૨૦
૮
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હેતુ-અભાવે નિયમથી આસ્રવનિરોધન જ્ઞાનીને,
આસરવભાવ-અભાવમાં કર્મો તણું રોધન બને; ૧૫૦.
કર્મો-અભાવે સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે,
ને અક્ષરહિત, અનંત, અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧.
અન્વયાર્થઃ — [ हेत्वभावे ] (મોહરાગદ્વેષરૂપ) હેતુનો અભાવ થવાથી [ ज्ञानिनः ]
જ્ઞાનીને [ नियमात् ] નિયમથી [ आस्रवनिरोधः जायते ] આસ્રવનો નિરોધ થાય છે [ तु ] અને
[ आस्रवभावेन विना ] આસ્રવભાવના અભાવમાં [ कर्मणः निरोधः जायते ] કર્મનો નિરોધ
થાય છે. [ च ] વળી [ कर्मणाम् अभावेन ] કર્મોનો અભાવ થવાથી તે [ सर्वज्ञः सर्वलोकदर्शी
च ] સર્વજ્ઞ અને સર્વલોકદર્શી થયો થકો [ इन्द्रियरहितम् ] ઇન્દ્રિયરહિત, [ अव्याबाधम् ]
અવ્યાબાધ, [ अनन्तम् सुखम् प्राप्नोति ] અનંત સુખને પામે છે.
ટીકાઃ — આ, ૧દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત પરમ-સંવરરૂપે ભાવમોક્ષના સ્વરૂપનું
કથન છે.
हेदुमभावे णियमा जायदि णाणिस्स आसवणिरोधो ।
आसवभावेण विणा जायदि कम्मस्स दु णिरोधो ।।१५०।।
कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरिसी य ।
पावदि इंदियरहिदं अव्वाबाहं सुहमणंतं ।।१५१।।
हेत्वभावे नियमाज्जायते ज्ञानिनः आस्रवनिरोधः ।
आस्रवभावेन विना जायते कर्मणस्तु निरोधः ।।१५०।।
कर्मणामभावेन च सर्वज्ञः सर्वलोकदर्शी च ।
प्राप्नोतीन्द्रियरहितमव्याबाधं सुखमनन्तम् ।।१५१।।
द्रव्यकर्ममोक्षहेतुपरमसंवररूपेण भावमोक्षस्वरूपाख्यानमेतत् ।
૧. દ્રવ્યકર્મમોક્ષ = દ્રવ્યકર્મનું સર્વથા છૂટી જવું તે; દ્રવ્યમોક્ષ. (અહીં ભાવમોક્ષનું સ્વરૂપ દ્રવ્યમોક્ષના
નિમિત્તભૂત પરમ-સંવરરૂપે દર્શાવ્યું છે.)