Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 49
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ભાવના જાગી, ને બાકીના બધાય સભ્યોએ પણ તેમાં ઉત્સાહથી ટેકો આપ્યો.
તેથી આ સંબંધમાં નીચે મુજબ બાબત કરવાનું વિચાર્યું છે–
• “ઉપકાર–અંજલિ” અંક (હસ્તલિખિત; જેમાં બધા સભ્યો ભાગ લ્યે.)
• બે હજાર ઉપરાંત બાલસભ્યો તરફથી કોઈ યાદગાર સુંદર વસ્તુ ગુરુદેવને અર્પણ
કરવી.
• ગુરુદેવનું જીવનચરિત્ર છપાવવું.
• બાલસાહિત્યનું એક પુસ્તક છપાવવું. (આ ઉપરાંત “ઉપકાર–અંજલી અંક” માંથી
પણ એક પુસ્તક છપાવવાની કેટલાક સભ્યોની ભાવના છે, તે સંબંધી પાછળથી
અંક તૈયાર થયા બાદ વિચારીશું.) સૌથી પહેલાંં તો સૌએ અંક માટે તૈયારી
કરવાની છે. તે સંબંધી માર્ગદર્શનરૂપ કેટલીક સૂચના અહીં આપવામાં આવે છે–
દરેક બાલસભ્ય ધાર્મિક લેખ–કવિતા–ટૂચકા–ચિત્ર વગેરે તૈયાર કરે ને પછી
ગામે–ગામના સભ્યોના લેખ ભેગા કરીને હસ્તલિખિત અંજલિ–અંક બને તેટલો
સુશોભિત કરીને ગુરુદેવને અર્પણ કરવામાં આવે. આ માટે દરેક સભ્ય પોતાની ઊંચામાં
ઊંચી ભાવનાઅનુસાર લખાણ તૈયાર કરે. લખાણ ગમે તેટલું કરી શકાય; શેમાંકથી
જોઈને પણ લખી શકાય; કોઈની સલાહ લઈને પણ લખી શકાય; છપાયેલા ચિત્રો–ફોટા
વગેરે મેળવીને પણ અંકની શોભા માટે ઉપયોગમાં લઈ શકાય. તમારા અક્ષર સારા ન
હોય તો ગભરાશો નહિ, અમે તે ફરીને સુંદર અક્ષરથી લખાવી લઈશું. (ચિત્રો પોતાને
આવડે તો કરી શકાય; અગર તૈયાર ચિત્રો કે ફોટા તેમાં ચોંટાડી શકાય.
સૌએ લખાણ
પોતાના હાથે જ લખી મોકલવું. (સભ્યો વતી વડીલોએ ન લખવા વિનતિ છે.)
આત્મધર્મના પાનાંનુ જે માપ છે તે માપના કાગળમાં અંક તૈયાર થશે. તે લક્ષમાં
રાખીને ચિત્રલખાણ વગેરે કરવું.
લખાણ વગેરે સામગ્રી તૈયાર કરીને પોતપોતાના ગામના પ્રતિનિધિને કારતક
સુદ પૂનમ સુધીમાં પહોંચાડવી; જ્યાં હજી સુધી સભ્યોનું સંગઠન ન થયું હોય ત્યાં
સંગઠન કરવું. જ્યાં પ્રતિનિધિની સગવડ ન હોય તેઓ નજીકના ગામના પ્રતિનિધિને
લખાણ આપી શકે (જેમકે ગુજરાતના ભાઈઓ અમદાવાદમાં આપી શકે.) અથવા કોઈ
સગવડ ન હોય તો સોનગઢ સંપાદક ઉપર મોકલવું. બધાની સામગ્રી આવી જશે એટલે
તેમાં યોગ્ય સલાહ કે સુધારા–વધારાની સૂચના આપીશું ને પછી સરસ મજાના કાગળમાં
તે લખવાની વ્યવસ્થા કરીશું.

PDF/HTML Page 42 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩૯ :
બાલવિભાગના સભ્યોને ૮૦ મા જન્મોત્સવ નિમિત્તે ઉપર મુજબ ચાર કાર્ય માટે
જે ભાવના છે તે માટે તેઓ ૮૦ પૈસાથી માંડીને ૮૦ રૂા. સુધીની રકમો એકઠી કરશે ને
બાલવિભાગના કેટલાક પ્રતિનિધિઓ તેની વ્યવસ્થા (સંપાદકની સલાહ મુજબ)
સંભાળશે.
બાલવિભાગના કેટલાક પ્રતિનિધિઓનાં નામ–સરનામા આ અંકમાં આપ્યાં છે,
તેઓ એકબીજા સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્કમાં આવશે ને વિચારોની આપલે કરશે તો
સૌને ઉત્સાહની વૃદ્ધિ થશે. સલાહ–સૂચના માટે અમદાવાદના પ્રતિનિધિઓનો સંપર્ક
સૌને વધુ ઉપયોગી થશે.
–બંધુઓ! આપણે હજી નાના છીએ, ભલે નાના...પણ વીરનાં સંતાન છીએ.
એટલે વીર થઈને ગુરુદેવની છાયામાં, તેઓશ્રીએ બતાવેલા વીરમાર્ગે ચાલીને આપણે
આપણું આત્મહિત સાધી લેવાનું છે આત્મહિત સાધી લેવા માટે કાંઈ આપણે હવે નાના
ન કહેવાઈએ; માટે વીર બનીને આત્મહિત સાધીએ.
તમારા ગામના ઉત્સાહભર્યા સમાચારો લખતા રહેશો. जय जिनेन्द्र
–લી. તમારો ભાઈ હરિ.
આવતા અંકથી શરૂ થશે–“પુનરાવર્તનરૂપ પરીક્ષા”
• આત્મધર્મ વાંચનાર કોઈ પણ જિજ્ઞાસુ જેમાં રસ લઈ શકે એવો વિભાગ આવતા
અંકથી શરૂ કરીશું.
• તેમાં દશ પ્રશ્નો રજુ કરીશું. આ દશે પ્રશ્નો એવા હશે કે જેના ઉત્તર તેની પહેલાંંના
આત્મધર્મના અંકમાં આવી ગયા હોય. એટલે, આવતા અંકમાં જે દશ પ્રશ્નો રજુ
થશે તેના જવાબો આ ચાલુ અંકમાં (જે આપના હાથમાં છે તેમાં) આવી ગયા છે.
• આ યોજનાને કારણે એક તો તમારે આગલા અંકો સાચવી રાખવા પડશે; ને તેના
લેખો ધ્યાનપૂર્વક વાંચવા પડશે. પ્રશ્નોના ઉત્તર શોધવાના બહાને અગાઉની
સ્વાધ્યાયનું પુનરાર્વતન પણ થઈ જશે. પ્રશ્ન ગમે તેવો કઠિન હોય તોપણ આગલો
(છેલ્લો) અંક વાંચવાથી તેનો ઉત્તર મળી જ જશે... એટલે પ્રયત્ન કરનારને સો
ટકા સફળતાની ખાતરી છે. પ્રશ્નો માટે આવતા અંકની રાહ જુઓ.

PDF/HTML Page 43 of 49
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
સોનગઢમાં અદ્ભુત કારખાનું
જુદા જુદા ગામના થોડાક મિત્રો ભેગા થયા હતા....ને પોતપોતાના ગામના
ઉદ્યોગની ચર્ચા કરતા હતા––
મોરબીના એક ભાઈ કહે : અમારા ગામમાં તો ઘડિયાળની મોટી ફેકટરી
(કારખાનું) છે.
મુંબઈના મિત્ર કહે : અમારે તો સ્ટીલની ફેકટરી છે.
દિલ્હીના મિત્ર કહે : અમારે પ્લાસ્ટિકની ફેકટરી છે.
જમશેદપુરના મિત્ર કહે : અમારે ત્યાં લોખંડની મોટી ફેકટરી છે.
વાંકાનેરના અને શિહોરના મિત્રો કહે : અમારે તો માટીની ફેકટરી (પોટરી) છે.
ત્યારે સોનગઢવાસી મિત્ર કહે : અમારા ગામમાં તો એ બધાય કરતાં જુદી જ
જાતની એક સુંદર ફેકટરી છે!
બધા મિત્રોએ ઈન્તેજારીથી પૂછ્યું–શેની ફેકટરી છે?
ત્યારે તે ભાઈએ કહ્યું કે : અમારે ત્યાં તો આત્માને પરમાત્મા બનાવવાની
ફેકટરી છે. પામરપણામાંથી પરમાત્મપણાનું ઉત્પાદન કેમ થાય તેનો જોસદાર ઉદ્યોગ
સોનગઢની ફેકટરીમાં ચાલે છે.
બધા મિત્રો કહે: વાહ! ઉત્તમ ફેકટરી! ચાલો, આપણે એ ફેકટરી જોવા જઈએ....
WELCOME

PDF/HTML Page 44 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૪૧ :
આત્મધર્મનું લવાજમ વેલાસર ભરીને
વ્યવસ્થામાં સહકાર આપો
(૧) આપનું લવાજમ આ અંક સાથે પૂરું થાય છે; નવા વર્ષનું લવાજમ રૂા. ચાર
વેલાસર મોકલી આપશોજી.
(૨) સં. ૨૦૨પ ની સાલનું લવાજમ આપ આપના મંડળ મારફત ભરી શકો છો.
(૩) દરેક મંડળે પોતાની પાસે આવેલું લવાજમ તથા ગ્રાહકોનાં નામો જેમ બને તેમ
તુરત મોકલવા વિનંતિ છે. મોડામાં મોડા તા. ૩૦–૧૦–૬૮ સુધીમાં મોકલી
આપવા, જેથી ગ્રાહકોને તેઓનો પ્રથમ અંક નિયમિત મળી રહે.
(૪) આપ આપનું લવાજમ મનીઓર્ડરથી મોકલી શકો છો.
(પ) આપે આપનું પૂરું નામ, સરનામું તાલુકો–જિલ્લો વિગેરે પૂરું લખવું.
(૬) સંસ્થા તરફથી વી. પી. કરવામાં આવતું નથી; પરંતુ જેઓ વી. પી. થી મંગાવવા
ઈચ્છતા હોય તેઓ જો વી. પી. કરવા માટે પોસ્ટકાર્ડથી ખબર આપશે–તો તેમને
વી. પી. કરવામાં આવશે.
લવાજમ મોકલવાનું સરનામું–
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
[આવતા વર્ષે આત્મધર્મના ગ્રાહકોને “છહઢાળા–પ્રવચનો” નું ભેટપુસ્તક
પણ આપવામાં આવશે.]
આત્મધર્મના ચાલુ ગ્રાહકો ૨૩૮૨ છે, તેમાંથી ૭૪૨ ગ્રાહકોએ
લવાજમ ભરી દીધું છે, બાકીના ગ્રાહકોમાંથી કોઈનું લવાજમ દીવાળી
પછી બાકી ન રહે, એટલું જ નહિ પણ બીજા ૧૧૮ જિજ્ઞાસુઓને નવા
ગ્રાહક બનાવીને, અઢી હજાર ગ્રાહકો પૂરા કરીને આત્મધર્મનું ગૌરવ
વધારે....એવી જિજ્ઞાસુઓ પાસેથી આશા રાખીએ છીએ.

PDF/HTML Page 45 of 49
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
બાલવિભાગના પ્રતિનિધિ
(બાલવિભાગના કાર્યોમાં ઉત્સાહથી સહકાર આપવા અનેક સભ્યોએ
લાગણીભર્યા પત્રો લખ્યા છે, ને ખૂબ ભાવનાઓ વ્યક્ત કરી છે, તેનો ટૂંક
અહેવાલ તથા પ્રતિનિધિઓનાં સરનામા અહીં આપ્યાં છે. બાકીનાં ગામનાં સભ્યો
પણ આ બાબતમાં ધ્યાન આપે.)
અમદાવાદ : ચેતનકુમાર જૈન, પ૪૨–૨ છીંકણીવાળી પોળ, દરિયાપુર.
રોમેશકુમાર બી. જૈન, માઉન્ટકોર્મેલની ઉત્તરે (રોશની) નવરંગપુરા.
વીંછીયા : નગીનચંદ્ર જે. જૈન; સતીશકુમાર પી. જૈન, દિગંબર જૈન મંદિર.
મુંબઈ : ભરતકુમાર એચ. જૈન, ૧૨૩, નારાયણ ધ્રુ સ્ટ્રીટ, મુંબઈ–૩ (ફોન નં.
329815) અતુલકુમાર એમ. જૈન (મુકુંદભાઈ એમ. ખારા) સુરેશચંદ્ર જે. જૈન
(શેઠી એન્ડ શેઠ શાહ, ૧૦પ, પ્રિન્સેસ સ્ટ્રીટ,) મુંબઈ–૨
(મુંબઈમાં લગભગ ૪પ૦ સભ્યો છે; ત્યાં દાદર વગેરે પરાના તથા બીજા
પ્રતિનિધિઓનાં નામ હવે નક્ક્ી થશે. મુંબઈના સભ્યોએ આ સંબંધમાં ભરતકુમારનો
સંપર્ક સાધવો.)
રાજકોટ : કિરિટકુમાર વસંતલાલ જૈન, ૧૧, દીવાનપરા. મનોજકુમાર રતિલાલ જૈન, ૬
દીવાનપરા.
(આ ઉપરાંત રાજકોટના બીજા સભ્યોની ઈચ્છા હોય તો સંપાદકને લખવું.)
કલકત્તા : ભરતકુમાર એન. જૈન, 12 B લોઅસર ચિત્તપુર રોડ, કલકત્તા : ૧
(લાઠી, સુરેન્દ્રનગર, મોરબી તથા ભાવનગરથી ઉત્સાહી સભ્યોના પત્રો આવેલા, તેઓ
ફરીને પૂરા સરનામા સહિત પત્ર લખશો; એટલે છાપીશું.)
સોનગઢ : જિતુભાઈ–જ્યોતીન્દ્ર અને પ્રદીપ એમ. જૈન
ગોંડલ : અરવીંદકુમાર જયંતિલાલ જૈન, સ્ટેશન પ્લોટ, શેરી નં. ૮.
અમદાવાદની બાલવિભાગ–શાખાનું વ્યવસ્થિત ઉદ્ઘાટન કરીને ઘણી
ઉલ્લાસભરી શરૂઆત થઈ, ને બાલસભ્યોએ ઘણો ઉત્સાહ તથા પ્રેમ બતાવ્યો. આ
સંબંધી વિગતવાર લાંબો

PDF/HTML Page 46 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૪૩ :
પત્ર ત્યાંના ઉત્સાહી પ્રતિનિધિભાઈઓ તરફથી મળ્‌યો છે. જે વાંચતાં,
વીરશાસન પ્રત્યેનો આજના યુવાનોનો પ્રેમ અને અર્પણભાવ દેખીને હૃદય ખૂબ પ્રસન્ન
થાય છે, –ધન્ય છે તે યુવાન બાળકોને કે જેઓ આટલા ઉત્સાહથી તન–મન–ધનથી
ધર્મપ્રભાવનાની તમન્ના ધરાવે છે. ગુરુદેવના જન્મોત્સવ પ્રસંગે “ઉપકાર–અંજલિ”
(ભારતના બાળકોનો હસ્તલિખિત અંક) અને બાલસાહિત્યનું પુસ્તક પ્રગટ કરવા પણ
તેમની ભાવના છે. ગામેગામના બાલસભ્યો એ હસ્તલિખિત અંક માટે વિચારી રહ્યા છે.
તેમની એ ભાવનામાં વડીલોનો પણ ટેકો મળે ને બાળકો જૈનશાસનને શોભાવે–એવી
જિનદેવ પ્રત્યે પ્રાર્થના. (અમદાવાદમાં પચાસેક જેટલા નવા સભ્યો પણ નોંધાયા છે.)
એવો જ ઉત્સાહભર્યો બીજો પત્ર વીંછીયાના પ્રતિનિધિ ભાઈઓ તરફથી આવ્યો
છે; ત્યાં પણ બાલસભ્યોનું સંગઠન અને પાઠશાળા ઉમંગથી ચાલુ થયેલ છે; ને અંજલિ–
અંક માટે પણ તૈયારી કરે છે.
ત્રીજો ઉત્સાહભર્યો પત્ર છે મુંબઈથી ભાઈશ્રી ભરતકુમાર એચ. જૈનનો;
મુંબઈમાં બાલસભ્યોનું સંગઠન કરીને ઘણા ઉત્સાહથી ધાર્મિકપ્રવૃત્તિઓ ઉપાડવા તેમની
તીવ્ર ઉત્કંઠા છે, તે માટે તેઓ પ્રયત્નશીલ પણ છે. પરંતુ મુંબઈ જેવું મોટું શહેર, જ્યાં
૪પ૦ જેટલા આપણા સભ્યો છે, –ત્યાં એકલાથી પહોંચી ન શકાય, એટલે તેમની સાથે
બીજા ત્રણચાર ઉત્સાહી સભ્યોની પ્રતિનિધિ તરીકે જરૂર છે.....જે માટે તેઓ સભ્યોનો
સંપર્ક સાધી રહ્યા છે. ‘અંજલિ–અંક’ માટે તેમજ બાળકોના બીજા કાર્યક્રમો માટે તેઓ
વિચારી રહ્યા છે; મુંબઈના વડીલોનો પણ બાળકોના ઉત્સાહમાં પૂરેપૂરો સાથ છે...
• • •
• તલોદ (ગુજરાત) માં તા. ૨૩–૯–૬૮ થી ૪–૧૦–૬૮ સુધી જૈનધર્મ
શિક્ષણ–શિબિરનું આયોજન હતું.... શિબિરનું ઉદ્ઘાટન માનનીય પ્રમુખશ્રી
નવનીતભાઈ સી. જવેરીના સુહસ્તે થયું હતું. શિબિરમાં સેંકડો જિજ્ઞાસુઓએ ઉત્સાહથી
લાભ લીધો હતો.
• જ્યોતિબેન મગનલાલ (Sy. Bsc.) અમદાવાદથી ઘણો ઉલ્લાસ વ્યક્ત
કરતાં લખે છે કે પહેલાંં અમે બરમા હતા, ત્યાં તો ‘આત્મવૈભવ’ જેવું પુસ્તક ક્યાંથી
મળે? હમણાં ‘આત્મવૈભવ’ પુસ્તક વાંચ્યું; વાંચીને ઘણો ઘણો આનંદ થાય છે. ફરી
બીજીવાર વાંચું છું. તે વાંચીને એમ લાગે છે કે બસ, ચારેબાજુથી જ્ઞાનના દરવાજા ઉઘડી
ગયા છે. ખરેખર, ગુરુદેવ આપણા ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છે. (વગેરે)

PDF/HTML Page 47 of 49
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
• મોરબીમાં કુ. વિદ્યાબેન જૈન ૮૦૦ બાળકોની સ્કુલ ચલાવે છે, તેમણે
બધા બાળકોને ‘એક હતું દેડકું’ એ વાર્તાની પુસ્તિકા વહેંચી; તે સંબંધમાં તેઓ લખે છે
કે–“વાર્તાની ચોપડી મળતાં બધા વિદ્યાર્થીઓ એકદમ ખુશખુશ થઈ ગયા; એક જ બેઠકે
વાંચીને પૂરી કરી. વાંચતાં દરેકના ચહેરા ખૂબ જ પ્રફૂલ્લિત હતા. બાળકોને આટલું સુંદર
બાલભોગ્ય ધાર્મિક સાહિત્ય આપવા બદલ અભિનંદન! આજે રોમરોમમાં આનંદની
ટસરો ફૂટી રહી છે કે બાળકોને ચિત્રસહિત આવું સુંદર વાંચન મળ્‌યું. બાળકો ઘેર ઘેર એ
જ વાર્તા કરતા હતા.”
આત્મધર્મ.......
(ત્રીજીે સૈકો પૂરો કરે છે)
પૂ. ગુરુદેવની મંગલછાયામાં રહીને તેઓશ્રીના હિતોપદેશને ભારતમાં પ્રસરાવતું
આપણું આ ‘આત્મધર્મ’ –માસિક આ અંકની સાથે પચીસ વર્ષ પૂરાં કરે છે, પચીસ વર્ષ
એટલે ત્રીજો–માસિકસૈકો સમાપ્ત કરે છે ને આવતા અંકથી ચોથા સૈકામાં પ્રવેશ કરશે.
દરેક અંકના સરેરાશ ૪૦ પાનાં ગણીએ તોપણ ૩૦૦ અંકમાં ૧૨૦૦૦ ઉપરાંત પાનાંનું
એકધારુ ઉચ્ચકોટિનું અધ્યાત્મ–સાહિત્ય આત્મધર્મે પીરસ્યું છે. સંસારની ઝંઝટોમાં તે કદી
પડતું નથી. જૈનસમાજના બધા પત્રોમાં આત્મધર્મનું સ્થાન સૌથી ઊંચું છે. દર મહિને
હિંદી–ગુજરાતી મળીને પાંચેકહજાર નકલ છપાય છે; એની કુલ પૃષ્ઠ સંખ્યા ગણીએ તો
(૬, ૦૦, ૦૦૦૦૦) છ કરોડ જેટલી થાય. આત્મધર્મ જેવું ઊંચું છે–તેવા જ ઉચ્ચકોટિના
જિજ્ઞાસુઓનો વિશાળ વાચકસમૂહ પણ તે ધરાવે છે, ને એવું જ ઉચ્ચકોટિનું અવનવું
અધ્યાત્મ–સાહિત્ય ગુરુદેવ હરહમેશ આપી રહ્યા છે...આ રીતે ‘આત્મધર્મ’ તે પૂ. ગુરુદેવ
દ્વારા થતી મહાન પ્રભાવનાનું એક અંગ બની ગયું છે.
આત્મધર્મના વિકાસ માટે સંસ્થાના બંધારણમાં પણ ઉચ્ચ આદર્શ સ્વીકારવામાં
આવ્યો છે–“આત્મધર્મનો વિશેષ પ્રચાર થાય તે માટે પ્રયત્ન કરવો, પાનાં વધારવા,
માસિકને બદલે પાક્ષિક, અઠવાડિક કે દૈનિકપત્ર કરવું–વગેરે.....” આપણી સંસ્થાના
બંધારણનો આ ઉદ્દેશ પૂ. ગુરુદેવના પ્રતાપે શીઘ્ર સફળ થાય એ જ ભાવના.
जयजिनेन्द्र

PDF/HTML Page 48 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૪૫ :
આ અંકના ટાઈટલ પૃષ્ઠ ૨ ઉપર જે ભગવંતોનાં દર્શન થાય છે તેમાં પ્રથમ દ્રશ્ય
તો દક્ષિણદેશથી (શ્રવણબેલગોલથી) પધારેલા ૨૪ ભગવંતોનું છે; ને બીજું દ્રશ્ય
વિદેહક્ષેત્રથી પધારેલા સીમંધરનાથના સમવસરણનું છે...જેમાં કુંદકુંદસ્વામી ઊભા છે.
સોનગઢના મુક્તિમંડપમાં ભક્તોનું નિમંત્રણ સ્વીકારીને સર્વે ભગવંતો પધાર્યા છે.
અને આ સામે ઊભા તે બધાય ભગવંતો પધાર્યા છે દેવગઢ (ઉત્તર પ્રદેશ) થી;
વાહ! દેવગઢનો દેવદરબાર સોનગઢમાં આવ્યો છે:–
આ સર્વેને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હન્તને.

PDF/HTML Page 49 of 49
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd No. G. 182
कैसे भूलें याद आपकी...
ગત સાલ પૂ. ગુરુદેવ સંઘસહિત જયપુરથી સમ્મેદશિખર જતાં વચ્ચે ફાગણ સુદ
સાતમના રોજ બયાના (ભરતપુર–રાજસ્થાન) માં રોકાયેલા, અને ત્યાં ‘વિદેહક્ષેત્રકે
ધર્મકર્તા જીવન્તસ્વામી શ્રી સીમંધર સ્વામી’ ની પાંચસો વર્ષથી પણ વધુ પ્રાચીન
પ્રતિમાના દર્શનનથી સૌને ઘણો આનંદ થયેલો; ગુરુદેવે ખૂબ જ પ્રમોદપૂર્વક સીમંધરનાથ
સાથેના પૂર્વભવના સંબંધની કેટલીક વાત પણ પ્રસિદ્ધ કરેલી....એ બધું કેમ ભૂલાય?
એવા યાદગાર બયાનાગામમાં ગુરુદેવના સ્વાગતનિમિત્તે ત્યાંના ભાઈશ્રી
રૂપેન્દ્રકુમાર જૈન, વિશારદે એક કાવ્ય ગાયેલું–જે અહીં આપ્યું છે:
जैनधर्म का अनुपम झन्डा, भारत में फहराया है ।
निश्ययनय का तत्त्व सभी को, पूज्यपाद! बतलाया है
।।
कैसे भूलें याद आप की, तुमने हमें जगाया है
विषयभोग में मस्त पडे़ हम, तुमने ज्ञान कराया हे ।।
कुन्दकुन्द के सेवक बनकर पावन पन्थ बतलाया है
जैनधर्म के तत्त्वों को, खेल खोल समझाया है ।।
पन्थ–भेद से उपर उठकर, समताभाव सिखाया है
आत्मधर्म को धारण करके, सत्यरूप दिखलाया है ।।
कैसे भूलें याद आपकी, तुमने हमें जगाया है ।।
[ભાઈશ્રી, જો આપ અમને નથી ભૂલતા, તો અમે (સોનગઢવાસી) પણ
આપને અને આપની બયાના નગરીને નથી ભૂલતા; કેમ કે–]
कैसे भूलें याद आप की जहां सीमंधरनाथ बिराजे हैं;
‘विदेहक्षेत्र के जीवन्त स्वामी’ दर्शन कर हरषाये हैं।।
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (પ્રત : ૨પ૦૦)