Atmadharma magazine - Ank 275
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 49
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
* મધ્યપ્રદેશની સરકારે પર્યુષણપર્વમાં ભાદ્ર સુ. પ થી ૧પ સુધીના ૧૧ દિવસ સુધી
જૈન કર્મચારીઓને માટે બે કલાક મોડા આવવાની છૂટ આપીને ખાસ સુવિધા
આપેલ છે.
* શ્રી સમ્મેદશિખરજી સંબંધમાં હાલમાં બિહાર સરકાર સાથે જે કરાર થયા તેનાથી
દિગંબર કે શ્વેતાંબર બેમાંથી કોઈને નવા વિશેષ હક્ક પ્રાપ્ત થતા નથી, કે
બેમાંથી કોઈના જુના હક્કોને બાધા પહોંચતી નથી. અગાઉ કોર્ટ દ્વારા જે પ્રમાણે
હક્ક નક્કી થયેલા ને યથાવત્ રહેવાની અને તેનું સંરક્ષણ થવાની બાહેંધરી
ઉપરોક્ત કરારથી મળે છે.
* દક્ષિણ દેશમાં “कुंदकुंद विद्यापीठ ब्रह्मचर्याश्रम” ને ચાર લાખ રૂપિયાનું દાન
એમ. કે. જિનનાથન તરફથી મળ્‌યું છે. પહેલાં પણ તેમણે આ ક્ષેત્રને પાંચ લાખ
રૂપિયા આપ્યા હતા. સીમોગા, હુમચ, બેંગલોર તથા તુમુકુર વગેરેમાં સારી
જાગૃતી આવી છે.
–जैनमित्र
* જૈનોની વસ્તીગણતરીનું કાર્ય ચાલી રહ્યું છે, જેમાં લગભગ અડધું કાર્ય થયું છે,
તેમાં પણ પચાસલાખની ગણતરી નોંધાઈ ગઈ છે. આ ઉપરથી સમસ્ત જૈનોની
વસ્તી એક કરોડ જેટલી હોવાનું દ્રઢ અનુમાન સહેજે થઈ શકે છે.
* ઘાટકોપર:– અહીં મુમુક્ષુ મંડળ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે ને અવારનવાર વિશેષ
કાર્યક્રમો પણ યોજાય છે. વળી જિનેન્દ્રભગવાનની પધરામણી થયા પછી
મુમુક્ષુઓ વધુ ઉત્સાહિત બન્યા છે. તા. ૨૮–૮–૬૬ ના રોજ પ્રવચન વગેરેનો
વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં કહાનનગર સોસાયટી (દાદર)
પાઠશાળાના બાળકોએ સંવાદ વગેરેનો સુંદર કાર્યક્રમ આપ્યો હતો. મુંબઈ મુમુક્ષુ
મંડળના પ્રમુખશ્રી રમણીકભાઈ આ પ્રસંગે હાજર હતા ને તેમના હાથે બાળકોને
ઈનામ વહેંચાયા હતા.

PDF/HTML Page 42 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૩૯ :
* આવતા વર્ષમાં જયપુરમાં પં. શ્રી ટોડરમલ્લજીની દ્વિશતાબ્દિનો સમારોહ થશે.
શ્રીમાન પંડિતજી જયપુરમાં થયા, અને મોક્ષમાર્ગપ્રકાશક વગેરેની રચના પણ
તેમણે જયપુરના જિનમંદિરમાં કરી હતી.
* સૌરાષ્ટ્રના સંત શ્રીમદ્ રાજચંદ્રજી વવાણીયા ગામમાં સં. ૧૯૨૪ના કારતક સુદ
પુનમે જન્મ્યા હતા. આવતી સાલના કારતક સુદ પુનમે તેમને એક સોમું વર્ષ
બેસશે; ને ૧૯૨૪ ના કારતક સુદ પુનમે સો વર્ષ પૂરા થશે. તે પ્રસંગે શ્રીમદ્
રાજચંદ્રશતાબ્દિ મહોત્સવ ઉજવવાનું આયોજન (અમદાવાદ વગેરેમાં) ચાલી
રહ્યું છે.
* શ્રી ભારતવર્ષીય દિ. જૈન તીર્થક્ષેત્ર કમિટિની પ્રબંધકારિણી કમિટિના એંક સદસ્ય
સમ્મેદશિખર પ્રકરણના સુખદ અંત બાબત હર્ષ વ્યક્ત કરીને જણાવે છે કે, ૩૦–
૪૦ વર્ષ પહેલાં પણ આવી ઘટના બની હતી, ને તે વખતે આપણા તીર્થંક્ષેત્રની
રક્ષાના મહાન કાર્યકર્તા સર શેઠ હુકમીચંદજી વગેરેએ તીર્થક્ષેત્ર કમિટિને મજબૂત
બનાવવા માટે દિ૦ જૈનોના પ્રત્યેક ઘરદીઠ વાર્ષિક એક રૂપિયો તીર્થરક્ષા–ફંડમાં
અપાય એવી યોજના બનાવી હતી.
જો તે યોજના ત્યારથી વ્યવસ્થિત ચાલુ રહી હોત તો લાખો દિ૦ જૈનના
ઘરોમાંથી અત્યારસુધીમાં કેટલાય લાખ રૂપિયા એકઠા થયા હોત! આજે આ
યોજનાની ખાસ આવશ્યકતા છે, ને તીર્થં પ્રત્યે ભક્તિપૂર્વક આટલો સહયોગ
આપવા ઘરઘરના જૈનો ખુશી છે. તો આ યોજના વિચારીને તેનો અમલ
કરવાનું અને તેમાં આળસ ન કરવાનું કમિટિના સભ્ય સૂચવે છે. આથી આપણા
પૂજ્ય તીર્થોની સંભાળ કરનારી તીર્થક્ષેત્ર કમિટિના હાથ મજબૂત બનશે અને
સમાજના ઉત્સાહભર્યા સહકારથી તેનું કાર્ય સરળ બનશે......આપણા તીર્થોની
ઉન્નતિ થશે (
जैन सन्देश ના આધારે)
આત્મધર્મનું નવા વર્ષનું લવાજમ ત્રણ
રૂપિયા વેલાસર મોકલીને વ્યવસ્થામાં સહકાર આપો
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ: સૌરાષ્ટ્ર

PDF/HTML Page 43 of 49
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
[ધર્મવત્સલ બાલબંધુઓ, ગયા વખતે પ્રશ્નો પૂછયા ન હતા તેથી તમને મજા નહિ
પડી હોય! આ વખતે ચાર પ્રશ્નો આપીએ છીએ. જરાક વિચારીને જવાબ લખજો. જવાબ
પોસ્ટકાર્ડમાં લખજો, તેથી સાથે સભ્ય નંબર તથા સરનામું લખજો. બીજું કાંઈ તેમાં ન
લખશે; બીજું લખવું હોય તો જુદા પત્રમાં લખશો. જેમને નવા સભ્ય થવાનું હોય તેઓ
પોતાનું નામ–સરનામું, ઉમર, અભ્યાસ તથા જન્મદિવસ એટલી વિગત લખીને (આત્મધર્મ
બાલવિભાગ, સોનગઢ સૌરાષ્ટ્ર) એ સરનામે મોકલી આપે. સભ્ય થવા માટે કાંઈ ફી હોતી
નથી; તમે સૌ આનંદથી ધર્મમાં રસ લ્યો એ જ ફી છે.
]
* ન વા પ્ર શ્નો * [જવાબ ૧૦ મી તારીખ સુધી જ લખવા.]
૧. મોક્ષનો માર્ગ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ છે, તો રાગ તેમાં આવે કે નહીં?
૨. બાલબ્રહ્મચારી તીર્થંકર ભગવાન કેટલા? અને કયા કયા?
૩. સંસારમાં ચાર ગતિ છે–નરક, તિર્યંચ, મનુષ્ય ને દેવ; આ ચાર ગતિમાં તો જીવ
ઘણીવાર જઈ આવ્યો; તો હવે એ ચાર ગતિથી જુદી પાંચમી એક સરસ મજાની
ગતિ છે, જે ગતિમાં જવાનું આપણને બહુ ગમે છે,–તે ગતિ શોધી કાઢો.
૪. [ર ણ વ ધ ગ દે] આ છ અક્ષરમાં આપણા જૈનધર્મના એક ઘણા મોટા
મહાત્મા બિરાજે છે, તેમને ઓળખી લ્યે.
આ ગાયના ગોવાળને તમે
ઓળખો છો? કેવો સરસ મજાનો
ભદ્રિક એનો ચહેરો છે! એ કોણ
છે? ને શું કરે છે? તે જાણીને
તમને ઘણો જ આનંદ થશે. તમે
એને ઓળખી લેજો. નહિતર
આવતા અંકમાં નાનકડી કથાદ્વારા
તેની ઓળખાણ કરાવીશું.

PDF/HTML Page 44 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૪૧ :
૨૪ ભગવાન
ચોવીસ તીર્થંકરભગવાનના નામ મોઢે કરવાનું અગાઉ બાલવિભાગમાં લખ્યું
હતું; તમે તે મોઢે કર્યા હશે. તેમાં વાસુપૂજ્ય, મલ્લિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ ને મહાવીર
એ પાંચ ભગવંતો બાલબ્રહ્મચારી હતા. હવે–
(૧) તમે એ પાંચે બાલબ્રહ્મચારી ભગવંતોના નંબરનો સરવાળો કરો જોઈએ! જો
તમારો સરવાળો સાચો હશે તો ૧૦૦ માર્ક.
(૨) એ પાંચ સિવાય બાકીના ૧૯ તીર્થંકર ભગવાનના નંબર જુદા લખીને તેનો
સરવાળો કરો, એટલે તમને ૨૦૦ મળશે.
(૩) હવે એક સાથે ૧ થી ૨૪ સુધીના બધાય ભગવાનના નંબરનો સરવાળો કરશો
તો બરાબર ૩૦૦ થશે.
કેવો સરસ મેળ છે!
મોક્ષનો માર્ગ
ગયા અંકમાં એક ચિત્રમાં મોક્ષમાર્ગ શોધવાનું હતું; તમે તે માર્ગ શોધી કાઢયો
હશે. રસ્તો આ પ્રમાણે હતો–સૌથી પહેલાં બાળકના ડાબા હાથ તરફ સીધા જવું, પછી
નીચે ઉતરવું ને પછી ઉપર ઉપર ચાલ્યા જવું. આમાં સીધા જવું તે સરળતા બતાવે છે,
નીચે ઉતરવાનું નમ્રતા સૂચવે છે, ને પછી ઉપર જવાનું છે તે ઉન્નતિ માટેના ઊંચાઊંચા
પરિણામ સૂચવે છે. આ સરળતા નમ્રતાપૂર્વક ઊંચાભાવથી સત્સમાગમ સુધી આવી
પહોચ્યાં; હવે સત્સમાગમે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનારૂપ સીધો મોક્ષમાર્ગ
દેખાય છે ને તેની આરાધનાથી મોક્ષ પમાય છે. ચારગતિના ચક્રથી છૂટીને આવા
માર્ગની આરાધના વડે આપણે મોક્ષ પામીએ–એવી ભાવના આ ચિત્રદ્વારા વ્યક્ત
કરવામાં આવી છે.
• બંધુઓ, આ ભાદરવા સુદ પાંચમથી ૧૪ સુધી પર્યુષણપર્વ છે. તેમાં ધર્મની ખૂબખૂબ
ભાવના કરજો. હરરોજ દર્શન–પૂજન–હોંશથી કરજો. ધર્માત્મા મહાપુરુષોના પવિત્ર
જીવનને યાદ કરી કરીને તેમના જેવા થવાનો પ્રયત્ન કરજો. નવા નવા શાસ્ત્રો વાંચજો.
બંધુઓ, આ દશે દિવસોમાં રાત્રિભોજનનો જરૂર ત્યાગ કરજો; ને પછી પણ
હંમેશને માટે એ રાત્રિભોજનના પાપને તિલાંજલિ આપી દેજો. તમે રાત્રિભોજન
છોડશો એટલે તમારા ઘરમાંથી પણ સહેજે રાત્રિભોજન છૂટી જશે.

PDF/HTML Page 45 of 49
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
બાલ વિભાગના નવા સભ્યો
આત્મધર્મના બાલવિભાગમાં ૩૬૦ કરતાં વધુ સભ્યો કોલેજિયનો છે; કોલેજના
ઉચ્ચ શિક્ષણની સાથે સાથે, તે કોલેજના અભ્યાસ કરતાં ધાર્મિક અભ્યાસને વધુ
મહત્ત્વનો સમજીને અત્યંત રસપૂર્વક તેમાં ભાગ લઈ રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં
કોલેજના વિદ્યાર્થીઓ ધર્મઅભ્યાસમાં ભાગ લઈ રહ્યા છે તે માત્ર બાલવિભાગનું જ
નહિ પરંતુ સમસ્ત જૈનસમાજનું એક ગૌરવ છે. પૂ. ગુરુદેવની વિશિષ્ટ
તત્ત્વપ્રતિપાદનશૈલિ એવી આત્મસ્પર્શી છે કે યુવકવર્ગ પણ તેમાં ઉત્સાહથી રસ લ્યે છે.
આત્મધર્મના બાલવિભાગમાં પણ ગુરુદેવનો જ હિતોપદેશ બાળકો સમજી શકે તેવી
સરળ શૈલિથી રજુ કરવામાં આવે છે.
૧૩૭૭ વિનોદ એલ. જૈન સોનગઢ ૧૪૦૧ વિક્રમ વી. જૈન મુંબઈ–૭૭
૧૩૭૮ નરેન્દ્ર જે. જૈન ૧૪૦૨ લલીતાબેન ચકુભાઈ જૈન ફતેપુર
૧૩૭૯ શ્રીકાન્ત કે. જૈન ૧૪૦૩ જયસુખલાલ પી. જૈન મુંબઈ–૩૦
૧૩૮૦ પ્રેમજી ગાંગજી જૈન ૧૪૦૪ જયેન્દ્ર જે. જૈન સોનગઢ
૧૩૮૧ હરેન્દ્ર રવીચંદ જૈન ૧૪૦પ વિજય ચંદુલાલ જૈન
૧૩૮૨ રજનીકાન્ત સી. જૈન પ્રાંતીજ ૧૪૦૬ કેતકીબેન મયાભાઈ જૈન મુંબઈ–૨૦
૧૩૮૩ સુમતિલાલ જૈન ૧૪૦૭ સુમતીલાલ જૈન પ્રાંતીજ
૧૩૮૪ નૈલેશકુમાર જૈન ૧૪૦૮ ભૂપેન્દ્ર ભોગીલાલ જૈન મુંબઈ–૩
૧૩૮પ સૂર્યા ચંપકલાલ જૈન સુરેન્દ્રનગર ૧૪૦૯ કાન્તાબેન વાડીલાલ જૈન લાઠી
૧૩૮૬ અરૂણા એમ. જૈન મુંબઈ–પપ ૧૪૧૦ હરીશકુમાર એસ. જેન જામનગર
૧૩૮૭ હિના પી. જૈન મુંબઈ–૨૨ ૧૪૧૧ મહેશ. એસ જૈન
૧૩૮૮ અમીન પી. જૈન ૧૪૧૨ ગીરીશાબેન. એસ. જૈન
૧૩૮૯ દિપ્તી એ. જૈન ૧૪૧૩ કૌશીક હિંમતલાલ જૈન લાઠી
૧૩૯૦ પારૂલ એ. જૈન ૧૪૧૪ ભાવના હિંમતલાલ જૈન
૧૩૯૧ પરાગ પી. જૈન મુંબઈ–૨ ૧૪૧પ રાજેશ હિંમતલાલ જૈન મુંબઈ–૨૮
૧૩૯૨ આશીકા પી. જૈન ૧૪૧૬ વર્ષા હિંમતલાલ જૈન
૧૩૯૩ કેતન પી. જૈન ૧૪૧૭ રાજચંદ હિંમતલાલ જૈન
૧૩૯૪ ઈલાબેન જી. જૈન ૧૪૧૮ જાગૃતી હિંમતલાલ જૈન
૧૩૯પ જનકલાલજી જૈન ૧૪૧૯ મહેશ પી. જૈન
૧૩૯૬ નીરંજન આર. જૈન સુરેન્દ્રનગર ૧૪૨૦ ધીરેન આર. જૈન
૧૩૯૭ દીપક અમૃતલાલ જૈન ૧૪૨૧ વીરેન્દ્ર આર. જૈન
૧૩૯૮ ભદ્રેશ નગીનદાસ જેન નાપાડ ૧૪૨૨ જ્યોતીન્દ્ર આર. જૈન
૧૩૯૯ રાજેન્દ્ર નગીનદાસ જૈન સોનગઢ ૧૪૨૩ સંજયકુમાર બી. જૈન બોટાદ
૧૪૦૦ ઉષાબેન મનસુખલાલ જૈન ૧૪૨૪ નીરૂપાબેન બી. જેન

PDF/HTML Page 46 of 49
single page version

background image
: ભાદરવો : ૨૪૯૨ આત્મધર્મ : ૪૩ :
૧૪૨પ નયનકુમાર બી. જૈન બોટાદ ૧૪પ૯ સુશીલાબેન કે. જૈન ફતેપુર
૧૪૨૬ દિલીપકુમાર બી. જૈન ૧૪૬૦ મીષ્ટાબેન ડાયાલાલ જૈન હિંમતનગર
૧૪૨૭ મીનાક્ષીબેન બી. જૈન ૧૪૬૧ બીપીનચંદ્ર તારાચંદ જેન
૧૪૨૮ અશોકકુમાર બી. જૈન ૧૪૬૨ ભરતકુમાર તારાચંદ જૈન
૧૪૨૯ પ્રદીપકુમાર બી. જૈન ૧૪૬૩ નરેશકુમાર તારાચંદ જૈન
૧૪૩૦ રાજેશકુમાર એન. જૈન મુંબઈ–૬૪ ૧૪૬૪ ઉર્મીલાબેન તારાચંદ જૈન
૧૪૩૧ મનોજકુમાર એન. જૈન ૧૪૬પ કલ્પના તારાચંદ જેન
૧૪૩૨ અશોકકુમાર એન. જૈન ૧૪૬૬ અરવીંદ ચંદુલાલ જૈન
૧૪૩૩ મહેન્દ્રકુમાર સી. જૈન ભાલ ૧૪૬૭ ચન્દ્રકાંત કાંતીલાલ જૈન
૧૪૩૪ સુધાબેન પી. જૈન રાજકોટ ૧૪૬૮ લીલાકુમારી હરખચંદ જૈન સાયલા
૧૪૩પ ચંદ્રકાંત જૈન અમદાવાદ ૧૪૬૯ અનસુયાબેન મોહનલાલ જૈન રાજકોટ
૧૪૩૬ શૈલેષ જે. જૈન સુરત ૧૪૭૦ નીર્મળાબેન મોહનલાલ જૈન રાજકોટ
૧૪૩૭ હીરેન સી. જૈન મુંબઈ–૬૪ ૧૪૭૧ હેમલત્તાબેન મોતીલાલ જૈન ખંડવા
૧૪૩૮ અનીલ આર. જૈન મુંબઈ–૭૭ ૧૪૭૨ શોભનાબેન ઠાકોરદાસ જૈન રાનકુવા
૧૪૩૯ ગીરીશ આર. જૈન ૧૪૭૩ કિશોરચંદ ઠાકોરદાસ જૈન
૧૪૪૦ વર્ષાબેન મનમોહન જૈન મુંબઈ–પપ ૧૪૭૪ માલતીબેન ઠાકોરદાસ જૈન
૧૪૪૧ સુબોધકુમાર મનમોહન જૈન ૧૪૭પ શૈલાબેન દશરથલાલ જૈન
૧૪૪૨ નીલેશ નિરંજન જૈન ૧૪૭૬ અંજનાબેન રમેશચંદ્ર જૈન
૧૪૪૩ રમેશકુમાર તારાચંદ જૈન મુંબઈ–૯ ૧૪૭૭ પ્રતીભાબેન પાનાચંદ જૈન મુંબઈ
૧૪૪૪ દિનેશકુમાર કચરાલાલ જૈન પ્રાંતીજ ૧૪૭૮ અશોકકુમાર વાડીલાલ જૈન સાવરકુંડલા
૧૪૪પ અશોકકુમાર કચરાલાલ જૈન ૧૪૭૯ દિનેશચંદ અમૃતલાલ જૈન બાલીસણા
૧૪૪૬ હસમુખ કાન્તીલાલ જૈન ૧૪૮૦ પોપટલાલ ગાભાલાલ જેન બાલીસણા
૧૪૪૭ જયકુમાર વીરચંદ જૈન ૧૪૮૧ નીરૂપાબેન ચંપકલાલ જૈન અંકલેશ્વર
૧૪૪૮ પ્રકાશકુમાર મણીલાલ જૈન ૧૪૮૨ રાજેન્દ્ર મોહનલાલ જૈન વાલવોડ
૧૪૪૯ નરેશભાઈ જીવરાજ જૈન ૧૪૮૩ રવીન્દ્ર મોહનલાલ જૈન વાલવોડ
૧૪પ૦ વસંતકુમાર એમ. જૈન ૧૪૮૪ હસમુખ મોહનલાલ જૈન
૧૪પ૧ હેમંતકુમાર ફતેચંદ જૈન પોરબંદર ૧૪૮પ બીપીનચંદ્ર જેન્તીલાલ જૈન થાનગઢ
૧૪પ૨ જ્યોતીબેન કાન્તીલાલ જૈન પુના ૧૪૮૬ દેવેન્દ્ર જેન્તીલાલ જૈન
૧૪પ૩ કોકીલાબેન વીરચંદ જૈન મુડેટી ૧૪૮૭ નુતન જેન્તીલાલ જૈન બારોજા
૧૪પ૪ ઈલાબેન જે. જૈન ગોંડલ ૧૪૮૮ અતુલ જેન્તીલાલ જૈન
૧૪પપ પ્રદિપકુમાર શીવલાલ જૈન જેતપુર ૧૪૮૯ પ્રકાશચંદ્ર સુંદરલાલ જૈન અમદાવાદ
૧૪પ૬ હરેશકુમાર જેન્તીલાલ જૈન મુંબઈ–૭૭ ૧૪૯૦ પ્રતીભાબેન કાન્તીલાલ જૈન
૧૪પ૭ ભરતકુમાર જેન્તીલાલ જૈન લાઠી ૧૪૯૧ પ્રતીકકુમાર કાન્તીલાલ જૈન પ્રાંતીજ
૧૪પ૮ વિનયચંદ એમ. જૈન વીંછીયા ૧૪૯૨ સુભાષચંદ્ર મણીલાલ જૈન પ્રાંતીજ

PDF/HTML Page 47 of 49
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૨
૧૪૯૩ રજનીકાન્ત શાન્તીલાલ જૈન સોનગઢ ૧પ૨૨ ડાહ્યાલાલ હરિલાલ જૈન પ્રાંતીજ
૧૪૯૪ મહેન્દ્ર ધરમચંદ જેન ૧પ૨૩ ગાભાલાલ પુંજાલાલ જૈન
૧૪૯પ હરેશ પ્રાણલાલ જૈન સોનગઢ ૧પ૨૪ દર્શનાબેન પ્રફુલભાઈ જૈન જમશેદપુર
૧૪૯૬ હસમુખ શાન્તીલાલ જૈન ૧પ૨પ કલ્પનાબેન પ્રીતમલાલ જૈન અંધેરી–૬૧
૧૪૯૭ પંકજકુમાર કનકચંદ જૈન જમશેદપુર ૧પ૨૬ રશ્મીકુમાર પ્રીતમલાલ જૈન મુંબઈ–૬૧
૧૪૯૮ દિલિપકુમાર અમથાલાલ જૈન પ્રાંતીજ ૧પ૨૭ રમેશચંદ્ર અંબાલાલ જૈન પાટી
૧૪૯૯ હેમાંશુ અરૂણભાઈ જૈન શાયન ૧પ૨૮ ભરતકુમાર અંબાલાલ જૈન હિંમતનગર
૧પ૦૦ ઈન્દીરાબેન છબીલદાસ જૈન ભૂજ ૧પ૨૯ જ્યોત્સનાબેન નગીનદાસ જૈન કલકત્તા
૧પ૦૧ સુશીલાબેન છબીલદાસ જૈન ૧પ૩૦ કીર્તીકુમાર નગીનદાસ જૈન
૧પ૦૨ દેવ્યાનીબેન છબીલદાસ જૈન ” ૧પ૩૧ અરવિંદકુમાર નગીનદાસ જૈન
૧પ૦૩ સંજયકુમાર છબીલદાસ જૈન ” ૧પ૩૨ જિતેન્દ્રકુમાર કોદરલાલ જૈન નવા
૧પ૦૪ સંજયકુમાર શાન્તીલાલ જૈન ઘાટકોપર ૧પ૩૩ પિનકીબેન ધનપાળ જૈન દાદર
૧પ૦પ કિશોરકુમાર ઉમેદચંદ જૈન દલડી ૧પ૩૪ દિપ્તીબેન ધનપાળ જૈન
૧પ૦૬ દિલિપકુમાર ઉમેદચંદ જૈન દલડી ૧પ૩પ આશાબેન ધીરજલાલ જૈન મુંબઈ–પ૭
૧પ૦૭ શૈલેશ મણીલાલ જૈન ૧પ૩૬ રમેશચંદ્ર પોપટલાલ જૈન મુંબઈ–૧૬
૧પ૦૮ ભૂપેન્દ્રકુમાર અમુલખભાઈ જૈન જોરાવરનગર ૧પ૩૭ રજનીકાંત પોપટલાલ જૈન
૧પ૦૯ રંજનબેન. બી. જૈન ૧પ૩૮ નરેન્દ્રકુમાર પોપટલાલ જૈન
૧પ૧૦ ચેતન સી. જૈન અમદાવાદ ૧પ૩૯ હર્ષદરાય પોપટલાલ જૈન
૧પ૧૧ જાગૃતિબેન સી. જૈન ૧પ૪૦ હીરાલાલ ભીખાભાઈ જૈન રખીયાલ
૧પ૧૨ સંગીતાબેન સી. જૈન ૧પ૪૧ વિજયકુમાર માણેકલાલ જૈન મુબંઈ–૨
૧પ૧૩ ભાવનાબેન એ. જૈન સાવરકુંડલા ૧પ૪૨ ઉમેશકુમાર માણેકલાલ જૈન
૧પ૧૪ પ્રવિણાબેન એ. જૈન ૧પ૪૩ નલીનીબેન છોટાલાલ જૈન સુદાસણા
૧પ૧પ સંગીતા બી. જૈન જોરાવરનગર ૧પ૪૪ અશ્વીનકુમાર છોટાલાલ જૈન
૧પ૧૬ મનોજકુમાર શાન્તીલાલ જૈન અમદાવાદ ૧પ૪પ વિનોદચંદ્ર કે. જૈન સલાલ
૧પ૧૭ ઉર્મિલાબેન બી. જૈન હિંમતનગર ૧પ૪૬ અનિલકુમાર ચીમનલાલ જૈન
૧પ૧૮ સતીશચંદ્ર એમ. જૈન ૧પ૪૭ મહેન્દ્રકુમાર કે. જૈન
૧પ૧૯ રજનીકાન્ત એમ. જૈન ૧પ૪૮ ઉષાબેન કોદરલાલ જૈન મુનાઈ
૧પ૨૦ તરૂણકુમાર ધુરાલાલ જૈન તલાદ ૧પ૪૯ ભારતીબેન મહેન્દ્ર જૈન મુંબઈ–૩૧
૧પ૨૧ જ્યોત્સના આર. જૈન

PDF/HTML Page 48 of 49
single page version

background image
સમયસાર (પંદરમી વખત પ્રવચનો)
ગ્રંથાધિરાજ સમયસાર એટલે ગુરુદેવના જીવનના સાથીદાર; ગુરુદેવે પોતે અંગત
રીતે સેંકડોવાર એ મહાશાસ્ત્રના સ્વાધ્યાય–મનન કરેલ છે. ને સેંકડો–હજારો મુમુક્ષુઓની
સભામાં પંદરમી વખત એના ઉપર વિસ્તૃત પ્રવચનો ચાલી રહ્યાં છે. અધિક શ્રા. સુદ ૧૦ ના
રોજ યોગસાર–પ્રવચનો પૂર્ણ થયા ને શ્રાવણ સુદ ૧૧ ના રોજ સમયસાર ઉપર પંદરમી વખત
પ્રવચનોનો અત્યંત ઉલ્લાસકારી મંગલ પ્રારંભ થયો....સિદ્ધભગવંતોને આદર્શરૂપે આત્મામાં
સ્થાપી નમસ્કાર કર્યા, આત્મામાં સિદ્ધપણું સ્થાપીને ‘હું સિદ્ધ તું સિદ્ધ’ એવું અપૂર્વ
મંગલાચરણ કર્યું–જાણે સાધકપણાની શરૂઆતનો ઉત્સવ ઉજવાયો. આ ઉત્સવ પ્રસંગે
સવારમાં જિનવાણી–પૂજન બાદ, સમયસારના બહુમાનરૂપે નાનકડી રથયાત્રા નીકળી ને સૌ
જિનવાણીના ગીત ગાતાંગાતાં પ્રવચનમાં આવ્યાં. “નમ: સમયસાર” નું મંગલપ્રવચન કરતી
વખતે શુદ્ધાત્મા પ્રત્યે ગુરુદેવના ભાવો એવા ઉલ્લસી જાય છે કે એ ઉલ્લાસતરંગની છોળ
શ્રોતાના હૃદયને પણ ભીંજવી દે છે. પંદરમી વખતનું આ મંગલ પ્રવચન સાંભળીને ઉલ્લાસ
આવતાં શેઠશ્રી મગનલાલ સુંદરજી મહેતાએ રૂા. પંદરસો જ્ઞાનખાતે જાહેર કરીને સમયસાર
પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી હતી. ઈંદોરના પ્રસિદ્ધ પંડિત શ્રી બંસીધરજી શાસ્ત્રી પણ આ પ્રસંગે
સોનગઢ હોવાથી સમયસારની આવી ઉલ્લાસકારી શરૂઆત દેખીને ખૂબ પ્રસન્ન અને
પ્રભાવિત થયા હતા. ખરેખર, ‘સમયસાર’ વડે શુદ્ધાત્મસ્વરૂપ દર્શાવીને સંતોએ ભવ્ય જીવો
ઉપર મહાન ઉપકાર કર્યો છે.
जय समयसार
[સમયસાર સંબંધી આ સમાચાર ગતાંકમાં છાપવા માટે લખી મોકલેલ, પણ તે ગેરવલ્લે
જવાથી ગતાંકમાં છપાયા નહિ. તેવી ફરીથી લખીને આ અંકમાં વિલંબથી તે સમાચાર છપાય છે.
*
પાલેજના ભાઈશ્રી આણંદજી નાગરદાસ શ્રાવણ સુદ ત્રીજના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ ગુરુદેવના જુના પરિચીત હતા અને અવારનવાર ભક્તિથી સોનગઢ આવીને લાભ
લેતા હતા.
* દેહગામના ભાઈશ્રી બાબુલાલ ડાયાભાઈ પ્ર. શ્રાવણ વદ ૧૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ અગાઉ કેટલાક વર્ષો સોનગઢમાં રહ્યા હતા ને તત્ત્વનો અભ્યાસ કરતા હતા.
* બરવાળાના સ્વ. ભાઈલાલ પુરુષોત્તમના પુત્રી સુરજબેન તા. ૪–૯–૬૬ ના રોજ મુંબઈમાં
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવીને સત્સંગનો લાભ લેતા હતા.
* રાજકોટના ભાઈશ્રી હીરાચંદ દામોદરદાસ લાખાણી તા. ૧૩–૮–૬૬ ના રોજ ૬૭ વર્ષની
વયે સ્વર્ગવાસ પામ્યા છે. અવારનવાર તેઓ સોનગઢ આવતા.
સ્વર્ગસ્થ આત્માઓ ધર્મસંસ્કારમાં આગળ વધીને આત્મહિત પામો.

PDF/HTML Page 49 of 49
single page version

background image
ATMADHARM Regd No. 182
ઉપાદેય પરંપરા આત્મધર્મ–વિકાસ તથા બાલવિભાગ માટે આવેલ
રકમોની સાભાર નોંધ
પ) સરોજબેન અમૃતલાલ ફતેપુર
૯) અક્ષય વૃજલાલ મોદી મુંબઈ
૧૪) ચેતન વૃજલાલ મોદી
૧૦૧) ચંદનબેન કેશવલાલ દહેગાંવ
૨પ) પ્રેમચંદ પાનાચંદ શાહ ઘાટકોપર
પ૧) અનુપચંદ મૂળજી ખારા રાંચી
૨પ) મણીબેન ઉજમશી વઢવાણ
૧૧) નિરંજનકુમાર નવનીતલાલ સોનગઢ
૧૦૧) સાયલા (મારવાડ) દિ જૈન મુમુક્ષુ મંડળ
૧૧) વિમળાબેન રીખવદાસ
મુંબઈ
૨૬) ગુજરાતના મુમુક્ષુ ભાઈઓ તરફથી
પ) શૈલેશકુમાર
ભોગીલાલ ફતેપુર
પ) સરોજબેન તારાચંદ ઉજેડીયા
૨પ) વસંતલાલ વૃજલાલ ગાંધી મુલુંડ
૨પ) હિંમતલાલ હરખચંદ મોરબી
ભા દ્ર મા સ ના મં ગ લ દિ વ સો
સુદ પ થી ૧૪ દસલક્ષણી પર્યુષણ પર્વ (શાશ્વતપર્વ)
સુદ ૬ સુપાર્શ્વનાથ ગર્ભકલ્યાણક (બનારસ–કાશીનગરી)
સુદ ૮ પુષ્પદન્ત–મોક્ષકલ્યાણક (સમ્મેદશિખર)
સુદ ૧૪ વાસુપૂજ્ય–મોક્ષકલ્યાણક (સમ્મેદશિખર)
વદ ૧
ઉત્તમ ક્ષમાવણી પર્વ
વદ ૨ નેમિનાથ–કેવળજ્ઞાન (મિથિલાનગરી)
આસો શુદ ૧ નેમિનાથ–કેવળજ્ઞાન (ગિરનાર–સહસ્રઆમ્રવન)
દસલક્ષણના દિવસોમાં રાત્રિભોજનનો ત્યાગ કરો.
કાયમ માટે રાત્રિભોજન છોડવાનો સંકલ્પ કરો.
જૈનોના ઘરઘરમાંથી રાત્રિભોજનને તિલાંજલિ આપવાની
આ ઝુંબેશમાં જોડાઈને તેને વેગવંતી બનાવો.
સ્