Atmadharma magazine - Ank 361
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
૩૧૩૦ પીયુશ સુરેશચંદ્ર જૈન દાહોદ ૩૧પપ જયશ્રીબેન નગીનદાસ જૈન મુંબઈ–૬૪
૩૧૩૧ પંકજ સુરેશચંદ્ર જૈન દાહોદ ૩૧પ૬ સંજય નગીનદાસ જૈન મુંબઈ–૬૪
૩૧૩ર નૂતન સુરેશચંદ્ર જૈન દાહોદ ૩૧પ૭ હીનાબેન નગીનદાસ જૈન મુંબઈ–૬૪
૩૧૩૩ જયેશ સુરેશચંદ્ર જૈન દાહોદ ૩૧પ૮ અશોક બાબુલાલ જૈન બેંગ્લોર–ર
૩૧૩૪ રંજનબાળા ઝવેરીલાલ જૈન દાહોદ ૩૧પ૯ કેતન બાબુલાલ જૈન બેંગ્લોર–ર
૩૧૩પ હિતેશ ભૂપતરાય જૈન રાજકોટ ૩૧૬૦ પરેશાબેન બાબુલાલ જૈન બેંગ્લોર–ર
૩૧૩૬ જાગૃતીબેન મનુભાઈ જૈન સોનગઢ ૩૧૬૧ દર્શનાબેન ભૂપતરાય જૈન મુંબઈ–૮૬
૩૧૩૭ સંગીતાબેન રમેશચંદ્ર જૈન મોરબી ૩૧૬ર કલ્પનાબેન ભૂપતરાય જૈન મુંબઈ–૮૬
૩૧૩૮ અમુલખ દયાળજી જૈન અમદાવાદ–૧ ૩૧૬૩ પ્રવિણચંદ્ર નેમચંદ્ર જૈન મહાદેવપૂરા
૩૧૩૯ ભાવનાબેન દયાળજી જૈન અમદાવાદ–૧ ૩૧૬૪ આરતીબેન દલીચંદ જૈન રાજકોટ
૩૧૪૦ ભારતીબેન દયાળજી જૈન અમદાવાદ–૧ ૩૧૬પ રાજેશ્રીબેન અમરચંદ જૈન વાંકાનેર
૩૧૪૧ માલાબેન ધીરજલાલ જૈન અમદાવાદ–૧ ૩૧૬૬ સોનલબેન પ્રભુદાસ જૈન સોનગઢ
૩૧૪ર સતીષ ધીરજલાલ જૈન અમદાવાદ–૧ ૩૧૬૭ બીનાબેન અશોકચંદ્ર જૈન ભાવનગર
૩૧૪૩ વંદનાબેન અનંતરાય જૈન અમદાવાદ–૧ ૩૧૬૮ અનિલ અશોકચંદ્ર જૈન ભાવનગર
૩૧૪૪ કસ્તુરભાઈ મોહનલાલ જૈન અમદાવાદ ૩૧૬૯ મહેન્દ્ર કે. જૈન મુંબઈ–૪
૩૧૪પ ભરતકુમાર વૃજલાલ જૈન સોનગઢ ૩૧૭૦ કીર્તી કે. જૈન મુંબઈ–૪
૩૧૪૬ રીટાબેન ચંદ્રકાન્ત જૈન શાંતાક્રુઝ ૩૧૭૧ શિલ્પાકુમારી નવીનચંદ્ર જૈન મુંબઈ–પપ
૩૧૪૭ શિલ્પાબેન ચંદ્રકાન્ત જૈન શાંતાક્રુઝ ૩૧૭ર ભારતીબેન જીવરાજ જૈન મુંબઈ–૬૪
૩૧૪૮ નીરજભાઈ ચંદ્રકાન્ત જૈન શાંતાક્રુઝ ૩૧૭૩ હરેશકુમાર જીવરાજ જૈન મુંબઈ–૬૪
૩૧૪૯ રોહિતકુમાર મગનલાલ જૈન દેરોલ ૩૧૭૪ કિરણકુમાર જીવરાજ જૈન મુંબઈ–૬૪
૩૧પ૦ દિલીપ માધવલાલ જૈન મારવાડા ૩૧૭પ મુંજાલ રજનીકાંત જૈન મુંબઈ–૬
૩૧પ૧ હસમુખ હરગોવિંદદાસ જૈન સોનગઢ ૩૧૭૬ વર્ષાબેન નગીનદાસ જૈન મુંબઈ–૬૪
૩૧પર આરતીબેન રસિકલાલ જૈન બીલીમોરા ૩૧૭૭ જગદીશકુમાર નગીનદાસ જૈન મુંબઈ–૬૪
૩૧પ૩ મહાવીર રસિકલાલ જૈન બીલીમોરા ૩૧૭૮ કેતનકુમાર નગીનદાસ જૈન મુંબઈ–૬૪
૩૧પ૪ નિકિતાબેન હસમુખલાલ જૈન સુરેન્દ્રનગર [બાકીનાં નામો આવતા અંકે]
વીરનાથપ્રભુના મોક્ષના આ અઢીહજારમા વર્ષમાં આપનું
જીવન ઉન્નત્ત બનાવીને વીરશાસનને શોભાવો.

PDF/HTML Page 42 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૩૯ :
પરમાગમની મધુરી પ્રસાદી
[લેખ: ૮]
આત્મધર્મ અંક ૩૫૨, ૩૫૩, ૩૫૪, ૩૫૫, ૩૫૬, ૩૫૮
અને ૩૬૦ માં આ લેખમાળાના સાત લેખો અગાઉ છપાઈ ગયા
છે. આ આઠમો લેખ છે. વીતરાગમાર્ગના પરમાગમની પ્રસાદી
કેટલી સુંદર–મધુર–આનંદદાયી છે! તેનો સ્વાદ તો જે ચાખે તેને જ
ખબર પડે તેવું છે. પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે–બાપુ! જૈનધર્મમાં
તો વીતરાગી દેવ–ગુરુનું સેવન છે; તેમને ઓળખતાં, પરમાર્થ
આત્માની ઓળખાણ થાય ને અંદર પોતાને ચૈતન્યરસના
અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે,–એવો આ જૈનમાર્ગ છે. અરે,
આવો ઉત્તમ માર્ગ પામીને કુમાર્ગને કોણ સેવે? બાપુ! આવો
જૈનમાર્ગ અનંતકાળે કોઈ મહાભાગ્યથી મળ્‌યો છે. તારી દર્શનશુદ્ધિ
માટે, તારા કલ્યાણને માટે તું પરમ સત્ય વીતરાગમાર્ગના દેવ–
ગુરુ–શાસ્ત્રને બરાબર ઓળખીને, તેમના માર્ગનું ઉત્સાહથી સેવન કરજે.
વીતરાગની વાણી મોહને કાપી નાંખવા માટે તલવારની
તીખી ધાર જેવી છે.–એક ઘાએ બે કટકા! એકકોર અતીન્દ્રિય
ચૈતન્યસુખમય આત્મા, ને બીજીકોર સમસ્ત રાગ અને વિષયો–
એમ બંનેનું સર્વથા ભેદજ્ઞાન કરાવીને જિનવચન વિષયોનું
વિરેચન કરાવે છે ને ચૈતન્યસુખનો ઉત્સાહ જગાડે છે.–અહો,
ચૈતન્યનું સુખ આપનારાં આવાં જિનવચનો મહાન ઉપકારી છે.
• સત્ની પૂર્ણતા •
વસ્તુની સત્તા (સત્ત્વ, સત્પણું) દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપીને સમાપ્ત થાય
છે. પરંતુ એકલા દ્રવ્યમાં કે ગુણમાં જ સત્તા વ્યાપે છે ને પર્યાયમાં સત્તા નથી વ્યાપતી–
એમ નથી. દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે થઈને સત્ વસ્તુની પૂર્ણતા છે.

PDF/HTML Page 43 of 53
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
સત્ દ્રવ્ય–ગુણ–પર્યાય એ ત્રણેય સત્ત્વનો જ વિસ્તાર છે, સત્ત્વથી (એટલે કે
વસ્તુની સત્તાથી) તે કોઈ જુદા નથી. તેમજ જુદી–જુદી ત્રણ સત્તા નથી, એક જ સત્તા
દ્રવ્ય–ગુણ–પર્યાય સર્વેમાં વ્યાપક છે.
• અભેદની અનુભૂતિમાં આનંદ; •
તે અનુભૂતિમાં પર્યાયની ગૌણતા છે, અભાવ નથી
સત્ની અનુભૂતિમાં ‘દ્રવ્ય–ગુણ–પર્યાય’ એવા ભેદ રહેતા નથી, ત્યાં તો
અભેદની અનુભૂતિનો વીતરાગી આનંદ છે તે અનુભૂતિમાં શુદ્ધપર્યાયો ગૌણરૂપ છે,
અભાવરૂપ નથી. ‘આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય’ એવા ભેદનું લક્ષ રહે ત્યાં વિકલ્પ છે,
તેમાં અટકે તેને નિર્વિકલ્પ અનુભૂતિ થતી નથી.
• નિર્ગ્રંથ જૈનમાર્ગ; ચોથાગુણસ્થાને પણ સમ્યગ્દર્શનનું નિર્ગ્રંથપણું •
આત્માનો વીતરાગસ્વભાવ છે; તે સ્વભાવ તો મોહાદિ વગરનો નિર્ગ્રંથ છે; અને
તે સ્વભાવને અવલંબીને જે રાગરહિત સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રદશા પ્રગટ થઈ તે પણ
નિર્ગ્રંથ છે; ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન છે તેને પણ નિર્ગ્રંથ કહેવાય છે, કેમકે તે
સમ્યગ્દર્શનમાં મિથ્યાત્વ–મોહની ગાંઠ છૂટી ગઈ છે. મુનિદશાને યોગ્ય નિર્ગ્રંથપણું
(બહારમાં પણ જ્યાં વસ્ત્રાદિ પરિગ્રહ નથી) તે તો છઠ્ઠા–સાતમા ગુણસ્થાને હોય છે.
આવો નિર્ગ્રંથમાર્ગ તે જૈનદર્શનનો મત છે. આવા જૈનદર્શનની ઓળખાણપૂર્વક,
શુદ્ધાત્માની અનુભૂતિરૂપ જે સમ્યગ્દર્શન છે તે ધર્મનું મૂળ છે.
જ્યાં આત્માનું જ્ઞાન સાચું નથી, જૈનમાર્ગના દેવ–ગુરુ–સૂત્રને જે માનતો નથી
એવો જીવ પોતે તો ધર્મથી ભ્રષ્ટ છે, અને એવા ભ્રષ્ટ જીવમાં બહારના કોઈ જાણપણાની
કે ત્યાગ વગેરેની અધિકતા દેખાય તો તેથી કાંઈ ધર્મીને તેનો મહિમા ન આવે; ધર્મભ્રષ્ટ
જીવને જે અનુમોદે, પ્રશંસા કરે, તે જીવ પોતે પણ ધર્મથી ભ્રષ્ટ થાય છે, વીતરાગ
જૈનદર્શનના સાચા માર્ગને તે જાણતો નથી. વીતરાગ જૈનમાર્ગ તો મોહની ગાંઠ વગરનો
ને વસ્ત્રાદિ પરિગ્રહ વગરનો નિર્ગ્રંથ છે.
• અહો, સત્ય જૈન વીતરાગમાર્ગ! એના મહિમાની શી વાત! •
અરે, જૈનદર્શન તો અલૌકિક વીતરાગમાર્ગ છે! વીતરાગી સ્વાનુભવી સંતોનો જે
અભિપ્રાય, સર્વજ્ઞદેવનો જે માર્ગ, તે કુંદકુંદાચાર્યદેવે પ્રસિદ્ધ કર્યો છે. એ નિર્ગ્રંથ

PDF/HTML Page 44 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૪૧ :
વીતરાગમાર્ગનો વિરોધ કરીને જેઓ કુમાર્ગમાં પ્રવર્તે છે તેઓ જૈનમાર્ગથી ભ્રષ્ટ છે.
ધર્માત્મા સત્યમાર્ગને પ્રસિદ્ધ કરે અને અસત્યમાર્ગને નિષેધે, તેથી કાંઈ કોઈ
વ્યક્તિ પ્રત્યે તેને વિરોધ નથી. સર્વે જીવો જ્ઞાનમય છે,–એ અપેક્ષાએ તો બધા જીવો
સહધર્મી છે. અજ્ઞાનીઓ પોતાના સ્વભાવને ભૂલીને સંસારમાં દુઃખી થઈ રહ્યા છે,
તેમના પ્રત્યે તો ધર્મીને કરુણા હોય છે.
ચૈતન્યનો ઉત્સાહ છૂટીને ક્યાંય પરનો ઉત્સાહ ધર્મીને થતો નથી. અહો,
ચૈતન્યને સાધવાનો આવો વીતરાગ જૈનમાર્ગ, એનો ઉત્સાહ, એની પ્રશંસા, એની
આરાધના કરવા જેવી છે. ભાઈ, આવા સુંદર વીતરાગ જિનમાર્ગને સાધવા માટે તું
જગતના કુમાર્ગથી છૂટો પડી જા. શુદ્ધ જૈનમાર્ગ સિવાય બીજા સામે જોઈશ મા.
જૈનધર્મની મૂર્તિ તો વીતરાગ હોય, દિગંબર હોય. જૈનમુનિનો દેખાવ પરમ વીતરાગ
હોય છે, એની અંતરની દશા તો શુદ્ધોપયોગમય અલૌકિક, ને બહારની નિર્ગ્રંથ દશા પણ
અલૌકિક હોય છે.
• મહાભાગ્યે જૈનધર્મ મળ્‌યો....ઉત્સાહથી તેનું સેવન કર! •
અહા, દેવ–ગુરુ–ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, તેમની ઓળખાણના આધારે તો
ધર્મ અને મોક્ષમાર્ગ છે; તેથી તેમની બરાબર ઓળખાણ કરવી જોઈએ. દેવ–ગુરુ–
ધર્મની બાબતમાં શિથિલ થવું યોગ્ય નથી. અરે, વીતરાગી જૈન દેવ–ગુરુઓ, તેમને
છોડીને બીજા અજ્ઞાની–કુગુરુઓને જે વંદન–પૂજન કરે છે તે તો ધર્મના નિમિત્તને છોડીને
સંસારના માર્ગને સેવે છે, તે વીતરાગી દેવ–ગુરુથી પ્રતિકૂળ થયો, વીતરાગ જૈનમાર્ગથી
ભ્રષ્ટ થયો.
બાપુ! જૈનધર્મમાં તો વીતરાગી દેવ–ગુરુનું સેવન છે; તેમને ઓળખતાં પરમાર્થ
આત્માની ઓળખાણ થાય ને અંદર પોતાને ચૈતન્યરસના અતીન્દ્રિય આનંદનો સ્વાદ
આવે,–એવો આ જૈનમાર્ગ છે. અરે, આવો ઉત્તમ માર્ગ પામીને કુમાર્ગને કોણ સેવે?
બાપુ! આવો જૈનમાર્ગ અનંતકાળે કોઈ મહાભાગ્યથી મળ્‌યો છે. તારી દર્શનશુદ્ધિ માટે,
તારા કલ્યાણ માટે તું પરમસત્ય વીતરાગમાર્ગના દેવ–ગુરુ–શાસ્ત્રને બરાબર ઓળખીને,
તેમના માર્ગનું ઉત્સાહથી સેવન કરજે.
સમ્યગ્દ્રષ્ટિને ભલે મુનિદશા–ચારિત્રદશા ન હોય તોપણ તેની શ્રદ્ધામાં તેને તેનો
સ્વીકાર છે કે જૈનમાર્ગમાં ચારિત્રદશા આવી હોય. એનાથી વિરૂદ્ધ ચારિત્રદશાને ધર્મી
માનતો નથી. દેવનું સ્વરૂપ જે વિપરીત માને, મુનિની ચારિત્રદશાને જે વિપરીત

PDF/HTML Page 45 of 53
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
માને, જેના શાસ્ત્રમાં પણ વિપરીત પ્રરૂપણા હોય,–તે જૈનદર્શન નથી, તે તો જૈન–
દર્શનથી બહાર છે. ભાઈ, તું જૈનદર્શનની સાચી ઓળખાણ તો કર;–તો તારું કલ્યાણ
થશે. મહાભાગ્યે આવો જૈનમાર્ગ મળ્‌યો છે તો ઉત્સાહથી તેનું સેવન કર.
• અહો, વીતરાગનાં અદ્ભુત વચન...ચૈતન્યરસનો સ્વાદ ચખાડે છે •
અહો, અદ્ભુત જિનવચન! એ ચૈતન્યના અમૃતરસથી ભરેલાં છે, ચૈતન્યની
શાંતિરૂપ અમૃતનો સ્વાદ ચખાડીને તે વિષયોમાંથી સુખબુદ્ધિ છોડાવે છે. અહા,
ચૈતન્યના જે ધર્મનો સ્વાદ ચાખતાં આખીયે દુનિયાનો રસ ઊડી જાય,–એ ધર્મ કેવો?
એ ધર્મદશા થાય ત્યાં તો અંદરથી આત્માને મોક્ષના ભણકાર આવી જાય, મોક્ષની દિશા
ખુલી જાય, ને ચૈતન્યના શાંતરસનો સ્વાદ આવે. તેથી કહ્યું છે કે ‘વચનામૃત
વીતરાગનાં પરમ શાંતરસ–મૂળ. ’
અહો, વીતરાગનાં વચનામૃત પરમ શાંતરસથી ભરેલાં છે, ભવરોગને મટાડવાનું
તે પરમ ઔષધ છે. તે ભવરોગને મટાડીને ચૈતન્યનું વીતરાગી સુખ ચખાડે છે.
વીતરાગદેવનાં વચન સમજે અને આત્માનું સુખ ન મળે એમ બને જ નહિ; કેમકે
વીતરાગનાં વચન જીવાદિ પદાર્થોનું સમ્યક્સ્વરૂપ બતાવીને, શ્રેય અને અશ્રેયનું જ્ઞાન
કરાવે છે, એટલે તેના જ્ઞાનથી જીવ શ્રેયમાર્ગને આદરીને કલ્યાણને પામે છે ને અશ્રેય
એવા મિથ્યાત્વાદિ ભાવોને છોડીને દુઃખથી છૂટે છે.
જુઓ, આ જિનવાણીનું ફળ! જિનવાણી રાગની પુષ્ટિ નથી કરાવતી, પણ
રાગની રુચિ છોડાવીને, વીતરાગી ચૈતન્યભાવની પુષ્ટિ કરાવે છે. અહો, વીતરાગનાં
વચન આત્માને શૂરવીરતા જગાડે છે. વીતરાગની વાણી પુરુષાર્થ વગરની હોય નહિ.
આત્માનો મહા આનંદ જ્યાં વેદનમાં આવ્યો ત્યાં બાહ્યવિષયોમાં સુખબુદ્ધિ કેમ રહે?
ચૈતન્યના આનંદ જેવું સુખ જગતમાં બીજે ક્યાંય છે જ નહિ. વાહ રે વાહ! વીતરાગનાં
વચન....ચૈતન્યરસનો અપૂર્વ સ્વાદ ચખાડે છે.
* થાનગઢના ભાઈશ્રી કાંતિલાલ દેવસીભાઈના ધર્મપત્ની શ્રી લલિતાબેન આસો સુદ ૧૦
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* વઢવાણના ભાઈશ્રી ત્રિકમલાલ હિંમતલાલ (ઉં. વર્ષ ૧૮) આસો વદ ૧૪ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. બે દિવસ પહેલાંં પણ તેઓ જિનમંદિર ગયા હતા.
* ભાવનગરના શ્રી વિજયાબેન અમરચંદ ભાયાણી કારતક સુદ ૧ રોજ સ્વર્ગવાસ પામ્યા
છે. અનેક વર્ષોથી તેઓ સોનગઢ રહીને સત્સંગનો લાભ લેતા હતા.
વીતરાગી દેવગુરુધર્મના શરણે તેઓ આત્મહિત પામો.

PDF/HTML Page 46 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૪૩ :
મહાવીરનિર્વાણના અઢીહજારમા વર્ષ નિમિત્તે –
માત્ર વિદ્યાર્થી બંધુઓ માટે સ્વાધ્યાયની સુંદર યોજના
સ્કૂલમાં કે કોલેજમાં જેઓ અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થી ભાઈ–બહેનોને
વીતરાગી સાહિત્યના વાંચનમાં ઉત્સાહ પ્રેરવા માટે નીચેની યોજના રજુ કરવામાં આવે
છે: તમે બાલવિભાગના સભ્ય હો કે ન હો–પણ આ યોજનામાં ભાગ લેતાં તમને જરૂર
લાભ થશે:–
આત્મધર્મના આ અંકમાં છપાયેલા લખાણોમાંથી દશ વાક્યો અહીં આપ્યાં છે; તે
અધૂરાં છે, તેનો બાકીનો ભાગ આ અંકમાંથી શોધીને તમારે પૂરો કરવાનો છે. અંક
તમારા હાથમાં જ છે; શોધવા માંડો. (વડીલોને ખાસ વિનતિ કે આ શોધખોળ વિદ્યાર્થી
પાસે જ કરાવજો, આપ તેને શોધી આપશો નહિ.) ડીસેમ્બરની પહેલી તારીખ સુધીમાં
વાક્્ય શોધીને મોકલનાર બધાને ગુરુદેવનો એક ફોટો અગર પુસ્તક ભેટ મોકલાશે.
(સંપાદક આત્મધર્મ, સોનગઢ સૌરાષ્ટ્ર: એ સરનામે મોકલવું.)
૧.
આત્માનો આનંદરસ એવો અદ્ભુત છે કે..........
૨. પરમાગમ–મંદિરનો મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે વીરનાથ...
૩. વાહ રે વાહ! વીતરાગી સંતોની વાણી! આવી વીતરાગ..........
૪. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનાલય,...........
૫. અહો! જાણે પરમ વાત્સલ્યથી ગુરુદેવે સમ્યક્..........
૬. મુમુક્ષુ જીવોએ પળે પળે........
૭. તીર્થંકર થનાર જીવ...........
૮. સાધકજીવ સમ્યક્ત્વના અખંડ દીવડા પ્રગટાવીને..............
૯. ક્ષાયિક સાથે જોડણીવાળું સમ્યક્ત્વ તે પણ ક્ષાયિક જેવું જ છે; એ વાત........
૧૦. અહો, વીરપ્રભુના મોક્ષનું આ અઢી હજારમું વર્ષ છે; ભગવાનનો માર્ગ......
(આ દશમા વાક્ય માટે જુઓ પાનું –૨)
બંધુઓ, આપણા બાલવિભાગમાં નવેસરથી સુંદર આયોજન થઈ રહ્યું છે, તે
આપ સૌ આ અંકમાં જોશો. તમારો સૌનો પ્રેમભર્યો સહકાર પણ જરૂરી છે. આપણા
મહાન ભાગ્યે, આપણા જીવનમાં જ વીરનાથભગવાનના મોક્ષગમનના અઢીહજારવર્ષનો

PDF/HTML Page 47 of 53
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
મંગલમહોત્સવ આવ્યો છે, તેનો આપણે સૌએ ખૂબ લાભ લેવાનો છે, ને જૈનશાસનની
ખૂબ–ખૂબ સેવા કરીને જૈનશાસનને દીપાવવાનું છે.
બાલવિભાગનું લીસ્ટ નવેસરથી લખીને તૈયાર કરવાનું છે. તો તમારું નામ–
સરનામું, હાલની ઉમર–અભ્યાસ, જન્મદિવસ તથા સભ્યનંબર પોસ્ટકાર્ડમાં (આત્મ–
ધર્મ બાલવિભાગ, સોનગઢ–સૌરાષ્ટ્ર) એ સરનામે જેમ બને તેમ વેલાસર લખી
મોકલશો. ઘણા સભ્યો મોટા થયા હશે, તેઓ પણ વિના સંકોચે પોતાની વિગત લખી
મોકલશો. આપનું પોસ્ટકાર્ડ આવતાવેંત અમે આપને એક સુંદર પુસ્તક (આ
અઢીહજારમા વર્ષની બોણીમાં) ભેટ મોકલીશું. નવા સભ્ય થવું હોય તેઓ પણ ઉપર
મુજબની વિગત લખી મોકલશો. (સભ્ય ફી કાંઈ નથી)
આ ઉપરાંત આત્મધર્મમાં રજુ થતી અવનવી યોજનાઓમાં પણ તમે આનંદથી
ને ઉત્સાહથી ભાગ લેજો. જીવનમાં તમને ઘણા સુંદર સંસ્કાર મળશે.
–લી
તમારો ભાઈ બ્ર. હ. જૈન
(સર્વે જિજ્ઞાસુ સાધર્મીઓ ઉત્સાહથી ભાગ લ્યો)
૧. મહાવીર ભગવાનની ઓળખાણથી આપણને થતો મહાન લાભ
૨. મહાવીર પ્રભુના નિર્વાણગમનના અઢી હજારમા વર્ષમાં
આત્મહિત માટે આપણું કર્તવ્ય
બંધુઓ, મહાવીર પ્રભુના મોક્ષગમનનું અત્યારે અઢીહજારમું (૨૫૦૦ મું) વર્ષ
ચાલી રહ્યું છે. વીર પ્રભુનો માર્ગ અત્યારે પણ ચાલી જ રહ્યો છે. આપણા મહાન સુભાગ્યે
આપણે વીરશાસનમાં આવ્યા, આપણને વીરનાથનો સુંદર માર્ગ ગુરુદેવે બતાવ્યો; અને
વિશેષમાં પ્રભુના મોક્ષગમનના અઢીહજાર વર્ષના મહોત્સવનો પ્રસંગ પણ અત્યારે
આપણા જીવનમાં આવ્યો. આપણે બહુ ઉત્સાહપૂર્વક ધર્મના રંગથી, જૈનશાસનના

PDF/HTML Page 48 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૪૫ :
પ્રેમથી ને સાધર્મીના વાત્સલ્યથી આ મંગલ ઉત્સવ ઉજવીશું. આપ સૌ પણ ખૂબ પ્રેમથી
–ઉત્સાહથી ભાગ લેજો.
આ નિમિત્તે, નીચે લખેલા બે વિષયો સંબંધમાં આપ નિબંધ લખી મોકલો.
૧. મહાવીર ભગવાનની ઓળખાણથી આપણને થતો મહાન લાભ.
૨. મહાવીર ભગવાનના મોક્ષગમનના અઢીહજારમા વર્ષમાં
આત્મહિત માટે આપણું કર્તવ્ય.
નિબંધ લખવા માટે વિશેષ સૂચનાઓ નીચે મુજબ–
(૧) આ એક વિષય ઉપર, કે બંને વિષયો ઉપર નિબંધ લખી શકશો.
નિબંધ ગુજરાતી કે હિંદી ગમે તે ભાષામાં લખી શકાશે.
(૨) વિદ્યાર્થીઓ ઉપરાંત સર્વે જિજ્ઞાસુ ભાઈ–બહેનો નિબંધ લખી શકશે પણ
નિબંધમાં ભાગ લેનારે નીચેની પાંચમાંથી કોઈપણ બે અગર વધુ
નિયમોનું પાલન આ આખા વર્ષ સુધી કરવાનું રહેશે–
૧. હંમેશા ભગવાનના દર્શન કરવા. (એક માઈલ સુધીમાં મંદિર ન હોય ત્યાં રોજ
નવ નમસ્કાર મંત્ર ગણવા.)
૨. રાત્રિભોજન કરવું નહીં.
૩. સિનેમા જોવું નહીં.
૪. કંદમૂળ ખાવા નહીં.
૫. હંમેશાંં પોણી કલાક ધાર્મિકસાહિત્ય વાંચવું.
ઉપરની પાંચમાંથી ઓછામાં ઓછી બે વાતનું પાલન કરનાર આ નિબંધમાં
ભાગ લઈ શકશે.
(૩) નિબંધનું લખાણ નોટબુકના ચાર કે પાંચ પાનાં જેટલું કાગળની એક બાજુ
લખવું. અને તા. પહેલી જાન્આરી 1974 સુધીમાં (સંપાદક આત્મધર્મ, સોનગઢ
સૌરાષ્ટ્ર 364250) એ સરનામે મોકલી લેવા.
(૪) શ્રેષ્ઠ નિબંધ લખનારા પ્રથમ બે જિજ્ઞાસુઓને ચાંદીના ‘મહાવીર ચંદ્રક’ ભેટ
આપવામાં આવશે. તથા બીજા નિબંધલેખકો વચ્ચે ૨૫૦ અઢીસો રૂપિયાની
કિંમતના ઈનામો આપવામાં આવશે. (પ્રમુખશ્રીની મંજુરીથી) –બ્ર. હ. જૈન

PDF/HTML Page 49 of 53
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
વીરનાથના મોક્ષનું અઢીહજારમું વર્ષ ચાલે છે.....આપણે વીરનાં સંતાન છીએ,
એટલે આપણે પણ વીર થઈને વીરનાથના માર્ગે જવાનું છે.
જ્યારે વજ્રદંત ચક્રવર્તીને સંસારથી વૈરાગ્ય થયો અને પુત્રને બોલાવીને કહ્યું કે
બેટા! હવે આ રાજ્યભારને તું સંભાળ. હું રાજ્ય છોડીને મુનિ થવા માંગું છું.–ત્યારે
વૈરાગ્યવંત રાજકુમારે નમ્રતાપૂર્વક કહ્યું–કે પિતાજી! આપ આ રાજ્યને શા માટે છોડી
રહ્યા છો?
વજદન્ત કહે છે:–બેટા, આ વિનાશી રાજ્યને છોડીને હું અવિનાશી મોક્ષસુખને
સાધવા માંગું છું. આ રાજ્ય તો અનંતવાર ભોગવી ચુકેલ એઠસમાન છે. જે આત્મ સુખ
મુનિપણામાં છે, તે કાંઈ રાજપદમાં નથી, તેથી હું તેને છોડી રહ્યો છું.
પુત્ર ગંભીરતાથી કહે છે–વાહ રે વાહ, પિતાજી! આપ જેને એઠ સમાન સમજીને
છોડી રહ્યા છો તેને હું શા માટે ખાઉં? આપની જેમ મેં પણ આત્મસુખને જાણ્યું છે,
એટલે હું પણ આપની સાથે જ અસાર સંસારને છોડીને, મુનિ થઈશ ને મોક્ષસુખને
સાધીશ.
–આનું નામ–‘બાપ જેવા બેટા! ’
આપણે પણ નાના નથી હો! આપણે મહાવીરનાં સંતાન છીએ.
આપણે પણ મહાવીરપ્રભુની જેમ મોક્ષપુરીના માર્ગે જવાનું છે.
ચિત્રકાર બંધુઓને–
આપણા આત્મધર્મ માટે, તેમજ બીજા બાલસાહિત્ય માટેનાં ધાર્મિક ચિત્રો
(બ્લોકસ બનાવવા માટે) કરી આપે એવા જૈન ચિત્રકાર ભાઈની ખાસ જરૂર છે.
ચિત્રની સંપૂર્ણ માહિતી સહિત કાચી રૂપરેખા અમે આપીશું તે ઉપરથી ડીઝાઈન કરી
આપવાની રહેશે, તેનો સુયોગ્ય ચાર્જ આપીશું. આપની કળાનો ધાર્મિક સાહિત્યમાં
ઉત્તમ ઉપયોગ થશે. તો જે કલાકાર જૈનભાઈ ધાર્મિક સાહિત્યમાં પોતાની સેવા આપવા
તૈયાર હોય તેમણે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા આમંત્રણ છે.
–બ્ર. હરિલાલ જૈન, સોનગઢ સૌરાષ્ટ્ર ()

PDF/HTML Page 50 of 53
single page version

background image
: કારતક : ૨૫૦૦ આત્મધર્મ : ૪૭ :
આત્મધર્મ – માસિક
* ભારતનું અજોડ અધ્યાત્મિક સચિત્ર માસિક.....પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
આત્મહિતનો અપૂર્વ સંદેશ ઘર–ઘર પહોંચાડે છે, નાના બાળકોમાં પણ ધર્મના મોટા
સંસ્કાર રેડે છે.
* વાર્ષિક (કારતકથી આસો, ભેટ પુસ્તકસહિત) લવાજમ ચાર રૂપિયા છે.
* દરમહિનાની દશમી તારીખે સોનગઢથી પોસ્ટ થાય છે.
* આ અંકની સાથે ૩૧મા વર્ષનો પ્રારંભ થાય છે. આપનું લવાજમ આપે ભરી દીધું
હશે. સગાં–સ્નેહી–જિજ્ઞાસુઓને પણ આત્મધર્મ પહોંચાડીને તેમને ઉત્તમ ધર્મસંસ્કાર
આપો.
* આ વર્ષ વીરનાથપ્રભુના મોક્ષનું પચીસસોમું વર્ષ છે, તેમજ સોનગઢમાં પરમાગમ
મંદિરમાં દેવ–ગુરુ–શાસ્ત્રની મહાન પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ પણ આવી રહ્યો છે, તે
સંબંધી અનેક વિશેષતાઓ જાણવા આપ આત્મધર્મ જરૂર મંગાવો.
* બાલવિભાગમાં પણ કેટલીક વિશેષતાઓ આવશે......તેમજ ભેટપુસ્તક પણ અપાશે.
લખો: આત્મધર્મ કાર્યાલય, સોનગઢ સૌરાષ્ટ્ર ()
વર્દ્ધમાનસ્વામીના પગલાંથી પાવન થયેલી વર્દ્ધમાનપુરીમાં
વર્દ્ધમાનસ્વામીનું નુતન દિ. જિનમંદિર
જિજ્ઞાસુ પાઠકોને જાણીને આનંદ થશે કે, વર્દ્ધમાન સ્વામીના સંબંધથી જેનું નામ
वढ्ढमाण (વઢવાણ) પડ્યું એવા વઢવાણશહેરના મધ્યભાગમાં વર્દ્ધમાનસ્વામીનું નૂતન ભવ્ય
જિનમંદિર બંધાવવાનો મુમુક્ષુઓએ નિર્ણય કર્યો છે. આ માટેની સુંદર જગ્યા, દરબારગઢમાં
મધ્યચોકમાં વઢવાણના ઠાકોર સાહેબની માલિકીનું જુનું ગાડીખાનું કે જે મકાનમાં અગાઉ
મામલતદારની ઓફિસ હતી–તે મકાન, વઢવાણના ઠાકોરસાહેબે ખાસ લાગણીથી આપણા
મુમુક્ષુ–મંડળને વેચાણ આપેલ છે, તેનો દસ્તાવેજ પણ થઈ ગયેલ છે. હવે તુરતમાં ભવ્ય
જિનમંદિરનું કામ શરૂ થશે. એક તો વર્દ્ધમાન સ્વામીના પગલાંથી પાવન વઢવાણ, બીજું
વીરનાથ પ્રભુના નિર્વાણનું અઢીહજારમું વર્ષ, અને ત્રીજું પૂ બેનશ્રી ચંપાબેન જેવા
પવિત્રાત્માની જન્મનગરી, એટલે સર્વે જિજ્ઞાસુઓમાં આ મંગલ કાર્ય માટે ખાસ ઉત્સાહ છે.
–મંગલકાર્ય વેલું–વેલું થાય–એવી ભાવના સાથે વઢવાણના મુમુક્ષુઓને ધન્યવાદ!
(વઢવાણની ભૂમિમાં જૈનધર્મની કેટલીક પ્રાચીન સ્મૃતિઓ પણ નજરે પડે છે.)

PDF/HTML Page 51 of 53
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : કારતક : ૨૫૦૦
જાંબુડી–(ગુજરાત)માં કારતક સુદ તેરસના રોજ પદ્મપ્રભજિનેંદ્રના જિનાલય ઉપર
કળશ અને ધ્વજારોહણ ભવ્ય મહોત્સવપૂર્વક થયું. આ પ્રસંગે સોનગઢથી પૂ. ગુરુદેવ
જાંબુડી પધાર્યા હતા ને નવ દિવસ રહ્યા હતા. નવ દિવસ સુધી ધાર્મિક શિક્ષણવર્ગ
ચાલેલ, તેમાં હજારો જિજ્ઞાસુઓએ ઉત્સાહથી લાભ લીધો હતો. જાંબુડી જેવા
નાનકડા ગામમાં ઠેરઠેર વીતરાગવાણીની મીઠી જ્ઞાનપરબ ચાલતી હતી ને હજારો
જીવો અત્યંત પ્રેમથી જ્ઞાનરસનું પાન કરતા હતા. વીરનિર્વાણના પચીસસો વર્ષના
ભવ્ય ઉત્સવ માટે પણ ગુજરાતને અને ભાઈશ્રી બાબુભાઈ તથા પ્રમુખશ્રી
નવનીતભાઈ વગેરેને ઘણો ઉત્સાહ છે. ગુજરાત–સૌરાષ્ટ્ર–કચ્છના મુમુક્ષુઓ પણ તેમાં
સાથ આપવા આતૂર છે. પૂ. ગુરુદેવ જાંબુડી પધારતાં વીતરાગવિજ્ઞાનની ઘણી સારી
પ્રભાવના થઈ હતી. ગુરુદેવ જાંબુડીથી પ્રસ્થાન કરીને તા. ૯મીએ અમદાવાદ
પધારશે, અને ત્યાં ચાર દિવસ રોકાઈને તા. ૧૩મી નવેમ્બર (કારતક વદ ત્રીજ)ના
રોજ સોનગઢ પધારશે.
મલકાપુર–(મહારાષ્ટ્ર)માં મહાવીરનિર્વાણના ૨૫૦૦ મા વર્ષના મહોત્સવ નિમિત્તે
શિક્ષણશિબિર દ્વારા તત્ત્વજ્ઞાનનો મહાન પ્રચાર ગતમાસમાં થયો. જ્ઞાનના આ
મહાયજ્ઞમાં હજારો જિજ્ઞાસુઓએ ‘આનંદ–ઉલ્લાસથી ભાગ લીધો હતો. અનેક
ગ્રેજ્યુએટો, કોલેજિયનો તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઘણા પ્રેમથી જૈનધર્મના
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. મલકાપુરના યુવાનો શાસ્ત્રસ્વાધ્યાયના પ્રેમ માટે
પહેલેથી પ્રસિદ્ધ છે. ખરેખર આજના સુશિક્ષિત યુવાનો પણ ધર્મના અભ્યાસમાં જે
રસ લઈ રહ્યા છે તે જૈનસમાજની ઉન્નતિની નિશાની છે. ‘જુવાનિયા ધર્મમાં રસ
નથી લેતા’ એવી વૃદ્ધ માણસોની જુની વાતને આજના ઉત્સાહી યુવાનોને ધોઈ
નાંખી છે. ધન્ય છે યુવાનોને! યુવાનો હજી પણ વધુ ને વધુ જાગો...ને જૈનધર્મના
વિજયધ્વજને ઊંચે ઊંચે ફરકાવો.
વિશેષ આનંદની બીજા વાત એ છે કે મહારાષ્ટ્રમાં સમાજ દ્વારા ૧૦૧ નવી
જૈન–પાઠશાળાઓ ખોલવાનો સંકલ્પ કર્યો છે. મહારાષ્ટ્રમાં તત્ત્વજ્ઞાનપ્રચાર માટે ખાસ
સમિતિ નીમવામાં આવી છે. જેમને વિદ્વાનની જરૂર હોય, સાહિત્યની જરૂર હોય
શિક્ષણશિબિર કે પાઠશાળા કે ખોલવી હોય, તેમણે નીચેના સરનામે પત્રવ્યવહાર
કરવો–
भगवान महावीर वीतरागविज्ञान – प्रचार समिति – महाराष्ट्र
ठि. अंतरीक्ष पार्श्वनाथ दि. जैनसंस्थान
पोस्ट शिरपुर (बाशीम, आकोला–महाराष्ट्र)

PDF/HTML Page 52 of 53
single page version

background image
• સંસારસમુદ્રથી તરવા માટે મુમુક્ષુનું વહાણ •
આ ભવસમુદ્રની મધ્યમાં, મોક્ષને સાધવા માટે મુમુક્ષુને એક સ્વદ્રવ્ય જ શરણરૂપ
છે, બાકી બધા દ્રવ્યો અશરણ–અધ્રુવ છે. આ માટે પંખીનું દ્રષ્ટાંત આપતાં આચાર્યદેવ
કહે છે કે : જેમ મધદરિયામાં વહાણ ઉપર બેઠેલા પંખીને તે વહાણ સિવાય બીજું કોઈ
શરણ નથી, બીજો કોઈ આધાર નથી, એટલે આકાશમાં તે ગમે તેટલા ચક્કર લગાવે
પણ અંતે તો થાકી થાકીને તે વહાણ ઉપર જ આવીને બેસે છે, વહાણ સિવાય બીજું
કોઈ તેને શરણ કે આશ્રયરૂપ નથી. આકાશમાં ચક્કર લગાવે પણ ત્યાં તેને કોઈ
આશ્રયસ્થાન નથી, આશ્રયસ્થાન તો એક વહાણ જ છે. નીચે ચારેકોર પાણી ને ઉપર
આકાશ–તેમાં વહાણ સિવાય કોઈ જ શરણ નથી, એટલે બીજી ગતિનો નિરોધ કરીને તે
વહાણ ઉપર જ આવીને બેસે છે. જરા ઊડે તો તે વહાણની આસપાસ જ ઊડે છે,
વહાણનો આશ્રય છોડીને દૂર જતું નથી, ને અંતે તો વહાણ ઉપર જ આવીને બેસે છે.
તેમ અહીં ભવસમુદ્રને તરવામાં મુમુક્ષુજીવ તે પંખી છે ને શુદ્ધાત્મા તે વહાણ
છે...મુમુક્ષુની પરિણતિ ફરીફરીને શુદ્ધાત્મામાં એકાગ્ર થાય છે, કેમકે આ ભવસમુદ્રની
મધ્યમાં મોક્ષને સાધવા માટે મુમુક્ષુને એક પોતાનો શુદ્ધાત્મા જ ધ્રુવ શરણરૂપ છે. બાકી
બીજા બધા સંયોગરૂપ ભાવો અધ્રુવ અને અશરણ છે. મોક્ષના મુસાફર મુમુક્ષુને નિજ
શુદ્ધાત્મારૂપી વહાણ સિવાય બીજું કોઈ શરણ નથી, બીજો કોઈ આધાર નથી. એટલે
અસ્થિરતાથી કદાચ વિકલ્પ થાય ને બર્હિભાવરૂપી ગગનમાં ઊડે તોપણ સ્વદ્રવ્યના જ
અવલંબનની બુદ્ધિ હોવાથી અંતે તો પરિણતિ શુદ્ધાત્મામાં જ આવીને ઠરે છે, શુદ્ધાત્મા
સિવાય બીજું કાંઈ શરણરૂપ કે આશ્રયરૂપ નથી. વિકલ્પ આવે તો તે આકાશમાં ચક્કર
લગાવવા જેવા છે. તે આશ્રયરૂપ ભાસતા નથી, શુદ્ધાત્મા જ વહાણ જેવો આશ્રયરૂપ છે.
આ રીતે મોક્ષને માટે બીજી ગતિનો નિરોધ હોવાથી મોક્ષાર્થીની પરિણતિ સ્વદ્રવ્યનું જ
અવલંબન કરે છે.

PDF/HTML Page 53 of 53
single page version

background image
ફોન નં. ૩૪ આત્મધર્મ Regd. No. G. 128
• દીવાળીના.મંગલ.દીવડા •
* ભેદજ્ઞાનવડે ઉદય પામેલું ચૈતન્યનું મંગલમય સોનેરી સુપ્રભાત આત્માને
આનંદ પમાડે છે ને જ્ઞાનપ્રકાશ વડે મુક્તિમાર્ગને પ્રકાશિત કરે છે.
* શ્રી ગુરુ કહે છે – હે જીવો! અનાદિથી મોહમાં સૂતા...હવે તો જાગો!
જાગવાનો આ અવસર આવ્યો છે...માટે જાગોને ચૈતન્યમય નિજપદને સંભાળો.
* આરાધક–ધર્માત્માના દર્શનથી મુમુક્ષુના હૃદયમાંં જેવી આનંદની ઉર્મિ જાગે
છે તેવી ઉર્મિ જગતના બીજા કોઈ પણ પદાર્થમાં જાગતી નથી.
* અપૂર્વ આત્મકલ્યાણની પ્રાપ્તિ તે સત્સંગનું ફળ છે. સત્સંગ નિજકલ્યાણ
માટે છે, જગતને દેખાડવા માટે નથી. સાચા સત્સંગનું ફળ તત્કાળ આવે જ.
* ધર્મીને જોતાં એમ થાય છે કે વાહ! ધન્ય તમારો અવતાર! અતીન્દ્રિય
આત્માને સ્વાનુભવમાં લઈને તમે આનંદરૂપ થયા છો, જિનેશ્વરના
માર્ગમાં ભળ્‌યા છો.
* અશરીરી અતીન્દ્રિય આનંદમય ચૈતન્યજીવન જીવનારા સિદ્ધ ભગવંતો
જગતને સન્દેશ આપે છે કે તમે પણ ભેદજ્ઞાન કરીને આવું આનંદમય
ચૈતન્યજીવન જીવો.
* એકલું અનુમાન જેનું સ્વરૂપ નથી પણ પ્રત્યક્ષજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા
આત્માને હે શિષ્ય! તું જાણ. રાગથી પાર થઈને અતીન્દ્રિયજ્ઞાન વડે
આત્માને અનુભવમાં લે.
* કુંદકુંદસ્વામી કહે છે કે – હું સર્વજ્ઞપરમાત્મા સીમંધરનાથ પાસેથી આ
સન્દેશ લાવ્યો છું, તે ઝીલીને તમે જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં ઉપયોગને વાળો.
* સમ્યક્ જ્ઞાન–દર્શન–ચારિત્રરૂપે આત્માનું પરિણમન તે નિર્વાણનો પંથ છે.
ભગવંતો આવા પંથે નિર્વાણ પામ્યા; હું પણ તે જ પંથે જાઉં છું.
* અંર્તસ્વભાવમાં સન્મુખતા કરાવીને મહાઆનંદનું વેદન કરાવનારો
હિતોપદેશ જે સંતોએ આપ્યો, તે સંતોના ઉપકારને મુમુક્ષુજીવો ભૂલતા નથી.
પ્રકાશક : (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૫૦૦
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : કારતક (૩૬૧)