Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
છે, અને તે સ્વરૂપથી બહાર નીકળીને જેટલા સંકલ્પો–વિકલ્પો છે તે દુઃખનું કારણ છે.
અંતર્મુખ થઈને જે નિર્વિકલ્પ થાય છે તે જ પરમપદને પામે છે. જે જીવ ચૈતન્યસ્વરૂપને
ચૂકીને સંકલ્પ–વિકલ્પને અપનાવે છે તે પરમપદને પામતો નથી.
સંકલ્પ–વિકલ્પરૂપ જેટલા રાગ છે તે બધાય સંસારદુઃખનું જ કારણ છે. તે
રાગથી આત્માને લાભ માનવો તે તો ઝેરની છરી લઈને પોતાના પેટમાં ભોંકીને
તેનાથી લાભ માનવા જેવું છે. આત્માનો ચિદાનંદ સ્વભાવ આનંદનું મૂળ છે, ને તે
સ્વભાવમાંથી બહાર નીકળીને જે કોઈ શુભ–અશુભવૃત્તિ ઊઠે છે તે બધી આકુળતાજનક
છે, સંસારદુઃખનું જ કારણ છે. તેને છોડીને ચિદાનંદતત્ત્વમાં ઠરવાથી જ પરમઆનંદનો
અનુભવ થાય છે.
અહો! કેવો સુંદર માર્ગ છે!! પરમ વીતરાગી શાંતિનો માર્ગ છે; અરે! સર્વજ્ઞના
આવા વીતરાગી શાંતમાર્ગને અજ્ઞાનીઓ વિપરીતરૂપે માની રહ્યા છે. જ્ઞાની ધર્માત્મા જાણે
છે કે અહો! ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈને પરમ વીતરાગી આનંદનું વેદન કરવું તે જ
એક અમને પરમ ઈષ્ટ છે, તે જ અમને વહાલું છે, તે જ અમારું પ્રિય પદ છે, એ સિવાય
રાગની વૃત્તિ ઊઠે તે દુઃખદાયક છે, તે અમને ઈષ્ટ નથી, તે અમને પ્રિય નથી, તે અમને
વહાલી નથી. અમે તે રાગની વૃત્તિ છોડીને ચૈતન્યમાં જ લીન રહેવા માંગીએ છીએ.
* * *
(વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ ત્રીજ)
આ આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે ને પોતે સ્વયં આનંદ સ્વરૂપ છે; સંકલ્પ–
વિકલ્પોની જાળ ઊઠે તે આકુળતા છે, તે આત્માનું સ્વરૂપ નથી, તે તો દુઃખનું મૂળ છે.
ચૈતન્યસ્વરૂપથી બહાર નીકળીને, બાહ્યવિષયોના જે કાંઈ સંકલ્પ–વિકલ્પ થાય તે બધા
હિતકર નથી પણ દુઃખકર છે. તે સંકલ્પ–વિકલ્પનો નાશ કરીને ચૈતન્યસ્વરૂપમાં લીનતા
કરવાથી જ ઈષ્ટ એવું પરમ પદ પ્રાપ્ત થાય છે–એમ ભગવાને કહ્યું છે. અવ્રત કે વ્રતની
વૃત્તિ ઊઠે તે ઈષ્ટ નથી, તેમજ તેનાથી ઈષ્ટપદની પ્રાપ્તિ થતી નથી, નિર્વિકલ્પ આનંદનું
વેદન થાય તે જ આત્માને ઈષ્ટ છે.
આ ભગવાન આત્મા ઈન્દ્રિયોથી પાર અતીન્દ્રિય છે, વિકલ્પોથી પાર
નિર્વિકલ્પસ્વરૂપ છે, ચિદાનંદમય છે; આવા નિજ આત્માને ભૂલીને બાહ્ય વિષયો તરફના
ઝૂકાવથી જે સંકલ્પ–વિકલ્પ થાય તેમાં જ અજ્ઞાની ફસાઈ રહે છે; પરંતુ અહીં તો તે
ઉપરાંત એમ કહે છે કે ચૈતન્યસ્વરૂપ આત્માનું ભાન થયા પછી પણ અસ્થિરતાથી જે
વ્રતાદિના વિકલ્પ ઊઠે છે તે પણ આકુળતારૂપ છે–બંધનું કારણ છે–દુઃખનું કારણ છે. ભલે

PDF/HTML Page 22 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
સીધી રીતે બાહ્ય વિષયોમાં પ્રવર્તતો ન હોય, પણ જો અંદર સંકલ્પ–વિકલ્પના ગણગણાટ
થતા હોય તો તે પણ દુઃખરૂપ છે. સંકલ્પ–વિકલ્પ સર્વથા છૂટયા પહેલાં પણ આ વાતનો
નિર્ણય કરવો જોઈએ. અહો! મને શાંતિ અને આનંદ તો મારા આત્માના અનુભવમાં જ
છે, સંકલ્પ–વિકલ્પ ઊઠે તેમાં મારી શાંતિ નથી. સાધકદશામાં વ્રત–તપના વિકલ્પ તો
આવે, પણ તે છોડીને સ્વરૂપમાં ઠરીશ ત્યારે જ મને મારા પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે–એમ જે
નિર્ણય નથી કરતો અને તે વિકલ્પથી લાભ માને છે તે તો અજ્ઞાની છે; ઈષ્ટપદ શું છે તેની
પણ તેને ખબર નથી, તેણે તો રાગને જ ઈષ્ટ માન્યો છે. જ્ઞાની તો પોતાના ચૈતન્યપદને
જ ઈષ્ટ સમજે છે, ને અવ્રત તેમજ વ્રત બંને છોડીને ચિદાનંદસ્વરૂપમાં લીનતાથી તે પરમ
ઈષ્ટપદને પામે છે. જ્યાંસુધી સંકલ્પ–વિકલ્પની જાળમાં ગૂંચવાયા કરે ત્યાંસુધી
પરમસુખમય ઈષ્ટપદની પ્રાપ્તિ જીવને થતી નથી; જ્યારે અંતરના સંકલ્પ–વિકલ્પની
સમસ્ત જાળ છોડીને પોતે પોતાના ચૈતન્યચમત્કારરૂપ વિજ્ઞાનઘન આત્મામાં લીન થાય
છે. ત્યારે જ અનંતસુખમય પરમપદની પ્રાપ્તિ થાય છે.
।। ૮પ।।
ચૈતન્યસ્વરૂપ આત્માનું જેને ભાન છે અને સમસ્ત સંકલ્પ–વિકલ્પોની જાળનો
નાશ કરવા માટે જે ઉદ્યમી છે એવો જીવ ક્યા ક્રમથી તેનો નાશ કરે છે તે બતાવે છે–
अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः।
परात्मज्ञानसंपन्नः स्वयमेव परो भवेत्।।८६।।
અવ્રતી વ્રતને ગ્રહણ કરીને અવ્રતસંબંધી વિકલ્પોનો નાશ કરે, અને પછી
જ્ઞાનપરાયણ થઈને એટલે જ્ઞાનમાં લીન થઈને વ્રતસંબંધી વિકલ્પોનો પણ નાશ કરે.
આ રીતે જ્ઞાનભાવનામાં લીનતા વડે તે જીવ પરાત્મજ્ઞાન–સંપન્ન–ઉત્કૃષ્ટઆત્મજ્ઞાનસંપન્ન
એટલે કે કેવળજ્ઞાનસંપન્ન પરમાત્મા થાય છે.
સૌથી પહેલાં સમ્યગ્દર્શન તો થયું છે ત્યારપછીની આ વાત છે. જેને સમ્યગ્દર્શન
નથી તેને તો અવ્રતનો ત્યાગ હોતો નથી, તેને તો અંશમાત્ર સમાધિ હોતી નથી.
હું વિકલ્પોથી પાર જ્ઞાનાનંદસ્વરૂપ છું–એવું જેને સમ્યક્ભાન નથી તે શેમાં
એકાગ્ર થઈને સંકલ્પ–વિકલ્પોને છોડશે? ચૈતન્યસ્વરૂપમાં જેટલી એકાગ્રતા થાય તેટલી
જ સમાધિ થાય છે. જુઓ, કેવળી ભગવાનને પરિપૂર્ણ અનંતસુખરૂપ સમાધિ જ છે.
મુનિદશામાં જે વ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તેટલી પણ અસમાધિ છે, સમકિતીને જે
અવ્રતોનો વિકલ્પ ઊઠે તેમાં વિશેષ અસમાધિ છે; અને મિથ્યાદ્રષ્ટિને તો ઘોર અસમાધિ
છે. જેટલી અસમાધિ છે તેટલું દુઃખ છે. કેવળી ભગવંતોને પરિપૂર્ણ અનંતસુખ છે;
ત્યારપછી બારમા વગેરે ગુણસ્થાને તેનાથી ઓછું સુખ છે. મુનિઓને જેટલો સંજ્વલન
કષાય છે તેટલું પણ દુઃખ છે, ને જેટલી જ્ઞાનપરાયણતા છે તેટલું સુખ છે.

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ જેઠ : ૨૪૯૩
સમકિતીને ચોથા ગુણસ્થાને અવ્રત સંબંધી વિકલ્પો હોવા છતાં, તે શ્રદ્ધાઅપેક્ષાએ
તો જ્ઞાનપરાયણ જ છે, વિકલ્પપરાયણ નથી,–વિકલ્પથી લાભ માનતો નથી.
પહેલાં અવ્રતનો ત્યાગ કરીને વ્રતી થવાનું કહ્યું, ત્યાં કોઈ એમ માને કે આપણને
સમ્યગ્દર્શન ભલે ન હો, પણ પહેલાં અવ્રત છોડીને વ્રત લઈ લેવાં, પછી સમ્યગ્દર્શન થવું
હશે તો થશે!–તો એમ માનનાર મહા મૂઢ છે, તેને જૈનશાસનની પરિપાટીની ખબર
નથી. સમ્યગ્દર્શન વગર કદી વ્રત હોય જ નહિ ને અવ્રત છૂટે જ નહિ. પહેલાં મિથ્યાત્વ
છૂટે પછી જ અવ્રત છૂટે ને પછી જ વ્રત છૂટે. મિથ્યાત્વ જ જેનું છૂટયું નથી તેને
અવ્રતાદિનો ત્યાગ થઈ શકે જ નહિ. જેને સમ્યગ્દર્શન જ નથી તે તો બહિરાત્મા છે.
અહીં તો તે બહિરાત્મપણું છોડીને જે અંતરાત્મા થયા છે–સમ્યગ્દ્રષ્ટિ થયા છે, તે
અંતરાત્મામાંથી પરમાત્મા થવાની આ વાત છે. અંતરાત્મા થયા પછી જ્ઞાનાનંદસ્વરૂપમાં
લીન થવાથી જ પરમાત્મદશા થાય છે. પહેલાં જ જેણે મિથ્યાત્વ તો છોડ્યું છે ને
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન કર્યું છે એવા સમકિતી પહેલાં અવ્રતને છોડીને, અને
પછી વ્રતને પણ છોડીને, પોતાના ચિદાનંદસ્વરૂપમાં નિર્વિકલ્પપણે લીન થઈને
કેવળજ્ઞાન પ્રગટાવીને પરમાત્મા થાય છે ને સિદ્ધપદ પામે છે.
–આ રીતે જ્ઞાનભાવના જ મોક્ષનું કારણ છે, વ્રતાદિના વિકલ્પો મોક્ષનું કારણ નથી.
।। ૮૬।।
જેમ વ્રતાદિના વિકલ્પો મોક્ષનું કારણ નથી તેમ મુનિલિંગનો વિકલ્પ પણ મોક્ષનું
કારણ નથી–એમ હવે આચાર્યદેવ કહેશે.
ચક્રવર્તીનું બળ
ચક્રવર્તીના રાજનું જે ક્ષેત્ર (એટલે કે છખંડ) તેમાં વસનાર સમસ્ત દેવો અને
મનુષ્યોનું જેટલું બળ છે તેના કરતાં અનેકગણું બળ ચક્રવર્તીની ભૂજામાં છે,–એમ
આદિપુરાણમાં કહ્યું છે.
જેની ભૂજાનું આટલું બળ, તેના સંપૂર્ણ બળની શી વાત! અને અનંતગુણથી
ભરેલા એવા તેના આત્મબળની શી વાત!
હે જીવ! તું પણ જ્ઞાનચક્રનો ધારક ચૈતન્યચક્રવર્તી છો. તારા જ્ઞાનચક્રવડે સમસ્ત
વિભાવોને ભેદી નાખવાની તારી તાકાત છે. એકકોર જગતના સમસ્ત જડ–ચેતન
પદાર્થો, ને બીજી કોર તું એકલો, છતાં જ્ઞાનચક્રવડે સમસ્ત જ્ઞેયોને પહોંચી વળવાની
તારી તાકાત છે. સમસ્ત જ્ઞેયો કરતાં અનંતગુણી તારી તાકાત છે.
તું આવો ચક્રવર્તી થઈને અન્ય પાસે ભીક્ષા કાં માગ?
તારા અનંત ચૈતન્યનિધાનને આનંદથી ભોગવ.

PDF/HTML Page 24 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
નાનકડા બાળકોની કલમે–
(‘પત્રયોજના’ ના પત્રો)
ઉનાળાની રજાઓનો શું સદુપયોગ કર્યો–તે સંબંધી બાલવિભાગના
जय जिनेन्द्र
* લાઠીના સભ્ય નં. ૨૧ મુંબઈથી લખેછે–ધર્મબંધુ ભાઈશ્રી, પહેલીજ વખત
આવો પત્ર લખતાં આનંદ થાય છે. વેકેશનમાં શરૂમાં હું ક્યાંય જઈ શક્યો ન હતો કેમકે મારા
પિતા–માતા પૂ. ગુરુદેવ સાથે યાત્રામાં ગયા હતા તેથી હું ક્યાંય જઈ શક્યો ન હતો. પણ,
ચાર વર્ષ પહેલાં સિદ્ધાંતપ્રવેશિકાના ૧૩૨ પ્રશ્નો મેં તૈયાર કરેલા તે ભૂલી ગયો હોવાથી
વેકેશનમાં બધા પ્રશ્નો તૈયાર કરી લીધા. મારા માતા–પિતા યાત્રામાંથી આવ્યા ત્યારે તેમની
પાસેથી યાત્રાના આનંદની વાતો સાંભળીને મને પણ આનંદ થયો ને યાત્રા કરવાનું મન થયું.
પછી હું મુંબઈ આવ્યો છું; અહીં શ્રીમદ્રાજચંદ્રના ‘જીવનસંગ્રહ’ નું પુસ્તક આખું વાંચ્યું; તેમાં
શ્રીમદ્રાજચંદ્ર નાની ઉંમરમાં શું શું કરી ગયા–તેના ઘણા પ્રસંગ આપ્યા છે. આપણને એમ
લાગે કે નાની ઉમરના બાળક શું કરી શકે? –પણ શ્રીમદ્રાજચંદ્રનું જીવન વાંચતાં ખ્યાલ
આવે છે કે કોઈ પણ માણસ કે બાળક પોતે ધારે તે કરી શકે છે; ને નાની ઉમરથી જ
આત્માના હિતનું કામ કરી લેવા જેવું છે. શ્રીમદ્રાજચંદ્રને સાતવર્ષે તો જાતિસ્મરણ (પૂર્વ
જન્મનું જ્ઞાન) થયું હતું; ને ૨૯ વર્ષની વયે એક જ જગ્યાએ બેઠાબેઠા ‘આત્મસિદ્ધિ’ (૧૪૨
ગાથા) લખી હતી.–આ રીતે મેં વેકેશનનો સદુપયોગ કર્યો. ભાઈ! આપણે થોડુંઘણું ધાર્મિક
સાહિત્ય દરરોજ વાંચવાનું રાખીએ તો ઘણું જાણવાનું મળે. આપણા આ બાલવિભાગ દ્વારા
પણ આપણને ઘણું જાણવાનું મળે છે.
जयजिनेन्द्र
(આ પત્રની એક વિશેષતા એ છે કે, વેકેશનમાં મુંબઈ ગયેલ આ ભાઈ, મુંબઈ જેવા
શહેરમાં જઈને પણ ત્યાં ધાર્મિક વાંચન આટલા પ્રેમથી કરે છે,–તે પ્રશંસનીય છે.)

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
* વીંછીયાથી સ. નં. ૬૬૬ તથા ૬૬૭ લખે છે કે– ઉનાળાની રજાઓમાં આઠ
દિવસ અમે બોટાદમાં ગુરુદેવની છત્રછાયામાં રહ્યા, ભાવભીની અમૃતવાણી સાંભળી એ
અમારા મહાભાગ્ય, આનંદકારી જન્મોત્સવ પણ જોયો ને ગુરુદેવના પ્રતાપે જીવનમાં હજી
ઘણા ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરવાની ભાવના છે.
* અમદાવાદના ઉમેશ જૈન (નં. પ૭૦) લખે છે– પ્રિય મિત્ર, રજાઓમાં
રાજકોટ આવીને શિક્ષણવર્ગનો ને ગુરુદેવના પ્રવચનોનો લાભ લીધો; આનંદ આવ્યો. ત્યાંના
કલાસમાંથી છૂટા પડ્યા પછી મને અહીં ગમતું નથી. કલાસ પછી હુ મારે ગામ સાયલા ગયો
હતો ને ત્યાં ધર્મચર્ચા કરી હતી, ત્યાંના લોકોને તેમાં રસ આવ્યો હતો ને ગુરુદેવના
પ્રવચનનો લાભ લેવાની ભાવના થઈ હતી. અહીં અમદાવાદમાં મારા ઘરથી મંદિર ઘણું દૂર
છે. બોટાદમાં ગુરુદેવની જન્મજયંતિમાં પણ હું હતો, પછી રાજકોટમાં પણ હતો, ત્યાં
ભગવાનની રથયાત્રામાં મજા પડી. હું સોનગઢ ન આવી શક્યો તેનું મને દુઃખ છે. હવે તો
અમારા અમદાવાદમાં પણ મંદિર બંધાઈ રહ્યું છે ને તેનો ઓચ્છવ થશે...ત્યારે ગુરુદેવ પધારશે
તેની રાહ જોઈએ છીએ. ને શિક્ષણ વર્ગ પણ અમદાવાદમાં ચાલે તો કેવું સારૂં! તું પણ ત્યારે
જરૂર આવજે. जयजिनेन्द्र!
* મુંબઈથી ભરત એચ. જૈન લખે છે– પૂ. ગુરુદેવ સાથે તીર્થયાત્રા અને
પંચકલ્યાણક વગેરે ઉત્સવોનો લહાવો લઈને સૌ સોનગઢમાં સ્થિર બન્યા હશો, ખરેખર
સોનગઢનું જીવન તો જુદું જ છે. બાલવિભાગની ‘પત્રયોજના’ ખૂબ ગમી, તેથી
બાલવિભાગના બધા સાધર્મી બંધુઓને સંબોધીને પત્ર લખતાં આનંદ થાય છે.
પ્રિય સાધર્મી મિત્રો! પરીક્ષાઓ પૂરી થયા પછી રજામાં તમે ગુરુદેવ સાથે યાત્રામાં કે
રાજકોટના શિક્ષણવર્ગમાં અભ્યાસ કરવા ગયા હશો, ને ધાર્મિક ચિંતન–મનન કર્યું હશે. જો કે
હું આવી ન શક્યો પણ મેં મુંબઈમાં હરવા–ફરવાનું ઓછું કરીને ધાર્મિક અભ્યાસમાં મન
જોડ્યું. શરૂઆતમાં જરા કંટાળો લાગતો પણ અહીંના ધાર્મિક શિક્ષણવર્ગમાં જવા લાગ્યો ને
ધીમે ધીમે રસ આવવા લાગ્યો. શરીર અને આત્માની ભિન્નતા, અનેકાન્તનું સ્વરૂપ ને
ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતા–એ બધું સમજાવીને ગુરુદેવે ખરેખર મહા ઉપકાર કર્યો છે.
અમારા ધર્મશિક્ષક અમને દરરોજનું ‘ઘરલેશન’ પણ આપતા–પણ એ લેશન નોટબુકમાં
લખવાનું નહિ હો,–આ લેશન તો ખૂબ મજાનું; શિક્ષકે એવું લેશન આપ્યું કે રોજ રાત્રે સૂતા
પહેલાં તમારાથી બને તેટલો વખત બધા મિત્રોએ મળી ધાર્મિક ચર્ચા–વિચારણા કરવી.–
અમને એમાં મજા પડતી ને ઘણું જાણવાનું મળતું.–પછી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું ને
આત્મવિચારમાં ચિત્ત લગાડવું. નિજગુણોનો વિચાર કરવો. દેહથી ભિન્નતાનો વિચાર કરવો;
આવું ઘરલેશન આપતા.
બંધુઓ, એક વાત ચોક્કસ છે કે સાચા દેવ–ગુરુ ને શાસ્ત્ર જ આપણને મોક્ષના સમ્યક્
માર્ગે લઈ જશે, માટે તેમનું બહુમાનપૂર્વક આરાધન કરવું; બહારની દુનિયાના માયા–મમતા,
રાગ–દ્વેષ, ચોરી–કપટ, અસત્ય વગેરે પાપો તજીને પ્રબળ પુરુષાર્થ વડે અખંડ આનંદસ્વરૂપ
આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરીને જલદી મોક્ષ પામીએ એવી નિરંતર ભાવના ભાવવી.

PDF/HTML Page 26 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
બંધુ, નાનપણમાં અત્યારથી આપણે આવી ઉત્તમ ભાવના ભાવશું તો તેના સંસ્કાર
જીવનમાં ખૂબ ઉપયોગી થશે. શરૂઆતમાં રાત્રે ખાવાનું મન થતું પણ હવે મેં રાત્રે ખાવાનું
છોડી દીધું છે. બસ, તારી ધાર્મિક ભાવનાઓ પણ જણાવજે. जयजिनेन्द्र
* શારદાબેન જૈન (સ. નં. ૭૧૮) વીંછીયાથી લખે છે– બોટાદનગરમાં વૈશાખ
સુદ બીજે ગુરુદેવની જન્મજયંતિ આનંદપૂર્વક ઉજવીને ઘરે આવતાં જ મારા જન્મદિવસનું
અભિનંદન કાર્ડ અને સાથે ગુરુદેવનો ફોટો દેખીને ઘણો જ આનંદ થયો. તેની ખુશાલીમાં મેં
બાલવિભાગને રૂા. ૩/ ભેટ મોકલેલ છે. ભગવાન ઋષભદેવનું પુસ્તક વાંચવું શરૂં કર્યું છે. બહુ
આનંદ આવે છે. બાળકો માટે આવા ધાર્મિક પુસ્તકો પણ વધુ ને વધુ બહાર પડે–એ જ ભાવના.
* રાજકોટ ૮ વર્ષના સુભાષભાઈ (સ. ન. ૪) લખે છે– ધર્મપ્રિય બંધુ, ગુરુદેવ
રાજકોટ પધાર્યા ત્યારે ભવ્ય સ્વાગતમાં અમે પણ હાથમાં કેસરી ઝંડા લઈને સ્વાગતગીત
ગાતા હતા. ગુરુદેવ રાજકોટ રોકાયા તે દરમિયાન મારા ભાઈ સાથે ૭ા થી ૮ પૂજામાં તથા ૮
થી ૯ પ્રવચનમાં અને ૯ા થી ૧૦ા ધાર્મિક શિક્ષણ વર્ગમાં જતો હતો. વળી બપોરે પ્રવચનમાં,
ભક્તિમાં ને શિક્ષણવર્ગમાં જતો હતો. રાત્રે ચર્ચામાં પણ જતો હતો. હું રોજ સવારમાં ઊઠીને
નમોક્કાર–મંત્રનું સ્મરણ કરું છું. હું નાનો હતો ત્યારથી જૈન બાળપોથી ભણતો; ચાર વર્ષનો
હતો ત્યારથી મને નમોક્કાર મંત્ર આવડે છે. ત્રણ વર્ષ પહેલાં અમારા ઘરમાં યશોધરમુનિનો
ફોટો છે, તે યશોધરમુનિની જેમ પદ્માસન વાળીને ધ્યાનમાં બેસવાનું મને મન થતું; હવે બે
વર્ષથી અમારા ઘરમાં બાહુબલીનો ફોટો આવ્યો છે તેથી હવે બાહુબલીની જેમ ઊભા ઊભા
સીધા હાથ રાખીને ભગવાન સામે મોઢું રાખી ધ્યાન ધરતાં શીખું છું. હું ધાર્મિક વાર્તા બે
સખી, દર્શનકથા, ભગવાન મહાવીર, ભગવાન ઋષભદેવ, રત્નસંગ્રહ, અકલંક–નિકલંક વગેરે
વાંચું છું ને તે મને ગમે છે, પણ મને સૌથી વહાલી વસ્તુ જૈન બાળપોથી છે. ને હું પહેલી
ચોપડી ભણતો ત્યારથી એ જ વાંચું છું. મને ધર્મ કરવો બહુ જ ગમે છે. કેમકે મારે મોક્ષ જાવું
છે. હું આઠ વર્ષનો બાળક છું માટે ભૂલચૂક માફ કરજો. (લગભગ આવો જ પત્ર આ ભાઈની
દસવર્ષની બહેન માયાબહેને પણ લખ્યો છે.)
* અમદાવાદથી દિલીપ જૈન (નં. ૧૦૦) લખે છે– આ વેકેશન ધર્મ સમજવા
પાછળ ગાળ્‌યું છે; ગુરુદેવ અમદાવાદ આવ્યા ત્યારથી તેમની સાથે જ હતો. બોટાદમાં
જન્મજયંતિ ભવ્યતાથી ઉજવી. પછી રાજકોટ ૨૦ દિવસ શિક્ષણવર્ગમાં જોડાયો; ત્યાં આખો
દિવસ કાર્યક્રમ ભરચક હતો..........જે કરવા જેવું છે તે આત્માની ઓળખાણ કરવી જોઈએ,
એ વાત ગુરુદેવ વારંવાર સમજાવતા હતા. ગુરુદેવની છત્રછાયામાં વેકેશનના દિવસો
આનંદથી વીત્યા. મારું ગામ સાયલા છે, ત્યાં અમારું બે માળનું મકાન દસ વીસ વરસથી
ખાલી પડ્યું છે. મારી ભાવના છે કે તેમાં ગામોગામની જેમ ગુરુદેવનું ટેપરેકર્ડ થયેલું પ્રવચન
સાંભળવાનો અમારા ગામના લોકોને લાભ મળે! जयजिनेन्द्र
* સતીશકુમાર પી. જૈન વીંછીયાથી બાલમિત્રોને લખે છે– આ ઉનાળાની રજામાં
અમે પ્રથમ આઠ દિવસ બોટાદ ગયા ને ગુરુદેવનાં પ્રવચનો સાંભળ્‌યા, ચર્ચા–ભક્તિ–પૂજામાં

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
પણ લાભ લીધો ને વૈશાખ સુદ બીજ ઊજવીને વીંછીયા આવ્યા. અહીં હું હંમેશા પૂજામાં જાઉં છું;
ને બપોરે વાંચનમાં બેસું છું; તેમાં છ ઢાળા ચાલે છે. વેકેશન હોવાથી અમે ઘણા બાળકો તેમાં
ભણીએ છીએ, ને આનંદ આવે છે. રાત્રે પણ સમયસારના વાંચનમાં જાઉં છું. તેમાં મને બહુ રસ
પડે છે. મિત્રો! તમે પણ પાઠશાળા જતા હશો. ધાર્મિક અભ્યાસ કરી ખૂબખૂબ આગળ વધીએ ને
મોક્ષપુરીની મોજ માણીએ ને સિદ્ધભગવાનની જેમ વીતરાગી આનંદમાં ઝુલીએ–એ જ ભાવના.
* પ્રિય બંધુ (સ NO 14)તમારો પત્ર મળ્‌યો; તમે રજાઓનો ઉપયોગ માઉન્ટ
આબુ વગેરે જોવામાં કર્યો...એ તમારા પત્રથી જાણ્યું. પરંતુ અમે તો તે વખતે તમારા ગામમાં
(રાજકોટમાં) આવીને ધાર્મિક શિક્ષણનો લાભ લીધો...તમારા ગામમાં અમને બહુ મજા પડી.
આત્માનું હિત થાય એવા ગુરુદેવના પ્રવચનોનો તથા ધાર્મિક શિક્ષણનો સુંદર લાભ મળ્‌યો.
ત્યાંના ભવ્ય મંદિર માનસ્તંભ ને સમવસરણની રચના અમને તો આબુ કરતાંય વધારે
ગમ્યા. તમારા ગામમાં વેકેશન વખતે આવો સરસ સુયોગ હોવા છતાં તમને આબુ જવાનું
કેમ મન થયું! આવતા વેકેશનમાં તો તમે જરૂર સોનગઢ જાજો, હું પણ આવીશ. –
जयजिनेन्द्र
* સભ્ય નં. ૧૧ લખે છે કે:– પ્રિય ધર્મબંધુઓ, સ્કુલની પરીક્ષાઓ પૂરી થઈ, પણ
ધર્મની પરીક્ષામાં પાસ થવાની તેયારી કરવી પડશે, તમે સૌ રાજકોટના શિક્ષણવર્ગમાં
ગુરુદેવની છાયામાં આનંદથી લાભ લેતા હશો. હું રાજકોટ કલાસમાં આવી ન શક્યો; પણ
ધર્મની પરીક્ષા માટે તૈયારી કરવા મેં મારી રજાઓનો ઉપયોગ કર્યો. સિદ્ધાંતપ્રવેશીકાના ૪૦
પ્રશ્નો કર્યા, તેમજ ભગવાન ઋષભદેવ, અકલંક–નિકલંક, નાટક, દર્શનકથા, બે રાજકુમારનો
વૈરાગ્ય, કથામંજરી, બેસખી વગેરે પુસ્તકો વાંચ્યાં, પુસ્તકો વાંચવામાં ખૂબ રસ પડ્યો. તમે
પણ ધર્મપુસ્તકોનું વાંચન કર્યું હશે. છ ઢાળાની ૧૦ ગાથા પણ મોઢે કરી.
* મોરબીથી રમેશ જૈન અને પ્રકાશ જૈન (NO 671) લખે છે કે– આ વખતે
રજાઓમાં પૂ. મહારાજ સાહેબ રાજકોટ હોવાથી અમે પણ રાજકોટ ગયા હતા, ને ત્યાં
કલાસમાં ધર્મનું ભણતા હતા. અમારા જેવા ઘણાય વિદ્યાર્થીઓ આવ્યા હોવાથી અમને બહુ
મજા આવી હતી, ને આત્માને સમજવાની વાત અમને બહુ ગમતી હતી. રાજકોટથી ગીરનાર
તીર્થ નજીક હોવાથી અમે ગીરનારની જાત્રા કરવા પણ ગયા હતા. અમારા મોટાભાઈ પણ
સાથે હતા. નેમનાથ ભગવાનનું નામ લેતાં લેતાં પર્વત ચઢવાની અમને બહુ મજા આવી.
ઊંચો ઊંચો ગીરનાર પર્વત વાદળથી પણ ઊંચો છે. અમે પર્વત ઉપર હતા ત્યારે નીચે વાદળા
દોડતા હતા, જાણે અમે વાદળ ઉપર બેસીને ઉડતા હોય એમ થતું હતું. અમે ઠેઠ પાંચમી ટૂંકે
જાત્રા કરી આવ્યા, ત્યાંથી ભગવાન નેમનાથ મોક્ષ પામ્યા છે. ગીરનારની જાત્રા પહેલી જ
વાર કરી તેથી ઘણો આનંદ થયો. અમે રાજુલમાતાની ગૂફા પણ જોઈ ને ધનસેનસ્વામીની
ચંદ્રગૂફામાં પણ જઈ આવ્યા. ગામના બાગમાં સિંહ પણ જોયો. આ જાત્રા જીવનમાં કદીય
ભૂલાશે નહીં. આ રીતે રજામાં અમને મજા પડી.
जयजिनेन्द्र
(બાકીના પત્રો આવતા અંકે)

PDF/HTML Page 28 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
* પરમ શાંતિ દાતારી *
અધ્યાત્મ ભાવના
(અંક ૨૮૨ થી ચાલુ) (લેખાંક ૪૯)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
* વીર સં. ૨૪૮૨ શ્રાવણ સુદ બીજ *
(ગાથા ૮૩ ચાલુ)

ધર્માત્મા સમસ્ત રાગથી પોતાના ચિદાનંદતત્ત્વને જુદું જાણે છે, રાગના
અંશને પણ પોતાના અંતરંગ સ્વરૂપપણે માનતા નથી. આ રીતે રાગથી ભિન્ન
ચૈતન્યતત્ત્વને જાણીને, તેમાં અંશે એકાગ્ર થતાં અવ્રતોનો ત્યાગ થઈ જાય છે. અને
પછી તેમાં વિશેષ લીન થતાં અવ્રતોની માફક વ્રતોનો શુભરાગ પણ છૂટી જાય છે.
જેમ અવ્રતના અશુભભાવો બંધનું કારણ છે તેમ વ્રતના શુભભાવો પણ બંધનું
કારણ છે, તે પણ આત્માની મુક્તિના બાધક છે, તેથી મોક્ષાર્થીને તે પણ હેય છે.
જેમ લોઢાની બેડી પુરુષને બંધનકર્તા છે તેમ સોનાની બેડી પણ બંધનકર્તા જ છે,
છૂટવાના કામીએ તે બંને બેડીનાં બંધન છોડવા યોગ્ય છે; તેમ પાપ અને પુણ્ય બંને
જીવને બંધનકર્તા જ છે–એમ જાણીને મોક્ષાર્થી જીવે તે બંને છોડવા જેવા છે. પુણ્ય તે
આત્માની મુક્તિમાં બાધકરૂપ છે– વિઘ્નરૂપ છે છતાં તેને જે મોક્ષનું કારણ માને છે તે
મિથ્યાદ્રષ્ટિ છે, તે બંધના કારણને મોક્ષનું કારણ માને છે, એટલે ખરેખર તેણે બંધ–
મોક્ષના સ્વરૂપને જાણ્યું નથી.
અજ્ઞાનીઓ કહે છે કે વ્રતાદિ વ્યવહાર કરતાં કરતાં મુક્તિ પમાશે. અહીં કહે
છે કે વ્રતાદિ વ્યવહાર તો મુક્તિમાં વિઘ્ન કરનાર છે. કેટલો ફેર! મૂળ માન્યતામાં જ
ફેર છે. સાધકને નીચલી ભૂમિકામાં તે વ્રતાદિનો રાગ છૂટે નહિ, પણ તે રાગને

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
તે બાધકરૂપે જાણે છે, તેને સાધકરૂપે નથી માનતો. અજ્ઞાની તો તે રાગને સાધકરૂપે
જાણે છે એટલે તેની તો શ્રદ્ધા જ ખોટી છે.
અવ્રતની જેમ વ્રતનો શુભરાગ પણ છોડવા જેવો છે–આ વાત સાંભળતાં ઘણા
લોકો રાડ નાંખી જાય છે કે ‘અરે! વ્રત છોડવા જેવા?’–પણ ભાઈ રે, ધીરા થઈને
સમજો તો ખરા. વ્રતનો શુભરાગ તે બંધનું કારણ છે કે મોક્ષનું? તે રાગ તો બંધનું જ
કારણ છે ને મોક્ષને તો વિઘ્ન કરનાર છે. તો જે બંધનું કારણ હોય તે છોડવા જેવું હોય કે
આદરવા જેવું? મોક્ષાર્થી જીવોએ રાગાદિને બંધનું જ કારણ જાણીને તે છોડવા જેવા છે.
સમાધિ તો વીતરાગભાવવડે થાય, કાંઈ રાગવડે સમાધિ ન થાય. માટે મોક્ષાર્થી જીવોએ
અવ્રતની જેમ વ્રત પણ છોડવા જેવા છે.
।। ८३।।
અવ્રત અને વ્રત બંનેને છોડવા જેવા કહ્યા, તેને છોડવાનો ક્રમ શું છે? તે હવે કહે
છે–
अव्रतानि परित्यज्य व्रतेषुं परिनिष्ठितः।
त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः।।८४।।
અવ્રત અને વ્રત બંનેથી ભિન્ન શુદ્ધ ચૈતન્યતત્ત્વને ઓળખીને, સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન
કરીને પછી તેમાં સ્થિરતાના ઉદ્યમ વડે પહેલાં તો અવ્રતો છોડીને ધર્મી વ્રતનું પાલન કરે
છે–અર્થાત્ હજી ચૈતન્યમાં વિશેષ સ્થિરતા નથી ત્યાં એવા વ્રતોનો શુભરાગ આવે છે;
અને પછી શુદ્ધોપયોગવડે સ્વરૂપમાં લીન થઈને તે વ્રતને પણ છોડીને આત્માના
પરમપદને પ્રાપ્ત કરે છે. આ રીતે અવ્રત તેમ જ વ્રત બંનેને છોડીને, શુદ્ધોપયોગવડે
અંતરાત્મા મુક્તિ પામે છે.
પહેલાં અવ્રત છોડીને વ્રતનો ભાવ આવે, ત્યાં ધર્મી વ્રતનું પાલન કરે છે–એમ
વ્યવહારે કહેવાય; ખરેખર જે વ્રતનો રાગ છે તે રાગના પાલનની ધર્મીને ભાવના નથી.
ધર્મીને તો શુદ્ધોપયોગની જ ભાવના છે. વ્રતના વિકલ્પને છોડીને તે શુદ્ધોપયોગમાં
ઠરવા માંગે છે.
વ્રતના વિકલ્પ જ્યાંસુધી છે ત્યાંસુધી મુક્તિ થતી નથી; અને વ્રતના વિકલ્પથી
જ્યાંસુધી લાભ માને છે ત્યાંસુધી તો મિથ્યાત્વમાંથી પણ મુક્તિ થતી નથી.
વ્રતનો શુભરાગ પણ મોક્ષનું કારણ નથી પણ મોક્ષને રોકનાર છે માટે તે છોડવા
જેવો છે. આ વાત સાંભળતાં મૂઢ જીવો કહે છે કે ‘વ્રત તે મોક્ષનું કારણ નથી

PDF/HTML Page 30 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
તો શું વ્રત છોડીને અવ્રત કરવાં?’–અરે મૂર્ખ! એ વાત ક્યાંથી લાવ્યો? અવ્રતને
છોડવાનું તો પહેલાં જ કહ્યું. વ્રતને પણ જે મોક્ષનું કારણ ન માને તે અવ્રતના પાપને તો
મોક્ષનું કારણ કેમ માનશે? શુભ–અશુભ બંનેથી છૂટીને આત્માના મોક્ષની વાત
સાંભળતાં તેની હોંસ આવવી જોઈએ, તેને બદલે જેને ખેદ થાય છે કે ‘અરે! શુભ છૂટી
જાય છે!’–તો તેને મોક્ષની રુચી નથી પણ રાગની જ રુચિ છે એટલે સંસારની જ રુચિ
છે.
અહીં તો ઉત્કૃષ્ટ વાત બતાવે છે. જેણે આત્માનું સમ્યક્ભાન તો કર્યું છે, તે
ઉપરાંત હિંસાદિના પાપભાવોરૂપ અવ્રત પણ છોડીને અહિંસાદિ વ્રત પાળે છે, તેને પણ
આગળ વધવા માટે કહે છે કે આ વ્રતના વિકલ્પોને પણ છોડીને તું સ્વરૂપમાં સ્થિર થા,
તો તને પરમાત્મદશા પ્રગટ થશે.
પહેલાં આવા યથાર્થ માર્ગનો નિર્ણય કરવો જોઈએ; મોક્ષમાર્ગ તો
વીતરાગભાવમાં જ છે, રાગમાં મોક્ષમાર્ગ નથી, પછી તે અશુભ હો કે શુભ; માર્ગના
નિર્ણયમાં જ જેને વિપરીતતા હોય, જે રાગને મોક્ષમાર્ગ માનતો હોય, તે રાગરહિત
વીતરાગી મોક્ષમાર્ગને ક્યાંથી સાધી શકશે? કુંદકુંદસ્વામી તો સ્પષ્ટ કહે છે કે રાગ તે
મોક્ષમાર્ગ નથી–પછી ભલે અરિહંત કે સિદ્ધ પ્રત્યેનો તે રાગ હોય!–
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે, તે ભવ્ય ભવસાગર તરે.
‘તો પછી ભગવાનની ભક્તિ કોઈ નહીં કરે’–એમ કોઈ કહે, તો કહે છે કે અરે
ભાઈ! ભગવાને કહેલી આવી વીતરાગી વાત જે સમજશે તેને જ વીતરાગભગવાન
પ્રત્યે ખરી ભક્તિ જાગશે. પણ રાગને જે મોક્ષમાર્ગ માનશે તેને વીતરાગ પ્રત્યે ખરી
ભક્તિ નહીં જાગે.
સાચા તત્ત્વના નિર્ણયપૂર્વક અવ્રત અને વ્રત બંનેનો ત્યાગ કરવાથી શું થાય છે?
તે હવેની ગાથામાં કહેશે.
જો તને સ્વયં તારા પર વિશ્વાસ હોય તો,
ખાટી કે મીઠી આલોચનાની પરવા કર્યા વિના
તું તારું હિતકાર્ય કર્યે જા.
*

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
ભગવન ઋષભદવ
તેમની આત્મિક – આરાધનાની પવિત્ર કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે. બ્ર. હરિલાલ જૈન
(લેખાંક – ૧૪)
જેમના દશ અવતારની પવિત્ર કથા ચાલી રહી છે
કેવળજ્ઞાનનો ઉત્સવ અને સમવસરણની રચના
આપણા ચરિત્રનાયક ભગવાન ઋષભદેવને કેવળજ્ઞાન થયું, તેઓ સર્વજ્ઞ
થયા, અરિહંત થયા, તીર્થંકર થયા. જે વખતે પ્રભુને કેવળજ્ઞાન થયું તે જ વખતે
ભરતરાજાના શસ્ત્રભંડારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું, અને તે જ વખતે તેને ત્યાં
પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. એક સાથે ત્રણે વધામણી ભરતને પહોંચી. ત્યારે, ચક્રવર્તીનું
રાજ અને પુત્ર એ બંને કરતાં પણ ધર્મને મહાન સમજનારા મહારાજા ભરત સૌથી
પહેલાં ઋષભદેવ પ્રભુના કેવળજ્ઞાનનો ઉત્સવ કરવા તૈયાર થયા, ને અતિશય
આનંદપૂર્વક ધામધૂમથી કેવળીપ્રભુનું પૂજન કરવા સમવસરણ તરફ ચાલ્યા. એને
અપાર આનંદ છે; તો આપણને ય ક્યાં ઓછો આનંદ છે? એની સવારી ભગવાન
પાસે પહોંચે ત્યાર પહેલાં આપણે સમવસરણમાં પહોંચી જઈએ ને ત્યાંની કેવી
અદ્ભુત શોભા છે તે જોઈએ.
ભગવાનને કેવળજ્ઞાન થતાં ફરી પાછું ઈંદ્રાસન ડોલી ઊઠ્યું; આખા જગતનો
સંતાપ નષ્ટ થયો ને શાંતિ છવાઈ ગઈ; ત્રણલોકમાં ક્ષોભ થયો; સ્વર્ગના વાજિંત્રો જાણે
કે ભગવાનના દર્શનનું સુખ લેવા માટે દેવોને નિમંત્રણ આપતા હોય તેમ સ્વયમેવ
વાગી ઊઠ્યા. ઈન્દ્રે અવધિજ્ઞાનવડે ભગવાનને કેવળજ્ઞાન થવાનું જાણતાં જ અત્યંત
આનંદિત

PDF/HTML Page 32 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
થઈને નમસ્કાર કર્યા; અને ભગવાનના કેવળજ્ઞાનનો ઉત્સવ કરવા આવી પહોંચ્યા.
દેવરૂપી કારીગરોએ અત્યંત ભક્તિપૂર્વક બનાવેલા ઉત્તમ સમવસરણની દિવ્ય શોભા
દેખતાં જ ઈન્દ્રને પણ આશ્ચર્ય થયું. અહો! જાણે ત્રણલોકનું મંગલ દર્પણ હોય! એવા
સમવસરણનું વર્ણન સાંભળતાંય ભવ્યજીવોનું મન પ્રસન્ન થાય છે, તો એનાં સાક્ષાત્
દર્શનની શી વાત! રત્નોની રજથી બનેલો ધૂલીશાલકોટ સોનાનાં સ્થંભ ને
મણિરત્નોનાં તોરણોથી શોભતો હતો, અંદર ચાર રસ્તા વચ્ચે અત્યંત ઊંચા ને
અદ્ભુત ચાર માનસ્તંભ હતાં, એને દૂરથી દેખતાં જ મિથ્યાદ્રષ્ટિ જીવોનું માન થંભી
જતું હતું. ભગવાનના અનંત ચતુષ્ટયના ચિહ્ન જેવા ચાર માનસ્તંભમાં
જિનેન્દ્રભગવાનની સુવર્ણ પ્રતિમાઓ હતી. માનસ્તંભ ઈન્દ્રે રચેલ હોવાથી તેને
ઈન્દ્રધ્વજ પણ કહે છે. તેની બાજુમાં પવિત્ર વાવડી હતી ને થોડે દૂર સમવસરણને
ફરતી પાણીની પરિખા હતી, પછી લતાવન હતું; લતાવનમાં ઈન્દ્રોના વિશ્રામ માટે
ચંદ્રકાન્તમણિની બેઠકો હતી. ત્યારપછી સોનાનો કોટ હતો, તેના ચાર દરવાજા ૧૦૮
મંગળદ્રવ્યોથી શોભતા હતા; ને તેની બાજુમાં નવનિધિ હતી,–જાણે કે ભગવાને એ
નિધિનો તિરસ્કાર (–ત્યાગ) કરી દીધો તેથી તે દરવાજાની બહાર ઊભીઊભી સેવા
કરતી હોય! પછી નાટ્યશાળા તથા ધૂપઘટને ઓળંગીને આગળ જતાં સુંદર વન
આવતું હતું; જાણે કે ઝાડનાં પુષ્પોવડે એ વન પ્રભુજીને પૂજી રહ્યું હોય! એવું
સુશોભિત હતું. એ વનનાં વૃક્ષ એટલા બધા પ્રકાશવાળા હતાં કે ત્યાં દિવસ–રાતનો
ભેદ પડતો ન હતો. અશોકવનની વચ્ચે અશોક નામનું એક મોટું ‘ચૈત્યવૃક્ષ’ હતું,–
જે અષ્ટમંગલથી તથા જિનપ્રતિમાથી શોભતું હતું.–એ જોતાં ઈન્દ્રને પણ એમ થતું કે
અહો! જેમના સમવસરણના વૈભવનું આવું અદ્ભુત માહાત્મ્ય, તે ભગવાન
ઋષભદેવના અનુપમ કેવળજ્ઞાન–વૈભવની તો શી વાત! સુંદર વનવેદિકા પછી
સુવર્ણના થાંભલા પર ૪૩૨૦ ધ્વજાઓની હાર ફરકતી હતી, જે ભગવાનના
મોહનીયકર્મ ઉપરના વિજયને પ્રસિદ્ધ કરતી હતી. (આ ધ્વજસ્તંભ, માનસ્તંભ,
ચૈત્યવૃક્ષ, વગેરેની ઊંચાઈ તીર્થંકરોના શરીરની ઊંચાઈથી બારગણી હોય છે.)
ધ્વજાઓની ભૂમિકા પછી ચાંદીનો મોટો ગઢ હતો, જે ચાર દરવાજાથી અત્યંત
શોભતો હતો. તેની અંદર દૈદીપ્યમાન કલ્પવૃક્ષોનું ઉત્તમ વન હતું; ને તેની મધ્યમાં
સિદ્ધપ્રભુની પ્રતિમા સહિત સિદ્ધાર્થવૃક્ષ શોભતું હતું. ઊંચાઊંચા નવ સ્તૂપ–મંદિરો
સિદ્ધ અને અર્હન્તપ્રતિમાઓ વડે બહુ આનંદકારી લાગતા હતા. એનાથી થોડે દૂર
સ્ફટિકમણિનો વિશુદ્ધ કોટ એમ સૂચવતો હતો કે આ જિનેન્દ્રભગવાનની સમીપમાં
ભવ્ય જીવનાં

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
પરિણામ સ્ફટિક જેવા વિશુદ્ધ થઈ જાય છે. સ્ફટિકના ગઢને ચારબાજુ પદ્મરાગમણિના
દરવાજા હતા. પછી ચાર રસ્તાની વચ્ચેના ભાગમાં સ્ફટિકની ચાર–ચાર દિવાલો હતી,–
જે બારસભાનો વિભાગ કરતી હતી અદ્ભુત વૈભવવાળી એ દીવાલો ઉપર રત્નના
થાંભલા વડે રચાયેલો આકાશસ્ફટિકમણિનો બનેલો ઘણો વિશાળ ને અતિશય
શોભાયુક્ત ‘
શ્રીમંડપ’ હતો. એ શ્રીમંડપ તો શ્રીમંડપ જ હતો. ભગવાને એ મંડપ વચ્ચે
ત્રણ લોકની શ્રી–(શોભા) ને ધારણ કરી હતી. ત્રણ લોકના સમસ્ત જીવોને સ્થાન દઈ
શકે એવા સામર્થ્યવાળા શ્રીમંડપનો વૈભવ અદભુત હતો. ભગવાનના ચરણની
શીતલતાના પ્રતાપે એ મંડપની પુષ્પમાળા કદી કરમાતી ન હતી. અહો,
જિનેન્દ્રભગવાનનું આ કોઈ અદ્ભુત માહાત્મ્ય હતું કે માત્ર એક યોજનના શ્રીમંડપમાં
સમસ્ત સુર–અસુર ને મનુષ્યો એકબીજાને બાધા કર્યા વગર સુખપૂર્વક બેસી શક્તા
હતા. ત્યારપછી પ્રભુની પહેલી પીઠિકા વૈડુર્યરત્નની હતી–જેના ઉપર અષ્ટમંગલ તથા
ધર્મચક્ર શોભતા હતાં. બીજી પીઠ સોનાની હતી, તેના ઉપર સિદ્ધોનાં ગુણ જેવી આઠ
મહા ધજાઓ શોભતી હતી; ને ત્રીજી પીઠિકા વિવિધ રત્નોની બનેલી હતી. આવી ત્રણ
પીઠિકા ઉપર બિરાજમાન જિનેન્દ્રભગવાન એવા શોભતા હતા કે–જેવા ત્રણલોકના
શિખર ઉપર બિરાજમાન સિદ્ધપ્રભુ શોભે છે.
પ્રભુના સમવસરણની આવી દિવ્ય વિભૂતિ જયવંત હો કે જેની શોભા દેખીને
ઈન્દ્ર પણ અતિશય પ્રસન્ન થયો, દેવો પણ આશ્ચર્યથી દેખવા લાગ્યા કે અહો! જિનેન્દ્ર
ભગવાનનો આ કોઈ અદ્ભુત પ્રભાવ છે.
સિંહાસનાદિ અષ્ટ પ્રતિહાર્ય
ત્રણ પીઠિકા ઉપર કુબેરે ગંધકુટી રચી હતી. અતિશય દૈદીપ્યમાન એ ગંધકુટીના
રત્નજડિત શિખર પર કરોડો વિજયપતાકા ફરકતી હતી. ૬૦૦ ધનુષ લાંબી–પહોળી
ગંધકુટી ઉપર સોનાનું ‘
સિંહાસન’ હતું. તીર્થંકર ભગવાન ઋષભદેવ એને શોભાવતા
!!
સમવસરણમાં દેવો દ્વારા ‘પુષ્પવૃષ્ટિ’ થતી હતી.
ભગવાનની નીકટ એક ‘અશોકવૃક્ષ’ હતું, જેમાં મરકતમણિના પાંદડાં અને
વિવિધરત્નોનાં પુષ્પ હતા. એક યોજનનું એ અશોકવૃક્ષ શોકને નષ્ટ કરતું હતું, ને
ખીલેલાં પુષ્પો વડે પ્રભુને પૂજતું હતું.
ઉપર રત્નજડિત ત્રણ સફેદ ‘છત્રો શોભતા હતા–જે ત્રણલોકને આનંદકારી હતા.
ચારે બાજુ દેવો ચોસઠ ‘ચામર’ ઢાળતા હતા.

PDF/HTML Page 34 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
અતિશય ગંભીર ને મધુર ‘દેવદુન્દુભી’ વાજાં વાગતાં હતાં.
જિનેન્દ્રભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થતી દિવ્યપ્રભા અર્થાત્ ‘ભા–મંડલ’ ના
તેજ વડે આખી સમવસરણભૂમિ શોભતી હતી.–ભગવાનની આશ્ચર્યકારી પ્રભા કરોડો
દેવોનાં ને સૂર્યનાં તેજને ઢાંકી દેતી હતી, ને ભગવાનનો મહાન પ્રભાવ પ્રગટ કરતી
હતી. અહા, અમૃતના સમુદ્ર જેવી, અને જગતના અનેક મંગલ કરનારા દર્પણ જેવી,
ભગવાનના શરીરની તે મંગલ પ્રભામાં મનુષ્યો ને દેવો પ્રસન્નતાપૂર્વક પોતાના સાત–
સાત ભવો દેખતા હતા.
ભગવાનના સર્વાંગેથી ‘મહાદિવ્યધ્વનિ’ છૂટતી હતી; મધુરી મેઘગર્જના જેવી
અને અતિશયવાળી એ દિવ્યધ્વનિ ભગવાનના માહાત્મ્યથી સર્વભાષારૂપ થઈને
ભવ્યજીવોના અજ્ઞાન અંધકારને નષ્ટ કરતી હતી ને તત્ત્વનો બોધ કરાવતી હતી.
સર્વજ્ઞભગવાનની એ દિવ્યધ્વનિ એક હોવા છતાં શ્રોતાજનોની પાત્રતા અનુસાર અનેક
પ્રકારની થઈ જતી હતી.–અહા, એ જિનવાણીની મધુરતાની શી વાત!
આ રીતે સિંહાસન, પુષ્પવૃષ્ટિ, અશોકવૃક્ષ, છત્ર, ચામર, દેવદુંદુભિ, ને
દિવ્યધ્વનિ–એવા આઠ પ્રાતિહાર્યયુક્ત સમવસરણ, અનંત ચતુષ્ટયના નાથ એવા
સર્વજ્ઞદેવ વડે શોભી રહ્યું હતું.
ઈન્દ્ર–આગમન ને ભગવાનની સ્તુતિ
સાતિશય પુણ્યના બગીચા જેવી એ સમવસરણની શોભા દેખીને ઈન્દ્રાદિ દેવો
અતિ પ્રસન્ન થયા ને ભક્તિપૂર્વક, એ ભગવાનને સેવવા માટે સમવસરણને ત્રણ
પ્રદક્ષિણા દઈને સભામંડપમાં દાખલ થયા. ભગવાનનું શ્રીમુખ ચારે બાજુથી દેખાતું હતું
અર્થાત્ તેઓ ચતુર્મુખ હતા. ભગવાનને અન્નપાણીનો આહાર ન હતો, વસ્ત્ર–આભુષણ
પણ ન હતાં; ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ ન હતું, જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી તેઓ સર્વજ્ઞ
હતા; તેઓ મોક્ષસૃષ્ટિના સર્જનહાર અને પાપસૃષ્ટિના સંહારક હતા. આવા ભગવાનને
દેખતાં જ અતિશય ભક્તિથી નમ્રીભૂત એવા ઈન્દ્રે ઘુંટણભર થઈને પ્રણામ કર્યા; તેનાં
નેત્રો અને મુખ હર્ષથી પ્રફૂલ્લિત બન્યાં નમસ્કાર કરી રહેલા ઈન્દ્ર–ઈન્દ્રાણીના મસ્તક
પર પોતાના નખના કિરણો વડે ભગવાન જાણે કે આશીર્વાદ વરસાવતા હતા. અષ્ટવિધ
ઉત્કૃષ્ટ પૂજન–સામગ્રી વડે ઈન્દ્રોએ શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરી; ઈન્દ્રાણીએ
પ્રભુચરણ સમીપે રંગબેરંગી રત્નોના મંડલ પૂર્યા.–પરંતુ કૃતકૃત્ય એવા ભગવાનને એ
બધાથી શું પ્રયોજન હતું? એ તો વીતરાગ હતા, એ ન કોઈના ઉપર પ્રસન્ન થતા, કે ન
કોઈના ઉપર દ્વેષ કરતા; અને છતાંય ભક્તોને ઈષ્ટફળથી યુક્ત કરી દેતા હતા–એ એક
આશ્ચર્યકારી વાત છે! (ભગવાનમાં પરનું અકર્તૃત્વ, સાક્ષીપણું)

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
અને વીતરાગતા હોવા છતાં ભક્તો પોતાના ઉત્તમભાવનું ઈષ્ટફળ પામતા હતા–એવી
સ્વતંત્રતા એ એક આશ્ચર્યકારી વાત છે,–કે જે જૈનધર્મમાં જ સંભવે.)
ત્યારબાદ ઈન્દ્ર અત્યંત ભક્તિથી સ્તુતિ કરવા લાગ્યો: હે જિનનાથ! આપ
ગુણરત્નોના ખજાના છો, આપના પ્રત્યેની ભક્તિ ઈષ્ટફળ દેનારી છે. અમે જડબુદ્ધિ
હોવા છતાં આપના ગુણોની ભક્તિ અમને વાચાલિત કરે છે. પ્રભો, આપનું અત્યંત
નિર્વિકાર શરીર જ આપના શાન્તિસુખને પ્રગટ દેખાડી રહ્યું છે. વસ્ત્રરહિત હોવા છતાં
આપનું શરીર સર્વોત્કૃષ્ટ સુંદરતાને ધારણ કરી રહ્યું છે. પ્રભો! આપના કલ્યાણકોમાં દેવો
પણ દાસ થઈને આપની સેવા કરે છે. મોક્ષમાર્ગરૂપી સૃષ્ટિના આપ વિધાતા છો; આપ
જ જગતમાં મિત્ર છો, આપ જ ગુરુ છો, આપ જ જગતના પિતામહ છો, આપનું ધ્યાન
કરનાર જીવો અમર એવા મોક્ષપદને પામે છે. પ્રભો! દિવ્યધ્વનિ વડે આપ જગતને
મોક્ષના અનંતસુખનો માર્ગ દેખાડનારા છો. આપે બતાવેલા મોક્ષમાર્ગમાં ચાલનારા
જીવો પરમ આનંદને પામે છે. પ્રભો! જગતના સમસ્ત પદાર્થો જેમાં ભરેલા છે એવી
આપની દિવ્યધ્વનિ વિદ્વાનોને તરત જ તત્ત્વજ્ઞાન કરાવે છે, ને સ્વાદ્વાદરૂપી નીતિવડે તે
અંધમતના અંધકારને દૂર કરે છે. આપની વાણી એ પવિત્ર તીર્થ છે, ને આપે કહેલું
ધર્મરૂપી તીર્થ ભવ્ય જીવોને સંસારથી પાર થવાનો માર્ગ છે; પ્રભો! સર્વ પદાર્થોને
જાણનારા આપ સર્વજ્ઞ છો; મોહના વિજેતા છો; ધર્મતીર્થના કર્તા તીર્થંકર છો; મુનિઓ
આપને જ પુરાણપુરુષ માને છે. કેવળજ્ઞાનરૂપી નિર્મળ નેત્ર આપને પ્રગટ્યું છે. હે
પ્રભો! આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ ને અમારી પવિત્ર સ્તુતિનો સ્વીકાર કરો–આ
પ્રમાણે ભક્તિપૂર્વક સેંકડો સ્તુતિ કરીને ઈન્દ્રોએ પ્રભુચરણોમાં મસ્તક નમાવ્યું, ને
ભગવાનના શ્રીમુખ તરફ ટગટગ જોતા સભામંડપમાં બેઠાં. શાસ્ત્રકાર કહે છે કે અહો!
જિનેન્દ્રભગવાનના દિવ્યવૈભવરૂપ આ આખા સમવસરણની ને માનસ્તંભ વગેરેની હું
પ્રસન્નતાપૂર્વક સ્તુતિ કરું છું, વંદના કરું છું, તથા તેનું સ્મરણ કરું છું.
સ્વયંભૂ ભગવાન ઋષભદેવની ધર્મસભામાં અનુક્રમે બાર કોઠામાં પ્રથમ
ગણધરાદિ મુનિવરો (૨) કલ્પવાસી દેવીઓ (૩) આર્યિકા તથા શ્રાવિકાઓ (૪)
જ્યોતિષી દેવીઓ (પ) વ્યંતર દેવીઓ (૬) ભવનવાસી દેવીઓ (૭) ભવનવાસી દેવ
(૮) વ્યન્તર દેવ (૯) જ્યોતિષી દેવ (૧૦) કલ્પવાસી દેવ (૧૧) મનુષ્યો તથા
(૧૨) તિર્યંચોની સભા હોય છે. ધર્મચક્રના અધિપતિ એવા શ્રી જિનેન્દ્રભગવાનના
સમવસરણ–વૈભવનું જે ભવ્યજીવ ભક્તિપૂર્વક સ્મરણ કરે છે તથા સ્તવન કરે છે તે
સમસ્ત ગુણોથી ભરપૂર એવી જિનવિભૂતિને પામે છે.
–*–

PDF/HTML Page 36 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
ગતાંકના પ્રશ્નોના જવાબ
(૧) તમારો મુખ્ય ગુણ ક્યો?
હું જીવ છું; જ્ઞાન મારો મુખ્ય ગુણ છે. મારામાં ગુણ અનંત છે, પણ તેમાં મુખ્ય
જ્ઞાન છે.
(૨) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ એ છએ દ્રવ્યોમાં અસ્તિત્વ ગુણ
છે; કેમકે અસ્તિત્વ તે સામાન્ય ગુણ છે એટલે બધાય દ્રવ્યોમાં તે હોય છે.
(૩) સમ્મેદશિખર તે ભારતનું સૌથી મહાન તીર્થ છે. ત્યાંથી અનંતા જીવો મોક્ષ
પામ્યા છે. ત્યાંથી મોક્ષ પામનારા તીર્થંકરોમાં સૌથી છેલ્લા પાર્શ્વનાથ તીર્થંકર
મોક્ષ પામ્યા છે. અને તેમના નામ ઉપરથી આ પહાડને ‘પારસનાથ હીલ’ પણ
કહેવાય છે. ત્યારપછી ચોવીસમા મહાવીર તીર્થંકર થયા તેઓ પાવાપુરીથી મોક્ષ
પામ્યા છે; નેમપ્રભુ ગીરનારથી, વાસુપૂજ્યપ્રભુ મંદારગિરિ (ચંપાપુર) થી,
ઋષભદેવ કૈલાસ ઉપરથી મોક્ષ પધાર્યા છે. બાકીના ૨૦ તીર્થંકરો
સમ્મેદશિખરથી મોક્ષ પામ્યા છે.
(૪) આપણા બાલવિભાગના સભ્યોએ તેમજ બધાય જૈનોએ કરવા જેવી ત્રણ વાત– હંમેશા જિનેન્દ્રભગવાનના દર્શન કરવા.
।। તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો.
।।। રાત્રિભોજનનો ત્યાગ કરવો.
(આ પ્રશ્નના જવાબમાં ઘણા બાળકોએ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર લખેલ છે, તથા
ઘણાએ આત્માર્થીતા, વાત્સલ્ય અને દેવ–ગુરુ–ધર્મની સેવા લખેલ છે. તે પણ સારી ભાવના
છે.) બંધુઓ, તમે આ ત્રણ વાત કરજો અને તેનો ખૂબ પ્રચાર કરજો. जय जिनेन्द्र
વાંકાનેર વગેરેના કોઈ કોઈ સભ્યોના નામ ભૂલથી બે વાર લખાયેલ, તેથી
તેમને ભેટપુસ્તક પણ બે વાર મળેલ, તે બાળકોએ વધારાનું પુસ્તક પાછું મોકલ્યું તેમજ
પોતાનું બીજી વખતનું નામ રદ કરાવ્યું. તેમની આ પ્રકારની ચીવટ અને સહકાર બદલ
ધન્યવાદ! બધા બાલસભ્યો બાલવિભાગને પોતાનો જ સમજીને જે રીતે ઉત્સાહથી
સહકાર આપી રહ્યા છે–તે હર્ષની વાત છે.

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
“ભગવાન ઋષભદેવ”નું પુસ્તક વાંચીને ઘણા બાળકોએ પોતાનો ખૂબ હર્ષ
વ્યક્ત કર્યો છે; ને બીજું આવું સાહિત્ય વાંચવા મળે એવી માંગણી કરી છે. બંધુઓ,
ભગવાન ઋષભદેવનું જીવનચરિત્ર તમે પ્રેમથી વાંચ્યું ને લાભ લીધો તે બદલ તમને
ધન્યવાદ! આવું સાહિત્ય વાંચવાની તમારી ભાવના જરૂર પૂરી થશે.
બંધુઓ, તમે ઘણીવાર લેખ–કવિતા વગેરે મોકલો છો, તે માટે ધન્યવાદ! પરંતુ
તમે મોકલેલ લેખ–કવિતા વગેરે આત્મધર્મમાં છપાવા જ જોઈએ–એવો આગ્રહ ન
રાખવો જોઈએ; પણ છાપવા ન છાપવાની બાબત સંપાદકની પસંદગી ઉપર છોડી દેવી
જોઈએ. આત્મધર્મના ઉચ્ચ ધોરણઅનુસાર યોગ્ય લેખો છપાતા હોય છે. કોઈ લેખ
છપાતાં કદાચિત વિલંબ પણ થાય. છપાય કે ન છપાય તોપણ તમે ઉત્સાહથી તમારા
લખાણ મોકલી શકો છો.
નવા પ્રશ્નો
(૧) નીચેની ગાથા શેમાં આવે છે? ને તે કોણે બનાવી છે?
અહો અહો શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.
(૨) ગુરુદેવ હમણાં પુરુષાર્થ સિદ્ધિઉપાય વાંચે છે; તે શાસ્ત્ર કોણે બનાવ્યું છે?
(૩) નીચેના વાક્યમાં શું ભૂલ છે?
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી સૌથી પહેલું ચંદનાસતીએ આહારદાન દીધું.
(૪) A તમે હંમેશા ભગવાનના દર્શન કરો છો? B તમે રાત્રે ખાવ છો?
કોયડો:
એક સરસ મજાનું તીર્થધામ શોધી કાઢો, કે શ્રીકૃષ્ણને જે વહાલું હોય, શ્રીકૃષ્ણ
જ્યાં ગયા હોય; જેનો બીજો ને ચોથો અક્ષર સરખો હોય; જ્યાં તીર્થંકર ભગવાને દીક્ષા
લીધી હોય; જ્યાં મુનિઓ રહ્યા હોય. ચાર અક્ષરનું આ ઊંચું તીર્થ, જો તમે જલ્દી ન
શોધી આપો તો અમે સમજશું કે તમે સૌરાષ્ટ્રના રહેવાસી નહીં!
જવાબ મોકલનાર સભ્યોના નંબર
૬૧૦ ૧૯૩ ૪૦૧ ૧૧પ૦ ૪૦ ૯૭૮ ૧૧૬પ ૧૩૮૬ ૧ ૨ ૩ ૪ પ૮૨ ૭પપ
૧૬૩૧ ૧૩પ પપ૦ ૩પ૭ ૩૧ ૪૩૧ ૪૩૨ ૧૭૭૨ ૬૬૬ ૬૬૭ ૧૧ ૧૨૮૬ ૩૦૬ ૧૮૦
૯૦ ૧પ૨૯ ૧પ૩૦ ૮૭ ૭૪૦ ૧૭૬પ ૧૩૩૯ ૧૦૬ ૧૦૭ ૧૬૯૪ ૧૬૯પ ૧૬૯૬
૧૬૯૭ ૧૬૯૮ ૨૯૬ ૧૭ ૭૧૮ ૧૩૨૮ ૧૩૦૮ ૧૭૩૩ ૧૭૩૨ ૮૧૨ ૮૯૧ ૧૩૦૯ ૮૮૩
૮૮૪ ૪૧૧ ૮૮૨ ૧૦૪૯ ૬૬૨ ૮૧૭ ૮૧૮ ૧૧૯ ૨૭૭ ૮૦૯ ૨૧૯
સૂચના:– મુંબઈના બાલસભ્યોના ભેટ પુસ્તક (ભગવાન ઋષભદેવ) દિ. જૈન
મંદિર–મુંબઈ મોકલેલ છે, તો ત્યાં તપાસ કરી મેળવી લેવા વિનંતી છે.

PDF/HTML Page 38 of 45
single page version

background image
: જેઠ: ૨૪૯૩ આત્મધર્મ : ૩પ :
અમે જિનવરનાં સંતાન (બાલવિભાગના નવા સભ્યો)
१८२६ मैनाकुमारी उग्रसेनजी जैन उदयपुर ૧૮૪૯ પંકજકુમાર મનુભાઈ જૈન સાયન(ઈ.)
૧૮૨૭ મૃદુલાબેન રસિકલાલ જૈન ઘાટકોપર ૧૮પ૦ અશ્વિનકુમાર અંબાલાલ જૈન વીંછીયા
૧૮૨૮ પ્રકાશ રસિકલાલ જૈન ઘાટકોપર ૧૮પ૧ વસંતકુમાર તારાચંદ જૈન તલોદ
૧૮૨૯ હર્ષાબેન રસિકલાલ જૈન ઘાટકોપર ૧૮પ૨ મીનાક્ષીબેન ડાહ્યાલાલ જૈન રાજકોટ
૧૮૩૦ હરીશ રસિકલાલ જૈન ઘાટકોપર ૧૮પ૩ હરેશકુમાર ડાહ્યાલાલ જૈન રાજકોટ
૧૮૩૧ રસિકલાલ બાબુલાલ જૈન ઉમરાળા ૧૮પ૪ નીલાબેન ડાહ્યાલાલ જૈન રાજકોટ
૧૮૩૨ પુષ્પાબેન મણીલાલ જૈન ભાવનગર ૧૮પપ કીર્તિકુમાર ચીમનલાલ જૈન મુંબઈ–૨
૧૮૩૩ વિપુલ ચીમનલાલ જૈન ઘાટકોપર ૧૮પ૬ જંબુકુમાર વૃજલાલ જૈન કલોક
૧૮૩૪ મનીષા બળવંતરાય જૈન મુંબઈ–૩ ૧૮પ૭ સુરેન્દ્રકુમાર હીરાલાલ જૈન ભાવનગર
૧૮૩પ ધીરેન્દ્રકુમાર સી. જૈન બોરીવલી ૧૮પ૮ હિમાંશુકુમાર એમ જૈન ભાવનગર
૧૮૩૬ રજનીકાન્ત અમીચંદ જૈન અંધેરી ૧૮પ૯ ભરતકુમાર પી. જૈન ઇંદોર
૧૮૩૭ રશ્મિ શાંતિલાલ જૈન સાયન ૧૮૬૦ કલાબેન વિનોદચંદ્ર જૈન મુંબઈ–૪
૧૮૩૮ બાબુલાલ વીરજીભાઈ જૈન અમદાવાદ ૧૮૬૧ પ્રવીણચંદ્ર રતિલાલ જૈન મોરબી
૧૮૩૯ ભીખાલાલ દેવરાજભાઈ જૈન અમદાવાદ ૧૮૬૨ કુમુદબેન ભીખાલાલ જૈન મુંબઈ–૪
૧૮૪૦ ઉર્મિલાબેન બાબુલાલ જૈન સલાલ ૧૮૬૩ સરોજબેન ભીખાભાઈ જૈન મુંબઈ–૪
૧૮૪૧ જસવંત બાબુલાલ જૈન સલાલ ૧૮૬૪ ભરતકુમાર કાંતિલાલ જૈન નાશીક
૧૮૪૨ હિતેન્દ્ર બાબુલાલ જૈન સલાલ ૧૮૬પ સંજયકુમાર કાંતિલાલ જૈન નાશીક
૧૮૪૩ રમેશચંદ્ર પ્રાણલાલ જૈન વીંછીયા ૧૮૬૬ ચેતનાબેન કાંતિલાલ જૈન નાશીક
૧૮૪૪ મુકુંદરાય ગીરધરલાલ જૈન સુરેન્દ્રનગર ૧૮૬૭ ભાવના કાંતિલાલ જૈન નાશીક
૧૮૪પ અવંતીકાબેન મગનલાલ જૈન આમોદ ૧૮૬૮ કિર્તી કાંતિલાલ જૈન નાશીક
૧૮૪૬ દેવેન્દ્રકુમાર સુખલાલ જૈન કલકત્તા ૧૮૬૯ પ્રફુલ્લકુમાર ત્રંબકલાલ જૈન કલકત્તા
અહો, આત્માનો સુખસ્વભાવ સાંભળે, તેના વિચાર–મનન કરે ને તેનો મહિમા
લાવી અંદર ઊતરે, તો જગતની કોઈ ચિન્તા કે આકુળતા ક્યાં છે? સુખમાં બીજી
ચિન્તા કેવી? સુખસ્વભાવી આત્માના ચિંતનથી પરમ આનંદ પ્રગટે છે. સર્વજ્ઞના મહા
આનંદની તો શી વાત! આવા આનંદસ્વભાવને ભૂલીને પરની ચિન્તામાં જીવ વળગ્યો
છે, તેથી દુઃખી છે. સ્વભાવમાં જુએ તો એકલું સુખ–સુખ ને સુખ જ ભર્યું છે.

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
આત્મધર્મના નાના–મોટા સર્વે વાંચકોને પ્રિય
એવો આ વિભાગ હમણાં યાત્રાપ્રવાસ વગેરે કારણે
કેટલાક વખતથી બંધ હતો, આ અંકે તે ચાલુ થાય છે. આ
વિભાગમાં ઉપયોગી એવું લખાણ કે પ્રશ્નો આપ મોકલી
શકો
છો. –સંપાદક
પ્રશ્ન:– આત્મા અનાદિ છે તેની સાબિતી શું? (સાવરકુંડલા, નં ૭૧)
ઉત્તર:– પ્રથમ તો સર્વજ્ઞભગવાને જોયેલો વસ્તુસ્વભાવનો નિયમ છે કે જે
વસ્તુનું અસ્તિત્વ હોય તે કદી સર્વથા નાશ પામે નહિ, ને કદી તેની ઉત્પત્તિ ન થાય,
એટલે કે ભૂતકાળમાં તેમજ ભવિષ્યકાળમાં પણ તે હોય જ. માટે આત્મા અનાદિ–
અવિનાશી છે.
કોઈપણ પ્રયોગ દ્વારા નવીન જીવ ઉત્પન્ન કરી શકાતો નથી, કે એક પરમાણુ પણ
નવો ઉત્પન્ન કરી શકાતો નથી; વસ્તુની નવી ઉત્પત્તિ જોવામાં આવતી નથી, માત્ર તેનું
રૂપાંતર જોવામાં આવે છે. કોઈ મનુષ્ય મરીને દેવ થયો–ત્યાં ખરેખર મનુષ્યનો જીવ
મર્યો નથી ને દેવનો જીવ નવો થયો નથી, પહેલાં જે જીવ હતો તેનું જ રૂપાંતર થયું છે.
ને તે જીવ પોતે પણ અનુભવી શકે છે કે પહેલાં હું મનુષ્ય હતો ને અત્યારે હું દેવ છું;
એટલે કે મનુષ્ય અને દેવ બંને વચ્ચે સળંગ રહેનાર હું નિત્ય છું.
અનેક જીવોને પૂર્વભવના સંસ્કારો, તેમજ પૂર્વભવનું પ્રમાણભૂત જાતિસ્મરણ
જ્ઞાન અત્યારે પણ જોવામાં આવે છે. આ સિવાય શાસ્ત્રઅનુસાર પોતે પોતાના અંતરમાં
વિચાર કરતાં પણ લક્ષમાં આવી શકે છે કે હું કાયમ ટકનાર છું. આત્માની નિત્યતા
સંબંધમાં બીજા કેટલાય ન્યાયો શાસ્ત્રના અભ્યાસથી જાણી શકશો. શ્રીમદ્રાજચંદ્રજીની
‘આત્મસિદ્ધિ’ માં ગા. પ૯ થી ૭૦ (તથા તેના પ્રવચનો) પણ આ સંબંધમાં ઉપયોગી
થશે.
પ્રશ્ન:– જીવ ક્યાં રહેતો હશે? (જયેન્દ્ર જૈન. જમશેદપુર)
ઉત્તર:– ‘જીવ ક્યાં હશે?–એવો પ્રશ્ન જે ઠેકાણેથી ઊઠ્યો, ત્યાં જ જીવ રહે

PDF/HTML Page 40 of 45
single page version

background image
: જેઠ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૭ :
છે. આ શરીર તો પુદ્ગલ છે, પણ આ બધાયને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનમાં જીવ રહે છે.
દરેક વસ્તુ પોતપોતાના ગુણોમાં વસે છે, જીવ પોતાના જ્ઞાનગુણમાં વસે છે.
પ્રશ્ન:– મારે મોક્ષમાં જવું છે તો કેવી રીતે જવાય? (જયેન્દ્ર જૈન)
ઉત્તર:– સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના કરવાથી મોક્ષદશા પ્રગટે. મોક્ષ
મેળવવા માટે બીજે ક્યાંય બહાર જવાની જરૂર નથી, આત્મામાં જ રહીને મોક્ષદશા
પ્રગટ થાય છે.
પ્રશ્ન:– જીવની ૧૪ માર્ગણા છે, તેમાંથી સમકિત–માર્ગણાનાં છ સ્થાન કહ્યાં છે, તે
ક્યા ક્યા? (અરવિંદ જે. જૈન મોરબી)
ઉત્તર:– સમ્યક્ત્વની અપેક્ષાએ જીવને શોધવો હોય તો તે સમ્યક્ત્વના છ
સ્થાનોમાંથી કોઈ એક સ્થાનમાં હોય. સમ્યક્ત્વનાં છ સ્થાનો–ક્ષાયિક સમ્યક્ત્વ, ઉપશમ
સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક, સમ્યક્ત્વ, મિશ્ર સાસાદન અને મિથ્યાત્વ. મિથ્યાત્વ તે પણ
સમ્યક્ત્વની વિપરીત દશા છે, એટલે સમ્યક્ત્વમાર્ગણામાં તે પ્રકાર પણ બતાવવો
જોઈએ. એ જ રીતે જ્ઞાનમાર્ગણામાં અજ્ઞાનવાળા જીવોનું પણ વર્ણન આવે;
કષાયમાર્ગણામાં અકષાયીજીવોનું પણ વર્ણન આવે.–જીવોના બધા પ્રકારોની ઓળખાણ
કરાવવાની આ રીત છે.
* ઉમરાળાથી જયેશ જૈન (No. ૪૦૦) લખે છે કે–મને મારું જન્મદિવસનું કાર્ડ
ને ભગવાનનો ફોટો મળ્‌યો–અને ખૂબ જ આનંદ થયો છે. હું અહીં હંમેશાં ગુરુદેવની
જન્મભૂમિમાં જિનેન્દ્રભગવાનના દર્શન કરવા જાઉં છું.
* રાજકોટથી ભરતકુમાર જૈન (સ. નં. ૪૦) લખે છે કે–“જન્મદિવસનું કાર્ડ
અને ગુરુદેવનો ફોટો મળવાથી અત્યંત આનંદ થયો છે. મને તો લાગે છે કે આજે મારો
તો પહેલવહેલો જ જન્મદિવસ થયો. આ દિવસે ગુરુદેવશ્રીના આશીર્વાદ તેમજ
સાધર્મીબંધુના પ્રેમથી આજના નવા વર્ષથી ધર્મપ્રત્યે વિશેષ લાગણી થાય છે. નવા
જન્મદિનના દિવસે ગુરુદેવને કોટિકોટિ વંદનપૂર્વક ખુશાલીમાં પંદર રૂપિયા
બાલવિભાગને ભેટ મોકલ્યા છે.”
* લીંબડીથી તરુણાબેન જૈન (સ. નં. ૬૮) લખે છે–મને જે વાતનો ખ્યાલ ન
હતો તે જન્મદિવસના કાર્ડથી અને પૂ. ભગવતી માતાઓના ફોટાના દર્શનથી થયો.
મનુષ્યજન્મનું મહત્વ મને આજ સુધી સમજાયું ન હતું. ગુરુદેવના ભક્ત થયા પછી