Page 3 of 225
PDF/HTML Page 16 of 238
single page version
શ્રી પ્રવચન રત્નો-૧ ૩ ગાથા–૨ પ્રવચનક્રમાંક–૮ દિનાંકઃ ૧૫–૬–૭૮
‘પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી’, સિદ્ધાંત-પદાર્થને કહેવાની પ્રતિજ્ઞા કરી, ત્યાં એ આકાંક્ષા થાય-ઈચ્છા થાય ‘કે સમય એટલે શું?’ સમય કહેવો કોને? તમે સમયપ્રાભૃત કહેવા માગો છો... તો્ર સમય કહેવો કોને? શું તમે કહેવા માગો છો? સમય એટલે શું?
આહા...! કે ‘તેથી હવે પહેલાં સમયને જ કહે છે’ -કોને સમય કહેવો એની વ્યાખ્યા બીજી ગાથાથી શરૂ કરે છે.
‘जीवो’ ઉપાડયું આંહીથી પહેલું જીવો! ‘जीवो’ એટલે જીવ છે ને...! જીવને કહેવું છે આંહી! અને તેથી ૪૭ શક્તિમાં પહેલી શક્તિ ‘જીવત્વશક્તિ’ લીધી છે. એ આંહીથી ઉપાડી છે. જીવ જીવત્વશક્તિથી બિરાજે છે ત્રિકાળ! ભગવાન આત્મા ત્રિકાળ ભાવ! જીવત્વશક્તિ એટલે? અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતઆનંદ, અનંત બળ, એનાથી એનું જીવન અનાદિથી છે.
એવો ‘जीवो’ એમ ઉપાડયું! આમ સંસ્કૃતમાં વિસર્ગ થઈ ગ્યો! ‘जीवो’ આમ કહીએ તો જીવો! જે જીવ છે તે રીતે જીવો! એ જીવતરશક્તિ કીધી! જે રીતે જીવ છે વસ્તુ! આહા. હા! તે રીતે જીવો! એને જીવ કહીએ.
આહા.. હા! આ શરીરથી ને.. ઈંદ્રિયોથી ને દશપ્રાણથી જીવે એ જીવ નહીં. (तत्र तावत्समय एवाभिधीयते-)
जीवो चरित्तदंसणणाणठिदो- ન્યાં ‘जीवो’ આવ્યું ને આંહી ‘ठिदो’ આવ્યું! तं हि ससमयं जाण। તેને સ્વસમય જાણ. આહા.. હા! આદેશ કર્યો છે. ભગવાન કુંદકુંદાચાર્ય ‘જાણ’ એમ કહે છે. ‘જાણે’ તો એનો અર્થ ઈ કે અજાણને જાણ બતાવે છે. જે જાણતો નથી એને કહે છે કે ‘જાણ’ .
આહા..! ‘पोग्गलकम्मदेसछिदं’ च तं जाण परसमयं।। આહા... આહા.. હા!
જીવ ચરિત-દર્શન-જ્ઞાનસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો.. એમ જીવો જીવ એમ અહીં કહે છે. પણ દર્શનજ્ઞાનચારિત્રથી જીવે તે જીવ છે. ત્યારે એણે જીવ જાણ્યો કહેવાય. આહા.. હા! શું કહ્યું? ‘જે છે’ એ અનંતદર્શન જ્ઞાન આનંદને વીર્યથી જીવે છે! ત્રિકાળ..!! પણ એ જીવને એ રીતે જેણે જાણ્યો, માન્યો, અનુભવ્યો એને સ્વસમય કહેવામાં આવે છે. આહા.. હા! એણે આત્માને જાણ્યો એમ કહેવામાં આવે છે. આહા... હા!
ગાથાર્થ લઈએ પહેલે... ગાથાર્થઃ ‘હે ભવ્ય!’ છેલ્લી લીટીમાં ‘જાણ’ (કહ્યું) છે ખરું ને..! ‘જાણ’ ત્યારે કો’ કને કહે છે ને..! ’ હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત રહે છે સ્થિત થઈ રહ્યો છે, પર્યાયમાં હો! આહા..! જીવ ત્રિકાળશક્તિથી તો જીવી રહ્યો છે. પણ એને જીવી રહ્યો છે એનું જ્ઞાન જેને થાય, એની શ્રદ્ધા થાય. ઠરે! એ સાચો જીવ છે. આહા.. હા! ‘ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે’ એમ છે ને..’ ‘તેને નિશ્ચયથી સ્વસમય જાણ’ -એને ખરો આત્મા જાણ. જેને સમ્યગ્દર્શન... (શ્રોતાઃ) સાધે, એ ખરો
Page 4 of 225
PDF/HTML Page 17 of 238
single page version
૪ શ્રી પ્રવચન રત્નો-૧ આત્માથાય એમ કીધું? (ઉત્તરઃ) સાધુ, કહેનાર છે ને...! સાધુ કહેનાર છે તે ત્રણ બોલથી ઉપાડયું છે. કહેનાર પોતે સાધુ છે ને..! તેથી છઠ્ઠી ગાથામાં, પ્રમત્ત-અપ્રમતનો નિષેધ કર્યો છે ને..! પોતે, પ્રમત- અપ્રમત (ગુણસ્થાનમાં) છે. એનો નિષેધ કરીને, જ્ઞાયકભાવ છું એમ કહ્યું છે.
કહેનાર પોતાની સ્થિતિને... વર્ણવતી ભાષાથી વર્ણવી રહ્યા છે. આહા.. હા! એને જીવ એટલે સ્વસમય-પોતામાં આવ્યો છે એને એ કહીએ કે જીવસ્વરૂપ ભગવાન! એની સન્મુખ થઈને જે સમ્યગ્દર્શન, એનું જ્ઞાન, એમાં સ્થિરતા, એવા જીવને સ્વસમયમાં આવ્યો અને સ્વસમયને જાણ્યો, અને સ્વસમયરૂપ થયો એમ કહેવામાં આવે છે.
આહા.. હા.. હા! ગજબ શૈલી છે! સમયસાર એટલે... (શ્રોતાઃ) દિવ્યધ્વનિ..! થડું.. પણ ધીમે થી અંદર ઓગાળીને..! (જેમ) ઢોર ખાયને પછી અંદર ઓગાળે (વાગોળે) નિરાંતે બેસીને.. (વાગોળે-ઓગાળે) એમ ‘આ’ ઓગાળવું જોઈએ. એટલે વારંવાર એનું મંથન થવું જોઈએ. આહા..!
આહા.. હા! જીવ સ્વસમય એને કહીએ કે જેની પર્યાયમાં, જેની દશામાં, દશાવાનની પ્રતીતિ થઈ છે. જેની દશામાં, દશાવાનનું જ્ઞાન થયું છે જેની દશામાં, દશાવાનમાં ઠર્યો છે એ. આહા.. હા! ‘એને સ્વસમય જાણ’ કુંદકુંદાચાર્ય આદેશ કરે છે. (શ્રોતાઃ) પર્યાયથી જાણે! (ઉત્તરઃ) જાણ.. જાણીશ જ. પાઠ એવો છે આહા...!
એમ રહેવા દે, સંદેહ રહેવા દે, ન જાણી શકું રહેવા દે. મને અઘરું પડે ઈ રહેવા દે. ‘છે’ તેને પ્રાપ્ત કરવો એમાં તને અઘરું ક્રેમ લાગે છે એમ કહે છે.
આહા... હા! ભગવાનને પરાણે પોતાનો કરવો હોય, તો ન થઈ શકે! અરે રાગને કાયમ રાખવો હોય તો નહીં થઈ શકે. પણ આ તો કરી શકીશ. આહા.. હા.. હા! ‘जीवो चरित्तदंसणणाणठिदो’ પહેલી લીટી છે. ભાષા કેવી લીધી છે. જીવમાં ઠર્યો, દર્શનજ્ઞાનથી ઠર્યો એમ ન લેતાં ‘જીવ દર્શનજ્ઞાનચારિત્રમાં ઠર્યો!’ શું કીધું? (શ્રોતાઃ) જીવ ઠર્યો! (ઉત્તરઃ) એમ કીધું! ધ્યેય તો આત્મા છે. એને ધ્યેય બનાવીને જે દર્શનજ્ઞાનચારિત્ર થયું, તો ઈ તો દ્રવ્યને આશ્રયે થયું છે. એમાં આંહી તો કહે છે કે જે જીવ દર્શનજ્ઞાન ચારિત્રપર્યાયમાં ઠરે તેને સ્વસમય કહે છે. આંહી ઠર્યો આમ... સમજાય છે? આહા.. હા!
જીવ જે અનાદિથી કર્મના પ્રદેશે એટલે ભાવ એવો વિકાર એમાં ઠરે છે. એ તો અનાદિ છે. એતો જીવ અજીવ છે! અને જે જીવ પોતાની સંપદાને પૂરણ સંપદાને જ્ઞાનમાં જાણી.. પ્રતીત કરી અને એમાં ઠરે છે-જીવ’ એમાં ઠરે છે! દર્શનજ્ઞાનચારિત્રમાં જીવ ઠરે છે. દર્શનજ્ઞાનચારિત્ર જીવને આશ્રયે થાય છે એમ ન લેતાં.. એ આમ રાગમાં ઠરતો, એ હવે સ્વભાવમાં ઠરે છે એમ બતાવવું છે.
આહા.. હા! બહુ થોડા શબ્દો! આ તો નિવૃત્તિનો મારગ છે બાપા! આહા..! ‘સ્વસમય જાણ’ - જે ભગવાન પ્રભુ પૂરણ સંપદાથી ભરેલ છે એ જીવ પોતે પોતાના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રમાં ઠરે છે આંહી, એ અનાદિથી રાગમાં વિકારમાં ઠરતો, એની વાત પહેલી ન લેતાં, એ પછી લેશે. પહેલી તો આંહી શરૂઆત કરવી છે, અને થોડા કરનારાઓને કરવી છે એથી એણે આ જ વાત લીધી પહેલી. પહેલા પદમાં આ લીધું ‘जीवो चरित्तदंसणणाण ठिदो’ પછી ઓલી વાત
Page 5 of 225
PDF/HTML Page 18 of 238
single page version
શ્રી પ્રવચનો રત્નો-૧ પ કરશે અનાદિની. આહા.. હા! ‘તેને નિશ્ચયથી हि (કહ્યું) એટલે ખરેખર. જે જીવ પોતાની નિર્મળપર્યાયમાં ઠરે છે! જે જીવનમાં રહે છે, દ્રવ્યમાં એમ નહીં દ્રવ્ય તો રહેલું જ છે! અભેદ દ્રવ્ય- જીવદ્રવ્ય, જે પોતાના દર્શનજ્ઞાનચારિત્રમાં જે જીવ ઠરે છે તેને સ્વસમય નામ આત્મા જાણ, તેને આત્મા કહેવામાં આવે છે.
આહા.. હા! જીવ, જીવમાં રહે છે ત્રિકાળી એમ નહીં, ત્રિકાળી તો રહેલો છે. અને રહેલાને જાણ્યું કોણે? રહ્યો છે ઈ અંદર છે એવું જાણ્યા વિના રહ્યો છે એવું જાણ્યું કોણે? (શ્રોતાઃ) પર્યાયે. આહા.. હા! પરમસ્વભાવ ભાવ ભગવાન આત્મા! પોતામાં રહ્યો છે. પણ રહ્યો છે એવું જાણ્યું કોણે! રહ્યો છે એ રહ્યો છે એવા ધ્રુવે જાણ્યું?
આહા.. હા! જીવ ત્રિકાળ પરમ સ્વભાવભાવપણે રહેલો છે. એવું જેણે સમ્યક્-દર્શન પ્રગટ કર્યું, એની જેણે પ્રતીત કરી, એનું જેણે, છે એવું પ્રતીત કર્યું! આ ‘છે’ એમ જાણીને પ્રતીત કર્યું. એ આત્મા પ્રતીતમાં આવ્યો! એ આત્મા, આત્માના દ્રવ્યમાં તો હતો. પણ એની પ્રતીતમાં આવ્યો!
આહા..આહા..હા! ‘दंसणणाण’માં આવ્યો! એ એના જ્ઞાનમાં આવ્યો ઈ. આહા..! ભગવાન આત્મા પૂરણજ્ઞાનથી તો છે, પણ ‘છે’ એમ જાણ્યું કોણે? જાણ્યા વિના એ ‘છે’ એમ માન્યું કોણે? આહા.. હા!
ભાઈ...? આવું ઝીણું છે, ‘આ’ ઝીણું! આહા..હા! ગજબ વાત છે!! એક એક ગાથા ને એક એક પદ.. શિવપદના ભણકારા વાગે છે! આહાહા! એ... જીવ... છે. અનંત અપરિમિત ગુણોનો ભંડાર પણ જેણે જાણ્યું નથી, માન્યું નથી એને ક્યાં છે? કહ્યું તું ને.. પ્રશ્ન થયો હતો ને આંહી હમણાં! ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ! આપ કારણ પરમાત્મા કહો છો જીવને.. ‘કારણપરમાત્મા’ કારણ જીવ.. કારણ પ્રભુ! તો કારણ હોય તો એનું કાર્ય આવવું જોઈએ ને.. પણ કાર્ય તો આવતું નથી, કારણ પરમાત્મા તો છે તમે કહો છો.
પ્રશ્ન થયો’ તો કાલ. આ કાઠિયાવાડમાં એમના પિતાશ્રી વિરજીભાઈનો દિગમ્બરના શાસ્ત્રોનો અભ્યાસ પહેલો એમનો જ હતો. એમના દિકરાનો પ્રશ્ન હતો, કારણ પરમાત્મા તમે કહો છો પ્રભુ! તો કારણ છે તો કાર્ય આવવું જોઈએ ને અને કાર્ય તો આવતું નથી.
કીધું, કોને પણ...? કારણપરમાત્મા છે.. એવો જેણે સ્વીકાર કર્યો છે.. તેને કાર્ય થયા વિના રહેતું નથી! પણ સ્વીકાર નથી ત્યાં કાર્ય ક્યાંથી આવે એને? એની દ્રષ્ટિમાં કારણપરમાત્મા છેજ નહિ. દ્રષ્ટિમાં તો પર્યાય ને રાગ છે. એને કાર્ય આવે ક્યાંથી? સમજાય છે આમાં?
આહા.. હા! કારણ.. પરમાત્મા.. છે, ઈ કોને? જેણે ‘છે’ એવું માન્યું જાણ્યું તેને..! ઈ જાણ્યું- માન્યું તેને જીવ છે ઈ પરિણમતી પર્યાય છે. એની પર્યાયમાં આની કબુલાત કરી છે, ત્યારે આંહી પર્યાય થઈ છે. એની પર્યાય વિના, ઈ કાર્ય આવે નહીં. સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રનો મારગ મોક્ષનો, ઈ ત્રિકાળી ચીજની માન્યતામાં અને તેના જ્ઞાનના જ્ઞેય વિના, એ વાત આવે જ નહીં. એ જ્ઞાનમાં ઈ જ્ઞેય આવું છે એમ જાણ્યું તો ઈ જ્ઞાન આવ્યું. ‘આવું છે’ એમ પ્રસિદ્ધ કર્યું તો સમ્યગ્દર્શનમાં આત્મા આવો છે એમ માન્યું. આહા.. હા.. હા! આંહી આ ત્રણ બોલથી વાત કરી છે મુનિ છે ને! પ્રથમ પદમાં
Page 6 of 225
PDF/HTML Page 19 of 238
single page version
૬ શ્રી પ્રવચનો રત્નો-૧ ‘चरित्तदंसणणाण..... ठिदो’ થી વાત લીધી છે. પદમાં પહેલા चरित्त લીધું છે એ તો પદની રચના માટે છે. પદ્ય છે ને આ... (ગાથાઓ) અને એની રચના-પદ્યની માટે ‘चरित्त’ લીધું પહેલું. આમ તો ‘दंसणणाणचरित्त’ છે. પણ પાઠમાં આમ આવ્યું છે. ‘चरित्तदंसणणाण ठिदो’ એ ગદ્યની રચનામાંથી પદ્યની રચનામાં એ રીતે આવ્યું છે. નહિતર, વસ્તુની સ્થિતિમાં તો દર્શનજ્ઞાનચારિત્ર છે. છે ને..?
આહા..! જુઓ...! અર્થ કેમ મૂકી દીધો! જોયું! પાઠ... તો ‘चरित्तदंसणणाण’ થી છે.. છે? ગાથામાં! અર્થ કેવો (ટીકામાં) થયો’ દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત રહ્યો છે. ત્યાં એમ કહ્યું.
મૂળગાથામાં પહેલો શબ્દ ઈ, ટીકા નહીં-ટીકા નહીં. આહા..! માળા પંડિતોય પણ આ પંડિતો કહેવાય! જે આશય કહેવાનો છે તે આશય કાઢે ને સમજે! આ... કોરા વ્યાકરણવાળા નહીં કાઢી શકે!
અરે! ભગવાન! એક વાર સાંભળતો ખરો પ્રભુ તું! વિરોધ કરે ઈ એ.. એકાંત છે, એકાંત છે! પણ એકવાર સાંભળતો ખરો! ભાઈ..! નિશ્ચયનયનો અર્થ જ સમ્યક્એકાંત છે નય સમ્યક્એકાંત છે. પ્રમાણમાં અનેકાન્ત છે! આહા હા! સમ્યક્એકાંતમાં... જેવો જીવ છે તેવો જેણે ‘दंसण’ -પ્રતીત કર્યો-એ દર્શનમાં સ્થિર થયો! દર્શન આત્માને આશ્રયે થયું એમ ન કહેતાં... દર્શનમાં આત્મા સ્થિર થયો. પર્યાયમાં આત્મા-નિર્મળ પર્યાયમાં આત્મા આવ્યો! ધ્રુવ તો હતું! સમજાણું કાંઈ..?
આહા.. હા! આવો મારગ છે પ્રભુ! બહુ જુદી વાત ભાઈ..! આ એક એક ગાથા! એક-એક શબ્દ! ગજબ કામ કર્યાં છે આહા.. હા!
(શ્રોતાઃ) कहते हैं कि पर्याय छूती नहीं, यह तो आ गया! (ઉત્તરઃ) પર્યાયમાં જણાણો ત્યારે તેને આત્મા કહેવામાં આવ્યો. ન જણાણો એને આત્મા છે ક્યાં? આહા.. હા! ઘરમાં હીરો પડયો છે પણ ખબર નથી કોલસો છે કે હીરો!
આહા.. હા! એમ ચીજ જે છે એ છે જેટલી ને જેવડી, એટલી પ્રતીત કર્યા વિના, ઈ છે એમ આવ્યું કોને? આહા.. હા!
વિશેષ કહેશે...
પડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો, “જાણનાર જ જણાય છે” તેમ નહીં માનતાં
રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી
તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી અને જ્ઞાની તો “આ
જાણનાર જણાય છે તે જ હું છું” એમ જાણનાર જ્ઞાયકને એકત્વપૂર્વક જાણતો-
માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં (જ્ઞાનકળામાં) અખંડનો સમ્યક્
પ્રતિભાસ થાય છે. (આત્મધર્મ અંક-૩૯૨)