निरुद्धायां परमनिर्जराकारणध्यानप्रसिद्धौ सत्यां पूर्वकर्मसन्ततौ कदाचित्स्वभावेनैव कदाचित्समुद्घातविधानेनायुःकर्मसमभूतस्थित्यामायुःकर्मानुसारेणैव निर्जीर्यमाणायामपुनर्भवाय
અન્વયાર્થઃ — [ यः संवरेण युक्तः ] જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાનપ્રાપ્ત) જીવ [ निर्जरन् अथ सर्वकर्माणि ] સર્વ કર્મોને નિર્જરતો થકો [ व्यपगतवेद्यायुष्कः ] વેદનીય અને આયુષ રહિત થઈને [ भवं मुञ्चति ] ભવને છોડે છે; [ तेन ] તેથી (એ રીતે સર્વ કર્મપુદ્ગલોનો વિયોગ થવાને લીધે) [ सः मोक्षः ] તે મોક્ષ છે.
ખરેખર ભગવાન કેવળીને, ભાવમોક્ષ હોતાં, પરમ સંવર સિદ્ધ થવાને લીધે ૧ઉત્તર કર્મસંતતિ નિરોધ પામી થકી અને પરમ નિર્જરાના કારણભૂત ધ્યાન સિદ્ધ થવાને લીધે ૨પૂર્વ કર્મસંતતિ — કે જેની સ્થિતિ કદાચિત્ સ્વભાવથી જ આયુકર્મના જેટલી હોય છે અને કદાચિત્ ૩સમુદ્ઘાતવિધાનથી આયુકર્મના જેટલી થાય છે તે — આયુકર્મના અનુસારે જ નિર્જરતી થકી, ૪અપુનર્ભવને માટે તે ભવ છૂટવાના સમયે થતો જે વેદનીય-આયુ-નામ- ૧. ઉત્તર કર્મસંતતિ = પછીનો કર્મપ્રવાહ; ભાવી કર્મપરંપરા. ૨. પૂર્વ = પહેલાંની ૩. કેવળીભગવાનને વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિ ક્યારેક સ્વભાવથી જ (અર્થાત્ કેવળીસમુદ્ઘાત-
૪. અપુનર્ભવ = ફરીને ભવ નહિ થવો તે. (કેવળીભગવાનને ફરીને ભવ થયા વિના જ તે ભવનો