Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 49
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
જૈન બાળપોથી મંગાવો......શીખો......ને પરીક્ષા આપો
વંદન અમારાં પ્રભુજી તમને........
વંદન અમારાં ગુરુજી તમને.........
વંદન અમારાં સિદ્ધ પ્રભુને..........
વંદન અમારાં અરિહંત દેવને......
વંદન અમારાં સૌ મુનિરાજને......
વંદન અમારાં ધર્મ–શાસ્ત્રોને.......
વંદન અમારાં બધા જ્ઞાનીને.......
વંદન અમારાં ચૈતન્ય દેવને.....
વંદન અમારાં આત્મસ્વભાવને......
વંદન અમારાં આત્મ–
ભગવાનને......
(ગતાંકમાં જૈનબાળપોથીના ૭ પાઠમાંથી ૩૦ પ્રશ્નો આપ્યા હતા, તે તમે શીખ્યા
હશો, બીજા પ્રશ્નો અહીં આપ્યાં છે, તે પણ શીખજો...ને પછી પરીક્ષામાં ભાગ લેજો.
જૈનબાળપોથી તમારી પાસે ન હોય તો તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં લખવાથી તમને
ભેટ મોકલીશું. પરીક્ષાનું પેપર વૈશાખ માસમાં આપીશું...ત્યાંસુધીમાં બરાબર શીખી લ્યો
ને ૧૦૦ માર્ક મેળવો..........)
(૩૧) ધર્મ શેમાં થાય? (૪૨) આપણા ગુરુ કોણ છે?
(૩૨) ધર્મ શેનાથી થાય?–શરીરથી કે જ્ઞાનથી? (૪૩) ગુરુના પાઠમાં એક આચાર્યનું નામ લખ્યું છે, તે કોણ?
(૩૩) ધર્મ એટલે શું? (૪૪) એક મોટા શાસ્ત્રનું નામ લખો.
(૩૪) ભગવાન થવું હોય તો શું કરવું? (૪પ) શાસ્ત્ર આપણને શું સમજાવે છે?
(૩પ) ભગવાનને શું હોય? ને શું ન હોય? (૪૬) જ્ઞાન શાસ્ત્રમાં હોય કે જીવમાં?
(૩૬) ભગવાન કાંઈ ખાય? (૪૭) તમે કદી સમયસારશાસ્ત્ર હાથમાં લઈને જોયું છે
(૩૭) અરિહંત અને સિદ્ધમાં શું ફેર? (૪૮) શાસ્ત્ર કોને કહેવાય? ને કુશાસ્ત્ર કોને કહેવાય?
(૩૮)મહાવીરભગવાન અત્યારે સિદ્ધ છે કે અરિહંત? (૪૯) સમયસાર શાસ્ત્ર કોણે રચ્યું છે?
(૩૯) અત્યારે અરિહંત હોય તે ભગવાનનું નામ શું? (પ૦) એક માતા બાળકને માટે કેવું હાલરડું ગાય છે?
(૪૦) ‘નમસ્કારમંત્ર’ લખો (શુદ્ધ અને સુંદર અક્ષરમાં (પ૧) આપણી ધાર્મિક માતા કોણ?
(૪૧) જંગલમાં ધ્યાનમાં કોણ બેઠું છે? (પ૨) સાચી શ્રદ્ધાને શું કહેવાય?
(પ૩) સમ્યગ્દર્શન થાય તેને શું મળે?

PDF/HTML Page 42 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૩૯ :
(પ૪) ધર્મનું મૂળ શું છે? (૬૧) કઈ ત્રણ વસ્તુ ભેગી કરવાથી મોક્ષમાર્ગ થાય છે?
(પપ) જીવ સંસારમાં કેમ રખડયો? (૬૨) આત્માને ઓળખે નહિ, પણ ચારિત્ર પાળે તો
(પ૬) સૌથી પહેલો ધર્મ ક્્યો? મોક્ષ થાય?
(પ૭) સૌથી મોટું પાપ શુંં? (૬૩) સાચું ચારિત્ર ને મુનિદશા કોને હોઈ શકે?
(પ૮) સમ્યગ્જ્ઞાન એટલે શું? (૬૪) જૈન કોને કહેવાય?
(પ૯) સમ્યગ્જ્ઞાનથી પોતાનો આત્મા કેવો સમજાય?
(૬૦) જેને સાચું ચારિત્ર હોય તેને શું કહેવાય?
(આ પ્રશ્નોના જવાબ પાઠ ૮ થી ૧પ સુધીમાં મળશે.)
માટુંગા (મુંબઈથી) થી કોલેજના અભ્યાસી ગીતાબેન તથા જયેશભાઈ લખે છે
કે ‘અમને ભાઈ–બહેનને આત્મધર્મના સવાલ–જવાબમાં ખૂબ રસ પડે છે. સ્વાધ્યાય
મંદિર જવું આત્મધર્મ વાંચવું તે તો અમારું હંમેશનું કાર્ય છે. બાલવિભાગમાં જોડાયા
પછી અમારા જીવનમાં ઘણું પરિવર્તન થઈ ગયું છે. મનોવતીની દર્શનકથા વાંચ્યા પછી
અમને પણ તેના જેવી પ્રતિજ્ઞા લઈને અમારું જીવન ધન્ય કરવાની આશા જાગી છે.
પ્રશ્ન:– વર્તમાનકાળમાં સર્વ પ્રથમ મોક્ષ જનાર કોણ? (જયશ્રીબેન–રાંચી)
ઉત્તર:– અનંતવીર્યસ્વામી (–ભરતચક્રવર્તીના એક ભાઈ.) તેમણે આ
અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં મોક્ષના દરવાજા ખોલ્યા. (જુઓ, “ભગવાન
ઋષભદેવ”પાનું ૧પ૯)
ઘાટકોપરમાં જિનમંદિરના શિલાન્યાસ પ્રસંગે ત્યાંની ઉત્સાહી દિ. જૈન
ભજનમંડળીએ પ્રસંગને લગતા ભજનો ગાયેલા, તે બાલવિભાગના સભ્ય શ્રી
રમેશભાઈએ મોકલ્યા છે; તેમાંથી એક ગીત અહીં આપ્યું છે:–
જિનાલય રૂડા બંધાશે...(ખમા મારા...એ રાગ)
એ...આજ દિવસ અનુપમ ઊગ્યો ને ધન્ય ધરતી આકાશ નાનું ગામ પવિત્ર
બન્યું, મુરત મંદિરના થાય. ધન્ય ધન્ય ઘાટકોપર ગામ, જિનાલય રૂડા બંધાશે, ધન્ય
ધન્ય ધરતી આકાશ, મંદિર રૂડા રચાશે.
પુન્ય અમારા આજ ફળ્‌યા રે,
મહાભાગ્યે અવસર આવ્યા. જિના૦....
નેમીનાથ પ્રભુજી અહીંયા બિરાજશે,
ભક્તોના થાશે ઉદ્ધાર. જિના૦......
આવી આતમની વાતુ જાણી લઈએ,
જાણીયે સમય કેરો સાર. જિના૦.......
કહાન ગુરુએ ધર્મધ્વજ ફરકાવી,
ખોલ્યા છે મોક્ષ કેરા માર્ગ જિના૦.......
સમયસારનો સાર બતાવી,
અસાર બતાવ્યો સંસાર. જિના૦......
સોનગઢને યાત્રા ધામ બનાવ્યું,
બોલો ભક્તો જય જય કાર. જિના૦........
દેવોના વૃંદો પુષ્પ વૃષ્ટી કરતાં,
“કમલ” હૈયું પુલકીત થાય. જિના૦.......

PDF/HTML Page 43 of 49
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
* ઉમરાળાના પ્રકાશ એમ. જૈન (સભ્ય નં ૨૯૩) મુંબઈથી લખે છે કે–ગુરુદેવ
અમારા ગામના છે તેથી અમે ગૌરવ અનુભવીએ છીએ અમે આખું આત્મધર્મ સારી
રીતે વાંચીએ છીએ, ને જ્ઞાન મેળવીએ છીએ. તેમાં જે પુનરાવર્તનરૂપ પરીક્ષા વિભાગ
શરૂ કર્યો તે ઘણું જ સારૂં કર્યું છે, તેથી અમારો રસ વધ્યો છે, ને આ યોજના બદલ ખૂબ
જ ધન્યવાદ! અમારી ભાવના છે કે આત્મધર્મ મહિનામાં એક વખત આવે છે તેને બદલે
બે વખત આવે. (ભાઈશ્રી, હજારો જિજ્ઞાસુઓ પણ તમારા જેવી જ ભાવના ધરાવે છે.)
* અમદાવાદ બાલવિભાગના પ્રતિનિધિ લખે છે કે–આત્મધર્મ અને તેમાં
પુનરાવર્તન રૂપ પરીક્ષાનો વિભાગ ઘરેઘરે નાના મોટાની વચ્ચે તત્ત્વચર્ચાનું સુંદર
વાતાવરણ જમાવે છે... આવી પ્રવૃત્તિનો વિકાસ થાય તેમ સૌ ઈચ્છે છે.
અમેરિકામાંથી કોઈ જીવો મોક્ષ પામ્યા હશે? હા, અનંતા જીવો ત્યાંથી મોક્ષ
પામ્યા છે. રશિયામાંથી? –હા, ત્યાંથી પણ અનંતા.
આખોય અઢીદ્વીપ તે સિદ્ધક્ષેત્ર છે, ને તેમાં દરેક સ્થાનેથી અનંતા જીવો મોક્ષ
પામ્યા છે. ભારત અમેરિકા કે વિદેહક્ષેત્ર વગેરે બધા દેશોનો સમાવેશ અઢીદ્વીપમાં થાય
છે. એટલે માત્ર ભારત નહિ, અમેરિકા ને આફ્રિકા, યુરોપ વગેરે પણ સિદ્ધભૂમિ છે.
ત્યાંથી પણ અનંતા જીવો સિદ્ધપદને પામ્યા છે.
* બગદાણા (તળાજા) થી સત્યદેવભાઈનો પત્ર છે, સાથે ગુરુદેવ પ્રત્યે અંજલિ
તેમજ દોહા વગેરે પણ લખી મોકલ્યા છે. તેઓ ૨૬ વર્ષના યુવાન, હરિજન–વણકર
જ્ઞાતિના બ્રાહ્મણ છે; સોનગઢ આવી ગુરુદેવની વાણી સાંભળીને તેમને થયું કે આવા
જૈનધર્મ સિવાય ક્યાંય ઉદ્ધાર નથી...અહો, ગુરુદેવ તો બતાવે છે કે ‘હું જિનવરનો
સન્તાન છું.’ તેમની સાથે બીજા ત્રીસેક મિત્રો (જેમાં હરિજનો ને કોળી ભાઈઓ પણ
છે–તેઓ) ભજનમંડળી નિમિત્તે ભેગા મળીને જૈનધર્મના અભ્યાસનો પ્રયાસ કરે છે.
ઉત્તમ જૈનસંસ્કારો પામીને તેઓ જીવનને ઉજ્જવળ કરે એમ ઈચ્છીએ છીએ. તેમના
લખાણનો યોગ્યભાગ ‘ઉપકાર–અંજલિ’ માં લઈશું.
* અમેરિકાથી શ્રી લીલાબેન શાહ તરફથી ગુરુદેવપ્રત્યેની ભક્તિભીની ઉપકાર–
અંજલિ આવી ગઈ છે. પરદેશમાં વસતા બધાય ભક્તો જરૂર અંજલિ લખી
મોકલે...અને, હે ભારતના ભક્તો! તમે હવે ક્યારે જાગશો?
* દેહ અને આત્મા તદ્ન ભિન્ન છે, તે આ દુનિયાસમક્ષ બતાવી ગુરુદેવે જ્ઞાનનો
મોટો મહાસાગર આપણી સમક્ષ રજુ કરેલ છે. આવા આત્માની ઓળખાણ કરી કરી
બીજી માતાને પેટ અવતાર ધારણ ન કરવો

PDF/HTML Page 44 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૪૧ :
પડે–એવી ભાવના ભાવીએ છીએ. (–રાજેન્દ્ર જૈન કલકત્તા સ. નં. ૧૧૮)
* બાલમિત્રોને ધન્યવાદ આપતાં જોરાવરનગરથી રજનીકાન્ત જૈન લખે છે કે
બાલમિત્રો તમે ઘણું જ સરસ લખો છો તેથી મને અને મારા મિત્રોને વાંચીને ખૂબ
આનંદ થાય છે. અને દુનિયામાં આત્મધર્મ તથા જૈનશાસન ગૂંજતું થાય તેવી ભાવના
ભાવું છું.
* કલ્પનાબેન જૈન લાઠી: પ્રભુના દર્શન કર્યા વગર તમે દૂધ પણ પીતા નથી,–તે
માટે ધન્યવાદ!
* ભરત જૈન (લાઠી) લખે છે: કે આત્મધર્મ આવતાંવેંત પ્રશ્નોનો ઉત્તર
શોધવામાં લાગી જઈએ છીએ. આત્મધર્મ માટે ખૂબ રાહ જોઈએ છીએ. મહિનો પૂરો
થતાં ઘણીવાર લાગે છે, તેથી જો પાક્ષિક આવે તો સારૂં.
* આકોલાના ભાઈ–બેનો લખે છે કે : જૈનબાળપોથીનો અભ્યાસ કરાવીને
પરીક્ષા લેવાનો આપનો આ કાર્યક્રમ બહુ ઉત્તમ અને આદર્શ ભાવના જગાડનાર છે.
અમારા જેવા હજારો બાળકોને ઘરે બેઠા ઉત્તમ અભ્યાસની તક પ્રાપ્ત થઈ છે. (બીજા
પણ અનેક બાળકોના આવા ઉત્સાહ ભર્યા પત્રો આવ્યા છે.)
* મોશી (આફ્રિકા) થી રણમલભાઈ ‘આત્મવૈભવ’ વાંચીને લખે છે કે ગુરુદેવ
પાસે જ્ઞાનનું ખજાનું ભરેલું છે, તે ખોલીને ખૂબ ઉપકાર કરી રહ્યા છે. અધ્યાત્મરસનું
પાન કરાવીને ગુરુદેવ આનંદ કરાવે છે.
* પુનરાવર્તનરૂપ પરીક્ષામાં કેટલાય જિજ્ઞાસુઓ હોંશથી ભાગ લઈ રહ્યા છે, ને
આ વિભાગ માટે હાર્દિક પ્રસન્નતા વ્યક્ત કરી છે. સ્થળસંકોચને કારણે બધાના પત્રો
અહીં આપેલ નથી.
* “અહાહા, જ્ઞાનીઓએ શું આત્માનું વર્ણન કર્યું છે!–અને જાતે અનુભવ્યો છે.
કેવો છે તે આત્મા? સહજ સ્વભાવ સહજ આનંદી, અને એની ૪૭ શક્તિઓની છોળો
જ્ઞાનમાં ઊડે તેવી છે. અહા! આત્માના એકેક ગુણની શી વાત લખવી! પૂ. ગુરુદેવે
પંચમકાળમાં મેહુલા વરસાવ્યા છે. તારી આત્મલક્ષ્મીના આત્મવૈભવના ગાણાં ગવાય છે,
ત્યારે નહિ સહજ તો પછી ક્્યારે સમજીશ?
–સ્વ. જયંતિલાલ જગજીવન (સુરેન્દ્રનગર) ના પત્રમાંથી.
* ‘અમે અમદાવાદી અલબેલા’ ના ધાર્મિક ગીત સાથે સ. નં. ૧૦૦ લખે છે કે
“અમારા સ્નેહી સમાન આત્મધર્મ મળ્‌યું. આ વખતનું આત્મધર્મ ઘણું રસપ્રદ લાગ્યું અને
તેમાં પરીક્ષાની યોજના બહુ ગમી.” (અંજલિના રંગબેરંગી બધા લખાણો મળ્‌યા છે.)
* શું પરજીવની દયાનો ભાવ તે મિથ્યાત્વ છે? –ના. તો શું પરજીવની દયાનો
ભાવ તે ધર્મ છે? જી ના! –जयजिनेन्द्र

PDF/HTML Page 45 of 49
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
યાદ આવે છે પાંડવભગવંતોની ધીરતા
હમણાં માગસર વદ ૧૪ ના રોજ પાલીતાણા શત્રુંજય–તળેટીમાં બંધાતા શ્વે.
જિનાલયના બાંધકામમાં અકસ્માત થતાં સેંકડો માણસો ઘવાયા, કેટલાક માણસો,
બાળકો–યુવાનો–વૃદ્ધો મરણ પામ્યા; સૌરાષ્ટ્રમાં ને દેશભરમાં હજારો–લાખો લોકોમાં
કરુણ–હાહાકાર છવાયો...લોકોએ પોતાથી બનતી સેવાઓ કરી, આશ્વાસન આપ્યાં.
આર્ય માણસોને કરુણા આવે ને વૈરાગ્ય જાગે એવી કરુણ ઘટના બની ગઈ.
આના કરતાંય ઘણાય ગંભીર બનાવો ક્યાંક ધરતીકંપથી, તો ક્યાંક પૂર
હોનારતથી તાજેતરમાં જ બન્યા હતા, ને દુનિયામાં સદાય એવા પ્રસંગો બન્યા કરે
છે; કેમકે સંયોગો તો ક્ષણભંગુર જ છે. અને એવા ક્ષણભંગુરતાના પ્રસંગો બનતાં
લોકોમાં તત્કાળપૂરતી લાગણીનાં પૂર ઉભરાય છે, ને થોડાદિવસમાં પાછા શમી જાય
છે. પાલીતાણા–હોનારતમાં ઊભરાયેલા કરુણ–લાગણીનાં પૂર પણ અત્યારે શમી
ગયા. ક્ષણિક કરુણા કે આઘાતની લાગણીથી આગળ વધીને વિચારણા ભાગ્યે જ
કોઈ કરતું હશે! જ્ઞાનીઓએ આખી વસ્તુસ્થિતિ કોઈ જુદી જ બતાવી છે.
ભાઈ, દુઃખ મરણનું નથી, દુઃખ મોહનું છે. આ તે જ શત્રુંજય–પર્વત છે કે
જેના ‘શિખર’ પર આજથી ૮૪૦૦૦ વર્ષ પહેલાં પાંડવમુનિરાજો, દેહ તો અગ્નિમાં
સળગતો હોવા છતાં તે જ વખતે ચૈતન્યની શાંતિમાં લીનતાપૂર્વક દેહ છોડીને
મોક્ષમાં સીધાવ્યા...મોહશત્રુને જીતીને સિદ્ધપદ સાધી લીધું. અને આજે પણ એ જ
શત્રુંજય પર્વત છે કે જેની ‘તળેટીમાં’ અનેક મનુષ્યોએ મોહથી દુઃખમાં રીબાઈ–
રીબાઈને પ્રાણ છોડ્યા. શત્રુંજય ઉપર પ્રાણ તો બંનેના છૂટ્યા, પણ પહેલાંએ
(પાંડવ ભગવંતોએ) તો દેહથી ભિન્ન ચૈતન્યની એવી આરાધનાપૂર્વક દેહ છોડ્યો
કે ભવથી તરીને આ શત્રુંજયને પણ તીર્થ બનાવ્યું, અને આજે હજારો વર્ષે પણ
તેમની એ આરાધનાને યાદ કરીને આપણે આ પર્વતને તીર્થ તરીકે પૂજીએ છીએ.
જ્યારે બીજા જીવો એવું ન કરી શક્યા ને મોહથી–દુઃખથી પ્રાણ છોડ્યા, તો તે
ઘટનાને ગોઝારીઘટના ગણીએ છીએ. આ રીતે જીવોના અંતરના પરિણામ અનુસાર
જગતની એક જ પ્રકારની ઘટનાઓમાં પણ કેવું મહાન અંતર પડી જાય છે! તેનો
વિચારી કરીએ તો એ મોહશત્રુને જીતનારા વીતરાગી પાંડવમુનિભગવંતોના
જીવનનો આદર્શ આપણને પણ તેવી આરાધના પ્રત્યે ઊર્મિ જગાડે છે. બાકી તો
એકલી કરુણાની ઊર્મિઓ લોકોમાં સૌને આવે જ છે. ‘શત્રુંજય’ તો આપણને
સ્થિરતા–એકાગ્રતા ને વીરતાનો કોઈ લોકોત્તર સન્દેશ આપે છે.

PDF/HTML Page 46 of 49
single page version

background image
: ૪૩ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
શત્રુંજય–સન્દેશ
યુદ્ધની વચ્ચે પણ જે સ્થિર રહે તે યુધિસ્થિર.
અનેકવિધ સંયોગ–વિયોગ, તથા પરભાવો તે રૂપ જે યુદ્ધ, તેની વચ્ચે
પણ પોતાના જ્ઞાનને જે સ્થિર રાખે છે, પરભાવોથી જરાપણ ચલિત
થતો નથી, એવો યુધિસ્થિર સ્થિરઉપયોગવડે શત્રુઓનો જય કરીને
સિદ્ધપદ પામે છે. આવા “યુદ્ધિ–સ્થિર” બનવાનો સન્દેશ આ સિદ્ધક્ષેત્ર
આપે છે.
ભીમ એટલે પરાક્રમી!–જે કોઈથી ડરે નહિ, જેને કોઈ જીતી શકે નહિ, રાક્ષસોનો
જે નાશ કરે...તેમ પ્રતિકૂળતાના ગંજ વચ્ચે પણ નીડરપણે પોતાના
આત્મવીર્યરૂપ પરાક્રમ વડે જે મોહાદિ–ક્રોધાદિ રાક્ષસોને જીતી લ્યે છે, તે
ભીમ મોક્ષ પામે છે ને આ તેમની મોક્ષભૂમિ એવો સન્દેશ આપે છે કે હે
જીવ! તું પણ ભીમની જેમ નીડર અને પરાક્રમી થઈને ગમે તે
પરિસ્થિતિમાં આત્માને સાધજે.
અર્જુન...તે એવો બાણાવળી કે જેનું લક્ષ કદી ખાલી ન જાય, પોતાના લક્ષ્ય પ્રત્યે
જ લક્ષને એકત્વ કરીને તેને સાધે...આ રીતે અંદર ચૈતન્યને જ લક્ષ્ય
બનાવીને, બીજે બધેથી લક્ષ હઠાવીને તે લક્ષ્યમાં જ લક્ષને એકાગ્ર કર્યું,
ને સિદ્ધપદ સાધ્યું...તે લક્ષ્યવેધી અર્જુનભગવાનનો એવો સન્દેશ આ
સિદ્ધક્ષેત્ર સંભળાવે છે કે તારા ઈષ્ટની સિદ્ધિને માટે જગતને ભૂલીને–
સંયોગથી લક્ષ હઠાવીને, ચૈતન્યસ્વભાવરૂપ એક લક્ષ્યમાં જ લક્ષને
એકાગ્ર કરીને ધ્યાનરૂપી તીર ચલાવતાં તને તારું ઈષ્ટ એવું સિદ્ધપદ પ્રાપ્ત
થશે...ને તારા શત્રુઓ જીતાઈ જશે. આ છે શત્રુંજયસન્દેશ?
બીજા બે ભાઈ સહદેવ અને નકુલ...તેઓ મોક્ષ ન પામતાં સ્વર્ગમાં ગયા કેમકે
‘પોતાના ભાઈઓનું શું થતું હશે!’ એવી ચિન્તામાં તેઓ રોકાઈ ગયા...ને લક્ષની
એકાગ્રતા ચુકી ગયા...તેઓ એવો સન્દેશ આપે છે કે હે જીવો! પારકી ચિન્તામાં રોકાશો
નહિ.. સ્વલક્ષને જ સાધવામાં ‘સ્થિર’ રહીને ‘પરાક્રમ’ વડે તે લક્ષમાં ઉપયોગને
‘એકાગ્ર’ કરજો. આ રીતે યુધિષ્ઠિર–ભીમ ને અર્જુન શત્રુંજયના શિખર પરથી સ્થિરતા–
વીરતા ને એકાગ્રતાનો સન્દેશ આપે છે.

PDF/HTML Page 47 of 49
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
વૈરાગ્ય સમાચાર
* સોનગઢમાં માગશર સુદ પાંચમ ને રવિવારની વહેલી સવારમાં ગોંડલવાળા
ભાઈશ્રી વછરાજ ગુલાબચંદ એકાએક હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા. તેઓ ગોંડલ
મુમુક્ષુમંડળના આગેવાન હતા ને લગભગ ૪૮ વર્ષથી પૂ. ગુરુદેવના સમાગમમાં આવ્યા હતા.
છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ સોનગઢમાં જ મકાન બંધાવીને કાયમ ગુરુદેવના સત્સંગનો
લાભ લેતા હતા. ૮૧ વર્ષ જેટલી વયોવૃદ્ધ ઉંમર છતાં સવારના પાંચથી રાતના નવ વાગ્યા
સુધીના બધા કાર્યક્રમોમાં નિયમિત ભાગ લેતા હતા. છેલ્લા શનિવારની રાત્રે પણ તેઓ
તત્ત્વચર્ચામાં આવ્યા હતા, ને તે જ રાત્રે સ્વર્ગવાસ પામી ગયા. તેઓ ભદ્રિક હતા ને
નિવૃત્તિથી ખૂબ શાસ્ત્રસ્વાધ્યાય કરતા. દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ આત્મહિત સાધે એ જ
ભાવના.
(રે! સંસાર તો આવો છે–કે જેમાં રાત્રે સૂતેલો સવારે જાગશે કે કેમ?–તે પણ નિશ્ચિત
નથી,–એવું ક્ષણભંગુર આ મનુષ્યજીવન...તેમાં આત્મહિત માટે સદૈવ જીવે જાગૃત રહેવા જેવું
છે...જેથી, મરણ આવે તોપણ આરાધના ‘અમર’ રહે.)
* સુરતવાળા ફાવાભાઈ (ધીરજલાલ હરજીવન) ના ધર્મપત્ની દૂધીબેન માગશર સુદ પ
ના રોજ રાત્રે સોનગઢ મુકામે સ્વર્ગવાસ પામી ગયા. તેઓ ઘણા વખતથી સોનગઢ રહીને
ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા. સ્વર્ગવાસની એકાદ કલાક પહેલાં જ ગુરુદેવ દર્શન દેવા
પધાર્યા ત્યારે તેમણે ઉત્સાહ અને ભક્તિ વ્યક્ત કર્યા હતા. અંતિમ ઘડીએ પોતાની કંઈક ઈચ્છા
વ્યક્ત કરવા પાટી–પેન લઈને લખવાની ચેષ્ટા કરી હતી, પણ બરાબર લખી શક્્યા ન હતા.
તેમનો આત્મા દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
* મનસુખલાલ શાંતિલાલ ઝોબાલીઆના ધર્મપત્ની લીલાવતીબેન તા. ૭–૧૨–૬૮
ના રોજ...શાંતાક્રુઝમાં સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લે સુધી તેમણે વાંચન–શ્રવણ કરેલ. દેવગુરુના
શરણે તેઓ આત્મહિત પામો.
* જામનગરના પારેખ રતિલાલ નેમચંદ માગશર વદ ત્રીજના રોજ જામનગર મુકામે
હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા છે. તે દિવસની સાંજ સુધી તેમના ધર્મપત્ની ગંગાબેન પાસે તેમણે
સમયસાર વગેરેની સ્વાધ્યાય સાંભળી હતી. જામનગર મુમુક્ષુમંડળમાં અને જિનમંદિર સંબંધી
કાર્યોમાં તેમનો ઉત્સાહભર્યો સહકાર હતો. તેઓ ભદ્રિક હતા અને અવારનવાર સોનગઢ આવીને
લાભ લેતા હતા. આ વૈરાગ્યપ્રસંગે શ્રી ગંગાબેને વૈરાગ્ય વિચારોના બળે ધૈર્ય રાખેલ છે.
સ્વર્ગસ્થ આત્મા દેવગુરુધર્મના શરણે આત્મહિત પામો.
* લાઠીના જયંતિલાલ મણિલાલ ભાયાણીના માતુશ્રી સમજુબેન તા. ૨૬–૧૧–૬૮
ની રાત્રે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ આત્મશાંતિ પામો.
* લીંબડીના શેઠ ખીમચંદ બાલચંદના ધર્મપત્ની સકરીબેન માગશર સુદ એકમના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવતા, ને અંત સુધી
‘અપૂર્વઅવસર’ વગેરે સાંભળ્‌યું હતું. તેઓ આત્મશાંતિ પામો.

PDF/HTML Page 48 of 49
single page version

background image
જયપુરની પ્રસિદ્ધ ચોવીસી (‘वीरवाणी’ ના સૌજન્યથી)
પ્રેમથી બોલાવે છે કે–વહાલા બંધુઓ, * (ટાઈટલ પાનું બીજેથી ચાલુ)
–મહાન આદર્શરૂપ એવો આ જૈનધર્મ એ તમારો જ ધર્મ છે, ને તમારે જ તેને
શોભાવવાનો છે. આત્મધર્મ તે બાળકોને સંસ્કારહીન કહીને ઉતારી નથી પાડતું, પણ
‘તમે તો જિનવરના સન્તાન છો’ એમ કહીને તેમને કર્તવ્યનું ભાન કરાવે છે, ને
ધાર્મિકસંસ્કારો પ્રત્યે ઉત્સાહિત કરે છે...
આશા છે કે આપણા પત્રકારબંધુઓ આ પરિસ્થિતિનો વિચાર કરીને, પોતાના
પત્રોનાં પાનાં એવી સામગ્રીથી ભરશે કે જેથી યુવાનોને–બાળકોને સૌને ઉચ્ચ ધાર્મિક
પ્રેરણાઓ મળે ને તેમાં ખૂબજ રસપૂર્વક ઉત્સાહથી તેઓ ભાગ લ્યે.
આપણા યુવાનોના હૃદયમાં ધર્મ પ્રત્યે ઊંચી લાગણી અને થનગણાટ તો ભરેલા
છે જ, માત્ર જરૂર છે તેમને સાચી દોરવણી આપવાની.–તેમને સાચી દોરવણી અને
પ્રોત્સાહન આપવાથી જૈનશાસનના પવિત્ર ધ્વજને તેઓ વિશ્વગગનમાં ઊંચે ઊંચે
ફરકાવશે. जयजिनेन्द्र

PDF/HTML Page 49 of 49
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મ ધર્મ”Regd. No. G.182










પાંચ વર્ષ પહેલાં (સં. ૨૦૨૦ માં) પૂ. ગુરુદેવ દક્ષિણપ્રાંતમાં પોન્નૂર, કુંદાદ્રિ,
શ્રવણબેલગોલ, વગેરે તીર્થધામોની યાત્રાએ પધાર્યા, ત્યારે વચ્ચે વેણુર ગામે ૩પ ફૂટ
ઊંચી બાહુબલી સ્વામીની પ્રતિમાના દર્શને પધારેલા; તે વખતે હાથીનું આ બચુલિયું
ગુરુદેવના સ્વાગતની ચેષ્ટા કરી રહ્યું છે.




આ હાથી તમને એક સરસ મજાનો મંત્ર કહે છે. શું તમે તેની ભાષા નથી સમજી
શકતા? (તમને એ મંત્ર આવડે છે, તમે દરરોજ બોલો છો, છતાં નથી સમજી શકતા?)
તો, આ હાથીને અરીસામાં મોઢું દેખાડો એટલે તે તમારી ભાષામાં સરસ મજાનો મંત્ર
કહેશે, ને તમે પણ તરત તે સમજીને ખુશી થશો.
_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨પ૦૦)