Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 3-20 (23. Paramarthvinshati),1 (24. Sharirashtak),2 (24. Sharirashtak),3 (24. Sharirashtak),4 (24. Sharirashtak),5 (24. Sharirashtak),6 (24. Sharirashtak),7 (24. Sharirashtak),8 (24. Sharirashtak),1 (25. Snanashtak),2 (25. Snanashtak),3 (25. Snanashtak),4 (25. Snanashtak),5 (25. Snanashtak),6 (25. Snanashtak),7 (25. Snanashtak),8 (25. Snanashtak); 24. Sharirashtak; 25. Snanashtak.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 20 of 21

 

Page 355 of 378
PDF/HTML Page 381 of 404
single page version

background image
(કાર્ય) નો અંત પામી ચૂકી છે અર્થાત્ કૃતકૃત્ય છે તથા અનંતચતુષ્ટયરૂપ અમૃતની
નદી સમાન હોવાથી જેની અંદર પ્રાપ્ત થયેલ આત્માને જરા (વૃદ્ધત્વ) આદિરૂપ
અસહ્ય જ્વાળાવાળી જન્મ (સંસાર) રૂપ તીક્ષ્ણ વનાગ્નિ પ્રાપ્ત થતી નથી; એવી
તે અનંતચતુષ્ટયસ્વરૂપ સ્વસ્થતાને હું નમસ્કાર કરું છું. ૨.
(शार्दूलविक्रीडित)
एकत्वस्थितये मतिर्यदनिशं संजायते मे तया-
प्यानन्दः परमात्मसंनिधिगतः किंचित्समुन्मीलति
किंचित्कालमवाप्य सैव सकलैः शीलैर्गुणैराश्रितां
तामानन्दकलां विशालविलसद्बोधां करिष्यत्यसौ
।।।।
અનુવાદ : એકત્વ (અદ્વૈત) માં સ્થિતિ, માટે જે મારી નિરંતર બુદ્ધિ થાય
છે તેના નિમિત્તે પરમાત્માની સમીપતાને પ્રાપ્ત થયેલ આનંદ થોડો એક પ્રગટ
થાય છે. તે જ બુદ્ધિ થોડો કાળ પામીને અર્થાત્ થોડા જ સમયમાં સમસ્ત શીલ
અને ગુણોના આધારભૂત અને પ્રગટ થયેલ વિપુલ જ્ઞાન (કેવળજ્ઞાન) સંપન્ન તે
આનંદની કળા ઉત્પન્ન કરશે. ૩.
(शार्दूलविक्रीडित)
केनाप्यस्ति न कार्यमाश्रितवता मित्रेण चान्येन वा
प्रेमाङ्गे ऽपि न मेऽस्ति संप्रति सुखी तिष्ठाम्यहं केवलः
संयोगेन यदत्र कष्टमभवत्संसारचक्रे चिरं
निर्विण्णः खलु तेन तेन नितरामेकाकिता रोचते
।।।।
અનુવાદ : મારે આશ્રયમાં પ્રાપ્ત થયેલ કોઈ પણ મિત્ર અથવા શત્રુનું
પ્રયોજન નથી, મને આ શરીરમાં પણ પ્રેમ રહ્યો નથી, અત્યારે હું એકલો જ
સુખી છું. અહીં સંસાર પરિભ્રમણમાં ચિરકાળથી જે મને સંયોગના નિમિત્તે કષ્ટ
થયું છે તેનાથી હું વિરક્ત થયો છું તેથી હવે મને એકાકીપણું (અદ્વૈત) અત્યંત
રુચે છે. ૪.

Page 356 of 378
PDF/HTML Page 382 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
यो जानाति स एव पश्यति सदा चिद्रूपतां न त्यजेत्
सो ऽहं नापरमस्ति किंचिदपि मे तत्त्वं सदेतत्परम्
यच्चान्यत्तदशेषमन्यजनितं क्रोधादि कायादि वा
श्रुत्वा शास्त्रशतानि संप्रति मनस्येतच्छुतं वर्तते
।।।।
અનુવાદ : જે જાણે છે તે જ દેખે છે અને તે નિરંતર ચૈતન્યસ્વરૂપને છોડતો
નથી. તે જ હું છું, એનાથી ભિન્ન બીજું મારૂં કોઈ સ્વરૂપ નથી. આ સમીચીન ઉત્કૃષ્ટ
તત્ત્વ છે. ચૈતન્યસ્વરૂપથી ભિન્ન જે ક્રોધાદિ વિભાવભાવ અથવા શરીર આદિ છે તે
સર્વ અન્ય અર્થાત્ કર્મથી ઉત્પન્ન થયા છે. સેંકડો શાસ્ત્રો સાંભળીને અત્યારે મારા
મનમાં આ જ એક શાસ્ત્ર (અદ્વૈત તત્ત્વ) વર્તમાન છે. ૫.
(शार्दूलविक्रीडित)
हीनं संहननं परीषहसहं नाभूदिदं सांप्रतं
काले दुःख[ष]मसंज्ञके ऽत्र यदपि प्रायो न तीव्रं तपः
कश्चिन्नातिशयस्तथापि यदसावार्तं हि दुष्कर्मणा-
मन्तः शुद्धचिदात्मगुप्तमनसः सर्वं परं तेन किम्
।।।।
અનુવાદ : જો કે અત્યારે આ સંહનન (હાડકાનું બંધન) પરીષહો (ક્ષુધા,
તૃષા આદિ) સહન કરી શકતું નથી અને આ દુઃષમા નામના પાંચમા કાળે તીવ્ર
તપ પણ સંભવિત નથી, તો પણ એ કોઈ ખેદની વાત નથી, કેમ કે એ અશુભ
કર્મોની પીડા છે. અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં મનને સુરક્ષિત કરનાર મને
તે કર્મકૃત પીડાથી શું પ્રયોજન છે? અર્થાત્ કાંઈ પણ નથી. ૬.
(शार्दूलविक्रीडित)
सद्द्रग्बोधमयं विहाय परमानन्दस्वरूपं परं
ज्योतिर्नान्यदहं विचित्रविलसत्कर्मैकतायामपि
कार्ष्णो कृष्णपदार्थसंनिधिवशाज्जाते मणौ स्फाटिके
यत्तस्मात्पृथगेव स द्वयकृतो लोके विकारो भवेत्
।।।।

Page 357 of 378
PDF/HTML Page 383 of 404
single page version

background image
અનુવાદ : અનેક પ્રકારના વિલાસવાળા કર્મો સાથે મારી એકતા હોવા
છતાં પણ જે ઉત્કૃષ્ટ જ્યોતિ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને ઉત્કૃષ્ટ આનંદસ્વરૂપ
છે તે જ હું છું, તેના સિવાય હું બીજું નથી. બરાબર પણ છે
સ્ફટિકમણિમાં
કાળા પદાર્થના સંબંધથી કાળાશ ઉત્પન્ન થવા છતાં પણ તે તે મણિથી ભિન્ન
જ હોય છે. કારણ એ છે કે લોકમાં જે કાંઈ વિકાર થાય છે તે બે પદાર્થોના
નિમિત્તે જ થાય છે.
વિશેષાર્થ : જો કે સ્ફટિકમણિમાં કોઈ બીજા કાળા પદાર્થના નિમિત્તે કાલિમા અને
જપાપુષ્પના સંસર્ગથી લાલિમા અવશ્ય જોવામાં આવે છે પરંતુ તે વાસ્તવિક રીતે તેની નથી
હોતી તે સ્વભાવથી નિર્મળ અને શ્વેતવર્ણનો જ રહે છે. જ્યાં સુધી તેની પાસે કોઈ અન્ય
રંગની વસ્તુ રહે છે ત્યાં સુધી તેમાં બીજો રંગ જોવામાં આવે છે અને તે ત્યાંથી ખસી
જતાં પછી સ્ફટિકમણિમાં તે વિકૃત રંગ રહેતો નથી. બરાબર એ જ રીતે આત્માની સાથે
જ્ઞાનાવરણાદિ અનેક કર્મોનો સંયોગ રહે ત્યાંસુધી જ તેમાં અજ્ઞાન અને રાગ-દ્વેષ આદિ
વિકારભાવ જોવામાં આવે છે. પરંતુ તે વાસ્તવમાં તેના નથી, તે તો સ્વભાવથી શુદ્ધ જ્ઞાન
દર્શનસ્વરૂપ જ છે. વસ્તુમાં જે વિકારભાવ થાય છે તે કોઈ બીજા પદાર્થના નિમિત્તે જ
થાય છે. માટે તે તેનો કહી શકાતો નથી, કારણ કે તે થોડા જ વખત સુધી રહે છે જેમ
અગ્નિના સંયોગથી જળમાં રહેતી ઉષ્ણતા થોડા સમય (અગ્નિ સંયોગ) સુધી જ રહે છે,
ત્યારપછી શીતળતા જ તેમાં રહે છે, જે સદા રહેનારી છે. ૭.
(शार्दूलविक्रीडित)
आपत्सापि यतेः परेण सह यः संगो भवेत्केनचित्
सापत्सुष्ठु गरीयसी पुनरहो यः श्रीमतां संगमः
यस्तु श्रीमदमद्यपानविकलैरुतानितास्यैर्नृपैः
संपर्कः स मुमुक्षुचेतसि सदा मृत्योरपि क्लेशकृत
।।।।
અનુવાદ : સાધુને કોઈ પરવસ્તુ સાથે જે સંયોગ થાય છે તે પણ તેમને
આપત્તિસ્વરૂપ લાગે છે, વળી જે શ્રીમાનો (ધનવાનો) સાથે તેમનો સમાગમ થાય
છે તે તો તેમને અતિશય મહાન આપત્તિસ્વરૂપ લાગે છે. એ ઉપરાંત સંપત્તિના
અભિમાનરૂપ મદ્યપાનથી વિકળ થઈને ઊંચું મુખ રાખનારા એવા રાજાઓ સાથે જે
સંયોગ થાય છે તે તો તે મોક્ષાભિલાષી સાધુના મનમાં નિરંતર મૃત્યુથી પણ અધિક
કષ્ટકારક હોય છે. ૮.

Page 358 of 378
PDF/HTML Page 384 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
स्निग्धा मा मुनयो भवन्तु गृहिणो यच्छन्तु मा भोजनं
मा किंचिद्धनमस्तु मा वपुरिदं रुग्वर्जितं जायताम्
नग्नं मामवलोक्य निन्दतु जनस्तत्रापि खेदो न मे
नित्यानन्दपदप्रदं गुरुवचो जागर्ति चेच्चेतसि
।।।।
અનુવાદ : જો મારા હૃદયમાં નિત્ય આનંદપ્રદ અર્થાત્ મોક્ષપદ આપનારી
ગુરુની વાણી જાગે છે તો મુનિજનો સ્નેહ કરનાર ભલે ન હોય, ગૃહસ્થો જો ભોજન
ન આપે તો ન આપો, મારી પાસે કાંઈ પણ ધન ન હોય, આ શરીર રોગ રહિત
ન હો અર્થાત્ રોગવાળુ પણ હો તથા મને નગ્ન જોઈને લોકો નિન્દા પણ કરો; તો
પણ મને તેમાં જરાય ખેદ નહિ થાય. ૯.
(शार्दूलविक्रीडित)
दुःखघ्यालसमाकुले भववने हिंसादिदोषद्रुमे
नित्यं दुर्गतिपल्लिपातिकुपथे भ्राम्यन्ति सर्वे ऽङ्गिनः
तन्मध्ये सुगुरुप्रकाशितपथे प्रारब्धयानो जनः
यात्यानन्दकरं परं स्थिरतरं निर्वाणमेकं परम्
।।१०।।
અનુવાદ : જે સંસારરૂપી વન દુઃખોરૂપ સર્પો (અથવા હાથીઓ) થી વ્યાપ્ત
છે. હિંસા આદિ દોષરૂપ વૃક્ષો સહિત છે તથા નરકાદિ દુર્ગતિરૂપ ભીલ વસ્તી તરફ
જતા કુમાર્ગથી યુક્ત છે, તેમાં સર્વ પ્રાણી સદા પરિભ્રમણ કરે છે. ઉક્ત સંસારરૂપી
વનની અંદર જે મનુષ્ય ઉત્તમ ગુરુ દ્વારા બતાવવામાં આવેલા માર્ગે (મોક્ષમાર્ગમાં)
ગમન શરૂ કરી દે છે તે તે અદ્વિતીય મોક્ષરૂપ નગરને પ્રાપ્ત થાય છે, જે આનંદ
આપનાર છે, ઉત્કૃષ્ટ છે તથા અત્યંત સ્થિર (અવિનશ્વર) પણ છે. ૧૦.
(शार्दूलविक्रीडित)
यत्सातं यदसातमङ्गिषु भवेत्तत्कर्मकार्यं तत-
स्तत्कर्मैव तदन्यदात्मन इदं जानन्ति ये योगिनः
द्रग्भेदविभावनाश्रितधियां तेषां कुतो ऽहं सुखी
दुःखी चेति विकल्पकल्मषकला कुर्यात्पदं चेतसि ।।११।।

Page 359 of 378
PDF/HTML Page 385 of 404
single page version

background image
અનુવાદ : પ્રાણીઓને જે સુખ-દુઃખનો અનુભવ થાય છે તે કર્મ (શાતા અને
અશાતા વેદનીય)નું કાર્ય છે તેથી તે કર્મ જ છે અને તે આત્માથી ભિન્ન છે આ
વાત જે યોગી જાણે છે તથા જેમની બુદ્ધિ આ જાતના ભેદની ભાવનાનો આશ્રય
લઈ ચૂકી છે તે યોગીઓના મનમાં ‘હું સુખી છું. અથવા હું દુઃખી છું’ આ પ્રકારના
વિકલ્પથી મલિન કળા ક્યાંથી સ્થાન પ્રાપ્ત કરી શકે? અર્થાત્ તે યોગીઓના મનમાં
તેવો વિકલ્પ કદી ઉત્પન્ન થતો નથી. ૧૧.
(शार्दूलविक्रीडित)
देवं तत्प्रतिमां गुरुं मुनिजनं शास्त्रादि मन्यामहे
सर्वं भक्ति परा वयं व्यवहृते मार्गे स्थिता निश्चयात्
अस्माकं पुनरेकताश्रयणतो व्यक्तीभवच्चिद्गुण-
स्फारीभूतमतिप्रबन्धमहसामात्मैव तत्त्वं परम्
।।१२।।
અનુવાદ : વ્યવહારમાર્ગમાં સ્થિત અમે ભક્તિમાં તત્પર થઈને જિનદેવ,
જિનપ્રતિમા, ગુરુ, મુનિજન અને શાસ્ત્ર આદિ સર્વેને માનીએ છીએ. પરંતુ
નિશ્ચયથી અભેદ (અદ્વૈત)નો આશ્રય લેવાથી પ્રગટ થયેલ ચૈતન્યગુણથી પ્રકાશમાં
આવેલી બુદ્ધિના વિસ્તારરૂપ તેજ સહિત અમારે માટે કેવળ આત્મા જ ઉત્કૃષ્ટ
તત્ત્વ રહે છે.
વિશેષાર્થ : જીવ જ્યાંસુધી વ્યવહારમાર્ગમાં સ્થિત રહે છે ત્યાં સુધી તે જિન
ભગવાન અને તેમની પ્રતિમા આદિને પૂજ્ય માનીને યથાયોગ્ય તેમની પૂજા આદિ કરે છે.
એથી તેને પુણ્યકર્મનો બંધ થાય છે જે નિશ્ચયમાર્ગની પ્રાપ્તિનું સાધન થાય છે. પછી જ્યારે
તે નિશ્ચયમાર્ગ ઉપર આરૂઢ થઈ જાય છે ત્યારે તેની બુદ્ધિ અભેદ (અદ્વૈત)નો આશ્રય લઈ
લે છે. તે એમ સમજવા લાગે છે કે સ્ત્રી, પુત્ર અને મિત્ર તથા જે શરીર નિરંતર આત્મા
સાથે સંબંધવાળું રહે છે તે પણ મારૂં નથી; હું ચૈતન્યનો એક પિંડ છું
તેના સિવાય અન્ય
કાંઈ પણ મારું નથી. આ અવસ્થામાં તેને પૂજ્યપૂજકભાવનું દ્વૈત પણ રહેતું નથી. કારણ
એ છે કે પૂજ્યપૂજકભાવરૂપ બુદ્ધિ પણ રાગની પરિણતિ છે જે પુણ્યબંધનું કારણ થાય છે.
આ પુણ્યકર્મ પણ જીવને દેવેન્દ્ર અને ચક્રવર્તી આદિના પદોમાં સ્થિત કરીને સંસારમાં જ
પરતંત્ર રાખે છે. માટે આ દ્રષ્ટિએ તે પૂજ્ય
પૂજકભાવ પણ હેય છે. ઉપાદેય કેવળ એક
સચ્ચિદાનંદમય આત્મા જ છે. પરંતુ જ્યાંસુધી પ્રાણીને આ પ્રકારની દ્રઢતા પ્રાપ્ત નથી થતી
ત્યાંસુધી તેણે વ્યવહારમાર્ગનું આલંબન લઈને જિનપૂજનાદિ શુભ કાર્યો કરવા જ જોઈએ, નહિ
તો તેનો સંસાર દીર્ઘ થઈ શકે છે. ૧૨.

Page 360 of 378
PDF/HTML Page 386 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
वर्षं हर्षमपाकरोतु तुदतु स्फीता हिमानी तनुं
घर्मः शर्महरो ऽस्तु दंशमशकं क्लेशाय संपद्यताम्
अन्यैर्वा बहुभिः परीषहभटैरारभ्यतां मे मृति-
र्मोक्षं प्रत्युपदेशनिश्चलमतेर्नात्रापि किंचिद्भयम्
।।१३।।
અનુવાદ : જો હું મોક્ષવિષયક ઉપદેશથી બુદ્ધિની સ્થિરતા પ્રાપ્ત કરી
લઉં છું તો ભલે વર્ષાકાળ મારો હર્ષ નષ્ટ કરે, વિસ્તૃત મહાન્ શીત શરીરને
પીડિત કરે, ઘામ (સૂર્યનો તાપ) સુખનું અપહરણ કરે, ડાંસ
મચ્છર ક્લેશનું
કારણ થાય અથવા બીજા પણ અનેક પરીષહરૂપ સુભટ મારા મરણની પણ
શરૂઆત કરી દે; તો પણ એમનો મને કાંઈ પણ ભય નથી. ૧૩.
(शार्दूलविक्रीडित)
चक्षुर्मुख्यहृषीक कर्षकमयो ग्रामो मृतो मन्यते
चेद्रूपादिकृषिक्षमां बलवता बोधारिणा त्याजितः
तच्चिन्तां न च सो ऽपि संप्रति करोत्यात्मा प्रभुः शक्ति मान्
यत्किंचिद्भवितात्र तेन च भवो ऽप्यालोक्यते नष्टवत्
।।१४।।
અનુવાદ : જે શક્તિશાળી આત્મારૂપ પ્રભુ ચક્ષુ આદિ ઇન્દ્રિયોરૂપ
કિસાનોથી નિર્મિત ગામને મરેલું સમજે છે તથા જે જ્ઞાનરૂપ બળવાન શત્રુ દ્વારા
રૂપાદિ વિષયરૂપ ખેતીની ભૂમિથી ભ્રષ્ટ કરવામાં આવ્યું છે, છતાં પણ જે કાંઈ
થવાનું છે તેના વિષયમાં અત્યારે ચિન્તા કરતો નથી. આ રીતે સંસારને નષ્ટ થયા
સમાન દેખે છે.
વિશેષાર્થ : જેમ કોઈ શક્તિશાળી ગામના સ્વામીની જો અન્ય પ્રબળ શત્રુ દ્વારા
ખેતી યોગ્ય જમીન છીનવી લેવામાં આવે તો તે પોતાના ખેડૂતોથી પરિપૂર્ણ તે ગામને મરેલા
જેવું માને છે. છતાં પણ તે ભવિતવ્યને મુખ્ય માનીને તેની કાંઈ ચિંતા કરતો નથી. બરાબર
એ જ પ્રમાણે સર્વ શક્તિમાન આત્માને જ્યારે સમ્યગ્જ્ઞાનરૂપ શત્રુ દ્વારા રૂપ
રસાદિરૂપ ખેતી
યોગ્ય ભૂમિથી ભ્રષ્ટ કરી દેવામાં આવે છેવિવેકબુદ્ધિ ઉત્પન્ન થતાં જ્યારે તે રૂપ-રસાદિસ્વરૂપ
ઇન્દ્રિયવિષયોમાં અનુરાગ રહિત થઈ જાય છે, ત્યારે તે પણ તે ઇન્દ્રિયરૂપ કિસાનોના ગામને
મરેલું સમજે છે અને તેની કાંઈ પણ ચિંતા કરતો નથી. પરંતુ ત્યારે તે પોતાના સંસારને નષ્ટ

Page 361 of 378
PDF/HTML Page 387 of 404
single page version

background image
થયેલા જેવો સમજવા લાગે છે. તાત્પર્ય એ છે કે એકત્વબુદ્ધિ ઉત્પન્ન થતાં જીવને ઇન્દ્રિય
વિષયોમાં અનુરાગ રહેતો નથી. તે વખતે તે ઇન્દ્રિયોને નષ્ટ થયા સમાન માનીને મુક્તિને હાથમાં
આવેલી જ સમજે છે. ૧૪.
(शार्दूलविक्रीडित)
कर्मक्षत्युपशान्तिकारणवशात्सद्देशनाया गुरो-
रात्मैकत्वविशुद्धबोधनिलयो निःशेषसंगोज्झितः
शश्वत्तद्गतभावनाश्रितमना लोके वसन् संयमी
नावद्येन स लिप्यते ऽब्जदलवत्तोयेन पद्माकरे
।।१५।।
અનુવાદ : જે સંયમી કર્મના ક્ષય અથવા ઉપશમના કારણ વશે તથા ગુરુના
સદુપદેશથી આત્માની એકતા વિષય નિર્મળ જ્ઞાનનું સ્થાન બની ગયા છે, જેમણે સમસ્ત
પરિગ્રહનો પરિત્યાગ કરી દીધો છે તથા જેમનું મન નિરંતર આત્માની એકતાની ભાવનાને
આશ્રિત રહે છે; તે સંયમી પુરુષ લોકમાં રહેવા છતાં પણ એ રીતે પાપથી લેપાતા નથી
જેવી રીતે તળાવમાં સ્થિત કમળપત્ર પાણીથી લેપાતું નથી. ૧૫.
(शार्दूलविक्रीडित)
गुर्वङ्ध्रिद्वयदत्तमुक्ति पदवीप्राप्त्यर्थनिर्ग्रन्थता-
जातानन्दवशान्ममेन्द्रियसुखं दुःखं मनो मन्यते
सुस्वादुः प्रतिभासते किल खलस्तावत्समासादितो
यावन्नो सितशर्करातिमधुरा संतर्पिणी लभ्यते
।।१६।।
અનુવાદ : ગુરુના ચરણયુગલ દ્વારા મુક્તિ પદવી પ્રાપ્ત કરવા માટે જે
નિર્ગ્રન્થતા (દિગંબરત્વ) આપવામાં આવ્યું છે તેના નિમિત્તે ઉત્પન્ન થયેલ આનંદના
પ્રભાવથી મારૂં મન ઇન્દ્રિયવિષયજનિત સુખને દુઃખરૂપ જ માને છે. બરાબર છે
પ્રાપ્ત થયેલો ખોળ (તેલ કાઢી લીધા પછી જે તલ આદિનો ભાગ શેષ રહે છે) ત્યાં
સુધી જ સ્વાદિષ્ટ લાગે છે જ્યાંસુધી અતિશય મીઠી સફેદ સાકર (મિશ્રી) તૃપ્ત કરનાર
પ્રાપ્ત થતી નથી. ૧૬.
(शार्दूलविक्रीडित)
निर्ग्रन्थत्वमुदा ममोज्ज्वलतरध्यानाश्रितस्फीतया
दुर्घ्यानाक्षसुखं पुनः स्मृतिपथप्रस्थाय्यपि स्यात्कुतः

Page 362 of 378
PDF/HTML Page 388 of 404
single page version

background image
निर्गत्योद्गतवातबोधितशिखिज्वालाकरालाद्गृहा-
च्छीतां प्राप्य च वापिकां विशति कस्तत्रैव धीमान् नरः
।।१७।।
અનુવાદ : અતિશય નિર્મળ ધ્યાનના આશ્રયે વિસ્તાર પામેલ નિર્ગ્રન્થતા
જનિત આનંદ પ્રાપ્ત થઈ જતાં ખોટા ધ્યાનથી ઇન્દ્રિયસુખ સ્મરણનો વિષય ક્યાંથી
થઈ શકે? અર્થાત્ નિર્ગ્રન્થતાજન્ય સુખની સામે ઇન્દ્રિયવિષયજન્ય સુખ તુચ્છ લાગે
છે, તેથી તેની ચાહ નષ્ટ થઈ જાય છે. બરાબર છે
ઉત્પન્ન થયેલ વાયુ દ્વારા પ્રગટ
કરવામાં આવેલ અગ્નિની જ્વાળાથી ભયાનક એવા ઘરની અંદરથી નીકળીને શીતળ
વાવને પ્રાપ્ત કરતો ક્યો બુદ્ધિમાન પુરુષ ફરીથી તે જ જલતા ઘરમાં પ્રવેશ કરે?
અર્થાત્ કોઈ કરતો નથી. ૧૭.
(शार्दूलविक्रीडित)
जायेतोद्गतमोहतो ऽभिलषिता मोक्षे ऽपि सा सिद्धिहृत्
तद्भूतार्थपरिग्रहो भवति किं क्वापि स्पृहालुर्मुनिः
इत्यालोचनसंगतैकमनसा शुद्धात्मसंबन्धिना
तत्त्वज्ञानपरायणेन सततं स्थात्व्यमग्राहिणा
।।१८।।
અનુવાદ : મોહના ઉદયથી જે મોક્ષના વિષયમાં પણ અભિલાષા થાય છે
તે સિદ્ધિ (મુક્તિ)ને નષ્ટ કરે છે તેથી ભૂતાર્થ (સત્યાર્થ) અર્થાત્ નિશ્ચયનયને ગ્રહણ
કરનાર મુનિ શું કોઈ પણ પદાર્થના વિષયમાં ઇચ્છાયુક્ત હોય છે? અર્થાત્ નથી હોતો.
આ રીતે મનમાં ઉપર્યુક્ત વિચાર કરીને શુદ્ધ આત્મા સાથે સંબંધ રાખતા મુનિએ
પરિગ્રહ રહિત થઈને નિરંતર તત્ત્વજ્ઞાનમાં તત્પર રહેવું જોઈએ. ૧૮.
(शार्दूलविक्रीडित)
जायन्ते विरसा रसा विघटते गोष्ठीकथाकौतुकं
शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरे ऽपि च
मौनं च प्रतिभासते ऽपि च रहः प्रायो मुमुक्षोश्चितः
चिन्तायामपि यातुमिच्छति समं दोषेर्मनः पञ्चताम्
।।१९।।
અનુવાદ : ચૈતન્યસ્વરૂપ આત્માના ચિંતનમાં મુમુક્ષુ જનોના રસ નીરસ થઈ

Page 363 of 378
PDF/HTML Page 389 of 404
single page version

background image
જાય છે, ભેગા મળીને પરસ્પર ચાલતી કથાઓનું કુતૂહલ નષ્ટ થઈ જાય છે,
ઇન્દ્રિયવિષય વિલીન થઈ જાય છે, શરીરની બાબતમાં પણ પ્રેમનો અંત આવી જાય
છે, એકાંતમાં મૌન પ્રતિભાસિત થાય છે તથા તેવી દશામાં દોષોની સાથે મન પણ
મરવાની ઇચ્છા કરે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જ્યાંસુધી પ્રાણીનું આત્મસ્વરૂપ તરફ લક્ષ્ય નથી હોતું
ત્યાંસુધી તેને સંગીત સાંભળવામાં, નૃત્ય પરિપૂર્ણ નાટક આદિ દેખવામાં, પરસ્પર કથાવાર્તા
કરવામાં તથા શૃંગારાદિપૂર્ણ નવલકથા આદિ વાંચવાસાંભળવામાં આનંદ આવે છે. પરંતુ જેવો તેના
હૃદયમાં આત્મસ્વરૂપનો બોધ ઉદય પામે છે તેવો જ તેને ઉપર્યુક્ત ઇન્દ્રિયવિષયોના નિમિત્તે પ્રાપ્ત
થતો રસ (આનંદ) નીરસ પ્રતિભાસવા લાગે છે. અન્ય ઇન્દ્રિય વિષયોની તો વાત જ શું, પરંતુ
તે વખતે તેને પોતાના શરીર ઉપર પણ અનુરાગ રહેતો નથી. તે એકાંતસ્થાનમાં મૌનપૂર્વક સ્થિત
થઈને આત્માનંદમાં મગ્ન રહે છે અને આ રીતે તે અજ્ઞાનાદિ દોષો અને સમસ્ત માનસિક વિકલ્પોથી
રહિત થઈને અજર-અમર બની જાય છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
तत्त्वं वागतिवर्ति शुद्धनयतो यत्सर्वपक्षच्युतं
तद्वाच्यं व्यवहारमार्गपतितं शिष्यार्पणे जायते
प्रागल्भ्यं न तथास्ति तत्र विवृतौ बोधो न ताद्रग्विघः
तेनायं ननु माद्रशो जडमतिर्मौनाश्रितस्तिष्ठति ।।२०।।
અનુવાદ : જે તત્ત્વ શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ વચનનો અવિષય (અવક્તવ્ય)
તથા નિત્યત્વાદિ સર્વ વિકલ્પો રહિત છે તે જ શિષ્યોને આપવાના વિષયમાં અર્થાત્
શિષ્યોને પ્રબોધ કરાવવા માટે વ્યવહારમાર્ગમાં પડીને વચનનો વિષય પણ થાય છે.
તે આત્મતત્ત્વનું વિવરણ કરવા માટે ન તો મારામાં તેવી પ્રતિભાશાલિતા (નિપુણતા)
છે અને ન તે પ્રકારનું જ્ઞાનેય છે. માટે મારા જેવો મન્દબુદ્ધિ મનુષ્ય મૌનનું અવલંબન
લઈને જ સ્થિત રહે છે.
વિશેષાર્થ : જો શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ વસ્તુના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવામાં
આવે તો તે વચનો દ્વારા કહી જ શકાતું નથી. પરંતુ તેનું પરિજ્ઞાન શિષ્યોને પ્રાપ્ત થાય,
તે માટે વચનોનો આશ્રય લઈને તેમના દ્વારા તેમને બોધ કરાવવામાં આવે છે. આ
વ્યવહારમાર્ગ છે, કારણ કે વાચ્ય
વાચકનો આ દ્વૈતભાવ ત્યાં જ સંભવે છે, નહિ કે
નિશ્ચયમાર્ગમાં. ગ્રન્થકર્તા શ્રી પદ્મનન્દિ મુનિ પોતાની લઘુતા પ્રગટ કરતાં અહીં કહે છે કે

Page 364 of 378
PDF/HTML Page 390 of 404
single page version

background image
વ્યવહારમાર્ગનું અવલંબન લઈને પણ જે પ્રતિભા અથવા જ્ઞાન દ્વારા શિષ્યોને તે આત્મતત્ત્વનો
બોધ કરાવી શકાય છે તે મારામાં નથી, તેથી હું તેનું વિશેષ વિવરણ ન કરતાં મૌનનો જ
આશ્રય લઉં છું. ૨૦.
આ રીતે પરમાર્થવિંશતિ અધિકાર સમાપ્ત થયો. ૨૩.

Page 365 of 378
PDF/HTML Page 391 of 404
single page version

background image
૨૪. શરીરાષ્ટક
[२४. शरीराष्टकम् ]
(शार्दूलविक्रीडित)
दुर्गन्धाशुचिधातुभित्तिकलितं संछादितं चर्मणा
विष्मूत्रादिभृतं क्षुधादिविलसद्दुःखाखुभिश्छिद्रितम्
क्लिष्टं कायकुटीरकं स्वयमपि प्राप्तं जरावह्निना
चेदेतत्तदपि स्थिरं शुचितरं मूढो जनो मन्यते
।।।।
અનુવાદ : જે શરીરરૂપી ઝૂંપડી દુર્ગંધયુક્ત અપવિત્ર રસ, રુધિર અને અસ્થિ
આદિ ધાતુઓરૂપ ભીંતો (દીવાલો) ને આશ્રિત છે, ચામડાથી વિંટળાયેલ છે, વિષ્ટા અને
મૂત્રાદિથી પરિપૂર્ણ છે તથા પ્રગટ થયેલ ભૂખ, તરસ આદિ દુઃખોરૂપ ઉંદરોદ્વારા
છિદ્રોવાળી કરવામાં આવી છે; આવી તે શરીરરૂપ ઝૂંપડી જો કે પોતે જ વૃદ્ધત્વરૂપ અગ્નિ
દ્વારા પ્રાપ્ત કરાય છે તો પણ અજ્ઞાની મનુષ્ય તેને સ્થિર અને અતિશય પવિત્ર માને છે.
વિશેષાર્થ : અહીં શરીરને ઝુંપડીની ઉપમા આપીને એમ બતાવ્યું છે કે જેમ વાંસ
આદિથી નિર્મિત ભીંતોના આશ્રયે રહેતી ઝુંપડી ઘાસ કે પાંદડાઓથી ઢંકાયેલી રહે છે. એમાં ઉંદરો
દ્વારા જે અહીં તહીં છિદ્રો કરવામાં આવે છે તેનાથી તે નબળી થઈ જાય છે. તેમાં જો કદાચ
આગ લાગી જાય તો તે જોતજોતામાં જ ભસ્મ થઈ જાય છે. બરાબર એ જ જાતનું આ શરીર
પણ છે
એમાં ભીંતોના સ્થાને દુર્ગંધવાળી અને અપવિત્ર રસ-રુધિરાદિ ધાતુઓ છે, ઘાસ આદિના
સ્થાને એને ઢાંકનાર ચામડું છે. તથા અહીં ઉંદરોના સ્થાને ભૂખતરસ આદિથી થતું વિપુલ દુઃખ
છે જે તેને નિરંતર નિર્બળ બનાવે છે. આ રીતે ઝુંપડી સમાન હોવા છતાં પણ તેના કરતાં શરીરમાં
એ વિશેષતા છે કે તે તો સમય પ્રમાણે નિયમથી વૃદ્ધત્વ (બુઢાપા) થી વ્યાપ્ત થઈને નાશ પામવાનું
છે. પરંતુ તે ઝુંપડી તો કદાચ જ અસાવધાનીને કારણે અગ્નિ આદિથી વ્યાપ્ત થઈને નષ્ટ થાય

Page 366 of 378
PDF/HTML Page 392 of 404
single page version

background image
છે. આવી અવસ્થા હોવા છતાં પણ આશ્ચર્ય એ જ કે અજ્ઞાની પ્રાણી તેને સ્થિર અને પવિત્ર સમજીને
તેના નિમિત્તે અનેક પ્રકારનાં દુઃખો સહન કરે છે. ૧.
(शार्दूलविक्रीडित)
दुर्गन्धं कृमिकीटजालकलितं नित्यं स्रवद्दूरसं
शौचस्नानविधानवारिविहितप्रक्षालनं रुग्भूतम्
मानुष्यं वपुराहुरुन्नतधियो नाडीव्रणं भेषजं
तत्रान्नं वसनानि पट्टकमहो तत्रापि रागी जनः
।।।।
અનુવાદ : જે આ મનુષ્યનું શરીર દુર્ગન્ધ સહિત છે, લટ અને ક્ષુદ્ર
જંતુઓના સમૂહથી વ્યાપ્ત છે, નિરંતર વહેતા પરસેવા અને નાક આદિના દૂષિત
રસથી પરિપૂર્ણ છે, પવિત્રતા સૂચક સ્નાનને સિદ્ધ કરનાર જળથી જેને ધોવામાં
આવે છે, છતાં પણ જે રોગોથી પરિપૂર્ણ છે; એવા તે મનુષ્યના શરીરને ઉત્કૃષ્ટ
બુદ્ધિના ધારક વિદ્વાનો નસ સાથે સંબંધવાળા ગૂમડા આદિના જખ્મ સમાન બતાવે
છે. તેમાં અન્ન (આહાર) તો ઔષધ સમાન છે અને વસ્ત્ર પાટા સમાન છે છતાં
પણ આશ્ચર્ય છે કે તેમાં પણ મનુષ્ય અનુરાગ કરે છે.
વિશેષાર્થ : અહીં મનુષ્યના શરીરને જખ્મ સમાન બતાવીને બન્નેમાં સમાનતા
બતાવવામાં આવી છે. જેમ કેજેવી રીતે ઘાવ દુર્ગંધસહિત હોય છે તેવી જ રીતે આ શરીર
પણ દુર્ગન્ધ યુક્ત છે, ઘાવમાં જેવી રીતે કૃમિ અને બીજા નાના નાના જંતુઓનો સમૂહ રહે
છે તેવી જ રીતે શરીરમાં પણ તે રહે જ છે. ઘાવમાંથી જો નિરંતર પરૂ અને લોહી વગેરે
વહ્યા કરે છે તો આ શરીરમાંથી પણ નિરંતર પરસેવો વગેરે વહ્યા જ કરે છે. ઘાવને જો
જળથી ધોઈને સ્વચ્છ કરવામાં આવે છે તો આ શરીરને પણ જળથી સ્નાન કરાવીને સ્વચ્છ
કરવામાં આવે છે, ઘાવ જેમ રોગથી પૂર્ણ છે તેવી જ રીતે શરીર પણ રોગોથી પરિપૂર્ણ છે.
ઘાવને રુઝવવા માટે જો દવા લગાડવામાં આવે છે તો શરીરને ભોજન આપવામાં આવે છે,
તથા જો ઘાવને પાટાથી બાંધવામાં આવે છે તો આ શરીરને પણ વસ્ત્રોથી ઢાંકવામાં આવે છે.
આ રીતે શરીરમાં ઘાવની સમાનતા હોવા છતાં પણ આશ્ચર્ય એક એ જ છે કે ઘાવને તો
મનુષ્ય ઇચ્છતો નથી પરંતુ આ શરીરમાં તે અનુરાગ કરે છે. ૨.
(उपजाति)
नृणामशेषाणि सदैव सर्वथा वपूंषि सर्वाशुचिभाञ्जि निश्चितम्
ततः क एतेषु बुधः प्रपद्यते शुचित्वमम्बुप्लुतिचन्दनादिभिः ।।।।

Page 367 of 378
PDF/HTML Page 393 of 404
single page version

background image
અનુવાદ : મનુષ્યોના સમસ્ત શરીર સદા અને સર્વ પ્રકારે નિયમથી અપવિત્ર
રહે છે. તેથી આ શરીરોના વિષયમાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય જળનિર્મિત સ્નાન અને
ચન્દન આદિ દ્વારા પવિત્રતાનો સ્વીકાર કરે? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય
સ્વભાવથી અપવિત્ર તે મનુષ્ય શરીરને સ્નાનાદિ દ્વારા શુદ્ધ માની શકતા નથી. ૩.
(शार्दूलविक्रीडित)
तिक्तेष्वा [क्ष्वा]कुफलोपमं वपुरिदं नैवोपभोग्यं नृणां
स्याच्चेन्मोहकुजन्मरन्ध्ररहितं शुष्कं तपोघर्मतः
नान्तर्गौरवितं तदा भवनदीतारे क्षमं जायते
तत्तत्तत्र नियोजितं वरमथासारं सदा सर्वथा
।।।।
અનુવાદ : આ મનુષ્યોનું શરીર કડવી તુંબડી સમાન છે, તેથી તે ઉપભોગ
યોગ્ય નથી, જો તે મોહ અને કુજન્મરૂપ છિદ્રોરહિત, તપરૂપ ઘામ(તડકા) થી શુષ્ક
(સૂકાયેલ) અને અંદર ગુરુતા રહિત હોય તો સંસારરૂપ નદી પાર કરાવવામાં સમર્થ
થાય છે. માટે તેને મોહ અને કુજન્મરહિત કરીને તપમાં લગાવવું તે ઉત્તમ છે. એ
વિના તે સદા અને સર્વ પ્રકારે નિઃસાર છે.
વિશેષાર્થ : અહીં મનુષ્યના શરીરને કડવી તુંબડીની ઉપમા આપીને એમ બતાવ્યું છે
કે જેમ કડવી તુંબડી ખાવા યોગ્ય હોતી નથી તેવી જ રીતે આ શરીર પણ અનુરાગ યોગ્ય નથી.
જો તે તુંબડી છેદ રહિત, તડકામાં સૂકવેલી અને વચમાં ગૌરવ (ભારેપણા) રહિત હોય તો નદીમાં
તરવાના કામમાં આવે છે. બરાબર એ જ રીતે જો આ શરીર પણ મોહ અને દુષ્કુળરૂપ છેદ રહિત,
તપથી ક્ષીણ અને ગૌરવ (અભિમાન) રહિત હોય તો તે સંસારરૂપી નદી પાર થવામાં સહાયક
થાય છે. તેથી જે ભવ્ય પ્રાણી સંસારરૂપ નદીથી પાર થઈને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે
તેમણે આ દુર્લભ મનુષ્ય શરીરને તપ આદિમાં લગાવવું જોઈએ. નહિતર તેને ફરીથી પ્રાપ્ત કરવું
બહુ મુશ્કેલ થશે. ૪.
(मालिनी)
भवतु भवतु याद्रक् ताद्रगेतद्वपुर्मे
हृदि गुरुवचनं चेदस्ति तत्तत्वदर्शि
त्वरितमसमसारानन्दकन्दायमाना
भवति यदनुभावादक्षया मोक्षलक्ष्मीः
।।।।

Page 368 of 378
PDF/HTML Page 394 of 404
single page version

background image
અનુવાદ : જો હૃદયમાં જીવાદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરનાર
ગુરુનો ઉપદેશ સ્થિત હોય તો મારૂં જેવું આ શરીર હોય તે તેવું બની રહો અર્થાત્
તેનાથી મને કોઈ જાતનો ખેદ નથી. એનું કારણ એ છે કે ઉક્ત ગુરુના ઉપદેશના
પ્રભાવથી અસાધારણ અને ઉત્કૃષ્ટ આનંદના કારણભૂત અવિનશ્વર મોક્ષલક્ષ્મી શીઘ્ર
જ પ્રાપ્ત થાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
पर्यन्ते कृमयो ऽथ वह्निवशतो भस्मैव मत्स्यादनात्
विष्टा स्यादथवा वपुःपरिणतिस्तस्ये
द्रशी जायते
नित्यं नैव रसायनादिभिरपि क्षय्येव यत्तत्कृते
कः पापं कुरुते बुधो ऽत्र भविता कष्टा यतो दुर्गतिः
।।।।
અનુવાદ : આ શરીર અંતે અર્થાત્ પ્રાણરહિત થતાં કીડાસ્વરૂપ અથવા
અગ્નિને વશ થઈને ભસ્મસ્વરૂપ અથવા માછલીઓએ ખાવાથી વિષ્ઠા (મળ) સ્વરૂપ
થઈ જાય છે, તે શરીરનું પરિણમન એવું જ થાય છે. ઔષધિ આદિ દ્વારા પણ નિત્ય
નથી. પરંતુ વિનશ્વર જ છે, તો ભલા ક્યો વિદ્વાન્ મનુષ્ય એના વિષયમાં પાપકાર્ય
કરે? અર્થાત્ કોઈ પણ વિદ્વાન્ તેના નિમિત્તે પાપકર્મ કરતો નથી. કારણ એ છે કે
તે પાપથી નરકાદિ દુર્ગતિ જ પ્રાપ્ત થાય છે. ૬.
(शार्दूलविक्रीडित)
संसारस्तनुयोग एष विषयो दुःखान्यतो देहिनो
वह्नेर्लोहसमाश्रितस्य घनतो घाताद्यतो निष्ठुरात्
त्याज्या तेन तनुर्मुमुक्षुभिरियं युक्त्वा महत्या तया
नो भूयो ऽपि ययात्मनो भवकृते तत्संनिधिर्जायते
।।।।
અનુવાદ : આ શરીરનો સંબંધ જ સંસાર છે, તેનાથી વિષયમાં પ્રવૃત્તિ થાય
છે જેથી પ્રાણીને દુઃખ થાય છે. બરાબર છેલોઢાનો આશ્રય લેનાર અગ્નિને કઠોર
ઘણના ઘા સહન કરવા પડે છે. તેથી મોક્ષાર્થી ભવ્ય જીવોએ આ શરીર એવી મહાન્
યુક્તિથી છોડવું જોઈએ કે જેથી સંસારના કારણભૂત તે શરીરનો સંબંધ આત્મા સાથે
ફરીથી ન થઈ શકે.

Page 369 of 378
PDF/HTML Page 395 of 404
single page version

background image
વિશેષાર્થ : પહેલાં લોઢાને અગ્નિમાં ખૂબ તપાવવામાં આવે છે. પછી તેને ઘણથી
ટીપીટીપીને તેના સાધનો બનાવવામાં આવે છે. આ કાર્યમાં જેમ લોઢાની સંગતિથી નકામા
જ અગ્નિને પણ ઘણથી કરાતા ઘા સહેવા પડે છે તેવી જ રીતે શરીરની સંગતિથી આત્માને
પણ તેની સાથે અનેક પ્રકારના દુઃખ સહેવા પડે છે. તેથી ગ્રન્થકાર કહે છે કે તપ આદિ
દ્વારા તે શરીરને આ રીતે છોડવાનો પ્રયાસ કરવો જોઈએ. કે જેથી ફરીથી તેની પ્રાપ્તિ ન
થાય. કારણ એ છે કે આ મનુષ્ય શરીરની પ્રાપ્તિ કરીને જો તેના દ્વારા સાધ્ય સંયમ અને
તપ આદિનું આચરણ ન કર્યું તો પ્રાણીને તે શરીર ફરી ફરી પ્રાપ્ત થતું જ રહેશે અને તેથી
શરીરની સાથે કષ્ટો પણ સહન કરવા જ પડશે. ૭.
(शार्दूलविक्रीडित)
रक्षापोषविधौ जनो ऽस्य वपुषः सर्वः सदैवोद्यतः
कालदिष्टजरा करोत्यनुदिनं तज्जर्जरं चानयोः
स्पर्धामाश्रितयोर्द्वयोर्विजयिनी सैका जरा जायते
साक्षात्कालपुरःसरा यदि तदा कास्था स्थिरत्वे नृणाम्
।।।।
અનુવાદ : સર્વ પ્રાણી આ શરીરના રક્ષણ અને પોષણમાં નિરંતર
પ્રયત્નશીલ રહે છે, ત્યાં કાળદ્વારા આદિષ્ટ જરામૃત્યુથી પ્રેરિત વૃદ્ધાવસ્થા તેને
પ્રતિદિન નિર્બળ કરે છે. આ રીતે જાણે પરસ્પર સ્પર્ધા પામેલા જ આ બન્નેમાં
એક પેલી વૃદ્ધાવસ્થા જ વિજયી થાય છે કારણ કે તેની આગળ સાક્ષાત્ કાળ
(યમરાજ) સ્થિત છે. આવી હાલતમાં જ્યાં શરીરની આ સ્થિતિ છે તો પછી
તેની સ્થિરતામાં મનુષ્યોનો ક્યો પ્રયત્ન ચાલી શકે? અર્થાત્ તેનો કોઈ પણ પ્રયત્ન
ચાલી શકતો નથી. ૮.
આ રીતે શરીરાષ્ટક અધિકાર સમાપ્ત થયો. ૨૪.

Page 370 of 378
PDF/HTML Page 396 of 404
single page version

background image
૨૫. સ્નાનાષ્ટક
[२५. स्नानाष्टकम् ]
(शार्दूलविक्रीडित)
सन्माल्यादि यदीयसंनिधिवशादस्पृश्यतामाश्चयेद्
विष्मूत्रादिभृतं रसादिघटितं बीभत्सु यत्पूति च
आत्मानं मलिनं करोत्यपि शुचिं सर्वाशुचिनामिदं
संकेतैकगृहं नृणां वपुरपां स्नानात्कथं शुद्धयति
।।।।
અનુવાદ : જે શરીરની સમીપતાને કારણે ઉત્તમ માળા આદિ અડવાને પણ
યોગ્ય રહેતાં નથી, જે મળ અને મૂત્ર આદિથી ભરેલું છે, રસ અને રુધિર આદિ
સાત ધાતુઓથી રચાયેલું છે, ભયાનક છે; દુર્ગન્ધયુક્ત છે અને જે નિર્મળ આત્માને
પણ મલિન કરે છે; એવું સમસ્ત અપવિત્રતાઓના એક સંકેતગૃહ સમાન આ મનુષ્યોનું
શરીર જળના સ્નાનથી કેવી રીતે શુદ્ધ થઈ શકે? અર્થાત્ થઈ શકે નહિ. ૧.
(शार्दूलविक्रीडित)
आत्मातीव शुचिः स्वभावत इति स्नानं वृथास्मिन् परे
कायश्चाशुचिरेव तेन शुचितामभ्येति नो जातुचित्
स्नानस्योभयथेत्यभूद्बिफलता ये कुर्वते तत्पुनस्-
तेषां भूजलकीटकोटिहननात्पापाय रागाय च
।।।।
અનુવાદ : આત્મા તો સ્વભાવથી અત્યંત પવિત્ર છે, તેથી તે ઉત્કૃષ્ટ આત્માના
વિષયમાં સ્નાન વ્યર્થ જ છે; તથા શરીર સ્વભાવથી અપવિત્ર જ છે. તેથી તે પણ
કદી તે સ્નાન દ્વારા પવિત્ર થઈ શકતું નથી. આ રીતે સ્નાનની વ્યર્થતા બન્નેય પ્રકારે
સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો તે સ્નાન કરે છે તે તેને માટે કરોડો પૃથ્વીકાયિક,

Page 371 of 378
PDF/HTML Page 397 of 404
single page version

background image
જળકાયિક અને અન્ય જંતુઓની હિંસાનું કારણ હોવાથી પાપ અને રાગનું જ કારણ
થાય છે.
વિશેષાર્થ : અહીં સ્નાન આવશ્યકતાનો વિચાર કરતાં આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે
તેનાથી શું આત્મા પવિત્ર થાય છે કે શરીર? તેના ઉત્તરમાં વિચાર કરતાં એ ચોક્કસ પ્રતીત થાય
છે કે ઉક્ત સ્નાન દ્વારા આત્મા તો પવિત્ર થતો નથી કારણ કે તે પોતે જ પવિત્ર છે. વળી તેનાથી
શરીરની શુદ્ધિ થતી હોય, તો એ પણ કહી શકાતું નથી; કારણ કે તે સ્વભાવથી જ અપવિત્ર છે.
જેમ કોલસાને પાણીથી ઘસી ઘસીને ધોવા છતાં પણ તે કદી કાળાપણું છોડી શકતો નથી અથવા
મળથી ભરેલો ઘડો કદી બહાર સાફ કરવાથી શુદ્ધ થઈ શકતો નથી. તેવી જ રીતે મળ
મૂત્રાદિથી
પરિપૂર્ણ આ સપ્તધાતુમય શરીર પણ કદી સ્નાન દ્વારા શુદ્ધ થઈ શકતું નથી. આ રીતે બન્નેય પ્રકારે
સ્નાનની વ્યર્થતા સિદ્ધ થાય છે. છતાં પણ જે લોકો સ્નાન કરે છે તેઓ જળકાયિક, પૃથ્વીકાયિક
અને અન્ય ત્રસ જીવોનો પણ તેના દ્વારા ઘાત કરે છે; માટે તે કેવળ હિંસાજનિત પાપના ભાગીદાર
થાય છે. તે સિવાય તેઓ શરીરની બાહ્ય સ્વચ્છતામાં રાગ પણ રાખે છે, એ પણ પાપનું જ કારણ
છે. અભિપ્રાય એ છે કે નિશ્ચયદ્રષ્ટિથી વિચાર કરતાં સ્નાન દ્વારા શરીર તો શુદ્ધ થતું નથી, ઉલ્ટું
જીવહિંસા અને આરંભ આદિ જ તેનાથી થાય છે. એ જ કારણે મુનિઓના મૂળગુણોમાં જ તેનો
નિષેધ કરવામાં આવ્યો છે. પરંતુ વ્યવહારની અપેક્ષાએ તે અનાવશ્યક નથી, પરંતુ ગૃહસ્થને માટે
તે આવશ્યક પણ છે. કારણ કે તેના વિના શરીર તો મલિન રહે જ છે. સાથે મન પણ મલિન
રહે છે. સ્નાન વિના જિનપૂજાદિ શુભ કાર્યોમાં પ્રસન્નતા પણ રહેતી નથી. હા, એ અવશ્ય છે કે
બાહ્ય શુદ્ધિની સાથે જ અભ્યંતર શુદ્ધિનું પણ ધ્યાન જરૂર રાખવું જોઈએ. જો અંતરંગમાં મદ
માત્સર્યાદિ ભાવ હોય તો કેવળ આ બાહ્ય શુદ્ધિ કાર્યકારી નહિ થાય. ૨.
(शार्दूलविक्रीडित)
चित्ते प्राग्भवकोटिसंचितरजःसंबन्धिताविर्भवन्-
मिथ्यात्वादिमलव्यपायजनकः स्नानं विवेकः सताम्
अन्यद्वारिकृतं तु जन्तुनिकरव्यापादनात्पापकृ-
न्नो धर्मो न पवित्रता खलु ततः काये स्वभावाशुचौ
।।।।
અનુવાદ : ચિત્તમાં પૂર્વના કરોડો ભવોમાં સંચિત થયેલી પાપકર્મરૂપી ધૂળના
સંબંધથી પ્રગટ થતા મિથ્યાત્વ આદિરૂપ મળને નષ્ટ કરનાર જે વિવેકબુદ્ધિ ઉત્પન્ન
થાય છે તે જ વાસ્તવમાં સજ્જન પુરુષોનું સ્નાન છે. એનાથી ભિન્ન જે જળકૃત સ્નાન
છે તે પ્રાણીસમૂહને પીડાજનક હોવાથી પાપ કરનાર છે. તેનાથી ન તો ધર્મ સંભવે
છે અને ન સ્વભાવથી અપવિત્ર શરીરની પવિત્રતા પણ સંભવે છે. ૩.

Page 372 of 378
PDF/HTML Page 398 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
सम्यग्बोधविशुद्धवारिणि लसत्सद्दर्शनोर्मिव्रजे
नित्यानन्दविशेषशैत्यसुभगे निःशेषपापद्रुहि
सत्तीर्थे परमात्मनामनि सदा स्नानं कुरुध्वं बुधाः
शुद्धयर्थं किमु धावत त्रिपथगामालपयासाकुलाः
।।।।
અનુવાદ : હે વિદ્વાનો! જે પરમાત્મા નામનું સમીચીન તીર્થ સમ્યગ્જ્ઞાનરૂપ
નિર્મળ જળથી પરિપૂર્ણ છે, શોભાયમાન સમ્યક્દર્શનરૂપ લહેરોના સમૂહથી વ્યાપ્ત છે,
અવિનશ્વર આનંદવિશેષરૂપ (અનંતસુખ) શૈત્યથી મનોહર છે તથા સમસ્ત પાપોને નષ્ટ
કરનાર છે. તેમાં તમે નિરંતર સ્નાન કરો. વ્યર્થ પરિશ્રમથી વ્યાકુળ થઈને શુદ્ધિ માટે
ગંગા તરફ કેમ દોડો છો? અર્થાત્ ગંગા આદિમાં સ્નાન કરવાથી કાંઈ અંતરંગ શુદ્ધિ
થઈ શકતી નથી, તે તો પરમાત્માના સ્મરણ અને તેના સ્વરૂપ ચિંતન આદિથી જ
થઈ શકે છે, માટે તેમાં જ અવગાહન કરવું જોઈએ. ૪.
(शार्दूलविक्रीडित)
नो द्रष्टः शुचितत्त्वनिश्चयनदो न ज्ञानरत्नाकरः
पापैः क्वापि न द्रश्यते च समतानामातिशुद्धो नदी
तेनैतानि विहाय पापहरणे सत्यानि तीर्थानि ते
तीर्थाभाससुरापगादिषु जडा मज्जन्ति तुष्यन्ति च
।।।।
અનુવાદ : પાપી જીવોએ ન તત્ત્વના નિશ્ચયરૂપ પવિત્ર નદ (વિશેષ નદી)
જોયેલ છે અને ન જ્ઞાનરૂપ સમુદ્ર પણ જોયો છે તેઓ સમતા નામની અતિશય પવિત્ર
નદી પણ ક્યાંક જોતા નથી તેથી તે મૂર્ખાઓ પાપનો નાશ કરવાના વિષયમાં
યથાર્થભૂત આ સમીચીન તીર્થો છોડીને તીર્થ જેવા જણાતા ગંગા આદિ તીર્થાભાસોમાં
સ્નાન કરીને સંતુષ્ટ થાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
नो तीर्थं न जलं तदस्ति भुवने नान्यत्किमप्यस्ति तत्
निःशेषाशुचि येन मानुषवपुः साक्षादिदं शुद्धयति

Page 373 of 378
PDF/HTML Page 399 of 404
single page version

background image
आधिव्याधि जरामृतिप्रभृतिभिर्व्याप्तं तथैतत्पुनः
शश्वत्तापकरं यथास्य वपुषो नामाप्यसह्यं सताम्
।।।।
અનુવાદ : સંસારમાં એવું કોઈ તીર્થ નથી, એવું કોઈ જળ નથી તથા અન્ય
પણ એવી કોઈ વસ્તુ નથી; જેના દ્વારા પૂર્ણપણે અપવિત્ર આ મનુષ્યનું શરીર પ્રત્યક્ષમાં
શુદ્ધ થઈ શકે, આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ ( શારીરિક કષ્ટ), ઘડપણ (વૃદ્ધાવસ્થા)
અને મરણ આદિથી વ્યાપ્ત આ શરીર નિરંતર એટલું સંતાપકારક છે કે સજ્જનોને
તેનું નામ લેવું પણ અસહ્ય લાગે છે. ૬.
(शार्दूलविक्रीडित)
सर्वैस्तीर्थजलैरपि प्रतिदिनं स्नातं न शुद्धं भवेत्
कर्पूरादिविलेपनैरपि सदा लिप्तं च दुर्गन्धभृत्
यत्नेनापि च रक्षितं क्षयपथप्रस्थायि दुःखप्रदं
यत्तस्माद्वपुषः किमन्यदशुभं कष्टं च किं प्राणिनाम्
।।।।
અનુવાદ : જો આ શરીરને પ્રતિદિન સમસ્ત તીર્થોના જળથી પણ સ્નાન
કરાવવામાં આવે તો પણ તે શુદ્ધ થઈ શકતું નથી, જો એને કપૂર અને કુંકુમ આદિ
સુગંધી લેપો દ્વારા લેપ પણ કરવામાં આવે તો પણ તે દુર્ગન્ધ ધારણ કરે છે તથા
જો એનું પ્રયત્નપૂર્વક રક્ષણ પણ કરવામાં આવે તો પણ તે ક્ષયના માર્ગે જ પ્રસ્થાન
કરશે અર્થાત્ નષ્ટ થશે. આ રીતે જે શરીર સર્વ પ્રકારે દુઃખ આપે છે તેનાથી વધારે
પ્રાણીઓને બીજું ક્યું અશુભ અને કષ્ટ હોઈ શકે? અર્થાત્ પ્રાણીઓને સૌથી અધિક
અશુભ અને કષ્ટ આપનાર આ શરીર જ છે, અન્ય કોઈ નથી. ૭.
(शार्दूलविक्रीडित)
भव्या भुरिभवार्जितोदितमहद्द्रङ्मोहसर्पोल्लसन-
मिथ्याबोधविषप्रसंगविकला मन्दीभवद्द्रष्टयः
श्रीमत्पङ्कजनन्दिवक्तशशभृद्विम्बप्रसूतं परं
पीत्वा कर्णपुटेर्भवन्तु सुखिनः स्नानाष्टकाख्यामृतम्
।।।।
અનુવાદ : જે ભવ્ય જીવ અનેક જન્મોમાં ઉપાર્જિત થઈને ઉદયને પ્રાપ્ત થયેલ

Page 374 of 378
PDF/HTML Page 400 of 404
single page version

background image
એવા દર્શનમોહનીયરૂપ મહાસર્પથી પ્રગટ થયેલ મિથ્યાજ્ઞાનરૂપ વિષના સંસર્ગથી
વ્યાકુળ છે, તથા એ જ કારણે જેમની સમ્યગ્દર્શનરૂપ દ્રષ્ટિ અતિશય મંદ થઈ ગઈ
છે તે ભવ્ય જીવ શ્રીમાન્ પદ્મનન્દિ મુનિના મુખરૂપ ચંદ્રબિંબથી ઉત્પન્ન થયેલ આ
ઉત્કૃષ્ટ ‘સ્નાનાષ્ટક’ નામનું અમૃત કાનવડે પીને સુખી થાવ.
વિશેષાર્થ : જો કોઈ વાર કોઈ પ્રાણીને ઝેરી સર્પ કરડી જાય છે તો તે શરીરમાં ફેલાતા
તેના વિષથી અત્યંત વ્યાકુળ થઈ જાય છે તથા તેની દ્રષ્ટિ (નજર) મંદ પડી જાય છે. સૌભાગ્યવશે
જો તે વખતે ચંદ્રબિંબમાંથી ઉત્પન્ન થયેલ અમૃતની પ્રાપ્તિ થઈ જાય, તો તે તેને પીને વિષરહિત
થયો થકો પૂર્વ ચેતના પ્રાપ્ત કરી લે છે. બરાબર એવી જ રીતે જે પ્રાણી સર્પ સમાન અનેક ભવોમાં
ઉપાર્જિત દર્શનમોહનીયના ઉદયથી મિથ્યાભાવને પ્રાપ્ત થયેલ જ્ઞાન (મિથ્યાજ્ઞાન) દ્વારા વિવેકશૂન્ય
થઈ ગયા છે તથા જેમનું સમ્યગ્દર્શન મંદ પડી ગયું છે તેઓ જો પદ્મનન્દિ મુનિએ રચેલ આ
‘સ્નાનાષ્ટક’ પ્રકરણ કાનો વડે સાંભળે તો અવિવેક નષ્ટ થઈ જવાથી તેઓ અવશ્યમેવ પ્રબોધ પામે,
કારણ કે આ સ્નાનાષ્ટક પ્રકરણ અમૃત સમાન સુખ આપનાર છે. ૮.
આ રીતે સ્નાનાષ્ટક અધિકાર સમાપ્ત થયો. ૨૫.