Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page  


Combined PDF/HTML Page 11 of 11

 

Page 174 of 181
PDF/HTML Page 201 of 208
single page version

મંગલમૂરતિ ગુરુજી પધાર્યા;
અમ આંગણિયે ગુરુજી બિરાજ્યા.
મહાભાગ્યે મળિયા ભવહરનારા રે,
અહોભાગ્યે મળિયા આનંદદાતા રે,
પંચમ કાળે પધાર્યા ગુરુદેવા રે,
નિત્યે હોજો ગુરુચરણોની સેવા રે.....ભારતખંડમાં૦ ૧૦.


Page 175 of 181
PDF/HTML Page 202 of 208
single page version

૧૦. સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે
(રાગઃ સીમંધરમુખથી ફૂલડાં ખરે)

ઉમરાળા ધામમાં રત્નોની વર્ષા,

જન્મ્યા તારણહાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

ઊજમબા-માતાના નંદન આનંદકંદ,

શીતળ પૂનમનો ચંદ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૧.

મોતીચંદભાઈના લાડીલા સુત અહો!

ધન્ય માતાકુળગ્રામ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

દુષમ કાળે અહો! ક્હાન પધાર્યા,

સાધકને આવ્યા સુકાળ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૨.

વિદેહમાં જિન-સમવસરણના

શ્રોતા સુભક્ત યુવરાજ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

ભરતે શ્રીકુંદકુંદમાર્ગપ્રભાવક

અધ્યાત્મસંત શિરતાજ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૩.

વરસ્યાં કૃપામૃત સીમંધરમુખથી,

યુવરાજ કીધા નિહાલ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;


Page 176 of 181
PDF/HTML Page 203 of 208
single page version

ત્રિકાળમંગળદ્રવ્ય ગુરુજી,

મંગળમૂર્તિ મહાન રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૪.

આત્મા સુમંગળ, દ્રગજ્ઞાન મંગળ,

ગુણગણ મંગળમાળ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે,

સ્વાધ્યાય મંગળ, ધ્યાન અતિ મંગળ,

લગની મંગળ દિનરાત રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૫.

સ્વાનુભવમુદ્રિત વાણી સુમંગળ,

મંગળ મધુર રણકાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે.

બ્રહ્મ અતિ મંગળ, વૈરાગ્ય મંગળ,

મંગળ મંગળ સર્વાંગ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૬.

જ્ઞાયકઆલંબનમંત્ર ભણાવી,

ખોલ્યાં મંગળમય દ્વાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

આતમસાક્ષાતકારજ્યોતિ જગાવી,

ઉજાળ્યો જિનવરમાર્ગ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૭.

પરમાગમસારભૂત સ્વાનુભૂતિનો

યુગ સર્જ્યો ઉજમાળ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;


Page 177 of 181
PDF/HTML Page 204 of 208
single page version

દ્રવ્યસ્વતંત્રતા, જ્ઞાયકવિશુદ્ધતા

વિશ્વે ગજાવનહાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૮.

સારા ભારતમાં અમૃત વરસ્યાં,

ફાલ્યા અધ્યાતમફાલ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

શ્રુતલબ્ધિમહાસાગર ઊછળ્યો.

વાણી વરસે અમીધાર રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૯.

નગર નગર ભવ્ય જિનાલયો ને

બિંબોત્સવ ઉજવાય રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

ક્હાનચરણથી સુવર્ણપુરનો

ઉજ્જ્વળ બન્યો ઇતિહાસ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે.૧૦.

ભગવાન છો’ સિંહનાદોથી ગાજતું

સુવર્ણપુર તીર્થધામ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;

રત્નચિંતામણિ ગુરુવર મળિયા,

સિદ્ધયાં મનવાંછિત કાજ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે.૧૧.

અનંત મહિમાવંત ગુરુરાજને

રત્ને વધાવું ભરી થાળ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે;


Page 178 of 181
PDF/HTML Page 205 of 208
single page version

પાવન એ સંતનાં પાદારવિંદમાં

હોજો નિરંતર વાસ રે,
સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે.૧૨


Page 179 of 181
PDF/HTML Page 206 of 208
single page version

૧૧. કહાનગુરુસ્તુતિ
(રાગઃ ધર્મધ્વજ ફરકે છે)
ક્હાનગુરુ બિરાજો મનમંદિરિયે;
આવો આવો પધારો અમ આંગણિયે;
કલ્પવૃક્ષ ફળ્યાં અમ આંગણિયે.

શી શી કરું તુજ પૂજના, શી શી કરું તુજ વંદના; ગુરુજી પધાર્યા આંગણે, અમ હૃદય ઉલસિત થઈ રહ્યાં.

પંચમ કાળે પધાર્યા ગુરુ તારણહાર; સ્વર્ણે બિરાજ્યા સત્ય-પ્રકાશનહાર......કહાનગુરુ૦ ૧. દિવ્ય તારું દ્રવ્ય છે ને દિવ્ય તારું જ્ઞાન છે; દિવ્ય તારી વાણી છે ને અમ જીવન-આધાર છે.

ચૈતન્યદેવ પ્રકાશ્યા ગુરુ-અંતરમાં; અમૃતધારા વરસી સારા ભારતમાં.....કહાનગુરુ૦ ૨. સૂર્યચંદ્રો ગગનમાં ગુણગાન તુજ કરતા અહો! મહિમાભર્યા ગુરુદેવ છો, શાસન તણા શણગાર છો.

નિત્યે શુદ્ધાત્મદેવઆરાધનહાર;

જ્ઞાયકદેવના સાચા સ્થાપનહાર......કહાનગુરુ૦ ૩. શ્રુત તણા અવતાર છો, ભારત તણા ભગવંત છો; અધ્યાત્મમૂર્તિ દેવ છો, ને જગતતારણહાર છો.

સૂક્ષ્મ તત્ત્વના ભાવો જાણનહાર; મુક્તિપંથના સાચા પ્રકાશનહાર......કહાનગુરુ૦ ૪. ભરી રત્નના થાળો વધાવું ભાવથી ગુરુરાજને; ભગવંત ભાવિના પધાર્યા, સેવક તારણહાર છે.

કૃપાનાથને અંતરની અરદાસ, ગુરુચરણોમાં નિત્યે હોજો નિવાસ......કહાનગુરુ૦ ૫.


Page 180 of 181
PDF/HTML Page 207 of 208
single page version

१२. धन्य-धन्य दिन आज है
धन्य-धन्य दिन आज है, मंगलमय सुप्रभात है,
उजमबाके राजदुलारेका मंगल अवतार हैः
धन्य-धन्य०

उमरालाके द्वार द्वार पर बाज रही शहनाइयां, ‘मोती’ राजा ‘उजमबा’ घर मंगल गीत बधाइयां; सुर-नर-नारी सब मिल मंगल जन्मोत्सवको मना रहे, बालसुलभ लीलासे देखो सब चितमें हरियालियां;

पूर्णचन्द्र सम मुखडा तेरा जग-आकर्षणहार है,
सूर्यप्रभासे भी अधिका यह अनुपम तव देदार है ।
धन्य-धन्य० १

दिव्य विभूति कहानगुरुजी सिंहकेसरी हैं जागे, धर्मचक्रीकी अमर पताका देशोंदेशमें फहराये; ओ पुराण पुरुषोत्तम तू सर्वांग सुमंगलकार है, तुझ दर्शनसे भारतवासी भाग्यशाली हैं कहलाये;

तीर्थ समा पावन मन है, खिला हुआ नन्दनवन है,
कल्याणी चिन्मूर्ति पर यह न्योच्छावर सब जगजन है ।
धन्य-धन्य० २

चैतन्यप्रभुका अजब-गजबका रंग गुरुमें छाया है, और उसे ही भक्तोंके अंतस्तलमें फै लाया है, स्वानुभूतियुगस्त्रष्टा तेरी धवलकीर्ति दशदिशव्यापी, साधकका विश्राम गुरु मंगल तीरथ कहलाया है;


Page 181 of 181
PDF/HTML Page 208 of 208
single page version

वाणी अमृत-घोली है, सारी दुनियां डोली है,
वीतरागके गुप्त ह्रदयकी अंतर्ग्रन्थि खोली है ।
धन्य-धन्य० ३

जनम-जनमका अंत करे तू ऐसा महिमावंत है, करुणामय वात्सल्यमूर्ति गुरु अद्भुत शक्तिवंत हैं; कल्पवृक्ष सम वांछितदाता, भारत-भाग्यविधाता है, तुझ मंगल छायामें जगमें जिनशासन जयवंत है;

ज्ञान और वैराग्य-भक्तिका संगम मंगलकार है,
कहान-गुरुवर शाश्वत चमको, वन्दन वारंवार है ।
धन्य-धन्य० ४

गुणमूर्ति सीमंधरनन्दन स्वर्णपुरी-शणगार हैं, जीवनशिल्पी नाथ अहो आत्मार्थीके आधार हैं; दुषमकालमें मुक्तिदूत, भविभक्तोंको वरदान है, तेरी स्वर्णिम गुणगणगाथा भवदधितारणहार है;

शाश्वत शरण तुम्हारा हो, चाहें जगत किनारा हो,
भवभवमें तुझ दास रहें, बस तू आदर्श हमारा हो;
धन्य-धन्य दिन आज है, मंगलमय सुप्रभात है,
उजमबाके राजदुलारेका मंगल अवतार है । ५