Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
પ્રવચનમાં સમયસારમાંથી પહેલો મંગળ શ્લોક नमः समयसाराय...વાંચ્યો તેમાં કહ્યું કે
ભાઈ! જેને જાણતાં જાણનારને આનંદ થાય એવો તો આ આત્મા છે. આત્મા અંતર્મુખ
થઈને જ્યારે પોતે પોતાને જાણે છે ત્યારે તેને સાચું જ્ઞાન અને સુખ છે. અરે, પોતે
પોતાને ન જાણે–એને સુખ કેવું? ને જ્ઞાન કેવું? બાપુ! આવો અવસર મળ્‌યો તેમાં
આત્માને જાણવા જેવું છે. ધ્રુવઅવિનાશી સ્વભાવના અવલંબને મોક્ષપુરી તરફ ચાલ્યો
જતો મોક્ષનો મુસાફર જીવ, વચ્ચે ઝાડની છાયાની માફક સંસર્ગમાં આવતા રાગાદિ
પરભાવો–તેને તે પોતાના માનતો નથી, તે છાયારૂપે (રાગરૂપે) હું થઈ ગયો એમ તે
માનતો નથી પણ જ્ઞાનસ્વભાવે ધ્રુવ રહેનાર હું છું–એમ તે અનુભવે છે. આવો અનુભવ
ને આવું જ્ઞાન તે આનંદકારી છે, એ સિવાય બીજે ક્યાંય આનંદ નથી; સંયોગો તો બધા
જીવને માટે અધ્રુવ છે, તેનું શરણ નથી.
માહ વદ ૭ ને રવિવાર (તા. ૮) ના રોજ ગુરુદેવ રાણપુરથી અમદાવાદ
પધાર્યા; અમદાવાદના અને ગુજરાતના મુમુક્ષુઓએ ઉમંગભેર ગુજરાતના પાટનગરમાં
ભવ્ય સ્વાગત કર્યું...સ્વાગતમાં બે હાથી હતા. વચ્ચે જિનમંદિરમાં દર્શન કર્યા ને પછી
સારંગપુરમાં (પારસનગરમાં) ભવ્ય પ્રતિષ્ઠામંડપ વચ્ચે મંગલ સંભળાવતાં કહ્યું કે હે
ધર્મજિનેશ્વર! એટલે પરમાર્થે અતીન્દ્રિય જ્ઞાન–આનંદથી ભરેલો આત્મા, તારો મન રંગ
લાગ્યો છે, તે રંગમાં ભંગ પડવાનો નથી; આત્માનો રંગ લગાડીને તેને સાધવા જાગ્યો
તેમાં હવે વચ્ચે બીજો રંગ લાગવાનો નથી, એ અમારી ટેક છે, તીર્થંકરોના કૂળના અમે,
અમારી ટેક છે કે ચૈતન્યના રંગમાં વચ્ચે બીજો રંગ લાગવા દ્યે નહીં. આમ
અપ્રતિહતભાવરૂપ મંગલાચરણ કર્યું.
શહેરના ભરચક લત્તા વચ્ચે પ્રતિષ્ઠા–મહોત્સવ માટેનો મંડપ ઘણો વિશાળ હતો.
જિનમંદિર (જેનું બાંધકામ હજી ચાલુ છે ને કુલ છ લાખ રૂા. ના ખર્ચનો અંદાજ છે–)
તે પણ શહેરના ભરચક લત્તા વચ્ચે ઘણું વિશાળ છે. સવારે કર્તાકર્મ–અધિકાર ઉપર
પ્રવચનો થતા, અને બપોરે પદ્મનંદીપચ્ચીસીમાંથી ઋષભજિનસ્ત્રોત ઉપર પ્રવચનો
થતા. શરૂમાં રાત્રે તત્ત્વચર્ચા પણ થતી; પ્રવચનમાં તેમજ ચર્ચામાં પાટનગરની જનતા
હજારોની સંખ્યામાં લાભ લેતી હતી. અને પંચકલ્યાણક ઉત્સવ નજરે નીહાળવા સૌ
આતૂરતાથી રાહ જોતા હતા. અંતે માહ વદ તેરસ આવી...ને પંચકલ્યાણકની મંગલ
વધાઈ લાવી.

PDF/HTML Page 42 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૯ :
ગુજરાતના પાટનગરમાં
જૈનધર્મના જયજયકાર
અમદાવાદ શહેર.....ગુજરાતનું પાટનગર... જ્યાં ૧૬ લાખની વસ્તીમાં સવાલાખ
જેટલા જૈનો હોવાનો અંદાજ છે, કદાચ ભારતભરમાં જૈનોની સૌથી વધુ વસ્તી આ
શહેરમાં હશે. એવું આ શહેર આ માસમાં વિશેષપણે શોભી ઊઠ્યું. ખાડીયા વિસ્તારમાં દિ.
જૈનમુમુક્ષુ મંડળ દ્વારા બંધાયેલા અતિ વિશાળ, ભવ્ય, પ૬ ફૂટ જેટલા ઉન્નત અને
શિખરબંધી જિનમંદિર દ્વારા નગરી પ્રફૂલ્લિત બની. તે જિનાલયમાં મૂળનાયક શ્રી
પારસનાથ ભગવાન છે; તે ઉપરાંત ભવ્ય કમલ ઉપર બિરાજમાન શ્રી આદિનાથ
ભગવાનના પ્રતિમાજી બે ટન (૧૧૨ મણ જેટલા) વજનના, સાડા પાંચ ફૂટ ઊંચા અને
સવાતેર હજાર રૂા. ની લાગતથી તૈયાર થયેલા છે. પ્રતિમાજીની ચૈતન્યરસભીની મુદ્રા
અત્યંત વીતરાગતા પ્રેરક છે,–ગુજરાતભરમાં જેમ અમદાવાદ સૌથી મોટું છે તેમ આ
પ્રતિમાજી પણ સૌથી મહાન છે. આવા પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ માહ
વદ ૧૩ થી ફાગણ સુદ પાંચમ સુધી ઊજવાયો...અમદાવાદ નગરી જૈનધર્મના પ્રભાવથી
ગાજી ઊઠી...દેશભરમાંથી અનેક મુમુક્ષુઓએ ઉત્સવ નીહાળવા આવી પહોંચ્યા. અત્યંત
ટૂંકા સમયમાં પણ અમદાવાદના મુમુક્ષુઓએ ઉત્સવની ભવ્ય તૈયારીઓ કરી. રાતદિન
સૌને લગની હતી–પ્રભુજીને આંગણે પધરાવવાની.
એક તરફ ગુરુદેવ સવાર–બપોર અંતરના ચૈતન્યપરમાત્માનું સ્વરૂપ સમજાવતા
હતા, તો બીજી તરફ એવા પરમાત્માની પધરામણીનો ભવ્ય ઉત્સવ ચાલતો હતો.
ઉત્સવની મંગલ વિધિનો પ્રારંભ થયો–માહ વદ તેરસે.
માહ વદ તેરસની સવારમાં મંગલ મંત્રજાપનો પ્રારંભ થયો અને જિનમંદિરેથી ભવ્ય
સરઘસપૂર્વક જિનેન્દ્રભગવાનને પ્રતિષ્ઠા–મંડપમાં–‘પારસનગર’ માં પધરાવીને વેદીમાં
બિરાજમાન કર્યા. સારંગપુર દરવાજા પાસેના મેદાનમાં પારસનગરની ભવ્યરચના થઈ હતી.
એના આંગણે બે હાથી ઝુલતા હતા. સુસજ્જિત વિશાળ મંડપની શોભા અનેરી હતી. રાત્રે તો
ઝગઝગતા પ્રકાશમાં તે ઓર દીપી ઊઠતો. અને તેમાં જ્યારે જિનેન્દ્ર ભગવાન પધાર્યા ત્યારે
તો સમવસરણનું સ્મરણ થઈ આવે એવી શોભા હતી. અને એ શોભાની વચ્ચે બેસીને હજારો
શ્રોતાજનો ગુરુદેવના શ્રીમુખથી આત્માની પ્રભુતા સાંભળવા મશગુલ બનતા.
પ્રવચન પછી તરત પારસનગરના પ્રાંગણમાં શેઠશ્રી પુનમચંદ મલુકચંદના હસ્તે
જૈનઝંડારોપણ થયું...અને પ્રતિષ્ઠામંડપમાં શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોનું પૂજન શરૂ

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
થયું સાંજે જિનેન્દ્રઅભિષેકપૂર્વક તે પૂજનવિધાન પૂર્ણ થયું. રાત્રે બાલવિભાગના
સભ્યોએ સંવાદ દ્વારા તાત્ત્વિક ચર્ચા રજુ કરી હતી.
માહ વદ ૧૪ ના પ્રભાતમાં મંગલસૂચક નાંદિવિધાનની વિધિ થઈ. આ વિધિમાં
સૌ. મુક્તાબેન (કે જેઓ તીર્થંકરના માતાજી થયા હતા) તેમના હસ્તે પ્રતિષ્ઠાવેદી ઉપર
મંગલકુંભનું સ્થાપન થયું. ત્યારબાદ ગુરુદેવના આશીર્વાદપૂર્વક માતા–પિતા તથા ઈન્દ્રો
અને કુબેરની પ્રતિષ્ઠા થઈ. ગુરુદેવે પ્રસન્નતાપૂર્વક મંગલ સંભળાવીને આશીર્વાદ
આપ્યા. પ્રતિષ્ઠામહોત્સવમાં કુલ ૧૬ ઈન્દ્રો તથા ઈન્દ્રાણીઓની સ્થાપના થઈ હતી–જેમાં
પ્રથમના બે ઈન્દ્રો (સૌધર્મ તથા ઈશાન ઈન્દ્ર) ભાઈશ્રી પુનમચંદ મલુકચંદ તથા
જયંતિલાલ નથુભાઈ હતા; સમુદ્રવિજયજી પિતા અને શિવાદેવી માતા તરીકે નું
સૌભાગ્ય ભાઈશ્રી નવલચંદ જગજીવન (સોનગઢ) તથા સૌ૦ મુક્તાબેનને મળ્‌યું હતું.
ગુરુદેવના પ્રવચન બાદ ભાઈશ્રી નવલચંદભાઈએ તથા મુક્તાબેને સજોડે આજીવન
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ ઈન્દ્રપ્રતિષ્ઠાનું ભવ્ય સરઘસ નીકળ્‌યું અને ઈન્દ્રોએ
જિનેન્દ્ર ભગવાનની પૂજા કરી. બપોરે મૃત્તિકાનયન તથા અંકુરારોપણ વિધિ થઈ. રાત્રે
બાલવિભાગના સભ્ય બહેનોએ જ્ઞાન–વૈરાગ્યભાવના સૂચક નાટક રજુ કર્યું હતું.
માહ વદ અમાસની સવારે પ્રવચન પછી ઈન્દ્રોએ નવ દેવતાનું પૂજન
(યાગમંડલવિધાન) કર્યું હતું,–તેમાં અરિહંત (ત્રણ ચોવીસીના તીર્થંકરો તેમજ વિદેહના
વીસ તીર્થંકરો) સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનાલય, જિનબિંબ, જિનવાણી ને
જિનધર્મ એ નવ દેવોનું પૂજન કર્યું હતું. બપોર પછી જિનમંદિરની શુદ્ધિ માટેનું જલ
ભરવાની જલયાત્રા નીકળી હતી, ને રાત્રે ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયાનાં દ્રશ્યો થયા હતા.
પંચકલ્યાણક નેમિનાથ ભગવાનના થયા હતા. પ્રથમ મંગલાચરણ, બાદ
જયંતવિમાનમાં નેમિનાથપ્રભુનો જીવ બિરાજે છે તે દ્રશ્ય થયું હતું; ત્યાં છ માસ આયુ
બાકી રહેતાં માતાપિતાને આંગણે દેવો દ્વારા રત્નવૃષ્ટિ, કુમારીદેવીઓ દ્વારા માતાજીની
સેવા, ઈન્દ્રો દ્વારા માતાપિતાનું બહુમાન, માતાજીને ૧૬ મંગલ સ્વપ્નો દ્વારા તીર્થંકરના
અવતરણની આગાહી વગેરે દ્રશ્યો થયા હતા. આ મંગલ પ્રસંગ નીહાળવા
પારસનગરમાં દસેક હજાર માણસો એકઠા થતા હતા.
ફાગણ સુદ એકમની સવારે માતાજી સાથે કુમારીદેવીઓની તત્ત્વચર્ચા, ૧૬
મંગલસ્વપ્નોનું સર્વોત્તમ ફળ, સમુદ્રવિજય મહારાજાની સભામાં આનંદ, ને ઈન્દ્રલોકમાં
પણ આનંદ વગેરે ભાવો દેખાડવામાં આવ્યા હતા. બપોરે જિનમંદિરની વેદીશુદ્ધિ, ધ્વજ–
કળશ શુદ્ધિ, મંદિર શુદ્ધિ થઈ હતી.
(બાકી આવતા અંકે)

PDF/HTML Page 44 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૪૧ :
અમદાવાદ પછીનો કાર્યક્રમ
* ફાગણ સુદ ૬ તા. ૨૨–૨–૬૯ શનિવારે અમદાવાદથી મંગલપ્રસ્થાન કરીને દહેગામ;
ત્યારપછી તા. ૨૩ રખિયાલ; તા. ૨૪–૨પ તલોદ, તા. ૨૬ મુનઈ.
* રણાસણમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ (ફા. સુ. ૧૧ થી ફા. વદ બીજ સુધી તા.
૨૭ ફેબ્રુ. થી ૬ માર્ચ સુધી)
* રણાસણ પછી તા. ૭–૮ હિંમતનગર; તા. ૯ નરસિંહપુરા–જહર; તા. ૧૦–૧૧–૧૨
ફતેપુર. (રાતે અમદાવાદ) તા. ૧૩ ફાગણ વદ દસમ બરવાળા; તા. ૧૪ થી
૧૭ સાવરકુંડલા (તા. ૧૬ કાનાતળાવમાં જિનાલયનું શિલાન્યાસ)
* રાજકોટ (તા. ૧૮ થી ૩૦ માર્ચ સુધી; ફાગણ વદ ૦) ) થી ચૈત્ર સુદ ૧૨
* ચૈત્ર સુદ ૧૩ સુરેન્દ્રનગર,
ત્યારપછી એપ્રિલ તા. ૧ અમદાવાદ; તા. ૨ વડોદરા; તા. ૩ મીંયાગામ
તા ૪ થી ૭ પાલેજ; તા. ૮–૯ સુરત; તા ૧૦ બિલિમોરા; તા. ૧૧ થાણા
* ૧૨–૪–૬૯ ચૈત્ર વદ ૧૧ શનિવારે મુંબઈનગરીમાં મંગલપ્રવેશ અને ભવ્ય સ્વાગત.
મુંબઈનગરીમાં વૈશાખ સુદ બીજે ગુરુદેવની જન્મજયંતિનો રત્નચિંતામણિ–
ઉત્સવ; તથા જિનબિંબ પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક–મહોત્સવ; વૈશાખ સુદ સાતમે મલાડના
દિ. જિનમંદિરમાં પ્રતિષ્ઠા; વૈશાખ સુદ આઠમે ઘાટકોપરના દિ. જિનમંદિરમાં પ્રતિષ્ઠા;
આ ઉપરાંત દાદર અને ઝવેરી બજારના જિનમંદિરોનો વાર્ષિક ઉત્સવ છે.
ગુજરાતી આત્મધર્મના ગ્રાહકોને ભેટ–પુસ્તક
જામનગરવાળા સ્વ. રતિલાલ નેમચંદ પારેખના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની શ્રી
ગંગાબેન તરફથી શ્રી ‘સમયસાર–કલશ’ શાસ્ત્ર (ગુજરાતી) તા. ૩૧–૧૨–૬૮ સુધીમાં
થયેલા ગુજરાતી આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવા જાહેર કરેલ છે.
તે મુજબ આ ભેટ–પુસ્તક જે જે ગામોમાં દિ. જૈન મુમુક્ષુ મંડળ કે દિગંબર જૈન
સંઘ છે ત્યાં મોકલાઈ ગયા છે તો દરેક ગ્રાહકો પોતાના મંડળમાંથી તે ભેટ–પુસ્તક
મેળવી લેવા વિનંતી છે. જ્યાં મુમુક્ષુ મંડળ નથી ત્યાં આ પુસ્તકો સીધા પોસ્ટથી
મોકલવામાં આવશે.
દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 45 of 45
single page version

background image
ફોન નં : ૩૪ ‘‘આત્મધર્મ’’ Regd. No. G. 182
પં. શ્રી દૌલતરામજી રચિત સુપ્રસિદ્ધ છહઢાળા ઉપર પૂ. ગુરુદેવે જે
અધ્યાત્મપ્રવચનો કર્યા તે ‘વીતરાગવિજ્ઞાન’ પુસ્તકરૂપે છપાય છે; છ ઢાળના છ
પુસ્તકો થવાના છે, તેમાંથી પહેલું પુસ્તક છપાઈને પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. આ
પ્રવચનો અત્યંત સુગમ હોવા છતાં ખૂબ ભાવભીનાં છે, નાના બાળક કે મોટા વૃદ્ધ
સૌ કોઈને ઉપયોગી થાય તેવું સુંદર સંકલન છે, તેમજ સાથે પ્રસંગોચિત ચિત્રોથી
પુસ્તક શોભાયમાન છે. છેલ્લે પુસ્તકના દોહનરૂપે બસો ટૂંકા પ્રશ્ન–ઉત્તર આપેલ છે
તે પણ અભ્યાસ કરવામાં ખાસ ઉપયોગી છે. આ પુસ્તક લગભગ અડધી કિંમતે
(પચાસ પૈસે) આપવાનું નક્કી થયું છે. તેમજ તા. ૧પ–૨–૬૯ સુધી થયેલા
આત્મધર્મના ગ્રાહકોને તે સ્વ. ભાઈશ્રી વૃજલાલ નાગરદાસ મોદીની સ્મૃતિમાં
તેમના ભાઈઓ તરફથી ભેટ આપવામાં આવશે. આ પુસ્તકમાં પૃ. ૩૯ માં ‘એક
મિનિટમાં હજારો વાર જન્મ–મરણ કરીને’ એમ ભૂલથી લખાઈ ગયું છે, ત્યાં
‘હજારો’ ને બદલે ‘સેંકડો’ એમ સુધારીને વાંચવું.
પુસ્તક ભેટ મેળવવા માટેનું “કુપન” આ અંકની સાથે જ છે, તે કુપન
બતાવીને આપ આપનું ભેટપુસ્તક નીચેના સ્થળોએથી મેળવી લેશોજી. બધાય
ગ્રાહકોને આ અંકની સાથે ભેટકુપન મોકલેલ છે, છતાં કોઈકને ન મળ્‌યું હોય તો
તેમણે તા. ૧૦ માર્ચ સુધીમાં ખબર આપવા, ત્યાર પછીની ફરિયાદો ઉપર લક્ષ
આપવાનું મુશ્કેલ છે.
શ્રી દિગંબર જૈનસ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨પ૦૦)