Atmadharma magazine - Ank 260
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 51
single page version

background image
: ૨૨: આત્મધર્મ :જેઠ:
ભગવાન કહે છે કે, સ્વભાવનો અનુભવશીલી જીવ પરમ સુખી છે. પ્રચુર
સ્વસંવેદન– રૂપ આત્મવૈભવ મુનિઓને પ્રગટ્યો છે. સ્વસંવેદનમાં પ્રચુર આનંદના
ઊછાળા ઊછળે છે. અહાહા, ધન્ય અવતાર! એના આનંદનો પાર નથી; એ તો જાણે
પરમાત્મા, ને ચાલતા સિદ્ધ! મુનિદશાના પરમ આનંદની અજ્ઞાનીને ગંધ પણ નથી,
આત્માના અનુભવ વગરનો અજ્ઞાની વિકલ્પના ભારથી એકલો દુઃખી છે. આત્માનો
અનુભવ કરવો તે ભગવાનની દિવ્યવાણીનો ઉપદેશ છે. ભગવાન આત્મા
અનુભવપ્રત્યક્ષ છે, તેને વિકલ્પ વગરનું ભાવશ્રુત પ્રત્યક્ષ અનુભવે છે. વિકલ્પાત્મક
જ્ઞાનવડે તે અનુભવમાં આવતો નથી.
જ્યાં સમ્યગ્દર્શન થયું ને સ્વાનુભવ થયો ત્યાં મોક્ષ તરફ પરિણમન ઢળ્‌યું એટલે
તે મુક્ત જ થાય છે એમ કહ્યું છે: ‘शुद्धस्वरूप लक्षण सम्यक्त्वगुणके प्रगट होने पर
मुक्त होता है,–ऐसा द्रव्यका परिणाम है’–શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં જીવવસ્તુ
સદાય મુક્તસ્વરૂપ છે એમ અનુભવમાં આવે છે. આવી શુદ્ધવસ્તુને જાણવી અનુભવવી
તે ભગવાનનો ઉપદેશ છે. મુક્તિના પાયાની પહેલી શિલા તો સમ્યગ્દર્શન છે;
સમ્યગ્દર્શનરૂપી મંગલસ્તંભ આત્મામાં રાપ્યો તેણે મોક્ષ માટેની તૈયારી કરી. અહો,
સમ્યગ્દર્શનના એક ક્ષણના આનંદ પાસે જગતના વૈભવ બધા તૂચ્છ છે, સમ્યગ્દર્શન થતાં
આત્મામાં મોક્ષનાં નગારાં વાગ્યા.
ઘણો ધીરો થા.....ધીરો થઈને અંતરમાં જો.....તો તારા આત્મામાં શાંતરસનો
સમુદ્ર ભર્યો છે; એ શાંતરસના સમુદ્રમાં ઉદયભાવ રૂપ મેલ નથી; વિકલ્પની આકુળતા
તેમાં નથી. આવો પરમ ગંભીર જ્ઞાનસમુદ્ર તેનો અનુભવ વિકલ્પવાળા જ્ઞાનવડે થતો
નથી પણ અનુભવજ્ઞાન વડે જ થાય છે. અનુભવજ્ઞાન પણ છે તો શ્રુતજ્ઞાન; પણ જે
શ્રુતજ્ઞાન વિકલ્પના વિચારમાં અટકે છે તેમાં તો આકુળતા છે, તેમાં આત્માની શાંતિનો
અનુભવ થતો નથી. જ્ઞાન વિકલ્પથી ખસીને આત્મસ્વભાવ તરફ ઢળે એવા
આત્મજ્ઞાનવડે નિર્વિકલ્પ આનંદમય આત્માનો સાક્ષાત્ અનુભવ થાય છે. જે શ્રુતમાં
આત્માનો અનુભવ નથી તેને વિકલ્પરૂપ દ્રવ્યશ્રુતમાં જ ગણ્યું છે. વિકલ્પ વગરનું જે
જ્ઞાન છે તે આત્માને પ્રત્યક્ષ અનુભવે છે, ને તે જ્ઞાનને જ ખરેખર જ્ઞાન કહેવાય છે.
આવું જ્ઞાન ઈન્દ્રિયોથી પાર, રાગથી પાર, તેના વડે શુદ્ધઆત્માની અનુભૂતિ પ્રગટ કરવી
તે ભગવાનનો માર્ગ છે.
ભગવાનનો માર્ગ સોંઘો પણ છે ને મોંઘો પણ છે; સ્વાનુભવદ્વારા સોંઘો છે. ને
વિકલ્પદ્વારા પ્રાપ્ત ન થાય એવો મોંઘો છે. આત્મા નિજસ્વરૂપમાં આવતાં વિકલ્પો
શમાઈ જાય છે. આવો અનુભવ ચોથા ગુણસ્થાને ચારે ગતિના જીવો પામી શકે છે.
ભગવાનનો ઉપદેશ સાંભળતાં અંતરમાં ઉતરીને અનેક જીવો આવા ધર્મને પામ્યા ને
ધર્મવૃદ્ધિ થઈ.

PDF/HTML Page 42 of 51
single page version

background image
: જેઠ: આત્મધર્મ :૨૩:
આત્માના સહજ સ્વભાવમાં વિકારનું કર્તૃત્વ માનીને
અ જ્ઞા ની બ લા ત્કા ર કરે છે
હે જીવ! તું મોટો પરમાત્મા; તારો સ્વભાવ મોટો ને તારી ભૂલ
પણ મોટી; તું જ તારા બળથી તારી ભૂલ તોડ તો તે
તૂટે; ભૂલ મોટી ને તે ભૂલ ભાંગીને સમ્યક્ સ્વભાવનું
ભાન કરતાં તેનો લાભ પણ ઘણો મોટો છે.
આત્માનો સ્વભાવ ગંભીર છે, રાગના વિકલ્પથી જેની ગંભીરતાનો પાર ન
પમાય, સ્વાનુભવથી જ જેનો પાર પમાય એવો ગંભીર આત્મસ્વભાવ છે. પણ આવા
સ્વભાવને ભૂલેલો અજ્ઞાની બલાત્કારથી રાગાદિ પરભાવોનો કર્તા થાય છે.
‘બલાત્કારથી કર્તા થાય છે એટલે શું? કે પોતાના સહજ સ્વભાવમાં તો રાગાદિનું કર્તૃત્વ
નથી, છતાં અજ્ઞાનથી બલાત્કાર વડે શુભાશુભભાવોનું કર્તૃત્વ આત્માના સ્વભાવમાં
માને છે. સહજ સ્વભાવમાં જે વસ્તુ નથી તેનું કર્તાપણું બલાત્કારથી અજ્ઞાની ઊભું કરે
છે.
અરે જીવ! તારા સહજ સ્વરૂપમાં શું રાગાદિ પરભાવો છે? ના, તારો સહજ
સ્વભાવ તો ચૈતન્યસૂર્ય છે. તેમાં રાગાદિનું કર્તૃત્વ જરાપણ નથી. જ્ઞાનદ્વારા એનું વેદન
કરતાં સહજ અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે. ‘રાગ મારું કાર્ય ને હું જ્ઞાનસ્વરૂપ
આત્મા તે રાગનો કર્તા એવી એકત્વબુદ્ધિરૂપ કર્તૃત્વ વડે આત્માના સહજ આનંદનું વેદન
લૂંટાય છે, એટલે તે કર્તૃત્વબુદ્ધિથી આત્મા ઉપર બલાત્કાર થાય છે; એના સ્વભાવમાં જે
નથી તે પરાણે (અજ્ઞાનથી) તેમાં ઘૂસાડવું–તે બલાત્કાર છે, તેમાં આકુળતા છે, દુઃખ છે,
સંસાર છે.
આત્મા પરથી અત્યંત છૂટો, કર્તૃત્વની ઉપાધિ વગરનો છે, છતાં અજ્ઞાની તેના
ઉપર પરાણે પરાણે પરના કર્તૃત્વનો આરોપ નાંખે છે. અરે, પરથી તદ્ન જુદો, સહજ
સ્વભાવ, તેમાં વળી જ્ઞાન સિવાય બીજા શેનું કર્તૃત્વ હોય? જ્ઞાનકાર્યમાં ભેગું વિકારનું
કાર્ય ક્યાંથી આવી ગયું? ને પરનું કાર્ય તેનામાં કેવું? ભાઈ, તારા આત્માને આવી
કર્તૃત્વબુદ્ધિથી છોડાવ, ને શુદ્ધજ્ઞાનની ભાવના કર. હું તો શુદ્ધજ્ઞાન છું, મારા શુદ્ધજ્ઞાનમાં
વિકાર સાથે તન્મયતા નથી ને પર સાથે સંબંધ નથી;–આવા આત્માને જ્યાંસુધી જીવ
નથી જાણતો ત્યાંસુધી ઊંધાઈથી વિકારના કર્તૃત્વપણે પરિણમતો થકો અજ્ઞાની રખડે છે;
પોતે જ પોતાના આત્મા ઉપર બલાત્કાર કરીને પોતાને દુઃખી કરી રહ્યો છે.
અરે પ્રભો! તું ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા.....અને.....વિકારના કર્તૃત્વમાં રોકાઈ

PDF/HTML Page 43 of 51
single page version

background image
: ૨૪: આત્મધર્મ :જેઠ:
જા.....તેમાં તને શરમ નથી લાગતી? વિકારની લાગણીમાં તન્મયતા વડે તારા આખા
ચૈતન્યરત્નાકરને તું ઢાંકી રહ્યો છે. નિર્મળ ચેતના પરિણતિરૂપે પરિણમીને તેનો કર્તા
થાય ને અતીન્દ્રિય આનંદને ભોગવે એવો તારા આત્માનો સ્વભાવ, તેના ઉપર
બલાત્કારથી તું તેને વિકારના કર્તૃત્વમાં રોકી રહ્યા છે ને દુઃખ ભોગવી રહ્યો છે. હવે એ
મિથ્યાબુદ્ધિ છોડ.....છોડ! ને વિકારથી ભિન્ન જ્ઞાનસ્વરૂપને દેખ.
જેનામાં જે વસ્તુ ન હોય તે પરાણે ઊભી કરવી–એનું નામ બલાત્કાર છે;
આત્મવસ્તુના સ્વભાવમાં જ્ઞાન–આનંદની મીઠાસ છે; વિકાર આત્મવસ્તુના સ્વભાવમાં
નથી, છતાં અજ્ઞાનથી તેમાં વિકારનું કર્તાપણું માનીને અજ્ઞાની બલાત્કારથી વિકારનું
કર્તૃત્વ ઊભું કરે છે. જ્ઞાની સ્વભાવના બળપૂર્વક એ વિકારના કર્તૃત્વને છોડે છે. એક
માણસ ચોકખો હોય–નિર્દોષ હોય ને તેને કોઈ કહે કે ના, તારામાં કલંક છે, એમ પરાણે
કલંક નાખે તો તે બલાત્કાર છે; તેમ ચિદાનંદ સ્વભાવ શુદ્ધ, કલંક વગરનો છે, તે
સ્વભાવને ન સ્વીકારતાં અજ્ઞાની કહે છે કે એમાં વિકારનું કર્તૃત્વ છે, અમે પરાણે
મિથ્યાબુદ્ધિથી આત્માના સ્વભાવમાં વિકારના કર્તૃત્વનું કલંક નાંખે છે તે બલાત્કાર છે,
પોતે પોતાના આત્મસ્વભાવ ઉપર બલાત્કાર કરે છે, ને તેથી સંસારમાં રખડીને દુઃખી
થાય છે.
જેમ મૃગજળમાં–ઝાંઝવામાં જળ ન હોવા છતાં મૃગલા અજ્ઞાનથી તેને જળ
માનીને પીવા દોડે છે; એ મૃગની તૃષા કયાંથી મટે? ને તેને ક્્યાંથી શાંતિ થાય? તેમ
વિકારીભાવો તે ઝાંઝાવાના જળ જેવા છે, તેમાં ચૈતન્યની શાંતિ ન હોવા છતાં અજ્ઞાની
જીવ મૃગલાંની માફક અજ્ઞાનથી તેમાં શાંતિ માનીને તેના કર્તૃત્વમાં ધસે છે, પણ
વિકારના કર્તૃત્વમાં ચૈતન્યની શાંતિ ક્યાંથી મળે? અરે ભાઈ, વિકારમાં તારી શાંતિ
કેવી? તારા આત્માને એના કર્તૃત્વમાં તું ન રોક, મૃગજળમાંથી જો મૃગલાને પાણી મળે
ને તૃષા છીપે તો વિકારમાંથી તને શાંતિ મળે! વિકારમાંથી તું પરાણે શાંતિ લેવા માંગીશ
પણ એમાં શાંતિ છે જ નહિ, એના કર્તૃત્વમાંથી તને કદી શાંતિ મળવાની નથી! શાંતિનું
ધામ તારું ચૈતન્યતત્ત્વ છે, એમાં વિકારના કર્તૃત્વની ગંધ પણ નથી. આવા સ્વભાવનું
સેવન કર તો અપૂર્વ સમ્યકત્વાદિરૂપ શાંતિ મળે, ને આકુળતા ટળે.
જ્યાં પાણી નથી ત્યાં ભ્રમથી મૃગલા દોડે છે, તેમ જેમાં શાંતિ નથી એવા
પરભાવમાં અજ્ઞાની ભ્રમથી હિત માને છે. ભાઈ, વિકારી ભાવ તો ઝેર છે, તારો
સ્વભાવ તો અમૃત છે; તેને બદલે એ વિકારભાવનું કર્તૃત્વ સ્વભાવમાં માનીને તું તારા
અમૃતસ્વભાવને ઝેરરૂપ માને છે, એ મોટો બળાત્કાર છે. અરે જીવ! સ્વભાવ અને
પરભાવનો ભેદ પાડ! તું પરમાત્મા મોટો, તારો સ્વભાવ મોટો અને તારી ભૂલ પણ
મોટી, તું જ તારા બળથી તારી ભૂલને તોડ તો તે તૂટે. ભૂલ મોટી ને તે ભૂલ ભાંગીને
સમ્યક્સ્વભાવનું ભાન કરતાં તેનો લાભ પણ ઘણો મોટો છે. ભૂલ ભાંગતા ચૈતન્યના
અપાર અમૃત સાક્ષાત્ અનુભવમાં આવે છે.
(કલશટીકા–પ્રવચન)

PDF/HTML Page 44 of 51
single page version

background image
: જેઠ: આત્મધર્મ :૨પ:
સમ્મેદશિખર સંબંધમાં ભારતભરના દિજૈનોનું
અભૂતપૂર્વ સરઘસ
સમ્મેદશિખર–જૈનોનું મહાન તીર્થ, જેને સમસ્ત જૈનો પરમભક્તિથી સદાકાળ
પૂજતા આવ્યાછે, તેના સંબંધમાં બિહાર સરકારે શ્વેતાંબરસમાજ સાથે જે એકપક્ષી
અનુચિત કરાર કરેલ છે, તેનો ભારતભરના દિગંબર જૈનસમાજમાં અત્યંત વિરોધ છે.
આ વિરોધ પ્રદર્શિત કરવા તા. ૩–પ–૬પ ના રોજ દિલ્હીમાં દિ જૈનસમાજનું એક
સરઘસ લાલકિલ્લાથી શરૂ થઈને વડાપ્રધાન શ્રી લાલબહાદુરજી શાસ્ત્રના નિવાસસ્થાને
ગયું હતું. આ અભૂતપૂર્વ સરઘસમાં ભારતભરમાંથી એક લાખ ઉપરાંત દિ જૈનોએ
ભાગ લીધો હતો. જૈનોનું આવું વિશાળ અને શાંત સરઘસ દિલ્હીના ઈતિહાસમાં પ્રથમ
જ હતું. સમ્મેદશિખરજી સંબંધી જયઘોષ કરતું તથા હજારો ઝંડા અને ચિત્રો વગેરે સહિત
સરઘસ શાસ્ત્રીજીના નિવાસસ્થાને પહોચ્યું, ત્યાં દિ જૈનોના પ૦ જેટલા આગેવાન
પ્રતિનિધિઓએ શાસ્ત્રીજીને મળીને નિવેદન આપ્યું. શાસ્ત્રીજીએ આ સંબંધી તપાસ
કરીને અન્યાયની સ્થિતિ દૂર કરવાનું વચન આપ્યું હતું. આ સંબંધમાં દિલ્હીના પ્રસિદ્ધ
દૈનિક નવભારત ટાઈમ્સ” માં જે રિપોર્ટ છપાયેલા છે તે અહીં (जैनमित्र માંથી]
સાભાર ઉધ્ધૃત કરીએ છીએ.
सम्मेदशिखर क्षेत्रपर किसी एक जैन समुदायका हक नही
प्रधानमन्त्रीसे दिगम्बर जैनियोंका आग्रह
नई दिल्ली, ३ मई। प्रधानमन्त्री श्री लालबहादूर शास्त्रीने एक प्रतिनिधि
मंडलको आश्वासन दिया है कि प्रसिद्ध जैन तीर्थ सम्मेदशिखरके सम्बन्धमें बिहार
सरकार द्वारा श्वेताम्बर समाजके साथ किये गये करारसे दिगम्बर जैन समाजके
प्रति अन्यायकी जो स्थिति पैदा हो गयी है उसकी जांच की जायगी और उसे
दूर किया जायगा।
प्रतिनिधि मंडलने श्री शास्त्रीजीको एक स्मरणपत्र पेशकर बताया कि
पारसनाथ पहाड [सम्मेदशिखर] दिगम्बर जैनियोंका सर्वोत्कृष्ट तथा सर्वाधिक
पावन तीर्थक्षेत्र है। बिहार सरकारसे एक तरफा करार कराके इसका नियंत्रण
श्वेतांबर जैन समाजको देने से देशके कई लाख दिगम्बर जैनियोंमें भारी क्षोभ
पैदा हो गया है और उनके धार्मिक अधिकारोंको ठेस पहुंची

PDF/HTML Page 45 of 51
single page version

background image
: ૨૬: આત્મધર્મ :જેઠ:
है। प्रतिनिधि मंडलने प्रधान मंत्रीसे अनुरोध किया कि वे स्वयं इस मामलेमें
हस्तक्षेप करें और दि
जैन समाजके प्रति हुए अन्यायको दूर करायें।
स्मरणपत्र अखिल भारतीवर्षीय दिगम्बर जैन तीर्थक्षेत्र रक्षा कमेटीके अध्यक्ष,
प्रसिद्ध उधोगपति श्री साहू शान्तिप्रसाद जैनने दिया। प्रतिनिधि मंडलमें आपके
अतिरिक्त मणिपुर, मध्यप्रदेश आदिसे आये अनेक प्रतिष्ठित व्यक्ति शामिल थे।
िवशाल जूलूस
बिहार सरकार द्वारा किये गये एकतरफा कराकके प्रति अपना रोष व्यक्त
करनेके लिय आज सुबह एक लाखसे अधिक दि जैनोंने ऐतिहासिक
लालमंदिरसे एक जुलूस निकाला जो छः मीलका मार्ग तय करके जनपथ पर
प्रधानमन्त्रीके निवासस्थान तक गया। लगभग ढाई मील लन्बे उस जुलूसमें
देशके अनेक भागोंसे आये हुए व्यक्ति थे।
दोनों वर्गोका हक
जुलूसमें महिलाओ और बचोंकी भी बडी तादाद थी। जुलूसमें भाग लेनेके
लिये पिछली एक रातमें ही लगभग पांच सौ बस बाहरसे आयी। अनेक व्यक्ति तो
सुबह बसों और रेलगाडीसे उतर कर सीधे जुलूसमें शामिल हो गये। जुलूसके
आगे मोटर साइकिल सवार थे और उनके पीछे देशके दिगम्बर जैन समाजके
गण्यमान्य व्यक्ति थे। जुलूस सुबह सात बजे रवाना हुआ। साढे नौ बजे
प्रधानमन्त्रीके निवासस्थान पर पहुंचा। प्रधानमंत्रीको बताया गया कि हजारों
वर्षोसे सम्मेदशिखर तीर्थं क्षेत्रमें प्रत्येक जैन पूजा–आराधना करता आया है और
दिगम्बर जैनोंके लिए यह स्थान विशेषरुपसे पावन तथा आराध्य है।
प्रतिनिधियोंने श्री शास्त्रीको बताया कि १९२६ में प्रिवीकाैंसिलने भी ईस स्थान पर
दि
जैन समाजके अधिकारको स्वीकार किया था।
न्यायाधीशने अपने निर्णयमें कहा था कि यदि श्वेतांबर जैन समाजने कुछ
जैनतीर्थोंका जीर्णोद्धार कराया तो ईसका मतलब यह नहीं हो जाता कि उस पर
केवल उनका ही अधिकार होना चाहिए। सम्मेदशिखर तीर्थ प्रत्येक जैनके लिये
तीर्थ स्थल है जिस पर एक वर्गका नियन्त्रण नहीं हो सकता।
આપણે આશા રાખીએ કે શ્વેતાંબર સમાજના આપણા જૈનબંધુઓ પણ આ
સંબંધમાં ઉચિત અને ગૌરવભર્યું વલણ અપનાવીને, બિહારસરકાર સાથેના કરારમાં
સમસ્ત જૈનસમાજને સંતોષ થાય એવો સુધારો કરાવવામાં સહકાર આપશે ને એ રીતે
જૈન– સમાજમાં સંપ અને ગૌરવ જાળવવામાં સાથ આપશે.
जय सम्मेदशिखर
બ્ર હ. જૈન

PDF/HTML Page 46 of 51
single page version

background image
: જેઠ: આત્મધર્મ :૨૭:
(આત્મધર્મનો ચાલુ વિભાગ, લેખાંક ૯)
(વિવિધ વચનામૃતનો આ વિભાગ પ્રવચનોમાંથી, શાસ્ત્રોમાંથી તેમજ
રાત્રિચર્ચા વગેરે વિવિધ પ્રસંગો પરથી તૈયાર કરવામાં આવે છે.)
(૧૪૮) ધર્મી જીવ
ધર્મીજીવ અંતરઅનુભવથી પોતાના સ્વભાવને દેખીને પરમ પ્રસન્ન થાય છે.
ચેતન્યના અનુભવની ખુમારી એના ચિત્તને બીજે ક્્યાંય લાગવા દેતી નથી.
સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત તૃપ્ત છે. ચૈતન્યના આનંદની મસ્તીમાં તે એવા મસ્ત છે
કે બીજું કાંઈ કરવાનું રહ્યું નથી.
(૧૪૯) એકત્વમાં પરમસુખ
હું જ જ્ઞાન–દર્શન–ચારિત્ર છું, હું જ મોક્ષ છું, હું જ સુખ છું; મારો સ્વભાવ
વૃદ્ધિગત છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું મારા ચૈતન્યવિલાસસ્વરૂપ છું.
ચૈતન્યમાં બીજા કોઈની ચિન્તા નથી.–આમ ધર્મી જીવ પરથી ભિન્ન પોતાના
એકત્વસ્વરૂપને ચિંતવે છે. એકત્વ ચૈતન્યના ચિંતનમાં પરમસુખ છે.
(૧પ૦) આનંદ
સ્વાનુભૂતિનો આનંદ એ જ જગતમાં સર્વોત્કૃષ્ટ ઉપાદેય છે. અત્યંત મધુર જે
ચૈતન્ય– રસનો સ્વાદ, એ સ્વાદ જેવો આનંદ જગતના કોઈ પદાર્થમાં નથી. આવો
આનંદ બતાવીને સંતો કહે છે કે આજે જ તમે આનો અનુભવ કરો, આવા આનંદને
હમણાં જ અનુભવો.
(૧પ૧) શૂરવીરો મોક્ષને સાધે છે.
હે જીવ! શૂરવીર થઈને સ્વભાવનું વેદન કર.....ને પરભાવને ભગાડ. જેમ સિંહ
ત્રાડ પાડે ત્યાં જંગલના પશુડાં ભાગે તેમ ચૈતન્યસિંહ નિજસ્વરૂપને સંભાળતો સ્વવીર્યથી
જાગ્યો ત્યાં પરભાવો ભાગે છે. સ્વભાવના સ્વાદમાં પરભાવોનો અભાવ છે. જે પરભાવમાં
અટકીને સ્વભાવને ભૂલ્યો તે શૂરવીર નથી; જેણે પરભાવને દૂર કરીને સ્વભાવમાં પ્રવેશ
કર્યો તે શૂરવીર છે. આવા શૂરવીરો જ બંધનને તોડીને મોક્ષને સાધે છે.
(૧પ૨) આરામનું ધામ
આનંદથી ભરેલો આત્મા, એ જ ધર્મીનું ક્રીડાવન છે, ચૈતન્યબાગ ખીલ્યો તેમાં
ધર્મી– જીવ કેલિ કરે છે.; શાશ્વત જેનો પ્રતાપ છે એવો

PDF/HTML Page 47 of 51
single page version

background image
: ૨૮: આત્મધર્મ :જેઠ:
આત્મા ધર્મીને સ્વસંવેદનપ્રત્યક્ષથી પ્રગટ થયો છે. અડોલ, સૌથી મહાન, અને
અતીન્દ્રિય સુખથી ભરપૂર આત્મા સમ્યગ્દર્શન થતાં જ પ્રગટ અનુભવાય છે.
સ્વાનુભવમાં પ્રગટેલો આવો આત્મા જ આરામનું ધામ છે; એના વગર બીજે
ક્્યાંય આરામ હરામ હૈ.
(૧પ૩) ઉત્તમવસ્તુ
ત્રણલોકમાં સૌથી ઉત્તમ મહિમાવંત પોતાનો આત્મા છે, તેને તું ઉપાદેય
જાણ; એ મહાસુંદર ને સુખસ્વરૂપ છે. આત્માનો આટલો બધો મહિમા કહ્યો તે જેમ
છે તેમ કહ્યો છે, કાંઈ વધારીને નથી કહ્યું, વધુ પડતી મહત્તા નથી કરી, પણ સાક્ષાત્
એવી મહત્તા છે જ, તે બતાવી છે. જગતમાં સર્વોત્કૃષ્ટ આવા આત્માને તું
સ્વાનુભવગમ્ય કર. તારો આત્મા જ તને આનંદરૂપ છે, કોઈ પરવસ્તુ તને
આનંદરૂપ નથી. આત્મામાં આવો આનંદ જેણે અનુભવ્યો છે તે ધર્માત્માનું ચિત્ત
બીજે ક્્યાંય ઠરતું નથી, ફરીફરીને આત્મા તરફ જ વળે છે. આત્માનું અસ્તિત્વ
જેમાં નથી, આત્માનું જીવન જેમાં નથી તેમાં ધર્મીનું ચિત્ત કેમ ચોંટે? પોતામાં જે
આનંદ અનુભવ્યો છે તેમાં જ તેનું ચિત્ત ચોટયું છે.
વૈરાગ્ય સમાચાર
* સોનગઢના ભાઈશ્રી કપુરચંદ હીરાચંદ (મોઢ સેનેટેરિયમવાળા) ગતમાસમાં
* બાબરાના વકીલ નરભેરામ છગનલાલ ગતમાસમાં હાર્ટફેઈલથી સ્વર્ગવાસ
પામી ગયા.
* કિસનગઢના શેઠશ્રી મગનમલજી પાટની (શ્રી નેમિચંદભાઈ પાટનીના
* રાયપુરમાં ભાઈશ્રી બાલુભાઈ (મોટા આંકડિઆવાળા) તા. ૨૬–પ–૬પના
રોજ હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા. તેઓ ગત માસમાં જ સોનગઢ આવેલા ને
આંકડિઆના જિનમંદિર માટે રૂા. ૧૧૦૦૧) જાહેર કર્યા હતા. રાજકોટમાં ગુરુદેવના
સ્વાગત વખતે પણ તેઓ આવેલ હતા, ત્યારબાદ રાયપુર ગયેલા, ત્યાં અચાનક
સ્વર્ગવાસ પામી ગયા.
આ અશરણને ક્ષણભંગુર સંસારમાં પરમ શરણરૂપ એવા વીતરાગી
દેવગુરુધર્મના આશ્રય વડે દરેક જીવ આત્મહિત પામે.......એ જ ભાવના

PDF/HTML Page 48 of 51
single page version

background image
ગુરુદેવ માનસ્તંભના કળશ ઉપર સ્વસ્તિક કરી રહ્યા છે.
માનસ્તંભ ઉપર પ્રતિષ્ઠા પછી ભક્તો અર્ઘ ચડાવી રહ્યા છે.

PDF/HTML Page 49 of 51
single page version

background image
શ્રુતદાતાર સન્તોને નમસ્કાર
ભગવંત સંતોએ કહેલાં શ્રુત અતીન્દ્રિય
આત્મસુખની રુચિ કરાવીને બાહ્યવિષયોથી વિરક્તિ
કરાવેશ્રુત છે. પંચમી (જેઠ સુદ પાંચમ) એ જ્ઞાનની
અખંડ આરાધનાનો પવિત્ર દિવસ છે. ભગવાન
તીર્થંકરદેવની વાણીની અચ્છિન્નધારા પરમ દિગંબર
સંતોએ ટકાવી રાખી છે; એ વાણી સિદ્ધસ્વરૂપી
શુદ્ધઆત્માનું પ્રકાશન કરે છે. અંતરમાં સિદ્ધપદને સાધતાં
સાધતાં ભાવશ્રુતધારક સંતોએ ભગવાનની વાણી
ઝીલીને દ્રવ્યશ્રુતની પરંપરા પણ ટકાવી રાખી છે.
અંતર્મુખ થઈને ગિરિગૂફામાં જેઓ સ્વાનુભવ વડે
ચૈતન્યનું આરાધન કરતા હતા એવા સંતોએ,
ષટ્ખંડાગમરૂપે ભગવાનની જે વાણી સંઘરી તેના
બહુમાનનો મોટો મહોત્સવ આ શ્રુતપંચમીના દિવસે
અંકલેશ્વરમાં ઉજવાયો હતો. નમસ્કાર હો એ શ્રુતને
અને શ્રુતપરિણત સન્તોને.

PDF/HTML Page 50 of 51
single page version

background image
ચાર ઓર દેખલો..... ભીડ બેસુમાર હૈ....
પ્રતિષ્ઠા પ્રસંગે જિનમંદિરની અગાશીમાં તથા ચોકમાં હજારો ભક્તોની ભીડનાં દ્રશ્યો.

PDF/HTML Page 51 of 51
single page version

background image
ATMADHARM રાજકોટ : વૈશાખ સુદ બીજ : ૭૬મા જન્મોત્સવનાં દ્રશ્યો. Regd. No. 182
વૈશાખ સુદ બીજના પ્રવચનમાં પ્રસન્નતાપૂર્વક ગુરુદેવ કહે છે કે ભેદજ્ઞાનરૂપી બીજ
ઊગી તે ત્રણાળ સહિત છે, અને તે વધી વધીને ૧૬ કળાએ પૂર્ણ કેવળજ્ઞાનરૂપે ખીલી
જશે. હજારો શ્રોતાઓ એ વાતને હર્ષથી વધાવે છે.