શ્રી પ્રવચન રત્નો-૧ ૧ શ્રી સદ્ગુરુદેવાય નમઃ સમયસાર ગાથા–ર શ્રી સદ્ગુરુદેવાય નમઃ
तत्र तावत्समय एवाभिधीयते–
पोग्गलकम्मदेसछिदं च तं जाण परसमयं।। २।।
પ્રથમગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી, ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? હવે પહેલા સમયને જ કહે છેઃ
સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨.
ગાથાર્થઃ હે ભવ્ય! (जीव) જે જીવ (चरित्रदर्शन ज्ञान स्थितः) દર્શન-જ્ઞાન -ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે (तं) તેને (हिં) નિશ્ચયથી (स्वसमयં) સ્વસમય (जानीहि) જાણ; (च) અને જે જીવ (पुद्गलकर्मप्रदेशस्थितं) પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે (तં) તેને (परसमयं) પરસમય (जानीहि) જાણ.
ટીકાઃ ‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ’ સમ’ તો ઉપસર્ગ છે, તેઓ અર્થ’ એકપણું’ એવો છે; અને अय गतौ ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપદ) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે.
આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એક્તારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવને) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું.
વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય ઉદ્યોતરૂપ, નિર્મળ સ્પષ્ટ દર્શનજ્ઞાન-જ્યોતિરૂપ છે (કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે) આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્યમતીઓનું નિરાકરણ થયું.
વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે) આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો.
વળી તે કેવો છે? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે. (પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો.