Atmadharma magazine - Ank 326
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
:૧૮: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
ત્યાં રાત–દિવસના ભેદ હોતા નથી, સદાય પ્રકાશ હોય છે, દેવોને રોગાદિ હોતાં નથી.
સોના–રત્નોની અદ્ભુત શોભાવાળાં દેવોનાં નગર છે. પુણ્યના પ્રભાવે ત્યાં અનેક
કલ્પવૃક્ષો અને ચિંતામણિ પણ સુલભ છે. પરંતુ શાસ્ત્રકાર કહે છે કે, કલ્પવૃક્ષ પાસે તો
ફળની યાચના કરવી પડે ને ચિંતામણી પાસે ચિંતવવું પડે ત્યારે તે ફળ આપે છે, પણ
વીતરાગધર્મ તો એવો છે કે તે ઈચ્છા વગર પણ ઉત્તમ ફળને આપે છે, માટે ધર્મ જ
શ્રેષ્ઠ છે. આનતસ્વર્ગમાં ઉપજેલા આપણા કથાનાયકને સ્વર્ગમાં આ છેલ્લો અવતાર છે,
હવેના ભવમાં તો તે ભગવાન થશે. સ્વર્ગના કેટલાય દેવો તેની સેવા કરવા લાગ્યા.
અવધિજ્ઞાનથી તેણે પોતાના પૂર્વભવને જાણ્યો અને જૈનધર્મમાં તેની ભક્તિ દ્રઢ થઈ.
દેવલોકના અનેક ભોગોપભોગની વચ્ચે પણ તે જાણતા હતા કે આ ભોગોની ઈચ્છા તે
તો અગ્નિ જેવી છે. વિષયોરૂપી લાકડા વડે તે કદી શાંત થવાની નથી, તે તો ચારિત્ર–જળ
વડે જ શાંત થશે. –આ દેવલોકમાં ચારિત્રદશા નથી, ચારિત્રદશા તો મનુષ્યને જ થાય
છે. હવે મનુષ્ય થઈને અમે અમારી ચારિત્રદશા પૂર્ણ કરીશું ને ફરીથી આ સંસારના
ચક્કરમાં નહીં આવીએ. આમ ચારિત્રદશાની ભાવનાપૂર્વક, સમ્યક્ત્વની આરાધના
સહિત તેઓ દેવલોકમાં અસંખ્ય વર્ષ સુધી રહ્યા. તેઓ વારંવાર જિનભક્તિનો ઉત્સવ
કરતા, અને દેવોની સભામાં ઉત્તમ ધર્મોપદેશ આપતા. તેમના ઉપદેશથી સ્વર્ગના
કેટલાય દેવો સમ્યગ્દર્શન પામ્યા.
તે ઈંદ્રના આયુષ્યમાં જ્યારે છમાસ બાકી રહ્યા ને વારાણસી (બનારસ–કાશી)
નગરીમાં પારસનાથ–તીર્થંકરપણે અવતરવાની તૈયાર થઈ, ત્યારે બનારસ નગરીમાં શું
થયું? –તે જોવા માગશર વદ ૧૧ પહેલાંં આપણે તે નગરીમાં પહોંચી જઈશું...ને પ્રભુના
જન્મોત્સવમાં આનંદથી ભાગ લઈશું.
(આવતા અંકે: પારસપ્રભુનો જન્મ)
* * * * *
અમર આતમરામ
નિજ આત્મને જાણ્યા વિના બહુ દુઃખને પામ્યો અરે,
સિદ્ધસુખને ઝટ પામવા જિનભાવના ભાવું હવે.
સંતો કરે છે ધ્યાન જેનું પરમ જ્ઞાયકભાવ હું,
કદી મરણને પામું નહીં, છું અમર આતમરામ હું,

PDF/HTML Page 22 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૧૯:
ભાવશુદ્ધિવંત જીવ આરાધનાને પામે છે
અહો! આત્માની આરાધનાના પંથ રાગથી ન્યારા
છે....વીતરાગી સંતોના મારગડા દુનિયાથી બહુ આઘા
છે. સુખમય આરાધના ભાવશુદ્ધિ વડે પમાય છે, રાગવડે
તે નથી પમાતી. દુનિયાથી દૂર, જગતથી જુદા અંદરના
સ્વભાવમાં ઘૂસી જાય ત્યારે વીતરાગી સંતોના માર્ગની
આરાધના પમાય છે.
* * * * *
જેને આત્માના આનંદનો અનુભવ હોય તે તો વારંવાર અંદર તે આનંદનું
ચિંતન કરે, પણ જેને આત્માના આનંદની ખબર નથી, વિષયોમાં જેણે સુખ માન્યું છે તે
તો તે વિષયોને જ ચિંતવે છે, વિષયોના ચિંતનમાં એકક્ષણ પણ તેને શાંતિ નથી. અરે
ભાઈ! આ શરીર તે તો જડ–માટી હાડકાં–ચામડાનું ઢીંગલું છે, તેમાં ક્્યાં તારું સુખ છે?
આત્મા તો આનંદનો પર્વત છે, તેનો અનુભવ કર.
આચાર્યદેવ કહે છે કે અહો! આત્માના શુદ્ધભાવ સહિત મુનિવરો ચાર
આરાધના પામીને મોક્ષના પરમસુખને અનુભવે છે; પણ જે જીવ બાહ્યથી તો મુનિ થયો
હોવા છતાં અંદરમાં સમ્યક્ત્વાદિ ભાવશુદ્ધિ વગરનો છે તે તો દીર્ઘ સંસારમાં ભમતો થકો
દુઃખી જ થાય છે–
भावसदिहो य मुणिणो पावइ आराहणा चउक्कं च।
भावरहिदो य मुणिवर भमइ चिरं दीहसंसारे।।९९।।
શુદ્ધભાવયુત મુનિ પામતા આરાધના–ચઉવિધને,
પણ ભાવરહિત જે મુનિ તે તો દીર્ઘસંસારે ભમે. ૯૯
આત્માનું ભાન કરીને તેની આરાધના કરનારા મુનિઓ તો મોક્ષસુખને પામે છે;
પણ જ્યાં આત્માનું ભાન નથી ત્યાં એક્કેય આરાધના હોતી નથી, તે તો સંસારમાં ભમે
છે, સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થ હોય તોપણ તે મોક્ષમાર્ગનો આરાધક છે; અને મિથ્યાદ્રષ્ટિજીવ
મુનિ થયો હોય તોપણ તે સંસારી જ છે, તે મોક્ષમાર્ગી નથી.

PDF/HTML Page 23 of 45
single page version

background image
:૨૦: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
પ્રશ્ન:– તેને શુભભાવ તો હોય છે?
ઉત્તર:– શુભભાવ હોય છે પણ ભાવશુદ્ધિ તેને નથી; શુભભાવને કાંઈ ભાવશુદ્ધિ કહેતા
નથી, અને શુભભાવ કાંઈ મોક્ષનું સાધન નથી. રાગથી પાર શુદ્ધ આત્માની
અનુભૂતિરૂપ નિશ્ચય સમ્યક્ત્વાદિ ભાવ, તે જ ભાવશુદ્ધિ છે, ને એવી
ભાવશુદ્ધિ હોય ત્યાં જ દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપ એવી ચતુર્વિધ–આરાધના
હોય છે; તેના ફળમાં અનંતચતુષ્ટય સહિત અરિહંતપદ તથા સિદ્ધપદ પ્રગટે છે.
સમ્યગ્દર્શન વગર તો જ્ઞાન–ચારિત્ર કે તપ એક્કેય આરાધના હોતી નથી.
મિથ્યાત્વનું ફળ સંસાર, ને સમ્યક્ત્વનું ફળ મોક્ષ છે. અજ્ઞાનીઓ માત્ર
શુભરાગને ભાવશુદ્ધિ માની લ્યે છે ને તેનાથી આરાધના થવાનું માને છે; પણ
ભાઈ! અનંતવાર શુભરાગ કરવા છતાં આત્માની આરાધના તો તને જરાય
ન થઈ, સંસારભ્રમણ જ રહ્યું. કેમકે અશુભ અને શુભ બંને ભાવો અશુદ્ધ છે,
પરભાવ છે, સંસારનું કારણ છે. સમ્યક્ત્વાદિ શુદ્ધભાવ તો સ્વભાવના આશ્રયે
છે, રાગ વગરના છે, તે મોક્ષનું કારણ છે. હજી તો આત્માનો શુદ્ધભાવ કોને
કહેવાય તેની પણ જેને ખબર ન હોય તેને આરાધના કેવી? તેને તો એકલું
દુઃખ છે. તેથી કહ્યું કે–
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો.
આત્માના અનુભવ વગર શુભરાગથી મુનિવ્રત પાળવા છતાં લેશ પણ સુખ ન
પામ્યો, –એનો અર્થ એ થયો કે શુભરાગ કરીને પણ જીવ દુઃખ જ પામ્યો, સમ્યગ્દર્શન
વગર આત્માની આરાધના નથી, ને આત્માની આરાધના વગર સુખ નથી. તો સુખ
કઈ રીતે થાય? કે આત્મા પોતે સુખથી ભરેલો મોટો પહાડ છે, આખો સુખનો જ પહાડ
છે; તે સુખસ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરતાં આત્મા પોતે સુખરૂપ પરિણમી જાય
છે. –આવી સુખમય આરાધના ભાવશુદ્ધિવડે પમાય છે, રાગ વડે તે નથી પમાતી.
અહો! આત્માની આરાધનાના પંથ રાગથી ન્યારા છે. વીતરાગી સંતોના મારગડા
દુનિયાથી બહુ આઘા છે. દુનિયાથી દૂર એટલે કે જગતથી જુદા અંદરના સ્વભાવમાં ઘૂસી
જાય ત્યારે વીતરાગી સંતોના માર્ગની આરાધના પમાય છે. જેને આનંદસ્વરૂપ આત્માને
સાધવો હોય તેને બહારનાં પુણ્ય–પાપના ભાવનો રસ ઊડી જાય છે. રાગનો રસ રહે ને
આત્માનો આનંદ પણ સધાય–એમ એક સાથે બે વાત નહીં રહે, કેમકે આત્માના
આનંદની જાત રાગથી તદ્ન જુદી છે. શુભરાગ તે કાંઈ આરાધના નથી. જ્યાં રાગનો
પ્રેમ છે ત્યાં

PDF/HTML Page 24 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૨૧:
ચૈતન્યની આરાધના નથી; એનું ફળ તો સંસાર છે. આમ જાણીને હે જીવ! તું રાગ અને
આત્માની ભિન્નતાના અનુભવ વડે ભાવશુદ્ધિ પ્રગટ કર. ભાવશુદ્ધિ તે જ આરાધના છે,
તે જ મોક્ષનું કારણ છે; તેના વડે કલ્યાણની પરંપરા પમાય છે, મોક્ષસુખ પમાય છે.
ભાવશ્રમણો પામતા કલ્યાણ–માળા, સુખને;
ને દ્રવ્યોશ્રમણો કુનર–તિર્યંચ–દેવગતિનાં દુઃખને. (૧૦૦)
સાધારણ લોકોને નરકનાં જ દુઃખમાં દુઃખ લાગે છે, પણ હે ભાઈ, આત્માની
શુદ્ધિ વગર સંસારની ચારે ગતિમાં (દેવલોકમાં પણ) એકલું દુઃખ જ છે; આત્માના
અશુદ્ધભાવ તે જ દુઃખ છે; મોહરહિત શુદ્ધભાવ વડે જ તે દુઃખથી જીવ છૂટે છે ને સુખને
પામે છે.
જ્યાં આત્માનું જ્ઞાન નથી, આત્માનો શુદ્ધસ્વભાવ શું, ને તેનાથી વિરુદ્ધ પરભાવ
શું? તેનું પૃથક્કરણ નથી, ત્યાં જીવને ભાવશુદ્ધિ ક્્યાંથી થાય? જ્ઞાનમાં રાગને ભેળવીને
અશુદ્ધભાવને જ અજ્ઞાની અનુભવે છે ને તે જ દુખ છે;–પછી ભલે દેવ હો કે મનુષ્ય હો,
અશુદ્ધભાવથી તે દુઃખી જ છે. અને નરકમાં પણ જીવ જો આત્માને ઓળખીને શુદ્ધભાવ
કરે તો તેને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કહો કે
ભાવશુદ્ધિ કહો, તે મોક્ષસુખનું કારણ છે. ચારે આરાધના ભાવશુદ્ધિમાં સમાય છે. માટે હે
જીવ! પ્રથમ તું ભાવને જાણ.....પ્રયત્નવડે આત્માને જાણીને ભાવશુદ્ધિ પ્રગટ કર.
આત્માની આવી આરાધનાવડે મોક્ષસુખ પમાશે.
(ભાવપ્રાભૃત ગાથા ૯૯–૧૦૦)
દર્શનપુતા માનવતિલકા
ओज्सतेजोविद्या वीर्ययशोवृद्धिविजयविभवसनाथाः।
महाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपुताः।।३६।।
સમ્યગ્દર્શન વડે જે પવિત્ર છે તે પુરુષ સમસ્ત મનુષ્યોમાં તિલક સમાન
શોભે છે; તથા પરાક્રમ, તેજ–પ્રતાપ, વિદ્યા, બળ, ઉજ્વળ, યશ, વૃદ્ધિ, વિજય
અને વૈભવ એ બધાની અતિશયતાનો તે સ્વામી થાય છે. તથા મહાન કૂળનો
સ્વામી થાય છે અને મહાન ધર્મ, અર્થ, કામ અને મહા–મોક્ષ એ ચાર પ્રકારના
પુરુષાર્થનો તે સ્વામી થાય છે.
(–સમન્તભદ્ર સ્વામી)

PDF/HTML Page 25 of 45
single page version

background image
:૨૨: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
જ્ઞ ત્ ન્જી
(જ્ઞાનપાંચમ: લાભપાંચમના રોજ જીવત્વશક્તિના પ્રવચનમાંથી)
ચૈતન્યભાવરૂપ જીવત્વને જાણતા જીવ જગત્પૂજ્ય પદવી પામે છે
જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે પોતાના જ્ઞાનલક્ષણવડે જ્યારે પોતાના આત્મદ્રવ્યને
લક્ષ્યરૂપે અનુભવે છે ત્યારે તે જ્ઞાનની અનુભૂતિમાં અનંત શક્તિના નિર્મળભાવો
એકસાથે પરિણમે છે, તે બતાવવા આચાર્યદેવે ૪૭ શક્તિ વર્ણવી છે. સૌથી પહેલી
જીવનશક્તિ છે–જે ચૈતન્યપ્રાણને ધારણ કરનારી છે. જ્ઞાનસ્વરૂપ આત્મા પોતાના
ચૈતન્યપ્રાણને ધારણ કરીને જીવે છે એવી તેની જીવત્વશક્તિ છે. જ્ઞાનના અનુભવમાં
આવું જીવત્વ પણ ભેગું જ છે. જ્ઞાનના અનુભવમાં સાથે રાગ નથી આવતો, રાગથી
તો તે ભિન્ન છે; પણ જીવત્વ–સુખ–શ્રદ્ધા વગેરે અનંત શક્તિનું નિર્મળપરિણમન તે
જ્ઞાનની સાથે જ છે. જ્ઞાનસ્વરૂપ આત્માના અનુભવમાં અનંતગુણનો અનુભવ
સમાય છે.
જ્ઞાનલક્ષણવડે લક્ષ્યરૂપ એવા પોતાના આત્માને અનુભવનાર જ્ઞાની જાણે છે
કે મારું જીવત્વ ચૈતન્યમય ભાવપ્રાણથી છે, ચૈતન્યભાવથી સદા જીવનારો હું છું. –
આવા જીવનવાળો આત્મા જ્ઞાનલક્ષણવડે લક્ષિત થાય છે. અનંતશક્તિ અને તેની
નિર્મળપર્યાયો જેમાં એક સાથે વર્તે છે એવો આત્મા જ્ઞાનલક્ષણનું લક્ષ્ય છે, તેમાં
રાગાદિ અશુદ્ધભાવ આવતા નથી. રાગાદિભાવોને અને જ્ઞાનલક્ષણને તો અત્યંત
ભિન્નતા છે, અને ક્રમરૂપ તથા અક્રમરૂપ એવા અનંત નિર્મળભાવો (ગુણ–પર્યાયો)
સાથે જ્ઞાનલક્ષણને અભિન્નપણું છે. રાગ ભાવવડે આત્મા લક્ષિત થઈ શકે નહીં,
અને જ્ઞાનવડે સ્વ–આત્માને લક્ષિત કરતાં તેમાં રાગ આવે નહીં. રાગ તે કાંઈ
આત્માનું જીવન નથી; આત્માનું ચૈતન્યજીવન છે, તે જ્ઞાનલક્ષણથી લક્ષિત છે. પર્યાય
તે આત્માનો સ્વ–અંશ છે, તેના વડે આખો આત્મા લક્ષિત થાય છે. પર્યાયની દ્રષ્ટિ
દ્રવ્ય ઉપર જતાં આવો આત્મા અનુભવમાં આવે છે. –આવા અનુભવમાં વીતરાગતા
છે, આનંદ છે, પ્રભુતા છે, સ્વચ્છતા છે, સ્વરૂપની રચના છે; તેમાં આત્મા સાથે
એકતા છે ને પરથી ભિન્નતારૂપ ઉપેક્ષા છે; આ રીતે પોતાના અનંતા નિર્મળધર્મો
સહિત આત્મા પરિણમે છે.

PDF/HTML Page 26 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૨૩:
રાગ હોય તો આત્માનું જીવન ટકે, કે શરીર હોય તો આત્માનું જીવન ટકે એમ
નથી; જ્ઞાનમય આત્મા પોતે સ્વભાવથી જ ચૈતન્યભાવરૂપ જીવત્વવાળો છે.
ચૈતન્યપ્રાણવડે સદાય જીવનારો આત્મા પોતે ‘જીવંતસ્વામી’ છે. હે જીવો! આવા
ચૈતન્યજીવનથી તમે જીવો છો.....ને બીજા જીવો પણ આવા ચૈતન્યજીવનવાળા છે–એમ
તમે જાણો. બહારમાં લોકો ‘જીવો અને જીવવા દો’ એમ કહે છે તે તો બહારની વાત છે;
ભાઈ! શરીરનું જીવન એ કાંઈ તારું જીવન નથી. શરીરના અસ્તિત્વથી જે પોતાનું
જીવન માને છે તેને ખરૂં જીવતાં આવડતું નથી ને બીજા જીવોના જીવનને પણ તે
જાણતો નથી. ચૈતન્યના અસ્તિત્વવાળું આત્માનું જીવન છે. અહીં આત્માનું અલૌકિક
જીવન બતાવ્યું છે. આત્માને ઈંદ્રિયાદિ જડપ્રાણ સાથે મૈત્રી નથી–એકતા નથી, તેનાથી
આત્મા જીવતો નથી; આત્માને પોતાના ચૈતન્યપ્રાણ સાથે સદાય મિત્રતા છે–એકતા છે,
તે જ આત્માનું જીવન છે. શરીરથી ને રાગથી હું જીવું છું–એમ માનનારને સાચું
ચૈતન્યજીવન હણાય છે. ચૈતન્યભાવરૂપ જીવત્વ છે તે અનંતગુણ સહિત આત્માને
જીવાડે છે, ને આવા જીવત્વને જાણતાં જીવ જગત્પૂજ્ય પદવી પામે છે.
‘સર્વાર્થસિદ્ધિ’ માં પૂજ્યપાદસ્વામી કહે છે–
प्रश्नः– इह पुण्यपापग्रहणं कर्त्तव्यम्।
उत्तरः– न कर्त्तव्यम्, आस्रवे बन्धे च अन्तर्भावात्।
संसारस्य प्रधानहेतुःआस्रवो बन्धश्च।
मोक्षस्य प्रधानहेतुः संवरो निर्जरा च।
તત્ત્વાર્થશ્રદ્ધાન કરવા માટે (ચોથા સૂત્રમાં) સાતતત્ત્વો કહ્યાં, ત્યાં પ્રશ્ન થાય છે કે
સાતતત્ત્વોની સાથે પુણ્ય–પાપનું પણ ગ્રહણ કરીને નવ તત્ત્વો કહેવાં જોઈએ!
ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે એનું જુદું ગ્રહણ કરવાની જરૂર નથી, કેમકે આસ્રવ
અને બંધતત્ત્વમાં તે સમાઈ જાય છે.
પછી વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે–
સંસારના પ્રધાન હેતુ આસ્રવ ને બંધ છે.
મોક્ષના પ્રધાન હેતુ સંવર ને નિર્જરા છે.
આ રીતે–એક તો, પાપની સાથે પુણ્ય તે પણ આસ્રવ ને બંધ છે, અને બીજું તે
સંસારનો હેતુ છે, તે મોક્ષનો હેતુ નથી, –એમ સૂત્રકાર ભગવંતોએ સ્પષ્ટ સમજાવ્યું છે.
પુણ્યનો સમાવેશ આસ્રવ ને બંધમાં છે, પુણ્યનો સમાવેશ સંવર કે નિર્જરામાં નથી.

PDF/HTML Page 27 of 45
single page version

background image
:૨૪: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
સુખશક્તિથી જીવ પોતે સુખી છે
જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારન
ધર્મ એટલે સુખ; સુખ તે આત્માનો ધર્મ છે. સુખને
જે શોધે છે તે શોધનારો પોતે જ સુખ છે જેમ જ્ઞાન વગરનો
આત્મા ન હોય તેમ સુખ વગરનું આત્મતત્ત્વ કદી હોય નહીં.
હે ભાઈ! તું વિચાર કરીને આ વાત લક્ષમાં તો લે કે,
અનંતકાળથી બહારમાં સુખ શોધી–શોધીને થાક્્યો છતાં
તને સુખનો છાંટોય કેમ ન મળ્‌યો? –સુખની હવા પણ કેમ
ન આવી? જેમ હરણિયું મૃગજળને પાણી માનીને દોડે છે;
અરે હરણિયા! તું દોડીદોડીને થાકે છે છતાં તને ઠંડી હવા
પણ કેમ નથી આવતી? –ક્યાંથી આવે? ત્યાં પાણી હોય તો
ઠંડી હવા આવે ને? ત્યાં પાણી તો નથી પણ ધગધગતી રેતી
છે. તેમ ધગધગતી રેતી જેવી આકુળતાવાળા જે
બાહ્યવિષયો તેમાં અજ્ઞાની સુખ માનીને ત્યાં જ પોતાના
ઉપયોગને દોડાવે છે; પણ અનંતકાળ વીત્યો છતાં તેને સુખ
નથી મળતું. –ક્્યાંથી મળે? વિષયોમાં સુખ હોય તો
મળેને? સુખ તો આત્મામાં છે; તેમાં જુએ તો સુખનો
અનુભવ થાય.
આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તે જ્ઞાનસ્વરૂપમાં આકુળતાનો અભાવ હોવાથી
અનાકુળતારૂપ સુખ પણ ભેગું જ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે એટલે તે રાગરૂપ કે
આકુળતારૂપ નથી. જ્ઞાનમાં આકુળતા હોય નહીં. એટલે જ્ઞાનની ખાણમાં ઊંડે ઊતરતાં
તેમાં સુખ પણ ભર્યું છે. જ્ઞાનની જેમ સુખ પણ આત્માનો સ્વભાવ છે. જેમ આત્માનું
જ્ઞાન સ્વયં પોતાથી છે, બીજામાંથી જ્ઞાન આવતું નથી તેમ આત્માનું સુખ પણ સ્વયં
પોતાના સ્વભાવથી છે, બીજામાંથી સુખ આવતું નથી. આત્મામાં જેમ જ્ઞાન સત્ છે તેમ
સુખ પણ સત્ છે. પોતે પોતાના સત્નો–અસ્તિત્વનો સ્વીકાર કરે તો સુખનો અનુભવ
થાય. સુખસ્વભાવ સાથે અનંત ધર્મો છે.

PDF/HTML Page 28 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૨૫:
ભાઈ! સુખરૂપ થવું તે તો તારી પોતાની શક્તિ છે. સુખગુણ ને સુખપર્યાય,
એમ અનંત ગુણો ને તેની નિર્મળપર્યાયો, એવા અક્રમ તથા ક્રમરૂપ અનંતધર્મોના
સમુદાયરૂપ આત્મા છે; પણ રાગાદિભાવો તેમાં અભૂતાર્થ છે, તેને આત્મા કહેતા નથી.
હવે આત્મા સુખગુણરૂપ ત્રિકાળ છે, તે સુખપર્યાયરૂપે પરિણમે છે. ત્રણકાળના
સુખને તે જ્ઞાનવડે એકસાથે જાણી લ્યે ખરો, પણ સુખનું વેદન તો તે–તે પર્યાયમાં વર્તે
તેટલું જ છે ભલે એકેક સમયે પરિપૂર્ણ સુખને વેદે, પણ ત્રણકાળનું સુખ એક સાથે નથી
વેદાતું, સુખપર્યાયો એક પછી એક પરિણમે છે, તે–તે સમયની વર્તમાન પર્યાયના સુખનું
વેદન થાય છે. તે સુખના વેદનમાં રાગના વેદનનો અભાવ છે એટલે તેમાં તે અભૂતાર્થ
છે. ભગવાન આત્માને રાગવડે કે શરીરવડે ઓળખવો તે અસદ્ભુત છે, તેના વડે
આત્માની ખરી ઓળખાણ નથી. આત્માના સુખવડે કે આત્માના જ્ઞાનવડે તેની ખરી
ઓળખાણ થાય છે. માતા–પિતાવડે શરીરના રંગ વડે, સમવસરણાદિ સંયોગ વડે
ભગવાનના આત્માની ખરી ઓળખાણ થતી નથી, તેમના કેવળજ્ઞાનાદિ વડે જ તેમની
ખરી ઓળખાણ થાય છે; આનંદસ્વરૂપ આત્મા છે, સુખસ્વરૂપ આત્મા છે–એમ તેની
સાચી ઓળખાણ થાય છે; પણ દેહવાળો આત્મા, રાગવાળો આત્મા એમ તેની
ઓળખાણ આપવી તે તો કલંક જેવું છે, અભૂતાર્થ છે–અસત્ય છે. તારે સુખનાં ભોજન
કરવા હોય, આનંદના જમણ જમવા હોય તો અંદર ભૂતાર્થરૂપ સુખસ્વભાવમાં
અપરિમિત આનંદ ભર્યો છે તેમાં જા......અનંતકાળ સુધી અનંત આનંદ તેમાં પાકયા જ
કરે એવું તારું ચૈતન્યક્ષેત્ર છે; આનંદની ખાણ તારામાં જ ભરી છે. –હવે આનંદ માટે
તારે બીજે ક્્યાં જવું છે? સુખ તો તારું સ્વરૂપ જ છે. તે સ્વરૂપના અનુભવથી સુખરૂપ
પરિણમન થવું તે જ ધર્મ છે. ધર્મ એટલે જ સુખ.
સુખને જે શોધે છે તે શોધનારો પોતે જ સુખની ખાણ છે. આત્મા પોતાનું સુખ
બહારમાં શોધે તે તો, જેમ સૂર્ય પોતાના પ્રકાશને બીજે શોધવા જાય–એના જેવું છે. જેમ
સૂર્ય પોતે આકાશમાં નિરાલંબીપણે ઉષ્ણતા અને પ્રકાશનો પૂંજ છે, તેમ આ નિરાલંબી
આત્મા પોતે સ્વભાવથી જ જ્ઞાન ને સુખ છે. પોતે જ સુખ છે–એ ભૂલીને અજ્ઞાની
પરમાંથી સુખ આવવાનું માને છે. પણ–‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે
લહો’ –અરે! બહારમાં સુખ માનતાં અંતરનો સુખસ્વભાવ ભૂલાઈ જાય છે. હે ભાઈ!
તું વિચાર કરીને આ વાત લક્ષમાં તો લે કે, અનંતકાળથી બહારમાં સુખ શોધી–શોધીને
થાક્્યો છતાં તને સુખનો છાંટોય કેમ ન મળ્‌યો? –સુખની

PDF/HTML Page 29 of 45
single page version

background image
:૨૬: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
હવા પણ કેમ ન આવી? ......જેમ હરણીયાં મૃગજળને પાણી માનીને દોડે છે; અરે
હરણિયા! તું દોડી દોડીને થાકે છે છતાં ઠંડી હવા પણ કેમ નથી આવતી? –ક્્યાંથી
આવે? ત્યાં પાણી હોય તો ઠંડી હવા આવે ને? ત્યાં પાણી તો નથી પણ ધગધગતી રેતી
છે. તેમ ધગધગતી રેતી જેવી આકુળતાવાળા જે બાહ્યવિષયો તેમાં અજ્ઞાનીસુખ માનીને
ત્યાં જ ઉપયોગને દોડાવે છે, પણ અનાદિકાળ વીત્યો છતાં તેને સુખ નથી મળતું.–
ક્્યાંથી મળે? વિષયોમાં સુખ હોય તો મળેને? ત્યાં તો આકુળતા છે; સુખનું નિધાન તો
અંતરમાં છે, તેને લક્ષમાં લેતાં સુખની ઠંડી લહેર આવે છે. કોઈ પણ બીજી ચીજના
અવલંબન વગર સ્વયમેવ આત્મા પોતે સુખ છે. એકલું સુખ નહીં પણ એવા અનંત
સ્વભાવોનો સ્વાદ આત્માના અનુભવમાં એક સાથે વેદાય છે. અનેકાન્ત વડે આત્માનું
સ્વરૂપ જાણનાર ધર્માત્માને સ્વાનુભવમાં આવું વેદન થાય છે; તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ
છે.
* * * * *
જેનામાં સુખ છે–તેને જાણતાં સુખ થાય છે.
જેનામાં સુખ નથી તેને જાણતાં સુખ થતું નથી.
* * * * *
સુખથી ભરપૂર ચૈતન્યલક્ષ્મીને લક્ષમાં લે
દુનિયાના વૈભવ કરતાં આત્માનો વૈભવ
જુદી જાતનો છે. અરે, સંસારમાં લક્ષ્મી માટે
જીવો કેટલા દગા–પ્રપંચ ને રાગ–દ્વેષ કરે છે!
તેમાં જીવન ગુમાવે છે ને પાપ બાંધે છે.
ભાઈ, તારા સ્વઘરની ચૈતન્યલક્ષ્મી મહાન છે
તેથી સંભાળ કરને! તેમાં ક્્યાંય દગા–પ્રપંચ
નથી, રાગ–દ્વેષ નથી, કોઈની જરૂર નથી,
છતાં તે મહા આનંદરૂપ છે. બહારની લક્ષ્મી
મળે તોપણ તેમાંથી સુખ મળતું નથી. આ
ચૈતન્યલક્ષ્મી પોતે મહા આનંદરૂપ છે. આવો
અપાર વૈભવ આત્મામાં પોતામાં ભર્યો છે. –
એને લક્ષમાં લેતાં સુખ છે.

PDF/HTML Page 30 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૨૭:
અમૃતચંદ્રસૂરિ પીવડાવે છે – અનેકાન્તનાં અમૃત
(૧૪ બોલ વડે જ્ઞાનમાત્ર આત્માના અનેકાન્તસ્વરૂપની સમજણ)
–લેખાંક બીજો : ગતાંકથી ચાલુ–
અહો, અનેકાન્ત તો વસ્તુનું સ્વરૂપ છે; તે જૈન સિદ્ધાંતના
પ્રાણ છે. અનેકાન્ત જ્ઞાનસ્વરૂપ આત્માને પ્રસિદ્ધ કરીને સાચું જીવન
જીવાડે છે, અનેકાન્તનું સ્વરૂપ સમજાવીને આચાર્યદેવે વીતરાગરસનાં
અમૃત પીવડાવ્યાં છે. અનેકાન્તના ૧૪ બોલમાંથી છ બોલનાં પ્રવચન
ગતાંકમાં આવી ગયેલ છે, બાકીનાં અહીં આપવામાં આવ્યા છે.
સમયસારની ૪૧પ ગાથામાં આચાર્યદેવે ઘણા પ્રકારે સ્પષ્ટતા કરીને જ્ઞાનસ્વરૂપ
આત્મા બતાવ્યો રાગાદિ સમસ્ત પરભાવોથી ભિન્ન જ્ઞાનમાત્ર જ આત્મા છે ને એવા
આત્માના અનુભવથી જ આત્મા પરમ આનંદરૂપે પરિણમે છે–એમ સમજાવીને,
જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ કરવાનું કહ્યું છે. તે જ્ઞાનમાત્ર આત્માને સ્વયમેવ
અનેકાન્તપણું કઈ રીતે છે તે વાત આચાર્યદેવે આ પરિશિષ્ટમાં સ્પષ્ટ કરી છે.
‘જ્ઞાનમાત્ર’ કહેવા છતાં આત્માને સ્વયમેવ અનેકાન્તપણું પ્રકાશે છે. કેમકે–
(૧) જ્ઞાનમાત્ર આત્માને સ્વરૂપથી તત્પણું છે. (૨) પરરૂપથી અતત્પણું છે.
(૩) જ્ઞાનમાત્ર આત્માને દ્રવ્યથી એકપણું છે. (૪) પર્યાયથી અનેકપણું છે.
(પ) જ્ઞાનમાત્ર ભાવને સ્વદ્રવ્યથી સત્પણું છે. (૬) પરદ્રવ્યોથી અસત્પણું છે.
(૭) જ્ઞાનમાત્ર ભાવને સ્વક્ષેત્રથી અસ્તિપણું છે. (૮) પરક્ષેત્રથી નાસ્તિપણું છે.
(૯) જ્ઞાનમાત્ર ભાવને સ્વકાળથી સત્પણું છે. (૧૦) પરકાળથી અસત્પણું છે.
(૧૧) જ્ઞાનમાત્ર આત્માને સ્વ–ભાવથી સત્પણું છે. (૧૨) પરભાવથી અસત્પણું છે.
(૧૩)
જ્ઞાનમાત્ર ભાવને જ્ઞાનસામાન્યરૂપે નિત્યપણું છે. (૧૪) જ્ઞાનવિશેષરૂપે અનિત્યપણું છે.
(અનેકાન્તના આ ૧૪ બોલમાંથી ૬ બોલનો વિસ્તાર ગતાંકમાં આપે વાંચ્યો,
પછીના બોલનો વિસ્તાર આપ અહીં વાંચશો.)

PDF/HTML Page 31 of 45
single page version

background image
:૨૮: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
૭–૮ જ્ઞાનમય આત્માનું સ્વક્ષેત્રથી અસ્તિત્વ; પરક્ષેત્રથી નાસ્તિત્વ
જ્ઞાનનું અસ્તિત્વ પોતાના અસંખ્યપ્રદેશરૂપ સ્વક્ષેત્રમાં છે, જેટલું આત્માનું
સ્વક્ષેત્ર છે તેમાં જ જ્ઞાનનું અસ્તિત્વ છે, જ્ઞાનના સ્વક્ષેેત્રમાં પરક્ષેત્રરૂપ જ્ઞેયો જણાય
છે, ત્યાં જાણે કે જ્ઞાન તે પરક્ષેત્રરૂપ થઈ ગયું–એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ!
તારું જ્ઞાન પરને જાણે છે તોપણ તે પોતાના સ્વક્ષેત્રથી બહાર જતું નથી. બહારમાં
દૂરદૂર પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયને જાણવા છતાં જ્ઞાન કાંઈ પોતાથી બહાર નીકળીને
ત્યાં ગયું નથી. જ્ઞાન તો જ્ઞાનના સ્વક્ષેત્રમાં જ રહ્યું છે. સમવસરણનું ક્ષેત્ર હોય ત્યાં
તેને જાણતાં અજ્ઞાની એવો એકાકાર થઈને હરખ કરે છે કે જાણે આ ક્ષેત્રમાંથી મારું
જ્ઞાન આવશે! અથવા બીજું કોઈ ક્ષેત્ર મારા જ્ઞાનને હણી નાંખશે–એમ અજ્ઞાની
માને છે. પણ ભાઈ! તારા જ્ઞાનની તે પરક્ષેત્રમાં તો નાસ્તિ છે. તારા આત્મક્ષેત્રમાં
જ તારા જ્ઞાનની અસ્તિ છે ને પરક્ષેત્રમાં નાસ્તિ છે. નાસ્તિ છે એટલે તેમાંથી તારું
જ્ઞાન જરાય આવતું નથી, કે તેનાથી તારું જ્ઞાન હણાતું નથી. પરક્ષેત્રથી જ્ઞાન
થવાનું માને તે તો પરની સામે જ જોયા કરે, એટલે જ્ઞાનનું સમ્યક્ત્વાદિરૂપ જીવન
તેને ક્્યાંથી પ્રગટે? પણ જ્ઞાનનું પરક્ષેત્રથી નાસ્તિપણું સમજે ને સ્વક્ષેત્રરૂપ
જ્ઞાનિથી જ અસ્તિપણું જાણે તો સ્વસન્મુખ દ્રષ્ટિથી સમ્યક્ત્વાદિરૂપ જ્ઞાન–જીવન
પ્રગટે.
પરક્ષેત્રે રહેલા અનેક જ્ઞેયોના આકાર જ્ઞાનમાં જણાય છતાં જ્ઞાન તે
પરજ્ઞેયના આકારપણે થયું નથી; જ્ઞાનમાં તે જણાય છે તે તો સ્વક્ષેત્રે રહેલા જ્ઞાનની
તેવી અવસ્થા છે. અજ્ઞાની પરજ્ઞેયના આકારને છોડવા માટે તેના જ્ઞાનને જ છોડી
દેવા માંગે છે, જાણે કે પરક્ષેત્રે રહેલા જ્ઞેયો જ્ઞાનના ક્ષેત્રમાં ઘૂસી ગયા હોય એમ
માનીને તે પરજ્ઞેયને જાણવારૂપ જ્ઞાનને પણ છોડી દેવા માંગે છે, પણ ભાઈ! તારા
જ્ઞાનના સ્વક્ષેત્રમાં કોઈ પરદ્રવ્ય આવ્યું નથી, પરદ્રવ્યો તો પરક્ષેત્રમાં છે ને તેનું જે
જ્ઞાન થાય છે તે તો તારા સ્વક્ષેત્રમાં જ છે. આમ જ્ઞાનનું સ્વક્ષેત્રથી સત્પણું છે ને
પરક્ષેત્રથી અસત્પણું છે–એમ અનેકાન્તવડે તું જાણ; પરજ્ઞેય પરક્ષેત્રમાં છે, ને મારું
જ્ઞાન મારા સ્વક્ષેત્રમાં છે–એમ ભિન્ન જ્ઞાનનો અનુભવ કર. –એ જ સાચું જીવન છે.
‘જ્ઞાનમય હું છું’ –એમ સ્વસન્મુખ થઈને અનુભવ કરતાં ‘જ્ઞાનથી વિરુદ્ધ
અન્ય વસ્તુ હું નથી’ એમ પરની નાસ્તિ પણ તેમાં આવી જાય છે. જ્ઞાનનું આવું
અનેકાન્ત–

PDF/HTML Page 32 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૨૯:
જીવન તે જૈનશાસનનો સાર છે. જ્ઞાનમાત્ર કહેતાં પરભાવોનો નિષેધ થાય છે પણ
સ્વધર્મોનો નિષેધ થતો નથી; સ્વધર્મો તો જ્ઞાનની સાથે સ્વયમેવ ઉલ્લસે છે.
૯–૧૦, જ્ઞાનભાવનું સ્વકાળથી સત્પણું; પરકાળથી અસત્પણું
આત્માની જ્ઞાનપર્યાય જ્ઞેયપદાર્થોને જાણવારૂપ સ્વકાળમાં પોતાથી પરિણમે છે,
જ્ઞાનપર્યાય તે પોતાનો સ્વકાળ છે; સ્વકાળથી જ્ઞાનનું સત્પણું છે. તેને બદલે પરજ્ઞેયોની
પૂર્વપર્યાય નષ્ટ થતાં તેની સાથે અજ્ઞાની પોતાના જ્ઞાનનો પણ નાશ માની લ્યે છે.
જ્ઞેયની પર્યાય તે પરકાળ છે, તેનો વિનાશ થતા જ્ઞાન તો પોતાના સ્વકાળરૂપ પર્યાયમાં
સમયેસમયે વર્તી રહ્યું છે. જ્ઞાનપર્યાયનું સ્વકાળથી સત્પણું પોતાથી છે, કાઈ પરજ્ઞેયથી
તેનું સત્પણું નથી, પરકાળથી તો તે અસત્ છે.
પરજ્ઞેયોનું અવલંબન તે પણ ખરેખર પરકાળ છે; પરના અવલંબન વખતે જ
મારી જ્ઞાનપર્યાય સત્ છે એટલે કે પરજ્ઞેયથી જ મારી જ્ઞાનપર્યાય થાય છે એમ અજ્ઞાની
માને છે; તેને અનેકાન્તવડે સમજાવે છે કે હે ભાઈ! તારું જ્ઞાન તારી જ્ઞાનપર્યાયથી
એટલે કે સ્વકાળથી સત્ છે, ને પરકાળથી તે અસત્ છે. સમયેસમયે સ્વકાળરૂપ
પર્યાયપણે પરિણમે એવું જ્ઞાનનું જ સ્વરૂપ છે, તે પોતાથી જ છે. સામે પરજ્ઞેયનું
પરિણમન છે તે પરકાળ છે, તેને લીધે કાંઈ અહીં જ્ઞાનનું પરિણમન નથી. –આમ
જ્ઞાનનું સ્વકાળથી સત્પૂર્ણ ને પરકાળથી અસત્પણું બતાવીને અનેકાન્ત જીવાડે છે.
ભાઈ! તારું જ્ઞાન તારા સ્વકાળથી જીવતું છે. તારું જ્ઞાન સત્ છે તે સ્વકાળ વગરનું
નથી, સમયેસમયે જ્ઞાનપર્યાયરૂપ સ્વકાળ પોતાથી જ છે. આવા અનેકાન્ત સ્વરૂપ વડે
જૈનદર્શન વિશ્વના એકાંત મતોથી જુદું પડે છે; અહો! આ તો સર્વજ્ઞદેવે જોયેલું
વસ્તુસ્વરૂપ છે. તે કાંઈ ભગવાને બનાવ્યું નથી, પણ જેમ હતું તેમ અતીન્દ્રિયજ્ઞાનવડે
પ્રત્યક્ષ જાણ્યું છે, ને દિવ્યવાણી વડે દેખાડયું છે. ’
એક જ્ઞેયનું અવલંબન છૂટયું તેથી કાંઈ જ્ઞાનનો નાશ થઈ જતો નથી, જ્ઞાન
વર્તમાન–વર્તમાન સ્વપર્યાયરૂપ થયા કરે છે, તે સ્વકાળથી તે જીવે છે. જ્ઞેયનું અવલંબન
છૂટતાં જ્ઞાન મરી જતું નથી, જ્ઞેયના અવલંબન વગર પોતાના સ્વભાવથી જ જ્ઞાનસ્વરૂપ
આત્મા જ્ઞાનપર્યાયરૂપ સ્વકાળપણે પરિણમે છે, એ જ તેનું જીવન છે. રાગના કાળે જ્ઞાન
રાગને જાણવારૂપ પરિણમ્યું, તો તે કાળે કાંઈ રાગના કારણે જ્ઞાનનું અસ્તિત્વ નથી;

PDF/HTML Page 33 of 45
single page version

background image
:૩૦: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાનની સ્વપર્યાયથી છે, ને રાગથી તો તેનું અસત્પણું છે. –આમ
અનેકાન્ત વડે જ્ઞાનપણે જ પોતાનું અસ્તિત્વ સ્વીકારતો જ્ઞાની જ્ઞાનભાવપણે જ
પરિણમતો થકો જીવે છે. અજ્ઞાનીને તો એવી ભ્રમણા છે કે પરજ્ઞેયની પર્યાયને લીધે જ
જ્ઞાનપર્યાય થતી હોય! –પણ તેની એ ભ્રમણા અનેકાન્તવડે દૂર થઈ જાય છે. અનેકાન્ત
તેને સમજાવે છે કે ભાઈ! તારું અસ્તિત્વ તારી જ્ઞાનપર્યાયમાં છે, પર પર્યાયમાં તારું
અસ્તિત્વ નથી. –આવા અનેકાન્ત સ્વરૂપ જ્ઞાનને તું જાણ; તેને જાણતાં સ્વાશ્રિત
જ્ઞાનપર્યાયરૂપ તારો સ્વકાળ ખીલી જશે, તારે બીજા કોઈનું અવલંબન નહીં લેવું પડે.
તારા જ્ઞાનની પર્યાય તે તારો સ્વકાળ છે, ને તે સ્વકાળ પોતાથી જ છે, પરકાળને લીધે
નથી. –આવા સ્વાધીન જ્ઞાનની પ્રતીતમાં વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જીવંત રહે છે એટલે
તે પ્રતીત સાચી થાય છે, સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે.
–અનેકાન્ત તે જૈનદર્શનનો પ્રાણ છે, તે ધર્મનો પ્રાણ છે; તેના વગરનાં તો બધાં
મડદાં છે, તેમાં સમ્યગ્જ્ઞાનરૂપ જીવન નથી, ધર્મ નથી. સર્વજ્ઞભગવાનનું શાસન એટલે જ
અનેકાન્ત; તે જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરાવે છે.
૧૧–૧૨, જ્ઞાનનું પોતાના સ્વ–ભાવથી સત્પણું; પર–ભાવથી અસત્પણું
જ્ઞાન પોતાના સામર્થ્યને લીધે અનેકવિધ પરભાવોને જાણે છે પણ પોતે કાંઈ
તે પરભાવરૂપ થઈ જતું નથી. જ્ઞાન તો પોતાના જ્ઞાનભાવરૂપે જ રહે છે. એટલે
પોતાના ભાવથી તે સત્ છે ને પરભાવથી તે અસત્ છે.
જ્ઞાનમાં રાગાદિ પરભાવ જણાય કે દેહની અવસ્થા જણાય, ત્યાં હું જ રાગ
છું ને હું શરીર છું–એમ અજ્ઞાની પોતાને તે પરભાવરૂપ માની લ્યે છે ને સ્વતંત્ર
જ્ઞાનભાવપણે પોતાના અસ્તિત્વને તે દેખતો નથી. તેને અનેકાન્ત જીવાડે છે કે હે
ભાઈ! તારા જ્ઞાનનું જીવન, એટલે કે જ્ઞાનનું સત્પણું તારા જ્ઞાનભાવથી જ છે,
પરજ્ઞેયના ભાવથી તારું સત્પણું નથી, તેને લીધે તારા જ્ઞાનનું જીવન નથી.
જ્ઞાનમાં રાગ જ્ઞેયપણે જણાય, પણ ત્યાં જ્ઞાન અને રાગ બંને ભિન્ન છે.
રાગને જાણનારું જ્ઞાન રાગ સાથે એકમેક થઈ જતું નથી. રાગને જાણતું જ્ઞાન
પોતાને જ્ઞાનપણે પ્રસિદ્ધ કરે છે કે ‘હું જ્ઞાન છું’ –પણ પોતાને રાગપણે પ્રસિદ્ધ નથી
કરતું કે ‘હું રાગ છું. ’ જ્ઞાન પોતાના જ્ઞાનભાવપણે જ પરિણમે છે એટલે જ્ઞાનનું
સ્વ–ભાવપણે સત્પણું

PDF/HTML Page 34 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૩૧:
છે, ને જ્ઞાન પરજ્ઞેયોરૂપે પરિણમતું નથી એટલે જ્ઞાનનું પરભાવપણે અસત્પણું છે. આવું
અનેકાન્ત જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે.
મારા જ્ઞાનસ્વભાવમાં અચિંત્ય શક્તિરૂપ જે ભાવ છે તે મારાથી જ સત્ છે;
અનંત સુખ અનંત પરમેશ્વરતારૂપ મારો ભાવ તેનાથી મારું જ્ઞાન સત્ છે; ને જે અન્ય
પરભાવો તેનાથી જ્ઞાન અસત્ છે એટલે કે જ્ઞાન તે પરભાવોરૂપે થતું નથી. અહો,
જ્ઞાનનો પોતાનો સત્ભાવ કેવો છે. ને પરભાવોથી તેને ભિન્નતા કઈ રીતે છે તે
અનેકાન્તવડે જ સમજાય છે.
કેવળજ્ઞાનાદિ અચિંત્ય સામર્થ્યથી ભરેલા જ્ઞાયકભાવરૂપ જે નિજભાવ છે તે
રૂપે મારું જ્ઞાન સત્ છે; અને વજ્રર્ષભનારાચસંહનન વગેરે જે પુદ્ગલના ભાવ છે તે
પરભાવરૂપે મારું જ્ઞાન પરિણમતું નથી એટલે તેનાથી નાસ્તિરૂપ છે; મારું જ્ઞાન
પોતે જ આવું અનેકાન્તસ્વરૂપ છે. મારા જ્ઞાનમાં પરભાવો જણાય ભલે, પણ મારું
જ્ઞાન કાંઈ તે પરભાવરૂપે પરિણમતું નથી, એનાથી કાંઈ મારું જીવન નથી, એને
લીધે જ્ઞાનનું અસ્તિત્વ નથી. જ્ઞાયકભાવરૂપ જે નિજભાવ છે તેનાથી જ મારું જીવન
છે, તેમાં જ મારું અસ્તિત્વ છે. જ્ઞાન પોતાના નિજભાવને કદી છોડતું નથી ને
પરભાવને ગ્રહતું નથી–આમ અનેકાન્ત વડે સ્વભાવ અને પરભાવની અત્યંત
ભિન્નતા જાણીને જ્ઞાની પરભાવોથી ભિન્નપણે અને નિજસ્વભાવથી અભિન્નપણે
આત્માને જીવાડે છે–એટલે કે આત્માને આવા સમ્યગ્જ્ઞાનરૂપ પરિણમાવે છે. જ્ઞાનના
પરિણમનમાં પરભાવના અંશને પણ તે ભેળવતા નથી; જ્ઞાનરૂપે જ પરિણમતા થકા
મોક્ષને સાધે છે.
અહો, આ અનેકાન્ત તે જૈનધર્મનું મૂળ છે ને તેના વડે સંસારનો પાર પમાય છે.
૧૩–૧૪ જ્ઞાનસામાન્યરૂપે નિત્યપણું; જ્ઞાનવિશેષરૂપે અનિત્યપણું
ચેતનસ્વભાવનો પિંડ આત્મા, તેમાં જડ શરીરની તો વાત નથી, રાગનો પણ
ચેતનભાવમાં પ્રવેશ નથી; હવે જ્ઞાનમાં ને જ્ઞાનમાં બધી રમત છે. ચેતનસ્વરૂપ આત્માને
સામાન્યજ્ઞાનરૂપે જોતાં તેને નિત્યપણું છે; અને ક્ષણેક્ષણે પલટતી વિશેષજ્ઞાનપર્યાયરૂપે
જોતાં તેને અનિત્યપણું છે. આવા બંને ધર્મો જ્ઞાનમાં સમાય છે–એવું જ્ઞાનનું અનેકાન્ત
સ્વરૂપ છે.
જ્ઞાનમાં અનિત્યપર્યાયોને દેખીને ભ્રમથી અજ્ઞાનીને એમ લાગે છે કે ‘અરે,

PDF/HTML Page 35 of 45
single page version

background image
:૩૨: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
મારું નિત્યપણું લૂંટાઈ જશે! ’ પણ ભાઈ! અનિત્યરૂપ જ્ઞાનપર્યાયોપણે પરિણમવા છતાં
તારા જ્ઞાનનું નિત્યપણું કાંઈ મટી ગયું નથી. નિત્ય ટકવા છતાં તેમાં પરિણમન પણ છે,
એ રીતે જ્ઞાનમાં પર્યાયઅપેક્ષાએ અનિત્યપણું હોવું તે કાંઈ દોષ નથી. રાગાદિ ભાવો તે
દોષ છે, પણ અનિત્યપણું તો જ્ઞાનનું સ્વરૂપ જ છે. નિત્યપણું અને અનિત્યપણું એ બંને
જ્ઞાનમાત્ર ભાવમાં સમાય છે, એવું અનેકાન્તસ્વરૂપ જ્ઞાન છે.
જ્ઞાનની ક્ષણેક્ષણે પલટતી અવસ્થાને જ દેખીને, જ્ઞાનને એકલું ક્ષણિક જ માની
લીધું ને નિત્ય ટકતા પોતાના ચૈતન્યજીવનને અજ્ઞાની ભૂલી ગયો; ત્યારે અનેકાન્ત તેને
ચૈતન્યનું નિત્યપણું બતાવે છે કે ભાઈ! અવસ્થાઓ પલટતી હોવા છતાં જ્ઞાનતત્ત્વ
ધ્રુવપણે નિત્ય ટકનારું છે. પલટે પણ છે અને નિત્ય ટકે પણ છે–એમ બંને સ્વભાવરૂપ
જ્ઞાનને અનેકાન્ત પ્રકાશે છે. ધુ્રવ ન માને ને એકલી પર્યાય માને, અથવા પર્યાયથી
અનિત્યતા ન માને ને એકલી ધ્રુવતા માને, તો તેને જ્ઞાનતત્ત્વ પ્રાપ્ત થતું નથી. જ્ઞાન તો
એકરૂપ જ જોઈએ, તેમાં વળી અનેકપણું શું? અનેક પ્રકારરૂપ ચૈતન્યપરિણમન શું? –
એમ કલ્પીને પોતાની ચૈતન્યપરિણતિને જ અજ્ઞાની છોડી દેવા માગે છે, પણ સ્વયમેવ
પ્રકાશતું અનેકાન્તમય જ્ઞાનતત્ત્વ, તેને જાણનાર જ્ઞાની તો એમ અનુભવે છે કે નિત્ય
ઉદિત એવું મારું જ્ઞાન જ આ ભિન્ન ભિન્ન ચૈતન્યપરિણતિરૂપે પરિણમે છે. આમ
પર્યાયને ધ્રુવજ્ઞાનમાં વાળીને તે પોતાના જ્ઞાનને સ્પર્શીને આનંદને અનુભવે છે.
ધુ્રવતાનો નિર્ણય પર્યાયમાં થાય છે. પણ એકલી ક્ષણિક પર્યાયને દેખનારો
અજ્ઞાની જ્ઞાનતત્ત્વને અનુભવી શકતો નથી. ધુ્રવસ્વભાવની સન્મુખ થયેલું જ્ઞાન
પોતાની નિર્મળ ચૈતન્યપરિણતિમાં ઉલ્લસે છે; તેનાથી આત્મા જુદો નથી. એકાંતવાદી તે
ઉલ્લસતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું આત્મતત્ત્વ ઈચ્છે છે; પણ ભાઈ! ચૈતન્યવસ્તુ
પોતાની વૃત્તિના પ્રવાહમાં વર્તે છે, તે ચૈતન્યવૃત્તિથી જુદો તો આત્મા હોતો નથી.
કથંચિત્ નિત્યપણું ને કથંચિત્ અનિત્યપણું સમજાવીને, જ્ઞાનના અનુભવવડે આત્માને
આનંદ પમાડે છે.
જ્ઞાનને પર્યાયથી અનિત્યપણું પણ છે; અનિત્યપણું એ કાંઈ મલિનતા નથી, દોષ
નથી, ઉપાધિ નથી, પણ જ્ઞાનનું જ તેવું સ્વરૂપ છે કે નિત્ય ટકતું હોવા છતાં ક્ષણેક્ષણે
નિર્મળ–ચૈતન્યપરિણામરૂપે પણ તે થાય છે. જ્ઞાનમાં ઉલ્લસતી જે નિર્મળપરિણતિ, તે
ઉલ્લસતી ચેતનાપરિણતિ આત્માથી કાંઈ જુદી નથી. એકાંત ધુ્રવની

PDF/HTML Page 36 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૩૩:
આશાથી (વેદાંતની જેમ) પોતાની પર્યાયને કોઈ છોડી દેવા માંગે તો તેને જ્ઞાનતત્ત્વ
અનુભવમાં નહીં આવે. રાગથી તો જુદું જ્ઞાનતત્ત્વ પ્રાપ્ત થાય એટલે કે અનુભવમાં
આવે; પણ પર્યાયથી જુદું જ્ઞાનતત્ત્વ અનુભવમાં ન આવે. નિત્ય–અનિત્યપણા સહિત
જ્ઞાનતત્ત્વનો અનુભવ કરતાં આનંદ સહિત આત્મા અનુભવાય છે, તેમાં પરભાવનો
અભાવ છે પણ પર્યાયનો અભાવ નથી. અહા! આચાર્યભગવાને અનુભવના ઉમળકા
આ સમયસારમાં ઊતારીને ભવ્યજીવો ઉપર મહાન કરુણા કરી છે.
ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા.....ત્યારે દેવોએ મોટો મહોત્સવ કર્યો હતો; એને
તો ૨૪૯૬ વર્ષ થયા ને આજે (આસોવદ અમાસે) ૨૪૯૭ મું વર્ષ બેઠું, ત્રણવર્ષ પછી
અઢી હજારમું વર્ષ બેસશે ને ભારતમાં તેનો મોટો ઉત્સવ ઉજવાશે. તે ભગવાન મહાવીરે
મોક્ષ જતા પહેલાં અરિહંતપદેથી આવા અનેકાન્તતત્ત્વનો ઉપદેશ આપ્યો હતો.
જ્ઞાનસ્વરૂપ આત્માનું સત્ય સ્વરૂપ બતાવીને ભગવાને જગતના જીવોને સાચું જીવન
આપ્યું; કેમકે અજ્ઞાનથી પોતાના આત્માની નાસ્તિકતા હતી–આત્માનો અનુભવ ન
હતો, એટલે ભાવમરણ હતું, તેને બદલે અનેકાન્તવડે આત્માનું સાચું સ્વરૂપ સમજતાં
આત્માના આનંદના અનુભવરૂપ જીવન પ્રગટે છે. આ રીતે અનેકાન્તદ્વારા જ્ઞાનસ્વરૂપ
સમજાવીને ભગવાન મહાવીરે જીવોને ભાવમરણથી છોડાવ્યા ને ચૈતન્યનું સાચું જીવન
આપ્યું.
–એવા મહાવીર ભગવાનના મોક્ષનો આજે દિવસ છે. ભગવાનની “ વાણી
ત્રણલોકમાં જયવંત છે; અહો! જિનવાણી ધન્ય છે કે જેણે જગતને આત્માનું સ્વરૂપ
સમજાવ્યું:–
ધન્ય દિવ્યવાણી કારને રે......
જેણે પ્રગટ કર્યો આત્મદેવ......
જિનવાણી જયવંત ત્રણલોકમાં રે......
અનેકાન્તમય આત્મતત્ત્વને જિનવાણીએ પ્રકાશિત કર્યો છે; આવું અલૌકિક
વસ્તુસ્વરૂપ બીજું કોઈ સમજાવી શકે નહીં. કોઈએ ધુ્રવને છોડ્યું, તો કોઈએ પર્યાયને
છોડી, ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ તત્ત્વ સમયેસમયે પોતાથી પરિપૂર્ણ વર્તી રહ્યું છે–તે તો
અનેકાન્તમય જિનવાણી જ પ્રકાશે છે. ભાઈ! તારા જ્ઞાનમાં ઉત્પાદ–વ્યયરૂપ પર્યાય તે
કાંઈ ભ્રમ નથી; ઉત્પાદ–વ્યય તો મોક્ષમાં સિદ્ધભગવાનનેય થાય છે, તેમને રાગદ્વેષ નથી
પણ નવીનવી આનંદપર્યાય તો થાય જ છે, પોતાની અવસ્થાથી જુદી

PDF/HTML Page 37 of 45
single page version

background image
:૩૪: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
વસ્તુ નથી. ભાઈ, ધુ્રવપણું પણ તું પર્યાય વગર શેનાથી જાણીશ? ધુ્રવનેય જાણે છે તો
પર્યાય; તે પર્યાયની જ નાસ્તિ માનીશ તો ધુ્રવનો પણ સાચો સ્વીકાર થશે નહીં. આત્મા
દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય, –એમ ધર્મીજીવ નિત્ય–અનિત્યસ્વરૂપ આત્માને
અનુભવમાં લ્યે છે. આ રીતે અનેકાન્તવડે જ જ્ઞાનમય આત્મતત્ત્વ સિદ્ધ થાય છે એટલે
કે અનુભવમાં આવે છે; જ્ઞાનવડે સ્વયમેવ આવો આત્મા અનુભવમાં આવે છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે પોતાના અનુભવમાં આવે છે. અનેકાન્ત વડે આચાર્ય
ભગવાને તેવું સ્વરૂપ પ્રસિદ્ધ કરીને આનંદમય આત્માનો અનુભવ કરાવ્યો છે. આવા
અનુભવમાં અનંત શક્તિની નિર્મળપર્યાયોસહિત ભગવાન આત્મા ઉલ્લસે છે. એ જ
સાચું આત્મજીવન છે.
जय जिनेन्द्र..... जय अनेकान्त
* * * * *
નથી કાર્ય–કારણ અન્યનું.....એવો જ આત્મસ્વભાવ છે
પોતાની સ્વકીય તાકાતથી જ પોતાના કાર્ય–કારણરૂપે થનાર
આત્માના કારણ–કાર્યને જેણે જાણ્યા તેણે જિનશાસનને જાણ્યું
આત્મામાં એક જ્ઞાનશક્તિ, એવી અનંતશક્તિ; તેનું પરિણમન સંસારી જીવને
અનાદિથી સમ્યક્ ન હતું; તે સમ્યક્પરિણમન કેમ થાય? તેની આ વાત છે.
પ્રથમ તો, આત્મા તરફ વળીને આત્માના સ્વભાવને લક્ષમાં લ્યે ત્યારે જ જ્ઞાનનું
પરિણમન સમ્યક્ થાય છે. એ સિવાય બીજા કોઈના લક્ષથી, કે વિકલ્પથી જ્ઞાનનું સમ્યક્
પરિણમન થતું નથી. એટલે જ્ઞાનના પરિણમનમાં અન્ય કોઈ કારણ નથી.
–આવું જ્ઞાન કેમ થાય?
ઉપદેશમાં એમ કહેવાય કે સત્સમાગમે શ્રવણ–મનનથી આવું જ્ઞાન થાય. –પણ
એ તો જ્ઞાનમાં વચ્ચે એવો વ્યવહાર આવી જાય છે તેની વાત છે. કાંઈ શ્રવણના
શબ્દોના લક્ષે, કે તે સંબંધી વિકલ્પના લક્ષે જ્ઞાન થતું નથી, જ્ઞાન તો તે બંનેથી પાર,
એકલા સ્વદ્રવ્યને જ અવલંબનારું છે. અભવ્યજીવો અન્ય કારણ વડે જ્ઞાન માને છે, તેને
જ્ઞાનપરિણતિ કદી થતી નથી; તેમ કોઈ પણ જીવને પરતરફના લક્ષવાળું

PDF/HTML Page 38 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૩૫:
જ્ઞાન કે વિકલ્પ તે આત્માના જ્ઞાનનું કારણ થતું નથી. જ્ઞાન પોતે અન્ય કારણોથી
નિરપેક્ષ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ, તે આત્મપરિણામ છે, તે અન્યથી
નિરપેક્ષ છે. એમ આત્માના અનંતગુણો છે તે બધાય અન્યથી નિરપેક્ષ છે. અન્યથી
તો નિરપેક્ષ છે, રાગથી પણ નિરપેક્ષ છે; ને શ્રદ્ધા–જ્ઞાનાદિનું એકસાથે કાર્ય થાય છે.
તેમાં પણ તેઓ એકબીજાનાં કારણ નથી. જ્ઞાનગુણથી આત્મા સ્વયં
જ્ઞાનપરિણતિરૂપ પરિણમ્યો છે, ને શ્રદ્ધાગુણથી આત્મા સ્વયં સમ્યગ્દર્શન–
પરિણતિરૂપ પરિણમ્યો છે. રાગાદિ વ્યવહાર હો, શ્રવણ હો, પણ તે કાંઈ જ્ઞાનનું
કારણ નથી, શ્રદ્ધાનું કારણ નથી; કોઈ બીજાની અપેક્ષા રાખ્યા વગર જ્ઞાનપરિણતિ
અંતરમાં આત્માને અનુભવમાં લ્યે ત્યારે જ જ્ઞાનાદિ સાચાં થાય છે; કોઈ ગુણની
પરિણતિ બીજા કારણની અપેક્ષા રાખતી નથી. બસ, તું અનંતગુણસંપન્ન પોતાના
આત્માની જ સામે જો. તે જ પોતાની તાકાતથી કારણ–કાર્યરૂપ થઈને
નિર્મળપર્યાયપણે ઉલ્લસશે, એટલે કે પરિણમશે.
તેથી કહે છે કે જેણે આત્માના કારણ–કાર્યને જાણ્યા તેણે સમસ્ત જિનશાસનને
જાણ્યું.
સાચું સુખ
જીવ સુખ ચાહે છે......પણ તે રાગમાં ને
સંયોગમાં સુખને શોધે છે. ભાઈ, સુખ તો રાગમાં
હોય? –કે વીતરાગતામાં? વીતરાગતા તે જ સુખ
છે, તેને જીવે કદી જાણ્યું નથી. જેણે રાગમાં અને
પુણ્યમાં સુખ માન્યું તેને મોક્ષની શ્રદ્ધા નથી. મોક્ષ
તો અતીન્દ્રિય જ્ઞાનમય છે, રાગમય નથી. અરિહંત
અને સિદ્ધ ભગવંતોના સુખને ધર્મી જીવો જ જાણે
છે. સ્વપરના ભેદજ્ઞાનપૂર્વક વીતરાગ વિજ્ઞાન વડે જ
તે સુખ અનુભવાય છે.

PDF/HTML Page 39 of 45
single page version

background image
:૩૬: આત્મધર્મ :માગશરઃ૨૪૯૭
અમદાવાદમાં આત્માશ્રિત મોક્ષમાર્ગનું વર્ણન
*
સોનગઢથી મંગલપ્રસ્થાન કરીને કારતક વદ આઠમના
રોજ પૂ. શ્રી કાનજીસ્વામી અમદાવાદ શહેર
પધાર્યા.....જિનમંદિરમાં આદિનાથ ભગવાનના દર્શન
કરીને, પછી સ્વાગત બાદ મંગલ પ્રવચનમાં આત્માની
જીવત્વશક્તિને યાદ કરીને કહ્યું કે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની
સન્મુખ થઈને જે રાગથી ભિન્ન નિર્મળ જ્ઞાન–આનંદમય
દશા પ્રગટે તે માંગલિક છે અને તે જ આત્માનું સાચું જીવન
છે. પાંચ દિવસ સુધી પ્રવચનમાં સમયસારની ગા. ૨૭૨ થી
૨૭પ વંચાણી હતી, અને ઘણા જિજ્ઞાસુઓ લાભ લેતા હતા.
પ્રવચનમાંથી કેટલોક સાર અહીં આપ્યો છે.
ભગવાન આત્મા દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે; તે પોતાને ભૂલીને
પોતાના સિવાય કોઈ પણ બીજા પદાર્થના આશ્રયે સુખ થવાનું માને, તો તેમાં
મિથ્યાત્વનું સેવન થાય છે. આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ! તારો સ્વભાવ
તારાથી પરિપૂર્ણ છે, તારા જ આશ્રયે તારી મુક્તિ થાય છે; કોઈ બીજાનો આશ્રય
કરવા જતાં તો અશુભ કે શુભરાગથી બંધન અને દુઃખ જ થાય છે; મુક્તિનો માર્ગ
પરના આશ્રયે નથી, મુક્તિ સ્વદ્રવ્યને આશ્રિત છે.
તું જીવ છો! તો તારું જીવપણું કેવું છે? તારું જીવન કેવું છે? તેની આ વાત
છે. તું પોતે અતીન્દ્રિય આનંદરસનું પૂર છો. શરીર તો જડ છે, ને અંદરના પુણ્ય–
પાપના રાગભાવો પણ અશુચી છે, તેમાં ચૈતન્યનો આનંદ નથી. તે પરાશ્રિત
ભાવો મુક્તિનું કારણ થઈ શકતા નથી; મુક્તિનો માર્ગ ચૈતન્યમય સ્વદ્રવ્યને
આશ્રિત છે. શુદ્ધ આત્માને જેઓ ઓળખતા નથી, તેની સન્મુખ થઈને સાચાં શ્રદ્ધા–
જ્ઞાન ચારિત્ર પ્રગટ કરતા નથી, અને પરાશ્રિત શુભભાવરૂપ વ્યવહાર શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રને મોક્ષનું કારણ સમજીને સેવે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! તું સ્વ–

PDF/HTML Page 40 of 45
single page version

background image
:માગશરઃ૨૪૯૭ આત્મધર્મ :૩૭:
દ્રવ્યને જાણીને તેનો આશ્રય કર. તો જ મોક્ષમાર્ગ પ્રગટે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની
ભિન્નતાને ઓળખીને સ્વદ્રવ્યના આશ્રયથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
મોક્ષમાર્ગ પ્રગટે છે.
જુઓ, આવી વાત શ્રીમદ્ રાજચંદ્રજીએ નાની ઉમરમાં (સત્તર વર્ષની
વય પહેલાંં) પણ લખી છે. સાત વર્ષની ઉમરે તો તેમને જાતિસ્મરણમાં
પૂર્વભવનું જ્ઞાન થયું હતું, આપણે ત્યાં રાજુલબેનને પણ અઢી વર્ષની વયે પૂર્વ
ભવમાં જુનાગઢમાં ગીતા હતી તેનું જાતિસ્મરણજ્ઞાન થયું છે. એથી પણ વિશેષ
ચારભવનું જ્ઞાન સોનગઢમાં ચંપાબેનને છે; એમની વાત ઊંડી છે. આત્માની
અપાર તાકાત છે, તેને ઓળખીને તેમાં રમણતા કરતાં અપૂર્વ આનંદ
અનુભવાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૭ વર્ષની વય પહેલાં જે ૧૨પ બોધવચનો
લખ્યાં છે, તેમાં સ્વદ્રવ્યનો આશ્રય કરવાના ને પરદ્રવ્યનો આશ્રય છોડવાના
દશબોલ બહુ સરસ છે.
નિશ્ચયનો આશ્રય કરો ને વ્યવહારનો આશ્રય છોડો–આવો જે સમયસારનો
આશય છે તે આશય શ્રીમદ્ રાજચંદ્રએ તે નીચેના દશ બોલમાં બતાવ્યો છે. તેમાં
પ્રથમ તો કહે છે કે–
‘સ્વદ્રવ્ય અને અન્યદ્રવ્યને ભિન્ન ભિન્ન જુઓ’
એ પ્રમાણે બંનેને ભિન્ન જાણીને શું કરવું? તે માટે દશ બોલમાં સરસ
ખુલાસો લખ્યો છે:–
* સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
* સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.
* સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.
* સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ.
* સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
* સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો.
એટલે કે નિશ્ચયનો આશ્રય કરો.....ત્વરાથી કરો......પછી કરશું એમ