Padmanandi Panchvinshati (Gujarati). 26. Brahmacharyashtak; Shlok: 1-9 (26. Brahmacharyashtak).

< Previous Page  


Combined PDF/HTML Page 21 of 21

 

Page 375 of 378
PDF/HTML Page 401 of 404
single page version

background image
૨૬. બ્રહ્મચર્યાષ્ટક
[२६. ब्रह्मचर्याष्टकम् ]
(द्रुतविलम्बित)
भवविवर्धनमेव यतो भवेदधिकदुःखकरं चिरमङ्गिनाम्
इति निजाङ्गनयापि न तन्मतं मतिमतां सुरतं किमुतो ऽन्यथा ।।।।
અનુવાદ : મૈથુન (સ્ત્રીસેવન) પ્રાણીઓનો સંસાર વધારીને તેમને ચિરકાળ
સુધી અધિક દુઃખ આપે છે તેથી બુદ્ધિમાન મનુષ્યોને જ્યાં પોતાની સ્ત્રી સાથે પણ
તે મૈથુન કર્મ ઇષ્ટ નથી તો પછી ભલા અન્ય પ્રકારે અર્થાત્ પરસ્ત્રી આદિની સાથે
તો તે તેમને ઇષ્ટ કેમ હોય? અર્થાત્ તેની તો બુદ્ધિમાન મનુષ્ય કદી ઇચ્છા જ કરતા
નથી. ૧.
(द्रुतविलम्बित)
पशव एव रते रतमानसा इति बुधैः पशुकर्म तदुच्यते
अभिधया ननु सार्थकयानया पशुगतिः पुरतो ऽस्य फलं भवेत् ।।।।
અનુવાદ : આ મૈથુનકર્મમાં પશુઓનું જ મન અનુરક્ત રહે છે, તેથી વિદ્વાન
મનુષ્ય તેને પશુકર્મ એ સાર્થક નામે કહે છે. તથા આગળના ભવમાં એનું ફળ પણ
પશુગતિ અર્થાત્ તિર્યંચગતિની પ્રાપ્તિ થાય છે.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જે મનુષ્ય નિરંતર વિષયાસક્ત રહે છે
તે પશુઓથી પણ હલકાં છે. કારણ કે પશુઓને તો ઘણું કરીને એને માટે કાંઈક નિશ્ચિત
સમય જ રહે છે; પરંતુ આવા મનુષ્યોને એના માટે કોઈ પણ સમય નિશ્ચિત હોતો નથી
તેઓ નિરંતર કામાસક્ત રહે છે. એનું ફળ એ થાય છે કે આગામી ભવમાં તેમને તે તિર્યંચ

Page 376 of 378
PDF/HTML Page 402 of 404
single page version

background image
પર્યાયની પ્રાપ્તિ જ થાય છે જ્યાં ઘણું કરીને હિતાહિતનો કોઈ પણ વિવેક રહેતો નથી. તેથી
શાસ્ત્રકારોએ પરસ્પરના વિરોધ રહિત જ ધર્મ, અર્થ અને કામ
આ ત્રણે પુરુષાર્થોના સેવનનું
વિધાન કર્યું છે. ૨.
(द्रुतविलम्बित)
यदि भवेदबलासु रतिः शुभा किल निजासु सतामिह सर्वथा
किमिति पर्वसु सा परिवर्जिता किमिति वा तपसे सततं बुद्धैः ।।।।
અનુવાદ : જો લોકમાં સજ્જન પુરુષોને પોતાની સ્ત્રીના વિષયમાં પણ
કરવામાં આવતો અનુરાગ શ્રેષ્ઠ લાગતો હોય તો પછી વિદ્વાન્ પર્વ (આઠમ, ચૌદશ
વગેરે) ના દિવસોમાં અથવા તપના નિમિત્તે તેનો નિરંતર ત્યાગ કેમ કરાવેત? અર્થાત્
ન કરાવેત.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે પરસ્ત્રી આદિની સાથે કરવામાં આવતું મૈથુનકર્મ તો
સર્વથા નિન્દનીય છે જ, પરંતુ સ્વસ્ત્રીની સાથે કરવામાં આવતું તે કર્મ નિન્દનીય જ છે. હા, એટલું
જરૂર છે કે તે પરસ્ત્રી આદિની અપેક્ષાએ કાંઈક ઓછું નિન્દનીય છે. એ જ કારણે વિવેકી ગૃહસ્થ
આઠમ
ચૌદસ વગેરે પર્વના દિવસોમાં સ્વસ્ત્રીસેવનનો પણ ત્યાગ કરતા રહે છે તથા મુમુક્ષુ જનો
તો તેનો સર્વથા જ ત્યાગ કરીને તપનું ગ્રહણ કરે છે. ૩.
(द्रुतविलम्बित)
रतिपतेरुदयान्नरयोषितोरशुचिनोर्वपुषोः परिघट्टनात्
अशुचि सुष्ठुतरं तदितो भवेत्सुखलवे विदुषः कथमादरः ।।।।
અનુવાદ : કામ (વેદ)ના ઉદયથી પુરુષ અને સ્ત્રીના અપવિત્ર શરીરો
(જનનેન્દ્રિયો) ઘસાવાથી જે અત્યંત અપવિત્ર મૈથુનકર્મ તથા તેનાથી જે અલ્પ સુખ
થાય છે તેના વિષયમાં ભલા વિવેકી જીવને કેવી રીતે આદર થઈ શકે? અર્થાત્ થઈ
શકતો નથી. ૪.
(द्रुतविलम्बित)
अशुचिनि प्रसभं रतकर्मणि प्रतिशरीरि रतिर्यदपि स्थिता
चिदरिमोहविजृभ्भणदूषणादियमहो भवतीति निबोधिता ।।।।
અનુવાદ : પ્રત્યેક પ્રાણીમાં જે અપવિત્ર મૈથુનકર્મના વિષયમાં બળપૂર્વક

Page 377 of 378
PDF/HTML Page 403 of 404
single page version

background image
અનુરાગ સ્થિત રહે છે તે ચેતનના શત્રુભૂત મોહના વિસ્તારરૂપ દોષથી થાય છે. એનું
કારણ અવિવેક છે. ૫.
(द्रुतविलम्बित)
निरवशेषयमद्रुमखण्डने शितकुठारहतिर्ननु मैथुनम्
सततमात्महितं शुभमिच्छता परिहृतिर्व्रतिनास्य विधीयते ।।।।
અનુવાદ : નિશ્ચયથી આ મૈથુનકર્મ સમસ્ત સંયમરૂપ વૃક્ષને ખંડિત કરવામાં
તીક્ષ્ણ કુહાડીના આઘાત સમાન છે. તેથી નિરંતર ઉત્તમ આત્મહિતની ઇચ્છા કરનાર
સાધુ એનો ત્યાગ કરે છે. ૬.
(द्रुतविलम्बित)
मधु यथा पिबतो विश्रतिस्तथा वृजिनकर्मभृतः सुरते मतिः
न पुनरेतदभीष्टमिहाङ्गिनां न च परत्र यदायति दुःखदम् ।।।।
અનુવાદ : જેમ મદ્ય પીનાર પુરુષને વિકાર થાય છે તેવી જ રીતે પાપ
કર્મ ધારણ કરનાર પ્રાણીને મૈથુનના વિષયમાં બુદ્ધિ થાય છે. પરંતુ એ
પ્રાણીઓને ન આ લોકમાં ઇષ્ટ છે અને ન પરલોકમાં ય. કારણ કે તે ભવિષ્યમાં
દુઃખદાયક છે. ૭.
(द्रुतविलम्बित)
रतिनिषेधविधौ यततां भवेच्चपलतां प्रविहाय मनः सदा
विषयसौख्यमिदं विषसंनिभं कुशलमस्ति न भुक्त वतस्तव ।।।।
અનુવાદ : હે મન, તું ચંચળતા છોડીને નિરંતર મૈથુનના પરિત્યાગની વિધિમાં
પ્રયત્ન કર, કારણ કે આ વિષયસુખ વિષસમાન દુઃખદાયક છે. તેથી એને ભોગવતાં
તારૂં કલ્યાણ થઈ શકશે નહીં.
વિશેષાર્થ : જેમ વિષના ભક્ષણથી પ્રાણીને મરણજન્ય દુઃખ ભોગવવું પડે છે તેવી જ
રીતે આ મૈથુનવિષયક અનુરાગથી પણ પ્રાણીને જન્મમરણના અનેક દુઃખ સહન કરવા પડે છે.
તેથી અહીં મનને સંબોધિત કરીને એમ કહેવામાં આવ્યું છે કે હે મન! તું આ લોક અને પરલોક
બન્ને ય લોકમાં દુઃખ આપનાર તે વિષયભોગને છોડવાનો પ્રયત્ન કર, નહિ તો તારૂં અહિત
અનિવાર્ય છે. ૮.

Page 378 of 378
PDF/HTML Page 404 of 404
single page version

background image
(द्रुतविलम्बित)
युवतिसंगतिवर्जनमष्टकं प्रति मुमुक्षुजनं भणितं मया
सुरतरागसमुद्रगता जनाः कुरुत मा क्रुधमत्र मुनौ मयि ।।।।
અનુવાદ : મેં સ્ત્રી સંસર્ગના પરિત્યાગવિષયક જે આ આઠ શ્લોકોનું પ્રકરણ
રચ્યું છે તે મોક્ષાભિલાષી જનોનું લક્ષ્ય કરીને રચ્યું છે. તેથી જે પ્રાણી મૈથુનના
અનુરાગરૂપ સમુદ્રમાં મગ્ન થઈ રહ્યા છે, તે મારા (પદ્મનન્દિ મુનિ) ઉપર ક્રોધ ન
કરો. ૯.
આ રીતે બ્રહ્મચર્યાષ્ટક સમાપ્ત થયું. ૨૬.
આ રીતે પદ્મનન્દિ મુનિ દ્વારા વિરચિત ‘પદ્મનન્દિપંચવિંશતિ’ ગ્રન્થ સમાપ્ત થયો.