Atmadharma magazine - Ank 352
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 29
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
સમ્યક્ત્વનો અંતરંગ હેતુ: સમ્યગ્દર્શન પામનાર જીવને નિમિત્ત કેવું હોય, ને
તે નિમિત્તમાં પણ અંતરંગનિમિત્ત કેવું હોય તેની સરસ વાત નિયમસાર ગા. પ૩ માં
સમજાવી છે. સમ્યગ્દર્શન પામવા માટે જીવને બીજા સમ્યગ્દ્રષ્ટિ જીવની અંતરંગચેતના તે
અંતરંગનિમિત્ત છે, અને શુદ્ધાત્માને દેખાડનારી તેમની વાણી તે બહિરંગ નિમિત્ત છે.
ધર્માત્માની વાણી રાગ અને ચૈતન્યની ભિન્નતા દેખાડનારી છે, અને તે જ વખતે
ધર્માત્માની ચેતના પોતે રાગથી જુદી પરિણમી રહી છે; તેમાં વાણી તે બહિરંગ નિમિત્ત
છે, અને ચેતના તે અંતરંગ નિમિત્ત છે. ધર્માત્માની ચેતનાને ઓળખતાં જીવને પોતામાં
ચેતના અને રાગનું ભેદજ્ઞાન થાય છે. અરે, ધર્મ પામનારને નિમિત્ત કેવું હોય તેની પણ
સાચી ઓળખાણ જીવોને નથી. અરિહંતદેવના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે ચેતનમય છે, તેને
ઓળખનાર જીવ પોતાના ચૈતન્યને ઓળખી લ્યે છે, ને તેને સમ્યગ્દર્શન થાય છે–એમ
કહ્યું છે, તે જ રીતે અહીં અંતરંગ નિમિત્ત તરીકે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માની જ્ઞાનચેતનાને
ઓળખવાની વાત લીધી છે. ધર્માત્માને બહારથી ઓળખે પણ અંદર તેમની
જ્ઞાનચેતનાને ન ઓળખે તો તે સમ્યક્ત્વનું કારણ થાય નહીં. માટે ધર્માત્મા–
સમ્યગ્દ્રષ્ટિજીવ તે પોતે અંતરંગહેતુ છે એમ કહ્યું છે. સમ્યગ્દ્રષ્ટિ આત્માનું સ્વરૂપ જે કંઈ
કહે છે તે વીતરાગની વાણી જ છે, પોતે જે અનુભવ્યું છે તે જ તે કહે છે. અહો, અંતરમાં
જેને પોતાનો અનુભવ કરવો હોય તેને માટે આ વાત છે. આ શાસ્ત્રની પંડિતાઈથી મળે
તેવી ચીજ નથી, આ તો અંતરના અનુભવની ચીજ છે. આ સમજવામાં સમ્યગ્દ્રષ્ટિ જીવ
જ નિમિત્તપણે હોય છે; અને તે સમ્યગ્દ્રષ્ટિને પોતે ઓળખે ત્યારે જ તેની વાણી
સમ્યક્ત્વનું નિમિત્ત થાય છે. એકલી વાણી નિમિત્ત નથી પણ તેનો આત્મા મુખ્ય
નિમિત્ત છે, તેથી તેને અંતરંગ હેતુ કહ્યો છે. નિમિત્ત તરીકે તે અંતરંગ હેતુ છે, ને
ઉપાદાન તરીકે પોતાના અંતરમાં પરમ શુદ્ધ તત્ત્વ બિરાજે છે, તેનું અવલંબન લેતાં
નિશ્ચય સમ્યક્ત્વ થાય છે; તે મોક્ષનો હેતુ છે.
પરમાગમનું કોતરકામ:
ઈટાલિયન મશીનદ્વારા સોનગઢના અજિતપ્રેસમાં પરમાગમોનું જે
કોતરકામ ઝડપથી ચાલી રહ્યું છે તેમાં પંચાસ્તિકાય અને સમયસાર પૂરા થયા
બાદ પ્રવચનસારનું કોતરકામ ચાલી રહ્યું છે; અને આ છપાય છે ત્યારે
(માહસુદ દશમે) ૩પ ગાથા સુધી કોતરાઈ ગયું છે. વૈશાખ સુદ બીજ સુધીમાં
પરમાગમોનું કોતરકામ પૂરું થઈ જવાની ધારણા છે.

PDF/HTML Page 22 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૧૯ :
ધર્મી જીવ કોઈ સંયોગમાં આત્મસ્વરૂપને અન્યથા માને નહીં
(સમ્યગ્દર્શન–લેખમાળા લેખ નં–પ: લે. જેઠાલાલ હીરાચંદ શાહ, ચોરીવાડ)
સમ્યગ્દર્શન માટે આત્મસન્મુખ મુમુક્ષુ જીવના ભાવ વિશુદ્ધ થતા જાય છે,
આત્મસ્વરૂપ સમજાવનારા સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે તેને પ્રેમ જાગે છે, ધર્માત્માને
દેખીને પ્રમોદ આવે છે. તેની વિચારધારા આત્માના સ્વભાવ તરફ ઢળે છે. પોતે પોતાના
જ્ઞાયકસ્વભાવનો મહિમા લક્ષમાં લ્યે છે. પોતાના ચૈતન્યસ્વભાવી આત્માના અતીન્દ્રિય
આનંદના વિચારોમાં ચિત્ત રમતાં તેને વિકલ્પોનો રસ ઓછો થતો જાય છે. હું જ્ઞાન
સ્વભાવી છું, રાગ મારાથી જુદો છે–એમ ભિન્નસ્વરૂપ રાતદિવસ વિચારે છે, હું પરમાત્મા
છું– એમ પોતાના સ્વભાવને પ્રતીતમાં લઈને તેનો અગાધ મહિમા ચિંતવે છે. આ રીતે
જ્ઞાનના બળે પોતાના પરમાત્મસ્વરૂપની પ્રતીતના પડકાર કરતો જે આત્મા જાગ્યો તેને
રાગની રુચિ રહે નહીં; હવે ક્યાંય અટક્યા વગર રાગથી જુદો થઈ, અંદર જઈ,
પરમાત્મતત્ત્વની અનુભૂતિ કર્યે જ છૂટકો.
આ રીતે સર્વજ્ઞસમાન પોતાના પૂર્ણસ્વરૂપને સાધવા જે જીવ ઉપડ્યો તેની
પ્રતીતના પડકાર છાના રહે નહીં. જેવી રીતે રણે ચડેલા શૂરવીરો કાયરતાની વાતો
કરતા નથી, તેવી રીતે વીરના માર્ગે ચૈતન્યની પરમાત્મદશાને સાધવા માટે રણે ચડેલા
મુમુક્ષુઓ રાગની રુચિમાં રોકાતા નથી; રાગ નહિ, અલ્પતા નહિ, હું પૂર્ણાનંદથી ભરેલો
ભગવાન છું–એમ સત્સ્વભાવના રણકાર કરતો જે જાગ્યો તેની શૂરવીરતા છાની
રહે નહીં.
‘હું પરમાત્મા છું’ –એમ સ્વસન્મુખ થઈને પોતાને જે અનુભવે તે જ બીજા
પરમાત્માને સાચા સ્વરૂપે ઓળખી શકે છે. પોતામાં રાગ વગરનું પરમાત્મપણું દેખ્યા
વગર બીજા પરમાત્માના સ્વરૂપની સાચી ઓળખાણ થઈ શકે નહિ. ધર્મી જીવ બધા
વિકલ્પોથી જુદો પડી, સર્વે ગુણોથી પૂરો પરમાત્મા હું છું–એમ ઉપયોગને અંતરમાં

PDF/HTML Page 23 of 29
single page version

background image
: ર૦ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
જોડીને આત્માને પરમાત્મસ્વરૂપે અનુભવે છે ‘હું રાગી–દ્વેષી’ એવા સ્વરૂપે આત્માને
ચિંતવતાં પરમાત્મપણું પ્રગટ થતું નથી; પણ ‘હું રાગી–દ્વેષી નહિ, હું તો ચૈતન્યભાવથી
પૂરો પરમાત્મા છું’ –એમ આત્માને પરમાત્મસ્વરૂપે ચિંતવતાં પરમાત્મપણું પ્રગટે છે.
વીતરાગમાર્ગનો સાધક ધર્મી જીવ, લોકો મને શું કહેશે–તે જોવા રોકાતો નથી, લોકોમાં
મોટા ગણાતા માણસો કે વિદ્વાનો બીજું કહે તેથી તે શંકામાં પડતો નથી, માત્ર શાસ્ત્રના
વિકલ્પમાં અટકતો નથી, પણ શાસ્ત્રોએ બતાવેલું વિકલ્પોથી પાર પોતાનું ચૈતન્યતત્ત્વ
તેને. પ્રતીતમાં લઈને પોતાના અંતરમાં ચિંતવે છે.
હું સર્વજ્ઞસ્વભાવથી ભરપૂર ભગવાન છું–એવા અનુભવના જોરે વીરના પંથે
મોક્ષમાર્ગ સાધવા નીકળ્‌યો તે સાધક જીવ અફરગામી છે, તે પાછો નહિ ફરે. હું
વિકલ્પની જાતનો નહિ, હું તો સિદ્ધપરમાત્માની જાતનો છું–એમ પોતાના આત્માને
સિદ્ધસ્વરૂપે ધ્યાવતાં સાધકના અંતરમાં પરમ આનંદરૂપી અમૃતધારા છૂટે છે. વચનથી
પાર, અને મનના વિકલ્પોથીયે પાર, અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્મા તે સ્વભાવનો
વિષય છે. અહા, પરમ અચિંત્ય એનો મહિમા છે, તેને તું અંતરમાં નજર કરીને, તેમાં
ઉપયોગ જોડીને અનુભવમાં લે; તારા અંતરસ્વભાવને જોતાં તું ન્યાલ થઈ જઈશ.
અંતર્મુખ ઉપયોગ વડે પરમાત્મા જેવા સ્વરૂપને લક્ષમાં લઈ ધર્મી એનું ચિંતન કરે છે; એ
ચિંતનમાં પરમ આનંદનો ઉત્પાદ થાય છે ને વિકલ્પોના કોલાહલનો વ્યય થાય છે.
વિકલ્પો વગરનું આત્મસ્વરૂપ છે, તે વિકલ્પ વડે અનુભવમાં આવે નહીં. આવા
વિકલ્પાતીત પરમાત્મસ્વભાવને સાધવા જે જીવ જાગ્યો તે સાધકની રુચિના રણકાર
કોઈ જુદી જ જાતના હોય છે. રાગની જાતથી એની જાત જુદી છે.
સમ્યક્ત્વ માટેના પ્રયત્નશીલ જીવની રહેણી–કરણી કોઈ જુદા જ પ્રકારની હોય
છે; તેના પરિણામ શાંત હોય છે; ધર્મસંબંધી ઘણી નમ્રતા હોય છે, તેને કોઈ હઠાગ્રહ
હોતો નથી, લોકભય હોતો નથી, કે લોકરંજન અર્થે તેનું જીવન હોતું નથી; તેની
બાહ્યવૃત્તિઓ ઘણી નરમ થઈ જાય છે. શાંતભાવ અને આત્માની ઊંડી વિચારણાપૂર્વક,
આત્મા કેમ સધાય તેની ધૂનમાં તે વર્તે છે.
સમ્યગ્દર્શન થતાં આત્માના ભાવ નિર્મળ થાય છે, તેના પરિણામ પોતાના
સ્વભાવમાં ઊંડે–ઊંડે ઊતરેલા હોય છે. પરથી હું જુદો, રાગ મારો સ્વભાવ નહિ,
જ્ઞાતાદ્રષ્ટા ભાવરૂપ હું છું–એવું નિજસ્વભાવનું ભાન તેને વર્તે છે. તે આત્મા જાણે છે કે હું

PDF/HTML Page 24 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ર૧ :
જ્ઞાન ને આનંદસ્વરૂપે શાશ્વત છું; આ જડ–શરીરના નાશથી મારો નાશ નથી, તેમ દેહની
સાથે આત્માને એકતાને સંબંધ નથી; શરીર આત્માથી છૂટી જાય છે પણ જ્ઞાન કદી
આત્માની છૂટું પડતું નથી, તેમજ રાગ છૂટતાં આત્મા એવો ને એવો રહે છે પણ જ્ઞાન
વગર આત્મા કદી હોતો નથી. – આમ જ્ઞાનસ્વરૂપે જ તે પોતાને અનુભવે છે. તેથી
મરણ વગેરે સંબંધી સાત ભયો તેને હોતાં નથી. દેહ છૂટવાનો સમય આવતાં ‘હું મરી
જઈશ’ એવો ભય કે શંકા તેને થતા નથી. તે જાણે છે કે અસંખ્યપ્રદેશી મારું ચૈતન્ય
શરીર અવિનાશી છે, તેનો કદી નાશ થતો નથી. જ્ઞાની કે અજ્ઞાની બંનેને દેહ તો છૂટે જ
છે, પણ જ્ઞાનીએ દેહને જુદો જાણ્યો છે તેથી તેને ચૈતન્યલક્ષે દેહ છૂટી જાય છે, એટલે તેને
સમાધિમરણ છે; અજ્ઞાનીને આત્માને ભૂલીને દેહબુદ્ધિપૂર્વક દેહ છૂટે છે તેથી તેને
અસમાધિ જ છે.
ગમે તેવી પ્રતિકૂળતામાંય ‘હું સ્વયંસિદ્ધ ચિદાનંદસ્વભાવી પરમાત્મા છું’
એવી નિજાત્માની અંર્તપ્રતીત ધર્મીને કદી ખસતી નથી. આત્મસ્વભાવની આવી
પ્રતીત તે સમ્યગ્દર્શન છે; સમ્યગ્દ્રષ્ટિને અતીન્દ્રિય આત્મસુખનો સ્વાદ આવી ગયો છે,
તેથી બાહ્યવિષયોના સુખ– કે જે આત્માના સ્વભાવથી પ્રતિકૂળ છે–તેમાં તેને રસ
આવતો નથી. ધર્મી કદાચ ગૃહસ્થ હોય, રાજા હોય, છતાં ચૈતન્યસુખના સ્વાદથી
વિપરીત એવા વિષયસુખોમાં તેને રસ નથી; અંતરના ચૈતન્યસુખની ગટાગટી પાસે
વિષયસુખોની આકુળતા તેને વિષ જેવી લાગે છે, એટલે તે તો ‘સદનનિવાસી તદપિ
ઉદાસી’ છે.
સમ્યગ્દર્શન વગરનું ગમે તેટલું જાણપણું કે ગમે તેવાં શુભ–આચરણ તે કોઈ
સમ્યગ્જ્ઞાન કે સમ્યક્્ચારિત્ર કહેવાતાં નથી, એટલે તે મિથ્યા છે. માટે સમ્યગ્દર્શન જ
સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્રનું બીજ છે. રાગથી ને બહારના જાણપણાથી સમ્યગ્દર્શનની
જાત જ જુદી છે. સમ્યગ્દર્શન પોતે સવિકલ્પ અને નિર્વિકલ્પ એવા બે ભેદવાળું નથી;
સમ્યક્ત્વ તો વિકલ્પોથી પાર, શુદ્ધાત્મશ્રદ્ધાનરૂપે જ વર્તે છે, તે કદી વિકલ્પને સ્પર્શતું
નથી. સવિકલ્પદશાના કાળે પણ ધર્મીનું સમ્યક્ત્વ તો વિકલ્પ વગરનું જ છે.
જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે, અને એ રીતે સંપૂર્ણ સ્વરૂપનો જે સાધક થયો છે
તે કોઈપણ સંયોગોમાં ભયથી, લજ્જાથી કે લાલચથી, કોઈપણ પ્રકારે અસત્ને પોષણ
નહિ જ આપે. એ માટે કદાચ દેહ છૂટવા સુધીની પ્રતિકૂળતા આવી પડે તો પણ તે
સત્થી ચ્યુત નહિ જ થાય, આત્મસ્વરૂપને અન્યથા નહિ માને, ને અસત્નો આદર

PDF/HTML Page 25 of 29
single page version

background image
: રર : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
નહિ કરે. આ રીતે સ્વરૂપના સાધકો નિઃશંક અને નીડર હોય છે. સત્સ્વરૂપની શ્રદ્ધાના
જોરમાં, અને આત્માના પરમ મહિમા પાસે તેને કોઈ પ્રતિકૂળતા છે જ નહીં. જો સત્થી
ચ્યુત થાય તો તેને પ્રતિકૂળતા આવી કહેવાય. પણ ક્ષણેક્ષણે સત્માં જે વિશેષ દ્રઢતા કરી
રહ્યો છે તેને તો પોતાના બેહદપુરુષાર્થ પાસે જગતમાં કોઈપણ પ્રતિકૂળતા નથી. એ તો
પોતાના પરિપૂર્ણ સત્સ્વરૂપ સાથે અભેદ થઈ ગયો, તેમાંથી તેને ડગાવવા જગતમાં
કોણ સમર્થ છે? – અહો, આવા સમ્યગ્દ્રષ્ટિને ધન્ય છે... ધન્ય છે.
સમ્યગ્દ્રષ્ટિ પોતાના જ્ઞાયકસ્વભાવને જ સ્વતત્ત્વપણે અનુભવતો થકો તેનો
વિસ્તાર કરે છે, અને તેને પોતાની પર્યાયમાં પ્રસિદ્ધ કરે છે. તેને આત્મશુદ્ધિની વૃદ્ધિ
થાય છે, અશુદ્ધતાની હાનિ થાય છે, ને કર્મો છૂટતા જાય છે. સમ્યગ્દ્રષ્ટિજીવનો આત્મા
શાંતરસનો સમુદ્ર છે. જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં જ્ઞાનબીજ ઊગી, તે વધીને કેવળજ્ઞાન–
પૂર્ણિમારૂપે અનંતકળાએ ખીલી ઊઠશે. સમ્યગ્દર્શન થતાં ધર્મી જીવ પોતાના આત્માને
આવો અનુભવે છે કે–
કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે,
વળી સૌખ્યમય છે જેહ તે હું–એમ જ્ઞાની ચિંતવે.
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે–જુએ જે સર્વ, તે હું–એમ જ્ઞાની ચિંતવે.
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
જ્ઞાનદર્શનલક્ષણ સિવાય બીજા જે કોઈ સંયોગાશ્રિત રાગાદિ ભાવો છે તે
મારાથી બહાર છે; મારામાં તે નથી ને તેનામાં હું નથી; હું તેનાથી જુદો શુદ્ધ
જ્ઞાનદર્શનમય છું; મારું જ્ઞાનદર્શનલક્ષણ શાશ્વત છે, ને રાગ–દ્વેષાદિ તો ક્ષણિક
સંયોગાશ્રિત ભાવો છે, તે કાંઈ મારા આત્મામાંથી ઉત્પન્ન થયેલા નથી, તેથી તે હું નથી.
સમ્યગ્દર્શન થતાં મારા સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવમાં આવ્યો, આત્માની સહજ
શાંતિ પ્રગટી, આનંદના દરિયામાં આત્મા મગ્ન થયો, અંદરમાં આત્મશાંતિનું અદ્ભુત–
અપૂર્વ–અચિંત્ય વેદન થયું. અંતરમાં સુખમય અનંતા ભાવોના વેદનથી સમ્યગ્દર્શન
ભરેલું છે હું ભગવાન આત્મા છું–એમ જે નિર્વિકલ્પ શાંતરસપણે અનુભવાય છે તે જ સમ્યગ્દર્શન

PDF/HTML Page 26 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ર૩ :
છે. સ્વાનુભૂતિના અનંતા ભાવોથી ઉલ્લસતો શાંતરસનો સમુદ્ર આત્મા પોતે
સમ્યગ્દર્શનસ્વરૂપ છે.
પરભાવોથી ભિન્ન અને નિજસ્વભાવોથી પરિપૂર્ણ એવા આત્માને અનુભવમાં
લેતું સમ્યગ્દર્શન પ્રગટે છે. આવા પૂર્ણ શુદ્ધ આત્માને અનુભવમાં દેખતાં જ સમસ્ત
વિકલ્પજાળ વિલય પામે છે, એટલે કે જ્ઞાનપર્યાય અંતર્મુખ લીન થઈને અભેદપણે
આત્માને અનુભવે છે. સમ્યગ્દર્શન થતી વખતે અનુભવમાં આવેલું અચિંત્ય ચૈતન્યતત્ત્વ
ધર્મી જીવની પ્રતીતમાંથી કદી છૂટતું નથી; તે જ તત્ત્વની પ્રતીતપૂર્વક આગળ વધતો–
વધતો તે પરમાત્મા થાય છે.
આવી પરમાત્મદશાનું કારણ સમ્યગ્દર્શન જયવંત વર્તો.
[આ લેખમાળામાં છપાતા જુદા જુદા જિજ્ઞાસુઓ દ્વારા લખાયેલા
લેખો સંપાદક દ્વારા યોગ્ય સંશોધન–વર્દ્ધન કરીને પછી છપાય છે]
* સોનગઢ–કુંદકુંદ મુમુક્ષુનિવાસમાં રહેતા વઢવાણવાળા ઝવેરીબેન મણીલાલ તા.
૪–ર–૭૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ર૮ વર્ષથી સોનગઢમાં રહીને
લાભ લેતા હતા. સ્વર્ગવાસના આગલા દિવસે ગુરુદેવ દર્શન દેવા પધાર્યા ત્યારે
તેમણે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
* દાહોદમુકામે ભાઈશ્રી ગેંદાલાલ ઓચ્છવલાલ કોઠારી તા. ર૪–૧–૭૩ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
* વીંછીયાના ભાઈશ્રી અમૃતલાલ બાવળના ધર્મપત્ની શ્રી ગોમતીબેન (ઉ. વ.
૭પ) માગશર સુદ દશમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* જામનગરના ભાઈશ્રી ત્રિભુવનદાસ ઠાકરશી બાવીશી (ઉ. વ. ૯ર) તા. ૭–ર–
૭૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવગુરુધર્મના શરણે આત્મશાંતિ પામો.

PDF/HTML Page 27 of 29
single page version

background image
: ર૪ : આત્મધર્મ : માહ : ર૪૯૯ :
[આ વિભાગમાં જિજ્ઞાસુઓના પ્રશ્નોના ઉત્તર અપાય છે.]
પ્રશ્ન :– આત્માનું શ્રવણ ને ચિંતન કરતાં કોઈવાર એવા ભાવો ઉલ્લસી જાય છે કે
જાણે હમણાં જ અંદર ઊતરીને એને અનુભવી લઈ એ. –પણ પછી પાછા
ભાવ ઢીલા પડી જાય છે, ને તેવો પુરુષાર્થ ઊપડતો નથી, તેનું કારણ શું?
ઉત્તર :– એમાં આત્માનો સામાન્ય–પ્રેમ છે, પણ ખરેખરી તીવ્ર ધગશની ખામી છે; જો
ખરેખરી... તીવ્ર.. ‘આત્મસ્પર્શી’ લગની હોય તો પરિણામ અંતરમાં વળીને
સ્વકાર્ય સાધ્યા વગર રહે નહિ. માટે ફરીફરી પ્રયત્ન ચાલુ રાખીને લગનીની
તીવ્રતા વધારવી. ચૈતન્યવસ્તુનું સ્વરૂપ લક્ષગત કરીને તેની સાચી લગની
લાગતાં પુરુષાર્થ જરૂર ઊપડે છે; ને આત્માના પરમ મહિમાથી ઊંડા
ચૈતન્યરસને ઘૂંટતા–ઘૂંટતા અંતે પરિણામ તેમાં તન્મય થઈને સાક્ષાત્ અનુભવ
જરૂર કરી લ્યે છે. આત્માનો જેવો ગંભીર મહિમા છે તેવો બરાબર લક્ષમાં
આવતાં અચિંત્ય રસથી પરિણામ પોતામાં એકાગ્ર થઈ જાય છે, –એ જ સાચો
પુરુષાર્થ છે.
પ્રશ્ન :– સર્વજ્ઞ છે એ કેમ નક્કી થાય?
ઉત્તર :– આત્મા જ્ઞાનસ્વભાવ છે; તેને જ્યારે રાગાદિનો કે જ્ઞાનાવરણાદિ કર્મનો કોઈ
પ્રતિબંધ ન રહ્યો ત્યારે તેની પૂર્ણશક્તિ પ્રગટ થઈ, તેમાં કોઈ વિઘ્ન રહ્યું નહીં,
એટલે સર્વજ્ઞતા થઈ. આત્માનો જ્ઞાનસ્વભાવ નક્કી કરતાં, ‘સર્વજ્ઞ છે’ એમ
પણ અવશ્ય નક્કી થાય છે જ્ઞાનસ્વભાવની જેને પ્રતીત ન હોય તેને સર્વજ્ઞની
ખરી પ્રતીત થાય નહિ સ્વાનુભવસહિત જ્ઞાનસ્વભાવની પ્રતીતિ તે જ
સર્વજ્ઞની સાચી ભક્તિ ને ઉપાસના છે–એ વાત સમયસાર ગાથા ૩૧ માં તથા
પ્રવચનસાર ગા. ૮૦ વગેરેમાં આચાર્યદેવે બહુ સરસ સમજાવી છે. રાગથી
જુદો પડીને, ‘હું જ્ઞાનસ્વભાવી આત્મા છું’ એવી ઓળખાણ વડે સર્વજ્ઞનું
અસ્તિત્વ નક્કી થઈ જાય છે. અને સર્વજ્ઞનું અસ્તિત્વ નક્કી કરનારો જીવ
પોતે સર્વજ્ઞપદનો સાધક થઈ જાય છે.
પ્રશ્ન :– પાંચ ભાવોમાંથી બંધનું કારણ કોણ?
ઉત્તર :– એક ઉદયભાવ, અને તેમાં પણ મોહરૂપ ઉદયભાવ, તે જ બંધનું કારણ છે;
અન્ય કોઈ ભાવો બંધના કારણ નથી.
પ્રશ્ન :– પાંચ ભાવોમાંથી મોક્ષનું કારણ કોણ?

PDF/HTML Page 28 of 29
single page version

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ર૫ :
ઉત્તર :– ઉપશમભાવ, ક્ષાયિકભાવ તથા સમ્યક્ક્ષયોપશમભાવ, તે મોક્ષનાં કારણ છે.
પારિણામિકભાવ બંધનું કે મોક્ષનું કારણ નથી; તે બંધ મોક્ષના હેતુપણાથી રહિત છે.
પ્રશ્ન :– ઋદ્ધિ કેટલી?
ઉત્તર :– બુદ્ધિઋદ્ધિ વગેરે આઠ મહાઋદ્ધિ છે, તેના પેટાભેદ ૬૪ છે. તે ૬૪ ઋદ્ધિમાં સૌથી
પહેલી કેવળજ્ઞાન–બુદ્ધિરૂપ મહાઋદ્ધિ છે. આત્મા નિજવૈભવની અપેક્ષાએ તો
કેવળજ્ઞાનાદિ અનંતા ગુણોની ચૈતન્યઋદ્ધિનો ભંડાર છે.
પ્રશ્ન :– ચૌદ બ્રહ્માંડનો વિસ્તાર કેટલો?
ઉત્તર :– ચૌદ બ્રહ્મંડનો વિસ્તાર ૩૪૩ ઘનરાજુ છે. (અસંખ્યાત યોજનનો એક રાજુ થાય.)
સમસ્ત જીવને અજીવ પદાર્થોનો સમૂહ તે જ ચૌદ બ્રહ્માંડ; તેની ઊંચાઈ ૧૪ રાજુ
છે. એની બહાર બધી બાજુ ખાલી અનંત આકાશ છે તેને અલોક કહેવાય છે.
પ્રશ્ન :– જીવ અહીંથી મરીને સીધો જ બીજી ગતિમાં જાય છે, કે વચ્ચે ક્યાંય બીજે જઈને
પછી પોતાના કર્મમુજબ ગતિમાં જાય છે?
ઉત્તર :– જીવ એક ગતિમાંથી મરીને તરત જ તત્ક્ષણે જ બીજી ગતિમાં અવતરે છે, વચ્ચે
ક્યાંય બીજે જતો નથી. બે ગતિ વચ્ચે એક સમયનું પણ અંતર ખાલી નથી. એક
જીવ મનુષ્યમાંથી મરીને સ્વર્ગમાં જતો હોય ત્યાં રસ્તામાં એક કે બે સમય હોય
ત્યારે પણ તેને સ્વર્ગનો ભવ શરૂ થઈ ગયો છે. એ જ રીતે સ્વર્ગમાંથી મનુષ્યમાં
આવી રહેલો જીવ, રસ્તામાં હોય–હજી માતાના પેટમાં ન આવ્યો હોય ત્યારે પણ
તેને મનુષ્ય ગણાય છે, તે વખતે તે મનુષ્યગતિમાં છે.
પ્રશ્ન :– આ શરીર–મકાન–પૈસા–કુટુંબ કાંઈ આત્માનું નહિ, તો જગતમાં આત્માનું શું?
ઉત્તર :– આત્માનું જ્ઞાન! જ્ઞાન સાથે પ્રભુતા, સુખ, આનંદ, સ્વચ્છતા, સ્વાધીનતા, પરમ
શાંતિ એમ અનંતો વૈભવ આત્મામાં છે.
આત્મધર્મ–પ્રચાર તથા બાલવિભાગ ખાતે આવેલ રકમોની યાદી
૧૦૧ બાલુભાઈ ત્રિભુવનદાસ વોરા મોટા આંકડિઆ પ૧ મનસુખલાલ છોટાલાલ ઝોબાળીઆ સોનગઢ
રપ લલિતાબેન દામોદરદાસ વકીલ કુંડલા રપ ગંગાબેન રતિલાલ પારેખ જામનગર
ર૧ પ્રભુદાસ તારાચંદ કામદાર સોનગઢ રપ સુધેશકુમાર અનંતરાય જલગાંવ
પ૧ કંચનબેન હિંમતલાલ વોરા સોનગઢ રપ શાનબાળા વૃજલાલ શાહ જલગાંવ
રપ ગુલાબચંદ ભગવાનજી હેમાણી કલકત્તા ૧૦૧ પ્રેમચંદ કેશવજી શાહ નાઈરોબી
ર૧ વિજયાબેન હરગોવિંદદાસ મોદી સોનગઢ ૧૦૧ વી. આર. દેસાઈ સિકંદરાબાદ
રપ અનુપચંદ પોપટલાલ સંઘવી ઘાટકોપર ૪૯ બ્ર. હરિલાલ જૈન મોરબી
૧૧ દર્શનાબેન હરકિશનદાસ વારીઆ જામનગર ર૦૧ ડો. ચીમનલાલ નેમચંદ શ્રોફ મુંબઈ
રપ રંજનબેન ધીરજલાલ વોરા મુંબઈ

PDF/HTML Page 29 of 29
single page version

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
નિ. જ. ભા. વ. ના
* આત્મવસ્તુ પરમ મહિમાવંત છે. જો આત્માનો મહિમા ન હોય તો પછી
જગતમાં બીજા કોનો મહિમા કરવો? ભાઈ! મહિમાવંત વસ્તુ જ પોતાનો
આત્મા છે, તેનો મહિમા લાવીને તેને ધ્યેય કર, તેને ધ્યેય કરતાં
સમ્યગ્દર્શનરૂપ કાર્ય જરૂર થઈ જશે.
* મોક્ષને માટે હે જીવ! તારે શુદ્ધરત્નત્રય કરવા યોગ્ય છે; તે રત્નત્રયના
કારણરૂપ એવા કારણપરમાત્માને તું અત્યંત શીઘ્ર ભજ. –તે તું જ છો.
ક્યાંય બહારમાં તારું કારણ નથી; અંતરમાં તારું પરમસ્વરૂપ છે તેને જ તું
કારણપણે ભજ.
* અહો! મારો આત્મા પોતે પરમસ્વભાવરૂપ કારણપરમાત્મા બિરાજે છે. –
આમ નિજાત્માને દેખનાર ધર્મી જીવ, પર્યાયમાં પરભાવ હોવા છતાં શુદ્ધ
દ્રષ્ટિથી પોતાને અંતરમાં કારણપરમાત્મારૂપે દેખે છે; તેથી કોઈ પરભાવમાં
તેને આત્મબુદ્ધિ થતી નથી, તેનાથી પોતાને જુદો જ દેખે છે.
* પરભાવો છે તે પરભાવરૂપે છે, –તે વખતે હું કેવો છું? સહજ ગુણમણિની
ખાણ છું; પૂર્ણજ્ઞાન ને સહજ આનંદ મારું સ્વરૂપ છે, –એમ પરભાવથી
પૃથક્કરણ કરીને ધર્મી પોતાને શુદ્ધ અનુભવે છે, એટલે તે શુદ્ધતાને ભજે છે,
પરભાવને ભજતા નથી.
* પર્યાયમાં પરભાવ હોવા છતાં તેને બાદ કરીને ગુણનિધાન આત્માને એકને
જ જે અનુભવે છે તે તીક્ષ્ણબુદ્ધિ છે; ઈન્દ્રિયોથી પાર થઈને તીક્ષ્ણબુદ્ધિવડે
એટલે કે અતીન્દ્રિયજ્ઞાન વડે તેણે પોતાના શુદ્ધઆત્માને અનુભવમાં લીધો છે.
* શુભરાગમાં કે શાસ્ત્રના ભણતર વગેરેમાં રોકાયેલી બુદ્ધિને તીક્ષ્ણબુદ્ધિ નથી
કહેતા, તે તો સ્થૂળ છે; અજ્ઞાનીને પણ એવા સ્થૂળભાવ તો આવડે છે.
ગુણભેદના વિકલ્પો પણ સ્થૂળમાં જાય છે. રાગથી જુદી પડેલી ચૈતન્યસન્મુખ
બુદ્ધિને જ તીક્ષ્ણબુદ્ધિ કહીએ છીએ. એવી તીક્ષ્ણબુદ્ધિ વડે સમ્યગ્દ્રષ્ટિ જીવ
મોક્ષને સાધે છે.
પ્રકાશક: (સૌરાષ્ટ્ર) પ્રત: ૩રપ૦
મુદ્રક: મગનલાલ જૈન. અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) : માહ (૩પર)