Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page  


Combined PDF/HTML Page 5 of 5

PDF/HTML Page 81 of 89
single page version

background image
: ૭૦ : આત્મધર્મ : વૈશાખ :
પ તારું ધ્યેય તારા જ્ઞાનસ્વભાવને જ બનાવ. જ્ઞાનસ્વભાવને ધ્યેય કરતાં પર્યાયની
પૂરી તાકાત (સર્વજ્ઞતા) નો પણ નિર્ણય થાય છે. આવો નિર્ણય કરીને અંદરમાં ઊતરે
ત્યાં અલ્પકાળમાં કેવળજ્ઞાન થાય
*
ના; મનુષ્યનું ગમન ચંદ્રલોકમાં નથી. હા, કોઈ મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય મરીને
શુભભાવથી જ્યોતિષીદેવ થાય ને ચંદ્રલોકમાં જાય–એમ બની શકે. કોઈ લબ્ધિધારી
મુનિ વગેરે ચંદ્રલોકથી પણ હજારો, યોજન ઊંચે મેરુ ઉપર જઈ શકે; ચંદ્રલોક તો
હજારયોજન કરતાં પણ નીચો છે, જ્યારે મેરુપર્વત લાખયોજન ઊંચો છે. છતાં, મનુષ્યનું
ગમન મેરુ ઉપર થઈ શકે પણ ચંદ્રલોકમાં મનુષ્યનું ગમન નથી.
*
૭ ચંદ્રલોક, પૃથ્વીનું માપ વગેરે વર્ણન શાસ્ત્રમાં આવે છે તે સાચું કે અત્યારના વિજ્ઞાની
લોકો કહે છે તે સાચું?
જેનો જાણનાર સાચો તેનું બધું સાચું છે. જાણનાર જ જેનો સાચો નથી, જ્ઞાન જ
જેનું સાચું નથી તેને પદાર્થનું સાચું જ્ઞાન હોય નહિ. સર્વજ્ઞદેવે અતીન્દ્રિયજ્ઞાન વડે
જાણીને જે વસ્તુસ્વરૂપ બતાવ્યું છે તે જ યથાર્થ છે.
*
૮ જ્ઞાનસ્વરૂપ આત્મા નિજસ્વરૂપ ભૂલીને પરથી સાથે કર્તાકર્મપણાની જે મિથ્યાબુદ્ધિ કરે
છે તેમાં આકુળતા છે; હું જ્ઞાનસ્વરૂપ છું, ક્રોધાદિભાવો પણ હું નથી–એમ પરભાવથી
ભિન્નતા જાણીને જ્ઞાનભાવપણે જ રહે–તેમાં વીતરાગી શીતળતા ને શાન્તિ છે.
*
૯ જેમાં એકતાબુદ્ધિ હોય તેમાં જ કર્તાકર્મપણું માને; જેને અજ્ઞાનથી રાગાદિ પરભાવ
સાથે એકત્વબુદ્ધિ છે તેને જ જ્ઞાન અને રાગનો કર્તાકર્મસંબંધ ભાસે છે. જ્ઞાનને અને
રાગને તો અત્યંત ભિન્નતા છે, છતાં અજ્ઞાની તેમાં એકતા માનીને રાગ સાથે
કર્તાકર્મભાવે પ્રવર્તે છે. જ્ઞાનજ્યોતિ તે કર્તાકર્મભાવને તોડતી ને અતીન્દ્રિય આનંદને
અનુભવતી ખીલે છે. આ રીતે જ્ઞાનીનું જ્ઞાન સ્વભાવના અનુભવનશીલ છે.
*

PDF/HTML Page 82 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૭૧ :
૧૦ આત્મા શું, આત્માનું કાર્ય શું, આત્માનું અકર્તાપણું કેવું ને તેનો અતીન્દ્રિય આનંદ
કેવો? તે વાત અમૃતચંદ્રસ્વામીએ આ સમયસાર ટીકામાં બતાવી છે. ચૈતન્યના
અતીન્દ્રિય અમૃતમાં અમૃતચંદ્રાચાર્ય ઝૂલતા હતા, અંતરમાં તેમને સમ્યગ્જ્ઞાનની નિર્મળ
જ્યોત જાગી હતી ને ચૈતન્યમાં ઘણી લીનતા પ્રગટી હતી. તેમણે અધ્યાત્મરસના અમૃત
આ કળશમાં ભર્યા છે.
*
૧૧ સમ્યગ્દ્રષ્ટિ જીવ કઈ રીતે ઓળખાય?
પોતે તે પ્રકારની ઓળખાણ કરે તો ઓળખી શકાય છે. પોતાને જ સમ્યક્ત્વની
ઓળખાણ ન હોય તો સામાને ક્્યાંથી ઓળખશે.
*
૧૨ એક સમ્યગ્દ્રષ્ટિ બીજા સમ્યગ્દ્રષ્ટિને ઓળખી લ્યે? હા; કઈ રીતે? તે પ્રકારનો
પરિચય થાય તો જરૂર ઓળખી લ્યે.
*
૧૩ શ્રુતજ્ઞાનમાં કેટલા કર્મ છે?
શ્રુતજ્ઞાનમાં આઠે કર્મનો અભાવ છે. જે ભાવશ્રુતે અબદ્ધસ્પૃષ્ટ શુદ્ધઆત્માની
અનુભૂતિ કરી તે ભાવશ્રુત પોતે અબદ્ધસ્પૃષ્ટ થયું છે; પોતે અબદ્ધસ્પૃષ્ટ થઈને (કર્મથી
ભિન્ન થઈને અબદ્ધસ્પૃષ્ટ આત્માને અનુભવે છે.
*
૧૪ શ્રુતજ્ઞાન પરોક્ષ છે કે પ્રત્યક્ષ?
સ્વમાં ઉપયોગ વખતે શ્રુતજ્ઞાન અતીન્દ્રિય હોવાથી તેને પ્રત્યક્ષ પણ કહેવાય છે.
પરને જાણવામાં તે પરોક્ષ છે.
*
૧પ ૧૧ અને ૧૨ મા ગુણસ્થાને વીતરાગતામાં કાંઈ ફેર છે?
ના; બંનેની વીતરાગતા સરખી છે. ૧૧ થી ૧૪ મા ગુણસ્થાને યથાખ્યાત–
વીતરાગ–ચારિત્રનું એક જ સ્થાન છે, એટલે કે યથાખ્યાત–વીતરાગચારિત્ર તે ચારે
ગુણસ્થાનમાં એકસરખું છે.
*

PDF/HTML Page 83 of 89
single page version

background image
: ૭૨ : આત્મધર્મ : વૈશાખ :
૧૬ મોક્ષમાર્ગ ક્્યાં સુધી છે?
૧૨મા ગુણસ્થાન સુધી ભાવશ્રુત તે સાધકભાવ છે, કેવળજ્ઞાન તે સાધ્યભાવ છે.
કોઈવાર ૧૪ માના છેલ્લા સમયસુધી મોક્ષમાર્ગ કહેવાય ને સિદ્ધદશા તે મોક્ષ છે.
પોતે કર્તા થઈને પરલક્ષમાં ને પરની પ્રીતિમાં રોકાય છે; તે પોતે કર્તા થઈને
સ્વની પ્રીતિથી વારંવાર સ્વલક્ષનો અભ્યાસ કરે તો સ્વલક્ષ જરૂર થાય. જેમ પોતે પરની
પ્રીતિ કરે છે તેમ જો સ્વની પ્રીતિ કરે તો સ્વલક્ષ ને સ્વાનુભવ થાય.
જૈનદર્શન શિક્ષણ વર્ગ
રાજકોટમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–
મહોત્સવ ઊજવીને પૂ. ગુરુદેવ તા. ૧૩–
પ–૬પ વૈશાખ સુદ ૧૩ ને ગુરુવારના
રોજ સોનગઢ પધારશે. તથા બીજા
દિવસથી એટલે કે વૈશાખ સુદ ૧૪ ને
શુક્રવાર તા. ૧૪–પ–૬પ થી વિદ્યાર્થીઓ
માટેનો શિક્ષણ વર્ગ શરૂ થશે. આ શિક્ષણ
વર્ગ જેઠ સુદ ત્રીજને તા. ૨–૬–૬પ સુધી
ચાલશે. શિક્ષણ વર્ગમાં આવવા ઈચ્છતા
વિદ્યાર્થીબંધુઓએ દિ. જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) એ
સરનામે સૂચના મોકલી દેવી. તથા
ટાઈમસર સોનગઢ આવી જવું (પોતાનું
બેંડીગ સાથે લાવવું

PDF/HTML Page 84 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૭૩ :
*
ઉજ્જૈનના રાયબહાદુર શ્રી લાલચંદજી દોશી તા. ૧૭–૪–૬પ ના રોજ
સ્વર્ગવાસ પામી ગયા. તેઓ તા. ૧૬મીએ દસ વાગે તો મુંબઈથી ઉજ્જૈન ગયા, ત્યાં
રાત્રે ૧૦ વાગ્યા સુધી કાર્યરત રહ્યા; તા. ૧૭ ની સવારે પણ કેટલાક ટ્રંકકોલ વગેરે કાર્ય
કર્યા. ત્યારબાદ થોડીવારમાં શ્વાસ ઉપડતાં સ્વર્ગવાસ પામી ગયા. મૃત્યુ પહેલાં તેમણે
કહ્યું કે મારો કોઈ ઉપચાર ન કરશો. હું બચીશ નહિ. ભગવાન મહાવીરનું નામ લેતાં
લેતાં તેમનો આત્મા દેહ છોડીને ચાલ્યો ગયો. અનેક જૈન સંસ્થાઓના તેઓ આગેવાન
હતા. હજી તો ગત પોષ માસમાં તેઓ ઉજ્જૈન માટે ગુરુદેવને વિનંતિ કરવા સોનગઢ
આવ્યા હતા, ને ગુરુદેવના પરિચયથી તથા સોનગઢના વાતાવરણથી બહુ જ પ્રભાવિત
થયા હતા; ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો. માહ માસમાં ગુરુદેવ ઉજ્જૈન
પધાર્યા ને પ્રતિષ્ઠા મહોત્સવ થયો તેમાં તેમણે ઉલ્લાસપૂર્વક આગેવાનીભર્યો ભાગ લીધો
હતો. જૈન પત્રોમાં પણ અવારનવાર લેખો આપીને તેઓ ગુરુદેવના પ્રભાવને પ્રસિદ્ધ
કરતા હતા. તેઓ વીતરાગી દેવગુરુધર્મની ઉપાસના વડે ધર્મપ્રેમમાં આગળ વધીને
આત્મહિત સાધે–એમ ઈચ્છીએ.
*બોટાદના ભાઈશ્રી વીરચંદ ભૂરાભાઈ શાહ ચૈત્ર સુદ ૯ ના રોજ સ્વર્ગવાસ
પામી ગયા. વર્ષોથી તેઓ ગુરુદેવના પરિચયમાં હતા, ને ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો
ભક્તિભાવ હતો. દેવ–ગુરુ–ધર્મની ભક્તિના પ્રતાપે આગળ વધીને તેઓ આત્મહિત
સાધે–એમ ઈચ્છીએ છીએ.
* મુંબઈમાં શેઠ શ્રી જગજીવન ઉજમશીના સુપુત્ર ડો. કાન્તિલાલ જગજીવન શેઠ
(જેઓ શ્રી આનંદભાઈ જસાણીના બનેવી થાય છે તેઓ) તા. ૩–૪–૬પ ના રોજ
સ્વર્ગવાસ પામી ગયા. તેઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મનું શરણ પામીને આત્મહિત પામે
એમ ઈચ્છીએ છીએ. આ વૈરાગ્યપ્રસંગે શ્રી અનુબહેન પણ ધૈર્ય રાખીને વૈરાગ્યમાર્ગ
આત્મહિતના પંથે વળે–એમ ઈચ્છીએ છીએ.
* વાંકાનેરના ભાઈશ્રી છગનલાલ ભાઈચંદ શેઠના ધર્મપત્ની શ્રી હેમકુંવરબેન
ગત માસમાં વાંકાનેર મુકામે સ્વર્ગવાસ પામી ગયા. તેઓ વાત્સલ્યવંત હતા ને ગુરુદેવ
પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો. તેમના જવાથી વાંકાનેર મુમુક્ષુમંડળને ખોટ પડી છે. તેઓ
દેવગુરુધર્મના પ્રતાપે આત્મહિત પામે એ જ ભાવના.

PDF/HTML Page 85 of 89
single page version

background image
: ૭૪ : આત્મધર્મ : વૈશાખ :
(રાજકોટ તા. ૨પ–૪–૬પ)
* રાજકોટ શહેરમાં પૂ ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારે તથા બપોરે
* ચૈત્ર સુદ પૂનમના રોજ પૂ. ગુરુદેવ જામનગર શહેર મુરબ્બી શ્રી વીરજીભાઈને
* ચૈત્ર વદ પાંચમ શ્રીમદ્રાજચંદ્રજીના સમાધિમરણનો દિવસ છે, રાજકોટમાં
* ચૈત્ર વદ છઠ્ઠે પૂ. ગુરુદેવ ‘કાઠિયાવાડ–નિરાશ્રિત બાલાશ્રમ’ ની મુલાકાતે
પધાર્યા હતા. ત્યાં બે–ચાર દિવસથી માંડીને પંદર વર્ષ સુધીના સેંકડો નિરાધાર બાળકોને
જોતાં ગુરુદેવે લાગણીથી કહ્યું હતું કે અરે, સંસારની આ સ્થિતિ જોઈને તો વૈરાગ્ય આવી
જાય એવું છે. જન્મ દેનારા માતાપિતા પણ જ્યાં શરણરૂપ નથી થતા એવો આ અશરણ
સંસાર! તેમાં જ્યાંંસુધી આત્માની ઓળખાણ ન કરે ત્યાંસુધી જીવની આ

PDF/HTML Page 86 of 89
single page version

background image
: વૈશાખ : આત્મધર્મ : ૭પ :
જ સ્થિતિ છે. આત્માની સમજણ કરવી તે જ આ સંસારથી છૂટવાનો ઉપાય છે. અહીં
ગુરુદેવે ઘણી સુગમ શૈલીથી બાલોપયોગી બોધ આપ્યો હતો ને કહ્યું હતું કે “એમ
વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ”
અહીંના બાળકો માટે ‘જૈનબાળપોથી’ આપવામાં આવી હતી.
*
રાજકોટના સમવસરણમાં તથા માનસ્તંભમાં બિરાજમાન થનારા ભગવંતોના
જિનબિંબો ચૈત્ર વદ આઠમે જયપુરથી આવી પહોચતાં ઉલ્લાસપૂર્વક તેમનું સ્વાગત
કરવામાં આવ્યું હતું.
*
તા. ૨૨–૪–૬પના રોજ શ્રી રાજકોટ દિ. જૈનસંઘ તેમજ બહારગામના અનેક દિ.
જૈન ભાઈ–બહેનોની એક ખાસ સભામાં, શ્રી સમ્મેદશિખરજી–તીર્થધામ સંબંધમાં બિહાર
સરકાર અને શ્વેતાંબર જૈનસમાજ વચ્ચે એકપક્ષી કરાર થયેલ છે અને જે દિ.
જૈનસમાજમાં હક્કોને અન્યાયકર્તા છે–તેના વિરોધનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર
કરવામાં આવ્યો હતો, તથા માનનીય રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરેને તે ઠરાવ મોકલી
આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રભરમાં, તેમજ ગુજરાત મુંબઈ અને ભારતના ઘણા
સ્થળોએથી આ પ્રકારના વિરોધના ઠરાવો કરવામાં આવ્યા છે. સમ્મેદશિખર તીર્થના
પ્રતાપે આ પ્રશ્નનો તુરતમાં યોગ્ય નીવેડો આવી જાય–એવી આશા રાખીએ. (પ્રસ્તાવ
નીચે મુજબ છે–)
राजकोट के दिगम्बर जैन समाज की जनरल सभा में पारित प्रस्ताव
सौराष्ट्र प्रान्तके पाटनगर राजकोट की समस्त दिगम्बर जैन समाजकी यह
जनरल सभा यह प्रस्ताव पारित करती है कि बिहार सरकार तथा श्वेताम्बर जैन
समाजके मध्य जो शाश्वत तीर्थधाम श्री सम्मेदशिखरजी [पार्श्वनाथहिल] के बारे
में इकरार नामा हुआ है वह एकपक्षीय तथा–अन्यायपूर्ण है।
बिहार सरकारने दिगम्बर जैन समाजके प्रतिनिधि मंडलको यह विश्वास
और आश्वासन दिया था की पार्श्वनाथ पर्वतके बारे में जो भी समझौता जैनों के
साथ किया जाएगा उस में दिगम्बर जैन समाज के हको का ख्याल रखा जाएगा
तथा समान प्रतिनिधित्व दिया जाएगा। लेकिन उसके विपरीत उस ईकरार नामे
में दिगम्बर जैन समाज के अधिकारों व स्थापित हकोंका कोई भी उल्लेख नही
किया गया है। और न दिगम्बर जैन समाज को पक्षकार ही बनाया गया है जैसे
के दिगम्बर जैन समाज को ईस पर्वत से तथा उसकी पवित्रता से कोई संबंध
ही न हो। यहां तक कि दिगम्बर समाज का ईकरार नामा में कही भी नामोल्लेख
तक नहीं है बल्कि श्वेताम्बर समाज के जो एक नहीं थे उन्हे मान्य

PDF/HTML Page 87 of 89
single page version

background image
: ૭૬ : આત્મધર્મ : વૈશાખ :
किया गया है। यह बहुत ही शोचनीय व दुःख की बात है।
श्वेताम्बर समाजने जो आन्दोलन किया था परंतु ईकरार नामा करते
समय सिर्फ अपने ही नाम का उल्लेख कराया है और अपने मतलब की ही सब
बातें लिखवा ली है। यह श्वेताम्बर समाज का दिगम्बर जैन समाज के प्रति
अन्याय है। उनका यह कार्य जैन समाज की एकता का घातक है। लोकशाही
सरकारके जमाने में भी बिहार सरकारने यह अन्याय कोग्रेंस के कतिपय वरिष्ठ
महानुभावों के दबाव में आकार किया है यह बात जाहिर है।
अतः यह सभा दिगम्बर जैन समाज के साथ जो अन्याय हुवा हे उस पर
खेद प्रगट करती हुई बिहार सरकार तथा श्वेताम्बर समाज से आग्रहपूर्वक
निवेदन करती है कि उक्त ईकरारनामा में शीघ्र ही उचित सुधार करदे जिस से
दिगम्बर जैन समाज के प्रति अन्याय व असन्तोष दूर हो। साथ ही आज की यह
सभा भारतीय दिगम्बर जैन तीर्थक्षेत्र कमेटी से अनुरोध करती है कि यदि बिहार
सरकार तथा श्वेताम्बर समाज यह अन्याय दूर न करे तो अपने न्यायपूर्ण
अधिकारों के लिए व ठोस प्रयत्न व उचित कानुनी कार्यवाही करे।
साथ ही साथ आज की यह सभा समस्त भारत की दिगम्बर जैन
संस्थाओं एवं ‘समाज से अपील करती है यह समाज के जीवन मरणका प्रश्न है
अतएव इस एकपक्षीय ईकरार नामे का देशीव्यापी विरोध करें।
दिनांक २२–४–१९६५
रामजी माणेकचंद दोशी
श्री जैन दिगम्बर मंदिर, राजकोट प्रमुख श्री दिगम्बर जैन संघ
શુદ્ધિ
આ અંકના પૃ. ૯ માં બીજા હેડીંગમાં “શું કેવું?” ને બદલે “શું કરવું?” વાંચવું?

PDF/HTML Page 88 of 89
single page version

background image
“મને હવે ગમે નહિ સંસાર.... મારે જાવું પેલે પાર”
સ્થા. દીક્ષાપ્રસંગે હાથી ઉપરના વરઘોડાનું એક દ્રશ્ય (ઉમરાળા : સં. ૧૯૭૦ માગશર
સુદ ૯)
હાથી ઉપર બેસવા જતાં ગુરુદેવનું વસ્ત્ર ફાટયું હતું; – તે દ્વારા કુદરત જાણે કે એમ
સૂચવતી હતી કે આ વસ્ત્રસહિત મુનિદશાનો માર્ગ– તે તમારો માર્ગ નથી; તમારો ખરો
માર્ગ તો જેમાં વસ્ત્રરહિત મુનિદશા છે એવી દિગંબર–વૃત્તિનો છે. એ જ માર્ગે તમારે
જવાનું છે.