Atmadharma magazine - Ank 260
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 51
single page version

background image
: ૧૦: આત્મધર્મ :જેઠ:
ભક્તિ કરી.
બપોરે પ્રતિષ્ઠા સંબંધી વિધિમાં મહત્વપૂર્ણ એવી જિનપ્રતિમા ઉપર
અંકન્યાસવિધિ થઈ. તેમાં પૂ. ગુરુદેવના સુહસ્તે પણ જિનપ્રતિમાઓ ઉપર મંત્રાક્ષરો
લખવાની વિધિ દેખીને સૌને ઘણો હર્ષ થયો. ઘણા ભક્તિભાવથી પ્રસન્નતાપૂર્વક ગુરુદેવે
કુલ ૧૯ જિનબિંબો ઉપર અંકન્યાસવિધાન કર્યું; એ વખતે શ્રી જિનેન્દ્રદેવના
જયજયકારથી વાતાવરણ ગાજી રહ્યું.
અંકન્યાસ બાદ બપોરે શ્રી જિનેન્દ્ર ભગવંતોને કેવળજ્ઞાન થયું. ઘંટનાદ ગાજી
ઉઠયા, સુંદર સમવસરણ રચાયા ને ઈન્દ્ર વગેરેએ કેવળજ્ઞાન–કલ્યાણકની પૂજા કરી.
પ્રયાગ એટલે વિશિષ્ટ પૂજન: જ્યાં ભગવાનને કેવળજ્ઞાન થયું ને ઈન્દ્રઓ વિશિષ્ટ પૂજન
કર્યૂં તે સ્થાન ‘પ્રયાગ’ તરીકે જગતમાં પ્રસિદ્ધ થયું; આજે પણ તે એક મહાન તીર્થ
ગણાય છે. સમવસરણ વચ્ચે ગંધકૂટી ઉપર બિરાજમાન શ્રી તીર્થંકરદેવને નીહાળતાં
ભક્તજનો આનંદિત થયા હતા. સમવસરણમાં દિવ્યધ્વનિથી ભગવાને શું ઉપદેશ આપ્યો
તે ગુરુદેવે પ્રવચનમાં સમજાવ્યું હતું. પ્રવચન બાદ સમવસરણ–સન્મુખ ભક્તિ–પૂજન
થયા; રાત્રે ભક્તિનો વિવિધ કાર્યક્રમ હતો, તથા વૈરાગી ભરત, નમિ–વિનમિ વગેરે
સંબંધી કેટલાક દ્રશ્યો થયા હતા.
વૈશાખ સુદ ૧૨ (તા. ૧૨) બુધવાર: સવારમાં કૈલાસગિરિ ઉપર બિરાજમાન
યોગનિરોધસન્મુખ ભગવાન આદિનાથપ્રભુના દર્શન થયા. પછી પ્રભુ ૧૪મા ગુણસ્થાને
દેખાયા....ને થોડી જ વારમાં તો ભગવાન ચર્મચક્ષુથી અદ્રશ્ય થઈને સિદ્ધાલયમાં
સિધાવ્યા. કૈલાસતીર્થ પરથી પ્રભુ મોક્ષ પધાર્યા. ને ઈન્દ્રોએ આવીને ભગવાનનો
મોક્ષકલ્યાણક ઉજવ્યો, સિદ્ધક્ષેત્ર કૈલાસધામનું પૂજન કર્યું. અનેક જિનલયોથી
કૈલાસપર્વત શોભતો હતો. આમ આનંદમંગલપૂર્વક જિનેન્દ્રભગવાનના પંચકલ્યાણક
પૂર્ણ થયા......ગુરુદેવના મહાન પ્રભાવના ઉદયથી જૈનધર્મના જયજયકાર સર્વત્ર ગુંજી
રહ્યા.
પ્રતિષ્ઠિત થયેલા સીમંધરનાથપ્રભુના જિનબિંબોને અતિશય ભક્તિપૂર્વક
સમવસરણમાં તથા માનસ્તંભ ઉપર પધરાવવામાં આવ્યા. ને બરાબર સાત વાગતા
ગુરુદેવે અને અનેક ભક્તજનોએ અતિશય ભક્તિપૂર્વક શ્રી જિનેન્દ્ર ભગવંતોને વેદી
ઉપર બિરાજમાન કર્યા. સમવસરણમાં ચૌમુખી સીમંધરનાથ બિરાજ્યા ને એ
સમવસરણ શોભી ઊઠયું સમવસરણની લગભગ બધી જ રચના આરસની છે.
ત્યારબાદ પ૪ ફૂટ ઊંચા માનસ્તંભમાં ચારે દિશામાં (ઉપર ૪ તથા નીચે ૪) સીમંધર
ભગવાન બિરાજતા એ ઉન્નત માનસ્તંભ પણ જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાની વિધિમાં
ગુરુદેવ ઘણા હર્ષોલ્લાસથી ભાગ લેતા હતા. ને પરમ જિનભક્તિપૂર્વક પ્રભુજીને
પધરાવતા હતા. હજારો ભક્તોના હૈયા હર્ષ અને ભક્તિથી ઉલ્લસી રહ્યા હતા. અને
ભક્તો માનસ્તંભ ઉપર જઈ ભક્તિ કરતા ને યાત્રા જેવો આનંદ અનુભવતા.

PDF/HTML Page 22 of 51
single page version

background image
રાજકોટ–પ્રતિષ્ઠા મહોત્સવ
આહારદાન પ્રસંગે ઋષભમૂનિરાજની પૂજામાં
પૂ. શ્રી કાનજીસ્વામી ભક્તિપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
શ્રાવકો કહે છે: આપ પણ મુનિરાજને આહારદાન
કરવા પધારો.....ને પૂ. કાનજીસ્વામીને ય મુનિરાજને
આહારદાન દેવાની ઉર્મિ જાગી....ભક્તિપૂર્વક
ઈક્ષુરસનું દાન કર્યું.....જયજયકાર ગાજી રહ્યા...
હજારો ભક્તોએ એ આહારદાનનું અનુમોદન કર્યું.

PDF/HTML Page 23 of 51
single page version

background image
રાજકોટ પ્રતિષ્ઠા મહોત્વસ:
શ્રી જિનબિંબ ઉપર અંકન્યાસ–વિધાનનાં દ્રશ્યો
ગુરુદેવ ભક્તિપૂર્વક જિનબિંબો ઉપર અંકન્યાસના
મંત્રો લખી રહ્યા છે.
૧પ વખત પંચકલ્યાણક પ્રતિષ્ઠા દ્વારા આ રીતે ૨પ૦
ઉપરાંત જિનબિંબો ઉપર ગુરુદેવે અંકન્યાસ કરેલ છે.

PDF/HTML Page 24 of 51
single page version

background image
પ્રતિષ્ઠામંડપની વેદી પર બિરાજમાન જિનેન્દ્ર ભગવંતો
જિનમંદિરની વેદી પર પૂ. ગુરુદેવ આદિનાથ પ્રભુને બિરાજમાન કરી રહ્યા છે.

PDF/HTML Page 25 of 51
single page version

background image
સમવસરણના ચણતરનો પ્રારંભ થાય છે.
પૂ. બેનશ્રી–બેનના સુહસ્તે પ્રથમ ગઢનું શિલાન્યાસ થાય છે.
સમવસરણની વેદીશુદ્ધિ પ્રસંગે પૂ. બેનશ્રીબેન વિધિ કરી રહ્યા છે.

PDF/HTML Page 26 of 51
single page version

background image
નિર્વાણકલ્યાણક પ્રસંગે કૈલાસસિદ્ધક્ષેત્રના પૂજનનું દ્રશ્ય
આનંદપૂર્વક પંચકલ્યાણક–પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો.
પૂ. ગુરુદેવ સાથે પ્રતિષ્ઠાચાર્ય પં. નાથુલાલજી શાસ્ત્રી તથા ઈન્દ્રો વગેરે

PDF/HTML Page 27 of 51
single page version

background image
રાજકોટ–પ્રતિષ્ઠા–મહોત્સવ:–
સમવસરણમાં સીમંધરપ્રભુની પ્રતિષ્ઠાનાં દ્રશ્યો

PDF/HTML Page 28 of 51
single page version

background image
સમવસરણમાં મુનિસભામાં સ્થિત શ્રી કુંદકુંદાચાર્યદેવ
અત્યંત ભક્તિપૂર્વક કુંદકુંદપ્રભુની સ્થાપનાનું દ્રશ્ય

PDF/HTML Page 29 of 51
single page version

background image
રાજકોટ–પ્રતિષ્ઠા–મહોત્સવ: માનસ્તંભમાં જિનબિંબ–સ્થાપન વખતનાં દ્રશ્યો
૧: ગુરુદેવ માનસ્તંભ ઉપર જઈ રહ્યા છે. ૩: ઉપર પ્રતિષ્ઠા કરી રહ્યા છે.
૨: સીડી ઉપર અડધે પહોંચ્યા. ૪: પ્રતિષ્ઠા કરીને નીચે પધારે છે.

PDF/HTML Page 30 of 51
single page version

background image
: જેઠ: આત્મધર્મ :૧૧:
પંચકલ્યાણક મહોત્સવપૂર્વક શ્રી જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા થયા બાદ
આ રીતે ગુરુદેવના પ્રતાપે પંદરમાં જિનેન્દ્ર–પંચકલ્યાણનો પ્રતિષ્ઠા–મહોત્સવ
રાજકોટમાં આનંદોલ્લાસ પૂર્વક ઉજવાયો,–તે ભવ્ય જીવોનું કલ્યાણ કરો. રાજકોટ
નગરીમાં આવો પંચકલ્યાણક મહોત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવવા માટે રાજકોટસંઘના સર્વે
સાધર્મીઓને ધન્યવાદ.
* * *
રાજકોટમાં જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા કરીને બીજે દિવસે (વૈશાખ સુદ ૧૩)
સવારમાં શ્રી જિનેન્દ્ર ભગવાનના દર્શન અને સ્તવન કરીને પૂ. ગુરુદેવે સોનગઢ તરફ
પ્રસ્થાન કર્યું. પૂ. ગુરુદેવ સોનગઢ પધારતાં સોનગઢની સમસ્ત જનતાએ હર્ષોલ્લાસપૂર્વક
આનંદભર્યું સ્વાગત કર્યું.....ને સુવર્ણનું વાતાવરણ અધ્યાત્મની મધુર હવાથી મઘમઘી
ઊઠયું.

PDF/HTML Page 31 of 51
single page version

background image
: ૧૨: આત્મધર્મ :જેઠ:
બીજના ચંદ્રની ત્રણ કળા
સમ્યક્ત્વની બોધિબીજ ત્રણ કળા સહિત ઊગી છે
તે વધીવધીને કેવળજ્ઞાનરૂપી સોળ કળાએ ખીલશે
૦ ૦ ૦ ૦ ૦
ભેદજ્ઞાન કળાનો અપૂર્વ મહિમા બતાવીને
શુદ્ધાત્મઅનુભવનો ઉત્સાહ જગાડનારું વૈશાખ સુદ બીજનું મંગલ–પ્રવચન
ધર્મની અપૂર્વ મંગલ વાત છે. ભેદજ્ઞાનની છીણી વડે અંદર સ્વભાવને અને
આત્માએ ચૈતન્યધાતુને નિજસ્વભાવમાં ધારી રાખી છે, વિકારને ધારી રાખ્યો
અમાસ હોય તોપણ ચંદ્રની એક કળા તો ખુલ્લી હોય જ, તે સર્વથા કદી ન
અવરાય; એકમે બે કળા ને બીજે ત્રણ કળા–એમ વધીને પૂર્ણિમાએ સોળકળા ખીલે; તેમ
ચિદાનંદ– સ્વભાવના સમ્યગ્દર્શનરૂપી બીજ જ્યાં પ્રગટી ત્યાં દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેની
કળા ભેગી છે, ત્રણેના અંશો ચોથા ગુણસ્થાનથી જ શરૂ થઈ જાય છે; તે વધી વધીને
પૂર્ણ કેવળ–

PDF/HTML Page 32 of 51
single page version

background image
: જેઠ: આત્મધર્મ :૧૩:
જ્ઞાનરૂપી સોળકળા થતાં સાદિઅનંત ટકી રહે છે. તે મંગળ છે. તેના કારણરૂપ
ભેદજ્ઞાનરૂપી બીજ પણ મંગળ છે.
આ ભેદજ્ઞાન તે ધર્મની અપૂર્વ ક્રિયા છે; તે જ ધર્મીનું કાર્ય છે, તેનો જ ધર્મી કર્તા
છે. આ ધર્મમાં કર્તા–કર્મ ને ક્રિયા અભિન્ન છે. ક્રિયાના ત્રણ પ્રકાર છે–દેહાદિની ક્રિયાઓ
તે જડની ક્રિયા, આત્માથી તદ્ન જુદી છે. પરની ક્રિયા મારી ને રાગાદિ ભાવો મારું
સ્વરૂપ–એવી જે મિથ્યાબુદ્ધિ તે જીવની વિકારી અશુદ્ધ ક્રિયા છે, તે અધર્મ છે. ને પરથી
તથા રાગાદિથી ભિન્ન નિજસ્વરૂપમાં અંતમુર્ખ પરિણતિ કરતાં જે શુદ્ધતાના અંશો પ્રગટે
તે ધર્મની ક્રિયા છે.
પ્રશ્ન:– અજ્ઞાનીજીવે ત્રણમાંથી કઈ ક્રિયા કરી છે?
ઉત્તર:– અજ્ઞાનીએ વિકારના કર્તાપણારૂપ એક અશુદ્ધ ક્રિયા જ અનાદિથી કરી
છે; જડની ક્રિયા તે કદી કરી શકતો નથી ને ધર્મની ક્રિયાને તે ઓળખતો નથી. ભાઈ,
તારી સાચી હિતની ક્રિયા તો આ ભેદજ્ઞાન કરવું તે છે. ભેદ પડીને ભાન થાય ને
પરિણતિ ફરે ત્યારે ધર્મ થાય.
પ્રશ્ન:– આવું ભેદજ્ઞાન કરવું તો કઠણ છે?
ઉત્તર:– ભાઈ, કઠણ છે પણ અશક્્ય તો નથી ને? પ્રયત્નવડે થઈ શકે તેવું છે.
માટે અંતર્મુખ અભ્યાસ વડે આવું ભેદજ્ઞાન થઈ શકે છે. કદી તેં સાચો અભ્યાસ અંતરમાં
કર્યો નથી. કઠણ વસ્તુ પણ અભ્યાસવડે સાધ્ય થઈ જાય છે. કઠણ પથરા પણ દોરીના
સતત ઘસારા વડે ઘસાય છે, તો ચૈતન્યતત્ત્વનો અનુભવ અત્યંત કઠિન હોવા છતાં,
સ્વાનુભવના સતત અભ્યાસ વડે તે અનુભવ થાય છે. પણ તે માટે બીજો પ્રેમ છૂટીને
ચૈતન્યનો પરમ પ્રેમ જાગવો જોઈએ.
જેને ચૈતન્ય સ્વભાવનો પ્રેમ નથી ને રાગાદિનો પ્રેમ છે તેને ચૈતન્ય ઉપર ક્રોધ
છે, પોતાના ઉપર જ પોતાને ક્રોધ છે. પોતાના સ્વભાવની અરુચિ એનું નામ ક્રોધ.
આવો ક્રોધ હોય ત્યાં તો ચૈતન્યનો અનુભવ ક્્યાંથી થાય? પણ જેણે રાગની રુચિ
છોડીને ચૈતન્યનો પ્રેમ પ્રગટ કર્યો તેને અંતરંગ અભ્યાસ વડે, અત્યંત દુર્લભ એવો
ચૈતન્ય અનુભવ પણ સુલભ થઈ જાય છે. ને આવો અનુભવ કરતો તે જ કરવા જેવું છે.
ભાઈ, મહિમા તો સ્વભાવનો હોય કે મહિમા વિકારનો હોય? સ્વભાવનો
મહિમા છે. તેના ખ્યાલ વગર તે કઠણ લાગે, પણ તે સ્વભાવનો મહિમા ખ્યાલમાં
આવતાં તે તરફનો પુરુષાર્થ ઊપડે છે. અને, અત્યંત કઠણ હોવા છતાં ઉગ્ર પ્રયત્નવડે તે
ભેદજ્ઞાન કરે છે. અનંત આત્માઓ આ રીતે ભેદજ્ઞાન કરીને મુક્તિ પામ્યા છે. આ કાંઈ
ન થઈ શકે એવું નથી. અપાર મહિમાવંત અને દુર્લભ છે–એ વાત સાચી, પણ સાચા
પુરુષાર્થ વડે ભેદજ્ઞાન કરતાં તેની પ્રાપ્તિ જરૂર થાય છે. કેમકે.
સર્વ જીવ છે સિદ્ધસમ
જે સમજે તે થાય.

PDF/HTML Page 33 of 51
single page version

background image
: ૧૪: આત્મધર્મ :જેઠ:
સ્વભાવ સમજતાં સિદ્ધપણું પ્રગટવાનો પંથ હાથ આવે છે. પણ જે વિચાર જ ન
કરે, સમજવાની દરકાર જ ન કરે તેને અનુભવ ક્્યાંથી થાય? સમજણના ઉદ્યમ વડે
ભેદજ્ઞાન થતાં અંદર સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેની નિર્મળતાના અંશ સાથે
અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. આવો અનુભવ થતાં મોક્ષમાર્ગ શરૂ થયો. તે
અપૂર્વ ધર્મ છે ને તે જ અપૂર્વ મંગળ છે.
આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપ છે; તેને ભૂલીને અનાદિથી જે વિકારનો
અનુભવ છે તે અનુભવને ખરેખર ભગવાન ‘આત્મા’ કહેતા નથી. આત્મા તો તેને
કહેવાય કે જેના વેદનમાં અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે. જેના વેદનમાં
આનંદ ન આવે તેને આત્મા કેમ કહેવાય? શુદ્ધનય તો પરભાવોથી ભિન્ન ને આનંદના
અનુભવનશીલ આત્માને પ્રસિદ્ધ કરે છે.
આત્માના અતીન્દ્રિય સુખનું સ્વરૂપ સમજાવવા માટે ચારગતિમાં કોઈ દ્રષ્ટાંત
નથી; ચારગતિના વેદનથી ચૈતન્યસ્વભાવના અતીન્દ્રિય સુખનું વેદન કોઈ જુદી જાતનું
છે. આત્મા નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે; કોઈ જીવને પોતાના પૂર્વભવના સંસ્કારો યાદ
આવતા જોવામાં આવે છે. પણ આત્માના આનંદનો અનુભવ તો તેના કરતાંય અંતરની
બીજી ચીજ છે. પૂર્વભવનું સ્મરણ થાય તે જુદી ચીજ છે ને સ્વભાવનો અનુભવ થાય તે
કોઈ જુદી ચીજ છે. પૂર્વભવનું સ્મરણ કોઈવાર અજ્ઞાનીને ય થાય છે, તેમાં અપૂર્વતા
નથી. અપૂર્વતા તો આત્મઅનુભવમાં છે. ધર્મીને જાતિસ્મરણ થાય તેમાં તો પૂર્વભવના
ધર્મના સંસ્કાર પણ તાજા થાય, ને વિશેષ જ્ઞાનવૈરાગ્યનું કારણ થાય. દેહથી ભિન્ન
ચૈતન્યના અનુભવપૂર્વક દેહથી ભિન્ન જીવન જીવતાં જેણે આવડયું તેને સમાધિમરણે
મરતાં આવડશે. જેણે દેહથી ભિન્ન ભેદજ્ઞાનમય જીવન જાણ્યું નથી તેને દેહ છૂટવા ટાણે
સમાધિમરણે મરતાંય નહીં આવડે. દેહમાં એકત્વબુદ્ધિને તો મૃતકકલેવરમાં મૂર્છા કહી છે;
દેહમાં મૂર્છાણો એને ચૈતન્યનું જીવન કેવું હોય એની ખબર નથી.
શ્રીફળમાં જેમ સફેદ અને મીઠો ગોળો છાલાંથી તથા કાચલીથી તેમજ રાતપથી
જુદો છે; તેમ ચૈતન્યગોળો દેહરૂપી છાલાથી જુદો, કર્મરૂપી કાચલીથી જુદો, ને રાગરૂપી
રાતપથી પણ જુદો, અતીન્દ્રિય આનંદથી ભરેલો છે. આવા ઉત્તમ આત્માને જાણવો તે
જ ઉત્તમ ફળ છે.
પ્રશ્ન:– આત્મા શુદ્ધ કઈ રીતે થાય?
ઉત્તર:– શુદ્ધસ્વભાવનો અનુભવ કરવાથી જીવ શુદ્ધતાને પામે છે. એ સિવાય
રાગદ્વારા આત્મા શુદ્ધતાને પામતો નથી. સ્વભાવને અનુભવનાર જ્ઞાની કહે છે કે અમે
જ્યાં ઊભા છીએ તેની જગતને ખબર નથી; અને જગત જે જુએ છે તેમાં અમે ઊભા
નથી; જગત બહુ તો બહારની ક્રિયાને કે રાગને જુએ છે, પણ તેમાં તો જ્ઞાનીને સ્વપણું
રહ્યું નથી, જ્ઞાનીને જેમાં સ્વપણું છે એવા શુદ્ધતત્ત્વને અજ્ઞાનીઓ જાણતા નથી. જ્ઞાનીની
પરિણતિ તો ચૈતન્યપ્રભુ સાથે પરણી, તે હવે બીજા કોઈ સાથે પ્રીતિ નહિ કરે. ચૈતન્યની
પ્રીતિ અને લગનીથી તેમાં લીન થઈને કેવળજ્ઞાન અને સિદ્ધપદ પામશે.

PDF/HTML Page 34 of 51
single page version

background image
: જેઠ: આત્મધર્મ :૧પ:
ભગવાનનો
અવતાર
રાજકોટમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે ભગવાન આદિનાથના
જન્મકલ્યાણક દિવસે (વૈશાખ સુદ નોમે) પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
આજે પંચકલ્યાણક મહોત્સવમાં ભગવાનનો જન્મકલ્યાણક થયો. અહીં આત્માના
અનુભવમાં ભગવાનનો અવતાર કેમ થાય એટલે કે સમ્યગ્દર્શન કેમ થાય તેની વાત છે.
અંતરમાં મતિ–શ્રુતને સ્વસન્મુખ કરીને જેણે શુદ્ધઆત્માનો અનુભવ કર્યો તેને નિર્વિકલ્પ
અનુભૂતિમાં ભગવાન આત્માનો જન્મ થયો, તેની પરિણતિમાં પ્રભુ પધાર્યા.
આત્મા શુદ્ધ છે, અશુદ્ધ છે–એવા વિકલ્પમાં અટકતાં શુદ્ધ આત્માનો અનુભવ
થતો નથી. જે શુદ્ધ આત્મવસ્તુ છે તેને એકપણે અનુભવમાં લેતાં નિર્વિકલ્પતા થાય છે
ને પર્યાયમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે. ગુણગુણીભેદના આશ્રયે પણ રાગની
ઉત્પત્તિ થાય છે. જ્ઞાનસ્વભાવને જ્ઞાનસ્વભાવપણે જ જુઓ તો તે વ્યક્ત અને પ્રગટ જ
છે. આવા આત્માને જોવો તેનું નામ શુદ્ધનય છે. આ શુદ્ધનય નિર્વિકલ્પ છે, આ રીતે
જોતાં શુદ્ધવસ્તુ દેખાય છે તે શુદ્ધવસ્તુ સર્વે પરભાવોનો ધ્વંસ કરનાર છે, તેના
અનુભવમાં પરભાવનો પ્રવેશ જ નથી. શરીરમાં, કર્મમાં કે રાગાદિ પરભાવમાં ભગવાન
આત્મા અવતરતો નથી, ભગવાન આત્મા તો શુદ્ધનયરૂપ નિર્મળ જ્ઞાનઘરમાં અવતરે છે.
આવો ભગવાનનો અવતાર થાય તે મોક્ષનું કારણ છે.
જુઓ, જે ભગવંતોના પંચકલ્યાણક થાય છે તે ભગવંતોએ પહેલાં આ રીતે
શુદ્ધનય– વડે નિજાત્માનો અનુભવ કર્યો હતો, પછી આત્માને પૂર્ણ સાધીને તેઓ તીર્થંકર
થયા. એ તીર્થંકરોએ શું કહ્યું? તે સમજીને સમ્યગ્દર્શનનો જન્મ કેમ થાય, તેની આ વાત છે.
પોતાના આત્મામાં અખંડ ચૈતન્યપ્રભુને પ્રગટ અનુભવમાં લેવો તે ખરું કલ્યાણ છે. આવા
પોતાના આત્માના ભાન વગર બીજું બધું પરભાવરૂપ છે. ભગવાન આત્માનો સ્વભાવ તો
સર્વ પરભાવોનો ધ્વંસ કરનાર છે. આવા આત્માને જેણે અનુભવ્યો તેણે ભગવાનને
ઓળખ્યા. અરે, ચૈતન્યના રત્નોથી ભરેલો આ ભગવાન, તેને અજ્ઞાનીઓ તૂચ્છ પરભાવ
જેટલો માની લ્યે છે. ભાઈ, ક્ષણમાં કેવળજ્ઞાનની કળા પ્રગટ કરે એવી તાકાત
ચૈતન્યસ્વભાવમાં વિદ્યમાન છે. આવી વિદ્યમાનવસ્તુને અનુભવમાં લે એ વસ્તુમાં આઠે કર્મો
નથી, તીર્થંકરપ્રકૃતિનાં રજકણો બંધાયેલા પડ્યાં હોય પણ તેનો ચૈતન્યમાં અભાવ છે; અને
રાગાદિ પરભાવોનો પણ એનામાં અભાવ છે. આવા

PDF/HTML Page 35 of 51
single page version

background image
: ૧૬: આત્મધર્મ :જેઠ:
આત્માને જ્યાં જાણ્યો ત્યાં ધર્માત્માને સર્વે પરભાવનો મહિમા છૂટી ગયો. તે જાણે છે કે
મારી ચૈતન્યવસ્તુ વિકારની મેટનશીલ છે, એટલે વિકારને મટાડે એવો એનો સ્વભાવ
છે. વિકારને જન્માવે એવી મારી ચૈતન્યવસ્તુ નથી, ક્ષણેક્ષણે પોતાની નિર્મળ
પરિણતિરૂપે જન્મે એવો ચૈતન્યવસ્તુનો સ્વભાવ છે. ભગવાન આદિનાથ ફાગણ વદ
નોમે જન્મ્યા, ખરેખર તો ભગવાન આદિનાથ ક્ષણેક્ષણે પોતાની નિર્મળ પરિણતિમાં જ
ઉપજતા હતા, તે જ ખરો જન્મ હતો, દેહમાં ભગવાન ઉપજ્યા કે મરૂદેવી માતાની
કૂંખમાં ભગવાન અવતર્યા એમ કહેવું તે વ્યવહાર છે. અહા, તીર્થંકરનો જ્યાં અવતાર
થાય ત્યાં અંધકાર રહે નહિ, જગતમાં પ્રકાશ થઈ જાય; તો જેના અંતરમાં
સ્વાનુભૂતિરૂપ સૂર્યના પ્રકાશથી ઝળહળતા ચૈતન્યભગવાનનો અવતાર થયો તેના
અંતરમાં અજ્ઞાનના અંધારા કેમ રહે? ત્યાં પરભાવ પણ કેમ રહે? ત્યાં તો
જ્ઞાનપ્રકાશથી આત્મા ઝળકી ઊઠ્યો. અહો, આત્મામાં અમૃતના મેહ વરસે એવી આ
વાત છે. વિકારપર્યાયમાં રહેવાનો આત્માનો શુદ્ધસ્વભાવ નથી, પણ વિકારને નાશ
કરવાનો આત્માનો સ્વભાવ છે. તથા નિર્મળ જ્ઞાનઆનંદરૂપ પરિણતિ પ્રગટ કરીને તેમાં
રહેવાનો આત્માનો સ્વભાવ છે. એને જાણે તો સ્વાનુભવમાં આનંદમય આત્મપ્રભુનો
દીક્ષાકલ્યાણક–પ્રસંગનું વૈરાગ્ય–પ્રવચન

PDF/HTML Page 36 of 51
single page version

background image
: જેઠ: આત્મધર્મ :૧૭:
ભગવાનનો વૈરાગ્ય
રાજકોટશહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ–પ્રસંગે ભગવાન શ્રી આદિનાથ પ્રભુના દીક્ષાકલ્યાણક બાદ
દીક્ષાવનમાં પૂ. ગુરુદેવનું ભાવભીનું પ્રવચન. (વૈશાખ સુદ દશમ)
ભગવાન ઋષભદેવને આત્મજ્ઞાન તો જન્મથી જ હતું; આજે વૈરાગ્ય પામીને
ભગવાને દીક્ષા અંગીકાર કરી ને મુનિ થયા. ભગવાન દીક્ષાકલ્યાણકની તૈયારી વખતે
બાર વૈરાગ્યભાવના ભાવતા હતા. તીર્થંકરો અને મુનિઓ વારંવાર બાર ભાવના ભાવે
છે–ભગવાન ઋષભદેવે પણ આજે દીક્ષાપ્રસંગે બાર ભાવના ભાવી હતી. અહો, ભગવાન
આજે બાર ભાવના ભાવીને મુનિ થયા. કેવી ભાવના ભાવી હતી ભગવાને?
અપૂર્વ અવસર એવો ક્્યારે આવશે?
ક્્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો.
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો
અહો, અનંતા તીર્થંકરો જે પંથે વિચાર્યા તે પંથે ક્્યારે વિચરશું? ચૈતન્યસ્વરૂપમાં
લીન ક્્યારે થશું! એવી ભાવના ધર્મી જીવ વારંવાર ભાવે છે. પણ પહેલાં એવું સ્વરૂપ
જાણ્યું હોય તેને જ તેની ભાવના સાચી હોય. ભગવાને તો આજે એવી દશા સાક્ષાત્
પ્રગટ કરી. ચક્રવર્તીઓ પણ વૈરાગ્ય પામીને દીક્ષા લ્યે પાછળ હજારો રાણીઓ વિલાપ
કરતી હોય, પણ એ ચક્રવર્તી (શાંતિનાથ કુંથુનાથ વગેરે તીર્થંકર) કાંઈ સ્ત્રીના કારણે
સંસારમાં રોકાયા ન હતા, પોતાના રાગને કારણે રોકાયા હતા, તે રાગ તૂટયો ત્યાં હવે
કોઈ તેને સંસારમાં રોકી ન શકે. અરે રાણીઓ! તમારા પ્રત્યેનો અમારો રાગ મરી ગયો
છે તેને હવે તમે જીવતો કરી શકો તેમ નથી; જેમ મરેલા મડદાને જીવતા કરીને
સ્મશાનેથી પાછા લાવી શકાતા નથી તેમ જેનો રાગ તૂટયો ને વૈરાગ્ય પામીને સંસાર
છોડવા તૈયાર થયા તેને કોઈ રોકી શકે નહિ.
અરે, જગતમાં આત્મા સિવાય બીજું કોણ શરણ છે? આ દેહાદિ બધા સંયોગો
ક્ષણભંગુર છે. જુઓને, નાચ કરતાં કરતાં દેવીનું આયુષ પૂરું થઈ ગયું.–શ્રીમદ્ રાજચંદ્ર
બાર ભાવનાનું વર્ણન કરતાં કહે છે કે:–
વિદ્યુતલક્ષ્મી પ્રભુતા પતંગ,
આયુષ તે તો જલના તરંગ,
પુરંદરી ચાપ અનંગ રંગ,
શું રાચીઓ જ્યાં ક્ષણનો પ્રસંગ?

PDF/HTML Page 37 of 51
single page version

background image
: ૧૮: આત્મધર્મ :જેઠ:
જુઓ, આ અનિત્યભાવના! માતાની ગોદમાં આવ્યા પહેલાં તો શરીર
અનિત્યતાની ગોદમાં આવી ગયું છે, પુત્રને માતાએ દેખ્યા પહેલાં જ એનું આયુષ્ય
ઘટવા માંડયું છે.–આવી દેહની અનિત્યતા છે. લક્ષ્મીનો સંયોગ વીજળીના ઝબકારા જેવો
ક્ષણભંગુર છે, પ્રભુતા એટલે પુણ્યના ઠાઠ, તે પતંગના કાચા રંગ જેવા ક્ષણિક છે,
આયુષ્ય તે પાણીના તરંગ જેવું અત્યંત ચંચળ છે, ને કામભોગ તે ઈન્દ્રધનુષ જેવા
ક્ષણભંગુર છે; અરે, આવા ક્ષણભંગુર વિષયભોગોમાં શું રાચવું?–આમ સંસારની
અનિત્યતા વિચારી, રાગ તોડી ભગવાન નિજસ્વરૂપમાં લીન થવા તૈયાર થયા.
ત્યારે લોકાંતિક દેવો આવીને અનુમોદનાથી કહે છે કે: પ્રભો! આપે વૈરાગ્ય
પામીને દીક્ષાનો વિચાર કર્યો–એ બહુ સારૂં કર્યું. પ્રભો! આપના વિચાર બહુ સારા છે.
આપની ભાવના ઉત્તમ છે. પ્રભો! અહીંથી મનુષ્યભવ પામીને અમે પણ આવી
મુનિદશાને જ ઝંખી રહ્યા છીએ. ધન્ય આપનો અવતાર! આપ કેવળજ્ઞાન પામશો ને
આપની વાણી જગતના ઘણા જીવોને આત્મહિતનું કારણ થશે. ધન્ય આપનો અવતાર,
ને ધન્ય આ મુનિદશા!
ભગવાન તો મુનિ થવા વનમાં ચાલ્યા; અયોધ્યાના નગરજનો આશ્ચર્યથી
નીહાળી રહ્યા. અસંખ્યવર્ષોથી આ ભરતક્ષેત્રમાં મુનિદશા ન હતી, આજે દીક્ષા લઈને
ઋષભદેવ ભગવાને ભરતક્ષેત્રમાં મુનિમાર્ગ ખુલ્લો કર્યો. ભગવાન તો ચિંતવે છે કે:–
અનંતકાળનો આ રાગ છોડીને હવે અમે અમારા સ્વરૂપમાં રહેવા માંગીએ
છીએ. અસ્થિરતાનો આ રાગ અમારા કારણે હતો તેથી અમે સંસારમાં રહ્યા હતા, હવે
એ રાગ તોડીને અમે અમારા આનંદસ્વરૂપમાં જઈએ છીએ. રાગમાં દુઃખનો અનુભવ
હતો તે છોડીને અમે અનંતસુખના ધામ સેવા નિજસ્વરૂપમાં ઠરીએ છીએ.
અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા;
ઉઘાડ ન્યાયનેત્રને નીહાળ રે નીહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
અરે, અનંત સુખનું ધામ એવો આ આત્મા છે. તેમાં ઠર્યે જ સુખ છે, એ સિવાય
પરભાવમાં ક્્યાંય સુખ નથી. માટે એ પરભાવની પ્રવૃત્તિ છોડ રે છોડ! ને
નિજસ્વરૂપમાં ઠર ભગવાને તો આજે સાક્ષાત્ નિવૃત્ત લઈને મુનિદશા પ્રગટ કરી.
મુનિપણાના આનંદની લહેરમાં ભગવાન ઝૂલતા હતા, તેમાં જરાય દુઃખ ન હતું. છઠ્ઠા ને
સાતમા ગુણસ્થાને વારંવાર નિર્વિકલ્પ અતીન્દ્રિય આનંદને ભગવાન અનુભવતા હતા.
તીર્થંકરોને દીક્ષા પહેલાં જાતિસ્મરણ જ્ઞાન થતાં વૈરાગ્યની ધારા એકદમ વધી
જાય છે, ને વૈરાગ્યની ધૂનમાં એવા મસ્ત થાય છે કે દીક્ષા લેવાથી કોને આઘાત થાય છે
તે જોવા રોકાતા નથી. અરે, અમે કોઈના કારણે સંસારમાં રહ્યા ન હતા; હવે અમે રાગ
તોડીને અમારા સ્વરૂપમાં ઠરવા તૈયાર થયા, તેમાં અમને કોઈ રોકી શકે

PDF/HTML Page 38 of 51
single page version

background image
: જેઠ : આત્મધર્મ : ૧૯ :
નહિ. વીતરાગભાવની ધારા ઉલ્લસી તેને સંસારના બંધનમાં કોઈ બાંધી શકે નહિ.
આવી વીતરાગધારા ઉલ્લસાવીને ઋષભદેવ ભગવાન આજે મુનિ થયા.
અહીં ભગવાન આદિનાથે દીક્ષા લીધી ને આજે જ ભગવાન મહાવીરપ્રભુને
કેવળજ્ઞાન થવાનો દિવસ છે. ભગવાન આજ સર્વજ્ઞપરમાત્મા થયા. આનંદની પ્રાપ્તિ ને
અમૃતની તૃપ્તિ પૂર્ણ થઈ ગઈ. આવા સર્વજ્ઞપરમાત્માનો જય હો.
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી,
આરાધ! આરાધ! પ્રભાવ આણી;
અનાથ એકાન્ત સનાથ થાશે,
એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
સર્વજ્ઞ ભગવાને કહેલો આત્માનો ધર્મ એટલે કે આત્માનો સ્વભાવ એ જ
શરણરૂપ છે એમ જાણીને હે જીવ! તું આદરપૂર્વક એની આરાધના કર. એની
આરાધનાનો ઉત્સાહ કર.....ઉત્સાહથી આત્માની આરાધના કર, વીર્યની મંદતા છોડ. હું
ક્્યારે કેવળજ્ઞાન પ્રગટ કરું–એમ ઉત્સાહ લાવીને આરાધના કર.
અનંતા તીર્થંકરો જે પંથે સિદ્ધ થયા તે જ મારો પંથ છે;–આજે હું એ પંથે જાઉં
છું,–આવી ભાવનાથી સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને ભગવાન મુનિ થયા, ને
આત્મધ્યાનમાં લીન થઈને સાતમું ગુણસ્થાન પ્રગટ કર્યું, ચોથું મનઃપર્યયજ્ઞાન પ્રગટ્યું;
ને ભગવાન તો એકાકીપણે વનમાં વિચારવા લાગ્યા. અડોલપણે ચૈતન્યના ધ્યાનમાં ને
આનંદના અનુભવમાં મગ્ન રહેતા હતા. અહા, એ મુનિદશાની શી વાત!
એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ–સિંહ સંયોગ જો;
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.
આવી સાક્ષાત્દશા ભગવાને આજે પ્રગટ કરી. આ દેહ મારો નથી, એ મારે
જોઈતો નથી, સિંહ વાઘ આવીને ખાઈ જાય તો તેના ઉપર દ્વેષ ન થાય ને મનમાં ક્ષોભ
ન થાય એવી અડોલ આત્મધ્યાનદશામાં ક્્યારે લીન રહીએ? જો કે ભગવાન તીર્થંકરને
સિંહ વાઘ ફાડી ખાય–એવા પ્રકારનો ઉપદ્રવ હોતો નથી. પણ ગમે તેવા ઉપસર્ગ આવે
તોય આત્મધ્યાનથી ન ડગે ને ચૈતન્યના ધ્યાનની શ્રેણીમાં લીન રહીને કેવળજ્ઞાન પ્રગટ
કરે એવી દશામાં મુનિ ઝૂલતા હોય છે.
વીતરાગી ચિદાનંદ શીતળ સ્વભાવમાં ભગવાન એકાગ્ર થઈને એવા જામી ગયા
કે બહારમાં કોણ પૂજે છે તેનુંય લક્ષ ન રહ્યું અમૃતનો આખો દરિયો અંદર ભર્યો છે તેમાં
લીન થઈને પરમ આનંદનો ક્ષણેક્ષણે નિર્વિકલ્પ અનુભવ ભગવાન લેતા હતા.
દરેક વ્યક્તિએ આત્મજ્ઞાન કરીને આવી મુનિદશાની ભાવના ભાવવા જેવી છે.
આ જીવને પણ આવી ચારિત્રદશા પ્રગટ કર્યા વગર મુક્તિ થતી નથી. મુનિદશા તે
મોક્ષની સાક્ષાત્ સાધકદશા છે, તે પરમેષ્ઠીપદ છે.

PDF/HTML Page 39 of 51
single page version

background image
: ૨૦: આત્મધર્મ :જેઠ:
ભગવાને પૃથ્વીનું રાજ છોડીને દીક્ષા લીધી તેના વર્ણનમાં શાસ્ત્રકાર અલંકારથી
કહે છે કે હે નાથ! આપના વિયોગમાં આ પૃથ્વી ઉદાસ થઈને રડે છે. પોતાને
ભગવાનનો વિરહ છે તેનો આરોપ કરીને કહે છે કે પ્રભો! આપે દીક્ષા લઈને આ
પૃથ્વીને છોડી ત્યાં જગતમાં વૈરાગ્ય છવાઈ ગયો છે! અરે, નદી પણ કલકલ અવાજ
કરીને રૂદન કરે છે, આ પૃથ્વી આપના વિયોગે અનાથ બની છે. તે પાણીના પ્રવાહના
બહાને કલરવ અવાજ કરીને જાણે રડી રહી હોય–એમ અમને લાગે છે. અને આકાશમાં
વાદળાં જોતાં જાણે કે આપના ધ્યાનાગ્નિવડે ભસ્મ થયેલા કર્મોના ધૂમાડાના ગોટા
આકાશમાં ઉડતા હોય–એમ લાગે છે. જુઓ, જ્યાં જુએ ત્યાં ભગવાનના ભક્તને
ભગવાનની દશા યાદ આવે છે.
કુંદકુંદાચાર્ય ભગવાનના વિરહે સીમંધરનાથના સાક્ષાત્ દર્શન કરવા વિદેહક્ષેત્રે
ગયા. અંદર પોતાની સર્વજ્ઞદશાના વિરહમાં સંતો ચૈતન્યમાં લીન થઈને સર્વજ્ઞતાને સાધે
છે. આત્મામાં અપાર શક્તિ છે, તેમાંથી સર્વજ્ઞપદ પ્રગટે છે. અહો, એ સર્વજ્ઞપદની
ભાવના ભાવવા જેવી છે–
સર્વભાવ જ્ઞાતાદ્રષ્ટા સહ શુદ્ધતા
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.
આવી સાદિઅનંત દશાને સાધીને ભગવાન અનંત સુખમાં બિરાજમાન થયા.
મુનિ થઈને ભગવાને શું કર્યું? કે અંતરમાં ચૈતન્યસ્વરૂપમાં લીનતા કરીને કેવળજ્ઞાન
સાધ્યું. આવા આત્માને ઓળખીને દરેક જીવે એની ભાવના ભાવવા જેવી છે.
જેને જેની લગની લાગી તેના
ઉદ્યમમાં તે કાળની મર્યાદા બાંધતો
નથી; તેના ઉદ્યમમાં વિલંબ પણ કરતો
નથી. ચૈતન્યની લગની કરીને તેની
પ્રાપ્તિના ઉદ્યમમાં જે લાગ્યો તે તેને
પ્રાપ્ત કર્યે જ છૂટકો. જેની પ્રીતિ લાગી
તેની પ્રાપ્તિના પ્રયત્નમાં વિલંબ ન
હોય, કે થાક ન હોય, કાળની મર્યાદા ન
હોય; ઉત્સાહથી તેના પ્રયત્નમાં
પ્રવર્તીને તેની પ્રાપ્તિ કરે જ.

PDF/HTML Page 40 of 51
single page version

background image
: જેઠ : આત્મધર્મ : ૨૧ :
સર્વજ્ઞનો સન્દેશ
રાજકોટ શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે
ભગવાનશ્રી આદિનાથ પ્રભુના કેવળજ્ઞાનકલ્યાણક બાદ,
દિવ્યધ્વનિમાં ભગવાને શું કહ્યું તેના સારરૂપે પૂ. ગુરુદેવનું પ્રવચન.
(વૈ. સુદ ૧૧)
ભગવાન ઋષભદેવ પરમાત્માને આજ કેવળજ્ઞાન થયું; ઈન્દ્રોએ સમવસરણની
રચના કરી; તે સમવસરણમાં “ એવા દિવ્યધ્વનિદ્વારા ભગવાને ઉપદેશ આપ્યો. સહજ,
ઈચ્છા વિના ભગવાનની દિવ્યવાણી નીકળી, તે વાણીમાં ભગવાને શું કહ્યું?
આ જીવ નામનો પદાર્થ દેહથી અત્યંત જુદો છે; તેનું શુદ્ધસ્વરૂપ વિકલ્પ વગરનું
છે. ‘આત્મા શુદ્ધ છે’ એવા વિકલ્પથી પણ શુદ્ધતત્ત્વ અનુભવમાં આવતું નથી, માટે એવા
વિકલ્પોથી પણ બસ થાઓ.
એક દેખિયે જાણીએ,
રમી રહીએ ઈક ઠોર,
સમલ–વિમલ ન વિચારીએ,
યહી સિદ્ધિ, નહિ ઔર.
જુઓ, આ ભગવાને કહેલો મોક્ષમાર્ગ. વિકલ્પવડે આ માર્ગ સધાતો નથી.
મહા આનંદનું ધામ ચૈતન્યસત્તા અંતરમાં છે. તેમાં લીન થઈને ભગવાને
કેવળજ્ઞાન સાધ્યું. આવા આનંદધામ આત્માને ઓળખીને તેને એકને જ અનુભવવામાં
લીન રહેવું ને બીજા ભેદના વિકલ્પ ન ઉઠવા–તે જ સિદ્ધિ છે, અથવા તે જ ભગવાને
કહેલો મોક્ષમાર્ગ છે.
જડથી ભિન્ન વસ્તુ આત્મા, તે જડના કાર્યમાં શું કરે? જડમાં તો આત્માનું કાંઈ
કર્તૃત્વ છે જ નહિ. ને પોતાની અવસ્થા પણ બીજાથી થતી નથી.–આવી સ્વતંત્રતા ભગવાને
બતાવી. સ્વતંત્ર વસ્તુ પોતાના અનંત ગુણોથી પરિપૂર્ણ છે. આવી વસ્તુ વિકારને ગમ્ય
નથી. ભેદના વિકલ્પથી પણ અગમ્ય એવો આત્મા છે તે સ્વાનુભવગમ્ય છે.
ભાઈ, તારી સત્ વસ્તુ અંતરમાં જેવી છે તેવી તેં કદી લક્ષમાં લીધી નથી. એ
ચૈતન્ય– વસ્તુના વેદનમાં સાક્ષાત્ અમૃત છે. રાગ તો આકુળતા ને દુઃખ છે. પોતામાં ભેદ
પાડીને દ્રવ્ય–ગુણ–પર્યાય વગેરેના વિચારમાં રોકાય તેમાં પણ રાગ છે, આકુળતા છે, ને
દુઃખ છે, ત્યાં પરની ચિંતાની વાત તો ક્્યાં રહી? ભેદના વિચારથી પાર થઈને દ્રવ્ય–ગુણ–
પર્યાયથી અભેદ વસ્તુને સાક્ષાત્ અનુભવતાં વિકલ્પ મટી જાય છે ને નિર્વિકલ્પ
અનુભવરસ અનુભવાય છે. આવા સત્ના મંત્રો ભગવાને દિવ્યધ્વનિમાં કહ્યાં છે. આવી
વાણી સાંભળતાં અનેક જીવો તેનું રહસ્ય સમજીને આત્માનો અનુભવ પામ્યા. ચાર
તીર્થોની સ્થાપના થઈ; ને મોક્ષગતિનો ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષ બાદ પ્રારંભ થયો.