Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ : ૩૭ :
સુ...વ...ર્ણ...પુ...રી સ...મા...ચા...ર
પરમ ઉપકારી પૂ. ગુરુદેવની છત્રછાયામાં જિનેન્દ્ર ધર્મસ્તંભ (માનસ્તંભ) નો
દશવર્ષીય મહાભિષેક મહોત્સવ
માનસ્તંભ ભગવાનની સ્તુતિ
નીચે ઉપર નાથ ચતુર્દિશ
પદ્માસન અતિપ્યારા,
પાદ પડે ત્યાં તીરથ ઉત્તમ
દ્રષ્ટિ પડ્યે ભવ પારા;
–નાથ મુજ આયા આયા રે,
–સુવર્ણ અમૃત ઊભરાયા.
[નૂતન જિનમંદિર સામે મહાભિષેક
માટે માનસ્તંભ ફરતો મંચ બાંધેલ છે
તેનું દ્રશ્ય
]
પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવની છત્રછાયામાં ચૈત્ર સુદિ ૧૦ ને શનિવારના
માંગલિક દિને માનસ્તંભમાં પ્રતિષ્ઠિત મહાવિદેહક્ષેત્રમાં વર્તમાન વિહરમાન,
તીર્થનાયક પરમપૂજ્ય દેવાધિદેવ ૧૦૦૮ શ્રી સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાની
દસમી વર્ષ ગાંઠનો મહોત્સવ અતિ ઉલ્લાસપૂર્વક ઊજવાયો હતો,
શ્રવણબેલગોલામાં શ્રી બાહુબલિ ભગવાનનો મહાભિષેક દર બાર વર્ષે થાય
છે. તે પ્રમાણે અહીંના માનસ્તંભ ઉપર બિરાજમાન શ્રી સીમંધર ભગવાનનો
મહાભિષેક થયો હતો. ગગનચુંબી ૬૩ ફૂટ ઊંચા માનસ્તંભ ઊપર જવા માટે
મોટો મંચ બાંધવામાં આવ્યો હતો. આ પ્રસંગ ઘણા વર્ષે પ્રાપ્ત થયો હોવાથી શ્રી
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી અને
ટ્રસ્ટીઓએ, મહોત્સવ ઊજવણીમાં સર્વે મુમુક્ષુ ભાઈઓ ભાગ લઈ શકે તે માટે
તા. ૧૨–૪–૬૨ થી ૧૭–૪–૬૨ સુધીનો છ દિવસનો મહોત્સવ સમય નિર્માણ
કરીને આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી આવી હતી.

PDF/HTML Page 42 of 48
single page version

background image
: ૩૮ : વૈશાખ: ૨૪૮૮
પૂ. ગુરુદેવના સાનિધ્યમાં આવો લ્હાવો લેવાની કોને હોંશ ન હોય!
ભારતના અનેક અનેક સ્થળેથી ચૈત્રના ઉગ્ર–તાપના સમયમાં પણ બહુ મોટી
સંખ્યામાં મુમુક્ષુઓ આવ્યા હતા. મુંબઈથી શેઠ શ્રી નવનીતભાઈ ઝવેરી,
દિલ્હીથી ખાસ જિજ્ઞાસુઓ, ઉદેપુરથી શ્રી ચંદ્રસેનજી બંડી, આગ્રાથી શ્રી
નેમીચંદજી પાટણી તથા બીજા અનેક ભાઈબહેનો આવ્યા હતા. અજમેરથી ડો.
સૌભાગ્યચંદજી તેમની ભક્ત મંડળી સાથે આવ્યા હતા.
ચૈત્ર સુદિ ૧૦ના પ્રભાતે શરણાઈના મંગલ સુરે ભગવાનના
અભિષેકની વધાઈ આપી અને વાજીંત્રોએ તેમાં મીઠો સુર પુરાવ્યો. એ રીતે
મહાભિષેકની તૈયારીની શરૂઆત થઈ.
પરમ પૂ. ગુરુદેવશ્રીના પાવન હાથે સુવર્ણકળશમાં સ્વચ્છ જળથી
ભગવાનનો પ્રથમ અભિષેક થયો હતો. શરુઆત થઈ કે જયજયકારથી
આકાશ ગુંજી રહ્યું હતું, ભક્તજનોના ઉલ્લાસનો પાર ન હતો. પૂ.
બેનશ્રીબહેનની ભક્તિ અને ઉલ્લાસ તો અદ્ભુત હતા, આ વખતે અજમેરની
ભજનમંડળીએ જિનભક્તિનો સુંદર કાર્યક્રમ રજુ કર્યો હતો. શ્રી મુળચંદજીએ
તેમની નૃત્યકળાથી અને ભજનમંડળીના અન્ય ભાઈઓએ પોતાની લાક્ષણિક
શૈલીથી ભક્તિની ધૂન જમાવી હતી. સામે શ્રી માનસ્તંભજી ઉપર ક્રમસર
સુવર્ણ–ચાંદીના કળશો લઈ હજારો ભાઈઓએ ઉપર બિરાજમાન શ્રી સીમંધર
ભગવાનનો શુદ્ધજળથી અભિષેક કર્યો હતો.
આ મહોત્સવ દરમ્યાન પૂ. ગુરુદેવશ્રીએ અધ્યાત્મ અમૃતમય વાણીદ્વારા
સવારે મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનોમાં જિનમાર્ગમાં નિશ્ચય–વ્યવહારનયોનું
સ્વરૂપ શું છે અને અજ્ઞાનવશ જીવ તેનો વિપરીત અર્થ કેવી રીતે કરે છે તેનું
તથા શ્રી સમયસારજી શાસ્ત્ર ઉપર પ્રવચનોમાં સમ્યગ્દ્રષ્ટિનું સાતભય
રહિતપણું, નિઃશંકિતાદિ ગુણનું ધારકપણું અનેક દ્રષ્ટાંતો પૂર્વક સુંદર રીતે
સમજાવતા હતા.
ચૈત્ર સુદ ૧૧–ભગવાનશ્રી મહાવીરપ્રભુની રથયાત્રાનો ભવ્ય વરઘોડો
રથમાં ચાંદિની નવીન ગંધકુટીમાં ભગવાનને બીરાજમાન કરીને વનમાં લઈ
ગયા હતા. સાથે અજમેર ભજનમંડળીનો સુંદર કાર્યક્રમ હતો. એથી વરઘોડાનું
દ્રશ્ય વિશેષ દીપતું હતું. વનમાં જિનેન્દ્ર ભગવાનનો અભિષેક, પૂજન પછી
રથયાત્રાનો વરઘોડો જિનમંદિરમાં પહોંચતા ભક્તો ભગવાનની ભક્તિમાં
મસ્ત થતાં માનસ્તંભ ભગવાન પાસે તાપની પરવાહ કર્યા વિના ખૂબ ભક્તિ
કરી હતી.
શ્રી બાબુભાઈ ચુનીલાલ (ફતેપુર ઉ. ગુજરાત) જેઓ પૂ. ગુરુદેવના
પરમભક્ત છે અને ગુજરાતમાં મુમુક્ષુમંડળના આગેવાન છે તેમણે રથયાત્રામાં
તથા જિનમંદિરમાં ભગવાન

PDF/HTML Page 43 of 48
single page version

background image
સમીપ નૃત્ય સહિત ખુબ ઉત્સાહથી ભક્તિરસની ધૂન મચાવી હતી. બીજા પણ
મુમુક્ષુભાઈઓ તેમાં જોડાયા હતા–બધાને બહુ પ્રમોદ થયો હતો.
બપોરે પૂ. ગુરુદેવશ્રી મંચ ઉપર ચડીને જ્યાં ભગવાન શ્રી
સીમંધરભગવાન્ની અતુલ ભક્તિ સહિત અંતરંગમાં અભેદ ભક્તિમાં
ભરતી લાવતા હોય એમ ભગવાનની સામે સ્વાભાવીક એકાગ્ર
ધ્યાનમુદ્રામાં બેસી ગયા હતા ત્યાં પણ અમુક ભક્તો અને અજમેર ભજન
મંડલીવાળા પહોંચ્યા અને ખુબ હોંશમાં આવીને પ્રસન્નતાથી–શાન્તિથી
પ્રભુભક્તિની લય લગાડી હતી. અહા!! એ વખતનું દ્રશ્ય પણ ભારે
આહ્લાદજનક હતું.
ચૈત્ર સુદ ૧૨–જિનમંદિરમાં સમૂહપૂજન, પૂજ્ય ગુરુદેવશ્રીના બે
વખતના પ્રવચન અને ભક્તિનો કાર્યક્રમ બપોરે તથા રાત્રીએ પ્રવચનમંડપમાં
હતો.
ચૈત્ર સુદ ૧૩–શ્રી મહાવીર ભગવાનનો જન્મકલ્યાણક દિવસ
હોવાથી તથા પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સંવત ૧૯૯૧માં આજના
મંગળમય દિને પરિવર્તન કરી મહામાંગલિક શુદ્ધ દિગમ્બર જૈન ધર્મની
પ્રગટપણે ઘોષણા કરી. જિનેન્દ્ર સર્વજ્ઞ વીતરાગ પ્રણિત આત્મકલ્યાણનો
માર્ગ બતાવ્યો તે વર્ષગાંઠનો પવિત્ર દિવસ ઐતિહાસીક દિવસ હોવાથી
બન્ને સાથે ઉજવવામાં આવ્યા હતા.
પૂ. ગુરુદેવે કરેલા મહાન ઉપકારને વ્યક્ત કરતા અને તેમના પ્રત્યે
શ્રદ્ધા–ભક્તિ દર્શાવતા બહારગામથી આવેલા તારો સભામાં વાંચી
સંભળાવવામાં આવ્યા હતા. આજ સવારે પ્રભાતફેરી પછી જિનેન્દ્રપૂજન,
પૂ. ગુરુદેવના પ્રવચન પછી ભગવાન્ શ્રી મહાવીર પ્રભુની ભવ્ય રથયાત્રા
પ્રથમની જેમ મહાન ઉત્સવથી નગરમાં ફેરવી હતી. મહેમાનોને રાત્રે
માનસ્તંભ પ્રતિષ્ઠા મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી.
ઉત્સવ દરમ્યાન જુદાજુદા ખાતામાં સંસ્થાને સારી આવક થઈ
હત. ઘણે દૂર દૂરથી ઘણાં મહેમાનો આવ્યા હતા. સર્વે મુમુક્ષુ ભાઈઓને
શ્રી નવનીતભાઈ સી. ઝવેરી (મુંબઈ) તથા શ્રી ચંદ્રસેન બંડી (ઉદેપુર)
ની તરફથી એક એક દિવસનું જમણ હતું.
***
આ વખતની દિ. જૈન મુમુક્ષુ મહામંડળની બેઠકમાં નિર્ણય લેવામાં
આવ્યો હતો કે પૂ. ગુરુદેવશ્રીના દર્શનાર્થે આવતા મુમુક્ષુ ભાઈ–બહેનોને
અગાઉની માફક જમવા તથા રહેવાની ફ્રી સગવડ અગાઉની માફક
રાખવી.

PDF/HTML Page 44 of 48
single page version

background image
: ૪૦ : વૈશાખ : ૨૪૮૮
આ ઉત્સવ વખતે શ્રી દિ. જૈન મહામંડળ (સોનગઢ) ની સાધારણ
સભાનું અધિવેશન થયું. તેમાં ભાગ લેવા માટે દૂરદૂરના લગભગ ઘણા
મુમુક્ષુમંડળના પ્રતિનિધિ આવ્યા હતા અને નવીન ઉત્સાહના વાતાવરણમાં
મહામંડળનું અધિવેશન થયું. ત્રણ વર્ષ માટે કાર્યકારિણી કમિટીની ચુંટણી થઈ
હતી. તેના પ્રમુખ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી, ઉપપ્રમુખ શ્રી નવનીતલાલ
ચુનીલાલ ઝવેરીને નીમવામાં આવ્યા હતા. શ્રી નેમીચંદજી પાટનીએ ઉત્સાહ
સહિત ભાગ લઈને તે કાર્યવાહીને સફળ બનાવી હતી. શ્રી નેમીચંદજી પાટની
(કિશનગઢ) આ ઉત્સવમાં ખાસ ભાગ લેવા આવ્યા હતા. સંસ્થાના
વિકાસની યોજનાઓમાં તેમની ઉપયોગી સલાહ મળતી રહે છે.
શ્રી નવનીતભાઈ સી. ઝવેરી મુંબઈમાં મુમુક્ષુ મંડળમાં હરેક પ્રવૃત્તિમાં
ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. પોતાના ધર્મપત્નિ સહિત હંમેશા શાસ્ત્ર
પ્રવચનમાં આવે છે. સોનગઢમાં પણ પૂ. ગુરુદેવના પ્રવચનો સાંભળવા
વારંવાર આવે છે અને
તત્ત્વજ્ઞાનને સારી રીતે સમજીને ગ્રહણ કરે છે.
ઉજ્જૈનમાં શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિરનું તથા તા. ૨૦–૪–૬૨ના
મુંબઈ–દાદરમાં શ્રી દિ. જૈન મુમુક્ષુમંડળદ્વારા થનારા શ્રી દિ. જિનમંદિરનું
ખાતમુહૂર્ત (શિલાન્યાસ) ના ઉત્સવો તેમના શુભહસ્તે થયા હતા. પૂ. શ્રી
ગુરુદેવ કાનજીસ્વામી દ્વારા સત્સાહિત્યનો તથા સત્યસ્વરૂપનો વેગવાન વધુને
વધુ પ્રચાર દેશભરમાં હરેક સ્થળે સારી રીતે થાય એવી એમની ખુબ ભાવના
છે અને તે માટે તન–મન–ધન લગાવે છે.
શ્રી દીપચંદજી શેઠીયા (સરદાર શહેર) જેઓ ૨૨ સાલથી પૂ.
કાનજીસ્વામી ગુરુદેવના પરમભક્ત, પરિક્ષાપ્રધાની, પ્રૌઢ તત્ત્વવિચારક,
વૈરાગી, વિશેષ ધર્મસંસ્કારવાન, આત્માર્થી છે. આત્મહિતમાં જ પ્રવૃત્તિ અને
પ્રચારદ્વારા જેમનું નામ બહુ પ્રસિદ્ધિને પામેલ છે. ૩પ વર્ષ પહેલાં સાઠ લાખ
રૂપીયા તેમના મામાજી વારસામાં દેતા હતા પણ વૈરાગ્યવશ ન જ લીધા.
તેઓશ્રીની ભાવના છે કે પૂ. ગુરુદેવદ્વારા જે સત્યધર્મનો પ્રકાશ થઈ રહ્યો છે તે
સર્વજ્ઞપ્રણિત તત્ત્વજ્ઞાનનો પ્રકાશ અને પ્રવાહ ખૂબ વૃદ્ધિને પામીને દેશભરમાં
પ્રચાર પામે.
પૂ. ગુરુદેવની આંખે મોતિયાના સફળ ઓપરેશન, પછી આંખે સારી
રીતે પ્રકાશ અને પ્રથમ પ્રવચન શરૂ થવાના સમાચાર મળતાં જ આ
આનંદમય અવસર ઉપર જ્ઞાન પ્રચાર અર્થે શ્રી દીપચંદજી શેઠિયાજી તથા
તેમના નારાયણ પરિવાર તથા તેમનો અનેક મિત્રોદ્વારા

PDF/HTML Page 45 of 48
single page version

background image
કુલ મળીને રૂા. ૩૩પ૦૮ (તેત્રીશ હજાર પાંચસો આઠ રૂપીયા શ્રી દિ. જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને ભેટરૂપે ધર્યા છે. શ્રી શેઠિયાજીનું શરીર નબળું છતાં પૂ.
ગુરુદેવના પરિવર્તન દિને ખાસ ભક્તિવશ પણે દૂરથી સોનગઢ આવ્યા. તેમાં
વિશેષતા એ બની કે બહારગામથી આવેલા ઘણા મહેમાનો સમક્ષ પૂજ્ય
ગુરુદેવે સભામાં સુંદર શબ્દોદ્વારા શ્રી શેઠિયાજીને સાચાવૈરાગી, વિશેષ
ધર્મસંસ્કારવાન, ભેદજ્ઞાની, આત્માર્થી સજ્જન તરીકે પરિચય આપ્યો. તે
સાંભળીને સહુને વિશેષ આનંદ થયો. આ રીતે અનેક નવીનતા તથા
વિશેષતાઓ સહિત આ મંગળ મહોત્સવ ઉજવવવામાં આવ્યો.
બ્ર. ગુલાબચંદ જૈન
મુંબઈ––દાદર મધ્યે શ્રી દિગમ્બર જિનમંદિરનો
શિલાન્યાસવિધિ
મહોત્સવ
ચૈત્ર વદી ૧ તા. ૨૦–૪–૬૨ શુકવારના રોજ નુતન જિનમંદિરનો
શિલાન્યાસવિધિ મહોત્સવ ઘણાજ આનંદપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
સવારના ૭।। વાગ્યે ભગવાન શ્રી નેમિનાથને રથમાં બિરાજમાન
કરી, રથયાત્રા કાઢવામાં આવી હતી, રથમાં ભગવાનને લઈને બેસવાનો
સુઅવસર મળ્‌યો જાણી શ્રીમાન્ નવનીતલાલ ચુનીલાલ ઝવેરી ઘણાજ પ્રસન્ન
અને પ્રમોદિત જણાતા હતા. રથયાત્રાનું દ્રશ્ય ઘણુંજ સુંદર લાગતું હતું.
૮ વાગ્યે જ્યાં નૂતન જિનમંદિરનું નિર્માણ થવાનું તે પ્લોટમાં
ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારના ૯ વાગ્યે અહીંના
પ્રસિદ્ધ, ઉદાર, શાંત ધર્મપ્રેમી શેઠશ્રી નવનીતલાલભાઈ ઝવેરી
J. P. ના
શુભહસ્તે શિલાન્યાસવિધિ કરવામાં આવ્યો હતો. વાતાવરણ ઘણું જ મનોરમ્ય
અને આનંદદાયક હતું, સૌ કોઈના હર્ષનો પાર ન હતો અને કાર્યક્રમ ઘણાજ
આનંદપૂર્વક ઊજવાયો હતો.
શ્રીમાન શેઠશ્રી રાજકુમારજી (ઇંદોર) પણ આ પ્રસંગે હાજર હતા તથા
અનેક આગેવાન વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતી.
પ્રસંગને અનુકૂળ શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠે પ્રવચન કર્યું હતું, તેમજ
શ્રીમાન નવનીતભાઈ, શ્રી મણીભાઈ શેઠ તથા શ્રી ચીમનભાઈએ પણ
પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું.

PDF/HTML Page 46 of 48
single page version

background image
: ૪૨ : વૈશાખ : ૨૪૮૮
પોતાને આવો અપૂર્વ અવસર સાંપડ્યો એની ખુશાલીમાં શ્રીમાન શેઠ
નવનીતભાઈ ઝવેરીએ રૂા. ૧પ૦૦૧) શ્રી જિનમંદિરને અર્પણ કર્યા હતા તથા
રૂા. ૭પ૦૧) શેઠ મણીલાલ જેઠાલાલ શેઠે પોતાના ભાઈઓ તરફથી શ્રી
જિનમંદિરને અર્પણ કર્યા હતા. તે ઉપરાંત અનેક ભાઈબેનોએ વિધવિધ રકમો
લખાવી હતી. કુલ મળીને રૂા. ૪૪) હજારની રકમ એકઠી થઈ હતી.
આ પ્રસંગે શ્રીમાન શેઠ નવનીતલાલભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે
સમ્યગ્દર્શનનું સ્વરૂપ ઘણું જ જરૂરી છે. ભવનો અંત તેનાથી આવે છે. મારી
સમજણમાં આ કાળે માત્ર હિંદુસ્તાનમાં જ નહિ પણ આખી દુનિયામાં કોઈ
સમ્યગ્દર્શનનું યથાર્થ સ્વરૂપ સમજાવતા હોય તો પૂજ્ય સદ્ગુરુદેવશ્રી
કાનજીસ્વામી જ છે. એમ બેધડકપણે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો
હતો અને પૂજ્ય ગુરુદેવશ્રીનો આભાર માન્યો હતો. તેમજ મુરબ્બી ખીમચંદ
જેઠાલાલ શેઠે કહ્યું કે અહીં શ્રી મહાવીર ભગવાનનું જિનમંદિર નિર્માણ થવાનું
છે. આજે શુકવાર છે. શુક્ર એટલે વીર્ય. વીરના સંદેશા પણ આત્મવીર્ય
ઉછાળવા માટે છે. તે વીરના સંદેશાઓ ઝીલીને જેમણે આપણા આત્મહિત માટે
વીર્ય ફોરવવાનો અમૂલ્ય ઉપદેશ આપ્યો તે પૂ. શ્રી સદ્ગુરુદેવના આપણા ઉપર
અનંત ઉપકાર છે. વિગેરે વિગેરે કહ્યું હતું.
ત્યારબાદ સમૂહ અલ્પાહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ
આખોય કાર્યક્રમ અત્યંત આનંદપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
શ્રી દિગંબર મહાવીર જૈન મંદિર–દાદર
નું શિલાન્યાસ કરતાં શ્રી નવીનભાઈ ઝવેરી
તા. ૨૦–૪–૬૨ સવારના ૯ વાગે.

PDF/HTML Page 47 of 48
single page version

background image
શ્રી ગીરનાર તીર્થ યાત્રાનું પુનિતસ્મરણ
પૂજ્ય ગુરુદેવશ્રીની શુદ્ધચિદાનંદસ્વરૂપની ભક્તિ:–
“હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે,
કંઈ અન્ય તે મારૂં જરી પરમાણુ માત્ર નથી અરે!”

PDF/HTML Page 48 of 48
single page version

background image
ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દિગમ્બરજૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક–પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર