Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
૧૮ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
• જાહરત •
આથી સર્વે મુમુક્ષુમંડળના ભાઈઓ બેનો, મુમુક્ષુમંડળ–સંઘ તથા મંદિરોના
વ્યવસ્થાપકોને જણાવવાનું કે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ તરફથી નીચે
જણાવેલાં ગુજરાતી તેમજ હિંદી પુસ્તકો ઉપર કમિશન કાપીને વેચવાનું નક્કી કરવામાં
આવ્યું છે. નીચેની યોજના મહા સુદ ૨) તા. ૩૧–૧–૬૮ સુધીની જ છે. તો આનો લાભ
લેવા સર્વને વિનંતિ છે. દરેકે આ પુસ્તકો ખરીદવા તથા અભ્યાસવા યોગ્ય છે.
• કમશન યજન •
૧. રૂા. ૧ થી ૨૫ સુધીની કિંમતના પુસ્તકો લેનારને કમિશન પ ટકા
૨. રૂા. ૨૬ થી ૫૦ સુધીની કિંમતના પુસ્તકો લેનારને કમિશન ૭ાા ટકા
૩. રૂા. પ૧ થી ૧૦૦ સુધીની કિંમતના પુસ્તકો લેનારને કમિશન ૧૦ ટકા
૪. રૂા. ૧૦૧ થી ૨પ૦ સુધીની કિંમતના પુસ્તકો લેનારને કમિશન ૧૨ાા ટકા
પ. રૂા. ૨પ૧ કે તેથી ઉપર સુધીની કિંમતના પુસ્તકો લેનારને કમિશન ૧પ ટકા
પત્રવ્યવહારનું સરનામું
વ્યવસ્થાપક, પુસ્તક વેચાણ વિભાગ
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
• ગુજરાતી પુસ્તકો •
નામ મૂળ કિંમત નામ મૂળ કિંમત
આત્મ પ્રસિદ્ધિ ૩–૭પ આલોચના ૦–૧૩
આત્મસિદ્ધિ (અર્થ) શાસ્ત્ર ૦–૩૧ અષ્ટ પ્રવચન ૧–૦૦
આત્મસિદ્ધિ ગુટકો ૦–૬૦ ભજનમાળા ૧–૦૦
આત્મસિદ્ધિ ગાથા ૦–૧૩ ચિદ્દવિલાસ ૦–૭પ
અપૂર્વ અવસર ૦–પ૦ લઘુજિન પૂજાપાઠ ૦–૧૩
અનુભવ પ્રકાશ ૧–૦૦ મંગલતીર્થ યાત્રા ૬–૦૦

PDF/HTML Page 22 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૯
મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦૦ જૈન સિ. પ્રવેશિકા ૦–૧૬
મોક્ષશાસ્ત્ર ૪–૦૦ સમયસાર પ્રવચન ભા–૧ ૪–૦૦
મોક્ષના કીરણો–૨ ૧–૬૩ સમયસાર પ્રવચન ભા–૪ ૩–૦૦
મુક્તિનોમાર્ગ ૦–૭પ સમયસાર પદ્યાનુવાદ ૦–૩૧
નિયમસાર પ્રવચન–૪ ૧–૬૩ સમયસાર ગુટકો ૦–૭પ
યોગસાર દોહા ૦–૧પ સમવસરણ સ્તુતિ ૦–પ૦
પંચાસ્તિકાય સંગ્રહ ૩–૦૦ સ્તવનમાળા ૧–૧ર
પંચાસ્તિકાય હરિગીત ૦–૩૧ સ્તવનાવલી ૦–૭પ
પ્રવચનસાર હરિગીત ૦–૩૧ સામાયિકપાઠ સાર્થ ૦–૩૦
પંચકલ્યાણક પ્રવચન ર–રપ પુરુષાર્થ સિદ્ધિ ર–૦૦
જિનેન્દ્રપૂજા પલ્લવ ૦–પ૦ સમાધિતંત્ર હરિગીત ૦–૧પ
સમ્યગ્દર્શન–૨ ૦–પ૦ સમ્યગ્જ્ઞાન દીપિકા ૧–પ૦
• हिन्दी पुस्तको •

नाम
मूल किंमत नाम मूल किंमत
प्रवचनसार ४–०० द्रव्य संग्रह ०–८५
अनुभव प्रकाश ०–३५ समयसार कलश २–७५
समयसार प्रव. भा–४ ४–०० मुक्त्तिनो मार्ग ०–५०
समयसार ग्रंथ ५–०० पंचास्तिकाय संग्रह ३–५०
समयसार पद्या. ०–२५ नियमसार ४–००
छहढालागाथा ०–१५ अष्ट प्रवचन १–१२
प्रश्नोत्तर माला भा–३ ०–५० सन्मति संदेश ०–५०

PDF/HTML Page 23 of 45
single page version

background image
૨૦ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
મહાવીર પરમાત્મા આજે મોક્ષપદ પામ્યા, સાદિઅનંત એવું સિદ્ધસુખ ભગવાન આજે
પામ્યા. એવી સિદ્ધદશાની ઓળખાણ ક્યારે થાય? કે રાગથી અધિક થઈને જ્ઞાનઉપયોગ વડે
આત્મવસ્તુને અનુભવમાં લીધી ત્યારે સિદ્ધદશાની સાચી ઓળખાણ થઈ.
ભગવાને પોતાના આત્મામાં પૂર્ણ આનંદદશારૂપ મોક્ષદશા પ્રગટ કરી. તેમને ઓળખીને
પોતે સ્વસન્મુખ ઉપયોગ વાળવો તે ભગવાનનો સન્દેશ છે. એવું કર્યું તેણે પોતાના આત્મામાં
સમ્યગ્દર્શનાદિ દીવડા પ્રગટાવ્યા ને સાચી દીવાળી ઊજવી.
વિશ્વની દરેક વસ્તુ પોતપોતાના સ્વરૂપની મર્યાદામાં છે, કોઈ વસ્તુ બીજી વસ્તુની
સીમામાં (તેના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં) પ્રવેશતી નથી. આવું વસ્તુસ્વરૂપ વીરભગવાને પ્રકાશિત
કર્યું છે. આવું સ્વાધીન સ્વરૂપ ઓળખીને, પોતાના ઉપયોગને આત્મસન્મુખ કરતાં જ્ઞાનજ્યોત
પ્રગટે છે, મોક્ષમાર્ગ પ્રગટે છે. આવા માર્ગે ભગવાન આજે મોક્ષ પધાર્યા.
શુદ્ધ જ્ઞાનમય આ આત્મા આનંદસ્વભાવી છે. દુઃખના કારણરૂપ એવા રાગાદિ વિકલ્પને
કરવાનો કે ભોગવવાનો તેનો સ્વભાવ નથી; તેથી તે રાગાદિનું કર્તૃત્વ–ભોક્તૃત્વ છોડીને
ભગવાન મહાવીર પરમાત્મા આજે સંપૂર્ણ શુદ્ધ એવી આત્મદશાને પામ્યા. તેનો આજે દિવસ છે.
ભગવાનને સિદ્ધદશા આજે પ્રગટી તે આનંદમય છે, તેથી આજે આનંદનો દિવસ છે; તેની
ભાવનાનો દિવસ છે. આત્માના આવા અતીન્દ્રિય આનંદનું સ્વરૂપ લક્ષમાં લ્યે તો બીજે ક્્યાંય
સુખબુદ્ધિ રહે નહિ; એટલે પરભાવોથી પાછો વળીને તે આત્મા મોક્ષના માર્ગે ચાલ્યો. –તેણે
મોક્ષનો ઉત્સવ પોતામાં કર્યો.
અજ્ઞાનમાં આત્માએ શું કર્યું? રાગાદિ વિકલ્પોને કર્યા ને ભોગવ્યા; બાકી બહારમાં તો
કાંઈ કર્યું નથી. હવે અહીં તો વિકારમાં જેને ત્રાસ લાગ્યો છે, ભવના દુઃખનો જેને થાક લાગ્યો
છે, ને મોક્ષના માર્ગે આવવા માંગે છે, –તે એમ જાણે છે કે જ્ઞાનપિંડ મારો આત્મા રાગાદિનો
કર્તા–ભોક્તા નથી, આનંદનો જ કર્તા–ભોક્તા છે. અરે, મારા જ્ઞાનમાં આ દુઃખ શા? –આ
પરભાવના વેદન કેવા? જ્ઞાનમાં તો શાંતિ અને આનંદ હોય, –આમ વિવેક કરીને ધર્મી જીવ
પોતાના જ્ઞાનને રાગ અને હર્ષાદિથી જુદું અનુભવે છે. એ અનુભવમાં આનંદની સાચી મીઠાશ
છે; બાકી લાડુ વગેરે તો અચેતન છે, તેમાં આનંદ કેવો? તેમાં ક્યાંય ચેતનના કિરણો નથી,
ચેતનપ્રકાશ તેમાં નથી, જ્ઞાનકિરણોથી ઝગમગતો આત્મા પ્રકાશે છે, તેનો અનુભવ કર તો તારા
આત્મામાં સાદિ–અનંત સુખનું વર્ષ બેસે. જ્ઞાનદીવડા વગર સાચી દીવાળી કેવી! જ્ઞાનદીવડા જેના
આત્મામાં પ્રગટ્યા તે આત્મા શોભી ઊઠ્યો, તેણે ખરી દીવાળી પ્રગટ કરી.

PDF/HTML Page 24 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૧
સર્વ સાધનશક્તિસંપન્ન આત્મા
સમ્યક્ત્વ કે કેવળજ્ઞાન માટે તેને બીજા સાધનની જરૂર નથી
અરે જીવ! તારા સાધનની ઊંડી તપાસ તારામાં જ કર; ઊંડો
ઊતરીને જોતાં તારું સાધન તને તારામાં જ દેખાશે. જેઓ પોતાના
સાધનને બહારમાં શોધે છે તેઓ સાધનની ઊંડી તપાસ કરનારા
નથી પછી છીછરીબુદ્ધિવાળા છે. એટલે કે બાહ્યદ્રષ્ટિવાળા છે, જેઓ
અંતરમાં ઊતરીને શોધ કરે છે તેમને તો પોતાના હિતનું સાધન
પોતામાં જ ભાસે છે; કેમકે કર્તાનું સાધન પોતાથી ભિન્ન હોતું નથી.
આત્માને જે જ્ઞાનમય નિર્મળ પર્યાયો પરિણમે છે તેનું સાધન કોણ? –તો કહે છે કે
કરણ શક્તિવાળો આત્મા જ તેનું ઉત્કૃષ્ટ સાધન છે. કરણ શક્તિ વડે આત્મા પોતે ઉત્કૃષ્ટ
સાધક થઈને, પોતે જ ઉત્કૃષ્ટ સાધન થઈને પોતાના વર્તમાન નિર્મળ ભાવને સાધે છે.
એને માટે બહારમાં બીજું કોઈ સાધન નથી. સાધનારનું ખરૂં સાધન પોતાથી અભિન્ન
હોય છે, જુદું હોતું નથી.
સમયસાર ગા. ૨૯૪માં અભેદસાધનની વાત સરસ સમજાવી છે. અહીં સાધન
થવાની શક્તિ બતાવી છે; ને ત્યાં પ્રજ્ઞાછીણીરૂપ સાધન બતાવ્યું છે, એટલે કે સાધનશક્તિનું
કાર્ય બતાવ્યું છે. ચૈતન્યસ્વભાવને અવલંબતો ઉપયોગ તો પ્રજ્ઞા છે; ચૈતન્યને ચેતનારી
અનુભવનારી તે ભગવતી પ્રજ્ઞા વડે, આત્મા અને બંધ એ બંનેના ચોક્કસ લક્ષણો જાણીને
તેમને જુદા કર્યા, –ભેદજ્ઞાન કર્યું. તે અંતર્મુખ ઉપયોગરૂપ પ્રજ્ઞાને જ સાધન બનાવીને તેના
વડે શુદ્ધાત્માનું ગ્રહણ થાય છે. આ રીતે આત્માથી અભિન્ન એવી પ્રજ્ઞા જ શુદ્ધાત્માના
અનુભવનું સાધન છે; બીજું કોઈ ભિન્ન સાધન નથી.
ગુણ–ગુણીભેદરૂપ જે અંદરનો ઊંચો વ્યવહાર તેના દ્વારા પણ પરમાર્થ સધાતો
નથી, તો બીજા બાહ્ય રાગની શી વાત? ગાથા ૩પ૬ થી ૩૬પ ની ટીકામાં પ્રશ્ન મુક્્યો છે કે
અંશ–અંશીભેદરૂપ વ્યવહારથી શું સાધ્ય છે? તેના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે તેનાથી
કાંઈ જ સાધ્ય નથી. ભેદદ્વારા અભેદ સાધ્ય છે એમ ન કહ્યું, વ્યવહાર વડે નિશ્ચય સાધ્ય છે
એમ આચાર્યદેવે ન કહ્યું; પણ તેનાથી કાંઈ જ સાધ્ય નથી એમ

PDF/HTML Page 25 of 45
single page version

background image
૨૨ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
કહીને તે વ્યવહારને સાધનમાંથી કાઢી નાંખ્યો, તો બીજા બાહ્ય સાધનની શી વાત?
રાગને સાધન બનાવીને આત્માને અનુભવી શકાતો નથી. સીધેસીધો સ્વભાવમાં
ઉપયોગ મુકીને આત્મા અનુભવાય છે; એટલે આત્મા પોતે જ પોતાના સ્વાનુભવનું
સાધન થાય છે.
શુદ્ધાત્માની પ્રાપ્તિ અન્ય સાધનોથી નિરપેક્ષ છે, કેવળજ્ઞાનરૂપે પરિણમવાના
પોતાના સ્વભાવવડે આત્મા પોતે જ પોતાનું સાધન થાય છે, માટે બાહ્ય સામગ્રી
શોધવાની વ્યગ્રતા ન કરો, એટલે કે અંતરના સ્વભાવને જ અવલંબો. –એવો ઉપદેશ
પ્રવચનસારની ૧૬ મી ગાથામાં આપ્યો છે.
ભાઈ! આત્માની પ્રાપ્તિ તો આત્માને આધીન હોય કે કોઈકને આધીન હોય? એ
તો અન્ય સાધનોથી નિરપેક્ષ, સંપૂર્ણ આત્માધીન છે. મારી પર્યાયનું સાધન હું જ છું,
તેમાં બીજા કોઈ સાધનની મારે જરૂર નથી, –એમ નક્કી કરીને ધર્માત્મા બાહ્ય
સાધનોનો આશ્રય લેતા નથી પણ પોતાના આત્માનો જ આશ્રય કરીને પરિણમે છે;
એટલે સ્વાશ્રયે આત્મા પોતે જ સાધન થઈને નિર્મળભાવરૂપ પરિણમે છે.
મારું સાધન હું જ છું, પર મારું સાધન નથી–એમ નક્કી કરતાં પરથી
એકત્વબુદ્ધિ છૂટી એટલે પર્યાય અંતર્મુખ થઈને આત્મામાં એકાગ્ર થઈ. પ્રવચનસારમાં
આચાર્યદેવ કહે છે કે ‘જે પુરુષ, એ રીતે કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા જ છે–
એમ નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્યરૂપે પરિણમતો નથી તે જ પુરુષ, પરદ્રવ્ય સાથે સંપર્ક
જેને અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે એવા શુદ્ધાત્માને
ઉપલબ્ધ કરે છે. ’
જુઓ, શુદ્ધોપયોગ તે પણ એક કર્મ છે–કાર્ય છે, ને તેનું ફળ કેવળજ્ઞાન છે;
આત્મા જ તેનું સાધન છે. શુદ્ધોપયોગરૂપે પરિણમેલા આત્મામાં આ બધું સમાઈ જાય
છે. શુદ્ધઉપયોગરૂપ નિર્મળ પર્યાય આત્મા સાથે અભેદ હોવાથી અભેદપણે આત્મા જ
પોતે પોતાનું સાધન છે. અરે જીવ! આ સન્તો તને તારી સાધનસામગ્રી બતાવે છે.
સાધનનો કેટલો બધો વૈભવ તારામાં ભર્યો છે તે તને ઓળખાવે છે. સમ્યગ્દર્શન અને
કેવળજ્ઞાન એ બધાનું તારામાં જ સાધન હોવા છતાં એને ભૂલીને તું બહારમાં કેમ ફાંફાં
મારી રહ્યો છે? અનંતકાળ બહારનાં સાધનો સેવ્યાં પણ તારા હાથમાં કાંઈ ન આવ્યું,
ભવભ્રમણનો આરો ન આવ્યો...માટે એનાથી ભિન્ન ખરૂં સાધન અંદરમાં છે તેને શોધ.

PDF/HTML Page 26 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૩
જે સાધન કાર્યની સાથે અભેદ રહેનારું હોય તેને સાધકતમ કહેવાય એટલે કે તે
જ ખરૂં સાધન છે. રાગને જ્ઞાનની સાથે એકતા નથી માટે રાગ તે જ્ઞાનનું સાધન નથી,
રાગ તે મોક્ષમાર્ગ નથી. ધર્મી જાણે છે કે મારો આત્મા પોતે જ સાધન થઈને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમે છે. જોકે હું કર્તા, હું સાધન–એવા ભેદને તે
અવલંબતો નથી પણ અભેદઅનુભૂતિમાં છએ કારકો ભેગા સમાઈ જાય છે. જ્ઞાન સાથે
અભિન્ન છએ કારકો પરિણમી રહ્યા છે.
ભાઈ! તારે સાધક થવું હોય તો તારામાં રહેલા આવા અભેદસાધનને જાણ.
એના વડે સિદ્ધપદ સધાશે. આવા આત્માના અનુભવ સિવાય બીજા કોઈ સાધન વડે
સાધ્યની સિદ્ધિ થતી નથી. વ્યવહાર તે સાધક અને નિશ્ચય તે સાધ્ય–એમ કહેવામાં આવે
છે તે ઉપચારથી છે. વર્તમાન વર્તતી નિર્મળ પર્યાયનો ઉત્કૃષ્ટ સાધક થઈને આત્મા જ
તેને કરે છે. સાધક પોતે, સાધન પોતામાં ને સાધ્ય પણ પોતામાં. જ્ઞાનલક્ષણથી લક્ષિત
આત્મામાં એ બધુંય ભર્યું છે.
છઠ્ઠા ગુણસ્થાને વર્તતી શુદ્ધી તે સાતમા ગુણસ્થાનની શુદ્ધિનું સાધન છે–એ પણ
ખરેખર તો વ્યવહાર છે. પણ ત્યાંનો શુભરાગ તે શુદ્ધીનું સાધન નથી એમ બતાવવા,
એટલે કે રાગને અને શુદ્ધતાને ભિન્ન ભિન્ન ઓળખાવવા એમ કહેવાય છે કે છઠ્ઠાની
શુદ્ધતા તે સાતમાનું ખરેખર સાધન છે. –એટલે કે તેની સાથેનો રાગ તે ખરૂં સાધન
નથી.
છઠ્ઠાની શુદ્ધી તે સાતમાની શુદ્ધીનું સાધન–એવા પર્યાયભેદની વાત અહીં નથી
લેવી. અહીં તો તે–તે સમયના શુદ્ધભાવરૂપે અભેદપણે પરિણમતો આત્મા જ સાધન છે,
પોતે જ સાધનપણે પરિણમ્યો છે, એમ અભેદ સાધન બતાવ્યું છે. કરણશક્તિને લીધે
આત્મા જ પોતાની સર્વ પર્યાયોનો સાધકતમ છે, પોતે જ સાધન છે. ‘સાધકતમ’ કહેતાં
તે એક જ સાધન છે ને બીજું સાધન નથી. બીજું સાધન કહેવું તે વ્યવહાર છે.
સર્વજ્ઞદેવે પૂર્ણ સાધનશક્તિ સમ્પન્ન આત્મા કહ્યો છે. ભાઈ, નિર્મળ પર્યાયના
કોઈ સાધનની તારામાં કમી નથી કે તારે બીજા પાસે લેવા જવું પડે. પોતાની પાસે ન
હોય તે બીજા પાસે માંગે. પણ અહીં તો બધુંય સાધન પોતાની પાસે છે જ. તેનું
અવલંબન લે એટલી જ વાર છે. ઈન્દ્રિયો તારું સાધન નહિ, નિમિત્તો સાધન નહિ,
વિકલ્પો સાધન નહિ, ભેદરૂપ વ્યવહાર સાધન નહિ; છતાં એ બધાને સાધન

PDF/HTML Page 27 of 45
single page version

background image
૨૪ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
તરીકે વર્ણવ્યા હોય તો તે ઉપચારથી જ છે એમ જાણવું, ને પોતાનો શુદ્ધઆત્મા પરમાર્થ
સાધન છે–તે સત્યાર્થ છે એમ જાણવું.
તીર્થંકરપ્રભુના પંચકલ્યાણક વગેરે વિભૂતિનું દર્શન તે સમ્યક્ત્વનું કારણ છે–એનું
શાસ્ત્રમાં ઘણું વર્ણન આવે છે, પણ અંદરમાં સાધનશક્તિવાળા આત્માને લક્ષમાં રાખીને
એ બધું સમજવું જોઈએ. અંદરમાં નિજાત્માનું લક્ષ જેને નથી તેને બહારના સાધનો
ઉપચારથી પણ સમ્યક્ત્વનું સાધન થતા નથી. ઉપચાર પણ ખરેખર ત્યારે લાગુ પડે કે
જ્યારે અંદરમાં પોતાને પરમાર્થનું લક્ષ હોય. જો ઉપચારને જ પરમાર્થ માની લ્યે ને
સાચા પરમાર્થને ભૂલી જાય તો તો તે યથાર્થવસ્તુને ક્યાંથી સાધી શકે? ભાઈ, આ તો
વીતરાગી જિનમાર્ગ છે, એનાં રહસ્યો ઊંડાં છે. પોતાના સ્વભાવના ભરોસા વગર
જિનમાર્ગમાં એક પગલુંય ચલાશે નહીં.
આત્મશક્તિમાં જે તાકાત ભરી છે તેના ભરોસે શુદ્ધતા પ્રગટે છે. વિશ્વાસે વહાણ
તરે, –કોનો વિશ્વાસ? કે પોતાના આત્માના વૈભવનો વિશ્વાસ. મારામાં કરણશક્તિ છે
એટલે હું જ સાધન છું, બીજા કોઈ સાધનની મને જરૂર નથી–એમ નિજસ્વભાવનો
વિશ્વાસ આવતાં તે જીવ પરાશ્રય છોડીને સ્વાશ્રયે શુદ્ધતારૂપ પરિણમે છે ને તેનું વહાણ
ભવસમુદ્રથી તરી જાય છે. જુઓ, આ તરવાનો ઉપાય! તે–તે સમયના નિર્મળભાવરૂપે
પરિણમતો આત્મા સ્વયં સાધન છે. જ્ઞાનશક્તિ વડે આત્મા પોતે પરિણમીને
કેવળજ્ઞાનનું સાધન થાય છે; આનંદશક્તિવડે આત્મા પોતે સાધન થઈને અતીન્દ્રિય
આનંદરૂપે પરિણમે છે; શ્રદ્ધાશક્તિવડે આત્મા પોતે સાધન થઈને ક્ષાયિક સમ્યક્ત્વરૂપ
પરિણમે છે. આમ સર્વે ગુણોમાં પોતપોતાની નિર્મળપર્યાયનું સાધન થવાની તાકાત છે.
સમજાવવા માટે જુદા જુદા ગુણભેદથી વાત કરી, બાકી તો કરણશક્તિવાળા
અભેદઆત્મામાં બધા ગુણ–પર્યાયો સમાઈ જાય છે. આવા અભેદ આત્માને જાણવો–
માનવો–અનુભવવો તે મોક્ષમાર્ગ છે.
હે જીવ! તારા આત્મામાં કેવી શક્તિ છે તેને તું જો, તો સ્વકાર્યને સાધવા માટે
તારે કોઈ બીજાની મદદ માગવી નહિ પડે. આત્માની જે કરણશક્તિ છે તે જ સ્વકાર્યને
સાધનારી ઈષ્ટદેવી છે, બીજી કોઈ દેવીને ધર્મીજીવ સ્વકાર્યનું સાધન માનતા નથી.
કરણશક્તિરૂપી દેવીને ઉપાસીને, એટલે કે કરણશક્તિવાળા આત્માને ધ્યેયરૂપ બનાવીને
ધર્મી પોતાના સ્વકાર્યને સાધે છે.

PDF/HTML Page 28 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૫
દરેક વસ્તુમાં પોતાના અનંત સ્વભાવોરૂપ અનંતશક્તિ છે. જેમ એકેક આત્મામાં
અનંતશક્તિ છે, તેમ એકેક પરમાણુમાં પણ અનંતશક્તિ છે. આત્મામાં જ્ઞાન–સુખ વગેરે
છે તે પરમાણુમાં નથી, પણ પરમાણુમાં જડતા, વર્ણ–ગંધ–રસ–સ્પર્શ વગેરે સ્વભાવો છે.
દરેક પદાર્થની શક્તિ જ તેના કાર્યની સાધક છે. તેમાંથી અહીં તો આત્મશક્તિના
વૈભવની વાત છે. આત્મા પોતે સાધન થઈને પોતાના ભાવરૂપ કાર્યને સાધે છે. સાધક
અને તેનું સાધન, બંને વચ્ચે ભેદ નથી; ખરેખર સાધન ને સાધ્ય વચ્ચે પણ ભેદ નથી.
રાગ સાધન ને નિર્મળપર્યાય સાધ્ય–એવું તો નથી, ને વર્તમાન અધૂરી પર્યાય સાધન ને
પૂરી પર્યાય તેનું સાધ્ય–એમ પણ ખરેખર નથી. તે–તે પર્યાયમાં અભેદ પરિણમતો
આત્મા પોતે જ તેનું સાધન છે, પોતે જ સાધક છે. કરણશક્તિવડે આત્મા પોતે
સ્વતંત્રપણે પોતાનું સાધન થાય છે.
જુઓ, આ બાહુબલી ભગવાન! એક વર્ષ સુધી
ઊભા ઊભા ધ્યાન કર્યું. તેમને ઉપયોગની જે નિર્મળતા થઈ
તેનું સાધન કોણ? શું શરીરનું મજબૂત સંહનન હતું તે
અંદરના ધ્યાનનું સાધન હતું? –ના; શરીર ઉપર તો લક્ષેય
ન હતું. શરીરને ધ્યાનનું સાધન કહેવું તે તો સ્થૂળ ઉપચાર
છે. અંદર પોતાની કરણશક્તિને લીધે આત્મા પોતે જ
સાધન થઈને ઉપયોગની સ્થિરપર્યાયરૂપે પરિણમ્યો છે.
શરીરેય તેનું સાધન નથી ને વિકલ્પોય તેનું સાધન નથી.
શરીરની જે જે ક્રિયાઓ થાય તેનું સાધન થવાની
શક્તિ તેના રજકણોમાં જ છે, આત્મા તેનું સાધન થતો
નથી. જડના છ કારકો જડમાં, ને આત્માના છ કારકો આત્મામાં; આ તો આત્માના
વૈભવની વાત છે; તેમાં આત્માની હીનતાની વાત હોય નહીં. જેમ ‘ભરતેશવૈભવ’
બતાવવો હોય તેમાં ભરતની હીનતાની વાત કેમ આવે? તેમ અનંતગુણસંપન્ન
ચૈતન્યવૈભવધારી આત્મા, તેને પોતાના કાર્ય માટે શરીરાદિ જડ સાધનની જરૂર પડે
એમ કહેવું તે તો તેની હીનતા કરવા જેવું છે. ચૈતન્યવૈભવમાં સાધનની એવી ખેંચ નથી
કે બીજા સાધનની મદદ લેવી પડે. એ તો સ્વાધીનપણે પોતાના જ સાધન વડે પોતાનું
કાર્ય કરનારો છે. પોતે જ સાધનસ્વભાવથી પરિપૂર્ણ છે.

PDF/HTML Page 29 of 45
single page version

background image
૨૬ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
(શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મશતાબ્દિ નિમિત્તે
અપાતી લેખમાળામાં આ ત્રીજો લેખ છે. અનેક જિજ્ઞાસુઓ
તરફથી પસંદ કરાયેલા ઘણા વચનામૃત આવેલા, તેમાંથી
સંકલન કરીને અહીં અપાય છે. ગતાંકમાં જણાવેલ
જિજ્ઞાસુઓ ઉપરાંત વાંકાનેરથી સભ્ય નં. ૧૭૩૨–૧૭૩૩,
રાજકોટથી બેન કલ્પનાકુમારી તથા મુંબઈથી વિજયાબેન–
વગેરે જિજ્ઞાસુઓ તરફથી પણ વચનામૃતો મળ્‌યા છે; તે
બદલ સૌનો આભાર. આ લેખમાળા આ વર્ષ દરમિયાન ચાલુ રાખીશું, ને આવેલા
વચનામૃતોનો તેમાં ઉપયોગ કરીશું.)
(૨૦૧) સોળ વર્ષ કરતાંય નાની ઉંમરમાં શ્રીમદ્રાજચંદ્રજી લખે છે કે–
‘રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો; નિદ્રાથી મુક્ત થયા, હવે ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન
કરજો. ’
(૨૦૨) સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા
ત્યાગવો. (૪૯૧)
(૨૦૩) એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ
વિકટ કાર્ય છે; એવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષનાં અંતઃકરણ, તે જોઈ
અમે પરમ આશ્ચર્ય પામી નમીએ છીએ. (૨૧૩)
(૨૦૪) એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય
માનવામાં આખી જીંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ જઈશ. (૭૬)
(૨૦પ) મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. (૨૪૯)
(૨૦૬) સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે, અને જોગ્યતાના કારણે જીવ
સમ્યક્ત્વ પામે છે. (૨૪૯)
(૨૦૭) ભક્તિનું પ્રયોજન સ્વ સ્વરૂપ–પ્રાપ્તિને અર્થે છે. (૭૧)
(૨૦૮) આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને
સેવવા યોગ્ય છે–સત્શ્રુત અને સત્સમાગમ. (૮૨પ)

PDF/HTML Page 30 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૭
(૨૦૯) મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. (૨૦૦)
(૨૧૦) શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી; મર્મ તો સત્પુરુષના અંતરમાં રહ્યો છે. (પ૮)
(૨૧૧) જિનપદ નિજપદ એકતા,
ભેદભાવ નહિ કાંઈ;
લક્ષ થવાને તેહનો,
કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. (૯પ૪)
(૨૧૨) વીતરાગશ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય
છે. (૨પ૬)
(૨૧૩) કોઈ પણ રીતે શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે
કરીને પાત્રતા પણ મળશે. (૧૩૯)
(૨૧૪) સત્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણકે અસત્માં સત્ હોતું નથી. (૨૪૯)
(૨૧પ) સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે
છે, સત્ ઉપર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને
બંધન છે. આ અમારું હૃદય છે. (૧૯૮)
(૨૧૬) બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને, તેના ચરણકમળમાં સર્વ ભાવ
અર્પણ કરી દઈ, વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. (૭૬)
(૨૧૭) શાસ્ત્રાદિકના જ્ઞાનથી નીવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નીવેડો છે. (૨૭૦)
(૨૧૮) સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ
એવો રાખજો કે–આત્માને છોડવા માટે સર્વે છે, બંધન માટે નથી. (૧૮૩)
(૨૧૯) સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે, અને જે તે નિશ્ચયને
આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, –એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં
રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે તેનાં સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે. (૭૧૯)
(૨૨૦) ‘એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું; જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. ’
–આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ
જાણ્યાનું પ્રયત્ન થશે, અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે. (૬૪)
(૨૨૧) સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો
આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. (પ૬૯)
(૨૨૨) આત્મા અત્યંત સહજ અવસ્થા પામે, એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો
છે. (પ૯૩)
(૨૨૩) ‘જ્ઞાનનું ફળ વિરતિ છે’ –વીતરાગનું

PDF/HTML Page 31 of 45
single page version

background image
૨૮ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે.
જે વાંચવાથી, સમજવાથી, તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી, અને
વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને
વિભાવના ફળનો ત્યાગી ન થયો, તો તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન
છે. (૭૪૯)
(૨૨૪) આત્માને અનંતભ્રમણામાંથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું
નિરૂપમ સુખ છે, તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી, અને વિચાર્યું વિચારાતું
નથી.
(૬૨)
(૨૨પ) જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે, અને સ્વભાવપરિણામમાં વર્તે તે
વખતે કર્મ બાંધે નહિ, –એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો.
પણ જીવ સમજે નહિ, તેથી વિસ્તાર કરવો પડ્યો, –જેમાંથી મોટા શાસ્ત્રો રચાયાં. (૬૮૮)
(૨૨૬) કર્તા–ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહે નિજભાવમાં થયો અકર્તા
ત્યાંય. (આત્મસિદ્ધિ)
(૨૨૭) હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ
પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. (૮૬૬)
(૨૨૮) ‘સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો. ’
(૨૨૯) સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ
જ્ઞાનનું ફળ છે. (૭૮૧)
(૨૩૦) ‘સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ’ –હે આર્યજનો! આ પરમ વાક્યનો
આત્માપણે તમે અનુભવ કરો. (૮૩૨)
(૨૩૧) બીજા પદાર્થોમાં જીવ જો નિજબુદ્ધિ કરે, તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને
વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. (પ૩૯)
(૨૩૨) શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ
નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા
છું–એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. (૬૯૨)
(૨૩૩) વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી, આત્મા અસંગ
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી, તે જ વૃત્તિનું બળ રાખવું.
(૨૩૪) મંદવૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. (૮૪૩)
(૨૩પ) પરમયોગી એવા ઋષભદેવાદિ પુરુષો

PDF/HTML Page 32 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૯
પણ જે દેહને રાખી શક્યા નથી તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે, તે એ કે તેનો સંબંધ વર્તે
ત્યાંસુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ
જાણી, બીજા સર્વભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત થવું, –કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. (૭૮૦)
(૨૩૬) દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાનો જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ
દેહનો જોનાર–જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે. (૪૨પ)
(૨૩૭) દેહથી ભિન્ન, સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન
થાઓ.
હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, આત્મામાં જ રહો, તો અનંત અપાર આનંદ
અનુભવાશે. (૮૩૨)
(૨૩૮) સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય
સુખસ્વરૂપ, માત્ર એકાન્ત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શો?
વિકલ્પ શો?
ભય શો?
ખેદ શો?
બીજી અવસ્થા શી? (૮૩૩)
(૨૩૯) દુષમકાળમાં એકાવતારીપણું
શ્રીમદ્રાજચંદ્રજી પચીસવર્ષની વયે ભવના અંતનો ભણકાર કરતાં લખે છે કે “વર્તમાનકાળ
દુષમ કહ્યો છે, છતાં તેને વિષે અનંતભવ છેદી માત્ર એક ભવ બાકી રહે એવું એકાવતારીપણું
પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહોમાં ન
પડતાં, યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી, સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરી, કષાયાદિ દોષ છેદ
કરવાવાળો એવો, અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. (૪૨૨)
(૨૪૦) (વર્ષ ૨૯ મું પૃ. પ૧૬ અંક ૭૦૬) (કારતક સુદ સં. ૧૯૪૯)
* પત્રની શરૂઆતમાં ‘સહજાત્મસ્વરૂપ’ ને યાદ કર્યું છે.
* ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ
નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં
ન પડે કે ઓછાં ન થાય. મૂળ સહિત છેદ તો જ્ઞાને કરીને થાય. પણ કષાયાદિનું મોળાપણું કે
ઓછાપણું ન થાય ત્યાંસુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય.
* જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય તથા ઉપશમ બે
મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે.

PDF/HTML Page 33 of 45
single page version

background image
૩૦ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
* એમ અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની ‘આશ્રયભક્તિ’
અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ
કારણરૂપ થાય છે.
* લૌકિક માનઆદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે.
* માંડમાંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે.
* પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. (૭૦૬) (ચાલુ)
પ્રશ્ન:– ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ અનુભૂતિ હોય? અતીન્દ્રિય
આનંદ હોય? નિશ્ચય સમ્યક્ત્વ હોય? અતીન્દ્રિયજ્ઞાન
હોય?
ઉત્તર:– હા; એ ચારે પરમ વસ્તુ પૂર્વક જ ચોથું ગુણસ્થાન પ્રગટે
છે. તે વખતે નિર્વિકલ્પઅનુભૂતિ હો્ય છે, તે વખતે
અતીન્દ્રિય આનંદનું વેદન હોય છે; તે વખતે નિશ્ચય
સમ્યક્ત્વ થયું છે, ને જ્ઞાનમાં ઈંદ્રિયોનું અવલંબન છૂટીને
અંશે અતીન્દ્રિયપણું થયું છે. નિર્વિકલ્પઅનુભૂતિ સદાકાળ
ભલે ન હોય પણ ચોથું ગુણસ્થાન પ્રગટવાના કાળે તો
જરૂર હોય છે. –આ ચાર વસ્તુ વગર ધર્મ કે મોક્ષમાર્ગની
શરૂઆત થતી નથી, સાધકપણું થતું નથી. એના વગર
પણ જે ચોથું ગુણસ્થાન માને તેને ધર્મની કે ચોથા
ગુણસ્થાનની પણ ખબર નથી, એટલે કે સમ્યગ્દર્શનની
ખબર નથી; ‘સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ
તેણે જાણ્યો નથી.
“કેલિ કરે શિવમારગમેં...
જગમાંહી જિનેશ્વરકે લઘુનંદન.”
– એવા સમ્યગ્દ્રષ્ટિઓને વંદન.

PDF/HTML Page 34 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૧
ત્ત્ર્
(સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
પ્રશ્ન:– અલોકાકાશમાં અંધારું છે કે અજવાળું? (No. 465)
ઉત્તર:– બેમાંથી એક્કેય ન હોય. અલોકાકાશ એ અરૂપી વસ્તુ છે; અંધકાર કે
પ્રકાશ એ બંને તો રૂપી પુદ્ગલની પર્યાયો છે, એટલે અરૂપી આકાશમાં તે ક્યાંથી હોય?
અલોકાકાશમાં પુદ્ગલનો જ અભાવ છે, તો પુદ્ગલજન્ય અંધકાર કે પ્રકાશ ત્યાં કેમ હોય?
–એ જ રીતે અરૂપી આત્મામાં પણ અંધારું કે અજવાળું નથી. હા, જ્ઞાનપ્રકાશની અપેક્ષાએ
આત્મામાં પ્રકાશ કહેવો હોય તો કહેવાય.
પ્ર:– અરિહંત ભગવાનને શરીર શા માટે છે? (No. 180 ચેતનાબેન)
ઉ:– કેમકે તેઓ હજી ‘સિદ્ધ–થયા નથી.
પ્ર:– હું મારાથી થાય એટલો પુરુષાર્થ કરું છું છતાં જ્ઞાન કેમ નથી થતું?
(No. 979)
ઉ:– જ્ઞાન માટે જ્ઞાનની જાતનો પુરુષાર્થ કરીએ તો જ્ઞાન જરૂર થાય. રાગના
પુરુષાર્થ વડે જ્ઞાન ન થાય.
પ્ર:– ચક્રવર્તી છ ખંડનો દિગ્વિજય કરે છે તે છ ખંડ કયા? (No. 172)
ઉ:– આ માટે મોક્ષશાસ્ત્રમાં જંબુદ્વીપના નકશામાં ભરતક્ષેત્ર છે–તે જોશો તો ખ્યાલ
આવશે. આ ભરતક્ષેત્રની વચ્ચે વિજયાર્દ્ધ પર્વત છે (જે પૂર્વથી પશ્ચિમ દિશામાં છે, ને વચ્ચે
લાઈન કરી હોય તેમ ભરતક્ષેત્રના બે ભાગ કરે છે; તથા ગંગા અને સિંધુ નામની બે મોટી
નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે, તે બે નદીને કારણે ઉપરોક્ત બંને ભાગોમાંથી દરેકના
ત્રણ ત્રણ ખંડ થઈ જાય છે–આ રીતે ભરતક્ષેત્રના છ ખંડ થાય છે. આ સમજવા માટે તમે
એક કાગળમાં તમારા હાથે અર્ધગોળ કરો. પછી તેમા પૂર્વ પશ્ચિમ છેડે એક સળંગ લીટી
દોરો તથા બીજી બે લાઈન ઉત્તર ને દક્ષિણ છેડા વચ્ચે કરો–એટલે છ ભાગ સમજાઈ જશે.
બાકી તો મહાપુરાણ વગેરેમાં તેનું વર્ણન વિસ્તારથી આવે છે, તે વાંચશો.

PDF/HTML Page 35 of 45
single page version

background image
૩૨ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
પ્ર:– સુખ એટલે શું? દુઃખ એટલે શું? (જગદીશ જૈન ફતેપુર)
ઉ:– આત્માના અનાકુળ–શાંતસ્વભાવનું વેદન તે સુખ; ને રાગાદિ આકુળતાનું
વેદન તે દુઃખ.
પ્ર:– જીવ મતિ–શ્રુતજ્ઞાનનો વ્યય કરીને કેવળજ્ઞાનનો ઉત્પાદ કરે છે. તો વચ્ચે
મુનિદશામાં તેને અવધિજ્ઞાન ને મનઃપર્યયજ્ઞાન થતા હશે કે નહીં? (પરેશ જૈન No. 320)
ઉ:– કોઈને થાય, ને કોઈને ન પણ થાય.
પ્ર:– આપણા બાલવિભાગમાં ૪૨૦ નંબરના સભ્ય કોણ છે?
ઉ:– કોઈ જ નહીં; ૪૨૦ નંબર કોઈના નથી; ૪૧૯ નંબર પછી સીધા ૪૨૧ આવે
છે; કેમકે આપણા બાલવિભાગમાં ૪૨૦ કોઈ નથી.
પ્ર:–[ओम्] નો અર્થ પંચપરમેષ્ઠી થાય છે, તે સાચું છે? (હસમુખ જૈન No.
665 જામનગર)
અરિહંતનો
અશરીરી સિદ્ધનો
આચાર્યનો
ઉપાધ્યાયનો
મુનિરાજનો
આ પ્રમાણે પંચપરમેષ્ઠીના આ પાંચ પ્રથમ
અક્ષરોની સંધિ કરતાં
‘ओम्’ “ થાય છે; તેથી
“ માં પંચપરમેષ્ઠી આવી જાય છે – એમ
કહેવામાં આવે છે. તીર્થંકર પ્રભુની દિવ્યવાણીને
પણ “ કહેવામાં આવે છે
આપણે જિનમંદિરમાં ભગવાનના દર્શન–પૂજનાદિ કરતા હોઈએ
ત્યારે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે પાછળના સાધર્મીઓને
પ્રભુદર્શન કરવામાં અંતરાય નથી થતો ને? બરાબર સન્મુખ ન ઉભા રહેતાં
એક બાજુમાં એવી રીતે રહેવું જોઈએ કે પાછળના સૌને પણ ખુશીથી ભગવાનનાં દર્શન
થાય. જિનમંદિરમાં વાતચીત એવી રીતે ન કરવી જોઈએ કે બીજાને પૂજનાદિમાં વિઘ્ન થાય.
શાસ્ત્રપ્રવચન વખતે પણ વિનય ને ગંભીરતા જાળવવી જોઈએ.
પ્ર:– અવધિજ્ઞાન અને જાતિસ્મરણજ્ઞાનમાં શું ફેર? જાતિસ્મરણજ્ઞાન સમ્યગ્જ્ઞાનીને
જ હોય કે મિથ્યાદ્રષ્ટિને પણ હોય? (No. 117 દિલ્હી)
ઉ:– જાતિસ્મરણજ્ઞાન તે મતિજ્ઞાનનો એક પ્રકાર છે. જાતિસ્મરણજ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને
તેમજ મિથ્યાદ્રષ્ટિને પણ હોઈ શકે છે. જાતિસ્મરણજ્ઞાન એટલે પૂર્વભવનું જ્ઞાન, તે

PDF/HTML Page 36 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૩
બધા સમ્યગ્દ્રષ્ટિને હોય જ એવો કાંઈ નિયમ નથી. જાતિસ્મરણજ્ઞાનમાં માત્ર પૂર્વના એક જ
ભવનું નહિ પણ અનેક ભવોનુંય જ્ઞાન કોઈને હોઈ શકે છે. જાતિસ્મરણ સંબંધમાં એક એવી
મર્યાદા છે કે વચ્ચે જ્યાં અસંજ્ઞીપણાનો ભવ આવી જાય તો ત્યાંથી આગળનું સ્મરણ થઈ શકે
નહિ; કેમકે વચ્ચે અસંજ્ઞીપણું આવી જતાં પૂર્વની ધારણા ચાલુ રહી શકે નહીં. ધર્મસંબંધી
જાતિસ્મરણજ્ઞાન તે વિશેષ વૈરાગ્યનું કારણ થાય છે. ઘણા તીર્થંકરો જાતિસ્મરણજ્ઞાન થતાં જ
સંસારથી વિરક્ત થયા છે. બધાય તીર્થંકરોને અવધિજ્ઞાન તો જન્મથી હોય જ, કેટલાક
આરાધક જીવો પણ એક ભવમાંથી બીજા ભવમાં અવધિજ્ઞાન સાથે લઈને જાય. પણ
જાતિસ્મરણજ્ઞાન કોઈને જન્મથી ન હોય. એ તો નવું થાય છે. જાતિસ્મરણજ્ઞાનવાળાને
પોતાના પૂર્વભવનો ખ્યાલ આવે છે, પરંતુ બીજા જીવોના પૂર્વભવોનો પણ તેને ખ્યાલ આવી
જ જાય એવો કોઈ નિયમ નથી. –આવે પણ ખરો.
સંવરતત્ત્વની પૂર્ણતા ક્યારે? ચૌદમા ગુણસ્થાનના પહેલા સમયે.
નિર્જરાતત્ત્વની પૂર્ણતા ક્યારે? ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયે.
પોલીસ સરવીસમાં ઉચ્ચ હોદે ધરાવનાર ભાઈશ્રી છબીલદાસભાઈ લખે છે– “આપે
મોકલાવેલ ‘દર્શન કથા’ પુસ્તક વાંચ્યું; પુસ્તક ઘણું જ સુંદર છે, તથા ધાર્મિકસંસ્કારો માટે ઘણું
જ આદર્શરૂપ લાગેલ છે...પૂ. ગુરુદેવ પાસે છેવટનું જીવન પસાર કરવાની હૃદયની ભાવના
છે...આ અશરણ સંસારમાં આપણે બધા સાથે સિદ્ધપદને આરાધીએ–એ જ ભાવના છે.”
(બાલવિભાગના સ્વર્ગસ્થ સભ્ય બેન ઈન્દિરાના આ પિતાજી છે.)
પ્ર:– નિશ્ચયનય અને વ્યવહારનયમાં શું તફાવત છે?
ઉ:– નિશ્ચયનય સ્વાશ્રિત છે, ને વ્યવહારનય પરાશ્રિત છે; અથવા વધારે સૂક્ષ્મતાથી
કહીએ તો, નિશ્ચયનય આત્માના શુદ્ધ ભૂતાર્થ સ્વભાવને દેખે છે, ને વ્યવહારનય અશુદ્ધ–
અભૂતાર્થ ભાવોને દેખે છે; તેથી નિશ્ચયનયનો આશ્રય કરવા જેવો છે ને વ્યવહારનયનો
આશ્રય છોડવા જેવો છે. આ સંબંધમાં કુંદકુંદાચાર્યદેવે સમયસારમાં કહેલ સિદ્ધાંત સુપ્રસિદ્ધ
છે કે–
“નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની”
તેમજ–
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે,
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. (૧૧)
ઉપરની ગાથામાં આચાર્યદેવે બંને નયોનું સ્વરૂપ સમજાવીને ધર્મ સાધવાનો મહા
સિદ્ધાંત રજુ કર્યો છે.

PDF/HTML Page 37 of 45
single page version

background image
૩૪ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
પ્ર:– પ્રાગભાવ, પ્રધ્વંસઅભાવ, અન્યોન્યઅભાવ અને અત્યંતઅભાવ એ ચાર
અભાવ ન માનવામાં આવે તો શો દોષ આવે?
ઉ:– દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુસ્વરૂપની ઓળખાણમાં એ ચારે અભાવનો સ્વીકાર
આવી જાય છે. બાકી તો આ ન્યાયશાસ્ત્રનો વિષય હોવાથી બહુ વિસ્તાર કરવો પડે. ટૂંકમાં
એટલું કે–જો પ્રાક્–અભાવ ન માનીએ તો જીવની પર્યાય અનાદિના મિથ્યાત્વાદિ ભાવમાં
જ વર્ત્યા કરે. નવું કાર્ય થાય જ નહિ. અને જો પ્રધ્વંસઅભાવ ન માનીએ તો ભવિષ્યના
કેવળજ્ઞાનાદિ અત્યારે જ હોય. અત્યંત અભાવ ન માનીએ તો બધી વસ્તુઓ એકબીજામાં
ભળી જાય, કોઈ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહે; અને પુદ્ગલમાં અન્યોન્યઅભાવ ન
માનીએ તો સોનું કે પથ્થર, સાકર કે ઝેર વગેરે પર્યાયોમાં કોઈ ભેદ જ ન પડી શકે.
પ્ર:– કાળદ્રવ્ય ક્યાં નથી?
ઉ:– આત્મામાં અને અલોકમાં.
પ્ર:– આંધળા અને બહેરા મનુષ્યને કેટલા પ્રાણ હોય?
ઉ:– બધાય. (આ પ્રશ્નના જવાબમાં અગાઉ એકવાર ભૂલથી એમ લખાઈ ગયેલું કે
પરસેવો વગેરેમાં અસંજ્ઞી મનુષ્ય પણ અસંખ્યાત ઉત્પન્ન થાય છે તેમને મનપ્રાણ હોતા
નથી, –એ વાત બરાબર નથી. પરસેવો વગેરેમાં સંમૂર્છન મનુષ્યજીવો ઉત્પન્ન થાય છે એ
ખરૂં પણ તે બધા સંજ્ઞી જ હોય છે. અસંજ્ઞી જીવો ફકત તિર્યંચગતિમાં જ છે, બીજી કોઈ
ગતિમાં નથી.
પ્ર:– દેવગતિના દેવો કેમ દુઃખી છે?
ઉ:– ભાઈશ્રી, દેવગતિમાંય અસંખ્યાતા સમ્યગ્દ્રષ્ટિજીવો પરમ સુખી છે તેમને ભૂલી
ન જશો. તેમને કાંઈ દેવગતિનું સુખ નથી પણ આત્માના સમ્યક્ત્વાદિનું સુખ છે. એટલે
દેવગતિમાં જેઓ દુઃખી છે તેઓને પણ પોતાના મિથ્યાત્વાદિ પરિણામનું જ દુઃખ છે.
(છહઢાળા વગેરેમાં દેવીનો વિયોગ ઈત્યાદિ પ્રકારના દુઃખોનું જે વર્ણન છે તે નિમિત્તથી
છે.) દરેક જીવને પોતાના રાગ–દ્વેષ–મોહનું જ દુઃખ છે; પછી તે નરકમાં હો કે સ્વર્ગમાં.
પ્ર:– મોક્ષ શું છે? ક્્યાં છે? કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
ઉ:– મોક્ષ એટલે છૂટકારો; આત્માની અવસ્થામાં જે કર્મબંધ અને અશુદ્ધતા છે
તેનાથી છૂટકારો થઈને પૂર્ણ શુદ્ધદશાની પ્રાપ્તિ થાય તેનું નામ મોક્ષ; (મોક્ષ કહ્યો

PDF/HTML Page 38 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૫
નિજશુદ્ધતા) આત્મા પરભાવોથી છૂટીને પૂર્ણાનંદ સિદ્ધદશા પામે–તેનું નામ મોક્ષ. તે
મોક્ષ આત્માની શુદ્ધપર્યાયમાં છે, અને બહારના ક્ષેત્રની અપેક્ષાએ અઢી દ્વીપમાં મોક્ષ
થાય છે. તેની પ્રાપ્તિ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના વડે થાય છે.
પ્ર:– જીવ મૂર્તિક છે કે અમૂર્તિક? તે કેવડો મોટો છે?
ઉ:– જીવ અમૂર્તિક છે; તે સિદ્ધભગવાન જેવડો મોટો છે. ને અસંખ્યાતપ્રદેશી છે.
સંસારદશા વખતે તેનો આકાર સ્વદેહપ્રમાણ હોય છે, ને મુક્તદશામાં અંતિમદેહથી જરાક
ઓછો આકાર હોય છે.
પ્ર:– જ્ઞાનીને ઊંઘમાં પણ આત્માનું જ્ઞાન હોય?
ઉ:– અહો, એની શી વાત! જ્ઞાન અને રાગના જુદા વેદનથી જે ભેદજ્ઞાન થયું તે
ઊંઘ વખતેય જ્ઞાનીને વર્તે જ છે. ઊંઘમાંય તેને રાગ સાથે એકતાબુદ્ધિનું વેદન થતું નથી,
ચૈતન્યભાવને રાગથી ભિન્નપણે જ તે વેદે છે.
સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવનો મંગલ વિહાર
સૌરાષ્ટ્રના અનેક ગામોના મુમુક્ષુ મંડળો અને શ્રી સંઘો પૂ. ગુરુદેવને
પધારવાની વિનંતિ કરવા આ માસમાં આવ્યા હતા. તે અનુસાર સોનગઢમાં
ફાગણ સુદ બીજના ઉત્સવ બાદ ગુરુદેવનો વિહાર શરૂ થશે–જે અંદાજ અઢી
માસ જેટલો હશે; તેમાં–લાઠી, રાજકોટ, વડાલ, પોરબંદર, જેતપુર, ગોંડલ,
વડીઆ, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, વીંછીયા ને
ઉમરાળા–એ ગામોનો કાર્યક્રમ વિચારાઈ રહ્યો છે. સંપૂર્ણ કાર્યક્રમ નિશ્ચિત
થયે હવે પછી પ્રગટ થશે. (તા. ર૯–૧૧–૬૭)
બેસતા વર્ષે ગુરુદેવના દર્શન કરવા આવેલા
સોનગઢના દરબાર કહે છે કે–અમારે તો અહીં કલ્પવૃક્ષ ઊગ્યું
છે...દુનિયા આખી દુઃખી છે, પણ અહીં આપની પાસે આવ્યા
તે બધા સુખી છે.

PDF/HTML Page 39 of 45
single page version

background image
૩૬ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
ગતાંકના પ્રશ્નોના જવાબ–
(૧) જીવ અને શરીર, તેમાં જીવ અરૂપી છે, શરીર રૂપી છે. એટલે બંને જુદા છે.
(૨) મરૂદેવી માતાના લાડકવાયા પુત્ર ભગવાન ઋષભદેવ.
ત્રિશલા માતાના પુત્ર ભગવાન મહાવીર.
શિવાદેવી માતાના પુત્ર ભગવાન નેમિનાથ.
અચિરા માતાના પુત્ર ભગવાન શાંતિનાથ.
(૩) તિર્યંચ, નરક, દેવ, મનુષ્ય અને સિદ્ધ–એ પાંચગતિ છે; તેમાંથી શ્રી મહાવીર
ભગવાન અત્યારે મોક્ષમાં એટલે સિદ્ધગતિમાં બિરાજે છે.
શ્રી સીમંધર ભગવાન અત્યારે અર્હંતપણે મનુષ્યગતિમાં વિચરે છે.
શ્રી કુંદકુંદાચાર્યદેવ અત્યારે દેવપણે દેવગતિમાં બિરાજે છે.
તે સૌને નમસ્કાર હો.
(૪) દશ વસ્તુમાંથી, આપણે મોક્ષ જશું ત્યારે આપણી પાસે–સમ્યગ્દર્શન, સુખ, જ્ઞાન
ને અસ્તિત્વ એ ચાર વસ્તુ હશે; બાકીની છ વસ્તુ–પુણ્ય, પાપ, શરીર, દુઃખ,
આસ્રવ, નિર્જરા–તે મોક્ષમાં હોતી નથી.
કોયડાનો જવાબ– “મહાવીર”
* * *
ગતાંકમાં પૂછેલી પાંચ વસ્તુની પૂર્ણતા
ર૧ પાંચ અરૂપી દ્રવ્યો: ધર્મ, અધર્મ, આકાશ, કાળ, જીવ.
૨૨ પાંચ અસ્તિકાય: જીવ, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ.
૨૩ પાંચ અજીવ દ્રવ્યો: પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, કાળ, આકાશ.

PDF/HTML Page 40 of 45
single page version

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૭
૨૪ પાંચ આચાર: દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર.
૨પ પાંચ વ્રત: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
૨૬ પાંચ આસ્રવ: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ.
૨૭ પાંચ પાપ: હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ.
૨૮ પાંચ પાંડવ: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ.
૨૯ પાંચ ભરતક્ષેત્ર: ધાતકીદ્વીપમાં બે, પુષ્કરદ્વીપમાં બે, જંબુદ્વીપમાં એક.
૩૦ પાંચ ઐરવતક્ષેત્ર: ધાતકી દ્વીપમાં બે, પુષ્કરદ્વીપમાં બે, જંબુદ્વીપમાં એક.
[નં. ૨૮ પાંચ પાંડવો બાબત વિશેષતા: પાંડવ એટલે પાંડુરાજાના પુત્રો, –તેઓ
ખરેખર પાંચ નહીં પણ છ હતા; છઠ્ઠા કર્ણ. તે સૌથી મોટા હતા. પણ મહાભારતના
યુદ્ધમાં તેઓ પોતાના ભાઈ અર્જુનના હાથે જ મૃત્યુ પામ્યા. છેવટે કર્ણ સિવાયના પાંચ
પાંડવો દીક્ષા લઈને સૌરાષ્ટ્રમાં શત્રુંજય ઉપર પધાર્યા હતા, ત્યાં ત્રણ મોક્ષ પામ્યા, ને બે
સર્વાર્થસિદ્ધિમાં ગયા. આથી શત્રુંજય તે સિદ્ધક્ષેત્ર છે.
]
નીચેના દશ બોલમાં પાંચ વસ્તુ પૂરી કરો–
૩૧ (પાંચ સમિતિ) ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ......
૩૨ (પાંચ પરાવર્તન) દ્રવ્યપરાવર્તન, ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભવપરાવર્તન,......
૩૩ (પાંચ હેયતત્ત્વો; છોડવા જેવા) અજીવ, પુણ્ય, આસ્રવ, બંધ, ......
૩૪ (પાંચ ટૂંક ગીરનારની) ૧– જિનમંદિર અને રાજુલની ગૂફા, ૨– અનિરૂદ્ધ ટૂંક, ૩– શંબુકુમારની
ટૂંક, ૪–પદ્યુમ્નની ટૂંક, પ–......
૩પ (પાંચ અક્ષર પરમેષ્ઠીના) ... सि... ... ... ...
૩૬ (પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષર માં) ......... ... ...
૩૭ (પાંચ લઘુસ્વર; અયોગીગુણસ્થાનના કાળનું માપ) अ इ उ ऋ
૩૮ (પાંચ શરીર) ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ,.........
૩૯ (પાંચ સ્થાવર) પૃથ્વીકાયિક, અપ્કાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક......
૪૦ (પાંચ ત્રસ) બેઈન્દ્રિય, ત્રિ–ઈન્દ્રિય, ચૌઈન્દ્રિય, પંચેન્દ્રિય–અસંજ્ઞી, ......