Atmadharma magazine - Ank 300
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 49
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
પહેલી ગાથાની ટીકામાં સૌથી પહેલાંં अथ શબ્દ છે તે મંગળને સૂચવે છે. સિદ્ધોને
નમસ્કારરૂપ અપૂર્વ મંગલાચરણપૂર્વક સમયસાર શરૂ કર્યું છે.
अथ શબ્દ મહાન માંગળિકની શરૂઆત સૂચવે છે.
अथ... હવે સાધકભાવરૂપ મોક્ષમાર્ગ શરૂ થાય છે.
अथ... હવે અનાદિના બંધમાર્ગનો નાશ શરૂ થાય છે.
अथ... હવે આત્મામાં સમ્યગ્દર્શનાદિ મંગળભાવ શરૂ થાય છે.
अथ... હવે અનંતકાળમાં નહિ થયેલ અપૂર્વભાવ શરૂ થાય છે.
अथ... હવે સિદ્ધોને સ્થાપીને સાધકભાવ શરૂ થાય છે.
अथ... એટલે સાધકભાવ શરૂ થયો તે પૂર્ણ થશે જ.
અહો, એક अथ શબ્દના વાચ્યમાં તો કેટલા મંગળ ભાવો ભર્યા છે! ‘अथ’
એટલે ‘હવે’ –તે અપૂર્વ શરૂઆત સૂચવે છે; અત્યારસુધી જે સંસારભાવ સેવ્યા તેનાથી
પાછા ફરીને હવે સિદ્ધદશા તરફના અપૂર્વ ભવનો પ્રવાહ શરૂ થાય છે. આવા અપૂર્વ
ભાવપૂર્વક સમયસાર સંભળાવીએ છીએ, તેને હે ભવ્ય શ્રોતા! તું પણ તારા આત્મામાં
સિદ્ધપણું સ્થાપીને અપૂર્વ ભાવે સાંભળજે.
અહો, અમારા આત્મામાં માંગળિકનો અપૂર્વ પ્રવાહ શરૂ થઈ ગયો છે.... કેવળી
ભગવંતોએ અને શ્રુતકેવળી ભગવંતોએ જે કહ્યું તે જ હું કહીશ; એટલે કે તે ભગવંતોએ
કહેલો શુદ્ધભાવ મારામાં પ્રગટ કરીને અત્યારે હું તે આ સમયસારમાં કહીશ. પૂર્વે ભલે
ભગવંતોએ કહ્યું–પણ અત્યારે તો હું કહેનાર છું ને! મારા ભાવમાં મેં જે ઝીલ્યું છે તે હું
કહીશ. ભગવંતો પાસેથી મને જે મળ્‌યું છે તે હું કહીશ... અપૂર્વ સાધકભાવનો પ્રવાહ
મારા આત્મામાં પ્રગટ્યો છે–તે સ્વાનુભવપૂર્વક હું કહીશ. જે નિજવૈભવ મારા આત્મામાં
પ્રગટ્યો છે તે સમસ્ત વૈભવથી હું શુદ્ધાત્મા દેખાડું છું.
–તેમાં મંગળરૂપે પ્રથમ શુદ્ધાત્મદશાને પામેલા એવા સર્વે સિદ્ધ ભગવંતોને મારા
જ્ઞાનમાં લઈને વંદું છું. રાગમાં સિદ્ધની સ્થાપના ન થઈ શકે, અંદરના જ્ઞાનભાવમાં જ
સિદ્ધની સ્થાપના થાય છે; જ્ઞાનમાં સિદ્ધ જેવું શુદ્ધસ્વરૂપ ચિંતવતાં નિર્વિકલ્પ દશા થઈ
જાય છે... તેનું નામ સિદ્ધોને ભાવનમસ્કાર છે. સ્તુતિના વચનવિકલ્પો તે દ્રવ્યનમસ્કાર
છે. આવા અપૂર્વ નમસ્કારપૂર્વક સમયસારનો પ્રારંભ થાય છે.

PDF/HTML Page 22 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૧૯ :
શ્રોતાને ભેગો રાખીને તેના આત્મામાં પણ સિદ્ધોની સ્થાપના કરે છે. દેહાતીત–
રાગાતીત પરમાત્મદશાને પામેલા અનંતા સિદ્ધભગવંતો છે–એના સ્વીકારમાં અપૂર્વ
પાત્રતા છે. મારું ધ્યેય સિદ્ધપદ છે–એમ સ્વીકારીને આ સમયસાર સાંભળજે. તેના
શ્રવણમાં શુદ્ધાત્માનું ઘોલન કરતાં કરતાં વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થશે... ને
મોહ નષ્ટ થઈને પૂર્ણશુદ્ધ એવા સિદ્ધોમાં તું પહોંચી જઈશ. આત્માનું આવું જે ધ્યેય, તેના
પ્રતિબિંબરૂપ સિદ્ધભગવંતો છે. તેને ધ્યાવતાં આ આત્મા તેમના જેવો થઈ જાય છે.
સાધક કહે છે–મારું ધ્યેય સિદ્ધપદ છે–પણ અત્યારે હું સિદ્ધમાં પહોંચી શકતો નથી
એટલે સિદ્ધભગવંતોને મારામાં બોલાવું છું. જેમ રામચંદ્રજીએ સ્વચ્છ દર્પણ દ્વારા ચંદ્રને
નીચે ઉતારીને ગુંજામાં નાખ્યો તે દ્રષ્ટાંતે સાધક ઉપરના સિદ્ધભગવંતોને નિર્મળ
જ્ઞાનદર્પણ દ્વારા નીચે ઉતારીને પોતાના અંતરમાં સ્થાપે છે. હે શ્રોતા! મારી જેમ તું પણ
તારામાં સિદ્ધને સ્થાપીને આ સમયસાર શ્રવણ કરજે. શ્રોતા એવો છે કે જેને સિદ્ધપદ
સિવાય બીજાની અભિલાષા નથી, બીજું ધ્યેય નથી. શ્રવણ વખતે વિકલ્પ હોવા છતાં
તેનું લક્ષ વિકલ્પ ઉપર નથી, તેના લક્ષનું જોર શુદ્ધઆત્મા તરફ જ ઢળે છે.
શ્રોતાઓના અપાર હર્ષ અને પ્રમોદ વચ્ચે ગુરુદેવ ભાવથી કહે છે કે–જુઓ,
આ સમયસારનું મંગળ મુહૂર્ત! સિદ્ધપણાના સ્થાપનથી શરૂઆત કરી; તે જીવ હવે
સિદ્ધ પાસે જઈને બેઠો, તે હવે રાગની પાસે નહિ રહી શકે. રાગ સાથે એકતાબુદ્ધિ
રાખીને સિદ્ધને નમસ્કાર ન થઈ શકે. સિદ્ધને નમ્યો તે રાગથી જુદો પડ્યો. ક્ષાયિક
ભાવને પામેલા અનંતા સિદ્ધોને આત્માની જ્ઞાનપર્યાયમાં બેસાડ્યા, તે જ્ઞાનપર્યાયમાં
હવે ઉદયભાવ નહિ રહી શકે. ઉદય અને જ્ઞાન વચ્ચે તીરાડ પડી ગઈ, ને
જ્ઞાનપરિણતિ શુદ્ધસ્વભાવ નમી ગઈ.
આ સમયસારના ભાવો સર્વજ્ઞ ભગવાનની પરંપરાથી આવેલા છે, તે
ઝીલીને સન્તોએ કહ્યા છે, અનાદિથી સર્વજ્ઞો થતા આવે છે ને અનાદિથી માર્ગ
ચાલી રહ્યો છે તે જ અમે પ્રસિદ્ધ કર્યો છે. અહો, સિદ્ધને નમસ્કારરૂપ એક
માંગળિકમાં તો કેટલા બધા ગંભીર ભાવો ભર્યાં છે! આચાર્ય દેવની શૈલી અજબ
છે. અનંતી સિદ્ધપર્યાયોનું સામર્થ્ય આત્માની શક્તિમાં અત્યારે જ ભર્યું છે. આવા
આત્મા તરફ ઝુકીને સિદ્ધોને નમસ્કાર કર્યાં છે.
સિદ્ધ ભગવંતો આ શુદ્ધઆત્માના પ્રતિચ્છંદના સ્થાને છે. સિદ્ધ ભગવાનની સામે

PDF/HTML Page 23 of 49
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
શ્રદ્ધાનો ટંકાર કરતાં તેમાંથી શુદ્ધાત્માના પડઘા ઊઠે છે. ‘હું સિદ્ધ....તું સિદ્ધ’
ત્યાં સામેથી પડઘા ઊઠે છે કે ‘હું સિદ્ધ...તું સિદ્ધ’. –આમ સિદ્ધનું સ્વરૂપ લક્ષમાં લેતાં
પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ લક્ષમાં આવે છે. શુદ્ધાત્માને લક્ષમાં લીધા વગર સિદ્ધનું
ધ્યાન થતું નથી. સિદ્ધ જેવો થઈને સિદ્ધનું ધ્યાન થાય છે. સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપનું
ધ્યાન કરતાં કરતાં અંદરથી નિર્મળ નિર્મળ પર્યાયો નીકળવા જ માંડે છે, ને આત્મા
પોતે સિદ્ધ થઈ જાય છે. ‘
णमो सिद्धाणं’નું આવું ફળ છે. આ મહાન મંગળ છે.
સમયસારના મંગળમાં સિદ્ધભગવાનનું વાસ્તુ આત્મામાં કર્યું....સિદ્ધ ભગવાન જેવા
મોટા અનંતા મહેમાનોને બોલાવીને જ્ઞાનમાં બિરાજમાન કર્યાં. તે જ્ઞાન હવે રાગવાળું
ન રહી શકે; જે જ્ઞાનમાં અનંત સિદ્ધને બેસાડ્યા તે જ્ઞાન તો શુદ્ધાત્મસ્વભાવ તરફ
ઢળીને નિર્વિકલ્પ થઈ જાય; એવા અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ સહિતનું આ
અપૂર્વ મંગલાચરણ છે.
સિદ્ધભગવંતોને નમસ્કાર તે સાધકભાવ છે. સિદ્ધદશા તે સાધ્યરૂપ છે, તે તરફ
ઝુકેલો ભાવ તે સાધકભાવ છે. अथ એટલે કે હવે, આવા સાધકભાવના પરમ
મંગળપૂર્વક આ સમયસાર શરૂ થાય છે અનાદિથી જે ન હતો એવો અપૂર્વ આરાધકભાવ
પ્રગટ કરીને હું મારા આત્મામાં સર્વે સિદ્ધભગવંતોને સ્થાપું છું. અનાદિથી વિભાવમાં
હતો તેને દૂર કરીને, સ્વભાવભાવ પ્રગટ કરું છું. વિભાવથી જુદો ને સિદ્ધની સ્થાપનારૂપ
આ આરાધકભાવ તે સમયસારનું અપૂર્વ મંગળ છે.
સિદ્ધભગવાનની ભાવસ્તુતિ સ્વસન્મુખતા વડે થાય છે; આ ભાવવસ્તુતિમાં
આત્મા પોતે જ આરાધ્ય–આરાધક છે. સિદ્ધની આ ભાવસ્તુતિ સમ્યગ્દ્રષ્ટિ જ કરે છે.
અજ્ઞાનીને સિદ્ધની કે સિદ્ધ જેવા પોતાના શુદ્ધ સ્વરૂપની ખબર નથી, તેથી તેને આવી
ભાવસ્તુતિ હોતી નથી.
હું શુદ્ધાત્મસ્વરૂપને પામેલા સિદ્ધને વંદન કરું છું–સિદ્ધની સ્તુતિ કરું છું, એટલે
સિદ્ધસમાન શુદ્ધસ્વરૂપને સાધ્યરૂપે સ્વીકારું છું; સિદ્ધમાં ને મારી પર્યાયમાં જે ભેદ
હોય તેને શુદ્ધદ્રષ્ટિના બળે કાઢી નાંખું છું ને સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપે મારા આત્માને
ધ્યાવું છું. આ રીતે પોતાના આત્માને સિદ્ધપણે સ્થાપીને, સિદ્ધ સમાન પોતાના શુદ્ધ
આત્માના ચિંતનથી ભવ્યજીવ પોતે સિદ્ધ થઈ જાય છે. જેણે પોતાના આત્મામાં
સિદ્ધને વસાવ્યા તે સિદ્ધપદનો સાધક થયો, ‘સિદ્ધસમાન સદા પદ મેરો’ એવો
અનુભવ કરવો તે વીર થઈને

PDF/HTML Page 24 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૨૧ :
વીરના માર્ગે ચાલ્યો....તેની પર્યાયનું પરિણમન સિદ્ધપદ તરફ ઢળ્‌યું.–આનું નામ
સિદ્ધને નમસ્કાર; આનું નામ સાધકભાવની શરૂઆત; ને આનું નામ અપૂર્વ મંગળ.
સિદ્ધભગવંતોને નમસ્કારરૂપ અપૂર્વ મંગળ કરીને આચાર્યદેવ બહુમાનથી કહે
છે કે अहो! હું આ સમયસાર કહું છું, –કેવળી અને શ્રુત્તકેવળ ભગવંતોએ કહેલા
સમયસારને હું કહું છું. અનાદિથી જગતમાં કેવળી ભગવંતો થતા આવ્યા છે ને
વાણીદ્વારા શુદ્ધાત્માનું સ્વરૂપ કહેતા આવ્યા છે; ત્રિકાળજ્ઞ કેવળીભગવંતોનો
ત્રણકાળમાં કદી વિરહ નથી. એવા કેવળી ભગવંતોની જ પરંપરા મને મળી છે તે–
અનુસાર હું આ સમયસારમાં કહીશ. ભલે, કેવળીભગવંતોએ કહ્યું પણ અત્યારે તો
કહેનારા આચાર્યદેવ છેને, એટલે આચાર્યદેવનો પોતાનો સ્વાનુભવ પણ ભેગો જ
છે; કેવળી ભગવંતોએ જે કહ્યું તે ઝીલીને પોતે સ્વાનુભવ કર્યો છે, ને તે
સ્વાનુભવરૂપ નિજવૈભવસહિત આ સમયસારમાં શુદ્ધ આત્મા દેખાડે છે. આ રીતે
આચાર્યદેવનું કથન કેવળી અને શ્રુતકેવળી જેવું જ પ્રમાણ છે. એકલા શબ્દો તે
પ્રમાણ નથી, કેમકે જ્ઞાતાપુરુષ વગર શબ્દોના સાચા અર્થને જાણશે કોણ? માટે કહે
છે કે શબ્દોનું પરિણમન અનાદિ છે તેમ તેના અર્થને જાણનારા વીતરાગી જ્ઞાની
પણ અનાદિથી થતા આવે છે, તેની સંધિનો પ્રવાહ કદી તૂટે નહિ. આ રીતે સૂત્રને
જાણનારા જ્ઞાની પુરુષોની પરંપરા દ્વારા શાસ્ત્રની પ્રમાણતા છે. અનાદિ કેવળી
પરંપરા સાથે શાસ્ત્રની સંધિ જોડીને આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહો! કેવળી
અને શ્રુતકેવળી ભગવંતોની પરંપરાથી મળેલા એવા આ સમયસારને હું કહું છું,
તેને હે શ્રોતાઓ! અંતરમાં સિદ્ધપણું સ્થાપીને સાંભળો!–તેના શ્રવણથી મોહનો
નાશ થઈ જશે ને પરમસુખનો અનુભવ થશે.
આચાર્યદેવ કહે છે કે ‘હું સમયસાર કહું છું, શુદ્ધાત્મા દેખાડું છું’–તે એમ
સૂચવે છે કે સામે તેવા શુદ્ધાત્માની રુચિવાળા શ્રોતા પણ વિદ્યમાન છે; શુદ્ધાત્માનો
અનુભવ કરી શકે એવી જીવની લાયકાત છે, તે દેખીને તેને શુદ્ધાત્માના અનુભવનો
ઉપદેશ આપે છે. આમ નિમિત્ત–ઉપાદાનની એટલે વકતા–શ્રોતાની સંધિપૂર્વક આ
સમયસારની અલૌકિક રચના થઈ છે. અહો, કોઈ અદ્ભુત યોગે આ શાસ્ત્ર રચાયું
છે. આચાર્યદેવે આ સમયસાર રચીને પંચમકાળના ભવ્યજીવોને માટે મોક્ષપંથ
ટકાવી રાખ્યો છે.
અને તેમાંય શરૂઆતથી જ આત્મામાં સિદ્ધોની સ્થાપનારૂપ અપૂર્વ
મંગલાચરણ વડે શુદ્ધ સાધ્યના લક્ષે સાધકભાવ શરૂ કર્યો છે. હું સિદ્ધ–એટલે કે મારો
આત્મા સિદ્ધ

PDF/HTML Page 25 of 49
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
સમાન શુદ્ધ છે–એમ સિદ્ધપણાની હા પાડીને જે સાંભળવા ઊભો તેને
સાધકભાવ શરૂ થઈ જ જાય,–એવા અપૂર્વભાવે સમયસારની શરૂઆત થાય છે.
આ રીતે અનંત સિદ્ધભગવંતોને આત્મામાં બોલાવીને આરાધકભાવની
ઝણઝણાટી બોલાવતું અપૂર્વ મંગળાચરણ કર્યું.
‘जय समयसार’ ‘णमो सिद्धांण’
સિદ્ધપ્રભુજી આંગણે પધાર્યા....
સમયસારના પહેલાં જ પાઠમાં આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! તારા આત્મામાં
સિદ્ધપણું સ્થાપ; સિદ્ધભગવંતોને અરીસાની જેમ આદર્શરૂપે રાખીને તારું સ્વરૂપ દેખ કે
‘જેવા આ સિદ્ધ છે તેવો જ હું છું. ’ –આવા લક્ષે સમયસાર સાંભળતાં તારો અદ્ભુત
આત્મવૈભવ તને તારામાં દેખાશે.
અહા, સમયસારની શરૂઆતમાં જ આત્મામાં સિદ્ધભગવંતો પધાર્યા છે. એક
મોટો રાજા ઘરે આવતાં પણ હૃદયમાં હર્ષની ઝણઝણાટી જાગી જાય છે તો સિદ્ધભગવાન
જેના અંતરમાં આવ્યા તેના આત્મામાં આરાધકભાવના આનંદની ઝણઝણાટી જાગી
જાય છે.
આત્મામાં આરાધકભાવની ઝણઝણાટી બોલે ત્યારે સમજવું કે હવે
સિદ્ધભગવાન શ્રદ્ધામાં પધાર્યા; ને પોતે સાધક થઈને સિદ્ધ પાસે ચાલ્યો. આનું નામ–
‘णमो सिद्धाणं’

PDF/HTML Page 26 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૨૩ :
રામને વહાલો ચાંદો..........સાધકને વહાલા સિદ્ધ
નાનકડા રામચંદ્રજીના હૃદયમાં આકાશમાંથી ચાંદો લઈને ગજવામાં નાંખવાનું
મન થયું...અનુભવી દીવાનજીએ સ્વચ્છ દર્પણમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાડીને રામને રાજી
કર્યાં....
તેમ સિદ્ધભગવાનનો પરમ મહિમા સાંભળતાં મુમુક્ષુને તેની ભાવના જાગે
છે....ને સિદ્ધ ભગવાન સામે જોઈને બોલાવે છે કે હે સિદ્ધ ભગવાન! અહીં પધારો!
ત્યારે અનુભવી–ધર્માત્મા સમજાવે છે કે ભાઈ! તારા જ્ઞાનદર્પણને સ્વચ્છ કરીને
તેમાં તું દેખ.... તારામાં જ અંતર્મુખ જો...તો સિદ્ધપણું તને તારામાં જ દેખાશે...ને તને
પરમ આનંદ થશે.
એ રીતે સ્વસન્મુખદ્રષ્ટિ કરીને જોતાં પોતાનું સ્વરૂપ જ સિદ્ધસ્વરૂપે દેખાયું......ને
પરમ પ્રસન્નતા થઈ....પરમ આનંદ થયો.

PDF/HTML Page 27 of 49
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ચારિત્રધર્મ
વીતરાગચારિત્ર જ ઈષ્ટ છે; શુભરાગ ઈષ્ટ નથી
પ્રવચનસારના પ્રારંભમાં પાંચ ગાથા દ્વારા
પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કારરૂપ મંગલાચરણ
કર્યું .....ને શુદ્ધોપયોગરૂપ વીતરાગચારિત્ર તે જ
સાક્ષાત્ મોક્ષમાર્ગ છે એમ બતાવીને તે મોક્ષમાર્ગ
આચાર્યદેવે અંગીકાર કર્યો. –એનું ભાવભીનું
પ્રવચન આ અંકની શરૂઆતમાં આપે વાંચ્યું.
હવે છઠ્ઠી ગાથામાં આચાર્યદેવ કહે છે કે વીતરાગચારિત્ર તે ઈષ્ટ ફળવાળું છે તે જ
સુખરૂપ મોક્ષ દેનાર છે, તેથી થે ઉપાદેય છે; અને રાગ તો અનિષ્ટફળ દેનાર છે, રાગનું
ફળ તો બંધન અને કલેશ, છે, તેથી તે હેય છે.
ચારિત્રને ધર્મ કહ્યો છે, –પણ કયું ચારિત્ર? વીતરાગભાવરૂપ ચારિત્ર; મોહ અને
રાગ–દ્વેષ વગરનું ચારિત્ર; તે ધર્મ છે, તેનું ફળ મોક્ષ છે. શુભરાગ તે ચારિત્ર નથી, તે તો
કષાયકણ છે, તેનાથી કલેશ અને બંધન થાય છે; અરે આવું સ્પષ્ટ ધર્મનું સ્વરૂપ, છતાં
અજ્ઞાનીઓ શુભરાગને અને પુણ્યને ધર્મ માને છે. શુભરાગમાં કે પુણ્યફળમાં સુખ નથી–
એ વાત આચાર્યદેવ આ પ્રવચનસારમાં ઘા પ્રકારે યુક્તિથી સ્પષ્ટ સમજાવશે.
અહા, મોક્ષમાર્ગી મુનિવરો તો શુદ્ધોપયોગ વડે મોક્ષને સાધવા માંગે છે; વચ્ચે
શુભરાગ આવી પડે તેની ભાવના નથી, તે રાગના ફળમાં તો પુણ્યબંધન થાય છે ને
ભવ કરવો પડે છે.
જુઓ, પચાં પાંડવમુનિવરો શત્રુંજ્યગિરિ ઉપર ધ્યાનમાં ઊભા હતા. ત્યાં ધગ
ધગતા લોખંડના દાગીના પહેરાવીને દુર્યાધનના ભાણેજે ઉપસર્ગ કર્યો....ત્યારે તેમાંથી

PDF/HTML Page 28 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૨૫ :
કેટલી સ્પષ્ટ વાત આચાર્યદેવે સમજાવી છે! શુભરાગને સ્પષ્ટપણે અનિષ્ટ ફળ
શુભરાગ તો પોતે વિષમભાવરૂપ છે, તેમાં શાંતિ નથી. મોક્ષના કારણરૂપ
રાગ તો સંયોગી ભાવ છે, પરસમયપ્રવૃત્તિ છે; ને ચારિત્ર તો સ્વભાવભાવ છે,
સ્વસમયમાં પ્રવૃત્તિરૂપ છે. અરે, સાચા ચારિત્રની ઓળખાણ પણ જીવોને દુર્લભ છે.
બહારમાં દેહની ક્રિયામાં, નગ્ન શરીરમાં કે વ્રતાદિના શુભરાગમાં જ અજ્ઞાનીએ ચારિત્ર

PDF/HTML Page 29 of 49
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
જુઓ, આ ચારિત્રના ગ્રહણનો ઉપદેશ આપે છે. લોકો કહે છે કે તમે ચારિત્રને
જુઓ, મોક્ષને માટે કેવા ચારિત્રની ભાવના કરવા જેવી છે? તેનું સ્વરૂપ બતાવે
અરે ભાઈ! આવી વીતરાગતાની સમજણ તો કર. મોક્ષને માટે આવી
શુભરાગ તે ખરેખરું ચારિત્ર છે જ નહિ; પણ ચારિત્રના સહકારીપણે તેમાં
ચારિત્રનો આરોપ કર્યો છે; પણ સાચા વીતરાગચારિત્રને ભૂલીને તે રાગને જ સાચું
ચારિત્ર માની લ્યે એને તો મિથ્યાત્વ છે, એટલે સાચું કે આરોપરૂપ એકકેય ચારિત્ર તેને
હોતું નથી; સાચું ચારિત્ર હોય ત્યાં રાગમાં આરોપરૂપ વ્યવહાર થાય. સાચા સ્વરૂપની
જેને ઓળખાણ નથી તેને વ્યવહારની પણ ખબર હોતી નથી. સાચા પૂર્વક વ્યવહાર હોય
છે. સાચા ચારિત્રને ઓળખે નહિ ને જે સાચું ચારિત્ર નથી તેને સાચું માની લ્યે તો
ઊંધી માન્યતાને લીધે મિથ્યાશ્રદ્ધા થાય છે. આચાર્યદેવે સરાગચારિત્રને એટલે કે
વ્યવહાર ચારિત્રના શુભરાગને બંધનું કારણ અને કલેશ કહીને સ્પષ્ટ

PDF/HTML Page 30 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૨૭ :
બતાવ્યું કે તે મોક્ષમાર્ગ નથી, તે તો અનિષ્ટ ફળવાળું છે, સાચું ચારિત્ર તો
વીતરાગભાવ છે ને તે મોક્ષમાર્ગ છે; ઈષ્ટ એવા મોક્ષફળને તે દેનારું છે. એવા
ચારિત્રધર્મનું સ્વરૂપ સાતમી ગાથામાં કહે છે.
‘ચારિત્ર છે તે ધર્મ છે’
મોક્ષનું કારણ તો વીતરાગભાવ છે. વીતરાગભાવરૂપ ચારિત્ર તે ધર્મ છે.
મોહરહિત ને ક્ષોભરહિત, એટલે મિથ્યાત્વરહિત અને રાગ–દ્વેષરહિત એવા
ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશી–સૂર્ય છે; તેના ચૈતન્યકિરણોમાં રાગાદિ મેલ
નથી. ચૈતન્યના પ્રતપનરૂપ ચારિત્ર તે રાગની પ્રવૃત્તિ વગરનું છે. તમે ચારિત્રની ક્રિયા
માનો છો? તો કહે છે કે હા; ચારિત્રની ક્રિયા કેવી હોય? કે પોતાના શુદ્ધસ્વરૂપમાં
પ્રવૃત્તિરૂપ ક્રિયા તે ચારિત્રની ક્રિયા છે. આવી ક્રિયા વડે મોક્ષ સધાય છે. મોક્ષની સાધક
આવી ચારિત્રક્રિયાને અજ્ઞાની ઓળખતો નથી. અહો, ચારિત્રદશાનું આવું
વીતરાગીસ્વરૂપ, અત્યારે તો તે સાંભળવાનું પણ મહાભાગ્યે મળે છે, તો તેવી સાક્ષાત્
ચારિત્રદશાના મહિમાની શી વાત! આ શમરસરૂપ ચારિત્ર તે ભવાગ્નિના તાપને શાંત
કરનાર છે. ચૈતન્યના અતીન્દ્રિય શાંતરસમાં ઠરી ગયેલા મુનિવરોને ચારિત્રદશા હોય છે.
દર્શનમોહ અને ચારિત્રમોહ બંનેનો નાશ કરીને, શુદ્ધાત્માની પ્રતીત અને તેમાં એકાગ્રતા
થાય ત્યારે ચારિત્રદશા અને મુનિપણું પ્રગટે છે. અહા, મુનિ થયા તે તો પરમેષ્ઠી થયા,
જગત્પૂજ્ય

PDF/HTML Page 31 of 49
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
શુભરાગ તે પણ મોહનો પ્રકાર છે, ચારિત્ર તો નિર્મોહ–પરિણામ છે. એવા
શુભરાગ તે શુભપરિણતિ છે, તે શુદ્ધપરિણતિ નથી. આત્માના સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર તે ત્રણે શુદ્ધપરિણતિરૂપ છે; તે શુદ્ધપરિણતિ વડે જ મુનિદશા થાય છે.
શુદ્ધપરિણતિ વગર સમ્યગ્દર્શન–મુનિપણું કે કેવળજ્ઞાન કાંઈ હોતું નથી. શુદ્ધપરિણતિ તે
જ ધર્મ છે, તે જ મિથ્યાત્વાદિ ભાવરૂપ સંસારમાં ડુબતા આત્માનો ઉદ્ધાર કરીને શુદ્ધ–
ચૈતન્યસ્વરૂપમાં સ્થિર કરે છે. તેથી આગળ કહેશે કે હે ભવ્ય જીવો! જો તમને દુઃખથી
મુક્ત થવાની ભાવના હોય તો પંચપરમેષ્ઠીને પ્રણમન કરીને આવા શુદ્ધોપયોગરૂપ
વીતરાગચારિત્રને અંગીકાર કરો. અમે તો એવી ચારિત્રદશા અનુભવી છે, ને તમે પણ
જો તેને અંગીકાર કરવા ચાહતા હો તો તે માર્ગના પ્રણેતા અમે આ ઊભા.

PDF/HTML Page 32 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૨૯ :
બાળક કહે છે માતાને........
ધર્મસંસ્કારવાળો એક બાળક પોતાની માતા પાસે હૃદયની કેવી ભાવના
વ્યક્ત કરે છે......ને પોતાને શું હોય તો મજા પડે!–એ વાત કહે છે તે વાત
બાળકોને ગમી જાય એવી ભાવભીની શૈલીમાં બોટાદના કુમારી
અસ્મિતાબેન
(M. A. LL. B.) એ લખી મોકલી છે.....જે થોડાક ફેરફાર સાથે
અહીં રજુ કરી છે. આવી વિશેષ રચનાઓ મોકલીને અસ્મિતાબેન પોતાના
શિક્ષણનો બાળકોને લાભ આપે એમ ઈચ્છીએ. (સં.)
મા, મળે જો જિનમંદિર.....તો..... પ્રભુદ્રર્શનની કેવી મજા!
મા, મળે કોઈ મુનિરાજ.............સેવા કરવાની કેવી મજા!
મા, રહું જો ગુરુજી પાસ..........તત્ત્વ સમજવાની કેવી મજા!
મા, પામું જો સમકિત ભાવ. આનંદ–અનુભવની કેવી મજા!
મા, બનું જો હું મુનિરાજ.....વનજંગલમાં કેવી મજા!
મા, જાઉં જો વિદેહધામ.....પ્રભુદ્રર્શનની કેવી મજા!
મા, મળે તીર્થંકરદેવ......
કાર સુણવાની કેવી મજા!
મા, પામું જો કેવળજ્ઞાન.....સિદ્ધપદ લેવાની કેવી મજા!
[અહીં “બાળક માતાને કહે છે” તે ભાવ દર્શાવ્યા છે....એવી જ રીતે હવે “માતા
બાળકને કહેતી હોય” એવી એક રચનાની જરૂર છે; અને એ જ પ્રમાણે બે ભાઈ
એકબીજાને કહેતા હોય અથવા બહેન–ભાઈ એકબીજાની પાસે ઉત્તમ ભાવના વ્યક્ત
કરતા હોય એવી શૈલીની રચનાઓ પણ ઉપયોગી થશે.]
[“ગતાંકમાં છપાયેલ બાળકોનું કૂચગીત “છે તૈયાર.....છે તૈયાર” –એ
“जैनसन्देश” ના સમ્પાદકજીને ખૂબ ગમી ગયું તેથી તેમણે “जैनसन्देश” मां પણ
હિંદી બાળકો માટે તે છાપ્યું છે. બાળકોને માટે આવા સાહિત્યની ખૂબ જરૂર છે.]

PDF/HTML Page 33 of 49
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ગતાંકમાં પૂછેલ દસ વાક્્યો નીચેના શાસ્ત્રમાં છે–
૧. અરિહંતને ઓળખતાં આત્મા ઓળખય છે. પ્રવચનસાર : ૮૦
૨. વીતરાગ–વિજ્ઞાન ત્રણ જગતમાં સારરૂપ છે. છહ ઢાળા :
૩. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. મોક્ષશાસ્ત્ર : ૧
૪. ‘હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે.’ સમયસાર : ૩૮
પ. दंसणमूलो धम्मोધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. અષ્ટપ્રાભૃત : ૨
૬. णमो जिणाणं........ जिद भवाणं (ભવને જીતનારા જિનોને નમસ્કાર) પંચાસ્તિકાય : ૧
૭. જાણે–જુએ જે સર્વ, તે હું –એમ જ્ઞાની ચિંતવે. નિયમસાર : ૯૭
૮. ‘परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः’ પરમાત્મપ્રકાશ :
૯. णमो अरिहंताणं........णमो सिद्धाणं........णमो आइरियाणं..... षट्खंडागमः १
૧૦. ‘અહો, અહો! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર આત્મસિદ્ધિ
• • •
હવે, તમને ૧૨ મહિનાનાં નામ તો આવડતા જ હશે. અહીં ૧૨ ખાનાં છે, દરેક
ખાનામાં એક નામ લખેલ છે; તેના ઉપર વિચાર કરીને તેના સંબંધમાં કોઈ મુખ્ય
પ્રસંગ જે મહિનામાં બન્યો હોય તે મહિનાનું નામ તેની સામે લખવાનું છે. (એક
મહિનાનું નામ એક જ વાર લખવું.) અત્યારે આસો માસ ચાલે છે. આસો માસમાં
મહાવીરભગવાનના મોક્ષનો ઉત્સવ (દીપાવલી) છે; તેથી તે મહાવીરભગવાન સામે
આસો માસ તો અમે લખી આપ્યો. બાકીનાં ૧૧ તમે શોધી કાઢો.
૧. દસલક્ષણ–પર્યુષણ ૭. કુંદકુંદાચાર્ય
૨. મહાવીર ભગવાન આસો ૮. અંકલેશ્વર
૩. સીમંધર ભગવાન (સોનગઢ) ૯. ધર્મનાથ
૪. ઋષભ–નિર્વાણ ૧૦. ગૌતમગણધર
પ. શ્રીમદ્ રાજચંદ્ર ૧૧. સોનગઢ–માનસ્તંભ
૬. શ્રેયાંસકુમાર ૧૨. વિષ્ણુકુમારનું વાત્સલ્ય

PDF/HTML Page 34 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩૧ :
અમે જિનવરનાં સંતાન :
(નવા સભ્યોનાં નામ)
૨૧૧૨ જિનેશકુમાર પ્રવીણભાઈ જૈન રાજકોટ
૨૧૧૩ મધુબેન જૈન LOWELL અમેરીકા
૨૧૧૪ ઈલાબેન મનસુખલાલ જૈન ભાવનગર
૨૧૧પ લાલુભાઈ ચંદુભાઈ જૈન અમદાવાદ
૨૧૧૬ A હેમાલીની બટુકલાલ જૈન રાજકોટ
૨૧૧૬ B સ્મીતા બટુકલાલ જૈન રાજકોટ
૨૧૧૬ C જૈમીની બટુકલાલ જૈન રાજકોટ
૨૧૧૭ હર્ષદકુમાર ન્યાચંદ જૈન અમદાવાદ
૨૧૧૮ કીરીટકુમાર ચંપકલાલ જૈન અમદાવાદ
૨૧૧૯ નીલેષ રમેશચંદ્ર જૈન મુંબઈ–૬
૨૧૨૦ A જયંતકુમાર શાંતિલાલ જૈન મુંબઈ–૬૭
૨૧૨૦ B હિતેશકુમાર શાંતિલાલ જૈન મુંબઈ ૬૭
૨૧૨૦ C મુકેશકુમાર શાંતિલાલ જૈન મુંબઈ ૬૭
૨૧૨૦ D જાગૃતીબેન શાંતિલાલ જૈન મુંબઈ ૬૭
૨૧૨૧ કિર્તીકુમાર જૈન વઢવાણ શહેર
૨૧૨૨ મહેન્દ્રલાલ કનૈયાલાલ જૈન દાહોદ
૨૧૨૩ નીલાબેન બાબુભાઈ જૈન અમદાવાદ
૨૧૨૪ મહેન્દ્રકુમાર અમૃતલાલ જૈન સલાલ
૨૧૨પ A ભારતીબેન મનહરલાલ જૈન અમદાવાદ
૨૧૨પ B પ્રવીણકુમાર મનહરલાલ જૈન અમદાવાદ
૨૧૨પ C હસમુખલાલ મનહરલાલ જૈન અમદાવાદ
૨૧૨પ D રાજેન્દ્રકુમાર મનહરલાલ જૈન અમદાવાદ
૨૧૨પ E ચંદ્રીકાબેન મનહરલાલ જૈન અમદાવાદ
૨૧૨૬ A કોકીલાબેન સારાભાઈ જૈન મુંબઈ
૨૧૨૬ B પ્રવીણકુમાર સારાભાઈ જૈન મુંબઈ
૨૧૨૭ A ચેતનકુમાર શશીકાંત જૈન કલકત્તા
૨૧૨૭ B સ્વરૂપકુમાર શશીકાંત જૈન કલકત્તા
૨૧૨૮ સુબોધકુમાર વૃજલાલ જૈન અમદાવાદ
૨૧૨૯ શૈલેષ બાબુભાઈ જૈન અમદાવાદ
२१३० A गुणमालाबेन पुनमचंदजी जैन इन्दौर
२१३० B चंदनबाला पुनमचंदजी जैन इन्दौर
२१३० C मनोरमाबेन पुनमचंदजी जैन इन्दौर
२१३० D राजा पुनमचंदजी जैन इन्दौर
२१३० E कांताबहन पुनमचंदजी जैन इन्दौर
૨૧૩૧ A સોનલબેન સૂર્યકાંત જૈન મુંબઈ
૨૧૩૧ B રૂપલબેન સૂર્યકાંત જૈન મુંબઈ
૨૧૩૧ C દેવાંગ સૂર્યકાંત જૈન મુંબઈ
૨૧૩૨ A અનીલકુમાર અમૃતલાલ જૈન મુંબઈ
૨૧૩૨ B નયનાબેન અમૃતલાલ જૈન મુંબઈ
२१३३ कंचनबेन जैन खैरागड
(બીજાં નામો હવે પછી)
નિજસ્વભાવ–સાધન થકી મોક્ષમાર્ગ સધાય,
આત્મા સ્વયં નિજભાવથી છ કારકરૂપ થાય.
એવો માર્ગ વીતરાગનો ભાખ્યો શ્રી ભગવાન;
સમવસરણની મધ્યમાં સીમંધર ભગવાન.

PDF/HTML Page 35 of 49
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
પાઠશાળા ચાલુ છે
અમને જણાવતાં હર્ષ થાય છે કે
મુંબઈ, દાદર વીંછીયા, સુરેન્દ્રનગર,
ફતેપુર, અમદાવાદ વગેરે ગામોમાં જૈન
પાઠશાળા ચાલુ હોવાના સમાચાર મળ્‌યા
છે, ને દરેક ઠેકાણે બાળકો સારી સંખ્યામાં
ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. બીજા
કેટલાક ગામોમાં (રાજકોટ–મોરબી
વગેરેમાં) પાઠશાળા ચાલુ કરવાનો
પ્રયાસ ચાલી રહ્યો છે. એવી જાગૃતી
કરીએ કે ગામેગામ પ્રાચીનયુગની માફક
બાળકોના ગુંજારવથી પાઠશાળાઓ
શોભતી હોય...ને જીવ–અજીવની
ભિન્નતાની ઘરે ઘરે ચર્ચા થતી હોય.
જરૂર છે
જૈન સંસ્કારો માટે જેટલી જરૂર
જિનમંદિરની છે એટલી જ જરૂર
જૈનપાઠશાળાઓની છે.
જૈન પાઠશાળા એટલે જ્ઞાનની
પરબ....તે જલ્દી ખોલો અને તૃષાતુર–
બાળકોની તૃષા છીપાવો. આપના ગામમાં
જૈન પાઠશાળા સત્ત્વરે ચાલુ કરો.
છ દ્રવ્ય
જીવ પહેલો, પુદ્ગલ બીજું,
ત્રીજું ધર્માસ્તિ, ચોથું છે અધર્મ ને
પંચમ તો આકાશ; કાળને છઠ્ઠું
જાણજો, એવાં આ છ દ્રવ્ય, એ
દ્રવ્યોને જાણતાં સાચી શ્રદ્ધા થાય.
વિશ્વમહીં છ દ્રવ્ય આ શ્રી સર્વજ્ઞે કહેલ;
બાલવિભાગના બાળને મોઢે કરવા સહેલ.
(અસ્મિતાબેન, જૈન બોટાદ)
વૈરાગ્ય સમાચાર
* ગત વૈશાખ વદ એકમના રોજ ભાવનગરના બાબુભાઈ મનમોહનદાસ ગાંધી
સેલ્વાસ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. (ગતાંકમાં આ સમાચાર છાપવાનું ભૂલથી રહી ગયું હતું.)
* રાજકોટ મુકામે ભાઈશ્રી છગનલાલ દેવચંદ મહેતા (તે મગનલાલ સુંદરજીના
ભત્રીજા) ભાદરવા વદી બીજના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* બોટાદના શ્રી મણીબેન ગાંધી (તે સમતાબેનના માતુશ્રી) ભાદરવા સુદ ૧૦
ના રોજ માટુંગા મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
* રાશંગપુર (જામનગર) ના ભાઈશ્રી વેલજી ભીમજી હરીયા નાઈરોબી
(આફ્રિકા) મુકામે તા. ૧૭–૯–૬૮ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ અવારનવાર ગુરુદેવના દર્શનનો લાભ લેતા હતા. દેવ–
ગુરુ–ધર્મની છાયામાં તેઓ આત્મહિત પામો.
પૂજારીની જરૂર છ
* સુરેન્દ્રનગરમાં દિ૦ જિનમંદિર માટે એક વણિક પૂજારીની જરૂર છે... પગાર
યોગ્યતા મુજબ; જેમને રહેવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે તપાસ કરવી.
દોશી લલ્લુભાઈ ધનજીભાઈ (ટ્રસ્ટી) ઠે૦ ધ્રાંગધ્રા ઉતારા સામે, સુરેન્દ્રનગર

PDF/HTML Page 36 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩૩ :
ભગવાનનો ઉપદેશ અમારા માટે છે
સમયસારની પાંચમી ગાથામાં આત્માના નિજવૈભવનું વર્ણન કરતાં આચાર્યદેવ
કહે છે કે (अनुशासजजन्मा) ભગવાને અને ગુરુઓએ પ્રસાદીરૂપે જે ઉપદેશ આપ્યો તે
ઉપદેશરૂપ અનુશાસનવડે અમારો નિજવૈભવ પ્રગટ્યો છે. –(આના વિવેચન વખતે
ગુરુદેવ ઘણી પ્રસન્નતાપૂર્વક ખીલ્યા હતા ને અદ્ભુત ભાવો સમજાવ્યા હતા. જાણે
સર્વજ્ઞભગવાન અત્યારે જ પોતાને સંબોધીને ઉપદેશ આપી રહ્યા હોય–એવા ભાવો
ઉલ્લસતા હતા.
ભગવાને જે ઉપદેશ આપ્યો તે અમને અનુલક્ષીને જ આપ્યો છે.... અમારા ઉપર
અનુગ્રહ કરીને, અમને જ સંબોધીને ભગવાનનો ઉપદેશ નીકળ્‌યો છે. ભગવાને ઉપદેશ
આપ્યો ત્યારે તે અમારા માટે જ આપ્યો હતો–એમ પોતાના ભાવની ભગવાનના
ઉપદેશ સાથે સીધી સંધિ કરી છે.
ભગવાન તો ઘણાકાળ પહેલાંં થઈ ગયા ને?
કાળનું આંતરું અમે જોતા નથી; ભાવમાં અંતર નથી, માટે કાળનું અંતર પણ
નડતું નથી.
ભગવાને જે ઉપદેશ આપ્યો તે ઠેઠ અમારા સુધી પ્રસાદીરૂપે પ્રાપ્ત થયો છે.
ભગવાન અને પરંપરા બધા ગુરુઓ શુદ્ધાત્મામાં અંતર્નિમગ્ન છે. પોતે
શુદ્ધાત્મામાં અંર્તનિમગ્ન હતા, ઉપદેશમાં પણ શુદ્ધાત્મામાં અંતર્નિમગ્ન થવાનું કહ્યું,
અને અમે તે ઝીલીને શુદ્ધાત્મામાં અંતર્નિમગ્ન વર્તીએ છીએ... અને તેનો જ ઉપદેશ
આપીએ છીએ. આવી સંધિપૂર્વકના નિજવૈભવથી આચાર્યદેવ શુદ્ધાત્મા દેખાડે છે.
હું શુદ્ધાત્માનું સ્વરૂપ સંભળાવીશ... એનો અર્થ એ થયો કે શ્રોતા પણ એવો છે કે
જે શુદ્ધાત્માનું સ્વરૂપ જ સાંભળવા તત્પર છે, એનાથી વિરુદ્ધ બીજી વાત જેને ગોઠતી
નથી; એવા જિજ્ઞાસુ શ્રોતાને અમે શુદ્ધાત્મા સંભળાવીએ છીએ. આનંદસહિત અમારા
શુદ્ધાત્માને અમે અનુભવ્યો છે તે અનુભવસહિત અમે દેખાડશું, ને તમે એવા
અનુભવવડે શુદ્ધાત્માને દેખજો.
જુઓ, તો ખરા! શ્રોતાને ભેગો ને ભેગો રાખીને આ સમયસારમાં શુદ્ધાત્મા
દેખાડ્યો છે.

PDF/HTML Page 37 of 49
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
ઉપદેશ આપતી વખતે ભગવાનનું ને સનતોનું લક્ષ અમારા ઉપર હતું...અમારા
જેવા શ્રોતા માટે જ ભગવાનનો ઉપદેશ નીકળ્‌યો હતો. ભગવાને અમારા ઉપર કૃપા
કરીને ઉપદેશ આપ્યો હતો. પોતાનું ઉપાદાન તૈયાર છે ત્યાં નિમિત્ત સાથે સંધિ કરીને કહે
છે કે એ ઉપદેશ અમને લક્ષીને જ નીકળ્‌યો હતો...આમ આચાર્યદેવે અદ્ભુત ગંભીરતા
ભરી છે.
(વીર સં. ૨૪૯૪ આસો સુદ ૨)
આઠમી વખત સમયસાર પૂરું થયું ત્યારે–
એ વાતનો આજે તો વીસ વરસ વીતી ગયા... એ દિવસ હતો સં. ૨૦૦પ ની
માગશર વદ આઠમ એટલે કે ભગવાન, કુંદકુંદદેવની આચાર્યપદવીનો મહાન દિવસ.
અને અઢી વરસથી ચાલતા સમયસારના આઠમી વખતનાં પ્રવચનો પૂર્ણ કરતાં ગુરુદેવે
કહ્યું–‘હે જીવો! અંદરમાં ઠરો રે ઠરો! અનંત મહિમાવંત શુદ્ધઆત્મસ્વભાવનો આજે જ
અનુભવ કરો’ ...... ‘શ્રુતપંચમીએ શરૂ થયેલું સમયસાર આચાર્યપદવીના દિવસે પૂર્ણ
થાય છે;–શ્રત એટલે જ્ઞાન, ને આચાર્યપદવીમાં ચારિત્ર છે, જ્ઞાનથી શરૂઆત થઈ તે
ચારિત્રપદ પ્રગટ કરી કેવળજ્ઞાન સુધી પહોંચીને પૂરું થશે.’ આવા મંગલપૂર્વક ગુરુદેવે
સમયસાર પૂરું કર્યું... અને સાથે પૂર્ણતાના ઉલ્લાસમાં ગુરુદેવે પોતે ‘બોલો
સમયસારભગવાનનો...જય હો’ –એમ જય બોલાવી. –ત્યારે સમસ્ત શ્રોતાજનોએ બહુ
આનંદ–ઉલ્લાસથી ભક્તિપૂર્વક એ જયકારને વધાવી લીધો.... એ જ વખતે બેન્ડવાજાના
મંગળનાદથી સ્વાધ્યાયમંદિર ગાજી ઊઠ્યું. એવો હતો એ પ્રસંગ!
આ વાત એવી છે કે જો સમજે તો અંદર
સ્વાનુભૂતિનો રંગ ચડી જાય, ને રાગનો રંગ ઊતરી
જાય. આત્માની શુદ્ધ અનુભૂતિ રાગના રંગ વગરની
છે; જેને આવી અનુભૂતિનો રંગ છે તે રાગથી રંગાઈ
જતો નથી. હે જીવ! એકવાર આત્મામાં રાગનો રંગ
ઊતારી સ્વાનુભૂતિનો રંગ ચડાવ.

PDF/HTML Page 38 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩૫ :
પ્રવચનસાર એટલે જિનવાણીની પ્રસાદી
[વીસ વર્ષ પહેલાંંની થોડીક પ્રસાદી]
આજથી વીસ વર્ષ પહેલાંં વીર સં. ૨૪૭૪ માં
જ્યારે પ્રવચનસાર–ગુજરાતી પ્રગટ થયું અને
ગુરુદેવે મંગલપ્રવચનો પ્રારંભ કર્યાં, તે વીસ વર્ષ
પહેલાંંના પ્રવચનની પણ થોડીક મધુરી પ્રસાદી
અહીં આપીએ છીએ. સમ્યગ્દર્શન–જ્ઞાન ઉપરાંત
વીતરાગચારિત્રની કેવી જોસદાર આરાધના
આચાર્યદેવના અંતરમાં ઉલ્લસી રહી છે! તે
આરાધનાના રણકાર આ પ્રવચનસારમાં ગુંજી
રહ્યા છે.
શ્રી મહાવીર ભગવાનની પરંપરાથી ગુરુગમે અને શ્રી સીમંધર ભગવાન
પાસેથી સીધું જે જ્ઞાન મળ્‌યું તેને પોતાના અંર્તઅનુભવ સાથે મેળવીને આચાર્યદેવે
આ શાસ્ત્ર રચ્યું છે. પ્રવચન એટલે જિનવાણી, તેનો સાર આ ‘પ્રવચનસાર’ માં
ભર્યો છે.
પ્રવચનસારની શરૂઆતમાં તીર્થનાયક શ્રી વર્દ્ધમાન સ્વામીને તેમજ
વિદેહક્ષેત્રે વર્તમાન શ્રી સીમંધર તીર્થંકર વગેરે પંચપરમેષ્ઠી ભગવંતોને વર્તમાન
પ્રત્યક્ષરૂપ કરીને આચાર્યભગવાન કહે છે કે અહો પ્રભો! હું મોક્ષલક્ષ્મીના સ્વયંવર
સમાન પરમ નિર્ગ્રંથતાની દીક્ષાનો ઉત્સવ કરું છું, તેમાં મંગળાચરણરૂપે મારી
સન્મુખ સર્વે પરમેષ્ઠી ભગવંતોની હાર બેસાડીને એકેકના ચરણે નમસ્કાર કરું છું,
તથા સર્વેને સાથે નમસ્કાર કરું છું. મારા સાધક જ્ઞાનમાં સર્વે પંચપરમેષ્ઠી
ભગવંતોને સમાડીને નમસ્કાર કરું છું.
આમ શ્રી આચાર્યદેવે મંગળાચરણમાં પંચપરમેષ્ઠી ભગવંતોને એવી રીતે
નમસ્કાર કર્યા છે કે જાણે સાક્ષાત્ તે બધા ભગવંતો પોતાની સન્મુખ બિરાજતા
હોય અને પોતે તેમની સન્મુખ શુદ્ધોપયોગરૂપ સામ્યભાવમાં લીન થઈ જતા હોય!

PDF/HTML Page 39 of 49
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
૮૦ અને ૮૧ મી ગાથામાં મોહનો ક્ષય તથા શુદ્ધાત્માની પ્રાપ્તિ કેમ થાય તેનો
ઉપાય બતાવીને પછી ૮૨ મી ગાથામાં કહે છે કે બધાય અર્હન્ત ભગવંતો એ જ વિધિથી
કર્મોનો ક્ષય કરીને તથા એ જ પ્રકારે ભવ્યજીવોને ઉપદેશ કરીને મોક્ષ પામ્ય છે. અહો, તે
અર્હન્ત ભગવંતોને નમસ્કાર હો, પોતામાં એવો શુદ્ધોપયોગરૂપ માર્ગ પ્રગટ્યો છે તેના
પ્રમોદ સહિત કહે છે કે અહો! મોક્ષમાર્ગ ઉપદેશનારા અરિહંતોને નમસ્કાર હો.
શાસ્ત્રકર્તા આચાર્યદેવ વીતરાગ અને સરાગ ચારિત્રદશામાં ઝુલી રહ્યા છે....
આત્માના શુદ્ધોપયોગમાં લીન થતાં થતાં તેમની આ વાણી નીકળી છે...(લખતાં
લખતાંય વચ્ચે વારંવાર શુદ્ધોપયોગમાં ઠરી જતા હતા...) તેથી પદે પદે શુદ્ધોપયોગ રસ
નીતરી રહ્યો છે. જેનાથી સીધી શિવપ્રાપ્તિ થાય એવા શુદ્ધોપયોગ માટે આચાર્ય દેવના
અંતરમાં કેવી ઝંખના છે તે આ શાસ્ત્રમાં જણાઈ આવે છે. વર્તમાન વર્તતા રાગનો
નિષેધ કરીને, તેને દૂરથી જ ઓળંગી જવાની પ્રતિજ્ઞા કરીને, જ્ઞાયકભાવમાં ડુબકી
મારીને સદાય તેમાં જ સમાઈ રહીને આત્મા સંપૂર્ણ શુદ્ધોપયોગરૂપે પરિણમી જાય એવી
અંર્તભાવના ઘૂંટી છે.
ટીકાકાર આચાર્યદેવ કહે છે કે પરમાનંદના પિપાસુ ભવ્ય જીવોના હિતને માટે
આ ટીકા રચાય છે; એટલ કે પરમાનંદના પિપાસુ જીવો આ કાળે છે ને તેઓ
પરમાનંદને પ્રાપ્ત કરવાના છે. જે જીવો આ શાસ્ત્રના ભાવ સમજશે તેમને પરમ આનંદ
પ્રગટ થશે.
આચાર્ય પોતે પણ પંચરમેષ્ઠી પદમાં વર્તી રહ્યા છે. પરંતુ હજી સરાગ ચારિત્રદશા
છે તેથી તે રાગ ટાળીને સંપૂર્ણ શુદ્ધોપયોગની ભાવના ભાવી છે. અંતર મુહૂર્તમાં ક્ષણે
ક્ષણે શુદ્ધોપયોગ આવ્યા જ કરે છે. ઘડીકમાં શુદ્ધોપયોગ પ્રગટ કરી સાતમા ગુણસ્થાને
વીતરાગ અનુભવમાં લીન થાય છે, ને વળી પાછો શુભોપયોગ થતાં છઠ્ઠા ગુણસ્થાને
પંચમહાવ્રત કે શાસ્ત્રરચના વગેરેનો વિકલ્પ ઊઠે છે; તે શુભનો અને તેના ફળનો
નિષેધ કરતાં કહે છે કે આ સરાગચારિત્ર (શુભરાગ) અનિષ્ટ ફળવાળું છે. વીતરાગ–
ચારિત્રનું ફળ કેવળજ્ઞાન ને અતીન્દ્રિય સુખ છે તે જ ઈષ્ટ છે. પંચમકાળમાં મુનિ છે ને
સરાગચારિત્ર છે એટલે સ્વર્ગમાં તો જશે, પણ તેનો આદર નથી, વીતરાગચારિત્રની જ
ભાવના છે. આ રીતે એકલા શુદ્ધસ્વભાવનું જ અખંડ આરાધન કરીને અલ્પકાળે
ચારિત્ર પૂરું કરી કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રાપ્ત કરશે. એવા આસન્નભવ્ય
આચાર્યભગવંતોની વાણી આ પ્રવચનસાર શાસ્ત્રમાં છે.

PDF/HTML Page 40 of 49
single page version

background image
: આસો : ૨૪૯૮ આત્મધર્મ : ૩૭ :
અમે જિનવરનાં સન્તાન...... જિનવરપંથે વિચરશું
ધર્મવત્સલ બંધુઓ.................................................
પૂ. ગુરુદેવના પ્રતાપે આપણા બાલવિભાગે ખૂબ જ ઉત્સાહથી પ્રગતિ કરી છે...
હજી તેની વધુને વધુ પ્રગતિ થાય, ને ભારતના બધા જ બાલસભ્યો તેના કાર્યમાં
ઉત્સાહથી ભાગ લઈ શકે તથા વ્યવસ્થિત કાર્યક્રમો યોજી શકાય–તે માટે જુદા જુદા
ગામની શાખાઓ કરીને તેના પ્રતિનિધિ તરીકે કોઈ એક બે સભ્યો રહે ને સંપાદકની
સૂચના મુજબ પોતપોતાના ગામનું બાલવિભાગનું કાર્ય સંભાળે–એવી વ્યવસ્થા
વિચારવામાં આવી છે. સૌએ આ વ્યવસ્થામાં ઉત્સાહથી સહકાર આપવાની ભાવના
બતાવી છે તે બદલ ધન્યવાદ!
(૧) સૌથી પ્રથમ, જે જે ગામના સભ્યોને બાલસભ્યોનું લીસ્ટ મોકલ્યું છે તેઓ
સારી નોટબુકમાં તે ઉતારી લેજો; ને છેલ્લા ખાનામાં તા. ૧–૧–૬૯ના રોજ જે ઉંમર
તથા અભ્યાસ હોય તે લખીને પૂરું કરશો... બધા ભાઈ–બહેનો આનંદથી એક–બીજાના
સગા ભાઈ–બહેનની માફક રહેજો ને પરસ્પર ઉત્સાહ વધે તેમ કરજો. કેમકે ‘સાચું
સગપણ સાધર્મીનું’
(૨) આપણા બાલવિભાગની ચાર આદર્શ વાતો દરેક સભ્ય લક્ષમાં રાખીને
તેના પાલનનો તથા પ્રચારનો પ્રયત્ન કરજો–
૧ હંમેશાં ભગવાનનાં દર્શન કરવા.
૨ જીવનમાં તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો.
૩ રાત્રે ખાવું નહિ.
૪ સીનેમા જોવું નહિ.
(૩) પૂ. ગુરુદેવનો આપણા ઉપર મહાન ઉપકાર છે, આપણને ‘વાનરસેના’
માંથી ‘વીરનાં સંતાન’ ગુરુદેવે જ બનાવ્યા છે. આગામી વૈશાખ સુદ બીજે ગુરુદેવનો
૮૦ મો જન્મોત્સવ ‘રત્નચિંતામણિ ઉત્સવ’ તરીકે ઉજવવાનો છે; તે પ્રસંગે
બાલવિભાગના બધા સભ્યો તરફથી પણ ગુરુદેવ પ્રત્યે ‘ઉપકાર–અંજલિ’ વ્યક્ત
કરવાની ઘણા સભ્યોને