PDF/HTML Page 21 of 45
single page version
બાપુ! ઠરવાનું ઠામ તો તારો આત્મા જ છે, તેમાં ઠરતાં તને પરમ શાંતિ છે. તારું તત્ત્વ
જ આનંદથી ઝરતું છે.
ચિત્ત ઠરે નહીં. પણ એ વખતે ય જો અંદર નજર કરે તો ઠરવાનું ઠામ પોતાનું
ચૈતન્યધામ છે, તેમાં ઠરતાં મહાન આનંદ ઝરે છે.
તત્ત્વને તું શાંતિ વગરનું હલકું કરી નાંખે છે. બાપું! તારું તત્ત્વ એવું હલકું નથી; તે તો
મહાન્, પોતે જ પરમ આનંદનું ધામ છે. તેને ધ્યાવ.
માંગે છે તે જીવ આત્મવશ નથી પણ પરવશ છે, તેને ધર્મધ્યાન નથી.
થઈ તે પણ તેવી આનંદરૂપ, અને વિકલ્પ વગરની છે. ચૈતન્યતત્ત્વ મહા આનંદરૂપ છે,
તે પોતે આનંદભાવરૂપ પરિણમે છે.
મહાન ઉદાર છે. તે જ્ઞાનમાં કર્મની હારમાળા નથી, તેમાં શુભાશુભઆસ્રવો નથી, તેમાં
પરમ આનંદ છે, શુદ્ધતા છે; એટલે તે ઉદાર જ્ઞાનમાં આસ્રવ–બંધનો અભાવ છે, ને
સંવર–નિર્જરા વર્તે છે; આવું જ્ઞાન આનંદ–પ્રમોદપૂર્વક કલ્યાણમય એવી સંપૂર્ણમુક્તિને
પામે છે. આવી શુદ્ધ જ્ઞાનપરિણતિવાળા મુનિવરો જયવંત છે. અરે, સમ્યગ્દ્રષ્ટિને પણ
પોતાના પૂર્ણ સ્વજ્ઞેયના સ્વીકારથી આવું ઉદાર જ્ઞાન વર્તે છે; તેના જ્ઞાનમાં પણ
આસ્રવ–બંધનો અભાવ છે, ને સંવર–નિર્જરા વર્તે છે; તેનું જ્ઞાન પણ આનંદસહિત છે.
આવું જ્ઞાન તે સ્વવશ છે, તે અવશ્ય કરવા યોગ્ય કાર્ય છે, તે જ મોક્ષનું કારણ છે.
PDF/HTML Page 22 of 45
single page version
સાધકદશા ખીલી, તે અલૌકિક આનંદવાળી છે; તેનું જ્ઞાન મહાન ઉદાર છે, તે
કોઈ રાગથી–વિકલ્પથી દબાતું નથી, છૂટું ને છૂટું રહે છે. આવા જ્ઞાનરૂપ સાધકદશા
પ્રગટી છે તે જયવંત છે...આવી સાધકદશા વડે આનંદથી અમે મોક્ષને સાધી રહ્યા છીએ.
નિર્દોષ ઉપદેશ ચૈતન્યની સન્મુખતા કરાવીને મુક્તિસંપદાનું કારણ થાય છે.
કલ્યાણ મનાવે તેઓ તો જીવને છેતરનારા છે, તેઓ અવંચક નથી. ભાઈ, રાગથી લાભ
માનીશ તો તું છેતરાઈ જઈશ, તારી ચૈતન્યસંપદા લૂંટાઈ જશે. બાપુ! રાગના સ્વાદથી
તારા ચૈતન્યનો સ્વાદ તદ્ન જુદો છે; તે ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતાં લેતાં
તને મુક્તિ સધાશે. શ્રી ગુરુઓનો ઉપદેશ તો એવો છે કે જે ઝીલતા આત્મામાંથી
આનંદરસનુ ઝરણું ઝરે છે. આત્માની પૂર્ણ ચૈતન્યસંપદા બતાવીને આત્માને અનંત સિદ્ધ
ભગવંતોની પંક્તિમાં બેસાડી દ્ય–એવો વીતરાગી ગુરુઓનો ઉપદેશ છે.
માર્ગ છે, બીજા કોઈ માર્ગથી આત્માને શાંતિનું વેદન થતું નથી.
માર્ગ છે, તે જ આનંદનો માર્ગ છે; તેમાં જગતના કોલાહલનો બધોય ઉકળાટ ઠરી ગયો
છે. આવી શાંત અતીન્દ્રિય દશાનો અત્યંત મહિમા લાવીને હું ફરી ફરીને તેને નમું છું,
ફરીફરીને અંતરમાં એકાગ્ર થઈને પરિણમું છું.
કથન તો જુઓ! કુંદકુંદાચાર્ય–પરમેષ્ઠી તો પરમાત્મા થવાની તૈયારીવાળા છે, જેણે
પરમાત્માનો સાક્ષાત્ ભેટો (બહારમાં તેમજ અંતરમાં પણ) કર્યો છે, તેમની આ
વીતરાગીવાણી પરમાત્માનો ભેટો કરાવે છે.
PDF/HTML Page 23 of 45
single page version
ક્યારેય કાંઈ ભેદ નથી. અહા, જુઓ તો ખરા! ધર્મીની પરિણતિને સર્વજ્ઞ સાથે
સરખાવી. જેમ સર્વજ્ઞની ચેતનાપરિણતિમાં રાગાદિ વિકલ્પોનો અભાવ છે, તેમ
સાધકની પણ ચેતના પરિણતિમાં રાગાદિ વિકલ્પોનો અભાવ છે; ચેતનામાં વિકલ્પ છે
જ નહીં. વિકલ્પથી જુદી પડીને ચેતનાએ અંતરમાં આત્માનો આશ્રય કર્યો ત્યારે
સ્વવશપણું થયું. સમ્યગ્દર્શનમાં પણ આવું સ્વવશપણું છે; પછી ધ્યાનમાં લીન મુનિને
ઘણું સ્વવશપણું છે; સર્વજ્ઞને સંપૂર્ણ સ્વવશપણું છે. અહીં તો કહે છે કે સ્વવશપણે
પરિણમેલા જીવમાં અને સર્વજ્ઞમાં કોઈ ભેદ અમે દેખતા નથી. બધાયને અંતરમાં
પોતાના આનંદમય સ્વતત્ત્વના અવલંબને સ્વવશપણું વર્તે છે. આનંદમાં લીન થઈને
આવું સ્વવશપણું જેને પ્રગટ્યું છે તે જીવ ધન્ય છે....સદાય ધન્ય છે.
અંદર ચૈતન્યભગવાન સાથે અનન્ય થઈને આત્મવશ રહે છે. આવું આત્મવશપણું તે જ
સર્વજ્ઞનો માર્ગ છે ને તે મહાન આનંદસ્વરૂપ છે, તેથી તે ધન્ય છે. અહા, મારી
આનંદદશા મારા આત્માને તાબે જ વર્તે છે; મારી આનંદદશા, મારી ધર્મદશા
કોઈ બીજાને તાબે નથી, તેથી તેમાં સ્વવશપણું છે. આવા સ્વવશપણાથી જ જીવને
કર્મનો ક્ષય થઈને મુક્તિ પ્રગટે છે.
સફળ છે. જ્યાં આત્મવશપણું નથી ને પરવશપણું નથી ને પરવશપણું છે ત્યાં તો
આકુળતામાં જ રોકાવાનું છે. પરભાવોના દુઃખથી રક્ષા કરવા માટે અમારું એક
ચૈતન્યતત્ત્વ જ અમને શરણરૂપ છે. સમ્યગ્દર્શન થતાં સ્વવશપણે આનંદપરિણતિ શરૂ
થઈ ગઈ, અંતરમાં પૂર્ણ આનંદના સરોવરમાંથી આનંદના પૂર વહેવા માંડ્યાં ત્યાં સર્વે
પરભાવોને તે ધોઈ નાંખે છે ને પરભાવ વગરની ચોખ્ખી ચેતના આનંદના પૂરસહિત
વહે છે.–આવી દશા તે ધન્ય દશા છે.
અલ્પકાળમાં આનંદસહિત આત્માનો અનુભવ કરીને મોક્ષને પામશે.
PDF/HTML Page 24 of 45
single page version
તેમાં જ અત્યંત ઉત્સુક છે; કેમકે સુંદર આનંદઝરતું ઉત્તમ તત્ત્વ અમારા અંતરમાં
પ્રગટ્યું છે.
એકત્વરૂપ, નિર્દોષ, એકમાત્ર આત્મતત્ત્વની જ હું ફરીફરી સમ્યક્ભાવના કરું છું, મને
એક ક્ષણની મોક્ષસુખની જ સ્પૃહા છે, ને ભવના સુખ પ્રત્યે હું તદ્ન નિસ્પૃહ છું.
એકત્વસ્વરૂપમાં તત્પર જીવને પર સાથે કાંઈ સંબંધ જ ક્યાં છે? મારા એકત્વમાં જ
મારું સુખ સમાય છે.
સુખની જરૂરિયાત પૂરી પાડે છે. પરના સંબંધથી તારી સુખની જરૂરીયાત પૂરી નહિ પડે.
PDF/HTML Page 25 of 45
single page version
તત્પરતા આડે બીજા કોઈ સાથે સંબંધ કરવાની ફૂરસદ જ ક્યાં છે?
આત્માથી બહાર દૂર–દૂર છે, તેની સાથે સંબંધ કરવા જતાં તો દુઃખ થશે. તે દૂરના
પદાર્થોથી તને શું ફળ છે? આ રીતે ધર્માત્મજીવ સ્વતત્ત્વની જ ભાવનામાં તત્પર છે ને
જગતના સમસ્ત પદાર્થો પ્રત્યે પરમ નિસ્પૃહ છે. આવી સ્વતત્ત્વની ભક્તિરૂપ આરાધના
તે મુક્તિસુખની દેનારી છે. મુક્તિસુખમાં ઊડવું હોય તો હે જીવ! પરિણતિને અંતરમાં
જોડીને એકત્વભાવના કર. તારું એકત્વપણું તે કદી સેવ્યું નથી ને પરનો સંબંધ તોડ્યો
નથી. આચાર્ય ભગવાન કહે છે કે અહો! આત્માનું એકત્વપણું અત્યંત સુંદર છે તે અમે
સમસ્ત આત્મવૈભવથી દેખાડીએ છીએ; તમે પણ તમારા સ્વાનુભવથી એકત્વ–વિભક્ત
આત્માને જાણો. તેને જાણતા જ આત્મામાં સુંદર આનંદતરંગ ઊછળશે.
પરિણામમાં તો કષાય છે–અશાંતિ છે, બનેની જાત જ તદ્ન જુદી છે. સુખના સાગરની
શાંતિ કોઈ અલૌકિક છે; એનો સ્વાદ લેનાર ધર્મીજીવ બીજે ક્યાંય તન્મય થતો નથી,
કોઈ પરભાવને વશ થતો નથી. કોઈને વશ નહિ એવી પોતાની અંતર્મુખ પરિણતિ, તે
જ ધર્મીનું આવશ્યક કાર્ય છે, તે જ મોક્ષનો માર્ગ છે.
પ્રપંચરૂપ થતી નથી. આખા આત્માનો આનંદરસ તેની પરિણતિમાં નિરંતર ઘોળાયા કરે
છે, પછી જગતમાં બીજા ક્યા પદાર્થની એને સ્પૃહા હોય? –એ તો પરમ નિસ્પૃહ છે.
થયું; શુદ્ધોપયોગવડે સ્વયં ધર્મરૂપ થયેલો જીવ આનંદથી ભરેલા સરસ જ્ઞાનતત્ત્વમાં
શોભે છે. જ્ઞાનતત્ત્વમાં જ આનંદ છે, તે જ જગતમાં સૌથી શ્રેષ્ઠ સુંદર છે. જેમ
PDF/HTML Page 26 of 45
single page version
જ્ઞાનતત્ત્વમાં લીન થયેલા ધર્માત્માની સહજ ચેતના નિષ્કંપપણે પ્રકાશે છે, કોઈ અનુકુળ
પ્રતિકૂળ સંયોગો કે કોઈ પરભાવોનાં વાવાઝોડા વચ્ચે પણ તે ચેતના ડગતી નથી.
ચૈતન્યતત્ત્વ પોતે જે ચેતનારૂપે પરિણમ્યું છે તે પરિણતિ સદાય વર્ત્યા જ કરે છે. તે
પરિણતિ પોતાના ચૈતન્યસ્વભાવમાં જ લીન છે, ને બીજા બધાયથી પરમ નિસ્પૃહ છે,
છૂટીને છૂટી જ રહે છે. પરની અપેક્ષા વગર, સ્વયં આત્મા પોતે શુદ્ધોપયોગરૂપ થયો છે,
તે જ ધર્મ છે; તે જ ધર્મીજીવનું આત્મવશ એવું આવશ્યક કાર્ય છે; તેમાં કોઈની
પરવશતા નથી. આવું સ્વવશપણું તે અતીન્દ્રિય આનંદથી સહિત છે; આત્માનું
કોઈ અદ્ભુત નિર્વિકલ્પ સુખ તેમાં અનુભવાય છે.
PDF/HTML Page 27 of 45
single page version
આવશ્યક એટલે અવશ્ય કરવા જેવું સ્વાધીન કાર્ય. પરવશ વગર એકલા
છે. અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ શુદ્ધઆત્માની અનુભૂતિરૂપ જેટલી વીતરાગી શુદ્ધ
પરિણતિ પ્રગટી છે તેટલી નિ
જ રીતે પાંચમાં–છઠ્ઠા ગુણસ્થાને સ્વાશ્રયે જે વિશેષ શુદ્ધતા થઈ, નિર્વિકલ્પ શાંતિની
આવશ્યક છે.–આમ સાધકઅંતરાત્માને બંને નયોના વિષયરૂપ આવશ્યકક્રિયાઓ હોય છે.
પણ તેમાં જેટલી સ્વદ્રવ્યાશ્રિત શુદ્ધતા છે તેટલી જ મોક્ષની ક્રિયા છે, તે જ મોક્ષનો
ઉપાય છે.
PDF/HTML Page 28 of 45
single page version
કારણ છે તેથી તે અકાર્ય છે. શુદ્ધઆત્માની અનુભૂતિ વડે જે શુદ્ધતા પ્રગટી તેમાં
પ્રતિક્રમણ–પ્રત્યાખ્યાન–ભક્તિ વગેરે બધાય આવશ્યક કાર્ય સમાઈ જાય છે.
છે.–આ જ મોક્ષાર્થીજીવનું જરૂરી કામ છે. ધર્મીને આનાથી બહારનાં બીજાં
કોઈ રાગાદિભાવો પોતાના સ્વકાર્યપણે ભાસતા નથી. અંતરાત્મામાં બર્હિભાવોનું કામ
કેવું? અંતરાત્મા તો અંતરમાં વળેલો છે, તેમાં તો વીતરાગી શુદ્ધકાર્ય જ થાય છે...ને તે
જ તેનું જરૂરી કામ છે.
સ્વભાવમાં એકત્વ કરવું તે જ બધાય અંતરાત્માઓનું ધર્મકાર્ય છે; એ જ મોક્ષને માટે
આવશ્યક છે. રાગાદિભાવો હોય, પણ તે કાંઈ મોક્ષને માટે જરૂરી નથી. જરૂરી તો એટલું
જ છે કે જેટલું અંતરની સ્વાનુભૂતિમાં આવે. શુદ્ધાત્માની સ્વાનુભૂતિથી જે બહાર રહી
જાય તે આત્માનું ખરૂં તત્ત્વ નથી. આત્માનું સાચું તત્ત્વ એટલું જ છે કે જેટલું
સ્વાનુભૂતિમાં સમાય છે. હે જીવ! મોક્ષને માટે તું આવી અનુભૂતિ વડે શુદ્ધરત્નત્રયરૂપ
કાર્ય અવશ્ય કર. તે તારું સ્વાધીન અને જરૂરી કાર્ય છે.
જ માનીને પ્રભુતા ક્યાંથી લાવશે?
પોતાને અનુભવનાર જીવ દોષને દૂર કરીને પરમાત્મા થાય
છે. ‘હું જ સચ્ચિદાનંદ પરમાત્મા છું’ એમ સ્વભાવના
પુરુષાર્થનો ટંકાર કરતાં સમ્યગ્દર્શનાદિ થાય છે.
PDF/HTML Page 29 of 45
single page version
નિર્વિકલ્પ પ્રતીત કરતાં અતીન્દ્રિય આનંદના વેદન સહિત
સમ્યગ્દર્શન થાય છે; તેમાં અનંત ગુણોના નિર્મળ ભાવો
સમાય છે, તે મોક્ષમાર્ગ છે. આવા સમ્યક્ત્વની સાથે
ધર્મીજીવને નિઃશંકતાદિ આઠ ગુણ કેવા હોય છે તેનું
આનંદકારી વર્ણન ચાલે છે. બે અંગનું વર્ણન આપે ગતાંકમાં
વાંચ્યું, ત્યારપછીનું આપ અહીં વાંચશો. આ વર્ણન પૂ.
ગુરુદેવના છહઢાળા–પ્રવચનમાંથી લીધું છે.
જેને આત્મા અને શરીરને ભિન્ન જાણ્યા છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવ શરીરમાં
ધર્માત્માનું શરીર મલિન કે રોગવાળું દેખીને તેમના પ્રત્યે ઘૃણા–દુર્ગંછા થતી નથી, પણ
શરીર મેલું હોવા છતાં અંદરમાં આત્મા તો ચૈતન્યધર્મોથી શોભી રહ્યો છે–તેનું તેને
બહુમાન આવે છે. આવા મેલા–કોઢિયા શરીરવાળાને તે કાંઈ ધર્મ હોય!–એમ ધર્મ પ્રત્યે
દુર્ગંછાનો ભાવ થતો નથી, એવું સમ્યગ્દ્રષ્ટિનું નિર્વિચિકિત્સા–અંગ છે.
શરીરમાં કોઢ થાય, શરીર ગંધાઈ જાય; તો તેને દેખીને ધર્મી વિચારે છે કે અહો, આ
આત્મા તો અંદર સમ્યગ્દર્શનાદિ અપૂર્વ રત્નોથી શોભી રહ્યો છે, દેહપ્રત્યે એમને
કાંઈ મમત્વબુદ્ધિ નથી, રોગાદિ તો દેહમાં થાય છે, ને દેહ તો સ્વભાવથી જ
PDF/HTML Page 30 of 45
single page version
મલિનતા વગેરે દેખીને પણ ધર્માત્મા પ્રત્યે ગ્લાનિ કરતો નથી. પોતાના શરીરમાં પણ
રોગાદિ મલિનતા થાય તો તેથી પોતાના ધર્મોથી તે ડગતો નથી કે ધર્મમાં શંકા કરતો
નથી. મુનિઓ તો દેહ પ્રત્યે અત્યંત ઉદાસ છે, સ્નાનાદિ તેઓ કરતા નથી, દેહની
શોભાનું કે દેહના શણગારનું તેમને લક્ષ નથી, તેઓ તો સ્વાનુભવરૂપી સ્નાનવડે
આત્માને શોભાવનારા છે; રત્નત્રય તેમનો શણગાર છે; અહો, આવા મુનિઓને દેખતાં
રત્નત્રયધર્મના બહુમાનથી તેમના ચરણોમાં શિર નમી પડે છે.
કાંઈ નથી કે ધર્મીનું શરીર કાળું–કુબડું ન જ હોય. કોઈનું શરીર કાળું–કુબડું પણ હોય,
અવાજ પણ ચોખ્ખો ન નીકળતો હોય,–તેથી શું? અંદર તો દેહથી ભિન્ન જ્ઞાનશરીરીપણે
ધર્માત્મા પોતાને અનુભવે છે. સમંતભદ્રસ્વામી રત્નકરંડ–શ્રાવકાચારની ૨૮ મી ગાથામાં
કહે છે કે ચાંડાલના શરીરમાં રહેલો સમ્યગ્દ્રષ્ટિઆત્મા દેવ સમાન શોભે છે.–રાખથી
ઢંકાયેલ અગ્નિની ચીનગારી માફક દેહની અંદર સમ્યક્ત્વરૂપ ચૈતન્યચીનગારીથી તે
આત્મા શોભે છે, તે પ્રશંસનીય છે.–
નિર્વિચિકિત્સા–અંગ છે. (આ નિર્વિચિકિત્સા અંગ માટે ઉદાયનરાજાનું દ્રષ્ટાંત શાસ્ત્રોમાં
પ્રસિદ્ધ છે; તે ‘સમ્યક્ત્વ–કથા’ વગેરેમાં જોઈ લેવું.)
જ શોભા છે, કાંઈ પુણ્યથી શોભા નથી. એક તિર્યંંચ–કૂતરું પણ જો સમ્યગ્દ્રષ્ટિ હોય તો
શોભા છે, ને મિથ્યાદ્રષ્ટિ મોટો દેવ હોય તોપણ શોભતો નથી. કોઈ ધર્મી ઓછા
પુણ્યોદયને કારણે નિર્ધન–કદરૂપ હોય, ને પોતે ધનવાન–રૂપવાન હોય તો તે કારણે ધર્મી
બીજા બીજા સાધર્મીથી પોતાની અધિકતા માનતા નથી ને સામાનો
PDF/HTML Page 31 of 45
single page version
પ્રકાર છે, તેમાં હીનાધિકતા હોય તેથી શું? અંદર ધર્મ ચીજ જુદી છે. આ રીતે દેહ અને
આત્માના ધર્મોનું ભિન્નભિન્નપણું જાણે તેને દેહાદિની હીનતા દેખીને પણ ધર્માત્માના
ગુણોપ્રત્યે અણગમાનો ભાવ થતો નથી પણ ગુણનો પ્રેમ આવે છે. આવું સમ્યક્ત્વનું
ત્રીજું અંગ છે.
આત્માના હિતનો સત્યમાર્ગ જેણે જાણ્યો છે એવો ધર્મી જીવ સાચા–ખોટાની
બરાબર ઓળખીને તે ખોટા માર્ગની પ્રશંસા પણ છોડે છે. અંતરમાં તો ખોટા માર્ગને
દુઃખદાયક જાણીને છોડ્યો જ છે, ને મનથી–વચનથી કે કાયાથી પણ તે કુમાર્ગની પ્રશંસા
કે અનુમોદન કરતો નથી. કુમાર્ગને ઘણા લોકો સેવતા હોય, મોટા રાજા–મહારાજા સેવતા
હોય તો પણ ધર્મી મુંઝાય નહીં કે એમાં કાંઈક સાચું હશે!–આવું અમૂઢદ્રષ્ટિપણું એટલે કે
મૂઢતારહિતપણું ધર્મીને હોય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગધર્મ, તે સિવાય બીજા કોઈ ધર્મને તે
આવતો હોય તોપણ ધર્મીને માર્ગની શંકા પડતી નથી, કે તત્ત્વમાં તે મુંઝાતો નથી.
નિશ્ચય જે પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ તેમાં તો મુંઝાતો નથી, ને વ્યવહારમાં એટલે કે દેવ–
ગુરુ–શાસ્ત્ર–તત્ત્વ વગેરેના નિર્ણયમાં પણ તે મુંઝાતો નથી. સુખનો માર્ગ એવો
વીતરાગ–જૈનમાર્ગ, અને દુઃખનો માર્ગ એવા કુમાર્ગો, તેમની અત્યંત ભિન્નતા
ઓળખીને કુમાર્ગનું સેવન–પ્રશંસા–અનુમોદના સર્વપ્રકારે છોડે છે.
PDF/HTML Page 32 of 45
single page version
તોપણ મારા હિતનો જે માર્ગ મેં જાણ્યો છે તે જ પરમ સત્ય છે, ને એવો હિતમાર્ગ
બતાવનાર વીતરાગી દેવ–ગુરુ જ સત્ય છે; સ્વાનુભવથી મારું આત્મતત્ત્વ મેં જાણી લીધું
છે, તેનાથી વિરુદ્ધ જે કોઈ માન્યતા હોય તે બધી ખોટી છે; આમ નિઃશંકપણે ધર્મીએ
કુમાર્ગની માન્યતાને અસંખ્યપ્રદેશેથી વોસરાવી દીધી છે. તે શુદ્ધદ્રષ્ટિવંત જીવ
કોઈ ભયથી, આશાથી, સ્નેહથી કે લોભથી કુદેવાદિને પ્રણામ–વિનય કરતો નથી.
આત્માને પરમ હિતકર એવા સર્વજ્ઞભગવાનના માર્ગનું સ્વરૂપ સમજીને તેનું સેવન કર,
ને કુમાર્ગના સેવનરૂપ મૂઢતાને છોડ. અરિહંત ભગવાનનો માર્ગ જેણે જાણ્યો તે જીવ
જગતમાં ક્યાંય મુંઝાય નહીં. ભગવાનના માર્ગને નિઃશંકપણે સેવતો થકો તે મોક્ષને
સાધે. આવું સમ્યગ્દ્રષ્ટિનું અમૂઢદ્રષ્ટિત્વ–અંગ છે. (આ અમૂઢદ્રષ્ટિઅંગના પાલનમાં
રેવતી રાણીનું ઉદાહરણ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, તે ‘સમ્યક્ત્વ–કથા’ વગેરે પુસ્તકમાંથી
જોઈ લેવું.) આ રીતે સમ્યક્ત્વના ચોથા અંગનું વર્ણન કર્યું.
પોતાના ગુણોની પ્રશંસા ન કરે ને બીજાની નિંદા ન કરે, સાધર્મીમાં કોઈ દોષ
ધર્મની વૃદ્ધિ થાય એવા ઉપાય કરે, –આવો ભાવ તો સમ્યગ્દ્રષ્ટિનું ઉપગૂહન અથવા
ઉપબૃંહણ અંગ છે.
દોષ પ્રસિદ્ધ કરીને તેને હલકો પાડવાની ભાવના હોતી નથી; પણ ધર્મ કેમ વધે, ગુણની
શુદ્ધિ કેમ વધે તેવી ભાવના હોય છે. કોઈ અજ્ઞાની કે અશક્ત જનો દ્વારા
PDF/HTML Page 33 of 45
single page version
નિંદા થવા દેતા નથી. દોષને દૂર કરવો ને વીતરાગ ગુણોની વૃદ્ધિ કરવી તે
સમ્યક્ત્વનું અંગ છે, એટલે સમ્યગ્દ્રષ્ટિને એવો ભાવ સહેજે હોય છે. જેમ માતાને
પોતાનો પુત્ર વહાલો છે એટલે તે તેની નિંદા સહન કરી શકતી નથી, તેથી તેના દોષ
છુપાવીને ગુણ પ્રગટે તેમ ઈચ્છે છે, તેમ ધર્મીને પોતાનો રત્નત્રયધર્મ વહાલો છે, તેથી
રત્નત્રયમાર્ગની નિંદાને તે સહી શકતો નથી, એટલે ધર્મની નિંદા દૂર થાય ને ધર્મનો
મહિમા પ્રસિદ્ધ થાય–એવો ઉપાય તે કરે છે. દોષને ઢાંકવા–દૂર કરવા, અને ગુણને
વધારવા એ બંને વાત આ પાંચમાં અંગમાં આવી જાય છે, તેથી તેને ઉપગૂહન
અથવા ઉપબૃંહણ કહેવાય છે.
મારા ગુણને જાણે તો ઠીક પડે–એવું કાંઈ ધર્મીને નથી. ધર્મી પોતાના આત્મામાં તો
પોતાના ગુણની પ્રસિદ્ધિ (પ્રગટ અનુભૂતિ) બરાબર કરે, પોતાના સમ્યક્ત્વાદિ
ગુણોને પોતે નિઃશંક જાણે, પણ બહારમાં બીજા પાસે તે ગુણોની પ્રસિદ્ધિવડે માન–
મોટાઈ મેળવવાની બુદ્ધિ ધર્મીને હોતી નથી; તેમ જ બીજા ધર્માત્માઓના દોષને
પ્રસિદ્ધ કરીને તેની નિંદા કરવાનો કે તેને હલકો પાડવાનો ભાવ ધર્મીને હોતો નથી;
પણ તેના સમ્યક્ત્વાદિ ગુણોને મુખ્ય કરીને પ્રશંસા કરે; આ રીતે ગુણની પ્રીતિ વડે
પોતાના ગુણને વધારતો જાય છે, ને અવગુણને ઢાંકે છે તથા પ્ર્રયત્ન વડે તેને દૂર
કરે છે.
યુક્તિથી તેને સુધારે.–પણ આનો અર્થ એવો નથી કે મિથ્યાદ્રષ્ટિ ગમે તેવા વિપરીત
કુમાર્ગનું પ્રતિપાદન કરે તોપણ તેની ભૂલ કરે છે તે તો બરાબર બતાવે, અને સાચું
તત્ત્વ કેવું છે તે સમજાવે.–જો એમ ન કરે એટલે કે કુમાર્ગનું ખંડન કરીને
સત્યમાર્ગનું સ્થાપન ન કરે તો જીવો હિતનો માર્ગ ક્યાંથી જાણે? માટે સાચા–
ખોટાની ઓળખાણ કરાવવી તેમાં કાંઈ કોઈની નિંદાનો ભાવ નથી. જીવોના હિત
માટે
PDF/HTML Page 34 of 45
single page version
નિંદા થતી હોય, દેવ–ગુરુની નિંદા થતી હોય–એવા પ્રસંગે ધર્માત્માથી રહી શકાય નહીં,
પોતાની શક્તિથી તેને તે દૂર કરે છે.
દોષ (ભૂમિકાઅનુસાર) થઈ જતા હોય, ત્યાં તેની મુખ્યતા કરીને શાસનની નિંદા ન
થવા દે; અરે, એ તો ધર્માત્મા છે, જિનેશ્વરદેવના ભક્ત છે, આત્માના અનુભવી છે,
સમ્યગ્દ્રષ્ટિ છે,–એમ ગુણને મુખ્ય કરીને, પરિણામમાં ક્યાંક જરાક ફેર પડી ગયો હોય તે
દોષને ગૌણ કરી નાખે છે, ધર્મની કે ધર્માત્માની નિંદા થવા દેતા નથી. અહા, આ તો
પરમ પવિત્ર જૈનમાર્ગ...એકલી વીતરાગતાનો માર્ગ. કોઈ અજ્ઞાની જનો તેની નિંદા કરે
તેથી કાંઈ તે મલિન થઈ જતો નથી. આવા માર્ગની શ્રદ્ધામાં સમ્યગ્દ્રષ્ટિ જીવ અત્યંત
નિષ્કંપ વર્તે છે; તલવારની તીખી ધાર જેવી તેની શ્રદ્ધા મિથ્યાત્વની કુયુક્તિઓને હણી
નાખે છે, કોઈપણ કુયુક્તિઓ વડે તેની શ્રદ્ધા ચલાયમાન થતી નથી.–આવા માર્ગને
જાણીને જે ધર્મી થયો છે એવા જીવને કોઈ દોષ થઈ જાય તો તેના ઉપગૂહનની આ વાત
છે. જ્યાં ગુણ અને દોષ બંને હોય તેમાં ગુણની મુખ્યતા કરીને દોષને ગૌણ–કરવો–તે
ઉપગૂહન છે. પણ જ્યાં સાચો માર્ગ હોય જ નહીં અને મિથ્યામાર્ગને જ ધર્મ મનાવી
રહ્યા હોય તેને તો જગતના હિત માટે પ્રસિદ્ધ કરીને બતાવે કે આ માર્ગ ખોટો છે,
દુઃખદાયક છે, માટે તેનું સેવન છોડો, અને પરમ સત્ય વીતરાગ જૈનમાર્ગને સેવો.
પોતામાં પણ રત્નત્રયધર્મની શુદ્ધી જેમ વધે તેમ કરે. દુનિયા સાથે મારે કામ નથી, મારે
તો મારા આત્મામાં શુદ્ધતા વધે ને વીતરાગતા થાય તે જ પ્રયોજન છે,–આવી
ભાવનાપૂર્વક ધર્મી પોતાના ધર્મની વૃદ્ધિ કરે છે; તેને ઉપબૃંહણગુણ કહેવાય છે.
ગુણની શુદ્ધિ વધે છે?–ને દુનિયા ન દેખે તેથી કાંઈ મારા ગુણની શુદ્ધિ અટકી જાય છે?–
ના. મારા ગુણ તો મારામાં છે.–આમ ધર્મી પોતાના ગુણનો ઢંઢેરો જગત પાસે નથી
પીટતા. મને ગુણ પ્રગટ્યા તે બીજા જાણે ને પ્રસિદ્ધ થાય તો ઠીક એવી તેને ભાવના
નથી. કોઈ ધર્માત્માના ગુણોની જગતમાં સહેજે પ્રસિદ્ધ થાય–તે
PDF/HTML Page 35 of 45
single page version
પડવાનું શું કામ છે?’ દુનિયા સ્વીકારે તો જ મારા ગુણ સાચા એવું કાંઈ નથી, ને
દુનિયા ન સ્વીકારે તે કાંઈ મારા ગુણને નુકશાન થઈ જતું નથી. મારા ગુણ કાંઈ મેં
દુનિયા પાસેથી નથી લીધા, મારા આત્મામાંથી જ ગુણ પ્રગટ કર્યાં છે, એટલે મારા
ગુણમાં દુનિયાની અપેક્ષા મને નથી. આમ ધર્મી જગતથી ઉદાસ નિજગુણમાં નિઃશંક
વર્તે છે.
જગતને તેની ખબર પણ ન પડે, એ તો પોતે પોતામાં આત્માની સાધનામાં મશગુલ
વર્તતા હોય. પોતાની પર્યાયમાં પોતાના ગુણોની પ્રસિદ્ધિ થઈ ત્યાં આત્મા પોતે
પોતાથી જ સંતુષ્ટ ને તૃપ્ત છે. પોતાના ગુણના શાંતરસને પોતે વેદી જ રહ્યો છે, ત્યાં
બીજાને બતાવવાનું શું કામ છે? ને બીજા જીવો પણ તેવી અંર્તદ્રષ્ટિ વગર ગુણને
ક્યાંથી ઓળખશે? આ રીતે ધર્મી પોતાના ગુણોને પોતામાં ગુપ્ત રાખે છે; ને બીજા
સાધર્મીના દોષને પણ ગોપાવીને તે દોષ દૂર કરવાનો ઉપાય કરે છે. ભાઈ, કોઈના
અવગુણ પ્રસિદ્ધ થાય તેથી તને શું લાભ છે? અને એનાં અવગુણ પ્રસિદ્ધ ન થાય તેથી
તને શું નુકશાન છે? ‘ભેંસના શિંગડા ભેંસને ભારે’–તેમ સામાના ગુણ–દોષનું ફળ
એને છે, એમાં તારે શું? માટે સમાજમાં જે રીતે ધર્મની નિંદા ન થાય ને પ્રભાવના
થાય–તે રીતે ધર્મી પ્રવર્તે છે.
વૃદ્ધિ થાય ને દોષ ટળે,–એટલે કે આત્માનું હિત થાય તે ધર્મની શોભા વધે–તેમ ધર્મી
વર્તે છે. કોઈ સાધીર્મીથી કોઈ દોષ થઈ ગયો હોય ને ખ્યાલમાં આવી જાય તો તેનો
ફંફેરો ન કરે, તિરસ્કાર ન કરે, પણ ગુપ્તપણે બોલાવીને પ્રેમથી સમજાવે કે–જો ભાઈ!
આપણો જૈનધર્મ તો મહાન પવિત્ર છે, મહાભાગ્યે આવો ધર્મ મળ્યો છે, તેમાં તારાથી
આવો દોષ થઈ ગયો પણ તું મુંઝાઈશ નહીં, તારા આત્માના શ્રદ્ધા–જ્ઞાનમાં દ્રઢ રહેજે.
જિનમાર્ગ મહા પવિત્ર છે, અત્યંત ભક્તિથી તેની આરાધના વડે તારા દોષને છેદી
નાંખજે.–આમ પ્રેમથી તેને ધર્મનો ઉત્સાહ જગાડીને તેના દોષ દૂર કરાવે છે. દોષને
છૂપાવવામાં કાંઈ તેના દોષને
PDF/HTML Page 36 of 45
single page version
બહારમાં ધર્મની નિંદા ન થાય–તે હેતુ છે; તથા ગુણની પ્રીતિવડે શુદ્ધતાની વૃદ્ધિનો હેતુ
છે; આવું ઉપગૂહન તથા ઉપબૃંહણ–અંગ છે. આ અંગના પાલન માટે જિનેન્દ્રભક્ત એક
શેઠની કથા પ્રસિદ્ધ છે, તે ‘સમ્યક્ત્વ–કથા’ વગેરેમાંથી જોઈ લેવી. આ રીતે સમ્યક્ત્વના
પાંચમાં ગુણનું વર્ણન કર્યું.
PDF/HTML Page 37 of 45
single page version
એવી કોઈ વસ્તુ નથી કે જેની ઉપમાથી સિદ્ધપદ બતાવાય. સિદ્ધગતિ અનુપમ
છે...અદ્ભુત એનો મહિમા છે–જે સાધકને સ્વાનુભવગમ્ય થાય છે. જે સિદ્ધગતિને
કોઈ રાગની–પુણ્યની ઉપમા પણ નથી આપી શકાતી, તો તે સિદ્ધગતિ રાગથી કે પુણ્યથી
કેમ પમાય? એ તો સ્વાનુભૂતિથી જ ઓળખાયને સ્વાનુભૂતિવડે જ પમાય–એવી
અદ્ભુત અનુપમ છે. સંસારના બધા ભાવોથી એની જાત જ જુદી છે. અહો! આવા
સિદ્ધભગવંતો! મારા આત્મામાં પધાર્યા છે.
દ્રવ્યસ્તુતિવડે આત્મામાં સિદ્ધપ્રભુને સ્થાપ્યા–હવે સિદ્ધદશા થયે જ છૂટકો. અત્યારે ભલે
સાક્ષાત્ સિદ્ધદશા ન હોય, પણ નિર્વિકલ્પઅનુભૂતિના બળે સ્વભાવની સન્મુખ થઈને જે
ભાવશ્રુતની ધારા ઊપડી તે હવે અપ્રતિહતપણે વચ્ચે ભંગ પડ્યા વગર સિદ્ધપદ લેવાની
જ છે.–આવી નિઃશંકતા સહિત, અપૂર્વ મંગલાચરણ કરીને સમયસાર શરૂ થાય છે.
સમયસાર કહેવાય છે. માટે હે શ્રોતા! તું રાગનું કે વિકલ્પનું કે શબ્દોનું લક્ષ રાખીને
સાંભળીશ નહીં, પણ કહેવાના વાચ્યરૂપ જે શુદ્ધાત્મા છે તેમાં જ લક્ષને એકાગ્ર કરજે;
તેમાં લક્ષને એકાગ્ર કરતાં જ તારા મોહનો નાશ થઈ જશે. આ સમયસારના કથન કાળે
અમારું ઘોલન અંદર શુદ્ધાત્મામાં છે તેના બળે અમારો અસ્થિરતાનો મોહ પણ છૂટતો જ
જાય છે, ને તું પણ શ્રવણના કાળમાં તારા જ્ઞાનમાં શુદ્ધાત્માનું ઘોલન કરજે–જેથી તારા
મોહનો પણ જરૂર નાશ થશે, ને સમ્યગ્દર્શનાદિ વિશુદ્ધતા થશે. અંતરમાં જ્ઞાનધારાના
ઘોલનથી પરમ આનંદ પમાય છે ને મોહ ટળે છે. આ રીતે ભાવસ્તુતિ સહિત
સાંભળનારા શ્રોતાઓને શ્રીગુરુ આ સમયસાર સંભળાવે છે.
સમયસારમાં કહીશ. આ રીતે દેવ તરીકે કેવળીભગવાનની સાક્ષી, ગુરુ તરીકે શ્રુત
PDF/HTML Page 38 of 45
single page version
સાક્ષીપૂર્વક, અને અંતરમાં પોતાના આત્માના સ્વાનુભવપૂર્વક આચાર્યભગવાન આ
સમયસારમાં શુદ્ધઆત્માનું એકત્વસ્વરૂપ દેખાડે છે; હે ભવ્ય! તું સ્વાનુભવથી તે પ્રમાણ કરજે.
ભાવશ્રુતની ધારા તો ત્રણેકાળે અખંડપણે સદાય વર્તે જ છે; ને દ્રવ્યશ્રુત પણ તે ભાવશ્રુતને
અનુસરનારું જ છે. એટલે જે જે સ્થાને જે–જે શબ્દો રચાય છે તે જ વખતે અંતરમાં તેવું જ
ભાવશ્રુત પરિણમી રહ્યું છે. ‘આત્મા જ્ઞાયકભાવ આનંદસ્વરૂપ છે’ એવું દ્રવ્યશ્રુત (વચન
અને વિકલ્પ) પરિણમે છે તે જ વખતે ભાવશ્રુતની ધારામાં તેવા આત્માનું ઘોલન વર્તે છે,
અંદર જેવું સ્વસંવેદન વર્તે છે તેવું જ વાણીમાં આવે છે. આવી અપૂર્વ સંધિસહિતની આ
અલૌકિક રચના છે. ભાવસ્તવ અને દ્રવ્યસ્તવથી આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપીને, એટલે
કે સાધ્યરૂપ શુદ્ધઆત્માને લક્ષમાં લઈને, આ શ્રુત–કેવળીની વાણીનું શ્રવણ કરતાં તારા
મોહનો નાશ થશે ને અપૂર્વ આનંદ–સહિત તને શુદ્ધાત્માનો અનુભવ થશે–એવા કોલકરાર છે.
આવી શાંતિનો માર્ગ એ તો બહાદૂરોનો માર્ગ છે; આ કાયરનો
PDF/HTML Page 39 of 45
single page version
આત્માની અનુભૂતિવડે સાધ્ય એવું જે કેવળજ્ઞાન, તે એકરૂપ ચમકતી
ચૈતન્યજ્યોતપણે પ્રકાશે છે. આવી કેવળજ્ઞાનજ્યોતિનો સાધક ધર્માત્મા શુભ–અશુભ
સમસ્ત ક્રિયાઓથી ઉદાસ છે. શુભાશુભપરિણતિ તે તો જ્ઞાનથી વિપરીત ચાલ છે, તેનું
ફળ સંસાર છે. જ્ઞાનચેતનાની ચાલ તો શુભાશુભ રાગથી અત્યંત જુદી છે; એવી ચેતના
જ સાધક થઈને અંતરમાં એકાગ્ર થઈને કેવળજ્ઞાનને સાધે છે. કેવળજ્ઞાનજ્યોતિવડે
આખું જગત ઝગમગે છે–આખા જગતને તે જાણે છે; આવી જ્ઞાનજ્યોતિરૂપ મહાન
સુપ્રભાત મંગલરૂપ છે.
ભરેલો આખો ચૈતન્યસમુદ્ર ઉલ્લસે છે. સમ્યગ્દર્શનપરિણતિ પણ રાગક્રિયા વગરની છે.
એકલી શ્રદ્ધાપર્યાય નહિ પણ અનંતાગુણો સમ્યક્ભાવપણે એકસાથે પ્રગટે છે,
ચૈતન્યસમુદ્ર આખો અનુભૂતિમાં આવે છે. અનુભૂતિમાં જે આત્મા આવ્યો તેને જ
સાધતા–સાધતા, તેમાં જ એકાગ્ર થતાં–થતાં અચિંત્ય આનંદથી ભરેલું કેવળજ્ઞાનપ્રભાત
ઝગઝગાટ કરતું પ્રગટે છે, જ્ઞાયકતેજથી ભરપૂર તે સુપ્રભાત સદાકાળ જયવંત રહે છે.
‘આત્મધર્મ’ માસિક : આત્મહિતની પ્રેરણા આપતું, ભારતનું આ અજોડ
અઢી હજાર ઉપરાંત ગ્રાહકોના લવાજમ આવી ગયા છે; બીજાઓએ પણ તરત ગ્રાહક
થઈ જવું ઉત્તમ છે જેથી બધા અંકો મળી શકે. ગ્રાહકોને ભેટ આપવા માટે ૩૦૦ પાનાનું
એક સુંદર પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. એકાદમાસમાં તૈયાર થશે. પુસ્તક ભેટ આપતી
વખતે જેટલા ગ્રાહકો થયેલા હશે તેમને આ પુસ્તક ભેટ મળશે. આત્મધર્મનો અંક પહેલી
તારીખ સુધીમાં ન મળે તો તરત કાર્યાલયને જણાવવાથી બીજો અંક મોકલાય છે. દશેક
ગ્રાહકોના અંક પૂરું સરનામું છતાં પાછા આવેલ છે, તો જેમને અંક ન મળ્યો હોય તેઓ
ફરી
PDF/HTML Page 40 of 45
single page version
સિદ્ધોકે ધામમેં.........અપને સ્વરૂપમેં...
પ્રકાશન વિભાગ તરફથી સૂચિત કરવામાં આવે છે કે ગુજરાતી નિયમસાર ફરી
થશે.