Atmadharma magazine - Ank 228
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 31
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૨૮
દ્રષ્ટાન્તે પરસ્પર નિમિત્ત કહેવાનો વ્યવહાર છે તેમ આત્માશ્રદ્ધાદર્શન શક્તિથી ભરેલો છે તેને નિમિત્તનું
જ્ઞાન કરાવવા માટે નવતત્ત્વના ભેદ અને દેવ, શાસ્ત્ર, ગુરુ તથા છદ્રવ્યોની શ્રદ્ધા કરનારો કહેવું તે
વ્યવહાર નય છે તેમાં શ્રદ્ધાવા યોગ્ય છ દ્રવ્યો તથા નવ તત્ત્વોના વિકલ્પ નિમિત્ત છે. નિમિત્ત
નિમિત્તપણે છે પણ તેનાથી શ્રદ્ધા તથા દર્શન ઉપયોગરૂપ પર્યાય પરિણમે એમ નથી. કારણકે જીવ પોતે
જ દર્શનજ્ઞાનાદિ ગુણની પર્યાયરૂપે પરિણમે છે, પોતાના જ્ઞાનાદિ કાર્યને જ પ્રગટ કરે છે, તેમાં જ્ઞેયો તથા
શ્રદ્ધાના બાહ્ય વિષયો નિમિત્ત છે, પણ તે કોઈ જીવની શ્રદ્ધાદિ પર્યાયોના ઉત્પાદક નથી.
દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય થાય તો સમ્યગ્દર્શન પ્રગટ થાય એમ નથી.
દેવદર્શન, વેદના જાતિ સ્મરણ આદિ વડે સમ્યગ્દર્શન થાય એમ શાસ્ત્રમાં લખ્યું છે ને? તેનો અર્થ–એ તો
નિમિત્ત માત્ર છે એમ સમજવું. જીવ પોતે નિર્મળ શ્રદ્ધા જ્ઞાનરૂપે પરિણમે તો તેને નિમિત્ત કારણ
(વ્યવહાર–ઉપચાર કારણ) કહેવાય છે. નિમિત્ત છે માટે નૈમિત્તિક છે એમ નથી. વસ્તુ સ્વયંસિદ્ધ છે,
પોતાથી છે, પરથી નથી, તેમ વસ્તુના ગુણ અને તેની અનેક પર્યાયો પણ સ્વયંસિદ્ધ છે. પોતાથી છે,
પરથી નથી એ સાચી વાત છે છતાં પર વસ્તુ તેને નિમિત્ત છે એમ કહેવું તે નિમિત્તનું જ્ઞાન કરાવવા
માટે વ્યવહારનયનું કથન છે.
છ દ્રવ્ય નવ તત્ત્વ, સાચા દેવ, શાસ્ત્ર, ગુરુ વ્યવહાર–શ્રદ્ધાના વિષયપણે જ્ઞેયપણે નિમિત્ત છે.
જ્યારે આ આત્મા પરમાવગાઢ સમ્યગ્દર્શનપણે તથા કેવળજ્ઞાનપણે પરિણમે–ઉપજે છે ત્યારે સમસ્ત
લોકાલોક નિમિત્ત છે ને છ દ્રવ્યસ્વરૂપ આખું વિશ્વ તેને નિમિત્ત છે. કોઈ કોઈના કારણે નથી. દરેક
પદાર્થ સ્વયંસિદ્ધતા સાબીત કરે છે.
અપૂર્ણ જ્ઞાન છે ત્યાં જ્ઞાનીને નિશ્ચયથી પોતાનો આત્મા જ આશ્રય છે, અને વ્યવહાર શ્રદ્ધા
જ્ઞાનમાં સામે છ દ્રવ્ય વગેરે તથા શુભ રાગાદિ નિમિત્ત છે, તેઓ તો તેના ભાવે (–તેના સ્વરૂપે) ઊપજે
છે તેને તેરૂપે પ્રસિદ્ધ કરવામાં જ્ઞાન નિમિત્ત છે. બેઉને નિશ્ચયથી કાંઈ સંબંધ નથી પણ પરસ્પર નિમિત્ત
પણાનો વ્યવહાર છે તે અરીસાનું દ્રષ્ટાંત આપી સમજાવેલ છે.
આત્મા જ્ઞાનભાવે પરિણમે છે, સામે જ્ઞેય જ્ઞેયપણે નિમિત્ત છે. નિમિત્ત નિમિત્તપણે પરિણમે છે
તેમાં જ્ઞાન પ્રકાશકપણે નિમિત્ત છે. શ્રધ્ધેયને શ્રદ્ધનારપણે નિમિત્ત છે, પર પરને લાવે મેળવે કોણ?
પરસ્પર નિમિત્ત છે એમ કહેવું તે વ્યવહારથી છે. તેમાં કોઈનું પરાધીનપણું બતાવેલ નથી.
દવાનું દ્રષ્ટાંત–દવા અને કાગળનું પડીકું તેના કારણે તેના કાળે તેના સ્વભાવે પરિણમે છે, તે
જ્ઞાનના વિષયરૂપ જ્ઞેય થવામાં જ્ઞાનને નિમિત્ત છે એન જ્ઞાન તથા તેની શ્રદ્ધારૂપે પરિણમતા તે ભાવમાં
દવા વગેરે નિમિત્ત છે પણ કોઈના કારણે કોઈનું કાર્ય નથી, કોઈના લીધે કોઈમાં ફેરફાર થતો જ નથી,
છતાં પરસ્પર નિમિત્તપણું કહેવું તે વ્યવહાર છે.
તેમ ભગવાન આત્મા ચેતયિતા તે તેના શ્રદ્ધાજ્ઞાન સ્વભાવે પરિણમે–ઉપજે છે તેમાં છ દ્રવ્ય, નવ
તત્ત્વ નિમિત્ત છે પણ જો નિમિત્તના કારણે જીવ શ્રદ્ધા જ્ઞાનરૂપે પરિણમે તો બે તત્ત્વો જુદા ન રહે અને
નિમિત્ત નિમિત્તપણે ન રહે. સર્વજ્ઞકથિત જ્ઞેયો જેમ છે તેમ જાણે, માને તો તે નિમિત્તપણે સાચા છે અને
જ્ઞાન જ્ઞેયને જ્ઞેયપણે પ્રગટ કરવામાં નિમિત્તપણે સાચું છે. જો જ્ઞેયમાં છ દ્રવ્ય ખરેખર છે એમ ન માને,
ન જાણે, કાળદ્રવ્યની કોઈ સ્વતંત્ર સત્તા નથી (કાળદ્રવ્ય તે ઉપચાર જ છે) એમ કોઈ માને તો તેનું
જ્ઞાન ખોટું અને જ્ઞેય પણ ખોટું છે.
આત્મા સદાય દર્શન–શ્રદ્ધા જ્ઞાન સ્વભાવ સહિત હોવાથી પોતાના સ્વભાવથી દેખે જાણે અને
શ્રધ્ધે છે. નિશ્ચયથી પોતાને દેખે–જાણે શ્રધ્ધે છે, પરને જાણે છે, દેખે છે એમ સંબંધ બતાવવો તે
વ્યવહાર છે.

PDF/HTML Page 22 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૨૧ :
પરસ્પર પર્યાયમાં નિમિત્તપણાનો વ્યવહાર છે પણ કોઈ બીજાના કાર્ય માટે કર્તા છે એમ નથી. દ્રવ્યમાં ગુણ
ત્રિકાળ છે, કોઈ ગુણ પ્રગટ થતો નથી પણ તેની પર્યાય એક સમય પૂરતી નવી નવી પ્રગટ થાય છે. દ્રવ્ય સત્
ગુણ સત્ અને તેની દરેક પર્યાયો પણ સત્ છે, તેમાં સ્વ–સ્વામી અંશનો ભેદ પાડવો તે પણ વ્યવહાર છે, પણ
તેનાથી શું સાધ્ય છે? પર અને ભેદના લક્ષે તો રાગની ઉત્પત્તિ થાય છે.
જેમ શ્રદ્ધા–દર્શન અને જ્ઞાનનું સ્વયંસિદ્ધપણું બતાવ્યું તેમ હવે ચારિત્રમાં પણ સમજવું. આત્મા
જ્ઞાનદર્શન ચારિત્રસ્વભાવથી ભરેલો અને પુણ્ય પાપ, શરીર અને શરીરની ક્રિયા–તેના અભાવ સ્વભાવપણે
છે. પર્યાયમાં રાગ દશા છે તેટલા અંશે પરદ્રવ્યના અવલંબનરૂપ રાગ આવે ખરો પણ આત્મા પરદ્રવ્ય સાથે
તન્મય થતો નથી. પરનું ગ્રહણ ત્યાગ આત્મામાં નથી, આત્માને આધીન નથી. આત્મા, રાગાદિ, પુણ્ય પાપ
તથા દેહની ક્રિયા થાય તેના અભાવ સ્વભાવપણે છે, અને અખંડ શ્રદ્ધા–જ્ઞાન–શાન્તિમય સમરસી આનંદથી
ભરેલો છે. એમ અંતરંગમાં પ્રકાશમાન સ્વભાવ તરફ જોનાર નિશ્ચય નયથી આત્મા સ્વયં અપોહન સ્વરૂપ
છે, રાગનો અને પરનો ત્યાગ કરનાર કહેવો, પરનું આચરણ કરનાર કહેવો તે તો આરોપથી (વ્યવહારથી)
કથન માત્ર છે.
“ભેદ જ્ઞાન સાબુ ભયો સમરસ નિર્મળ નીર,
ધોબી અંતર આતમા ધોવે નિજ ગુણ ચીર”
સ્વસન્મુખતારૂપ ભેદવિજ્ઞાની આત્મા વીતરાગભાવે પરિણમતો પરદ્રવ્ય અને રાગાદિના અભાવ
સ્વભાવે ઉપજે છે, તેને વ્યવહારથી ત્યાગ કરનારો કહેવાય છે. નિરાકૂળતારૂપ શાન્તિ ક્્યાંથી આવે છે?
ભેદવિજ્ઞાન પૂર્વક અંદર એકાગ્રતાથી પ્રગટે છે. બહારથી શાન્તિ નથી. કોઈ જીવ પરનું ગ્રહણ ત્યાગ તથા
શરીરની ક્રિયા વ્યવહારથી પણ કરી શકતો નથી, પણ જ્ઞેયપણે નિમિત્તરૂપ થતી દેહની ક્રિયા અને રાગની
ક્રિયાને તે રૂપે જાણવું તે વ્યવહાર છે. આત્માનો વ્યવહાર તેની પર્યાયમાં જ હોય ભિન્નવસ્તુમાં ન હોય.
પ્રશ્ન– ભગવાનની પૂજા ભક્તિ તથા નવધા ભક્તિ પૂર્વક મૂનિને આહારદાન દેવાનો શુભ ભાવ તે શું
પર દ્રવ્યના આધાર વિના બનતો હશે?
સમાધાન–નિમિત્તની મુખ્યતાથી વ્યવહારના કથન થાય તેને એ જાતનો રાગ એ ભૂમિકાવાળાને આવે
ખરો પણ નિમિત્તના લીધે જીવને રાગ થાય અને રાગના કારણે શરીરની ક્રિયા અને ધર્મ થાય એવું ત્રણ
કાળમાં નથી.
આત્મા શરીર અને વાણીનો સ્વામી નથી. ધર્મીજીવ શુભ ઈચ્છાનો પણ સ્વામી નથી અને શરીરની
ક્રિયા અસદ્ભૂત વ્યવહારનયથી પણ કરી શકતો નથી. માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવવા તેવું કથન કરવાની રીત
છે, તે ટાણે રાગને અને રાગના નિમિત્તને જ્ઞેયપણે જાણે છે એમ કહેવા જેટલો તેની સાથે વ્યવહાર સંબંધ છે.
પણ તેથી કાંઈ રાગ અને દેહની ક્રિયારૂપે આત્મા પરિણમે છે એમ નથી. રાગનો ભાગ આસ્રવ તત્ત્વ છે તે રૂપે
આત્મા થતો નથી. નગ્ન શરીરરૂપે તથા મુનિ અવસ્થામાં હોવા યોગ્ય ૨૮ મૂળ ગુણના રાગપણે આત્મા
પરિણમતો નથી અર્થાત્ તેને પોતાના નિશ્ચય ચારિત્ર સ્વભાવમાં લાવતો નથી પણ તે કાળે પોતાના જ્ઞાન
આનંદમય વીતરાગ સ્વભાવપણે ઉપજતો થકો આત્મા વ્યવહાર ત્યાગના વિકલ્પને જાણે છે એમ કહેવું તેટલો
તે ભૂમિકાનો વ્યવહાર છે, બાકી પરમાર્થે આ આત્માને રાગનો ત્યાગ કરનાર કહેવો તે નામ માત્ર છે. આમ
અસ્તિસ્વભાવથી સ્વતંત્રતા યથાર્થતા અને વીતરાગતા ગ્રહણ કરવાનું મહાવીરપ્રભુએ વીરશાસન જયંતિદિને
ફરમાવ્યું છે
કેવળજ્ઞાનના દિવ્યસંદેશા આપનાર, કેવળીના વિરહ ભૂલાવનાર સત્ દ્રષ્ટિવંત
શ્રી ગુરુદેવનો જય હો. જ્ઞાનામૃતદાતા વીરપુત્ર શ્રી સદ્ગુરુદેવનો જય હો.

PDF/HTML Page 23 of 31
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૨૮
દસલક્ષણ પર્વ સંબંધી
બહારગામના ખાસ સમાચાર
વિદ્વાનો માટે આ પર્વ ઉપર બહાર ગામથી આમંત્રણ આવેલ તે મુજબ ૧૨ ગામમાં સોનગઢ દિ૦ જૈન
મુમુક્ષુ મહામંડળના પ્રચાર વિભાગ તરફથી વિદ્વાનોને મોકલવામાં આવેલા, તેમાં જે ગામથી સમાચાર આવ્યા
છે તેમાંથી જાણવા યોગ્ય હકીકત નીચે મુજબ છે.
(૧) ઈન્દૌર:– શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠ માટે દિ૦ જૈન સમાજવતી ધર્મરત્ન શ્રીમંત શેઠ
શ્રી રાજકુમારસિંહજી દ્વારા આમંત્રણ હતું. ભાદરવા સુદી ૪થી ૧પ સુધી દિવસમાં ત્રણવાર
વ્યાખ્યાનોમાં પૂ. ગુરુદેવ દ્વારા જૈનધર્મના સિદ્ધાંત અનુસાર તત્ત્વજ્ઞાનનો ઉપદેશ થઈ રહ્યો છે. તેનું
સ્પષ્ટીકરણ તથા જિનેન્દ્રભગવાનની અષ્ટદ્રવ્યથી પૂજાનું પારમાર્થિક અર્થ સહિત સ્પષ્ટીકરણ કરવામાં
આવ્યું હતું ઈન્દૌરના સમસ્ત જૈનસમાજે ઘણો લાભ લીધો. આ સંબંધના સમાચારમાં શ્રી પ્રકાશચંદ્રજી
પાંડયા લખે છે કે–
તા. ૧૪–૯–૬૨
ઈન્દૌરમાં પરમપુનીત દસ લક્ષણ પર્વમાં જૈન સમાજ ઈન્દૌર દ્વારા આમંત્રિત આધ્યાત્મિક પ્રખર જૈન
વિદ્વાન પં. ખીમચંદભાઈ જે. શેઠ દ્વારા દસ દિવસ સુધી પ્રતિદિન સવારે, બપોરે, રાત્રે, સરલ, સરસ, નિર્ભિક
તેમજ ઓજસ્વી પ્રવચનો થયાં, જેથી જૈન સમાજ તથા વિશેષપણે નવયુવક વર્ગ–અત્યાધિક પ્રભાવિત થયો.
પંડિતજીએ ગલત માન્યતાઓનું સમાધાન કરીને વસ્તુતત્ત્વને અતિશય સ્પષ્ટ રૂપમાં સમજાવ્યું. પંડિતજીએ
યથાર્થ શ્રદ્ધા, જિજ્ઞાસા તથા આચરણથી પોતાના આત્માને સર્વ પ્રથમ સમજવાની માર્મિક આપીલ કરી હતી.
સભામાં હંમેશા ધર્મ જિજ્ઞાસુઓની બે હજાર આશરે સંખ્યા રહેતી હતી.
જૈન સમાજ ના માનનીય શ્રી મિશ્રિલાલ ગંગવાલ (મધ્ય પ્રદેશના વિત્તમંત્રી મહોદય) ના
પ્રમુખપણામાં ધર્મસ્નેહ અને કૃતજ્ઞતાના પ્રતીકરૂપે પં. ખીમચંદભાઈ શેઠને સન્માનપત્ર અપૂર્વ વાતાવરણમાં
સાદર સમર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસર પર જૈનરત્ન શેઠ શ્રી રાજકુમારસિંહજી વિદ્વદ્વર્ય પં. શ્રી નાથુલાલજી ન્યાયતીર્થ, શ્રી
ઈન્દૌરીલાલ બડજાત્યા એડવોકેટ, શ્રી બાબૂલાલજી પાટૌદી (વિધાનસભા સદસ્ય) આદિ વિદ્વાનો દ્વારા
અદ્ભૂત ભાષણ થયા. જેમાં શ્રી ખીમચંદભાઈ શેઠનું ઉદાત્ત ચારિત્ર, પ્રજ્ઞા, વિચિક્ષણતા, ઉત્તમ પ્રતિભા તથા
અધ્યાત્મશાસ્ત્રની ગંભીર વિવેચના–સરલ અને બોધપૂર્ણ પદ્ધતિથી વ્યક્ત કરવાની અપરિમેય શક્તિની
પ્રશંસા કરવામાં આવી હતી. આબાલ, યુવક, વૃદ્ધો તથા સંસ્થાઓ તરફથી પંડિતજીનું સ્વાગત કરીને તેમના
માધ્યમથી સમાજે સદ્ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી કાનજીસ્વામી પ્રત્યે પોતાની શ્રદ્ધાનાં પુષ્પ સમર્પણ કર્યાં હતાં.
પંડિતજીનાં પ્રવચનોએ ખાસ કરીને શિક્ષિત વર્ગ અને નવયુવકવર્ગને અતિશય પ્રભાવિત કરેલ છે. તથા
તેઓની જિજ્ઞાસા તથા આસ્થાને સ્થિર અને પ્રબળ કરેલ છે.
લી.
પ્રકાશચંદ્ર પાંડયા
મંત્રી
શ્રી દિ. જૈન મુમુક્ષુ મંડળ, ગોરાકુંડ, ઈન્દોર
(૨) દિલ્હી–શ્રી દિ. જૈન નયા મંદિર ૨પ૧પ, ૧ ધર્મપુરા શ્રી દિ. જૈન મુમુક્ષુ મંડળ દ્વારા ખાસ
આમંત્રણથી શ્રી બાબુલાલ ચુનીલાલ મહેતા (ફતેપુરવાળા) ને મોકલવામાં આવ્યા હતા. દસ લક્ષણ પર્વમાં
કરૌલબાગ, પહાડીધીરજ, પહાડગંજ, વૈદવાડા જિનમંદિરમાં કાર્યક્રમ હતો. તથાભારત જૈન મહામંડલ તરફથી
વિશ્વ મૈત્રી દિવસ–ક્ષમાયાચના પર્વ તા. ૧૬–૯–૬૨ની વિરાટ સભામાં સર્વ પ્રથમ પ્રવચન શ્રી બાબુભાઈનું
હતું. પરમ ઉપકારી પૂ. ગુરુદેવે જૈન ધર્મનો પ્રકાશ ફેલાવ્યો છે તેની મહાનતા શ્રી બાબુભાઈ દ્વારા

PDF/HTML Page 24 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૨૩ :
બતાવીને તેનું અતિશય સ્પષ્ટ સુંદર પ્રતિપાદન કરીને દિલ્હી જૈન સમાજને અતિશય આનંદ અને ધર્મ
વાત્સલ્યનું આપ કારણ બન્યા છો. શ્રી બાબુભાઈએ રાત્રિ દિવસ ૮ થી ૧૦ કલાક પ્રવચન, શંકા સમાધાન,
જિનેન્દ્ર ભગવાનની પૂજા, ભક્તિ વગેરે દ્વારા સતત્ પોતાની અસાધારણ નમ્રતા, ધીરજ સહિત વિદ્વતાનો
લાભ આપ્યો છે.
વૈદવાડા ખંડેલવાલ દિ. જૈન મંદિર પંચાયત તરફથી આપને સન્માન પત્ર દેવામાં આવેલ છે. દિલ્હીથી
મુમુક્ષુ મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્રકુમારજી તથા મંત્રી શ્રી શ્રીપાળજી દ્વારા આવેલ સમાચાર ઘણા વિસ્તારથી છે
પણ તેને અહીં ટુંકાવવામાં આવ્યા છે તેનો સાર એ છે કે–
પરમ ઉપકારી પૂ. ગુરુદેવે બધાને જ્ઞાની બનાવી દીધા છે. કોઈ પણ કોઈથી કમ નથી. અપૂર્વ જ્ઞાનનો
ભંડાર ખોલી દીધો છે. તમામ જૈન સમાજ સોનગઢની પ્રશંસા કરે છે અને ઈર્ષા વશ ગલત પ્રચાર કરી ગલત
ફહમી ફેલાવનારની વાતો જૂઠી સાબીત થઈ ગઈ છે. ભૂલથી નિંદા કર્યાનો પશ્ચાતાપ પણ કેટલાકો કરતા હતા.
આશરે ૪૦૦ ઉપરાન્ત ભાઈઓ ૧૦ મૈલ દૂર સાંભળવા આવતા અને રાત્રે ૧૧ વાગ્યે ઘેર પહોંચતા
હતા. આ યુગમાં સત્પુરુષ નિમિત્તથી અમને અપૂર્વ વસ્તુ સાંભળવાનો અવસર મળ્‌યો તે અમારૂં મહાન
ભાગ્ય છે. જે અમને પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સંભળાવ્યું છે તે ચીજ તમામ જનતા પ્રસન્નચિત્તથી
જરાય ઘોંઘાટ કર્યા વિના સાંભળતા હતા. સભામાં સંખ્યા પ૦૦, ૭૦૦, ૮૦૦ સુધી અને બાબુભાઈ જ્યારે
ભક્તિ કરાવતા હતા ત્યારે ૧૦૦૦, સંખ્યા થતી હતી.
પ્રવચન બહુ જ સુંદર પદ્ધતિથી મનોહર ઢંગથી થતું હતું. પ્રભુના દર્શન કઈ રીતે કરવા જોઈએ. ભક્તિ,
સામાયિક, ઉપવાસ, વ્રત સોલહ કારણ ભાવના તથા પૂજા કોને કહેવાય. ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મમાં નિશ્ચય–
વ્યવહાર શું? તથા તત્ત્વાર્થ સૂત્રના દિવ્ય વિવેચન દ્વારા જૈન ધર્મનું અપૂર્વ મહત્વ હૃદયથી ઓતપ્રોત થઈને
સમજાવતા હતા. આજથી જ લોકો વારંવાર પ્રાર્થના કરે છે કે આવતી સાલ માટે પધારવાની કૃપા કરે અને
પૂ. કાનજીસ્વામીની જન્મ જયંતિ અવસર ઉપર ખુદ સ્વામીજી દિલ્હી પધારે એમ વિનંતી કરેલ છે. (શ્રીપાલ
જૈન મંત્રીથી)
(૩) મુંબઈ (ઘાટકોપર) દિ. જૈન મુમુક્ષુ મંડળના આમંત્રણથી શ્રી પ્રાણલાલ શાહ ત્યા નવ દિવસ
રહી દિવસમાં ત્રણ વખત પૂજ્ય ગુરુદેવનો પરમ ઉપકાર પ્રકાશિત કરવા ઉપરાન્ત શ્રી સમયસારજી કર્તાકર્મ
અધિકાર, પંચાસ્તિકાય તથા મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર વ્યાખ્યાને કર્યા હતા. સભામાં પ૦૦ સુધી સંખ્યા થતી,
શ્રી નેમિનાથ ભગવાનની રથયાત્રા, અભિષેક, પૂજન વગેરે કાર્યક્રમમાં જૈન સમાજે ઘણો જ ઉત્સાહ ભર્યો
ભાગ લીધો, પૂજ્ય ગુરુદેવના પૂનિત પ્રતાપે આ મંડળ આગળ વધી શકશે એમ સર્વ કાર્યકર્તાના ઉલ્લાસ
ઉપરથી જણાઈ આવે છે શ્રી પ્રાણલાલભાઈએ અમદાવાદથી અત્રે પધારીને જે મહા અમૂલ્ય લાભ આપ્યો છે
તે બદલ ઘાટકોપર દિ. જૈન મુમુક્ષુ મંડળ ઘણો આભાર માને છે. સવારે બપોરે અને રાત્રે ત્રણ વખત પ્રવચનો
આપીને સર્વજ્ઞ ભગવાનના સિદ્ધાંતો સમજાવવામાં સંપૂર્ણ સફળ થયા છે. તેઓશ્રીના અત્રે વસવાટ દરમ્યાન
ઠેરઠેર ભક્તજનો તત્ત્વજ્ઞાનની વાર્તામાં મશગુલ બન્યા હતા, તે પણ તેઓશ્રીના માર્મિક તેમ જ સચોટ
પ્રવચનોને આભારી છે. ભાઈશ્રી પ્રાણલાલભાઈ ભવિષ્યમાં પણ આવો જ સુંદર સહકાર આપતા રહેશે. એવી
અભ્યર્થના લી. ઘાટકોપર દિ. જૈન મુમુક્ષુ મંડળ મુંબઈ–હા–રસીકલાલ માનદ મંત્રી.
(૪) ખંડવા (મ. પ.) :– દિ. જૈન મુમુક્ષુ મંડળના આમંત્રણથી બુલંદ શહેરવાળા શ્રી કૈલાસચંદજીને
મોકલવામાં આવ્યા હતા. લખે છે કે ‘૧પ દિવસ સુધી અત્યંત ઉત્સાહથી લગભગ ૧૦ કલાક સુધી હંમેશા
દ્રવ્ય–ગુણ–પર્યાય જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી ચાર અભાવ, પાંચ ભાવ, સાત તત્ત્વ નિમિત્ત–નૈમિત્તિક
સંબંધના વિષય ઉપર બહુ જ સરલ, સ્પષ્ટ અને પ્રભાવપૂર્ણ પ્રવચન કર્યું. સાથે જૈન શિક્ષણ વર્ગ ચલાવી
અપૂર્વ જાગૃતિ પેદા કરી છે. હાઈસ્કૂલમાં પણ એક દિવસ જાહેર પ્રવચન તથા એક કલાક શંકા સમાધાનનો
કાર્યક્રમ રાખ્યો હતો.

PDF/HTML Page 25 of 31
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ૨૨૮
શ્રીયુત પંડિતજીનો અથાક્ પરિશ્રમ જોઈને સમાજને આશ્ચર્ય ચકિત થઈ જવું પડતું. તેમના પરિશ્રમની
અમે જેટલી પ્રશંસા કરીએ એટલી થોડી છે. પં. જીની પ્રવચન શૈલી ઘણી ઉત્તમ છે. ગૂઢથી ગૂઢ વિષયોને પણ
ખુબ સરલ શૈલિથી સમજાવતા હતા. પં. જી દ્વારા સમાજને વિશેષ ધર્મલાભ થયો છે તે માટે સમાજ અત્યંત
આભારી છે. ફરી વારંવાર અમારે ત્યાં આપને ત્યાંથી વિદ્વાન પધારશે તો સમાજમાં ધર્મ પ્રત્યે વિશેષ રુચિ,
ઉત્સાહ તથા સાચી જાગૃતિ થશે.
(પ) દાહોદ:– દિ૦ જૈન મુમુક્ષુ મંડળના આમંત્રણથી શ્રી ચંદુલાલ શીવલાલ સંઘવીને મોકલવામાં
આવ્યા હતા. ધર્મ જિજ્ઞાસુ ભાઈઓની સંખ્યા ઘણી મોટી છે. અહીં અભ્યાસી વર્ગ વિશેષ છે. શ્રી
ચંદુલાલભાઈએ વિદ્વતા દ્વારા પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવના અપૂર્વ તત્ત્વજ્ઞાન–પ્રસાદીનો લાભ આપ્યો હતો.
આત્માર્થિને યોગ્ય વ્યાખ્યાન શૈલિ હતી, ઉપરાંત જૈન શિક્ષણ વર્ગ ચાલુ કરેલ તેમાં ૬૦ ભાઈ બહેનો લાભ
લેતા હતા. ધર્મપ્રભાવનામાં વૃદ્ધિ કરનારો સરસ કાર્યક્રમ હતો. શ્રી ચંદુભાઈ પ્રત્યે ખુબ ખુબ પ્રસન્નતા દર્શક
પત્ર શ્રી સુમતિલાલ તરફથી આવેલ છે.
(૬) અમદાવાદ શ્રી દિ. જૈન મુમુક્ષુ મંડળ, ગાંધી રોડ–પતાસાની પોળ, મહાદેવ ખાંચો,
તા. ૧૮–૯–૬૨
પ્રમુખ શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળ સોનગઢ સવિનય લખવાનું જે અમારી વિનંતીનો સ્વીકાર કરી
અત્રે વાંચન માટે ભાઈ શ્રી છોટાલાલ રાયચંદભાઈને મોકલવામાં આવેલા તે બદલ આભાર.
તેઓશ્રીના આવવાથી અમારા માટે ઘણો જ ગૌરવનો પ્રસંગ બની ગયો છે. કારણકે તેઓશ્રીની
પ્રવચન શૈલી ઘણા જ ગંભીર ભાવોથી ભરેલી તથા આકર્ષક હોવાથી મંડળ ઉપરાંત અન્ય લોકો સાંભળીને
ઘણા જ પ્રસન્ન થતા હતા. મંડળના દરેક ભાઈ બહેનોને તો તેઓશ્રીના તેર દીવસના વસવાટ દરમ્યાન કોઈ
ઉત્સવ ઉજવાતો હોય તેટલો હર્ષ હતો. તેઓશ્રીની તત્ત્વ નિરૂપણ કરવાની શક્તિ તેમજ અસ્તિથી સ્થાપન
કરવાની પદ્ધતિ સાંભળીને દરેક ઘણા જ ખુશ થતા હતા. પ્રશ્નોત્તર પણ ઘણા જ થતાં હતાં, જવાબથી દરેકને
સંતોષકારક સમાધાન થયું હતું. તેઓશ્રીના તેર દીવસના વસવાટ દરમ્યાન નીચે મુજબ પ્રોગ્રામ રાખવામાં
આવેલ હતા.
દરરોજ સવારના ૮ાા થી ૯ાા સમયસારજીની છઠ્ઠી ગાથા ઉપર પ્રવચન, હંસરાજ, પ્રાગજી હોલ,
પાનકોર નાકા, રાત્રે ૮ા થી ૯ા મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદ્રષ્ટિનું સ્વરૂપ ઉપર પ્રવચન.
ખાડીઆ, અમૃતલાલની પોળમાં, સ્થાનીક દિગમ્બર ધર્મશાળા, સવારના વાંચનમાં સંખ્યા ૩૦૦ થી ૩પ૦
રાત્રે ૨૦૦ થી ૨પ૦ સ્થાનીક પેપરોમાં પણ જાહેરાત આપવામાં આવેલ હતી.
તેઓશ્રી મહામંડળની આજ્ઞા અનુસાર ખાસ વાંચન માટે અત્રે પધારીને મુમુક્ષુ ભાઈ બહેનોને મહા
અમૂલ્ય લાભ આપ્યો છે, તે બદલ તેઓશ્રીનો તથા મહામંડળનો અમો સર્વે હાર્દિક આભાર માનીએ છીએ,
તેમજ વારંવાર અમોને લાભ મળે એવી આશા રાખીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીની છત્રછાયાં નીચે વિશેષ
વિશેષ પ્રભાવનાના કાર્યો બનતા રહે એવી અમો આશા રાખીએ છીએ. એજ. પૂજ્ય ગુરુદેવશ્રી સુખશાંતિમાં
બિરાજતા હશે
લી. શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ વતી,
ચુનીલાલ જીવણલાલ દોસી.
માનદ મંત્રી.
(૭) સાગર:– પં. જી શ્રી ગેંદાલાલજી શાસ્ત્રી, બુંદીવાળા માટે સાગર દિ૦ જૈનસમાજ, ચૌધરનબાઈ
દિ. જૈનમંદિર પંચાયત સંઘ તરફથી આમંત્રણ હોવાથી મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમની અસાધારણ,
ઉત્તમ વિદ્વતા દ્વારા અતિસુંદર ધર્મ પ્રભાવના થયાના સમાચાર છે. હમેશાં ત્રણ કલાક તત્વાર્થસૂત્રજી તથા
દસલક્ષણધર્મ ઉપર પ્રવચનોથી સમાજને અપૂર્વલાભ થયો. શંકા સમાધાનની શૈલી ઉત્તમ છે.
(૮) કલકત્તા:– દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળના આમંત્રણથી બનારસથી પં. ફુલચંદજી શાસ્ત્રી દ્વારા
૧પ દિવસ પ્રવચનો થયાં. તેમના જૈન સમાજના અગ્રણી પંડિત તરીકે,

PDF/HTML Page 26 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૨પ :
કરણાનુયોગ શાસ્ત્ર ધવળ જયધવળ શાસ્ત્ર તથા પંચાધ્યાયી તત્ત્વાર્થ સૂત્ર, સર્વાર્થ સિદ્ધિ ટીકા, આલાપ
પદ્ધતિ જૈન તત્ત્વ મીમાંસા આદિ અનેક ગ્રંથોના સફળ સંપાદક તરીકે તેમનું સ્થાન અજોડ છે. પૂ.
ગુરુદેવ સમયસારજી આદિ શાસ્ત્રોમાંથી અનુભવપૂર્ણ મોક્ષમાર્ગનો જે પ્રકાશ પ્રગટ કરી રહ્યા છે તેને
શાસ્ત્રાધાર સહિત પં. જી સ્પષ્ટ કરીને સમાજ સામે સુંદર ઢંગથી રજુ કરે છે. તેમની પ્રવચન શક્તિ ઘણી
પ્રશસ્ત છે.
(૯) ચોટીલા:– (સૌરાષ્ટ્ર) દિ. જૈન સંઘના આમંત્રણથી પ્રચાર વિભાગ, દિ. જૈન મુમુક્ષુ
મહામંડળ, સોનગઢ, ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનો માટે શ્રી મધુકરજીને મોકલવાની માગણી હતી. ત્યાં ૭
દિવસ માટે મધુકરજીએ દિગમ્બર જૈન મંદિરમાં ટેપરીલ મશીન દ્વારા પૂજ્ય ગુરુદેવના પ્રવચનો, ભક્તિ
વગેરે કાર્યક્રમ રાખેલ, ધર્મપ્રભાવના સારી રીતે થયેલ. મધુકરજી અંકલેશ્વરથી ચોટીલા થઈ પ્રતાપગઢ
ગયા હતા.
(૧૦) પ્રતાપગઢ (રાજસ્થાન) : દિ. જૈન સમાજ તરફથી પૂજ્ય ગુરુદેવના પ્રવચનો માટે
મઘુકરજીને મોકલવાનું આમંત્રણ હોવાથી ૧૦ લક્ષણ પર્વ ઉપર ત્યાં સુંદર કાર્યક્રમ હતો. સવાર સાંજ બે
વખત ટેપરેકર્ડીંગ તથા સાંજે એક કલાક ભક્તિનો પ્રોગ્રામ હતો. જૈન સમાજનો ખાસ પ્રેમ ભર્યો આગ્રહ
હોવાથી તા. ૧૭–૯–૬૨ સુધી રોકી રાખેલ–ત્યાંથી નારાયણગઢ, કુશળગઢ, લશ્કર–ગ્વાલીઅર ભીન્ડ,
ભોપાલ, સીલવાની, ગંજ બાંસૌંદા, જયપુર સુધીનો પ્રોગ્રામ છે.
(૧૧) ભોપાળ:– (મ.પ્ર.) ભોપાળ, તા. ૧૯–૯–૬૨ મુમુક્ષુ મંડળ ભોપાળના હાર્દિક
આમંત્રણનો સ્વિકાર કરી, શ્રી પંડિત ખીમચંદભાઈ શેઠ ઈન્દૌર ઉજ્જૈન થઈ સોમવારે ભોપાળ આવ્યા.
સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા સ્ટેશન ઉપર ભારી સંખ્યામાં હાજર રહીને એમનું અપૂર્વ ઉત્સાહ
સહિત સ્વાગત કર્યું. જૈન તત્ત્વોના વિશેષ મર્મજ્ઞ આદરણીય શ્રી ખીમચંદભાઈ દ્વારા દિ. જૈન મંદિર
ચોકમાં તા. ૧૭–૧૮ સપ્ટેંબર, સોમવાર તથા મંગળવાર બે દિવસ મહત્વપૂર્ણ પ્રવચન થયા. રોજ બે
વખત, સવારે ૮ થી ૯ બપોરે ૨ થી ૩ તથા રાત્રે ૯ થી ૧૦ આ ટાઈમ ઉપર વિશેષ પણે ઉપરોક્ત
પ્રવચન સાંભળવા માટે બહારથી આવેલા મુમુક્ષુ ભાઈઓ તથા સ્થાનીક જૈન સમાજે હજારોની સંખ્યામાં
હાજર રહીને આ આધ્યાત્મિક પ્રવચનો અત્યંત રુચિપૂર્વક સાંભળ્‌યા. મોટા ભાગના શ્રોતાઓનું કહેવું
હતું કે અમારા જીવનમાં અધ્યાત્મ જેવા ગંભિર વિષય પર આટલું....સરસ, મધુર અને પ્રભાવશાળી
વિવેચન સાંભળવાનો આ પ્રથમ જ અવસર હતો.” શ્રી પં.જી ના વિશુદ્ધ તાત્ત્વિક પ્રવચનોના પરિણામ
સ્વરૂપ સમાજનું વાતાવરણ અધ્યાત્મ રસમય બની ચૂકયુ હતું.
નિશ્ચય–વ્યવહાર, નિમિત્ત–ઉપાદાન ક્રમબદ્ધ પર્યાય, સમ્યક્ પુરુષાર્થ આદિ મહાન ઉપયોગી
સિદ્ધાંતો ઉપર આપે સરલતમ દ્રષ્ટાંતો દ્વારા એટલો સુંદર પ્રકાશ પાડયો કે જેનાથી કેવળ શ્રોતાઓની
ભ્રાન્તિ દૂર થઈ એટલું જ નહીં પણ ઉપરાન્ત તેમને અપૂર્વ શાન્તિ અને આનંદનો અનુભવ થયો. તા.
૧૮–૯–૬૨ બપોરે ૪ થી ૪ાા દિ. જૈન મંદિર, આપનું પ્રવચન થયું, તથા પાંચ માઈલ દૂર હેવી
ઈલેકટ્રીકલ્સ પિપલાનીના ભાઈઓ દ્વારા આગ્રહ હોવાથી રાત્રે ૭ થી ૮ સુધી ત્યાં પ્રવચન થયું, જેમાં
ઘણી મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓએ લાભ લીધો તથા મધ્યપ્રદેશના વિત્ત મંત્રી માનનીય શ્રી મીશ્રીલાલજી
ગંગવાલ પણ આ અવસર ઉપર ખાસ પધાર્યા હતા. રાત્રે શાસ્ત્રપ્રવચન પછી દિ૦ જૈન ધર્મશાળામાં
વિશાળ જનસમુદાયની હાજરીમાં દિ૦ જૈન સમાજ તરફથી આપનું શાનદાર સ્વાગત કર્યું, તથા આપની
સેવામાં સન્માનપત્ર (અભિનંદન પત્ર) ભેટ કર્યું.
આ અવસર પર સર્વ પ્રથમ શ્રી કેવળચંદજી ગુનાવાળા દ્વારા એક આધ્યાત્મિક પદ સંભળાવવામાં
આવ્યું હતું. શ્રી રાજમલજી પવૈયાએ પણ પૂ. કાનજીસ્વામી તથા શ્રી પં. જી પ્રત્યે પોતાના ભાવપૂર્ણ
ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા. પછી શ્રી બાબુલાલ બજાજ દ્વારા કવિતા પાઠ કરવામાં આવેલ. શ્રી સૂરજમલજી
જૈન અભિનંદન પત્ર વાંચી સંભળાવ્યું તથા સમાજના વયોવૃદ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી સિંધઈ
હજારીલાલજી બહાદુર દ્વારા શ્રીમાન પં. જીને આ અભિનંદન પત્ર ભેટ કરવામાં આવ્યું હતું.

PDF/HTML Page 27 of 31
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ૨૨૮
આપના પ્રત્યે પ્રદર્શિત ઉક્ત સન્માનના ઉત્તરમાં શ્રી ખીમચંદભાઈએ કહ્યું કે “વાસ્તવમાં હું મને
પોતાને આ અભિનંદનને યોગ્ય સમજતો નથી. જ્યારે મને અભિનંદન પત્ર સ્વીકારવાનો પણ રાગ ન હોય
અર્થાત્ પૂર્ણ વીતરાગી બનું ત્યારે જ હું આ અભિનંદનને યોગ્ય બની શકીશ. આપે અંતમાં કહ્યું કે આપ
ભાઈઓએ જે ધર્મ પ્રત્યે રુચિ પ્રગટ કરી છે અને હાર્દિક સ્નેહ મને પ્રદાન કર્યો છે, તેને માટે હું આપ સૌનો
આભારી છું. અંતમાં શ્રી સૂરજમલજી દ્વારા આદરણીય પં. જી તથા ઉપસ્થિત શ્રોતાઓ પ્રત્યે આભાર વ્યક્ત
કરતા થકા, કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો.
તા. ૧૯––૬૨ ભવદીય
રાજમલ જૈન
મંત્રી, દિ૦ જૈન મુમુક્ષુ મંડળ,
ભોપાળ
(૧૨) ઉજ્જૈન (મ. પ.) શ્રી દિ જૈન મુમુક્ષુ મંડળ તરફથી શ્રી ચાંદમલજી ગાંધીનો પત્ર:– શ્રી
સોનગઢ નિવાસી, સત્ધર્મ–પ્રેમી શેઠ ખીમચંદભાઈ અમારા મંડળના નિવેદનથી બે દિવસ માટે તા. ૧૪–૯–૬૨
ઉજ્જૈન પધાર્યા, વિનોદ ભવનના ગેસ્ટ હાઉસમાં જૈન સમાજના પ્રમુખ વ્યક્તિઓ તથા મુમુક્ષુ મંડળ દ્વારા
ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તા. ૧પ–૯–૬૨ સવારે નમકમંડી જિનમંદિરમાં તથા બપોરે સ્વાધ્યાય મંદિર,
રાત્રે ઉપરોક્ત મંદિરજીમાં પ્રવચન થયાં. જનતા તેઓના પ્રવચનોથી અત્યધિક આકર્ષિત થઈ. પંચાયતના
જૈન ભાઈઓ સહુ પોતપોતાના મંદિરજીમાં પ્રવચનો માટે માંગણી કરવા લાગ્યા, પણ સમયનો અભાવ
હોવાથી બધાયની માંગ પૂર્ણ કરવી અશક્્ય હતું. તો પણ બીજે દિવસે પાંચ સ્થળે પાંચ પ્રવચનની વ્યવસ્થા
કરી. જનતામાં જેઓએ એકવાર પ્રવચન સાંભળ્‌યું તેઓ ફરીને પણ જે સ્થાન પર પ્રવચનને માટે નક્કી કરેલ
ત્યાં જઈને ઘણી ઉત્સુકતાથી સાંભળતા હતા. આ પ્રકારે જનતા બહુ જ પ્રભાવિત હતી.
રાત્રે સ્વાધ્યાય મંદિરમાં શેઠ શ્રી ખીમચંદભાઈના સન્માનમાં જૈન સમાજ તથા મુમુક્ષુ મંડળ તરફથી
અભિનંદનપત્ર ચાંદીના કાસ્કેટમાં ભેટ કરવામાં આવ્યું. ઉક્ત વિધિ શેઠ શ્રી રાજકુમારસિંહજી–ઈન્દૌરના
સુપુત્ર શ્રી જંબુકુમારસિંહજીના પ્રમુખપણામાં સંપન્ન થઈ.
આ અવસર પર ઈન્દૌર, ભોપાળ, બડનગર આદિથી મુમુક્ષુ ભાઈઓ પધાર્યા હતા. અપૂર્વ ધર્મ
પ્રભાવના થઈ. અંતમાં શેઠ શ્રી ખીમચંદભાઈ સન્મુખ સમસ્ત જૈન સમાજે નિવેદન કર્યું કે–આવતી સાલના
પર્યુષણ પર્વ ઉપર આ આધ્યાત્મિક પ્રવચનોનો લાભ દેવા અવશ્ય પધારશો
લી. ચાંદમલ ગાંધી ઉજજૈન
(૧૩) ગુના (મ. પ્ર) દિ. જૈન મુમુક્ષુ મંડળના મંત્રી શ્રી કેવળચંદ્રજી પંડયા જણાવે છે કે અમારા
નિમંત્રણનો સ્વિકાર કરીને અધ્યાત્મજ્ઞાન પ્રસારક શ્રી ખીમચંદભાઈ શેઠ ગુના પધાર્યા, તેમને અહીં જૈન
સમાજ તથા જૈનવીર દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર (સલામી) દઈને પછી બેન્ડબાજા સાથે વિશાળ જન સમૂહ
પ્રોસેસન જિનમંદિર જવા રવાના થયા, માર્ગમાં અનેક જૈનબંધુઓ પોતાની દુકાન સમક્ષ ફુલહારદ્વારા સ્વાગત
કર્યું. પૂજ્ય ગુરુદેવના જયકાર સહિત ૧૦ા કલાકે પ્રોસેસન શ્રી દિ. જૈન મંદિર તથા પ્રવચન સ્થળે પહોંચી ત્યાં
માંગલીક શરૂ કર્યું હતું.
અહીં બે દિવસ સુધી ભરપુર કાર્યક્રમ રહ્યો. જેમાં તેઓ શ્રીએ સરલ મધુરવાણીથી શ્રી નિર્ગ્રંથ જૈન
મુનિઓનું સ્વરૂપ નિશ્ચય વ્યવહાર શ્રી સમયસાર ઉપર વિસ્તારથી ધાર્મિક પ્રવચન તથા જિનેન્દ્ર ભગવાનના
પૂજનમાં આઠદ્રવ્યથી પૂજાના પારમાર્થિક અર્થ કર્યા, જેથી જૈન સમાજ અને અજૈન બંધુ વર્ગે ખુબ પ્રસન્નતા
બતાવી આ પ્રભાવનાથી પ્રેરિત થઈને જૈન સમાજે આપને અભિનંદન પત્ર દઈને આપનું સ્વાગત કર્યું. આ
અવસર પર અશોકનગર, કોટા, રાધૌગઢ, આરૌન, કુંભરાજ, મ્યાના આદિથી અનેક ધર્મજિજ્ઞાસુભાઈઓ
પધાર્યા હતાં.

PDF/HTML Page 28 of 31
single page version

background image
આસો : ૨૪૮૮ : ૨૭ :
હિન્દીભાષી યાત્રિકોની
ધર્મશાળા માટે આવેલ
રકમોની યાદી
૧૬૭૮૪–૦૦ અંક નંબર ૨૨૭ મા જણાવ્યા મુજબ કાયમી પૂજા
૧૦૦૧–૦૦ સૌ. ગુણમાળાદેવી ધર્મપત્ની વીરકુમાર જૈન દિલ્હી ૨૦૧–૦૦ દલીચંદ નાગરદાસ ગોસળિયા મુંબઈ
પ૦૦૧–૦૦ શ્રી નવનીતભાઈ સી. ઝવેરી મુંબઈ પુસ્તક મદદ ખાતે–
પ૦૧–૦૦ સૌ. વિમળાબેન જીવણલાલ કાપડિયા સુરત ૧૦૦૧–૦૦ પુનમચંદ મલુકચંદ જોબાળીયા અમદાવાદ
૧૦૦૧–૦૦ શ્રી પુનમચંદ મલુકચંદ શાહ અમદાવાદ ૨૦૧–૦૦ એક સદ્ગ્રહસ્ય તરફથી હા. બેનશ્રીબેન
૧૦૦૧–૦૦ સૌ. શકુન્તલાબેન ધર્મ પત્ની દરબારીલાલ દિલ્હી ૧૦૧–૦૦ ન્યાલચંદ કુબેરદાસ ધ્રાંગધ્રા
૧૦૦૧–૦૦ શ્રી જેઠાલાલ સંઘજીભાઈ બોટાદ ૧૦૧–૦૦ રસીકલાલ વીકમચંદ કલકત્તા
પ૦૧–૦૦ સૌ. જ્ઞાનમતિજી અજીતપ્રસાદ દિલ્હી પ૧–૦૦ ધીરજલાલ ભાઈચંદ દેસાઈ મુંબઈ
૧પ૧–૦૦ શ્રી છોટાલાલ મોહનલાલ અમદાવાદ ૧૦૦–૦૦ પરચુરણ
૧૦૧–૦૦ ર્ડા. નવરંગભાઈ મોદી રાજકોટ પ૦–૦૦ રતિલાલ ચતુરભાઈ અજમેરા મુંબઈ
પ૧–૦૦ શ્રી કપુરચંદ સુખલાલ કોઠારી નંદરબાર ૧૬૨પ–૦૦
૧૦૧–૦૦ શ્રી રસીકલાલ વીકમશી સંઘવી કલકત્તા જ્ઞાન ખાતામાં
૧૦૧–૦૦ શ્રી જ્ઞાનચંદજીના માતુશ્રી કસ્તુરબાઈ કોટા પ૧–૦૦ શ્રી જેઠાલાલ સંઘજીભાઈ બોટાદ
૧૦૧–૦૦ શ્રી રસીકલાલ ત્રંબકલાલ મહેતા રાજકોટ ૧૦૧–૦૦ નેમીચંદજી પાટની આગ્રા.
પ૧–૦૦ સૌ. સુમતિબેન કાંશલીવાલ ઈન્દૌર ૨પ૧–૦૦ શેઠ ભગવાનલાલ સોભાલાલ સાગર.
૧૦૧–૦૦ શ્રી મગનલાલ ચંદ્રસેન બંડી ઊદેપુર પ૧–૦૦ શ્રી મોહનલાલ વાઘજીભાઈ કરાંચીવાળા
૧૦૧–૦૦ શ્રી માણેકલાલ કરતુરચંદ તળાટી મુંબઈ પ–૦૦ સવાઈચંદજી પાનવાલા ગંજબાસોદા.
૧૦૦૧–૦૦ શ્રીમતીજી કાન્તાદેવી ધર્મ પત્ની પ૧–૦૦ ઈન્દુમતી રસીકલાલ કસ્તુરચંદ મુંબઈ
હેમચંદજી જૈન દિલ્હી પપ૬
૧૦૧–૦૦ શ્રી કાન્તીલાલ ગીરધરલાલ સોનગઢ ૧૬૨–૦૦ પરચુરણ રકમો
પ૧–૦૦ શ્રી ચંદુલાલ વીકમશી સંઘવી કલકત્તા ૭૧૮–૦૦
૧૦૦૧–૦૦ શ્રી શેઠ ભગવાનદાસ સોભાલાલ સાગર આત્મધર્મ પ્રભાવનાખાતે
૧પ૧–૦૦ શ્રી કપૂરચંદજી જૈન જયપુરવાળા જયપુર ૨પ૧–૦૦ નવનીતલાલભાઈ સી. ઝવેરી મુંબઈ
૧૦૦૧–૦૦ શ્રી શેઠશ્રી નાનાલાલ કાળીદાસ જસાણી રાજકોટ
૧૦૦૧–૦૦ શેઠ શ્રી મોહનલાલ કાળીદાસ જસાણી રાજકોટ
૨પ–૦૦ સૌ. નર્મદાબેન અમદાવાદ
૩૨૯૮૩–૦૦

PDF/HTML Page 29 of 31
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ૨૨૮
સં. ૨૦૧૮ના ભાદરવા સુદ ૨ના
રોજ તીથી નોંધાણી તેની યાદી.
પ૦પ) નવનીતલાલ ચુનીલાલ ઝવેરી ૧૦૧) બેન કસુંબાબેન ભુરાલાલ
૩૦૩) જસાણી નાનાલાલ કાળીદાસ ૧૦૧) ” મહાલક્ષ્મીબેન
૩૦૩) ” મોહનલાલ કાળીદાસ ૧૦૧) શા. ધીરજલાલ હરજીવન
૨૦૨) શેઠ ખીમચંદ જેઠાલાલ ૧૦૧) ” પ્રેમચંદ લખમીચંદ
૧૦૧) દોશી સુમનભાઈ રામજીભાઈ ૧૦૧) ” ફુલચંદ હંસરાજ
૧૦૧) ચુનીલાલ હઠીચંદ ૧૦૧) ” ચુનીલાલ લખમીચંદ
૧૦૧) શેઠ નાનચંદ ભગવાનજી ૧૦૧) ” દોશી હરીલાલ શીવલાલ
૧૦૧) ” વચ્છરાજ ગુલાબચંદ ૧૦૧) બાલુભાઈ ત્રીભોવનદાસ રાયપુરવાળા
૧૦૧) ” કેવલચંદ કાનજીભાઈ ૧૦૧) હીંમતલાલ હરગોવનદાસ
૧૦૧) દોશી શાંતિલાલ ખીમચંદ ૧૦૧) કામદાર જયંતીલાલ હરીચંદ
૧૦૧) શેઠ અમુલખ લાલચંદ ૧૦૧) શેઠ ભગવાનદાસ છગનલાલ
૧૦૧) ” મલુકચંદ છોટાલાલ ૧૦૧) ગાંધી રમણીકલાલ હરીચંદ (ભાયચંદ ગાંધીના
ભત્રીજા)
૧૦૧) ” મોહનલાલ વાઘજી ૧૦૧) ભાયાણી નગીનદાસ હીરાલાલ
૧૦૧) બેન ડાહીબેન મોહનલાલ ૧૦૧) શા. જગજીવનદાસ ચતુરદાસ
૧૦૧) શેઠ મગનલાલ સુંદરજી ૨૦૨) શેઠ જેઠાલાલ સંઘજીભાઈ
૧૦૧) ” ચંદ્રકાંત હરિલાલ ૧૦૧) ભાયાણી હરીલાલ ચુનીલાલ
૧૦૧) દોશી બાવચંદ જાદવજી ૨૦૨) નેમીદાસ ખુશાલદાસ
૧૦૧) ન્યાલચંદ મલુકચંદ
૧૦૧) જુવાનમલ સંઘવી (પરચુરણ રસોડા ખાતે આવ્યા તે)
૧૦૧) મોહનલાલ સંઘવી ૧૦૧) પોપટલાલ મોહનલાલ
૧૦૧) સંઘવી ચંદુલાલ શીવલાલ ૧૦૧) માણેકલાલ કસ્તુરચંદ તલાટી
૧૦૧) શેઠ ખેમરાજજી–ખેરાગઢ ૨૦૧) ગોંડલ મુમુક્ષુ મંડળ
૧૦૧) બેન હેમુકુંવરબેન કામાણી પ૦૧) નવનીતલાલ સી ઝવેરી
૧૦૧) શા. કુંવરજી જાદવજી (સુધારા ખાતે)
૧૦૧) ” આણંદજી નાગરદાસ પ૦૧) પુનમચંદ મલુકચંદ
૧૦૧) ” માણેકચંદ વેલશી (વાસણ ખાતે)
૧૦૧) ભાયાણી હરીલાલ જીવરાજ ૧૦૬) વઢવાણ શહેર મુમુક્ષુ મંડળ
૧૦૧) કોઠારી ભુરાલાલ ભુદરજી ૧૦૧) વાંકાનેર મુમુક્ષુ મંડલ
૧૦૧) દોશી રામજીભાઈ માણેકચંદ ૪૦૧) અમદાવાદ મુમુક્ષુ મંડલ
૧૦૧) વાડીલાલ જગજીવન ૧ ૮૦૭૩

PDF/HTML Page 30 of 31
single page version

background image
આ અંકે આપનું લવાજમ પુરૂ થાય છે.
‘આત્મધર્મ’ પત્રનું આપનું લવાજમ તા. ૨૮–૧૦–૬૨ના રોજ પુરું થાય છે, તો આપને વિનંતિ
કરવાની કે આપનું લવાજમ રૂા. ૪–૦૦ રૂપિયા ચાર પુરા મ૦ ઓ૦ થી મોકલવા યોગ્ય કરશો. આ
સૂચનાપત્ર બાદ પંદર દિવસ સુધીમાં આપના લવાજમની રકમ અથવા કોઈ પણ પ્રત્યુતર આપના તરફથી
નહિ મળે તો લવાજમની રકમ સાથે રૂા. ૪–૬૨ નું વી. પી. પી કરવામાં આવશે જે સ્વીકારી લેવા વિનંતી છે,
મનીઓર્ડર ખર્ચ ૦–૧પ નય પૈસા આવે છે, જ્યારે વી. પી. ખર્ચ રૂા. ૦–૮૦ નયા પૈસા થાય છે એટલે મ.
ઓ. થી જ આપનું લવાજમ મોકલી આપશો એવી આશા છે. જેથી વી. પી. નાં ખોટા ખર્ચમાંથી બચી શકાય,
અને અંક આપને વખતસર મળી જાય.
દિ૦ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
મનીઓર્ડર અગર પત્ર વ્યવહાર કરતી વખતે ગ્રાહક નંબર અવશ્ય લખશો.
નવા ગ્રાહક હોય તો “નવા” ખાસ લખવું
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
કેટલાક ભાઈઓને આત્મધર્મના અંકો મળતા નથી એમ જાણવામાં આવ્યું છે. તો જેમને અંક મળતા
ન હોય તેમણે પોતાનું પુરૂં સરનામું સ્પષ્ટ અક્ષરોમાં ગામ, તાલુકો જીલ્લા સાથે આત્મધર્મ કાર્યાલય,
સોનગઢને લખવું.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રી હરજીવન ગીરધરભાઈ (બોટાદવાળા) એ તથા તેમના ધર્મપત્નિ સૌ. શ્રી સુરજ બેહેન પૂ. ગુરુદેવ
સમક્ષ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી તે બદલ ધન્યવાદ.
(ભાદરવા સુદી ૩)
નવું પ્રકાશન
કવિવર ટેકચંદજી કૃત–
૧. પંચમેરૂ નંદીશ્વરપૂજન વિધાન તથા વર્ધમાન નિર્વાણ, ૨૪ જિન નિર્વાણપૂજન તથા ત્રૈલૌક્ય
જિનાલય–કુંડલવર, રૂચક ગિરિવર આદિ જિનાલય પૂજા સંગ્રહ.
હિન્દીભાષામાં પૃ. સંખ્યા ૧૮૦ મૂલ્ય, ૧–૦૦
પોસ્ટેજ ૦–૬૨ નયા પૈસા.
૧. કવિવર ટેકચંદજી કૃત–દશ લક્ષણ વ્રત વિધાનાદિ પૂજા
ભાષા હિન્દી મૂલ્ય ૦–૭પ પોસ્ટેજ ૦–૨પ નયા પૈસા
આ અંકની પ્રભાવના અર્થે રૂા. ૨પ૧) ધર્મપ્રેમી ભાઈશ્રી
નવનીતલાલ સી. ઝવેરી મુંબઈવાળા તરફથી પ્રકાશનાર્થે મળ્‌યા છે.
સુભાષિત–ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્વલ આત્માઓનો સ્વત: વેગ વૈરાગ્યમાં
ઝંપલાવવું એ છે–શ્રીમદ રાજચંદ્ર

PDF/HTML Page 31 of 31
single page version

background image
ATMADHARMA Regd. No. G.82
---------------------------------------------------------------------------------------
મોક્ષસ્વભાવનું ગ્રહણ
અને સંસારનો ત્યાગ
આત્મામાં અનંત અપૂર્વ પુરુષાર્થથી કેવળજ્ઞાન પ્રગટ કરવાની
શરૂઆત સમ્યગ્દર્શનની જ થાય છે. પૂર્ણતાને લક્ષે તે શરૂઆત થાય છે.
પરાશ્રય વિનાનો પૂર્ણજ્ઞાનાનંદસ્વભાવી છું એવો નિશ્ચય હોવા છતાં
ચારિત્રમાં અસ્થિરતાથી પુણ્યપાપની વૃત્તિ ઊઠે પણ તેનો દ્રષ્ટિમાં નકાર
વર્તે છે. પરમાં ઠીક અઠીક માનીને અટકવાનો મારો સ્વભાવ નથી.
એકરૂપ અસંગપણે જાણવું તે મારો સ્વભાવ છે એમ જ્ઞાની માને છે.
જેમ અરિસાની સ્વચ્છતામાં અગ્નિ, બરફ, વિષ્ટા સુવર્ણ પુષ્પાદિ
દેખાય છતાં અરીસાને તેનાથી કાંઈ વિકૃતિ થતી નથી અનેક ચીજો
અનેકપણે દેખાય તે તેની સ્વચ્છતા છે. ઉપાધી નથી; તેમ મારા જ્ઞાન
દર્પણની સ્વચ્છતામાં પર પદાર્થ જણાય પણ તે આત્મામાં ગુણ–દોષ
કરાવવા સમર્થ નથી.
જ્ઞાયક આત્મા કોઈ સંયોગમાં, કોઈ પણ ક્ષેત્ર–કાળમાં પોતાના
સ્વભાવને છોડનાર નથી. ધુ્રવ સ્વભાવમાં ઉણપ, વિભાવ અને સંયોગ
હોતાં નથી. અખંડ સ્વભાવના આશ્રયથી નિર્મળ પર્યાય પ્રગટે છે.
નવતત્ત્વની શ્રદ્ધા આદિના શુભ વિકલ્પ આવે તે મોક્ષમાર્ગમાં મદદગાર
નથી. બાહ્યદ્રષ્ટિ–વ્યવહારદ્રષ્ટિથી જોતાં પર નિમિત્તાદિના ભેદ દેખાય છે.
અંતરદ્રષ્ટિમાં અભેદજ્ઞાયકસ્વરૂપ અસંગ આત્મા દેખાય છે. તેના આશ્રય
વડે જ મોક્ષસ્વભાવનું ગ્રહણ અને બંધનના કારણરૂપ આસ્રવનો ત્યાગ
થાય છે.
જેટલા અંશે સ્વને ચૂકે છે પરાશ્રયનું જોડાણ કરે છે તેટલા અંશે
શુભાશુભ ભાવ થાય છે તેનાથી રહિત ત્રિકાળી એકરૂપ ધુ્રવ જ્ઞાયક
ભાવને આત્મા કહ્યો છે.–મલિન આસ્રવોને આત્મા કહ્યો નથી. પૂર્ણ
સ્વતંત્ર જ્ઞાયકસ્વભાવનું જેને માહાત્મ્ય આવ્યું તેને દુનિયાદારીના મલાવા
અંતરથી છૂટી જાય છે. તું રુચતાં જગતની રુચિ આળસે સૌ દેહાદિ કોઈ
સંયોગમાં તેને મહત્તા દેખાતી નથી. અનિત્ય સ્વાંગ જોઈને મુંઝાતો નથી.
જેણે ત્રિકાળ જ્ઞાયકના લક્ષે અહંકાર–મમકાર અને પરાશ્રયનો સ્વિકાર
કરનારી નિમિત્તાધીનદ્રષ્ટિ છોડી તેણે સંસારભાવ છોડયો અને પૂર્ણ
સ્વતંત્ર મોક્ષસ્વભાવને ગ્રહણ કર્યો.
(સમયસાર ગા૦ ઉપરના પ્રવચનોમાંથી)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી પ્રકાશક અને મુદ્રક:– હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રીન્ટીંગ પ્રેસ ભાવનગર