Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ : ૧૯ :
ધર્મ કાંઈ બહારથી લાવ્યો લવાતો નથી. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે.
અમુક ક્ષેત્રમાં કે અમુક કાળમાં જ થાય એવો નથી. મિથ્યાત્વ, શુભાશુભભાવ
દુઃખદાતા છે, ભૂલ–વિકાર ક્ષણિક છે દુઃખરૂપ છે તેનો નાશક ત્રિકાળી નિર્વિકાર
સ્વભાવ છે. ભેદવિજ્ઞાનદ્વારા ત્રિકાળી પૂર્ણ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરી
તેમાં જ વર્તમાન જ્ઞાનને વાળવું તે શુદ્ધનય છે અને તે ધર્મ છે.
–જ્યાં સુધી આ સ્વાધીન સ્વરૂપને જીવ ન જાણે ત્યાં સુધી તે પુણ્ય–
પાપનો કર્તા થઈ સંસારમાં રખડે છે. દયા, દાન, વ્રત, તપ કરે તો પુણ્ય થાય અને
તેના ફળમાં ધુળ મળે. પૈસા મળ્‌યા માટે પૈસાવાળો થઈ જતો નથી, કેમકે પૈસા
ખરેખર તેને મળ્‌યા નથી.–જીવ પૈસાની મમતા કરે છે તેથી તેને તે મમતા મળે છે–
જીવ મમતાવાળો અથવા વીતરાગી સમતાવાળો થઈ શકે છે; પણ પૈસાવાળો તો
તે કદી થઈ શકતો નથી.
‘અમારે અપવિત્રતા જોઈતી નથી’–એનો અર્થ એ થયો કે અમારે પવિત્ર
થવું છે. એમાં એમ આવ્યું કે વર્તમાન દશામાં અપવિત્રતા છે ખરી પણ તે ક્ષણિક
છે, કાયમ રહે એવી નથી, દુઃખરૂપ છે; માટે તેને ટાળવી છે અને તેના સ્થાને
સુખમય એવી પવિત્રદશા લાવવી છે. તો તે ક્્યાંથી આવશે? કે અંદર ધ્રુવપવિત્ર
જ્ઞાનાનંદ સ્વભાવ નિત્ય છે; તેનો આશ્રય કરે તો તેની એકાગ્રતાના બળવડે
અંદરની શક્તિ વ્યક્ત થાય છે. એ રીતે અંતરમાંથી પવિત્રતા આવે છે,
અપવિત્રતા ઉત્પન્ન થતી નથી. જેમ પીપરમાં ઉપર કાળો રંગ છે તે ટળી શકે છે ને
તે ટળીને તેના સ્થાને પૂર્ણ લીલાશ–તીખાશ પ્રગટ થઈ શકે છે. એમ આત્મામાંથી
અપવિત્રતા ટળી, પવિત્રતા પ્રગટ થઈ શકે છે. વીતરાગતા કરવા જેવી છે પણ તે
ન થાય ત્યાં સુધી તો પુણ્ય કરવા જેવું છે ને?–એમ ઘણા પૂછે છે; પણ એ કરવા–
ન કરવાનો પ્રશ્ન સાચું સમજે તો રહે નહિ, કારણ કે જ્યાં સુધી રાગની ભૂમિકા છે
ત્યાં સુધી અશુભથી બચવા શુભ આવે છે–હોય છે, પણ જ્ઞાનીને તેની ભાવના
હોતી નથી કેમકે પુણ્ય–પાપ બેઉ આસ્રવ છે, બંધનાં કારણો છે. એ રીતે તેને
જાણવા તે વ્યવહારનું કામ છે જેમ છે તેમ જાણવામાં ચૈતન્ય સમજદાર છે, ઉદાર
છે. અંદરમાં નિત્ય એકરૂપ સામાન્ય સ્વભાવ પડ્યો છે, તેના ઉપર દ્રષ્ટિ દેવી તે
શુદ્ધનય છે અને તે છોડવા યોગ્ય નથી. કેમકે તેનું ધ્યેય સંસારનાં સર્વ દુઃખથી
છોડાવી પૂર્ણ પવિત્રતામાં પહોંચાડવાનું છે.
એક ગામડામાં ગયા હતા. ત્યાં “અગાધગતિ” નામનું પુસ્તક કણબી
(ખેડુત) ભાઈઓ લઈને સમજવા આવ્યા. તેમણે કહ્યું કે–આમાં શું કહેવા માગે
છે? એ અમને સમજાતું નથી. જવાબ આપ્યો કે, તમે વાંચો. વાંચતાં તેમાં એમ
આવ્યું કે–આણીકોરની ઉપાસનાથી અહીંયાનું ફળ મળશે...તેનો ખુલાસો ૨૦
લીટીમાં કર્યો હતો તે વાંચતાં તેમાં એમ નીકળ્‌યું કે દયા, દાન, વ્રત, જપ, તપ,
તીર્થ, નામસ્મરણ, ભજન, સ્તુતિ, પ્રાર્થના–સેવા, પૂજા, શાસ્ત્રવાંચન વગેરેનું ફળ
સંસાર છે, તે જન્મમરણની ગતિ છે. આવું કરશો તો અહીં ફળશે એટલે કે
જગતની જંજાળમાં જ રહેશો...વગેરે. પછી તેઓને સમાધાનમાં એમ કહ્યું કે:–
આત્માની

PDF/HTML Page 22 of 48
single page version

background image
: ૨૦ : વૈશાખ : ૨૪૮૮

ઓળખાણ કરતાં આત્માનું સાચું સુખ મળે, તેનાથી વિરુદ્ધ પુણ્ય–પાપ તે દુઃખ
છે–સંસાર છે.
પુણ્ય–પાપ તો વિભાવ છે, દુઃખ છે. પુણ્યનો ભાવ તે મંદ આકુળતા છે;
પાપનો ભાવ તીવ્ર આકુળતા છે. માટે તેની દ્રષ્ટિ રુચિ–ભાવના) છોડી
અંદરમાં તેનાથી રહિત ધ્રુવસ્વભાવ છે. તેના ઉપર દ્રષ્ટિ કર. જે જ્ઞાન અંતર
સ્વભાવ તરફ વળે તે શુદ્ધનય છે ને તે ગ્રહણ કરવા યોગ્ય છે.
જેમ સમુદ્રમાં મધ્યબિન્દુમાંથી ઊછળીને ભરતી આવે તેને કોઈ રોકી
શકે નહિ, તેમ આત્મા ધ્રુવજ્ઞાનાનંદ સમુદ્ર છે તેના આલંબનની દ્રષ્ટિથી જાગ્યો
તેને કોઈ રોકનાર નથી. જેમ સૂર્યમાં પ્રકાશ પ્રગટ થયો તેને રોકનાર કોઈ
અંધકાર નથી; અંધકાર અંધકારમાં છે–તેમ રાગ રાગમાં છે, ક્ષણિક છે, વિરુદ્ધ
છે, ખરેખર દુઃખદાતા છે. એમ જાણે તે તેનો તિરસ્કાર કરનાર
અરાગસ્વભાવમાં રુચિવાળો થયા વિના રહે નહિ.
આત્મા સદા પૂર્ણજ્ઞાનસ્વભાવી છે, તેની શ્રદ્ધા છોડવા યોગ્ય નથી.
કેમકે તે મોક્ષનું કારણ છે; અને પુણ્ય–પાપના વિકલ્પરૂપ અશુદ્ધતા છોડવા
યોગ્ય છે કેમકે તેના આશ્રયે બંધન–દુઃખ જ થાય છે.
नमः समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे।।
१।।
પૂર્ણતાને લક્ષે શરૂઆત–પૂર્ણસાધ્યને શુદ્ધાત્માને લક્ષમાં રાખીને અંદરમાં
પૂર્ણ પરમાત્મભાવ (ધ્રુવદ્રવ્યસ્વભાવ) છે તેને જ નમું છું. તેમાં જ પરિણમું છું,
ઢળું છું,–એમ પ્રથમ મંગળ કર્યું. બીજા મંગળમાં શુદ્ધદ્રષ્ટિ ત્યાગવા યોગ્ય નથી
એમ કહ્યું, છેલ્લા મંગળમાં દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન બતાવવા કહ્યું કે,
આ શાસ્ત્ર શબ્દોએ રચ્યું છે, અમે કર્યું નથી, આચાર્ય તો જ્ઞાતાપણું પોતાનું
સ્વરૂપ છે તેમ જાણે છે. શબ્દરચનામાં મારું કાંઈ કર્તવ્ય નથી; મહાન
અધ્યાત્મશાસ્ત્રની ટીકા કરું એવો રાગ (વિકલ્પ) આવ્યો પણ તે રાગનો કર્તા,
ભોક્તા કે સ્વામી હું નથી, વાણીરૂપે ધ્વનિ ઊઠે છે તે શબ્દો ભાષાવર્ગણાથી
થાય છે, હું તો જ્ઞાતા જ છું. મારામાં શબ્દો નથી. અમારામાં તો અવિનાશી
જ્ઞાનાદિ ગુણ છે વર્તમાનજ્ઞાન ત્રિકાળી સ્વભાવમાં જોડયું છે તેથી નિર્મળશ્રદ્ધા–
ભિન્નતાથી દ્રષ્ટિ કરનારો રાગાદિ (–પુણ્ય–પાપ) આદરણીય માનતો નથી.
રાગ–દ્વેષ આદિ દોષ ઘટાડનારો ત્રિકાળી નિર્દોષ કોણ છે, તે જાણ્યા વિના અંશ
માત્ર દોષ ટળી શકે નહિ. ને અંશમાત્ર મોક્ષમાર્ગનો વિવેક આવે નહિ. હા,
પરલક્ષે રાગ પાતળો પાડી શકે તેથી પુણ્ય થાય પણ ધર્મ થઈ શકે નહિ.
ડહાપણથી ધનાદિ મળે એમ મોહથી અજ્ઞાની માને છે, પણ તેનું મળવું
વર્તમાન પુરુષાર્થને આધીન નથી. જેમ પૂર્વનાં પુણ્ય વિના ધનાદિ ન મળે તેમ
વર્તમાન નવા પુરુષાર્થ વિના ધર્મ (–વીતરાગીદ્રષ્ટિ–જ્ઞાન–આનંદ) ન મળે.

PDF/HTML Page 23 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ : ૨૧ :
વર્તમાન દશામાં મતિ–શ્રુતજ્ઞાન છે તે વડે ત્રિકાળી સ્વભાવ અને
ક્ષણિક વિભાવનો વિવેક કરી, જ્ઞાનને અંતરમાં–ધ્રુવસ્વભાવમાં વાળવું તે ધર્મ
છે, તે પ્રયત્ન–સાચો
પુરુષાર્થ છે.
જેને ધર્મનો અને પુણ્ય–પાપની જુદાઈનો વિશ્વાસ ન આવે તેને
વર્તમાન જ્ઞાનના સામર્થ્યનો વિશ્વાસ આવતો નથી.
“અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા.” આત્મા સદાય જ્ઞાનમૂર્તિ છે.
શરીર, ઈન્દ્રિયો અને તેના સ્પર્શાદિ વિષયો વિનાનું નિરપેક્ષ જ્ઞાન અને સુખ
તેનામાં છે. તે શક્તિનો ભરોસો કરતાં જ્ઞાન અંદરમાં ઢળવા લાગે છે.
આત્મામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. સદાય અરૂપી અતીન્દ્રિજ્ઞાન–આનંદ તે
તેનું રૂપ છે. એને ભૂલીને અસંખ્ય પ્રકારના પુણ્યપાપના ભાવ અનંતવાર જીવ
કરી
ચૂક્્યો, ધર્મના નામે અનંતવાર ત્યાગી, બાવો, સાધુ થયો પણ પુણ્ય–
પાપભાવ મારા નથી, તથા તે દુઃખ દાતા છે, એમ કદી માન્યું નથી. મારો
સુખદાતા ભાવ મારામાં જ છે–એવી દ્રષ્ટિ અને અનુભવ કર્યા વિના જરીએ
આત્મહિત થાય નહીં.
ઉપવાસ શું છે? આત્મભાવવડે આત્મામાં વસવું; અંદર ઈચ્છા–
આકુળતા વિનાનો જ્ઞાનાનંદસ્વભાવ મારો છે. તેને દ્રષ્ટિમાં લઈને વિકલ્પ–
પુણ્યપાપ તે મારું કાર્ય નથી, એમ જાણી અતીન્દ્રિય જ્ઞાન–આનંદથી ભરેલા
એકરૂપ જ્ઞાયકભાવમાં એકરૂપ થઈને વસવું તેનું નામ ઉપ=સમીપ,
વાસ=વસવું–તે ઉપવાસ છે.
‘कषाय विषयाहारस्त्यागो यत्र विधीयते।
उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः।।
મુખ્ય કષાય મિથ્યાત્વ છે. જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ
કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો, બાકીનાને શ્રીગુરુ લાંઘણ કહે છે.
પ્રથમમાં પ્રથમ અતીન્દ્રિય જ્ઞાનમય આત્માનો મહિમા આવ્યા વિના
વિષય–કષાયરૂપ પાપમાં તુચ્છતા કદી આવે નહિ.
દરેક આત્મામાં સદાય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, અસ્તિત્વ,
વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ, પ્રભુત્વ, વિભુત્વ,
સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ આદિ અનંતશક્તિ (અનંતગુણો) એક સાથે છે, પણ
પ્રથમ તેની રુચિ ન કરે, કીંમત ન કરે તો જિજ્ઞાસાથી સાંભળે શેનો?
આત્મહિતનો અવસર અત્યારે જ છે. માનવભવ મળ્‌યો, સત્ય કાને
પડતાં હા પાડે તેને સર્વ અવસર આવી ચૂક્્યો છે. રુચે તેમાં વાયદો ન હોય,
રાગાદિ દોષ હોવાટાણે પણ તેને ગૌણ કરનાર ત્રિકાળી જ્ઞાયક છું એવી દ્રષ્ટિના
જોરે સ્વભાવનો વિશ્વાસ કરી ગુલાંટ માર તો તારા

PDF/HTML Page 24 of 48
single page version

background image
: ૨૨ : વૈશાખ : ૨૪૮૮

સ્વભાવ સાગરમાં પૂર્ણજ્ઞાનાનંદ છલકે છે. તેમાં નિર્વિકલ્પદ્રષ્ટિમાં દેતાં જ
નિર્મળ આનંદતરંગ અંદરથી આવશે.
બહારનું તો અનાદિથી અજ્ઞાની માની બેઠો છે, પણ અંદરની મર્યાદા
નક્કી કરતો નથી, પરનું કરવું–ન કરવું, રાખવું રોકવું કોઈ આત્માના
અધિકારની વાત નથી. કેમકે કોઈનો કર્તા ત્રણકાળમાં થઈ શકતો નથી. જ્યાં
સુધી પરમાં કર્તાપણું માને છે ત્યાં સુધી સંયોગમાંથી અને પુણ્ય–પાપમાંથી
રુચિ બદલાવી શકતો નથી. બહારમાં અનુકૂળ–પ્રતિકૂળની કલ્પના કરી
અનુકૂળની આશા અને પ્રતિકૂળથી ભય માન્યા કરે છે. તેથી અંતરમાં સ્વતંત્ર
સ્વભાવને જોવા ધીરો થતો નથી. મારી ભૂલથી દુઃખ થાય. સમજણ કર્યે સુખ
થાય, એટલી મર્યાદા નક્કી કરે તો અંદરમાં જોવાની ધીરજ આવે. કામ–
ક્રોધાદિ, રાગ–દ્વેષ પુણ્ય–પાપના વિકલ્પો ક્ષણિક છે, તે મારો કાયમી સ્વભાવ
નથી, જો તે કાયમ રહેનાર હોય તો તેનો નાશ કદી ન થાય. પણ યથાર્થની–
વીતરાગતાની દ્રષ્ટિથી અંદર જ્ઞાનમાં સ્થિરતાનો
પુરુષાર્થ કરે તો રાગાદિ દોષ
ટળી શકે છે. રાગાદિ એના એ નથી રહેતા, ક્ષણે ક્ષણે નવી નવી અવસ્થાપણે
ઓછા વધતા થઈ પલટાય છે; તેટલો અને તે રૂપે મારો સ્વભાવ નથી. કારણ
કે તે દુઃખદાતા છે; અંતરમાં ધ્રુવસ્વભાવ
પડ્યો છે તે સુખદાતા છે; પરમાં તારું
કાર્ય ન થાય અને પરથી (–પરને કારણે) તારામાં કાર્ય ન થાય એમ નક્કી
કરવું જોઈએ.
પુણ્ય–પાપ દુઃખદાતા જાણી તેનો આશ્રય શ્રદ્ધામાંથી છોડ. તારો સહજ
જ્ઞાયક સ્વભાવ સદા પૂર્ણ ભર્યો છે; તેનો જ આશ્રય કરવા યોગ્ય છે.
જ્ઞાનીને પણ વીતરાગતા પૂર્ણ ન હોય ત્યાં લગી રાગ હોય, દયા, દાન,
પૂજા, યાત્રાદિના શુભભાવ પણ હોય, કોઈવાર અશુભ પણ હોય; બેઉ બંધનું
કારણ છે–એમ તે જાણે છે. સુખી થવું હોય તેણે અત્યારથી સાચી સમજણ
કરવી પડશે. જો અત્યારે સાચી શ્રદ્ધા અને ભેદજ્ઞાન નહિ કરે તો ચોરાશીના
અવતારમાં પરિભ્રમણ કરવું પડશે.
આ જાતના શ્રદ્ધાજ્ઞાનના પાયા પાકા ન કરે તો તેના ચોરાશીના રોણાં
નહિ મટે. ભગવાન તેં સાચું સાંભળ્‌યું નથી. દરેક આત્મામાં ભગવાનપણું
શક્તિરૂપે છે. તેની શ્રદ્ધા કરે, અભ્યાસ કરે, તો જ પ્રગટ દશામાં આવે.
ધર્મના નામે વાતો ઘણા કરે છે પણ જેમ કરિયાતાની કોથળી ઉપર
નામ લખ્યું હોય કે “બીકાનેરી સાકર” તેથી અંદર ભરેલાં કરિયાતા મીઠાં ન
થઈ જાય. તેમ બહારમાં નામ રાખે મહાત્મા, જ્ઞાની, ત્યાગી મુનિનું પણ
અંદરમાં મિથ્યારુચિ છોડે નહિં તો તેનો સંસાર કદી ટળે નહિ.
સર્વજ્ઞ કથિત છયે દ્રવ્યની સ્વતંત્રતા સ્વિકારે નહિં, બંધના કારણને
)

PDF/HTML Page 25 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ : ૨૩ :

ધર્મ માને અથવા ધર્મનું કારણ માને, શાસ્ત્રો વાંચી જાય, ધર્મના નામે અમુક
વાત કરે તેથી શું? મૂળ પ્રયોજનભૂત રકમમાં સત્ય અસત્યનો નિર્ધાર નથી તો
તેનું બધું મિથ્યા છે.
અહીં આચાર્યદેવ તો અનાદિના મિથ્યાત્વના ઝેર ઉતારવા અમૃત
પીરસે છે, કે પુણ્યપાપની રુચિ છોડી ત્રિકાળી નિર્મળ સ્વભાવને જો–તેમાં
રુચિ–પ્રિતીવંત થા, શુભઅશુભ રાગ હોવા છતાં રાગની પાછળ
સર્વરાગાદિ દોષનો નકાર કરનાર વિકારનો નાશક હું જ્ઞાતા જ છું એમ
સ્વાનુભવથી નિર્ણય કરે તેને તે જ ક્ષણથી સહજાનંદનો દાતા અમૃતમય
ધર્મ શરૂ થાય છે.




અહો! સર્વોત્કૃષ્ટ શાન્તરસમય સન્માર્ગ ––
અહો! તે સર્વોત્કૃષ્ટ શાન્તરસ પ્રધાનમાર્ગના મૂળ સર્વજ્ઞદેવ અહો!
તે સવોત્કૃષ્ટ શાન્તરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ
સદ્ગુરુદેવ–તમે આ વિશ્વમાં સર્વકાળ જયવંત વર્ત્તો! જયવંત વર્ત્તો!!
(શ્રીમદ્ દ’ જચંદ્ર)
વિશેષ સમાચાર
પૂજ્ય સત્પુરુષ ગુરુદેવશ્રી કાનજીસ્વામી સોનગઢથી ચૈત્ર વદી ૧૦,
તા. ૨૯–૪–૬૨ના રોજ રાજકોટ (સૌરાષ્ટ્ર) પધારશે. અને વૈશાખ સુદી
પાંચમ તા. ૭–પ–૬૨ સુધી રોકાવાના છે. રાજકોટમાં શ્રી દિ. જિનમંદિર
પાસે શ્રી મોહનલાલ કાનજી ઘીયા સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે.
તથા વૈશાખ શુદ ૨ ને દિવસે પૂજ્ય ગુરુદેવશ્રીની ૭૩મી જન્મજયંતિ
મહોત્સવ થશે. આવા ઉત્તમ અવસર પર ધર્મ જિજ્ઞાસુઓને ધર્મ શ્રવણનો
લાભ લેવા વિનંતિ છે.

PDF/HTML Page 26 of 48
single page version

background image
: ૨૪ : વૈશાખ : ૨૪૮૮
જૈન તત્ત્વ મીમાંસા
વિષય––પ્રવેશ
(ગતાંક નં. ૨૧૬થી ચાલુ)
[આગળના લેખનું અનુસંધાન–૨૨–આ રીતે આગમમાં ઉપચરિત
કથન કેટલા પ્રકારે કરવામાં આવ્યા છે અને તે ત્યાં કયા આશયથી
કરવામાં આવ્યા છે એનો વિચાર કરીને હવે અનુપચરિત કથનની
સંક્ષેપમાં મીમાંસા કરીએ છીએ.)
૨૨–એ તો સ્પષ્ટ વાત છે કે પ્રત્યેક દ્રવ્ય પરિણમનસ્વભાવ છે તેથી
તે પોતાના આ પરિણમન સ્વભાવને લીધે જ પરિણમન કરે છે. બીજું
કોઈ પરિણમન કરાવે ત્યારે તે કરે નહિ તો ન કરે એમ નથી. કાર્ય–કારણ
પરમ્પરામાં આ
સિદ્ધાંત પરમાર્થભૂત અર્થનો પ્રતિપાદક છે. તેથી આ સાર
ફલિત થાય છે–
(૧) આ જીવ પોતાના જ કારણે સ્વયં સંસારી બન્યો છે અને
પોતાના જ કારણે મુક્ત થશે તેથી યથાર્થરૂપે કાર્યકારણભાવ એક જ દ્રવ્યમાં
ઘટે છે. નયચક્રમાં કહ્યું પણ છે–
बंधे च मोक्ख हेउ अण्णो ववहारदो य णायव्वो।
णिच्छबदो पुण जीवो भणिओ खलुं सव्वदरसीहिं।। २३५।।
વ્યવહારથી (ઉપચારથી) બંધ અને મોક્ષનો હેતુ અન્ય પદાર્થ
(નિમિત્ત) ને જાણવા જોઈએ. પણ નિશ્ચય (પરમાર્થ) થી આ જીવ સ્વયં
બંધનો હેતુ છે અને આ જ જીવ સ્વયં મોક્ષનો હેતુ છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે.
૨૩પ.
(૨) જે સ્વયં કાર્યરૂપે પરિણમે છે તે કર્તા છે અને કાર્ય એનું કર્મ છે.
કરણ, સમ્પ્રદાન, અપાદાન અને અધિકરણના વિષયમાં પણ એ જ રીતે જાણી
લેવું જોઈએ.

PDF/HTML Page 27 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ : ૨પ :
(૩) પ્રત્યેક દ્રવ્યની પોતાની પ્રત્યેક સમયની પર્યાય પોતાના
પરિણમન સ્વભાવને કારણે ક્રમનિયમિત જ થાય છે. નિમિત્ત સ્વયં વ્યવહાર
હેતુ છે, તેથી તેનાથી તે આગળ પાછળ કરી શકાય એમ નથી. ઉપાદાનને
ગૌણ કરીને ઉપચારના હેતુથી તેમાં આગળપાછળ થવાનું ઉપચાર કથન કરવું
એ બીજી વાત છે.
(૪) પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. એમાં તેના ગુણ અને પર્યાય પણ તેવી
જ રીતે સ્વતંત્ર છે. એ કથન આવી જ જાય છે. તેથી વિવક્ષિત કોઈ એક દ્રવ્ય
અથવા તેના ગુણો અને પર્યાયોનો બીજા દ્રવ્ય અથવા તેના ગુણો અને પર્યાયો
બીજા દ્રવ્યના સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એ પરમાર્થ સત્ય છે. તેથી
એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે જે સંયોગસંબંધ અથવા આધાર–આધેયભાવ
આદિ કલ્પવામાં આવે છે તેને અપરમાર્થ ભૂત જ જાણવો જોઈએ.
આ વિષયને સ્પષ્ટ કરવા માટે વાટકામાં રાખેલું ઘી લ્યો. અમે પૂછીએ
છીએ કે ઘીનો પરમાર્થભૂત આધાર કોણ છે? વાટકો છે કે ઘી? તમે કહેશો કે
ઘીની જેમ વાટકો પણ છે તો અમે પૂછીએ છીએ કે વાટકાને ઊંધો વાળતાં તે
પડી કેમ જાય છે? ‘જે જેનો વાસ્તવિક આધાર હોય છે તેનો તે કદી પણ
ત્યાગ કરે નહિ.’ આ
સિદ્ધાંત પ્રમાણે જો વાટકો પણ ઘીનો વાસ્તવિક આધાર
હોય તો તેણે ઘીનો કદી પણ ત્યાગ કરવો ન જોઈએ. પરંતુ વાટકો ઊંધો
વાળતા ઘી વાટકાને છોડી જ દે છે. તેથી જણાય છે કે વાટકો ઘીનો વાસ્તવિક
આધાર નથી. તેનો વાસ્તવિક આધાર તો ઘી જ છે, કેમકે તેને કદીપણ છોડતું
નથી. તે વાટકામાં રહે, કે જમીન ઉપર રહે કે ઉડીને હવામાં અદ્રશ્ય થઈ જાય
પણ તે સદા ઘીજ રહેશે. અહીં આ દ્રષ્ટાંત ઘીરૂપ પર્યાયને દ્રવ્ય માનીને
આપવામાં આવ્યું છે. તેથી ઘીરૂપ પર્યાય બદલતાં તે બદલી જાય છે એ કથન
અહીં લાગુ પડતું નથી. આ એક દ્રષ્ટાંત છે તેવી જ રીતે કલ્પિત જેટલા કોઈ
સંબંધ છે તે બધાના વિષયમાં આ જ દ્રષ્ટિબિંદુથી વિચાર કરવો જોઈએ. સ્પષ્ટ
છે કે માનવામાં આવતાં સંબંધોમાં એક માત્ર તાદાત્મ્ય સંબંધ પરમાર્થભૂત છે.
એ સિવાય નિમિત્તાદિની દ્રષ્ટિથી બીજા જેટલા સંબંધ કલ્પવામાં આવ્યા છે તેને
ઉપચરિત હોવાથી અપરમાર્થભૂત જ જાણવા જોઈએ. આમ કરવાથી
વ્યવહારનો લોપ થઈ જશે એમ માનીને ઘણા વિદ્વાનો આવા કલ્પિત સંબંધોને
પરમાર્થભૂત માનવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એ જ એમની સૌથી મોટી ભૂલ છ
કેમકે એ ભૂલ સુધારતાં જો એમના વ્યવહારનો લોપ થઈને પરમાર્થની પ્રાપ્તિ
થાય તો સારૂં જ છે. આવા વ્યવહારનો લોપ કોને ઈષ્ટ ન હોય? આ સંસારી
જીવને સ્વયં નિશ્ચયરૂપ બનવા માટે પોતામાં અનાદિકાળથી ચાલ્યા આવતા
આ અજ્ઞાનમૂલક વ્યવહારનો લોપ તો કરવાનો જ છે. એને બીજું કરવાનું જ
શું છે? વાસ્તવિક રીતે જોવામાં આવે તો એ જ

PDF/HTML Page 28 of 48
single page version

background image
એનો પરમ (સમ્યક્) પુરુષાર્થ છે. તેથી વ્યવહારનો લોપ થઈ જશે એ
ભ્રાન્તિથી પરમાર્થથી દૂર રહીને વ્યવહારને જ પુરુષાર્થરૂપ સમજવાની ચેષ્ટા
કરવી યોગ્ય નથી.
(પ) જીવની સંસાર અને મુક્ત અવસ્થા છે અને તે વાસ્તવિક છે
એમાં શંકા નથી. પણ એ આધારે કર્મ અને આત્માના સંયોગ સંબંધને
વાસ્તવિક માનવો યોગ્ય નથી. જીવનો સંસાર એની પર્યાયમાં જ છે અને
મુક્તિ પણ એની જ પર્યાયમાં છે. એ વાસ્તવિક છે અને કર્મ તથા આત્માનો
સંયોગ સંબંધ ઉપચરિત છે.
૨૩–સંયોગસંબંધ એ શબ્દ પોતે જ જીવ અને કર્મ જુદા જુદા હોવાનું
કહે છે. તેથી યથાર્થ અર્થનું કથન કરતાં શાસ્ત્રકારોએ એ વચન કહ્યું છે કે જે
વખતે આત્મા અશુભભાવરૂપે પરિણમે છે તે વખતે તે સ્વયં શુભ છે, જે વખતે
સ્વયં અશુભભાવરૂપે પરિણમે છે તે વખતે તે સ્વયં અશુભ છે અને જે વખતે
શુદ્ધભાવરૂપે પરિણમે છે તે વખતે તે સ્વયં શુદ્ધ છે. આ કથન એક જ દ્રવ્યના
આશ્રયે કર્યું છે, બે દ્રવ્યના આશ્રયે નહિ તેથી પરમાર્થભૂત છે અને કર્મોને
કારણે જીવ શુભ કે અશુભ થાય છે અને કર્મોનો અભાવ થતાં શુદ્ધ થાય છે એ
કથન ઉપચરિત હોવાથી અપરમાર્થભૂત છે કેમકે જ્યારે આ બંને દ્રવ્ય સ્વતંત્ર
છે અને એક દ્રવ્યના ગુણધર્મનું બીજા દ્રવ્યમાં સંક્રમણ થતું નથી તો પછી એક
દ્રવ્યમાં બીજા દ્રવ્યના કારણરૂપ ગુણ અને બીજા દ્રવ્યમાં તેના કર્મરૂપ ગુણ કેવી
રીતે રહી શકે અર્થાત્ રહી શકે નહિ. આ કથન થોડું સૂક્ષ્મ તો છે. પરંતુ
વસ્તુસ્થિતિ એ જ છે. આ વિષય સ્પષ્ટ કરવા માટે અમે તત્ત્વાર્થસૂત્રનું એક
વચન ઉદ્ધૃત કરીશું. તત્ત્વાર્થસૂત્રના ૧૦મા અધ્યાયની શરૂઆતમાં કેવળજ્ઞાનની
ઉત્પતિ કેવી રીતે થાય છે એનો નિર્દેશ કરતાં કહ્યું છે–
मोहक्षयाज्ज्ञानदर्श नावरणान्तरायक्षयाच्च केवलम्।। १०–१।।
મોહનીય કર્મના ક્ષયથી તથા જ્ઞાનાવરણ–દર્શનાવરણ અને અંતરાય
કર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે. ૧૦–૧.
૨૪–અહીં કેવળજ્ઞાનની ઉત્પત્તિનો હેતુ કોણ છે એનો નિર્દેશ કરતાં
બતાવ્યું છે કે તે મોહનીય કર્મના ક્ષય થયા પછી જ્ઞાનાવરણાદિ ત્રણ કર્મોના
ક્ષયથી થાય છે. અહીં ક્ષયનો અર્થ પ્રધ્વંસાભાવ અત્યંતાભાવ નહીં કેમકે
કોઈપણ દ્રવ્યનો પર્યાયરૂપે જ નાશ થાય છે, દ્રવ્યરૂપે નહીં. હવે વિચાર કરો કે
જ્ઞાનાવરણાદિરૂપ જે કર્મપર્યાય છે તેના નાશથી તેની અકર્મરૂપ ઉત્તર પર્યાય
પ્રગટ થશે કે જીવની કેવળજ્ઞાન પર્યાય પ્રગટ થશે. એક વાત બીજી છે તે એ કે
જે સમયે કેવળજ્ઞાન પર્યાય પ્રગટ થાય છે તે સમયે તો જ્ઞાનાવરણાદિ કર્મોનો

PDF/HTML Page 29 of 48
single page version

background image
અભાવ જ છે અને અભાવને કાર્યની ઉપ્તત્તિમાં કારણ માની શકાતું નથી. જો
અભાવને પણ કાર્યની ઉત્પતિમાં કારણ માનવામાં આવે તો ગધેડાના
શિંગડાને અથવા આકાશના ફૂલને પણ કાર્યની ઉપ્તત્તિમાં કારણ માનવું પડે.
જો એમ કહો કે અહીં અભાવનેસર્વથા અભાવ તરીકે લીધો નથી પરંતુ
ભાવાન્તર સ્વભાવ અભાવ તરીકે લીધો છે તો અમે પૂછીએ છીએ કે અન્ય
ભાવના સ્વભાવરૂપ અભાવ શું વસ્તુ છે? તેનો નામ નિર્દેશ કરવો જોઈએ. જો
કહો કે અહીં અન્ય ભાવના સ્વભાવરૂપ અભાવ જ્ઞાનાવરણાદિ કર્મોની
અકર્મરૂપ ઉત્તર પર્યાયને ગણવામાં આવેલ છે તો અમે પૂછીએ છીએ કે એ
આપ કયા આધારે કહો છો? ઉક્ત સૂત્રમાંથી તો એવો અર્થ ફલિત થતો નથી
માટે તેને નિમિત્ત કથનની મુખ્યતાવાળું વચન ન માનતાં હેતુ કથનની
મુખ્યતાવાળું વચન માનવું જોઈએ. સ્પષ્ટ છે કે અહીં જીવની કેવળજ્ઞાન પર્યાય
પ્રગટ થવાનો જે મુખ્ય હેતુ ઉપાદાન કારણ છે તેને તો ગૌણ કરવામાં આવ્યું
છે અને જે જ્ઞાનની મતિજ્ઞાન આદિ પર્યાયોના ઉપચરિત હેતુ હતો તેના
અભાવને હેતુ બનાવીને તેની મુખ્યતાથી આ કથન કરવામાં આવ્યું છે.
૨પ–અહીં બતાવવાનું તો એ છે કે જ્યારે કેવળજ્ઞાન પોતાના
ઉપાદાનના લક્ષ્યથી પ્રગટ થાય છે ત્યારે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ ઉપચરિત
હેતુનો સર્વથા અભાવ રહે છે.
પરંતુ એને (અભાવને) હેતુ બનાવીને એમ
કહ્યું છે કે જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ
વ્યાખ્યાનની પદ્ધતિ છે–જેનું શાસ્ત્રોમાં પદે પદે દર્શન થાય છે. પરંતુ યથાર્થ
વાત સમજ્યા વિના એને જ કોઈ યથાર્થ માનવા લાગે તો તેને શું કહેવું? એ
તો અમે માનીએ છીએ કે વ્યવહારની મુખ્યતાથી કથન કરનારા જેટલા કોઈ
શાસ્ત્રો છે તેમાં ઘણું કરીને ઉપાદાનને ગૌણ કરીને,
ક્્યાંક નિમિત્તની
મુખ્યતાથી કથન કર્યું છે કયાંક લૌકિક વ્યવહારની મુખ્યતાથી કથન કર્યું છે
અને કયાંક અન્ય પ્રકારે કથન કર્યું છે. પણ એવા કથનનું પ્રયોજન શું છે તે તો
સમજે નહિ અને તેને જ યથાર્થ કથન માનીને શ્રદ્ધા કરવા મંડે તો તેની એ
શ્રદ્ધાને યથાર્થ કહેવી
ક્્યાં સુધી ઉચિત છે એનો વિચાર વિચક્ષણ પુરુષ પોતે જ
કરે. વાસ્તવમાં નિમિત્ત એ ઉપચરિત હેતુ છે, મુખ્ય હેતુ નથી. મુખ્ય હેતુ તો
બધે પોતાનું ઉપાદાન જ હોય છે કેમકે કાર્યની ઉત્પતિ તેનાથી જ થાય છે.
છતાં પણ તે બાહ્ય હેતુ (ઉપચરિત હેતુ) હોવાથી તેના વડે સુગમતાથી
ઈષ્ટાર્થનું જ્ઞાન થઈ જાય છે તેથી આગમમાં અને દર્શનશાસ્ત્રમાં મોટા
પ્રમાણમાં તેની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. તેથી જ્યાં જે દ્રષ્ટિકોણથી
કથન કર્યું હોય તેને સમજીને જ તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ.
૨૬–આ ઉપચરિત અને અનુપચરિત કથનના કેટલાક દાખલા છે જે
ગૌણમુખ્ય ભાવથી પ્રયોજન પ્રમાણે શાસ્ત્રોમાં સ્વીકારવામાં આવ્યા છે.
દાખલા તરીકે જે દર્શનશાસ્ત્રના ગ્રન્થ છે તેમની રચ–

PDF/HTML Page 30 of 48
single page version

background image
: ૨૮ : વૈશાખ : ૨૪૮૮
નાનું પ્રયોજન જ જુદું છે તેથી ત્યાં મોક્ષમાર્ગની દ્રષ્ટિએ માત્ર સ્વસમયના
પ્રતિપાદનની મુખ્યતા ન હોતાં સ્વસમયની સાથે પર સમયની પણ સમાન
ભાવે મીમાંસા કરવામાં આવી છે. ફળસ્વરૂપ તેમાં
ક્્યાંક તો ઉપચરિત અર્થની
મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. ક્્યાંક અનુપચરિત અર્થની મુખ્યતાથી
કથન કરવામાં આવ્યું છે અને ક્્યાંક ઉપચરિત અને અનુપચરિત બન્ને
અર્થોની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. પરંતુ સાક્ષાત્ મોક્ષમાર્ગની
દ્રષ્ટિએ સ્વસમયનું વિવેચન કરનાર જે અધ્યાત્મશાસ્ત્રના ગ્રન્થો છે તેમની
સ્થિતિ તેનાથી જુદી છે.
જો વિચારપૂર્વક જોવામાં આવે તો એની રચનાનું
પ્રયોજન જ જુદું છે. એનાથી પ્રત્યેક જીવને પોતાની તે શક્તિનું જ્ઞાન
કરાવવામાં આવ્યું છે જે તેની સંસાર અને મુક્ત અવસ્થાનો મુખ્ય હેતુ છે.
કારણ કે
જ્યાંંસુધી આ જીવને પોતાની ઉપાદાનશક્તિનું બરાબર રીતે જ્ઞાન
થતું નથી અને તે નિમિત્તોને છોડવા કે મેળવવામાં લાગ્યો રહે છે ત્યાંસુધી તેનું
સંસારના બંધનથી છૂટવાનું તો દૂર રહ્યું પણ તે મોક્ષમાર્ગને પાત્ર પણ થઈ
શકતો નથી. માટે એ શાસ્ત્રોમાં હેય ઉપાદાનનું જ્ઞાન કરાવવા માટે ઉપચરિત
કથનને અને ભેદરૂપ વ્યવહારને ગૌણ કરીને અનુપચરિત (નિશ્ચય) કથનને
મુખ્યતા આપવામાં આવી છે અને તેના વડે નિશ્ચયસ્વરૂપ આત્માનું જ્ઞાન
કરાવીને એક માત્ર તેનો જ આશ્રય લેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
૧. જુઓ મૂળાચાર સમયસાર અધિકારની પ્રારંભની ઉત્થાનિકા.
૨૭–એ તો સુનિશ્ચિત (નક્કી) વાત છે કે જેટલો કોઈ વ્યવહાર છે તે
પરાશ્રિત હોવાથી હેય છે, કારણ કે આ જીવે અનાદિકાળથી પોતાની
ઉપાદાનની સંભાળ કર્યા વિના પરનો આશ્રય લીધો છે માટે સંસારને પાત્ર
બન્યો છે. હવે એને જેમાં પરાશ્રયપણાનો અંશ પણ નથી એવું પોતાનું
સ્વાશ્રયપણું પોતાની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રવડે પોતામાં જ પ્રગટ કરવાનું છે
ત્યારે જ અધ્યાત્મવૃત્ત (આત્માચરણવાળો) થઈને મોક્ષનો પાત્ર બની શકશે,
એ વાત બરાબર છે કે શરૂઆતની અવસ્થામાં આવા જીવને પોતાની
પર્યાયમાંથી પરાશ્રયપણું સર્વથા છુટી જાય એમ નથી કેમકે તેનામાં
પરાશ્રયપણાની અંતીમ પરિસમાપ્તિ વિકલ્પજ્ઞાન નિવૃત્ત થતાં જ થાય છે. છતાં
પણ સૌથી પહેલાં આ જીવ પોતાની શ્રદ્ધાથી પરાશ્રયપણાનો ત્યાગ કરે છે,
ત્યાર પછી તે ચારિત્ર અંગિકાર કરતો વિકલ્પજ્ઞાનથી નિવૃત્ત થઈને ક્રમેક્રમે
નિર્વિકલ્પ સમાધિદશામાં પરિણમી જાય છે. જીવની આ સ્વાશ્રયવૃત્તિ પોતાની
શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રમાં કેવી રીતે ઉદય પામે છે તેનો નિર્દેશ કરતાં છ
ઢાળામાં કહ્યું પણ છે–

PDF/HTML Page 31 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ : ૨૯ :
जिन परम पैनी सुबुधि छैनी डार अन्तर भेदिया।
वरण
ािद अरु रागादितैं निजभावको न्यारा किया।।
निजमांहि निजके हेत निजकरि आपकौ आपे गह्यौ।
गुण गुणी ज्ञाता ज्ञान ज्ञेय मझार कछु भेद न रह्यो।।

૨૮–આ છંદમાં સૌથી પહેલાં ઉત્તમબુદ્ધિરૂપી છીણીવડે અંતરને ભેદી
વર્ણાદિક અને રાગાદિકથી નિજભાવ (જ્ઞાયક સ્વભાવ આત્મા) ને જુદા
કરવાનો જે ઉપદેશ આપવામાં આવ્યો છે અને ત્યાર પછી જે નિજભાવ છે
તેને પોતામાં જ, પોતાવડે, પોતામાટે ગ્રહણ કરીને આ ગુણ છે. આ ગુણી છે,
આ જ્ઞાતા છે, આ જ્ઞાન છે અને આ જ્ઞેય છે ઈત્યાદિ વિકલ્પોથી નિવૃત્ત થવાનો
જે ઉપદેશ આપવામાં આવ્યો છે તેથી આ કથનવડે પણ તે જ સ્વાશ્રયપણાનો
નિર્દેશ કરવામાં આવ્યો છે જેનો અમે પહેલાં ઉલ્લેખ કરેલો છે. એથી બતાવ્યું
છે કે સૌ પહેલાં આ જીવને એ જાણી લેવું જરૂરી છે કે વર્ણાદિકનું આશ્રયભૂત
પુદ્ગલદ્રવ્ય ભિન્ન છે અને જ્ઞાયકસ્વભાવ આત્મા ભિન્ન છે. પરંતુ તેનું આ
જાણવું ત્યારે પરિપૂર્ણ ગણાય જ્યારે પરને નિમિત્ત માનીને થતાં રાગાદિ
ભાવોમાં પણ તેની પરબુદ્ધિ થઈ જાય તેથી આ જીવને આ રાગાદિભાવ
જ્ઞાયકસ્વભાવઆત્માથી ભિન્ન છે એ જાણી લેવું પણ જરૂરી છે. હવે સમજો કે
કોઈ જીવે એ જાણી પણ લીધું કે મારો જ્ઞાયકસ્વભાવ આત્મા આ વર્ણાદિકથી
અને રાગાદિક ભાવોથી ભિન્ન છે તોપણ તેનું એટલું જાણવું પૂરતું માની શકાતું
નથી કારણ કે જ્યાંસુધી આ જીવને એવી બુદ્ધિ રહ્યા કરે છે કે પ્રત્યેક કાર્યની
ઉત્પત્તિ નિમિત્તથી થાય છે, તો ત્યાંસુધી તેના જીવનમાં નિમિત્તનું અર્થાત્
પરના આશ્રયનું જ બળ રહ્યા કરવાથી તેણે પરાશ્રયવૃત્તિનો ત્યાગ કર્યો એમ
કહી શકાતું નથી. માટે અહીં એમ સમજવું જોઈએ કે જે વર્ણાદિક અને
રાગાદિકથી પોતાના જ્ઞાયક સ્વભાવ આત્માને ભિન્ન જાણે છે તે એ પણ જાણે
છે કે પ્રત્યેક દ્રવ્યની પ્રતિ સમયની પર્યાય નિમિત્તથી ઉપ્તન્ન ન થતાં પોતાના
ઉપાદાનથી ઉપ્તન્ન થાય છે. જો કે અહીં પ્રશ્ન થાય છે કે જ્યારે પ્રત્યેક દ્રવ્યની
પ્રત્યેક સમયની પર્યાય નિમિત્તથી ઉત્પન્ન ન થતાં પોતાના ઉપાદાનથી જ
ઉત્પન્ન થાય છે તો પછી રાગાદિભાવ પરના આશ્રયથી ઉપ્તન્ન થાય છે એમ કેમ
કહેવામાં આવે છે? સમાધાન એ છે કે રાગાદિ ભાવોની ઉત્પત્તિ પોતાના
ઉપાદાનથી જ થાય છે, નિમિત્તોથી ત્રણ કાળમાં થતી નથી. કેમ કે અન્ય
દ્રવ્યમાં તેનાથી ભિન્ન અન્ય દ્રવ્યનું કાર્ય કરવાની શક્તિ જ હોતી નથી. છતાં
પણ રાગાદિભાવ પરના આશ્રયથી ઉત્પન્ન થાય છે એ પર તરફનો ઝૂકાવરૂપ
દોષ બતાવવાને માટે જ કહેવામાં આવે છે. તે પરથી ઉત્પન્ન થાય છે માટે નહિ.
૨૯–સ્વપરની એકત્વબુદ્ધિરૂપ મિથ્યા માન્યતાને કારણે જ આ જીવ
સંસારી બની રહ્યો છે.

PDF/HTML Page 32 of 48
single page version

background image
જીવ અને શરીરમાં એકત્વબુદ્ધિનું મુખ્ય કારણ પણ એ જ છે. આ જીવને સૌથી
પહેલાં આ મિથ્યા માન્યતાનો જ ત્યાગ કરવાનો છે. એનો ત્યાગ થતાં જ તે
જિનેશ્વરનો લઘુનંદન બની જાય છે. જેના પરિણામે તેની ભવિષ્યની
સ્વાતંત્ર્યમાર્ગની પ્રક્રિયા સહેલી બની જાય છે. માટે જૈનદર્શન અથવા
વ્યવહારનયની મુખ્યતાથી કથન કરનારા શાસ્ત્રોની કથન શૈલીથી
અધ્યાત્મશાસ્ત્રોની કથન શૈલીમાં જે દ્રષ્ટિભેદ છે તેને સમજીને જ પ્રત્યેક
મુમુક્ષુએ એનું વ્યાખ્યાન કરવું જોઈએ. લોકમાં જેટલી જાતના ઉપદેશ મળે છે
તે સ્વમત અનુસાર કઈ રીતે સંગત છે એ બતાવવું તે જૈનદર્શનનું મુખ્ય
પ્રયોજન છે તેથી તેમાં કયું ઉપચરિત કથન છે અને કયું અનુપચરિત કથન છે
એવો ભેદ કર્યા વિના નય–પ્રમાણ દ્રષ્ટિથી બન્નેનો સ્વીકાર કરવામાં આવ્યો
છે. પણ અધ્યાત્મશાસ્ત્રના કથનનું મુખ્ય પ્રયોજન જીવને સ્વ–પરનો વિવેક
કરાવીને સંસાર બંધનથી છોડાવનારો
સાક્ષાત્ ઉપાય બતાવવાનું છે. તેથી
તેમાં ઉપચરિત કથનને ગૌણ કરીને અનુપચરિત કથનને જ મુખ્યતા
આપવામાં આવી છે. આ રીતે તીર્થંકરોની સમગ્ર વાણી ઉપચરિત કથન અને
અનુપચરિત કથન એ બે ભાગોમાં કેવી રીતે વિભાજિત છે તેની વિષય
પ્રવેશની દ્રષ્ટિએ સંક્ષેપમાં મીમાંસા કરી.







ચક્રવર્તીની સમસ્ત સંપત્તિથી પણ જેનો માત્ર એક સમય પણ
વિશેષ મૂલ્યવાન્ છે એવો આ મનૃષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવો
યોગ સંપ્રાપ્ત થવા છતાં પણ જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન
રાખ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠીત એવા આત્માને અનંતવાર
ધિક્કાર હો.
જેણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો.
(શ્રીમદ્ રાજચંદ્ર)

PDF/HTML Page 33 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ : ૩૧ :
આત્મા ઈન્દ્રિય ગ્રાહ્ય નથી તે
અંતર્મુખ જ્ઞાનથી જાણાય એવો છે.
[રાજકોટ શહેરમાં નિયમસાર ગાથા ૩૮ ઉપર પૂજ્ય
ગુરુદેવનું પ્રવચન]
(તા. ૧૨–૨–૬૧. શનિવાર)
૧. આ આત્મતત્ત્વ દેહથી, વાણીથી ભિન્ન નિત્યાનંદ શુદ્ધ છે, તેને ભૂલીને
પુણ્ય–પાપ તથા દેહમાં અજ્ઞાની પોતાપણું–કર્તાપણું માને છે. તેથી તેને શુદ્ધભાવનો
અનુભવ નથી, તે દુઃખ જ વેદે છે; માટે સુખી થવું હોય તેણે પ્રથમ દેહથી અને
રાગાદિથી ભિન્ન હું ચૈતન્ય છું એવી પ્રતીતિ કરવી જોઈએ. આત્મા સદાય પરિપૂર્ણ
જ્ઞાન–આનંદ–શક્તિવાળો છે; તેને ઓળખી, અંદર સ્થિરતાના બળવડે જેમણે
પૂર્ણશક્તિ પ્રગટ કરી, તેમણે (રાગના આલંબન વિના–ઈચ્છાવિના, પૂર્ણ જ્ઞાનદ્વારા
જગતના સર્વે પદાર્થોને જાણ્યા, અને કહ્યું કે–એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાનમય આત્મા
છે, તે દેહાદિથી ભિન્ન છે, તેને રુચિમાં લઈ તેની શ્રદ્ધા–તેનું જ્ઞાન અને તેનો અનુભવ
જે કરશે તે જ સુખી થશે.
૨. અંદરમાં વિચારશક્તિ જ્ઞાન છે. ૧૦૦ વર્ષની આયુવાળો મનુષ્ય ૯૦
વર્ષની વાતો ક્ષણમાં જ યાદ કરી શકે છે એવી તાકાત દરેક ક્ષણે છે; તે જ્ઞાનને
પોતાનાં ત્રિકાળીજ્ઞાનસ્વભાવ તરફ વાળી, પોતે પોતાના સ્વદ્રવ્યનો–(ધ્રુવજ્ઞાયક
સ્વભાવનો) આશ્રય કરે અને તેમાં લીનતા કરે તો ત્રણકાળ–ત્રણલોકના સમસ્ત
પદાર્થોને એક સમયમાં જાણવાની જે પોતામાં તાકાત છે તે પ્રગટ થાય છે.
૩. વર્તમાન મતિ–શ્રુતજ્ઞાન છે તે દ્વારા પૂર્વના ઘણાભવનું જ્ઞાન થાય છે, એમ
પૂર્વભવને યાદ કરનારા આ કાળે પણ છે. પણ તે અપૂર્વ નથી. પરંતુ શુદ્ધ જ્ઞાનાનંદ
સ્વભાવી આત્માને જાણવો તે અપૂર્વ છે અને તે જ હિતનું કારણ છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–“જીવદ્રવ્ય એક અખંડ–સંપૂર્ણ હોવાથી તેનું
જ્ઞાનસામર્થ્ય પણ સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય.” તેમણે
યથાર્થ અનુભવ દ્વારા, અંતરના કપાટ ખોલી આત્મસાક્ષાત્કાર કરેલ; તેથી સહજ
આત્માના વેદનદ્વારા આવા સુંદર ટુકડાની નોંધ કરેલી હતી.
૪. અંતરમાં રમે તે સર્વજ્ઞપદને પામે છે. મોક્ષમાર્ગ કેમ પ્રગટે–દુઃખથી છૂટકારો

PDF/HTML Page 34 of 48
single page version

background image
: ૩૨ : વૈશાખ : ૨૪૮૮

કેમ થાય? તેનો વિચાર કરતાં મોક્ષમાળા નામે ગ્રંથમાં તેમણે કાવ્ય લખ્યું છે
કે–‘એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.’ પુણ્ય–પાપ અને દેહાદિની
એકતા–બુદ્ધિની બેડીમાં પરાધીન, દુઃખી થઈ રહ્યો છો તો હવે અંતરના
ભાનદ્વારા તે બેડીને તોડી નિર્દોષ સુખ લે, એમ તેઓ કહે છે. તેઓ
ગૃહસ્થદશામાં રહ્યા છતાં ગૃહસ્થદશાની રુચિ રહિત ત્રિકાળી જ્ઞાનભાવમાં દ્રષ્ટિ
રાખીને સાધકપણાને સાધતા હતા.
પ. હવે અહીં આચાર્યદેવ કહે છે કે મોક્ષ અને મોક્ષના ઉપાયનું કારણ
કારણપરમાત્મા ધ્રુવ વસ્તુ છે. તે ઔદયિક, ઔપશમિકાદિ ચાર ભાવના લક્ષે
જણાય એવો નથી. પણ ત્રિકાળએકરૂપ કારણ સ્વભાવ શક્તિપણે છે તેની
ઉપર દ્રષ્ટિ અને એકાગ્રતા કરવાથી શુદ્ધિનો અંશ અને પૂર્ણતા પ્રગટ થાય છે–
એમ પીપરમાં પૂર્ણ તીખાશની શક્તિ પડી છે તે કારણસ્વભાવ અને તે
ઘૂંટવાથી પ્રગટ થાય તે કાર્ય કહેવાય, તેમ આત્મામાં ત્રિકાળી ધ્રુવ શક્તિરૂપ
શુદ્ધસ્વભાવ છે તેને કારણ પરમાત્મા, કારણ શુદ્ધ જીવ, અંતઃતત્ત્વ અથવા
શુદ્ધભાવ કહેવામાં આવે છે. (તેમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ નોકર્મ તો નથી પણ
ઔદયિકાદિ ચાર ભાવ પણ નથી.)
૬. પ્રભુ! તારી પ્રભુતા અંદર ભરી છે, ત્યાં નજર કર. સર્વજ્ઞ પરમાત્મા
થયા તે કહે છે કે તું પણ મારી જાતનો છો, જેમ દશાશ્રીમાળી નાતમાં
જમણવાર હોય તે નાતનો ગરીબ માણસ જમવામાં મોટા શ્રીમંતની જોડે જ
બેસી શકે છે; તેમ પરમાત્મા કહે છે કે તું મારી સમાન–મારી નાતજાતનો છો,
માત્ર વર્તમાન દશામાં ફેર છે. ત્રિકાળી સ્વભાવમાં જરાય ફેર નથી, તેથી
વર્તમાન અંશની રુચિ છોડી ત્રિકાળી પૂર્ણસ્વભાવ તારામાં ભર્યો છે તેમાં જ
રુચિકરદ્રષ્ટિ છે. આવા પોતાના કારણપરમાત્મામાં દ્રષ્ટિ દેવાથી જ
સમ્યગ્દર્શન
પ્રગટ થાય છે. વર્તમાન પર્યાયમાં પુણ્ય–પાપની વૃત્તિ થતી દેખાય છે પણ તે
રૂપે જ્ઞાયકભાવ થઈ જતો નથી. વિકારી લાગણી ક્ષણે–ક્ષણે જ્ઞાનીને ટળતી
જાય છે. ‘જે ટળે તે તારું સ્વરૂપ નહિ.’ એ સિદ્ધાંત છે.
૭. શાંતિ, સ્વતંત્રતા, અતીન્દ્રિય આનંદનો રાહ (ઉપાય–રસ્તો) તને
મળેલ નથી તેથી તું સંયોગ અને પુણ્યની રુચિમાં અટવાણો છો અને તે કારણે
જ અંતરની વસ્તુ શું છે તેની સૂઝ પડતી નથી. ભગવાનશ્રી કુન્દકુન્દાચાર્યે
કરુણા કરી અંતરનો માર્ગ ખુલ્લો કરી બતાવ્યો છે. તેમનાં રચેલાં શ્રી
સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રોની સર્વોત્તમ ટીકા હજાર
વર્ષ પહેલાં થઈ ગયેલા શ્રી અમૃતચંદ્રાચાર્યે કરી છે.
૮. શ્રી કુન્દકુન્દાચાર્ય બે હજાર વર્ષ પૂર્વે થયા. તેઓ સર્વજ્ઞ ભગવાને
કહેલાં આત્મતત્ત્વોનો અનુભવ કરતાં, આત્માની શાન્તિમાં. (અતીન્દ્રિય
આનંદની રમણતામાં) ઝૂલતા–(લીન રહેતા) હતા. મદ્રાસ પાસે ૮૦ માઈલ
દૂર પોન્નુરહિલ નામે સુંદર ટેકરી છે, ત્યાં

PDF/HTML Page 35 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ : ૩૩ :

તેમનાં ચરણચિહ્ન છે. આસપાસમાં જૈનોની ઘણી સંખ્યા છે. ત્યાંથી નજીકના
એક ગામના મઠમાં બાવાજી રહે છે તેને ત્યાં પ્રાચીન લેખ છે કે કુન્દકુન્દાચાર્ય
મહાન સમર્થ જ્ઞાની અને આકાશગમનની ઋદ્ધિવાળા દિગમ્બર મુનિ હતા.
અન્ય સ્થળે જૂના શિલાલેખો ઘણા છે તેમાં શ્રી કુન્દકુન્દાચાર્ય અને તેમને
જમીનથી અદ્ધર ગમનની ઋદ્ધિનો ઉલ્લેખ મળી આવે છે.
૯. દક્ષિણ યાત્રા વખતે ત્યાંના જાણકાર પંડિતો કહેતા હતા કે–શ્રી
કુન્દકુન્દાચાર્ય આ પોન્નુર હિલની ગુફામાં તપ–ધ્યાન કરતા હતા ને અહીંથી
મહાવિદેહ ક્ષેત્રમાં ગયેલ; ત્યાંથી પાછા આવી શાસ્ત્રો પણ અહીં રચેલાં. આઠ
દિવસ વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ સીમંધર પરમાત્મા પાસે તેઓ ગયેલા, તેઓ
ભરતક્ષેત્રના મહામુનિ હતા, જ્ઞાન–ધ્યાન આનંદમાં લવલીન રહેતા હતા. એમાં
એક વખત ભગવાનની ધર્મસભાનું ચિંતવન કરતાં અરે...સાક્ષાત્ તીર્થંકર
પરમાત્મા અહીં નથી તેનો વિરહ લાગ્યો અને વર્તમાન સાક્ષાત્ તીર્થંકર
ભગવાન શ્રી સીમંધરદેવ જ્યાં બિરાજે છે ત્યાં શ્રી કુન્દકુન્દાચાર્યને જવાનો
યોગ મળી ગયો. આઠ દિવસ રહેલા એ વાત યથાર્થ છે, ત્રિકાળ સત્ય છે. આ
વાત કાંઈ એકલા શાસ્ત્રોના કથનના આધારે નથી. આચાર્યની આ વાત
સાંભળતા અને યાદ આવતાં અમને ખૂબ પ્રમોદ થયેલો કે ધન્ય આ ક્ષેત્ર અને
ધન્ય એ કાળ...અહો! તેઓ (પવિત્ર આત્માના) પરમાનંદમાં ઝૂલતા હતા,
પૂર્ણાનંદની પ્રતીતિ અને આનંદના અનુભવમાં લીન રહેનારા, મહાઋદ્ધિધારી
સમર્થ આચાર્ય હતા. વિદેહક્ષેત્ર છે ત્યાં સાક્ષાત્ સીમંધર ભગવાન્ આજે
બિરાજે છે. ત્યાં ધર્મસભામાં તેમનો દિવ્યધ્વનિ છૂટે છે, પ્રત્યક્ષની આ વાત છે.
૧૦. આ નિયમસાર શાસ્ત્રમાં અધ્યાત્મની વાત બહુ જ સ્પષ્ટ કરી છે.
શુદ્ધભાવ, પરમસ્વભાવ ત્રિકાળી–કારણસ્વભાવ, કારણદ્રવ્ય, કારણશુદ્ધજીવ,
કારણપરમાત્મા કહો એ બધું એક જ છે. જે ખાણમાં નજર કરતાં પરમાનંદ
પ્રગટ થાય છે તે અંતઃતત્ત્વ (ધ્રુવસ્વભાવ) એવું છે કે–પુણ્ય–પાપ રાગાદિ
ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ કે જડશરીર તેને નથી. આત્મા ત્રિકાળી સહજ
જ્ઞાયકભાવપણે છે. તેને ઓળખ્યા વિના કદી ધર્મ ન થાય. આત્માના ધર્મમાં
અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ધર્મી (ગૃહસ્થ દશામાં) ચક્રવર્તી પણ
હોય, તે રાગથી ભેદ પાડી અંતરજ્ઞાયક ભાવમાં દ્રષ્ટિ કરે છે. આત્મસ્વાદ
આગળ છ ખંડનું રાજ્ય તેને અત્યંત તુચ્છ લાગે છે.
૧૧. ઋષભદેવ ભગવાનના પુત્ર શ્રી બાહુબલીની મુનિદશાની મૂર્તિ
શ્રવણ–બેલગોલા દક્ષિણમાં છે. તે અદ્ભૂત સુંદર અને પ૭ ફુટની ઊંચી છે.
દુનિયામાં નવમું–આશ્ચર્ય તે ગણાય છે. આ પ્રતિમાની મુખમુદ્રા ઉપર યથાર્થ
વીતરાગતા દેખાય છે. દક્ષિણની યાત્રા કરીને પાછા વળતાં એક પંડિતે પૂછયું
કે “આપે ત્રણ દિવસ ૧।।–૧।। કલાક તે પ્રતિમાજીનાં દર્શન કર્યાં તો તેમાં શી
વિશેષતા જોઈ?” જવાબ આપ્યો કે:–અહો...એ તો નજરે તરવરે છે. અંદર
અદ્ભુત–બેહદ પવિત્રતા અને બહારમાં તેનાં પુણ્યની ઉત્કૃષ્ટતા–પરાકાષ્ટા
જોઈ. વળી એકાગ્રતાથી જોતાં જાણે

PDF/HTML Page 36 of 48
single page version

background image
આખો આત્મા અંદર થંભી ગયો. પવિત્રતાનો પિંડ શાન્ત–આનંદસાગરમાં
લીન દેખાયો અને વીજળીના ઝબકારા જેવાં પુણ્ય જોવામાં આવ્યાં.
૧૨. વળી ‘આત્મા’ કેવો છે? કે કર્મ મળથી રહિત તથા વિભાવગુણ–
પર્યાયોથી રહિત છે. અહીં મતિશ્રુતજ્ઞાનને વિભાવગુણ–પર્યાય કહેલ છે.
કેવળજ્ઞાન ક્ષાયિક પર્યાય છે, તે નીચે સાધકદશામાં હોતી નથી. તે પણ
અનિત્ય પર્યાય છે, સમયે–સમયે બદલે છે તેવડો જ આત્મા નથી.
‘અહો? પ્રભુ...પ્રભુતા તારી...છે ચૈતન્ય ધામમાં...’
“જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આપણો, નિર્મળ કરો સપ્રેમ રે–ચૈતન્ય
પ્રભુજી પ્રભુતા તારી...રે ચૈતન્ય ધામમાં...”
ભાઈ! તારૂં ચૈતન્યઘન શાશ્વત સત્ ધ્રુવ છે. ક્ષાયિકપર્યાયના લક્ષે પણ
તે પકડી શકાય નહિ. ચારભાવને વિભાવ (વિશેષભાવ) કહ્યા છે; તે ધ્રુવ
(સામાન્ય) નથી.
૧૩. પરમ પારિણામિક સ્વભાવની શ્રદ્ધા–રુચિ, મહિમા જે કરે, તે
અલ્પકાળમાં સિદ્ધપરમાત્મા થઈને તેમની સાથે બિરાજશે. જિજ્ઞાસાથી સત્ય
સમજવા માગે તો તેનામાં કુણપ, સરલતા, સજ્જનતા આવે જ છે, કોઈ
સત્તાપ્રિય અમલદાર હોય, તેના તંબુની એક ખીલી ઢીલી પડતાં તેમાં સળ પડે
તો તેને ગોઠે નહિ, તો પછી પવનમાં આખો તંબુ ઊડે તે તો કેમ ગોઠે? તેમ
અજ્ઞાનીને પરમાં ધાર્યું કરવાનું અભિમાન હોય છે તેને–નિરાલંબી આખો
આત્મા કેમ ગોઠશે? સંયોગોની ભાવના હોય છે પણ સંયોગો તો અનિત્ય–
અશરણ છે, તેમાંથી નિત્યતારૂપ શરણ ક્્યાંથી આવે? બાળકપણે જન્મીને
માતાના ગોદમાં આવવા પહેલાં, પ્રથમ–ક્ષણેજ જીવો અનિત્યતાની ગોદમાં
આવે છે, આ શરીર અને પુણ્ય–પાપની લાગણી અનિત્ય જ છે, તેને આશ્રયે
સુખ–સમાધાન ગોતવાથી તે કદી મળે નહિ.
૧૪. પુણ્યના ફળરૂપ અજ્ઞાનીને પૈસા વધે ત્યાં હું પહોળો ને શેરી
સાંકડી એમ તેને થઈ પડે છે. પ્રભુ! તારી સુખદાતા ચીજ કોણ! તે તારા
સાંભળવામાં પણ આવેલ નથી. શરીર સદાય જડ છે, તે તેનાથી બદલે છે,
પુણ્ય–પાપ આસ્રવ મલિનભાવ છે; તેના વડે નિર્મળતા પ્રગટે નહિ. પણ તેની
અપેક્ષા રહિત અંદર ધ્રુવસ્વભાવમાં દેખે તો નિત્ય કારણશક્તિમાંથી શુદ્ધકાર્ય
પ્રગટે છે.
૧પ. આત્મા વિભાવગુણપર્યાય વિનાનો છે એમ કહ્યું એ તો નાસ્તિથી
કહ્યું પણ અંદર અસ્તિપણે જોતાં તે અનાદિ અનંત જ્ઞાયક સ્વરૂપે છે. વર્ણ,
ગંધ, રસ, સ્પર્શ રહિત સદાય અરૂપી અમૂર્તિક છે. ઘણા જાણપણાના કારણે
પણ શરીરમાં વજન વધતું નથી તેથી નક્કી થાય છે કે જ્ઞાનમાં વજન નથી, તે
પૂર્વના રાગાદિ કલેશની વાત વર્તમાનમાં યાદ કરી શકે છે, પણ તે

PDF/HTML Page 37 of 48
single page version

background image
યાદ કરતાં રાગાદિ થઈ આવતા નથી તેથી સિદ્ધ થાય છે કે જ્ઞાનમાં પુણ્ય–પાપ
(રાગાદિ) રૂપ મેલ નથી. રાગાદિમાં એકતાબુદ્ધિ–કર્તાબુદ્ધિ તે મૂળ દોષ છે. તે
જીવના જ્ઞાનને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) કહેવામાં આવે છે.
૧૬. ઘણું જાણે તો જ્ઞાનમાં તોલ થાય કે રાગ–દ્વેષ ઉપાધિ વધી જાય એમ
નથી. જ્ઞાન તો આત્માનું સ્વરૂપ છે. જેની વર્તમાન અધુરીદશામાં પણ ઘણાં–ઘણાં
વર્ષોની વાત યાદ કરવાની તાકાત છે તે પૂર્ણ થાય તો કોને ન જાણે? સર્વને
જાણે.
૧૭. આત્મા અનાદિ અનંત અતીન્દ્રિય જ્ઞાનમય વસ્તુ છે, તે સંયોગ અને
વિકારના અભાવ સ્વભાવે સદાય છે, તે ઈન્દ્રિય અને શુભ વિકલ્પવડે જાણી
શકાય એવો નથી. જીવદ્રવ્યના જ્ઞાયકભાવને પારિણામિકભાવ કહેવામાં આવે છે
તે ત્રિકાળ શુદ્ધ જ છે; પણ તેની વર્તમાન પ્રગટદશામાં અશુદ્ધતા, અલ્પજ્ઞતા,
અલ્પબળ છે. તેને ગૌણ કરી (એનો આશ્રય કરવાની શ્રદ્ધા છોડી) ત્રિકાળ
સામાન્ય સ્વભાવની દ્રષ્ટિ કરતાં ધર્મની શરૂઆત થાય છે.
૧૮. જેમ જળનો કાયમી સ્વભાવ તો શીતળતામય છે પણ વર્તમાન
દશામાં અગ્નિના સંબંધથી ઉષ્ણ અવસ્થા દેખાય છે. તે છે ખરી પણ તેના લક્ષે
ઉષ્ણતાનો અનુભવ થાય પરંતુ શક્તિરૂપ શીતળતા ન જણાય. ઉષ્ણદશામાં જીભ,
આંખ, હાથ દ્વારા શીતળતા નક્કી કરવા માગે તો ન જણાય. પણ તે ઉષ્ણતા
ક્ષણિક છે તેથી ટળી શકે છે અને તે ઉષ્ણદશાની પાછળ કાયમી શીતળ સ્વભાવ
પડ્યો છે એમ જ્ઞાનવડે નક્કી થઈ શકે છે. જેમ પાણીમાં ઉષ્ણતા છે તે પાણીનો
કાયમી સ્વભાવ નથી, પણ તે તેની ક્ષણિક યોગ્યતા છે. તેમ આત્મામાં શાન્ત
સ્વતંત્ર જ્ઞાન–આનંદ સ્વભાવ કાયમ છે, છતાં તેની વર્તમાનદશામાં પરાશ્રયથી
થતી અલ્પજ્ઞતા–અશુદ્ધતા છે તે તેની ક્ષણિક યોગ્યતા છે, તેના લક્ષે અસલી
કાયમી શુદ્ધભાવ (આત્મા) નો અનુભવ, થઈ શકે નહિ. વળી આત્મા વર્તમાન
પ્રગટ અંશ જેટલો નથી, તે વચન તથા ઈન્દ્રિયથી ગ્રાહ્ય નથી પણ અંતર્મુખ
જ્ઞાનથી જણાય એવો છે. (પૂર્ણ નિર્મળ) ક્ષાયિકપર્યાય જેવડો પણ નથી. તે તો
અનાદિ–અનંત અતીન્દ્રિય અને સંપૂર્ણ ચૈતન્યમય પદાર્થ છે.
૧૯. કાળા મરી (તીખાં) અને મરચાની તીખાશ એ બેમાં ફેર છે. જ્ઞાન તેને
જાણે પણ વાણીદ્વારા તે કહી શકાય નહિ. ગાયનું તાજું ઘી હોય તેનો સ્વાદ કેવો તે
ખ્યાલમાં આવે પણ કોઈ બીજાની સરખામણી કે ઉપમાથી સંતોષકારક રીતે તેને
કહી શકાય નહિ. તેમ આત્મા વાણીદ્વારા સંપૂર્ણપણે કહી શકાય એવો નથી.
‘જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્્યા નહિ તે પણ શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે,
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’
વાણી તો વાહન છે, તે અપેક્ષાથી ભેદ પાડીને વસ્તુનું વર્ણન કરે પણ તેમાં
તો માત્ર ઈશારા આવે પણ એક સાથે આખું સ્વરૂપ ન આવે. વાણીના ઈસારાથી
સમજી લેનારો અંદર

PDF/HTML Page 38 of 48
single page version

background image
: ૩૬ : વૈશાખ : ૨૪૮૮

જાય તો ખબર પડે કે તે આવું તત્ત્વ છે.
ક્્યારે થઈશું બાહ્યાન્તર નિર્ગ્રંથ જો...” એમાં યથાર્થ નિર્ગ્રંથપણાની–
વીતરાગી મોક્ષમાર્ગમાં આરૂઢ થવાની ભાવના શ્રીમદ્ રાજચંદ્રજી ભાવે છે.
બાહ્યમાં વસ્ત્રનો તાણો નહિ, અંદરમાં મિથ્યાત્વ રાગાદિ દોષ નહિ.
મિથ્યાત્વની ગાંઠ તો તેમણે પ્રથમ તોડી હતી અને વિશેષ વીતરાગી
ચારિત્રદશાની ભાવના ગૃહસ્થદશામાં તેઓ કરે છે.
૨૦. રાગ–ઈચ્છા કથન અને ઈન્દ્રિયોના વ્યાપારથી પાર શુદ્ધચૈતન્ય
વસ્તુ છે. છાલાં કાચલી અને રાતડ રહિત સફેદ કોપરાના ગોળાની પેઠે આત્મા
અંદર દેહ, કર્મ અને રાગ વિનાનો સહજસ્વાભાવિક જ્ઞાનાનંદમય અનાદિ
અનંત છે, તે કોઈથી કરાયેલો નથી; કોઈ પુણ્યની કે શુભરાગની ક્રિયા
કરવાથી તે પ્રાપ્ત થાય એવો નથી. ક્ષયોપશમભાવરૂપ અપૂર્ણ ઉઘાડ જેટલો તે
નથી, ક્ષાયિક ભાવ છે, તે પણ આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી. આત્મા તો
અનાદિ અનંત પરમ પારિણામિક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. જેના આધારે
સમ્યગ્દર્શનરૂપ ધર્મની શરૂઆત થઈ, પૂર્ણ શુદ્ધતારૂપ ક્ષાયિકભાવ પ્રગટે તે
ધ્રુવરૂપ કારણસ્વભાવને પરમભાવ અથવા શુદ્ધભાવ કહેવામાં આવે છે.
૨૧. ગજ મોટો કે ડુંગર? મોટા–મોટા પર્વતોનાં માપ ખૂટે પણ
માપનાર ગજ ન ખૂટે અનંતા પર્વતોને માપે પણ તે તો એવોને એવો રહે છે.
જેમ ગજમાં માપ કરવાની જે તાકાત છે તેને હદ નથી તેમ આત્માના સર્વજ્ઞ
સ્વભાવમાં જાણવાની બેહદ તાકાત છે. ત્રણકાળ ત્રણલોકને એકસાથે–એક
સમયમાં સમસ્ત પ્રકારે જાણે. એક લોક છે પણ કદાચ અનંતગુણા લોક હોય
તો પણ તેને જાણે. અહો! આવા આત્માનાં ગાણાં પ્રેમથી અજ્ઞાનીએ કદી
સાંભળ્‌યાં પણ નથી.
૨૨. માતા છોકરાને ડાહ્યો–ડાહ્યો કહીને ઊંઘાડવા માટે ગાણાં ગાય છે.
સર્વજ્ઞ ધર્મપિતા અજ્ઞાનમોહમય ભાવનિંદ્રામાંથી જીવોને જગાડવા માટે ગાણાં
ગાય છે. તેઓ કહે છે કે તું અનાદિ–અનંત, દેહથી જુદો અને
પરમજ્ઞાનસ્વભાવી, પરમપારિણામિક તત્ત્વ છો; તારામાં એકલું ડહાપણ–જ્ઞાન
ભર્યું છે એમાં નજર કર. અજ્ઞાન દશામાં પણ અંદર બેહદ નિર્મળતારૂપ
ડહાપણ અવ્યક્તપણે ભરેલ છે, પરંતુ અજ્ઞાનીને તીવ્ર મોહવશે જ્ઞાનવિકાસની
શક્તિ ઘટી ગઈ હોય છે. પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિ અનાદિ–અનંત
કારણપરમાત્મારૂપ શક્તિ–પરમભાવ નિધાન છે તેના ઉપર જાય છે.
૨૩. આ કારણપરમાત્મા તે ખરેખર ત્રિકાળી આત્મા છે, અતિ આસન્ન
ભવ્ય જીવોને આ નિજ પરમાત્મતત્ત્વ સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. અમર
થવાના રસ્તાની આ વાત છે. અંદર ધ્રુવકારણપરમાત્મદ્રવ્ય નિત્ય એકરૂપ છે,
તેની શ્રદ્ધા તેનું લક્ષ અને તેમાં એકાગ્રતા કરી તેમાંથી આનંદ લેવાની આ રીત
છે.
પરમપાવન દિવ્યતાના દિવ્યસંદેશા આપી પરમાત્માના વિરહ
ભૂલાવનાર સદ્ગુરુદેવનો જય હો...જય હો!

PDF/HTML Page 39 of 48
single page version

background image
માનસ્તંભનો દશમો મહાભિષેક મહોત્સવ

આવો...આવો...સીમંધર દેવ અમે ધેર આવો રે
રૂડા ભક્તવત્સલ ભગવંત, નાથ પધારો રે
[ચૈત્ર સુદ ૧૦ શ્રી જિનેન્દ્રધર્મ વૈભવસ્તંભમાં શ્રી સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાનો દશમો
વાર્ષિક મહોત્સવ ઉજવાયો. ભક્તો પ્રસન્નતાથી વંદન, પૂજન અને ભક્તિ કરે છે.)

PDF/HTML Page 40 of 48
single page version

background image
ચૈત્ર સુદિ દસમના મંગલ દિને
માનસ્તંભ મહાભિષેકનાં મધુર સંભારણા
મહાભિષેક પૂર્વે મંચ ઉપર
માનસ્તંભ ભગવાન સમીપ પૂ. ગુરુદેવ
બેઠા છે તે વખતનું દ્રશ્ય અને
ભગવાનના ભક્તના ઉદ્ગારો:–
ચેતન બિંબ જિનેશ્વર સ્વામી,
ધ્યાનમયી અવિકારી;
દર્પણ સમ ચેતન પર્યય,
ગુણદ્રવ્ય દિખાવન હારા;
–નાથ ચિદ્રૂપ દિખાવે રે,
–પરમધ્રુવ ધ્યેય શિખાવે રે.
માનસ્તંભ ભગવાનને પૂ.
બ્હેનો વંદન કરે છે તે વખતનું દ્રશ્ય
અને ભક્તોની અંતર ઉર્મિ:–
વિશ્વ દિવાકર નાથ સીમંધર, કુંદનયનના તારા;
જગનિરપેક્ષપણે જગજ્ઞાયક, વંદન કોટિ અમારા,
તાત જગ તારણહારા રે,
જગત આ તુજથી ઉજિયારા.