Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 49
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
અહીં રજુ કરેલા દશ પ્રશ્નોના જવાબ આત્મધર્મના ગતાંકમાં
(અંક ૩૦૨ માં સમાયેલા છે...તે શોધી કાઢો)
(૧) ‘આત્મરસ’ માં શું–શું સમાય છે?
(૨) આત્માનો તારણહાર કોણ?–તેનું દ્રષ્ટાંત શું?
(૩) તીર્થંકરોનો માર્ગ બતાવનારી ત્રણ ગાથા ગુરુદેવને અત્યંત પ્રિય છે, તે કઈ?
(૪) આપણને કોના જેવા થવાનું ગમે?
(પ) સાચું
णमो अरिहंताणं કરવું હોય તો આપણે શું કરવું જોઈએ?
(૬) માતા બાળકને શિખામણ આપે છે, તેમાં સૌથી પહેલી વાત શું કહે છે?
(૭) ઉમરાળાનગરીના ઉજમબા–સ્વાધ્યાય ગૃહની દીવાલ પર શું લખ્યું છે?
(૮) મોક્ષને માટે એક મહાન રાજાની સેવા કરવાનું કહ્યું છે, તે ક્યા રાજા?
(૯) એક છોકરાને સીનેમા જોવા જવું હતું પણ તે ન ગયો,–શા માટે?
(૧૦) ગતાંકના એક ભાવવાહી ચિત્રમાં ચારગતિનાં દુઃખથી છૂટીને મોક્ષસુખ
પ્રાપ્ત કરવાનો માર્ગ, એક મુનિરાજ દેખાડી રહ્યા છે...અને તે મોક્ષના માર્ગમાં બીજા
મુનિઓ જઈ રહ્યા છે. તો તે ચિત્રમાં બધા મળીને કેટલા મુનિ છે?
ગતાંકના પાંચ પ્રશ્નોના ઉત્તર
(૧) જગતમાં આરાધક જીવો ઝાઝા કે આરાધ્ય જીવો ઝાઝા?
આરાધ્ય જીવો ઝાઝા, કેમકે જગતમાં આરાધક જીવો તો અસંખ્યાતા છે, ને
આરાધ્ય એવા સિદ્ધપદ પામેલા જીવો અનંત છે; એટલે આરાધક કરતાં આરાધ્ય
જીવોની સંખ્યા અનંતગુણી છે.
(૨) પંચપરમેષ્ઠીમાં સૌથી ઝાઝી સંખ્યા કોની?
પંચપરમેષ્ઠીમાં સિદ્ધ ભગવંતો સૌથી વધુ છે. સિદ્ધ ભગવંતો અનંતા છે. અરિહંત
ભગવંતો (સંયોગકેવળી જિન) સંખ્યાતા (આઠ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો બે)

PDF/HTML Page 22 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
છે. આચાર્ય–ઉપાધ્યાય–સાધુ ત્રણે થઈને નવ કરોડમાં થોડા ઓછા છે.
(પાંચમા અને ચોથા ગુણસ્થાનવાળા જીવો અસંખ્યાત છે)
(૩) જગતમાં ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ જીવો કેટલા?–અનંતા.
(૪) સમયસારમાં અધિકાર કેટલા? તેનાં નામ?
સમયસારમાં નવ અધિકાર, તેનાં નામ–(૧) જીવ–અજીવઅધિકાર (૨)
કર્તાકર્મ (૩) પુણ્ય–પાપ (૪) આસ્રવ (પ) સંવર (૬) નિર્જરા (૭)
બંધ (૮) મોક્ષ અને (૯) સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર. (કુલ ગાથા
૪૧પ)
ભગવાનની કથા
પ્રશ્ન:– જૈનકથાનુયોગમાં (પ્રથમાનુયોગમાં) આત્માના અનુભવની વાત
હોય? (સ. નં. ૨૨૨૨)
ઉત્તર:– હા, જૈનકથાઓમાં પણ તીર્થંકરાદિ મહાપુરુષોના અનેક ભવનું
વર્ણન હોય છે તેમાં, તે આત્માઓ જ્ઞાન પામ્યા પહેલાં કેવા હતા, પછી કોના
ઉપદેશથી કેવા પ્રકારે આત્મજ્ઞાન પામ્યા, ને પછી આત્મિક વિકાસ કરીને કઈ
રીતે પરમાત્મા થયા–તે બધાનું અદ્ભુત વર્ણન હોય છે–કે જે આપણને તેવા
જ્ઞાનની પ્રેરણા આપે છે. બીજું, એ લક્ષમાં રાખવું કે જૈનધર્મના કથાનુયોગમાં
બીજા ત્રણ (દ્રવ્યાનુયોગ વગેરે) અનુયોગોનું કથન પણ ગર્ભિતપણે સમાયેલું
જ હોય છે. આત્માની સાધના કરનારા જીવોનું ઉદાહરણ આપીને કથાનુયોગ તે
વાત આપણને સમજાવે છે. ભગવાને કેવો ઉપદેશ આપ્યો, અનેક જીવો
સમ્યગ્દર્શનાદિ કઈ રીતે પામ્યા, કેવા કેવા પ્રસંગોમાં વૈરાગ્ય પામી જીવો મુનિ
થયા, ને કેવી રીતે કેવળજ્ઞાન પ્રગટ કર્યું–એ બધાનું વર્ણન કથાનુયોગમાં ભર્યું
છે. જૈનધર્મની કથા એ તો ભગવાનની કથા છે ને! એ તો આત્માને ભગવાન
થવાનો ઉપદેશ આપે છે.

PDF/HTML Page 23 of 49
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
સમ્યગ્દર્શન માટે પ્રાપ્ત
થયેલો સોનેરી અવસર
(મોહના ક્ષયનો અમોઘ ઉપાય)
અહા, જે ઉપાય ઉલ્લાસથી સાંભળતાં પણ મોહબંધન
ઢીલા પડવા માંડે....અને જેનું ઊંડું અંતર્મંથન કરતાં
ક્ષણવારમાં મોહ ક્ષય પામે એવો અમોઘ ઉપાય સન્તોએ
દર્શાવ્યો છે. જગતમાં ઘણો જ વિરલ ને ઘણો જ દુર્લભ એવો
જે સમ્યક્ત્વાદિનો માર્ગ, તે આ કાળે સન્તોના પ્રતાપે સુગમ
બન્યો છે...એ ખરેખર મુમુક્ષુ જીવોના કોઈ મહાન સદ્ભાગ્ય
છે. આવો અલભ્ય અવસર પામીને સંતોની છાયામાં બીજું
બધું ભૂલીને આપણે આપણા આત્મહિતના પ્રયત્નમાં
કટિબદ્ધ થઈએ.
સ્વભાવની સન્મુખતા વડે રાગ–દ્વેષ–મોહનો ક્ષય કરીને જેઓ સર્વજ્ઞ
અરિહંત પરમાત્મા થયા, તેમણે ઉપદેશેલો મોહના નાશનો ઉપાય શું છે? તે
અહીં આચાર્યદેવ બતાવે છે. પહેલાં એમ બતાવ્યું કે ભગવાન અર્હંતદેવનો
આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેથી શુદ્ધ છે, એમના આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–
પર્યાયને ઓળખીને, પોતાના આત્માને તેની સાથે મેળવતાં, જ્ઞાન અને રાગનું
ભેદજ્ઞાન થઈને, સ્વભાવ અને પરભાવનું પૃથક્કરણ થઈને, જ્ઞાનનો ઉપયોગ
અંતરસ્વભાવમાં વળે છે, ત્યાં એકાગ્ર થતાં ગુણ–પર્યાયના ભેદનો આશ્રય પણ
છૂટી જાય છે, ને ગુણભેદનો વિકલ્પ છૂટીને, પર્યાય શુદ્ધાત્મામાં અંતર્લીન થતાં
મોહનો ક્ષય થાય છે.
એ રીતે ભગવાન અર્હંતના જ્ઞાનદ્વારા મોહના નાશનો ઉપાય બતાવ્યો; હવે
એ જ વાત બીજા પ્રકારે બતાવે છે–તેમાં ભગવાને કહેલા શાસ્ત્રના જ્ઞાનદ્વારા
મોહના નાશની રીત બતાવે છે: પ્રથમ તો જેણે પ્રથમ ભૂમિકામાં ગમન કર્યું છે એવા
જીવની વાત છે. સર્વજ્ઞભગવાન કેવા હોય? મારો આત્મા કેવો છે? મારા આત્માનું
સ્વરૂપ સમજીને મારે

PDF/HTML Page 24 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
મારું હિત કરવું છે–એવું જેને લક્ષ હોય તે જીવ મોહના નાશને માટે શાસ્ત્રનો
અભ્યાસ ક્યા પ્રકારે કરે? તે બતાવે છે. તે જીવ સર્વજ્ઞોપજ્ઞ એવા દ્રવ્યશ્રુતને પ્રાપ્ત
કરીને, એટલે કે ભગવાનના કહેલા સાચા આગમ કેવા હોય તેનો નિર્ણય કરીને,
પછી તેમાં જ ક્રીડા કરે છે...એટલે આગમમાં ભગવાને શું કહ્યું છે–તેના નિર્ણય માટે
સતત અંતરમંથન કરે છે. દ્રવ્યશ્રુતના વાચ્યરૂપ શુદ્ધઆત્મા કેવો છે તેનું ચિંતન–
મનન કરવું–એનું જ નામ દ્રવ્યશ્રુતમાં ક્રીડા છે.
દ્રવ્યશ્રુતના રહસ્યના ઊંડા વિચારમાં ઊતરે ત્યાં મુમુક્ષુને એમ થાય કે
આહા! આમાં આવી ગંભીરતા છે!! રાજા પગ ધોતો હોય ને જે મજા આવે–તેના
કરતાં શ્રુતના સૂક્ષ્મ રહસ્યોના ઉકેલમાં જે મજા આવે–તે તો જગતથી જુદી જાતની
છે. શ્રુતના રહસ્યના ચિંતનનો રસ વધતાં જગતના વિષયોનો રસ ઊડી જાય છે.
અહો, શ્રુતજ્ઞાનના અર્થના ચિંતનવડે મોહની ગાંઠ તૂટી જાય છે. શ્રુતનું રહસ્ય જ્યાં
ખ્યાલમાં આવ્યું કે અહો, આ તો ચિદાનંદસ્વભાવમાં સ્વસન્મુખતા કરાવે છે...
વાહ!
ભગવાનની વાણી! વાહ. દિગંબર સંતો! –એ તો જાણે ઉપરથી સિદ્ધભગવાન
ઊતર્યા! અહા ભાવલિંગી દિગંબર સંતમુનિઓ!–એ તો આપણા પરમેશ્વર છે, એ
તો ભગવાન છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય, પૂજ્યપાદસ્વામી, ધરસેનસ્વામી,
વીરસેનસ્વામી, જિનસેનસ્વામી, નેમિચંદ્રસિદ્ધાંતચક્રવર્તી, સમન્તભદ્રસ્વામી,
અમૃતચંદ્રસ્વામી, પદ્મપ્રભસ્વામી, અકલંકસ્વામી, વિદ્યાનંદસ્વામી, ઉમાસ્વામી,
કાર્તિકેયસ્વામી એ બધાય સન્તોએ અલૌકિક કામ કર્યા છે. શુદ્ધ આત્માના પ્રચુર
સ્વસંવેદનપૂર્વક તેમની વાણી નીકળી છે.
અહા! સર્વજ્ઞની વાણી અને સન્તોની વાણી ચૈતન્યશક્તિનાં રહસ્યો
ખોલીને આત્મસ્વભાવની સન્મુખતા કરાવે છે. એવી વાણીને ઓળખીને તેમાં ક્રીડા
કરતાં, તેનું ચિંતન–મનન કરતાં જ્ઞાનના વિશિષ્ટ સંસ્કાર વડે આનંદની સ્ફુરણા
થાય છે, આનંદના ફૂવારા ફૂટે છે, આનંદના ઝરા ઝરે છે. જુઓ, આ શ્રુતજ્ઞાનની
ક્રીડાનો લોકોત્તર આનંદ! હજી શ્રુતનો પણ જેને નિર્ણય ન હોય તે શેમાં ક્રીડા
કરશે? અહીં તો જેણે પ્રથમ ભૂમિકામાં ગમન કર્યું છે એટલે કે દેવ–ગુરુ–શાસ્ત્ર કેવા
હોય તેની કંઈક ઓળખાણ કરી છે તે જીવ કઈ રીતે આગળ વધે છે ને કઈ રીતે
મોહનો નાશ કરીને સમ્યક્ત્વ પ્રગટ કરે છે–તેની આ વાત છે. દ્રવ્યશ્રુતમાં ભગવાને
એવી વાત કરી છે કે જેના અભ્યાસથી આનંદના ફૂવારા છૂટે! ભગવાન આત્મામાં
આનંદનું સરોવર ભર્યું છે, તેની

PDF/HTML Page 25 of 49
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
સન્મુખતાના અભ્યાસથી એકાગ્રતા વડે આનંદના ફૂવારા ફૂટે છે. અનુભૂતિમાં આનંદના
ઝરા ચૈતન્યસરોવરમાંથી વહે છે.
આચાર્યદેવે કહ્યું હતું કે હે ભવ્ય શ્રોતા! તું અમારા નિજવૈભવ–સ્વાનુભવની આ
વાતને તારા સ્વસંવેદનપ્રત્યક્ષથી પ્રમાણ કરજે. એકત્વસ્વભાવનો અભ્યાસ કરતાં
અંતરમાં સ્વસન્મુખ સ્વસંવેદન જાગ્યું ત્યારે તે જીવ દ્રવ્યશ્રુતના રહસ્યને પામ્યો. જ્યાં
એવું રહસ્ય પામ્યો ત્યાં અંતરની અનુભૂતિમાં આનંદના ઝરણાં ઝરવા માંડયા...શાસ્ત્રના
અભ્યાસથી, તેના સંસ્કારથી વિશિષ્ટ સ્વસંવેદન શક્તિરૂપ સંપદા પ્રગટ કરીને, આનંદના
ફૂવારા સહિત પ્રત્યક્ષાદિ પ્રમાણથી યથાર્થ વસ્તુસ્વરૂપ જાણતાં મોહનો ક્ષય થાય છે.
અહો, મોહના નાશનો અમોઘ ઉપાય–કદી નિષ્ફળ ન જાય એવો અફર ઉપાય સંતોએ
પ્રસિદ્ધ કર્યો છે.
વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે–તેનું અંતર્લક્ષ કરવું તેનું નામ ભાવશ્રુતનું
લક્ષ છે. રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ કરતાં ભાવશ્રુત ખીલે છે, ને તે ભાવશ્રુતમાં
આનંદના ફૂવારા છે. પ્રત્યક્ષ સહિત પરોક્ષ પ્રમાણ હોય તો તે પણ આત્માને યથાર્થ જાણે
છે. પ્રત્યક્ષની અપેક્ષા વગરનું એકલું પરોક્ષજ્ઞાન તો પરાલંબી છે. તે આત્માનું યથાર્થ
સંવેદન કરી શકતું નથી. આત્મા તરફ ઝૂકીને પ્રત્યક્ષ થયેલું જ્ઞાન, અને તેની સાથે
અવિરુદ્ધ એવું પરોક્ષપ્રમાણ, તેનાથી આત્માને જાણતાં અંદરથી આનંદનાં ઝરણાં વહે
છે.–આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ને મોહનો નાશ કરવાનો અમોઘ ઉપાય છે.
અરિહંતભગવાનના આત્માને જાણીને, તેવું જ પોતાના આત્માનું સ્વરૂપ
ઓળખતાં, જ્ઞાનપર્યાય અંતર્લીન થઈને સમ્યગ્દર્શન થાય છે ને મોહનો ક્ષય થાય
છે....પછી તેમાં જ લીન થતાં પૂર્ણ શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે ને સર્વ મોહનો નાશ થાય
છે. બધાય તીર્થંકર ભગવંતો અને મુનિવરો આ જ એક ઉપાયથી મોહનો નાશ કરીને
મુક્તિ પામ્યા...ને તેમની વાણીદ્વારા જગતને પણ આ એક જ માર્ગ ઉપદેશ્યો. આ એક
જ માર્ગ છે ને બીજો માર્ગ નથી–એમ પહેલાં કહ્યું હતું; ને અહીં ગાથા ૮૬ માં કહ્યું કે
સમ્યક્પ્રકારે શ્રુતના અભ્યાસથી, તેમાં ક્રીડા કરતાં તેના સંસ્કારથી વિશિષ્ટ
જ્ઞાનસંવેદનની શક્તિરૂપ સંપદા પ્રગટ કરતાં, આનંદના ઉદ્ભેદ સહિત ભાવશ્રુતજ્ઞાન વડે
વસ્તુસ્વરૂપ જાણતાં મોહનો નાશ થાય છે. આ રીતે ભાવજ્ઞાનના અવલંબનવડે દ્રઢ
પરિણામથી દ્રવ્યશ્રુતનો સમ્યક્ અભ્યાસ તે મોહક્ષયનો ઉપાય છે.–આથી એમ ન
સમજવું કે પહેલાં કહ્યો હતો તે ઉપાય અને અહીં કહ્યો તે ઉપાય જુદા પ્રકારનો છે; કાંઈ
જુદા જુદા બે

PDF/HTML Page 26 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
ઉપાય નથી. એક જ પ્રકારનો ઉપાય છે. તે જુદી જુદી શૈલીથી સમજાવ્યો છે.
અરિહંતદેવનું સ્વરૂપ ઓળખવા જાય તો તેમાં આગમનો અભ્યાસ આવી જ જાય
છે, કેમકે આગમ વગર અરિહંતનું સ્વરૂપ ક્યાંથી જાણશે? અને સમ્યક્ દ્રવ્યશ્રુતનો
અભ્યાસ કરવામાં પણ સર્વજ્ઞની ઓળખાણ ભેગી આવે જ છે કેમકે આગમના મૂળ
પ્રણેતા તો સર્વજ્ઞ અરિહંતદેવ છે, તેમની ઓળખાણ વિના આગમની ઓળખાણ
થાય નહિ.
હવે એ રીતે અરિહંતની ઓળખાણ વડે, કે આગમના સમ્યક્ અભ્યાસ વડે,
જ્યારે સ્વસન્મુખજ્ઞાનથી આત્માના સ્વરૂપનો નિર્ણય કરે ત્યારે જ મોહનો નાશ થાય છે.
એટલે બંને શૈલીમાં મોહના નાશનો મૂળ ઉપાય તો આ જ છે કે શુદ્ધ ચેતનથી વ્યાપ્ત
એવા દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ શુદ્ધ આત્મામાં સ્વસન્મુખ થવું. અહીં એકલા શાસ્ત્રના
અભ્યાસની વાત નથી કરી, પણ ‘ભાવશ્રુતના અવલંબનવડે દ્રઢ કરેલા પરિણામથી
(પ્રવચનસાર ગા. ૮૬ ઉપરના પ્રવચનમાંથી)
દુઃખ........અને શાંતિ
–કોઈ કોઈ વાર અનેકવિધ દુઃખિયા જીવો પૂ.
ગુરુદેવ પાસે આવીને દુઃખ વેદના ઠાલવે છે...
ત્યારે ગુરુદેવ કહે છે : ભાઈ! સંસાર તો
દુઃખથી ભરેલો છે, એ દુઃખથી છૂટવું હોય તો તારે આ
શુદ્ધ આત્માનો અનુભવ કર્યે જ છૂટકો છે. એના
સિવાય તારા લાખ ઉપાય પણ નકામા છે.
અને જ્યાં અંદર એક આત્મા સામે જોયું ત્યાં
બહારની લાખ પ્રતિકૂળતા વચ્ચે પણ સમાધાન ને
શાંતિ થઈ શકે છે.

PDF/HTML Page 27 of 49
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
વિ વિ ધ... સ મા ચા ર
* ગીરનાર–સિદ્ધક્ષેત્રમાં માનસ્તંભનું શિલાન્યાસ: ગીરનારની
તળેટીમાં દિગંબર જૈનધર્મશાળામાં મુનિસુવ્રત ભગવાનના મંદિરની સન્મુખ બાવનફૂટ
ઊંચા માનસ્તંભનું શિલાન્યાસ માગસર સુદ ૧૨ ના રોજ થયું. આ પ્રસંગે ત્યાંની
કમિટિના સભ્યો ઉપરાંત સોનગઢથી બ્ર. હરિભાઈ અને મોરબી મુમુક્ષુ મંડળના
આગેવાનો પણ જુનાગઢ ગયેલા ને સૌએ શિલાન્યાસવિધિમાં ઉત્સાહથી ભાગ લીધો
હતો. નેમિનાથ તીર્થંકર ઉપરાંત બૌંતેર કરોડ ને સાતસો મુનિવરો જ્યાંથી મોક્ષે પધાર્યા
એવું આ મહાન સિદ્ધક્ષેત્ર ગીરનારજી તીર્થ–એ સૌરાષ્ટ્રનું મહાન ગૌરવ છે; ને તેની
ઉન્નતિમાં સૌરાષ્ટ્રવાસી ભક્તોએ પણ ઉત્સાહથી ભાગ લેવાનું જરૂરી છે. નેમિનાથ
તીર્થંકરના ત્રણ કલ્યાણક, ધરસેનસ્વામીની ધ્યાનભૂમિ, અને ષટ્ખંડાગમ જિનવાણીની
જન્મભૂમિ–એ રીતે દેવ–ગુરુ–શાસ્ત્ર વડે પાવન થયેલ આ તીર્થની યાત્રા કુંદકુંદાચાર્યદેવે
પણ કરી હતી...ને ગુરુદેવે પણ અનેકવાર સંઘસહિત આ તીર્થની ભક્તિભીની યાત્રા કરી
છે.–જેનાં મધુર સ્મરણો આજે પણ તીર્થરાજ પ્રત્યે આકર્ષણ જગાડે છે. અહીં માનસ્તંભ
માટેનો સામાન ૩પ વર્ષથી આવેલ હતો, સત્તર વર્ષ પહેલાં જ્યારે સોનગઢમાં માનસ્તંભ
માટેની તૈયારી ચાલતી હતી ત્યારે આ જુનાગઢનો માનસ્તંભ સોનગઢ માટે લાવવા
સંબંધી વાટાઘાટ ચાલેલી. ૩પ વર્ષ પહેલાં બાવનફૂટ ઊંચા આ માનસ્તંભનો આરસનો
સામાન પાંચહજાર રૂા. માં આવ્યો હતો, અત્યારે તો ૬૦ હજારમાં પણ મુશ્કેલીથી બની
શકે; માનસ્તંભના ચણતરનું ખર્ચ અંદાજ ૩પ હજાર થશે. સિદ્ધધામના આ માનસ્તંભમાં
વેલાવેલા પ્રભુજી બિરાજે...ને એનાં દર્શન કરીએ..એ જ ભાવના.
जय नेमिनाथ
ઘાટકોપરમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ: જે દિવસે ગીરનારજીની
તળેટીમાં માનસ્તંભનું શિલાન્યાસ થયું તે જ દિવસે (માગસર સુદ બારસે) ઘાટકોપરમાં
મુમુક્ષુમંડળ દ્વારા દિ. જૈન મંદિરનું શિલાન્યાસ પોરબંદરનિવાસી ભાઈશ્રી મનસુખલાલ
ભૂરાલાલ કોઠારી તથા તેમના ભાઈઓના સુહસ્તે થયું. હજારો મુમુક્ષુઓએ આ પ્રસંગે
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે દિ. જૈન ચૈત્યાલયથી જિનેન્દ્રદેવની રથયાત્રા
શરૂ થઈને જિનમંદિરના પ્લોટમાં આવી હતી. (પ્લોટ નં. ૨૨૭, ૬૦ ફૂટનો રસ્તો,
હિંગવાલા લેન, ધનજી દેવશી મ્યુ. સ્કૂલ પાછળ, ઘાટકોપર પૂર્વ) મુંબઈ અને
ઘાટકોપરના મુમુક્ષુભાઈઓ ઘણા ઉત્સાહપૂર્વક જિનમંદિર માટે ઝડપી તૈયારી કરી રહ્યા
છે...ને મંગલઉત્સવની રાહ જોઈ રહ્યા છે. થોડા જ વખતમાં પ્રભુના પંચકલ્યાણકથી અને
ગુરુદેવના ૮૦ મા જન્મોત્સવની ભારતની અલબેલી મુંબઈનગરી શોભી ઊઠશે...મંગલ
વધાઈ માટે મુંબઈ અને ઘાટકોપરને અભિનંદન!

PDF/HTML Page 28 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૨પ :
* ભાવનગરમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ: ભાવનગરના દિ. જૈન
મુમુક્ષુમંડળ દ્વારા માગસર સુદ છઠ્ઠના રોજ માણેકવાડીના નવા પ્લોટમાં દિ. જિનમંદિરના
શિલાન્યાસનો ઉત્સવ ઉજવાયો. આ પ્રસંગે સોનગઢથી પૂ. ગુરુદેવ સંઘસહિત પધાર્યા
હતા. તેથી ભાવનગરમાં ઘણો ઉલ્લાસ હતો. વહેલી સવારમાં ખાતમુહૂર્ત (પાયો
ખોદવાની વિધિ) કુચામનવાળા ભાઈશ્રી હીરાલાલજી કાલાના સુહસ્તે થઈ હતી તથા
બપોરે શિલાન્યાસવિધિ પોરબંદરના શેઠશ્રી નેમિદાસ ખુશાલભાઈના સુહસ્તે થઈ હતી.
સવારે ગુરુદેવના મંગલપ્રવચનમાં હજારો જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો, અને પ્રવચન
પછી જિનેન્દ્રભગવાનની ભવ્ય રથયાત્રા શહેરમાં ફરી હતી,–રથયાત્રાની શોભા અને
ઉલ્લાસ દેખીને સૌને હર્ષ થતો હતો. શ્વે૦ જૈનસંઘનો પણ સારો સહકાર હતો. આવું
સહકારનું વાતાવરણ ભારતભરમાં પ્રસરે તે ઈચ્છનીય છે. આ મંગલકાર્ય માટે
ભાવનગરને ધન્યવાદ!
* મુંબઈના બાલસભ્યોનો મેળાવડો તા. ૨૪–૧૧–૬૮ ના રોજ થયો, તેમાં
સો જેટલા સભ્યોએ ભાગ લીધો. પરસ્પર પ્રેમ, ઉત્સાહ ને સંપના આનંદભર્યા
વાતાવરણમાં સૌએ ધાર્મિક ભાવનાઓ વ્યક્ત કરી. ધાર્મિક કાર્યક્રમો માટે
બાળકોના ને યુવાનોના અંતરમાં જોશદાર થનગણાટ તો ભર્યો જ છે, માત્ર
માર્ગદર્શનની જ તે રાહ જુએ છે.
(બાલબંધુઓને એક સૂચના: કાર્યની સરળતા ખાતર આપણે દરેક ગામે
પ્રતિનિધિ નીમેલ છે, પરંતુ તેમાં કોઈને નાના–મોટા રાખેલ નથી, કે અધ્યક્ષ–મંત્રી
વગેરે હોદા પણ રાખેલ નથી; બધા સભ્યો એકબીજાના ભાઈઓ જ છીએ, ને
‘જિનવરના સન્તાન’ તરીકે સૌ સરખા જ છીએ;–એ શૈલીથી સૌએ ઉત્સાહથી
સાથ આપવાનો છે.)
* શ્રી મુંબઈ મુમુક્ષુમંડળ તરફથી, મુંબઈમાં આવી રહેલા મંગલ ઉત્સવો
સંબંધી વિચારણા માટે ગામેગામના સાધર્મીભાઈઓની એક મિટિંગ તા. ૨૨–૧૨–
૬૮ ના રોજ સોનગઢમાં થઈ હતી, તેમાં પંચકલ્યાણક મહોત્સવ તથા ૮૦ મા જન્મ
જયંતી મહોત્સવની ઉજવણી માટે અનેકવિધ ઉલ્લાસભર્યા આયોજનો રજુ થયા
હતા.
* જિજ્ઞાસુઓ ધાર્મિક પ્રવૃત્તિના વિગતવાર સમાચાર અવશ્ય મોકલતા રહે;
પરદેશમાં ચાલતી ધાર્મિકપ્રવૃત્તિના સમાચારો પણ આત્મધર્મ માટે ઉપયોગી છે.–
આત્મધર્મની શૈલીને અનુરૂપ હશે તે સમાચારો છાપીશું. સમાચારો તેમજ વિશેષ સૂચનો
મોકલવાનું સરનામું– સંપાદક: આત્મધર્મ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 29 of 49
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
* અમદાવાદ : બાલવિભાગની શાખા ઉત્સાહપૂર્વક નવા નવા કાર્યક્રમો યોજે છે.
ને સૌ હોંશથી ભાગ લ્યે છે. ભગવાન મહાવીર સંબંધી લેખનસ્પર્ધા અને વકતૃત્વસ્પર્ધા
યોજાયેલ, તેમાં ઘણાએ ભાગ લીધો ને ઈનામો વહેંચાયા હતા. હવે ‘શ્રીમદ્ રાજચંદ્ર’
સંબંધી લેખન–વકતૃત્વસ્પર્ધા યોજાશે.
હિમાલયની ગોદમાં...જૈનસંસ્કૃતિ
દૈનિક “नवभारत टाइम्स [नई दिल्ली] ના ઉપસંપાદક श्री रमेशचंद्र
जैने એક લેખમાં આપેલી માહિતી ઉપયોગી હોવાથી અહીં સંક્ષેપમાં તેનો ઉલ્લેખ
કરીએ છીએ. તેઓ લખે છે : બદરીનાથની મુખ્ય મૂર્તિ તીર્થંકર પાર્શ્વનાથની છે કે
બીજા કોઈની–તેમાં મતભેદ સંભવ છે, પરંતુ એકવાર હિમાલયની ગોદમાં
જૈનધર્મનો ડંકો વાગતો હતો–તેનાં અનેક પ્રમાણ છે. દેહરાદૂનથી નજીબાબાદ
(બિજનોર જિલ્લા) સુધી ફેલાયેલી શિવાલિક પર્વતમાળામાં, તેમજ તીબેટ–
ભારતની સરહદના ગઢદેશના સમસ્ત ક્ષેત્રમાં જૈનધર્મ–સંબંધી પુરાતત્ત્વો
પથરાયેલા છે. એમ જણાય છે કે પહેલાં આ ક્ષેત્રોમાં જૈનમંદિરો હતા–જે કાળ
પ્રભાવે ક્ષીણ થઈ ગયા; અને બદરીનાથ નજીકના નારદ–કુંડમાં અનેક જૈનમૂર્તિઓ
હતી. શંકરાચાર્ય જ્યારે બદ્રીકાશ્રમ પહોંચ્યા અને ત્યાંના મંદિર માટે ભગવાનની
મૂર્તિની જરૂર પડી ત્યારે નારદકુંડમાંથી પ્રાપ્ત ભગવાન પાર્શ્વનાથની મૂર્તિને જ
आदिनारायण રૂપે સ્થાપિત કરી.
ઉત્તરપ્રદેશના ગઢવાલ કેન્દ્રમાં એક અત્યંત પ્રાચીન નગરી હતી; કાશ્મીરના
હાલના શ્રીનગર કરતાં તે જોકે ઓછી પ્રસિદ્ધિમાં છે, પરંતુ એની પ્રાચિનતા ઘણી છે.
સાતમી શતાબ્દિમાં (લગભગ ૧૩૦૦ વર્ષ પહેલાં) જ્યારે હ્યુ–એન–સંગ ચીનીયાત્રી
ભારત આવેલ ત્યારે તે નગરીનો બ્રહ્મપુરી નામથી તેણે ઉલ્લેખ કર્યો છે. ગંગાની
મુખ્ય શાખા અલકનંદાના કિનારે વસેલી એ અત્યંત પ્રાચીન શ્રીનગરી લગભગ ૮૦
વર્ષ પહેલાં એક મોટા પૂરમાં તણાઈ ગઈ; તે પુરાણા શ્રીનગરમાં પણ જૈનમંદિર
હતા. પછી તે પ્રાચીન નગરના સ્થળની નજીકમાં એક ઊંચી પહાડી પર આધુનિક
ઢંગથી નવું શ્રીનગર વસ્યું. તેની મુખ્ય બજારમાં એક જૈનમહોલ્લો પણ વસ્યો, જેની
પાછળ દિગંબર જૈનમંદિર બન્યું. પ્રાચીન મંદિરની મૂર્તિઓ આ નવા મંદિરમાં ઈ. સ.
૧૯૨પ લગભગમાં (આજથી ૪૪ વર્ષ પહેલાં) સ્થાપિત કરવામાં આવી. આ નવા
મંદિરનું નિર્માણ બે શ્રાવકોએ કરાવ્યું,–મનોહરલાલ જૈન તથા પ્રતાપસિંહ જૈન.

PDF/HTML Page 30 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
પરંતુ ત્યારપછી શ્રીનગરની જૈનવસ્તી અનેક કારણોસર ઘટતી ગઈ અને
જિનમંદિરની હાલત ક્ષીણ થવા લાગી. જીર્ણશીર્ણ હાલતમાં તે મંદિર આજે તેના પ્રાચીન
કલાવૈભવનો નિર્દેશ કરી રહ્યું છે. સાહુ શાંતિપ્રસાદજી શેઠ ઈ. સ. ૧૯પ૬ માં
બદરીનાથના પ્રવાસેથી પાછા ફરતાં શ્રીનગરમાં આ મંદિરના દર્શને આવ્યા હતા ને તેના
જીર્ણોદ્ધાર માટે આશ્વાસન આપ્યું હતું. ઈ. સ. ૧૯૬૭ માં ગુજરાતના શેઠ બાલચંદ
હીરાચંદના કુટુંબી શ્રી ગુલાબચંદભાઈ કાશ્મીર ગયેલા ત્યારે તેમણે પણ આ ક્ષેત્રમાં
જૈનધર્મના વિકાસસંબંધી ભાવના વ્યક્ત કરી હતી. શ્રીનગરમાં પચાસેક વર્ષ પહેલાં
સ્થાપિત માત્ર આ એક દિ. જિનમંદિર વિદ્યમાન છે. (“जैनमित्र માંથી સાભાર)
ઈન્દોર અને સૌરાષ્ટ્ર
ઈન્દોરનગરમાં દિ. જૈનસમાજની ૨૪ જેટલી પાઠશાળાઓ
ચાલી રહી છે. તે ઉપરાંત હમણાં બીજી બે નવી પાઠશાળાઓ ચાલુ
થઈ; બે હજાર જેટલા બાળકો ધાર્મિકશાસ્ત્રોનું અધ્યયન કરે છે. આ
વખતે ૧૭૦૦ બાળકોએ પરીક્ષા આપી.–આ સમાચાર વાંચીને એમ
થાય છે કે આપણા સૌરાષ્ટ્રભરમાં થઈને પણ ઈંદોર જેટલી
પાઠશાળાઓ ક્યારે ચાલુ થશે? ને ક્યારે હજારો બાળકો તેમાં
હોંશેહોંશે જીવ–અજીવની ભિન્નતાનું વીતરાગી ભણતર ભણતા હશે!
બાલવિભાગના સભ્યો! ઉપકાર–અંજલિ અંક માટેનું
લખાણ જેમ બને તેમ વેલાસર તૈયાર કરીને અમને જણાવો.
એક યુવાનની ભાવના
૧૬ વર્ષની ઉંમરના આપણા એક બાલસભ્ય (मोतीलाल
जैन) પોતાના જન્મદિવસે લખે છે કે અરે! જીંદગીના સોળ વર્ષ
વીત્યા, તેમાં આત્માને જે કરવાનું છે તે રહી ગયું! આત્માનું કરવા
જેવું છે (भैया! तुम्हारी उत्तम भावनामें हमारी भी अनुमोदना है
धन्यवाद! )
સોળ વર્ષની ઊગતી ઉંમરમાં આવી આત્મહિતની ભાવનાઓ
જાગે–તે યુવાનોના ઉત્તમ સંસ્કાર સૂચવે છે. આવી વયમાં જ્યારે
સંસારના ઘણા સ્વપ્ના સેવાતા હોય, ત્યારે સોનગઢના સંસ્કારોનું
બળ આત્મહિતની ભાવનાઓ જગાડે છે. ગુરુદેવ પ્રતાપે આજના
યુગમાં જે મહાન ધાર્મિક ક્રાન્તિ થઈ રહી છે તેનો જ આ નમૂનો છે.

PDF/HTML Page 31 of 49
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
–* ગણિત *–
તમને ગણિતનો શોખ હોય તો
નીચેના દાખલા ગણો–
(૧) એક કરોડને એક કરોડથી ગુણતાં
જે આવે તેને એક કોડાકોડી કહેવાય છે. તો
૧૦ કરોડને ૧૦ કરોડથી ગુણતાં દશ
કોડાકોડી થાય.–એ બરાબર છે?
(૨) એક જીવ એક પદાર્થને એક
સમયમાં જાણે છે, તો લાખ પદાર્થને કેટલા
સમયમાં જાણશે?
(૩) એક જીવે મોહકર્મનો ક્ષય કર્યો તો
હવે આઠ કર્મોમાંથી તેની પાસે વધુમાં વધુ
કેટલા કર્મો બાકી રહેશે?
(૪) એક જીવે જ્ઞાનાવરણ કર્મનો ક્ષય
કર્યો, તો હવે તેની પાસે વધુમાં વધુ કેટલા
કર્મો બાકી રહેશે?
(પ) આ જગતમાં જેટલા અનાજના
દાણા છે તે બધા ભેગા કરીએ ને જગતના
બધા જીવોની વચ્ચે વહેંચીએ, તો દરેકના
ભાગે શું આવશે? (જવાબ માટે જુઓ
પાનું ૩૦)
મ...ધ (મીઠું નહીં પણ કડવું)
મધ એ મનુષ્યનો ખોરાક નથી, મધ એ
તો માંખીનો ખોરાક છે. મધની અંદર
માંખીના ઈંડાનો રસ છે તેથી તે સર્વથા
અભક્ષ્ય છે. આપણા જૈનધર્મમાં માંસ
જેટલો મધનો પણ સખ્ત નિષેધ છે. દવા
ખાતર પણ મધ વપરાય નહિ. માંસ–મધુને
મદ્ય (દારૂ) નો જે ત્યાગી હોય તેને જ
‘શ્રાવક’ અથવા જૈન કહી શકાય. જૈન કદી
મધ–માંસ–દારૂનું સેવન કરે નહિ. (ઈંડાં કે
માછલાંનું ભક્ષણ તે પણ માંસાહાર જ છે.)
મધ ખાવામાં એટલું પાપ છે કે તેનું ફળ
પણ નરક કહ્યું છે. માટે મધ ખરેખર મીઠું
નથી પણ અત્યંત કડવું છે...તે ઝેરથી પણ
વધુ કડવા દુઃખ દેનાર છે.
– * સાધનની પરંપરા *–
* મોક્ષનું સાધન વીતરાગતા.
* વીતરાગતાનું સાધન જ્ઞાન.
* જ્ઞાનનું સાધન વિચાર.
* વિચારનું સાધન સત્ય ઉપદેશનું ગ્રહણ.
* * *
સત્પુરુષના ઉપદેશનું ગ્રહણ કરતાં
વિચારદશા જાગે.
અંતર્મુખ વિચારદશા વડે જ્ઞાનદશા પ્રગટે.
જ્ઞાનના બળે વીતરાગતા થાય.
વીતરાગ થતાં કેવળજ્ઞાન ને મોક્ષ થાય.
ઉપદેશનું ગ્રહણ, વિચારદશા, જ્ઞાન,
વીતરાગતા ને કેવળજ્ઞાન એ બધાય ભાવો
આત્માની પર્યાયો જ છે, બહારની વસ્તુ
નથી. આ રીતે આત્માનું સાધન આત્મામાં
જ છે, બહાર નથી.
જિજ્ઞાસુ થઈને સત્પુરુષના ઉપદેશનું
ગ્રહણ પણ જે ન કરે તેને વિચારદશા
ક્યાંથી જાગે? અંતરની વિચારણા વગર
સાચું જ્ઞાન ક્યાંથી પ્રગટે. સમ્યગ્જ્ઞાન વગર
વીતરાગતા ક્યાંથી થાય? ને વીતરાગતા
વગર કેવળજ્ઞાન કે મોક્ષ ક્યાંથી થાય?
માટે હે જીવ! તું જિજ્ઞાસુ થઈ, જ્ઞાનીના
ઉપદેશનું ગ્રહણ કરી અંતરની વિચારણા
વડે સ્વ–પરનું યથાર્થ ભેદજ્ઞાન કરી તેના
બળે વીતરાગતા કર, જેથી તને કેવળજ્ઞાન
અને મોક્ષદશા થશે.
જિન પરમ પૈની સુબુધિ છૈની ડાર અંતર ભેદિયા,
વરણાદિ અરૂ રાગાદિતેં નિજ ભાવકો ન્યારા કિયા;
નિજમાંહિ નિજકે હેતુ નિજકર આપકો આપે ગહ્યો,
ગુણગુણી જ્ઞાતા–જ્ઞાન–જ્ઞેય મંઝાર કછુ ભેદ ન રહ્યો.

PDF/HTML Page 32 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
અમે જિનવરનાં સન્તાન (નવા સભ્યોનાં નામ)
૨૧૬૪ પ્રજ્ઞાબેન રજનીકાંત જૈન મુંબઈ–૮૦ ૨૧૭૯ ભરત એમ. જૈન રખિયાલ
૨૧૬પ રત્નાબેન વસંતલાલ જૈન મુંબઈ–પ૬ ૨૧૮૦ મનુભાઈ તારાચંદ જૈન રખિયાલ
૨૧૬૬ આશાબેન જાદવજી જૈન સોનગઢ ૨૧૮૧ હસમુખ કેશવલાલ જૈન રખિયાલ
૨૧૬૭ દિલીપ જયંતિલાલ જૈન કલકતા ૨૧૮૨ રતિલાલ ન્યાલચંદ જૈન રખિયાલ
૨૧૬૮ નીલાબેન કાંતિલાલ જૈન અમદાવાદ ૨૧૮૩ વસંત મીઠાલાલ જૈન રખિયાલ
૨૧૬૯ સનત તુલસીદાસ જૈન મુંબઈ–૧૯ ૨૧૮૪ ભરત વિજયકાંત જૈન લાઠી
૨૧૭૦ રાજેશકુમાર હસમુખલાલ જૈન મુંબઈ–૯૨ ૨૧૮પ કિર્તીકુમાર તલકચંદ જૈન પ્રતાપરા
૨૧૭૧ એ ઈલાકુમારી રમણિકલાલ જૈન મુંબઈ–૯૨ ૨૧૮૬ વિજય ધીરજલાલ જૈન પ્રતાપરા
૨૧૭૧ બી હરેનકુમાર રમણિકલાલ જૈન મુંબઈ–૯૨
૨૧૮૭ એ નેમિશ શાંતિલાલ જૈન મુંબઈ–૨૨
૨૧૭૨ નિખિલ છગનલાલ જૈન મુંબઈ–૭૭ ૨૧૮૭ બી કેતન શાંતિલાલ જૈન મુંબઈ–૨૨
૨૧૭૩ અરૂણાબેન મનસુખલાલ જૈન સોનગઢ ૨૧૮૮ સંજય પ્રફુલચંદ્ર જૈન મુંબઈ–૨૬
૨૧૭૪ એ જિનમતિબેન છોટાલાલ જૈન સોનગઢ ૨૧૮૯ એ ભરત રતીલાલ જૈન ધનસુરા
૨૧૭૪ બી મનહરલાલ છોટાલાલ જૈન સોનગઢ ૨૧૮૯ બી મુકેશ રતીલાલ જૈન ધનસુરા
૨૧૭પ જ્યોતિબેન મગનલાલ જૈન અમદાવાદ ૨૧૮૯ સી નીપૂણાબેન રતીલાલ જૈન ધનસુરા
૨૧૭૬ એ વિજયકુમાર રમણીકલાલ જૈન વાંકાનેર ૨૧૯૦ સુનીલ એસ. જૈન મુંબઈ–૪
૨૧૭૬ બી કમલાબેન રમણીકલાલ જૈન વાંકાનેર ૨૧૯૧ દિનકરરાય છગનલાલ જૈન મુંબઈ–૬૪
૨૧૭૭ એ પ્રવિણચંદ્ર નેમચંદ જૈન હિંમતનગર ૨૧૯૨ એ પ્રેમીલાબેન એમ. જૈન અમદાવાદ
૨૧૭૭ બી બીપીનચંદ્ર નેમચંદ જૈન હિંમતનગર ૨૧૯૨ બી અંજનાબેન એમ. જૈન અમદાવાદ
૨૧૭૭ સી રાજેન્દ્ર નેમચંદ જૈન હિંમતનગર ૨૧૯૨ સી નયનાબેન એમ જૈન અમદાવાદ
૨૧૭૭ ડી ઈન્દીરાબેન નેમચંદ જૈન હિંમતનગર ૨૧૯૩ એ રજનીકાંત મનસુખલાલ જૈન વિંછીયા
૨૧૭૭ ઈ કોકિલાબેન નેમચંદ જૈન હિંમતનગર ૨૧૯૩ બી અરૂણ મનસુખલાલ જૈન વિંછીયા
૨૧૭૮ એ ચેતનકુમાર સુમનરાય જૈન મુંબઈ–૭૪ ૨૧૯૪ હસમુખ મણીલાલ જૈન મુંબઈ–૪
૨૧૭૮ બી સોનલબેન સુમનરાય જૈન મુંબઈ–૭૪ ૨૧૯પ કૈલાશબેન જૈન રખિયાલ
૨૧૯પ પછી ૪૦ નામ રખિયાલના સભ્યોનાં છે, તે દરેકના પૂરા નામ–સરનામા–
ઉંમર–અભ્યાસ ને જન્મદિવસ આવ્યા પછી તેમનાં નામો છાપીશું. તથા બીજા સભ્યોનાં નામ
પણ હવે પછી આપીશું. બંધુઓ, તમારા પત્રનો જવાબ આવતાં વાર લાગે કે સભ્યનંબર
મળતાં વાર લાગે તો જરા ધીરજ રાખવા વિનંતિ છે, કેમકે વર્ષ દરમિયાન આત્મધર્મને
લગતા ચાર હજાર ઉપરાંત પત્રો આવતા હોય છે, ને લેખન–સંપાદન ઉપરાંત તે બધા વિવિધ
પ્રકારના પત્રો વાંચીને તેની વ્યવસ્થા એકલા હાથે કરવાની હોય છે.
(સં.)

PDF/HTML Page 33 of 49
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
ગતાંકમાં બબ્બે વ્યક્તિનાં નામ આપેલ,
તેઓ એકબીજાના શું સગા થાય?
(૧) અભયકુમાર અને વારિષેણ: બંને શ્રેણિક રાજાના પુત્રો, માતા જુદી, એટલે
બંને સાવકા ભાઈ. અભયકુમારની માતા નંદશ્રી, વારિષેણની માતા ચેલણા.
(૨) ઋષભદેવ અને મરિચીકુમાર: દાદા અને પૌત્ર, મરિચી તે ભરત રાજાનો
પુત્ર, અને આગળ જતાં અંતિમ તીર્થંકર મહાવીર.
(૩) ચેલણારાણી અને ચંદના સતી: બંને બહેનો, (તેઓ કુલ ૭ બહેનો હતી,
તેમાં ત્રિશલાદેવી સૌથી મોટા.)
(૪) ત્રિશલામાતા અને ચંદનબાળા: બંને બહેનો, ત્રિશલા તે મહાવીરની માતા.
(પ) શ્રીકૃષ્ણ અને પ્રદ્યુમ્ન, પિતા અને પુત્ર, પ્રદ્યુમ્ન તે રુકિમણીના પુત્ર; તે
ગીરનારથી મોક્ષ પામ્યા. ચોથી ટૂંક પર તેમના પગલાં પહાડમાં કોતરેલા છે.
(૬) નેમિનાથ અને સત્યભામા: દીયર અને ભોજાઈ, સત્યભામા તે શ્રીકૃષ્ણની
એક રાણી, શ્રીકૃષ્ણ અને નેમિનાથ પીતરાઈભાઈ. શ્રીકૃષ્ણ ઉંમરમાં મોટા.
(૭) બાહુબલી અને બ્રાહ્મી–સુંદરી: તે ભાઈ–બહેનો; શ્રી ઋષભદેવના સંતાનો:
બાહુબલી ભાઈ અને સુંદરી બહેન એ બંનેની માતા સુનંદા: અને બ્રાહ્મી–બહેન તથા
ભરત વગેરે ૧૦૦ ભાઈઓ–તેમની માતા યશસ્વતી. એટલે બાહુબલી અને સુંદરી તે
સગા ભાઈ–બેન; તથા બાહુબલી અને બ્રાહ્મી તે સાવકા ભાઈ–બહેન
(૮) ગૌતમગણધર અને ઈન્દ્રભૂતિગણધર: બંને એક જ.
(૯) ગૌતમગણધર અને અગ્નિભૂતિગણધર: બંને ભાઈ, ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ,
અને વાયુભૂતિ એ ત્રણે ભાઈઓ હતા, ને ત્રણેય મહાવીર ભગવાનના ગણધર થઈને
મોક્ષ પામ્યા.
(૧૦) શાંતિનાથ ભગવાન અને ચક્રાયુધગણધર: બંને ભાઈ,–વિશ્વસેનરાજાના
પુત્રો; માતાઓ જુદી. દશ ભવથી તેઓ સાથે ને સાથે હતા.
* * *
(પાંચ પ્રશ્નોના જવાબ: (૧) ના; સો કોડાકોડી થાય. (૨) એક સમય (૩)
સાત (૪) ચાર (પ) અનંત જીવોની વચ્ચે માત્ર એકદાણો: એટલે દરેક જીવને
એકદાણાનો અનંતમો ભાગ.)

PDF/HTML Page 34 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :



પ્રશ્ન:–
પંચપરમેષ્ઠી ભગવંતોના આપણે ગમે તેટલા જાપ કરીએ કે ગમે તેટલી
ભક્તિ કરીએ, તોપણ તેઓ નથી તો આપણી પાસે આવતા, કે નથી આપણને કાંઈ
મદદ કરતા; તોપછી તેમની ભક્તિમાં શો હેતુ છે?






ઉત્તર:– પ્રથમ તો એ જ આપણા પંચપરમેષ્ઠી ભગવંતોની વીતરાગતા–પૂજ્યતા–
મહત્તા છે કે તેઓ ભક્તિ વડે નથી તો રીઝતા, કે નિંદા વડે નથી ખીજાતા.
આમ છતાં આપણે તેમની ભક્તિ કરીએ છીએ;–તેઓ આપણી પાસે આવે કે
તેઓ આપણને કંઈ આપે એટલા માટે નહિ, પરંતુ આપણે તેમના જેવા થઈએ
એટલા માટે; તેમના જેવા થવાનું આપણને ઈષ્ટ છે એટલા માટે. પંચપરમેષ્ઠીરૂપી
પ્રતીક દ્વારા આપણા ઈષ્ટની ઓળખાણ વડે આપણે વીતરાગભાવ પ્રગટ કરીને સ્વયં
પરમેષ્ઠીપદમાં ભળી જઈએ.–એ પારમાર્થિક ભક્તિનું પ્રયોજન છે. ને એ પ્રયોજનની
સિદ્ધિ પંચપરમેષ્ઠી ભગવંતોની મદદ વગર, સ્વયં આપણે આપણા આત્મામાંથી કરી
શકીએ છીએ પૂજ્ય એવા પંચપરમેષ્ઠી ભગવંતોએ પણ એમ જ ઉપદેશ્યું છે કે તું
તારા સ્વભાવસન્મુખ થા.
જે ભક્તિ કરવાથી રીઝે ને નિંદા કરવાથી ખીજે–એવા રાગી–દ્વેષી જીવોને તો
ઈષ્ટદેવ તરીકે કોણ માને? વીતરાગી–જિનદેવ જ આપણા ઈષ્ટદેવ છે કેમકે આપણને
વીતરાગતા જ પ્રિય છે...આપણા ભગવંતોએ વીતરાગતા કરી છે ને આપણને પણ
વીતરાગ થવાનું શીખવ્યું છે.
નમસ્કાર હો વીતરાગમાર્ગપ્રણેતા તે વીતરાગ ભગવંતોને.

PDF/HTML Page 35 of 49
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
ધર્માત્માનું
સ્વરૂપ – સંચેતન
જે અનાદિથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો, ને વિરક્ત
જ્ઞાની ગુરુવડે નિરંતર પરમ અનુગ્રહપૂર્વક શુદ્ધ આત્માનું
સ્વરૂપ સમજાવવામાં આવતાં પરમ ઉદ્યમવડે સમજીને જે
જ્ઞાની થયો. તે શિષ્ય પોતાના આત્માનો કેવો અનુભવ કરે
છે તેનું આ વર્ણન છે; તેમાં તે પવિત્રાત્મા ગુરુના ઉપકારને
ભૂલતો નથી. ગુરુ નિરંતર સમજાવે છે એમ કહીને શિષ્યમાં
નિરંતર સમજવાની જે ધગશ અને પાત્રતા છે તે પણ
સૂચવ્યા છે.
શ્રી સમયસાર ગા. ૩૮ ઉપર પૂ. ગુરુદેવનું પ્રવચન
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!

જેવું આત્માનું સ્વરૂપ છે તેવું ગુરુના ઉપદેશથી જાણીને અનુભવ્યું, તે અનુભવ
કેવો થયો? તેનું વર્ણન કરતાં શિષ્ય કહે છે કે–પહેલાં તો અનાદિથી મોહરૂપ અજ્ઞાનથી
અત્યંત અપ્રતિબુદ્ધ હતો, તદ્ન અજ્ઞાની હતો.
પછી વિરક્ત ગુરુઓએ પરમકૃપા કરીને મને નિરંતર આત્માનું સ્વરૂપ સમજાવ્યું.
જેમણે પોતે આત્માના આનંદનો અનુભવ કર્યો છે...જેઓનો સંસાર શાંત થઈ ગયો છે...
જેઓ શાંત થઈને અંતરમાં ઠરી ગયા છે...એવા પરમ વૈરાગી વિરક્ત ગુરુએ મહા
અનુગ્રહ કરીને શુદ્ધઆત્મસ્વરૂપ મને વારંવાર સમજાવ્યું. જે સમજવાની મને નિરંતર
ધૂન હતી તે જ ગુરુએ સમજાવ્યું.
શ્રીગુરુએ અનુગ્રહ કરીને જેવો મારો સ્વભાવ કહ્યો તેવો ઝીલીને મેં વારંવાર તે
સમજવાનો ઉદ્યમ કર્યો...‘અહો હું તો જ્ઞાન છું, આનંદ જ મારો સ્વભાવ છે’ એમ

PDF/HTML Page 36 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
મારા ગુરુએ મને કહ્યું, તે મેં સર્વ પ્રકારના ઉદ્યમથી અંતર્મંથન કરીને નિર્ણય કર્યો...મારો
ઉદ્યમ થતાં કાળલબ્ધિ પણ ભેગી જ આવી ગઈ...કર્મો પણ ખસી ગયા...સર્વ પ્રકારના
ઉદ્યમથી સાવધાન થઈને હું મારું સ્વરૂપ સમજ્યો. હું મારું શુદ્ધસ્વરૂપ જેવું સમજ્યો તેવું
જ સર્વજ્ઞ પરમાત્માએ અને શ્રીગુરુએ મને કહ્યું હતું; આ રીતે દેવ–ગુરુ–શાસ્ત્રોએ શું
સ્વરૂપ સમજાવ્યું તેનો પણ યથાર્થ નિર્ણય થયો.
ભેદજ્ઞાન થતાં ઉપયોગે પોતાના આત્માને જ પોતામાં ધારણ કર્યો, એ સિવાય
સમસ્ત રાગાદિ અન્ય ભાવોને પોતાથી જુદા જાણીને ભિન્નતા કરી. દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપે પરિણમેલો તે ઉપયોગ પોતાના આત્માના આનંદબગીચામાં જ કેલિ કરે છે.
આત્મા પોતે આનંદનો બગીચો છે, તેમાં ધર્મીનો ઉપયોગ રમે છે.
ભેદજ્ઞાન થતાં આત્માનો અનુભવ થયો, એટલે મોહનો નાશ થયો, ને
જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. પહેલાં હું અજ્ઞાની હતો ને હવે હું જ્ઞાની થયો–એમ બંને દશામાં
સળંગ ધ્રુવતા રહી; આ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવ સમાઈ જાય છે.
ભેદજ્ઞાન થયું ત્યારે જીવને ભાન થયું કે–અરે, અજ્ઞાનથી મોહિત હતો તે દશા
તો ઉન્મત્ત જેવી હતી, ઉન્મત્તની માફક જડરૂપે (શરીરરૂપે) પોતાને માનતો; પણ
વિરક્ત નિર્મોહી આત્મજ્ઞ ગુરુઓએ મને નિરંતર મારું સ્વરૂપ સમજાવીને ભેદજ્ઞાન
કરાવ્યું.
અહીં ‘ગુરુએ નિરંતર સમજાવ્યું’ એમ કહ્યું તેમાં ખરેખર તો એવો આશય છે
કે શ્રી ગુરુએ જેવું પરભાવથી ભિન્ન એકરૂપ આત્મસ્વરૂપ ચૈતન્યચિહ્નથી બતાવ્યું તેવું
બરાબર લક્ષમાં લઈને, બીજેથી રુચિ હઠાવીને શિષ્યે પોતે નિરંતર અંતર્મુખ અભ્યાસ
કરીને અનુભવ કર્યો; ગુરુએ જેવો કહ્યો તેવો આત્મા નિરંતર અભ્યાસ વડે
અનુભવમાં લીધો, ત્યાં ઉપકારબુદ્ધિથી તે શિષ્ય કહે છે કે અહો! મારા ગુરુએ મારા
ઉપર મહાન પ્રસન્નતા કરીને મને નિરંતર મારો આત્મા સમજાવ્યો. ગુરુ નિરંતર
એના હૃદયમાં વસે છે એટલે ગુરુ નિરંતર તેને સમજાવી જ રહ્યા છે. ‘નિરંતર
સમજાવવાનું’ કહીને શિષ્યમાં નિરંતર સમજવાની ઉગ્ર ધગશ કેવી છે તે બતાવ્યું છે.
વચ્ચે ભંગ પડ્યા વગર નિરંતર અનુભવ માટે ઉદ્યમ કરે છે–એવી શિષ્યની તૈયારી છે
ત્યાં નિમિત્ત તરીકે શ્રી ગુરુ પણ નિરંતર જ સમજાવે છે એમ કહ્યું. ઉપદેશની ભાષા
ભલે નિરંતર ન હોય, પણ તે ઉપદેશમાં જે ભાવ બતાવ્યો–જે શુદ્ધાત્મા બતાવ્યો, તે
શિષ્યના અંતરમાં નિરંતર વર્તે છે એટલે તેને તો નિરંતર ગુરુ સમજાવી જ રહ્યા છે.
આહા! જુઓ, આ આત્મઅનુભવને માટે શિષ્યનો ઉમંગ! ને શિષ્યની તૈયારી!
‘નિરંતર’ કહીને શિષ્યની

PDF/HTML Page 37 of 49
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
ઉગ્ર પાત્રતા સૂચવી છે. અને સાથે ગુરુનો ઉપકાર બતાવવા માટે ‘ગુરુએ જ નિરંતર
સમજાવ્યું’ એમ કહ્યું છે. આ રીતે અલૌકિક સંધિ છે; ઉપાદાન–નિમિત્તનો સુમેળ છે.
નિરંતર ઉદ્યમ કરીને એટલે મોટો પ્રયત્ન કરીને શુદ્ધાત્મા સમજવા માટે ઉપાદાન જાગ્યું
ત્યાં તે સમજાવનારું નિમિત્ત પણ નિરંતર છે, અહો, આવા શુદ્ધાત્માના અનુભવનો આ
અવસર છે... અનુભવની સોનેરી ઘડી છે.
આત્માનો અનુભવ કરનાર ધર્મી કહે છે કે જેમ પોતાની મૂઠીમાં રાખેલું સોનું
ભૂલી ગયો હોય ને ફરી યાદ કરે, તેમ મારા પરમેશ્વરસ્વરૂપ આત્માને હું ભૂલી ગયો હતો
તેનું હવે મને ભાન થયું; મારામાં જ મારા પરમેશ્વરઆત્માને મેં દેખ્યો...અનાદિથી મારા
આવા આત્માને હું ભૂલી ગયો હતો, મને કોઈ બીજાએ ભૂલાવ્યો ન હતો, પણ મારા
અજ્ઞાનને લીધે હું જ ભૂલી ગયો હતો; મારા આત્માનો મહિમા ચૂકીને હું સંયોગનો
મહિમા કરતો, તેથી હું મારા આત્માને ભૂલી ગયો હતો, પણ શ્રીગુરુના અનુગ્રહપૂર્વક
ઉપદેશથી સર્વ પ્રકારના ઉદ્યમવડે મને મારા પરમેશ્વર આત્માનું ભાન થયું. શ્રીગુરુએ
જેવો આત્મા કહ્યો હતો તેવો હવે મેં જાણ્યો.
એ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ પરમેશ્વર આત્માને જાણીને, તેની શ્રદ્ધા કરીને તથા તેનું
આચરણ કરીને હું સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો. આત્માના અનુભવથી તૃપ્ત
આત્મારામ થયો. હવે હું મારા આત્માને કેવો અનુભવું છું?–
‘હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે.
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!’
–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલો હું મારા આત્માને આવો અનુભવું છું.
એક આત્મા જ મારો આરામ છે. એક આત્મા જ મારા આનંદનું ધામ છે...આત્માના
શ્રદ્ધા–જ્ઞાન–આચરણ કરીને હું સમ્યક્ પ્રકારે આત્મારામ થયો છું...હવે જ હું ખરેખરો
આત્મા થયો છું... મારા આત્માને હવે હું એવો અનુભવું છું કે–
‘હું મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાઉં એવો ચૈતન્યમાત્ર જ્યોતિ આત્મા છું.
રાગથી ઈન્દ્રિયોથી મારું સ્વસંવેદન થતું નથી. ચૈતન્યમાત્ર સ્વસંવેદનથી જ હું પ્રત્યક્ષ થાઉં
છું. મારા મતિશ્રુતજ્ઞાનને અંતરમાં એકાગ્ર કરીને હું મારું સ્વસંવેદન પ્રત્યક્ષ કરું છું.
મારા મતિશ્રુતજ્ઞાનને ઈન્દ્રિયોથી ને રાગથી ભિન્ન કરીને સ્વસંવેદન
પ્રત્યક્ષવડે હું મારો અનુભવ કરું છું. આ રીતે સ્વસંવેદન પ્રત્યક્ષમાં આવતો હું છું.
અંતર્મુખ અનુ–

PDF/HTML Page 38 of 49
single page version

background image
: પોષ : ૨૪૯પ આત્મધર્મ : ૩પ :
ભવથી જે પ્રત્યક્ષ થયો તે જ હું છું. મારા સ્વસંવેદનમાં બીજું બધું બહાર રહી જાય છે તે
હું નથી, સ્વસંવેદનમાં ચૈતન્યમાત્ર આત્મા પ્રત્યક્ષ થયો તે જ હું છું.
‘હું એક છું’–ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ
પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. જ્ઞાનની જ
અખંડમૂર્તિ હું એક છું. પર્યાયમાં મનુષ્ય–દેવ વગેરે ભાવો ક્રમરૂપ હો, જોગ–લેશ્યા–
મતિશ્રુત વગેરે જ્ઞાનો અક્રમે એક સાથે હો, પણ તે ભેદરૂપ વ્યવહારભાવો વડે હું
ભેદાઈ જતો નથી, હું તો ચિન્માત્ર એકાકાર જ રહું છું–મારા અનુભવમાં તો જ્ઞાયક
એકાકાર સ્વભાવ જ આવે છે–માટે હું એક છું. મારા આત્માને હું એકપણે જ
અનુભવું છું...ખંડખંડ ભેદરૂપ નથી અનુભવતો. પર્યાયને ચૈતન્યમાં લીન કરીને
ચૈતન્યમાત્ર જ આત્માને અનુભવું છું. આત્માને રાગાદિવાળો નથી અનુભવતો,
ચૈતન્યમાત્ર એકાકાર જ્ઞાયકભાવરૂપ જ આત્માને અનુભવું છું......મારા આત્માને
જ્ઞાયકસ્વરૂપે જ દેખું છું.
‘હું શુદ્ધ છું’–નરનારકાદિ જીવના વિશેષો, તેમજ અજીવ, પુણ્ય, પાપ,
આસ્રવ, સંવર, નિર્જરા ને મોક્ષસ્વરૂપ જે વ્યવહાર નવતત્ત્વો છે તેમનાથી અત્યંત
જુદો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ છું, તેથી હું શુદ્ધ છું. નવે તત્ત્વોના
વિકલ્પોથી હું પાર છું...પર્યાયમાં હું શુદ્ધ જ્ઞાનસ્વભાવસ્વરૂપે પરિણમ્યો છું, માટે હું
શુદ્ધ છું. શુદ્ધ જ્ઞાયકભાવમાત્ર મારા આત્માને હું શુદ્ધપણે અનુભવું છું. નવ તત્ત્વના
ભેદ તરફ હું નથી વળતો–તેના વિકલ્પોને નથી અનુભવતો, પણ જ્ઞાયકસ્વભાવ
તરફ વળીને, નવતત્ત્વના વિકલ્પો રહિત થઈને, હું મારા આત્માને શુદ્ધપણે અનુભવું
છું. નવે તત્ત્વોના રાગમિશ્રિત વિકલ્પથી હું અત્યંત જુદો થઈ ગયો છું, નિર્વિકલ્પ
થઈને અંતરમાં આનંદસ્વરૂપ આત્માને એકને જ હું અનુભવું છું માટે હું શુદ્ધ છું.
મારા વેદનમાં શુદ્ધઆત્મા જ છે.
હું દર્શન–જ્ઞાનમય છું–હું ચિન્માત્ર હોવાથી સામાન્ય–વિશેષ
ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી તેથી દર્શન–જ્ઞાનમય છું. હું મારા આત્માને દર્શન–
જ્ઞાન–ઉપયોગરૂપ જ અનુભવું છું.
હું સદાય અરૂપી છું–સ્પર્શ–રસ–ગંધ–વર્ણ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનરૂપે
પરિણમ્યો હોવા છતાં પણ તે સ્પર્શાદિ રૂપી–પદાર્થોરૂપે હું પરિણમ્યો નથી માટે હું સદા
અરૂપી છું. રૂપી પદાર્થોને જાણતાં છતાં હું રૂપી સાથે તન્મય થતો નથી, હું તો જ્ઞાન સાથે
જ તન્મય છું માટે હું અરૂપી છું. રૂપી પદાર્થો મારાપણે મને નથી અનુભવાતા, માટે હું
અરૂપી છું.

PDF/HTML Page 39 of 49
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
–આમ સર્વથી જુદા, એક, શુદ્ધ, જ્ઞાનદર્શનમય, સદા અરૂપી આત્માને હું અનુભવું
છું. અને આવા મારા સ્વરૂપને અનુભવતો હું પ્રતાપવંત વર્તું છું.
સ્વસંવેદનપ્રત્યક્ષ આત્માના અનુભવથી પ્રતાપવંત વર્તતા એવા મને, મારાથી
બાહ્ય વર્તતા સમસ્ત પદાર્થોમાં કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે
ભાસતું નથી. મારાથી બહાર જીવ અને અજીવ, સિદ્ધ અને સાધક એવા અનંત
પરદ્રવ્યો પોતપોતાની સ્વરૂપસંપદા સહિત વર્તે છે તો પણ સ્વસંવેદનથી પ્રતાપવંત
પરિપૂર્ણ છે તે જ મને મારાપણે અનુભવાય છે, મારી પૂર્ણતામાં પરદ્રવ્યનો એક
રજકણમાત્ર મને મારાપણે ભાસતો નથી કે જે મારી સાથે (ભાવકપણે કે જ્ઞેયપણે)
એક થઈને મોહ ઉત્પન્ન કરે. જિનરસથી જ સમસ્ત મોહને ઉખેડી નાખ્યો છે;
નિજરસથી જ સમસ્ત મોહને ઉખેડી નાંખીને–ફરી તેનો અંકૂર ન ઉપજે એ રીતે
તેનો નાશ કરીને મને મહાન જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો છે. મારા આત્મામાંથી મોહનો
નાશ થયો છે ને અપૂર્વ સમ્યગ્જ્ઞાનપ્રકાશ ખીલી ગયો છે એમ હું મારા સ્વસંવેદનથી
નિઃશંકપણે જાણું છું. મારા આત્મામાં શાંતરસ ઉલ્લસી રહ્યો છે...અનંત ભવ
હોવાની શંકા નિર્મૂળ થઈ ગઈ છે ને ચૈતન્યના આનંદના અનુભવ સહિત મહાન
જ્ઞાનપ્રકાશ પ્રગટી ગયો છે.
આ રીતે, શ્રીગુરુવડે પરમ અનુગ્રહપૂર્વક શુદ્ધઆત્માનું સ્વરૂપ સમજાવવામાં
આવતાં, નિરંતર ઉદ્યમવડે સમજીને શિષ્યે પોતાના આત્માનો આવો અનુભવ કર્યો. તેનું
વર્ણન કર્યું.
ભાઈ! આ તો સર્વજ્ઞનો નિર્ગ્રંથ માર્ગ
છે. જો તું સ્વાનુભવ વડે મિથ્યાત્વની ગાંઠ ન
તોડ તો નિર્ગ્રંથ માર્ગમાં કઈ રીતે આવ્યો?
જન્મ–મરણની ગાંઠને જો ન તોડી તો નિર્ગ્રંથ
માર્ગમાં જન્મીને તે શું કર્યું? ભાઈ, આવો
અવસર મળ્‌યો તો એવો ઉદ્યમ કર કે જેથી
આ જન્મ–મરણની ગાંઠ તૂટે ને અલ્પકાળમાં
મુક્તિ થાય?

PDF/HTML Page 40 of 49
single page version

background image
: ૩૭ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
ભા વ ન ગ ર માં...ભા વ મં ગ લ
જ્ઞાન છે તે મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે
(મહા સુદ પાંચમના રોજ શ્રી જિનમંદિરના શિલાન્યાસ પ્રસંગે ગુરુદેવ
ભાવનગર પધાર્યા તે પ્રસંગના મંગલ પ્રવચનમાંથી. (સમયસાર કળશ ૩૩)
नमः समयसाराय” એવા મંગલપૂર્વક
ગુરુદેવે કહ્યું કે આ દેહથી ભિન્ન આત્મા પોતે
આનંદસ્વરૂપ છે. જીવ અને અજીવની ભિન્નતાને
જાણતું જ્ઞાન, તે આત્માને આનંદરૂપ કરતું પ્રગટ
થાય છે. ભેદજ્ઞાન થતાંવેંત જીવ આહ્લાદિત થાય
છે.
ભાઈ, અનાદિનું તારું તત્ત્વ દેહથી ભિન્ન
આનંદસ્વરૂપ છે. આવા આત્માનું જ્ઞાન તે જ
સાચું જ્ઞાન કહેવાય છે. જ્ઞાનની સંપદાવાળો
આત્મા છે, તેણે પોતાના સ્વરૂપનું જ્ઞાન કદી નથી
કર્યું. શ્રીમદ્રાજચંદ્ર પણ કહે છે કે–
‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત...રે
ગુણવંતા જ્ઞાની...અમૃત વરસ્યા છે પંચમકાળમાં.
ભાઈ, આ મનુષ્યજીવન તો ક્ષણમાં પૂરું થઈ
જતું દેખાય છે. આ દેહનાં રજકણો તો રેતીની
જેમ રખડશે. દેહ તો પુદ્ગલની રચના છે; ને
આત્મા તો જ્ઞાનઆનંદસ્વરૂપ છે. એવા આત્માને
જાણતાં આનંદરૂપ અમૃત વરસે છે, તે મંગલ છે.
આત્માના આનંદનો સ્વાદ જેમાં ન આવે તેને
ભગવાન ધર્મ કહેતા નથી. ધર્મનો પંથ આ છે કે
જ્ઞાનમૂર્તિ આત્માને સ્પર્શ કરીને પુણ્ય–પાપથી
ભિન્ન જ્ઞાનસ્વરૂપના અનુભવવડે આનંદ થાય.
સર્વજ્ઞ પરમેશ્વરે પૂર્ણ જ્ઞાન ને આનંદ પ્રગટ
કર્યા, તેઓ કહે છે કે આવા જ્ઞાન ને આનંદ
આત્માના સ્વભાવમાં છે તે જ પ્રગટ્યા છે,
બહારથી નથી આવ્યા. સ્વભાવમાં જ્ઞાન ને
આનંદ ભરેલા જ છે. જેમ ગોળ ગળપણ
વગરનો હોય નહિ. અગ્નિ ઉષ્ણતા
વગરનો હોય નહિ. અફીણ કડવાશ
વગરનું ન હોય. એમ દરેક વસ્તુમાં
પોતપોતાનો સ્વભાવ હોય છે; તેમ આત્મા
પણ પોતાના જ્ઞાન આનંદ સ્વભાવથી
ભરપૂર છે. આવા આત્માનું જ્ઞાન એવી
પ્રતીતિ ઉપજાવે છે કે દેહ અને રાગ
મારાથી ભિન્ન છે; આવી પ્રતીતિ આનંદ
સહિત પ્રગટે છે.
આત્માનો આવો અશરીરી ચિદાનંદ
સ્વભાવ, તેને ભૂલીને સંસારમાં ચાર
ગતિનાં શરીરો ધારણ કરવા એ તો શરમ
છે. આત્મામાં આનંદ છે તેને બદલે દેહમાં
ને રાગમાં આનંદને શોધે છે, એ અવિવેક
છે. રાગને કે શરીરને તો કાંઈ ખબર નથી,
કે પોતે કોણ છે? જીવના જ્ઞાનમાં જ એ
જાણવાની તાકાત છે; જ્યારે તે અમે જાણે
છે કે હું તો ચૈતન્ય છું, મારો સ્વાંગ તો
જ્ઞાનરૂપ છે, રાગાદિ તે મારો ખરો સ્વાંગ
નથી, ને દેહ તે પણ મારો સ્વાંગ નથી, તે
જડનો સ્વાંગ છે, આમ બંનેની ભિન્નતા
જાણતું જ્ઞાન પોતે આનંદરસ સહિત પ્રગટે
છે.–આવું આત્મજ્ઞાન કરવું તે અપૂર્વ
‘ભાવ–મંગલ’ છે.