Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
વિવિધ વચનામૃત
સાધ્યનું સાધન ક્યાંથી મળશે?
સાધ્યનું સાધન કેવું હોય? ને તે
* આત્મા પૂર્ણ આનંદને ચાહે છે.....એટલે તે સાધ્ય છે.
* તે આનંદનું સાધન પણ આનંદરૂપ જ હોય, આનંદનું સાધન દુઃખરૂપ ન હોય.
* હવે પૂર્ણ આનંદના સાધનરૂપ જે અંશે આનંદ તે ક્યાંથી આવશે? વર્તમાન
દુઃખદશામાંથી આનંદદશા ન આવે; બહારમાંથી પણ ન આવે.
* તો ક્યાંથી આવે? કે આત્મસ્વભાવ આનંદશક્તિથી પરિપૂર્ણ છે, આવા
સ્વભાવનો સ્વીકાર કરીને તેમાં એકતારૂપ પરિણમતાં પર્યાય પણ તેના જેવી આનંદરૂપ
થવા માંડે છે.
* રાગમાં એકતાથી કે બહારમાં જોવાથી આનંદદશા થતી નથી, પણ અંતરમાં
નજર કરીને આનંદસ્વભાવમાં એકતાથી જ આનંદદશા થાય છે.
* આ રીતે નિજસ્વભાવના સેવનથી જ સાધકદશા થાય છે, ને તેના જ
સેવનથી સાધ્યદશા પ્રગટે છે. માટે સાધ્ય–સાધક બંને ભાવમાં એક જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માનું જ સેવન છે.
* સાધ્ય અને સાધક એવા બંને પ્રકારમાં એક જ્ઞાન જ સેવવાયોગ્ય છે; એક
જ્ઞાનનું જ, સાધક અને સાધ્ય એવી બે પર્યાયોરૂપે પરિણમન છે; સાધ્ય અને સાધક
બંને એક જ્ઞાનરૂપ જ છે, આ રીતે સાધક અને સાધ્ય બંને ભાવો એક જાતના છે.
એટલે–
જેમ સાધ્ય રાગ વગરનું છે તેમ સાધકભાવ પણ રાગ વગરનો જ છે.

PDF/HTML Page 22 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
શુભરાગ સાધક થઈને જ્ઞાનને સાધે એમ બની શકતું નથી, કેમકે બંનેની જાત
જુદી છે.
માટે હે જીવ! શુદ્ધ સાધ્યની જાતનો સાધક ભાવ પ્રગટ કરીને તું તારા આત્માને
સાધ, સ્વભાવથી ભિન્ન બીજા સાધનને ન શોધ.
* * *
દિલ્હીના એક મુમુક્ષુભાઈના પ્રશ્નોના ઉત્તર:
* ધ્યાનચ્યુત અવસ્થામાં પણ ધર્મીને જેટલી શુદ્ધી અને વીતરાગતા છે તેટલું જ
સુખ અને ધર્મ છે. જેટલો રાગ છે તેટલું બંધન અને દુઃખ છે. –આ જૈન સિદ્ધાંતનો
નિયમ છે.
મુનિરાજને ઉપદેશ–વિહાર–આહારાદિ ક્રિયા થતી વખતે પણ વચ્ચે વચ્ચે
વારંવાર ધ્યાનદશા (સાતમું ગુણસ્થાન) થયા કરે છે. મુનિની અંતરદશાનું અનુમાન
આ ઉપરથી થઈ શકશે કે–તેમને ૨૪ કલાકમાંથી ત્રીજોભાગ (આઠ કલાક) તો
નિયમથી નિર્વિકલ્પધ્યાનમાં જ વીતે છે. કેવી મહાન છે મુનિદશા!–એ તો જાણે નાનકડા
કેવળી! (
षट्खंडागम માં આ વાત પ્રસિદ્ધ છે.)
* જીવને મોહરહિત જે ઉદય હોય છે તે બંધનું કારણ જરાપણ થતો નથી, તેની
નિર્જરા જ થઈ જાય છે. માટે બંધનું કારણ ઉદય નથી પણ બંધનું કારણ મોહ છે.
પ્રશ્ન:– આ કાળ હલકો છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની મુખ્યતા કરવી
યોગ્ય નથી.
ઉત્તર:– આ કાળ સાક્ષાત્ મોક્ષ થવાની અપેક્ષાએ હલકો છે (અર્થાત્ સાક્ષાત્
મોક્ષ આ કાળે અહીંના જીવોને ભલે નથી) પણ આત્મઅનુભવનાદિ વડે સમ્યક્ત્વાદિ
હોવાની આ કાળમાં મના નથી,–તે તો આ કાળે પણ થઈ શકે છે. માટે
આત્માનુભવનાદિ અર્થે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો.
સૂર્ય અને વાદળા
મધ્યાહ્નના પૂર્ણ તેજે સૂર્ય પ્રકાશતો હોય, ત્યાં નીચેથી અનેક વાદળાંઓ
અવરજવર કરતા હોય. નીચેથી જોનારને એમ લાગે કે વાદળા સૂર્યને ઢાંકે છે! પણ નહિ
વાદળાથી ઊંચે સૂર્ય તો એવો ને એવો પ્રકાશી રહ્યો છે. વાદળા આવે ને જાય તેથી કાંઈ
સૂર્યનો પ્રકાશ સ્વભાવ ઢંકાઈ જતો નથી.

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
તેમ હું તો જ્ઞાનસૂર્ય છું, સુખ–દુઃખના સંયોગ–વિયોગરૂપી વાદળા આવે ને જાય,
પણ તેથી શું જ્ઞાનસૂર્ય ઢંકાઈ જાય છે?–નહિ! એ વાદળા તો ક્ષણમાં ચાલ્યા જશે, ને હું
જ્ઞાનસૂર્ય મારા ચૈતન્યતેજે ચમકતો જ રહીશ. સુખ–દુઃખના વાદળા વડે મારી ચૈતન્યતા
કદી ઢંકાશે નહિ.
* સિદ્ધના સાધર્મી કેમ થવાય?
* સિદ્ધ જેવા પોતાના આત્માનું સ્વસંવેદન કરવાથી સિદ્ધના સાધર્મી થવાય છે.
* પર સાથે એકતાનો મોહ કેમ છૂટે?
* ચૈતન્યસ્વરૂપ પોતાના આત્માને લક્ષમાં લઈને અનુભવ કરતાં જ પર સાથે
એકતાનો મોહ છૂટી જાય છે.
* વ્યવહારને તમે માનો છો?
YES
* વ્યવહારના આશ્રયે તમે ધર્મ માનો છો?
No
જીવનું સાચું જીવન
જેણે જીવની શુદ્ધ ચૈતન્યસત્તાનો સ્વીકાર ન કર્યો ને
બીજા વડે તેનું જીવન (તેનું ટકવું) માન્યું તેણે જીવના
સ્વાધીન જીવનને હણી નાંખ્યું, પોતે જ પોતાનું ભાવમરણ કર્યું.
તેને અનંત શક્તિવાળું સ્વાધીન જીવન બતાવીને ‘અનેકાન્ત’
વડે આચાર્યદેવ સાચું જીવન આપે છે. ‘ભાવમરણો’ ટાળવા
માટે કરુણા કરીને અનંત આત્મશક્તિરૂપી સંજીવની સંતોએ
આપી છે, –જેના વડે અવિનાશી સિદ્ધપદ પમાય છે. એ જીવનું
સાચું જીવન છે, તે સુખી જીવન છે.
સિદ્ધભગવંતો સુખી જીવન જીવી રહ્યા છે; તેના સાધક–
સંતો પણ સુખી જીવન જીવી રહ્યા છે. ચૈતન્યસત્તાની અનુભૂતિ
આત્માને સુખી જીવન જીવાડે છે.

PDF/HTML Page 24 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
અજ્ઞાની
‘અર્થનો અનર્થ’ કરે છે

દ્રવ્ય–ગુણ–પર્યાય તે ‘અર્થ’ છે. દ્રવ્ય પોતે જ ગુણ–પર્યાયોને પામે છે, ને ગુણ
પર્યાયો પોતે દ્રવ્યને પામે છે. પણ તે કોઈ બીજા અર્થોને પ્રાપ્ત કરતા નથી કે બીજા અર્થ
વડે પ્રાપ્ત કરાતા નથી. –આવી સ્વતંત્ર અર્થવ્યવસ્થા (વસ્તુસ્વરૂપ) છે.
હવે આવા અર્થને જે નથી જાણતો, ને પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનો કોઈ અંશ
બીજા વડે પ્રાપ્ત થવાનું માને છે, અથવા બીજાના કોઈ પણ દ્રવ્ય–ગુણ–પર્યાય પોતે કરે
એમ જે માને છે–તે ‘અર્થ’ નો અનર્થ કરે છે. આંખના અંધ કરતાં પણ આ ‘અર્થનો
અનર્થ’ કરનારને મિથ્યાત્વનો મહાન દોષ છે. દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુના યથાર્થ
સ્વરૂપને જાણતાં મોહનો ક્ષય થાય છે.
વસ્તુ પોતાના ગુણ–પર્યાયમાં રહે છે, એટલે તેને જ તે કરે છે; પરના ગુણ–
પર્યાયોને તે કરતી નથી. જો પરને કરે તો તે પરમાં ચાલી જાય ને પદાર્થ–વ્યવસ્થા જ ન
રહે, અર્થનો અનર્થ થઈ જાય. માટે આચાર્યદેવ કહે છે કે–
અહો, જિનેન્દ્રદેવના પરમ અદ્ભુત ઉપદેશમાં દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ
વસ્તુસ્વરૂપનો યથાર્થ બોધ કરાવ્યો છે, તેને પામીને હે જીવો! તીક્ષ્ણ પુરુષાર્થ વડે તમે
મોહનો નાશ કરો...ને આત્મસ્વરૂપના અતીન્દ્રિયસુખને અનુભવો.
* દરેક વસ્તુ પોતપોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં રહેલી છે;
* મારા દ્રવ્ય–ગુણ–પર્યાય મારા ચેતનરૂપ છે, તેને પરની સાથે સંબંધ નથી;
* પરના દ્રવ્ય–ગુણ–પર્યાયોને તે–તે પદાર્થો સાથે સંબંધ છે, મારી સાથે તેને કાંઈ
સંબંધ નથી.
–આમ સ્વ–પરના વિભાગદ્વારા મોહનો નાશ થાય છે. કેમકે જિનોપદેશઅનુસાર
સ્વ–પરની અત્યંત વહેંચણી કરનાર જીવ, પોતાની પર્યાયની શુદ્ધી માટે બીજાની સામે
નથી જોતો (–પર સાથે એકતા નથી માનતો), પણ પોતાના સ્વદ્રવ્યની સન્મુખ જુએ
છે ને સ્વમાં જ એકત્વ કરીને પરિણમે છે. ને એવા સ્વભાવસન્મુખ પરિણમનમાં
મોહનો અભાવ થઈને નિર્મોહી વીતરાગીદશા ને પરમ સુખ પ્રગટે છે.

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
* વીતરાગભાવનું પ્રતિબિંબ–જિનપ્રતિમાં *
* ધર્મીને વ્યવહારના સ્થાનમાં
વ્યવહાર અને નિમિત્તિ હોય છે *

પ્રશ્ન:– જો રાગનું અવલંબન નથી તો પછી જિનપ્રતિમાનું અવલંબન શા માટે?
ઉત્તર:– જેને આત્માના વીતરાગભાવનો પ્રેમ હોય, પણ હજી રાગ હોય તેને શુભરાગ
વખતે વીતરાગતાના નિમિત્તો પ્રત્યે લક્ષ જાય છે; જિનપ્રતિમા એ વીતરાગભાવનું પ્રતિબિંબ
છે. આવી પ્રતિમાનું અવલંબન શુભરાગ વખતે હોય, શુદ્ધતામાં તો પોતાના સ્વભાવનું જ
અવલંબન છે, તેમાં કાંઈ પરનું અવલંબન નથી. જિનપ્રતિમાજીના દર્શનપૂજનના શુભરાગને
મોક્ષમાર્ગ માની લ્યે તો તે ભૂલ છે; અને ધર્મીને એવો શુભરાગ હોય જ નહિ એમ માને તો
તે પણ ભૂલ છે. જે ભૂમિકામાં જેમ હોય તેમ ઓળખવું જોઈએ. કઈ ભૂમિકામાં કેટલી શુદ્ધતા
હોય, કેટલો રાગ હોય ને તે રાગમાં કેવાં નિમિત્તો હોય એનો વિવેક ધર્મીને હોય છે, મુનિદશા
જેટલી શુદ્ધતા પ્રગટી હોય ને શરીર ઉપર વસ્ત્ર ઓઢીને ફરવાનો રાગ હોય–એમ બની શકે
નહિ. વસ્ત્રના રાગસહિત મુનિદશા માને તેને મુનિદશાની શુદ્ધતાની ખબર નથી. છઠ્ઠા–સાતમા
ગુણસ્થાને મુનિને વસ્ત્રનો રાગ ન હોય છતાં ત્યાં વસ્ત્ર હોવાનું માને છે, અને ચોથા–પાંચમા
ગુણસ્થાને જિનપૂજા વગેરે રાગ હોય છે છતાં ત્યાં તેના નિમિત્તરૂપ જિનપ્રતિમા વગેરેનો
નિષેધ કરે છે,–એ પ્રમાણે અજ્ઞાનીને ધર્મની ભૂમિકાનું ભાન નથી, ને કઈ ભૂમિકામાં કેવા
નિમિત્ત હોય તેની પણ તેને ખબ૨ નથી. જિનપ્રતિમાનો સ્વીકાર કર્યો તેથી કાંઈ તેના
અવલંબને મોક્ષમાર્ગ થઈ જાય છે એમ નથી. રાગ વગરના આત્મસ્વભાવનું ભાન હોવા
છતાં સાધકભૂમિકામાં રાગ બાકી હોય, ત્યાં જેમ પરમાત્માના ગુણોનું સ્તવન તે શુભરાગ છે
છતાં તે ભાવ આવે છે, તેવી જ રીતે ભગવાનની મૂર્તિનું અવલંબન તે પણ શુભરાગ છે છતાં
તે ભાવ આવે છે. તે જ વખતે નિજપરમાત્માના અવલંબને જેટલી શુદ્ધતા પ્રગટી છે તેટલો જ
મોક્ષમાર્ગ છે. જેમ ગુરુની સેવા, ધર્મનું શ્રવણ વગેરે શુભભાવ છે તેમ જિનદેવના દર્શન–
પૂજન તે પણ શુભભાવ છે. શુભને શુભ તરીકે જાણવું જોઈએ, ને શુદ્ધતાની ધારા તેનાથી
જુદી છે–તેને ઓળખવી જોઈએ.
આ તો સર્વજ્ઞ–વીતરાગનો અલૌકિક માર્ગ છે; તેમાં દ્રવ્ય–પર્યાય, નિશ્ચય–વ્યવહાર,
શુદ્ધ અને શુભ, પુણ્ય અને પાપ, બધાનું સ્વરૂપ જેમ હોય તેમ ઓળખવું જોઈએ, ને તેમાંથી
પોતાનું હિત ક્યા પ્રકારે છે તેનો વિવેક કરવો જોઈએ. એક ભૂમિકામાં નિર્મળતા હોય તે જુદી
ને રાગ હોય તે જુદો,–બંનેનું મિશ્રણ નથી. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર હોય છે, પણ
નિશ્ચયસ્વભાવનું અવલંબન કરનારને અંતરમાં વ્યવહારનું અવલંબન રહેતું નથી.

PDF/HTML Page 26 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
* રાગના અવલંબન
વગરનો વીતરાગનો માર્ગ *
* નિશ્ચય સ્વભાવ–આશ્રિત મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* નિજપરમાત્માની ભાવના તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* ઔપશમિકાદિ ભાવો તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* શુદ્ધઉપાદાનકારણ તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* ભાવશ્રુતજ્ઞાન તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* શુદ્ધાત્મ–અભિમુખપરિણામ તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* શુદ્ધાત્માના ધ્યાનરૂપ મોક્ષમાર્ગ છે...
તેમાં રાગનું અવલંબન નથી.
* શુદ્ધોપયોગ તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.

–આ રીતે મોક્ષમાર્ગના ભાવમાં ક્યાંય રાગનું અવલંબન નથી, પોતાના પરમ
સ્વભાવનું જ અવલંબન છે. રાગ તે ઉદયભાવ છે, જો તેના આધારે ઉપશમાદિભાવો
થાય તો તે બંને જુદા ન રહે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરસનું ઝરણું છે,
શાંતરસનું સરોવર છે, તેમાં એકાગ્ર થતાં જે દશા પ્રગટી તે જ મોક્ષમાર્ગ છે. આવી
શુદ્ધવસ્તુના અનુભવ વગર ત્રણકાળમાં ભવથી નીવેડો નથી.
અરે, આવો માર્ગ સાંભળીને પણ જીવો પોકાર કરે છે કે અમારો વ્યવહાર ઊડી
જાય છે... પુણ્ય ઊડી જાય છે! પણ જરાક ધીરો થઈને સાંભળ, ભાઈ!–શું રાગ હોય તો
વીતરાગતા થાય? શું વ્યવહારના અવલંબન વડે નિશ્ચય થાય? શું દોષ દ્વારા નિર્દોષતા
પ્રગટે?–અરે, એ કોના ઘરની વાત! રાગથી વીતરાગતા કદી ન થાય; રાગના
અભાવથી વીતરાગતા થાય. નિશ્ચયસ્વભાવના અવલંબને જ નિશ્ચયમોક્ષમાર્ગ થાય.
રાગ તે દોષ છે તેના દ્વારા નિર્દોષતા ન થાય પણ નિર્દોષ સ્વભાવના અનુભવથી જ
નિર્દોષતા થાય. આવો સ્પષ્ટ માર્ગ, તેમાં ક્યાંય ગરબડ ચાલે તેવું નથી.

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
આવો માર્ગ વીતરાગનો
ભાખ્યો શ્રી ભગવાન
શ્રી ગુરુદેવ કરુણાથી કહે છે કે ભાઈ! અનંતકાળે
આવો મોંઘો મનુષ્યભવ મળ્‌યો તેમાં તારા સત્સ્વરૂપને
લક્ષમાં લે...વીતરાગમાર્ગમાં કહેલું જ્ઞાનનું સ્વરૂપ જાણ. તારો
વીતરાગી જ્ઞાનસ્વભાવ જ તને શરણરૂપ છે, બીજું કોઈ નહિ.
ભગવાન અંદર તારા આત્માની સામે એકવાર જો તો ખરો.
* * * * *
જગતના જડ–ચેતન પદાર્થો સ્વતંત્ર જ્ઞેયો છે, ને આત્મા સ્વતંત્ર જ્ઞાતા છે.
પદાર્થો દ્રશ્ય છે, આત્મા દ્રષ્ટા છે, તેમની વચ્ચે કર્તા–કર્મપણાનો સંબંધ નથી. જેમ નદીમાં
પાણીનાં પૂર વહ્યે જતાં હોય ને કાંઠે ઊભોઊભો માણસ સ્થિર આંખે તે જોતો હોય, ત્યાં
કાંઈ તે માણસ પૂરમાં તણાઈ જતો નથી, તેમ પરિણમી રહેલા જગતના પદાર્થોને
તટસ્થપણે જાણનારો આત્મા, તે કાંઈ પરમાં તણાઈ જતો નથી. જગતના પદાર્થોના
કાર્યોના કર્તા તે પદાર્થો પોતે જ છે, આત્મા નહિ. મકાન–ખોરાક–શરીર વગેરે
પુદ્ગલમય પદાર્થો ને જો આત્મા ભોગવે તો આત્મા પણ પુદ્ગલમય થઈ જાય. એ
પુદ્ગલમય પદાર્થો તો જુદા છે, ને તેના તરફની લાગણીઓ પણ જ્ઞાનભાવથી જુદી છે,
જ્ઞાન તે લાગણીઓને પણ કરતું નથી–ભોગવતું નથી. આ શરીરના એક્કેય રજકણને કે
પગ–હાથને આત્મા ચલાવતો નથી, આત્મા તેનો દ્રષ્ટા–સાક્ષી છે.
પોતાનો આવો જ્ઞાનસ્વભાવી આત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો છે તે ધર્મી જીવ
રાગાદિ વિભાવનું કાર્ય જ્ઞાનને સોંપતો નથી, પોતે તેનો કર્તા થતો નથી. આંખને વેળું
ઉપાડવાનું કામ સોંપાય નહિ તેમ જ્ઞાનચક્ષુને જગતનાં કે રાગનાં કામ સોંપાય નહિ.
આત્મા જ્ઞાનમૂર્તિ ચૈતન્યપિંડ છે, તેનાં કામ તો ચૈતન્યમય હોય. અજ્ઞાનીઓ ભ્રમણાથી
ચૈતન્યભગવાનને પણ જડનો (શરીરનો) કર્તા–ભોક્તા માને છે, પણ તેથી કાંઈ તે તેને
કરી કે ભોગવી તો શક્તો નથી. ઊંધી માન્યતાનું મિથ્યાત્વ તેને લાગે છે. તેવા જીવને
આચાર્યદેવે આત્માનો સાચો સ્વભાવ સમજાવ્યો છે, –કે જેને અનુભવમાં લેતાં જ પરમ
સુખ અને ધર્મ થાય છે.

PDF/HTML Page 28 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૫ :
ગુણ–ગુણી અભેદ છે, એટલે જેમ શુદ્ધજ્ઞાન કર્મના બંધ–મોક્ષને કે ઉદય–નિર્જરાને
કરતું નથી તેમ શુદ્ધજ્ઞાનપરિણત જીવ પણ તેને કરતો નથી. શુદ્ધઉપાદાનરૂપ ચૈતન્યભાવ
અને તેના ભાનરૂપ શુદ્ધ જ્ઞાનપર્યાય, તેમાં ક્યાંય પરનું–રાગનું કર્તા–ભોક્તાપણું નથી.
‘શુદ્ધજ્ઞાન’ કહેતાં સ્વભાવ તરફ ઢળેલી જ્ઞાનપર્યાય. અથવા અભેદપણે તે
જ્ઞાનપર્યાયરૂપે પરિણમેલો જીવ, તેને રાગનું કર્તા–ભોક્તાપણું નથી, ત્રિકાળીવસ્તુમાં
નથી ને તેને અનુભવનારી પર્યાયમાં પણ નથી.
જો આત્મા પરને કરે–ભોગવે તો બંને પદાર્થો એક થઈ જાય.
રાગાદિક પણ ઉપાધિભાવો છે, તે સહજ શુદ્ધજ્ઞાનનું કાર્ય નથી.
આવા સ્વભાવની શુદ્ધદ્રષ્ટિરૂપે પરિણમેલો જીવ શુદ્ધઉપાદાનપણે રાગાદિને કરતો
નથી; તે પોતાના નિર્મળ ભાવોને કરે છે, પણ પરને કરતો નથી. રાગાદિ વિભાવનું
કર્તૃત્વ–ભોક્તૃત્વ અશુદ્ધઉપાદાનમાં છે, પણ અંર્તદ્રષ્ટિથી જ્યાં શુદ્ધઉપાદાનરૂપે
પરિણમ્યો ત્યાં તે અશુદ્ધભાવોનું કર્તૃત્વ રહેતું નથી.
જગતમાં આ જીવ સિવાયના બીજા જીવો તેમજ અજીવ પદાર્થો છે, જીવની
અવસ્થામાં રાગાદિ છે,–એ બધાયનું અસ્તિત્વ છે ખરું, પણ શુદ્ધસ્વભાવ તરફ એટલે કે
સાચા આત્મા તરફ વળેલો જીવ તે બધાયથી પોતાને ભિન્ન અનુભવે છે. હું ચૈતન્યસૂર્ય
છું જ્ઞાનપ્રકાશનો પૂંજ છું–એવી અનુભવદશારૂપ પરિણમેલો જીવ તે રાગાદિનો કર્તા–
ભોક્તા થતો નથી. નિર્મળ પર્યાય થઈ તેની સાથે અભેદ જીવ છે, એટલે જેમ નિર્મળ
જ્ઞાનપર્યાયમાં પરભાવનું કર્તા–ભોક્તાપણું નથી તેમ તે પર્યાયરૂપે પરિણમેલો જીવ પણ
પરભાવનો કર્તા–ભોક્તા નથી; શુદ્ધપર્યાયમાં કે અખંડ દ્રવ્યમાં રાગાદિનું કર્તૃત્વ–
ભોક્તૃત્વ નથી. આવા આત્માને ઓળખવો તે જ સાચા આત્માની ઓળખાણ છે, અને
તે જ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે.
* વીતરાગી અહિંસા તે પરમ ધર્મ *
અરે, તારી ચૈતન્યજાતમાં તો સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદ ભર્યા છે. સિદ્ધપરમાત્મા
જેવાં ગુણો તારામાં ભર્યા છે, ભાઈ! શરીરાદિ તો જડનાં થઈને રહ્યાં છે, તે તારામાં
આવ્યાં નથી ને તારારૂપ થયાં નથી. જે પોતાનાં નથી છતાં તેનો હું

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
કર્તા–એમ અજ્ઞાની માને છે તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વનું મહાપાપ અનંત દુઃખનું કારણ
છે. શુદ્ધ જ્ઞાતાસ્વભાવી આત્માને પરનો કે રાગનો કર્તા માનતાં પોતાના જ્ઞાતાભાવની
હિંસા થાય છે, ચૈતન્યપ્રાણ હણાય છે, તે જ હિંસા છે.
જ્ઞાની કે અજ્ઞાની કોઈ જીવ પોતાથી ભિન્ન જગતના કોઈ પણ પદાર્થને કરી કે
ભોગવી શકતો નથી. ફેર એટલો છે કે અજ્ઞાની ‘હું કરું–હું ભોગવું’ એમ સ્વ–પરની
એકતાની મિથ્યા માન્યતા કરે છે, ને જ્ઞાની સ્વ–પરની ભિન્નતારૂપ યથાર્થ વસ્તુસ્વરૂપ
જાણે છે, પરની ભિન્નતા ઉપરાંત અહીં તો એમ બતાવવું છે કે શુદ્ધજ્ઞાનની દ્રષ્ટિવાળા
જ્ઞાનીને રાગાદિભાવોનુંય કર્તા–ભોક્તાપણું નથી. આવા શુદ્ધજ્ઞાનની દ્રષ્ટિ થતાં નિર્મળ–
વીતરાગપર્યાય થઈ તેનું નામ ધર્મ, અને તે જ પરમ અહિંસા. ભગવાને આવી
વીતરાગી અહિંસાને પરમધર્મ કહ્યો છે.
પ્રશ્ન:– આમાં અમારે કરવાનું શું આવ્યું?
ઉત્તર:– ભાઈ, આમાં કરવાનું એ આવ્યું કે જડથી ને રાગથી ભિન્ન પોતાનું
ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું દ્રષ્ટિમાં લઈને તેનો અનુભવ કરવો. મોક્ષને માટે આ જ
કરવા જેવું છે. આનાથી વિરુદ્ધ બીજું કાંઈ કરવાનું ચૈતન્યપ્રભુને સોંપવું તે હિંસા છે,
અધર્મ છે.
* ધર્માત્માની ધર્મક્રિયા કેવી છે? *
જ્ઞાનસ્વરૂપ આત્મા પોતાથી બહારમાં તો કાંઈ કરી શકતો નથી.
અશુદ્ધઉપાદાનપણેય અજ્ઞાની માત્ર રાગને કરે છે, પણ પરને તો અશુદ્ધ ઉપાદાનપણે
પણ નથી કરતો; અને આત્માના ભાનની સાચી ભૂમિકામાં તો ધર્માત્મા રાગાદિનેય
નથી કરતા, અંતરની અનુભવદ્રષ્ટિમાં તો ધર્મી પોતાના અતીન્દ્રિય આનંદને જ ભોગવે
છે. આવું આનંદનું વેદન એ જ ધર્મીની ધર્મક્રિયા છે. આવી ક્રિયા કરે તેને જ્ઞાની
કહેવાય. ધર્મી થતાં પોતાની શાંત જ્ઞાન–આનંદમય વીતરાગદશાને જ તે કરે છે ને તેને
જ ભોગવે છે, –તન્મયપણે વેદે છે.
વ્યવસ્થિત ભાષા નીકળે, ઈચ્છાનુસાર શરીર ચાલે, છતાં તે કાર્યો આત્માનાં
નથી. જે કાર્યમાં જે હોય તેનો તે કર્તા હોય. ભાષામાં આત્મા નથી, ભાષામાં તો
પુદ્ગલનાં રજકણો છે. ભાષાનાં રજકણોની ખાણ તો પુદ્ગલોમાં છે, આત્માની

PDF/HTML Page 30 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
ખાણમાં અવાજનાં કણો નથી, એટલે આત્મા તેનો કર્તા નથી. એ જ રીતે શરીરનાં
રજકણોમાં આત્મા નથી, આત્મા તેનો કર્તા નથી. અને ધર્મદ્રષ્ટિમાં ધર્મીજીવ વિભાવનો
પણ કર્તા નથી. ધર્માત્માની સાચી ક્રિયા અંતરદ્રષ્ટિ વડે ઓળખાય છે. થોડું લખ્યું ઝાઝું
કરીને જાણજો’–એમ આ ટૂંકા સિદ્ધાંત–નિયમો બધે લાગુ કરીને વસ્તુસ્વરૂપ સમજી
લેજો.
* નિજભાવનું ગ્રહણ...પરભાવનો ત્યાગ *
શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા પરભાવનો કર્તા નથી. જ્ઞાન કહો કે આત્મા કહો,
ગુણ–ગુણી અભેદ કરીને કહ્યું કે શુદ્ધઆત્મા રાગાદિને તથા કર્મોને જાણે છે પણ
તેને કરતો નથી. જુઓ, આ સાધકદશાની વાત છે,–જેને હજી તે પ્રકારનો
વ્યવહાર છે છતાં શુદ્ધસ્વભાવની દ્રષ્ટિમાં તેનું કર્તૃત્વ છૂટી ગયું છે–એવા
સાધકની આ વાત છે. નિશ્ચયરત્નત્રયરૂપ મુનિદશારૂપે આત્મા પરિણમે ત્યાં દેહ
ઉપરથી વસ્ત્રાદિ છૂટી જ ગયા હોય ને દિગંબરદશા જ હોય; ત્યાં વસ્ત્ર છૂટયા
તેને આત્મા જાણનાર છે, પણ છોડનાર નથી. આત્મા પરને ગ્રહનાર કે પરને
છોડનાર નથી; પરપદાર્થો તો ત્રણેકાળે આત્માથી છૂટા છે જ. છૂટા છે જ તેને
છોડવું શું? ‘આ મારાં’ એમ અભિપ્રાયમાં ખોટી પક્કડ કરી હતી, તેને બદલે
છૂટાને છૂટા જાણ્યા એટલે ‘આ મારાં’ એવો મિથ્યાઅભિપ્રાય છૂટી ગયો,
મારાપણાની મિથ્યાબુદ્ધિનો ત્યાગ થયો, ને પરથી ભિન્ન એવા નિજસ્વરૂપનું
સમ્યક્ભાન થયું. આ રીતે ધર્મીને સમ્યક્ત્વાદિ નિજભાવનું ગ્રહણ (અર્થાત્
ઉત્પાદ) અને મિથ્યાત્વાદિ પરભાવનો ત્યાગ (અર્થાત્ વ્યય) છે. અને જ્યાં
આવા ગ્રહણ–ત્યાગ થયા ત્યાં દુઃખનું વેદન રહેતું નથી, એટલે તે ધર્મી જીવ દુઃખ
વગેરે પરભાવનો ભોક્તા પણ નથી. અનુકૂળ સંયોગમાં હર્ષની લાગણી, ને
પ્રતિકૂળસંયોગમાં ખેદની લાગણી, તેનું વેદન જ્ઞાનમાં નથી, જ્ઞાનનું સ્વરૂપ હર્ષ–
શોકથી રહિત છે. તેવી લાગણી થાય તેને જ્ઞાની જ્ઞાનભાવથી જાણે ખરા કે આવી
લાગણી થઈ; પણ મારું જ્ઞાન જ હર્ષ–શોકરૂપ થઈ ગયું એમ કાંઈ જ્ઞાની નથી
જાણતા. હર્ષાદિની લાગણી વખતેય તેનાથી રહિત એવા અકારક–અવેદક જ્ઞાનરૂપે
જ ધર્મી પોતાને ઓળખે છે.

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
* જ્ઞાનમાં પાપ નથી, તેમ જ્ઞાનમાં પુણ્ય પણ નથી *
નિર્મળ જ્ઞાનપર્યાયમાં રાગનું કર્તૃત્વ–ભોક્તૃત્વ નથી તેમ તે જ્ઞાનપર્યાયમાં અભેદ
એવો આખો શુદ્ધઆત્મા પણ તેનો અકર્તા–અભોક્તા છે, એમ કહીને આખોય
જ્ઞાયકસ્વભાવ અકારક–અવેદક બતાવ્યો. આવા આત્માનું ભાન થાય તે સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન છે; અને તે ધર્મનું મૂળ છે. લોકો દયાને ધર્મનું મૂળ કહે છે પણ એ તો માત્ર
ઉપચાર છે, દયાદિ શુભપરિણામ એ કાંઈ મોક્ષનું કારણ નથી, એ તો પુણ્યબંધનું કારણ
છે. અહીં તો કહે છે કે જ્ઞાનમાં જેમ હિંસાનો અશુભભાવ નથી, તેમ જ્ઞાનમાં દયાનો
શુભભાવ પણ નથી. શુભ–અશુભભાવ કરવાનું કામ જ્ઞાનને સોંપવું તે તો અજ્ઞાન છે,
તેને જ્ઞાનની ખબર નથી. જેમ પાપભાવ જ્ઞાનનો સ્વભાવ નથી તેમ શુભવિકલ્પ તે પણ
શુદ્ધ જ્ઞાનનું કાર્ય નથી. આ રીતે શુદ્ધજ્ઞાનરૂપે પરિણમતો જ્ઞાની રાગાદિને કરતો નથી,
માત્ર જાણે જ છે. ‘જાણે જ છે’ એટલે કે જ્ઞાનરૂપે જ પરિણમે છે.–કાંઈ પરસન્મુખ
થઈને એને જાણવાની વાત નથી.
* આવો માર્ગ વીતરાગનો... *
જુઓ, આ જાણવારૂપ જ્ઞાનક્રિયામાં મોક્ષમાર્ગ સમાય છે જ્યાં અંતર્મુખદ્રષ્ટિ
વડે પર્યાયની એકતા શુદ્ધસ્વભાવ સાથે થઈ ત્યાં દ્રવ્યમાં કે પર્યાયમાં ક્યાંય
વ્યવહારના વિકલ્પોનું કર્તૃત્વ રહેતું નથી; જ્ઞાનમાં કોઈ વિકલ્પનું કર્તૃત્વ નથી,
તેનું ભોક્તૃત્વ નથી, તેનું ગ્રહણ નથી, તે–રૂપ પરિણમન નથી. આવા જ્ઞાનસ્વરૂપ
આત્મા છે તેને ધર્મી જીવ અનુભવે છે. ભગવાને આવા અનુભવને મોક્ષમાર્ગ કહ્યો
છે.–
આવો માર્ગ વીતરાગનો ભાખ્યો શ્રી ભગવાન.
સમવસરણની મધ્યમાં સીમંધર ભગવાન.
વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા દિવ્યધ્વનિવડે આવો માર્ગ ઉપદેશી રહ્યા
છે ને ગણધર વગેરે શ્રોતાજનો ભક્તિપૂર્વક તે સાક્ષાત્ સાંભળી રહ્યા છે, ત્યાં
ઘણાય જીવો આવો અનુભવ કરી કરીને મોક્ષમાર્ગરૂપે પરિણમી રહ્યા છે.
કુંદકુંદાચાર્યદેવે એ

PDF/HTML Page 32 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
સીમંધર ભગવાનની વાણી સાંભળીને આ ભરતક્ષેત્રમાં પણ એ જ મોક્ષમાર્ગ પ્રસિદ્ધ
કર્યો છે, ને એવો અનુભવ અત્યારે પણ થઈ શકે છે. મોક્ષમાર્ગની રીત ત્રણે કાળે એક
જ છે.
શ્રી ગુરુના ઉપદેશથી આવા મોક્ષમાર્ગરૂપે જે જીવ પરિણમ્યો તેને, તે મોક્ષમાર્ગ
ઉપદેશનારા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ઘણું જ બહુમાન ને વિનયાદિ હોય છે. અને છતાં તે
વિનયાદિ શુભરાગ અને અંતરનું જ્ઞાન એ બંનેના લક્ષણ જુદા છે–એવું જ્ઞાન પણ તે જ
ક્ષણે વર્તે છે; વંદનાદિ વિનય વખતે જ એનું જ્ઞાન અંર્તસ્વભાવમાં નમેલું છે, રાગમાં
નમેલું નથી. શિષ્યને કેવળજ્ઞાન થાય અને તે કેવળજ્ઞાન થયા પછી પણ છદ્મસ્થ ગુરુ
પ્રત્યે વંદનાદિ વિનય કરે–એવો તો માર્ગ નથી; એ તો વીતરાગ થયા, હવે તેને
વંદનાદિનો રાગ કેવો? ઊલટું ગુરુને એમ થાય કે વાહ, ધન્ય છે એને....કે જે પદને હું
સાધી રહ્યો છું તે કૈવલ્યપદ એણે સાધી લીધું. વીતરાગને તો વિકલ્પ હોતો જ નથી, પણ
અહીં તો કહે છે કે–જેને તે પ્રકારનો વિકલ્પ આવે છે એવા જ્ઞાનીને પણ તે વિકલ્પનું
કર્તૃત્વ જ્ઞાનમાં નથી.–આવો જ્ઞાનસ્વભાવ છે, ને આવો વીતરાગનો માર્ગ છે. જેમ
બહારના કણિયા આંખમાં સમાતા નથી તેમ બાહ્યવૃત્તિરૂપ શુભાશુભરાગ તે
જ્ઞાનભાવમાં સમાતા નથી. રાગ તો આકુળતાની ભઠ્ઠી છે ને જ્ઞાનભાવ તો પરમ
શાંતરસનો સમુદ્ર છે, તે જ્ઞાનસમુદ્રમાં રાગરૂપ અગ્નિ કેમ સમાય? જ્ઞાન પોતે રાગમાં
ભળ્‌યા વગર તેનાથી મુક્ત રહીને તેને જાણે છે. આવો જ્ઞાનસ્વભાવ સમ્યગ્દર્શનમાં
ભાસ્યો.
* જ્ઞાન અને રાગ જુદા છે *
જ્ઞાન અને રાગ જુદા છે,–એમ જુદાપણું કહો કે અકર્તાપણું કહો; કેમકે
ભિન્નપણામાં કર્તાપણું ન હોય. પોતાથી ભિન્ન હોય તેને આત્મા જાણે ખરો પણ કરે
નહિ. જેમ કેવળજ્ઞાનમાં વિકલ્પ નથી તેમ સાધકના શ્રુતજ્ઞાનમાં પણ વિકલ્પ નથી;
જ્ઞાનથી વિકલ્પ જુદો છે, એટલે જ્ઞાનમાં તે નથી. કેવળજ્ઞાનની ભૂમિકામાં તો વિકલ્પ છે
જ નહિ, જ્યારે શ્રુતજ્ઞાનની ભૂમિકામાં દેવ–ગુરુની ભક્તિ વગેરે વિકલ્પો છે પણ જ્ઞાની
તેને કરતો નથી, તેને જ્ઞાનથી ભિન્નપણે જાણે છે. એટલે જ્ઞાનીને વિકલ્પ જ્ઞાનના
જ્ઞેયપણે છે પણ જ્ઞાનના કાર્યપણે નથી. જ્ઞાનપણે પરિણમેલો

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
જીવ રાગાદિકષાયોને સ્પર્શતો ય નથી,–સ્પર્શ્યો ત્યારે કહેવાય કે જો તેની સાથે
એક્તા કરે. જેમ આંખ અગ્નિને અડતી નથી, (અડે તો દાઝી જાય) તેમ જ્ઞાનચક્ષુ
શુભાશુભ–કષાયરૂપ અગ્નિને અડતું નથી, જો અડે એટલે કે એકત્વ કરે તો તે
અજ્ઞાન થઈ જાય; માટે જ્ઞાન પરભાવોને અડતું નથી, કરતું નથી, વેદતું નથી,
તન્મય થતું નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્મા તે જ સાચો આત્મા છે. રાગને કરે
એવો આત્મા તે ‘સાચો આત્મા’ નથી, એટલે કે આત્માનું ભૂતાર્થસ્વરૂપ એવું
નથી. શુભરાગ વગેરે વ્યવહારક્રિયા કરતાં કરતાં નિશ્ચય સમ્યક્ત્વાદિ થશે–એમ જે
માને તેણે સાચા આત્માને નથી જાણ્યો પણ રાગને (અનાત્માને) જ આત્મા
માન્યો છે, તે મોટો ખોટો છે (–મિથ્યાદ્રષ્ટિ છે). સત્ય એવા ભૂતાર્થ આત્માને
જાણ્યા વગર સમ્યગ્દર્શન ન થાય, સમ્યગ્દર્શન વગર ચારિત્રદશા (મુનિપણું) ન
હોય, ને ચારિત્રદશા વગર મોક્ષ ન હોય. ચારિત્ર (મુનિદશા વગર તો સમ્યગ્દર્શન
હોઈ શકે, પણ ચારિત્રદશા સમ્યગ્દર્શન વગર કદી હોઈ શકે નહિ. માટે મોક્ષાર્થિએ
સાચા આત્માનો નિર્ણય કરીને સમ્યગ્દર્શન કરવું જોઈએ.
* સત્ છેતરાશે નહિ *
શ્રી ગુરુ કરુણાથી સંબોધે છે કે બાપુ! અનંતકાળે મોંઘું એવું આ મનુષ્યપણું
મળ્‌યું ને સત્યધર્મ સમજવાનો યોગ મળ્‌યો, તેમાં જો અત્યારે તારા સત્સ્વભાવને
ઓળખીને તેનું શરણ ન લીધું તો ચારગતિમાં ક્યાંય તને શરણ નહિ મળે. તું બહારથી
કે રાગથી ધર્મ મનાવી દે તેથી કદાચ જગતના અજ્ઞાનીઓ છેતરાશે ને તેઓ તને માન
આપશે, પણ ભગવાનના માર્ગમાં એ વાત નહિ ચાલે, તારો આત્મા તને જવાબ નહિ
આપે, રાગથી ધર્મ માનતાં તારો આત્મા છેતરાઈ જશે, સત્ નહિ છેતરાય, સત્ તો જેવું
છે તેવું જ રહેશે. તું બીજું માન તેથી કાંઈ સત્ ફરી નહિ જાય. રાગને તું ધર્મ માન તેથી
કાંઈ રાગ તને શરણ નહિ આપે. ભાઈ! તને શરણરૂપ ને સુખરૂપ તો તારો
વીતરાગસ્વભાવ છે, બીજું કોઈ નહિ. ભગવાન! તારા અંતરમાં બિરાજમાન આવા
આત્માને એકવાર જો તો ખરો.

PDF/HTML Page 34 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
રે જીવ!
આ મરણના મુખમાં પડેલા
હરણને કોઈ શરણ છે?
ના.
અને તને.....?
(ધર્મ જ શરણ છે.)
વૈરાગ્ય સમાચાર
* મીઠોઈ (જામનગર) ના ભાઈશ્રી પ્રેમચંદ કેશવજી તા. ૨પ–૧–૬૯ ની રાત્રે
નાઈરોબી (આફ્રિકા) મુકામે એકાએક સ્વર્ગવાસ પામી ગયા. નાઈરોબી મુમુક્ષુમંડળના
તેઓ પ્રમુખ હતા; તેઓ ભદ્ર અને સરલસ્વભાવી હતા. નાઈરોબીમાં ધર્મપ્રચાર માટે
તેમનો ફાળો હતો. અને નાઈરોબીમાંથી નિવૃત્ત થઈને ટૂંક સમયમાં જ ભારતમાં આવી,
સોનગઢમાં ગુરુદેવની છાયામાં રહીને લાભ લેવાની તેમની તમન્ના હતી. તે માટે
સોનગઢમાં સ્વતંત્ર મકાન લઈ લીધું હતું ને ગત આસો માસમાં ઉલ્લાસપૂર્વક તેનું
વાસ્તુ પણ કર્યું હતું, તે પ્રસંગે સજોડે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પણ લીધી. ચારેક મહિના
સોનગઢમાં ગુરુદેવનો લાભ લઈને આફ્રિકા ગયા ને થોડા જ દિવસમાં સ્વર્ગવાસ પામી
પ્રસંગોમાં ભાગ લેવા તેઓ આફ્રિકાથી દરવખતે આવી પહોંચતા. આગામી વૈશાખ
માસમાં પણ મુંબઈ આવવાની તેમની ભાવના હતા. આફ્રિકા જતાં પહેલાં “વીતરાગ–
વિજ્ઞાન” (છહઢાળા પ્રવચનો) નું બીજું પુસ્તક છપાવીને આત્મધર્મના ગ્રાહકોને ભેટ
આપવા માટે રૂા. ત્રણ હજાર તેઓ પ્રમુખશ્રીને સોંપી ગયા છે. પણ પુસ્તક છપાય
ત્યારપહેલાં તેઓ ચાલ્યા ગયા. દેવ–ગુરુ–ધર્મની છાયામાં વીતરાગવિજ્ઞાન પ્રગટ
કરવાનું પોતાનું કાર્ય તેઓ પૂરું કરે–એમ ઈચ્છીએ.
* સોનગઢમાં તા. ૨૮–૧–૬૯ ની સવારમાં બીલખાવાળા ભાઈશ્રી નાગરદાસ
શામળજી ટીંબડીઆ (તે તારાચંદ ફૂલચંદ ખારાના જમાઈ) સ્વર્ગવાસ પામી ગયા.
આગલા દિવસ સુધી તો તેઓ પ્રવચનમાં આવેલા. છેલ્લા એક માસથી તેઓ સોનગઢ
રહીને લાભ લેતા હતા.

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
* લાઠીના શેઠશ્રી તલકચંદ અમરચંદ ભાયાણી તા. ૨૭–૧–૬૯ નારોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ લાઠી જૈનસંઘના એક આગેવાન વડીલ હતા, ને ગુરુદેવનો
અવારનવાર લાભ લેતા, તથા ભજનદ્વારા પોતાની ઊર્મિ વ્યક્ત કરતા. સ્વર્ગવાસની
આગલી સાંજે પણ પોતાના હાથે એક ભજનની પંક્તિઓ લખીને ગુરુદેવ પ્રત્યે ભક્તિ
વ્યક્ત કરી હતી.
* લાડનૂવાળા શેઠશ્રી ગજરાજજી ગંગવાલ (વછરાજજી શેઠના ભાઈ) જયપુર
મુકામે તા. ૨૬–૧–૬૯ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. જૈનસમાજમાં તેઓ એક
આગેવાન હતા; પૂ. ગુરુદેવ તીર્થયાત્રામાં લાડનૂ–માંગીતૂંગી તથા કલકત્તા પધાર્યા ત્યારે
તેમણે સ્વાગતમાં આગેવાનીભર્યો ભાગ લીધો હતો ને ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ હતો.
* જયપુરના પં. શ્રી ચૈનસુખદાસજી ન્યાયતીર્થ તા. ૨પ–૧–૬૯ ના રોજ
સ્વર્ગવાસ પામી ગયા છે. ત્રણ દિવસ અગાઉ તો તેમની જન્મજયંતિ હતી. જયપુર
સમાજમાં તેઓ પ્રસિદ્ધ સુધારક વિદ્વાન હતા, સં. ૨૦૨૩માં ગુરુદેવ જયપુર પધાર્યા
ત્યારે ગુરુદેવનો પ્રભાવ દેખીને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
* દિલ્હીના વયોવૃદ્ધ પં. શ્રી જુગલકિશોરજી મુખ્તાતાર પણ ગતમાસમાં
સ્વર્ગવાસ પામી ગયા. તેમને ઐતિહાસિક સંશોધનનો શોખ હતો, અષાડ વદ એકમનો
દિવસ ‘વીરશાસનજયંતિ’ તરીકે વિશેષ પ્રચારમાં લાવવામાં તેમનો પણ પ્રયાસ હતો.
* રાજકોટના ભાઈશ્રી વિકમશી કાલીદાસ સંઘવી તે (ચંદુલાલભાઈ તથા
જમનાદાસભાઈના પિતાજી) તા. ૧૭–૧–૬૯ નારોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* વડોદરાવાળા કેશવલાલ ત્રિભુવનદાસના ધર્મપત્ની શ્રી રૂક્ષ્મણીબેન
(અજયકુમારના દાદીમા) તા. ૨૯–૧–૬૯ ના રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે.
* જામનગર મુકામે પુનાતર જમનાદાસ તલકસી માહ સુદ ૯ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ જિનશાસનના શરણે આત્મહિત પામો.
અશરણ એવા આ સંસારમાં એક ધર્મ જ જીવને શરણરૂપ છે.

PDF/HTML Page 36 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
સાચો વિચાર

ભાઈ, તે કદી તારા સાચા સ્વરૂપનો વિચાર જ કર્યો નથી કે અરે, હું કોણ છું?
મારામાં શું થઈ રહ્યું છે? મારી દશામાં દુઃખ ને અશાંતિ કેમ છે? તે ટાળીને શાંતિ પ્રાપ્તિ
કરવા મારે શું કરવું જોઈએ? મારામાં એવું ક્યું વસ્તુસ્વરૂપ છે કે જેની સન્મુખ જોતાં
દુઃખ ટળે ને સુખ પ્રગટે? દુઃખમાંથી તો કાંઈ સુખ ન આવે; તો દુઃખ વગરનું એવું ક્યું
તત્ત્વ છે જેમાંથી મને સુખ મળે? –આ પ્રમાણે સ્વતત્ત્વનો સાચો વિચાર (એટલે કે
સ્વસન્મુખ વિચાર) કરે તો સમ્યગ્જ્ઞાન થાય. અરે, આવા ઉપાયથી દેડકા જેવા
આત્માઓ પણ આત્મજ્ઞાન પામીને મોક્ષમાર્ગે ચડી ગયા; ને આ ઉપાય વિના
મંદકષાયપૂર્વક બહારમાં હજારો રાણીઓ ને રાજપાટ છોડીને દ્રવ્યલિંગી સાધુ થવા છતાં
આત્મજ્ઞાન ન પામ્યા. જગતમાં ભલે એ મહાત્મા તરીકે પૂજાતો હોય, પણ અંદર પોતે
મહાન–આત્મા રાગદ્વેષ વગરનો આનંદકંદ છે–તેના ભાન વગર એના ભવભ્રમણનો
અંત નહિ આવે. વીતરાગદેવે કહેલી વાસ્તવિક પદાર્થની વ્યવસ્થાઅનુસાર આત્માનો
કાયમી સ્વભાવ શું ને પલટતો ભાવ શું–તેને જાણ્યા વગર જીવની અવસ્થામાં
સમ્યક્ત્વાદિનું પરિણમન થતું નથી એટલે કે ધર્મ થતો નથી.
હજી તો રાગથી ને શરીરથી હું જુદો–એટલું જાણવાનું પણ જેને કઠણ લાગે, તેને
અંદરનું ત્રિકાળી તત્ત્વ–કે જે નિર્મળપર્યાયથી પણ કથંચિત્ ભિન્ન છે, તેનું સ્વરૂપ ક્યાંથી
લક્ષમાં આવશે? ચેતનામૂર્તિ આત્માને જડ–દેહાદિ સાથે તો કદી એકતા થઈ નથી. દેહમાં
અનંતા રજકણો છે ને તેમાંનો દરેક રજકણ દ્રવ્યપણે ધ્રુવ રહીને પોતાની પર્યાયરૂપે
સ્વયં પલટાયા કરે છે.–આત્મા તેને કરતો નથી. દેહથી ભિન્ન ભગવાન આત્મા પણ
અનંતગુણનો પિંડ સત્ વસ્તુ છે, તે દ્રવ્યપણે ધ્રુવ રહીને ક્ષણેક્ષણે પોતાની પર્યાયરૂપે
સ્વયં પલટાયા કરે છે. –તેનું કારણ કોઈ બીજું નથી. રાગપરિણામ હો કે
વીતરાગપરિણામ હો, તે પરિણામ પોતાની પર્યાયથી જ છે, તેનું કારણ બીજું કોઈ
નથી. સત્દ્રવ્ય ને સત્પર્યાય બંને થઈને આખી સત્વસ્તુ છે. આવી સત્વસ્તુનો વિચાર
કરીને તેનું સાચું જ્ઞાન કરવું જોઈએ.

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
* સત્ સમજતાં અમરપણું *
અંદરમાં પોતાના આવા સત્ને સમજે તો જીવ નીડર થઈ જાય, મરણની બીક ન
રહે. મરે કોણ? હું તો ત્રિકાળ આનંદકંદ છું; દ્રવ્યદ્રષ્ટિમાં મારે જન્મ–મરણ છે જ નહિ.
દેહાદિસંયોગો તો અધ્રુવ જ છે, એના નાશથી કાંઈ મારો નાશ થતો નથી. તે તો
પહેલેથી જ મારાથી જુદા છે; મારારૂપે કદી થયા જ નથી. ‘હું તો અખંડ પરમાત્મતત્ત્વ
છું’ –એવી ભાવનારૂપ જે ઔપશમિકાદિ ભાવો તે મોક્ષનું કારણ છે. મોક્ષ કહો કે
અમરપદ કહો, તે આવા ભાવવડે પમાય છે.
તે ભાવો કેવા છે? સમસ્ત રાગાદિથી રહિત છે, અને શુદ્ધઉપાદાનકારણરૂપ છે,
તેથી તે મોક્ષનું કારણ છે. તે સમસ્ત રાગરહિત હોવાથી તેને મોક્ષના કારણ કહ્યા, એટલે
રાગનો કોઈ અંશ તે મોક્ષનું કારણ નથી.
* સ્વદ્રવ્યની ભાવના રાગવગરની છે *
પ્રશ્ન:– સાધકને ઉપશમાદિ ભાવ વખતે રાગ તો હોય છે, છતાં તેને ‘સમસ્ત
રાગાદિરહિત’ કેમ કહ્યા?
ઉત્તર:– જે ઉપશમાદિ નિર્મળભાવો છે તે તો રાગ વગરના જ છે; તે કાળે
સાધકભૂમિકામાં રાગ હો ભલે પણ તે તો ઉદયભાવરૂપે છે, તે કાંઈ ઉપશમાદિ ભાવરૂપે
નથી, એટલે ઉપશમાદિ નિર્મળભાવોમાં તો જરાપણ રાગ છે જ નહિ, માટે તે ભાવો
સમસ્ત રાગાદિ રહિત જ છે. અંશે શુદ્ધતા અને અંશે રાગ બંને એકસાથે વર્તતા હોવા
છતાં બંનેનું સ્વરૂપ જુદું છે–એમ ઓળખે તો ભેદજ્ઞાન થાય. જે કોઈ રાગઅંશ છે તે તો
બંધનું જ કારણ છે, તે મોક્ષનું કારણ જરાય નથી; અને મોક્ષનું કારણ ઉપશમાદિ
નિર્મળભાવો છે, તે તો રાગ વગરના જ છે. જે શુભરાગ છે તે કાંઈ મોક્ષકારણરૂપ
‘ભાવના’ નથી, શુદ્ધચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થતાં જે નિર્વિકારદશા પ્રગટી તે
મોક્ષકારણરૂપ ‘ભાવના’ છે, તેમાં રાગ નથી.

PDF/HTML Page 38 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૫ :
સોનગઢમાં
ધાર્મિક અધ્યયન માટેની યોજના

પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની ૮૦ મી જન્મજયંતિ વૈશાખ સુદ બીજનાં
રોજ મુંબઈમાં “રત્નચિન્તામણિ–મહોત્સવ” તરીકે ધામધૂમથી ઉજવવામાં આવશે. તેના
ઉપલક્ષમાં શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા નીચે મુજબની એક યોજના
વિચારવામાં આવી છે.
(૧) જૈનધર્મમાં રુચિ રાખવાવાળા કોઈ પણ ત્યાગી અથવા સુયોગ્ય
વિદ્વાન કે જે અહીં રહીને ધાર્મિક અધ્યયન કરે, પૂજ્ય આત્મજ્ઞ સંત શ્રી કાનજી
સ્વામીના પ્રવચનોનું નિત્ય શ્રવણ કરે, અહીં તેમને માટે એક શિક્ષણશિબિર ચાલે
તેમાં ખંતપૂર્વક અભ્યાસ કરે અને જે વિષયો અભ્યાસક્રમમાં રાખવામાં આવે તેમાં
નિપુણતા મેળવે.
(૨) આ રીતના કાર્યક્રમમાં સતત બે માસ સુધી ઉપસ્થિત રહે તેને માટે
અહીં નિવાસસ્થાનની તથા ખાનપાનાદિની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને
જેમને પ્રવાસ–ખર્ચ આપવાની આવશ્યકતા જણાશે તેમને તે પણ આપવામાં
આવશે.
(૩) શાસ્ત્રાભ્યાસમાં નિપુણતા પ્રાપ્ત કર્યા પછી તેમને બહાર ગામ ધર્મપ્રચારાર્થે
મોકલવામાં આવશે. ત્યાં તેઓ, પૂજ્ય સ્વામીજી જે જૈન સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે
તેવા પ્રકારનો ઉપદેશ જૈનજનતાને આપે, શિક્ષણશિબિ૨ ખોલે અને તેમાં વિદ્યાર્થીઓને
તથા પ્રૌઢોને શિક્ષણ આપે.
(૪) પ્રચાર–કાર્ય માટે ગૃહસ્થ–વિદ્વાન જાય તેમને યોગ્યતાનુસાર વેતન પણ
આપવામાં આવશે.
(પ) સમયની અનુકૂળતા મુજબ આવા શિક્ષણશિબિરો અહીં ખોલવામાં
આવશે અને તે ઓછામાં ઓછા બે માસ પર્યંત ચાલશે. આવી રીતે વરસ
દરમ્યાન ત્રણ વખતનો કાર્યક્રમ રહેશે અને તે હાલ તુરત બે વર્ષ સુધી ચાલુ
રાખવામાં આવશે. પ્રારંભનો આવો શિક્ષણવર્ગ લગભગ મે માસમાં ચાલુ કરવાની
ધારણા છે.

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
(૬) ઉપરોક્ત યોજનાનો જે કોઈ લાભ લેવા ઈચ્છતા હોય તેમણે પોતાનો
અભ્યાસ (ધાર્મિક તથા લૌકિક), ઉમર, હાલની કાર્યવાહી વગેરેની પૂરી વિગત સાથે
નીચેના સરનામે પત્ર–વ્યવહાર કરવો. જેમની પસંદગી કરવામાં આવશે તેમને યોગ્ય
સમયે સૂચના આપવામાં આવશે અને તે વખતે તેમણે અહીં આવવું જોઈશે.
નવનીતલાલ સી. જવેરી
સોનગઢ પ્રમુખ
તા. ૪–૧–૬૯
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
વિજ્ઞપ્તિ
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો સાંભળવા તથા ધાર્મિક શિક્ષણ
વર્ગમાં અભ્યાસ કરવા માટે ઘણા મુમુક્ષુ ભાઈ–બહેન સોનગઢ આવે છે.
હિન્દીભાષી મુમુક્ષુઓ માટે જે ધર્મશાળા બનાવવામાં આવી છે તે પણ હવે બહુ
જ નાની પડે છે–એટલે દિ. જૈન સ્વા. મં. ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મીટિંગમાં વર્તમાન
ધર્મશાળા ઉપરએક માળ બનાવવાની યોજના વિચારવામાં આવી છે. જે ભાઈ–બહેન
રૂા. ૪૦૦૦) નું દાન આપશે તેમના નામનો એક રૂમ બનાવીને તેમાં દાતાના નામની
તકતી લગાડવામાં આવશે. એક રૂમ માટે બે વ્યક્તિઓ મળીને પણ દાન આપી શકે છે.
તે ઉપરાંત નાની–નાની રકમો પણ સ્વીકારવામાં આવશે; અને એવા દાતાઓના નામ
બોર્ડ ઉપર લખવામાં આવશે. યોજનાની શરૂઆત થઈ ચૂકી છે. પહેલા રૂમ માટે શ્રી
નવનીતલાલ ચુનીલાલ જવેરી (પ્રમુખ–શ્રી દિ. જૈન સ્વા. મં. ટ્રસ્ટ) તરફથી રૂા.
૪૦૦૦) ચાર હજારની તથા બીજા એક રૂમ માટે ખંડવા નિવાસી શ્રી રાયસાહેબ
પ્રેમચંદજી ચંપાલાલજી તરફથી તેમના ધર્મપત્ની સ્વ. માણેકબાઈના સ્મરણાર્થે રૂા.
૪૦૦૦) ચાર હજારની જાહેરાત કરવામાં આવી છે. રૂમની માલિકી ટ્રસ્ટની રહેશે; પણ
દાતાઓના સગા–સંબંધીઓ માટે ઊતરવામાં પ્રથમ પસંદગી આપવામાં આવશે.
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 40 of 45
single page version

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
તારા પગલે પગલે નાથ!
ઝરે છે આતમરસની ધાર
પૂ. ગુરુદેવની સાથે સોનગઢથી મુંબઈ સુધીના આનંદકારી મંગલવિહારના
કેટલાંક મધુર સંભારણા અહીં રજુ થશે. સ્વયં કલ્યાણકારી, અને કલ્યાણક
પ્રસંગોએ વિહાર કરી રહેલ ગુરુદેવનો પ્રભાવ કોઈ અલૌકિક છે. જ્યાં એમની
હાજરી હોય ત્યાં નાનકડા સમવસરણ જેવું વાતાવરણ ખડું થઈ જાય છે. ઠેર ઠેર
હજારો જીવો, તેમના ઉપદેશનું અંતરંગ હાર્દ સમજે કે ન સમજે તોપણ, એક કલાક
સતત વહેતી અધ્યાત્મરસધારાના અનેરા વાતાવરણ વચ્ચે બેસીનેય ચિત્તની
અનેરી શાંતિ અનુભવે છે ને પ્રભાવિત થાય છે. ને અંદરનું હાર્દ જે સમજે–એવા
વિરલ જીવોની તો વાત અલૌકિક છે. આવા પ્રભાવશાળી ગુરુદેવની સાથે ને સાથે
રહીને, નિરન્તર ઉપદેશ ઝીલીને તેનું આલેખન કરતાં આત્મા કૃતાર્થતા અનુભવે
છે...ને આ રીતે ઠેઠ સિદ્ધાલય સુધી ગુરુદેવની સાથે જ રહેવાનું છે. –બ્ર. હ. જૈન
માહ વદ છઠ્ઠ સોનગઢ (તા. ૮–૨–૬૯) ની વહેલી સવારમાં વિદેહીનાથ
સીમંધરપ્રભુના ભાવથી દર્શન કર્યા, ત્યારબાદ માંગળિક સંભળાવીને ગુરુદેવે કહ્યું કે આ
આત્માને પંચપરમેષ્ઠી ભગવંતોનું શરણ છે–તે શરણ વ્યવહારથી છે; નિશ્ચયથી પોતાનો
ધ્રુવઆત્મા ‘પાંચ બોલે પૂરો પ્રભુ’ –તે જ પોતાનું શરણ છે. આત્મા જ્ઞાનદર્શનસ્વરૂપ છે;
તે સ્વધર્મથી અભિન્ન, અને પરદ્રવ્યોથી ભિન્ન છે તેથી એક છે; એક હોવાથી શુદ્ધ છે,
શુદ્ધ હોવાથી ધ્રુવ છે; અને ધ્રુવ હોવાથી તે જ શરણ છે. આવા આત્માને બીજા કોઈનું
અવલંબન નથી. આવા પાંચ બોલે પૂરા પ્રભુને જાણીને આત્મસ્વભાવનું અવલંબન લેવું
તે સાચું શરણ છે, તે સાચું મંગળ છે, –આવા મંગળપૂર્વક ગુરુદેવે પ્રસ્થાન કર્યું.
સ્વાધ્યાય મંદિરમાંથી બહાર નીકળતાં પગથિયા પાસે ક્ષણવાર થંભી ગયા..ને ઊંચે
નજર કરીને દર્શન કર્યા. –કોનાં? વહાલા વિદેહીનાથના ઊંચે આકાશમાં...માનસ્તંભ ઉપર
બિરાજમાન સીમંધરનાથના દર્શન કરીને મંગલપ્રસ્થાન કર્યું...રસ્તામાં પણ એ જ ‘પાંચ
ભાવે પૂરા મહાન આત્મા’
નું રટણ કરતા કરતા બોટાદ આવી પહોંચ્યા...ત્યાં ભગવાન
શ્રેયાંસનાથના દર્શન કરીને, અને બોટાદના ભક્તજનોને આનંદિત કરીને તરત પ્રસ્થાન
કર્યું...થોડીવારે રાણપુર આવી પહોંચ્યા, ભક્તોએ ઉમંગથી સ્વાગત કર્યું...ભગવાન
મહાવીરપ્રભુનાં દર્શન કરીને ગુરુદેવે માંગળિક સંભળાવ્યું. બપોરે