Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 3

PDF/HTML Page 1 of 48
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૨૩
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 48
single page version

background image









–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૭) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (વૈશાખ : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પૂ. ગુરુદેવના જન્મસ્થાનનો મંગળ સ્વસ્તિક
(૨૨૩)

PDF/HTML Page 3 of 48
single page version

background image
પૂ. ગુરુદેવના જન્મ ધામમાં બિરાજમાન પરમ ઉપકારી શ્રી સીમંધર ભગવાન
સ્વરૂપ રુચિવંતની ભાવના
જેઓ સ્વરૂપનગર વસતા, કાળ આદિ અનંત;
ભાવે, ધ્યાવે અવિચલપણે, જેહને સાધુ સંત;
જેની સેવા સુરમણિ પરે, સૌખ્ય આપે અનંત;
એવા મ્હારા
હૃદયકમળે, આવજો શ્રી જિનેન્દ્ર.

PDF/HTML Page 4 of 48
single page version

background image
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી

PDF/HTML Page 5 of 48
single page version

background image
અમૃત સિંચક પૂ. ગુરુદેવ
વૃક્ષ છાયા નીચે સ્વાધ્યાય કરે છે.
આપની શીતલ છાયામાં આપની અધ્યાત્મરસ ઝરતી
વાણી સાંભળતાં સંસારના આતાપ શાન્ત થાય છે.
પામરને પ્રભુતા પરખાવે છે. વિસ્મૃત ચૈતન્યપદ
યાદ કરાવી મોક્ષમાર્ગના અંકુરો પ્રગટાવે છે. આપના
ઉપકારનો પ્રતિ ઉપકારવાળવા અસમર્થ એવા અમ
મુમુક્ષુઓના આપને પરમ ભક્તિથી વંદન.

PDF/HTML Page 6 of 48
single page version

background image
ધર્માત્માનાં અફર ફરમાન
વૈશાખ સુદ બીજ એટલે પરમ પ્રતાપી આત્મજ્ઞ સંત શ્રી
કાનજી સ્વામીનો મંગલમય જન્મદિન. પરમાર્થથી તો તેઓ
નિજ નિર્મળ પર્યાય પ્રગટ કરવા માટે જન્મ્યા અને અનેક
ભવ્ય જીવોને નિર્મળતાના ઉત્પાદમાં નિમિત્તરૂપ થયા એટલે
તેમને માટે મહા આનંદનું કારણ બન્યા.
પૂજ્ય ગુરુદેવશ્રી ૭૨ વર્ષ પૂરાં કરી, ૭૩માં વર્ષમાં પ્રવેશ
કરે છે. આ પ્રસંગે તેમના ઉપદેશમાંથી તારવેલા કેટલાક અફર
ફરમાનનું સ્મરણ કરીએ:–
(૧) જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિથી રાગ અને પરના
કર્તાપણાનો અભાવ અફર છે.
(૨) અનેકાન્તવિદ્યાની ઉપાસનાથી આત્મસિદ્ધિ અફર છે.
(૩) ભેદવિજ્ઞાન દ્વારા આસ્રવ નિરોધ અફર છે.
(૪) ક્ષાયિક સમકિતીનું સમ્યગ્દર્શન અફર છે.
(પ) નિશ્ચય રત્નત્રયનું નિરપેક્ષપણું અફર છે.
(૬) ક્ષપકશ્રેણિવંત આત્માની સ્વરૂપરમણતા અફર છે.
(૭) વીતરાગી દેવની વીતરાગતા અફર છે.

PDF/HTML Page 7 of 48
single page version

background image
(૮) અનંતવીર્યશક્તિનું સ્વરૂપરચનારૂપ સામર્થ્ય
અફર છે.
(૯) અખંડિત પ્રતાપવંત સ્વાતંત્ર્યથી શોભાયમાન
આત્માની પ્રભુતા અફર છે.
(૧૦) અંતર્મુખ અવલોકન કરનારને સંસારનો વિલય
અફર છે.
(૧૧) સર્વજ્ઞ પ્રભુની સર્વજ્ઞતા અફર છે.
(૧૨) અયોગી જિનેશ્વરનું અયોગીપણું અફર છે.
(૧૩) પરમાત્માનું પરમાનંદમયપણું અફર છે.
(૧૪) સિદ્ધ ભગવંતનું સિદ્ધત્વ અફર છે.
ઉપરોક્ત અફરપણાના દિવ્ય સંદેશાઓ જેઓ આપી
રહ્યા છે, ત્રિકાળ અફર વીતરાગી કાયદાઓની અકાટય
દલીલો આપીને તે દ્વારા અનાદિ કાળથી ચાલ્યા આવતા
મિથ્યાત્વ પ્રતિપક્ષી ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે જેઓ
પ્રેરણા આપી રહ્યા છે, જેઓ અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને
પર્યાયપણે જાણીને, નિજાત્માને જાણવાનો અને એ જ વિધિ
વડે મોહક્ષય કરવાનો તથા નિવૃત થવાનો અફર ઉપદેશ
આપી રહ્યા છે, જેઓ આત્મપરાયણ હોવાથી અફર
આત્મપરાયણતાનો અમોઘ બોધ આપી રહ્યા છે, જેઓ
ચૈતન્ય ભાવપ્રાણ ધારણ રૂપ અફર જીવત્વનું દર્શન કરાવી
રહ્યા છે, જેમના શ્રીમુખે ‘પુરુષાર્થ, પુરુષાર્થ’ ના અફર
પડકાર આવે છે, જેમની તત્કાળ બોધક વાણીમાં ભવના
અભાવરૂપ સ્વભાવના અફર ભણકારા વાગે છે, જેઓ અફર
પદવીના પરમ ઉપાસક છે અને શિવરમણી વરવા માટે અફર
પગલે પ્રયાણ કરી રહ્યા છે એવા પરમોપકારી પૂ.
ગુરુદેવશ્રીની અફર આજ્ઞાઓનું પાલન કરીને, આપણે તેમના
અફર અનુયાયી બનીએ. એવી ભાવના સાથે આજના
મંગલમય દિને તેમને વિવિધરંગી ભક્તિ પુષ્પોથી અત્યંત
ઉલ્લસિત ભાવે વધાવીએ છીએ.
તેઓશ્રી આપણા જીવનપંથને અફર પણે નિરંતર
પ્રકાશવા દીર્ઘાયુ હો એવી મંગલ કામના પૂર્વક અતિ વિનમ્ર
ભાવે તેમને નમસ્કાર કરીએ છીએ.


PDF/HTML Page 9 of 48
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
મે ૧૯૬૨: અંક: ૭) તંત્રી: જગજીવન બાઉચંદ દોશી (વૈશાખ: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ધન્ય અવતાર
હે, પરમ ઉપકારી સદ્ગુરુદેવ,
આપશ્રીનો ધન્ય અવતાર છે. આપની
૭૩મી જન્મ જયંતી ઉજવતાં અમ ભક્તોને ખૂબ
હર્ષ થાય છે. સમર્થ પૂર્વાચાર્યોના વીતરાગી
વૈભવથી ભરપુર ગ્રંથરત્નોનો વારસો મળવા
છતાં, તેના રહસ્ય–વેતાના અભાવે, અજ્ઞાન
અંધકારની ઘેરી છાંય છવાઈ હતી. આ અવસરે
આપનો પુનિત જન્મ થયો. આપે વીતરાગનો
વારસો સંભાળ્‌યો, અને સુક્ષ્મ દ્રષ્ટિ વડે શ્રુત–
સાગરના મંથન કરી અમૃત કાઢયા અને ભવ્ય
ભાવિકોને પીરસ્યા. “સંત વિના અંતની વાતનો
અંત પમાતો નથી” એ સુત્રની સિદ્ધિ આપમાં
દ્રષ્ટિગત થતાં આપની સુમધુર અધ્યાત્મ રસથી
તરબોળ વાણી સુણવા આપની સમીપ ભારતના
ખુણે ખુણેથી હજારો મુમુક્ષુઓ આવે છે. આપ
તેમને ઉદાર ચિત્તે એ જ્ઞાન ગંગાના પાવકજળનું
પાન કરાવો છો. આપનું શરણ ગ્રહી મુમુક્ષુજનો
સનાથ થયા. આપના પરમ ઉપકારને સંભારતા
આપના જન્મ જયંતી દિને આપને અમારા
ભક્તિપૂર્વક–સત–સત–વંદન.

PDF/HTML Page 10 of 48
single page version

background image
: ૮ : વૈશાખ : ૨૪૮૮
શુદ્ધનયનો વિષય
એકરૂપ શુદ્ધાત્મા છે.
તેને કોઈ પણ વિકલ્પની
અપેક્ષા નથી
(રાજકોટમાં શ્રી સમયસાર ગાથા ૧૨.
કળશ ૭, ઉપર પૂ. ગુરુદેવનું પ્રવચન)
(તા. ૧પ–૨–૬૧ બુધવાર)
* * * * * *
શુદ્ધનયના બળ વડે આત્મજ્યોતિ પ્રગટ થાય છે, બીજાથી નહિ–એમ કળશ દ્વારા
કહે છે:–
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्।
नवतत्त्वग
तत्त्वेपि यदेकत्वं न मुंचति।। ७।।
૧. શુદ્ધનય–સ્વસન્મુખ એકાગ્રદ્રષ્ટિને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે
પ્રગટ થાય છે તે આત્મજ્યોતિ નવતત્ત્વના અનેક વિકલ્પરૂપે થવા છતાં પોતાના
એકપણાને છોડતી નથી.
શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ છે. તેને આધીન આત્મજ્યોતિ છે,
શુભ રાગરૂપ વ્યવહારના વિકલ્પ ઊઠે તેને આધીન આત્મજ્યોતિ નથી. વ્યવહારનયના
વિષયમાં નવતત્ત્વ હોવા છતાં નિશ્ચયે ચૈતન્યજ્યોતિ પોતાના એકપણાને છોડતી નથી.
વિકલ્પ (રાગ) પર્યાયમાં હોય એ રાગ હોવા છતાં રાગ અને ગુણભેદથી ભિન્ન એકલો
જ્ઞાયકભાવ શુદ્ધ છે. તેમ અંતર્મુખ થતાં અનુભવી શકાય છે.
૨. એકલા નવતત્ત્વના ભેદને અનુભવે, એના જાણપણામાં જ રોકાય તે
મિથ્યાત્વનો અનુભવ છે. વ્યવહારના અવલંબન વડે આત્મતત્ત્વની પ્રાપ્તિ કદી પણ
થતી નથી. બાહ્ય અહિંસા, સેવા અને શુભરાગની રુચિવાળને આ વાત કઠણ પડે તેમ
છે, પણ વસ્તુ સ્વરૂપની યથાર્થ સમજણ વગર કદી પણ સંસાર પરિભ્રમણ ટળતું નથી.

PDF/HTML Page 11 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮: આત્મધર્મ : ૯ :
૩. આત્મા એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદથી
ભરેલો છે. વર્તમાન જ્ઞાનને રાગથી ખસેડી અંતર અભેદસ્વભાવ સન્મુખ કરે તેને
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. વ્યવહારનયનો વિષય ભેદ અને રાગ છે તેના આધારે
સમ્યગ્દર્શન ત્રણકાળમાં થઈ શકે નહિ.
૪. અહિંસા પરમોધર્મ કોને કહેવાય? પુણ્યની–રાગની રુચિ હોય તેને
અહિંસા હોય નહિ; દયા, દાન, સેવા, ભક્તિના વિકલ્પ ઊઠે તે રાગ છે, ધર્મ નથી.
બીજાને નહિ મારવાના, દાન દેવાના વગેરે શુભભાવ પુણ્ય તત્ત્વ છે. મારવા કે
હેરાન કરવાના ભાવ તે પાપભાવ છે, તે બન્ને મલિનભાવ છે. પુણ્ય–પાપની
લાગણીમાં એકત્વબુદ્ધિ કરવી તે હિંસા છે, તેમાં એકાગ્ર થયે અહિંસાધર્મ થાય
નહિ. ધર્મીજીવને ભૂમિકાનુસાર શુભાશુભભાવ આવે છે; પણ તેને તે બંધનું કારણ
માને છે.
પ. હું જીવ છું, અજીવ મારાથી ભિન્ન છે. એ બધી વિકલ્પદશાને ઓળંગી
અંદર શુદ્ધચિદાનંદને સ્પર્શે, લક્ષમાં લઈ એકાકાર થઈ અનુભવે તે ધર્મનું પ્રથમ
સોપાન છે.
૬. એક સમય પણ જો ધર્મ સમજાય તો સંસાર તૂટયા વિના રહે નહિ, પૂર્ણ
ચૈતન્ય પ્રકાશને દ્રષ્ટિમાં પકડી તેમાં એકાગ્ર થતાં એકક્ષણમાં સંસારનો નાશ થાય છે.
ધ્રુવસ્વભાવમાં પુણ્યપાપનો પ્રવેશ નથી. શુદ્ધનયના વિષયભૂત શુદ્ધઆત્માનું શ્રદ્ધાન
કરે તે સમ્યગ્દર્શન છે. ધ્રુવસ્વભાવની દ્રષ્ટિ થઈ ત્યારથી શ્રદ્ધા અપેક્ષાએ તે સંસારથી
–વ્યવહારની રુચિથી મુક્ત જ છે.
૭. જેમ અગ્નિ તૃણાગ્નિ, પાંદડાની અગ્નિ, લાકડાની અગ્નિ એમ નિમિત્તના
કારણે અનેક પ્રકારે ઓળખાય છતાં અગ્નિ તો એક જ પ્રકારે છે, તેમ વ્યવહારનય
નવતત્ત્વના ભેદવડે આત્માને અનેક પ્રકારે ઓળખાવે છે પણ શુદ્ધનયથી જોતાં
આત્મામાં ચૈતન્યજ્યોતિપણું સદાય એકરૂપ છે. દેહ; ઈન્દ્રિયો અને પુણ્યપાપની
લાગણીથી પાર આત્મા પૂર્ણજ્ઞાનઘનપણે જ સદા પ્રકાશમાન છે, પણ રાગની ક્રિયા
ઉપર જેની દ્રષ્ટિ છે તેને તે જ્ઞાનસ્વરૂપે દેખાતો નથી.
૮. ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ.’ આંખ આડું તણખલું
રાખે તો સામે આખો પહાડ હોવા છતાં તે દેખાય નહિ, તેમ એકલા નવતત્ત્વના
વિકલ્પની આડમાં એટલે કે વ્યવહારના પ્રેમમાં પૂર્ણ ચૈતન્યસ્વરૂપી આત્મા છે,
છતાં તે દેખાતો નથી એટલે કે પ્રતીતિમાં–અનુભવમાં તે આવતો નથી. ભગવાન
આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ ચૈતન્યબિમ્બ છે, નવતત્ત્વના વિકલ્પવડે તે અનેકરૂપ
દેખાવા છતાં રાગાદિરૂપે નથી. શરીરરૂપે નથી તથા તેને આધીન પણ નથી.
૯. જેમ પાણીમાં મીઠું હોય તે આંખવડે અથવા હાથવડે જુદું ન અનુભવાય છતાં

PDF/HTML Page 12 of 48
single page version

background image
: ૧૦ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૮
ચાખવાથી અને ઉકાળવાથી પાણીથી ભિન્ન અને ખારાશમાત્રથી એકાકારપણે
તે અનુભવી શકાય છે તેમ આત્મા શુદ્ધનયવડે દેહ અને રાગાદિથી જુદો
અનુભવી શકાય છે–તેવી અંતરદ્રષ્ટિ થવી તે સમ્યગ્દર્શન છે.
૧૦ भूयत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च।
आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मतं।। १३।।
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય–પાપને આસ્રવ, સંવર,
નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩
શુદ્ધનયથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા,
બંધ અને મોક્ષ સમ્યક્ત્વ છે. આ જીવાદિ નવતત્ત્વોમાંથી અનાદિ–અનંત એક
જ્ઞાયકસ્વભાવને જુદો તારવવો તે ભૂતાર્થથી (નિશ્ચયથી) સમ્યગ્દર્શન છે.
આત્માને જ જીવ કહેવાય છે, જ્ઞાન, દર્શન, સુખ અને સત્તા
(–અસ્તિત્વ) રૂપી ભાવપ્રાણવડે ટકવાની અપેક્ષાએ તેને જીવ કહેવાય છે;
અને અતતીતિ–ગચ્છતીતિ–સદાય જાણે અને પરિણમે છે તે અપેક્ષાએ તેને
આત્મા કહેવાય છે. આત્મા શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે પણ વર્તમાનદશામાં
વિકાર છે. જો વર્તમાનદશામાં પણ તે તદ્રન શુદ્ધ હોય તો તેને પરમાનંદનો
પ્રગટ અનુભવ હોવો જોઈએ.
૧૧. આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદ શાંતરસથી પૂર્ણ છે, વ્યવહારનયથી તેને
નવતત્ત્વના અનેક ભેદરૂપે બતાવ્યો છે, તે નવમાંથી શુદ્ધનયવડે તેનો
(પૂર્ણજ્ઞાનઘન સ્વભાવનો) અભેદ–એકરૂપ અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી આત્મા છે તેને જાણ્યા વિના, અનુભવ કર્યા
વિના શુદ્ધતાનું થવું, વધવું કે ટકવું, બને નહિ.
૧૨. હું જીવ છું, મારાથી ભિન્ન બીજા અનંત જીવ–અજીવ છે તે
તેનાથી છે, મારાથી નથી. તેનાં દ્રવ્ય, ગુણ, પર્યાય તેનાથી છે, તેનામાં છે.
તેમાં મારો બિલકુલ અધિકાર નથી. જડનું, શરીરનું, હાથપગનું કામ
આત્મા કરી શકે નહિ, કેમકે તે અજીવ–જડપદાર્થ સત–વિદ્યમાન જગતનાં
સ્વતંત્ર–તત્ત્વો છે.
સિદ્ધ કરે છે. તેના સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ ગુણ અને તેની પરિવર્તન પામતી
પર્યાયો તે તેનાથી છે, આત્માને આધીન તે કદી નથી. એની વ્યવસ્થા તે કરે
છે, તેના વડે ને તેના આધારે તે થાય છે, આવું વસ્તુસ્વરૂપ ન માનતાં એનાં
કાર્ય હું કરું, હું હોઉં તો તેનું કાર્ય થાય.–એમ જે માને છે તેને વ્યવહારથી પણ
અજીવતત્ત્વની શ્રદ્ધા નથી અજ્ઞાની પરપદાર્થનું

PDF/HTML Page 13 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ આત્મધર્મ : ૧૧ :

કર્તાપણું માની અભિમાન કરે પણ પરનું તે કાંઈ કરી શકતો નથી. કેમકે જડ–
પુદ્ગલ પરમાણુ કાયમી તત્ત્વ જગતમાં છે. તે તેનાપણે ટકીને, તેની તાકાતથી
નવી–નવી અવસ્થાપણે બદલ્યા કરે છે.
૧૪. જેના બે ટુકડા શસ્ત્રથી પણ ન થાય, જ્ઞાનમાં પણ જેના બે ભાગ
ન કલ્પી શકાય તેને પરમાણુ કહે છે, તે એકેક પરમાણુમાં સ્વતંત્ર અનંતી
તાકાત છે. તેઓ સ્વયં પલટીને શરીરાદિરૂપે થાય છે. તેનું કોઈ કાર્ય આત્મા
કરી શકતો નથી અને તેઓ એક સમય પણ તેના કાર્ય (પરિણમન) માટે
કોઈની રાહ જોતાં નથી. આમ સ્વ–પરની ત્રિકાળ સ્વતંત્રતા કબૂલે તો જે જ્ઞાન
પરમાં કર્તા–ભોક્તાપણું, સ્વામીપણું, પરથી સુખી–દુઃખી થવાપણું માની
અજ્ઞાનવડે રાગમાં રોકાતું હતું તે જ જ્ઞાન પરથી ભિન્ન અનંતગુણનો જે પિંડ
છે ને જેમાં બેહદ પ્રભુતા પડી છે તેવા આત્મામાં જોડાણ કરે તો અતીન્દ્રિય
આનંદનો અનુભવ થાય.
સ્વ–પરનું ભેદજ્ઞાન જેને નથી તે જીવ હું બીજાને સુખી–દુઃખી કરી શકું
છું, બીજા મને સુખી–દુઃખી કરી શકે છે હું બીજાને મારી–જીવાડી શકું છું ને
બીજા મને મારી–જીવાડી શકે છે, એમ માને છે. તે જીવ ચૈતન્યતત્ત્વને
પોતાપણે નહિ માનતો શરીરને પોતાપણે માને છે; અને દયા, દાન, પૂજા, સેવા
આદિ રાગની ક્રિયાને ધર્મ માને છે; અને એ જ સંસારનું મૂળિયું છે.
૧પ. રાગની રુચિવાળો જીવ પુણ્ય–પાપને કરવા જેવા માને છે તેથી
તેને નવતત્ત્વમાંથી એકપણ તત્ત્વની સાચી સમજણ નથી. પર પ્રાણી પ્રત્યે
દયાનો ભાવ અથવા દાનાદિનો ભાવ થવો તે પુણ્યતત્ત્વ છે, હિંસા, જૂઠ, ચોરી,
કુશીલાદિ ભ
વ તે પાપતત્ત્વ છે, બંને મલિનભાવ ભાવઆસ્રવ છે, તેનાથી
નવાં કર્મ આવે તે દ્રવ્ય (જડ) આસ્રવ છે. પુણ્ય આસ્રવ પણ બંધનું કારણ છે.
તેમ ન માનતાં તેને ધર્મનું, સંવર–નિર્જરા–મોક્ષનું કારણ માને તેને નવતત્ત્વની
ખબર નથી. શુભરાગથી કદી પણ સંવર ન થાય.
૧૬. અજ્ઞાની કુયુક્તિથી દ્રષ્ટાંત આપે છે કે–કાંટાવડે કાંટો નીકળે છે,
અથવા એરંડિયું પીએ તો અંદરનો મળ નીકળે ને એરંડિયું પણ નીકળી જાય.
માટે પ્રથમ પુણ્ય કરો, શુભરાગ કરતાં કરતાં પ્રથમ પાપ ટળશે ને પછી પુણ્ય–
પાપ ટળી જશે તો તે સત્યનો ઘાત કરનાર દ્રષ્ટાંતભાસ છે. સંસારની
રુચિવાળાને રાગની વાત જ ગોઠે છે.
સમ્યગ્દર્શન થયા પહેલાં વિકલ્પવડે નવ તત્ત્વનું સ્વરૂપ યથાર્થપણે
જાણવું જોઈએ. નિર્જરામાં શુદ્ધાત્માના આલંબનવડે અંશે શુદ્ધિની વૃદ્ધિ અને
અશુદ્ધિની હાનિ થાય છે; અને

PDF/HTML Page 14 of 48
single page version

background image
મોક્ષમાં આત્માના પરિપૂર્ણ આલંબનવડે સંપૂર્ણ શુદ્ધતા પ્રગટે છે. એમ
વિકલ્પથી નક્કી કરી, જેમ છે તેમ નવ તત્ત્વોને જાણે તો પણ તે સમ્યગ્દર્શન
નથી.
૧૭. જીવ પૂર્ણજ્ઞાનઘન છે. તેને શુદ્ધનયથી જાણ્યે સમ્યગ્દર્શન છે. જ્યાં
સુધી આ જીવ શુદ્ધનયવડે નિર્વિકલ્પ અનુભવથી આત્માને ન જાણે ત્યાં સુધી
રાગમાં, ભેદમાં અને પરમાં મમતા કર્યા કરે છે. જીવની પર્યાય જડથી જુદી છે–
સ્વતંત્ર છે અને જડ (અજીવ) ની પર્યાય જીવથી ત્રણેકાળે જુદી છે સ્વતંત્ર છે–
અજીવથી જીવની પર્યાય નથી. અને જીવથી અજીવની પર્યાય નથી.
શુભાશુભરાગ જીવની પર્યાયનો અંશ છે, રાગ રહિત અંશે શુદ્ધતા તે સંવર–
નિર્જરા છે અને પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે એમ બરાબર સ્વીકારે છતાં એ રાગ
છે.
૧૮. જ્યારે ભેદને ગૌણ કરી, ભૂતાર્થદ્રષ્ટિથી એક ધ્રુવસ્વભાવને જાણે
ત્યારે નવતત્ત્વના જ્ઞાનને વ્યવહારનય–વ્યવહારજ્ઞાન કહેવામાં આવે છે.
નવતત્ત્વની ભેદવાળી શ્રદ્ધા તે શુભરાગ છે. તેનો ભૂતાર્થદ્રષ્ટિમાં અભાવ છે.
શુદ્ધનયનો વિષય એકરૂપ શુદ્ધાત્મા છે તેને કોઈપણ વિકલ્પની અપેક્ષા નથી.
૧૯. રાજા ગાદીએ બેઠા પછી હું રાજા છું એમ શું તે ગોખતો હશે? તેને
તો પ્રત્યક્ષ હું રાજા જ છું એવો અનુભવ છે, ધનવાન થયો તેને હું નિર્ધન નથી
એમ ગોખવું પડતું નથી. તેમ ત્રિકાળી જ્ઞાયક ઉપર જેની દ્રષ્ટિ એકાગ્ર થઈ તે
જીવ વિકલ્પનો કર્તા થતો નથી. જ્ઞાનીને નવતત્ત્વના વિકલ્પ આવે ખરા પણ
તે વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય છે. વ્યવહારનો અભેદ સ્વભાવમાં પ્રવેશ નથી.
૨૦. પરનું કોઈ કાર્ય આ જીવને આધીન નથી. શરીરની ક્રિયામાં
આત્માનો વ્યવહાર નથી. વ્યવહારથી પણ શરીરની અવસ્થા જીવ કરી શકતો
નથી, જો કરી શકતો હોય તો તેમાં અપવાદ ન હોય. કોઈને લકવા થાય તે
વખતે શરીરની ક્રિયા કરવાની ઘણી ઈચ્છા હોય છતાં પણ શરીરની ક્રિયા ન
થાય. તેનો અર્થ એ થયો કે જીવ પોતામાં જ્ઞાન કરી શકે, શુદ્ધતા અથવા
અશુદ્ધતા પોતાની વર્તમાન પર્યાયમાં કરી શકે–પણ પરનું તો કાંઈ જ ન કરી
શકે. એ સિદ્ધાંતમાં અપવાદ નથી છતાં જેને એવો ભ્રમ છે કે પરનું હું કરી શકું
છું તેણે જીવ–અજીવને સ્વતંત્ર માન્યા નથી. બેને જુદા ન માનતાં એક માની
મફતનો કર્તાબુદ્ધિ કરે છે તે દુઃખી થાય છે.
૨૧. રાગાદિ અશુદ્ધભાવ જીવના અસ્તિત્વમાં પર્યાયમાં થાય છે–તે કરે
તો થાય અને ન કરે તો ન થાય એમ પ્રથમ વર્તમાન વિકારીભાવની
સ્વતંત્રતા કબૂલ કરી તે ક્ષણિક–વિકારથી ત્રિકાળી સ્વભાવને જુદો અનુભવવો
તેનું નામ સમ્યગ્દર્શન છે. નવતત્વના ભેદથી ભિન્ન આત્માને શુદ્ધનયવડે
એકરૂપ જાણવો તે સત્યાર્થ છે.
૨૨. રાગ તે હિંસા છે, રાગરહિત ત્રિકાળી સ્વભાવને શ્રદ્ધામાં લેવો તે
અહિંસા છે અને

PDF/HTML Page 15 of 48
single page version

background image
સ્વભાવમાં એકાગ્રતાના બળથી વિશેષપણે લીન રહેવું તે પરમ અહિંસા છે.
મિથ્યાત્વ રાગાદિ રહિત આત્મભાવને અહિંસા કહેવામાં આવે છે.
૨૩. પુણ્ય–પાપ ભાવ તે અશુદ્ધ દશા છે, તેનાથી ચૈતન્યની જાગૃતિરૂપ
ભાવપ્રાણને ઘાત થાય છે. જે ઘાતક છે તેનાથી આત્માનું હિત કેમ થાય? ન જ
થાય. વર્તમાન દશામાં પુણ્ય–પાપ હોય છતાં પ્રથમ તેનો દ્રષ્ટિ–શ્રદ્ધા અપેક્ષાએ
ત્યાગ હોય છે. રાગથી પાર ત્રિકાળી સ્વભાવ ઉપર દ્રષ્ટિ થતાં શુદ્ધાત્માની
અનુભૂતિ–આત્મખ્યાતિ થાય છે તેને નિર્વિકલ્પ વિજ્ઞાનઘન આત્મા પ્રસિદ્ધ
થયો, પુણ્ય–પાપ ઉપર દ્રષ્ટિ છે તેને મલિનભાવ પ્રસિદ્ધ થયો, આત્મા પ્રસિદ્ધ
ન થયો.
૨૪ ગૃહસ્થ દશામાં પણ યથાર્થ અનુભવપૂર્વક આ દ્રષ્ટિ થઈ શકે છે.
આ સમ્યગ્દર્શન વિના જે કંઈ કરવામાં આવે તેનાથી પરમાં અને રાગમાં
કર્તાબુદ્ધિના અહંકારનું પોષણ જ થાય છે. કદાચ પુણ્ય બાંધે તો મિથ્યાત્વ
સહિત પાપાનુબંધી પુણ્ય બાંધે છે.
‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.’
૨પ. જગતના જડ અને ચેતન પદાર્થો સદાય તેની શક્તિથી ટકીને
બદલી રહ્યા છે–તેની વ્યવસ્થા તેના કારણે થઈ રહી છે, તારા–કારણે નહિ.
અમે પરનાં કામ કર્યાં. સમાજને સુધારી દીધો, અમે ત્યાગી થયા છીએ, સ્ત્રી,
ધનાદિ પરિગ્રહનો ત્યાગ કર્યો છે, લૂખો, સાદો, સાત્ત્વિક આહાર ખાઈએ છીએ
–તો એ કાંઈ ધર્મીનું ચિહ્ન નથી. પુણ્ય પાપ તે બંધનાં કારણ છે, હું તેનાથી
જુદો ત્રિકાળી જ્ઞાતા છું–એમાં જ્ઞાનને જોડી નવતત્ત્વના વિકલ્પથી છૂટો પડી,
અનાદિ અનંત એકરૂપ આત્માને જોવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
૨૬. પ્રથમ શુભરાગ કરે, પુણ્ય કરે તો હળવો થાય એમ કહેનારની
વિપરીત દ્રષ્ટિ છે, તે ચૈતન્યસ્વભાવની હિંસા કરનારી દ્રષ્ટિ છે. દયા, દાન,
કરુણા, કોમળતાના ભાવ થાય તે પુણ્યતત્ત્વ છે, ધર્મતત્ત્વ તેનાથી પાર છે.
વ્યવહારમાં એકતાબુદ્ધિ–છોડી, ભેદથી ખસીને અંતર અભેદ સ્વભાવમાં ઢળવું
તેનું નામ સમ્યગ્દર્શન છે–એકને જાણ્યો, તેણે સર્વ જાણ્યું. વ્યવહારનય છે અને
તેનો વિષય પણ છે પરંતુ એના લક્ષે આત્મા જણાય નહિ. અંતરજ્ઞાયકમાં
ઠરીને, એક આત્મા જાણ્યો તેણે સ્વ–પર બધું જાણ્યું. અંતર્મુખદ્રષ્ટિ કર્યા વિના
કોઈને પણ ધર્મ થતો નથી.
૨૭. ધર્મી ગૃહસ્થદશામાં હોય તો પણ તેને નિશ્ચય–વ્યવહાર બેઉનું
જ્ઞાન હોય છે. નવતત્ત્વના વિકલ્પથી પાર નિર્વિકલ્પ શ્રદ્ધાજ્ઞાન હોય છે. તેથી
આગળ વધતાં પુરુષાર્થ અનુસાર અંતરમાં સ્થિરતા વધે છે, ભૂમિકાનુસાર
પુણ્ય–પાપ વ્રત, તપના શુભભાવ પણ હોય છે પણ શુભરાગને તે ધર્મ ન
માને. પુણ્યબંધનું કારણ માને, ફોતરા સમાન છોડવા યોગ્ય માને.

PDF/HTML Page 16 of 48
single page version

background image
: ૧૪ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૮
૨૮. અજ્ઞાની બહારની ક્રિયા દેખી તેની નકલ કરવા જાય તેથી
વીતરાગ ધર્મ જરાય ન થાય. શ્રીમંત શેઠાણી ડાંગર ખાંડતી હતી, ચોખા
વજનમાં ભારે તેથી તે નીચે ઊતરતા જાય અને ઉપર ફોતરાં દેખાય. ગરીબ
બાઈ ઉપરની ચીજ દેખીને ફોતરાં લાવીને ખાંડવા લાગી, પણ તેને
ફોતરાંમાંથી ચોખા ન મળે; તેમ આત્મા ચૈતન્ય મહિમાવંત કિંમતી ચીજ છે,
અંતર નિર્વિકલ્પ દ્રષ્ટિવડે તેને પકડી તેનો અનુભવ કરે તો ધર્મ થાય. અજ્ઞાની
બાહ્ય–પુણ્યની ક્રિયામાં ધર્મ માને પણ તે સાચો ધર્મ નથી.
૨૯. જ્ઞાનીને વીતરાગી દ્રષ્ટિવડે ચૈતન્યસ્વભાવનું આલંબન તો
નિરંતર છે; પણ ચારિત્રમાં વિશેષપણે ઠરી શકતો નથી. તેથી તેને દયા, દાન,
પૂજા, ભક્તિ, વ્રતાદિનો શુભરાગ આવે છે પણ તેને તે ધર્મ માનતો નથી.
૩૦. નવતત્ત્વના ભેદ તથા ગુણ–ગુણીભેદરૂપ વ્યવહારનો પક્ષ નવો
નથી. અનાદિથી છે. જ્ઞાનીએ ભેદની દ્રષ્ટિ વ્યવહારની રુચિ છોડી એકરૂપ
અખંડાનંદની દ્રષ્ટિ કરે છે, તે અંતદ્રષ્ટિના અધ્યાત્મ–વિષયને ન જોતાં અજ્ઞાની
બાહ્યદ્રષ્ટિથી રાગની ક્રિયા જુએ છે ને તેમાં ધર્મ માની બાહ્યની વાતમાં વળગી
પડે છે. નવતત્ત્વના ભેદની દ્રષ્ટિ છોડી (વ્યવહારનો આશ્રય–રુચિ છોડી)
અખંડ ચૈતન્યમાં દ્રષ્ટિ અને એકાગ્રતા કરવાથી ચારિત્ર પ્રગટ થાય છે.
૩૧. વાંદરાને નકલ કરવાની ટેવ હોય છે. જંગલમાં ઠંડીની રાત્રે
કેટલાક લોકો ઘાસ એકઠું કરી દીવાસળીથી સળગાવી તાપતા હતા–વાંદરાએ તે
જોયું અને આગિયા નામે જીવડાંને પકડીને ઘાસ સળગાવવા ઘણી મહેનત કરી
પણ તેમાં અગ્નિ નથી તો ક્્યાંથી પ્રગટ થાય? તેમ અજ્ઞાની શરીરની અથવા
રાગની ક્રિયાને પકડી કષ્ટ કરે છે તો કરો–શુભભવ હોય તો પુણ્ય બંધાય પણ
અપૂર્વ યથાર્થ શાન્તિરૂપ ધર્મ તેનાથી ન થાય.
૩૨. જ્ઞાનીને નીચેની ભૂમિકામાં નવતત્ત્વના વિકલ્પ સાચા દેવ, શાસ્ત્ર,
ગુરુની ઓળખ અને તે સંબંધી રાગ હોય છે પણ તેમાં અથવા તેના આશ્રયથી
તેઓ ધર્મ માનતા નથી. રાગ હોવા છતાં તેનાથી જ્ઞાનને છૂટું પાડી
અરાગીપણું સ્વભાવની દ્રષ્ટિ કરતાં નવે તત્ત્વના ભેદની દ્રષ્ટિ ટળી જાય છે.
ભેદનો આશ્રય છૂટી જાય છે. શ્રદ્ધાના વિષયમાં–શુદ્ધનયના વિષયમાં તે ભેદ
નથી.
૩૩. આ રીતે ભેદને ગૌણ કરનાર શુદ્ધનયથી નવમાંથી એક જીવને
જુદો તારવી તેનો અભેદ અનુભવ કરવો તે આત્મખ્યાતિ–આત્મ પ્રસિદ્ધિ છે.
જે આત્માએ પૂર્ણરૂપ શુદ્ધાત્માની અનુભૂતિ કરી તેને અંતરના ભગવાન
મળ્‌યા, તેને આત્મ સાક્ષાત્કાર થયો. વર્તમાન દશામાં નવતત્ત્વના વિકલ્પો અને
ગુણભેદ હોવા છતાં ત્રિકાળી આત્માને અંતરમાં એકરૂપે અનુભવવો તે
નિયમથી સમ્યગ્દર્શન છે. આ શુદ્ધનયથી આત્માની શુદ્ધ અનુભૂતિનો નિયમ
કહ્યો. તેને આત્માનુભૂતિ કહો, શુદ્ધનય કહો, સમ્યગ્દર્શન કહો કે આત્મા કહો–
એ બધું એક જ છે.

PDF/HTML Page 17 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ આત્મધર્મ : ૧પ :
૩૪. ૧૮ દોષ રહિત સર્વજ્ઞદેવને પૂર્ણ શુદ્ધતા પ્રગટી તે મોક્ષ છે:–
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકલમાર્ગ
નિર્ગ્રંથ.’
પૂર્ણ એકરૂપ આત્મવસ્તુ ઉપર દ્રષ્ટિ દીધા વિના સમ્યગ્દર્શન ન થાય,
ભેદરૂપ વિષયને લક્ષમાં ન લેતાં અંદર ત્રિકાળી જ્ઞાયક સામાન્ય ઉપર દ્રષ્ટિ દઈ
એકાગ્ર થતાં સમ્યગ્દર્શન થાય છે.
આત્માની એક સમયની અવસ્થામાં વિકારની યોગ્યતા છે. કોઈ તેને
વિકાર કરાવી દ્યે–એમ બને નહિ, અને એકલા સ્વવિષયમાં સ્વલક્ષે અનેકભેદ
પુણ્યપાપ વગેરે બને નહિ.
તેમાં વિકારી થવા યોગ્ય યોગ્યતા જીવનની પર્યાયમાં લેવી અને વિકાર
કરનાર તે નિમિત્તપણું જડ કર્મમાં લેવું. દયા–દાનાદિના શુભ ભાવ તે
ભાવપુણ્ય છે અને તેમાં નિમિત્તરૂપ અજીવકર્મ તે વિકાર કરનાર દ્રવ્યપુણ્ય છે.
શુભરાગ થવામાં તો જૂના મોહકર્મનો ઉદય જ નિમિત્ત છે. ને તે તો પાપકર્મ
છે. છતાં જીવ તેને અનુસારે પરિણમતો નથી પણ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી
જ શુભરાગ (ભાવપુણ્ય) કરે છે. તેથી મોહકર્મના ઉદયને દ્રવ્યપુણ્યનો આરોપ
અપાયો–એમ આમાંથી સાબિત થાય છે. કર્મનો જેવો ઉદય આવે તે અનુસાર
‘ડિગ્રી ટુ ડિગ્રી’ જીવમાં વિકાર થાય એ માન્યતા ખોટી છે.
૩૬. જીવની પર્યાયમાં પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને
મોક્ષ એ સાત ભેદ પડે છે તે નિમિત્ત વિના–નિમિત્તના આશ્રય વિના ન પડે.
અને તે ભેદના લક્ષે અંતરમાં જવાની અભેદ દ્રષ્ટિ થતી નથી. ભેદરૂપ
વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન ન થાય. એકલા ભેદનો અનુભવ કરનાર
મિથ્યાદ્રષ્ટિ છે. જીવની વર્તમાન દશામાં નવ પ્રકારના ભેદની યોગ્યતાની
સ્વતંત્રતા ન કબૂલે ત્યાં સુધી તેને નિર્વિકલ્પ અભેદ અનુભવ અને શુદ્ધની
શ્રદ્ધા સન્મુખ થવાની પાત્રતા આવે નહિ.
૩૭. દરેકમાં જુદી જુદી યોગ્યતા હોય છે ને તે સ્વતંત્ર હોય છે. જેમ
દીવાસળીના લાકડાનો એક છેડો ગરમ થતાં બીજો છેડો ગરમ ન થાય, પણ
લોખંડના સળિયાનો એક છેડો ગરમ થતાં બીજો છેડો ગરમ થાય. મોટું
વજનદાર લાકડું પાણીમાં તરે ને લોઢાની નાની કટકી બૂડે તેનું કારણ શું? કે
તેની તે પ્રકારની સ્વતંત્ર યોગ્યતા; તેમ આત્મામાં પુણ્ય–પાપ, આસ્રવ, સંવર,
નિર્જરા, બંધ અને મોક્ષરૂપ અવસ્થા ઉત્પન્ન થાય છે. તે તેની વર્તમાન
પર્યાયની તે પ્રકારની યોગ્યતા છે.
૩૮. વર્તમાન વ્યક્તદશાની સ્વતંત્રતા કબૂલે તો પછી તેનો નકાર કરી
તે વ્યક્તદશા જેટલો જ હું નથી પણ હું તો ત્રિકાળી એકરૂપ શુદ્ધ જ્ઞાનઘન છું.
એમ અંર્તઅનુભવની અભેદદ્રષ્ટિ કરી શકે; પણ જે વર્તમાન વ્યક્ત વિકારની
સ્વતંત્રતા ન માને તે ત્રિકાળી અવ્યક્ત અખંડ નિર્વિકારને કેમ કબૂલી શકે? ન
જ કબૂલી શકે.

PDF/HTML Page 18 of 48
single page version

background image
: ૧૬ : વૈશાખ : ૨૪૮૮

૩૯. જો વર્તમાન રાગાદિ વિકારનું અસ્તિત્વ જડ કર્મને કારણે હોય તો
તે ટળે નહિ. અને જીવની વર્તમાન પર્યાયમાં અશુદ્ધ ઉપાદાનની યોગ્યતા જ
વિકારી થવા યોગ્ય ન હોય તો સંસાર સાબિત થાય નહિ. જીવની દશામાં
વિકારી થવાની યોગ્યતા છે, ને તેમાં જૂના કર્મના ઉદયનું નિમિત્તપણું છે–
એટલે કે તેને નિમિત્ત બનાવે તો વિકાર થાય છે. એકલા દ્રવ્યસ્વભાવને કારણ
બનાવે તો રાગાદિ વિકાર ન થાય.
૪૦. પુણ્યપાપના પરિણામરૂપે થવાની જીવની યોગ્યતા છે પણ તે
જીવનો સ્વભાવ નથી. ત્રિકાળી સ્વભાવમાં રાગાદિપણે થવાની યોગ્યતા નથી,
તેનો તો તેમાં ત્રણેકાળે અભાવ છે. જીવની પર્યાયમાં ભૂલની યોગ્યતા છે તે
કાંઈ જડ કર્મને લીધે નથી. કર્મ બિચારા જડ છે તેને સ્વ–પરની ખબર નથી તે
તને શું કરે?
૪૧. જીવ જે ભાવ કરે છે તેને તે કરનાર ન કહેતાં તે ભાવને જીવ
યોગ્ય છે અને એ પ્રકારની જીવની પર્યાયની યોગ્યતા કહી છે. પુણ્યપાપના
ભાવમાં અજીવકર્મનો ઉદય નિમિત્ત કારણ છે તેને વિકારક ગણીને તેને
દ્રવ્યપુણ્ય, દ્રવ્યપાપ કહેવામાં આવે છે. અહીં યોગ્યતા એકલા જીવમાં બતાવવી
છે, અજીવકર્મને કારણ કરવાથી રાગાદિ થાય છે, તે યોગ્યતા જડ કર્મને લીધે
છે એમ માને તો જીવ અને અજીવ બે દ્રવ્ય એક થઈ જાય.
૪૨. પાણી સ્વભાવે શીતળતા રાખીને પોતાની યોગ્યતાથી ઉષ્ણ થાય
છે, તેમાં અગ્નિ નિમિત્ત કારણ છે પાણી અગ્નિને લીધે ગરમ થયું એમ કહેવું તે
નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારનું કથન છે. જો ખરેખર અગ્નિવડે પાણી ઉષ્ણ
થયું હોય તો ત્યાં રહેલું આકાશ પણ ઉષ્ણ થવું જોઈએ. પણ એમ તો થતું
નથી. પાણીમાં ઉષ્ણપર્યાયની યોગ્યતા પ્રગટ થવા કાળે અગ્નિ નિમિત્ત છે. તેનું
જ્ઞાન કરાવવા માટે અગ્નિને કારણ કહેવાય છે. તેમ જીવ વિકારભાવે પરિણમે
અને કર્મોના ઉદયમાં જોડાય તો કર્મને નિમિત્તકારણ કહેવાય છે. તેમાં ન
જોડાય અને જ્ઞાનાનંદસ્વરૂપમાં સાવધાન રહે તો કર્મને અભાવરૂપ નિમિત્ત
કહેવાય છે.
૪૩. જીવની વર્તમાન અશુદ્ધદશા તે પુણ્યપાપ થવા યોગ્ય છે તેમાં
શુભરાગને ભાવપુણ્ય કહ્યું છે તેમાં નિમિત્તમાત્ર મોહકર્મ છે, જોકે તે પાપકર્મ
છે છતાં તે જ નિમિત્તને દ્રવ્ય પુણ્ય કહ્યું–વિકારક કહ્યું. બેઉની સ્વતંત્રતા
કબૂલીને નિમિત્ત–નૈમિત્તિક સંબંધમાં સાત પ્રકારે જીવની યોગ્યતા અને તેમાં
સદ્ભાવરૂપ અથવા અભાવરૂપ જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. એ
રીતે વ્યવહારનયના વિષયમાં પુણ્યપાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને
મોક્ષ એ સાત ભેદ કેમ થયા એ જાણવું જોઈએ. પણ એ સર્વ ભેદને ગૌણ
કરનાર અંદર ધ્રુવ એકરૂપ–ચૈતન્ય જ્ઞાયક વસ્તુ હું ભૂતાર્થ છું એમ નિર્ણય
કરી અંદરમાં અભેદ ચૈતન્યને વિષય બનાવી, તેની નિર્વિકલ્પ શ્રદ્ધા કરે તેને
સમ્યગ્દર્શન કહે છે.

PDF/HTML Page 19 of 48
single page version

background image
વૈશાખ : ૨૪૮૮ : ૧૭ :
આચાર્યદેવ મિથ્યાત્વનું
ઝેર ઉતારવા
આત્મજ્ઞાનનું અમૃત પીરસે છે.
[સમયસાર કલશ ૧૨૨ ઉપર, ગોંડલમાં પૂજ્ય ગુરુદેવનું પ્રવચન]
(મહા સુદ ૯ વીર સંવત ૨૪૮૭)
શ્રી સમયસાર પરમાગમ છે, તેની સર્વોત્તમ ટીકા કરનાર શ્રી
અમૃતચંદ્રાચાર્ય એક હજાર વર્ષ પૂર્વે થઈ ગયા; તેમણે પ્રથમ માંગલિક ‘નમ:
સમયસારાય’ થી શરૂ કર્યું છે. આ કળશ મધ્ય મંગલરૂપે છે.
इदमेवात्र तात्पर्यं हेयः शुद्धनयो न हि।
नास्ति बंधस्तदत्यागात्त त्यागाद्वंध एव हि।। १२२।।
અર્થ:– અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી; કારણ
કે તેના અત્યાગથી (ગ્રહણથી) બંધ થતો નથી, અને તેના ત્યાગથી બંધ જ
થાય છે.
આખા શાસ્ત્રનો સાર આ છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી.
(શુદ્ધનય અને તેનો વિષય જે પૂર્ણ શુદ્ધાત્મા બેઉને અહીં એક–અભેદ ગણ્યા
છે.) આ કળશ મધ્યમંગળ છે. મંગળનો અર્થ એવો છે કે–મંગ=પવિત્રતા;
સુખ, એને લ=લાવે, પમાડે તે. આત્મામાં નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન અને અતીન્દ્રિય
સુખ અનુભવ દ્વારા પ્રગટ થાય તે ભાવને સર્વજ્ઞ ભગવાન મંગળ કહે છે.
સંસારના માનેલા મંગળને મંગળ કહેતા નથી, કેમકે તે નાશવાન છે.
–મંગળનો બીજી રીતે અર્થ:–મમ્=શરીર અને પુણ્ય પાપમાં મમતારૂપી
જે પાપ તેને, ગલ=ગાળે એવા શુદ્ધભાવને મંગળ કહેવામાં આવે છે.
‘શુદ્ધનય’ તે સમ્યક્શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. હિતકારી–અહિતકારી
શું તેનો યથાર્થ નિર્ણય કરી જે જ્ઞાન પોતાના ત્રિકાળી પૂર્ણજ્ઞાનઘન સ્વરૂપમાં
દોરી જાય તેનું નામ

PDF/HTML Page 20 of 48
single page version

background image
: ૧૮ : વૈશાખ : ૨૪૮૮

‘શુદ્ધનય’ છે. રાગનો જે ભાગ બાકી રહ્યો તેને હેયરૂપે જાણે તે ‘વ્યવહારનય’
છે, તેમ જ ક્રમે થતા શુદ્ધિના ભેદને પણ જાણે તે પણ ‘વ્યવહારનય’ છે.
જેમ પીપરમાં પૂર્ણ તીખાશની શક્તિ કાયમ છે એમ જાણવું તે શુદ્ધનય–
નિશ્ચયનય; અને તેમાં ક્રમે ક્રમે પ્રગટ થતી તીખાશના ભેદને જાણવા, કચાશના
ભેદને જાણવા તે ‘વ્યવહારનય’ છે.
–શ્રદ્ધાનો વિષય અને શુદ્ધ નિશ્ચયનયનો વિષય એક જ છે. સર્વ ભેદને
ગૌણ કરીને, ત્રિકાળી શુદ્ધ ચિદાનંદઘન પૂર્ણ સ્વભાવને એકને જ રુચિમાં
લઈને તેમાં ઢળવું તેનું નામ ‘શુદ્ધનય’ છે.
“શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી.” એનો અર્થ એવો છે કે–આદર કરવા
યોગ્ય એવા આ આત્માનું શાશ્વતસત્ ચિદાનંદસ્વરૂપ છે તે તરફ દ્રષ્ટિ
(–રુચિ) કરીને અશુદ્ધનય–વ્યવહારનો વિષય આદર કરવા યોગ્ય–અનુસરવા
યોગ્ય નથી એમ જાણવું. શરીર, મન, વાણી મારાં નથી; હું તેનો કર્તા,
કરાવનાર કે પ્રેરક નથી; પુણ્ય પાપરૂપ વિકાર તે જળમાં સેવાળ જેમ મેલ છે.
તે મારું સ્વરૂપ નથી. વળી તે બંધનું–દુઃખનું કારણ છે પણ ધર્મનું કારણ નથી.
માટે તેનો (અશુદ્ધનયના વિષયોનો) આદર–આશ્રય–રુચિ છોડવો–માત્ર નિજ
શુદ્ધસ્વરૂપનો નિજમાં આદર–આશ્રય કરવો–આ કરવાનું આવ્યું. ઘણા પૂછે છે
કે સાચું જાણીને કરવું શું? ઉત્તર કે–આ સાચા જ્ઞાનની ક્રિયા કરવી. અહીં તે
સત્યજ્ઞાનક્રિયા કરવાની વાત જ કહેવાય છે.
પીપરના દરેક દાણામાં પૂર્ણ તીખાશની શક્તિ ભરી પડી છે. તથા
લીલો રંગ કાયમ એવો ને એવો છે. તે પીપરના દાણાને ઘસવાથી જ પ્રગટ
થાય છે. કટકા કરવાથી નહિ. વળી અંદરની શક્તિ–સામર્થ્ય, યોગ્યતા છે તેથી
તેમાંથી તે પ્રગટ થાય છે, બહારથી આવે એમ નથી. તેમ દરેક આત્મા દેહથી
જુદો, પોતપોતાની અનંત જ્ઞાનાનંદ શક્તિથી સદાય એકમેક છે. તેને ભૂલીને
બાહ્ય વલણ કરે છે તેથી પુણ્ય–પાપ, રાગ–દ્વેષ, હર્ષ–શોકની વૃત્તિ ઊઠે છે. પણ
તેવો અને તેટલો આત્મા નથી પણ પીપરના દ્રષ્ટાંતે પૂર્ણજ્ઞાનઘન શક્તિથી
ભરેલો આત્મા છે, તે સદાય એવો ને એવો છે. તેને દ્રષ્ટિમાં લઈ, તેનાં શ્રદ્ધા–
જ્ઞાન અને તેમાં એકાગ્રતા કરવાથી તેનો જ્ઞાનાનંદ સ્વભાવ પ્રગટ થાય છે,
પણ કોઈ નિમિત્ત
[સંયોગ] અથવા શુભાશુભરાગવડે તે પ્રગટ થાય એવો
નથી. અંદરમાં જ્ઞાનાનંદ ધ્રુવશક્તિ કાયમ છે એવા જ્ઞાનસ્વરૂપ આત્માનો
નિશ્ચય કરી તેના આશ્રયવડે તેની પવિત્રદશા પ્રગટ કરી શકાય છે.
પૂર્ણ શુદ્ધ સ્વરૂપનાં શ્રદ્ધા–જ્ઞાન હોવા છતાં, જ્ઞાનીને ચારિત્રપૂર્ણ નથી
ત્યાં સુધી દયા, દાન, પૂજા, ભક્તિનો શુભરાગ આવે ખરો. પણ તે રાગ કરવા
જેવો છે એમ તે ન માને. કોઈ જડકર્મ વગેરે મને રાગદ્વેષ કરાવે કે સુખદુઃખ
આપે એમ તે ન માને, પરનું હું કાંઈ કરી શકું છું પર મારૂં કાંઈ કરી શકે છે
એમ તે ન માને. કેમ કે ત્રણ, કાળ ત્રણલોકમાં એમ બની શકતું નથી.