Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
મહાવીર – પરિવાર
આત્મહિત માટે છ બોલનું પાલન કરવાનો સંકલ્પ કરનાર ભાઈ–બેનોનાં નામ
અહીં આપ્યાં છે. આપ પણ જલ્દી આ પરિવારમાં દાખલ થઈ જાઓ.
૧૨૭ ચંપાબેન જૈન વડીયા ૧૪૨ નયનાબેન જયંતિલાલ જૈન વઢવાણસીટી
૧૨૮ ઉષાકુમારી કેશવલાલ જૈન વડીયા ૧૪૩ મનોજ અમૃતલાલ ઘેલાણી મુંબઈ – ૨૨
૧૨૯ કંચનબેન કે. જૈન વડીયા ૧૪૪ સરોજબેન અમૃતલાલ શાહ વઢવાણસીટી
૧૩૦ વાડીલાલ આર. જૈન વઢવાણસિટી ૧૪૫ શકરાલાલ હેમચંદ ગાંધી સોનાસણ
૧૩૧ લલીતાબેન વાડીલાલ જૈન વઢવાણસીટી ૧૪૬ ચંદનબેન શકરાલાલ ગાંધી સોનાસણ
૧૩૨ રંજનબેન વાડીલાલ જૈન વઢવાણસીટી ૧૪૭ સુરેશચંદ્ર જે. જૈન મુંબઈ
૧૩૩ વાડીલાલ રૂગનાથભાઈ જૈન વઢવાણસીટી ૧૪૮ સરસ્વતીબેન ચંદુલાલ જૈન કોચીન
૧૩૪ હર્ષાબેન ચંદુલાલ જૈન વઢવાણસીટી ૧૪૯ વર્ષાબેન બી. કામદાર
૧૩૫ બીનાબેન છબીલદાસ જૈન વઢવાણસીટી ૧૫૦ સંજય બી. કામદાર
૧૩૬ સોનાબેન હસમુખલાલ જૈન વઢવાણસીટી ૧૫૧ હર્ષાબેન બી. કામદાર
૧૩૭ વર્ષાબેન હસમુખલાલ જૈન વઢવાણસીટી ૧૫૨ જાગૃતિબેન બી. કામદાર
૧૩૮ સરોજબેન અમૃતલાલ જૈન વઢવાણસીટી ૧૫૩ બીનાબેન બી. કામદાર
૧૩૯ જ્યોત્સનાબેન અમૃતલાલ જૈન વઢવાણસીટી ૧૫૪ સુકુમાર સૂર્યકાંત શાહ
૧૪૦ પરેશભાઈ છબીલદાસ જૈન વઢવાણસીટી ૧૫૫ સંજય પ્રવિણચંદ શાહ
૧૪૧ વીણાબેન છબીલદાસ જૈન વઢવાણસીટી (બીજાં નામો હવે પછી)
માત્ર બાળકો નહિ, યુવાનો નહિ, પરંતુ નાના–મોટા સૌ ભાઈ બહેનો આ
મહાવીર પરિવારમાં દાખલ થાઓ, ને ૨૫૦૦ ની સંખ્યા જલ્દી પૂરી. કરો. ભગવાનના
મોક્ષગમનને ૨૫૦૦ વર્ષ થઈ ગયા.–આપણે પણ તે જ માર્ગે જવાનું છે. બહાદૂર–
મુમુક્ષુઓ, આ છ બોલનું પાલન તે તો તમારા માટે સાવ નજીવી વાત છે. એનાથી તો
ઘણુંય આગળ વધવાનું છે. માટે વીર બનો ને વીરમાર્ગે આવો.
મદ્રાસથી શ્રી ભાઈલાલભાઈ શાહ લખે છે કે–તમારા
આત્મધર્મમાં કે પુસ્તકોમાં લખાણશૈલી ઘણી જ ઊંચી ભાવના
સહિતની હોય છે, તાદ્રશ્ય ચિતાર આપે છે આત્મધર્મમાં
દિનપ્રતિદિન અને છેલ્લા ચાર–પાંચ વર્ષથી તો ઘણું જ ઊંચું
સાહિત્ય પીરસી રહ્યા છો.

PDF/HTML Page 42 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૩૯ :
(સોનગઢ તા. ૧૮–૯–૭૪)
* સોનગઢમાં પૂ. ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજમાન છે. પ્રવચનમાં સવારે પ્રવચનસાર
ગા. ૪૧ ચાલે છે, ને કેવળજ્ઞાનનો ખૂબ ખૂબ મહિમા કરીને તેનું ઉપાદેયપણું પ્રસિદ્ધ
થાય છે; બપોરે કળશટીકામાં ૯૬ મો કળશ ચાલે છે.
* હમણાં શિક્ષણવર્ગ આનંદ–ઉલ્લાસભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો. શિક્ષણવર્ગમાં
ચારસો ઉપરાંત જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો.
* શ્રી મહાવીર નિર્વાણમહોત્સવ, તેમજ તીર્થરક્ષાફંડ સંબંધમાં પણ મિટિંગો થઈ ગઈ; તે
સંબંધી વિગતવાર સમાચાર હવે પછી આપશું. આ પ્રસંગે અખિલ ભારતીય દિ. જૈન
તીર્થક્ષેત્ર કમિટિના પ્રમુખશ્રી શેઠ લાલચંદ હીરાચંદ દોશી, તથા કારંજાના બ્ર. શ્રી
માણેકચંદજી ચવરે સોનગઢ આવ્યા હતા. ને અહીંનું ઉમંગભર્યું વાતાવરણ દેખીને
પ્રસન્ન થયા હતા.
* દસલક્ષણધર્મનું મહાન વીતરાગીપર્વ સૌ એવા આનંદથી ઊજવીએ કે જૈનશાસનનો
સૂર્ય ૧૬ કળાએ ઝળકી ઊઠે. હાલની પરિસ્થિતિમાં બે વાત ઉપર ખૂબ જ ધ્યાન
આપવું જરૂરી છે–એક તો નાનકડા પુસ્તકો દ્વારા વીતરાગી સાહિત્યનો પ્રચાર (ખૂબ
જ ઓછી કિંમતે) થાય; તથા આપણો એક પણ સાધર્મી અત્યારની અતિવિકટ
આર્થિક પરિસ્થિતિમાં કોઈ રીતે મુંઝાય નહિ–તેમ કરવું. માત્ર બહારની શોભામાં
ધનના ઢગલા વપરાય, તેના કરતાં સાધર્મીનું સંકટ દૂર કરવામાં તેનો ઉપયોગ થાય–
તે વધુ જરૂરી છે.–સાચું સગપણ સાધર્મીનું છે.
* ‘અહિંસા પરમો ધર્મ’ તથા ઇંગ્લીશ જૈનબાળપોથી’ બંને પુસ્તકો માટે નિર્વાણ–
મહોત્સવની દિલ્હીની કમિટિના પ્રમુખશ્રી શાહુજીએ તેમજ મંત્રીશ્રી ભગતરામજી જૈને
ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી છે, ને તેના વિશેષ પ્રચાર માટે સમાજને પ્રેરણા કરી છે.
* આત્મધર્મનું લવાજમ આવતી સાલથી વધારીને રૂા. છ કરવામાં આવ્યું છે. (પરંતુ જે
જિજ્ઞાસુઓને રાહતની જરૂર હોય તેઓ રૂા. ૪ ચાર મોકલશે તો બાકીની રકમ પૂરી
કરીને લવાજમ ભરી દેવાની વ્યવસ્થા સંપાદક તરફથી થઈ શકશે. આવા લવાજમ
સંપાદક દ્વારા આવવા જરૂરી છે.)
* આત્મધર્મમાં મૃત્યુ સમાચાર છાપવાનું બંધ કરેલ છે; ફરી ચાલુ કરવા કેટલાક

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
ભાઈઓની માગણી હતી; પરંતુ એક તો, આવતું આખું વર્ષ મહાવીરભગવાનના
૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવનું મહાન મંગલ વર્ષ છે, એટલે તે દરમિયાન એવા
સમાચારો આપવાનું યોગ્ય નથી; તેમજ અત્યાર–સુધીના અનુભવ ઉપરથી તેવા
સમાચારો આપવાની જરૂર પણ દેખાતી નથી.
* ગુજરાતી આત્મધર્મ દરમહિને ૨૦ મી તારીખે પોસ્ટ થાય છે. આપનું નવા વર્ષનું
લવાજમ દીવાળી પહેલાંં વેલાસર ભરીને, વ્યવસ્થામાં સહકાર આપશો.
* શ્રી જૈન અતિથિ સેવા સમિતિ (સોનગઢ) માં ભોજનનો ચાર્જ એક દિવસના
રૂા. ૩–૫૦ સાડાત્રણ છે.
* લવાજમ મોકલવાનું સરનામું– સંપાદકનું સરનામું –
આત્મધર્મ કાર્યાલય, સંપાદક આત્મધર્મ:
સોનગઢ () સોનગઢ (સૌરાષ્ટ્ર)
આત્મધર્મ–પ્રચાર તથા બાલવિભાગ માટે આવેલ રકમોની યાદી
૧૫ વનેચંદ રાજપાળ મોરબી ૨૧ પ્રદીપકુમાર ઝાંઝરી ઉજ્જૈન
૨૫ મરઘાબેન ધીરજલાલ સોનગઢ ૨૫ મરઘાબેન મણીલાલ સોનગઢ
૨૫ બાબુભાઈ ગોપાળદાસ અમદાવાદ ૫૧ જ્યોત્સનાબેન મહેન્દ્ર ભલાણી સોનગઢ
૨૫ પ્રીતિબેન વૃજલાલ શાહ જલગાંવ ૧૧ પ્રકાશ ત્રીકમલાલ વઢવાણ
૫૧ મંગળાબેન કેશવલાલ શાહ જલગાંવ ૫૨ સંઘવી શિવલાલ વરવાભાઈ અમદાવાદ
૨૧ મરઘાબેન મણીલાલ સોનગઢ ૫૧ હિંમતલલ છોટાલાલ જોબાલીયા સોનગઢ
૨૧ રૂક્ષ્મણીબેન હરગોવિંદદાસ સુરેન્દ્રનગર ૫૧ કોકિલાબેન હિંમતલાલ શાંતાફ્રુઝ
૨૧ કસ્તુરબેન મુંબઈ (તા. ૧૦–૮–૭૪ સુધી)

PDF/HTML Page 44 of 45
single page version

background image
શ્રી ગુરુનો ઉપકાર...ને...જિનવાણીની સેવા...
આત્મધર્મના ગતાંકમાં સંપાદકીય–લેખ, તેમજ પૂ. બેનશ્રી–
બેનના મંગલ મહિમાનો પરિચય, પ્રવચનસારના મંગલ–પ્રવચનો, વગેરે
વાંચીને અનેક મુમુક્ષુઓએ પત્ર દ્વારા તેમજ રૂબરૂ પ્રસન્નતા વ્યક્ત કરી
છે; પૂ. ગુરુદેવે પણ તે વાંચીને આત્મધર્મ પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી,
આત્મધર્મ ઉપર ગુરુદેવની હંમેશા પ્રસન્નદ્રષ્ટિ રહી છે; ને તેઓશ્રીની
મીઠી–મંગલ છાયામાં આત્મધર્મ દિન–પ્રતિદિન વધુને વધુ પ્રગતિ સાધી
રહ્યું છે. સંપાદક સહિત સર્વે મુમુક્ષુ વાંચકો હૃદયની ઊર્મિથી ગુરુદેવનો
ઉપકાર માને છે.
વારાણસી–કાશીના પીઢ પંડિત શ્રી ફૂલચંદજી–સિદ્ધાન્તશાસ્ત્રી–કે
જેમનો તત્ત્વપ્રચારમાં મહત્વનો ફાળો છે, તેઓ સંપાદક ઉપરના પત્રમાં
લખે છે કે–“આપને આત્મધર્મ દ્વારા અપને જીવનકાલમેં જિનવાણીકી
૩૧ વર્ષ તક અપૂર્વ સેવા કી હૈ ઈસકે લિયે આપ સમગ્ર જૈનસમાજકી
ઔરસે કોટિશ: ધન્યવાદકે પાત્ર હૈ
યહ કોઈ અપૂર્વ પુણ્યકા ઉદય હૈ
ઔર વિશેષ ક્ષયોપશમકા લાભ હૈ જિસસે આપકો સતત જિનવાણીકી
ઉપાસના કરનેકા અપૂર્વ લાભ મિલા હૈ
ગૃહસ્થાશ્રમમેં શુભઆચારપૂર્વક
નિવૃત્તિકે અપૂર્વ ક્ષણોંકા લાભ વિરલે ભવ્ય જીવોંકો મિલતા હૈ યહ
આપકા મહાન ભાગ્ય હૈ કિ આપને પૂજ્ય ગુરુદેવકે ચરણસાન્નિધ્યમેં
રહકર ઉનકે મુખારવિંદસે નિકલી હુઈ જિનવાણીકો સમ્યક્ પ્રકારસે
આત્મસાત્ કર દૂસરોંકો લાભ પહુંચાનેમેં આપ સમર્થ હુએ
આપકા
પુનિત કર્તવ્ય હો જાતા હૈ કિ આગે ભી આપ ઈસ મંગલકાર્ય કો પ્રારંભ
રખેં
યદિ આવશ્યક સમઝેં તો કિસી દૂસરે સુપાત્ર બંધુકો અપના
સહયોગી બના લેં।।” (લી.) – આપકા ફૂલચન્દ્ર શાસ્ત્રી.
(માનનીય પંડિતજીએ તથા આ પત્રના સંપાદકે અનેક મહિના
સુધી સાથે રહીને અભિનંદન–ગ્રંથ જેવા મહાન પુસ્તકનું સંપાદનકાર્ય કર્યું
છે; તેમજ પરસ્પર ખૂબ વાત્સલ્યપ્રેમ ધરાવે છે.)

PDF/HTML Page 45 of 45
single page version

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 128
રત્નત્રય – ઉપાસના
સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન સમ્યક્ચારિત્ર...જૈનધર્મના સર્વોત્તમ ત્રણ રત્નો....
આત્માનો મહા આનંદ આપનારાં ત્રણ રત્નો....એનો મહિમા લોકોત્તર છે. આ રત્નત્રય
એ સર્વે મુમુક્ષુઓનો મનોરથ છે; તે રત્નત્રય લેવા માટે ચક્રવર્તીઓ છ ખંડના
સામ્રાજ્યને તથા ૧૪ રત્નોને પણ અત્યંત સહેલાઈથી છોડી દે છે; ઈન્દ્રો પણ એને માટે
તલસી રહ્યા છે. જીવને આ રત્નત્રયની પ્રાપ્તિ તે જૈનશાસનનો સાર છે. તે જ જૈનધર્મ છે.
વાહ, આવા સમ્યક્રત્નત્રયના એકાદ રત્નની પ્રાપ્તિથી પણ જીવનો બેડો પાર છે.
અહા, જે મૂલ્ય વડે જીવને અનંતકાળનું મોક્ષસુખ મળે તે રત્નત્રયની શી વાત!
સમસ્ત જિનવાણીનો સાર એક શબ્દમાં કહેવો હોય તો તે છે– ‘રત્નત્રય’ તેના જ
વિસ્તારથી, અને તેની જ પ્રાપ્તિના ઉપાયના વર્ણનથી જિનાગમ ભર્યા છે. આ રત્નત્રય
એટલે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેય રાગ વગરનાં છે;
સિદ્ધાંતસૂત્રોમાં તો તેમને ‘જ્ઞાનનું પરિણમન’ કહીને રાગ વગરનાં બતાવ્યાં જ છે, ને
રત્નત્રય–પૂજનના પુસ્તકમાં પણ પહેલી જ લીટીમાં તેમને ત્રણેયને રાગ વગરનાં
બતાવીને પછી જ તેના પૂજનની શરૂઆત કરી છે :–
‘सरघो जानो पालो भाई, तीनोमें कर राग जुदाई।’
‘सरधो जानो भावा भाई, तीनोमें ही रागा नाई।’
(જુઓ, પં. ટેકચંદજીકૃત રત્નત્રયવિધાન પૂજા)
વાહ, વીતરાગ રત્નત્રય! જીવની શોભા માટે તમારા સમાન સુંદર આભૂષણ
બીજું કોઈ નથી. આવા રત્નત્રય વડે આત્માને આભૂષિત કરવા માટે સમયસારમાં
કુંદકુંદસ્વામી કહે છે કે હે ભવ્ય! દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષપંથમાં આત્માને જોડ.
જિનભગવંતો દર્શન–જ્ઞાન–ચારિત્રને મોક્ષમાર્ગ કહે છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર જ મોક્ષમાર્ગ
છે, કેમકે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. જે જીવ પોતાના ચારિત્રદર્શનજ્ઞાનમાં
સ્થિત છે તે સ્વસમય છે–એમ હે ભવ્ય! તું જાણ...ને એ જાણીને તું પણ સ્વસમય થા. આ
જગતની બધી દુર્લભ વસ્તુઓમાં રત્નત્રય સૌથી દુર્લભ છે. રત્નત્રયધર્મની આરાધના
નહિ કરવાથી જીવ દીર્ઘ સંસારમાં રખડયો. રત્નત્રયધર્મની આરાધના કરનાર જીવ
આરાધક છે, અને તેની આરાધનાનું ફળ કેવળજ્ઞાન છે.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૬૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (364250) : દ્વિ.–ભાદ્ર (૩૭૧)