Pravachansar Pravachano (Gujarati). Introduction; Edition Information; Thanks & Our Request; Version History; Pujya Gurudev Shree Kanjiswami; Prastavna; Publisher's Note; Content; Pravachansaar Pravachano ; Gatha: 93.

Next Page >


Combined PDF/HTML Page 1 of 44

 

Page -8 of 540
PDF/HTML Page 1 of 549
single page version

background image
પરમાત્મને નમઃ
શ્રી પ્રવચનસાર પ્રવચનો

શ્રી પ્રવચનસારજી શાસ્ત્રના સમ્યગ્દર્શનના અધિકારરૂપ
જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપનની ગાથા ૯૩ થી ૧૧૪ ઉપરના
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અપૂર્વ પ્રવચનો.

–ઃ સંકલનકારઃ–
શ્રી વજુભાઈ અજમેરા
B. Sc. Med. L. L. B.
રાજકોટ.

–ઃ પ્રકાશકઃ–
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
શ્રી કાનજી સ્વામી માર્ગ
પંચનાથ પ્લોટ
રાજકોટ– ૩૬૦ ૦૦૧.

Page -7 of 540
PDF/HTML Page 2 of 549
single page version

background image



પ્રથમ આવૃત્તિ. પ્રત ૨૦૦૦
સં. ૨૦પ૧, ચૈત્રશુદ–૧૩.
પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો
૬૧ મો મંગળ પરિવર્તન દિન
દિનાંકઃ ૧૩–૪–૧૯૯પ, ગુરુવાર.

Page -6 of 540
PDF/HTML Page 3 of 549
single page version

background image
Thanks & Our Request
This shastra has been kindly donated by Nilay and Shraddha Dedhia, New
York, USA who have paid for it to be "electronised" and made available on
the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of
Pravachansaar Pravachano is a faithful copy of the paper version. However if you
find any errors please inform us on so that we can
make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if
corrections have been made you can replace your copy with the corrected
one.
3) If you would like to donate a shastra to AtmaDharma.com, please visit:-
to see the list of shastras we would like to see next on AtmaDharma.com.

Page -5 of 540
PDF/HTML Page 4 of 549
single page version

background image
Version History
Version
Number Date Changes
001 29 May 2004 First electronic version.

Page -4 of 540
PDF/HTML Page 5 of 549
single page version

background image
અધ્યાત્મયુગસ્રષ્ઠા પરમોકારી
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી

Page -3 of 540
PDF/HTML Page 6 of 549
single page version

background image
પ્રાસ્તવિક
કલિકાલ સર્વજ્ઞતુલ્ય શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્ય દેવના પંચપરમાગમોમાં સનાતન દિગંબર
તત્ત્વજ્ઞાન પરિપૂર્ણપણે પ્રતિપાદિત થયેલ છે. આ પરમાગમમાં શ્રી સમયસાર, પ્રવચનસાર
નિયમસાર, પંચાસ્તિકાય તથા અષ્ટપાહુડ છે. આ દરેક આગમની વિષયવસ્તુ ભિન્ન ભિન્ન
પ્રકારની હોવા છતાં શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૭૨ અનુસાર સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા
છે. અને વીતરાગતા ત્રણેય કાળે ત્રિકાળી જ્ઞાયક ભગવાનને ધ્યેય બનાવીને પરિણમવાથી જ
પ્રગટ થાય છે. આ રીતે ધ્યેયભૂત ધ્રુવ નિજ પરમાત્મ દ્રવ્યનું સ્વરૂપ તથા તેને વિષય બનાવીને
પ્રગટતી વીતરાગતા પ્રત્યેક આગમના વાચકમાંથી કાઢી તે પ્રકારે પરિણમન થવા માટે શાસ્ત્ર
સ્વાધ્યાય કરવામાં આવે છે.
આ પંચપરમાગમોમાં શ્રી પ્રવચનસારજી શાસ્ત્રને પૂ. કૃપાળુ સદ્ગુરુ દેવ શ્રીએ દિવ્ય
ધ્યનિનો સાર કહેલ છે. આ શાસ્ત્રની શૈલી જ્ઞાન પ્રધાન હોવા છતાં તેના વાચકનું વાચ્ય તો
ભગવાન આત્મા જ છે. આ શાસ્ત્ર ત્રણ અધિકારો વિભાજિત છે. (૧) જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન
(૨) જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપન (૩) ચરણાનું યોગ સૂચક મૂલિકા.
આમા જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપન અધિકારને શ્રી જયસેન આચાર્ય મહારાજે સમ્યગ્દર્શનનો
અધિકાર કહેલ છે. જે વિધિ થી ધ્યેયરૂપ જ્ઞાયકદેવ અનુભવમાં આવે છે તે વિધિનું અનુસરણ
કરનાર સાધક બને છે ત્યારે તેનું જ્ઞેય કેવા પ્રકારનું હોય છે તેની ઘણી વિશદ્ ચર્ચા જ્ઞેયતત્ત્વ
પ્રજ્ઞાપન અધિકારમાં કરવામાં આવી છે. પદાર્થનું યથાર્થરૂપ કેવું છે. દ્રવ્ય ગુણ પર્યાય તેમજ
ઉત્પાદ- વ્યય ધ્રૌવ્ય સંબંધી સમ્યક્બોધ કયા પ્રકારે થવા યોગ્ય છે. છએ દ્રવ્યોના બંધારણને
દર્શાવતા તેમાંથી પ્રયોજનભૂત નિજ પરમાત્મા દ્રવ્યનું અસ્તિત્વ કયા પ્રકારે રહેલું છે તેનું ઘણું
સ્પષ્ટ વિવેચન ગાથા ૯૩ થી ૧૧૩માં કરીને આચાર્ય ભગવાને ગાથા ૧૧૪માં પર્યાયાર્થીક ચક્ષુને
સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થીક ચક્ષુ વડે જોતાં વસ્તુ કેવી જોવા મળે છે. તેની ઘણી
અદભૂત અને અપૂર્વ વાત કરીને જ્ઞેય સંબંધી યથાર્થ દ્રષ્ટિ આપી છે. પ્રસ્તુત ગ્રથમાં આ કારણે
જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપનની ગાથા ૯૩ થી ૧૧૪ નો સમાવેશ કરવામાં આવેલ છે.
હાલમાં પ્રવર્તતી તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સમજણની પરિસ્થિતિ નાજુક છે. બિન

Page -2 of 540
PDF/HTML Page 7 of 549
single page version

background image
અનુભવીજનો દ્વારા પ્રવચન શાસ્ત્રજી શાસ્ત્ર જેવા ઘણા ગૂઢ એ ગહન આગમમાં આચાર્ય
મહારાજે કહેવા ધારેલ વિષયવસ્તુનો જે રીતે અર્થ કરવામાં આવે છે તેનાથી તત્ત્વજ્ઞની કાંઈ
વિરાધના તો નથી થતીને એ વિચારને લક્ષમાં રાખીને સમ્યગ્દર્શનના અધિકારરૂપ જ્ઞેયતત્ત્વ
પ્રજ્ઞાપનની ગાથા ૯૩ થી ૧૧૪ ઉપરના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો અક્ષરશઃ પ્રકાશિત થાય
તથા આ અતિશયધારી મહાપુરુષે સિમંધર ભગવાનને સાક્ષાત્ સાંભળીને તેમજ આ ભવમાં
અહીં આવીને સ્વાનુભવપૂર્વક શ્રીમદ્ કુંદકુંદાચાર્ય દેવનું હૃદય જે રીતે સમજીને ઉપરોક્ત
ગાથાઓના ભાવો જે ભાષામાં પ્રગટ કર્યા છે તે મુમુક્ષુ સમાજ સમક્ષ રજુ થાય અને તેમાંથી
આત્માર્થીજનો પોતાના જ્ઞેયનો યથાર્થ બોધ પામી કાર્ય સિદ્ધિ કરી શકે તેવો ઉમદા આશય આ
પ્રકાશન પાછળ રહેલો છે. ગાથા ૯૩ થી જ્ઞેયનું પ્રજ્ઞાપન કરતાં કરતાં ગાથા ૧૧૪માં ધ્યેયના
ધ્યાનથી વિધિ દર્શાવી અપૂર્વ ભાવો પૂ. શ્રીએ પ્રગટ કર્યા છે.
પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીના ઘણા વિષયો ઉપરના પ્રવચનો સમયે સમયે પ્રકાશિત
થયેલા છે. અને તેમાંના ઘણા ખરા હાલમાં ઉપલબ્ધ પણ છે. પરંતુ શ્રી પ્રવચનસારજી શાસ્ત્ર
ઉપરના પૂજ્યશ્રીના પ્રવચનો ટેપ ઉપરથી તેઓશ્રીની જ ભાષામાં પ્રકાશિત કરવાનો કદાચ આ
પ્રથમ પ્રસંગ છે. આ ગ્રંથમાં જે ગાથાઓ ઉપરના પ્રવચનો સંકલિત કરવાંઆવેલ છે. તેનો સુક્ષ્મ
ઉપયોગપૂર્વક જ્ઞાયકના લક્ષે સ્વાધ્યાય કરનાર આત્માર્થીજનને પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે
ઘણું પ્રેરકબળ પ્રાપ્ત થવાનું પ્રબળ નિમિત્તપણું આ પ્રવચનોમાં રહેલ છે. તેમ આ ટેપો સાંભળતી
વખતે લાગવાથી આ ગ્રંથ સંકલિત થઇ શિઘ્ર પ્રકાશિત થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
મુમુક્ષુ સમાજ આ પ્રકાશનનો નિજ હિતાર્થે ઉપયોગ કરીને નિજ ઉપાદાનના ઉન્નતિક્રમનો
લાભ મેળવશે તથા તત્ત્વના યથાર્થ બોધ દ્વારા આ મુનષ્યભવનું સાર્થકય પામશે તેવી અભ્યર્થના
સહ.
તા. ૧૭–૩–૧૯૯પ પ્રમુખ શ્રી
રાજકોટ. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ – રાજકોટ.

Page -1 of 540
PDF/HTML Page 8 of 549
single page version

background image
પ્રકાશકિય નિવેદન
પંચ પરમાગમોમાંનું એક એવા શ્રી પ્રવચનસારજી શાસ્ત્રના સમ્યગ્દર્શનના અધિકારરૂપ
જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપનની ગાથા ૯૩ થી ૧૧૪ ઉપરના પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના પ્રવચનો
પ્રકાશિત કરતા રાજકોટ દિગંબર મંદિર અનુપમ હર્ષ અને કૃતજ્ઞતા અનુભવે છે.
રાજકોટ દિગંબર જીન મંદિરની એક મુખ્ય કામગીરી હંમેશાએ રહી છે કે શક્ય તેટલી
રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના તત્ત્વજ્ઞાનની મહત્તમ પ્રભાવના થાય. આ પ્રયોજનને લક્ષમાં રાખીને
ભૂતકાળમાં ઘણા પ્રકાશનો સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત થયેલ છે. અને મુમુક્ષુ સમાજે તે કાર્યને
સારી રીતે આવકાર પણ આપેલ છે.
આ “પ્રવચનસાર પ્રવચનો” નામના ગ્રંથમાં સંકલિત વિષયવસ્તુ પૂજ્ય ગુરુદેવશ્રીની
મૂળ ભાષામાં અક્ષરશઃ પ્રગટ થાય તેવા આશયથી જ્ઞેયત્ત્વ પ્રજ્ઞાપનની ગાથા-૯૩ થી ૧૧૪
ઉપરના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો ટેપો ઉપરથી અક્ષરક્ષઃ લખી લેવામાં આવ્યા છે. આ સમગ્ર
લખાણને ફરીવાર ટેપો સાથે સરખાવી લેવામાં આવે છે. તેમજ શ્રી દેવશીભાઈ ચાવડા દ્વારા
ફરીવાર ટેપો સાથે મેળવતા જઇને એડીટીંગ કરી પ્રેસકોપી તૈયાર કરવામાં આવેલ છે. આમાં એ
બાબતનું ખાસ લક્ષ રાખવામાં આવેલ છે. કે, પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષા અને ભાવને પૂરેપૂરા
અક્ષરસઃ સમાવેલ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ પુસ્તક છપાવવાની સમગ્ર કાર્યવાહી સક્રિયપણે સહર્ષ સ્વીકારી લઈ જવાબદારી પૂર્વક
કાર્ય પરિપૂર્ણ કરવામાં આપવા બદલ શ્રી મહેશભાઈ શાહનો પણ સંસ્થા આભાર માને છે.
આ પુસ્તકમાં લેસર ટાઈપ સેટીંગ કરી આપવા બદલ વૈભવ એન્ટરપ્રાઇઝ તથા ઋષભ
કોમ્પ્યુટર્સના તેમજ આ પુસ્તક સુંદર રીતે છાપી આપવા બદલ મે. કીતાબઘર પ્રિન્ટરીનો પણ
સંસ્થા આભાર માને છે. આ પ્રકાશનમાં જે જે ભાઈઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ આપેલ છે તે
સર્વેનો સંસ્થા હૃદય પૂર્વક આભાર માને છે.

તા. ૧૭–૩–૧૯૯પ
લી.
રાજકોટ. શ્રી દિગંબર જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ
શ્રી કાનજી સ્વામી માર્ગ
રાજકોટ.

Page 0 of 540
PDF/HTML Page 9 of 549
single page version

background image
પ્રવચનસાર પ્રવચનો અનુક્રમણિકા
ગાથા પ્રવચન દિનાંક પાના ક્રમાંક
શ્લોક-૬ ગાથા-૯૩ ૨૭-પ-૭૯ ૧ થી ૪૯
’’ ૨૮-પ-૭૯
’’ ૨૯-પ-૭૯
’’ ૩૦-પ-૭૯
ગાથા ૯૪ ૩૦/૩૧-પ-૭૯ પ૦ થી ૮૬
’’ ૧-૬-૭૯
’’ ૨-૬-૭૯
ગાથા ૯પ ૨/૩-૬-૭૯ ૮૭ થી ૧૧૩
’’ ૪-૬-૭૯
ગાથા ૯૬ પ-૬-૭૯ ૧૧૪ થી ૧૩૯
’’ ૬-૬-૭૯
ગાથા ૯૭ ૬/૭-૬-૭૯ ૧૪૦ થી ૧૪૭
ગાથા ૯૮ ૭/૮-૬-૭૯ ૧૪૭ થી ૧૬૯
’’ ૧૦-૬-૭૯
ગાથા ૯૯ ૧૦-૬-૭૯ ૧૭૦ થી ૨૧૪
’’ ૧૧-૬-૭૯
’’ ૧૨-૬-૭૯
’’ ૧૩-૬-૭૯
ગાથા ૧૦૦ ૧૩/૧૪-૬-૭૯ ૨૧પ થી ૨૮૯
’’ ૧પ-૬-૭૯
’’ ૧૬-૬-૭૯
’’ ૧૭-૬-૭૯
’’ ૧૮-૬-૭૯
’’ ૧૯-૬-૭૯
ગાથા ૧૦૧ ૧૯/૨૦-૬-૭૯ ૨૯૦ થી ૩૧પ
’’ ૨૧-૬-૭૯
ગાથા ૧૦૨ ૨૨-૬-૭૯ ૩૧૬ થી ૩૨૯
ગાથા ૧૦૩ ૨૩-૬-૭૯ ૩૩૦ થી ૩૪૪
ગાથા ૧૦૪ ૨૪-૬-૭૯ ૩૪પ થી ૩૬૦
ગાથા ૧૦પ ૨પ-૬-૭૯ ૩૬૧ થી ૩૬૯
ગાથા ૧૦૬ ૨પ-૬-૭૯ ૩૭૦ થી ૩૯૭
’’ ૨૬-૬-૭૯
’’ ૨૭-૬-૭૯
ગાથા ૧૦૭ ૨૭-૬-૭૯ ૩૯૮ થી ૪૧પ
’’ ૨૮-૬-૭૯
ગાથા ૧૦૮ ૨૯-૬-૭૯ ૪૧૬ થી ૪૨૭
ગાથા ૧૦૯ ૨૯/૩૦-૬-૭૯ ૪૨૮ થી ૪૩૯
ગાથા ૧૧૦ ૩૦-૬-૭૯ ૪૪૦ થી ૪૪પ
ગાથા ૧૧૧ ૩૦-૬-૭૯ ૪૪૬ થી ૪૬૪
’’ ૧-૭-૭૯
ગાથા ૧૧૨ ૭-૭-૭૯ ૪૬પ થી ૪૮૧
’’ ૮-૭-૭૯
ગાથા ૧૧૩ ૮-૭-૭૯ ૪૮૨ થી પ૦૨
’’ ૯-૭-૭૯
ગાથા ૧૧૪ ૧૦-૭-૭૯ પ૦૩ થી પ૪૦
’’ ૧૧-૭-૭૯
’’ ૧૨-૭-૭૯
’’ ૧૩-૭-૭૯
કુલ ગાથા ૯૭ થી ૧૧૪ = ૨૨ કુલ પ્રવચનો ૪૨

Page 1 of 540
PDF/HTML Page 10 of 549
single page version

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧
– नमः सिद्धेम्यः –
– नमः ऽनेकान्ताय –
શ્રીમદ્ ભગવત્કુંદકુંદાચાર્ય દેવપ્રણીત
શ્રી
પ્રવચનસાર
જ્ઞેયતત્ત્વ – પ્રજ્ઞાપન અધિકાર
હવે જ્ઞેયતત્ત્વનું પ્રજ્ઞાપન કરે છે અર્થાત્ જ્ઞેયતત્ત્વ જણાવે છે. તેમાં (પ્રથમ) પદાર્થનું સમ્યક્
(સાચું) દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ વર્ણવે છે.ઃ-
अत्थो खलु दव्वमओ दव्वाणिं गुणप्पगाणि भणिदाणि ।
तेहिं पुणो पज्जाया पज्जयमूढा हि परसमया ।। १३।।
अर्थः खलु द्रव्यमयो द्रव्याणि गुणात्मकानि भणितानि ।
तैस्तु पुनः पर्यायाः पर्ययमूढा हि परसमयाः ।। ९३।।
છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ – આત્મક કહ્યાં છે દ્રવ્યને,
વળી દ્રવ્ય – ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે.. ।। ૯૩।।
ગાથા–૯૩.
અન્વયાર્થઃ– [अर्थः– खलु] પદાર્થ [द्रव्यमयः] દ્રવ્ય સ્વરૂપ છે; [द्रव्याणि] દ્રવ્યો [गुणात्मकानि]
ગુણાત્મક (भणितानि) કહેવામાં આવ્યા છે. [तैः तु पुनः] અને વળી દ્રવ્ય તથા ગુણોથી [पर्यायाः] પર્યાયો
થાય છે. (पर्ययमूढाः हि) પર્યાયમૂઢ જીવો [परसमयाः] પરસમય (અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ) છે.
ટીકાઃ– આ વિશ્વમાં જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે તે આખોય વિસ્તાર સામાન્યસમુદાયાત્મક
અને આયતસામાન્યસમુદાયાત્મક દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્મય (દ્રવ્યસ્વરૂપ) છે. વળી દ્રવ્યોએક જેમનો
આશ્રય છે એવા વિસ્તારવિશેષોસ્વરૂપગુણોથી રચાયેલાં (-ગુણોનાં બનેલાં) હોવાથી ગુણાત્મક છે, વળી પર્યાયો
- કે જેઓ આયતવિશેષોસ્વરૂપ છે તેઓ-જેમનાં લક્ષણ (ઉપર) કહેવામાં આવ્યાં એવાં દ્રવ્યોથી તેમજ ગુણોથી
રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે. તેમાં, અનેકદ્રવ્યાત્મક એકતાની
પ્રતિપત્તિના કારણભૂત
દ્રવ્યપર્યાય છે. તે દ્વિવિધ છે. (૧) સમાનજાતીય અને (૨) અસમાનજાતીય.
--------------------------------------------------------------------------------------
૧. વિસ્તારસામાન્ય સમુદાય - વિસ્તાર સામાન્યરૂપ સમુદાય. વિસ્તાર એટલે પહોળાઇ. દ્રવ્યના પહોળાઇ -
અપેક્ષાના (- એક સાથે રહેનારા, સહભાવી) ભેદોને (-વિસ્તારવિશેષોને) ગુણો કહેવામાં આવે છે; જેમકે જ્ઞાન, દર્શન,
ચારિત્ર વગેરે જીવદ્રવ્યના વિસ્તારવિશેષો અર્થાત્ ગુણો છે. તે વિસ્તારવિશેષોમાં રહેલા વિશેષપણાને ગૌણ કરીએ તો એ
બધામાં એક આત્માપણારૂપ સામાન્યપણું ભાસે છે. આ વિસ્તારસામાન્ય (અથવા વિસ્તાર સામાન્ય-સમુદાય) તે દ્રવ્ય છે.
૨. આયતસામાન્યસમુદાય - આયતસામાન્યરૂપ સમુદાય. આયત એટલે લંબાઇ. અર્થાત્ કાળ અપેક્ષિત પ્રવાહ.
દ્રવ્યના લંબાઇ - અપેક્ષાના (એક પછી એક પ્રવર્તતા, ક્રમભાવી, કાળ અપેક્ષિત) ભેદોને (-આયતવિશેષોને) પર્યાયો કહેવામાં
આવે છે, તે ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તતા વિશેષપણાને ગૌણ કરીએ તો એક દ્રવ્યપણારૂપ સામાન્યપણું જ ભાસે છે. આ
આયાતસામાન્ય (અથવા આયતસામાન્યસમુદાય) તે દ્રવ્ય છે.
૩. અનંત ગુણોના આશ્રય એક દ્રવ્ય છે. ૪. પ્રતિપત્તિ - પ્રાપ્તિ; જ્ઞાન; સ્વીકાર.

Page 2 of 540
PDF/HTML Page 11 of 549
single page version

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨
ત્યાં, સમાનજાતીય તે જેવા કે અનેકપુદ્ગલાત્મક દ્વિ-અણુક, ત્રિ- અણુક વગેરે; (૨)
અસામાનજાતીય તે - જેવા કે જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય વગેરે. ગુણ દ્વારા આયતની અનેકતાની
પ્રતિપત્તિના કારણભૂત ગુણપર્યાય છે. તે પણ દ્વિવિધ છે. (૧) સ્વભાવપર્યાય અને વિભાવ પર્યાય.
તેમાં, સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અગુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય પ્રગટતી ષટ્સ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ
અનેકપણાની અનુભૂતિ તે સ્વભાવપર્યાય; (૨) રૂપાદિકને કે જ્ઞાનાદિકને
સ્વ-પરના કારણે પ્રવર્તતી
પૂર્વોતર અવસ્થામાં થતું જે તારતમ્ય તેને લીધે જોવામાં આવતા સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની
આપત્તિ તે વિભાવપર્યાય.
હવે આ (પૂર્વાકત કથન) દ્રષ્ટાંતથી દ્રઢ કરવામાં આવે છેઃ-
જેમ આખુંય
* પટ અવસ્થાયી (-સ્થિર રહેતા) એવા વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા
(-વહેતા, પ્રવાહરૂપ) એવા આયતસામાન્યસમુદાય વડે રચાતું થકું તે - મય જ છે, તેમ આખોય
પદાર્થ ‘દ્રવ્ય’ નામના અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા આયતસામાન્યસમુદાય વડે
રચાતો થકો દ્રવ્યમય જ છે. વળી જેમ પટમાં, અવસ્થાયી વિસ્તાર સામાન્યસમુદાય કે દોડતો
આયતસામાન્યસમુદાય ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે, તેમ
પદાર્થોમાં, અવસ્થાયી વિસ્તાર સામાન્યસમુદાય કે દોડતો આયતસામાન્યસમુદાય જેનું નામ ‘દ્રવ્ય’ છે
તે - ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાપ્ત હોવાથી ગુણાત્મક જ છે. વળી જેમ અનેકપટાત્મક
(એકથી વધારે વસ્ત્રોના બનેલા)
*દ્વિપટિક, ત્રિપટિક એવા સમાનજાતીય દ્રવ્યપર્યાય છે, તેમ
અનેકપુદ્લાત્મક દ્વિ-અણુક, ત્રિ-અણુક એવા સમાનજાતીય દ્રવ્યપર્યાય છે; અને જેમ અનેક રેશમી અને
સુતરાઉ પટોના બનેલા દ્વિપટિક, ત્રિપટિક, એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે, તેમ અનેક જીવ -
પુદ્ગલાત્મક દેવ, મનુષ્ય એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. વળી જેમ ક્યારેક પટમાં પોતાના સ્થૂલ
અગુરુલઘુગુણ દ્વારા કાળક્રમે પ્રવર્તતા અનેક પ્રકારોરૂપે પરિણમવાને લીધે અનેકપણાની પ્રતિપત્તિ તે
ગુણાત્મક સ્વભાવપર્યાય છે, તેમ સમસ્ત દ્રવ્યોમાં પોતપોતાના સૂક્ષ્મ અગુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય
પ્રગટતી ષટ્સ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે ગુણાત્મક સ્વભાવપર્યાય છે; અને જેમ
પટમાં, રૂપાદિકને સ્વ-પરના કારણે પ્રવર્તતી પૂર્વાેત્તર અવસ્થામાં થતાં તારતમ્યને લીધે જોવામાં
આવતા સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની આપત્તિ તે ગુણાત્ક વિભાવપર્યાય છે, તેમ સમસ્ત દ્રવ્યોમાં,
રૂપાદિકને કે જ્ઞાનદિકને સ્વ-પરના કારણે પ્રવર્તતી પૂર્વોત્તર અવસ્થામાં થતા તારામ્યયને લીધે જોવામાં
આવતા સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે.
ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્યગુણપર્યાયસ્વભાવની પ્રકાશક પારમેશ્વરી - (પરમેશ્વરે કહેલી)
વ્યવસ્થા ભલી - ઉત્તમ-પૂર્ણ યોગ્ય છે, બીજી કોઈ નહીં; કારણ કે ઘણાય (જીવો) પર્યાયમાત્રને જ
અવલંબીને તત્ત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે એવા મોહને પામતા થકા પરસમય થાય છે.
----------------------------------------------------------------------
(પ) દ્વિ-અણુક - બે અણુનો બનેલો સ્કંધ. (૬) સ્વ તે ઉપાદાન અને પર તે નિમિત્ત. (૭) પૂર્વોત્તર-પહેલાંની અને
પછીની. (૮) આપત્તિ-આવી પડવું તે. * પટ - વસ્ત્ર, * દ્વિપટિક - બે તાકા સાંધીને બનાવેલું વસ્ત્ર. (બન્ને તાકા એક જ જાતના
હોય તો સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય અને જો બે તાકા ભિન્ન જાતિના (- જેમ કે એક રેશમી ને બીજો સુતરાઉ) હોય તો
અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય.

Page 3 of 540
PDF/HTML Page 12 of 549
single page version

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૩
ભાવાર્થઃ– પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંતગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે.
પર્યાયો બે પ્રકારના છે. (૧) દ્રવ્યપર્યાય; (૨) ગુણપર્યાય. તેમાં દ્રવ્યપર્યાયો બે પ્રકારના છે. (૧)
સમાન - જાતીય- જેમ કે દ્વિ- અણુક, ત્રિ-અણુક વગેરે સ્કંધ. (૨) અસમાનજાતીય - જેમ કે
મનુષ્ય, દેવ વગેરે. ગુણપર્યાયો પણ બે પ્રકારના છે. (૧) સ્વભાવપર્યાય-જેમ કે સિદ્ધ ના ગુણ
પર્યાયો. (૨) વિભાવપર્યાય જેમ કે સ્વપર હેતુક મતિજ્ઞાન પર્યાય.
આવું જિનેન્દ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોંનું દ્રવ્ય-ગુણ - પર્યાય સ્વરૂપ જ
યથાર્થ છે. જે જીવો દ્રવ્ય ગુણને નહીં જાણતા થકા કેવળ પર્યાયને જ અવલંબે છે, તેઓ નિજસ્વભાવને
નહીં જાણતા થકા પરસમય છે. ૯૩.