Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 45
single page version

background image
: ૩૮ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
જીવ અને શરીરની ભિન્નતા
શરીર તમે છો? – ના.ના.ના
જીવ અને શરીર બંને વસ્તુ તદ્ન જુદી હોવા છતાં મોહથી જીવ એમ માને છે કે
શરીર હું છું.
હવે જેવું આ શરીર છે, એવા જ રંગ–રૂપ–આકારવાળું પત્થરનું પૂતળું કોઈ
ચૈતન્યઅનુવિધાયિ પરિણામ તે ઉપયોગ
‘ઉપયોગ’ ને ‘ચૈતન્યઅનુવિધાયી પરિણામ’ કહેલ છે, એટલે કે તે ચૈતન્યને
અનુસરનાર છે, પરને અનુસાર નથી.
પરથી જ્ઞાન થાય એમ જે માને તેણે ઉપયોગને ચૈતન્યઅનુસારી ન માન્યો પણ
જડઅનુસારી માન્યો; જડ અનુસારી પરિણામ તો જડ હોય, તેથી તેેણે ઉપયોગને જડ
સાથે એકમેક માન્યો. ઉપયોગ તો ચૈતન્યને જ અનુસરનારો છે. જડથી તો તે તદ્ન
ભિન્ન છે. આમ જડ અને ઉપયોગની અત્યંત જુદાઈ જાણવી જોઈએ.
ઉપયોગ જડને (ચશ્મા વગેરેને) અનુસરનારો નથી.
ઉપયોગ રાગને પણ અનુસરનારો નથી.
ઉપયોગ તો ચૈતન્યસ્વભાવને અનુસરનારો છે.
એટલે જડથી ને રાગથી વિમુખ થઈને, પોતાના ચૈતન્યસ્વભાવની સન્મુખ
થઈને જે ઉપયોગ પ્રગટ્યો તે આત્માનું ખરૂં કાર્ય છે, ને તે ઉપયોગ આનંદના અનુભવ
સહિત છે.
કેવળજ્ઞાન તે ચૈતન્યઅનુવિધાયિ પરિણામ છે.
અવધિ–મનઃપર્યય તે ચૈતન્ય અનુવિધાયિ પરિણામ છે.
મતિ–શ્રુતજ્ઞાન તે પણ ચૈતન્યઅનુવિધાયિ પરિણામ છે.

PDF/HTML Page 42 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૯ :
શુદ્ધ જ્ઞાન પ્રકાશ વડે મોક્ષનું મંગલ
શ્રુતપંચમીના પવિત્ર દિવસે સોનગઢમાં પૂ. બેનશ્રી ચંપાબેનના
વડીલબંધુ ભાઈશ્રી વૃજલાલભાઈ જે. શાહ તથા પં. શ્રી
હિંમતલાલભાઈ જે. શાહના નવા મકાન ‘‘ગુરુ–તેજ’’ ના વાસ્તુ
પ્રસંગે મોક્ષઅધિકારના મંગલ શ્લોક ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
સીમંધર ભગવાને અને મહાવીર ભગવાને કેવળજ્ઞાનચતુષ્ટય વડે કર્મશત્રુઓ
ઉપર વિજય મેળવ્યો છે; અહીં પણ મોક્ષઅધિકારના મંગળમાં કહે છે કે परं पूर्ण
ज्ञानं......विजयते– પરમઆનંદથી ભરેલું એવું પરમ પૂર્ણ જ્ઞાન ઉદય પામ્યું તે અનંત–
કાળ સુધી વિજયવંત વર્તે છે. આવું જ્ઞાન તે મંગળ છે.
આજે શ્રુતપંચમીનો પવિત્ર દિવસ છે. ભગવાન મહાવીરપ્રભુનો જે ઉપદેશ
ગૌતમગણધરદેવે શાસ્ત્રરૂપે ગૂંથ્યો, તેનો અંશ પરંપરાથી ધરસેન સ્વામીને પ્રાપ્ત થયો
હતો; તેઓ ગીરનારમાં રહેતા હતા. તેમણે તે શ્રુતજ્ઞાન પુષ્પદંત–ભૂતબલિ મુનિવરોને
આપ્યું; અને તેમણે તે ષટ્ખંડાગમરૂપે ગૂંથ્યું. તેનો મોટો ઉત્સવ આજના દિવસે
અંકલેશ્વરમાં થયો હતો. એ રીતે તીર્થંકર ભગવાનની વાણી સાથે સંધિનો આજનો
મહાન દિવસ છે.
ધરસેન સ્વામી પહેલા થયા ને પછી કુંદકુંદ સ્વામી થયા; તેમણે પણ ભગવાનની
વાણી સાક્ષાત્ ઝીલીને સમયસારાદિ અધ્યાત્મશાસ્ત્રો રચ્યા. પોન્નૂર ધામ ઉપર તે રચના
કરી હતી, –અને તેની નજીકમાં ધવલગિરિ છે ત્યાં ધવલાટીકા વીરસેનાચાર્યે રચી હતી–
એમ પ્રસિદ્ધ છે. અહો, એ દિગંબર સન્તો તો વીતરાગ હતા. એક જરાક સંજ્વલનરાગ
બાકી હતો, તે કાઢી નાંખો તો ભગવાનમાં ને તેમનામાં કાંઈ ફેર નથી.
ભગવાન મહાવીરનો ઉપદેશ ઝીલીને ગૌતમસ્વામી ભાવશ્રુતરૂપ પરિણમ્યા, તેથી
ધવલમાં કહ્યું છે કે ભગવાને ગૌતમ ગણધરને ભાવશ્રુતનો ઉપદેશ આપ્યો, એ
ભાવશ્રુતમાં શુદ્ધાત્માનું સ્વરૂપ કહ્યું છે.
આત્માનું જ્ઞાન જે ઢંકાયેલું હતું તે હવે उन्मज्जत् એટલે ઊછળીને પ્રગટ થ્યું,
સાથે પરમ આનંદને લેતું પ્રગટ થયું. અતીન્દ્રિય આનંદથી ભરેલું જ્ઞાન પોતે પોતાને
સ્વાનુભવ–પ્રત્યક્ષ થાય છે. મતિ–શ્રુતજ્ઞાન પણ સ્વસંવેદન વખતે અતીન્દ્રિય થયા છે.
–પ્રત્યક્ષ છે. ચોથા ગુણસ્થાનના મતિશ્રુતજ્ઞાનમાં પણ અંશે પ્રત્યક્ષપણું થાય છે.

PDF/HTML Page 43 of 45
single page version

background image
: ૪૦ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
आद्येपरोक्षं કહ્યું છે તેમાં આટલો અપવાદ ભેગો જ છે એમ સમજી લેવું. અહો, જે
કેવળજ્ઞાન પ્રગટ્યું તે અનંતકાળ રહેશે, તેનો ઉદય મહાન મંગળરૂપ છે. તે સહજ
પરમઆનંદથી ભરેલું છે. અતીન્દ્રિયઆનંદનો ભંડાર આત્મા પોતે પૂર્ણ આનંદરૂપે
પરિણમી ગયો. –તે આનંદ સહજ છે. તે આનંદરૂપી રસથી ભરેલું હોવાથી જ્ઞાન સ–રસ
છે. અરસ આત્મા જડના રસથી રહિત છે. પણ સરસ અત્મા નિજાનંદના રસથી ભરપૂર
છે. આવો અરસ–સરસ આત્મા છે. જ્ઞાન તેનું સ્વરૂપ છે, ને પુદ્ગલનું રૂપ તેનામાં નથી
તેથી અરૂપ–સ્વરૂપ આત્મા છે. આવા કેવળજ્ઞાનરૂપે પરિણમેલો આત્મા તે મંગળરૂપે છે.
ચૈતન્યતેજથી ભરેલો આત્મા શરીર વગર પરમઆનંદથી ભરેલો છે. અહો!
કેવળજ્ઞાનપ્રકાશ–ચૈતન્યતેજ, તે પૂર્ણઆનંદ સહિત પ્રગટે છે; તે આત્માને મોક્ષ પમાડે છે.
તે જગતમાં ઉત્કૃષ્ટ તેજ–પ્રકાશ છે. આવા આત્માની પ્રતીત કરતાં સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા
મોક્ષના મારગમાં કેલિ કરે છે. મોક્ષ પરમ આનંદરૂપ છે, ને તે મોક્ષમાર્ગ સાધનારા
સમકિતી ધર્માત્મા તે પણ મોક્ષમાર્ગમાં આનંદની કેલી કરે છે. અહો, તે જગતમાં
જિનેશ્વરદેવના લઘુનંદન છે; જગતથી ઉદાસ છે ને ભગવાનના દાસ છે. જઘન્ય
(નાનામાં નાના) અંતરાત્મા પણ શિવમગચારી છે, મોક્ષના સાધક છે. ને તેના ફળમાં
પૂર્ણ ઉત્કૃષ્ટ પરિણમન થતાં કેવળજ્ઞાન ને પૂર્ણઆનંદ થાય છે. ઉત્કૃષ્ટ થ્યું એટલે પહેલાં
જઘન્ય તો હતું–એમ તેમાં આવી જાય છે. ચોથા ગુણસ્થાનથી જ અતીન્દ્રિય આનંદ ને
અતીન્દ્રિય જ્ઞાનનો અંશ શરૂ થઈ ગયો છે, મોક્ષમાર્ગ શરૂ થઈ ગયો છે. સમ્યકત્વરૂપી
બીજ ઊગી તે પૂર્ણિમા હોગી હી હોગી. અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાના કોલકરાર
સમ્યગ્દ્રષ્ટિને થઈ ગયા છે.
સમ્યગ્દ્રષ્ટિને કેવી પ્રતીતિ હોય છે? ‘સર્વે બંધભાવો હેય છે ને શુદ્ધજીવ ઉપાદેય છે.’
આમ ભેદજ્ઞાન વડે બંધ અને આત્માને અત્યંત ભિન્ન જાણીને શુદ્ધાત્માને પ્રતીતમાં લ્યે છે.
સમસ્ત બંધભાવોથી આત્માને જુદો કરવો છે, તો તેનું સાધન બંધભાવ કેમ હોય?
શુભવિકલ્પ પણ બંધભાવ છે, તે ભેદજ્ઞાનનું સાધન નથી. અશુદ્ધતા તો શુદ્ધતાનું સાધન
થાય નહિ. શુદ્ધજીવસ્વરૂપ તરફ જ્ઞાન ઢળ્‌યું ત્યાં સર્વ બંધભાવોથી તે છૂટું પડ્યું. –આવું
ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે, આનંદના વેદન સહિત આવું જ્ઞાન પ્રગટ્યું ત્યારે મોક્ષનું
ઉદ્ઘાટન થયું ભેદજ્ઞાનરૂપી કરવતના નિરંતર અભ્યાસથી એટલે કે સ્વાનુભવનો નિરંતર
અભ્યાસ કરવાથી બંધને છેદીને આત્મા મુક્ત થાય છે. –તે મંગળરૂપ વિજયવંત છે.

પ્રવચન પછી શ્રુતપંચમી નિમિત્તે શ્રુતપૂજન પણ ભાઈશ્રી વૃજલાલભાઈના નવા
મકાન (ગુરુ–તેજ) માં જ થયું હતું.)

PDF/HTML Page 44 of 45
single page version

background image
જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૪૧ :
આત્મકાર્યની પ્રેરણા
ગુરુદેવ વારંવાર કહે છે કે અરે જીવ! તું મહિમા તારા સ્વભાવનો કર.
ચાર ગતિના શરીરને ધારણ કરવા તે તો શરમ છે. અશરીરી આત્મામાં
ઉપયોગ જોડીને, તેને સ્વવિષય બનાવીને તેમાં ઠર....તો આ શરમજનક જન્મો
છૂટે...ને આનંદજનક સિદ્ધપદ પ્રગટે.
નિજસ્વરૂપની પ્રાપ્તિ તે આત્માર્થીનો મનોરથ છે. પોતાના સ્વરૂપ વગર
એક ક્ષણ પણ આત્માર્થીને ગમે નહિ. આત્મપ્રાપ્તિ વગરનું જીવન આત્માર્થી કેમ
જીવી શકે?
નિજસ્વરૂપના અંતરંગ પ્રયાસથી સમ્યકત્વ અત્યંત સુગમ હોવા છતાં
જીવે આટલા બધા કાળ સુધી તે કાર્ય કેમ ન કર્યું? –એનો પણ ખેદ છોડીને હવે
પ્રસન્નતાથી ને ઉત્સાહથી જીવે તે કાર્ય તત્કાળ सद्य एव કરવા જેવું છે. –જાણે
અત્યારે જ ધ્યાનમાં બેસીને સ્વાનુભવ કરીએ.
સાધકસન્તો આપણને સદાય કેટલી આત્માની પ્રેરણા આપી રહ્યાં છે!
જાણે સમ્યકત્વ જ સાક્ષાત્ આપી રહ્યા છે. એમના જીવનનું સૂક્ષ્મતાથી
અવલોકન કરતાં પણ સમ્યકત્વ થઈ જાય–એવા સંતો આપણી સમક્ષ
બિરાજીને સદાય આપણા ઉપર મહાન કૃપા કરી રહ્યા છે. એ કૃપાના પ્રતાપે
આપણે આપણું સ્વાનુભવકાર્ય સાધી લેવાનું છે. અત્યારે તો દુનિયામાં બીજું
બધુંય ભૂલી જઈને જીવનમાં આ એક જ આત્મકાર્યમાં બધી શક્તિ
લગાવવાની છે.
ભોગભૂમિમાં ભગવાન ઋષભદેવના આત્માને સમ્યકત્વ પમાડનારા શ્રી
પ્રીતિંકર મુનિરાજના શબ્દોમાં કહીએ તો–

PDF/HTML Page 45 of 45
single page version

background image
“આત્મધર્મ” Regd. No. G 182
આજના સંસ્કારી બાળકો
‘शुद्धोसि बुद्धोसि’ નાં હાલરડાંની વાત આવે છે, તેમ આજે અધ્યાત્મ–
વાતાવરણમાં ઊછરતા છ–આઠ વર્ષના નાના બાળકો પણ ગીત ગાય છે કે–
હું છું આત્મા....પરમાત્મા.....
હું તો આનંદનું આનંદનું આનંદનું ધામ...
–હું
છું આતમા.
કોણ કહે હું શરીરવાસી ?
ના...ના...ના...
હું તો સિદ્ધસ્વરૂપી ચેતનરૂપી,
હા...હા...હા...
હું
છું આત્મા...
નાના બાળકને મોઢે જ્યારે આવા ગીત સાંભળીએ છીએ ત્યારે હૃદય પુલકિત
બને છે અને ઘરઘરના બાળકોમાં આવું વાતાવરણ પ્રસરે એવી ઉત્કંઠા જાગે છે.
એક તરફ દુન્યવી વાતાવરણમાં ઊછરતા બાળકો ‘જપાનની ગુડીયા અને બોલ
રાધા બોલ’ –જેવા સભ્યતાહીન ગીતો રસ્તામાં બબડતા હોય છે ત્યારે બીજી તરફ
બાલવિભાગના સભ્યો ઘરે ઘરે ‘આત્મા ...પરમાત્મા’ ના અધ્યાત્મગીતોનું ગૂંજન કરે
છે. –આટલું મહાન યુગપરિવર્તન ગુરુદેવના પ્રતાપે થઈ રહ્યું છે. આપના બાળકોની
કુસંસ્કારથી રક્ષા કરવા, ને તેનામાં ઉત્તમ ધર્મસંસ્કારો સીંચવા તેને આત્મધર્મ વંચાવો ને
બાલવિભાગના સભ્ય બનાવો.
સભ્ય બનવા માટે :–
પૂરું નામ : સરનામું : ગામ : અભ્યાસ, ઉંમર અને જન્મદિવસ નીચેના સરનામે
લખી મોકલો....એટલે આપને ઘેર બેઠાં સભ્યપત્રક મળી જશે. (કાંઈ ફી નથી)
સંપાદક
: આત્મધર્મ બાલવિભાગ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (પ્રત : ૨પ૦૦)