Panchastikay Sangrah (Gujarati). Gatha: 152.

< Previous Page   Next Page >


Page 210 of 256
PDF/HTML Page 250 of 296

 

૨૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
दर्शनावरणान्तरायक्षयेण कथञ्चित् कूटस्थज्ञानत्वमवाप्य ज्ञप्तिक्रियारूपे क्रमप्रवृत्त्यभावाद्भावकर्म
विनश्यति ततः कर्माभावे स हि भगवान्सर्वज्ञः सर्वदर्शी व्युपरतेन्द्रियव्यापारा-
व्याबाधानन्तसुखश्च नित्यमेवावतिष्ठते इत्येष भावकर्ममोक्षप्रकारः द्रव्यकर्ममोक्षहेतुः
परमसंवरप्रकारश्च ।।१५०१५१।।
दंसणणाणसमग्गं झाणं णो अण्णदव्वसंजुत्तं
जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ।।१५२।।
दर्शनज्ञानसमग्रं ध्यानं नो अन्यद्रव्यसंयुक्त म्
जायते निर्जराहेतुः स्वभावसहितस्य साधोः ।।१५२।।
કૂટસ્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને એ રીતે તેને જ્ઞપ્તિક્રિયાના રૂપમાં ક્રમપ્રવૃત્તિનો
અભાવ થવાથી ભાવકર્મનો વિનાશ થાય છે. તેથી કર્મનો અભાવ થતાં તે ખરેખર
ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી અને ઇન્દ્રિયવ્યાપારાતીત-અવ્યાબાધ-અનંતસુખવાળો સદાય
રહે છે.

એ રીતે આ (અહીં કહ્યો તે), ભાવકર્મમોક્ષનો પ્રકાર તથા દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત પરમ સંવરનો પ્રકાર છે. ૧૫૦૧૫૧.

દ્રગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરદ્રવ્યવિરહિત ધ્યાન જે,
તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨.

અન્વયાર્થઃ[ स्वभावसहितस्य साधोः ] સ્વભાવસહિત સાધુને (સ્વભાવપરિણત કેવળીભગવાનને) [ दर्शनज्ञानसमग्रं ] દર્શનજ્ઞાનથી સંપૂર્ણ અને [ नो अन्यद्रव्यसंयुक्तम् ] ૧. કૂટસ્થ = સર્વ કાળે એક રૂપે રહેનારું; અચળ. [જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો નાશ થતાં કાંઈ જ્ઞાન

સર્વથા અપરિણામી થઈ જતું નથી; પરંતુ તે અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે પલટાતું નથીસર્વદા
ત્રણે કાળના સમસ્ત જ્ઞેયોને જાણ્યા કરે છે, તેથી તેને કથંચિત્ કૂટસ્થ કહ્યું છે.]

૨. ભાવકર્મમોક્ષ = ભાવકર્મનું સર્વથા છૂટી જવું તે; ભાવમોક્ષ. (જ્ઞપ્તિક્રિયામાં ક્રમપ્રવૃત્તિનો અભાવ

થવો તે ભાવમોક્ષ છે અથવા સર્વજ્ઞ-સર્વદર્શીપણાની અને અનંતાનંદમયપણાની પ્રગટતા તે ભાવમોક્ષ છે.) ૩. પ્રકાર = સ્વરૂપ; રીત.