્તિમાં આવ્યા, ભક્તિ પછી ગુરુદેવ પાસે પાંચ
વાગ્યા સુધી બેઠા...રામજીભાઈ સાથે વાત કરતાં કરતાં ઘેર ગયા, જમતી વખતે કહ્યું કે
છાતીમાં જરા દુઃખે છે, જમ્યા પછી આરામ કરવા બેઠા...‘આત્મસિદ્ધિ’ વાંચતા હતા, પાણી
પીધું ને ઓડકાર આવ્યો...કે બીજી જ પળે ખેલખલાસ! –પ્રેમચંદભાઈનું પ્રાણપંખેરૂં
પળમાત્રમાં ઊડી ગયું. તે સાંભળતાં જ પૂ. ગુરુદેવ, રામજીભાઈ વગેરે સૌ ત્યાં પહોંચી
ગયા હતા...ને ત્યાં ઘેરા વૈરાગ્યનું વાતાવરણ છવાઈ ગયું હતું.
શ્રી પ્રેમચંદભાઈ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના શરૂઆતથી જ ટ્રસ્ટી હતા, તેમજ
જૈન અતિથિ સેવા સમિતિનું પણ તેઓ સંચાલન કરતા. અનેક વર્ષોથી તેઓ સોનગઢમાં
જ રહેતા, અને તેમણે સોનગઢ સંસ્થાની ઘણા પ્રકારે સેવા કરી છે. રાણપુર મુમુક્ષુમંડળના
પણ તેઓ પ્રમુખ હતા ને ત્યાંના જિનમંદિર વગેરે કાર્યોમાં તેમનો ખૂબ મહત્ત્વનો ફાળો
હતો. પરિવર્તન પહેલાંં પણ ઘણા વર્ષોથી તેઓ ગુરુદેવના પરિચયમાં આવેલા, ને હરેક
પ્રસંગે ઘણા ભક્તિભાવપૂર્વક સેવા કરતા. ખાસ કરીને ગુરુદેવ જ્યારે વિહાર કરતા ત્યારે
પોતે પગે ચાલીને સાથે ને સાથે રહેતા ને બધી વ્યવસ્થા સંભાળતા. કાને સાંભળવાની
ઘણી તકલીફ છતાં તેઓ મશીન રાખીને પણ ઘણા રસપૂર્વક પ્રવચનો સાંભળતા.
સ્વાધ્યાયનો પણ તેમણે ઘણો પ્રેમ હતો. તેમાંય ખાસ કરીને ‘આત્મધર્મ’ નું વાંચન તેમને
ખૂબ પ્રિય હતું ને ફરીફરી તેનું વાંચન કર્યા જ કરતા. સ્વર્ગવાસના આઠેક દિવસ પહેલાંં તો
તેમણે આત્મધર્મના ૧ થી ૨પ વર્ષ સુધીના બધા અંકોનું નવેસરથી વાંચન શરૂ કરેલું. દરેક
મહિને નવો અંક વાંચીને પોતાનો પ્રમોદ વ્યક્ત કરવાનું તેઓ ચુકતા નહિ. ‘આત્મધર્મના
સૌથી વધુ વાંચનારા’ કદાચ તેઓ હશે. સંસ્થામાં આંટીઘૂંટીનું કોઈ પણ કામ આવે તો
તેઓ વ્યવહારકુશળતાથી તે ઉકેલી આપતા. તેમના સ્વર્ગવાસના બીજા દિવસે જયપુરના
શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાના અધ્યક્ષપદે એક શોકસભાદ્વારા તેમના પ્રત્યે સ્મરણાંજલિનો
પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. દેવ–ગુરુની ભક્તિ, ધર્મશ્રવણનો ને સ્વાધ્યાયનો
પ્રેમ–એ બધા સંસ્કારો સાથે લઈને સ્વર્ગમાં ગયેલા પ્રેમચંદભાઈનો આત્મા તે સંસ્કારોમાં
આગળ વધીને રત્નત્રયરૂપ જિનમાર્ગની આરાધના વડે આ જન્મમરણોથી છૂટે એ
જ ભાવના.

PDF/HTML Page 45 of 45
single page version

background image
આત્મધર્મ Regd. No. G. 182
વાર્ષિક સરવૈયું
સરવૈયામાં નફો કે ખોટ?
• એક વેપારીએ વાર્ષિક સરવૈયું કાઢ્યું: પાંચ લાખની મૂડીમાં વર્ષ દરમિયાન
વેપારમાં એક લાખનો નફો થયો.
તેના એક સજ્જન મિત્રે કહ્યું: ભાઈ, સરવૈયામાં તમે એક રકમ લખવી ભૂલી
ગયા છો. વર્ષમાં એક લાખનો નફો તો તમે લખ્યો, પણ મોંઘા જીવનમાંથી એક
વર્ષની ખોટ ગઈ– જીવનનું એક વર્ષ ઉત્તમ કાર્ય વગર ઓછું થઈ ગયું...તો
જીવનમાં એકંદર લાભ થયો કે ખોટ ગઈ? તે સરવૈયું કાઢો. એક કોર એક લાખ
રૂપિયા અને બીજી કોર જીંદગીનું અમૂલ્ય આખું વર્ષ! શેમાં નફો?
ત્યારે વેપારીને સમજાયું કે–
“આત્માના હિતને માટે જેટલું જીવન વીતે તેટલો જ નફો છે, ને બીજો તો
બધોય ખોટનો વેપાર છે. લાખ રૂા. મેળવવા જીંદગીનું એક વર્ષ આપી દેવું પડે
તેમાં નફો નથી, પણ ખોટ છે. માટે–
“નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.”
શું હજી તમે આત્મધર્મનું લવાજમ નથી ભર્યું?
બે હજાર ઉપરાંત ગ્રાહકોએ લવાજમ ભરી દીધું ને તમે કેમ પાછળ રહી
ગયા? આજે જ લવાજમ ભરો ને આત્મધર્મદ્વારા ઘરમાં ધાર્મિકસંસ્કારોની રેલમછેલ
કરો...
નીચેના સરનામે ચાર રૂપિયા મોકલો–
‘‘આત્મધર્મ” – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય સોનગઢ