Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 49
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
* સ્વાશ્રિત–વીતરાગમાર્ગની શ્રદ્ધા તો જરૂર કરજે. શ્રદ્ધામાં આ સિવાય બીજું
વિપરીત માનીશ નહિ; પરાશ્રિતભાવમાં કલ્યાણ માનીશ નહીં. પરમાત્મતત્ત્વની
શ્રદ્ધા રાખીશ તોપણ તારો આરાધકભાવ ચાલુ રહેશે, ને અલ્પકાળે મોક્ષ થશે.
* સમ્યગ્દર્શન તે પણ ધર્મીનું આવશ્યક કાર્ય છે. આવા સમ્યગ્દર્શન ઉપરાંત જો
ધ્યાનમાં એકાગ્રતારૂપ સામાયિકાદિ થઈ શકે તો તે ઉત્તમ છે, તે તો સાક્ષાત્
મોક્ષમાર્ગ છે; ને એવું ન થઈ શકે તો સમ્યક્ત્વમાં તો તું જરાય શિથિલ થઈશ
નહિ. વિકલ્પ હોય તેની મીઠાશ કરીશ નહીં. તેનાથી ભિન્ન ચૈતન્યસ્વરૂપની શ્રદ્ધા
બરાબર કરજે.
* સહજ જ્ઞાન–આનંદમય નિજપરમાત્મતત્ત્વની સન્મુખ થઈને જે નિશ્ચલ સ્થિર
પરિણામ થાય તે જ ભવને છેદવા માટેનો કુહાડો છે, અંતરમાં સ્થિર થતાં જે
શાંત નિષ્ક્રિય (એટલે વિકલ્પની ક્રિયાથી રહિત) દશા થઈ તે જ પરમ
આવશ્યક છે, તેનાથી સામાયિકની પૂર્ણતા થાય છે એટલે તેમાં વિકલ્પની
વિષમતા વગરની પરમ શાંતિ ને સમતા છે, તે મુમુક્ષુને પરમ ઉપાદેય છે–તેનું
ફળ નિર્વાણ છે. આ સિવાય બાહ્ય આવશ્યકના જે વિકલ્પો છે તે તો
કોલાહલવાળા છે, તેનું ફળ તો અનુપાદેય છે, તેમાં શાંતિ નથી, વિકલ્પમાં તો
અશાંતિ છે.
* શાંતિ તો સ્વાશ્રિતભાવમાં છે. જેટલો સ્વાશ્રય થાય તેટલી જ શાંતિ છે, તેટલો
જ નિર્વાણમાર્ગ છે ને તે જ ઉપાદેય છે. અંતરમાં એકાગ્રતા થતાં એક વિકલ્પ
પણ ન ઊઠે એવો પૂર્ણ સ્વાશ્રયભાવ તે મોક્ષ માટે મુનિઓનું પરમ
આવશ્યક કાર્ય છે. ને શ્રાવક–ધર્માત્માને પણ નિજ પરમાત્મતત્ત્વની સમ્યક્શ્રદ્ધા,
તથા જ્ઞાનપૂર્વક જેટલે અંશે વીતરાગભાવ વર્તે છે તેટલું જ આવશ્યક છે; તે
સિવાય બીજા કોઈ રાગાદિભાવો તે કાંઈ ધર્મીનું આવશ્યક નથી, તે મોક્ષનો
માર્ગ નથી.
* આજ તો આવા ધર્મને સાધવાની મોસમ એટલે પર્યુષણ છે, મોક્ષના માર્ગની
મોસમ છે. અંતર્મુખ આત્મતત્ત્વનો જેણે આશ્રય લીધો તેને આત્મામાં સદાય
ધર્મની જ ધીખતી મોસમ છે. અરે, તારા સ્વભાવની સન્મુખ થઈને તું અત્યારે
ધર્મની કમાણી કરી લે. કમાણી માટે આ ઉત્તમ અવસર છે.
* આત્માના ગુણો આત્માના આધારે છે; આત્માનો કોઈ ગુણ કોઈ બીજાના આધારે

PDF/HTML Page 42 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૩૫ :
કે રાગના આધારે નથી. કોઈ જીવને સમ્યક્ત્વાદિનો ઘાત થાય તેથી કાંઈ તે
જીવને શરીરની ક્રિયાનો કે શુભરાગનો ઘાત થઈ જતો નથી. તે ક્રિયા એવી ને
એવી હોવા છતાં અજ્ઞાનીને સમ્યક્ત્વાદિનો ઘાત થાય છે;– કેમકે સમ્યક્ત્વાદિ
ધર્મો જીવના છે, તે કાંઈ શરીરની ક્રિયાના આધારે કે રાગના આધારે નથી.
સમ્યક્ત્વાદિ ધર્મો જો શરીરના આધારે હોય તો, તે સમ્યક્ત્વાદિનો ઘાત થતાં
શરીરનો ને રાગનો પણ ઘાત થઈ જવો જોઈએ.
* વળી, શરીરની ક્રિયાના ઘાતથી કે શુભરાગના ઘાતથી કાંઈ જીવના સમ્યક્ત્વાદિ
ગુણોનો ઘાત થઈ જતો નથી; શરીરાદિનો ઘાત થવા છતાં જીવના સમ્યક્ત્વાદિ
ધર્મો એવા ને એવા રહે છે; કેમકે સમ્યક્ત્વાદિ ધર્મો જીવના છે, તે કાંઈ શરીરની
ક્રિયાના આધારે કે રાગના આધારે નથી. જો શરીરાદિના આધારે જીવના
સમ્યક્ત્વાદિ ધર્મો હોય તો, તે શરીરાદિનો ઘાત થતાં સમ્યક્ત્વાદિનો પણ ઘાત
થઈ જવો જોઈએ. પણ એમ તો દેખાતું નથી.
* આ રીતે જીવના સમ્યક્ત્વાદિ ધર્મોને, અને રાગ તથા શરીરાદિની ક્રિયાને,
અત્યંત ભિન્નપણું છે, તેમને આધાર–આધેયપણું નથી. જીવના સમ્યક્ત્વાદિ
ધર્મો જીવના જ આધારે છે, પરના આધારે નથી. –આવું ભેદજ્ઞાન કરનાર જીવ,
પોતાના સમ્યક્ત્વાદિ સમસ્ત ગુણો માટે પોતાના સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે,
પોતાના ગુણોમાં કોઈપણ પરદ્રવ્યનો કે રાગનો આશ્રય તે માનતો નથી.
* એવો ભેદજ્ઞાની જીવ પોતાના ગુણો પોતાના જ આત્મામાં જાણતો હોવાથી તેને
કોઈ પરદ્રવ્ય ઈષ્ટ–અનિષ્ટ દેખાતું નથી; પરદ્રવ્ય મારો કોઈ ગુણ આપતું નથી,
પછી તેના ઉપર રાગ શો? તેમજ પરદ્રવ્ય મારા કોઈ ગુણનો ઘાત કરતું નથી–
પછી તેના ઉપર દ્વેષ શો? આમ વીતરાગ–અભિપ્રાયવડે ધર્મી જીવ
જ્ઞાનચેતનારૂપે પરિણમતો થકો પરનો સંબંધ છોડે છે. જ્ઞાનચેતનાના
સમ્યક્ત્વાદિભાવોમાં તેને રાગાદિ છે જ નહિ. અવસ્થામાં જે કિંચિત રાગાદિ
દેખાય છે તે જ્ઞાનચેતનામાં તન્મયપણે નથી પણ ભિન્નપણે છે.
* ધર્મી કહે છે કે અહો! અમારા જ્ઞાનાદિ સમસ્તગુણો અમારા આત્માના જ
આશ્રયે પરિણમી રહ્યા છે–એમ અમે સમ્યક્પ્રકારે દેખીએ છીએ; સમ્યક્ત્વાદિ

PDF/HTML Page 43 of 49
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
અમારો કોઈપણ ગુણ પરદ્રવ્યના આશ્રયે હોવાનું અમે દેખતા નથી. સ્વાશ્રયપણે
ઊપજતા સમ્યક્ત્વાદિ નિર્મળગુણોમાં રાગાદિની ઉત્પત્તિ છે જ નહિ,
સ્વાશ્રિતભાવોથી તે બહાર જ છે. –આવા ભેદજ્ઞાનવડે જ્ઞાનપણે જ ઊપજતો
જીવ રાગદ્વેષનો સર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે.
* પરદ્રવ્યને પોતાના ગુણ–દોષનું ઉત્પાદન માનનાર જીવને કદી રાગ–દ્વેષનો નાશ
થતો નથી; તે તો પરનો જ આશ્રય કરતો થકો, પરથી જ પોતાના ગુણ–દોષ
થવાનું માનતો થકો અજ્ઞાનભાવરૂપ જ પરિણમે છે. ભેદજ્ઞાન વગર મોહસમુદ્રને
તે પાર કરી શકતો નથી.
* આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! પરદ્રવ્યને રાગ–દ્વેષનું ઉત્પાદન તું જરાપણ ન
માનીશ. પોતાના જ ગુણપર્યાયોમાં દ્રવ્ય પોતે ઊપજે છે; પોતાની પર્યાયમાં
ઊપજતા કોઈ દ્રવ્યની પર્યાયને બીજો ઉપજાવે–એવી કોઈ વસ્તુમાં યોગ્યતા જ
નથી. સર્વે દ્રવ્યોને સ્વભાવથી જ પોતાની પર્યાયનો ઉત્પાદ થાય છે–એમ
વસ્તુસ્વરૂપ જોવામાં આવે છે. ઘડારૂપે માટી ઊપજે છે, કુંભાર નહીં; તેમ
સમ્યક્ત્વાદિ ગુણરૂપે કે રાગાદિ દોષરૂપે આત્મા ઊપજે છે, પરદ્રવ્ય નહીં.
* હે ભાઈ! એકવાર આવું સ્વ–પરનું સ્પષ્ટ ભેદજ્ઞાન તો કર. ભેદજ્ઞાન કરતાં જ
તને પરદ્રવ્ય ઉપરના રાગ–દ્વેષનો અભિપ્રાય છૂટી જશે ને વીતરાગી જ્ઞાનદશા
વગેરે ગુણો પ્રગટ થશે. મારા ગુણને કે દોષને પરદ્રવ્ય તો કરતું નથી પછી તેના
ઉપર રાગ–દ્વેષ કરવાનું પ્રયોજન ક્યાં રહ્યું? ગુણ પ્રગટ કરવા અને દોષનો ક્ષય
કરવા મારે મારા ચૈતન્યમય સ્વદ્રવ્યનો જ આશ્રય કરવાનું રહ્યું. –આવું
વીતરાગીસ્વાધીન વસ્તુસ્વરૂપ સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે. પોતાનું ચૈતન્યતત્ત્વ જ તે
સમ્યગ્દ્રષ્ટિનો વિસામો છે; પરમાં ક્યાંય વિસામો નથી.
* જેને થાક લાગે કે વિસામો શોધે; તેમ ભવમાં ભમતાં–ભમતાં થાકેલો જીવ,
રાગ–દ્વેષથી છૂટીને ચૈતન્યધામમાં વિસામો લ્યે છે. પુણ્ય–પાપ તો અનાદિથી
કર્યાં, પણ તેમાં ક્યાંય જીવને વિસામો ન મળ્‌યો, શાંતિ ન મળી; તો તેનાથી જુદી
જાતનો એવો તારો ચૈતન્યસ્વભાવ, તેમાં ઊંડે જઈને વિસામો લે, તેમાં તને
પરમ શાંતિ મળશે. –પૂર્વે કદી નહિ કરેલું એવું અવશ્ય કરવા જેવું આ અપૂર્વ
કાર્ય છે. હે મુમુક્ષુ! મોક્ષ માટે શુદ્ધોપયોગરૂપ થઈને આ અપૂર્વ કાર્ય તું કર. તે
તારું આવશ્યક છે.

PDF/HTML Page 44 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૩૭ :
બન જાના ભગવાન... [બ્ર. હ. જૈન]
[હાલા... હાલા...]
એક સંસ્કારી જૈનમાતા, પોતાના
બાળકને નીચેનું હાલરડું સંભળાવતી’ તી–
પલનાકે લલના સુનો! હંસકે માંકે વૈન,
શુદ્ધ–નિરંજન–બુદ્ધ તુમ, ક્યોં રોતે બેચૈન! (૧)
તુમ હો વારસ વીરકા... શ્રી જિનવરકા નંદ,
અંતર આતમ સાધના હોગા પરમાનંદ. (ર)
માત ઝુલાતી બાલકો દેતી હૈ આશીષ,
ચલકર વીરકે પંથપર બન જાના જગદીશ. (૩)
સૂન લો બચ્ચા પ્રેમસે જિનવાણીકા સાર,
સ્વાનુભૂતિસે પાવના ભવસાગરકા પાર. (૪)
પરમેષ્ઠીકે પ્રસાદસે તૂ કરના આતમજ્ઞાન,
મોહ તોડ સંસારકા... બન જાના ભગવાન. (પ)

PDF/HTML Page 45 of 49
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
* પૂ. ગુરુદેવની મંગલછાયામાં આપણું આત્મધર્મ–માસિક આવતા અંકે ત્રીસ વર્ષ
પૂરા કરશે. દરેક અંક વાંચી–વાંચીને જિજ્ઞાસુઓ પોતાનો આત્મરસ વધારીને
પ્રમોદ જાહેર કરે છે. ત્રીસ હજાર જેટલા જિજ્ઞાસુઓનો ધાર્મિક પ્રેમ અને
વાત્સલ્ય એ ‘આત્મધર્મ’ ની મોટી મૂડી છે; આવા કાળમાં આવી ઊંચી
અધ્યાત્મવસ્તુના હજારો ગ્રાહકો મળવા તે ગુરુદેવનો પ્રભાવ છે ને તે
આત્મધર્મનું ગૌરવ છે. દરવર્ષે બધા ગ્રાહકો પોતાની મેળે જ લવાજમ મોકલી
આપીને વ્યવસ્થામાં સુંદર સહકાર આપી રહ્યા છે. આપ પણ વીર નિર્વાણ સંવત
રપ૦૦નું આપનું લવાજમ ‘ચાર રૂપિયા’ આત્મધર્મ કાર્યાલય, સોનગઢ
૩૬૪રપ૦ એ સરનામે વેલાસર મોકલી આપશો. આત્મધર્મ–માસિક દરેક
અંગ્રેજી મહિનાની દશમી તારીખે સોનગઢથી પોષ્ટ થાય છે. દિનેદિને વધતી
મોંઘવારીને હિસાબે આત્મધર્મનું ખર્ચ વધુ આવતું હોવા છતાં, જિજ્ઞાસુ
વાંચકોના સહકારથી તેનું લવાજમ માત્ર ચાર રૂપિયા છે તે જ ચાલુ રાખવામાં
આવ્યું છે. ગતવર્ષ દરમિયાન “આત્મધર્મના પ્રચાર માટે” જિજ્ઞાસુઓ તરફથી
સાતેક હજાર રૂપિયા આવેલા, જેની યાદી આત્મધર્મમાં અવાર–નવાર પ્રગટ
થયેલ છે, તે જ મુજબ પ્રચારવિભાગની યોજના ચાલુ રાખીને, લવાજમ ન
વધારવાનું માનનીય પ્રમુખશ્રીની આજ્ઞાથી નક્કી કરવામાં આવ્યું છે. આવતું
વર્ષ એ વીરનિર્વાણનું રપ૦૦ મું વર્ષ છે. આપ આત્મધર્મનો વધુને વધુ પ્રચાર
કરીને વીરમાર્ગની પ્રભાવનામાં સાથ આપો.
* રાજકોટથી ભાઈશ્રી મણિભાઈ ઉદાણી ગુરુદેવ પ્રત્યે અને આત્મધર્મ પ્રત્યે પ્રમોદ
વ્યક્ત કરતાં લખે છે કે–“આત્મધર્મ” હું બરાબર મનનપૂર્વક વાંચું છું અને
તેમાંના લેખો ઘણા ઊંચા અને આત્માનુભવ કરવા જેવા હોય છે. જ્ઞાનનો લાભ
ઘણા માણસો લઈ શકે છે. પૂજ્યપાદ આત્મજ્ઞાની મહારાજશ્રી કાનજીસ્વામીને
મારા સવિનય પાયવંદન કહેશો. જૈનધર્મમાં જે જ્ઞાન છે તે બીજે ક્યાંય નથી.
રાગ–દ્વેષ–મોહથી આત્માને ભિન્ન સમજી મોક્ષ મેળવવાનો માર્ગ તે દર્શાવે છે.
* દેવ–શાસ્ત્ર–ગુરુનું બહુમાન : એક ગામમાં સોનગઢના મુમુક્ષુઓ દ્વારા દેવ–
શાસ્ત્ર–ગુરુનાં વખાણ અને બહુમાન દેખીને એક માણસને આશ્ચર્ય થયું કે–આ લોકો
આટલું બધું બહુમાન કેમ કરે છે? –અરે ભાઈ! આપણે આપણા વીતરાગી દેવ–

PDF/HTML Page 46 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૩૯ :
શાસ્ત્ર–ગુરુનું બહુમાન નહિ કરીએ તો કોનું બહુમાન કરીશું? મુમુક્ષુઓ
જિનવાણીની પ્રશંસા નહિ કરે તો કોની કરશે? –પછી તે જિનવાણી ભલે
સમયસારાદિ પરમાગમોરૂપે ગુંથાયેલી હોય કે ‘આત્મધર્મ’ રૂપે ગુંથાયેલી હોય...
કે બીજા કોઈ પણ પુસ્તકરૂપે હોય, –પણ જે જિનવાણી આપણને શુદ્ધાત્મસ્વરૂપ
દેખાડે છે તે માતા જિનવાણી સદાય પૂજ્ય છે. –પ્રશંસનીય છે... એથી જેટલી
પ્રશંસા કરીએ, એનું જેટલું સન્માન કરીએ તેટલું ઓછું છે, એક મુમુક્ષુને તો
જ્ઞાન અને રાગની ભિન્નતા વાંચીને આત્મધર્મ પ્રત્યે એવો પ્રમોદ આવી ગયો કે
અર્ઘ ચડાવીને તેની પૂજા કરી–એ વાત પ્રસિદ્ધ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ
રૂપિયાનો થાળ ભરીને સમયસારનું પરમ સન્માન કર્યું હતું; એના પ્રતાપે તો
‘શ્રીમદ્ રાજચંદ્ર જૈન ગ્રંથમાળા’ તરફથી સમયસાર પ્રસિદ્ધિમાં આવ્યું, તે ગુરુદેવ
(કાનજીસ્વામી) ના હાથમાં આવ્યું ને તેનો આટલો મહાન પ્રચાર થયો. આ
રીતે આત્મ–ઉપકારી દેવ–શાસ્ત્ર–ગુરુનું પરમ બહુમાન દરેક મુમુક્ષુને હોય છે, ને
તેનો મહિમા દેખીને તેને પ્રસન્નતા થાય છે. –કેમકે, ‘न हि कृतमुपकारं साधवो विस्मरन्ति। ’
* વીતરાગ વિજ્ઞાનના પ્રચારની ભાવના: બે માસ પહેલાંં વિદિશાનગરી
(મધ્યપ્રદેશ) માં સ્વાધ્યાયમંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ભાષણમાં શેઠશ્રી
પૂરનચંદ્રજી ગોદીકાએ જ્ઞાનનો મહિમા બતાવતાં કહ્યું કે– “ઈસ સ્વાધ્યાયમંદિરમેં
બેઠકર ધર્મીજીવ તત્ત્વ અભ્યાસ કરેંગે ઔર અપને અજ્ઞાનકા નાશ કરકે
મોક્ષમાર્ગકા ઉદ્ઘાટન કરેંગે! જીવનમેં યદિ કુછ પ્રાપ્ત કરને લાયક હૈ તો એકમાત્ર
વીતરાગવિજ્ઞાન હી હૈ! જ્ઞાનકે સમાન જગતમેં ઔર કોઈ પદાર્થ સુખકા કારણ
નહીં હૈ! ... મૈં જૈનસમાજસે યહ અપેક્ષા રખૂંગા કિ... અપને બાલકોંમે
વીતરાગવિજ્ઞાનકા બીજારોપણ કરેં! લાભ લેનેવાલે હજારોં બાલકોંમેંસે
યદિ એક–દો બાલકોંને ભી આત્મસ્વરૂપકી પ્રાપ્તિ કર લી તો વે સિદ્ધદશાકો
શીઘ્ર પ્રાપ્ત હોંગે! ”
એ જ વિદિશા નગરમાં પાંચમી પ્રશિક્ષણ–શિબિરની પૂર્ણતા પ્રસંગે અધ્યક્ષ
સ્થાનેથી ગયા શહેર (બિહાર) ના શ્રીમાન શેઠશ્રી ગજાનંદજી પાટનીએ પણ બાળકોને
ધર્મશિક્ષા આપવા માટે ભારપૂર્વક કહ્યું કે–સમાજકો ઈન લાખોં રૂપિયા ખર્ચ કરનેસે ક્યા
લાભ હોતા હૈ જબકિ હમારે બાલકોંકો ધર્મશિક્ષા ભી પ્રાપ્ત નહીં હો પાતી? આજકે યુગમેં
ધર્મપ્રચારકે નામપર બડીબડી ઈમારતોંમેં પૈસા ડાલના અથવા અનેક મેલોં આદિકે
નામપર લાખોં રૂપયા વ્યય કર દેનેકે બજાય ઐસે તત્ત્વપ્રચારકે ઠોસ કામોંમેં પૈસા
લગાયા જાના અધિક આવશ્યક હૈ. ઈસીસે સચ્ચા ધર્મપ્રચાર હોગા, –ઐસા મેરા વિશ્વાસ
હૈ! પૂજ્ય શ્રી કાનજીસ્વામીકા હમ સબ પર મહાન–મહાન ઉપકાર હૈ, ઉન્હીંકે દ્વારા આજ
સારે ભારતમેં ચેતના જાગૃત હુઈ હૈ!!

PDF/HTML Page 47 of 49
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
બંધુઓ, આ લખાય છે ત્યારે આપણે વીતરાગધર્મની આરાધનારૂપ મહાન
પર્યુષણપર્વ આનંદથી ઉજવી રહ્યા છીએ... અને જ્યારે આપ આ વાંચતા હશો ત્યારે
પર્યુષણપર્વની સમાપ્તિની તૈયારી હશે ને ક્ષમાભાવનાનું સુંદર ઝરણું આપણા સૌના
હૃદયમાં વહેતું હશે.
આત્મધર્મનું સંપાદન હંમેશાંં વીતરાગીસંતો પ્રત્યેની પરમભક્તિ અને સાધર્મીઓ
પ્રત્યેના હાર્દિક વાત્સલ્યસહિત જ થાય છે. ગુરુદેવે આપણને સમજાવેલા જૈનશાસનના
સાચા રહસ્યો–કે જે રહસ્યો સમજતાં જરૂર આત્મતત્ત્વની અનુભૂતિ થાય છે–તે જ
રહસ્યો જિજ્ઞાસુઓ સમક્ષ આત્મધર્મ દ્વારા રજુ થાય છે, ને જિજ્ઞાસુઓ પરમ પ્રેમથી
તેનો લાભ લ્યે છે. પરમ ગંભીર વીતરાગીતત્ત્વો આત્મધર્મમાં રજુ કરતાં, મારી
મંદબુદ્ધિને કારણે કોઈ ક્ષતિ થઈ ગઈ હોય, ક્યાંય અવિનયાદિ ભૂલો થઈ ગઈ હોય તો
પ્રભુ પંચપરમેષ્ઠીભગવંતો પ્રત્યે, પરમ માતા જિનવાણી પ્રત્યે, પૂ. ગુરુદેવ પ્રત્યે, પૂજ્ય
સર્વે સંતો પ્રત્યે અત્યંત નમ્રતાપૂર્વક અંતરથી ક્ષમાયાચના કરું છું ને તે સૌના ચરણોમાં
શિર ઝુકાવીને ભક્તિથી વિનય કરું છું. આ ઉપરાંત કોઈ સાધર્મીજનોની લાગણી
દુભાવાઈ હોય તો તેમના પ્રત્યે પણ વાત્સલ્યપૂર્વક ક્ષમાયાચના કરું છું, ને મારા ચિત્તને
સર્વથા નિઃશલ્ય કરું છું.
અહા, પર્યુષણ એટલે આરાધનાનો મોટો ઉત્સવ! બંધુઓ, આપણે માટે તો
શ્રીગુરુપ્રતાપે નિરંતર પર્યુષણ જેવો જ અવસર છે... આત્માની આરાધના માટેની
સોનેરી ઘડી ગુરુદેવે આપણને આપી છે. આરાધકજીવોનું સાક્ષાત્ દર્શન અત્યારે આ
ભરતક્ષેત્રમાં મળવું– એ કોઈ પરમ સુયોગ છે; ગુરુપ્રતાપે મળેલા આ સુયોગમાં
ધર્માત્મા–સંતજનોના ગંભીર ચૈતન્યગુણોને ઓળખવા, ને પોતામાં તેવા ગુણની
આરાધના પ્રગટ કરવી–તે જ આ સોનેરી–સુયોગની સફળતા છે.
બસ, આરાધના જયવંત હો.
(બ્ર. હ. જૈન)

PDF/HTML Page 48 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૪૧ :
વાહ રે વાહ... ક્ષમા!
ક્ષમામાં મજા છે... ક્રોધમાં દુઃખ છે.
ક્ષમાની સાથે ચૈતન્યની શાંતિ વગેરે અનંતગુણોનો પરિવાર છે.
ક્રોધને કોઈ ગુણનો સાથ નથી, અને તેનું કોઈ મિત્ર નથી.
જ્યારે ક્ષમાને કોઈ શત્રુ નથી, ને તેને સર્વ ગુણોનો સાથ છે.
ક્ષમાની તાકાત અપાર છે; ક્રોધમાં તો કાયરતા છે.
ક્ષમાના શાંતસરોવરમાંથી નીકળીને ક્રોધના ભઠ્ઠામાં કોણ સળગે?
ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ ક્યાંથી જાણે? તેમ
કોંધમાં સળગતો જીવ ક્ષમાની મજાને ક્યાંથી જાણે? –
વાહ રે વાહ! ક્ષમાની અદ્ભુત મજા! એનો સ્વાદ ધર્મી જ ચાખે છે.
ક્ષમા સદાય જયવંત છે

PDF/HTML Page 49 of 49
single page version

background image
ફોન નં. : ૩૪ ‘આત્મધર્મ’ Regd. No. G. 128
વીતરાગી સંતોની મધુરી પ્રસાદી
૧. અહો જિનભગવંતો! આત્માની આરાધના કરાવનારો આપનો સ્વ–વશ
માર્ગ... ખરેખર અદ્ભુત છે, આશ્ચર્યકારી છે; આપનો આ માર્ગ અમને
મહા આનંદ આપે છે.
ર. જેમ શીતળ–મીઠું પાણી તરસ્યાના ગળે તુરત ઊતરી જાય છે તેમ
ચૈતન્યસ્વાદથી ભરેલી વીતરાગી સંતોની મીઠી–મધુરી વાણી મુમુક્ષુના
અંતરમાં તરત ઊતરી જાય છે.
૩. શરીર ભલે ભડભડ બળતું હોય, તે જ વખતે આત્મા પોતાની
વીતરાગીશાંતિમાં ઠરી શકે છે; –કેમકે બંને તત્ત્વ જુદા છે.
૪. પંચપરમેષ્ઠીને સાથીદાર રાખીને જે મોક્ષના પંથે ચાલ્યો તે કદી માર્ગ
ભૂલશે નહિ. તેને વચ્ચે કોઈ વિધ્ન આવશે નહિ.
પ. જેમ હાથી ખાબોચિયામાં ડુબતો નથી તેમ સુખનો દરિયો. જેણે પોતામાં
દેખ્યો છે એવા જ્ઞાની–હસ્તી વિષયોના મેલા ખાબોચિયામાં ડુબતા નથી.
૬. તડકો સદા તડકો નથી રહતો, તડકા પછી થોડા વખતમાં છાંયો આવે છે;
હે જીવ! તું ધૈર્યથી કામ લે, તારા દુર્દિન થોડા વખતમાં વીતી જશે.
૭. અરે ભાઈ, જગત માટે તેં ઘણુંઘણું કર્યું–તે તો બધું નિષ્ફળ ગયું! હવે તો
આત્મા મળે, આત્મા રીઝે ને પોતાને શાંતિ થાય–એવું કર.
૮. ત્રણ લોકમાં બધે ફરી ફરીને શોધતાં છેવટે એક જ વસ્તુ સુંદર મીઠી
લાગી... અહો, આ ચૈતન્યતત્ત્વ જ સુંદરમાં સુદર, ને આનંદના મીઠા
સ્વાદવાળું છે.
૯. અહો, આ ચૈતન્યતત્ત્વ અનંતગુણનું મહા મંદિર છે; આ પરમાત્મમંદિરમાં
પંચપરમેષ્ઠીઓ, રત્નત્રય અને જિનાગમો એ બધું બિરાજી જ રહ્યું છે.
૧૦. સંત કહે છે– હે ભાઈ! તું આ સુંદર તત્ત્વના મધુર સ્વાદના સંસ્કાર તારા
આત્મામાં ઊતારજે, –તેનું અપૂર્વ ફળ તને અત્યારે જ મળશે.
પ્રકાશક: (સૌરાષ્ટ્ર) પ્રત: ૩૩પ૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : ભાદરવો (૩૫૯)