Chha Dhala (Gujarati). Chhathi Dhalano Lakshan-sangrah; Antar-pradasharan; Chhathi Dhalani Prashnavali.

< Previous Page  


Combined PDF/HTML Page 12 of 12

 

Page 199 of 205
PDF/HTML Page 221 of 227
single page version

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૯૯
વરણીય અને સંજ્વલન એ ચાર પ્રકારે ક્રોધ, માન,
માયા, લોભ એ દરેક પ્રકારથી સેવન ૩
×××
૫×૪×૨×૧૬=૧૭૨૮૦ ભેદ થયા.
પ્રથમના ૭૨૦ અને બીજા ૧૭૨૮૦ ભેદો મળી
૧૮૦૦૦ ભેદ મૈથુનકર્મના દોષરૂપ ભેદ છે. તેનો
અભાવ તે શીલ; એને નિર્મળ સ્વભાવ-શીલ કહે છે.
નયનિશ્ચય અને વ્યવહાર.
નિક્ષેપનામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવએ ચાર છે.
પ્રમાણપ્રત્યક્ષ અને પરોક્ષ.
છÕી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અંતરંગ તપશુભાશુભ ઇચ્છાઓના નિરોધપૂર્વક આત્મામાં
નિર્મળ જ્ઞાન-આનંદના અનુભવથી અખંડિત પ્રતાપવંત
રહેવું; નિસ્તરંગ ચૈતન્યપણે શોભવું.
અનુભવસ્વસન્મુખ થયેલ જ્ઞાન, સુખનું રસાસ્વાદન.
વસ્તુ વિચારત ધ્યાવતૈં, મન પાવે વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.
આવશ્યકમુનિઓએ અવશ્ય કરવા યોગ્ય સ્વવશ શુદ્ધ
આચરણ.
કાયગુપ્તિકાયા તરફ ઉપયોગ ન જતાં આત્મામાં જ લીનતા.
ગુપ્તિમન, વચન, કાયા તરફ ઉપયોગની પ્રવૃત્તિને સારી

Page 200 of 205
PDF/HTML Page 222 of 227
single page version

background image
૨૦૦ ][ છ ઢાળા
રીતે આત્મભાનપૂર્વક રોકવી અર્થાત્ આત્મામાં જ
લીનતા થવી તે ગુપ્તિ છે.
તપસ્વરૂપવિશ્રાંત, નિસ્તરંગપણે નિજ શુદ્ધતામાં પ્રતાપવંત
હોવું-શોભવું તે. તેમાં જેટલી શુભાશુભ ઇચ્છાઓ
રોકાઈ જાય છે અને શુદ્ધતા થાય છે તે તપ છે.
(અન્ય બાર પ્રકાર તો વ્યવહાર (ઉપચાર) તપના ભેદ
છે.)
ધ્યાનસર્વ વિકલ્પો છોડીને પોતાના જ્ઞાનને લક્ષ્યમાં સ્થિર
કરવું.
નયવસ્તુના એક અંશને મુખ્ય કરીને જાણે તે નય છે અને
તે ઉપયોગાત્મક છે-સમ્યક્ શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ તે
નય છે.
નિક્ષેપનયજ્ઞાન દ્વારા બાધારહિતપણે પ્રસંગવશાત્ પદાર્થમાં
નામાદિની સ્થાપના કરવી તે.
પરિગ્રહપરવસ્તુમાં મમતાભાવ (મોહ અથવા મમત્વ).
પરિષહજયદુઃખના કારણો મળતાં દુઃખી ન થાય તથા
સુખના કારણો મળતાં સુખી ન થાય પણ જ્ઞાતા તરીકે
તે જ્ઞેયનો જાણવાવાળો જ રહે એ જ સાચો પરિષહજય
છે.
(મોક્ષમાર્ગ પ્ર પૃ. ૨૩૨)
પ્રતિક્રમણમિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રને
નિરવશેષપણે છોડીને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્-

Page 201 of 205
PDF/HTML Page 223 of 227
single page version

background image
ચારિત્રને (જીવ) ભાવે છે, તે (જીવ) પ્રતિક્રમણ છે.
(નિયમસાર ગાથા-૯૧)
પ્રમાણસ્વ-પર વસ્તુનું નિશ્ચય કરનાર સમ્યગ્જ્ઞાન.
બહિરંગ તપબીજા જોઈ શકે એવા પર પદાર્થોથી સંબંધ
રાખવાવાળો ઇચ્છાનિરોધ.
મનોગુપ્તિમન તરફ ઉપયોગ ન જતાં આત્મામાં જ લીનતા.
મહાવ્રતનિશ્ચય રત્નત્રયપૂર્વક ત્રણે યોગ (મન, વચન,
કાયા) તથા કરણ-કરાવણ-અનુમોદન સહિત હિંસાદિ
પાંચ પાપોનો સર્વથા ત્યાગ. (હિંસા, જૂઠ, ચોરી,
અબ્રહ્મ અને પરિગ્રહ
એ પાંચ પાપનો સર્વથા
ત્યાગ.)
રત્નત્રયનિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર.
વચનગુપ્તિબોલવાની ઇચ્છા ગોપવવી અર્થાત્ આત્મામાં
લીનતા.
શુક્લ ધ્યાનઅત્યંત નિર્મળ, વીતરાગતા પૂર્ણ ધ્યાન.
શુદ્ધ ઉપયોગશુભાશુભ રાગ-દ્વેષાદિથી રહિત આત્માની
ચારિત્રપરિણતિ.
સમિતિપ્રમાદ રહિત યત્નાચાર સહિત સમ્યક્ પ્રવૃત્તિ.
સ્વરૂપાચરણ ચારિત્રઆત્મસ્વરૂપમાં એકાગ્રતાપૂર્વક રમણતા-
લીનતા.
છઠ્ઠી ઢાળ ][ ૨૦૧

Page 202 of 205
PDF/HTML Page 224 of 227
single page version

background image
અંતર-પ્રદર્શન
(૧) ‘નય’ તો જ્ઞાતા એટલે કે જાણનાર છે, અને
‘નિક્ષેપ’ જ્ઞેય અર્થાત્ જ્ઞાનમાં જાણવા યોગ્ય છે.
(૨) પ્રમાણ તો વસ્તુના બધા ભાગને જાણે છે પણ નય
વસ્તુના એક ભાગને જાણે છે.
(૩) શુભ ઉપયોગ તો બંધનું અથવા સંસારનું કારણ છે
પણ શુદ્ધ ઉપયોગ તો નિર્જરા-મોક્ષનું કારણ છે.
છÕી ઢાળની પ્રશ્નાવલી
(૧) અંતરંગ તપ, અનુભવ, આવશ્યક, ગુપ્તિ, ગુપ્તિઓ,
તપ, દ્રવ્યહિંસા, અહિંસા, ધ્યાનસ્થ મુનિ, નિશ્ચય આત્મચારિત્ર,
પરિગ્રહ, પ્રમાણ, પ્રમાદ, પ્રતિક્રમણ, બહિરંગ તપ, ભાવહિંસા,
અહિંસા, મહાવ્રત, મહાવ્રતો, રત્નત્રય, શુદ્ધાત્મઅનુભવ, શુદ્ધ
ઉપયોગ, શુક્લધ્યાન, સમિતિઓ અને સમિતિ વગેરેનાં લક્ષણ
બતાવો.
(૨) અઘાતિયા, આવશ્યક, ઉપયોગ, કાયગુપ્તિ, છેંતાલીશ
દોષ, તપ, ધર્મ પરિગ્રહ, પ્રમાણ, મુનિક્રિયા, મહાવ્રત,
રત્નત્રય, શીલ, શેષ ગુણ, સમિતિ, સાધુગુણ અને સિદ્ધગુણના
ભેદ કહો.
(૩) નય અને નિક્ષેપમાં, પ્રમાણ અને નયમાં, જ્ઞાન
અને આત્મામાં, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગમાં તફાવત
બતાવો.
૨૦૨ ][ છ ઢાળા

Page 203 of 205
PDF/HTML Page 225 of 227
single page version

background image
(૪) આઠમી પૃથ્વી, ગ્રંથ, ગ્રંથકાર, ગ્રંથ છંદ, ગ્રંથ
પ્રકરણ, સર્વોત્તમ તપ, સર્વોત્તમ ધર્મ, સંયમનું ઉપકરણ, શુચિનું
ઉપકરણ અને જ્ઞાનનું ઉપકરણ વગેરેનાં નામ બતાવો.
(૫) ધ્યાનસ્થ મુનિ, સમ્યગ્જ્ઞાન અને સિદ્ધનું સુખ
વગેરેના દ્રષ્ટાંત બતાવો.
(૬) છ ઢાળના નામ, પીંછી વગેરેનું અપરિગ્રહપણું,
રત્નત્રયના નામ, શ્રાવકને નગ્નતાનો અભાવ વગેરેનાં ફક્ત
કારણ બતાવો.
(૭) અરિહંત અવસ્થાનો વખત, અંતિમ ઉપદેશ,
આત્મસ્થિરતા વખતનું સુખ, કેશલોચનો વખત, કર્મના નાશથી
ઉત્પન્ન થતા ગુણોનો વિભાગ, ગ્રંથ
રચનાનો કાળ, જીવની
નિત્યતા તથા અમૂર્તિકપણું, પરિષહજયનું ફળ, રાગરૂપી
અગ્નિની શાંતિનો ઉપાય, શુદ્ધ આત્મા, શુદ્ધ ઉપયોગનો વિચાર
અને હાલત, સકલચારિત્ર, સિદ્ધોનું આયુષ્ય, નિવાસસ્થાન તથા
વખત અને સ્વરૂપાચરણચારિત્ર વગેરેનું વર્ણન કરો.
(૮) સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર, દેશચારિત્ર,
સકલચારિત્ર, ચાર ગતિ, સ્વરૂપાચરણ ચારિત્ર, બાર વ્રત, બાર
ભાવના, મિથ્યાત્વ અને મોક્ષ વગેરે વિષયો ઉપર લેખ લખો.
(૯) દિગમ્બર જૈન મુનિના ભોજન, સમતા, વિહાર
નગ્નતાથી હાનિ-લાભ, દિગંબર જૈન મુનિને રાત્રિગમનનો
વિધિ અગર નિષેધ, દિગંબર જૈન મુનિને ઘડિયાળ, ચટાઈ
છઠ્ઠી ઢાળ ][ ૨૦૩

Page 204 of 205
PDF/HTML Page 226 of 227
single page version

background image
(આસનિયું) કે ચશ્માં વગેરે રાખવાનો વિધિ અગર નિષેધ
વગેરે બાબતોનો ખુલાસો કરો.
(૧૦) અમુક શબ્દ, ચરણ અને છંદનો અર્થ અથવા
ભાવાર્થ કહો; છઠ્ઠી ઢાળનો સારાંશ બતાવો.
ઇતિ કવિવર પંડિત દૌલતરામ વિરચિત છ ઢાળાનો
ગુજરાતી અનુવાદ
સમાપ્ત
૨૦૪ ][ છ ઢાળા