Atmadharma magazine - Ank 338
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮: આત્મધર્મ ૨૪૯૮: માગશર
* આચાર્ય કુંદકુંદપ્રભુનો ઉપકાર *
થોડાક દિવસમાં માગશર વદ આઠમ
આવશે, અને કુંદકુંદપ્રભુના આશીષ
લાવશે. આમ તો સમયસારદ્વારા તેઓશ્રી
દરરોજ આપણા ઉપર આશીષ વરસાવી
જ રહ્યા છે કે તમે શુદ્ધાત્માની અનુભૂતિ
પામો! તે ઉપરાંત માગશર વદ આઠમ એ
તો તેમની આચાર્યપદવીનો મહાન મંગલ
દિવસ છે. આચાર્ય એટલે દીક્ષા–શિક્ષાના
દાતાર...જેમણે આપણને આત્મઅનુભવ–
રૂપ શિક્ષા આપી, અને જેઓ રત્નત્રયની
દીક્ષાના પણ દેનાર છે–એવા હે
કુંદકુંદપ્રભુ! આપના પરમઉપકારને યાદ
કરીને આપના નંદન શ્રી કહાન અને અમે
સૌ પરમભક્તિથી નમસ્કાર કરીએ છીએ.
* નિર્ણયનું જોર *
હું જ્ઞાનસ્વભાવ છું–એવો જે ખરો
નિર્ણય છે તેની સંધિ જ્ઞાનસ્વભાવ સાથે
છે, વિકલ્પ સાથે તેની સંધિ નથી.
જ્ઞાન અને વિકલ્પ બંને નિર્ણયકાળમાં
હોવા છતાં, તેમાંથી જ્ઞાનસ્વભાવ સાથે
સંધિનું કામ જ્ઞાને કર્યું છે, વિકલ્પે નહિ.
જ્ઞાનસ્વભાવ સાથે સંધિ કરીને,
તેના લક્ષે ઉપડેલી જ્ઞાનધારા અનુભવ
સુધી પહોંચી જશે.
ચૈતન્યસિંહ જ્ઞાયકવીર પોતાના
પરાક્રમની વીરતાથી જ્યાં જાગ્યો ત્યાં
તેની પર્યાયના વિકાસને કોઈ રોકી શકે
નહીં.
* જ્ઞાનીની સેવા *
સમયસાર ગાથા ૪માં આચાર્યદેવ
કહે છે કે હે જીવ! તેં તારા એકત્વ
જ્ઞાનસ્વભાવને પૂર્વે જાણ્યો નથી, તેમજ
બીજા આત્મજ્ઞ જીવોને ઓળખીને તેમની
ઉપાસના કરી નથી; કેમ કે–
જ્ઞાનીની સેવા રાગવડે થતી નથી.
જ્ઞાનીની સેવા જ્ઞાનભાવ વડે જ થાય છે.
રાગથી ભિન્ન જ્ઞાનભાવરૂપે પરિણમે
ત્યારે જ જીવે જ્ઞાનીની સાચી સેવા
કરી કહેવાય.
જ્ઞાનીને ઓળખીને તેમની ઉપાસના
કરનાર જીવ પોતે જ્ઞાનચેતનારૂપે જરૂર
થાય છે.
*
પ્રશ્ન:–પરમાત્મતત્ત્વ કેવું છે?
ઉત્તર:–તે સમ્યગ્જ્ઞાનનું આભૂષણ છે,
એટલે કે આવા પરમાત્મતત્ત્વને જાણવું તે
જાણ્યા વગરનું જ્ઞાન શોભતું નથી અને તે
પરમાત્મતત્ત્વમાં વિકલ્પસમૂહનો સર્વથા
અભાવ છે, એટલે કોઈપણ વિકલ્પો વડે
તે પરમાત્મતત્ત્વમાં પહોંચાતું નથી
પ્રશ્ન:–આવું પરમાત્મતત્ત્વ ક્યાં રહે છે?
ઉત્તર:–આ આત્મા પોતે જ એવું
પરમાત્મતત્ત્વ છે. આત્માને જ્યારે
અંતર્મુખ ઉપયોગ વડે અવલોકવામાં
પોતાના વેદનમાં આવે છે.

PDF/HTML Page 42 of 45
single page version

background image
માગશર: ૨૪૯૮ આત્મધર્મ : ૩૯:
• ‘અમે ભગવાન તીર્થાધિનાથના ઉપજીવક છીએ’ •
[આત્મધર્મ અંક ૩૩૭ પૃ ૮ના લેખનો બાકીનો ભાગ: કારતક સુદ એકમ]
તથા ભાઈબીજના પ્રવચનમાંથી: નિયમસાર ગા. ૧૩૯–૧૪૦

ભગવાન શ્રી તીર્થાધિનાથ જિનદેવ, તેમના જે ઉપાસકો છે તેઓ જૈન છે.
ભગવાન કેવા છે, તેમનો અંતર્મુખમાર્ગ કેવો છે–તેનું સ્વરૂપ ઓળખીને પોતે તે માર્ગે
ચાલનારા છે તે જૈન છે. સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ગણધરદેવ તે બધા જૈનો છે. તેમના
કહેલા તત્ત્વો તે જૈનતત્ત્વ, આત્માની અનુભૂતિ–શ્રદ્ધા–પ્રતીત તો ગણધરદેવને અને
નાના સમ્યગ્દ્રષ્ટિને સરખી છે,
અહો જિનનાથ! જેવો આત્મા આપે અનુભવ્યો ને કહ્યો તેવા જ આત્માને
અનુભવમાં લઈને અમે અમારી પરિણતિમાં આત્માને જોડ્યો છે, એ રીતે અંર્તમુખ
શુદ્ધાત્માની ઉત્તમ ભક્તિવડે અમે પણ આપના માર્ગે આવી રહ્યા છીએ; તેથી અમે
આપના ચરણના ઉપજીવક છીએ. આપના માર્ગની ઉપાસના તે જ અમારું જીવન છે.
જિનમાર્ગ કહો કે આત્માના સ્વભાવમાં અંતમુર્ખાકાર પરિણતિ કહો, તેવી
પરિણતિવાળા જીવો તે જૈન છે, તેઓ જિનદેવના ઉપજીવક છે, તેઓ તીર્થંકરદેવના
માર્ગના સેવક છે. જિનભગવાને જે તત્ત્વો કહ્યાં તેમાં મુખ્ય પરમતત્ત્વ તો પોતાનો
શુદ્ધઆત્મા છે; આવા પરમ તત્ત્વને જાણીને તેમાં જ અમે અમારી બુદ્ધિને જોડી છે,
એટલે કે પરિણતિને રાગથી છૂટી પાડીને પરમતત્ત્વમાં એકાકારપણે સ્થાપી છે, તેથી
અમને ભગવાનના માર્ગની ઉપાસના છે, અમે ભગવાન તીર્થંકરોના ઉપજીવક છીએ,
એટલે કે તેમની ભક્તિ કરતા કરતા તેમના માર્ગે જઈ રહ્યા છીએ.
રે જીવ! તીર્થંકરોનો આવો માર્ગ પામીને અત્યારે આત્માની લબ્ધિનો ઉત્તમ
અવસર છે. જગતમાં સૌથી શ્રેષ્ઠ મહિમાવંત, જેની સન્મુખતા થતાં પરમ આનંદ થાય ને
ભવદુઃખ છૂટી જાય–એવા સ્વતત્ત્વની ઉપાસના કરવાનો આ અવસર છે. તો હવે બીજી
ચિંતામાં તારું જીવન વેડફીશ મા, આત્માના હિતમાં પ્રમાદ કરીશ મા; જગત કરતાં
આત્માની પરમ કિંમત સમજીને તેમાં જ તારા શ્રદ્ધા–જ્ઞાન જોડજે.

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦: આત્મધર્મ ૨૪૯૮: માગશર


થાણાના ભાઈશ્રી પુનમચંદ મગનલાલ શેઠ (–જન્મભૂમિના ફોટોગ્રાફર શ્રી
ધનુભાઈના ભાઈ) મુંબઈમુકામે તા. ૫–૧૧–૭૧ ની રાત્રે ૩૭ વર્ષની ભરયુવાન વયે
અકસ્માતથી સ્વર્ગવાસ પામ્યા છે. તે દિવસે ૧૧ થી ૫ સુધી તો તેઓ આપણા
મુમુક્ષુભાઈઓની સાથે હરતા ફરતા હતા; રાત્રે મુંબઈ–ઓફિસનું કામ પતાવી તેઓ
સ્કુટર ઉપર થાણા ઘરે જઈ રહ્યા હતા, ત્યાં એક ખટારાની હડફેટમાં આવી જતાં, તેમની
ખોપરીનો ભાગ ખટારા નીચે ચગદાઈ ગયો, અને ત્યાં જ સ્વર્ગવાસ પામી ગયા. રે
ક્ષણભંગુરતા! શ્રી પુનમભાઈએ આપણી સંસ્થાના ઘણા મોટા પ્રસંગોમાં, ખાસ કરીને
તીર્થયાત્રાના પ્રસંગોમાં, ઉત્સાહપૂર્વક ફોટાઓ તેમજ ફિલ્મ લીધેલ છે; તેઓ
અવારનવાર સોનગઢ આવતા; આસો માસમાં મુંબઈ મુકામે ગુરુદેવના દર્શનથી તેઓ
ખુશી થયા હતા; અને આ નાતાલની રજાના દિવસોમાં સોનગઢ આવવાનું તેમણે
વિચાર્યું હતું. પણ ત્યારપહેલાંં તો તેઓ દેહ છોડીને ચાલ્યા ગયા. સત્સંગની ભાવનાના
પ્રતાપે આગળ વધીને તેઓ આત્મહિત પામે–એ જ ભાવના.
[લાંબા વખત પહેલાં લખાયેલ પુનમભાઈનો એક પત્ર આ અંકમાં છાપવા
માટેની સામગ્રીમાં લીધો જ હતો. પણ તે છપાય અને પુનમભાઈ વાંચે તે પહેલાંં તો
તેઓ ચાલ્યા ગયા. તેમની ધર્મપ્રચારની ભાવના કેવી હતી? ને આત્મધર્મ પ્રત્યે તેમને
કેવો પ્રેમ હતો તે સામે પાને છપાયેલા એ પત્રમાં ઝળકે છે.]
જામનગરના શ્રીમતી શાંતાબેન (તે શાંતિલાલ માણેકચંદ મેતાના ધર્મપત્ની)
કારતક સુદ બીજના દિવસે જામનગર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. વીતરાગી દેવ–ગુરુ–
ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.
માણેકલાલ અમૃતલાલ વાંકાનેરવાળા (તે સોનગઢ સોસાયટીમાં રહેતા
શાંતિલાલ માણેકલાલના પિતાજી) તા. ૨૦–૧૧–૭૧ ના રોજ મુંબઈ–દાદર મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.
ફતેપુરના શ્રીમતી હીરાબેન (તે નાથાલાલ માણેકચંદ મહેતાના ધર્મપત્ની)
આસો સુદ ૧૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે; તેમને તત્ત્વઅભ્યાસનો પ્રેમ હતો ને
ફતેપુરના ઉત્સવમાં ઉલ્લાસથી ભાગ લેવાની હોંશ હતી. વીતરાગી દેવ–ગુરુ–ધર્મના
શરણે તેઓ આત્મહિત પામો.

PDF/HTML Page 44 of 45
single page version

background image
ફોન નં.:૩૪ “આત્મધર્મ” Regd. No. 182
ત્ર (આત્મધર્મના પ્રચારની તેમની ભાવના)
ભાઈશ્રી પુનમભાઈ તેમના એક પત્રમાં લખે છે કે–આત્મધર્મ અંક ૩૨૨
સંપાદકીય વાંચ્યું; આત્મધર્મના પ્રચાર માટે સલાહસૂચન કરતો આ પત્ર છે. આવી ભવ્ય
વીતરાગવાણીનો કેમ પ્રચાર થાય ને કેમ સૌ સાધર્મીભાઈઓના ઘેર ઘેર આ સંદેશો
પહોંચે–તે આપણા આત્મધર્મનો ઉદેશ છે. આત્મધર્મ હિંદી–ગુજરાતી મળીને ૫૦૦૦
ગ્રાહકો છે. પણ જૈનોની વસ્તી કેટલી? ઘણા વિચારક મુમુક્ષુવર્ગને આપણું આત્મધર્મ
જોવા જ મળ્‌યું નથી તેનું શું? જેઓ જાણે છે તેઓ તો અવશ્ય પ્રેમથી વાંચે છે. પણ
ઘણાય જીવો એવા છે કે જેમને તત્ત્વજ્ઞાન વિષે ઘણુંઘણું જાણવાની તમન્ના હોય છે પણ
હજી સુધી તેમને આત્મધર્મ વાંચવા મળ્‌યું નથી; એટલે જૈનોમાં ઘેરઘેર તે પહોંચે એવા
પ્રચારની જરૂર છે. ગુરુદેવની મંગળછાયામાં પ્રસિદ્ધિ પામતા આ આત્મધર્મના ઓછામાં
ઓછા ૨૫૦૦૦ ગ્રાહકો હોવા જોઈએ. તે માટે ઉઠાવ વધે, આકર્ષણ વધે, બેરંગમાં
છપાય તેમ વિચારવાનું રહ્યું. આવા સુંદર પત્રના પ્રચાર માટે સેવા આપવા અમે
મુંબઈના સેવાભાવી ભાઈઓ તૈયાર છીએ પૂ. ગુરુદેવને વંદન.
પ્રકાશક : શ્રી દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ. સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૦૦૦
મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) કારતક : (૩૩૭)

PDF/HTML Page 45 of 45
single page version

background image
અહો!
મારા આત્મામાં સિદ્ધપણું
સ્થાપીને સ્વાનુભવના
વૈભવપૂર્વક હું આ
સમયસાર દ્વારા આત્માનું
શુદ્ધ એકત્વસ્વરૂપ
દેખાડું છું.
હે ભવ્ય!
તું પણ તારા આત્મામાં
સિદ્ધપણું સ્થાપીને
સ્વલક્ષે સાંભળજે, અને
સ્વાનુભવથી શુદ્ધઆત્માને
પ્રમાણ કરજે.....
તું પણ સિદ્ધ થઈ જઈશ.


આ સમયસાર આત્માના
અશરીરી ચૈતન્યભાવને
દેખાડનારું મહાન
પરમાગમ છે... તેના
ભાવો સમજનાર જીવ
અશરીરી સિદ્ધપદને
પામે છે.