Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 49
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
એકકોર શ્રાવણ માસના ઉત્સવો ચાલતા હતા,
આકાશમાંથી વરસતી મેઘવર્ષા પૃથ્વીને તૃપ્ત કરતી હતી...
બીજી કોર પ્રવચનમાં વીતરાગી પરમાત્મભક્તિ અને જ્ઞાનના
અગાધ સામર્થ્યના વર્ણન વડે ચૈતન્યગગનમાંથી વરસતી
શાંતરસની અમૃતધારા ભવ્યજીવોના અંતરને તૃપ્ત કરતી હતી.
દૂરવર્તી આત્મજિજ્ઞાસુઓ પણ એ અપૂર્વ આત્મરસનું પાન
કરવા હંમેશાં આતુર હોય છે. તેઓ પણ આ લેખ દ્વારા તે
મધુર શાંતરસનું થોડુંઘણું પાન કરીને તૃપ્ત થશે. અહીં શ્રાવણ
માસની તે મહાન મેઘવર્ષામાંથી ઝીલેલાં ૧૦૧ બિંદુ આપ્યાં છે,
તેનું રસપાન આપને જરૂર આનંદિત કરશે.
–બ્ર. હ. જૈન
(શ્રાવણ માસ દરમિયાન નિયમસાર–ભક્તિઅધિકાર તથા
સમયસાર–સર્વ વિશુદ્ધઅધિકાર ઉપરનાં પ્રવચનોમાંથી દોહન)

પોતાના પરમાત્મતત્ત્વની સન્મુખ થઈને જે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–આચરણરૂપ
પરિણામનું ભજન તે ભક્તિ છે; શ્રાવક અને શ્રમણ શુદ્ધરત્નત્રયવડે આવી
ભક્તિ કરે છે, તે જ નિર્વાણ માટેની ભક્તિ છે.
(૧)
ધર્મી–શ્રાવકને જેટલા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધપરિણામ છે તેટલી
નિર્વાણની પરમ ભક્તિ છે, તેટલો મોક્ષમાર્ગ છે. (ર)

PDF/HTML Page 22 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧૫ :
પરમ નૈષ્કર્મ્ય (શુભાશુભ કોઈપણ કર્મથી રહિત) એવા મુનિવરોને પણ
રત્નત્રયની ભક્તિ હોવાનું કહ્યું;–આ ભક્તિ શું રાગવાળી છે? ના; રત્નત્રયની
જેટલી શુદ્ધતા થઈ તેટલી શુદ્ધરત્નત્રયની ભક્તિ છે, તે જ નિર્વાણભક્તિ છે, આ
ભક્તિ અપુનર્ભવ એવા મોક્ષનું કારણ છે. શ્રાવકને પણ સમ્યક્ત્વાદિની જેટલી
શુદ્ધતા છે તેટલી ભક્તિ છે. (૩)
આવી નિર્વાણભક્તિ કોઈ પરના આશ્રયે થતી નથી, બહારમાં બીજા
ભગવાનના આધારે પણ આવી નિર્વાણભક્તિ થતી નથી, પણ અંતરમાં
પોતાના પરમાત્માની સન્મુખ થઈને આવી ભક્તિ થાય છે. સ્વભાવમાં
ઉપયોગને જોડવાથી આવી પરમ ભક્તિ થાય છે. આવી ભક્તિ વડે ઋષભાદિ
જિનવરો નિર્વાણસુખને પામ્યા; માટે તું પણ ઉપયોગને અંતર્મુખ કરીને આવી
શ્રેષ્ઠ ભક્તિ કર. (૪)
શ્રાવક પણ શુદ્ધરત્નત્રયનો ભક્ત છે. સમ્યક્ત્વાદિ વડે જે શુદ્ધ રત્નત્રયની
ભક્તિ કરે છે, તેની આરાધના કરે છે, તે શ્રાવક છે. રત્નત્રયની આવી
આરાધના વગર શ્રાવણપણું કે મુનિપણું હોય નહિ. (પ)
શુદ્ધરત્નત્રયની સેવા–ભક્તિ પોતાના પરમાત્મતત્ત્વની સન્મુખતા વડે થાય છે.
સ્વસન્મુખ થઈને જેણે શુદ્ધરત્નત્રયને સેવ્યા તે જીવ રાગને સેવે નહિ. શુભરાગ
વચ્ચે આવી જાય તેને તે જીવ સેવવા યોગ્ય કે મોક્ષનું કારણ માનતો નથી. રાગ
તે નિર્વાણભક્તિ નથી. (૬)
અહો, જ્ઞાનસ્વરૂપ આત્મા, પોતે જ્ઞાનરૂપ થઈને જ્ઞાનને સેવે તે જ મોક્ષનું કારણ
છે. પોતે જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, અજ્ઞાની જ્ઞાનને એકક્ષણ પણ સેવતો નથી.
જ્ઞાનનું સેવન કરે તો મોક્ષમાર્ગ પ્રગટે. (૭)
ગુણ–ગુણી અભેદ કરીને, એટલે કે દ્રવ્ય–પર્યાય અભેદ કરીને જ જ્ઞાનનું સેવન
થાય છે. આવી રીતે જ્ઞાનનું સેવન કર્યું તે તો સાધક થયો, તે અનંત સિદ્ધ
ભગવંતોનો કુટુંબી થયો, તેણે સંસાર સાથે સંબંધ તોડ્યો ને સિદ્ધપદ સાથે
સંબંધ જોડ્યો. (૮)
ભગવંતો જે કરીને નિર્વાણ પામ્યા તેવું પોતામાં કરવું તે જ ખરી નિર્વાણભક્તિ
છે, તે જ મોક્ષગત પુરુષોની ગુણભક્તિ છે. આવી ગુણભક્તિ તો મોક્ષનું કારણ
છે. આવી ગુણભક્તિ રાગવડે થઈ શકતી નથી, સ્વભાવ સન્મુખતા વડે જ
થાય છે. (૯)

PDF/HTML Page 23 of 49
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
રાગથી આત્માના ગુણની પ્રાપ્તિ માનવી કે રાગને મોક્ષનું કારણ માનવું તે
તો રત્નત્રયમાર્ગની વિરાધના છે; રાગથી ધર્મ માનનાર જીવને
સાચી રત્નત્રયભક્તિ હોય નહિ એટલે કે તેને રત્નત્રયની આરાધના
હોય નહીં.
(૧૦)
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ અંતર્મુખ ભાવવડે મોક્ષની આરાધના એ જ
મોક્ષની ભક્તિ છે. શ્રેણીકરાજા પણ ક્ષાયિકસમ્યક્ત્વ વડે આવી મોક્ષભક્તિ
કરતા હતા. શ્રાવકને પણ અંશે રત્નત્રયની આરાધના હોય છે, એટલે તેને
નિર્વાણની ભક્તિ છે, તેથી તે ભક્ત છે–ભક્ત છે.
(૧૧)
વીતરાગપુરુષોની પરમાર્થભક્તિ એ છે કે, જે કારણપરમાત્માને શુદ્ધરત્નત્રયવડે
આરાધીને તેઓ સિદ્ધ થયા, તે કારણપરમાત્માની સન્મુખ થઈને પોતે તેની
આરાધના કરવી. આવી આરાધના–ભક્તિ તે ભવભયને હરનારી છે. શુદ્ધ
સમ્યક્ત્વાદિ વડે આવી આરાધના કરનાર જીવ ભક્ત છે... ભક્ત છે, તે મોક્ષનો
સાધક
છે... સાધક છે. (૧૨)
શુદ્ધ રત્નત્રયની આરાધનારૂપ આ ભક્તિ ધર્મીને નિરંતર હોય છે. અમુક જ
વખત આવી ભક્તિ હોય છે–એમ નથી, પરંતુ જેટલી શુદ્ધિ છે તેટલી તો નિરંતર
ભક્તિ છે. –આવી અતુલ ભક્તિ નિરંતર કર્તવ્ય છે.
(૧૩)
શ્રાવક હો કે શ્રમણ હો, તેને રત્નત્રયની જેટલી શુદ્ધિ છે તેટલું તેનું ચિત્ત તો
પુણ્યપાપથી મુક્ત જ છે. સમ્યક્ત્વાદિ શુદ્ધપરિણતિમાં રાગ–દ્વેષ કેવા? ભલે
શ્રાવક હો, પુણ્ય–પાપ થતાં હોય, પણ તે પુણ્ય–પાપ શુદ્ધપરિણતિથી તો જુદા જ
છે. શુદ્ધપરિણતિ તો ભવભયનો અંત કરનારી છે ને મોક્ષને જ સાધનારી છે.
માટે આવી પરિણતિવાળો જીવ સદાય ભક્ત છે–ભક્ત છે; તેને સદાય નિર્વાણની
ભક્તિ એટલે કે મોક્ષની આરાધના વર્તે જ છે.
(૧૪)
વાહ, જુઓ આ ધર્મી–શ્રાવકની દશા! એની રત્નત્રયપરિણતિમાં ચૈતન્ય
પરમાત્મા સદા સમીપ છે, અને રાગાદિ ભાવો તેની પરિણતિથી અત્યંત દૂર છે.
અરેરે, અજ્ઞાનીને રાગાદિ પુણ્ય–પાપ નજીક લાગે છે ને પરમાત્મા દૂર લાગે છે–
એને પરમાત્માની ભક્તિ કેવી?
(૧પ)
પરમાત્માનો ભક્ત એટલે મોક્ષનો સાધક ધર્મી જીવ કહે છે કે મારો કારણ
પરમાત્મા મારા રત્નત્રયમાં અત્યંત નજીક છે, મારી પરિણતિમાં તે અભેદપણે

PDF/HTML Page 24 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧૭ :
વિદ્યમાન વતેં છે, ને પુણ્ય–પાપ તો મારી ચૈતન્ય પરિણતિથી તદ્ન જુદા છે–
આવો ધર્મી જીવ તે સર્વજ્ઞપ્રભુનો પુત્ર છે.
(૧૬)
મોક્ષગત જીવો અભેદપરિણતિ વડે કારણપરમાત્માને આરાધીને સિદ્ધ થયા છે;–
તેમની ભક્તિ કરનાર પણ એમ જ જાણે છે કે મારા કારણપરમાત્માને અંતર્મુખ
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની શુદ્ધ અભેદ પરિણતિ વડે હું આરાધું–તે જ મને મોક્ષનું
કારણ છે; આથી વિરુદ્ધ માને તો તેને મોક્ષગત પુરુષોની સાચી ભક્તિ હોય નહીં.
શ્રદ્ધા–જ્ઞાન–શાંતિની અભેદ પરિણતિવાળો જીવ નિરંતર ભગત છે.. ભગત છે.
તે જિનેશ્વરદેવનો લઘુનંદન છે.
(૧૭)
જુઓ, સિદ્ધની ભક્તિ કરનાર જીવ પ્રથમ તો એ જાણે છે કે તેઓ કઈ રીતે
સિદ્ધિ પામ્યા? કે અંતર્મુખ શુદ્ધ રત્નત્રયની અભેદપરિણતિ વડે
કારણપરમાત્માને અનુભવીને તેઓ સિદ્ધ થયા. એટલે આવી કારણપરમાત્માની
અભેદ આરાધના તે નિશ્ચયથી મુક્તિનું કારણ છે, તે પરમાર્થ ભક્તિ છે. (૧૮)
મોક્ષગત પુરુષોની ભક્તિ કરનાર જીવ તે મોક્ષગત પુરુષોના ગુણને જાણે છે, તે
ગુણોને જાણીને તેના પ્રત્યેનો જે પ્રમોદભાવ તે સિદ્ધોની પરમભક્તિ છે. –આ
વ્યવહારભક્તિ છે. આવી ભક્તિવાળો જીવ પણ એમ જ જાણે છે કે હું જેમની
ભક્તિ કરું છું તેઓ અભેદ રત્નત્રયવડે જ મુક્તિ પામ્યા છે. ને મારે માટે પણ
એ જ મુક્તિમાર્ગ છે. – આ રીતે તેમના માર્ગનું સેવન તે જ ભક્તિ છે. (૧૯)
સીતાજી મહાસતી ધર્માત્મા, જેમના ઉદરમાં લવ–કુશ જેવા બે મોક્ષનાં રત્નો
પડ્યા છે, તેમને જ્યારે રામચંદ્રજીએ વનમાં છોડી દેવાનો હુકમ કર્યો ત્યારે
વનમાંથી સીતાજી રામને એવો સંદેશ કહેવડાવે છે કે લોકનિંદાથી ડરીને મને તો
છોડી પણ લોકો કદિક જૈનધર્મની પણ નિંદા કરે તો તે નિંદા સાંભળીને ધર્મને ન
છોડશો. મુનિવરો વગેરે ચાર સંઘની ભક્તિ સદાય કરજો. –આવો શુભવિચાર
આવ્યો તે વ્યવહારભક્તિ છે; તે જ વખતે રાગથી પાર આત્માના શ્રદ્ધા–જ્ઞાન–
આનંદની જેટલી આરાધના વર્તે છે. તેટલી પરમાર્થભક્તિ છે. ઉદરમાં રહેલા
લવ–કુશ બંને પણ ધર્માત્મા હતા, ચરમશરીરી હતા, તેમનેય તે વખતે
શુદ્ધસમ્યક્ત્વાદિરૂપ નિર્વાણભક્તિ વર્તતી જ હતી. આ રીતે શ્રાવકોને પણ
શુદ્ધરત્નત્રયની નિશ્ચયભક્તિ હોય છે, ને તેટલી મોક્ષની આરાધના હોય છે. (૨૦)

PDF/HTML Page 25 of 49
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
રામચંદ્રજી પણ, જ્યારે સીતાજીને રાવણ લઈ ગયો ત્યારે વન જંગલમાં ચારેકોર
સીતાજીને ઢૂંઢે છે, છતાં તે વખતેય અંદર નિજકારણપરમાત્માના શ્રદ્ધા–જ્ઞાન–
શાંતિથી જેટલી અભેદ રત્નત્રયની આરાધના વર્તે છે તેટલી નિશ્ચયથી
મોક્ષભક્તિ છે. અને તે શુદ્ધ પરિણતિ તો સીતાજી પ્રત્યેના રાગાદિથી પણ જુદી
જ છે, રાગનો પ્રવેશ તે સમ્યક્ત્વાદિ શુદ્ધપરિણતિમાં નથી. (૨૧)
અહો, સમ્યગ્દ્રષ્ટિને પોતાનો ચૈતન્યપ્રભુ હાજરાહજુર છે. એની શુદ્ધ પરિણતિ
એક ક્ષણ પણ નિજકારણ પરમાત્માથી જુદી પડતી નથી. આવી અભેદરૂપ
શુદ્ધરત્નત્રય પરિણતિ વડે કારણપરમાત્માને આરાધીને જ મોક્ષગત જીવો સિદ્ધ
થયા છે. –આ રીતે તેમના કેવળજ્ઞાનાદિ ગુણોવડે તેમને ઓળખવા તે
વ્યવહારભક્તિ છે. –ગુણની ઓળખાણ વગર ભક્તિ કોની?
(૨૨)
સાધક જીવ પોતે મોક્ષનો આરાધક થઈને મોક્ષગત જીવોની ભક્તિ કરે છે, તેને
નિશ્ચય–વ્યવહાર બંને ભક્તિ યથાર્થ છે. જેટલી રાગ વગરની અભેદપરિણતિ થઈ તે
નિશ્ચયસિદ્ધભક્તિ છે, ને તે નિર્વાણનું કારણ છે. પંચપરમેષ્ઠી વગેરે પ્રત્યેનો જેટલો
રાગ છે તે તો પુણ્યબંધનનું કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. (૨૩)
દુનિયામાં સૌથી ઊંચા સ્થાને (લોકાગ્રે) સિદ્ધભગવંતો વસે છે, અને લોકમાં
સૌથી મહાન ગુણવાળા પણ તેઓ જ છે. –એવા સિદ્ધભગવંતો કઈ રીતે સિદ્ધ
થયા? –કે શુદ્ધાત્મભાવનાથી સિદ્ધ થયા. એમ ઓળખીને હું તે સિદ્ધભગવંતોને
નિરંતર નમું છું–એટલે કે જેવી શુદ્ધાત્મભાવના તેમણે ભાવી હતી તેવી જ
શુદ્ધાત્મભાવના હું નિરંતર ભાવું છું. –આવી આત્મભાવનાથી આનંદથી પુષ્ટિ
થાય છે. –એ જ નિર્વાણભક્તિ છે. (૨૪)
અહો, સિદ્ધ ભગવંતોના મહાન અતીન્દ્રિય પરમસુખની શી વાત? એનો જેણે
સ્વીકાર કરીને આદર કર્યો તે જીવ શુભરાગને મોક્ષનું સાધન માને નહિ; તે તો
જાણે છે કે મારા શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી જ મને આવા મહાન સુખનો
અનુભવ થાય છે; તેથી શુદ્ધાત્મભાવનારૂપ પરિણતિ તે જ પરમાર્થ
સિદ્ધભક્તિ છે. (૨૫)
જેણે અંતર્મુખ થઈને કારણપરમાત્માનો સ્વીકાર કર્યોને તેમાં પોતાની પરિણતિને
અભેદ કરી તેણે સિદ્ધપુરીમાં જવા માટે ફર્સ્ટ કલાસની ટિકિટનું રિઝર્વેશન કરાવી
લીધું... તેણે સિદ્ધપુરીમાં જવાની મંગલયાત્રા શરૂ કરી દીધીને અલ્પકાળમાં સિદ્ધ
થવાનું ચોક્કસ થઈ ગયું. –આનું નામ સિદ્ધભક્તિ છે. સિદ્ધભક્તિ કહો, નિર્વાણભક્તિ

PDF/HTML Page 26 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૧૯ :
કહો, આત્માની આરાધના કહો કે રત્નત્રય કહો; આવી દશા જેણે પ્રગટ કરી તે
મુનિ અને તે શ્રાવક નિરંતર ભક્ત છે–ભક્ત છે, ક્ષણેક્ષણે તે આત્માના
સિદ્ધપદને સાધી જ રહ્યા છે.
(૨૬)
સિદ્ધભગવંતો ઈન્દ્રિયોનો વિષય નથી, તેઓ અતીન્દ્રિય–અશરીરી થયા છે.
છદ્મસ્થના જ્ઞાનમાં તેઓ પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. સાધક જીવ પોતાના
આત્માને સ્વસંવેદનમાં પ્રત્યક્ષ કરે છે તે પરમાર્થ સિદ્ધભક્તિ છે. અને
બહારમાં સિદ્ધભગવંતો તરફ લક્ષ જાય–તે પરોક્ષ છે; તેથી તે વ્યવહારભક્તિ
પરોક્ષ છે.
(૨૭)
અહો, સિદ્ધભગવંતો જગતમાં સૌથી શ્રેષ્ઠ છે; તેઓ પ્રસિદ્ધ છે. આવા
સિદ્ધભગવંતોના ગુણને ઓળખીને, તેમના જેવા પોતાના કારણપરમાત્મતત્ત્વની
ભાવનારૂપ અભેદરત્નત્રયપરિણતિ, તે આત્માનું પરમાર્થવાત્સલ્ય છે, તેમાં
આત્માની રક્ષા છે. અહો, આવી અભેદરત્નત્રયપરિણતિ વડે આત્માને સાધનારા
૭૦૦ મુનિવરોની રક્ષાનો આજે દિવસ છે. (શ્રાવણ પૂર્ણિમા)
(૨૮)
જેનાથી નિજઆત્માની પ્રાપ્તિ થાય, આત્માના આનંદરૂપી અમૃતનો જેમાં સ્વાદ
આવે, –એનું નામ નિજપરમાત્માની ભક્તિ છે. રાગનો સ્વાદ એ કાંઈ
પરમાત્માની ભક્તિ નથી; અંદર પોતાના પરમાત્મતત્ત્વ તરફ મુખ કરીને તેમાંથી
આનંદરસ પીવો તે નિજપરમાત્માની ભક્તિ છે.
(૨૯)
નિર્વાણભક્તિ કરવા માટે આત્માને ક્યાં સ્થાપવો? કે રાગ વગરના શુદ્ધ
રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ–પર્યાયમાં આત્માને સ્થાપતાં પરમાત્માના આનંદના
ઘૂંટડા પીવાય છે, તે જ મુક્તિની પરમભક્તિ છે. પરમાત્માની ભક્તિ કહો કે
મોક્ષની ભક્તિ કહો, કે રત્નત્રયની આરાધના કહો કે આનંદરસનો અનુભવ
કહો, –બધું આમાં સમાય છે.
(૩૦)
દ્રવ્યમાં પર્યાયને સ્થાપવી એમ કહો, કે પર્યાયમાં દ્રવ્યને સ્થાપવું–એમ કહો, –તે
બંને એક જ છે; કેમકે અંદરની અનુભૂતિમાં ‘આ દ્રવ્યને આ પર્યાય’ એવો ભેદ
ક્યાં છે? ત્યાં તો અભેદઅનુભૂતિનો આનંદ છે. સમયસારમાં ‘દર્શન–જ્ઞાન–
ચારિત્ર–પર્યાયમાં સ્થિત આત્માને સ્વસમય કહ્યો; તેમજ ‘તું સ્થાપ નિજને
મોક્ષપંથે’ એમ કહ્યું. એ રીતે નિર્મળ રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં આત્માને
સ્થાપવો તે જ પરમાત્માની પરમભક્તિ છે. તેમાં રાગ નથી, તેમાં આનંદના
અમૃતરસ પીવાય છે.
(૩૧)

PDF/HTML Page 27 of 49
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
આત્માના સહજ ગુણો અને તેની નિર્મળ પરિણતિ તે બીજા કોઈની સહાય
વગરના અસહાય છે. આત્માના આનંદના અનુભવમાં બીજા કોઈની સહાય
નથી, શુભરાગની સહાય નથી. આવા અસહાય (સ્વાધીન) ગુણવાળા
આત્માની પ્રાપ્તિ વીતરાગરત્નત્રયમાં આત્માને સ્થાપીને થાય છે.
(૩૨)
વાહ! આત્માને પંચપરમેષ્ઠીની સાથે બેસાડીને, આત્માના આનંદના ઘૂંટડા
પીતા–પીતા મોક્ષની કેવી ભક્તિ કરી છે? આ ભક્તિમાં રાગ નથી; આ તો
વીતરાગી આનંદવાળી ભક્તિ છે.
(૩૩)
જેના ભણકારે ભગવાન થવાની ખાતરી થઈ જાય–એવો મહાન આત્મા છે.
અહા, જે આત્માના સ્વભાવનો મહિમા સાંભળતાં પણ આવો પ્રમોદ અને
શાંતિના ભણકાર આવે તેના સાક્ષાત્ અનુભવના આનંદની તો શી વાત? આમ
ચૈતન્યસ્વરૂપનો પરમ મહિમા ભાસે તો તેમાં અભિમુખ થઈને આનંદરસના
ઘૂંટડા પીવે. –આનું નામ પરમાત્માની પરમભક્તિ છે. આવી ભક્તિ વડે
પોતાના સહજ ચિદાનંદતત્ત્વની પ્રાપ્તિ થાય છે.
(૩૪)
અહા, જુઓ તો ખરા, આચાર્યદેવે પરમાત્મતત્ત્વની ભાવનાને કેવી મલાવી છે!
નિજભાવના–અર્થે આ પરમાગમ રચ્યું છે, કાંઈ દુનિયાને રાજી કરવા નથી રચ્યું.
દુનિયા ભલે સાંભળી લ્યે કે આવું અદ્ભુત પરમાત્મતત્ત્વ છે, તે જ ભાવના
કરવા જેવું છે.
(૩૫)
ભાઈ, તારે ભક્તિ કરવી છે ને! તો આત્માને આત્મામાં જ રાખીને એવી ભક્તિ
કર કે જેનાથી મુક્તિની પ્રાપ્તિ થાય. આત્માને રાગમાં રાખીને ભક્તિ કરવાથી
કાંઈ મુક્તિ થતી નથી. ભક્તિ તો એવી જ શોભે કે જેનાથી આનંદમય
મુક્તિ મળે.
(૩૬)
ચૈતન્યચમત્કારમય નિજ આત્માની ભક્તિથી, એટલે કે તેમાં પર્યાયને સ્થિર
કરવાથી, અજોડ એવું નિજઘર પ્રાપ્ત થાય છે કે જે આનંદમય સંપદાથી શોભીતું
છે, ને જેમાં કોઈ વિપદા નથી. ઉપરના શુભરાગમાં કાંઈ આનંદ નથી, ને તેનાથી
મોક્ષઘરમાં જવાતું નથી. મોક્ષઘરમાં જવું હોય તો આત્માને પરભાવથી છૂટો
કરીને સમ્યક્ત્વાદિ નિજભાવમાં જોડ.
(૩૭)
ઉપયોગનું આત્મસ્વરૂપમાં જોડાણ તે યોગભક્તિ છે. આ નિર્વિકલ્પ યોગભક્તિમાં

PDF/HTML Page 28 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૧ :
ઉપશાંતરસ ઝરે છે. આસન્નભવ્યજીવ આવી યોગભક્તિવડે પરમ–આનંદ સાથે
પોતાના પરમાત્મતત્ત્વને જોડે છે, અદ્વૈતપણે તેનો અનુભવ કરે છે. –આ સિવાય
બીજી રીતે યોગભક્તિ હોતી નથી. આવા અદ્વૈત આનંદમય શુદ્ધોપયોગરૂપ જે
ભક્તિયોગ તે જ યોગીઓને મોક્ષ દેનાર છે.
(૩૮)
અહો, આત્માનો અદ્ભુત મહિમા! એના સિવાય જગતમાં બીજે ક્યાંય કોઈ
વસ્તુનો મહિમા આવે તો તે પોતાના ઉપયોગને તેમાંથી પાછો વાળીને
આત્મામાં કેમ જોડશે? અરે, મારા આત્મા સિવાય બહારમાં મારા માટે કાંઈ છે
જ ક્યાં? આનંદનો ભંડાર તો અંદર આત્મામાં ભર્યો છે, –એમ અચિંત્ય મહિમા
વડે આત્મામાં ઉપયોગની એકાગ્રતા કરવી તે યોગભક્તિ છે.
(૩૯)
અરે, આત્માના આનંદસ્વરૂપમાં જે જ્ઞાન ન જોડાય, અને આત્માને ભૂલીને
બહારમાં જે જ્ઞાન ભમે તેમાં આત્માનું શું હિત છે? એ તો બધા રાગના પ્રપંચ
છે. ચૈતન્યને ભૂલીને બહારના જાણપણામાં જે સંતોષાઈ ગયો તેને તો પરમાં
સુખબુદ્ધિ છે, તે પોતાના ઉપયોગને આત્મસ્વરૂપમાં જોડતો નથી તેથી તેને
‘શુદ્ધમાં ઉપયોગરૂપ ભક્તિ’ ક્યાંથી હોય?
(૪૦)
અહો! શુદ્ધ ઉપયોગરૂપ યોગભક્તિ મહા આનંદમય છે; આવી ભક્તિમાં
આત્માને ડોલાવીને આચાર્ય ભગવાને આ પંચમકાળમાં વીતરાગી અમૃતના
વરસાદ વરસાવ્યા છે ને મુમુક્ષુના આત્મામાં આનંદના સુકાળ કરી દીધા છે.
આત્મામાં આનંદનાં વાજા વાગે–એવી આ ભક્તિ છે. ધર્મીજીવ આત્મામાં
આનંદનાં વાજાં વગાડતો–વગાડતો મોક્ષમાં ચાલ્યો જાય છે.
(૪૧)
અહો, આ આત્મયોગ તે સાચો યોગ છે, તેમાં પોતાના આત્મબંધુ સાથે
ચૈતન્યપરિણતિ એકાકાર થઈને તેને ભજે છે. આવી યોગભક્તિ તે મુક્તિના
આનંદની દેનાર છે.
(૪૨)
મુક્તિના કારણરૂપ અનુપમ યોગભક્તિનું આ વર્ણન છે. યોગ એટલે જોડાણ;
કોની સાથે? કે પરમ સમરસભાવરૂપ આત્મા, જેમાં કોઈ વિકલ્પ નથી, તેમાં
આત્મઉપયોગને જોડવો તે અપૂર્વ યોગભક્તિ છે.
(૪૩)
આત્મામાં એકાગ્ર થઈને શાંતભાવરૂપે આત્મા પરિણમ્યો, તે શાંતિ સાથે જોડા–

PDF/HTML Page 29 of 49
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
યેલો આત્મા અતિ આસન્નભવ્ય છે; તેનો અતિ અપૂર્વ વીતરાગરત્નત્રયરૂપ
ભાવ તે જ મોક્ષની અપૂર્વ ભક્તિ છે.
(૪૪)
અનંતકાળમાં પૂર્વે કદી નહિ કરેલી એવી અપૂર્વ શાંતિ કેમ થાય તેની આ વાત
છે. પોતાનો આત્મા પરમ સમતારસસ્વરૂપ છે, તેમાં ચૈતન્યના આનંદની મોજ
છે. –તેમાં અંતર્મુખ થતાં આનંદમય મોક્ષમાર્ગ પ્રગટે છે. તેમાં બહારનું કોઈ
અવલંબન નથી.
(૪પ)
બહારના અવલંબને અનંતવાર જે કરી ચુક્યો છતાં જેમાં શાંતિ ન મળી તેનાથી
જુદી જાતની કોઈ અપૂર્વ આ વાત છે, ચૈતન્યના સમભાવરૂપી અમૃતની આ
વાત છે; તેમાં અશુભ કે શુભ સર્વ વિકલ્પનો અભાવ છે, ને નિર્વિકલ્પ
આનંદમય સમરસ ઝરે છે. –આવો વીતરાગનો માર્ગ છે, ને આવી વીતરાગ
માર્ગની (રત્નત્રયની) ભક્તિ છે.
(૪૬)
અહા, સમ્યગ્દર્શનમાં ને સમ્યગ્જ્ઞાનમાં તો આત્માના પરમ આનંદનું વેદન છે.
તે જ રાગના અભાવરૂપ ભક્તિ છે. આવી ભક્તિ ગૃહસ્થ–શ્રાવકને પણ
હોય છે.
(૪૭)
સમ્યગ્દ્રષ્ટિને પોતાની ચૈતન્યજાત કેવી છે તેનું જ્ઞાન છે. પૂર્વે પણ મારો આત્મા
આવો હતો–એમ ચૈતન્યજાતિનું ત્રણેકાળનું જ્ઞાન ધર્મીને વર્તે છે. પૂર્વનો ભવ
ક્્યાં હતો– તે ક્ષેત્રાદિ ભલે યાદ આવે કે ન આવે પણ વર્તમાન
સ્વસન્મુખપર્યાયના બળે ચૈતન્યજાતિનું પૂર્વનું ને ભવિષ્યનું પણ જ્ઞાન કરવાની
તાકાત સાધકને છે, –આ પારમાર્થિક જાતિસ્મરણજ્ઞાન છે, ને તે બધા
સમ્યક્દ્રષ્ટિને હોય છે. આત્માની ત્રિકાળિકતાના જ્ઞાન વગર સમ્યગ્દર્શન હોઈ
શકતું નથી.
(૪૮)
મારી ચૈતન્યજાતમાં પૂર્વની અનંત પર્યાયો થઈ, ને ભવિષ્યમાં અનંત પર્યાયો
થશે–તે ત્રણેકાળની ચૈતન્યજાતિને ધર્મી જીવ જાણી લ્યે છે, તે પરમાર્થરૂપ
જાતિસ્મરણ છે. આવા સ્વજાતિના સ્મરણ વગર સમ્યગ્દર્શન થાય નહીં.
ભવસંબંધી જાતિસ્મરણ તે જુદી જાત છે, ને આ ચૈતન્યની સ્વજાતનું સ્મરણ તે
અપૂર્વ સમ્યક્ત્વાદિરૂપ મહા શાંતિથી ભરેલું છે.
(૪૯)
દ્રવ્યની સન્મુખ થઈને તેને જાણતાં, તે દ્રવ્યની સ્વજાતની ત્રણેકાળની પર્યાયનું
પણ જ્ઞાન તેમાં આવી ગયું; ત્રણેકાળને એક કાળમાં તે કળી લ્યે છે. (૫૦)

PDF/HTML Page 30 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૩ :
પૂર્વભવનું સ્મરણ અત્યારે થાય છે, તો તે તાકાત તો વર્તમાનપર્યાયની છે ને!
વર્તમાનપર્યાયમાં પણ કેટલી ગંભીર તાકાત છે! –કે ત્રણેકાળની પર્યાયસહિત
દ્રવ્યનો તે નિર્ણય કરી લ્યે છે. દ્રવ્ય–ગુણની ત્રિકાળી અપાર શક્તિનું માપ
સ્વસન્મુખ વર્તમાનપર્યાયે કરી લીધું છે. –આવી સ્વસન્મુખ પર્યાય તે વિકલ્પથી
પાર છે, સમરસથી ભરેલી છે, તે જ પરમ યોગભક્તિ છે;– આવી યોગભક્તિ
અતિ આસન્નભવ્ય ધર્માત્માઓને હોય છે.
(૫૧)
ભવિષ્યની કેવળજ્ઞાનાદિ પર્યાય તે–તે કાળે મારા આ સ્વદ્રવ્યના અવલંબને જ
થશે, – એમ સ્વદ્રવ્યને વર્તમાનપર્યાયે અંતર્મુખ થઈને કબજે કરી લીધું ત્યાં
કેવળજ્ઞાનનો નિર્ણય તેમાં આવી ગયો. અરે, વર્તમાનપર્યાય આવડી મોટી
તાકાતવાળી, તો અખંડ સ્વભાવના તારા મહિમાની શી વાત! આવો
ત્રણકાળનો નિર્ણય કરવાની શું રાગમાં તાકાત છે? શું વિકલ્પમાં આવો નિર્ણય
કરવાની તાકાત છે? –ના. આ તો ચૈતન્યમાં સ્વસન્મુખ થયેલી જ્ઞાનપર્યાયની
તાકાત છે.
(૫૨)
જુઓ, ભૂત–ભવિષ્યની ચૈતન્યજાતિના નિર્ણયરૂપ આવું જાતિસ્મરણ (સ્વકીય
ચૈતન્યજાતનો અનુભવ) બધા સમ્યગ્દ્રષ્ટિને હોય છે. –તે પોતાની ચૈતન્યજાતને
ત્રણેકાળ સ્વતંત્ર જાણે છે. જુઓ, આ આત્માની સ્વતંત્રતા! આજે ભારતની
સ્વતંત્રતાનો દિવસ (૧પ ઓગષ્ટ) છેને! તેનું સરઘસ લોકો ધામધૂમથી કાઢે છે
ને વાજાં વગાડે છે; પણ એમાં તો કાંઈ સુખ નથી. આ તો સમ્યગ્દર્શનના ને
સમ્યગ્જ્ઞાનના વાજાં વગાડતાં–વગાડતાં સિદ્ધપદમાં જવાનું સરઘસ કાઢવાની
વાત છે. તીર્થંકરોના સ્વાધીનમાર્ગમાં સાધક જીવો જ્ઞાનપર્યાયના વાજાં
વગાડતાં–વગાડતાં સિદ્ધપદમાં જઈ રહ્યા છે.
(૫૩)
અરે પ્રભુ! તારી એક જ્ઞાનપર્યાયમાં પણ કેવી અપાર સમૃદ્ધિ છે! –જેની
પર્યાયની તાકાત ત્રણકાળનો નિર્ણય કરી લ્યે, –આવો જ્ઞાનસ્વભાવ
જેને અંતરમાં બેસે તેને વિકલ્પ તૂટયા વગર રહે જ નહીં. અંતરના
ચૈતન્યના અવલંબને વિકલ્પ તૂટીને પોતાના આનંદનો અપૂર્વ વિલાસ તેને
પ્રગટે છે.
(પ૪)
હે ભાઈ, તારા આત્માની વાત તેં ઊંડેથી નથી માની, ઉપર–ઉપરથી સાંભળીને
હા પાડી, પણ ઊંડેથી એટલે અંતર્મુખ થઈને તેં આત્માનો સ્વીકાર ન કર્યો; તેં
આત્માને રાગમાં જોડીને હા પાડી, પણ રાગથી આઘો ખસીને, આત્માને

PDF/HTML Page 31 of 49
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
આનંદમય નિર્મળપર્યાયમાં જોડીને તેં હા ન પાડી જો એકવાર રાગથી જુદો પડી
અંતરમાં ઊંડા ચૈતન્યભાવને સ્પર્શીને તેની હા પાડ તો તારો બેડો પાર
થઈ જાય.
(૫૫)
અહા, ચૈતન્યનો અપાર અનંત મહિમા, તેનો સ્વીકાર તો પર્યાયમાં થાય છે ને!
બાપુ! આવા આત્મામાં સ્વસન્મુખ પર્યાય તે તારો માર્ગ છે; બહારમાં
બીજે ક્યાંય તારો માર્ગ નથી. માટે તારા આત્માને તારી પરમસમરસી
પર્યાયમાં જોડ.
(૫૬)
તારા શુદ્ધદ્રવ્યમાં પરિણતિને જોડ, ને શુદ્ધ પરિણતિમાં દ્રવ્યને જોડ, –એટલે બંને
અભેદ થયા; આ રીતે હે જીવ! તારા આત્માને આત્મામાં જ જોડીને તું
સ્વદ્રવ્યની રક્ષા કર. આનું નામ ભગવાનની ભક્તિ છે, આનું નામ ગુરુની
આજ્ઞા છે, આ જ પરમાગમનું રહસ્ય છે. જેણે આમ કર્યું તેણે સત્યની રક્ષા કરી,
તેણે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં જોડયો.
(૫૭)
ચિદાનંદસ્વભાવમાં સંપૂર્ણ અંતર્મુખ થઈને પરમાર્થ ભક્તિ થાય છે; કોઈપણ
બહિર્મુખ ભાવ વડે મોક્ષની પરમાર્થ ભક્તિ થતી નથી. સંપૂર્ણ અંતર્મુખ પર્યાય–
તેમાં એક વિકલ્પ પણ પાલવતો નથી; આવી પર્યાય વડે અત્યંત નીકટ કાળમાં
જ મોક્ષદશા ખીલી જાય છે. સર્વે તીર્થંકરો પર્યાયને અંતર્મુખ કરીને આવી
ભક્તિવડે મુક્તિ પામ્યા. તું પણ તારી પર્યાયને સમરસભાવમાં જોડીને આવી
ભક્તિ કર.
(૫૮)
ભગવાન! તને મોક્ષના પંથે લઈ જવા માટેનો આ આત્મવૈભવ અપાય છે.
તારા ચૈતન્યના અપાર કરિયાવર સહિત સંતો અને મોક્ષમાં વોળાએ છે. તું તારી
ચૈતન્યપરિણતિના વૈભવમાં આત્માને જોડીને મોક્ષના માર્ગે આવ. (૫૯)
જેમ નવા કોરા માટીના ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં વેંત તે ચૂસી લ્યે છે, તેમ
હે મુમુક્ષુ! તારા ચૈતન્યના મહિમારૂપી આ જળબિંદુ–તેને પ્રેમથી આત્મામાં ચૂસી
લે. તે ચૂસતાં–ચૂસતાં તારો ચૈતન્યઘડો આનંદના જળથી ભરાઈ જશે.. ચૈતન્યનો
મહિમા ઘૂંટતાં ઘૂંટતાં તેનો અનુભવ થશે.
(૬૦)
વાહ! સિદ્ધપુરીના રસ્તા દિગંબર સંતોએ ખૂલ્લા કર્યાં છે. ધર્માત્મા પોતાની
પર્યાયમાં (શુભાશુભરાગ વગરની સમરસપર્યાયમાં) આત્માને જોડે છે ને
સિદ્ધપુરીના મંગલમાર્ગે ચાલ્યા જાય છે. અમે અમારા આત્માને આવી સમરસપર્યાયમાં

PDF/HTML Page 32 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૫ :
જોડ્યો છે, ને હે ભવ્ય જીવો! તમે પણ તમારા આત્માને આવી સમરસપર્યાયમાં
પરિણમાવીને મોક્ષના માર્ગમાં આવો.
(૬૧)
જગતના જીવોમાં છમહિના–આઠસમયે ૬૦૮ જીવોની ધારા નિરંતર મોક્ષમાં
ચાલી જ જાય છે. છમહિના–આઠસમયમાં ૬૦૮ જીવો આત્માની લબ્ધિ કરે છે–
એવી જે અખંડ મોક્ષની ધારા ચાલી રહી છે–તું પણ તેમાં ભળી જા... ને! આમ
સંતો મોક્ષ માટેનાં આમંત્રણ આપે છે. અમે તો મુક્તિનો મહોત્સવ માંડ્યો છે–તું
પણ તે મહોત્સવમાં ભળી જા.
(૬૨)
જિનદેવ અને ગણધરદેવ સમસ્ત ગુણને ધારણ કરનારા છે, તેમણે પ્રકાશેલું જે
પરમચૈતન્યતત્ત્વ, તે રૂપ પોતાનો આત્મભાવ થવો, એટલે કે વિપરીતતા રહિત
તે તત્ત્વના શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ આત્મભાવ થવો, તે પરમ યોગ છે.
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર એ ત્રણેય પરમ યોગ છે.
(૬૩)
પરમ યોગ એટલે ઉપયોગને અંતર્મુખ જોડીને આત્માનો અનુભવ, તે
અનુભવરસમાં અનંતગુણનો રસ સમાય છે. અનંતગુણના રસનો આનંદ
આત્માના અનુભવમાં સમાય છે, તે અનુભવરસ જગતમાં સૌથી શ્રેષ્ઠ છે. –
ગુણ અનંતકો રસ સબે, અનુભવરસકે માંહી;
તાતેં અનુભવ સારીખો, ઓર દૂસરો નાંહીં.
જેમાં ચૈતન્યના અનંતગુણનો રસ સમાય છે એવો અનુભવ તે જ મોક્ષમાર્ગ છે.
આત્માના અનુભવ સમાન આ જગતમાં બીજું કાંઈ નથી.
(૬૪)
ભાઈ, તારી જે વસ્તુ છે, તારામાં જ જે ભરી છે, તેમાં તારા ઉપયોગને જોડતાં
આનંદના વેદનસહિત જે પરમ સમતા થાય છે તે જ મોક્ષગત પુરુષોની
પરમાર્થભક્તિ છે. જેમની ભક્તિ કરવાની છે તેમના જેવો ગુણ પોતામાં પ્રગટ
કરવો તે જ ખરી ભક્તિ છે. વીતરાગની ભક્તિ વીતરાગભાવ વડે થાય,
એનાથી વિરુદ્ધ એવા રાગભાવ વડે વીતરાગની ભક્તિ કેમ થાય? (૬૫)
અહો, આત્માનો પરમ અદ્ભુત આનંદવૈભવ જે સ્વાનુભવમાં પ્રગટ્યો
તેની શી વાત! સર્વજ્ઞદેવ–પરમગુરુ અને ગણધરદેવ વગેરે પરંપરા ગુરુઓ–
જેઓ ચૈતન્યના આનંદરસમાં અત્યંત નિમગ્ન હતા, તેમના અનુગ્રહપૂર્વક અમને જે

PDF/HTML Page 33 of 49
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ મળ્‌યો તે અનુસાર આત્માના સ્વસંવેદન વડે
આત્માના મહા આનંદનો અપૂર્વ વૈભવ અમને પ્રગટ્યો છે. – એમ ધર્મી
નિઃશંક જાણે છે. તેણે પોતાના આત્માને આવી સ્વાનુભવ–પર્યાયમાં જોડી દીધો
છે, તે જ પરમ યોગભક્તિ છે. તેના વડે પ્રસિદ્ધ એવી આત્મલબ્ધિ (મુક્તિ)
પમાય છે.
(૬૬)
અહા, જુઓ તો ખરા આ ભક્તિ! અરે જીવ! તને આવી પરમ ભક્તિ કરતાં
કદી આવડયું નથી; બહારની ભક્તિના રાગમાં સંતોષ માનીને તું રોકાયો, પણ
જ્ઞાનીના ગુણને ઓળખીને તેવો આત્મભાવ તેં પોતામાં પ્રગટ ન કર્યો એટલે
તદ્ગુણની લબ્ધિ તને ન થઈ. અહીં તો આત્મામાં ઉપયોગને જોડીને
આત્મભાવરૂપ ભક્તિ–કે જે મુક્તિનું કારણ છે તેની વાત છે. ભગવંતો આવી
ભક્તિ વડે મોક્ષ પામ્યા–એમ જાણીને તું પણ આવી ભક્તિ કર.
(૬૭)
આત્માના યથાર્થસ્વરૂપમાં ઉપયોગનું જોડાણ તે પરમ ભક્તિ છે. જેણે તીર્થંકરોને
ગણધરાદિના ઉપદેશ અનુસાર યથાર્થ તત્ત્વનો નિર્ણય કર્યો હોય, એટલે
જૈનમાર્ગ અનુસાર આત્માનું સ્વરૂપ વિપરીતતા રહિત જાણ્યું હોય–તે જ તેમાં
ઉપયોગને જોડી શકે, ને તેને મોક્ષના કારણરૂપ વીતરાગભક્તિ હોય. (૬૮)
અહો, આવી ભક્તિવાળા ધર્મીજીવો કહે છે કે અમે તો ભગવાન તીર્થંકરદેવના
ઉપજીવક છીએ, અમે તીર્થંકરના ચરણમાં વસનારા છીએ, અમે તીર્થંકરની સેવા
કરનાર તેમના સેવક છીએ. વાહ રે વાહ! જુઓ આ ભગવાનનો ભક્ત! આને
જૈન કહેવાય.
(૬૯)
ભરતક્ષેત્રના ભક્તો, ઉપયોગને અંતરમાં જોડીને કહે છે કે અહો ભગવાન! અમે
આપના ચરણમાં વસનારા આપના ઉપજીવકો છીએ; એટલે આપે જે માર્ગ
બતાવ્યો, આપે જે શુદ્ધચૈતન્યતત્ત્વ બતાવ્યું તેનો આશ્રય કરીને અમે જીવનારા
છીએ. રાગનું જીવન એ અમારું જીવન નહીં. ચૈતન્યના આશ્રયે વીતરાગી
રત્નત્રયરૂપ જીવનએ જ અમારું જીવન છે. આવું જીવન જીવનારો ભગવાનનો
દાસ તે જૈન છે; તે ભક્ત છે–ભક્ત છે.
(૭૦)
શ્રી ગણધરદેવથી માંડીને અવિરત સમ્યગ્દ્રષ્ટિ સુધીના બધા ધર્માત્માઓ તે
તીર્થંકર પ્રભુના ઉપજીવકો જૈનો છે. (૭૧)

PDF/HTML Page 34 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૭ :
એક સમયની સ્વસન્મુખ પર્યાયમાં આખા આત્માની કબુલાત આવી જાય છે.
પર્યાયમાં જ્ઞાન–આનંદનો જે સ્વાદ સ્વસન્મુખતાથી આવ્યો તેવા જ્ઞાન–આનંદ–
રસનો સમુદ્ર હું છું–એમ ગંભીર ચૈતન્યતત્ત્વ ધર્મીની અનુભૂતિમાં આવી
ગયું છે.
(૭૨)
તે ધર્મીએ સ્વસન્મુખ થઈને પોતાની પર્યાયમાં ચૈતન્યપ્રભુની પ્રતિષ્ઠા
કરી છે. (૭૩)
અહા, આત્મા પોતે પોતાને સ્વાનુભૂતિથી કબુલ કરીને પરમસ્વરૂપે પર્યાયમાં
પ્રસિદ્ધ થયો પછી ત્યાં ભવ કેમ રહે? તે નિઃશંક જાણે છે કે અમારી પર્યાયમાં
પરમાત્મા જાહેર થયા છે, –પ્રસિદ્ધ થયા છે–પ્રગટ થયા છે. પરમાત્મા અમારી
પર્યાયમાં બિરાજ્યાં છે; તેમાં હવે રાગ કે ભવ રહી શકે નહીં. અમે જિનનાથને
અનુસરનારા જૈન થયા છીએ. આવા જૈનમાર્ગ સિવાય બીજા કોઈ માર્ગની
માન્યતા તે મિથ્યાત્વ છે.
(૭૪)
સ્વસન્મુખ થઈને અમે જૈનમાર્ગમાં આવ્યા, હવે અમારી પર્યાયમાં ભવનો ભાવ
રહે નહીં. પરિણતિ તો રાગથી છૂટીને ચૈતન્યપ્રભુ સાથે જોડાઈ ગઈ– ત્યાં હવે
ભવદુઃખ કેવા? ને અવતાર કેવા? એ તો આનંદ કરતો–કરતો જૈનમાર્ગે
મોક્ષપુરીમાં ચાલ્યો જાય છે. તે રત્નત્રયનો ભક્ત છે–ભક્ત છે... મોક્ષના ડંકા
તેની પર્યાયમાં વાગી રહ્યા છે.
(૭૫)
અહો, ગણધરાદિ જૈનભગવંતોએ જે જીવાદિ તત્ત્વો કહ્યાં અને તેમાં જે ચૈતન્ય
પરમતત્ત્વ કહ્યું, તે ચૈતન્યતત્ત્વને જેણે પોતાની સ્વાનુભૂતિમાં પ્રસિદ્ધ કર્યું તે જૈન
થયો, તેને ભવનો અભાવ થઈ ગયો. ભવનો અભાવ કરનારું આનંદમય
ચૈતન્યતત્ત્વ તેની પર્યાયમાં પ્રસિદ્ધ વર્તે છે. આવો જીવ ભગવાનનો ખરો ભક્ત
છે. તેને રત્નત્રસ્વરૂપ નિર્વાણભક્તિ નિરંતર વર્તે છે.
(૭૬)
નિશ્ચય ભક્તિનો સંબંધ પોતાના આત્મા સાથે છે. આત્મસન્મુખતારૂપ આ
ભક્તિ તે જ ઉત્તમ ભક્તિ છે. આ ભક્તિમાં સર્વ આત્મપ્રદેશે અત્યંત આનંદરૂપી
અમૃતના ઊભરા વહે છે, ને તેનાથી આત્મા પરિતૃપ્ત થાય છે. સર્વે જિનવરો
આવી ભક્તિ કરીને મુક્તિ પામ્યા. માટે હે ભવ્ય મહાજનો! તમે પણ આત્માને
વીતરાગી સુખ દેનારી આવી ઉત્તમ ભક્તિ કરો..
(૭૭)

PDF/HTML Page 35 of 49
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
આ ભારતવર્ષમાં ઋષભદેવથી માંડીને મહાવીરદેવ સુધી ર૪ તીર્થંકર જિનવરો
થયા, ને બીજા પણ અનંતા જિનવરો ભૂતકાળમાં થયા ને મોક્ષસુખ પામ્યા; તે
બધા જિનવરો જે ભક્તિ કરીને મોક્ષસુખ પામ્યા તે ભક્તિનો સંબંધ પોતાના
નિજ આત્મા સાથે જ હતો. શુદ્ધઉપયોગને નિજાત્મામાં જોડીને તેમણે આત્માની
પરમભક્તિ કરી, ને તેના વડે મોક્ષસુખ પામીને, વીતરાગી આનંદમય
પરમસુખના વેદનથી તેઓ પરિતૃપ્ત થયા. આવું સ્વરૂપ જાણીને હે મુમુક્ષુ! તું
પણ તારા ઉપયોગને શુદ્ધઆત્મામાં જોડીને આવી ભક્તિ કર.
(૭૮)
અહા, શુદ્ધાત્મામાં ઉપયોગની એકાગ્રતારૂપ આ પરમ યોગભક્તિમાં આત્માના
અસંખ્યપ્રદેશ આનંદરસમાં તરબોળ થઈ જાય છે. એ આનંદના વેદનથી થતી
તૃપ્તિની શી વાત! એ વીતરાગસુખની શી વાત!
(૭૯)
આત્માનો શુદ્ધસ્વભાવ ત્રિકાળ છે તે ભૂતાર્થ છે–સત્યાર્થ છે ને તેમાં અભેદ
થયેલી શુદ્ધપર્યાય તે પણ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; રાગાદિભાવો અભૂતાર્થ છે.
પર્યાયે અંતર્મુખ થઈને જ્યાં ભૂતાર્થ ભગવાનની સમીપતા કરીને તેમાં જોડાણ
કર્યું ત્યાં તે પર્યાયમાં વીતરાગી આનંદના ફૂવારા ઊછળ્‌યા.
(૮૦)
જેને ભવછેદક નિર્વાણભક્તિ પ્રગટી છે, એટલે કે જેને રત્નત્રયની આરાધના
વર્તે છે એવા ધર્માત્મા કહે છે કે અહો! શ્રીગુરુના સાન્નિધ્યમાં નિર્મળ સુખકારી
ધર્મ અમે પ્રાપ્ત કર્યો છે, અને ચૈતન્યના અગાધ મહિમાને જાણનારા જ્ઞાનવડે
સમસ્તમોહનો મહિમા નષ્ટ થઈ ગયો છે. –આવો હું રાગદ્વેષરહિત શુદ્ધ
ધ્યાન વડે શાંતચિત્તથી આનંદમય નિજતત્ત્વમાં ઠરું છું, નિજપરમાત્મામાં લીન
થાઉં છું.
(૮૧)
જુઓ, શ્રીગુરુના સાન્નિધ્યનું ફળ શું? કે નિર્મળ સુખકારી ધર્મની પ્રાપ્તિ થઈ તે
શ્રીગુરુના સાન્નિધ્યનું ફળ છે. શ્રીગુરુનો ઉપદેશ પણ એ જ છે કે રાગથી પાર
ચૈતન્યતત્ત્વની અનુભૂતિ કરવી. જેણે આવી અનુભૂતિ કરી તેણે જ ખરેખર
શ્રીગુરુને ઓળખીને તેમનું સાન્નિધ્ય સેવ્યું છે. શ્રીગુરુના ઉપદેશના સારરૂપ
આનંદમય આત્મઅનુભૂતિ તેણે પ્રાપ્ત કરી લીધી.
(૮૨)
માત્ર શુભરાગ તે કાંઈ શ્રીગુરુના ઉપદેશનો સાર ન હતો. જે રાગમાં અટક્યો છે
ને રાગથી પાર ચૈતન્યથી સમીપતા નથી કરતો, તે શ્રીગુરુની નજીક નથી

PDF/HTML Page 36 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૯ :
પણ દૂર છે. ચૈતન્યની સમીપતા કરીને જેણે નિર્મળ સુખકારી ધર્મ પ્રાપ્ત કર્યો
તેણે જ ખરેખર શ્રીગુરુની સમીપતા કરી, અને મોહના જોરને જ્ઞાનબળથી
નષ્ટ કર્યું.
(૮૩)
એકલા શાસ્ત્રથી નહિ પણ જ્ઞાની ગુરુના સાન્નિધ્યથી આત્મતત્ત્વને જાણતાં
નિર્મળ સુખરૂપ ધર્મ પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનાદિ વીતરાગપરિણતિ તે સુખરૂપ
ધર્મ છે, તેની પ્રાપ્તિ ચૈતન્યસ્વભાવમાં સન્મુખતાથી થાય છે. અંતરમાં પોતાના
પરમતત્ત્વની સમીપતા છે ને નિમિત્તરૂપે ગુરુની સમીપતા છે.
(૮૪)
ગુરુ કેવા છે? કે જેઓ ચૈતન્યતત્ત્વનો મહિમા બતાવીને તેમાં દ્રષ્ટિ કરવાનું કહે
છે. શ્રીગુરુની સમીપતાથી આવા આત્મતત્ત્વની દ્રષ્ટિ કરીને, જ્ઞાનના મહિમાવડે
સમસ્ત મોહનો મહિમા નષ્ટ કરી નાખ્યો છે. ચૈતન્યનો મહિમા પ્રગટ્યો ત્યાં
મોહનો મહિમા તૂટ્યો. હજી સમ્યગ્દર્શન થતાં વેંત સમસ્ત મોહ નષ્ટ ન થઈ
જાય, પણ તે મોહનો મહિમા તો નષ્ટ થઈ ગયો છે, તેનું અનંતુ જોર તૂટી
ગયું છે.
(૮૫)
શ્રીગુરુની સમીપમાં ચૈતન્યતત્ત્વ સાંભળીને હે ભવ્ય! તું અંતરતત્ત્વની સમીપમાં
જા... ત્યાં ચૈતન્યનો પરમ મહિમા જ્ઞાનમાં આવતાં જ પરભાવનો મહિમા છૂટી
જશે. આવા તત્ત્વને અંતરમાં અનુભવવું તે શ્રીગુરુના સાન્નિધ્યમાં કરવાનું છે,
તે જ શ્રીગુરુની આજ્ઞા છે.
(૮૬)
હજી રાગ–દ્વેષ હોવા છતાં, ધર્મીને સમ્યગ્દર્શનમાં ચૈતન્યપરમેશ્વરની પ્રાપ્તિ થતાં
તેના મહિમામાં જ્ઞાન લીન થયું, તે જ્ઞાનધારા સમસ્ત રાગાદિ પરભાવોથી છૂટી
પડી ગઈ, તેમાં આનંદકંદ આત્માનો જ મહિમા રહ્યો. –આનું નામ
નિર્વાણમાર્ગની
ભક્તિ છે. (૮૭)
અહો, શ્રીગુરુએ મને એમ કહ્યું કે તું તારા આનંદમય પરમાત્મતત્ત્વ પાસે જા. એ
રીતે શ્રીગુરુના ઉપદેશથી પરમાત્મતત્ત્વ પાસે જતાં (અંતર્મુખ પરિણતિ કરતાં)
આનંદકારી ધર્મદશા મને પ્રગટી, તેમાં હવે રાગાદિનો મહિમા રહી શકે નહીં. જેને
પરનો કે શુભરાગનો પણ મહિમા લાગે તેને પોતાના વીતરાગી આનંદમય
તત્ત્વનો મહિમા આવતો નથી ને સુખકારીધર્મ તેને પ્રગટતો નથી, તે તો રાગના
દુઃખને
અનુભવે છે. (૮૮)

PDF/HTML Page 37 of 49
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
શ્રીગુરુએ તો એમ સંભળાવ્યું કે જ્ઞાનમાં ચૈતન્યભાવનો મહિમા લાવીને
સ્વસન્મુખ થા. ગુરુએ એમ ન કહ્યું કે તું અમારી વાણીનું જ લક્ષ કરીને અટકી
રહેજે, કે અમારા ઉપર શુભરાગ કરીને અટકી રહેજે– એમ ન કહ્યું, પણ
શ્રીગુરુએ તો એમ કહ્યું કે તારા પરમાત્મા તારા અંતરમાં તારી સમીપ જ
બિરાજે છે, તેને અનુભવમાં લે. વાણીનું ને રાગનું લક્ષ છોડીને, પરનો મહિમા
છોડીને, આત્માના પરમસ્વભાવનો મહિમા લક્ષમાં લે–એ જ બાર અંગનો સાર
છે. જ્ઞાન–આનંદમય આત્માની અનુભૂતિ જ સર્વ સિદ્ધાંતનો સાર છે, તે જ
ગુરુનું પરમાર્થ સાન્નિધ્ય છે, તે સિદ્ધની નિશ્ચયભક્તિ છે, ને તે જ નિર્વાણનો
આનંદમય માર્ગ છે. (૮૯)
શુદ્ધાત્માની અનુભૂતિ જ દ્વાદશાંગનો સાર છે; તે જ સર્વે ગુરુઓના ઉપદેશનો
સાર છે. જેણે સ્વાનુભૂતિ કરી તેણે સર્વ સિદ્ધાંતનો સાર જાણી લીધો; પછી ત્યાં
એવી કોઈ અટક નથી કે બાર અંગ ભણે તો જ આત્માની અનુભૂતિ થાય. તેને
શાસ્ત્રભણતરનું બંધન નથી કે આટલા શાસ્ત્રો વાંચવા જ પડશે. જેણે સર્વ
શાસ્ત્રના રહસ્યભૂત આત્માનું ભણતર ભણી લીધું, –તેની અનુભૂતિ કરી લીધી,
તેણે આખા સર્વજ્ઞ પરમાત્મા પોતામાં પ્રાપ્ત કરી લીધા. –તે ભક્ત છે, તે
આરાધક છે, તે મોક્ષનો પંથી છે. અરે, આત્મઅનુભૂતિના મહિમાની લોકોને
ખબર નથી, અને બહારના શાસ્ત્રભણતર વગેરે પરલક્ષી જાણપણામાં તેઓ
અટકી જાય છે. પણ શાસ્ત્રોએ કહેલું ચૈતન્યતત્ત્વ અંતરમાં બિરાજી રહ્યું છે– તેની
સન્મુખતા કર્યાં વગર શાસ્ત્રનું રહસ્ય પણ સમજાય નહિ. (૯૦)
શ્રીગુરુના સાન્નિધ્યથી જે આનંદમય સ્વાનુભૂતિ પ્રગટી તે અદ્ભુત છે; અહા,
અંદર શાંતરસના શેરડા છૂટે છે. આવી અનુભૂતિ તે જ નિર્મળ સુખકારી ધર્મ છે.
આવો ધર્મ મેં પ્રાપ્ત કર્યો છે અને આવા આનંદમય આત્મતત્ત્વના જ્ઞાન વડે
સમસ્તમોહનો મહિમા મેં નષ્ટ કર્યો છે; જ્ઞાનતત્ત્વનો અગાધ મહિમા પ્રગટ્યો
ત્યાં મોહનો મહિમા છૂટી ગયો. આ રીતે શ્રીગુરુની સમીપતામાં મારા
પરમતત્ત્વને પ્રાપ્ત કરીને, હવે હું તેમાં જ લીન થાઉં છું. બધા તીર્થંકરોએ આમ
કર્યું છે ને હું પણ તે તીર્થંકરોના માર્ગે જાઉં છું, –આવી દશાનું નામ પરમભક્તિ
છે. આ ભક્તિ ભવને છેદનારી છે ને આ ભક્તિમાં ચૈતન્યના આનંદરસના
ફૂવારા ઊછળે છે. (૯૧)
આ શરીર તો મળ–મૂત્રનો પિંડલો, અને ચૈતન્યપ્રભુ આત્મા તો સુંદર આનંદ–

PDF/HTML Page 38 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૩૧ :
રસઝરતા અનંત ગુણનો પિંડ. –આવા સુંદર આનંદતત્ત્વમાં જેનું ચિત્ત લોલુપ
થયું છે–તેમાં જ ઉત્સુક થઈને લાગ્યું છે તેનું ચિત્ત ઈન્દ્રિયવિષયોમાં લોલુપ
રહેતું નથી.
(૯૨)
અહા, ચૈતન્યના અસંખ્ય અંગમાંથી તો આનંદરસ ઝરે છે, ને શરીરના
અંગોમાંથી તો મળ–મૂત્રાદિ દુર્ગંધ ઝરે છે. જુઓ તો ખરા, ચૈતન્યતત્ત્વની
સુંદરતા! આનંદઝરતું આ ઉત્તમ તત્ત્વ જગતમાં સૌથી સુંદર છે, તેની સન્મુખ
થતાં પર્યાયમાં આનંદ ઝરે છે. અરે જીવ! એકવાર બાહ્ય વિષયોની લોલુપતા
છોડીને અંદર આવા સુંદર આનંદમય મહાન તત્ત્વનો લોલુપ થા... તેને
જાણવાની ઉત્સુકતા કર. આવા તત્ત્વને જાણીને તેની અપૂર્વ ભાવનાથી
મોક્ષસુખનો સ્વાદ તને અહીં જ અનુભવાશે.
(૯૩)
અહા! જુઓ આ પંચમઆરાના સંતની વાણી! એ તો લાવ્યા છે વિદેહની
વાણી! એના ભાવ અંદર લક્ષમાં લ્યે તો આત્માને ઊંચો કરી દ્યે, ને રાગના
વિકલ્પથી છૂટો પડીને ચૈતન્યની વીતરાગી શાંતિનું વેદન થઈ જાય, –એવી
અપૂર્વ આ વીતરાગી સંતોની વાણી છે. જે સાંભળતાં પણ મુમુક્ષુના રોમ–રોમ
હર્ષથી ઉલ્લસે છે, તેના અતીન્દ્રિયઅનુભવના આનંદની તો શી વાત! (૯૪)
ધર્મી–હંસલો ચૈતન્યસરોવરમાં આનંદનાં મોતી ચરે છે, એ રાગના ચારા ચરતો
નથી; કાગડો મોતીને છોડીને માંસને ચૂંથે છે તેમ અજ્ઞાની ચૈતન્યના આનંદને
છોડીને રાગને સેવે છે. અરે ચૈતન્યહંસલા! તારા ચારા તો આનંદનાં હોય,
રાગ–દ્વેષનાં ચૂંથણાં તને ન શોભે.
(૯૫)
નિજાત્મભાવનાથી અતિ–અપૂર્વ સુખ ઉત્પન્ન થાય છે; અંતર્મુખ થઈને આવા
સુખને અનુભવનારા સંતો જીવન્મુક્તિની મોજ માણે છે, બીજાને એનો સ્વાદ
આવી શકતો નથી.
(૯૬)
અહો, મારું પરમ ચૈતન્યતત્ત્વ આનંદમાં જ સ્થિત છે, રાગ–દ્વેષના દ્વંદ્વમાં તે
રહેલું નથી–આમ સમ્યગ્દ્રષ્ટિ જીવ સ્વતત્ત્વને ધ્યેય બનાવીને ધ્યાવે છે ને તેના
પરમસુખને વેદે છે; ત્યાં ભવસંબંધી સુખની વાંછા તેને નથી. તેનું ચિત્ત તો
ચૈતન્યસુખમાં જ ચોંટેલું છે, મોક્ષસુખ તરફ જ તેનું મુખ છે; જ્યાં ભવસુખની
વાંછા નથી ત્યાં તેના કારણરૂપ બહારના કોઈ અન્ય પદાર્થથી મારે

PDF/HTML Page 39 of 49
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ભાદ્રપદ ર૪૯૯ :
શું કામ છે? એ તો બધા મારાથી અત્યંત દૂર છે. –આમ બહારમાં સર્વત્ર નિસ્પૃહ
થઈને ધર્મીએ પોતાનું ચિત્ત ચૈતન્યસુખમાં જોડયું છે, –તે જ મોક્ષ માટેની પરમ
ભક્તિ છે.
(૯૭)
વાહ રે વાહ! નિજતત્ત્વ કેવું સુંદર છે! આ તત્ત્વ તો રાગ–દ્વેષ વગરનું છે, ને
આવા સ્વતત્ત્વમાં ઝુકેલી પરિણતિ પણ રાગ–દ્વેષ વગરની જ છે. –આવા
પરમતત્ત્વને હું ફરી–ફરીને સમ્યક્પણે ભાવું છું. –આમ સ્વસન્મુખ થઈને
પરમાત્મતત્ત્વની ભાવના તે જ પરમ ભક્તિ છે; તે ભવનો છેદ કરનારી છે ને.
અશરીરી મોક્ષનો મહા આનંદ દેનારી છે.
(૯૮)
પરમાત્મતત્ત્વ જેણે નજરમાં લીધું– તે જીવ ન્યાલ થઈ ગયો. તેની પર્યાયમાં
પરમાત્મા આવીને વસ્યા... તે પરમાત્માના માર્ગે ચાલ્યો. પરમાત્માનો માર્ગ
કહો, કે આત્માના સુખનો માર્ગ કહો, સ્વસન્મુખ થઈને આવું આત્મસુખ જેણે
ચાખ્યું તેને સંસારસંબંધી કોઈ સુખમાં સુખ લાગતું જ નથી, તેમાં તો દુઃખ છે;
આકુળતા છે. તેથી સમસ્ત ભવસુખની વાંછા છોડીને તે પુન: પુન: નિજ
પરમાત્મતત્ત્વમાં જ ચિત્તને જોડે છે, વારંવાર પરમાત્મતત્ત્વની એકની
જ ભાવના ભાવે છે. એકક્ષણ પણ સાધકની દ્રષ્ટિ પરમાત્મતત્ત્વમાંથી
હટતી નથી.
(૯૯)
જુઓ, તીર્થંકર ભગવંતોએ આ રીતે ચિત્તને ચૈતન્યતત્ત્વમાં જોડીને મોક્ષસુખને
સાધ્યું, એટલે સર્વે જીવોને માટે પણ આ જ મોક્ષનો ઉપાય છે. તેથી આચાર્યદેવે
કહ્યું કે–
ઋષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની,
શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની.
જુઓ તો ખરા, આચાર્યદેવે બધાય જિનવરોની સાક્ષી આપીને મોક્ષના
કારણરૂપ આ ભક્તિ બતાવી. આ પરમાત્મભક્તિ ભવનો છેદ કરનારી છે ને
મોક્ષસુખ દેનારી છે. માટે હે ભવ્યજીવો! તમે પણ આત્માના ઉપયોગને અંતરમાં
જોડીને મોક્ષના કારણરૂપ આવી ભક્તિ કરો.
પરમાર્થરૂપ એવી આ સિદ્ધભક્તિ ભવદુઃખનો અંત કરનારી છે ને આત્માને
મોક્ષસુખનો મહા આનંદ દેનારી છે.

PDF/HTML Page 40 of 49
single page version

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૩૩ :
દશલક્ષણી પર્યુષણ પર્વના દિવસો દરમિયાન
કાર્તિકેયસ્વામીની દ્વાદશઅનુપ્રેક્ષામાંથી દશ ધર્મો વંચાયા હતા.
તે ઉપરાંત નિયમસારમાં પરમ આવશ્યક અધિકાર અને
સમયસારમાં સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર વંચાતા હતા; તેમાંથી
થોડીક વાનગી અહીં આપી છે.
* જૈનધર્મના પર્યુષણમાં આજે ઉત્તમક્ષમાનો પ્રથમ દિવસ છે. બીજા પ્રત્યે ક્રોધ
કરીને હે જીવ! તારી શાંતિને તું નુકશાન ન પહોંચાડીશ. જગતમાં પ્રતિકૂળતાનો
સંયોગ આવે, કે કોઈ નિંદા કરે, તો તું તેને વશ થઈને તારા ઉત્તમ માર્ગને
છોડીશ નહિ; ક્રોધ કરીને તારા ધર્મના વૃક્ષને બાળીશ નહિ. ઉત્તમ ક્ષમાદિ ધર્મની
આરાધનામાં તારા આત્માને પરમ ભક્તિથી જોડજે. ક્રોધવડે તારી શાંતિને
ભસ્મ કરીશ મા. ક્રોધ વગરનો જે ચૈતન્યસ્વભાવ તેની આરાધના તે જ
ઉત્તમક્ષમાધર્મ છે. વીતરાગીમુનિઓ આવા ઉત્તમક્ષમાદિ ધર્મના આરાધક છે; ને
તે ધર્મોને ભક્તિપૂર્વક જાણીને શ્રાવકોને પણ એકઅંશે તેની આરાધના હોય છે.
જેટલો વીતરાગભાવ થયો તેટલી આરાધના નિરંતર છે.
* નિજસ્વરૂપની બહાર આવીને એક વિકલ્પ પણ ઊઠે તો તે દોષ છે, તેમાં
કોલાહલ છે, તેમાં ચૈતન્યની શાંતિ નથી. માટે હે મુમુક્ષુ! વિકલ્પના કોલાહલના
કકળાટથી ભિન્ન એવા તારા શાંત ચૈતન્યતત્ત્વને સ્વ–આશ્રિત ધ્યાનથી ધ્યાવ. –
તેમાં જ પરમસામાયિક ને ઉત્તમ ક્ષમા છે.
* શાંતિ માટે દુનિયાને તો ભૂલ... અંદરના તારા વિકલ્પોના કોલાહલથી પણ દૂર
થા... ને એકત્વમાં શોભતા તારા આત્માને નિર્વિકલ્પધ્યાનમાં ધ્યાવ. કદાચ તારી
શક્તિ ઓછી હોય ને ધ્યાનમાં વિશેષ એકાગ્ર ન રહી શકતો હોય તો, ત્યાં સુધી આવા