Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
એ વાત સમજાણી. ચોથી તારીખે મારો જન્મ હોવાથી હું ચોથું ગુણસ્થાન પામું ને આ
૧૪મું વર્ષ બેસતું હોવાથી ભવિષ્યમાં ૧૪મું ગુણસ્થાન પામું–એવી ભાવના જન્મદિવસે
ભાવું છું. પૂ. ગુરુદેવ અને પૂ. ભગવતી માતાઓનાં દર્શન મને ને મારા કુટુંબીજનોને
આગળ વધવાના પુરુષાર્થમાં વિશેષ ઉપયોગી છે. હું રોજ ઊઠીને તેમને વંદન કરું છું
અને મારા જન્મ–મરણના ફેરા ટળે એવી પ્રાર્થના કરું છું
મને વિચારો ખૂબ આવે છે પણ પ્રતિકૂળ સંયોગો ઘણા હોવાથી અમલમાં મુકી
શક્તી નથી; છતાં આકુળતા કે કલેશ થતો નથી. આવા ગુુરુ મળ્‌યા પછી કલેશ થાય
ખરો? ગુરુદેવના શરણે રહી મને તો નિરંતર પૂ. ભગવતી માતાઓની સેવા કરવાની ને
તેમના ચરણમાં રહેવાની ભાવના છે; તે સફળ થાય તેવું માંગું છું.
जयजिनेन्द्र
* “ખાવામાં જેમ કેરીનો રસ વહાલો છે એથી અધિક મને જૈનધર્મ વહાલો છે,
ને એના ઉપર પ્રેમ છે.” (સ. નં. ૬૬૭ વીંછીયા)
(એમ. એમ. પટેલ: મુંબઈ) ભાઈશ્રી, આત્મધર્મ અંક ૨૮૨ માં જણાવેલ ચાર
જીવોમાંથી ત્રણ જીવોને નમસ્કાર કરીને ચોથા જીવ બાબત આપે પૂછ્યું, તો જણાવવાનું
કે તેમનું નામ નારણભાઈ હતું, ને તેઓ અનેક વર્ષ ગુરુદેવના પરિચયમાં રહ્યા હતા.
દસેક વર્ષ પહેલાં તેઓ સ્વર્ગવાસ પામી ગયા છે. (બયાના શહેરમાં સીમંધરપ્રભુના
દર્શન વખતે ગુરુદેવના વિશિષ્ટ ઉલ્લાસનો ખાસ પ્રસંગ બનેલો તેથી તે સંબંધી કેટલીક
વાત પ્રસિદ્ધિમાં મુકી હતી; બાકી ગુરુદેવના શ્રીમુખથી બીજી ઘણી આનંદકારી વાત
આવતી હોય છે, એ બધી કાંઈ આત્મધર્મમાં આપી શકાય નહીં. માટે જ સાક્ષાત્
સત્સંગની બલિહારી છે.)
પ્રશ્ન:– ઘણીવાર રાગ–દ્વેષને પુદ્ગલ કે અજીવ કહેવામાં આવે છે–તે કઈ
અપેક્ષાએ?
(અરવિંદ જે. જૈન, મોરબી)
ઉત્તર:– રાગ–દ્વેષ શુદ્ધજીવસ્વભાવમાં નથી; એટલે જ્યારે શુદ્ધજીવસ્વભાવને
દ્રષ્ટિમાં લઈને જોઈએ ત્યારે તેમાં રાગ–દ્વેષ નથી, એટલે રાગ–દ્વેષ જીવના નથી–માટે
જીવથી વિરુદ્ધ એવા અજીવના છે–એમ કહેવામાં આવે છે. રાગ–દ્વેષ તો જો કે જીવની
અશુદ્ધપર્યાયમાં છે, પણ તે અશુદ્ધતાય જીવનો સ્વભાવ નથી. આ રીતે રાગ–દ્વેષને અજીવ
કહીને, રાગ–દ્વેષ વગરનો શુદ્ધજીવ કેવો છે તે ઓળખાવ્યો છે. તેથી ‘રાગ–દ્વેષ અજીવના
છે’ એ સાંભળીને અજીવમાં રાગ–દ્વેષને શોધવાના નથી પરંતુ રાગ–દ્વેષ વગરનો

PDF/HTML Page 42 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૯ :
શુદ્ધજીવ કેવો છે તે લક્ષમાં લેવાનું છે. અને આ રીતે શુદ્ધજીવને જે લક્ષમાં લ્યે. તેને જ
રાગ–દ્વેષને અજીવ કહેવાનું રહસ્ય સમજાય છે.
પ્રશ્ન:– ચૈતન્યશક્તિ આત્મા, આ જડરૂપ શરીરમાં શું ભાગ ભજવે છે?
(બકુલ ખારા, રાયપુર No. 1317)
ઉત્તર:– શરીરમાં કાંઈ જ ભાગ ભજવતો નથી; આત્મા પોતે પોતામાં કાં તો
જ્ઞાન અથવા તો મોહભાવ કરે છે.
પ્રશ્ન:– આત્મા અને શરીર ભિન્ન હોવા છતાં નવા નવા શરીરોમાં આત્મા કેમ
સ્થાનાંતર કર્યા કરે છે? ને જુના રૂપને કેમ ભૂલી જાય છે.? (No 1317)
ઉત્તર:– આત્મા અને શરીર જુદા હોવા છતાં, શરીર સાથે એકત્વબુદ્ધિને લીધે
(એટલે કે શરીર હું છું એવી દેહબુદ્ધિને લીધે) જીવને નવા નવા શરીરનો સંયોગ થયા કરે
છે જો તે ભેદજ્ઞાન કરીને નિર્મોહદશા પ્રગટ કરે તો તેને ફરીને શરીરનો સંબંધ થાય નહીં.
જુના રૂપને એટલે કે પૂર્વના ભવોને તે ભૂલી જાય છે તેનું કારણ એ છે કે
અજ્ઞાનને લીધે તેની જ્ઞાનશક્તિ ઘણી જ અલ્પ થઈ ગઈ છે. જ્ઞાનશક્તિની ખીલવટ કરે
તો જીવ બધું જાણી શકે છે.
પ્રશ્ન:– જડ–શરીરના અંગોને ગતિમાન કરતી શક્તિ ક્યાંથી આવે છે? (No
1317)
ઉત્તર:– જડ–શરીરના પુદ્ગલોમાં જ ગમન કરવાની એક તાકાત છે, એટલે તેનું
ગતિમાન થવું કે સ્થિર થવું–એ તેના સ્વભાવથી થાય છે, કોઈ બીજાવડે નહીં.
પ્રશ્ન:– નિશ્ચિત સમય થતાં આત્મા આ શરીરમાંથી પ્રસ્થાન કેમ કરી જાય છે?
(1317)
ઉત્તર:– શરીર એ આત્માની સ્વાભાવિક વસ્તુ નથી, એ તો સંયોગરૂપ છે, ને
સંયોગ તેનો વિયોગ થાય જ. એટલે આત્મા અવિનાશીપણે પોતાના ભાવઅનુસાર
બીજે ચાલ્યો જાય છે. સંયોગ સદા એક સરખા રહે નહીં. શરીરનો સંયોગ છે ત્યારે પણ
આત્મા ચેતનરૂપે રહ્યો છે ને શરીર જડરૂપે રહ્યું છે,–બંને જુદાં જ રહ્યા છે.–એ જુદાંને
જુદા સ્વરૂપે ઓળખવાં તેનું નામ ભેદજ્ઞાન છે.
પ્રશ્ન:– આત્મામાં લીનતા કરવા જતાં વચ્ચે શરીરના વિચારો કેમ આવે છે?
ઉત્તર:– લીનતાના પ્રયત્ન પહેલાં આત્માનું વાસ્તવિકસ્વરૂપ લક્ષગત કરવું
જોઈએ.

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
આત્માનું સ્વરૂપ બરાબર ઓળખ્યા પછી જ તેમાં પરિણામ લાગી શકે, ને ત્યારે જ
બીજા વિચારો છૂટે. સ્વરૂપ સમજવા માટે વારંવાર તેના વિચાર–મંથનમાં રોકાતાં પણ
બીજા વિચારો છૂટતા જાય છે. કદાચ શરીરના વિચાર આવે તોપણ તે શરીરથી હું જુદો
છું–એવી શૈલીના વિચાર આવે છે.
પ્રશ્ન:– ચિત્રોમાં સિદ્ધભગવાનની નીચે બીજ જેવો આકાર કેમ હોય છે? અને
ભગવાન તેનાથી અદ્ધર કેમ હોય છે? (સુધાબેન પી. જૈન No 1434)
ઉત્તર:– સિદ્ધભગવાનની નીચે જે બીજ જેવો આકાર છે તેને ‘સિદ્ધશિલા’
કહેવાય છે. આ લોકમાં નીચે ૭ નરકભૂમિ, પછી આપણે રહીએ છીએ તે આ મધ્યલોક,
પછી ઉપર દેવલોક, અને તે બધાય ઉપર સ્ફટિકમણિની સિદ્ધશિલા છે. એનાથી પણ થોડે
ઊંચે સિદ્ધભગવંતોના નિવાસરૂપ સિદ્ધલોક છે. એના પછી લોકનો છેડો આવી જાય છે,
ત્યારપછી ખાલી આકાશ સિવાય બીજું કાંઈ નથી. સિદ્ધભગવંતો સિદ્ધશિલાના આધારે
નથી રહેતા પણ નિરાલંબીપણે અદ્ધર રહે છે–એમ સૂચવવા તેમને સિદ્ધશિલાથી જરાક
ઊંચે બતાવવામાં આવે છે.
બેન, તમારા પ્રશ્નનો જવાબ ચારમાસથી ન મળ્‌યો તેથી જરા નિરાશ થયા
હશો,–પણ હવે તો તમારો ઉત્તર વાંચીને ઉત્સાહમાં આવ્યા ને?
પ્રશ્ન:– બધા તીર્થંકરોમાં મહાવીર ભગવાનનું નામ વિશેષ કેમ સંભળાય છે?
(No 1434)
ઉત્તર:– કેમકે મહાવીર ભગવાન હજી હમણાં (માત્ર અઢી હજાર વર્ષ પહેલાં)
થઈ ગયા, બીજા તીર્થંકરો તેમના પૂર્વે થઈ ગયા. અત્યારે મહાવીર ભગવાનનું શાસન
ચાલી રહ્યું છે.–બાકી તો બધાય તીર્થંકર ભગવંતો એકસરખા જ પૂજ્ય છે.
પ્રશ્ન:– અનેકાન્ત એટલે શું? (પરેશકુમાર જૈન, નં. ૩૨૦ જામનગર)
ઉત્તર:– અનેક+અંત; અનેક એટલે ઘણા, ને અંત એટલે ધર્મ; એક જ વસ્તુમાં
ઘણા ધર્મો એક સાથે રહેલા છે, તેથી વસ્તુને અનેકાન્તસ્વરૂપ કહેવાય છે. એ જૈનધર્મની
જ ખાસ વિશેષતા છે કે અનેકાન્ત દ્વારા વસ્તુનું સાચું સ્વરૂપ દેખાડે છે.
ચાર–પાંચ માસના ભેગા થઈ ગયેલા બાલવિભાગના કાર્યમાં અનેક સભ્યોએ
મદદ કરી છે, તે બદલ તેમને ધન્યવાદ!

PDF/HTML Page 44 of 45
single page version

background image
: ૪૧ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
પૂજ્ય ગુરુદેવ રાજકોટમાં ૨૦ દિવસ રહીને વૈશાખવદ નોમ (તા. ૧–૬–૬૭) ના રોજ
સોનગઢ પધાર્યા છે, ને જિનવાણીની અમીવર્ષાથી સોનગઢનું વાતાવરણ પ્રફૂલ્લિત બન્યું છે.
રાજકોટથી વિદાય અને સોનગઢમાં પ્રવેશ–એ બંને વખતના મંગલ–પ્રવચનમાં અનુભવરસનો
મહિમા કરતાં ગુરુદેવે કહ્યું હતું કે–સ્વાનુભૂતિમાં શાંતરસનું વેદન થાય છે, તે શાંતરસને ‘રસેન્દ્ર’
એટલે કે સર્વે રસોમાં શ્રેષ્ઠ કહ્યો છે. સ્વાનુભવવડે આવો શાંતરસ પ્રગટ કરવો તે મંગળ છે.
આમ મંગળમાં ગુરુદેવના શ્રીમુખે સ્વાનુભવરસનો મહિમા અને તેની પ્રેરણા સાંભળતાં
મુમુક્ષુઓને પ્રસન્નતા થઈ હતી. ગુરુદેવ સોનગઢ પધાર્યા ત્યારે ઉમંગભર્યું સ્વાગત થયું હતું ને
મંગલ ગીતો ગવાયા હતા. સુવર્ણધામના પ્રશાંત–અધ્યાત્મ વાતાવરણમાં ગુરુદેવને પણ
સ્વાધ્યાય–ચિંતનની વિશેષ સ્ફૂરણાઓ જાગે છે.
જેઠ સુદ પાંચમના રોજ શ્રુતપંચમીનો પવિત્ર દિવસ ધનસેનસ્વામી વગેરે વીતરાગી
મુનિવરોના સ્મરણપૂર્વક આનંદથી ઉજવાયો હતો. સવારમાં શ્રુતજ્ઞાનની યાત્રા તથા પૂજા
વગેરે કાર્યક્રમો હતા. હવે અષાડ વદ એકમના રોજ દિવ્યધ્વનિનો દિવસ આવી રહ્યો છે–જે
દિવસે રાજગૃહીમાં વિપુલાચલ ઉપર વીરપ્રભુના સમવસરણમાં દિવ્યવાણીના ધોધ વહેવા
માંડ્યા ને ઈન્દ્રભૂતિસ્વામી તે ઝીલીને ગણધર બન્યા.
સાયલા (રાજસ્થાન) માં પૂ. ગુરુદેવના પ્રતાપે મુમુક્ષુ મંડળ ચાલે છે; અહીં દિ.
જૈનમંદિર થાય એવી મુમુક્ષુઓની લાંબા વખતથી ભાવના હતી. ગત વૈશાખ સુદ ૧૦ ના
શુભદિને અહીં દિ. જૈનમંદિરમાં ભગવાન જિનેન્દ્રદેવની વેદી–પ્રતિષ્ઠા સાનન્દસમ્પન્ન થઈ. આ
પ્રસંગે મુમુક્ષુઓને ઘણો ઉલ્લાસ હતો ને સારી પ્રભાવના થઈ હતી.
વૈરાગ્ય – સમાચાર
* રાજકોટના ભાઈશ્રી અમરચંદ ગીરધરલાલના માતુશ્રી દૂધીબાઈ એકસો એક
વર્ષની વયોવૃદ્ધ ઉમરે ગત વૈશાખ વદ એકમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. ભાઈશ્રી
લાલચંદભાઈના તેઓ દાદીમા થાય.–તેમનો આત્મા દેવ–ગુરુ–ધર્મના શરણે શાંતિ પામે–એ જ
ભાવના.
* સોનગઢ ગોગીદેવી આશ્રમમાં રહેતા મૂળી બહેન (ખરગપુરવાળા) ના માતુશ્રી
ગત તા. ૨૨–પ–૬૭ ના રોજ ખરગપુર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. થોડા વખત પહેલાં તેઓ
સોનગઢ આવીને રહેલા ને અહીંના વાતાવરણથી પ્રમોદિત થયા હતા. દેવ–ગુરુ–ધર્મના શરણે
તેમનો આત્મા શાંતિ પામે–એ જ ભાવના.
* ફત્તેપુરના ભાઈશ્રી અમૃતલાલ માણેકચંદ મહેતા તા. ૭–૬–૬૭ના રોજ અમદાવાદ–
ઈસ્પિતાલમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવતા. દેવ–ગુરુ–ધર્મના
શરણે તેમનો આત્મા શાન્તિ પામો.

PDF/HTML Page 45 of 45
single page version

background image
“આત્મધર્મ” Regd. No. G. 182
શ્રી ગુરુ મોહનિંદમાંથી જગાડે છે–
जगवासी जीवन सों गुरु उपदेश कहे,
तुम्हें यहां सोवत अनंत काल बीते है।
जागो ह्वै सचेत समता समेत सुनो,
केवल–बचन जातै अक्ष–रस जीते हैं।।
आवो मेरे निकट बताऊं मैं तुम्हारो गुन,
परम सुरस–भरे करम सौं रीते हैं।
ऐसे बैन कहे गुरु तोउ त न धरे उर,
मित्त कैसे पुत किधौं चित्र के से चीते हैं।। १२।।
(સમયસારનાટક)
શ્રી ગુરુ જગવાસી જીવોને ઉપદેશ આપે છે કે હે જીવો! આ સંસારમાં
મોહનિંદ્રામાં સૂતા સૂતા તમારો અનંત કાળ ચાલ્યો ગયો.....હવે તો જાગો! અને
સાવધાન થઈ ચેતનાવંત થઈ... ચેતનાને જાગૃત કરીને શાંત–ચિત્તવડે સમતાપૂર્વક
કેવળી ભગવાનની વાણી સાંભળો.....કે જેના શ્રવણથી ઈન્દ્રિયવિષયોને જીતી શકાય છે.
શ્રી ગુરુ વારંવાર પ્રેમથી કહે છે કે–હે જીવો! આવો. મારી નજીક આવો..... હું
તમને તમારો આત્મગુણ દેખાડું.....કે જે કર્મકલંકથી રહિત છે ને પરમ આનંદરસથી
ભરપૂર છે.
શ્રી ગુરુ આવાં વચન કહે છે તોપણ સંસારી મોહી જીવ ધ્યાન દેતો નથી.–તે કેવો
છે? જાણે માટીનું પૂતળું હોય અથવા ચિતરેલો મનુષ્ય હોય!–અચેત જેવો થઈને સૂતો
છે! જો ચેતના સહિત હોય તો શ્રી ગુરુનાં આવાં હિતવચન સાંભળીને કેમ ન જાગે?
– –
(પ્રત: ૨૩૦૦) શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર)