Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
:૩૮: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
વિલંબ ન કરો, પણ ત્વરાથી સ્વદ્રવ્યને ઓળખીને તેનો આશ્રય કરો. તેની
રક્ષા કરો ને તેમાં વ્યાપક બનો; પણ રાગના રક્ષક ન બનો, રાગમાં વ્યાપક ન
બનો. પહેલાંં કાંઈક બીજું કરી લઈએ ને પછી આત્માની ઓળખાણ કરશું–
એમ કહે તેને આત્માની રુચિ નથી. આત્માની રક્ષા કરતાં તેને આવડતી નથી.
શ્રીમદ્રાજચંદ્રજી નાની વયમાં પણ કેટલું સરસ કહે છે? જુઓ તો ખરા! તેઓ
કહે છે કે હે જીવો! તમે ત્વરાથી સ્વદ્રવ્યના રક્ષક બનો...તીવ્ર જિજ્ઞાસા વડે
સ્વદ્રવ્યને જાણીને તેના રક્ષક બનો, તેમાં વ્યાપક બનો, તેના ધારક બનો–
જ્ઞાનમાં તેની ધારણા કરો; તેમાં રમણ કરનારા બનો, તેના ગ્રાહક બનો; આમ
સર્વપ્રકારે સ્વદ્રવ્ય ઉપર લક્ષ રાખીને તેની રક્ષા કરો. આ રીતે નિશ્ચયનું ગ્રહણ
કરવાનું કહ્યું. હવે બીજા ચાર વાક્્યમાં વ્યવહારનો ને પરનો આશ્રય છોડવાનું
કહે છે–
* પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો.
* પરદ્રવ્યની રમરણતા ત્વરાથી તજો.
* પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો.
* પરભવથી વિરકત થા.
વિકલ્પથી–શુભરાગથી આત્માને કાંઈ લાભ થશે–એવી માન્યતા છોડો;
પરદ્રવ્યાશ્રિત જેટલા ભાવો છે તે ભાવો આત્મામાં ધારણ કરવા જેવા નથી, તેની
ધારકતા ત્વરાથી છોડવા જેવી છે. લોકો કહે છે કે વ્યવહાર છોડવાનું હમણાં ન
કહો. –અહીં તો કહે છે કે તેને ત્વરાથી તજો. જેટલા પરદ્રવ્યાશ્રિત ભાવો છે તે બધા
શીઘ્ર છોડવા જેવા છે. –એમ લક્ષમાં તો લ્યો.
હે જીવ! અંતરમાં આનંદનો સાગર તારો આત્મા કેવો છે તેને શોધ.
સ્વદ્રવ્યને છોડીને પરદ્રવ્યમાં રમવું–તે તને શોભતું નથી, તેમાં તારું હિત નથી.
અંતર્મુખ થઈને સ્વદ્રવ્યમાં રમણ કર......તેમાં તારું હિત ને શોભા છે. તે જ મોક્ષનો
માર્ગ છે.

PDF/HTML Page 42 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૩૯:
વિવિધ સમાચાર
(અમદાવાદ તા. ૨પ–૧૧–૭૦)
* ગુજરાતના ભાઈઓની વિનતિથી પૂ. શ્રી કાનજીસ્વામી કારતક વદ આઠમ
(તા. ૨૧–૧૧–૭૦) ના રોજ સોનગઢથી મંગલ પ્રસ્થાન કરીને ગુજરાત તરફ પધાર્યા
છે. કાર્યક્રમ આ પ્રમાણે છે–અમદાવાદ (તા. ૨૧ થી ૨પ) હિંમતનગર તા. ૨૬–૨૭;
રણાસણ તા. ૨૮–૨૯; ફતેપુર તા. ૩૦ થી ૭ ડિસેમ્બર સુધી આઠ દિવસ, તેમાં છેલ્લે
દિવસે તા. ૭–૧૨–૭૦ માગશર સુદ ૯ ને સોમવારે સીમંધરસ્વામીના સમવસરણ મંદિર
વગેરેના નવનિર્માણ માટેનું શિલાન્યાસ–મુહૂર્ત છે. ત્યારબાદ સાબલી મુકામે તા. ૮ તથા
૯; ત્યાં સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. ત્યાંથી પાછા ફરતાં વચ્ચે અમદાવાદ
મુકામે તા. ૧૦ અને પુન: સોનગઢ પ્રવેશ તા. ૧૧ શુક્રવારે.
* ત્યારબાદ, માહ સુદ ૯–૧૦ ગુરુ–શુક્રવાર તા. ૪–પ ફેબ્રુઆરી ૧૯૭૧ બે દિવસ
માટે પૂ. ગુરુદેવ ગઢડામુકામે પધારશે, અને ત્યાં માહ સુદ દસમ ને શુક્રવારે દિ.
જિનમંદિરનું શિલાન્યાસ થશે. ત્યાંથી બોટાદ વગેરે પધારશે.
* વૈશાખ સુદ બીજની જન્મજયંતી માટે આ વખતે પોરબંદરની વિનતિ આવેલ,
તેથી વૈશાખ સુદ બીજ પોરબંદરમાં ઉજવવાનું નક્કી થયું છે. પૂ. ગુરુદેવ ચૈત્ર વદમાં
જેતપુર થઈને પોરબંદર પધારશે. પછી બે દિવસ ગોંડલ થઈને વૈશાખ સુદ પાંચમથી વદ
ચોથ (સોળ દિવસ) સુધી રાજકોટ પધારશે. અને ત્યાંથી વૈશાખ વદ પાંચમે જયપુર
શહેર પધારશે. આ માટે જયપુર જૈનસમાજ તરફથી વિનતિ કરવા શેઠશ્રી પૂરણચંદજી
ગોદિકા વગેરે ભાઈઓ સોનગઢ આવ્યા હતા. અને જયપુરમાં ગુરુદેવની મંગલ છાયામાં
તા. ૧પ–પ–૭૧ થી તા. ૩–૬–૭૧ સુધીના ૨૦ દિવસ શિક્ષણશિબિરનું વિશેષ આયોજન
રાખવામાં આવ્યું છે. કાર્યક્રમોની વિગતવાર માહિતી હવે પછી પ્રગટ થશે.
* ઉદેપુરના કુણગામે જૈન પાઠશાળા ખોલવામાં આવેલ છે, તેમાં ૬૦ જેટલા
બાળકો ઉત્સાહથી અભ્યાસ કરે છે. –ધન્યવાદ!
* મધ્યપ્રદેશનું મુમુક્ષુમંડળ જૈનધર્મના વિશેષ પ્રચાર માટે ઉત્સાહપૂર્વક
પ્રયત્નશીલ છે. ધાર્મિક સાહિત્યની સ્વાધ્યાય વધે, વીતરાગી તત્ત્વજ્ઞાનનો પ્રચાર થાય
તેમજ જિનવર દેવના દર્શન–પૂજનાદિ વડે ધાર્મિકભાવના પુષ્ટ થાય તે માટે સમાજમાં
સારી જાગૃતિ આવેલ છે. –ધન્યવાદ!

PDF/HTML Page 43 of 45
single page version

background image
:૪૦: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
* વૈરાગ્ય સમાચાર: શ્રી પૂર્ણસાગરજી મહારાજ–જેઓ ચાતુર્માસ સોનગઢમાં
રહ્યા હતા, ને પ્રવચન–સ્વાધ્યાયાદિમાં ઉત્સાહથી ભાગ લેતા હતા; તેઓ દિવાળી પછી
રતલામ ગયેલા; ત્યાંના જિનમંદિરમાં બપોરે પડી ગયેલા અને ગંભીર ચોટ લાગી; તેથી
તા. ૮–૧૧–૭૦ ના રોજ રતલામ મુકામે સ્વર્ગવાસ પામી ગયા છે. તેઓ ભદ્રિક હતા, ને
સોનગઢ પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવતા હતા. વીતરાગ માર્ગના સંસ્કારમાં આગળ વધીને
તેઓ આત્મહિત પામો.
* સાયલા–મારવાડના રહીશ ભાઈશ્રી ખુશાલચંદજી ભંડારી કારતક સુદ પૂનમે
સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક માસથી સોનગઢ રહીને તેઓ લાભ લેતા હતા;
કાર્તિકી પૂનમે તેઓ શત્રુંજય સિદ્ધક્ષેત્રની યાત્રા કરવા પાલીતાણા ગયેલા ને ત્યાં પહાડ
ઉપર ચડતાં ચડતા વચ્ચે હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા. વીતરાગી દેવ–ગુરુ–ધર્મના
શરણે તેઓ આત્મહિત પામો.
* દાદર અને ઘાટકોપર મુકામે જૈનપાઠશાળામાં બાળકો ઉત્સાહથી ભાગ લ્યે છે.
દાદર પાઠશાળાના બાળકોએ દિવાળી પ્રસંગે મહાવીરપ્રભુના જીવનને યાદ કરીને ઉત્તમ
ભાવનાઓ ભાવી હતી. ઘાટકોપર પાઠશાળાના બાળકોએ ‘મહારાણી ચેલણા’ ના
નાટક દ્વારા જૈનધર્મનો ઉત્તમ મહિમા પ્રસિદ્ધ કર્યો હતો. પાઠશાળામાં ૭પ જેટલા બાળકો
ભાગ લ્યે છે. –ધન્યવાદ!
* પાથર્ડી (અહમદનગર) થી વિદ્વાન ભાઈ લખે છે કે–જૈનબાલપોથી ભાગ ૨
પઢા; બહુત હી અચ્છા હૈ; યહાં પાઠશાલાકે વિદ્યાર્થીઓંકે લિયે ભાગ ૧–૨ કી જરૂરત હૈ:
સાહિત્ય પ્રચાર અચ્છી તરહ હોગા! દૂસરી પુસ્તકેં ભી ભેજનેકી કૃપા કરેં!
(જૈન વિદ્યાલય)
* पं महेन्द्रकुमार जैन ‘विशारद’ परसाद [उदयपुर] ’ થી જૈનબાળપોથી
ભાગ ૨ સંબંધમાં લખે છે કે– ‘આપ મહાનુભાવ ઈસ કલિકાલમેં ઈસ પ્રકાર
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રકા સવિસ્તારસે માર્ગદર્શન કરાતે હૈં –
धन्यवाद! ’
* આપણી સંસ્થાના જુના મેનેજર શ્રી ચંદુભાઈ બાવીસી વલસાડથી લખે છે કે
‘આત્મધર્મ’ નિયમિત વાંચું છું, દશ દિવસ બરાબર ચિંતન ચાલે છે, ને કર્મભૂમિમાંથી
યોગભૂમિમાં જવા જેવું લાગે છે. આત્મધર્મ વાંચતી વખતે તો પૂ. ગુરુદેવશ્રીના મુખના
હાવભાવ, સિંહગર્જના સમી વાણી વગેરે આંખ સામે તરવર્યા જ કરે છે. ’

PDF/HTML Page 44 of 45
single page version

background image
સ્વભાવમાં નિયતરૂપ વીતરાગી મોક્ષમાર્ગ
* * * * *
મોક્ષને માટે વીતરાગચારિત્રને ભાવવું, રાગને નહીં
શુભ કે અશુભ રાગરૂપ જે પરચારિત્ર છે તે બંધનું જ કારણ છે, એટલે તે
બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી–એમ ભગવાન જિનેન્દ્રદેવે કહ્યું છે.
–તે બંધમાર્ગથી કેમ છૂટાય?
–તો કહે છે કે, કોઈ પણ પ્રકારે સમ્યગ્જ્ઞાન–જ્યોતિ પ્રગટ કરીને જીવે પરસમયને
છોડવો ને સ્વસમયને ગ્રહણ કરવો. તેનાથી કર્મબંધન છૂટે છે. સમ્યગ્દર્શનમાં પણ રાગ
વગરના સ્વસમયનું ગ્રહણ છે ને રાગરૂપ પરસમયનો ત્યાગ છે.
જીવસ્વભાવ જ્ઞાનદર્શનમય છે; તે સ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે.
સમ્યગ્દર્શન પણ જીવસ્વભાવમાં નિયત છે, સમ્યગ્જ્ઞાન પણ જીવ સ્વભાવમાં નિયત છે,
સમ્યક્ચારિત્ર પણ જીવસ્વભાવમાં નિયત છે. આ રીતે સ્વભાવમાં તન્માત્રપણે વર્તવું તે
ચારિત્ર છે. વીતરાગતામાં વર્તવું તે ચારિત્ર છે અને અશુભ કે શુભ રાગમાં વર્તવું તે
ચારિત્રથી ભ્રષ્ટપણું છે. મોક્ષના કારણરૂપ ચારિત્ર તે શુભરાગથી ભિન્ન છે. લોકો
શુભરાગને ચારિત્ર અને મોક્ષમાર્ગ માની રહ્યા છે તે અનાદિની ભ્રમણા છે. સમ્યગ્દ્રષ્ટિને
કે મુનિને પણ જે શુભરાગ છે તે કાંઈ મોક્ષના કારણરૂપ ચારિત્ર નથી, તે તો આસ્રવના
કારણરૂપ પરચારિત્ર છે; એટલે તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી–એમ જિનભગવાને
કહ્યું છે.
બંધનું જે કારણ છે તે મોક્ષનું કારણ કદી ન હોય. શુભરાગને બંધનું કારણ કહેવું
ને તેને વળી મોક્ષમાર્ગ માનવો એ વાત પરસ્પર વિરુદ્ધ છે. તેને ઉપચારથી મોક્ષમાર્ગ
કહ્યો હોય તો તે ખરેખર મોક્ષમાર્ગ નથી એમ જાણવું.
અરેરે, મોક્ષના કારણરૂપ શુદ્ધ વીતરાગચારિત્રને જાણ્યા વગર, રાગને મોક્ષનું
સાધન માનીને અનંતકાળ અત્યારસુધી મિથ્યાત્વ અને રાગાદિમાં જ લીનપણે
વીત્યો,.....હવે તો સ્વભાવમાં નિયત એવા વીતરાગચારિત્રની જ નિરંતર ભાવના કરવા
જેવી છે.

PDF/HTML Page 45 of 45
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 187
બે ભગવાન




પાવન કરી શ્રાવત્સી નગરી
પિતા સ્વયંવર માત સિદ્ધાર્થા,
ગોદ–સુષેણા શોભાવી, એનાં ઉત્તમ નંદન,
કાર્તિક પૂનમે જન્મ થયો ને ભક્તિભાવથી સમકિત–હેતુ
લીધા હરિએ વધાવી. હરિ કરે અભિનંદન
વીખરાતા વાદળને દેખી નભમાં નષ્ટ થતો એક સુંદર
વેગે ચાલ્યા વનમાં, મહેલ દેખ્યો જ્યારે,
આસો વદની ચોથે પ્રભુજી રત્નત્રય લઈ મુનિ થયા’તા
પંચમ જ્ઞાનને પામ્યા. વૈરાગી પ્રભુ ત્યારે.
સો ઉપર પાંચ ગણધર સેવે પોષ શુક્લ ચતુર્દશે પ્રગટ્યું,
એવા શ્રી અરિહંતા, કેવળ આનંદકારી,
ચૈતર સુદ છઠ્ઠ સમ્મેદ પરથી સમવસરણમાં શોભે સાથે
સિદ્ધ થયા ભગવંતા, કેવળી સોળ હજારી.
ત્રીજા પ્રભુ આપે ત્રણ–રત્નો સમ્મેદશિખરથી મોક્ષ પધાર્યા,
લક્ષણ જેનું ઘોડો વાનર–લંછન ધારી;
સ્યાદ્વાદ પર સ્વારી કરીને ભજતાં એને મોક્ષ મળે છે.
જિન–મારગમાં દોડો. મહિમા એનો ભારી.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર)